________________
શ્રી T880 ચિતા હવે ન કરે.' આ પ્રમાણેના સુનન્દાની તબિયતના સવ સમાચાર સખીએ એ ઉપવનમાં જઇ ન ધન્યકુમાર ? ચરિત્ર
રાણીને જણાવ્યા. રાણી પણ સ્વસ્થ થઈને મહોત્સવમાં ભાગ લેવા લાગી. ભાગ ૧
પેલી બાજુ વિષયાકુળ રૂપસેનનું શું થયું તે તરફ જરા નજર કરીએ. રૂપસેન શરીરની અસ્વસ્થતાના ચોથા બહાનાથી પિતા વિગેરેને છેતરી એકલે ઘરે રહ્યો. સુનન્દાને મળવાના વિચારોથી ભરપૂર મને રાત્રિને પલવા પહેલે ભાગ પૂર્ણ થતાં ભેગસામગ્રી લઈ તળાવડે ઘરનાં બારણાં બરાબર બંધ કરી ચાલી નીકળ્યા. રસ્તામાં
વિવિધ વિચારેની તરંગમાળા ચાલવા લાગી—“ધન્ય મારી આ રાત્રિને કે જ્યારે મન, વચન તથા કાયાથી પ્રેમમાં એકતાન થઈ ગયેલ રાજકુમારીનો મેળાપ થશે. જે સુખ મૂર્ખ માણસને આખા જન્મારાના સહવાસથી પણ ન મળી શકે તે સુખ ચતુર માણસ એક ઘડીમાત્રના સંગમાં મેળવી શકે છે, એ વાત નિર્વિવાદ છે. માટે હું ત્યાં જઈ તેના વિયોગનું દુઃખ ભાંગીશ તથા જાતજાતની કહેવત, છન્દ, છપ્પા, સમસ્યા, ગાથાએ વિગેરેથી તેના ચિત્તને રંજન કરીશ. તેણી પણ વિદ્વાન લેવાથી આશયથી ભરપુર હાવ, ભાવ, કટાક્ષ, વક્રાપ્તિ વિગેરેથી મારા હૃદયને આનંદિત કરશે. અને અસરપરસનાં વિરહથી થતા દુઃખની વાતે મીઠા વચનરૂપી અમૃતનું સિંચન કરવાથી મને રથનું વૃક્ષ ખીલી નીકળશે. મારા ચાતુર્યથી ખુશી થઈ કલ્પવૃક્ષની માફક ઇછિત ફળ આપનારી તે બનશે. અમે સુરતસુખ ભોગવતાં દેવતા તથા દેવીઓનું સુઃખ અનુભવશું.' આવા આવા વિચારથી આતં ધ્યાન કરતે રાત્રિ તથા રાગ એ બન્નેના અંધકારમાં તેણીનેજ સંભારતે તે ચાલ્યો જતે હતું, તેવામાં નધણિયાતી; વર્ષાદના પાણીથી ૫ડુ પડું થઈ ગયેલી, સમારકામથી રહિત એક ભીત દેવગે તેના ઉપર તુટી પડી. તેના મારથી રૂપસેનના અંગે
8888888888888888888888
૧૧૮
Jan Education Interational
For Personat & Private Use Only
www.janelibrary.org