________________
શ્રી ધન્યકુમાર ચિત્ર ભાગ ૧
પાંચમે । પલ્લવ
Jain Education Internatio
腐腐腐防BB网欧阳防
વિગેરેની અનુજ્ઞા લઇને શ્રી સિદ્ધાચળ વિગેરે તીર્થાને જીહારતી – વંદના કરતી અનુક્રમે કાશીપુરીમાં આવી ત્યાં શ્રી પાનાથ અને સુપાર્શ્વનાથ નામના તીર્થંકરાની કલ્યાણ ભૂમિના સ્પ કરીને હું પાવન થઈ. ત્યાંથી આગળ ચાલતાં ચદ્રાવતીમાં શ્રીમત્ ચંદ્રપ્રભુને વંદના કરી અને ત્યાં સાંભળ્યું કે – હાલ રાજગૃહી નગરીમાં જેવી જૈન ધર્મોની ઉન્નતિ વતે છે, તેવી કોઈ પણ સ્થળે વતી નથી. ત્યાં પરમ વિતરાગ ભક્ત, જૈન ધર્મરક્ત શ્રી શ્રેણિક મહારાજા શુદ્ધ ન્યાય માર્ગની રીત્યુનુસાર રાજ્ય પાળે છે. વળી તેમના વડીલ પુત્ર કે જે સકળ ગુણવંત પુરૂષોમાં અગ્રેસર છે, જે સમસ્ત બુદ્ધિ-વ્યાપારના એક ખજાના જેવા છે. જે શ્રી જિનેશ્વર ભગવતના આગમને અનુસરનાર છે, જે દરેક જાતની કાર્ય પ્રવૃત્તિમાં કુશળ છે, જે ધમ સાધનની માતાતુલ્ય કરૂણાની પુષ્ટિ નિમિત્તે અમરપટની ઉદ્ઘોષણા કરાવવા સદા તત્પર છે, જે સમરત જીવાજીવાદક ભાવને જાણનાર છે અને બહુ જીવાને આવકાદિ દેવાવડે અભયદાન આપીને પોતાના નામ પ્રમાણે ગુણ પ્રગટ કરી પેાતાના નામને સાક કરનાર છે. તેવા અભયકુમાર નામે તે રાજાના મુખ્ય મંત્રી અને પુત્ર પરમ શ્રદ્ધાથી ધર્મારાધનમાં સદા તત્પર રહે છે.' આ પ્રમાણેની યશકીર્તિનું વર્ણન સાંભળીને હૃદય આ નગરીના અને તે રાજા તથા તેના પુત્રના દર્શન કરવાને ઉત્કંઠિત થઇ ગયું. આજે મારા પૂર્ણ ભાગ્યોદયથી મારો તમારાં દન કરવાના મનેરથ સંપૂર્ણ થયા છે, મે' જેવું સાંભળ્યું હતુ તેનાથી પણ અધિક મે અહીં જોયુ છે; તમે ખરેખરા ધન્ય છે, ખરેખરા કૃતા' છે, શ્રી જિનેશ્વરના મામાં ખરેખરી આરાધના કરનારા મેં તમને આજેજ જોયા છે. વધારે શું કહું? વધારે કહેવાથી કૃત્રિમતા પ્રગટ થતી દેખાય છે. તેથી વધારે કાંઇ કહેતી નથી. તમારી જેવા પ્રભાવિક પુરૂષાથીજ શ્રી
For Personal & Private Use Only
33333:38988 088888888
૧૬૯ www.jainellbrary.org