________________
LUUKE
શ્રી ધમાર છે
ચરિત્ર ભાગ ૧ | પાંચમો પલવ
REKKEESSARA RODORE
જાણનાર અનેક શાસ્ત્રમાં કુશળ, બેલવામાં ચતુર, પપદેશમાં પંડિત અને બહેતર કળાને પાઠ કરનાક એવા પિપટને પણ બીલાડી પકડી લે છે અને ખાઈ જાય છે. તેવીજ રીતે તું પણુ બહુ ચતુર, વિજ્ઞાનીઓમાં ડાહ્યો દેશદેશાંતરે માં તારા જેવી કેદની બુદ્ધિ નથી તેવી ખ્યાતિવાળે, સર્વ સમયે વ્યુત્પન્ન બુદ્ધિવાળે, સમયસૂચકતાવાળે ડાહ્યો અને હોશિયાર છતાં પણ બીલાડી જેવી વેશ્યાએ તને પકડીને અત્રે આ છે; તેથી તારી બુદ્ધિ અને ચતુરાઈને ધિકાર છે ! તારૂં સર્વ સમયમાં સાવધાનપણું કયાં ચાલ્યું ગયું ? સત્યાસત્યની પરીક્ષા કરવાની તારી કુશળતા કયાં ગઈ ? ” રાજાનાં આવાં વચન સાંભળીને અભયકુમારે મનમાં નિર્ણય કર્યો કે—“ખરેખર દભી વેસ્થાએ ધર્મના ન્હાનાથી મને ઠગીને અહીં આવો છે.” આ પ્રમાણે મનમાં નિર્ણય કરીને અભય બે --“રાજન ! ધર્મના છળથી મારા ઉપર થયેલ આ બંધન મારી આબરૂ-મારા મહિમાને જરા પણ ઘટાડશે નહિં; પણ ઉલટો મારે મહિમા તમારું આ કાર્ય વધારશે. વળી અમારા દેશમાં અને અમારા કુળમા તે ધર્મના બડાનાથી આવું અકાય કઈ કરતું જ નથી. અને તે ક્ષત્રિયકુળની તે મર્યાદા જ નથી, પરંતુ મારે તે સારું થયું કે આ નિમિતે મારાં માશી તથા તેમના પતિ (માસા)નું મને દર્શન થયું. આજ દિવસ બહુ સુંદર અને ઉત્તમ છે.” આ પ્રમાણે ચતુરાઈ યુક્ત તેના વચનથી ચંડ પ્રવાત રાજા પણ તેના ઉપર પ્રસન્ન થયા. પછી જેવી રીતે કળાવાળે ચંદ્રમાં શુક્રના ગૃહમાં રહેવાથી ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે શત્રુના ગૃહમાં રહેલા પણ અભયકુમાર પિતાની ઉત્તમ કળા અને ગુણવડે સર્વની ચિત્તપ્રસન્નતાનું કારણ છે. રાજસભામાં બેઠેલ અભયકુમાર પ્રસંગે પ્રસંગે જુદા જુદા દેશ, શાસ્ત્ર તથા વિજ્ઞાનની અદ્ભુત રસોત્પાદક અવસરે ચિત વાર્તાઓ કહીને રાજાના દીલનું રંજન
Jain Education Internation
For Personal & Private Use Only
www.jainelibrary.org