________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પાંચમો પલવ
અકણ, કાળાતિક્રમ, ભેળ સંભેળ” વિગેરે દૂષણ માટે પૂછયા કરતી હતી તેના આવા પ્રશ્નોથી મંત્રી તેની દાંભિક ધર્મબુદ્ધિ દેખીને લગતા ગુણના રાગવડે વિશેષ વિશેષ રંજીત થયો. હવે દંભીની વેશ્યા પણ વિધિપૂર્વક ભજન કરીને ઉભી થઈ. જમ્યા પછી મંત્રીએ તેને તાંબુલાદિક (પાન) ધર્યા, પણ તેણીએ તે ગ્રહણ કર્યા નહિ, અને કહ્યું કે-“ધર્મબંધ ! અમારે વિધવાને હવે તાંબુલની શોભા શી ? અમારે તે જિનેશ્વર ભગવંતની આજ્ઞાવિરૂદ્ધ બલવું નહિ. તે રૂપ તાંબુલવડેજ શોભાવવું યોગ્ય છે. દ્રવ્ય તાંબુલાદિકને તે મેં ત્યાગ કરે છે.” ત્યારપછી મંત્રીશ્વર વિવિધ પ્રકારના વસ્ત્ર તથા અલંકાર તેને આપવા લાગ્યા એટલે બાહ્ય રીતે વિવિધ પ્રકારે વૈરાગ્ય ભાવ દેખાડતી તેણીએ અતિ આગ્રહથી યાત વસ્ત્રભરણાદિ ગ્રડણ કર્યા, અને મંત્રીકવરની સ્તુતિ કરતી તે છેવટે તેની રજા લઈને પિતાને ઉતારે ગઈ, બીજે દિવસે તે દંભી વેશ્યા અભયકુમાર મંત્રીને ઘેર જઈ તેને કહેવા લાગી કે-“ ધર્મબંધે ! આજે તે તમે આ બહેનની એક વિનંતિ સ્વીકારે ! અભયકુમારે કહ્યું કે-“સુખેથી જે કહેવું હોય તે કહો.” ત્યારે તે વેશ્યાએ કહ્યું કે આજે જમવા માટે મારે ઉતારે આવવાની તમારે કૃપા કરવી, જેથી મારે જન્મ અને જીવતવ્ય સફળ થાય. આપના આગમનથી દરિદ્રી પુરૂષને નિધાનને લાભ થાય તેમ મારા મનમાં રહેલ મને રથરૂ પી વૃક્ષ અવશ્ય ફળિત થશે-મારું મન બહુજ આનંદિત થશે.” તેની આવી વિનંતિથી સરલ બુદ્ધિવાળા અભયકુમારે તેના આમંત્રણને સ્વીકાર કર્યો અને તેને જવાની રજા આપી. તેણે ઉતારે જઈને પિતાની ધારણા પ્રમાણે સર્વ તૈયારી કરી. એગ્ય અવસરે અભયકુમાર સ્વ૫ પરિવારને સાથે લઈને ભેજન માટે તેને ઘેર આવ્યા. તે વખતે તે દંભિનીએ અતિ આદરભાવ દેખાડયો. મંત્રી પણ
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org