________________
શ્રી ધન્યકુમાર ચિત્ર
ભાગ ૧
પાંચમા સવ
爱贸游法因出在出公園及公園公園公道道道
Jain Education International
તેને આપેલા આસન ઉપર બેઠા અને સાથે આવેલા સેવકો ખડારના દરવાજા ઉપર બેઠા. થાડા વખત સુધી ધમ માને અનુસરતી ગાછી કરીને પછી તેમને તેલના મન પૂર્વક સ્નાન કરાવી ભેાજન માટે બેસાડવા. વિવિધ ભકિતવડે અનેક પ્રકારની સામગ્રીવાળી રસવતી પીરસવામાં આવી, અને ધમ માને અનુસરનારી કલ્પ્ય અને અકલ્પ્ય વસ્તુએની વાતચીત તે વેશ્યાએ ભાજનાવસરે એવી કરી કે જેથી દભનેા અંશ પણુ અભયકુમારની કલ્પનામાં આબ્યા નહિ. ભાજનના અંતમાં દહીંને મળતા સ્વરૂપવાળી ચંદ્રહાસ દિરા તેણે તેને પાઇ દીધી. ભાજનકાર્ય સપૂર્ણ થયા પછી અભકુમારને સુંદર આસન બેસાડયા અને તાંબુલાદક તેમની પાસે ધર્યા. પછી તે ભીની વેશ્યાએ રાષ્ટાચારની અનેક યુક્તિપૂ ક વાતો શરૂ કરી, તેટલામાં તે ચંદ્રહાસ મદિરાના પ્રભાવથી અભયકુમારને નિદ્રા આવવા માંડી, પ્રાંતે મદિરાના ખળથી તેને મૂર્છા આવી ગઇ. આમ થતાં તરતજ પ્રથમથી જ ગાઠવણ કરી રાખ્યા પ્રમાણે તેને એક રથમાં સુવાડયા. વેશ્યા પણ તેજ રથ ઉપર ચઢી ગઇ અને રથને ઉજ્જયિનીના માર્ગે તાકીદે ચલાગ્યું. પ્રથમથી ગાઠવણ કરી રાખ્યા પ્રમાણે સ્થાને સ્થાને જુદા જુદા તૈયાર રાખેલ રથમાં બેસવાવડે થોડા દિવસમાંજ તેઓ ઉજ્જયિની પહોંચી ગયા. મૂર્છિત અભયકુમારના હાથ પગ તેણીએ પ્રથમથીજ મજબુત બાંધી રાખ્યા હતા, તેજ સ્થિતિમાં ચંડપ્રદ્યોત નૃપ પાસે અભયકુમારને તેણે રજુ કર્યાં. હવે ચંડપ્રદ્યોત રાજા પાસે આવ્યા પછી દારૂથી પ્રાપ્ત થયેલી મૂર્છા ઉતરી ગઈ, એટલે આળસ છેાડીને અભયકુમાર બેઠો થયા. અને આમ તેમ જોઈ ને વિચારવા લાગ્યો કે આ શું? મે કોઇ વખત નહિ દેખેલ આ સ્થાને હું કયાંથી આવ્યે ? મને અહીં કાણું લાવ્યું ? ' આ પ્રમાણે તે વિચાર કરે છે, તેવામાં ચ'ડપ્રદ્યોત રાજા ખેલ્યા કે–“અભયકુમાર ! હું કહુ' તે સાંભળ. જેવી રીતે નીતિ
For Personal & Private Use Only
ઉપર
WX3:8:8ZBX
૧૨
www.airnellbrary.org