________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથો પદેલવે
લાયક છો, જિનેશ્વર ભગવાનના માર્ગને અનુસરનાર અને માત્ર તેટલી લાયકાત મેળવનાર પણ દુર્ગતિમાં પડવાથી મુકત થાય છે, તો પછી શુદ્ધશ્રદ્ધાવાનનું તે કહેવું જ શું ! હવે તું જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં દ્રઢતા કરીને તારી શકિત અનુસાર તપસ્યા કર. આમ કરવાથી દુર્ગતિમાં પડવાથી તારો નિસ્તાર થશે.” આ પ્રમાણે હસ્તી અને સાધ્વીજી વચ્ચેના પ્રશ્નો અને ઉત્તર સાંભળી વૃક્ષ ઉપર રહેલા લોકે ચમત્કાર પામ્યા અને બોલવા લાગ્યા કે – “અહ! આ સાધ્વીજી તો મહા જ્ઞાનવાનું અને ગુણના ભંડાર જણાય છે. જુઓ ! જુઓ ! આવા કર હાથીને પણ દર્શન માત્રથી જ સેવકની જેમ તેમણે પ્રતિબંધિક કર્યો, અને તે હાથી પણું વિનયપૂર્વક તેમની પાસે ઉભે રહી પ્રશ્ન કરે છે અને ઉત્તર સાંભળે છે ! અતિ ઉગ્ર કોપાયમાન સ્વભાવવાળે છતાં તે શાંત સ્વભાવવાળા થઈ ગયા છે અને તેમની પાસે શાંત થઈને ઉભો રહ્યો છે. આ સાધવજી તે તીર્થરૂપ જણાય છે, પરમ ઉપકારના કરનારા છે, માટે ચાલો ભાઈઓ ! આપણે તેને નમસ્કાર કરીએ. હવે આપણને હથ્વીને કઈ જાતને ભય નથી, સુખે સુખે બધા આવે.” આ પ્રમાણે બોલતાં વૃક્ષ ઉપરથી નીચે ઉતરીને સાધ્વીજીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરતાં પાસે આવીને ઉભા રહ્યા. આસપાસની આ પ્રમાણેની સ્થિતિ જોઈને કલા ઉપર અને ઘરના માળ વિગેરે ઉપર ઉભેલા લોકો પણ ત્યાં આવ્યા અને થોડા વખતમાં તે ત્યાં હજારે માણસો એકઠા થઈ ગયા. એકબીજાના મુખથી આ વાત સાંભળી કોઈએ રાજાને પણ કહ્યું કે—“આજે તે તમારા ગામના સીમાડામાં મોટું આશ્ચર્ય થયું છે. રાજાએ પૂછ્યું કે –“શું આશ્ચર્ય થયું છે !” આમ પૂછવાથી તે માણસે બધે વૃત્તાંત રાજાને જણાવ્યું અને કહ્યું કે-“સ્વામિન્ ! આજથી આપણું
81282aa32028888888888888888888888
Jain Education Intematon
For Personal & Private Use Only
www.jainelibrary.org