________________
ધી
ધન્યકુમાર !
ચરિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
#3288888888888888. ASSESSM SBS MS8
દાડતા, આવતા ત્યાંના રહેવાસીઓ સા ક વીને બહાર જતા જેમાં કહેવા લાગ્યા કે –“માતા આયે" ! આપ બહાર ન જશે. આજે હાથી ગામની સીમમાં ફરે છે, મનુષ્યને જોઈને તેના તરફ ત્રાપ મારે છે અને હાથે ચઢે છે તેને મારી નાંખે છે. માટે આપ પાછા ફરી હાલ ઉપાશ્રય તરફ જાઓ, બહાર જવાને આ યોગ્ય સમય નથી.’ આવાં તેમનાં વચને સંભળી સાથે આવેલા સાધ્વીને તેણે કહ્યું કે_અરે આર્યા ! તમે અહિં જ રોકાઈ જાઓ, તેણીએ કહ્યું કે “બહુ સારૂ, પણ આ બધા લોકો ભયથી કંપતા પાછા ફરે છે તેવા સમયે આપ શા માટે બડાર જવાનું જોખમ ખેડે છે ?' સુનાએ કહ્યું કે—મને તેને બીલકુલ ડર નથી, કારણ કે તેને પ્રતિબોધવા માટે તે હું અહિં આવી છું. તેથી તે આ હાથી પ્રતિબોધ પામશે. લોકોને ભય ટળશે અને શાસનની ઉન્નતિ થશે, માટે તમારે લેશ માત્ર મારી ચિંતા કરવી નહિ. બધાં સારા વાના થઈ રહેશે. ” આ પ્રમાણે કહીને સુનન્દાએ બહાર જવા માંડયું. તેને જોઈ દૂર તથા પાસે ઉભેલા માણસેએ મોટેથી તેને કહેવા માંડયું કે – હે આર્યા ! તમે બહાર ન જાઓ, હાથી તમારો પરાભવ કરશે. શા માટે નાહક મુશ્કેલીમાં પડે છે ?” દરવાજાની બહાર નીકળતાં મેટાં ઝાડ ઉપર ચડી બેઠેલા લેકેએ પણ તેમને જતાં જોઈ “ન જશે, ન જશે,? એમ કહીને વાર્યા છતાં કેઈને જવાબ ન દેતાં તે સાધ્વી નિર્ભયપણે આગળ જવા લાગ્યા. લોકે અંદર અંદર બેલવા લાગ્યા કે–આ સાધ્વી તે બહેરી છે, હઠીલી છે, કે તેનામાં ભૂત ભરાયું છે ? લેકના આટલા બધા કથનની ઉપરવટ થઈને શા માટે તે પાછા ફરતા નથી? શું તે કઠોર હૃદયના છે?” બીજાએ જવાબ આપ્યો કે –“ના, ભાઈના આ સાધ્વી તો બધા કરતાં શ્રેષ્ઠ છે, મૃદુ હૃદયવાળા છે; તેમજ બહેરા પણ નથી. તે ગુણવાન છે તથા દેશના
૧૩૭
Jain Education Interna
l
For Personal & Private Use Only
www.jainelibrary.org