________________
શ્રી ધન્યકુમારે |
ચરિત્ર ભાગ ૧
ચોથા પલવે
C%B8%ESEWSSSSSSSSSSSSSSSB88888888
તેને પત્તો મળ્યો નહિ. એટલે ભાઈ ભાંડુઓ તથા સંબંધીઓ ભારે દુઃખથી પીડાતા તેને શોધવા માટે આખું ગામ અને ઉઘાન વિગેરેના ખુણે ખુણા ફરી વળ્યા. પણ રૂપાસેનના બીલકુલ સમાચાર મળ્યા નહિ. રૂપસેનના પિતાએ લુહાર પાસે તાળું ઉઘડાવી, શેકથી ભરપૂર દીલે પત્ની, નેકર, ચાકર વિગેરેને ઘરમાં દાખલ કર્યા અને પોતે પુત્રની ચિંતા કરતા રાજદ્વારે ગયો. દીર્ઘ નિઃશ્વાસ નાંખતે તથા આંસુઓ પાડતે. તે રાજાને નમીને ઉભો રહ્યો. રાજાએ તેને આ સ્થિતિમાં જોઈ પૂછયું કે—કહે શેઠ! તમારે એવું મોટું શું દુઃખ આવી પડ્યું છે? તે શાંતિથી કહો કે જેથી હું તમારું દુઃખ દૂર કરી શકું. તમે તે મારા નગરની શોભા છે તથા મારા હૃદયને અતિપ્રિય છે. તમારું દુઃખ જોઈને મને પણ બહુ દુઃખ થાય છે.” પછી ફાટ ફાટ થતા હૃદયે શેઠે સર્વ બીના રાજાને કહી સંભળાવી. રાજા પણ તે સાંભળી બહુ દુઃખી થયું. રાજાએ શેઠને ધીરજ આપી અને હજારો સેવકોને બોલાવી આખા ગામ, વન, બીજા ગામે, વાવ, કુવા તથા વેશ્યાના ઘરોમાં તપાસ કરાવી. સો સે ગાઉ સુધી ઉંટ વિગેરે ઉપર સ્વારે મોકલીને તપાસ કરાવી, પણ તેઓ જેવા ગયા તેવાજ પાછા ફર્યા. તેના લેશ માત્ર પણ સમાચાર મળ્યા નહિ. રાજા તેથી ભારે વિચારમાં પડવો, કર્મની ગતિ વિચિત્ર છે. તેના સમાચાર જ્ઞાની મુનિ સિવાય બીજો કોણ આપી શકે? શેઠ નિરાશ થતાં ઘરે પાછા આવ્યા. છ માસ સુધી બહુ બહુ ધન ખરચી તેની તપાસ કરાવી પણ લેશ માત્ર સમાચાર મળ્યા નહિ. દેવની ગતિને કેણ રેકી શકે? શેઠ તેના વિયોગનું ભારે દુઃખ ભગવતે દુઃખમાં કાળ પસાર કરવા લાગ્યો. સુનન્દાની સખીએ માણસને મેઢેથી આ વાત સાંભળીને તે સુનન્દાને કહી. તે બહુજ દુઃખી થઈ સખીને કહેવા લાગી કે–અહિંથી પાછા જતાં શું કઈ ચારે ઘરેણાના
388888888888882888888888888
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org