________________
શ્રી
ધન્યકુમાર ચિત્ર ભાગ ૧
ચોથા પલ્લવ
Jain Education International
ફરતા ક સ યેાગે તેજ સકેતસ્થાન પાસે આવી ચડયા, ખારીની નીચે નિસરણી વિગેરે સંકેતનાં ચિન્હો જોઈ ને તેણે દુષ્ટબુદ્ધિએ વિચાયુ કે કોઇ સ્ત્રીએ કોઇ યુવાન પુરૂષ સાથે સ‘કેત કર્યા હોય તેમ જણાય છે.તે હજુ આંબ્યા નહિ હોય, મટે ચારમાં ચાર એ ન્યાયે હુંજ ત્યાં ચડી જા` જોઈ એ તેા ખરા કે શું થાય છે ?’ આમ વિચારીને તેણે ખારીની નીચે જઈને નિસરણી આમતેમ હલાવવા માંડી તેને ચાલતી જોઈ સખી દોડી આવી અને બારીની નીચે જોવા લાગી. ત્યાં પુરુષને જોઈ ને તે સમજી કે—જરૂર રૂપસેન આવી લાગ્યા હશે,’ આમ વિચારી તરતજ સુનન્દાને ખબર આપી દીધી કે–તમારા પ્રાણપ્રિય આવી લાગ્યા છે.’ તેણીએ હર્ષોંથી કહ્યુ કે આપણા મહેલમાં તેને આવવા દ્યો.’ એટલે સખીએ પુછ્યુ કે—તમે આવ્યા ?' ધૂતે જવાબ આપ્યા કે—હા.' તે રૂપસેન જ હશે એવી ભ્રાન્તિથી સખીએ કહ્યું કે—આપ અહિં પધારો. અમારૂં આંગણું પાવન કરો અને અમારા કુંવરીના મનેરથ પૂર્ણ કરે. ' આવાં આવકારયુક્ત વચનો સાંભળી ધુતારાએ વિચાર્યું કે મેં ધાર્યું હતું તેમજ જણાય છે, માટે હવે તો નિઃશંક મનેજ જવું. ' આમ વિચારી નિસરણી માગે ઉપર ચડીને તેણે બારીમાં પગ મૂક્યો. એ જ સમયે મહાત્સવ માટે ઉપવનમાં ગયેલ રાણીએ પુત્રી ઉપરના અસાધારણ પ્રેમથી પોતાની સખીઓને કહ્યું કે—તમે રાજ્યના માણસેાને લઈને રાજમ`દિરમાં જાઓ અને મારી પ્રાણથી પ્યારી પુત્રીની તબિયતના સમાચાર પૂછી લાવીને મને કહેા. તેમજ અમુક પેટીમાં પડેલ પૂજાના સામાન સાવચેતીથી કાઢી જલદી માણસા સાથે પાછા આવેા. ' રાણીએ મેાકલેલ તે સખીઓને રાજમંદિરમાં દાખલ થતી દૂરથી જોઈને સુનન્દાએ વિચાર્યુ કે~~અરે! આ વળી શું થયું? આ અંતરાય વળી ક્યાંથી આવ્યા ? ખેર, હવે રૂપસેતના આગમનની ખબર ન પડે એટલે પત્યું,' એમ
For Personal & Private Use Only
ser IBE FIX
HU
૧૧૫
www.jainelibrary.org