________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચાથા પહેલવ
8889X
WITH ANS
Jain Education International
ચપળ ગતિવાળા તથા મનુષ્યની ઉપર દ્રષ્ટિ પડતાં વેંત દોડી જતા હરણેાને વશ કરી કેવી રીતે મારો છે ? ’ રાજાએ કહ્યું કે—પ્રિયે ! ગાયનમાં અતિ કુશળ માણસોને લઇને ગાઢ વનમાં અમે જઇએ છીએ ત્યાં સેવા વૃક્ષની નીચે ઉભા રહી, મધુર સ્વરે ગાયન ગાય છે. તે રાગોની ગ્રામ મૂછના વિગેરે સાંભળી રાગમાં અંધ બની જઈ હરણા ખેંચાઇ આવે છે. ટોડી, સારંગ વિગેરે રાગેામાં મદમસ્ત થઇ નિભ་ય બની જઈ એકતાનવાળા તે ગાયકની નજીક એટલા બધા આવી જાય છે કે સુખેથી તેમને પકડી શકાય છે. બીજા સેવકો જરા દૂર જઇ જાડા દેરાવાળી મેાટી જાળી વનની ચારે બાજુ બાંધી લે છે. આટલું થયા પછી ગાયા ગાયન બંધ કરી દે છે. તેઓ પાછા પલાયન કરી જવા પ્રયાસ કરે છે, પણુ વનની ફરતી દોરી બાંધેલી હાવાથી ક્યાંથી જઈ શકે ? પછી અમે દોડી જતા હરણને કાં તો મારી નાખીએ છીએ અથવા તો જીવતાજ પકડી લઈએ છીએ. ' સુનન્દાએ'કથ્રુ કે ઘાસથીયુક્ત-મેઢાંવાળાં બિચારા નિદોષ હરણને આટલી બધી મહેનતે પકડવામાં ને મારવામાં શૈા લાભ ?’ રાજાએ કહ્યું કે—એ તેા અમારો રાજધર્મ છે અમારી જમીનમાંથી અમારૂ' ઘાસ ખાય છે, પાણી પીવે છે અને તેના કાંઇ કર આપતા નથી. આ અપરાધથી અમે કેટલાક હરણાને મારીએ છીએ. એમાં કાંઇ પાપનું કામ કરતા નથી. લાભ તે દેખીતા જ છે, કેમકે તેથી ચિલત લક્ષ્યને પાડી શકવાના અનુભવ થાય છે.' સુન્હાએ આ વાત સાંભળી એમજ હશે એમ સમજી તે વાત સ્વીકારી. જૈનધર્મના બેધ સિવાય ખરા તત્ત્વનું જ્ઞાન કયાંથીજ થાય ? સુનન્દાએ પછી વિનંતિ કરી કે—પ્રાણનાથ ! મહા આશ્ચર્યોં ઉત્પન્ન કરે તેવી તે ક્રીડા એકવાર મને દેખાડો.' રાજાએ કહ્યું કે—ભલે, ફરી જ્યારે શિકાર કરવા જઈશ ત્યારે તને સાથે લઈને જઈશ.' કેટલાક
For Personal & Private Use Only
REA II BEC BTXU0883
૧૨૪
ww.jainellbrary.org