________________
ક
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૧
ચે પલવ
જીઆ%AB8888888888888888888888888
(સંકિલેસકરંઠાણ દૂર પડિવા જએ) મનને ટુંકુ, કરી નાખે તેવા સંકટ સ્થાનને તે દૂરથીજ ત્યાગ કરે, નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે____ गर्ज हस्त सहस्त्रेण, शतहस्तेन वाजिनं । शूगिण दशहस्तेन, देश त्यागेन दुर्जनं ॥ ।
હાથીથી હજાર હાથ છેટા રહેવું, ઘોડાથી સો હાથ દૂર રહેવું, શિંગડાવાળા અન્ય જનાવરોથી દશ હાથ છેટા રહેવું, અને દુર્જનથી પરદેશમાં ચાલ્યા જવું.'
આ પ્રમાણે મનમાં વિચાર કરીને સાંજે જેમ પક્ષી માળા તરફ જવાને આતુર બની જાય તેમ ધન્યકુમાર દેશ જેવાને આતુર બની ગયા. એટલામાં તેમના એક સંબંધી શેઠને ઘરે મેટો ઉત્સવ હતું, તેથી તેના પિતા વિગેરે ઘરના માણસો આખો દિવસ ઉત્સવમાં ગુંથાયેલ હોવાથી, જવા આવવાની દેડા દેડ તથા કામની ધમાલથી થાક્યા પાક્યા રાતના સુખેથી ઘોર નિદ્રામાં પડેલા હતા. તેજ રીતે જ્યારે બધા શહેરીઓ સુતા હતા ત્યારે ધન્યકુમાર નવકાર મહામંત્રનું સ્મરણું કરતે ઘરની બહાર નીકળી માળવા તરફ ચાલ્યા. લક્ષમીને ક્રિડા કરવાને યોગ્ય સ્થળ જેવા માળવા દેશમાં ફરીને અનેક ગામડા, શહેર તથા વને જોતાં એક દિવસે બપોર થતાં ધન્યકુમાર ભૂખે થયે, આ સમયે એક ખેતરમાં તે ભૂખે એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ખેતરમાં એક ખેડૂત ખેતી કરતો હતો. તે દિવસ કેઇ પર્વને હોવાથી તે ખેડૂતની સ્ત્રી દાળ-ભાત અને લાપસી વિગેરે મિષ્ટાન લઈને આવી. ભૂખ તથા તરસથી કરમાઈ ગયેલ સુંદર આકારવાળા ધન્યકુમારને જોઈને તે ખેડૂતે વિચાર્યું કે–અહો ! આ સુંદર આકારવાળા કઈ સપુરૂષ જણાય છે. તાપથી કંટાળેલે તે અહિં આરામ કરે છે, ચાલ તેને ભેજન માટે આમંત્રણ આપું. આ પ્રમાણે વિચારી ધન્યકુમાર પાસે આવી તેણે તેને આદર સહિત ભેજન માટે આમંત્રણ આપ્યું. શૂરવીર
GABB%8888888888888888%888888888
Jain Education Internati
For Personal & Private Use Only
W. ainelibrary.org