________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથે પલ્લવ
ઉત્પન્ન થયો છે.” સુનન્દાએ પૂછ્યું કે– સ્વામી ! તેને ઉદ્ધાર થઈ શકે ખરો? મુનિએ કહ્યું કેતમારે મઢેથી પિતાના સાત ભવની વાત સાંભળી તેને જાતિસમરણ થશે, એટલે તમારાથી ધર્મ પ્રાપ્ત કરી, તપ કરતાં સમાધિથી મૃત્યુ પામી. સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે. હવે દિક્ષા લઈ તારે ભવ સફળ કર.” સુનન્દાએ રાજાને કહ્યું કે “સ્વામિન ! જાતિ, કુળ, ધર્મ તથા નીતિથી વિરૂદ્ધ આચરણ કરીને પાપમાં દટાઈ ગયેલી, કુલટા, કુકમ કરવામાં તત્પર તથા નિલ જજ એવી મને કૃપા કરીને જે આપ આજ્ઞા આપે તો હું દિક્ષા લઈ ભવ તરી જાઉં.' રાજાએ કહ્યું કે –“હે સુંદરી ! બધા જીવે કર્મને વશ હોવાથી તે ઉદયમાં આવતાં ન કરવાનું કરી નાંખે છે અને અકૃત્ય કરીને જન્મ, જરા, મરણ તથા રેગથી ભરપૂર નરક તિ"ચ વિગેરે ચારે ગતિરૂપ ગંભીર સંસારમાં રખડવા માંડે છે. આ બીક તો બધાની આગળ ખડીજ હોય છે. જ્યાં સુધી ગૃહમાં-સંસારમાં મનુષ્ય રહે ત્યાં સુધી નિર્દોષતા તે કયાંથી જ સંભવે ! હું પણ નરકમાં લઈ જનાર આ રાજ્ય છોડીને સંયમ લેવા આતુર થઈ ગયો છું, તેથી જેને જેને સંસારનો ભય લાગતું હોય તે બધાને સુખેથી દીક્ષા સ્વીકારવા મારી આજ્ઞા છે. જે જે દીક્ષા લેશે તે સર્વને મારા પ્રશંસનીય શૂરવીર અને અર્થ સાધવામાં તત્પર સંબંધીઓ જાણવા.” રાજાનું આવું કથન સાંભળી બીજા સભ્યએ ઉભા થઈ રાજાને કહ્યું કે–“આપની સાથે અમે પણ ચારિત્ર ગ્રહણ કરીશું. સ્વામીને અનુસરવું એ સેવકની ફરજ છે, માટે તે ફરજ અદા કરીને અમે કૃતાર્થ થશું. તેમનાં આવાં વચન સાંભળી રાજાએ ખુશી થઈને મુનિને કહ્યું કે–“સ્વામિન્ ! મારે હજુ લોકવ્યવહારને અનુસરીને મારું રાજય મારા પુત્રને સેંપવાનું છે, તેથી તેને રાજ્ય ભળાવીને હું તમારી પાસે ચારિત્ર
૧૩૪
Jain Education Internates
For Personal & Private Use Only
www.ainelibrary.org