________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧|B
• લાગ્યા કે જે સંપદાવડે બંધુઓનાં અંતઃકરણે અતિ મલીન થઈ જાય તે સંપદાને સજજન પુરૂ તે વિપદાનુલ્ય જ ગણે છે–તે વિપદાયક મનાય છે. તેથી આ સંપદાને છેડી દઈને ફરી પણ પૂર્વની પ્રમાણે જ હું દેશાંતરમાં ચાલ્યા જાઉં' કે જેથી ઇસિત વસ્તુ પ્રાપ્ત થવાને લીધે મારા ત્રણે બંધુઓ તુષ્ટાયમાન થાય.' આ પ્રમાણે વિચાર કરીને ધનાદિકથી સંપૂર્ણ ઘર અને ત્રણે પ્રિયાઓને છેડી દઈને ગંગાદેવીએ આપેલ એક ચિંતામણિ રત્નનેજ સાથે રાખી રાજાદિને કે કોઈ શેકીઆઓને પશુ જણાવ્યા વગર ગુપ્ત રીતે કઈ અવસર મળી ગયું ત્યારે ઘર છોડીને ધન્યકુમાર નગરની બહાર નીકળી ગયા.
-
છઠો
પલવે
8388888888888888888888888888888888
રસ્તે ચાલતાં પણ તે પુણ્યવાન ધન્યકુમારને ચિંતામણિ રત્નના પ્રભાવથી પિતાના ઘરની જેમ સર્વત્ર ઈચ્છિત સુખ પ્રાપ્ત થવા લાગ્યા. તે સુખને ભોગવતા, સુખે સુખે માર્ગનું અતિકમણું કરતા અને ઘણા ગ્રામ, નગર, ઉદ્યાનાદિકને જોતા, જેવી રીતે ભવી જીવ તિર્યંચ ગતિના ભવે પૂર્ણ કરીને મનુષગતિને પામે તેવી રીતે અનુક્રમે કૌશાંબી નગરીએ આવ્યા. કૌશાંબી નગરીમાં સમસ્ત ક્ષત્રિયામાં શિરોરત્ન જે શતાનિક નામે રાજા રાજ્ય કરતો હતો. જેના અતિશય શૌર્યના બળથી તરવારે તથા અરિવર્ગ નિષ્ફળતા પામી ગયા હતા, એટલે કે શત્રુવગ શાંત પડી ગયા હતા. અને ખગોને બહાર નીકળવું પડતું નહોતું. તે શતાનિક રાજાના ભંડારમાં એક સહસ્ત્રકિરણ નામનો અમૂલ્ય મણિ હતું. તે મણિ પરંપરાથી તેના પૂર્વજોના સમયથી કુળદેવતાની માફક હંમેશા પૂજાયા કરતું હતું. એક દિવસ તે રાજા તે મણિની પૂજા કર્યા પછી વિચાર કરવા લાગ્યા કે—“ આ મણિ પરંપરાવડે પૂર્વથી પૂજાયા કરે છે, હું પણ યકત વિધિએ તેની પૂજા કરૂં છું; પરંતુ આ મણિનું માહામ્ય શું છે તે હું જાણુ
૧૯૪
or Personal & Private Use Only
S
w
Jain Education Intemato27
ainelibrary.org