________________
ધન્યકુમાર 8
ચરિત્ર ભાગ ૧ |8
પાંચમે પલવ
888888888888888888888888888
તેનાં દીન વચન સાંભળીને એક પડોશણ બેલી કે--“હું તને દુધ આપીશ. ” તેનું આ પ્રમાણેનું કથન સાંભળીને એક બેલી કે--“તને ચેખા આપીશ.” ત્રીજી બોલી કે – “હું ઘી આપીશ.” ચથીએ કહ્યું કે—“ અતિ ઉજજવલ એવી ખાંડ હું આપીશ” આ પ્રમાણે ચારે પાડોશણેએ કહ્યા પ્રમાણે વસ્તુઓ તે ડોશીને લાવી આપી. જોઈતી વસ્તુઓ પ્રાપ્ત થવાથી તે ડોશી હર્ષપૂર્વક સંગમને ખીર કરી દેવામાં પ્રવૃત્ત થઈ અને બાળક પણ ભેજનની આશાના અવલંબનથી પ્રસન્ન હદયવાળો થઈને ગૃહાંગણમાં રમવા લાગે. સ્થવિરાએ તરતજ ખીર તૈયાર કરી. “કારણોને મજબૂત યોગ મળતાં કાર્યની તરત જ સિદ્ધિ થાય છે. ” ખીર તૈયાર થતાં જ પુત્રને બેલાવીને ભેજન માટે બેસાડવો, અને એક થાળમાં ઘી તથા ખાંડ વિગેરેથી યુક્ત ખીર પીરસી, પછી તે પુત્રને આપીને પોતાની દષ્ટિ ન પડે તેટલા માટે તે બીજે સ્થળે ચાલી ગઈ. “માતાનું મન પ્રતિક્ષણે અનિષ્ટની શંકાવડે ભયભીત રહ્યા જ કરે છે.' બાળક થાળીમાં પીરસેલી ખીરને અતિ ઉષ્ણ જાણીને તેને ઠારવા માટે હાથ વડે વાયરે નાખવા લાગે. એવા સમયે તે બાળકના મહા ભાગ્યના ઉદયવડે આર્કષિત થયેલા મહા પુણ્યના નિધાનરૂપ એક મહામુનિ મા ખમણને પારણે ભિક્ષા માટે ભમતાં ભમતાં તેને ત્યાં પધાર્યા. સંગમ તે મુનિને પિતાના આંગણામાં આવેલા જોઈને તરતજ ઉભે થઈ બહાર નીકળી મુનિમહારાજને પોતાના ઘરમાં લઈ ગયા અને વિવેકથી ભરેલા હૃદયવડે ખીરને થાળ ઉપાડીને અતિ ઉત્કૃષ્ટ ભાવવડે તે થાળમાં રહેલી બધી ખીર મુનિને શુદ્ધ ભાવથી વહેરાવી દીધી. પછી સાત આઠ પગલાં સુધી તેમને વળાવીને વારંવાર તેમને પ્રણામ કરતા સંગમ બાળક ઘરમાં પાછો આવ્યા અને ખાલી થાળ ગ્રહણ કરીને આંગળી વડે તેની આસપાસ ચાંટેલી ખીર
For Personal & Private Use Only
888888888888 88888888888888
- ૧૭૯
Jan Education Interational
www.jainelibrary.org