________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
, થે પલવ
GWSSA8888888888888ø8888888888
દેખાવા લાગી. યુવકના મનદ્રવ્યને પીગળાવવામાં ક્ષારરૂપ તેણે કરેલા હાવભાવ, કટાક્ષવિક્ષેપાદિ બાણે શુદ્ધ અને ખાણમાં ઉત્પન્ન થયેલા વજરત્નની ઉપર કરવામાં આવેલ લેઢાના ઘણાના પ્રહાર જેમ નિષ્ફળ ગયા-બીલકુલ સફળ થયા નડિ ધન્યકુમાર જરા પણ ચળાયમાન થયે નહિ. આ પ્રમાણે જ્યારે પ્રબળ હાવભાવડે પણ ધન્યકુમારને જરા પણ ચળાયમાન થયેલ તેણે જેવો નહિ ત્યારે તે ગંગાદેવી શૃંગાર રસથી ભરેલી મહા ઉન્માદને ઉદ્દીપન કરે તેવી, સાધુ મુનિરાજોને પણ ભક્ષ કરાવે તેવી અને કામી પુરુષના મનને વશ કરવામાં અદ્વિતીય વિદ્યારૂપ વાણીવડે બેલી કે--હે સૌભાગ્યના ભંડાર ! ગ્રીષ્મઋતુના બપોરના સમયે જે સરોવરમાં બહુ થોડું જળ બાકી રહ્યું હોય તેમાં રહેલ માછલી જેમ તાપવડે અત્યંત તપિત થાય તેમ કામરૂપી અગ્નિની જવાળાઓ વડે તાપિત થયેલી હું તમારે શરણે આવી છું. તેથી હે દયાનિધિ ! તાકીદે મને તમાર શરીરના સંગમરૂપી અમૃતકુડમાં કૃપા કરી સ્નાન કરાવે મારૂં ઈચ્છિત પૂર્ણ કરવાને તમે એક સમર્થ છે.” એમ માનીને તથા તમારા ગુણ ઉપર મારૂં ચિત્ત આકર્ષાવાથી મેહુ પામીને હું તમને પ્રાર્થના કરું છું. મારી આશા તમારે અવશ્ય પૂર્ણ કરવી જ પડશે. કેમકે પ્રાર્થનાને ભંગ કરે તે તો મોટું દૂષણ ગણાય છે–તે આપ જાણે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
तृणलघुकस्तुषतुलकः, तथव लघुकाद् मार्गणो लघुक । . ..
प्रार्थकादपि खलु लघुतर :, प्रार्थनाभङ्ग : कृतो येन ॥ સૌથી હલકું ઘાસ છે, તેનાથી રૂ વધારે હલકું છે, રૂ કરતાં પણ પ્રાર્થના કરનાર હલકો છે. તેના કરતાં પણ પ્રાર્થનાને ભંગ જે કરે છે તે વધારે હલકો છે. ”
Jain Education Intemat
For Personal & Private Use Only
w
ww.jainelibrary.org