________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧
પલ્લવ ત્રીજો
Jain Education Internatio
CONNE
તથા રાજાએ પોતાના સામેના પક્ષને જીતવાની ઇચ્છાવાળા જોઈ ને તેને હરાવવાના પોતાના પ્રયાસમાં વિલંબ કરે ખરા કે ? નજ કરે. રૂદ્રાચાય જવાને તૈયાર થયા તે વખતે ઇંક વિગેરે અપશુકનેાએ તેનું નિવારણ કર્યું". તેથી રૂદ્રાચાર્યે પ્રયાણ કર્યું નહિ. જ્ઞાનવાળા માણસો નિમિત્તોની સામે કદી પણ થતા નથી (નિમિત્તોની અવગણના કરતા નથી.) પછી રૂદ્રાચાર્ય' આજ્ઞા કરવાથી બઢત્ત મુનિ પાટલીપુત્ર જવાને નીકળ્યા. સતત્ વિહાર કરતા પાટલીપુત્ર પહોંચી સીધા તે રાજસભામાં ગયા. બંધુદત્ત મુનિનું આગમન સાંભળી કૌતુકથી વાદ સાંભળવા માટે હજારે) લોક સભામાં આવ્યા. તે સભામાં ભાગ્યથીજ જેમના દન થઈ શકે તેવા તત્ત્વ સમજવામાં વિવેકવાળા, બન્ને પક્ષના ગુણદોષથી જાણીતા સભ્યજના પણ મેટી સંખ્યામાં હાજર હતા. ખાટા ન્યાયને દૂર કરી શકનાર, હેાંશિયાર તથા ગુણની કદરવાળા રાજા ત્યાં સિંહાસન પર ખેડા હતા. ચતુરંગ (રાજા,સભ્યો-ન્યાય સમજનાર સાક્ષીએ, વાઢીને પ્રતિવાદી) સભા મળતાં વાદ શરૂ થયા. પ્રથમ સૌગત (બુદ્ધ) મતને અવલબીને ભિન્નુરવાદીએ ગ પૂર્ણાંક આ પ્રમાણે જાળ રચી તે આળ્યે કે-જેનું આસ્તત્વ છે, (જે સત છે) તે સ વસ્તુ ક્ષણિક છે, દિવાની જયોતની માફક છતાં એવા સત્ર ભાવેા અસ્તિત્વ ધરાવે છે તેથી તે ક્ષણિક છે. આ પ્રમાણે પાતાના મત સ્થાપવાને ભિદુરવાદીએ પ્રતિજ્ઞા વગેરે કરી લીધા પછી સ્યાદ્વાદમાં પ્રવીણ, બુદ્ધિના ભંડાર બંધુદત્ત મુનિએ તેને આ પ્રમાણે ખાત્રી કરી આપે તેવો ઉત્તર આપ્યા કે–જે અસ્તિત્વ ધરાવે છે તે બધુ, ક્ષણિક હાઈ શકે નહિ, કારણ કે–અમુક ચીજ અગાઉ જોયેલી હતી તેજ છે, એવી સ્થૌય ના બળથી તેમજ સત્તામાત્રના બળથી ઉત્પન્ન થતા અવસંવાદી (સાચી) પ્રત્યભિજ્ઞાને તમારૂં અનુમાન ખાટુ પાડે છે. તે એ શબ્દ પૂર્વ અનુભવેલા સ્વરૂપને સભારનાર હાવાથી આગલા અસ્તિત્વને સાક્ષીભૂત બને છે. અને જો લાંબા સમયના અસ્તિત્વના પ્રશ્ન જ રહેતા ન હાય તેા પછી ‘આજ તે’ એવુ’ જ્ઞાનજ સંભવી શકે નહિ. આ ઉત્તર સાંભળી ભિન્નુરવાદીએ કહ્યું
For Personal & Private Use Only
《风风风风风大大大大大大大大大大大大大大有來
૬૯.
ary.org