________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ચોથે પલવ
8 429888888888888888688322233
અહિથી હવે ચાલ. જેમ જેમ તું વધારે જોઈશ તેમ તેમ તારૂં દુઃખ વધતું જશે, માટે નીચલે માળે જઈ તારુ દુઃખ ટાળવાનો ઉપાય કરીએ.” આ પ્રમાણે કહી તેને હાથ પકડીને નીચે લાવીને બજાર તરફ પડતી બારી પાસે જઈ તેઓ બજાર તરફ જતાં ઉભા રહ્યાં.
હવે આ સમયે કૌતુક જોવાની ઈચ્છાથી રૂપસેન સાંજનું ભજન કરીને બે, ઘડી દિવસ બાકી રહ્યો એટલે સુંદર બન્ને પહેરી સુનન્દાના મહેલની આગળ એક પાનવાળાની દુકાને આવી ચડ્યો. તે માણસે પણ આદરપૂર્વક તેને ઉંચા આસન ઉપર બેસાડ્યો. ધનવાન માણસને સર્વ સ્થળે માન મળે છે. તે પાનવાળાએ આપેલ સ્વાદિષ્ટ પાનનાં બીડાં ખાતે અને આશ્ચર્યકારક વસ્તુઓ જેતે રૂપસેન ત્યાં કેટલીકવાર બેઠે આ સમયે સુનન્દાએ કામદેવને પણ હંફાવે તેવા રૂપવાળા રૂપમેનને બારીમાંથી જો. અદ્દભુત તથા નિરોગી કુમારને જોઈને તેનામાં અતિશય આસકત બની સખીને સુનન્દા કહેવા લાગી કે હે સખી તે પાનવાળાની દુકાનમાં બેઠેલ પુરુષ તરફ છે. તેનું રૂપ કેવું અદ્ભુત છે? તે કે યુવાન લાગે છે? તેની આંખો કેવી સુંદર છે? વસ્ત્ર તથા અલંકાર સજવામાં તેણે કેવી ચતુરાઈ વાપરી છે? તેના મુખ, આંખ, હાથ વિગેરેના હાવભાવ કેવા સરસ છે? કેમ જાણે કામદેવ જ અવતાર ધારણ ધરીને આવ્યું ન હોય ? આ પ્રમાણેની સર્વ સ્થિતિ આ પુરૂષની સાથે હમણાં જ જોયેલ દંપતી જેવું પ્રેમસુખ ભોગવવાની મને અભિલાષા થાય છે.” સખી–સહસીને) “હે બહેન ! અગાઉ તે પુરૂષનું નામ લેતાં તારી આંખો લાલ લાલ થઈ જતી હતી અને હવે તું આવા અપરિચિત મનુષ્યના દર્શન માત્રથી કેમ આતુર બની જાય છે? “ આગળ પાછળ વિચારીને બેસવું ? એમ જે મે કહ્યું હતું તે કેવું સાચું પડ્યું?” સુનન્દા–“સખી!
૧૦૯
Jain Education Internat!
For Personal & Private Use Only
www.ainelibrary.org