________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
ચોથા પલવ
必必出必必必必必欧必以怒怨必盈閃忍设必忍忍
સુંગધીમાં આસકત ભમરાની માફક હેરાન થાય છે. અને સ્પશે દ્રિયને આસક્ત મનુષ્યની સ્થિતિ વિશે તે કહેવું જ શું? તેમજ પ્રિયમેલક તીર્થની માફક જ્યાં પાંચ વિષયે એકત્ર થાય ત્યાં તે જીવ અઘોર પાપ કરવાને તપર થાય છે. પરસ્ત્રીમાં આસકત જીવે અતિ તીવ્રપણે અઢારે પાપસ્થાનકનું આચરણ કરે છે અને તેથી આલોકમાં રાજ્ય, પૈસે, યશ, લેગ તથા આયુષ્ય હારી જાય છે અને પરભવમાં અનંત કાળ સુધી નરક તથા નિગોદમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીની માફક પરિભ્રમણ કરે છે. આમાં એક આશ્ચર્યજનક બાબત તો એ છે કે જે જીવે જે વિષ બહુજ આસકિતથી સેવે છે તે જ વિષયો અન્ય અન્ય શરીરમાં બીજા ભવમાં બીજ પરંપરાએ પામીને દશ ગણા, સો ગણા, હજાર ગણુ, લાખ ગણા, કરોડ ગણુ કે તેથી પણ વધારે ગણા પ્રતિફળ, વૃદ્ધિ સહન ન થઈ શકે તેવા, વર્ણવી અથવા કપી પણ ન શકાય તેવાં દુઃખ દે છે. આ દુઃખને ખ્યાલ કેવળી સિવાય બીજા કેઈને આવી શકતું જ નથી કેઈથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. આવા વિષયે સંબંધી જ્ઞાન છતાં કેટલાં એક માણસે તેનીજ પાછળ દેડાદોડી કરી નાહક કલેશ પામે છે, તે મળતાં બહુ રાજી થાય છે અને ન મળે તો ચિંતામણિથી પણ અધિક મૂલ્યવાળો મનુષ્ય ભવ નિષ્ફળ ગયો માને છે. નિર્દય કામરૂપ ચંડાળ પંડિતને પણ પીડા કરે છે, તે પછી અજ્ઞાનીને પડે તેમાં તો નવાઈજ શી ? કારણ કે તેઓ તે વિષયને સેવવામાંજ આસકત હેય છે. વિષયને ગુલામ થયેલ મનુષ્ય ની અરઘટ્ટઘટિકામાં પડે તેમાં નવાઈ પણ શી? કારણ કેકરે તેવું પામે એ જગતને નિયમ છે. પરંતુ નવાઈ જેવું તે એ છે કે વિષે ઉપભોગ કર્યા સિવાય ફકત સ્મરણ માત્રથી પણ મનુષ્યને દુર્ગતિમાં ઘસડી જાય છે. આ બાબતમાં એક કથા કહું છું તે સાંભળ-ધન્યકુમારે કહ્યું-આપની મોટી કૃપા, આપ કહો હવે મુનિ કથા કહે છે.
Jain Education Interne
૧૦૦y org