________________
શ્રી ધન્યૂકુમાર! * ચરિત્ર ભાગ ૧
પાંચમ ૫લવ
મારી આવી મોટી સભા પણ મને હર્ષ કરાવનારી નિવડતી નથી જેવી રીતે ચંદ્ર રાત્રી બિલકુલ શેભ ધારણ કરતી નથી; તેમ ભપકુમાર વિના મારે આ સભા શભા રહિત થઈ છે.” આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળી એક પુરૂષે કહ્યું-“સ્વામિન્ નગરમાં એવી પહેલ્વેષણ કરાવે કે- “આ નગરમાં એ કોઈ બુદ્ધિમાન છે કે જે ગે ભદ્ર શેઠની બાબતમાં સત્યાસત્યને નિર્ણય કરી આપને બધું કાર્ય સરલ કરી આપે. જે હોય તે તે પ્રગટ રીતે બહાર આવવું.' તેની સૂચના પ્રમાણે રાજાને વિચાર થવાથી અને ગંભદ્ર શેઠને પશુ તેજ પ્રમાણે અભિપ્રાય થવાથી આખી રાજગૃહી નગરીમાં ત્રિપથ ચતુપથ (ચાર રસ્તા )માં સર્વત્ર એ પડહ વગડાવ્યું કે–“જે કોઈ બુદ્ધિશાળી પુરૂષ આ કપટી માણસને તેના કપટયુક્ત પ્રશ્નોને ઉત્તર આપીને તેને નિરૂત્તર કરશે અને ગભદ્ર શેઠની ચિંતા મટાડશે તેને ગોભદ્ર શેઠ બહુ અદ્ધિ સહિત પિતાની પુત્રી પરણાવશે અને રાજા પણ તેને બહુ સન્માન આપશે.” આ પ્રમાણે વગાડાતે પડહ જે ઠેકાણે સંતપુરુષેમાં આદરમાન પામેલ ધન્યકુમાર રહેતા હતા ત્યાં આવ્યો. તે વખતે કૌતુથી આકર્ષણ પામેલ ચિત્તવાળા અને કપટરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય જેવા ધન્યકુમારે તે પડહ ઇ (રવીકાર્યો) અને એક ઉત્તમ અશ્વ ઉપર આરૂઢ થઈને તે રાજસભામાં ગયા. રાજાને નમસ્કાર કરીને યંગ્ય સ્થાનકે બેઠા. રાજાએ તેને બહુમાન આપ્યું અને તે ધૂર્તની બધી હકીકત કહી સંભળાવી. ધન્યકુમારે તે હકીકત સાંભળી જરા હસીને રાજાને કહ્યું કે–“મહારાજ! આપના પ્રતાપથી એક ક્ષણમાત્રમાં હું તેને નિરૂત્તર કરી દઈશ. માટે આપે જરા પણ ચિંતા કરવી નહિ.” ત્યાર પછી ગોભદ્ર શેઠને એકાંતમાં લાવીને કહ્યું કે –“હે શેડ ! આવતી કાલે તે વૃર્તા રાજસભામાં
Jan Education Intem
For Personal & Private Use Only
wwwiinelibrary.org