________________
શ્રી ધન્યકુમાર ચાસ્ત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
凶
大盛事 8出达出发888
Jain Education Internation
દિવસ ગયા પછી રાજાએ સુનન્દાને કધુ કે—આવતી કાલે અમે શિકાર માટે જવાનો વિચાર રાખીએ છીએ, જેવાની ઇચ્છા હોય તે સાથે આવવા તૈયાર રહેવું. બીજે દિવશે રાણીને સાથે લઈ સૈન્ય સાથે રાજાએ જંગલના ઉંડા ભાગમાં જઇ એક મેાટા ઝાડ નીચે ઉભા રહી સેવકોને હુકમ કર્યો કે—ગીત ગાનથી હરણના ટોળાને તમે આ તરફ ખેંચી લાવે.' સેવક પણ ઉપર કહી ગયા તે પ્રમાણેની કળાથી હરણના યુથને ખેંચી લાવ્યા. રાજારાણી ઘેાડા ઉપર સ્વારી કરી ત્યાં આગળ ગયા. ત્યાં રાગથી અંધા ગયેલ ચિત્તવાળા, જાણે ચિત્રમાં આળેખેલા હોય તેની માફક સ્થિર એક ધ્યાનથી સાંભળતા તેઓ ઉભા હતા. તેની અંદર હરણપણે ઉત્પન્ન થયેલે રૂપસેનને જીવ પણ હતા. આમ તેમ ભમતા તે હરણની દૃષ્ટિ ઘેાડા ઉપર બેઠેલી સુનન્દા ઉપર પડી; એટલે તેના ઉપર તેને મેહ થઈ આવ્યા. તેને દેખતાંજ તે હરણ મેહમાં અંધ બની ગયા અને હર્ષોંથી નાચાનાચ કરતા ફરી ફરીને એક દૃષ્ટિએ તેના સામુંજ નિહાળવા લાગ્યું. આ સમયે સેવકોએ ગાન ખ'ધ કર્યું, એટલે બધા હરણે! જુદી જુદી દિશા તરફ નાસવા લાગ્યા. પરંતુ રૂપસેનના જીવ હર્ષોંથી ભરાયેલ મને ત્યાંજ ઉભો રહ્યો. રાજા તેની આવી દશા જોઈ રાણીને કહેવા લાગ્યા કે—‘પ્રિયે! આ હરણ રાગમાં પૂ` આસક્ત થયા હોય તેમ લાગે છે, ગાયન બંધ થતાં બધા હરણા નાશી ગયા. પણ આ હરણ ફરીને ગવાવાની આશાએ ઉભો રહ્યો જણાય છે. આ હરણુ ભર જુવાનીમાં હાવાથી પુષ્કળ માંસવાળા છે, એટલે તેનું માંસ સ્વાદવાળું લાગશે.’ આમ ખેલી બાણુને કાન સુધી ખેંચી તેના ઉપર છેડયું. તેથી તે હરણુ હણાઇને તરતજ જમીન ઉપર પડયા અને ક્ષણમાંજ ત્યાંથી મરી વિંધ્યાદ્રિમાં કોઇ હાથણીને પેટે હાથીપણે ઉત્પન્ન થયા. રાજા તે હરણના શરીરને ઉપડાવી પેાતાના
For Personal & Private Use Only
self-STIR-E88888EE
૧૫
www.jainelibrary.org