________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પાંચમો પલવ
$$S,988 SSSSSSSSSSSSSSSSASSAGES
રીતે તે કાર્ય કર.” વેશ્યા પણ આ પ્રમાણેની રાજાની અનુમતિ અને હુકમ મળવાથી મનમાં વિચારવા લાગી કે– બહોતેરે કળામાં પ્રવીણુ, બહુ બહુ પ્રકારના શાસ્ત્રીયગ્રંથ વાંચવાવડે સંશોધિત થયેલ કુશગ્ર બુદ્ધિવાળા સર્વ અવસરે સાવધાન સર્વ કાર્યોમાં ઉત્તેજિત અને સોદિત બુદ્ધિવાળા આ અભયકુમારને કેવી રીતે ઠગી શકાશે ? તેને ઠગવાને માત્ર એક જ ઉપાય છે, ધર્મબુદ્ધિના પ્રપંચવડે ધર્મના મિષથીજ તે છેતરાશે; કારણ કે મેટા પુરૂષે પણ ધર્મક્રિયાના કાળે પિતાને બુદ્ધિ વ્યાપાર ચલાવતા નથી, ધર્મ કાર્યાવસરે તે સરલતાજ રાખે છે–સરલતાથીજ તે કાર્યમાં પ્રવૃત્ત થાય છે, તેથી ધર્મરૂપી દંભના બળથીજ હું તેને છેતરી શકીશ; પ્રથમ પશુ ધર્મના ન્હાનાથી ઘણા માણસે ઠગાયા સંભળાય છે. તેથી હું પણ ધર્મશાસ્ત્રના અભ્યાસ કરીને તેને છેતરીશ.આ પ્રમાણે વિચાર કરીને તે ગણિકા કેઈ સાધ્વીની પાસે જઈ તેને વંદના કરીને તેની પાસે ધર્મોપદેશ સાંભળવા લાગી અને ધર્મશાસ્ત્રને અભ્યાસ કરવા લાગી તે ગણિકા બહુ વિચક્ષણ હોવાથી થોડા જ દિવસમાં અરિહંત ધર્મમાં કુશળ થઈ. ત્યાર પછી રાજાની આજ્ઞા લઈને મહા માયાવાળી તે વેશ્યા એક ઉત્તમ શ્રાવિકાને વેશ ધારણ કરીને રાજગૃહી નગરીએ ગઈ. ગામની બન્ડાર પરામાં એક મકાન ભાડે લઈ ને ત્યાં તે વેશ્યાએ ઉતારે કર્યો અને પ્રભાતે ધુપ, દીપ, અક્ષત, ચંદન, કેશર, બરાસ વિગેરે પૂજાના દ્રવ્ય સાથે લઈને, પિતાના પરિવાર સહિત રાજગૃડીના દરેક જિનમંદિરમાં દર્શન કરતી, મૈત્યપરિપાટી કરીને અનુક્રમે રાજાએ કરાવેલા જિનમંદિરમાં દર્શન અને પૂજા કરવા માટે તે આવી પહોચી. શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવાના સમયે “નિસ્ટ્રિહિ' કહેતી અને જિનમં. દિરમાં પ્રવેશ કરતી વખતે તથા દર્શન કરતી વખતે સાચવવાના દશે 'ત્રિકે સાચવતી તે વેશ્યા ચૈત્યમાં
૧ દરા ત્રિકે વર્ણન ચૈત્યવંદન (દેવવંદન) ભાગમાં આવે છે.
Jan Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org