________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
ત્રીજે ૫૯લવ
મિથ્યાત્વી બ્રાહ્યણ ગુરૂઓથી ખેતી વાસનામાં પ્રેરાયેલ તે દુષ્ટ જૈનમુનિઓને અનેક પ્રકારની પીડા કરતો. આ સર્વ કારણથી મુનિઓએ સાકેતપુર નગર સાપના ઘરની માફક છોડી દીધું હતું. આવી સાકેતપુરની વાત સાંભળીને નિમિત્તજ્ઞાનમાં કુશળ સેમીલમુનિ રૂદ્રાચાર્ય પ્રત્યે કહેવા લાગ્યા કે-હે સ્વામી ! જે આપ આજ્ઞા આપે તે હું નિમિતશાસ્ત્રની કળાથી સાકેતપુરના રાજાને બોધ કરવા પ્રયાસ કરૂં. ગુરૂએ તે દુષ્ટ રાજાને બંધ આપવા માટે જવાની તેમને આજ્ઞા આપી. પછી દયાના સમુદ્ર તે સેમીલમુનિ સાકેતપુર જઈને મુખ્ય મંત્રીના ઘરે રહ્યા. તેજ દિવસે પતે કરાવેલા નવા મહેલમાં બ્રાહ્મણોએ બતાવેલા ચોઘડિયા પ્રમાણે રાજા ગૃહ-પ્રવેશની સર્વ તૈયારી કરાવતા હતા. નિમિત્તશાસ્ત્રમાં કુશલ સેમિલિ મુનિ પોતાના જ્ઞાનથી ભવિષ્યમાં થવાની અશુભ હકીકત જાણી લઈને પ્રધાનને કહેવા લાગ્યા કે-હે મંત્રીશ્વર ! તમારા રાજાને તે મહેલમાં પ્રવેશ કરતાં અટકાવવા, કારણ કે અકાળે વિજળી પડવાથી તે મહેલ પડી જવાનું છે. આજે રાતે વીજળી પડવાની છે અને તેનું નિવારણ કેઈનાથી થઈ શકે તેમ નથી. અવશ્ય બનવાના બનાવોને પ્રતિકાર કે ઈથી થઈ શકતું નથી. હું આ વાત તમને ખાત્રીપૂર્વક કહું છું. જે વધારે ખાત્રી કરવી હોય તે આજ રાતના રાજાએ સ્વપ્નમાં મૂર્તિમંત કાળ જેવો સંપ જે હતું તે પૂછીને ખાત્રી કરજે અને હું જે કહું છું તે સત્ય માની તમને જે કલ્યાણકારી જણાય તે તમે કરજો. મંત્રીએ રાજસભામાં આવી રાજાને સર્વ હકીકતથી માહિતગાર કર્યા. રાજા પણ છક થઈ જઈને વિચારવા લાગે કે-“અહો! આ મુનિનું કેવું અદ્ભુત જ્ઞાન! રાતના મેં જોયેલ સ્વમ તેમણે કઈ રીતે જોયું ? એ વાત સાચી કહી છે, તેથી આજે વિજળી પડવાની સંબંધી જે વાત તે પણ ચિક્કસ સત્ય જ હોવી જોઈએ, માટે નવા મહેલમાં આજે તો હું પ્રવેશ નહિજ કરૂં. આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને મુહને સમય પાસે આવતાં રાજાએ ભયથી નવા મહેલમાં પ્રવેશ કરવાનું મુલત્વી રાખ્યું. તેજ રાતના
888888888888888888888888888888888
૭૩
Lain Education International
For Personat & Private Use Only