________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પાંચમે પહેલવા
BBABRAZYBBMES94288888882772
છે.” રાજાએ પણ તે વાત સાંભળી, એટલે મેટા આશ્ચર્યથી તેનું હૃદય ભરાઈ ગયું અને તે પણ તે સ્થળે આવ્યો. ધન્યકુમાર પણ તે પડહ છખ્યા પછી ઘરેથી બહાર નીકળી જે સ્થળે હાથી તે વખતે ફરતે હતો અને લોકોને ખલના કરતું હતું. તે સ્થળે આવ્યા. તેણે પોતે પહેરેલા બધા વચ્ચે તજી દીધા અને માત્ર એક જ બંધ કછોટાવડે કટી (કેડ) બાંધીને હસ્તીની પાસે ગયા અને કઈ વખત તેના માથા ઉપર, કઈ વખત તેની નજીકમાં, કોઈ વખત પડખેના ભાગમાં કઈ વખત પછવાડેના ભાગમાં તેમ વસ્ત્રોના ગોળ દડાઓ કરીને હાથીની આ સપાસ ફેંકવા લાગ્યા. હાથી પણ તેને પકડવા દોડાદોડી કરવા લાગે, તે વખતે ધન્યકુમાર લઘુલાઘવી કળાથી જેવો હાથી તેની પાસે આવે કે તરત તેની પછવાડે જઈ પ્રહાર કરીને હાથીને ચક્રની માફક ફેરવવા લાગ્યા. આ પ્રમાણે હાથીને વશ કરવાની કળામાં કુશળ એવા ધન્યકુમારે હાથીને બહુ પ્રકારે ભમાવીને અતિ શ્રમિત (થાક) કરી નાખ્યો-ખેદ પમાડ્યો. હાથી પણ ચારે તરફ ભટકતાં દેડતાં અતિ શ્રમ (થાક) લાગવાથી તદ્દન મદ રહિત થઈ ગયો. જ્યારે હાથીને ગ્લાન અંગવાળા એકિત અને નિર્મદ થયેલે જાયે, ત્યારે વાંદરાની જેમ પૂછડું પકડીને હાથીની પીડ ઉપર ધન્યકુમાર ચડી બેડા; પછી પિતાના પાદઘાટવડે તેના મર્મસ્થાનમાં પ્રહાર કરીને એને અંકુશવડે તેને સીધો કરી દઈને આકુળવ્યાકુળ થયેલા તે હાથીને આલાનસ્તંભ પાસે લઈ જઈને બાંધી દીધે, મગધા ધ૫ શ્રેણિક નૃપતિ પણ તેની હસ્તી દમનની અતિ ઉત્તમ કળા જોઈને હૃદયમાં બહુ રંજીત થયા અને ધન્યકુમારની પ્રશંસા કરીને બહુમાનપૂર્વક માટે મહોત્સવ કરીને તેણે આપેલ વચનાનુસાર પિતાની સમત્રો નામની અતિ રૂપવતી કન્યા તેને પરણાવી અને એક હજાર ગામે આપ્યા. બીજી પણ સુવર્ણ,
૧૭૬
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org