________________
ધાન્યકુમારી
ચારિત્ર ' ભાગ ૧
ચાથે પલવ
જેને નિમિત્તે અમે વાર્તામાં અમૂલ્ય સુખડી પ્રાપ્ત કરી તેની વાતો આપે કહી નહીં તે સાંભળવાનું અમને બહુ મન છે, માટે દયા કરી તે વાત અમને કહે.” સાધુએ કહ્યું કે –“હે રાજન ! કર્મની ગતિ વિચિત્ર છે, તેની આગળ કેઈનું ઉપજતું નથી માટે જ જે કુળવાન કુટુંબમાં ઉત્પન્ન થયા હોય છે તેઓ પાપપ્રવૃત્તિનું મનથી પણ ચિંતવન કરતા નથી. કરવાની વાત તે બાજુ ઉપર રહી પણ કુકર્મની વાર્તાથી પણ તેઓ ખેદ પામે છે. આવા માણસને પણ આગલા પ્રબળ કમી ઉદયમાં આવતાં ન સમજી શકાય તે મતિવિપસ થઈ જાય છે. આવી વાત સાંભળી માણસે તે સાચી માની ન શકવાથી કહેનારને ઉપાલંભ (ઠપકો) દે છે; પરંતુ કર્મના ઉદયથી આપણી બુદ્ધિ આપણને આવા ખરાબ માગે દેરે છે. આ પ્રમાણે કેઈ અમુક જીવે આગલા ભવના કર્મોદયથી કુકર્મ કર્યું પણ તેના પુણ્યના બળથી કેઈન જાણવામાં તે બીના આવી નહિ. આવી વાત ગુરુચરણના પસાયથી અમારા જાણવામાં આવી. પરંતુ તે જીવ પિતે કરેલ કુકર્મોની વાત સાંભળી કદાચ મનમાં દુભાય અથવા શરમાય અથવા સંબંધીઓ તે વાત સાંભળી તેના ઉપર છોડી દે, અથવા છેવટ મનમાં Àશ રાખે, અતિ નિકટ સંબંધમાં હોય તે કદાચ મારે પણ ખરા અને તે દુઃખથી પીડાઈ તે જીવ શત્રુની માફક દ્વેષી બની નાહક કર્મ બાંધે, વધારે નહિ તે છેવટ સંબંધ તે તેડીજ નાખે-તેમ લાગવાથી તે વાત ન કરવી તેજ શ્રેયકર લાગે છે.’ મુનિએ કહેલી સર્વ વાત સાંભળી સુના બેલી કે -ભગવદ્ ! આપેજ હમણાં ઉપદેશ આપતાં કહ્યું કે જીવે બધી કરણી આગલા કર્મ ઉદય આવવાથી જ કરે છે, માટે સમજુ માણસોએ તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છેજ નહિ; પરંતુ કરેલ પાપને પશ્ચાતાપ કરવો કે જેથી પાપની વૃદ્ધિ બીયકલ ન થાય તમારા વચનથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org