________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથે પલવા
必凶欧设巡必必必必院总说必选必必必盜必础设必認
શી જરૂર હોય ! દિપાકના ફળ જેવા મોટા ભાઈ ઓ પુણ્યના ભંડાર જેવા ધન્યકુમારના પ્રતાપેજ ઈચ્છિત સુખ ભોગવે છે. જ્યારે પ્રથમ તેઓ અહિં આવ્યા ત્યારે ભિખારીથી પણ વધારે કંગાળ હાલતમાં શું આપણે તેને જોયા નહોતા? હવે તે અભિમાનથી છલકાઈ જઈને તથા મોઢા ઉપર તિરસ્કાર તથા કટાક્ષની છાયા લાવીને સામા નમસ્કાર કરવા જેટલે વિવેક પણ તેઓમાં રહ્યો નથી. પરંતુ તેમાં શું વળ્યું ? તેમની વકતાં ગુણના ભંડાર ધન્યકુમારના પ્રભાવેજ તેઓ ટકાવી શક્યા છે, તેમાં કાંઈ તેમને પ્રભાવ એ જ છે!” અહીં ત્રણે મોટા ભાઈએ ધન્યકુમારના ગુણોનું વર્ણન સાભળીને યવાસક વૃક્ષની પેઠે બળતાં (સુકાતાં) લેભને વશ થઈ પિતા પાસે આવીને કહેવા લાગ્યા કે–પિતાજી! અમે સર્વ જૂદા થવા માગીએ છીએ. આજથી અમે ધન્યકુમારની સાથે રહેવા ઈચ્છતા નથી. માટે અમને અમારો ભાગ વહેંચી આપ.” ધનસાર તેમનાં વચનો સાંભળીને જરા હસીને કહેવા લાગે કે– પુત્રો ! તમે ધન લેવા નીકળ્યા છે, પરંતુ વિચાર કર્યો કે– ધન્યકુમારને મેં આપ્યું છે શું કે જે લેવાને તમે આટલા આતુર બની ગયા છે ? વળી આપણા ગામમાંથી અતિશય ગરીબ થઈ જવાથી એક પિતડી–ભેર નીકળી અત્રે આવ્યા અને સજજનતા, વિવેક, ગૌરવ, કુદરતી પ્રેમ વિગેરે ગુણોથી તમારા દે ભૂલી જઈને ધન્યકુમારે ઈચ્છાનુસાર ધન તથા કપડાંએથી તમારો સત્કાર કર્યો તે બધા દિવસે ભૂલી ગયા.?” પિતાને મુખેથી આવા શબ્દો સાંભળીને સૌજન્યતાના દુશમન તે મોટા છોકરાઓ ઘુવડની માફક કઠોર વચનથી કહેવા લાગ્યા કે—“પિતાજી ! તમે તે દ્રષ્ટિરાગથી અંધ બની ગયા છે, તેથી તેને કોઈપણ દેષ જોઈ શકતા નથી અને તેને ગુણને ભંડારજ સમજે છે. તે જે કાંઈ કરે છે તે બધું.
2િ388&88888888888888888
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org