________________
શ્રી ધન્યકુમાર 8
ચરિત્ર ભાગ ૧
પાંચમે પલવે
ચાટવા લાગે, તે બાળક મનમાં વિચારવા લાગે કે—“અહો ! આજે મારે પૂર્ણ ભાગ્યોદય થયે કે મુનિ મહારાજે મારી જેવા રાંકે આપેલ દાન લેવાની કૃપા કરી. હું ઘણા ગૃહસ્થને ઘેર પણ જોઉં છું કે ભિક્ષા માટે આવેલા મુનિ મહારાજેને તેઓ વારંવાર વિજ્ઞપ્તિ કરે છે, તે પણ મુનિમહારાજાએ કાંઈક લે છે અને કાંઈક લેતા નથી. મેં તે માત્ર વિનંતિ કરી કે તરતજ પ્રસન્ન ચિત્તથી મુનિરાજ મારા ઘરે પધાર્યા અને બધી ખીર વહોરી, તેથી હું વિશેષ ધન્ય અને ભાગ્યશાળી છું.” આ પ્રમાણે તે પિતે કરેલા દાનની વારંવાર અનુમોદના કરવા લાગ્યા. આ પ્રમાણે તે વિચારે છે તેટલામાં તેની માતા ડોશી ઘરમાં આવી અને ખાલી થાળને બાળક ચાટે છે તે જોઈ તેને વિચાર થયે કે “અહો ! મારે પુત્ર હંમેશા આટલી બધી ભૂખ સહુન કરતે દેખાય છે. ” આ પ્રમાણે ચિંતવીને બાકી રહેલી ખીર ડોશીએ તેને ફરીથી પીરસી અને કહ્યું કે--“ભાઈ ! તારે ખીરને મરથ આજે પૂર્ણ થયે કે ? ” બાળકે કહ્યું કે –“હા માતાજી.” આ પ્રમાણેની વાતચીતમાં પણ પિતે જે મુનિને દાન આપ્યું હતું તે તેણે કહ્યું નહિ. “દાન દઈને તેને પ્રકાશ કરવાથી તેનું ફળ ૯૫ (ડુ) થઈ જાય છે. હવે તે બાળક ખીર ખાઈને ઉઠવ્યો. પરંતુ તેજ રાત્રે તે બાળકને અતિ સ્નિગ્ધ (ભારે) ભજન કરવાના કારણુથી અજીર્ણ થયું તેને લીધે વિશુચિકા -કોલેરાને વ્યાધિ થયે તે વખતે મહાવેદનાને ભગવતે તે બાળક વિચારવા લાગે કે--“મેં આખા ભવમાં બીજું કાંઈ પણ સુકૃત કર્યું નથી, માત્ર આજેજ મારા મોટા ભાગેઢયવડે મુનિરાજને દાન આપ્યું છે, તે મારૂં આપેલું દાન સફળ થાઓ. મારે તે તેજ મુનિ મહારાજનું શરણુ છે.” આ પ્રમાણે પિતે કરેલ સુકૃત્યને સહજ વારંવાર સંભારત અને અનુમોદને તે બાળક વિશુચિકાના વ્યાધિવડે તે રાત્રિમાંજ મૃત્યુ પામે અને મૃત્યુ
૧૮૦
Jan Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org