Book Title: Shruta Upasak Ramanbhai C Shah
Author(s): Kanti Patel
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002035/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રુતઉપાસક ડૉ. રમણલાલ વી. શાહ સાહિત્ય સૌરભ - ગ્રંથ-૭ સંપાદક: પ્રા. કાંતિ પટેલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્ર.કે.શન. Page #2 -------------------------------------------------------------------------- ________________ પણ કામ H CONTAI શ્રુતઉપાસક રમણભાઈ | ‘શ્રુતઉપાસક રમણભાઈ ગ્રંથ ડૉ. રમણલાલ ચી. શાહ (ઈ.સ. ૧૯૨૯૨૦૦૫)ના વ્યક્તિત્વ તથા કૃતિત્વને ઉજાગર કરતો ગ્રંથ છે. તેમાં બસોથી પણ વધુ લેખકોએ સ્વ. રમણભાઈને હૃદયપૂર્વક સ્મરણાંજલિ આપી છે. મુંબઈની સુપ્રસિદ્ધ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં વર્ષો સુધી ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક તથા એન. સી. સી.ના ઑફિસર રહીને પછી મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ બનનાર ડૉ. રમણલાલ ચી. શાહ એક ઉત્તમ અધ્યાપક હોવા ઉપરાંત વિદ્વાન વિવેચક, સંશોધક, સંપાદક તથા પીએચ. ડી.ના માર્ગદર્શક પણ હતા. તેમના હાથ નીચે અઢાર જેટલા વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ પ્રાપ્ત થઈ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ તથા ‘પ્રબુદ્ધ જીવન”ના તંત્રી તરીકે દાયકાઓ સુધી સેવા આપનાર રમણભાઈએ સંઘ દ્વારા પ્રાયોજીત પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સુકાન સંભાળી તેને અનોખી ગરિમા બક્ષી વર્ષો સુધી જૈન સાહિત્ય સમારોહમાં સક્રિય રહી લોકોને જૈન ધર્મ-તત્ત્વ સાહિત્ય પ્રતિ અભિમુખ કર્યા. અધ્યયન, અધ્યાપન તથા જ્ઞાન તેમજ સેવા મૂલક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીને પણ તેમણે વિશ્વભરના દેશોના પ્રવાસ ખેડ્યા, જેના અનુભવને તેમણે અનેક ગ્રંથોમાં શબ્દસ્થ કર્યા. તેમના સોથી પણ અધિક પુસ્તકોમાં તેમની બહુશ્રુત-બહુમુખી પ્રતિભાના દર્શન થાય છે. તેમના પ્રવચનોની સી. ડી.માં તેમની વક્તા તરીકેની કાબેલિયત જોવા મળે છે. આવી વિરલ પ્રતિભાની વિદાયથી એક શૂન્યાવકાશ રચાય એ સ્વાભાવિક છે. | શ્રુત ઉપાસક ૨મણભાઈ ‘ગ્રંથમાં સ્વ ૨મણભાઈને નિકટથી જાણનાર સ્વજનો, સ્નેહીજનો, સહધર્મીઓ, સહકર્મીઓ, સાધુ-સાધ્વીગણ, વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા અસંખ્ય ચાહકોએ તેમને આદરરાંજલિ આપીને તેમનાં સ્મરણો આલેખ્યાં છે. અનેક જાણીતી, ઓછી જાણીતી કે અજાણી કલમોની પ્રસાદીરૂપ આ ગ્રંથમાં સ્વ. રમણભાઈનાં જીવન તથા કવન વિશે અનોખી અને રસિક જાણકારી મળે છે. રમણભાઈના સભર વ્યક્તિત્વને ઉજાગર કરતો આ ગ્રંથ તેમના ચાહકો માટે મોધી મિરાત બની. ૨હેશે.’ 2 દUSE OTHig www.jelih More Page #3 -------------------------------------------------------------------------- ________________ LIONS ADEO Jain Eduationernational www.jainelibacy ord Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ - - ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ-ગ્રંથ – ૭ શ્રુત ઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ સંપાદક : પ્રા. કાંતિ પટેલ સહ સંપાદક : શ્રીમતી નીરૂબહેન એસ. શાહ શ્રીમતી ઉષાબહેન પી. શાહ શ્રીમતી પુષ્પાબહેન સી. પરીખ સંયોજક : ડૉ. ધનવંત શાહ પ્રકાશક : શ્રી મુંબઈ જેન યુવક સંઘ ૩૩, મહંમદી મિનાર, ૧૪ મી ખેતવાડી મુંબઈ-૪૦૦ ૦૦૪. મુખ્ય વિક્રેતા : આર. આર. શેઠની કાં. મુંબઈ – અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ - - - - ---- -- Dr. RAMANLAL C. SHAH SAHITYA SAURABH - 7 "SHRUT UPASAK DR. RAMANLAL C. SHAH" Collection of articles on the life of Dr. Ramanlal C. Shah written by various writers Edited by Prof. Kanti Patel Sub Editors : Mrs. Nlirubahen S. Shah, Mrs. Ushabahen P. Shah & Mrs. Pushpabahen Shah Published by - SHREE MUMBAI JAIN YUVAK SANGH 33, Mohamadi Minar, 14th Khetwadi Mumbai-400 004. (India) NO COPYRIGHT પ્રથમ આવૃત્તિ : ૧૫ ઓગસ્ટ, ૨૦૦૬ પૃષ્ટ : પ૨૮ + ૪૦ + છબી સંપુટ (૧૬પાનાં) પ્રત : ૫૦૦ કિંમત : રૂ. ૩૨૦/મુખ્ય વિતા : આર. આર. શેઠની કાં. ૧૧૦/૧૧૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, કે ‘દ્વારકેશ' કેશવબાગ, રોયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, મુંબઈ-૪૦૦ ૦૦૨. અમદાવાદ-૩૮૦ ૦૦૧. ટેલિ. : (૦૨૨) ૨૨૦૧૩૪૪૧. ટેલિ. : (૦૭૯) ૨૨૫૫૦૬૫૭૫ ટાઇપસેટિંગ : મુદ્રાંકન ડીપ૭, ગૌતમનગર, એલ.ટી. રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. Page #7 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-૭ અર્પણ — — શ્રુત ઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ હે શ્રુતદેવતા ! આવું સદાય તુજ શરણે ધરી દઉં બધાં જન્મો નમ્રતાથી તવ ચરણે.... -આ ડૉ. રમણભાઈના જીવનભર મનોભાવ - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ Page #8 -------------------------------------------------------------------------- ________________ રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ ગ્રંથશ્રેણી ગ્રંથ ૧: જૈન ધર્મ દર્શન સંપાદક : ડૉ. હસુ યાજ્ઞિક ગ્રંથ ૨ ઃ જૈન આચાર દર્શન સંપાદક : ડો. જિતેન્દ્ર બી. શાહ ગ્રંથ ૩ : ચરિત્ર દર્શન સંપાદક : ડૉ. પ્રવીણ દરજી ગ્રંથ ૪ : સાહિત્ય દર્શના સંપાદક : ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ ગ્રંથ ૫ : પ્રવાસ દર્શન સંપાદક : પ્રા. જશવંત શેખડીવાળા ગ્રંથ ૬ : સાંપ્રત સમાજ દર્શન સંપાદક : પ્રા. જશવંત શેખડીવાળા ગ્રંથ ૭ : શ્રુત ઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ સંપાદક : પ્રા. કાંતિ પટેલ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન ડૉ. રમણલાલ ચી. શાહ આપણા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આત્મા હતા, અને આજે પણ છે. તેમજ જ્યાં સુધી આ સંસ્થાની ગતિ-પ્રગતિ થતી રહેશે, અને એ પૂણ્યાત્મા જ્યાં જ્યાં વિહરતો હશે ત્યાંથી આ સંસ્થાને પ્રેરણા અને આશીર્વાદ મળતા રહેશે. શ્રી મુંબઈ જેન યુવક સંઘની સ્થાપના ૩ જી ફેબ્રુઆરી ૧૯૨૯ માં થઈ. એટલે આ સંસ્થાએ ૭૭ વર્ષ પૂરા કરી ૭૮ વર્ષમાં પ્રવેશ કરી દીધો છે. ડો. રમણલાલ ચી. શાહને હવે અમે અહીં રમણભાઈ જ કહીશું કેમ કે અમારા હૈયે આ સંબોધન જ સ્થિર થઈ ગયું છે, અને રહેશે. રમણભાઈ ૧૯૫૨માં ૨૬ વર્ષની ઉમરે આ સંસ્થામાં પ્રવેશ્યા અને જીવનના અંતિમ દિન સુધી કાર્યરત રહ્યા. આ સંસ્થા સાથે એમનો ૫૩ વર્ષનો દીર્ઘ સંબંધ. આ સંસ્થાના કોઈ પણ સભ્ય આજ દિવસ સુધી આટલી દીર્ધ ફળદાયી સેવા આ સંસ્થાને નથી આપી શક્યા. - રમણભાઈ પ્રથમ સંસ્થાની કારોબારી સમિતિમાં જોડાયા, તે સમયે પૂ. પરમાણંદભાઈ કાપડિયા અને પૂ. ચીમનલાલ ચકુભાઈ શાહે રમણભાઈમાં રહેલું હીર પારખ્યું અને રમણભાઈને એક પછી એક ( જવાબદારી સોંપતા ગયા, જે રમણભાઈએ નિષ્ઠાપૂર્વક બજાવી અને ! પ્રત્યેક કાર્યોથી સંસ્થાને ઊજળી કરી. ૧૯૮૨માં પૂ. ચીમનભાઈના સ્વર્ગવાસ પછી રમણભાઈએ આ સંસ્થાનું પ્રમુખપદ અને પ્રબુદ્ધ જીવન'નું તંત્રીપદ સ્વીકાર્યું અને જાહેર જીવનના બધા પદ છોડવાના તેમણે નક્કી કરેલા સિદ્ધાંતોને કારણે ૧૯૯૬માં પોતાની ૭૦ વર્ષની ઉમરે સંસ્થાના પ્રમુખ પદેથી રાજીનામું આપી સંસ્થાની કારોબારી સમિતિના સભ્ય બની રહી અંતિમ શ્વાસ સુધી સંસ્થાને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું. સન ૧૯૭૨માં રમણભાઈએ સંસ્થાની સુપ્રસિદ્ધ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ સ્વીકાર્યું. આ પ્રમુખપદે પહેલાં કાકા Page #10 -------------------------------------------------------------------------- ________________ કાલેલક૨, પૂ. પંડિત સુખલાલજી અને પૂ. ગૌરીપ્રસાદ ઝાલા સાહેબ જેવા વિદ્વાન મનિષિ બિરાજ્યા હતા. રમણભાઈએ જીવનના અંતિમ શ્વાસ સુધી આ વ્યાખ્યાન માળાનું જતન કર્યું અને પ્રેરણાદાયી પ્રવચનો આપવા માટે દરેક સંપ્રદાયના પૂ. સાધુ-સાધ્વી ભગવંતો, અન્ય ધર્માચાર્યો અને ભારતના પ્રસિદ્ધ વિદ્વાન વ્યાખ્યાતાઓને નિમંત્ર્યા અને વ્યાખ્યાનમાળાને એક આગવી યશગાથા સુધી લઈ ગયા. આમ વ્યાખ્યાનમાળાને પ્રમુખપદે એઓશ્રી જીવનના અંતિમ શ્વાસ સુધી સતત ૩૩ વર્ષ બિરાજ્યા. રમણભાઈ એટલે અણિશુદ્ધ સુશ્રાવક અને કરુણાનો જીવ. કેટલાંક વર્ષ પહેલાં રમણભાઈને એક ઉત્તમ વિચાર આવ્યો કે આ વ્યાખ્યાનમાળામાં ધર્મ જિજ્ઞાસુ વર્ગ આવે છે. એ સર્વના હૃદયમાં આવા પર્વના દિવસે કરુણાની અને દાનની ભાવના હોય જ. વળી વિચાર્યું કે ગુજરાતના પછાત વિસ્તારમાં ઘણી બધી એવી ઉત્તમ સંસ્થા છે જે ધનને અભાવે પોતાના સેવા કાર્યને આગળ વધારી શકતી નથી. એટલે પર્યુષણ વ્યાખ્યાનમાળા પહેલાં યુવક સંઘની કારોબારી સમિતિના સભ્યોને સાથે લઈ સંસ્થાની મુલાકાત લઈ એવી સંસ્થા માટે પર્યુષણ દરમિયાન તેની યોગ્યતા અને જરૂરિયાત તપાસી દાનની વિનંતિ કરવાનું નક્કી કર્યું, આના પરિણામે આજ સુધી ગુજરાતની ૨૧ સંસ્થાઓને કુલ પોણાત્રણ કરોડના દાનનો માતબર ફાળો પ્રાપ્ત થયો છે અને એ બધી સંસ્થાએ આજે ખૂબ જ વિકાસ કરી સેવા ક્ષેત્રે અનેરું પ્રદાન કર્યું છે. પૂ. રમણભાઈના ઉત્તમ વિચારનું આ અતિશુભ અને સર્વજન કલ્યાણકારી પરિણામ છે. આ સંસ્થાનું વર્તમાન મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન' છે. ૧૯૨૯માં સંસ્થાએ પોતાનું મુખપત્ર ‘મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા'ના નામથી શરુ કર્યું અને ૧૯૩૩માં ‘પ્રબુદ્ધ જૈન’ અને પછી ૧૯૫૩માં ‘પ્રબુદ્ધ જીવન' નામ ધારણ કરી જીવનના વિશાળ ફલકને સ્પર્શવાનો સંકલ્પ કર્યો. એટલે સંસ્થાના મુખપત્રનો ઇતિહાસ પણ ૭૭ વર્ષનો છે. કોઈ ६ Page #11 -------------------------------------------------------------------------- ________________ પણ પ્રકારની જાહેર ખબર ન લેવાના, અને બીજે છપાયેલા લેખ ન લેવાના સિદ્ધાંતને વરેલું આ મુખપત્ર આજે ૭૮ માં વર્ષમાં પ્રવેશે છે, એનો યશ આજ સુધીના ચિંતક મહાનુભાવ માનદ્ મંત્રીઓ તેમજ જિજ્ઞાસુ વાચકોને જાય છે. પૂ. રમણભાઈ પૂર્વે આ મુખપત્રોના તંત્રી સ્થાને શ્રી મણીલાલ મોકમચંદ શાહ, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જેવા પ્રખર ચિંતકો અને સમાજ સુધારકો બિરાજ્યા હતા. સન ૧૯૮૨માં “પ્રબુદ્ધ જીવન'નું તંત્રી સ્થાન પૂ. રમણભાઈએ સ્વીકાર્યું અને વિવિધ વિષયોથી તેમજ જૈન ધર્મના ઊંડા તત્ત્વ લેખોથી “પ્રબુદ્ધ જીવનને જ્ઞાનના ખજાનાથી તરબતર કરી દીધું. સંસ્થા અને સમાજ આ ઋણ કોઈ રીતે | ચૂકવી શકે એમ નથી. પૂ. રમણભાઈ પોતાની ઉપસ્થિતિમાં જ “પ્રબુદ્ધ જીવન' તેમજ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સુકાન અમારા હોંશીલા, વિદ્વાન, કર્તવ્યનિષ્ઠ, દૃષ્ટિ સંપન્ન ધનવંતભાઈને સોંપી પ્રબુદ્ધ જીવન'ના તંત્રીસ્થાનને માટે ઉચિત વેળળાસર પસંદગી કરી અમને આજની | ચિંતામાંથી મુક્ત કરી ગયા. જ્ઞાનીજનોને તો આર્ષદૃષ્ટિ હોય જ. ધનવંતભાઈના તંત્રી સ્થાને આજનું “પ્રબુદ્ધ જીવન પૂ. રમણભાઈ અને અન્ય વિદ્વાન પૂર્વસૂરિઓની યશગાથાને ઉજળી કરી રહ્યું છે એની પ્રતીતિ થતાં અમારા સર્વનું મસ્તક રમણભાઈ પ્રતિ ઝૂકે છે. ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ''ના ગ્રંથોની યોજના | પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ અમે કરી હતી. અમારી આ યોજનાની સંમતિ પૂ. રમણભાઈ આપતા ન હતા. સ્વપ્રશંસાનો કર્મદોષ લાગે એ ભાર આવા જ્ઞાનીજન કેમ સ્વીકારે? પરંતુ અમારા આગ્રહ અને પ્રેમ પાસે એઓશ્રી હળવા થયા અને અમને સંમતિ આપી. આ જ્ઞાનીજન ત્યારે કદાચ કોઈક “દર્શન' પામી ગયા હશે. આ ગ્રંથોના સંયોજક અને વિદ્વાન સંપાદકોની પસંદગી પણ એઓશ્રીએ કરી હતી. Page #12 -------------------------------------------------------------------------- ________________ રમણભાઈના વિપૂલ સાહિત્યનું વાચન કરવું અને એનું ચયન કરી વિવિધ વિષયોના ગ્રંથમાં એને સમાવવું એ સાગરમાંથી મોતી શોધવા કરતાં પણ કઠિન કામ, કારણ કે રમણભાઈના સાહિત્ય સાગરમાં તો મોતી જ મોતી. આ સારું અને આ એનાથી વિશેષ સારું એવી સ્પર્ધા અહીં શક્ય જ નથી. જડીબુટ્ટી શોધતા હનુમાનજી જેમ જડીબુટ્ટી શોધી ન શક્યા અને આખો પહાડ ઊંચકી લાવ્યા, એવી વિમાસણ પ્રત્યેક વિદ્વાન સંપાદકે અહીં અનુભવી હશે જ. પરંતુ તોય કર્તવ્ય ધર્મમાં સ્થિત આ સર્વ વિદ્વાન સંપાદકોએ અથાગ ભગીરથ પરિશ્રમ કર્યો અને આપણા માટે આ સાત ગ્રંથોનું નિર્માણ કર્યું. આ વિદ્વાન સંપાદકો પ્રા. જશવંત શેખડીવાળા, ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવિણ દરજી, ડો. જિતેન્દ્ર શાહ, ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ અને અમારા અંતરંગ વિદ્વાન મિત્ર પ્રા. કાંતિ પટેલ. આ સર્વ મહાનુભાવોને અમારું હૃદય પૂરા આદરથી નમન કરે છે. ઉપરાંત “શ્રુત ઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ” ગ્રંથના સહ સંપાદકો, આ સંસ્થાની કારોબારી સમિતિના અમારા સભ્યો નીરુબહેન શાહ, પુષ્પાબહેન પરીખ અને ઉષાબહેન શાહનો આભાર તો કેમ મનાય? એમના પરિશ્રમને અભિનંદુ છું. યોજના તૈયાર તો થાય પણ એને આકાર આપવા સતત પુરુષાર્થ કરવો પડે એવો પુરુષાર્થ અમારી મુદ્રણ સમિતિના સભ્યો સર્વશ્રી ભૂપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ જવેરી, શ્રી ગાંગજીભાઈ પી. શેઠિયા, શ્રી ઉષાબહેન પી. શાહ, શ્રી વસુબહેન ભણશાલી અને શ્રી જવાહરભાઈ ના. શુકલે કર્યો, અને સતત પરિશ્રમ કરી આ સમિતિના સભ્યોએ અમને ગૌરવવંતા કર્યા છે. સંઘબળનું આ સંઘફળ છે. આ સર્વે પ્રત્યે અમે હૃદયનો આનંદ જ વ્યક્ત કરીએ છીએ. ઉપરાંત આ ગ્રંથ નિર્માણ માટે સતત દોડધામ કરનારા અમારા કર્મનિષ્ઠ કર્મચારીઓ મુખ્યત્વે મેનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક, ભાઈ અશોક પલસમકર, ભાઈ હરિચંદ્ર નવાળે, ભાઈ મનસુખભાઈ મહેતા અને બહેન શ્રી જયાબહેન વીરાને તો કયા શબ્દોમાં નવાજીએ? હૈયું, Page #13 -------------------------------------------------------------------------- ________________ હામ અને હાથ આ ત્રણેનો સુમેળ હોય તો જ શુભ આકાર પ્રાપ્ત થાય. બધી સામગ્રી અને સાહિત્ય એકત્રિત કરવા માટે પૂ. તારાબહેન અને પૂ. રમણભાઈના સુપુત્રી બહેન શ્રી શૈલજાને અમે ખૂબ ખૂબ પરિશ્રમ આપ્યો છે. એમના રાત-દિવસના પુરુષાર્થ વગર આ ગ્રંથો આટલા બધાં સમૃદ્ધ અને શોભિત ન જ થાત. એમના પ્રતિ માત્ર ઋણ ભાવથી વિશેષ લખીએ તો એમનો મીઠો ઠપકો અનુભવવો પડે. આ બધી પરિકલ્પનાના સૂત્રધાર સંયોજક અમારા સર્વેના નાનાભાઈ જેવા, બુદ્ધિધન ધનવંતભાઈને તો અમારે આજ્ઞા કરવાની જ હોય, અને આજ્ઞા કરતા રહેવાના જ. હૃદયમાં સ્થિર થયેલા આ અમારા નાનાભાઈને શબ્દથી શું કામ બહાર આવવા દઈએ ? આટલા વિશાળ કાર્યનો અમે આરંભ તો કર્યો, પણ મનમાં ધનરાશિની ચિંતા હતી. પણ સાથે સાથે શ્રદ્ધા પણ હતી જ. પરંતુ પૂ. રમણભાઈની સુવાસ અને અમારા પૂર્વ સૂરિઓના પૂણ્ય અને પુરુષાર્થનો અમને અનોખો અનુભવ થયો, એને ચમત્કાર પણ કેમ ન કહેવાય? ‘પ્રબુદ્ધ જીવન'ના ૧૬ ફેબ્રુઆરીનો “ડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ' અંક વાચકો પાસે જેવો પહોંચ્યો અને એમાં છેલ્લા પૃષ્ટ ઉપર “ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ' ગ્રંથોની માહિતી પ્રગટ થતાં જ એ જ માસની ૨૦-૨૨ તારીખના આસપાસ જ એક દાનવીર સુશ્રાવકનો અમને ફોન આવ્યો, અને નમ્રતાપૂર્વક અમને આ ગ્રંથો માટે માતબર રકમ સ્વીકારવાની વિનંતિ કરી અને તરત જ માતબર રકમનો ચેક મોકલી આપ્યો! પૂ. રમણભાઈ આવા કેટકેટલાં શુભ આત્મામાં બિરાજ્યા હશે? અમારા કેટલા બધાં સભાગ્ય કે અમને આવા સુશ્રાવક જ્ઞાનીજનનો સહવાસ અને સદ્ભાવ પ્રાપ્ત થયો! આ દાતા પ્રત્યે અમારા હૃદયમાં અનેરો પૂજ્ય ભાવ પ્રગટ થયો છે, અને એઓશ્રીના પૂણ્ય કર્મોને અમે વંદન કરીએ છીએ. આ વાંચનાર Page #14 -------------------------------------------------------------------------- ________________ સર્વેના હૃદયમાં પણ આવા જ ભાવો આંદોલિત થશે એવી અમને શ્રદ્ધા છે. આ ગ્રંથોને ખૂબ જ કાળજીપૂર્વક આપણી પાસે પહોંચાડવા માટે ટાઈપ સેટિંગ અને મુદ્રણ કાર્ય માટે અમદાવાદના શારદા મુદ્રણાલયના શ્રી રોહિતભાઈ કોઠારી અને ચંદ્રિકા પ્રિન્ટરીના શ્રી રુપલભાઈ દેસાઈ ઉપરાંત મુંબઈના મુદ્રાંકનના શ્રી જવાહરભાઈ શુક્લ તેમજ મુખપૃષ્ટની યથાયોગ્ય સુંદર ડિઝાઈન માટે શ્રી મોહનભાઈ દોડેચાન અંતરથી આભાર માનીએ છીએ. આ ગ્રંથોની જાહેરાત થતા જ આગોતરા ગ્રાહકોએ પોતાનું નામ નોંધાવી અમને પ્રોત્સાહિત કર્યા. એ માટે એ સર્વનો પણ હૃદયથી આભાર. સતત સાત માસના પરિશ્રમથી અને એટલી જ ઉતાવળથી આ ગ્રંથો તૈયાર થયા. એટલે કોઈ પણ ક્ષતિનું દર્શન થાય તો અમને ક્ષમા કરશો. ઉપરાંત આપને રમણભાઈનું કોઈ અપેક્ષિત સર્જન અહીં નજરે ન પડે તો અમારી ગ્રંથના પૃષ્ઠોની મર્યાદા છે એમ સમજી અમને દરગુજર કરશો, પણ આપનો પ્રતિભાવ જરૂર જણાવશો. આજે આ ગ્રંથોનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે રમણભાઈ આપણી પાસે નથી, છે માત્ર એમનો જ્ઞાન પ્રકાશ અને શબ્દોના તેજપૂંજથી ઝળહળતું એઓશ્રીનું જ્ઞાન જગત આ સાત ગ્રંથો આપના કરકમળમાં મૂકતા અમે ધન્યતા અનુભવીએ તો છીએ, પણ સાથોસાથ તર્પણ ભાવનો સંતોષ અમારા રોમેરોમમાં આંદોલિત થઈ રહ્યો છે. એનો આનંદ આપની પાસે કયા શબ્દોમાં દર્શાવીએ? આ આંદોલનને પૂ. રમણભાઈના આત્માનો સ્પર્શ મળે એવી કાળદેવતાને પ્રાર્થના. ધન્યવાદ. તા. ૧૫-૮-૨૦૦૬ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સર્વ સભ્યો વતી શ્રી રસિકલાલ લહેરચંદ શાહ પ્રમુખ ૧૦. Page #15 -------------------------------------------------------------------------- ________________ સૌરભ ગ્રંથોની સર્જન યાત્રા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રત્યે આકર્ષણ અને અહોભાવ મને | કૉલેજ કાળથી હતો. એટલે લગભગ ૪૦ વર્ષથી પ્રબુદ્ધ જીવનનું નિયમિત વાચન કરતો હતો અને જ્ઞાન-શ્રવણ અર્થે પ્રત્યેક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અચૂક જવાનું થતું જ. આવા સંબંધને કારણે અંતરથી ક્યારે સંઘમય થઈ ગયો એની ખબરેય ન પડી, અને એ થકી હૃદયમાં કોઈ અજબગજબનું સંસ્કાર ઘડતર થતું ગયું. માતાના ગર્ભમાં બાળક વિકસતું જાય એમ આ વાતાવરણથી અંતરમાં કોઈ અનિવાર્ચનીય તત્ત્વ વિકસતું ગયું. આ કારણે સર્વ પ્રથમ તો શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ખમાસણ ભાવે નમન કરું છું. પૂ. રમણભાઈ એમ.એ.માં અમને ભાષા શાસ્ત્ર શિખવતા હતા. વળી તેઓ જેન યુવક સંઘમાં સક્રિય કાર્યકર હતા. એટલે એ કારણે એમના પ્રત્યે વિશેષ ભાવાનું બંધ થયો. જેમ જેમ એઓશ્રીની નજીક થતો ગયો તેમ તેમ એમની વિદ્વતા અને એમના શ્રાવકાચારથી અભિભૂત થતો ગયો. અંતરના કોઈક ખૂણે મારા એ રોલ મોડેલ બની ગયા. - ત્રીસેક વર્ષ પહેલાં અમે સહુ અધ્યાપક સંમેલનમાંથી પાછા ફરતાં હતાં ત્યારે પૂ રમણભાઈ અને પૂ. તારાબહેને પિતૃ-માતૃ ભાવથી મને યુવક સંઘમાં જોડાવા કહ્યું. મારે મન એ આજ્ઞાભાવ હતો, અને સંઘનો લાઈફ મેમ્બર થઈ મેં એમાં પ્રવેશ કર્યો. મારા જીવનની એ અતિ શુભ અને સદ્ભાગી ઘડી હતી. બસ પછી તો રમણભાઈ મારા ઉપર વરસતા ગયા, બસ વરસતા ગયા, અને એક પછી એક કામો મને સોંપતા ગયાં. મારું એને પરમ સભાગ્ય ગણું છું. સાહેબનો પ્રેરક અને આનંદપ્રદ સહવાસ, એઓશ્રી સાથેના પ્રવાસો, તેમણે યોજેલા જૈન સાહિત્ય સમારોહ અને પરિસંવાદો, વગેરેમાંથી ઘણું જીવન પાથેય મળી રહેતું. શ્રાવક જીવન વિશેના એમના વિચારો અને આચારનો સુભગ સમન્વય તેમના જીવનમાં જોવા મળતો. ११ Page #16 -------------------------------------------------------------------------- ________________ જીવનના મર્મો હસતા હસતા સાહેબ આપણને સમજાવે એ એઓશ્રીની વિશિષ્ટતા. પૂ. સાહેબનું લગભગ બધું જ સાહિત્ય વાંચવાનો મને લાભ મળ્યો. એ બધું જ ઉત્તમ અને જીવનને ઊર્ધ્વગામી બનાવે એવું તત્ત્વશીલ છે. “પ્રબુદ્ધ જીવન” પ્રગટ થાય એટલે વહેલી સવારે પૂ. સાહેબનો લેખ વાંચવાનો નિયમ થઈ ગયો. એમના વિચારોને મનમાં વાગોળું અને | સાહેબ સાથે એ લેખ વિશે વિશેષ જાણકારી મેળવું. આપણે એ લેખની પ્રસંશા કરીએ તો સાહેબ મૌન મિત સાથે, નિસ્પૃહ ભાવે એ ઝીલી લે, અને શંકાનું સમાધાન કરે. - પૂ. સાહેબે તેમનો ‘ગૂર્જર ફાગુ સાહિત્ય' ગ્રંથ મને મોકલ્યો. નવું પુસ્તક પ્રગટ થાય એટલે સાહેબ અચૂક સ્નેહી મિત્રો અને અભ્યાસીઓને મોકલે. એ ગ્રંથ વાંચીને હું તો અવાજ બની ગયો. | આટલું બધું પરિશ્રમ પૂર્વકનું સંશોધન તેમજ ગહન ચિંતન મેં ભાગ્યે જ કોઈ ગ્રંથમાં જોયું છે. ઉત્સાહથી મેં સાહેબને ફોન કર્યો, દસ મિનિટ સુધી હું બોલતો જ રહ્યો, અને છેલ્લે કહ્યું, “સાહેબ આ ગ્રંથને તો ડી. | લીટ ની ઉપાધિ મળવી જોઇએ, પરદેશમાં આવું સંશોધન આપે કર્યું હોત તો...' તો સામા પક્ષે સાહેબનું માત્ર મૌન જ, અને છેલ્લે-ઉપાધ્યાય યશોવિજયજી કૃત “અધ્યાત્મસાર' અને જ્ઞાનસાર'...બે ગ્રંથો એઓશ્રી પાસેથી જૈન જગતને મળ્યા એ તો આપણા સૌનું પરપ સદ્ભાગ્ય. એ ગ્રંથોનું વિશદ્ ચિંતન અહીં એક લીટીમાં શું સમાવું? અને એ માટે હું અધિકારી પણ નથી. એક વખત ફોન ઉપર વાતો કરતા કરતા મેં સાહેબને કહ્યું આપનું | સાહિત્ય જગત વિશાળ છે, એનું ચયન કરી ચાર પાંચ ગ્રંથો તૈયાર થાય તો અનેક જ્ઞાનપિપાસુને વિશેષ લાભ મળે. કોણ જાણે કેમ એ | ઘડી આપણા માટે શુભ હશે, તો સાહેબથી સહેજ બોલાઈ ગયું. “હા હમણાં જ મિત્ર પ્રા. જશવંત શેખડીવાળાએ પણ મને એવું સૂચન કર્યું હતું' પણ બીજી જ પળે એ વાક્યથી દૂર લઈ જવા મને બીજી વાતોએ | વળગાડી દીધો. હું સમજી ગયો કે સાહેબની મને આ વાત કહેવાની | ઇચ્છા ન હતી. પણ એમનાથી “કહેવાઈ ગયું'! એ એમને દુ:ખ હતું. ૧ર Page #17 -------------------------------------------------------------------------- ________________ અજાણતા થઈ ગયેલા આવા સૂક્ષ્મ કર્મો પ્રત્યે પણ સાહેબ આટલા સભાન ! પણ આ વાત મારા મનનો કેડો ન છોડે. મનમાં સંતોષ થયો કે મને જેવો વિચાર આવ્યો એવો જ વિચાર સાધુ ચરિત મા. જશવંત | શેખડીવાળા સાહેબને પણ આવ્યો છે. એટલે આ કામ કરવા જેવું તો છે જ, અને કુદરતનો આમાં નક્કી કંઈ સંકેત છે. પછી જ્યારે જ્યારે સાહેબને ફોન કરું ત્યારે આ વાત કરું, સાહેબ એ વાતને ટાળે અને હું પાછો ત્યાં ને ત્યાં જ પહોંચું અને સાહેબ સાથેની વાતોમાંથી માંડ માંડ “ના” નો છેદ ઉડાવી શક્યો. જો કે “ના” ન પાડવામાં પણ મારા પ્રેમને દુ:ખ ન પહોંચે એ જ એમનો વિશેષ ભાવ હતો. એ હું સમજી ગયો હતો. તરત જ મુંબઈ જેન યુવક સંઘની કારોબારી સમિતિમાં તા. ૨૧-૧-૨૦૦૫ના પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ મેં પ્રસ્તાવ મૂક્યો અને સાહેબ કોઈ પણ હા ના કરે એ પહેલાં સર્વે સભ્યોએ એ પ્રસ્તાવને આનંદ ઉત્સાહથી વધાવીને મંજૂરીની મહોર મારી દીધી, અને સંયોજકની જવાબદારી સર્વે વડીલોએ મને સોંપી, મારું એ સદ્ભાગ્ય. તરત જ બીજે દિવસે સાહેબ સાથે વિગતે ચર્ચા કરી સંપાદક માટે પૂછ્યું. સાહેબ કહે, “શેખડીવાળા સાહેબ જ આ કામ માટે પૂરા અધિકારી છે. એઓશ્રી સાથે ચર્ચા કરો, અને અન્ય સંપાદકો પણ એઓશ્રીની સૂચના મુજબ નક્કી કરો.” મેં તરત જ પૂ. શેખડીવાળા સાહેબને ફોન કર્યો. એઓશ્રી ખૂબ જ પ્રસન્ન થયા. અમારે ફોન ઉપર વાતો થતી રહી. અને અન્ય સંપાદકોમાં વિદ્ધાર્વર્ય ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટને વિનંતિ કરાવાનું નક્કી કર્યું. આ નામો મેં સાહેબને જણાવ્યા. સાહેબે સંમતિ આપી. આ ચયન ગ્રંથોની સાથો સાથ સાહેબના જીવન વિશે પણ એક ગ્રંથ તૈયાર થાય એવો અમારા મનમાં ભાવ જન્મ્યો અને મેં બહેન શૈલજાને ફોન કરી સાહેબના બધા જ ફોટોગ્રાફ એકત્ર કરવા કહ્યું. બીજે દિવસે જ સાહેબનો મને ફોન આવ્યો, અને મને કહ્યું “આવો १३ Page #18 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ તૈયાર ન કરશો અને મારા માટે કોઈ પાસેથી લેખ કે અભિપ્રાય ન મંગાવશો. માત્ર સાહિત્ય સંચય જ કરો.” વ્યક્તિની હયાતિમાં આવો | ગ્રંથ તૈયાર થાય તો પ્રશંસાનો કર્મદોષ લાગે, સાહેબ આવા કર્મ બંધ | માટે સભાન હતા. સાહેબનો મર્મ હું સમજી ગયો. મેં સાહેબને મનોમન નમન કર્યા. આ ગ્રંથની ગતિ ધીરે ધીરે આગળ વધતી ગઈ. ગોકળગાય ગતિ જ સમજો. સાહેબને તબિયતે સાથ ન આપ્યો. મારે ફોન ઉપર “પ્રબુદ્ધ જીવન' પૂરતી જ વાત થાય અને વાતવાતમાં તો પૂ. સાહેબ આપણાથી દૂર થઈ ગયા!! પણ જૂઓ, વિધિની કેવી વિચિત્રતા! પૂ. સાહેબે જીવન પ્રશંસા લખાવવાની ના પાડી હતી. એ જ કામ અમારે પહેલું કરવું પડ્યું. સાહેબ વિશેના પ્રબુદ્ધ જીવન'ના બે અંકો નવેમ્બર ૨૦૦૫ નો શ્રદ્ધાંજલિ” અંક અને જાન્યુઆરી ૨૦૦૬નો “ડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ' અંક, એ બન્ને અંકોના સમન્વય રૂ૫ ગ્રંથ આજે “શ્રુતઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ'ના શીર્ષકથી આપના કરકમળમાં મુકાય છે. પૂ. સાહેબનું જીવન અને ગુણો પ્રકાશિત ન થાય એવું કાળદેવતાને પણ મંજૂર ન હતું. ગુણો ઢાંક્ય ઢંકાતા નથી. સ્મરણિકા “અંક' માટે લેખકોને વધુ સમય આપવાનો અવકાશ ન હતો. છતાં લેખોનો પ્રવાહ વહેતો ગયો. કેટલાંક લેખને સમય મર્યાદાને કારણે એ અંકમાં સમાવી ન શકાય. એટલે બન્ને અંકોનો સમન્વય અને પછીથી આવેલા લેખો, એટલે, “શ્રુત ઉપાસક ૨. ચી. શાહ ગ્રંથ. ઉપરનો સ્મરણિકા અંક તૈયાર થયા પછી એ અંકની પ્રાપ્તિ માટે અનેક વિનંતિપત્ર અમને મળ્યા એટલે એ અંક ફરી છાપવો પડ્યો. આ “શ્રુત ઉપાસક' ગ્રંથના પ્રેરણા સ્ત્રોત એ જિજ્ઞાપુજનો અને પૂ. સાહેબના ચાહકો છે. પૂ. સાહેબના જીવનના વિવિધ પ્રસંગો, એમની સાત્ત્વિક પ્રતિભા અને એમના ગુણ સામ્રાજ્યનું એક વિશ્વ આપણી સમક્ષ ઉઘડ્યું જેનાથી આપણે તો શું, પણ ઘણાંએ અજ્ઞાત હતા. સાહેબનું જીવન આવું પ્રેરક. ૧૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથોનાં નિર્માણનો પ્રારંભ કરવા ડિસેમ્બરમાં પ્રો. જશવંતભાઈ ! શેખડીવાળાને ત્યાં ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે અમે એકત્ર થયા. મુરબ્બી શ્રી શેખડીવાળા સાહેબનું ઉષ્માભર્યું આતિથ્ય અને સર્વેએ માણ્યું. મારા માટે તો વિદ્ધ દર્શન હતું. સર્વે વિદ્વાન સંપાદકોએ કાર્યનો આરંભ કર્યો, નિર્ધારિત ગતિ પ્રગતિ થતી ગઈ. એ દરમિયાન અમારા સભ્યો અને ચાહકોએ પૂ. સાહેબના જૈન ધર્મ વિશેના લેખોનો એક ખાસ ગ્રંથ થાય એવું આગ્રહપૂર્ણ સૂચન કર્યું. પૂ. સાહેબ તો સર્વધર્મ ચિંતક હતા. કોઈ એક વર્તુળમાં જ એમને કેમ રખાય? પરંતુ જેન ધર્મ વિશે એઓશ્રીનું ગહન અધ્યયન અને ચિંતન વિશેષ છે એ પણ એટલું જ સત્ય. મેં. પૂ. શેખડીવાળા સાહેબને અને મુરબ્બી ડૉ. હસુભાઈ યાજ્ઞિકને આ હકીકત જણાવી અને એઓશ્રીએ મારી આ વાત તરત જ સ્વીકારી એટલે મેં મારા અંતરંગ મિત્ર વિદ્વાન ચિંતક અને જૈન ધર્મના ગહન અભ્યાસી ડૉ. જિતેન્દ્રભાઈ શાહ ઉપર મિત્રહક અજમાવી દીધો. કોઈપણ પ્રકારની “હા...ના'ની ચર્ચા વગર ડૉ. હસુભાઈ યાજ્ઞિક અને ડૉ. જિતેન્દ્રભાઈ મળ્યા અને આપણને બે ગ્રંથ “જૈન ધર્મ દર્શન” અને જૈન આચાર દર્શન' પ્રાપ્ત થઈ રહ્યાં છે. “શ્રુત ઉપાસક ડૉ. ૨. ચી. શાહ' ગ્રંથના સંપાદનની જવાબદારી અમારા સંઘની કારોબારી સમિતિના સભ્યો બહેનશ્રી નિરુબહેન શાહ, પુષ્પાબેન પરીખ અને ઉષાબહેન શાહે સંભાળી કામનો પ્રારંભ કર્યો. પરંતુ અમે વિચાર્યું કે આ ગ્રંથને પણ મૂર્ધન્ય વિદ્વજનનો સાથ મળે તો સોનામાં સુગંધ મળે. એટલે પૂ. તારાબેને શિષ્ય હક અને મેં મિત્ર હિકનો ઉપયોગ કરી વિદ્વાન પ્રાધ્યાપક શ્રી કાંતિભાઈ પટેલને વિનંતિ | કરી. શ્રી કાંતિભાઈ પૂ. સાહેબના શિષ્ય, અને સાહેબનો શિષ્યો પ્રત્યે પ્રેમ એવો કે બધા હોંશે હોંશે એ નિર્ણયને હૃદયમાં સમાવી લે. | સર્વે વિદ્વાન સંપાદકોએ અભ્યાસ કરી ખૂબ જ પરિશ્રમ લઈ આ સાતે ગ્રંથનું સર્જન કર્યું છે. મિત્ર પ્રાધ્યાપક પ્રસાદ બ્રહ્મભટ્ટ તો મુદ્રણ Page #20 -------------------------------------------------------------------------- ________________ — વ્યવસ્થા પણ સંભાળી. આ સર્વેનો અંત:કરણથી આભાર માનું છું. ઉપરાંત આ ગ્રંથ નિર્માણ માટે જે જે મહાનુભાવોએ પોતાનો પુરુષાર્થ આ કાર્યમાં સિંચ્યો છે એ સર્વેનો નામોલ્લેખ અમારા પ્રમુખશ્રીએ પ્રકાશકીય નિવેદનમાં કર્યો છે, એ ભાવમાં હું મારા ભાવનું આરોપણ કરું છું. આ ગ્રંથોની સામગ્રી એકઠી કરવામાં સખત અને સતત પરિશ્રમ તો પૂ. તારાબહેન અને બહેન શૈલજાએ કર્યો છે. એ મારા મોટાબેન તુલ્ય પૂ. તારાબહેનના ચરણોમાં વંદન કરી બહેન શૈલજાને અભિનંદુ સંયોજક તરીકે મને પસંદ કરી મારા ઉપર આવા આત્મસંતર્પક | શુભ કામ માટે વિશ્વાસ મૂકી મને મોકળા મને આ કામ કરવા દીધું અને મને અઢળક પ્રેમ આપ્યો એવા મુંબઈ જેન યુવક સંઘની કારોબારી સમિતિના સર્વે સભ્યોનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી જ. એ સર્વે પ્રત્યે હૃદય નમે છે. સમગ્ર ગ્રંથ રચનામાં મારી કાંઈ ક્ષતિ દૃષ્ટિએ પડે તો આપ સર્વે વાચક મહાનુભાવો મને ક્ષમા કરશો. અને પૂ. સાહેબનું ઋણ તો કઈ રીતે ચૂકવું? શક્ય જ નથી. હું ભલે મૂળ અધ્યાપકનો જીવ, પરંતુ મારા ઉદ્યોગોના સંચાલનમાં ખૂબ જ વ્યસ્ત રહું. સદ્ભાગ્યે પૂ. સાહેબે મારો હાથ પકડી લીધો અને ઉદ્યોગ વ્યાપાર જગતમાં પૂરી ગરકાવ થઈ જાઉં એ પહેલાં જ પૂ. સાહેબે મને સમતુલામાં બેસાડી દીધો. પૂ. સાહેબે મારી લેખન ચેતનાને ફૂંક ન મારી હોત તો હું માત્ર વ્યાપારી જ રહ્યો હોત. આ ઉપકાર તો ભવોભવમાં નહિ ચૂકવી શકાશે. આ ગ્રંથોના વાચનથી આપણા સર્વનું હૃદય વિકસિત થાય એવી | પરમાત્માને પ્રાર્થના. તા. ૧૫--૨૦૦૬ -ધનવંત શાહ એફ-૬, વિનસ એપાર્ટમેન્ટ, વરલી સી ફેસ-સાઉથ, મુંબઈ-૪૦૦ ૦૧૮. Page #21 -------------------------------------------------------------------------- ________________ સહુના રમણભાઈ શ્રી મુંબઈ જેને યુવક સંઘ એક લબ્ધપ્રતિષ્ઠિત સંસ્થા છે. જીવનનાં ઘણાં ક્ષેત્રે એની કરુણાપ્રેરક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓને કારણે સમગ્ર ભારતની જૈન સંસ્થાઓમાં એનું આગવું અને માનભર્યું સ્થાન છે. ઘણી વ્યક્તિઓએ પોતાનું સત્વ, સામર્થ્ય અને સેવા આપીને આ સંસ્થાને મહાન બનાવી છે. આ સંસ્થાના ૭૭ વર્ષના ઇતિહાસમાં એક હૃદયસંતર્પક ઘટના ઘટી રહી છે. મારા પતિ અને સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રમણભાઈના પ્રગટ થયેલા સર્વ સાહિત્યમાંથી ચયન કરીને છ ગ્રંથો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પતા લેખોનો એક ગ્રંથ “શ્રત ઉપાસક રમણભાઈ – આ સાત ગ્રંથ ઉપરાંત તેમના વ્યાખ્યાનોની એક સી.ડી.ના વિમોચનનો પ્રસંગ ઊજવાઈ રહ્યો છે. આ પ્રસંગ એટલે શ્રી જૈન યુવક સંઘના સભ્યો અને રમણભાઈના વિશાળ ચાહકવર્ગના હૃદયમાં રમણભાઈ પ્રત્યે પ્રગટ થતા સ્નેહાદરનો ઉત્સવ. - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે ૨મણભાઈનો સંબંધ આત્મીય, અનોખો અને અવર્ણનીય છે. ૧૯૫૨ થી ૨૦૦૫ એટલે પ૩ વર્ષનો સંબંધ. સંઘના સભ્ય, કમિટી મેમ્બર, સંઘના પ્રમુખ, વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેનો સંબંધ. આમ વિવિધ સ્તરે સુખદ, યશસ્વી અને ફળદાયી રહ્યો છે. રમણભાઈ ભાગ્યશાળી હતા. સંઘ સાથેના સંબંધની શરૂઆતમાં જ શ્રી મણીલાલ મોકમચંદ શાહ, શ્રી રતિભાઈ કોઠારી, શ્રી પરમાનંદભાઈ કાપડિયા, શ્રી | ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી ખીમજી માંડણ ભૂજપૂરિયા, મારા | પિતાશ્રી દીપચંદભાઈ શાહ, શ્રી ટી. જી. શાહ વગેરે વડીલોના પ્રેમ અને સદ્ભાવ તેમને મળ્યા. તેમાં તેમણે પોતાની સેવા અને આગવી | સૂઝ ઉમેરીને એને અનેક ગણો વિસ્તાર્યો. વડીલોનું વાત્સલ્ય અને વિશ્વાસ, સમવયસ્કનો પ્રેમ અને પોતાનાથી નાનાનો આદ૨ રમણભાઈની એ મોટી ઉપલબ્ધિ છે. રમણભાઈએ જીવનના દરેક ક્ષેત્રે પોતાનું ઉત્તમોત્તમ યોગદાન આપ્યું. કુટુંબ કે કોલેજ હોય, Page #22 -------------------------------------------------------------------------- ________________ યુનિવર્સિટી કે જુદી જુદી સંસ્થાઓ હોય, મંડળ, અધ્યયન કે અધ્યાપન, પ્રવાસ, પ્રવચન કે લેખન હોય, N.C.C. કે સમાજ સેવાનો કોઈ પ્રશ્ન હોય. તે દરેક માટે તેમણે મન મૂકીને સ્વયં મહેનત લઈને સચ્ચાઈપૂર્વક કામ કર્યું છે. ક્યાંય ઉણપ, અધૂરપ કે કચાશ ન રહે એ માટે ખૂબ પ્રયત્નશીલ રહેતા. તેથી તેમનું દરેક કામ સંપૂર્ણ, સમુચિત અને સુયશ અપાવનારું થયું છે. એનાં ઘણાં કારણો છે. N.C.C. ની લશ્કરી તાલીમને લીધે શિસ્ત, સ્વાવલંબીપણું અને અપ્રમત્તભાવ તેમનામાં આવ્યો. જેની ધર્મના અભ્યાસ, ધર્મ આરાધના અને ચિંતનપ્રધાન પ્રકૃતિના કારણે તેમનામાં જાગૃતિ, કર્તવ્યનિષ્ઠા અને વ્યાપક કરુણાભાવ આવ્યો. માતાપિતાના સંસ્કાર અને પૂર્વજન્મના પુણ્યોદયને કારણે તેમના દરેક કાર્યના સારાં પરિણામ આવ્યાં. દરેક પ્રવૃત્તિ અને પરિસ્થિતિમાં કંઈક શુભ અને કલ્યાણકારી તત્ત્વ જોવાની દૃષ્ટિને અને વિચારણાને કારણે, કંઈક ફળદાયી કરવાની ભાવનાથી સંઘની પ્રવૃત્તિમાં રમણભાઈ નવું નવું ઉમેરતા ગયા. દરેક તબક્કે તેમણે સંઘના વિકાસનો વિચાર કર્યો. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જૈન ધર્મના દરેક ફીરકાના અને અન્ય ધર્મના સાધુસંતો, પંડિતો, વિદ્વાનોને આમંત્રણ આપતા. જીવનના વિવિધ ક્ષેત્રે કરુણાની પ્રવૃત્તિઓ, અસ્થિ સારવાર, નેત્રયજ્ઞો, ચામડીના રોગોની સારવાર ઉપરાંત આર્થિક રીતે જરૂરિયાતમંદને રાહત મળે તેવી યોજનાઓ | ઉપરાંત સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ, સંગીત, વકતૃત્વકલા, શિક્ષણ-સાહિત્ય-અર્થશાસ્ત્ર, રાજકારણ વગેરે વિષયોની વિવિધ વ્યાખ્યાન શ્રેણી, પુસ્તક પ્રકાશન વગેરે ચાલુ કર્યા. આ સર્વ પ્રવૃત્તિમાં સહુ સભ્યોની સંમતિ અને સહકાર તેમને મળ્યા. કમિટીના સભ્યોનો ઉત્સાહપૂર્વકનો સહકાર, કેટલાક કામની જવાબદારી લેવાની તત્પરતા.) ચીવટથી કામ કરવાની તૈયારી, પ્રવૃત્તિ માટે ફંડ એકઠું કરવાની તેમની તકેદારી વગેરેથી રમણભાઈનું કામ સરળ બનતું. કમિટીમાં એકરૂપતા અને કર્તવ્યપરાયણતાનું વાતાવરણ રહેતું. પ્રમુખસ્થાનેથી નિવૃત્ત થયા પછી પણ આ પ્રવૃત્તિઓ ચાલુ રહી. આવી લોકોપયોગી અને ઉત્તમ પ્રવૃત્તિઓને કારણે સંસ્થાની છબી વધુ ઉજ્જવળ થતી ગઈ. સંસ્થાના વિકાસની સાથે સાથે અને સંસ્થાના કારણે રમણભાઈનો ૧૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ પોતાનો વિકાસ ઘણો થયો.‘ પ્રબુદ્ધ જીવન'ના અગ્રલેખોના નિમિત્તે સાહિત્ય અને ધર્મનો ઊંડો અભ્યાસ થયો. તે તેમના ચારિત્ર્ય વિકાસમાં મદદરૂપ થયો. કરૂણાના કામને લીધે જુદી જુદી સંસ્થાઓનો પ્રત્યક્ષ પરિચય થયો, તેથી કરુણાનાં કયાં અને કેવાં કામ કરવા જેવાં છે, તેમના મનમાં તેની વિચારણા સતત થતી રહેતી. યુવક સંઘમાં ‘દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટ'માં છપાયેલાં તેમના જૈનધર્મ વિષયક પુસ્તકો, ‘પ્રબુદ્ધ જીવન', જેન ધર્મની કેસેટ દેશ-પરદેશ પહોંચ્યા. જેથી તેમનો પ્રશંસક વર્ગ અને તેમનું મિત્ર વર્તુળ વિકસતું ગયું. જૈન યુવક સંઘની પ્રવૃત્તિ વિષયક વિચારો રમણભાઈના જીવનમાં અગ્રસ્થાને રહેતા. જેમ રમણભાઈના હૃદયમાં આ સંસ્થા અગ્રસ્થાને હતી તેમ સંસ્થાના હૃદયમાં રમણભાઈ આજે પણ જીવંત છે. સંસ્થાએ રમણભાઈ માટેના અનન્ય, અખૂટ પ્રેમ, લાગણી, અને કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા તથા રમણભાઈની સ્મૃતિ જાળવવા એક વિશાળ સમારંભનું આજે આયોજન કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે. આવી સતત વિકાસશીલ સંસ્થા સાથેનો સંબંધ એ અમારા પરિવાર માટે ગૌરવ અને ધન્યતાનો અનુભવ છે. રમણભાઈ સહુના હતા અને સહુનાં હૃદયમાં તેમનું પ્રેમભર્યું સ્થાન છે તે જાણીને આનંદની, કૃતાર્થતાની લાગણી અમે અનુભવીએ છીએ. આ સમારંભને સફળ બનાવવા ઘણી વ્યક્તિઓએ પોતાની શક્તિ સિંચી છે, સદ્ભાવપૂર્વક સમય આપ્યો છે તેનો વિચાર કરીએ ત્યારે કૃતજ્ઞ ભાવથી, આભા૨થી તે સહુને અમારું મસ્તક નમે છે. કોનો કોનો આભાર માનું? સહુ પ્રથમ આભાર પરમહિતકારી પરમાત્માનો જેણે મારાં પતિ ડૉ. રમણભાઈને અઢળક ભાવ દર્શાવનારાં આવાં સ્નેહીજનો આપ્યાં. આભાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પૂર્વ કાર્યવાહક સમિતિના સભ્યો તેમજ સંઘના સભ્યોનો અને વિશેષતઃ વર્તમાન કાર્યવાહક સમિતિના પદાધિકારીઓ, પ્રમુખ-શ્રી રસિકલાલ લહે૨ચંદ શાહ, ઉપપ્રમુખ-શ્રી ચંદ્રકાંતભાઈ શાહ, મંત્રીઓ-શ્રીમતી નિરુબહેન શાહ, શ્રી ધનવંતભાઈ શાહ, સહમંત્રી શ્રી વર્ષાબહેન શાહ, કોષાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઈ ઝવેરીનો અને સમિતિના અન્ય સભ્યો તેમજ સંઘના સર્વ १९ Page #24 -------------------------------------------------------------------------- ________________ સભ્યોનો. જેમનાં સભાવભર્યા નિર્ણયને અને તેને અનુરૂપ કાર્યવાહીને કારણે આ પ્રસંગનું અને ગ્રંથોનું નિર્માણ થયું. આભાર ત્રિશલા ઈલેકટ્રોનિક્સના સૂત્રધાર શ્રી શાંતિભાઈ અને શ્રી મહેન્દ્રભાઈનો જેમણે યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડૉ. રમણભાઈએ આપેલા વ્યાખ્યાનોની કેસેટો ઉપરાંત ઉપલબ્ધ અન્ય કેસેટો સમાવી લઈને ડૉ. રમણભાઈના વ્યાખ્યાનોની સી.ડી. તૈયાર કરી. “પ્રબુદ્ધ જીવન”ના નવેમ્બરના શ્રદ્ધાંજલિ અંક અને જાન્યુઆરીના સ્મરણાંજલિ અંકમાં સંદેશા મોકલનાર અને રમણભાઈને આદરાંજલિ આપતા લેખો માટે પૂ. સાધુ-સાધ્વી સમુદાય, સંતો, સ્વજનો, વડીલો, મિત્રો, વિદ્યાર્થી ભાઈ-બહેનોનો આભાર માનું એટલો ઓછો છે. તે સહુના અંતસ્તલમાંથી પ્રેમના પ્રશંસાના, ગુણાનુરાગના, કૃતજ્ઞતાના ભાવો કેવા છલકાય છે! વિશેષતઃ ડૉ. કુમારપાળ દેસાઈનો સહુ પ્રથમ રમણભાઈના જીવનની લંબાણથી વિગતો આપી ગુજરાત અને મુંબઈના વર્તમાનપત્રોમાં શ્રદ્ધાંજલિ લેખ આપવા માટે. કૃતજ્ઞભાવે સહુનો આભાર. આભાર છ ગ્રંથોના વિદ્વાન સંપાદકો–પ્રા. શ્રી જશવંત શેખડીવાળા, ડૉ. પ્રવીણભાઈ દરજી, ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. જિતેન્દ્રભાઈ શાહ, ડૉ. પ્રસાદભાઈ બ્રહ્મભટ્ટ જેમણે ડૉ. રમણભાઈના વિશાળ સાહિત્યનો અભ્યાસ કરી પ્રેમથી પરિશ્રમ લઈ આ છ ગ્રંથોનું સંપાદન કાર્ય કર્યું. આભાર “શ્રુતઉપાસક રમણભાઈ' ગ્રંથ માટે સહાય કરનાર ત્રણ સંપાદક બહેનો શ્રીમતી નિરુબહેન શાહ, શ્રીમતી પુષ્પાબેન પરીખ, શ્રીમતી ઉષાબહેન શાહનો. આભાર “શ્રુત ઉપાસક રમણભાઈ' ગ્રંથના મુખ્ય સંપાદક વિદ્વાન પ્રો. કાન્તિભાઈ પટેલનો. પુસ્તકને સુંદર અને ગૌરવપ્રદ બનાવવા જરૂરી બધી વિગતોનો વિચાર અને કાર્યવાહી કરવા માટે અને પ્રસ્તાવના લખવા માટે. આભાર સંઘની મુદ્રણ કમિટિનો–મુદ્રણ માટે જરૂરી તૈયારી માટે. આભાર શ્રી જવાહરભાઈ શુકલનો, હવે જેઓ અમારામાંના એક છે–ભાવથી અને કાર્યથી. શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકોના લેખોને એકત્ર કરી “શ્રુતપાસક રમણભાઈ' ગ્રંથ તૈયાર કરવા માટે. છેલ્લી २० Page #25 -------------------------------------------------------------------------- ________________ ઘડીના ફેરફારો અને સૂચનોને ઉદારભાવે સહી, સ્વીકારી, શ્રમપૂર્વક સુંદર કામ કરી આપવા માટે. સ્નેહીશ્રી મોહનભાઈ દોડેચા જેમણે ગ્રંથોના સુંદ૨ અને સુયોગ્ય મુખપૃષ્ઠ કરી આપ્યા અને છબીઓની ગોઠવણી માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું એ માટે એઓશ્રીનો અંતઃક૨ણપૂર્વક આભાર માનું છું. આભાર મિ. સાંઈનાથ, અજિતા અને અન્ય કર્મચારી ગણનો (મેરેથોન ગ્રુપ) અથાગ મહેનત લઈ ફોટા અને ચિત્રો સ્કેન ક૨વા અને ચિત્રોની સુંદ૨ ગોઠવણી કરી આપવા માટે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઑફિસ સ્ટાફને તો કેમ ભૂલાય? સહુનો હૃદયપૂર્વક આભાર. સંઘના મેનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક જેમણે પુસ્તકો અને પ્રસંગને સફળ બનાવવા માટે ખૂબ જહેમત લઈ, જરૂર પડ્યે મુસાફરી પણ કરી અને ઉચિત કાર્યવાહી કરીનેતનતોડ મહેનતકરી એ માટે એમનો હૃદયપૂર્વક આભાર. સંઘના કર્મચારીગણ શ્રી જયાબેન વીરા, શ્રી અશોક પલસમકર, હરીચરણ, મનસુખભાઈ વગેરેની નિષ્ઠાભરી મહેનત અને સહકાર માટે પણ આભાર. આભાર ડૉ. ગુલાબભાઈ દેઢિયાનો. જ્યારે પણ જરૂર પડે ત્યારે નિકટના સ્વજનભાવે યોગ્ય સૂચનો અને માર્ગદર્શન માટે. આભાર પુત્રી સૌ. શૈલજા અને જમાઈ શ્રી ચેતનભાઈનો. યોગ્ય સૂચનો, માર્ગદર્શન અને અથાક મહેનત માટે. પ્રસંગ અને પુસ્તક માટે જરૂરી સામગ્રી એકઠી કરવી, જરાપણ ઉણપ કે કચાશ ન રહે, દરેક વસ્તુ યથાયોગ્ય અને સંપૂર્ણ રીતે સફળ બને તેની તકેદારી રાખવી વિગેરે કાર્યો અત્યંત નિષ્ઠાપૂર્વક, પિતૃતર્પણની ઉમદા ભાવનાથી અને ભક્તિભાવથી કરવા માટે. આવા જ ભાવથી અમારા પુત્ર અમિતાભ અને પુત્રવધૂ સુરભિ અમેરિકાથી યોગ્ય સૂચનો મોકલતા રહ્યાં. તેમને કેમ ભૂલું ? આભાર, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરના પ્રણેતા પૂ. ડૉ. રાકેશભાઈનો અને તેમના વિડીયો ડિપાર્ટમેન્ટનો-વિશેષત: બહેન દર્શિતા કાપડિયા, ભક્તિ છેડા અને ચૈતાલી માલદેનો અને અન્ય સહાયકોનો. ડૉ. રમણભાઈ પ્રત્યે અવર્ણનીય આદ૨ અને સન્માનની २१ Page #26 -------------------------------------------------------------------------- ________________ લાગણીથી પ્રેરાઈને ડૉ. રાકેશભાઈએ આનંદથી, ચીવટથી, સ્વયં રસ લઈ પોતાના આશ્રમ વાસીઓ પાસે ડૉ. રમણભાઈના જીવન અને લેખન આધારિત વિડિયો–પ્રોજેકશન તૈયાર કરાવ્યાં. તેમની સૂઝ-સહકાર, સભાવ માટે જેટલો આભાર માનું તેટલો ઓછો. શ્રુતદેવતા એમના પર સદાય પ્રસન્ન રહે. નવેમ્બર ૨૦૦૫ અને જાન્યુઆરી ૨૦૦૬ના ડૉ. રમણભાઈ વિશેના “પ્રબુદ્ધ જીવન'ના શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકોની સામગ્રીથી અને એ અંકોમાં પ્રગટ થનાર સાત ગ્રંથોની જાહેરાતથી પ્રભાવિત થઈ ડૉ. રમણભાઈના નેહી સુશ્રાવક શ્રી સી. કે. મહેતા) સાહેબે ગ્રંથના પ્રકાશન માટે ઉદારભાવે સંઘને માતબર રકમની આર્થિક સહાય કરી અમને નિશ્ચિત કરી દીધા. એમનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. આવા સુશ્રાવક પર જિન શાસનની કૃપા વરસો એવી શુભ ભાવના. સૌથી જેમનો પહેલો આભાર માનવો જોઇએ તેમનો સૌથી છેલ્લો માનું છું તે અમારા યુવક સંઘના ઉત્સાહી મંત્રી અને અમારાં બન્નેના સ્વજન-અમારા નાનાભાઈ સમા ડો. ધનવંતભાઈ શાહનો. ડો. રમણભાઈના ૭૫ મા વર્ષે પુસ્તકોના પ્રકાશનની યોજના સહુ પ્રથમ એમણે રજૂ કરી. ત્રણ વર્ષો સુધી યાદ કરાવી રમણભાઈ પાસે તે આગ્રહપૂર્વક મંજૂર કરાવી. અવસર આવ્યે પોતાના અત્યંત વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી સુંદર અને સંપૂર્ણ રીતે કાર્ય સંપન્ન કર્યું. રમણભાઈ પ્રત્યેના આદર અને અહોભાવથી પ્રેરાઈને, આશ્ચર્યજનક વફાદારી સાથે, ઉત્સાહથી, ક્યાંય કચાશ ન રહે તે લક્ષમાં રાખીને કાર્ય કર્યું. તેમના વિના આ કાર્ય શક્ય જ નહોતું. સ્નેહભાવે સાથસહકાર માટે તેમનાં પત્ની મિતાબહેનનો પણ આભાર. ભગવાન મહાવીરની કૃપા સહુ પર વરસી રહો. તા. ૧૫-૮-૨૦૦૬ –તારા રમણલાલ શાહ ૩૦૧, ત્રિદેવ નં. ૧, ભક્તિ માર્ગ, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૮૦. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રત-ઉપાસક : ડૉ. રમણલાલ શાહ સંપાદકીય “શ્રતઉપાસક : ડૉ. રમણલાલ શાહ' ગ્રંથ આપના કરકમળમાં મૂકતાં અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. પણ એ હર્ષ નિર્ભેળ નથી. હર્ષની સાથે થોડો ગ્લાનિનો ભાવ પણ ભળેલો છે. કારણ રમણભાઈ આપણી વચ્ચે નથી. એમની પ્રતિભા તથા એમની વ્યક્તિતાને ઉજાગર કરી આપતા આ દળદાર ગ્રંથને જોઈને એમણે શું લાગણી અનુભવી હોત? એમને જાણનારા એમના ચાહકોએ એમને વિશે જે કંઈ લખ્યું છે તે જોઈને એમણે શું પ્રતિભાવો આપ્યા હોત ? શું તેઓ રાજી ના થયા હોત? | પહેલી વાત તો એ કે એમની હયાતીમાં એમણે આવો કોઈ ગ્રંથ તૈયાર કરવાની વાત સ્વીકારી ના હોત. મર્માળુ સ્મિત કરીને તેમણે આ વાતને ઉડાવી દીધી હોત. ડૉ. ધનવંતભાઈ શાહે રમણભાઈ વિશેના તેમના તંત્રીલેખમાં નોંધ્યું છે, “ડો. રમણલાલ શાહ સાહિત્ય સૌરભ-ગ્રંથ ૧ થી ૫' આ કાર્ય કેટલું આગળ વધ્યું છે એ હું એઓશ્રીને જણાવું તો ઉત્તરમાં નિસ્પૃહ ભાવ! અમે વિચાર્યું કે એક ગ્રંથમાં એમના જીવનની વિગતો, ફોટોગ્રાફ્સ અને એઓશ્રીના સંપર્કમાં જે જે મહાનુભાવો આવ્યા હોય, તે સર્વ પાસેથી એઓશ્રીના વ્યક્તિત્વ માટે લેખો મંગાવીએ. વાત વાતમાં મેં એમને વાત કરી. તરત જ, એ જ ક્ષણે મને કહ્યું, “એવું કંઈ ન કરશો. નવું સૂક્ષ્મ કર્મ બંધાય.” આટલા બધાં નિસ્પૃહ અને આમ, પાર્થિવ, અપાર્થિવ બધું છોડ્યું.' આ જ કારણથી તેમણે શ્રી ગુલાબ દેઢિયા જેવા તેમના વિદ્યાર્થીઓને તેમણે પોતાની ષષ્ઠિપૂર્તિ કે પોતાનો અમૃત મહોત્સવ ઉજવવાની સંમતિ નહોતી આપી. નિગાથાત (પોતાના વખાણ પોતાને મોઢે કહેવાનું પાપ) ન કરવાનું વ્રત લઈને બેઠેલા રમણભાઈ, પોતાને વિષે દળદાર ગ્રંથ તૈયાર થાય એ માટે ક્યારેય સંમત ન થયા હોત. નવું સૂક્ષ્મ કર્મ બાંધવામાં તેઓ માનતા નહોતા. તેથી જ આપણો આ ગ્રંથ પણ, તેમની ઈચ્છા વિરૂદ્ધનું કૃત્ય છે, એમ માનવાનું રહે. આ એક જ બાબત એવી છે કે જેમાં તેમની આજ્ઞા કે ઈચ્છા ઉથાપવા જેવું આપણે કરીએ છીએ. પણ તેમ ન કરીએ તો આપણે નગુણા ઠરીએ. २३ Page #28 -------------------------------------------------------------------------- ________________ આ સંદર્ભે વિશ્વવિખ્યાત જર્મન લેખક ફ્રાન્ઝ કાફકાની વાત યાદ આવે છે. વીસમી સદીને આરંભે યુરોપના જે કેટલાક લેખકોએ ઉમદા સાહિત્ય સર્જીને આધુનિક ક્રાન્તિને જન્મ આપ્યો, તેમાં ફ્રાન્ઝ કાફકાનું નામ અગ્રસ્થાને છે. પ્રાગમાં જન્મેલા અને ઊછરેલા આ લેખક વીમા કંપનીના વકીલ તરીકે કામ કરતા હતા. પણ નોકરીથી તે સંતુષ્ટ નહોતા. તેમને સાહિત્ય સર્જનમાં વધારે રસ હતો. ઘરની સ્થિતિ સાધારણ. નોકરી કરવી જ પડે. અધુરામાં પૂરું તેમને ક્ષયની બીમારી લાગુ પડી. તેમ છતાં લખવાનું ચાલુ જ રાખ્યું પણ લખેલું પ્રકાશિત કરાવવામાં ઉદાસીન. જ્યારે ક્ષયરોગ અંતિમ તબક્કામાં પહોંચ્યો ત્યારે તેમણે લખેલી નોટબુકો મિત્ર મેક્સ બ્રોડના હાથમાં સોંપીને કહ્યું કે વાંચીને બધું સળગાવી દેજે. અંતરંગ મિત્રે કાફકાની ઈચ્છા વિરુદ્ધ બધું જ સાહિત્ય વાંચીને એક પછી એક પ્રકાશિત કર્યું અને જગતને એક મહાન સર્જકનો પરિચય થયો. અમારે ભાગે પણ એક મહાન આત્માનો પરિચય કરાવવાની જવાબદારી આવી છે. જે વ્યક્તિના બાહ્યાંતર જીવનને આંશિક રીતે જ લોકો જાણતા હતા તેમને સમગ્રતયા રજૂ કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે. પૂ. રમણભાઈના પરિચયમાં આવેલી બસો જેટલી વ્યક્તિઓએ તેમના કોઈ ને કોઈ પાસા વિશે લખ્યું છે. બહુમુખી પ્રતિભા ધરાવનાર રમણભાઈની સંપૂર્ણ ઓળખ આપવી અઘરી છે. તેમ છતાં અહીં રજૂ થયેલા બસો જેટલા લેખોમાં મુ. રમણભાઈની જે મનોહારી છબી ઉપસે છે તે જાણવા જેવી છે અને માણવા જેવી છે. આ લખાણો વાંચતા વાંચતા એવી લાગણી થાય કે આપણે રમણભાઈને કેટલું ઓછું જાણતા હતા! તેઓ મુઠ્ઠી ઊંચેરા માનવી હતા તે તો આટલા બધા માનવીઓએ તેમને આપેલા “સર્ટિફિકેટ' મારફતે જ જાણી શકાય ! પોતાના પૂર્વસૂરિઓ પાસેથી પ્રેરણા તથા માર્ગદર્શન લઈ પૂ. રમણભાઈએ શ્રી મુંબઈ જેન યુવક સંઘ તથા તેના મુખપત્ર “પ્રબુદ્ધ જીવનને નવી દિશા તથા નવા લક્ષ્યો તરફ ગતિમાન કર્યું. આમાં તેમણે વિદ્રોહી વૃત્તિ તથા પ્રવૃત્તિનો સહેજ પણ આશરો લીધો નથી બલ્ક બધાને સાથે લઇને તેમણે સર્વસ્વીકૃત “એજન્ડા' તૈયાર કરી અનોખી ભાવાત્મક એકતા સિદ્ધ કરી. જેન ધર્મ તથા તત્ત્વજ્ઞાનને આત્મસાત કરી વર્તમાન સમયને અનુરૂપ તેનું અર્થઘટન કરી તેને લોકભોગ્ય રીતે રજૂ કરીને તેનો પ્રભાવ વધાર્યો. તેમના તંત્રીપદ હેઠળ “પ્રબુદ્ધ જીવન' ખૂબ જ ચેતનવંતુ બન્યું. તે એક અનોખી વૈચારિક ક્રાન્તિને વર્યું એમ २४ Page #29 -------------------------------------------------------------------------- ________________ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. ગુજરાતી ભાષા-સાહિત્યનાં સામયિકો તથા પત્રોમાં તેણે એક આગવી ઓળખ ઊભી કરી. મુ. રમણભાઈ વિદ્વાન વિવેચક, ઉમદા સર્જક તથા સન્માનનીય અધ્યાપક તો હતા જ પણ ‘પ્રબુદ્ધ જીવન'ને સંદર્ભે તેઓ એક ઉચ્ચ કક્ષાના પત્રકાર પણ પૂરવાર થયા છે. તેમણે કારકિર્દીની શરૂઆત પણ પત્રકાર તરીકે કરેલી. તેથી જ તેની તાલીમ તેમને લેખન તથા સંપાદનમાં લેખે લાગી છે. આ ‘પ્રબુદ્ધ જીવન’નું તંત્રીપદ તેમણે પોતાના જેવા જ અધિકારી અને અનુભવી, વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. ધનવંત તિ. શાહને પોતાની હયાતી તથા ઉપસ્થિતિમાં સોંપ્યું. તે જ રીતે પર્યુષણ જૈન વ્યાખ્યાનમાળાનું આયોજન પણ તેમને સોંપ્યું. આમાં તેમની સૂઝ તથા વ્યવહારકુશળતાનાં દર્શન થાય છે. પોતાના ગુરુજનની અપેક્ષાને અનુરૂપ ધનવંતભાઈએ ‘પ્રબુદ્ધ જીવન'નું તંત્રીપદ સંભાળી લીધું. તેમજ તેની અસરકારક કામગીરી પણ શરૂ કરી. પણ પૂ. રમણભાઈની ઉપસ્થિતિ તથા પ્રત્યક્ષ દોરવણીનો લાભ તેમને ઝાઝો વખત મળ્યો નહિ. પૂ. રમણભાઈની અચાનક વિદાયથી તેમના અસંખ્ય ચાહકો જ નહીં, ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તથા વાચકો સહુ સંક્ષુબ્ધ બન્યા. જોવાની વાત એ છે કે ધનવંતભાઈએ બહુ જ ઓછા સમયમાં, કહીએ કે ગણતરીના દિવસોમાં જ ઉપરાઉપરી ‘પ્રબુદ્ધ જીવન'ના બે અંકોમાં પોતે તો ઉમદા તંત્રીલેખ લખ્યા જ પણ અન્ય અધિકારી અનેક વિદ્વાનો તથા મોટી સંખ્યાના ચાહકો પાસે ટૂંકા સમયમાં લેખો મેળવી ૧૬ જાન્યુઆરી ૨૦૦૬નો ૧૨૪ પાનાંનો દળદાર અંક ‘ડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ' તરીકે પ્રસિદ્ધ કર્યો. કોઈ તંત્રી ભાગ્યે જ આવો પડકાર ઝીલી શકે. ધનવંતભાઈએ તે ઝીલ્યો અને તેને ફળદાયી બનાવ્યો. વિવિધ પત્રો તથા શોક સંદેશાઓને ગણતરીમાં લઇએ તો લગભગ બસો ઉપરાંત રમણભાઈના ચાહકોએ પોતાના ભાવાત્મક વિચારોને વાચા આપી છે. એ રીતે ‘સ્મરણાંજલિ સંપુટ' એ રમણભાઈ વિશેનો અદ્ભૂત અને જાળવી રાખવા જેવો અંક બન્યો છે. તેથી ઉચિત રીતે જ ‘શ્રી જૈન યુવક સંઘ’ની કાર્યવાહક સમિતિએ આ બધા લેખોને ગ્રંથરૂપે રજૂ કરીને ‘ડૉ. રમણભાઈ ચી. શાહ સાહિત્ય સૌરભ'માં તેનો સમાવેશ ક૨વાનો નિર્ણય કર્યો. ‘શ્રુત ઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ’ ગ્રંથ એ તેનું જ પરિણામ છે. આરંભમાં આ ગ્રંથનું શીર્ષક ‘મંગલમૂર્તિ २५ Page #30 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહ' શીર્ષક નક્કી કરેલું, પછી શ્રી ધનવંતભાઈ, મુ. તારાબેન તથા સંપાદકોને લાગ્યું કે પૂ. રમણભાઈ માટે “શ્રુતઉપાસક” શબ્દયુગ્મ વધારે અનુરૂપ છે. આ ગ્રંથમાં “પ્રબુદ્ધ જીવનમાં આવેલા લેખો ઉપરાંત અન્ય વધારાના જે લેખો આવ્યા હતા તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં રમણભાઈનો સર્વાગી પરિચય કરાવવાનો આશય રાખ્યો છે તેથી એવું લાગ્યું કે તેમણે પોતાની તથા પોતાના સ્વજનોની વાત કરી હોય એવા પણ થોડાક લેખો ઉમેરવા તેથી એ દૃષ્ટિએ શ્રી મણિભદ્રવીરની સહાય”, “આઝાદીની લડત', બેરરથી બ્રિગેડિયર', “મારા માતુશ્રી”, “મારા પિતાશ્રી’, ‘પિતાશ્રીની ચિરવિદાય' એ પૂ. રમણભાઈએ લખેલા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી રમણભાઈની ઓળખ તેમના જ શબ્દોમાં મળે છે. પૂ. રમણભાઈ માટે “શ્રતઉપાસક' વિશેષણ અનેક રીતે યથાર્થ ઠરે છે. આપણે ત્યાં સામાન્ય રીતે જેમની બોલબાલા હોય છે તેવા પોથી પંડિત તેઓ નહોતા. પણ ખરા અર્થમાં બહુશ્રુત વિદ્વાન હતા. બહોળું વાંચન કરનાર well read લેખકો, વક્તાઓ તો ઘણા હોય પણ જ્ઞાન જેમણે પચાવ્યું હોય અને એ જ્ઞાનનો બોજો લઈને ન ફરતા હોય, અનેરી કોઠાસૂઝ ધરાવતા હોય એવા “જાણતલ જૂજ હોય છે. રમણભાઈ તેમાંના એક છે. ગુરુ-શિષ્યની આપણી ઉમદા પરંપરામાં શ્રુતજ્ઞાનનો મહિમા અધિક છે. “મુખોપમુખ' તથા કર્ણોપકર્ણ' જે જ્ઞાન સચવાયું હોય એ ચિરંજીવી રહેવા સર્જાયેલું છે. ભારત મુનિનું નાટ્યશાસ્ત્ર' સ્વયં નટરાજ શિવમુખે તેમણે સાંભળ્યું અને તેમણે તેને ગ્રંથસ્થ કર્યું એવી લોકમાન્યતા છે. ભગવદ્ગીતા પણ સ્વયં કૃષ્ણ મુખે કહેવાયેલી આચારસંહિતા છે. પરોક્ષ જ્ઞાન કરતાં પ્રત્યક્ષ જ્ઞાન વધારે સ્વીકૃત હોય છે. આ પ્રકારના જ્ઞાનને જે આરાધે છે તે ખરા અર્થમાં વિદ્વતાને વરે છે. પૂ. રમણભાઈના લખાણોમાં, વ્યાખ્યાનોમાં, વાણી-વિચાર વર્તણુંકમાં તેમની જીવનપ્રીતિ તેમજ તત્ત્વને પામવાની મથામણ દેખાઈ આવે છે. કાકાસાહેબ કાલેલકરે કહ્યું હતું કે સંસ્કૃતિ તો સળગતા કોયલા જેવી છે. એને જલતી રાખવા માટે રાખ ખંખેરતા રહેવું પડે છે. જેન ધર્મને અનુષંગે રમણભાઈએ આ કામ કર્યું છે. તેમણે જૈન ધર્મના સત્ત્વને પીછાયું હતું. મૂળ તત્વને જાણી–પ્રમાણીને તેમણે સાદી, સરળ પણ વેધક ભાષામાં રજૂ કર્યું. તેથી એક તરફ સામાન્ય જનને પણ તેમની વાત સ્પર્શી જતી હતી તો બીજી તરફ વિદ્ધ સાધુ સમાજમાં પણ તેમની બોલબાલા હતી. અહીં આ ગ્રંથમાં સર્વ २६ Page #31 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રોના માણસોએ તેમનો જયકાર કર્યો છે, કારણ તેઓ મુઠ્ઠી, ઊંચેરા માનવી હતા. ધર્મના તત્ત્વ તથા સત્ત્વને પિછાણવું, તે એક વાત થઈ, તેને મન, વચન અને કર્મથી જીવી જાણવું એ બીજી વાત છે. ઊંચો બોધ આપનારા ક્યારે નીચ આચરણમાં સરી પડે એ કહેવાય નહિ. મૂલ્યોમાં માનવું, મૂલ્યોની પ્રતીતિ થવી એ સારી વાત છે. પણ પછી આચાર-વિચાર-વ્યવહારમાં ‘મૂલ્ય-નિષ્ઠા’ જાળવવાની આવે ત્યારે પાછીપાની કરવાનો અવસર આવે એ એક સાધારણ વાત છે. માનવીય નબળાઈને વશ થવાનું પણ માણસના નહીં તો કોના નસીબમાં લખાયું હોય છે ? ટૂંકમાં ધર્મને જાણવો અને જીવનમાં તેને જીવી જાણવો એ સહેલી વાત નથી. પણ એનો અર્થ એ નથી જ કે એ માટેના પ્રયત્નોની દિશા બંધ કર દેવી. સુજ્ઞ માણસ, વ્યવહારને અનુલક્ષીને ધર્મનું યથાયોગ્ય અર્થઘટન કરી તેના તત્ત્વને પામવા મથે છે. સમય જતાં આચાર, રૂઢિઓ બદલાઈ જતાં હોય છે. પણ એની પાછળનો ભાવ તથા ભાવના જળવાઈ રહે તે માટેની કાળજી હોય છે. પ્રત્યેક માણસ ધર્મને પોતાની રીતે સમજીને પોતાની એક આચારસંહિતા નક્કી કરે છે. આમાં જેની ધર્મની સમજ વધારે સાચી અને વ્યાપક, તેટલી તેની આચારસંહિતા વધારે અણીશુદ્ધ. જ પૂ. રમણભાઈને જેઓ પ્રત્યક્ષ જાણતા હતા તેમને સહુને એ વાતનો ખ્યાલ હતો જ કે તેઓ સદ્વિચાર, સચન તથા સર્વ્યવહા૨ના માણસ હતા. કોઈનું પણ ક્યારેય તેમણે અમંગલ વાંછ્યું હોય, કોઈની સાથે અભદ્ર વાણીમાં વાત કરી હોય કે કોઈની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોય એવું કોઈને જોવા ન મળ્યું હોય. તેમની આ વર્તણુંક તેમની ધર્મ પ્રેરિત માનવીય પ્રતિબદ્ધતામાંથી તૈયાર થઈ હતી. જૈન ધર્મના તમામ અંગ-ઉપાંગોનું જ્ઞાન ધરાવતા હતા. તેથી તેનો જ્યાં, જે રીતે પણ અમલ થાય તેનો તેઓ પ્રયત્ન કરતા. પણ આમાં તેમનામાં એક ખુલ્લાપણું હતું. પોતાની માન્યતા લાદી દેવાની કે પોતે જે વિચારે છે કે આચરે છે તેનો બીજાઓ પણ અમલ કરે એવા વિચાર પરિગ્રહથી તેઓ પર હતા. તેથી જ તેમનાં વિચાર-વાણી તથા વ્યવહારનો પ્રભાવ બીજાઓ ઉપર વધારે પડતો હતો. રમણભાઈ વધારે લોકોમાં સ્વીકાર્ય બન્યા. તેમાં તેમની ૠજુ, સહજ અને સરળ અભિવ્યક્તિ કારણભૂત હતી. બીજી રીતે કહીએ તો તેમની પારદર્શિતા એ જ તેમની સ્વીકૃતિનું રહસ્ય હતું. २७ Page #32 -------------------------------------------------------------------------- ________________ બસોથી અધિક લોકોએ વત્તા, ઓછા શબ્દોમાં જે કંઈ વાત કરી છે તથા જે રીતે વાત કરી છે તેમાં રમણભાઈનું જીવનદર્શન તથા ધર્મદર્શન પ્રગટ થાય છે. પ્રત્યેક ધર્મમાં હોય છે તેમ જૈન ધર્મમાં પણ અનેક પંથો, ફિરકાઓ છે. એમાં કવચિત ઉગ્ર વિરોધ તથા વિતંડાવાદ પણ છે. રમણભાઈ એ બધાથી પર રહીને પ્રબુદ્ધ જૈન બનીને જે પ્રબુદ્ધ જીવન જીવી ગયા છે તેમાં તેમના ઉમદા, માનવીય, ગુણોનો સંસ્પર્શ અનુભવ્યો છે તેથી જ તેનાથી પ્રભાવિત થઈને જ તેમના વિશે લખવા તેઓ પ્રેરાયા છે. મુ. રમણભાઈનું બાળપણ તથા ભણતર કેવી રીતે થયું હતું તેનો ખ્યાલ “શ્રી મણિભદ્રવીરની સહાય”, “આઝાદીની લડત' જેવા લેખોમાં તથા તેમના માતાપિતા વિશેના લખાણોમાં જોવા મળે છે. તેમની ધર્મશ્રદ્ધાનાં બીજ આ વર્ષોમાં રોપાયાં હતા. તેથી જ કિશોરવયમાં, મુંબઈની શાળાના અભ્યાસકાળ દરમિયાન તેઓ આઝાદીની લડતમાં ભાગ લેવા પ્રેરાયા છે. અન્ય રાષ્ટ્રીય નેતાઓ ભેગા ‘ગાંધીદર્શન'નો પણ તેમને લ્હાવો મળ્યો અને ગાંધીજીના હાથમાં સિક્કો મૂકતી વખતે ગાંધીજીની હથેળીનો સ્પર્શ તેમને પુષ્પની પાંદડી જેવો અત્યંત કોમળ' લાગ્યો હતો. મેટ્રિકના વર્ષમાં “દિવ્ય ચક્ષુ” અને “ગ્રામલક્ષ્મી' જેવી નવલકથાઓ વાંચવા મળી. પછી તો વાંચવાનો નાદ તેમને લાગ્યો. ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર તથા કિશોરલાલ મશરૂવાળાનાં પુસ્તકો તે વાંચવા લાગ્યા. તેને પરિણામે તેમનું ડ્રોઈંગ ઘણું સારું હોવાને લીધે તેમના ડ્રોઇંગ ટીચરની ઈચ્છા રમણભાઈને જે. જે. સ્કૂલ ઓફ આર્સમાં મોકલવાની હતી, પણ તેમણે વિચાર બદલ્યો. તેઓ આર્સમાં દાખલ થયા. તેમાં તેમના ઉપર પડેલા પુસ્તકોના પ્રભાવને જવાબદાર ઠેરવી શકાય. આ પ્રકારની ધ્યેયલક્ષિતા એમને અનેક ક્ષેત્રોમાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરવા પ્રેરે છે. “મારી જીવનયાત્રાનું શબ્દ-સંબલ'માં રમણભાઈએ પોતાની વાંચનપ્રીતિ વિશે વાત કરી છે. કિશોરવયમાં આઝાદીની લડતમાં આઝાદી સંગ્રામની ગતિવિધિની જાણ કરવા પત્રિકાઓ છાપીને વહેંચવાની પ્રવૃત્તિઓ ભૂગર્ભમાં થતી. આમાં કિશોર રમણભાઈ સક્રિય ભાગ લેતા. પત્રિકાનું વાંચન તેમને તે વખતે જેનો મહિમા હતો તે ગાંધીસાહિત્યના વાંચન તરફ દોરી લઈ ગયો. આમાંથી તેમને તેમના પ્રિય લેખક કાકાસાહેબ કાલેલકર સાંપડ્યા. તેમણે લખ્યું છે, “મારી ઉંમર નાની હતી અને વાંચેલું બધુ સમજાતું ન હતું તો પણ કાકાસાહેબ ૨૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ કાલેલકરના પુસ્તકો, “જીવનનો આનંદ”, “જીવન સંસ્કૃતિ', “જીવન વિકાસ” અને “જીવન ભારતી'ની મારા જીવન ઉપર ઘણી મોટી અસર થઈ.” પૂ. રમણભાઈના જીવનમાં સમગ્રતયા જોવા મળતા જીવનલક્ષી અભિગમ માટે બીજા પણ અનેક પરિબળો જવાબદાર હશે જ પણ તેમાં કાકા સાહેબ કાલેલકરનો ફળો નાનો-સૂનો નહીં હોય. બીજી પણ એક વાતમાં કાકાસાહેબ જોડે રમણભાઈનું સામ્ય જોઈ શકાય. કાકાસાહેબની જેમ જ રમણભાઈ પણ નિત્યના પ્રવાસી હતી. બંને જણા રખડવાનો આનંદ વહેંચવામાં માનતા હતા. રમણભાઈએ બીજા પણ એક ગ્રંથના પોતાની પર પડેલા વ્યાપક પ્રભાવની વાત ભારપૂર્વક નોંધી છે. પૂ. પુણ્યવિજયજી મહારાજના સંપર્કમાં આવ્યા પછી તેમણે મધ્યકાલીન જેન રાસાકૃતિઓનો અભ્યાસ કર્યો. તેમણે “નલ દમયંતીની કથાનો વિકાસ' એ વિષય પર શોધનિબંધ લખી મુંબઈ યુનિવર્સિટીની પી.એચડી.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી ડૉ. હરિવલ્લભ ભાયાણીની ભલામણથી આચાર્ય હેમસાગરસૂરિએ કુવલયમાળા'ના અનુવાદનું કામ તેમને સોંપ્યું. તેમને મતે પ્રાકૃત ભાષાનો એ એક અદ્ભુત ગ્રંથ છે. પ્રાકૃત વાંચતા તેમને અનેરો આનંદ તો આવ્યો પણ એની સાથે એ ગ્રંથે જૈન ધર્મના સૂક્ષ્મ સિદ્ધાંતો સમજવાની તેમને પ્રેરણા આપી. તેમના શબ્દોમાં કહીએ તો, “કુવલયમાળા' ગ્રંથ દ્વારા મારા જીવનમાં એક નવો ઉઘાડ થયો.” રમણભાઈની જીવનની ફિલસૂફી તથા તેમની જીવનની ગતિવિધિ માટે આ રીતે બે પરિબળોને જવાબદાર ઠેરવી શકાય. ગાંધીદર્શન અને જેનદર્શન. તેમની નિર્ચાજ સરળતા અને સાદગી તથા વાણી-વ્યવહારની પારદર્શિતા તથા માનવીય પ્રતિબદ્ધતા આ બધાંનો પ્રેરણાસ્ત્રોત ઉપરોક્ત દર્શનમાં જોઈ શકાય. જૈન સાહિત્યનો તેમનો ઊંડો અભ્યાસ તેમના અનેક શિષ્યો માટે પ્રેરણારૂપ તથા પીએચડી.ની ઉપાધિનું નિમિત્ત બન્યો. અધ્યાપકોમાં જ નહીં, સાધુ-સાધ્વીના સમુદાયમાં પણ તેઓ આ માટે જાણીતા થયા. તેમ છતાં એવું તો ન જ કહી શકાય કે તેઓ જૈન સાહિત્યના જ અભ્યાસી હતા. એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવવા બદલ બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક મેળવનાર રમણભાઈ અધ્યાપક તથા પી.એચડી.ના માર્ગદર્શક તરીકે જૈનેતર સાહિત્યમાં પણ એટલા જ માહેર હતા. એકવાર અંધેરીની ભવન્સ કૉલેજમાં યોજાયેલા “અધ્યાપક મિલન'માં તેમણે “એબ્સર્ડ થિયેટર' ઉપર અભૂત પેપર રજૂ કરીને ઉપસ્થિતિ २९ Page #34 -------------------------------------------------------------------------- ________________ સહુને આશ્ચર્યચકિત કરી દીધા હતા! મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે તેમણે પ્રતિવર્ષ અધ્યાપક મિલન યોજવાની ઉમદા પરંપરા શરૂ કરી. આમાં મુંબઈ યુનિવર્સિટી તથા એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના દોઢસો જેટલા અધ્યાપકો ભાગ લેતા. ગુજરાતી ભાષા-સાહિત્યને લગતા વિવિધ વિષયો વિશે તેમાં ચર્ચા-વિચારણા થતી. આ રીતે બૃહદ્ મુંબઈની તમામ કોલેજોમાં ભણાવતા અધ્યાપકોનો સંપર્ક કરી તેમને નિમંત્રિત કરવા, સ્થળ પસંદ કરી અન્ય વ્યવસ્થાઓ કરવી, એ બધું બહુ ઝંઝટનું કામ કહેવાય. પણ રમણભાઈ કુશળ વહીવટકર્તા હતા. તેથી આ કામ કુશળતાથી પાર પાડતા. પોતાના વિષય પ્રત્યેની આ પ્રકારની પ્રતિબદ્ધતા બહુ ઓછા અધ્યક્ષોમાં જોવા મળે. અધ્યાપક મિલનની જેમ જ તેમણે જૈન સાહિત્ય સમારોહ યોજવાની ઉમદા પરંપરા શરૂ કરી જે આજપર્યત અવિરત ચાલુ છે. આ ગ્રંથમાં સંગ્રહિત બસો જેટલાં લેખોમાં વિપુલ વૈવિધ્ય જોવા મળશે. મુ. રમણભાઈના અંગત સ્વજનોથી માંડીને તેમના પરિચયમાં આવેલી દેશ-વિદેશની અનેક વ્યક્તિઓએ પોતાની લાગણીને વાચા આપી છે. કોઇએ સુદીર્ઘ લેખરૂપે તો કોઈકે પત્ર પ્રતિભાવ રૂપે. થોડાંક લખાણો હિંદી તથા અંગ્રેજીમાં પણ છે. અમને તેના અનુવાદ કરવાની જરૂર નથી લાગી. આ તમામ લખાણોનું વિભાગીકરણ કરીએ તો પ્રથમ તો તેમની સાથે કૌટુમ્બિક સંબંધથી જોડાયેલી વ્યક્તિઓના લખાણો. પૂ.રમણભાઈનો શ્રી મુંબઈ જેન યુવક મંડળ તથા પ્રબુદ્ધ જીવન' સાથેનો દાયકાઓનો ઘનિષ્ઠ સંબંધ. એને લીધે સંબંધથી બંધાયેલી વ્યક્તિઓના લેખો. આમાં સંઘના કર્મચારીગણનો પણ સમાવેશ થાય છે. પૂ. રમણભાઈએ સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ત્યાં એન.સી.સી.ની તાલીમ લઈ મેજર બન્યા અને અનેક વિદ્યાર્થીઓને તાલીમ આપી, તેથી જ પૂ. તારાબેને નોંધ્યું છે કે તેમને શસ્ત્રો અને શાસ્ત્રોના જાણકાર પતિ મળ્યા! પછી તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. આ રીતે અધ્યાપક તરીકેની તેમની કારકિર્દીને લીધે સેંકડો વિદ્યાર્થીઓ તથા સહકાર્યકરોના પરિચયમાં તેઓ આવ્યા. સફળ અને સ્નેહાળ અધ્યાપક હોવાને લીધે તેઓ વિદ્યાર્થીઓ વધારે લોકપ્રિય બન્યા. તેમની લોકપ્રિયતાને લીધે જ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં એક વિદ્યાર્થીના ભેજામાં પહેલી એપ્રિલ નિમિત્તે ઊગેલી ટીખળવૃત્તિનો તેઓ ભોગ બન્યાનું પૂ. તારાબેને તેમના ૨૦. Page #35 -------------------------------------------------------------------------- ________________ લેખમાં નોંધ્યું છે. ગુરુ તરીકે સારું અને સાચું શિક્ષણ આપવાનું કામ તો તેમણે કર્યું જ. પણ અંગત સમસ્યાઓના ઉકેલ માટે જેને માટે જે જે કરવાની તેમને જરૂર લાગી તે કર્યું. કેટલાય વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. પીએચડી.ના ગાઈડ તરીકે કેટલાંયે વિદ્યાર્થીઓની ડૉક્ટરેટના તેઓ નિમિત્ત બન્યા. તેમના હાથે અઢાર જેટલા વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ મળી હોવાનું મુ. તારાબેને નોંધ્યું છે. આ સંખ્યા કંઈ નાની સૂની ન કહેવાય. સ્વાભાવિક છે કે તેમના આ વિશાળ ચાહકોમાંથી ઘણાં બધાએ મુ. રમણભાઈને આદરાંજલિ આપી છે. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ હતા, તે સાથે અધિકારી વિદ્વાન પણ હતા. તેથી પૂ. રમણભાઈને અન્ય અનેક યુનિવર્સિટીના વિદ્વાનો જોડે પરિચયમાં આવવાનું બન્યું. અભ્યાસ–મંડળના સભ્ય તરીકે કે પછી અન્ય કોઈ રીતે તેમને બીજી યુનિવર્સિટીના અધ્યક્ષો તથા અધિકારી વિદ્વાનો જોડે સંપર્કમાં આવવાનું થતું. તેઓ પોતે પ્રતિ વર્ષ યોજાતા જૈન સાહિત્ય સમારોહનું આયોજન કરતા. તેથી પણ તેમને અનેક વિદ્વગણનો પરિચય થતો. આમાંથી ઘણાં જોડે તેમને કૌટુંબિક સંબંધ બંધાયો હતો. ઉમાશંકર જોશી, પંડિત સુખલાલજી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, બચુભાઈ રાવત જેવા અનેક વરિષ્ઠોની પ્રીતિનું ભાજન બન્યા. અહીં આ ગ્રંથમાં પ્રા. જશવંત શેખડીવાળા, ડૉ. ગૌતમ પટેલ, ડૉ. રણજીત એમ. પટેલ-અનામી', ડૉ. બળવંત જાની, ડૉ. નરેશ વેદ, ડૉ. રમણલાલ જોશી જેવા અનેક વરિષ્ઠ વિદ્વાનોએ પૂ. રમણભાઈના વ્યક્તિત્વ તથા કૃતિત્વને બિરદાવતા લેખો લખ્યા છે. આયુષ્યનું શતક પૂરું કરી ચૂકેલા વરિષ્ઠ વિદ્વાન કેશવરામ કા. શાસ્ત્રીએ પણ તેમને વિશે પ્રેમપૂર્વક લખ્યું છે. મા. કે. કા. શાસ્ત્રી જ્યારે પૂનામાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા ત્યારે ત્યાં યોજાયેલા સાહિત્ય સંમેલનમાં રમણભાઈએ માન્યવર કે. કા. શાસ્ત્રીનો રસાત્મક પણ હળવી શૈલીમાં પરિચય આપેલો. જેની ઉમાશંકર જોશી જેવા માન્યવરોએ નોંધ લીધેલી. ખુદ કે. કા. શાસ્ત્રી પણ તેનાથી રાજી થયેલા. તેથી રમણભાઈ વિશે તેમણે અત્રે અહીં આ ગ્રંથમાં લખ્યું છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રતિવર્ષ યોજાતી વ્યાખ્યાનમાળામાં મુંબઈમાંથી તેમજ બહારગામથી પણ અનેક વક્તાઓને બોલાવવામાં આવતા જે કોઈ વક્તાઓ એમાં આવે તે અહીંથી સુખદ સ્મૃતિ લઈને જાય. આવા, ગુણવંત શાહ જેવા અનેક પ્રતિષ્ઠિતોએ ૩૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ રમણભાઈને સાદર, સ્નેહપૂર્વક યાદ કર્યા છે. પાસપોર્ટની પાંખે' જેવાં તેમનાં અનેક ગ્રંથોના અનેક ચાહકો રહ્યા છે. તેવા પણ કેટલાક વાચકોએ તેમના પ્રિય લેખક વિશે લખ્યું છે. જૈન ધર્મના ચૂસ્ત અનુયાયી પૂ. રમણભાઈ જૈન પરંપરાનું સમજણપૂર્વકનું અનુકરણ કરતા હતા. તેમણે જૈન ધર્મના તત્ત્વ તથા સત્ત્વને પિછાણ્યું હતું. તેઓ દિવસરાત તેને વિશેના ગ્રંથોના તથા તેના જાણકાર સાધુ-સાધ્વીઓના સત્સંગમાં રહેતા હતા. મોટા મોટા આચાર્યો, સ્થાનકવાસી મૂર્તિપૂજક અને અન્ય આચાર્યો અને સાધુસાધ્વી તેમના પ્રત્યે આદર ધરાવતા હતા. વર્તમાન સમયમાં ધર્મને કઈ રીતે પ્રબોધી શકાય તથા તેને કઈ રીતે વધારેમાં વધારે લોકો સુખી પહોંચાડી શકાય તેના ચિંતન-મનની સાથે તે માટેના પ્રયત્નોમાં ઉઘુક્ત રહેતા. તેમનાં પુસ્તકો, પ્રવાસ તથા પ્રવચનો દ્વારા તેઓ હજારો લોકોને પ્રભાવિત કરી શક્યા હતા. આમાં પ્રકાંડ વિદ્વાનોથી માંડીને સામાન્ય જન સુધીના અનેક માનવીઓ હતા. આ રીતે જૈન ધર્મના હિતચિંતક તરીકે સંપ્રદાયના લોકો તેમને ઓળખતા. મુ. તારાબેને નોંધ્યું છે તેમ તેઓ ગચ્છભેદ કે પંથભેદ રાખ્યા વિના બધા ફિરકાના અનુયાયીઓ તથા સાધુ-સાધ્વીઓ તેમના સંપર્કમાં રહેતા. અહીં આ ગ્રંથમાં માનનીય સાધુગણ તથા સાધ્વીજીના લેખો મોટી સંખ્યામાં છે તેનું કારણ એ જ કે તે સર્વે, સંસારી રમણભાઈની શ્રાવકતુલ્ય કામગીરીથી અત્યંત પ્રભાવિત હતા, સંતુષ્ટ હતા. સમગ્રતયા વિચારીએ તો પૂ. રમણભાઈના વ્યક્તિત્વના વિભિન્ન પાસાંઓ આ ગ્રંથમાં રજૂ થયા છે. તે દ્વારા તેમનું એક સમૃદ્ધ તથા સંકુલ પણ મનોહારી ચિત્ર ઉપસે છે. અમને સંપાદકોને આ બધી સામગ્રી, ધ્યાનથી વારંવાર જોતાં એવું લાગ્યું કે આ તો ભવિષ્યમાં લખાનારી રમણભાઈની જીવનકથાની કાચી સામગ્રી છે. તેમના અંગત તથા જાહેર જીવનનો હિસાબ છે. કોઈ અધિકારી માણસ તેને આધારે જરૂર તેમનું ઉમદા જીવનચરિત્ર રચી શકે. અને અરિહંતની કૃપાથી તેમ જરૂર થશે. તેમ થાય ત્યાં સુધી તો રમણભાઈના આંતર-બાહ્ય વ્યક્તિત્વને ઉજાગર કરતો આ દળદાર ગ્રંથ પૂ. રમણભાઈના ચાહકો માટે જરૂર ઉપયોગી પૂરવાર થશે. જે રીતે પૂ. રમણભાઈના ખુદના લખાણોમાંથી તેમના જીવન તથા વ્યક્તિત્વની એક તાસીર ઊભરે છે તેવી જ રીતે ત્વમેવ મ ન વ વિપ્રયોગ એ કાલિદાસના ३२ Page #37 -------------------------------------------------------------------------- ________________ ‘રઘુવંશ’ના સુવિખ્યાત ઉદ્દ્ગારથી આરંભાતો પૂ. તારાબેન શાહનો લેખ રમણભાઈના, જીવનની ઘણી બધી નિર્ણાયક બાબતોનો સંસ્પર્શ કરાવે છે. ત્રેપન વર્ષના સહજીવન દરમિયાન પૂ. તારાબેને જે રીતે રમણભાઈને જોયા, જાણ્યા અને અનુભવ્યા તેને તેમણે બહુ સ્વસ્થતા, સંયમ તથા લાઘવ સાથે રજૂ કર્યા છે. આ પ્રમાણે પૂ. ૨મણભાઈ માટે તટસ્થભાવે કંઈ પણ લખવું એ એમના સંજોગોને ધ્યાનમાં લઈએ તો તારાબેન માટે બહુ અઘરી વાત હતી. પણ મક્કમ નિર્ધાર સાથે અને ચોક્કસ આશય તથા દૃષ્ટિકોણ સાથે તેમણે એ કામ પાર પાડ્યું છે. તેમની અભિવ્યક્તિમાં જેટલો સંયમ છે તેટલી જ સંવેદના છે. એમ કહીએ કે બંનેનો સુંદર સમન્વય છે. કહેવા જેવું બધું જ તેમણે કહ્યું છે. પણ તેમાં વિરલ સંયમ વરતાય છે. રમણભાઈના નિર્મમ પણ પ્રેમાળ વ્યક્તિત્વની સુંદ૨ તસવીર ઉપસતી અનુભવાય છે. એ લેખ વાંચીને તો એમ જ કહેવાનું મન થાય કે પૂ. રમણભાઈનું જીવનચરિત્ર લખવા માટે કોઈ અધિકારી વ્યક્તિ હોય તો તે તારાબેન જ છે. પણ એ તો એમની મરજીનો સવાલ છે. આ એક લેખમાં, ગાગરમાં સાગર સમાવીને તેમણે આપણને ઉપકૃત કર્યા છે. જે રીતે પૂ. તારાબેનના, તે જ રીતે સૌ. બહેન શૈલજા તથા અમિતાભનાં લખાણોમાં પણ કૌટુમ્બિક જવાબદારી ઉપાડવામાં રમણભાઈ કેવા ખરા ઊતરે છે તથા તેમાં તેમના જીવનની વિશિષ્ટ ફિલસૂફી કેવી તો ઉપકારક બને છે તેની પ્રતીતિ થાય છે. જવાબદારી નિભાવીને પણ હળવા ફૂલ રહી શકાય, હસતા-રમતા પણ જિંદગી જીવી શકાય. અર્થપૂર્ણ રીતે જીવી શકાય એ વાત આ બંને ભાઈ-બહેનોના લખાણમાંથી જાણી શકાય છે. નાનકડા અર્ચિતે પણ પોતાના દાદાજી વિશે જે લાક્ષણિક રીતે કહ્યું છે કે તેમાં રમણભાઈની નિજી વિશિષ્ટતા પ્રગટ થાય છે. રમણભાઈએ કૌટુમ્બિક જવાબદારી તો પૂરેપૂરી નિભાવી છે. પણ તેમને માટે તો વસુધા એ કુટુંબ હતી. તેથી તેમના સંપર્કમાં આવેલી પ્રત્યેક વ્યક્તિની તેમણે કાળજી લીધી હતી એવી વ્યક્તિ દ્વારા લખાયેલી પૂ. રમણભાઈની આ પ્રકારની કોઈ ને કોઈ ‘નિજી વિશિષ્ટતા' આ ગ્રંથના પ્રત્યેક લેખમાં તમને જોવા મળશે. કારણ પ્રત્યેક લેખકે પ્રત્યક્ષ પ્રમાણ સાથે પ્રસંગો દ્વારા રજૂઆત કરી છે. મોટા માણસોની વિશિષ્ટતા ક્યારેક ક્યારેક બહુ નજીવા, તુચ્છ જણાતા પ્રસંગોમાં પ્રગટ થતી હોય છે એ પ્રકારના ઘણાં પ્રસંગો તમને આ ગ્રંથમાંથી મળશે. અને ३३ Page #38 -------------------------------------------------------------------------- ________________ તમે રમણભાઈને જોયા, જાણ્યા હોય તો (કે તેમ ન હોય તો પણ) તમને ખરેખર જ થશે કે રમણભાઈ આવા મજાના માણસ હતા ! આ પ્રકારની કોઈ ને કોઈ વિશિષ્ટતા પોતાના લખાણમાં પ્રગટ કરનાર પ્રત્યેક લેખકના અમે ઋણી છીએ. આ ગ્રંથમાં લેખને અંતે પ્રત્યેક લેખકનો પરિચય આપવાની અમારી તૈયારી હતી, પણ સ્થળસંકોચને લીધે તેમ થઈ શક્યું નથી તેથી તે માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. આવા એક મજાના માણસનો, શબ્દો દ્વારા સત્સંગ કરવાની તક આપી તે બદલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ તથા સર્વે હોદ્દેદારોના અમે આભારી છીએ. વિશેષ કરીને આ સમગ્ર કાર્ય દરમિયાન પૂ. તારાબેન તથા શ્રી ધનવંતભાઈએ જે સાથ અને હૂંફ અમને આપ્યા છે તે ભૂલ્યા ભૂલાય એમ નથી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયના તમામ માણસોનો પણ આ સાથે આભાર માનીએ છીએ. પુસ્તકના ટાઈપ સેટિંગનું કામ સમયસર પણ વ્યવસ્થિત રીતે કરી આપનાર, પ્રુફ રિડીંગમાં અપેક્ષા અનુસાર ત્વરિત સુધારા-વધારા કરી આપનાર અને પુસ્તક સુંદર અને સફાઈદાર બને એની પૂરેપૂરી કાળજી લેનાર અને મુદ્રણકળાના માહે૨ શ્રી જવાહરભાઈ શુક્લનો અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આ ગ્રંથમાં જે કંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે અંગેની જવાબદારી સ્વીકારીને અમે તે અંગે ક્ષમા યાચીએ છીએ. પ્રા. કાન્તિ પટેલ મુખ્ય સંપાદક શ્રીમતી નીરુબહેન સુબોધભાઈ શાહ શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ શ્રીમતી પુષ્પાબહેન ચન્દ્રકાન્ત પરીખ સહ સંપાદકો ३४ Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રત-ઉપાસક : ડૉ. રમણલાલ શાહ ૧૧ २३ ૧ ૭ અનકમ પ્રકાશકીય નિવેદન શ્રી રસિકલાલ લ. શાહ સૌરભ ગ્રંથોની સર્જન યાત્રા ડો. ધનવંત તિ. શાહ સહુના રમણભાઈ પ્રા. તારાબહેન ૨. શાહ १७ સંપાદકીય પ્રા. કાંતિભાઈ પટેલ ત્રષિતુલ્ય વ્યક્તિત્વ : આપણા રમણભાઈ ડૉ. ધનવંત તિ. શાહ (પ્ર.જી.૧૬ નવેમ્બર-૨૦૦૫ તંત્રી લેખ) ૨. સાહેબ સુગંધનો કુવારી ડૉ. ધનવંત તિ. શાહ (પ્ર. જી. ૧૬ જાન્યુ. ૨૦૦૬ તંત્રી લેખ) ૩. મારી જીવન યાત્રાનું શબ્દ-સંબલ ડૉ. રમણલાલ ચી. શાહ ૧ ૧ ૪. શ્રી માણિભદ્રવીરની સહાય ડૉ. રમણલાલ ચી. શાહ ૫. આઝાદીની લડત (કિશોવયનાં સ્મરણો). ડૉ. રમણલાલ ચી. શાહ ૬. બેરરથી બ્રિગેડિયર ડો. રમણલાલ ચી. શાહ ૭. મારાં માતુશ્રી સ્વ. રેવાબા ડૉ. રમણલાલ ચી. શાહ ૮. મારા પિતાશ્રી ડૉ. રમણલાલ ચી. શાહ ૯. પિતાશ્રીની ચિરવિદાય ડૉ. રમણલાલ ચી. શાહ ૧૦. ત્વમેવ માઁ ન વિયો પ્રા. તારાબેન ૨. શાહ ૧૧. મારા પરમ વંદનીય પિતા શૈલજા ચેતનભાઈ શાહ ૧ ૧૭ 92. My Papa : Let us Celebrate hissLife Dr. Amitabh R. Shah ૧ ૨ ૩ 93. A World Traveler, A Super Cool Guy and a Great Teacher !! Archit Sheth-Shah ૧૨૬ ૧૪. ચેતનગ્રંથની વિદાય પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ૧૩૦ ૧૫. | વિની જ્વમ્ II : કલમનું રડવું નર્મદાશંકર શાસ્ત્રી ૧૩૯ ૧૬. પંડિતવર્ય મોબાઈલ જ્ઞાનભંડાર'-ડૉ. રમણભાઈ પ. પૂ. સાહિત્ય કલારત્ન આ. શ્રી વિજય યશોદેવસૂરિશ્વરજી મ.સા. ૧૪૧ ૧૭. જ્ઞાનના મર્મોદ્ધારક : ડૉ. રમણભાઈ પ.પૂ.આ.ચંદ્રોદયસૂરિ મ.સા. ૧૪૪ ૧૮. જયન્તઃ વિતરાગા : પૂ. આ. જનકચંદ્રસૂરિ મ.સા. ૧૪૫ ૧૯. સુશ્રાવક પ્રોફેસર ડૉ. રમણભાઈ શાહ પૂ. મુનિશ્રી જંબુવિજયજી મ.સા. ૧૪૬ ૨૦. રમણભાઈ એટલે સર્વત્ર શુભ દર્શિતા પૂ. આ. પ્રદ્યુમ્નસૂરિશ્વરજી મ.સા.૧૪ ૭ ૨૧. ગુણગ્રાહી દા : ડૉ. રમણભાઈ પૂ. આ. વિજયશીલચન્દ્રસૂરી મ.સા. ૧૫૦ ૨૨. શ્રી ૨. ચી. શાહ : એક પરિચય પૂ. આ. વિજય મુનિચન્દ્રસૂરિ મ.સા.૧૫ ૧ ૨૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જ્ઞાનારાધક સુશ્રાવક સ્વ. રમણભાઈ પૂ. ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્ર મ.સા.૧૫ર ૨૪. વર્તમાનકાળના અનુપમ સાક્ષર પૂ.પન્યાસ નંદીઘોષ વિજયગરિ મ.સા. ૧૫૩ ૨૫. વિપુલ સાહિત્યસર્જક ડો. રમણભાઈ પૂ. મુનિશ્રી જયભદ્રવિજયજી મ.સા. ૧૫ ૬ ૨૬. જ્ઞાનાચારની આરાધના પૂ. મુનિશ્રી હિતવિજયજી મ.સા. ૧૫૮ ૨૭. આત્મહિતકર સાહિત્યસર્જક શ્રી રમણભાઈ પૂ. મુનિશ્રી હિતવિજયજી મ.સા. ૧૬૦ ૨૮. જિનભક્તિ-રમણભાઈ ૫. મહાબોધિ વિજયગરિ મ.સા.૧ ૬ ૨ ૨૯. સગુણ સૌરભભર્યું એક શતદલ કમલ પૂ. આ. શ્રી રાજરત્ન સૂરીશ્વરજી મ.સા. ૧૬૩ ૩૦. ગુણથી ગરિમાવાન...અદકેરો આદમી...! પં. વજસેન વિજયજી મ.સા. ૧ ૬૬ ૩૧. “નૈન ગીત વિદ્વાન સાહિત્ય दिवाकर डॉ. रमणलाल शाह' પૂ.સાધ્વીશ્રી નિપુણાશ્રીજી મ.સા. ૧૬૭ ૩૨. એક અનોખું વ્યક્તિત્વ પૂ. ડૉ. તરુલતાબાઈ મહાસતીજી ૧૭૦ ૩૩. અરિહંતભક્ત પૂ. ડૉ. જશુબાઈ મહાસીજી ૧૭૨ ૩૪. ધન્ય હતું જેનું જીવન-ધન્ય હતું કવન... પૂ. ડૉ. મોક્ષગુણાશ્રીજી ૧૭૩ ૩૫. ભાવાંજલિ પૂ. ડૉ. આરતીબાઈ મહાસતીજી ૧૭ ૫ ૩૬. બહુમુખી પ્રતિભાસંપન્ન આત્મા પૂ.ડોલરબાઈ મહાસતીજી ૧૭૭ ૩૭. સહાયક આનંદે લહેરાય પૂ. ડૉ. સુબોધિનીબાઈ મહાસતીજી ૧૭૯ ૩૮. મારા સર : ડૉ. રમણભાઈ ચી. શાહ ડૉ. રાકેશભાઈ ઝવેરી ૧૮ ૧ ૩૯. સદાસ્મરણીય ડૉ. રમણભાઈ ચી. શાહ ડૉ. સરયુબહેન ૨. મહેતા ૧૮ ૩ ૪૦. શ્રી રમણભાઈ–પ્રેરક અને પ્રબુદ્ધ વ્યક્તિત્વ પૂ. યોગેશભાઈ ૧૯૪ ૪૧. અક્ષર દેહે જીવંત રમણભાઈ ચિત્રભાનું ૧૯ ૫ ૪૨. “આવા સ્નેહી રમણભાઈ હંમેશાં યાદ રહેશે...' સાધુ પ્રીતમપ્રસાદ દાસ ૧૯૬ ૪૩. “પ્રબુદ્ધ જીવન'ના પ્રબુદ્ધ શ્રાવક ડૉ.રમણભાઈ શ્રી શશિકાંત કે. મહેતા ૧૯ ૮ ૪૪. સૌના સ્વજન રમણભાઈ શ્રીમતી લલિતાબેન શાહ ૨00 ૪૫. શુભ મનોવૃત્તિનું અંગરખું ડૉ. વિક્રમભાઈ શાહ ૨૦૨ ૪૬. સગુણોથી છલોછલ વ્યક્તિત્વ શ્રી મહેશભાઈ ખોખાણી ૨૦૪ ૪૭. શ્રદ્ધાપ્રેરક પૂ. રમણભાઈ શ્રીમતી જ્યોતિ પ્રમોદ શાહ ૨૦૬ ૪૮. વાત્સલ્યમૂર્તિ રમણભાઈ સર શ્રી મેઘલ દેસાઈ ૨૦૮ ૪૯. સ્નેહસભર સ્મરણાંજલિ શ્રી બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા ર ૧૨ ૫૦. આરૂઢ વિદ્વાન ડો. રમણભાઈ પૂ. શ્રી કેશવરામ કા. શાસ્ત્રી ૨ ૧૪ ૫૧. અવિસ્મરણીય રમણભાઈ ડૉ. જિતેન્દ્ર બી. શાહ ૨ ૧૫ ૫૨. કાળને તે શું કહીએ ? ડૉ. નરેશ વેદ ૨૧૯ ૫૩. એક અભિજાત વ્યક્તિત્વનો વિલય ડૉ. રણજિત એમ. પટેલ અનામી ૨૨૪ ૫૪. વિદ્યાપુરુષની વિદાય ડૉ. ગુણવંત શાહ ૨૨૯ ૫૫. સન્નિષ્ઠ સ્વાધ્યાયી શ્રી હરિભાઈ કોઠારી ૨ ૩ ૧ 9 ૨૨ ३६ Page #41 -------------------------------------------------------------------------- ________________ P اس م = م ૫૬. ડો. રમણલાલ શાહ : થોડાંક સંસ્મરણ ૫૭. શીલભદ્ર સારસ્વત : રમણલાલ શાહ ૫૮. શાતાદાયી હૃદયસ્પર્શ ૫૯. એક અનોખું વ્યક્તિત્વ ૬૦. નવોન્મેષશાલિની પ્રજ્ઞાના ચૈતન્યપૂંજ બ્રહ્મર્ષિ ૬૧. નિસ્પૃહી વિદ્વાન... ડો. રમણભાઈ શાહ ૬૨. વાત્સલ્યમૂર્તિ પ્રબુદ્ધ આત્મા ૬૩. રમણભાઈના વિચારપ્રધાન નિબંધો ૬૪. અમારા વેવાઈ તેમ જ પરમ મિત્ર ૬૫. અમારા વિરલ વેવાઈ ૬૬. મહામના ડૉ. રમણભાઈ ચી. શાહ ૬૭. સેવામૂર્તિ....ડો. રમણભાઈ ૬૮. મારા ગુરુ, મિત્ર અને માર્ગદર્શક ૬૯. સૌજન્યની ભીનાશ ૭૦. સાદગી અને તાજગીનો અનુભવ ૭૧. સરળ સ્નેહસભર વ્યક્તિત્વ ૭૨. કમાલ છે, આ તારા સર, રમણ...લા...લ ૭૩. સૌજન્યમૂર્તિ સાહેબ ૭૪. અપ્રમત્ત યાત્રિક ૭૫. વિરલ તેજોરાશિ ૭૬. મોક્ષમાર્ગના મુમુક્ષુ યાત્રી : ૭૭. મારા જ્ઞાન પથદર્શક રમણભાઈ ૭૮. ચમત્કારો હજી આજે પણ બને છે ! ૭૯. અનોખાં સંભારણા ૮૦. મારા સ્નેહસભર વડીલ રમણભાઈ ૮૧. જૈન સાહિત્ય સમારોહનાં સંભારણાં ૮૨. વિદ્યાર્થીવત્સલ, પ્રાધ્યાપકોના પ્રાધ્યાપક ૮૩. સ્મૃતિ સુમન..... ભાવવંદન ૮૪. તમે શ્રી ગુરવે નમ: ૮૫. જ્ઞાનાત્મા પરમાનંદ ૮૬. શીલ અને સાત્વિકની મહેક ૮૭. બહુમુખી પ્રતિભા ૮૮. પરમ સખા ૮૯. ઋષિતુલ્ય સુશ્રાવક પ્રો. જશવંત શેખડીવાળા ૨ ૩ ૨ ડૉ. બળવંત જાની ૨ ૩૬ શ્રી કાન્તિભાઈ બી. શાહ ૨૪૪ ડૉ. રમણલાલ જોશી ૨૪૭ પ્રા. ચંદાબેન પંચાલી ડો. બિપીન દોશી ૨૫૫ ડો. ગોતમ પટેલ ૨ ૫ ૬ ડો. નૂતન જાની ૨૫૮ શ્રી રમણીકભાઈ ઝવેરભાઈ શાહ હ ૨૬૪ શ્રીમતી ઉર્મિલા નગીનદાસ શેઠ શ્રી નગીન જી. શાહ ૨૬૯ ડો. રમણીકલાલ દોશી ૨૭૦ ડૉ. શેખરચન્દ્ર જેન ૨૭ ૨ શ્રી રોહીત શાહ ૨૭૬ શ્રી વસંત નાનજી ભેદા ૨૭૮ ડો. કલા શાહ ૨૭૯ પ્રો. ડો. દિનેશ હ. ભટ્ટ ૨૮૪ પ્રો. ડૉ. દેવબાળા સંઘવી ૨૯ ૨. ડૉ. ગુલાબ દેઢિયા ૨૯૪ તપસ્વી એસ. નાંદી ૨૯૮ ડાં. પૂર્ણીિમા મહેતા ૨૯ ૯ ડો. કીર્તિદા રમેશ મહેતા ૩૦૧, પ્રો. કાન્તા ભટ્ટ ૩૦૩ ડો. છાયાબેન શાહ ૩૦૬ ડો. ઉત્પલા મોદી ૩૦૮ ડૉ. હંસા શાહ ૩ ૧ ૧ પ્રા. અશ્વિન હ. મહેતા ૩૧૩ હેમાંગિની જાઈ ૩૧૫ પ્રા. શ્રી બકુલ રાવલ ૩૧૭ ડાં. કવિન શાહ ૩ ૨ ૧ ડૉ. પ્રવીણ દરજી ૩૨૪ શ્રી પ્રવીણભાઈ સી. શાહ ૩ ૨૮ શ્રી ગુલાબચંદ શાહ શ્રી બિપિન કે. જૈન ૩ ૩૬ به به به Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩ ૭ ૨ ૯૦. વિશાળ વટવૃક્ષ ડૉ. નટુભાઈ (લંડન) ૩૩૮ ૯૧. રમણભાઈ અને હું શ્રી ઓલિવર દેસાઈ ૩૪૦ ૯૨. આદરણીય ડૉ. રમણભાઈ શ્રી રશ્મિભાઈ ઝવેરી ૩૪ ૨ ૯૩. જ્ઞાની, નિરાભિમાની શ્રી સૂર્યવદન જવેરી ૩૪૩ ૯૪. “આને જીવ્યું કહેવાય' પ્રા. અરુણ જોષી ૩૪૫ ૯૫. શ્રત ઉપાસક જનષિ રમણભાઈ શ્રી ગુણવંત બરવાળિયા ૩૪૮ ૯૬. સર્વ સુકૃતોના અનુમોદક મનીષી પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા ૩૫૦ ૯૭. વિરલ સંશોધક અને સંપાદક ડૉ. કનુભાઈ વ્રજલાલ શેઠ ૩૫૩ ૯૮. તમે શ્રી ગુરવે નમઃ ડૉ. રેણુકા જે. પોરવાલ ૩ ૫૬ ૯૯. સ્મરણાંજલિ શ્રી સુદર્શના પ્રબોધ કોઠારી ૩૫૯ ૧૦૦. અત્યંત પ્રભાવક વ્યક્તિત્વ શ્રી ચંદુલાલ સેલારકા ૩૬૦ ૧૦૧. સેવામૂર્તિ રમણભાઈ શ્રી ઘેલુભાઈ નાયક ૩૬૪ ૧૦૨. શ્રેયાર્થી આત્મીય રમણભાઈ શ્રી મનુ પંડિત ૩૬૭ ૧૦૩. જ્ઞાનયોગી ડો. રમણભાઈ શ્રી મહેન્દ્ર શાહ - દાદાજી ૩૭૧ ૧૦૪. તપઃપૂત પ્રતિભા શ્રી પ્રફુલ્લ રાવલ ૧૦૫. ધર્મિષ્ઠ શ્રુતભક્ત ડૉ. વીરેન્દ્ર પી. શાહ ૩૭૪ ૧૦૬. 'પ્રબુદ્ધ જીવન'ના ઉપાસક શ્રી સુધા ઝવેરી ૩૭૫ ૧૦૭. બહુશ્રુત શ્રાવક શ્રીમતી જયશ્રી દિનેશ દોશી ૩૮ ૧ ૧૦૮. મારા વિદ્વાન સન્મિત્ર ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ્) ૩૮૪ ૧૦૯. અમારા રમણભાઈ પૌલોમી પ્રકાશ શાહ ૩૮૬ ૧૧૦. જીવનનો એક લ્હાવો શ્રીમતી ભારતીબહેન શાહ ૩૮ ૮ ૧૧૧. દીવડામાં તેલ પૂરવાની અનોખી અદા શ્રીમતી નીરુબેન રાવળ અને શ્રી ગિરીશભાઈ પટેલ ૩૯૦ ૧૧૨. પ્રેરક વંદનીય વ્યક્તિત્વ શ્રીમતી મંગલા અભયકાંત મહેતા (UK.) ૩૯૨ ૧૧૩. જૈન સાહિત્યના આત્માનુભવી સાક્ષર શ્રી નરેશ શાહ, મીના શાહ (U.S.A.)૩૯૪ ૧૧૪. ઉત્કૃષ્ટ કલ્યાણ મિત્ર શ્રી વિજય દોશી (US.A.) ૩૯૫ ૧૧૫. સૌજન્યશીલ સાક્ષર ડૉ. બેહચરભાઈ પટેલ ૩૯૬ ૧ ૧૬. ગૃહસ્થી સંત રમણભાઈ શ્રી નટવરભાઈ દેસાઈ ૪૦૦ ૧૧૭. એક કર્મયોગીનું ‘જીનતત્ત્વ' ડૉ. હસમુખ દોશી ૪૦૧ ૧૧૮. અન્તર મમ વિકસિત કરો શ્રીમતી ગીતા જૈન ૪૦૬ ૧૧૯. સ્મૃતિની સુગંધ આપનાર ડો. મનહરભાઈ સી. શાહ ૪૦૯ ૧૨૦. સર, આંખ અને અંતરનો વિસામો શ્રી પન્નાલાલ કે. છેડા ૪ ૧ ૧ ૧૨૧. કર્તવ્યો ધર્મ સંગ્રહ : વડીલ રમણભાઈ શ્રી પ્રકાશ ડી. શાહ ૪૧૫ ૧૨૨. જૈન શાસનના કીર્તિ કળશ શ્રી મનુભાઈ શેઠ ૪૧૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩. બાબુ પનાલાલ સ્કૂલના અમે મિત્રો શ્રી કાંતિલાલ લ. વોરા ૪ ૨૦ ૧૨૪. અખંડ જ્ઞાનયોગી રમણભાઈ શ્રીમતી ગીતા પરીખ ૪ ૨ ૧ ૧૨૫. રચનાત્મક વિકાસને પંથે શ્રી સૂર્યકાન્ત પરીખ ૪ ૨ ૨. ૧૨ અપ્રમત્ત જે નિત્ય રે શ્રી પન્નાલાલ ૨. શાહ ૪૨૪ ૧૨૭. મારા આજીવન વિદ્યાગુરુ શ્રી રમેશ સંઘવી ૪ ૨૯ ૧૨૮. રમણલાલ : મારા સહાધ્યાયી શ્રી નગીનદાસ શેઠ ૪ ૩૧ ૧૨૯. પ્રિય મિત્ર રમણભાઈ શ્રી રતનચંદ પી. ઝવેરી ૪૩૩ ૧૩૦. ‘પાસપોર્ટની પાંખે'ના સર્જક શ્રી શકીલ ઠાસરિયા ૪૩૪ ૧૩૪. શિક્ષણશાસ્ત્રી, ધર્મજ્ઞાતા, સાહિત્યકાર શ્રી જવાહર ના. શુક્લ ૧૩૫. પરમ પૂજ્ય ડૉ. શ્રી રમણભાઈ પ્રા. ડો. કોકિલા હેમચંદ શાહ ૪૩૯ ૧૩૬. જ્ઞાનની પાંખે ઉડનારા વિહંગ શ્રી કિશોર સી. પારેખ ૪૪૩ ૧૩૭, મારા પ્રાતઃ સ્મરણીય કાકાજી શ્રીમતી ભારતી મનીષ શાહ ૪૪૪ ૧૩૮. પારદર્શક વ્યક્તિત્વ શ્રી ખુમા શાહ ૪૪૫ ૧૩૯. એ જીવન : અન્યો માટે જીવનસંદેશ શ્રી પુરુષોત્તમભાઈ-મલયભાઈ બાવીશી ૪૪૬ ૧૪૦. શ્રદ્ધા સુમન પૂ. રમણભાઈ સરને શ્રીમતી નીના ઉમેશ ગાલા ૪૪૭ ૧૪૧. કરુણામૂર્તિ : અમારા રમણભાઈ શ્રી ચંદ્રકાંત ડી. શાહ ૪૪૮ ૧૪૨. સ્વજનની ચિરવિદાય શ્રીમતી નીરુબહેન શાહ ૪૪૯ ૧૪૩. ડૉ. રમણભાઈ શ્રીમતી પુષ્પાબહેન પરીખ ૪ ૫ ૧ ૧૪૪. સંસારી સંત શ્રીમતી વસુબહેન ભણસાલી ૪૫૨ ૧૪૫. પિતા તુલ્ય અમારા રમણભાઈ શ્રીમતી મીના શાહ ૪૫૩ ૧૪૬. વિનમ્રતાની મૂર્તિ રમણભાઈ શ્રી શૈલેષ કોઠારી (શૈલ પાલનપુરી) ૪૫૪ ૧૪૭. રમણભાઈનો કર્મચારીઓ સાથેનો નેહસંબંધ શ્રી એલ. એમ. મહેતા ૪ ૫૮ ૧૪૮. સાહેબના યાદગીરીના શબ્દ શ્રી અશોક પલસમકર ૪૬૩ ૧૪૯. Respected Pujya Ramambhai Smt. Minalbahen R. Shah 888 940. Tribute to Prof. Ramanlal C. Shah Dr. Atul K. Shah (U.K.) 855 449. A Tribute to late Ramanlal C. Shah Shree Dilip V. Shah (U.S.A.) 859 942. A Neighbour's Tribute Mrs. Gomathi Shridhar ૧૫૩. A Great Teacher Dr. V. Balachandran ૪ ૬૯ ૧૫૪. યાદગાર સંભારણું શ્રી મહેશભાઈ શાહ ૪૭૦ ૧૫૫. રમળમારૂં શB: વળીવન માર્શ પ્ર. સારમન ૪ ૭૧ ૧૫૬. કાર્ય એ જ ભક્તિ શ્રીમતી સ્મિતા કોઠારી ૪૭ ૨ ૧૫૭. સાહિત્યજગતના સેવાવ્રતી શ્રી ગંભીરસિંહ ગોહિલ . ४७४ ૧૫૮. મારા સહાધ્યાયી...મારા પરમ મિત્ર શ્રી જે. પી. શાહ ૪ ૭૬ ૧૫૯. મારા પિતાતુલ્ય સાહેબ શ્રીમતી અંજના બુચ ४७८ ૪૬૮ ३९ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૯૯ ૧૬૦. નિર્ધાર વિદ્વતા શ્રીમતી સંગીતા શાહ ૪ ૮ ૨ ૧૬૧. વિદ્વાન પ્રતિભાને ઉચિત આદરાંજલિ શ્રીમતી તરુ કજરિયા ૪૮૪ ૧૬૨. સ્વ. રમણભાઈ શાહ.... એક વિરલ વ્યક્તિત્વ ડો. શેખરચ જેન ४८६ ૧૬૩. રમણભાઈ-સદાય પરિચિત શ્રી રમણભાઈ હ. ભોકલવા ૪૯૩ ૧૬૪. પરમ પૂજ્ય રમણકાકા શ્રીમતી જયશ્રી દિનેશ દોશી ૪૯૫ ૧૬૫. સમસ્ત જૈન સંઘના લાડકવાયારમણભાઈ શ્રી. કેશવજી રૂપશી શાહ ૧૬૬. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ અનેરમણભાઈ શ્રી પ્રદ્યુમનભાઈ ભાંખરીયા અને શ્રી ગૌતમભાઈ એ. પટેલ ૫૦૨ ૧૬૭. કરુણામૂર્તિ મુરબ્બી રમણભાઈ શ્રીમતી ઉષા પ્રવીણ શાહ ૧૬૮. ગુરુઓના ગુરુ પ્રા. શ્રી રમેશ હ. ભોજક ૫૦૫ ૧૬૯. સ્મરણાંજલિ-આદરાંજલિ ડૉ. ઇન્દિરા પુંજાલાલ શાહ ૧૭૦. સત્ત્વશીલ અને સત્યશીલ જૈન શ્રાવક શ્રી કુમારપાળ વી. શાહ ૫ ૧૦ ૧૭૧. પૂજ્ય રમણભાઈ (કાવ્યાંજલિ) શ્રી ગુલાબ દેઢિયા ૫ ૧ ૧ ૧૭૨. એનું સ્મરણ તો થાય (કાવ્યાંજલિ) શ્રી “મેઘબિંદુ’ ૫ ૧૨ ૧૭૩. શ્રદ્ધાંજલિ સંદેશ તથા શ્રી મ.જે.વિ. શકઠરાવ ૫૧૩-૫૧૪ ૧૭૪. ડૉ. રમણભાઈના પુસ્તકોની યાદી ૫૧ ૫ ૧૭૫. ડૉ. રમણભાઈના પ્રવચનોની સી.ડી. ૫૧૭ ૧૭૬. શ્રી મુંબઈ જેન યુવક સંઘ : હોદ્દેદારો, સમિમિ સભ્યો, કો-ઓપ્ટ સભ્યો અને નિયંત્રિત સભ્યોની યાદી ૫૧૮-૫૧૯ ૧૭૭. ગ્રંથમુદ્રણ અને પ્રકાશન સમારોહ નિમિત્તે નિમાયેલી સમિતિઓની યાદી પ૨૦ ૧૭૮. ડૉ. રમણલાલ ચી. શાહ પ્રાર્થના અને ગુણાનુવાદ સભા ૫ ૨૧ ૧૭૯. શોકઠરાવ રસિકલાલ લહેરચંદ શાહ પ૨૪ (પ્રમુખ મુંબઈ જેન યુવક સંઘ) ૫૦૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ કષિ તુલ્ય વ્યક્તિત્વ આપણા રમણભાઈ | ડૉ. ધનવંત તિ. શાહ (પ્ર. જી. તા. ૧૬ નવે. ૨૦૦૫ : તંત્રીલેખ) ડૉ. રમણલાલ ચી. શાહ તા. ૨૪-૧૦-૨૦૦૫ના પ્રાત:કાળે શાંત થયા. પૂ. રમણભાઈ શાહ તા. ૨૪-૧૦-૨૦૦૫ના બ્રાહ્મ મુહૂર્ત અરિહંતશરણ થયા. પરમ પૂજ્ય રમણભાઈ તા. ૨૪-૧૦-૨૦૦૫ના ૩-૫૦ના પરમ શાંતિ પામ્યા. શું શું સંભારું ? ને શી શી પૂજું પૂણ્ય વિભૂતિ યે ? પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે. -કવિ નહાનાલાલ વિધિની કેવી વિચિત્રતા ! “પ્રબુદ્ધ જીવન'ના છેલ્લા બે અંકમાં બે મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપતા આપણા પૂ. રમણભાઈએ લેખો લખ્યા, પછી આજે મારે એઓશ્રી વિશે જ શ્રદ્ધાંજલિ લેખ લખવો પડે છે! ત્રણ પળ, ત્રણ કલાક, ત્રણ દિવસ, કે ત્રણ મહિના, ને ત્રણ લોક, જાણે એઓશ્રીને જ ત્રણનો આંકડો પૂરો કરવો હોય. ભૂત અને વર્તમાનકાળના તો એઓ જ્ઞાતા હતા જ, પણ જ્ઞાન સમૃદ્ધ ભવિષ્યકાળના જ્ઞાન તરફ એમની ગતિ હતી જ. આજથી બે મહિના પૂર્વે એઓશ્રીએ મને કહેલું કે “હવે ડિસેમ્બર પછી તંત્રી લેખ તમારે લખવાનો છે,' આમ મને ધીરે ધીરે બધું સોંપતા ગયા, તે આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા સુધી. એઓ “જાણી ગયા હતા, એટલે જ ધીરે ધીરે બધું છોડતા ગયા હતા. પાર્થિવ અને અપાર્થિવ. ચારેક મહિના પહેલાં સંઘે નિર્ણય કર્યો કે રમણભાઈના વિપુલ સાહિત્ય ભંડારમાંથી કેટલાંક લેખો પસંદ કરી જુદા જુદા વિષય ઉપર પાંચ ગ્રંથો તેયાર કરવા. આ કાર્ય માટે એઓશ્રીની સંમતિથી પ્રા. જશવંત શેખડીવાળાને અમે વિનંતિ કરી, જે એઓશ્રીએ સ્વીકારી અને પ્રત્યેક ગ્રંથ માટે અલગ વિદ્વાન સંપાદકો ડો. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટને વિનંતિ કરી. રમણભાઈની સુવાસ એવી કે સર્વ વિદ્વાન મહાનુભાવોએ એ સ્વીકારતા આ કાર્ય માટે પોતાને સદ્ભાગી માન્યા. શીર્ષક નક્કી કર્યું “ડૉ. રમણલાલ શાહ સાહિત્ય સૌરભ-ગ્રંથ ૧ થી ૫.” આ કાર્ય કેટલું આગળ વધ્યું એ હું એઓશ્રીને Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ જણાવું તો, ઉત્તરમાં નિસ્પૃહ ભાવ! અમે વિચાર્યું કે એક ગ્રંથમાં એમના જીવનની વિગતો, ફોટોગ્રાફ્સ અને એઓશ્રીના સંપર્કમાં જે જે મહાનુભાવો આવ્યા હોય, તે સર્વ પાસેથી એઓશ્રીના વ્યક્તિત્વ માટે લેખો મંગાવીએ. વાત વાતમાં મેં એઓશ્રીને આ વાત કરી, તરત જ, એ જ ક્ષણે મને કહ્યું, “એવું કાંઈ ન કરશો, નવું સૂક્ષ્મ કર્મ બંધાય.” આટલા બધાં નિસ્પૃહ, અને આમ, પાર્થિવ અપાર્થિવ બધું છોડ્યું. તંત્રી લેખની વાત માટે મેં મારો ક્ષોભ પ્રસ્તુત કર્યો. કહ્યું, “સાહેબ, તમારી જેમ' અને તમારા જેવો લેખ તો મારાથી નહિ લખાય, તો કહે, “જેમ' જેવો” ભૂલી જાવ, “કેમ” અને “કેવા'ને કેન્દ્ર સ્થાને રાખો, લખાશે જ, વિષયની કોઈ ખોટ નહિ પડે.” આવું કહી મારામાં આત્મવિશ્વાસનું અમૃત સિંચ્યું, શ્રદ્ધા પ્રગટ કરી અને આશીર્વાદ આપ્યા. મારો એઓશ્રી સાથેનો પરિચય ચાર દાયકાનો. હું એટલો પરમ ભાગ્યશાળી કે મને કિશોર અવસ્થામાં, પૂ. દુલેરાય કારાણી, કૉલેજના સમયગાળામાં પૂ. રામપ્રસાદ બક્ષી અને અધ્યાપનના ક્ષેત્રકાળમાં પૂ. રમણભાઈ જેવા ત્રણ મહાત્મા ગુરુજનો પ્રાપ્ત થયા. ત્રણે પોતાના ક્ષેત્રના પ્રકાંડ પંડિતો અને વિશેષ તો ત્રણેનું જેવું કવન એવું જ ઋષિતુલ્ય જીવન. રમણભાઈ હું અધ્યાપન ક્ષેત્રે પ્રવેશ્યો ત્યારથી મારા માત્ર માર્ગદર્શક જ નહિ, એમના જીવનને જેમ જેમ નિરખતો ગયો તેમ તેમ એઓ મારા આદર્શ બનતા ગયા. યુવક સંઘમાં રસ લેતો મને એઓશ્રીએ જ કર્યો. હંમેશા મારા લેખન-નાટકો અને સંશોધનકાર્યને પ્રોત્સાહિત કરે. મારા ઉદ્યોગ-વ્યવસાયમાં ક્યાંક ક્યારેક મુસીબત આવે ત્યારે હિંમત અને માર્ગદર્શન આપે, અને મારા કુટુંબીજનો માટે તો પિતા સમાન જ. પૂ. તારાબેનના વચનો મારા કુટુંબને કેવા કેવા ફળ્યાં છે એની તો શી શી વાતો કરું ? જ્યારે જ્યારે ફોન કરીએ ત્યારે સામે છેડેથી સાહેબનો ઉષ્માભર્યો સ્વર “બોલો...બોલો....” સંભળાય. એ શબ્દ ધ્વનિમાં ગ્રંથિત થયેલી પ્રસન્નતા આપણે પામી જઈએ અને આપણી એ પળ અને પછીની પળો આનંદોત્સવ જેવી બની જાય. એ હવે ક્યાં સાંભળવા મળવાની છે ? ક્યાંક કોઈ જગ્યાએ અટકી પડીએ એટલે એઓશ્રી પાસે દોડી જઈએ, સલાહ આપે, પણ ફરી બીજી વખત મળીએ ત્યારે એ આપેલી સલાહનો હિસાબ ક્યારેય ન પૂછે એવા નિસ્પૃહી માનવ. Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ રમણભાઈ આપણી વચ્ચે નથી એ સમાચાર મેં અમેરિકા મારી પુત્રી પ્રાચી અને જમાઈ અનીશને આપ્યા, એ અત્યંત ગમગીન બની ગયાં. લગ્ન પછી એ બન્ને હમણાં જ એઓશ્રીના આશીર્વાદ લેવા ગયા હતા, અને ચિ. પ્રાચીને એ પાંચ વર્ષની હતી ત્યારે પૂ. રમણભાઇએ જ શત્રુંજયની જાત્રા પગે ચાલીને કરવા એને પ્રોત્સાહિત કરી બાળ સુલભ ઇનામ પણ આપેલું. આવા તો કેટલાંક જીવોને એમણે પૂણ્યકાર્ય કરાવ્યું હશે ! રમણભાઇના કયા કયા ગુણોને યાદ કરીએ ? જેટલા યાદ કરો એટલા આપણે સત્ત્વશીલ થતાં જઈએ. હમણાં મારા મુરબ્બી મિત્ર શ્રી નટવરભાઈ દેસાઈએ રમણભાઇના ગુણો અને વિવિધ ક્ષેત્રે એમના યોગદાન અને મા શારદાની એમની પરમ સાધના વિશે વાત કરતાં કહ્યું કે રમણભાઈ પૂર્વજન્મના યોગભ્રષ્ટ આત્મા હતા. મેં કહ્યું મારી સમજ પ્રમાણે હું સંમત નથી થતો, આવો આત્મા ક્યારેય ભ્રષ્ટ થાય જ નહિ, પણ પોતાના બાકી રહેલા કર્મોને ખપાવવા જ જન્મ લે. આવા આત્મા તો પ્રત્યેક જન્મે ઊર્ધ્વગામી જ હોય, કર્મ ખપાવવાનો ક્રમ પૂરો થાય એટલે દેહને વિદાય આપી દે. વનમાં રહે એ ઋષિ હોય, ન પણ હોય, પણ જનમાં રહીને ઋષિતુલ્ય જીવન જીવે એ ઋષિ હોય જ હોય. પૂ. રમણભાઈ આવા જન ઋષિ હતા. - રમણભાઈ આ સંસ્થા સંઘનો પ્રાણ હતા. એઓશ્રીની રાહબરીથી સંઘે અનેરી ઊંચાઇઓ પ્રાપ્ત કરી, એ સર્વ વિગતો આ સાથેના શોક ઠરાવમાં છે. ઉપરાંત એઓશ્રીના જીવન-સર્જન વિશે મારા વિદ્વાન મિત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ આ અંકમાં “ચેતનગ્રંથની વિદાય' દ્વારા આલેખી છે એટલે એ હકીકતોને પ્રસ્તુત કરી, પુનરાવર્તનના દોષથી મુક્ત થવા પ્રયત્ન કરું છું. એઓ સંઘનો “આત્મા' હતા, છતાં હંમેશાં પોતાને સંઘનો “સેવક સમજતા. શરીર અને પ્રાણના અણુએ અણુમાં નમ્રતા જ ફોરમતી, એવા રમણભાઈને આપણે શત શત વંદન કરી ધન્ય થઈએ. ભાવિને પ્રકાંડ પંડિતો તો મળશે, કારણ કે પુરુષાર્થથી પાંડિત્ય પ્રાપ્ત કરી શકાય છે, પણ જેનું જીવન અને કવન, જીવન અને સર્જન, જીવન અને શબ્દ એકરૂપ જ નહિ, પણ એકરસ હોય એવી વ્યક્તિનું નિર્માણ કરવા માટે તો કાળને ય તપ કરવું પડશે. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ પ્રબુદ્ધ જીવનનો આ નવેમ્બરનો અંક “શ્રદ્ધાંજલિ' અંક અને ડિસેમ્બરનો સ્મરણાંજલિ” અંક સ્વીકારો રમણભાઈ ! તમારા દર્શાવેલા કાર્યો અમે આગળ ધપાવીએ એ અમારી કાર્યાંજલિ અને ભાવાંજલિ ! આશીર્વાદ આપો. વ્યક્તિભક્તિ નહિ પણ ગુણભક્તિ કરવાનો તો અમારો અધિકાર છે ! * * * પંડિત સુખલાલજી ‘બળવાખોર પંડિત' તરીકે જાણીતા હતા. કેટલાયે ધાર્મિક જડ ક્રિયાકાંડો ઉપર એમણે પ્રહારો કરેલા છે. આમ છતાં પંડિતજી માત્ર બુદ્ધિવાદી નહોતા, શ્રદ્ધાના તત્ત્વને પણ તેમના જીવનમાં પૂરો અવકાશ હતો. મને એક પ્રસંગનું બરાબર સ્મરણ છે. ચોમાસાના દિવસો હતા. પર્યુષણા વ્યાખ્યાનમાળા માટે પંડિતજી મુંબઈ આવવા નીકળતા હતા. હું પંડિતજીને લેવા માટે “સરિતકુંજ'માં ગયો. તેઓ તૈયાર જ હતા. મેં એમનો હાથ પકડી ચાલવા માંડ્યું ત્યાં પંડિતજી કહે, ‘એક મિનિટ ઊભા રહો.” મને એમ કે કંઈ લેવાનું ભૂલાઈ ગયું હશે. પરંતુ પંડિતજીએ મોઢા આગળ હથેળી ધરી નવકાર મંત્ર બોલવાનું શરૂ કર્યું. ત્રણ નવકાર ગણીને એમણે રૂમની બહાર પગ મૂક્યો. મેં પંડિતજીને પૂછ્યું, “આપ પણ નવકાર ગણો છો ?' તેમણે કહ્યું, ‘શ્રદ્ધા વગર આપણું જીવન ટકી ન શકે. બહારગામ જતાં કોઈ સારા કામ માટે જતાં હું હંમેશાં મનમાં નવકાર ગણી લઉં D રમણલાલ ચી. શાહ (‘વંદનીય હૃદયસ્પર્શમાંથી) Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક ૨મણભાઈ સાહેબ સુગંધનો ફુવારો I ડૉ. ધનવંત તિ. શાહ (પ્ર. જી. તા. ૧૬ જાન્યુ. ૨૦૦૬ : તંત્રીલેખ) ક્ષમા કરજો. આપના કરકમળમાં આ અંક તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૫ના બદલે, આજે ૧૬ જાન્યુ. ૨૦૦૬ના અર્પણ કરીએ છીએ.આ અંકને સંયુક્ત અંક સમજવા વિનંતિ. નવેમ્બર ૧૬ ના અંકમાં અમોએ જણાવ્યું હતું કે ડિસેમ્બર-૧૬ નો અંક “ડૉ. રમણલાલ શાહ સ્મરણાંજલિ” અંક તરીકે પ્રગટ થશે અને સાથો સાથ સર્વ પૂજ્ય મુનિ ભગવંતો, વિદ્વાન મહાનુભાવો અને સ્વજનોને વિનંતિ કરેલ કે તા. ૩૦-૧૧-૨૦૦૫ પહેલાં અમને પોતાનાં સ્મરણો અને ભાવો લખી મોકલે. પરંતુ ૧૫ દિવસમાં એ શક્ય કઈ રીતે બને ? તારીખ લંબાવવાના વિનંતી પત્રો મળતા ગયા અને સાથો સાથ પ્રત્યેક દિવસે લેખો મળતા રહ્યાં, સતત, અવિરત. દેશ-પરદેશથી સતત આવતા ૧૩૫ લેખો અને અનેક પત્રોએ આ અંકને દળદાર બનાવી દીધો, સાહેબના આંતરિક જીવન જેવો, સાહેબના અક્ષર જીવન જેવો. જે વ્યક્તિ ગુણભક્તિ કરે છે, એને સર્વ પ્રથમ તો પોતાને જ લાભ થાય છે, પોતાનો આંતર-બાહ્ય વિકાસ થાય છે જ, પરંતુ જે વ્યક્તિ આવી ગુણભક્તિ શબ્દો દ્વારા અન્યો સમક્ષ પ્રસ્તુત કરે છે ત્યારે એ અન્યને પોતાના જીવન વિકાસ માટે પ્રેરક બને છે. આમ, પોતાના વિકાસ સાથે અન્યની સેવાનો પણ એને લાભ મળે છે. આવી ગુણભક્તિ કરતી વખતે વ્યક્તિ ભક્તિ ભલે કેન્દ્રસ્થાને હોય, પણ એ તો નિમિત્ત માત્ર છે, ઉજાગર તો થાય છે પ્રેરક ભાવ. એ પ્રેરકભાવ વ્યક્તિથી સમષ્ટિ સુધી અને આગળ વધતા વિશ્વ કલ્યાણ તરફ વિસ્તરે છે. પૂ. રમણભાઈ વિશે જેમ જેમ લેખો પ્રાપ્ત થતાં ગયાં તેમ તેમ એઓશ્રીના ગુણોનું આકાશ ઊઘડતું ગયું અને વિસ્તરતું ગયું. એટલે તો હું સાહેબને સુગંધનો Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક ૨મણભાઈ ફુવારો કહું. સાહેબ બડે કંજૂસ થે, અંતરના ખજાનામાંથી પોતે જાતે ગુણો કાઢીને આપણને ક્યારેય બતાવ્યાં નથી. સાહેબ સાથેનો મારો પરિચય લગભગ ત્રીશેક વર્ષથી. અને એઓશ્રીના જીવનસંગિની પૂ તારાબેન સાથે એઓશ્રીનો સહવાસ ત્રેપન વર્ષથી. પ્રાપ્ત લેખો જેમ જેમ હું અને પૂ. તારાબેન વાંચતા ગયા, એમ અમે બન્ને આશ્ચર્યમાં ગરકાવ થતા ગયા, સાહેબના આટલા બધાં સદગુણો ! અમને ખબરેય ન પડવા દીધી! એટલે જ તો તારાબહેન કહે, ‘તમે વ ભત ન ચ વિપ્રયોગઃ ! ભવોભવ તમે જ મારા પતિ હો !' અને તારાબેનના બા પણ કહે કે એમને પણ ભવોભવ સાહેબ જેવા જ જમાઈ મળો ! પિતા તરીકેની પૂરી ફરજો બજાવીને માત્ર પિતા જ ન બની રહેતા, પણ સાહેબ સર્વદા એમના પરમ મિત્ર બની રહેતા એટલે પૂ. સાહેબના સંતાનો પણ જન્મજન્માંતર આવા પિતા પ્રાપ્ત થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે. પ. પૂ. શ્રી વિજય યશોદેવ સૂરિશ્વરજી રમણભાઇને “મોબાઇલ જ્ઞાન ભંડાર કહી નવાજે, તો પ. પૂ. વિજય ચંદ્રોદય સુરિજીને સાહેબ જ્ઞાનના મર્મોદ્ધારક લાગે, અને પૂ. મુનિશ્રી જંબુવિજયજી સાહેબને સમન્વયવાદી કહે, ૫.પૂ. આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજીને સાહેબ સર્વત્ર શુભદર્શી જણાય. પૂ. આચાર્ય વિજય મુનિચંદ્રસૂરિને ૨. ચી. શાહના જવાથી એક શ્રદ્ધાળુ અને જ્ઞાની પુરુષની ખોટ સાલે છે. ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી સાહેબને જ્ઞાનારાધક સુશ્રાવક શ્રાવકરત્ન કહે, પંન્યાસ પૂ. નંદીઘોષ વિજયજી સાહેબના જ્ઞાન સભર વક્તવ્યના શબ્દોને અંતરમાં વાગોળે, પૂ. મુનિશ્રી જયભદ્ર વિજયજી અને એઓશ્રી સાથેના અન્ય મુનિ ભગવંતો રમણભાઈને પાલીતાણામાં ઓછા સમય માટે, મળ્યા એનો અફસોસ વ્યક્ત કરે, પૂ. મુનિ હિતવિજયજી રમણભાઈને ક્યારેય ન મળ્યા હતા. માત્ર અક્ષરદેહથી પ્રભાવિત થઇને રમણભાઈને જ્ઞાનાચારના આરાધક કહે. પૂ. ડૉ. તરુલતા મહાસતીજી અને અન્ય પૂ. મહાસતીજીઓ એઓ સર્વેને પીએચ.ડી. માટે રમણભાઈ દ્વારા પ્રાપ્ત થયેલ માર્ગદર્શન માટે પોતાના હૃદયના ઋણ ભાવો અહોભાવ સાથે વ્યક્ત કરી અને અને કોને વંદનીય એવા પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરી તો હૈયાના ઉમળકાથી રમણભાઈને “મારા સર’ કહી પોતાને પ્રાપ્ત થયેલ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ પીએચ.ડી.ની પદવી માટે રમણભાઈના માર્ગદર્શનને યશ ભાવે મરે! તો સ્વામી નારાયણ સાધુ પ્રીતમદાસ રમણભાઈ અને પૂ. પ્રમુખ સ્વામી મળ્યા એ પ્રસંગને ભાવભેર યાદ કરે. પોતાના ક્ષેત્રમાં આજે શિખરસ્થાને બિરાજતા ડૉ. સરયુબેન મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ પોતે પીએચ.ડી.ની ઉપાધિ માટે અધ્યયન કરતા હતા ત્યારે પોતાના અતિ નાજુક આર્થિક સંકટમાં સાહેબ એમને કેવી અને કેટલી રીતે આર્થિક રીતે ઉપયોગી થયા એ ઋણભાવ નિખાલસ ભાવે વ્યક્ત કરે અને એ જ રીતે પ્રા. બકુલ રાવળને કૉલેજકાળ દરમિયાન પોતાને કૉલેજ ફી માટે સાહેબ જે રીતે ઉપયોગી થયા એ ચિત્ર તાદૃશ્ય કરે ત્યારે તો એ પ્રસંગો વાંચતા આપણું હૈયું ગદ્ગદ્ થઈ જાય અને અમારા આવા પરગજુ અને વિદ્યાપ્રેમી સાહેબ માટે મસ્તક નમી પડે. આ ૧૩૫ લેખોમાંથી કયા કયા સ્મરણોને અહીં ઉતારવા ? પ્રત્યેક સ્મરણો ચિત્તને પ્રસન્ન કરે એવા અને પ્રેરક! પૂ. મુનિ ભગવંતો, કુટુંબીજનો, મિત્રો, પ્રાધ્યાપકો, સામાજિક કાર્યકરો, શિક્ષણવિદો, પ્રકાંડ પંડિતો અને વિદ્વાન સાહિત્યકારોએ રમણભાઈને જે રીતે અનુભવ્યા છે, માણ્યા છે, અવલોક્યા છે, જે રીતે અહીં અહોભાવથી, ગદ્ગદ્ થઇને મર્યા છે, એમાં ક્યાંય અતિશયોક્તિ નથી. નર્યા અનુભવ સત્યનું અહીં કથન છે, પરિણામે આપણને અચરજ થાય એવા આનંદી, સાત્ત્વિક, પાંડિત્યથી ભરપુર પણ જ્ઞાનના ભાર વિનાના એવા સુશ્રાવક, ઋષિ તુલ્ય રમણભાઇનું દર્શન થાય છે. જે આપણા હૃદય અને ચિત્તને એક સચ્ચિદાનંદની ભોમકામાં દોરી જાય છે. જેમ જેમ લેખો વાંચતા જઇએ, એમ એમ વિચાર આવે કે રમણભાઈ કેટલાં બધા શબ્દો કમાયા !! પ્રેરક અને પ્રબુદ્ધ વ્યક્તિત્વ, સૌના સ્વજન, વાત્સલ્ય મૂર્તિ, આરૂઢ વિદ્વાન, શીલભદ્ર સારસ્વત, પ્રજ્ઞાના ચૈતન્ય પુંજ, નિસ્પૃહી વિદ્વાન, સેવામૂર્તિ, વિરલ વેવાઈ, અપ્રમત્ત યાત્રિક, પિતાતુલ્ય, પ્રાધ્યાપકોના પ્રાધ્યાપક, જ્ઞાનાત્મ પરમાનંદ, પરમ મિત્ર, રમણભાઈ એક વટવૃક્ષ, જ્ઞાન પારખુ, શ્રુત ઉપાસક, શ્રેયાર્થી, જ્ઞાનદાની, ઉત્કૃષ્ટ કલ્યાણ મિત્ર, ગૃહસ્થી સંત, કર્મયોગી, પારદર્શક વ્યક્તિત્વ, કરુણામૂર્તિ, ..આ અને અનેક, કેટલાં શીર્ષકો યાદ કરું ? એક જ જીવનમાં આટલા બધા શબ્દો અને એ શબ્દોની સાર્થકતા સાથે કમાઈ શકાય ? પણ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ સાહેબ એ પામ્યા અને એવું જીવ્યા ! ભારતના એક ખૂણે બેઠેલો એક મુસલમાન વાચક, શકિલ એમના પાસપોર્ટની પાંખે' વાંચે, પત્ર મૈત્રી બંધાય, અને એ જૈન ધર્મના પુસ્તકો વાંચે, એક અપંગને સાહેબ મળવા જાય અને એ અપંગ ભાવ વિભોર બને ! આવા તો ઘણાં હૃદયંગમ અને આશ્ચર્ય ચકિત સ્મરણો અહીં આલેખાયા છે ! વિશેષ તો પૂ. ડૉ. આરતીબાઈ મહાસતીજીએ ડૉ. રમણભાઈ પાસે પીએચ.ડી. માટે માર્ગદર્શન માગ્યું ત્યારે રમણભાઈએ કેવો ઊર્ધ્વગામી મહાબોધ તેમને આપ્યો ! પૂ. રમણભાઈ મહાસતીને કહે છે, “પૂ. મહાસતીજી ! પીએચ.ડી.નો અભ્યાસ લક્ષ્યપૂર્વકના સ્વાધ્યાય માટે જ છે. લક્ષ સિદ્ધ થઈ જાય પછી પીએચ.ડી. રૂપ ઉપાધિને ભૂલી જજો.” જ્ઞાની અને સાધકને કેટલી ઊંચી શીખ ! જ્ઞાન જ્યારે પૂર્ણતાને પામે ત્યારે જ સર્વજ્ઞતા અને જીવનમુક્ત અવસ્થા પ્રાપ્ત થાય. સાહેબ “જૈન ફાગુ' ઉપર ઉત્તમ ગ્રંથની રચના કરી છે, એ વાંચીને મેં સાહેબને કહ્યું, “સાહેબ આ તો ડીલીટની કક્ષાનો ગ્રંથ છે.'-ઉત્તરમાં સાહેબનું માત્ર આદરપૂર્વકનું સ્મિત ! સાહેબ પાસે બેસીએ તો જાણે સુગંધ અને શીતળતાના ફુવારાનો અનુભવ થાય. પ્રત્યેક બાજુથી સુગંધ વહે અને હેંકે ! - શ્રી મુંબઈ જેન યુવક સંઘની સ્થાપના ઈ. સ. ૧૯૨૯ માં, એટલે આજે ૭૭ વર્ષની યાત્રામાં અનેક મહાનુભાવો આ સંઘ, આ પત્ર અને વ્યાખ્યાનમાળાના સુકાની બન્યાં, પણ એમાં સંઘ સાથેનો રમણભાઇનો સક્રિય સંબંધ અને સેવા ૧૯૫૨ થી તે જીવનના અંતિમ શ્વાસ, ૨૪ ઓક્ટો. ૨૦૦૫ સુધી, એટલે સતત ૪૩ વર્ષ, ૩૩ વર્ષ સુધી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખ સ્થાન શોભાવ્યું, સતત ૨૩ વર્ષ સુધી “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી સ્થાને બિરાજ્યા અને ૧૪ વર્ષ સુધી સંઘના પ્રમુખ સ્થાને રહી સંઘને અનેરી ઊંચાઈએ દોરી જઈ પ્રમુખ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, પણ સેવા અને માર્ગદર્શન તો જીવનના અંતિમ શ્વાસ સુધી ! પૂ. રમણભાઈની આવી અમૂલ્ય સેવાનું ઋણ તો સંઘ ક્યારેય ચૂકવી કે મૂલવી નહિ શકે. એઓશ્રી પ્રત્યે આ “પ્રબુદ્ધ જીવન'ના શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકો તો માત્ર એક બુંદ અંજલિ જ સમજીએ ! Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ આ અંકના લેખોનો પ્રારંભ પૂ. સાહેબના લેખથી જ કરીએ છીએ, જે એઓશ્રી અહીં વિદ્યમાન હતા ત્યારે જ “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયો હતો. એમાં પોતાની આત્મકથા નથી, પણ શબ્દોનો આત્મા એમાંથી ઝળહળે છે લેખ પૂરો વાંચતા મનમાંથી શબ્દો નીકળે, “સાહેબે આત્મકથા કેમ ન લખી ?' પણ જેમણે “સ્વ'ને જ ઓગાળી દીધો હોય એ શબ્દ પાસે શું કામ જાય ? ત્યાર પછીનો પૂ. તારાબેનનો લેખ તો અદ્વિતીય છે ! એક વિદુષી પત્ની વિયોગની પળ પછી કેવા સ્વસ્થ ભાવે કલમ ચલાવે છે ! જીવન યાત્રાના પ્રત્યેક શિખરોને સ્પર્શે છે, વંદે છે અને આ ઋજુ ભાવોમાં એક અનોખું સંગીત આંદોલિત થાય છે, જે આપણને કોઈ અનેરા દિવ્ય ભાવ પાસે લઈ જાય છે ! આ અંક તૈયાર કરવાનું કાર્ય કપરું તો ખૂબ જ લાગ્યું, પરંતુ બધાંનો સાથ અને સ્નેહ એવા કે ચઢાણમાં શ્વાસ ન ચઢ્યો. પૂ. રમણભાઈની વિદાયથી પૂ. તારાબેનના જીવનમાં કેટલો બધો શૂન્યાવકાશ અને વિષાદ વ્યાપ્યો હશે એની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. પણ રમણભાઈ જેવા ઋતંભરા પ્રજ્ઞાવાન વિદ્યાપુરુષનો જેમણે સંગ સેવ્યો હોય એટલે એમના જીવનમાં એ પ્રાજ્ઞપુરુષનું જ્ઞાન અને સમજ એકરસ અને એકરૂપ થયાં હોય જ. જેમ જેમ લેખો આવતા ગયા, એમ હું મૂંઝાતો ગયો અને આ બધાં લેખો પોતે પણ જોઈ તપાસી જાય એવી, એક અવઢવ અવસ્થામાં મેં પૂ. તારાબેનને વિનંતી કરી. આવી પરિસ્થિતિ હોવા છતાં, ઉપરાંત આંખની શારીરિક તકલીફ છતાંય એ મારો વિશ્રામ સ્થાન બન્યા. એઓશ્રીને આ સહકાર માટે હું અંતરથી વંદન કરું છું. આટલો વિશાળ સંપુટ તૈયાર કરવા માટે મને મોકળે મને સાથ સહકાર આપનારા અમારા સંઘના વડીલ પ્રમુખ શ્રી રસિકભાઈ લહેરચંદ શાહ, ઉપપ્રમુખ મુરબ્બી શ્રી ચંદ્રકાંત શાહ, આદરણીય મંત્રીશ્રી નિરુબેન સુબોધભાઈ શાહ અને કોષાધ્યક્ષ પરમ મિત્ર શ્રી ભૂપેન્દ્રભાઈ શાહ અને કારોબારીના અન્ય સર્વે આદરણીય સ્નેહીજનોની શુભ ભાવના મારા હૃદયમાં ગુણ સ્થાને બિરાજે છે. માત્ર એક મહિનામાં આ દીર્ઘ સંપુટ તૈયાર કરવો એટલે કેટલી બધી દોડાદોડી થાય? અને અમારા મેનેજર શ્રી મથુરાદાસ ટાંક, કર્મચારી ભાઈ અશોક પલસમકર, અને હરિચંદ્ર નવાલે એ બધાં થાક્યા વગર દોડ્યા. અને મુદ્રક શ્રી જવાહરભાઈ શુકલને માથે તો પહાડ જેવી જવાબદારી, પણ આ પહાડને એમણે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રુત ઉપાસક રમણભાઈ હળવાશથી ઊંચક્યો અને હરિયાળો બનાવ્યો. આ સર્વેને કયા શબ્દોમાં નવાજુ? આપણે સર્વે આ સર્વેને નવાજીએ! ઉતાવળને કારણે ક્યાંક મુદ્રણદોષો રહી ગયા હોય તો ક્ષમા કરશો, ઉપરાંત તા. ૩૦ ડિસેંબર પછી જે લેખો પ્રાપ્ત થયા એ લેખોને અહીં સમાવી શકાયા નથી, ક્ષમા કરશો, પણ “પ્ર. જી.'નો નવેંબરનો “શ્રદ્ધાંજલિ” અને આ સ્મરણાંજલિ' અંકના બધાં લેખો અને અહીં જે લેખોને સ્થાન નથી આપી શકાયું એ સર્વે લેખો હવે પછી પ્રગટ થનાર ગ્રંથ “શ્રત ઉપાસક રમણભાઈ'માં પ્રગટ કરીશું. જે જે મહાનુભાવોએ જે ઉત્તમ ભાવોથી અમને લેખો મોકલ્યા છે, એ સર્વ મહાનુભાવોનો આભાર માની, ધન્યતા અનુભવી હૃદય નમન કરું છું. અમેરિકા વસતા પૂ. રમણભાઈના તેર વરસના પૌત્ર અર્ચિતને એના શિક્ષકે પૂછયું તારો રોલ મોડલ કોણ ? અર્ચિતે તરત જ કહ્યું, “મારા ગ્રાન્ડ ફાધર રમણભાઈ, કારણ કે એઓ ૧૦૦ થી વધુ પુસ્તકોના લેખક છે, આખી દુનિયા ફર્યા છે, બધાંને મદદ કરવા હંમેશા તૈયાર રહે છે અને એમનામાં ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર છે.” પૂ. રમણભાઈ આપણા બધાંના રોલ મોડલ બની રહો...! આ અંકનાં એક એક સ્મરણો આપણને રમણભાઈના અનેક ગુણો પાસે લઈ જશે, આપણા જીવનને ભર્યું ભર્યું બનાવશે. આ ફુવારો આપણને સુગંધ અને શીતળતા આપશે. ગુણભક્તિનો આ સંપુટ આપણા હૃદયમાં અનેક શુભ ગુણોને ગુણાકારે આંદોલિત કરશે જ એવી શ્રદ્ધા છે. અફસોસ એ થાય કે આપણે સાહેબના આ કે પેલા ગુણને કેમ ન મ્હાણ્યા ? સાહેબે પોતાની સંદૂક આપણી પાસે કેમ ન ખોલી ? કેટકેટલી સરવાણીથી આપણે વંચિત રહ્યા ? અમને પણ જન્મ જન્માંતરે સાહેબ જેવા ગુરુ મળજો, મિત્ર મળજો, અને એ મેળવવા અમે તપ કરીશું જ. મિત્ર ગુલાબ દેઢિયાના સુરમાં સુર પરીવીએ, આપણા હૃદયમાંથી પણ શબ્દો વહેશે ત્વમેવ ચ... Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ મારી જીવનયાત્રાનું શબ્દસંબલ n રમણલાલ ચી. શાહ સંબલ એટલે ભાતું. યાત્રા સારી રીતે કરવી હોય તો માણસે સુપથ્ય, સુરૂચિપૂર્ણ સંબલ પણ પૂરતા પ્રમાણમાં સાથે રાખવું જોઈએ. કેટલાક ગ્રંથો જીવનયાત્રામાં સંબલરૂપ નીવડે છે. આજે શબ્દનો ઉપયોગ કેટલો બધો વધી ગયો છે ! માનવજીવનના વિકાસમાં શબ્દનું યોગદાન અનન્ય છે. આરંભમાં સંકેત રૂપ રહેલા ધ્વનિઓ કાળક્રમે બોલાતા અને શ્રવણગોચર બનતા શબ્દોમાં રૂપાંતરિત થતા ગયા. લિપિનો વિકાસ થયા પછી તો સ્થળ અને કાળને અતિક્રમવાની શબ્દની શક્તિ અનહદ વધી ગઈ. ૧૧ શબ્દસમૂહ દ્વારા ગ્રંથરચનાની પ્રવૃત્તિ ઠેઠ પ્રાગૈતિહાસિક કાળથી ચાલતી આવી છે. ભવિષ્યમાં પણ તે સતત ચાલતી રહેશે. પ્રત્યેક યુગમાં કેટલીયે અનોખી તેજસ્વી પ્રતિભા શબ્દ દ્વારા, કૃતિ દ્વારા અભિવ્યક્ત થતી આવી છે. એવી કેટલીયે કૃતિઓએ કેટલાયનાં જીવનમાં ઘણું મોટું પરિવર્તન આણ્યું છે. મેં વાંચવાનું ક્યારે શરૂ કર્યું એનું પાકુ સ્મરણ નથી, કારણકે શાળાના આરંભનાં વર્ષોમાં રમતગમત અને ચિત્રકલાનો જેટલો શોખ હતો તેટલો વાંચનનો નહોતો. અમારા દિવસોમાં અને એમાં પણ અમારી શાળામાં હોમવર્ક જેવું ખાસ નહોતું. શીખવવાની પદ્ધતિ પણ ત્યારે એવી હતી કે વિદ્યાર્થી વર્ગમાં જ બધી તૈયારી કરી લે. વિદ્યાર્થીઓ કેટલું જાણે છે કે શીખ્યા છે તે શિક્ષકો પ્રશ્નોત્તરી દ્વારા ચકાસી લેતા. કેટલુંક કંઠસ્થ કરવાની પદ્ધતિ પણ ત્યારે પ્રચલિત હતી. શાળામાંથી છૂટ્યા પછી રમવાનું જ હોય એવો ખ્યાલ બાલપણમાં ત્યારે અમારો હતો. ૧૯૪૨ માં Quit india ની ચળવળ શરૂ થઈ એ વખતે મારી ઉંમ૨ ૧૪-૧૫ વર્ષની હતી. સભા-સરઘસમાં ભાગ લેવાનો ઉત્સાહ કુદરતી રીતે જ ત્યારે બધા વિદ્યાર્થીઓમાં હતો. એ દિવસોમાં મુંબઈમાં હાથે લખેલી અને સાઇક્લોસ્ટાઇલ કરેલી પત્રિકાઓ ઘેર ઘેર પહોંચાડવા માટે ઘણુંખરું નાનાં નાનાં છોકરાઓને પસંદ કરવામાં આવતાં. તેવું કામ કેટલોક વખત મેં પણ કરેલું. બીજા મિત્રો Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ચુત ઉપાસક રમણભાઈ સાથે અમારા વિસ્તારમાં અમે રાતને વખતે પત્રિકાઓ પહોંચાડી આવતા. એ વખતે પત્રિકાઓનું બંડલ અમારા મકાનમાં આવતું. કોઇક એક ગુપ્ત સ્થળે તે મૂકી જતું. ત્યારે એ બંડલ ખોલીને સૌથી પહેલું કામ પત્રિકા વાંચવાનું હું કરતો. રોજેરોજના સમાચાર એની અંદર આપવામાં આવતા હતા. સામાન્ય રીતે જે સમાચાર છાપવા ઉપર પ્રતિબંધ હોય એવા સમાચાર એમાં છપાતા, કોઇકની ધરપકડ, ક્યાંક સભા-સરઘસ હોય કે ક્યાંક ધ્વજવંદન થયું હોય એવા સમાચાર એમાં આપવામાં આવતા. એ વાંચીને વાચકો ઘણો રોમાંચ અનુભવતા. સાથે સાથે કોઇકનું લખાણ પણ હોય. તે ઘણું ઉદ્બોધક અને શૌર્ય પ્રેરક હોય. આ બધું રોજેરોજ વાંચવાથી અમારા જેવા છોકરાઓમાં પણ રાષ્ટ્રીય ભાવનાની જાગૃતિ આવી હતી. પત્રિકાઓના વાંચન પછી કેટલેક સમયે હું પુસ્તકોના વાંચન તરફ વળ્યો. પુસ્તક ખરીદીને ઘરમાં વસાવી શકાય એટલી ત્યારે મારી શક્તિ નહોતી. પુસ્તકો રાખવા માટે નાનકડાં ઘરમાં એટલી જગ્યા પણ નહોતી. વળી એવી ત્યારે પ્રથા પણ નહોતી. પુસ્તક તો ગ્રંથાલયમાંથી લાવીને વાંચવાનું હોય એવો ખ્યાલ ત્યારે પ્રવર્તતો. મારા મોટાભાઈ સ્વ. વીરચંદભાઈને પુસ્તકો વાંચવાનો શોખ હતો. તેઓ ગ્રંથાલયમાંથી પુસ્તકો લાવે. તેના ઉપર હું નજર નાખતો. આઝાદીની લડતના દિવસો હતા. એટલે મોટાભાઈ ગાંધીજીની આત્મકથા, તથા કાકા કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ વગેરેનાં, ગુજરાત વિદ્યાપીઠ અને નવજીવનના પ્રકાશનો ઘરે લઈ આવતા. એ દિવસોમાં ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો ઠેર ઠેર વંચાતી. ગાંધીજી તો સમગ્ર ભારત માટે આદર્શરૂપ નેતા હતા. હું ગાંધીજીની પ્રાર્થનાસભાઓમાં જતો. એમની આત્મકથાએ મારા ચિત્ત ઉપર ઘણાં ઊંડા સંસ્કાર પાડ્યા હતા. શાળામાં અભ્યાસ દરમિયાન ચિત્રકલા મારો પ્રિય વિષય રહ્યો હતો. વર્ગમાં ચિત્રકલાના વિષયમાં સૌથી વધુ માકર્સ મને મળતા અને તે વિષયમાં મારો પહેલો નંબર રહેતો. રોજ સાંજે પાંચ વાગે શાળા છૂટ્યા પછી ચિત્રકલાના અમારા શિક્ષક શ્રી રાહલકર મને તેમજ કેટલાક વિદ્યાર્થીઓને બે કલાક ચિત્રકલાની વિશેષ તાલીમ આપતા. એ વખતે મુંબઈ ઇલાકામાં સરકાર તરફથી શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્રકલાની પરીક્ષા લેવાતી. એ પરીક્ષા માટે અમને કેટલાક વિદ્યાર્થીઓને રાહલકર સર સારી રીતે તૈયાર કરતા. સરકાર દ્વારા Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૧૩ ચિત્રકલા માટે લેવાતી એલિમેન્ટરી અને ઇન્ટરમિડિયેટ એ બંને પરીક્ષાઓમાં પ્રથમ નંબરે આવી પારિતોષિકો મેં મેળવેલાં. અમારા રાહલકર સરની પણ ઇચ્છા એવી હતી કે મેટ્રિક પાસ કરીને મારે જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં દાખલ થવું અને ચિત્રકલાનો ડિગ્રી કક્ષાનો વિશેષ અભ્યાસ કરવો. પરંતુ ૧૯૪૨ની ચળવળ દરમિયાન ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર અને કિશોરલાલ મશરૂવાળાનાં પુસ્તકો મેં વાંચ્યું. મારી ઉંમર નાની હતી અને વાંચેલું બધું સમજાતું ન હતું. તોપણ કાકાસાહેબ કાલેલકરના પુસ્તકો-“જીવનનો આનંદ’, ‘જીવન સંસ્કૃતિ જીવન વિકાસ’ અને ‘જીવન ભારતી'ની મારા જીવન ઉપર ઘણી મોટી અસર થઈ. કાકાસાહેબ કાલેકરની શૈલી રોચક અને પ્રેરક હતી. વળી એમનું ધ્યેય જીવનલક્ષી હતું. એને કારણે આઝાદીની ચળવળના એ દિવસોમાં એવું સાહિત્ય વાંચવું ગમી જાય એ સ્વાભાવિક હતું. વાતાવરણમાં એવી જ હવા પ્રસરેલી હતી. ૧૯૪૨ ની ચળવળ દરમિયાન શાળાઓ ચારેક મહિના સુધી બંધ રહેલી. એ દિવસોમાં ફાજલ સમયમાં શું કરવું એ મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓ માટે હતો. હું મારો ઘણો સમય નવાં નવાં ચિત્રો દોરવામાં વીતાવતો. પરંતુ તે ઉપરાંત મારો કેટલોક સમય વાંચન માટે પણ વપરાતો. કાકાસાહેબનાં પુસ્તકો વાંચવાની શક્તિ શાળાના વિદ્યાર્થીઓમાં એટલી બધી ખીલેલી ન હોય, તો પણ મારા સદ્ભાગ્યે પુસ્તકો હું યથાશક્તિ સમજણપૂર્વક વાંચી ગયો હતો. કદાચ શાળાઓ નિયમિત ચાલતી હોત તો કાકાસાહેબનાં પુસ્તકો વાંચવાનો અવકાશ જ મળ્યો ન હોત. આ પુસ્તકોએ મારા ચિત્ત ઉપર ઘણી મોટી અસર કરી અને બીજે વર્ષે મેટ્રિકના વર્ગમાં હું આવ્યો ત્યારે મારા નિર્ણયમાં પરિવર્તન આવ્યું. જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં જઇને ચિત્રકલાનો અભ્યાસ માટે નથી કરવો, પણ આર્ટસ કૉલેજમાં જઇને બી. એ. થવું છે એવો નિર્ણય થયો. મેટ્રિકના વર્ષ દરમિયાન અમારા વર્ગશિક્ષક શ્રી અમીદાસ કાણકિયા અમારો ગુજરાતીનો વિષય લેતા. એમણે વર્ગની છ માસિક પરીક્ષામાં ગુજરાતી વિષયમાં મને સૌથી વધુ માર્ક્સ આપ્યા અને ઉત્તરપત્રમાં છેલ્લે એવી નોંધ કરી કે “સાહિત્યમાં તમે રસ લેશો તો આગળ જતાં જરૂર લેખક થઈ શકશો.” એમના એ અભિપ્રાયથી હું હર્ષવિભોર થઈ ગયો. મેટ્રિક પછી ચિત્રકલાને બદલે આર્ટ્સ કોલેજમાં જઈ સાહિત્યનો વિષય લેવો એવો મારો સંકલ્પ દઢ બની ગયો. આમ કાકાસાહેબ કાલેલકરના જીવન વિકાસ” અને “જીવન સંસ્કૃતિ' એ ગ્રંથોએ મારા કિશોર Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રુત ઉપાસક રમણભાઈ જીવનમાં દિશા પરિવર્તન કરાવ્યું. મારી વાંચવાની પ્રવૃત્તિનો આરંભ કાકાસાહેબના ચિંતનાત્મક સાહિત્યથી થયો હતો. પરંતુ મેટ્રિકના વર્ષ દરમિયાન રમણલાલ દેસાઇની બે નવલકથાઓ દિવ્યચક્ષુ” અને “ગ્રામલક્ષ્મી' વાંચવામાં આવી. ગાંધીજીના વિચારોનું એમાં ઘણું મોટું પ્રતિબિંબ પડેલું હતું. એટલે એ નવલકથાઓ એ જમાનામાં ઘેર ઘેર વંચાતી હતી. રમણલાલ દેસાઇની કથાશૈલી પણ એવી આકર્ષક હતી કે વાચકને છેવટ સુધી જકડી રાખે. આ બે નવલકથાઓના વાંચન પછી કોલેજના વર્ષો દરમિયાન રમણલાલ દેસાઇની બધી જ નવલકથાઓ મેં વાંચી લીધી હતી. એની સાથે સાથે કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી અને ધૂમકેતુની પણ બધી જ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓનું વાંચન રસપૂર્વક થવા લાગ્યું હતું. આથી કૉલેજમાં પણ મેં એવો નિર્ણય કર્યો કે બી.એ.માં અર્થશાસ્ત્રનો વિષય ન લેતાં ગુજરાતી ભાષા અને સાહિત્યનો વિષય લેવો. એ પ્રમાણે બી.એ. અને એમ.એ.માં મેં મુખ્ય વિષય ગુજરાતી સાહિત્યનો રાખ્યો હતો. બી. એ. થયા પછી મેં બે વર્ષ “સાંજ વર્તમાન” નામના દૈનિકમાં અને એક જ વર્ષ “જનશક્તિ' નામના દૈનિકમાં પત્રકાર તરીકે કામ કર્યું. સાથે સાથે એમ.એ.નો અભ્યાસ પણ કર્યો. એમ.એ.માં મુંબઈ યુનિવર્સિટીમાં (આખા મુંબઈ ઇલાકામાં ત્યારે માત્ર એક જ યુનિવર્સિટી હતી) ગુજરાતી વિષયમાં પ્રથમ નંબરે આવ્યો અને બળવંતરાય ઠાકોર સુવર્ણચંદ્રક મને મળ્યો. એને પરિણામે મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે મારી નિમણૂક થઈ. પત્રકારત્વનું ક્ષેત્ર છોડીને અધ્યાપનના ક્ષેત્રમાં હું આવ્યો. કાકાસાહેબ કાલેલકરે કોઇક સ્થળે લખેલું હજુ યાદ છે કે માણસે જીવનમાં તક મળે તો થોડોક વખત પણ અધ્યાપનકાર્ય કરવું જોઇએ, કારણકે એથી એના જીવનનો અભિગમ વિકાસશીલ રહે છે. અધ્યાપક થવાના મારા સ્વપ્નમાં એ રીતે કાકાસાહેબ કાલેલકરનું પ્રેરક બળ રહ્યું હતું. અધ્યાપનક્ષેત્ર મળતાં લેખન અને વાંચન માટે ઘણો અવકાશ મળ્યો, જેણે મારા જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. ઇ. સ. ૧૯૫૫માં હું પૂ. પુણ્યવિજયજી મહારાજના સંપર્કમાં આવ્યો. એમની પ્રેરણાથી મધ્યકાલીન જેન રાસાકૃતિઓનો મેં અભ્યાસ પણ કર્યો. એમ.એ.માં મુંબઇ યુનિવર્સિટીમાં તથા “નળ દમયંતીની કથાનો વિકાસ” એ વિષય પર શોધ નિબંધ લખી મેં મુંબઈ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક રમણભાઈ ૧૫ પછી ૧૯૬૩ માં ડો. હરિવલ્લભ ભાયાણીની ભલામણથી આચાર્ય હેમસાગરસૂરિજીએ ‘કુલવયમાળા' નામના પ્રાકૃત ગ્રંથના અનુવાદનું કામ મને સોંપ્યું. બે વર્ષ એ કાર્ય ચાલ્યું. મહાન આચાર્ય ઉદ્યોતનસૂરિ કૃત ‘કુલવયમાળા” નામનો ગ્રંથ પ્રાકૃત ભાષાનો એક અદ્ભુત ગ્રંથ છે. એ પ્રાકૃતમાં વાંચતાં અનેરો આલાદ અનુભવ્યો. એની સાથે સાથે એ ગ્રંથે જૈન ધર્મના સૂક્ષ્મ સિદ્ધાંતો સમજવા માટેની પ્રેરણા મને આપી એથી કવિતા, નવલકથા, નાટકાદિ લલિત સાહિત્ય તરફથી હું જૈન સૈદ્ધાંતિક સાહિત્યના અધ્યયન તરફ વળ્યો. ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમનાં વચનોથી મહેંકતા “કુવલયમાળા” ગ્રંથ દ્વારા મારા જીવનમાં એક નવો ઉઘાડ થયો. એ ગ્રંથનું ત્રણ મારે માથે ઘણું મોટું છે. છેલ્લા ત્રણેક દાયકામાં જેનદર્શન ઉપરાંત અન્ય દર્શનોના શાસ્ત્રીય ગ્રંથો વાંચવાની અભિરુચિ મને જે થઈ છે તેમાં “કુવલયમાળા'નું પ્રેરકબળ ઘણું મોટું રહ્યું છે. અલબત્ત શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી યશોવિજયજી, શ્રી સમયસુંદર, શ્રી આનંદધનજી, શ્રી દેવચંદ્રજી વગેરેની કૃતિઓએ પણ મારા જીવનમાં આ રસનું પોષણ કરવામાં મહત્ત્વનું કાર્ય કર્યું છે. આમ, ગાંધીજીની આત્મકથા, કાકાસાહેબના જીવનલક્ષી ગ્રંથો, રમણલાલ દેસાઇની નવલકથાઓ અને ઉદ્યોતનસૂરિ કૃત “કુવલયમાળા' વગેરેનું મારા જીવનને ઘડવામાં ઘણું મોટું યોગદાન રહ્યું છે. એવું નથી કે માત્ર આ કૃતિઓથી જ જીવન ઘડાય. સામાજિક, કૌટુંબિક, વ્યાવસાયિક, આર્થિક ઇત્યાદિ સંજોગોનુસાર દરેકના જીવનને ઘડનાર જુદી જુદી કૃતિઓ હોઈ શકે. મનુષ્યનાં જીવનધ્યેય ને જીવનપથ ઉપર તેનો ઘણો આધાર રહે છે. હું વ્યવસાયે આરંભમાં પત્રકાર હતો. પછી કૉલેજમાં અને યુનિવર્સિટીમાં અધ્યાપક થયો એટલે વાંચનની પ્રવૃત્તિ મારા જીવનમાં અનિવાર્યપણે જોડાયેલી રહી છે. વ્યવસાયકાળના ચાર દાયકા અને નિવૃત્તિકાળનો લગભગ એક દાયકો એમ પાંચ દાયકામાં લાખો પૃષ્ઠનું વાંચન થયું હશે. (વિદ્યાર્થીઓના ઉત્તરપત્રોનું, કે પીએચ.ડી.ના શોધનિબંધોનું વાંચન તે જુદું) આટલા બધા વાંચન પછી ભૂતકાળ ઉપર દૃષ્ટિ કરતાં લાગે છે કે જેટલું કામનું અને ઉપયોગી વંચાયું છે તેના કરતાં બિનજરૂરી પ્રાસંગિક વાંચન ઘણું વધુ થયું છે. અને તેમાં કેટલુંક તો ફરજિયાત કરવું પડ્યું છે. શબ્દમાં અચિંત્યશક્તિ છે. વાંચન જીવનને ઘડે છે એ નિર્વિવાદ હકીકત છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ચુત ઉપાસક રમણભાઈ ખરાબ વાંચન માણસને બગાડે છે એ પણ એટલું જ સાચું છે. પોતાના જીવનઘડતર માટે વ્યક્તિઓએ અને એમના વડીલોએ આરંભથી જ યોગ્ય પસંદગી કરતા રહેવું જોઇએ. જે ગ્રંથ પ્રથમ વાંચને પણ પૂરા કરવાનું મન ન થાય એવા નિસ્તેજ ગ્રંથનો જીવન ઉપર બહુ પ્રભાવ પડે નહિ. જે ગ્રંથનો પોતાના જીવન ઉપર ઘણો બધો પ્રભાવ પડ્યો હોય તે ગ્રંથ ફક્ત એક જ વાર વાંચીને માણસ સંતોષ માની ન શકે. જે ગ્રંથ પ્રથમ વાંચને જ પોતાનું તમામ રહસ્ય પ્રગટ કરી દે અને પછી એને ક્યારેય કશું નવું કહેવાનું રહે નહિ તે ગ્રંથનું મૂલ્ય બહુ આંકી શકાય નહિ. જે ગ્રંથ વારંવાર વાંચવાનું ગમે અને પ્રત્યેક વાંચને કશોક નવો અર્થ સંદર્ભ પ્રકાશે અને એની જૂની વાત પણ પ્રત્યેક નવા વાંચને તાજગીસભર લાગે તે ગ્રંથની મૂલ્યવત્તા ઘણી વધારે હોય છે. આવા જીવનસ્પર્શી ગ્રંથો જ વ્યક્તિત્વના ઘડતરમાં ઘણું મોટું યોગદાન આપી શકે. (ડૉ. પ્રીતિબહેન શાહ-સંપાદિત ગ્રંથ પીધો અમીરસ અનુભવનો' માટે લખેલો લેખ.) ચીની ભાષામાં ‘તાઓ 'નો અર્થ થાય છે “માર્ગ'તાઓ એટલે શાનો માર્ગ? એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. તેના ઉત્તર રૂપે ‘તાઓ’ શબ્દની આગળ ‘તાએન” શબ્દ વપરાતો. ‘તાન' એટલે ઈશ્વર અથવા પરમ તત્ત્વ. કોફ્યુશિયસ પણ ત્યારે તત્ત્વદર્શનને માટે “તાઓ’ શબ્દ વાપરતા. એટલે લાઓસેના તાઓને સ્પષ્ટ રીતે જુદો દર્શાવવા માટે તાએન-તાઓ શબ્દ પ્રચલિત બન્યો હતો. આ વિશ્વમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ સહિત પ્રકૃતિને નિયમમાં રાખનાર, કુદરતની ઘટનાઓનું શાસન કરનાર, સમગ્ર સંસારનું સ્વાભાવિક રીતે સંચાલન કરનાર પરમતત્ત્વ તે ‘તાએન” છે. (‘તાએન’ શબ્દ ભારતમાં વેદના ઋત શબ્દ સાથે કે ઉપનિષદના બ્રહ્મ સાથે મળતો આવે છે.) તાએનનો માર્ગ તે ‘તાએન-તાઓ” અર્થાત્ પરમ માર્ગ અથવા ઈશ્વરનો માર્ગ છે. રમણલાલ ચી. શાહ (“અભિચિંતના'માંથી) Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ શ્રી માણિભદ્રવીરની સહાયઃ મારા બાળપણના અનુભવો ] રમણલાલ ચી. શાહ દેવદેવીઓ છે એમ હું નિશ્ચિતપણે માનું છું. દેવદેવીઓ સહાય કરી શકે છે અને કરે છે એવી મને પૂરી શ્રદ્ધા છે. મને પોતાને એવા કેટલાક અનુભવો થયા છે. જીવોની શુભાશુભ કર્મ અનુસાર ગતિ અને દેવદેવીઓની સહાય એ બંનેનો મેળ કેવી રીતે બેસે એ વિષયને સૂક્ષ્મ દૃષ્ટિથી જો સમજવામાં ન આવે તો ગેરસમજ થવાનો સંભવ છે. ૧૭ સ્વર્ગ જેવું કંઈ છે કે નહિ, દેવદેવીઓ-દેવતાઓ છે કે નહિ એ વિશે ભગવાન મહાવીર સ્વામીના સાતમા ગણધર શ્રી મૌર્યપુત્રને શંકા થઈ હતી અને ભગવાને એમની શંકાનું સમાધાન કરાવ્યું હતું. એથી શ્રી મોર્યપુત્રને પ્રતીતિ થઈ હતી કે સ્વર્ગ છે અને દેવતાઓ પણ છે. ‘ગણધરવાદ’ ગ્રંથમાં એ વિશે જોઈ જવાથી આ વાતની ખાતરી થશે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતા એ ચાર ગતિમાં મનુષ્યગતિ શ્રેષ્ઠ છે. દેવગતિમાં ઉદ્ભવતાંની સાથે દેવોને અવધિજ્ઞાન હોય છે. દેવોને વૈક્રિય શરીર હોય છે અને વૈક્રિય લબ્ધિ હોય છે. એ વડે તેઓ ઝડપથી ગતિ કરી શકે છે, અદૃશ્ય થઈ શકે છે, વિવિધ પ્રકારનાં રૂપ ધારણ કરી શકે છે અને ચમત્કારિક રીતે સહાય પણ કરે છે. એટલે અંશે દેવગતિમાં મનુષ્યગતિ કરતાં વિશેષતા રહેલી છે. પરંતુ દેવગતિમાં ત્યાગવૈરાગ્ય નથી. કેવળજ્ઞાન પામી મોક્ષગતિ પ્રાપ્ત કરવાનું ફક્ત મનુષ્યગતિમાં જ શક્ય છે. એ દૃષ્ટિએ મનુષ્યગતિ દેવગતિ કરતાં ચડિયાતી છે. એટલે જ દેવો પણ માનવભવને ઝંખે છે. તીર્થંકર પરમાત્માની ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. એમાં અભિલાષા માત્ર મોક્ષની હોવી જોઇએ. એમના જેવું વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની લગની લાગવી જોઇએ. તીર્થંક૨ ૫૨માત્માની ભક્તિ પુણ્યબંધનું કારણ પણ બની શકે છે અને કર્મની નિર્જરાનું નિમિત્ત પણ બની શકે છે. કેવી રીતે એ ભક્તિ થાય છે એના ઉપર એનો આધાર રહે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ તીર્થંક૨ ૫૨માત્માનાં યક્ષયક્ષિણીની આરાધના મુખ્યત્વે સકામ પ્રકારની હોય છે. એમની સહાય પણ અધ્યાત્મ સાધના માટે, મોક્ષમાર્ગના પુરુષાર્થ માટે, જ્ઞાનોપાસના માટે માગી શકાય છે. તીર્થંકર પરમાત્માનાં યક્ષયક્ષિણી ઉપરાંત અન્ય દેવદેવીઓની ભક્તિ પણ થાય છે. વર્તમાન કાળમાં શ્રી મણિભદ્ર અથવા માણીભદ્રવીર (દિગંબરોમાં માનભદ્ર પણ બોલાય છે), શ્રી ભૈરવજી, શ્રી ઘંટાકર્ણવીર વગેરેની ભક્તિ થાય છે. દેવતાઓ અસંખ્ય છે. એમાં કયા દેવતા સમકિતી છે અને કયા મિથ્યાત્વી છે એનો વિવાદ વખતોવખત થાય છે અને એથી ઘણા જીવો મૂંઝાય છે. આવા વિવાદોમાં અંતિમ નિર્ણય તો સર્વજ્ઞ ભગવંત સિવાય કોણ આપી શકે ? એટલે જ્યાં ભક્તનું મન ડામાડોળ રહે ત્યાં તેને બહુ લાભ થાય નહિ. એના કરતાં તો ‘હે દેવ ! તમે સમકિતી છો એવું શ્રદ્ધાપૂર્વક માનીને હું તમારી આરાધના કરું છું. મારા અજ્ઞાનને લીધે જો કંઈ દોષ થતો હોય તો તે માટે ક્ષમા પ્રાર્થં છું.’-આવા ભાવ સાથે જો કોઈ ભક્તિ કરે તો તેને પેલાના કરતાં વિશેષ લાભ થવાનો સંભવ છે. ૧૮ સામાન્ય લોકોને ઈષ્ટવિયોગ અને અનિષ્ટયોગના દુઃખમાંથી મુક્ત થઈ, ઈષ્ટયોગ અને અનિષ્ટવિયોગનું સુખ મેળવવું હોય છે. ઐહિક જીવનમાં કર્મનો ક્રૂર વિપાક જીવને જ્યારે લાચાર કરી મૂકે છે ત્યારે તે દેવદેવીની સહાય માટે દોડે એ સ્વાભાવિક છે. શું જૈન ધર્મ કે શું અન્ય ધર્મ, લોકો મુખ્યત્વે ઐહિક ભૌતિક આશયથી જ દેવદેવીની ભક્તિ-આરાધના કરે છે. અલબત્ત, શાસનનાં કાર્યો માટે કે અધ્યાત્મસાધનામાં દેવદેવની સહાય યાચનારા પણ હોય છે. ભલે તેનું પ્રમાણ ઘણું ઓછું હોય. ‘આપણે મનુષ્ય છીએ અને દેવો આપણાં કરતાં ઊતરતી કોટિના છે, એવાં દેવદેવીની સહાય આપણે કેમ લેવી? સાધુભગવંતો સર્વવિરતિમય છે. એમનાથી અવિરતિમય દેવોની ઉપાસના કેમ થઈ શકે ?' આવા આવા મત પણ પ્રવર્તે છે. પરંતુ આવા મતોને પણ એકાંતે ન પકડી રાખતાં, ભિન્નભિન્ન અપેક્ષાએ સમજવાનો પ્રયાસ ક૨વો જોઈએ. દેવદેવીઓએ સહાય કરી હોય એવી ચમત્કારિક ઘટનાઓ વિશે વારંવાર સાંભળીએ છીએ. એવી કેટલીક ઘટનાઓ પૂર્વપ્રયોજિત હોય છે, બીજાને ભરમાવવા માટેની બનાવટ હોય છે,દૃષ્ટિભ્રમરૂપ હોય છે. ભોળા લોકોને છેતરવા માટે જાદુગરો કે લેભાગુ સાધુસંન્યાસીઓ એવા ચમત્કારો બતાવે છે. કેટલીક Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૯ ચમત્કારિક ઘટનાઓ કાકતાલીય ન્યાયે આકસ્મિક જેવી હોય છે. કેટલીક ચમત્કારિક ઘટનાઓના મૂળમાં તપાસીએ તો તેની પાછળ કોઈક વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે અને એ જાણનારા સર્વ કોઈ ધારે તો એવો ચમત્કાર બતાવી શકે છે. આમ સકારણ સમજાવી શકાય એવી ચમત્કારરૂપ દેખાતી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં એવી પણ કેટલીયે ઘટનાઓ બને છે કે જેમાં દેવદેવીની સહાય છે એમ માનવા માટે મન પ્રેરાય છે. મારા જીવનમાં શ્રી મણિભદ્રવીરનું સ્થાન ઠેઠ બાલ્યકાળથી અનાયાસ રહ્યું છે. (ત્યાર પછી અન્ય દેવદેવીનું સ્થાન પણ રહેલું છે.) અહીં શ્રી મણિભદ્રવીરના અનુભવો મને બાલ્યકાળમાં જે થયા હતા તે વિશે થોડીક વાત કરીશ. ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના આરંભમાં મારા વતન પાદરા (જિ. વડોદરા)માં શ્રી માણિભદ્રવીરનો મહિમા ઘણો મોટો રહ્યો હતો, જે આજ દિવસ સુધી ઓછેવત્તે અંશે ચાલુ જ રહ્યો છે. પાદરામાં શ્રી માણિભદ્રવીરનું જૂ સ્થાનક હતું. પાદરામાં ત્યારે જેનોની વસતી પ્રમાણમાં ઘણી સારી હતી. જેનોનો વસવાટ મુખ્યત્વે, નવધરી, લાલ બાવાનો લીમડો, દેરાસરી વગેરે વિસ્તારમાં હતો, લોકો એકંદરે બહુ સુખી હતા અને જાહોજલાલીનો એ કાળ હતો. દેરાસરી નામની શેરીમાં શ્રી શાન્તિનાથ ભગવાનનું ઊંચા શિખરવાળું લગભગ બસો વર્ષનું પ્રાચીન દેરાસર છે. નવધરીના નાકે ત્યારે જૂનો ઉપાશ્રય હતો. (હાલ ત્યાં નવો ઉપાશ્રય થયો છે.) આ ઉપાશ્રયને અડીને શ્રી માણિભદ્રવીરનું સ્થાનક હતું. આ સ્થાનકમાં એક ભોંયરું હતું જે સીધું દેરાસરમાં નીકળતું. અમે નાના હતા ત્યારે આ ભોંયરું જોયેલું. ભોંયરું ત્યારે વચ્ચેથી પુરાઈ ગયું હતું એટલે બંને છેડેથી થોડે સુધી જવાતું. હાથમાં દીવો લઈ થોડે સુધી જઈએ ત્યાં, હવાની અવરજવર ન રહી હેવાથી, ગૂંગળામણ અનુભવાતી. આગળ જવામાં જોખમ રહેતું. મારા પિતાશ્રીના કહેવા પ્રમાણે એમના બાલ્યકાળમાં એમણે આ સ્થાનકમાં રહેતા શ્રી ઘનરાજજી નામના મારવાડી યતિને જોયેલા.(પિતાશ્રીને હાલ ૧૦૦ વર્ષ પૂરાં થયાં છે.) યતિ આહારશોચાદિ માટે બહાર જતા, પરંતુ રહેતા આ સ્થાનકના એક વિશાળ ઓરડાના એક ભાગમાં. તેઓ આરાધના કરતા. કાળી ચૌદસની રાતે મોટો ઉત્સવ થતો. થાળ ધરાવવામાં આવતા. ભક્તિ થતી. પૂજન થતું. આ સ્થાનકને સાચવનારા એ છેલ્લા યતિ હતા. એમના સ્વર્ગવાસ પછી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્વત ઉપાસક રમણભાઈ સ્થાનકનો ઓરડો સંઘની માલિકીનો થયો.આ સ્થાનક ક્યારે સ્થપાયું હશે એનો સવિગત ઇતિહાસ મળતો નથી. પરંતુ અઢારમા-ઓગણીસમા સૈકામાં જ્યારે જૈનોની વસતી ઘણી હતી, જ્યારે સાધુ-સાધ્વીઓની અવરજવર વધુ હતી અને જયારે શાન્તિનાથ ભગવાનનું દેરાસર બંધાયું હશે ત્યારે આ સ્થાનકની સ્થાપના થઈ હશે. દેરાસરમાંથી સ્થાનક સુધીનું ભોંયરું એ વાતની સાબિતી રૂપે છે. આ સ્થાનક મારવાડી યતિઓ સાચવતા આવ્યા હતા. એમાં છેલ્લા યતિ તે શ્રી ધનરાજજી હતા. એમની વિદાય પછી રોજ સવાર-સાંજ થોડા કલાક આ સ્થાનકનો ઉપયોગ થતો રહ્યો. વિજળીના દીવા ત્યારે પાદરામાં આવ્યા નહોતા. ફાનસનો ઉપયોગ થતો. ઉત્સવ પ્રસંગે ઘણઆ દવા થતા કે જેથી ચારે બાજુ પ્રકાશ પથરાયેલો રહેતો. હું નાનો હતો ત્યારે શ્રી માણિભદ્રવીરના આ સ્થાનકમાં દર્શન કરવા જતો. સ્થાનકના આ ઓરડામાં કોઈ બારી નહોતી. એટલે અજવાળું ઓછું રહેતું અને બંધ હોય ત્યારે તો અંદર ઘોર અંધારું થઈ જતું. બારણું ખોલીએ એટલે અંદર અજવાળું દાખલ થાય. રાત્રે તથા દિવસે ઘણું ખરું બંધ રહેવાને કારણે, અંધારાને લીધે એમાં ચામાચીડિયાંની વસતી થઈ હતી. જેવું બારણું ખોલીએ એટલે ચામાચીડિયાં ઊડાઊડ કરવા લાગે. અમે નાના હતા, છતાં ચામાચીડિયાંની બીક લાગતી નહિ. જે કોઈને શ્રી મણિભદ્રવીરનાં દર્શન કરવા હોય તે બારણું ખોલી દર્શન કરીને બહાર આવે અને પાછું બારણું બંધ કરે. બારણું ખોલીને ઓરડામાં પ્રવેશ કરતાં ડાબી બાજુની ભીંતમાં વચ્ચે મોટા ગોખલામાં શ્રી મણિભદ્રવીરની મૂર્તિનાં દર્શન થાય. એના ઉપર ચાંદીના વરખ લગાડેલા હોય. આ સિવાય ઓરડામાં બીજું કશું રહેતું નહિ, એટલે કશું ચોરાઈ જવાનો ડર હતો નહિ. ઓરડાના લાકડાનાં બારણાં ઉપર અંકોડાવાળી એક સાંકળ રહેતી. બારસાખમાં ઉપર વચ્ચે તેનો નકુચો રહેતો. બારણાંને ઉલાળિયો પણ હતો. સાંકળ વાસવી રહી ગઈ હોય તો પણ ઉલાળિયાને લીધે પવનથી બારણું ખૂલી ન જાય અથવા ધકેલીને કૂતરું, બકરી વગેરે અંદર પેસી ન જાય. સ્થાનકના બારણાંને તાળું ક્યારેય મારવામાં આવતું નહિ. એવી જરૂર પડતી નહિ. શ્રી ધનરાજજી ગોરજીના સમયમાં આ સ્થાનકની જેટલી રોનક હતી તેટલી પછી રહી નહોતી, તો પણ શ્રી મણિભદ્રવીરનો મહિમા ઘણો મોટો હતો. પાદરામાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક રમણભાઈ ૨ ૧ કેટલાયે લોકોનાં દુઃખ શ્રી માણિભદ્રવીરની માનતા માનવાને લીધે ટળ્યાં હોય એવા બનાવો બનતા રહ્યા હતા. મારા પિતાશ્રીને એવી કેટલીક વ્યક્તિઓના પ્રસંગો યાદ પણ છે. ગોરજી ભક્તજનોને પ્રસાદી તરીકે ધૂપદાણીમાંથી રાખ આપતા, જે તેઓ માથે ચડાવતા. અમારું વતન પાદરા ગાયકવાડી રાજ્યના તાબાનું ગામ હતું. વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ દીર્ઘદૃષ્ટિવાળા, પ્રગતિશીલ રાજવી હતી. એમણે પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું. મેં પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ પાદરાની સરકારી નિશાળમાં કર્યો હતો. અમારા વખતમાં પહેલા ધોરણને લોકો “એકડિયું” કહેતા. પછી બીજી ચોપડી,” “ત્રીજી ચોપડી’ અને ‘ચોથી ચોપડી' એમ ધોરણના નામ બોલાતાં. અમારે એકડિયામાં વર્ગશિક્ષક તરીકે બહેચરભાઈ માસ્તર હતા. બીજી ચોપડીમાં વાઘજીભાઈ માસ્તર, ત્રીજી ચોપડીમાં મોહનભાઈ માસ્તર હતા. (બધા એમને ચકલી જેવું નાક હોવાને કારણે “ચકલી માસ્તર' કહેતા. તેઓ પોતે પણ પોતાને માટે “ચકલી માસ્તર તરીકે ઉલ્લેખ કરતા.) ચોથી ચોપડીમાં વિષ્ણુભાઈ માસ્તર હતા. ત્રીજી ચોપડી સુધી ટાવરવાળી શાળામાં છોકરાઓ ભણતા. ચોથી ચોપડીમાં ઝંડા બજારમાં આવેલી સરકારી શાળાના મકાનમાં ભણવા જવાનું રહેતું. શાળામાં ભણવામાં એકંદરે હું વર્ગમાં સારું ધ્યાન રાખતો હોઈશ એમ લાગે છે, કારણ કે પહેલા ત્રણ ધોરણની દરેક પરીક્ષામાં મારો ત્રીજો નંબર આવ્યો હતો. શાળામાંથી છૂટ્યા પછી ઘરે ક્યારેય ભણવાનું રહેતું નહિ. ત્યારે નાનાં છોકરાંઓ માટે ઘરે ભણવાનો કોઈ રિવાજ નહોતો. ફાજલ સમયમાં છોકરાઓ ફળિયામાં રમતા, વાડીઓમાં જતા કે આમતેમ રખડતા. માત્ર સૂતાં પહેલાં આંક બોલી જવાની પદ્ધતિ હતી. અમારા વર્ગના ચાલીસેક વિદ્યાર્થીઓમાં દર વર્ષે પહેલા નંબરે અમારી જ્ઞાતિનો શરદ નામનો વિદ્યાર્થી રહેતો. તે હોંશિયાર તો હતો જ, પણ એના કાકા શાળામાં શિક્ષક હતા. એટલે તેનો પહેલો નંબર જ આવતો. બીજે નંબરે મૂળચંદ નાનાલાલ નામનો વિદ્યાર્થી આવતો. મારો નંબર ત્રીજો રહેતો. મને તેનાથી સંતોષ હતો એમ કહેવા કરતાં નંબર વિશેની એવી કોઈ સભાનતા મારા બાળસહજ મનમાં આવી નહોતી. એકંદરે તો ભણવા કરતાં રમવામાં અને રખડવામાં મને વધુ રસ પડતો. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ચુત ઉપાસક રમણભાઈ અમારાં માતાપિતા અમારા અભ્યાસ માટે બહુ કાળજી રાખતાં. શાળામાં મારો ત્રીજો નંબર આવતો એથી અમારી માતા રેવાબાને બહુ સંતોષ નહોતો. તે કહેતી કે મારે પહેલો નંબર લાવવો જ જોઇએ. ત્રીજી ધોરણામાં મારો ત્રીજો નંબર આવ્યો ત્યારે એણે મને કહ્યું, “કેમ ફરીથી ત્રીજો નંબર આવ્યો? પહેલો નંબર આવવો જોઇએ.' પણ પરીક્ષામાં બધું આવડે તો ને ?' કેમ ના આવડે? બધું બરાબર આવડે. માણિભદ્રવીરને રોજ દીવો કરવાની માનતા માને તો બધું જ આવડે અને પહેલો નંબર આવે જ.” અમારા કુટુંબને અને તેમાં પણ મારી માતાને શ્રી માણિભદ્રવીરમાં ઘણી શ્રદ્ધા હતી. એણે મને કહ્યું અને મેં માનતા રાખવાનું સ્વીકાર્યું. એણે મને કહ્યું, રોજ સવારે શાળાએ જતાં પહેલાં, નાહી ધોઈ, સ્વચ્છ કપડાં પહેરી, દીવાની વાટ તૈયાર કરી સ્થાનકમાં લઈ જવી. ત્યાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની.” બીજે દિવસે સવારે માતાએ દીવાની વાટ તૈયાર કરી વાટકીમાં આપી. હું સ્થાનકે જઈ માનતા માની આવ્યો. ઘરે આવ્યો એટલે માતાએ પૂછયું, “દીવો કરી આવ્યો ?” “હા.” “બરાબર કહ્યું ને કે મને પહેલા નંબરે પાસ કરજો.” ના, મેં કહ્યું કે મને બીજા નંબરે પાસ કરજો.' કેમ એમ કર્યું ?' “પહેલે નંબરે તો શરદ જ આવવાનો, એના કાકા માસ્તર છે એટલે. પછી મને ક્યાંથી પહેલો નંબર મળે? એટલે બીજો નંબર માંગ્યો.” સારું. તો હવે કાલથી રોજ બીજો નંબર જ માગજે. ઘડીકમાં પહેલો અને ઘડીકમાં બીજો એમ ન કરાય.” મારે ત્રીજા નંબરમાંથી બીજા નંબરે આવવાનું હતું. આમ જોઈએ તો ફક્ત એક જ નંબર ઉપર ચડવાનું હતું. પણ મને એ સહેલું લાગતું ન હતું. ચોથી ચોપડીના અમારા વર્ગ શિક્ષક વિષ્ણુભાઈ જે રીતે શરદ અને મૂળચંદ પ્રત્યે પક્ષપાત દર્શાવતા એથી મારા બાળસહજ ચિત્તમાં એવું ઠસી ગયું હતું કે મને કોઈ દિવસ પહેલો કે બીજો નંબર મળે જ નહિ, પણ માતાના આગ્રહથી રોજેરોજ દીવો કરવાનું ચાલુ થઈ ગયું હતું. Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ રોજ સવારે રેવાબા એક વાટકીમાં ગરમ ઘીમાં પલાળેલી વાટ તૈયાર કરી આપે. હું નવધરીમાં શ્રી માણિભદ્રવીરના સ્થાનકમાં જાઉં. નવેક વર્ષની મારી ઉંમર હતી. હું નાનો હતો એટલે બારણાંની સાંકળ સુધી મારો હાથ પહોંચતો નહિ. હું બારણામાં અધવચ્ચે લટકતાં બે કડાં પકડીને બારણા ઉપર ચડતો અને એક હાથે સાંકળ ખોલતો. એમાં મને ઠીક ઠીક મહેનત પડતી. પડી ન જવાય એ માટે સાચવવું પડતું. બાજુના મકાનમાં એક વડીલ રહે. તેઓને પણ શ્રી માણિભદ્રવીરમાં બહુ શ્રદ્ધા હતી. બહાર ઓટલા પર તેઓ ક્યારેક બેઠા હોય. એક વખત સાંકળ ખોલતાં મને પડેલી મહેનત જોઈ તેઓ કહે, “અલ્યા, ઊભો રહે, તું નાનો છે. તને નહિ ફાવે. હું ખોલી આપું છું.” એમણે સાંકળ ખોલી આપી. પછી એમણે જ્યારે જાણ્યું કે હું તો રોજ નિયમિત દીવો કરવા આવું છું એટલે એ સમયે તેઓ ઓટલા પર બેઠા જ હોય. મને નવઘરીમાં દાખલ થતાં જુએ કે તરત સાંકળ ખોલી આપે. ભણવાનું વર્ષ પૂરું થયું અને પરીક્ષા પણ આવી પહોંચી. ત્રીજા ધોરણ સુધી વર્ગના શિક્ષકો જ પરીક્ષા લેતા. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક ઉપરાંત હાઇસ્કુલમાંથી શિક્ષકો પરીક્ષા લેવા આવતા. ચોથા ધોરણ પછી હાઈસ્કૂલમાં ભણવા જવાનું રહેતું. પ્રાથમિક શિક્ષણ મફત હતું એટલે અમારા કુટુંબ માટે આશીર્વાદરૂપ હતું. મારા દાદાને રૂના વેપારમાં મોટી નુકસાની આવી પડતાં અમારું કુટુંબ હાથે પગે થઈ ગયું હતું. કુટુંબના ગુજરાતની જ તકલીફ પડવા લાગી હતી, ત્યાં સંતાનોને ભણાવવા માટે પૈસા ક્યાંથી લાવવા? પિતાશ્રી કંઈક નોકરીધંધો મેળવવા માટે અવારનવાર બહારગામ જઈ પ્રયત્ન કરતા, પણ કંઈ મેળ પડતો નહિ. ચોથા ધોરણનો મારો અભ્યાસ પૂરો થયો. પરીક્ષા પણ લેવાઈ ગઈ. કેટલીક પરીક્ષા સરકારી હાઈસ્કૂલના શિક્ષકોએ લીધી. વર્ષના અંતે જ્યારે પરિણામ જાહેર થવાનાં હોય ત્યારે ઝંડાબહારની નિશાળના ચોગાનમાં ચારે ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ મેળાવડો થતો. વડોદરાથી કોઈક અમલદાર ઈનામ વિતરણ માટે આવતા. શાળાના બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ મેળાવડામાં ઉપસ્થિત રહેતા. દરેક ધોરણમાં પહેલા ત્રણ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઈનામ અપાતાં. ઈનામમાં પુસ્તકો અપાતાં. અમારા માટે આ પ્રમાણે મેળાવડો યોજવામાં આવ્યો હતો. પહેલા, બીજા Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રુત ઉપાસક રમણભાઈ અને ત્રીજા ધોરણના પહેલા ત્રણ વિદ્યાર્થીઓના નામ અનુક્રમે બોલાયાં. દરેક વિદ્યાર્થી ઊભો થઈ, સરકારી અમલદારોના હાથે ઇનામ લઈ બેસી જાય. એ દિવસોમાં વિદ્યાર્થીનું આખું નામ (લાલ, દાસ, ચંદ, ચંદ્ર વગેરે સહિત) અને એના પિતાશ્રીનું નામ બોલવાનો રિવાજ હતો. અટક બોલવાનો રિવાજ નહોતો. શાળાના મુનીમ એક નોટબુકમાં નામો લખીને લાવ્યા હતા. ત્રણ ધોરણનાં નામો પૂરાં થયાં. હવે ચોથા ધોરણના નામો શરૂ થયાં. પહેલું નામ ધાર્યા પ્રમાણે જ હતું. બીજું નામ બોલાયું: રમણલાલ ચીમનલાલ. મારું નામ સાંભળી હું આશ્ચર્યચકિત થઈ ગયો. શ્રી માણિભદ્રવીરની માનતા ફળી. ઈનામ લેવા હું હસતો હસતો અમલદાર પાસે પહોંચ્યો, ત્યાં અમારા વર્ગશિક્ષક વિષ્ણુભાઈ ઊભા થયા અને બોલ્યા, ‘નામ લખવામાં કંઈ ભૂલ થઈ લાગે છે. બીજો નંબર મૂળચંદ નાનાલાલનો છે. દર વર્ષે એ છોકરો જ બીજા નંબરે આવે છે, અને આ છોકરો તો ત્રીજા નંબરે આવે છે.’ મુનિમે કહ્યું, ‘પણ સાહેબ, આમાં બીજા નંબરે રમણલાલ ચીમનલાલનું નામ લખ્યું છે. પરિણામના રજિસ્ટરમાંથી જ આ ઉતારવામાં આવ્યું છે.’ ‘એમાં ચોક્કસ કંઈક ભૂલ લાગે છે. પરીક્ષા તો મેં લીધી છે ને ?' ત્યાં અમલદાર બોલ્યા, ‘પરિણામનું રજિસ્ટર જ મંગાવોને, એટલે વાતનો ફેંસલો આવે.’ અમલદારે મને આપવાનાં પુસ્તકો પાછાં ટેબલ ૫૨ મૂક્યાં. પોતે બેસી ગયા. હું પણ મારી જગ્યાએ જઈને બેઠો. કાર્યક્રમ થોડીક વાર માટે સ્થગિત થઈ ગયો. વિદ્યાર્થીઓમાં ગણગણાટ ચાલુ થયો. તરત પટાવાળાને રજિસ્ટર માટે દોડાવવામાં આવ્યો. રજિસ્ટર આવ્યું. મુનીમે તે વિષ્ણુભાઈને બતાવ્યું. એ જોઈને વિષ્ણુભાઈ વિચારમાં પડી ગયા. અમલદારે પણ રજિસ્ટર જોયું. જાહેર થયેલું પરિણામ સાચું હતું. વિષ્ણુભાઈ બોલ્યા, ‘બરાબર છે. બીજે નંબરે આ છોકરો જ આવે છે.’ ફરી મારું નામ બોલાયું. ઊભા થઈ, અમલદાર પાસે જઈ, તેમને પ્રણામ કરી મેં ઇનામનાં પુસ્તકો લીધાં. દર વર્ષ કરતાં આ વર્ષે ક્રમ જુદો આવ્યો એટલે વિદ્યાર્થીઓમાં પણ માંહોમાંહે વાતો થવા લાગી. મેળાવડો પૂરો થયો. ઈનામ લઈ હું ઘરે આવ્યો. મારા હરખનો પાર નહોતો. શ્રી માણિભદ્રવીરની માનતા ફળી. ઘરે આવીને રેવાબાને વાત કરી. એ સાંભળી Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૫ એને પણ બહુ હરખ થયો. તે બોલી, ‘મેં નહોતું કહ્યું કે શ્રી માણિભદ્રવીર દાદા હાજરાહજૂર છે.’ આટલું બોલતાં બોલતાં તો તેની આંખમાં હરખનાં આંસુ આવી ગયાં. બાની સૂચના પ્રમાણે હું બજારમાંથી શ્રીફળ અને પેંડા લઈ આવ્યો. બા મને માણિભદ્રવીરના સ્થાનકે લઈ ગઈ. દીવો કર્યો, શ્રીફળ વધેર્યું, પેંડા ધરાવ્યા. મારા જીવનની આ એક યાદગાર ઘટના બની ગઈ. એના સંસ્મરણો મારા ચિત્તમાં દૃઢપણે અંકિત થઈ ગયાં. જ્યારે પણ આ પ્રસંગ યાદ કરું ત્યારે રોજ દીવો કરવા જવું, પરીક્ષા આપવી, ઈનામનો મેળાવડો, વિષ્ણુભાઈ માસ્તરનો વાંધો, પરિણામનું રજિસ્ટર મંગાવવું વગેરે દૃશ્યો નજર સામે ત૨વરે છે. શ્રી માણિભદ્રવીરની મારી માનતા બરાબર ફળી એટલે માતા રેવાબાની શ્રદ્ધા વધારે દઢ થઈ. એ દિવસોમાં અમારું કુટુંબ ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ રેવાબાને પૂરી શ્રદ્ધા હતી કે આવા કપરા દિવસોનો જલદી અંત આવશે. એ દિવસોમાં રેવાબાએ બીજો એક વિધિપ્રયોગ પણ મારી પાસે કરાવેલો. સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી હું એક પાટલા ઉપર બેસતો. ભીંત પાસે બીજા એક પાટલા ઉપર એક શ્રીફળ મૂકી તેના ઉપર કંકુના ચાંલ્લા સૂચના પ્રમાણે હું કરતો. ઘીનો દીવો કરતો. પછી મારા જમણા હાથના અંગૂઠાના નખ ઉપર રેવાબા કલાડાની ભેંસ લગાડતી. પછી એના ઉપર ઘી ચોપડતી. મારા બીજા અંગૂઠાથી એ અંગૂઠો ઘસીને ચકચકિત હું કરતો. પ્રતિબિંબ દેખાય એવો એ ચકચકિત થતો. ઓરડો બંધ રાખવામાં આવતો. એથી ઉજાસ ઓછો થઈ જતો. અમારા બે સિવાય બીજું કોઈ ત્યાં રહેતું નહિ. પાટલા ઉપર પલાંઠી વાળીને હું બેસતો. જમણા હાથનો કાળો ચકચકિત અંગૂઠો નજર સામે ધરી રાખવાનું રેવાબા કહેતી. પછી અંગૂઠામાં ધારી ધારીને જોવા સાથે મને બોલવાનું કહેતી, ‘હે મણિભદ્ર દાદા ! અમારા આંગણે પધારો. અમે કચરો કાઢી, પાણી છાંટી આંગણું ચોખું કર્યું છે.' પછી બા મને પૂછતી, ‘તને અંગૂઠામાં કંઈ હાલતું ચાલતું દેખાય છે?’ જો દેખાય તો હું હા કહ્યું અને ન દેખાય તો ના કહું. હા કહું તો પૂછે કે ‘હાથી ઉ૫૨ બેસીને કોઈ આવતું દેખાય છે !’ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રુત ઉપાસક રમણભાઈ જો દેખાય અને હું હા કહું તો મને બોલવાનું કહે, ‘હે માણિભદ્ર દાદા, અમારા આંગણે બિરાજમાન થાવ.' એ પ્રમાણે થયા પછી બા કહે, ‘હવે બોલ, હે માણિભદ્ર દાદા, અમારા ઉપર પરસન થાઓ ! અમારું દળદર (દારિદ્રય) મટાડો ! મારા દાજી (પિતાશ્રીને અમે દાજી કહેતા) ને સારી નોકરી અપાવો.’ આ રીતે બાની સૂચના પ્રમાણે ત્રણેક વખત શ્રી માણિભદ્રવીરની આરાધના કરી હશે. બા પોતે પણ સ્થાનકમાં જઈ રોજ દીવો કરી આવતી. એવામાં પિતાશ્રીને વડોદરા જવાનું થયું. સાજે પાછા ફર્યા ત્યારે તેઓ ખુશખબર લાવ્યા કે મુંબઈમાં એમને માટે નોકરીનું નક્કી થઈ ગયું છે. આખા કુટુંબે હવે મુંબઈ જઈને વસવાનું છે. પિતાશ્રીએ મુંબઈ જઈ નોકરી ચાલુ કરી. થોડા વખત પછી પોતે પાદરા આવ્યા. ઘર સંકેલી અમારું આખું કુટુંબ મુંબઈ આવીને વસ્યું. ઈ. સ. ૧૯૩૭ ની આ વાત છે. મુંબઈ જવાનું નક્કી થતાં, પાદરાની સરકારી હાઈસ્કુલમાં ભણવાને બદલે, પ્રાથમિક ચોથા ધોરણ પછી મુંબઈની સ્કૂલમાં ભણવાનું મારું ચાલુ થયું. મુંબઈમાં આવી રોજ સવારે નાહી, સ્વચ્છ વસ્ત્ર પહેરી શ્રી માણિભદ્રવીરને દીવો કરવાનું મારું કાર્ય સાતેક વર્ષ નિયમિત ચાલ્યું. મેટ્રિકની પરીક્ષામાં એ વખતે બહુ કઠિન ગણાતો ફર્સ્ટ કલાસ પણ શ્રી માણિભદ્રવીરની સહાયથી પ્રાપ્ત થયો. મેટ્રિકની પરીક્ષા પછી હોસ્ટેલમાં રહેવા જતાં. કેટલાક વર્ષ આ આરાધનામાં ઘણી અનિયમિતતા આવી ગઈ હતી. શ્રી માણિભદ્રવીરની આરાધના માટે પાદરામાં આવેલા એ સ્થાનકનો પ્રભાવ કંઈક જુદો જ હતો.બે સૈકા અગાઉ કોઈ આરાધક યતિશ્રીએ એની સ્થાપના કરેલી એ એનું એક મહત્ત્વનું કારણ હતું. કેટલાંક વર્ષ પછી મુંબઈમાં અમને સાંભળવા મળ્યું કે પાદરામાં જુદી જુદી જ્ઞાતિના આપસના વેરભાવને લીધે કોઈક રાતને વખતે શ્રી માણિભદ્રવીરની મૂર્તિ ઉપાડીને લઈ ગયું. હાહાકાર થઈ ગયો. અમને પણ બહુ આઘાત લાગ્યો. કોણ લઈ ગયું? ક્યાં લઈ ગયું? એનું શું કર્યું?-આ વાતનો ભેદ ક્યારેય ઉકલ્યો નહિ, પણ ત્યારથી નવધરીની જાણે દશા બેઠી હોય એમ એની જાહોજલાલીનું તેજ ઓછું થઈ ગયું. Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૭. ત્યારપછી ઘણાં વર્ષે દેરાસરીમાં આવેલા શ્રી શાન્તિનાથ ભગવાનના દેરાસરમાં, બહારના ભાગમાં શ્રી માણિભદ્રવીરની ફરી સ્થાપના થઈ. સાથે ઘંટાકર્ણ વીરની પણ સ્થાપના થઈ. એમ બે દેરીઓ બાજુ બાજુમાં થઈ. નવધરીના નકે આવેલો ઉપાશ્રય અને શ્રી માણિભદ્રવીરનું સ્થાનક એ બંને જીર્ણ થતાં તે તોડીને ત્યાં નવો વિશાળ ઉપાશ્રય બનાવવામાં આવ્યો. આમ પાદરામાં શ્રી માણિભદ્રવીરની નવી મૂર્તિની સ્થાપના પછી, આરાધના પાછી વેગવાળી થઈ, પરંતુ મૂળ સ્થાનક અને મૂળ મૂર્તિનો મહિમા કંઈક જૂદો જ હતો. મારા બાળપણના આરાધ્ય દેવતા શ્રી માણિભદ્રવીરની એ મૂર્તિ મને જીવનમાં ફરી ક્યારેય જોવા નથી મળી, પરંતુ એ માટેની મારી શ્રદ્ધા તસુભાર પણ ઓછી નથી થઈ. શું દેવદેવીઓની આરાધના અનિવાર્ય છે? શું દેવદેવીઓની આરાધના વગર માણસ આત્મકલ્યાણ ન સાધી શકે? શું વિશુદ્ધ આત્મસ્વરૂપની ઉપાસનામાં દેવદેવીની માનતા બાધારૂપ ન બને? શું દેવદેવીની આરાધના માણસને પુરુષાર્થહીન ન બનાવી દે? શું કોઈ એક જ દેવતા અથવા એક જ દેવીની આરાધના કરવી જોઇએ કે એક કરતાં વધુ દેવદેવીની આરાધના કરી શકાય? આ અને આવા બીજા ઘણા પ્રશ્નો ઊઠી શકે. તત્ત્વસિદ્ધાન્તની વિશદ સમજ, વર્તમાન જીવનમાં સુખદુઃખના વિષમ અનુભવો અને અસહાય, લાચાર સ્થિતિ, જીવનું પોતાનું આત્મિક વિકાસનું સ્તર, દઢમૂળ શ્રદ્ધાની નિર્મળતાની તરતમતા, અંગત અનુભવો દ્વારા થતી પ્રતીતિ ઇત્યાદિ ઘણાં બધાં અંગો આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગ ભજવી શકે. એટલે વ્યક્તિએ પોતે પોતાની શ્રદ્ધા અને અનુભવને આધારે પોતાનો નિર્ણય કરી લેવો ઘટે. અકારણ અશ્રદ્ધાથી કે અંધશ્રદ્ધાથી પોતે પીડિત તો નથી ને એ પોતાની જાતને જ એકાંતમાં પૂછીને તપાસી લેવું જોઇએ. * * Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રત ઉપાસક રમણભાઈ આઝાદીની લડત (કિશોરવયનાં સ્મરણો) રમણલાલ ચી. શાહ ઈ. સ. ૧૯૪૦ થી ૧૯૪૭ સુધીના શાળા-કોલેજના વિદ્યાર્થી તરીકેના મારા દિવસો દેશની આઝાદી માટેની લડતના રંગથી રંગાયેલા હતા. અમે મુંબઈમાં ખેતવાડીમાં એક ચાલીમાં નાની ઓરડીમાં રહેતા. હું બાબુ પનાલાલ હાઈસ્કૂલમાં અને પછીથી ઝેવિયર્સ કૉલેજમાં ભણતો હતો. કિશોરાવસ્થાની શરૂઆતમાં જ દેશની આઝાદી માટેની ચળવળના વાતાવરણની અસર અમે કેટલાક વિદ્યાર્થીમિત્રો અનુભવવા લાગ્યા હતા. બારેક વર્ષની ઉંમરે આ વાતાવરણમાંથી સમજણ પડવા લાગી હતી કે આપણે સૌ અંગ્રેજોના ગુલામ છીએ. આપણા ઉપર અંગ્રેજોનું રાજ્ય ચાલે છે. એને લીધે લોકોને ઘણો અન્યાય થાય છે. સરકાર વિરુદ્ધ જાહેરમાં કંઈ બોલી કે લખી શકાય નહિ. આપણા લોકોનો વિકાસ રૂંધાય છે. ગોરી ચામડીવાળા લોકો આપણા ઉપર રાજ્ય કરીને આપણામાં લઘુતાગ્રંથિ જન્માવે છે. ગોરા અમલદારો, ગવર્નરો, વાઈસરોયો થોડો સમય ભારતમાં નોકરી કરી આખી જિંદગી ભારતનું પેન્શન ખાય છે, અને એથી દેશનું ભારે શોષણ થાય છે. ભારતનાં ધાર્મિક સ્થળો અને રાજમહેલોમાંથી અનેક કિંમતી વસ્તુઓ ગોરા અમલદારો મફત ઉપાડી જાય છે. ભારતની પ્રજા ગરીબ રહ્યા કરે એવી નીતિ બ્રિટિશ સરકારે અપનાવી છે કે જેથી ગરીબ પ્રજા માથું ન ઊંચકે અને ઊંચકે તો એને જલદી કચડી શકાય. આવી આવી વાતો અમારા કિશોરવયના કાને અથડાતી. અમે તો રમતિયાળ છોકરાઓ હતા. સાંજ પડે અને ચાલીની કોઈ ઓરડીમાં આસપાસના પડોશીઓ ભેગા થાય અને નવાજૂનીની ચર્ચા કરે તેમાં અમે પણ મૂક પ્રેક્ષકશ્રોતા તરીકે હાજર રહેતા અને મુગ્ધ ભાવે બધી વાત સાંભળતા. અમારા જ મકાનમાંથી એક પાડોશી વડીલને મધરાતે પોલીસ આવી પકડી ગઈ ત્યારે પિતાજીએ સમજાવેલું કે એ વડીલે પોતે સત્યાગ્રહ કરવાના છે એવી સરકારને નોટિસ આપી હતી એટલે તેઓ સવારે સત્યાગ્રહ કરે તે પહેલાં પોલીસ ધરપકડનું વોરંટ લાવીને એમને પકડી ગઈ હતી. આસપાસ બનતી ઘટનાઓને લીધે અમારામાં પણ કંઈક જાગૃતિ આવી Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૯ જતી હતી. અમારા મોટાભાઈ સ્વ. વીરચંદભાઈ ચળવળને લગતું, સરકારની દૃષ્ટિએ વાંધાનજક એવું ઘણું સાહિત્ય ઘરે છાનાંમાનાં લઈ આવતા અને અમે તે વાંચતા. પછીથી તો અમે એમાં વધારે સક્રિય બનવા લાગ્યા હતા. શાળાના સમય પછી ફાજલ સમયમાં અમે સવારસાંજ નિયમિત રેંટિયો કાંતતા હતા અને કાંતણવર્ગ ચલાવતા. હાથે કાંતેલી આંટીના બદલામાં મળતી ખાદી પહેરતા. સાંજના સમયે ગુપ્ત પત્રિકાઓ વહેંચવાનું કામ અમે ચાલુ કર્યું હતું. કોઈ એક ભાઈ અમારી ચાલીમાં બહારના ભાગમાં આવેલા શૌચાલયની બારીમાં સો-બસો પત્રિકાઓ મૂકી જાય. એ પછી તેમાંથી થોડી થોડી પત્રિકાઓ અડધી ચડ્ડીના ખિસ્સામાં ભરાવીને આસપાસનાં નક્કી કરેલાં ઘરોમાં અમે પહોંચાડી આવતા. સાંજના છ વાગ્યાથી રાતના નવ-દસ વાગ્યા સુધી આ કામ ચૂપચાપ ચાલતું. અમારા મકાનમાં પત્રિકાઓ આવે છે અને બહાર વહેંચણી થાય છે એવો વહેમ પોલીસને આવી ગયેલો અને સી.આઈ.ડી.ના માણસો મકાનમાં વારંવાર આંટો મારી જતા; પણ પત્રિકાઓ કોઈના ઘ૨માં રખાતી નહિ અને શૌચાલયમાં આવ્યા પછી એવી ઝડપથી એ કામ થતું કે કોઈ પકડાતું નહિ. આવી ગુપ્ત રીતે ઘરે ઘરે પત્રિકાઓ પહોંચાડવાના કાર્યમાં બાર-ચોદ વર્ષની ઉંમરે રોમાંચક હર્ષ, હિંમત અને ગૌરવ અમે અનુભવતા. અમે શાળામાં અભ્યાસ કરતા પરંતુ પાઠ્યપુસ્તકો વાંચવા કરતાં, રાષ્ટ્રીય સાહિત્ય વાંચવાનો નાદ વધુ લાગ્યો હતો. શાળામાં વારંવાર હડતાલો પડતી ત્યારે આખો દિવસ ફાજલ પડેલા સમયમાં અમે ગાંધીજી, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર, સરદાર પટેલ, નહેરુ, ઝવેરચંદ મેઘાણી વગેરેનું સાહિત્ય, ‘હિરજન’, ‘હિરજનબંધુ' વગેરે સામયિકો તથા ‘જન્મભૂમિ’, ‘વંદે માતરમ્’ વગેરે દૈનિકો વાંચતા. ‘વંદે માતરમ્’, ‘ઝંડા ઊંચા રહે હમારા’, ‘એ શિર જાવે તો જાવે', ‘છેલ્લો કટોરો ઝેરનો' વગેરે કેટલાંયે રાષ્ટ્રીય ભાવનાનાં ગીતો કંઠસ્થ કરી લીધાં હતાં. (‘વંદે માતરતમ્’ ત્યારે રાષ્ટ્રગીત તરીકે ‘જનગણમન’ કરતાં ઘણું વધુ પ્રચલિત હતું.) જવાહરલાલે ‘જનગણમન'ને રાષ્ટ્રગીત તરીકે પસંદ કર્યું તેમાં ‘વંદે માતરમ્'ને અન્યાય થયો છે એવું અમને લાગેલું. ટાગોરના મોટા નામથી દોરવાઈને, ‘જનગણમન'માં કાપકૂપ કરીને ‘ભારત ભાગ્યવિધાતા’ના છેલ્લા ચરણને પડતું મૂકીને ‘સિંધ’ શબ્દવાળી પંક્તિ સહિત Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૦ એને રાષ્ટ્રગીત બનાવ્યું એ યોગ્ય નથી થયું એમ લાગ્યા કરેલું. ૧૯૪૨ની ચળવળમાં ઠેર ઠેર નીકળતાં સરઘસોમાં અમે જોડાતા. કોઈ કોઈ વાર પોલીસની લાઠીઓ ખાધેલી. અશ્રુવાયુ (Tear gas) શું એ પહેલી વાર ત્યારે અનુભવેલું. એ છોડવામાં આવે ત્યારે રસ્તા પર સૂઈ જવાથી આંખો બળે એવા અનુભવો ઘણી વા૨ કરેલા. બાબુ પનાલાલ હાઈસ્કૂલમાં મારી સાથે અભ્યાસ કરતા મારા બીજા વડીલ બંધુ નવીનભાઈએ સત્તર વર્ષની વયે ચોપાટી ઉપરના એક સરઘસમાં પોલીસ આવવા છતાં હાથમાંથી ત્રિરંગી ઝંડો છોડ્યો નહિ. એમની ધરપકડ થઈ અને ત્રણ મહિના વરલીની જેલમાં વિતાવ્યાં એ ઘટના અમારા કુટુંબમાં એક ઐતિહાસિક ઘટના બની ગઈ. ધરપકડના સમાચાર આવ્યા એ દિવસે અમારાં માતુશ્રી બહુ રડેલાં એ દૃશ્ય હજુ નજર સામે તરવરે છે. સગીર વયને કારણે મને જેલમાં જવા ન મળ્યું એનો અફસોસ ઘણા સમય સુધી મનમાં રહ્યા કર્યો છે. ‘આઝાદી આટલી વહેલી કેમ આવી ગઈ? મારે જેલમાં જવાનું હજુ બાકી છે' એવો વસવસો આઝાદી મળી ત્યારે થયેલો. મેટ્રિકની પરીક્ષા પસા૨ કરી અને કૉલેજમાં જોડાયા તેની સાથે સાથે વિદ્યાર્થી કોંગ્રેસમાં જોડાયા. તદુપરાંત કોંગ્રેસ હાઉસમાં વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે પણ અમે જોડાયા હતા. ખાદીનું સફેદ ખમીસ, ઘેરા વાદળી રંગની અર્ધી ચડ્ડી, માથે સફેદ ગાંધી ટોપી અને પગમાં કેનવાસના સફેદ બુટ-એ ત્યારે સ્વયંસેવક તરીકે અમારો પહેરવેશ હતો. અમારી પરેડ કોંગ્રેસ હાઉસના ચોગાનમાં થતી. મને યાદ છે કે એક વખત અમારી ટુકડીની પરેડ ચાલતી હતી એવામાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો. અમારી ટુકડીના નેતા તરત દોડીને કોંગ્રેસ હાઉસના મકાનમાં પેસી ગયા. પરંતુ અમે ચાલીસેક સ્વયંસેવકો ત્યાં ધોધમાર વરસાદમાં અમારી જગ્યાએ ઊભા રહ્યા હતા. થોડી વારપછી એસ.કે.પાટીલ દોડતા બહાર આવ્યા અને બૂમ પાડીને અમને કહ્યું, ‘તમે બધા કેમ ત્યાં વરસાદમાં ઊભા રહ્યા છો ? મકાનમાં અંદર આવી જાવ.’ અમે કહ્યું, ‘અમે કેવી રીતે આવી શકીએ ? ટુકડીના નેતા તરફથી અમને વિસર્જનનો હુકમ મળ્યો નથી.' એ વખતે પાટીલ સાહેબે તરત ટુકડીના નેતાને વરસાદમાં બહાર મોકલ્યા. વિસર્જનનો હુકમ થયો. અમે બધા કોંગ્રેસ હાઉસમાં દોડી ગયા. પાટિલ સાહેબે એક બાજુ અમને આવી શિસ્ત માટે શાબાશી આપી, અને ટુકડીના નેતાને બેદ૨કારી માટે કડક ઠપકો આપ્યો હતો. શ્રુત ઉપાસક રમણભાઈ Page #75 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૩૧ આઝાદીની લડતના નેતાઓને મુંબઈમાં જોવા-સાંભળવાની એક પણ તક અમે ગુમાવતા નહિ. રાષ્ટ્રીય નેતાઓના ફોટાઓ ઘરમાં રાખવા-ટાંગવાનો ઘણો શોખ હતો. ૧૯૪૨ના ઓગસ્ટમાં મુંબઈમાં ગોવાળિયા તળાવના મેદાનમાં મળેલા કોંગ્રેસ અધિવેશનમાં અમને સ્વયંસેવક તરીકે કેટલાયે નેતાઓને નજીકથી જોવા-સાંભળવાનો લહાવો મળ્યો હતો. ચા-પાણીના સમયે સરદાર, જવાહરલાલ, કૃપલાણી, મૌલાના આઝાદ , રાજેન્દ્રબાબુ વગેરે મોટા મોટા નેતાઓને અમે હોંશથી ચા-પાણી આપવા દોડી જતા. જવાહરલાલને ત્યારે સિગારેટ પીતા જોઈને અમે આઘાત અનુભવેલો. મહાત્મા ગાંધીને જોવા-સાંભળવાની ઉત્કંઠા તો ઘણી જાગી હતી, પરંતુ તેવી કોઈ તક મળી નહોતી. દેશના અનેક લોકોને ગાંધીજીને જોવા-સાંભળવાની ઉત્કંઠા રહેતી. ગાંધીજી જ્યાં જાય ત્યાં તેમને જોવા માટે હજારો-લાખો લોકો એકત્ર થતા. લોકોની ભીડના ત્રાસમાંથી બચવા માટે ક્યારેક ગાંધીજી ટ્રેનમાંથી અધવચ્ચે ઊતરી જતા. પ્લેટફોર્મ પર એકત્ર થયેલી મેદની ત્યારે નિરાશ થતી. પોતાને જોવાની લોકોની ઈચ્છા સંતોષાય એટલા માટે ગાંધીજીએ સવાર-સાંજની પોતાની પ્રાર્થનાના કાર્યક્રમને જાહેર કાર્યક્રમ બનાવી દીધો હતો. એટલે ગાંધીજીને નિરાંતે જોવા-સાંભળવાનો યોગ્ય અવસર એ એમની પ્રાર્થનામાં હાજર રહેવાનો હતો. - ઈ. સ. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઝેવિયર્સ કૉલેજમાં હું દાખલ થયો અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહ્યો હતો. તે સમયે ગાંધીજી મુંબઈ થોડા દિવસ માટે પધારેલા. ખબર પડતાં અમે કેટલાક વિદ્યાર્થીમિત્રો બિરલા હાઉસમાં ગાંધીજીની પ્રાર્થનાસભામાં પહોંચી ગયા હતા. પ્રાર્થનાસભામાં ગાંધીજી આવ્યા. એમને જોતાં જ શ્રોતાઓમાં કોલાહલ થાય, કોઈ જોવા માટે ઊભા થાય, કોઈ ઊભા થયેલાને બેસી જવા બૂમ પાડે એમ બનવું સ્વાભાવિક હતું. ગાંધીજીએ ગાદી ઉપર બેસીને તરત બધાંને શાંત થવા માટે પોતાના નાક ઉપર તર્જની આંગળી મૂકીને ઇશારો કર્યો. તરત જ બધાં શાંત થઈ ગયાં. સભામાં ગિર્દી ઘણી હતી. એક છેડે અમને સ્થાન મળ્યું હતું. બધાં ગાંધીજીની સામે એકીટશે જોઈ રહેતાં. એમની દિવ્ય મુખાકૃતિ પરથી નજર ખસેડવાનું ગમતું નહિ. પ્રાર્થના શરૂ થઈ. મધુર કંઠે સર્વધર્મની નિયત થયેલી પ્રાર્થના ગવાઈ. ત્યાર પછી ગાંધીજીએ દસેક મિનિટ હરિજનોના ઉદ્ધાર માટે સંક્ષેપમાં ઉદ્ધોધન કર્યું. પ્રાર્થના પછી Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ હરિજનોના ઉદ્ધાર માટે ફાળો આપવા તથા ગાંધીજીને સાવ પાસેથી જોવા એમના ત૨ફ લોકોનો ધસારો થયો. ગાંધીજી હાથ ધરતા જાય અને લોકો એના હાથમાં યથાશક્તિ ૨કમ મૂકતા જાય. અમે પણ ક્રમે ક્રમે ગાંધીજી સુધી પહોંચ્યા. જોતાં ધરાઈએ નહિ એવું અત્યંત તેજસ્વી, શાંત, પ્રસન્ન, પવિત્ર વ્યક્તિત્વ હતું. ગાંધીજી પાસે હું પહોંચ્યો. મારા ખિસ્સામાં હતા તે સિક્કા ગાંધીજીના હાથમાં મેં મૂક્યા. મૂકતી વખતે ગાંધીજીની હથેળીનો સ્પર્શ કર્યો. જાણે કોઈ પુષ્પની પાંદડી જેવો અત્યંત કોમળ એ સ્પર્શ હતો. રોમાંચ ખડાં કરે તેવો હર્ષોલ્લાસજનક એ સ્પર્શ હતો. એવો અદ્ભુત પવિત્ર સ્પર્શ જીવનમાં બીજા કોઈનો ક્યારેય અનુભવ્યો નથી. મારે માટે એ પ્રસંગ અવિસ્મરણીય બની ગયો. સર એક વખત ગાંધીજીની પ્રાર્થનાસભામાં જવાની સુઝ પડી એટલે પછી તો જ્યારે પણ ગાંધીજી મુંબઈમાં આવે ત્યારે તેમની પ્રાર્થનાસભામાં નિયમિત જવાનું અમારે માટે અચૂક બની ગયું હતું. બીજે વર્ષે ગાંધીજી મુંબઈમાં આવ્યા અને બિરલા હાઉસમાં ઊતર્યા હતા, પરંતુ પ્રાર્થના રૂંગટા હાઉસની બહાર દરિયાકિનારે રાખવામાં આવેલી. લોકો પ્રાર્થના-સભામાં જગ્યા મેળવવા અર્ધો કલાક કે કલાક વહેલાં પહોંચી જતા. અમે પણ એક-બે દિવસ એ પ્રમાણે કર્યું. પરંતુ ઘણે દૂરથી ગાંધીજીને જોવાથી સંતોષ થતો નહોતો. એક દિવસ પ્રાર્થનાસભામાં વહેલાં પહોંચવાનું બની શક્યું નહિ. પાંચેક મિનિટની વાર હતી અને અમે જતા હતા ત્યાં ગાંધીજીને બિરલા હાઉસમાંથી નીકળી રસ્તો ઓળંગી રૂંગટા હાઉસમાં જતા જોયા. અમે એમની સાથે જોડાઈ ગયા. એ ખાનગી રસ્તો હતો. એક ભાઈએ અમને અટકાવવા પ્રયત્ન કર્યો પણ અમે જાણે જાણતા નથી એમ ઝડપથી આગળ નીકળી ગયા. એવી રીતે ગાંધીજી સાથે જવામાં પ્રાર્થનાસભામાં મંચની પાસે બેસવાનું મળ્યું. આ એક સારી યુક્તિ જણાઈ. પછીથી તો અમે બે-ત્રણ મિત્રો રોજ સાંજના એ જ સમયે એ જ સ્થળે ઊભા રહેતા. ગાંધીજી સાથે જે પાંચ-સાત માણસો હોય એમની સાથે અમે પણ જોડાઈ જતા. ગાંધીજીની સાથે સાથે ચાલવાનો આ એક અપૂર્વ લહાવો અમારા માટે હતો. ક્યારેક ગાંધીજી અમારી લુચ્ચાઈ સમજી જઈ અમારી સામે જોઈ જ હસતા. બીજી એક વાર ગાંધીજી મુંબઈ આવ્યા હતા અને જુહુના કિનારે એક બંગલામાં ઊતર્યા હતા. ચોમાસાના એ દિવસો હતા. તોપણ પ્રાર્થના-સભામાં ઘણા માણસો Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૩. એકત્ર થતા. પ્રાર્થના માટે બહુ મોટા મંડપની વ્યવસ્થા નહોતી એટલે લોકોમાંથી જેને બેસવાનું મળે તે બેસતા અને બાકીના ઊભા રહેતા. અચાનક વરસાદ પડે તો પોતાની છત્રી ખોલતા. ગ્રાંટ રોડથી ટ્રેન પકડી જુહુ પહોંચી પ્રાર્થનાસભામાં કેટલીયે વાર વરસાદમાં છત્રી ખોલીને ઊભા ઊભા અમે હાજરી આપી હતી. ગાંધીજી થોડા વખત પછી પૂનામાં આવવાના હતા. મારા એક મિત્રની સાથે હું તથા મારા ભાઈ નવીનભાઈ પૂના ગયા હતા. એ વખતે ગાંધીજીની પ્રાર્થનાસભામાં જવાનો એક જુદો જ અનુભવ હતો. પૂનામાં સાઇકલો ઘણી. અમારી પાસે પણ સાઈકલો હતી. પ્રાર્થનાસભામાં આગળના ભાગમાં અનેક લોકો બેસતા. તેઓમાંના ઘણા પોતાની સાઈકલ આસપાસ કોઈ ઠેકાણે રાખી લેતા. જેમની પાસે પોતાની સાઇકલને મારવાનું તાળું ન હોય અને ઊપડી જવાની બીક હોય અથવા ઉતાવળે પાછાં જવાનું હોય એવા બીજા અનેક લોકો પ્રાર્થનાસભામાં છેવાડે પોતપોતાની સાઈકલ સાથે ઊભા રહેતા. અમે પણ સભાના છેવાડે અમારી સાઈકલ સાથે ઊભા રહેતા. એક દિવસ પ્રાર્થનાસભામાં ગાંધીજી પધાર્યા એટલે વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. પ્રાર્થના ચાલુ થઈ. અત્યંત પવિત્ર, શાંત વાતાવરણ પ્રસરી રહ્યું. પ્રાર્થનાને અંતે ગાંધીજીએ મરાઠી ભાષામાં ટૂંકું ઉદ્બોધન કર્યું. રાષ્ટ્રભાષાના પ્રચાર માટેનું એ ઉબોધન હતું. ગાંધીજી બોલે એટલે જાણે કે અમૃતની સરવાણી! શબ્દેશબ્દ હૃદયમાંથી નીકળે. વાકછટા કે આડંબર નહિ. લાંબાં ભાષણોની ગાંધીજી આદત નહોતી. દેશમાં જ્યાં જાય ત્યાંની પ્રજાની ભાષામાં બોલવાની ભાવના તેઓ રાખતા. ગુજરાતીમાં હોય, હિન્દીમાં હોય, મરાઠીમાં હોય કે તમિળ કે તેલુગુમાં ભાષણ હોય-એ બધી ભાષાઓ ઉપર એમનું પ્રભુત્વ ઘણું સારું હતું. ભારતમાં ગાંધીજીએ જાહેર સભાઓમાં ભારતીય લોકો સમક્ષ અંગ્રેજીમાં ભાષણ કર્યું હોય એવો પ્રસંગ યાદ નથી. પાકિસ્તાનના સર્જક મહમદઅલી ઝીણાનો પ્રસંગ યાદ છે કે મુંબઈમાં ભીંડી બજારના અભણ મુસ્લિમો સમક્ષ પોતાને બરાબર આવડતી એવી એક માત્ર ભાષા તે અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું અને સૂચનાનુસાર લોકો તોળીઓ પાડતા હતા. તે ઘટના ઘરની નજીકના વિસ્તારમાં બનેલી એટલે તે ત્યાં જાતે જઈને કુતૂહલવશ જોયાનું યાદ છે. ગાંધીજી અને ઝીણા બંને ગુજરાતી, બંને સ્વતંત્રતાના હિમાયતી, છતાં ઝીણા અંગ્રેજી ભાષા, અંગ્રેજી પોશાક અને અંગ્રેજી ઢબની ઠાઠમાઠવાળી રહેણીકરણીના ચાહક હતા એ એમની જીવનની વિસંવાદિતા Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચુત ઉપાસક રમણભાઈ હતી. દેશને આઝાદી મળ્યાને ચાર દાયકા વીતી ગયા. ગાંધીજીની અસર પ્રજામાંથી આટલી ઝડપથી ચાલી જશે એવી ત્યારે કલ્પના નહોતી. સમગ્ર દેશ માટે એક રાષ્ટ્રભાષા હિંદુસ્તાની, માતૃભાષા દ્વારા શિક્ષણ, ખાદી, ગ્રામસફાઈ, પ્રોઢશિક્ષણ, દારૂબંધી, ગામડાંના લોકોની રોજગારી, જાહેર જીવનમાં સાદાઈ અને પ્રામાણિકતા, ત્યાગ અને સ્વાર્પણની ભાવના-ગાંધીજીએ ચીંધેલા એવા બધા રચનાત્મક કાર્યક્રમોમાં આઝાદી પછી ભરતી આવવાને બદલે ઘણી મોટી ઓટ આવી ગઈ, હવે એવી ભરતી ફરી ક્યારે આવશે? ગાંધીજી જેવી રાષ્ટ્રવ્યાપી નેતાગીરી દેશને ફરી ક્યારે સાંપડશે?–એવા એવા પ્રશ્નો ઉત્તર વગરના હજુ પડી રહ્યા છે. હું જમી રહ્યો ત્યાં સુધી એણે મારી સંભાળ રાખ્યા કરી. કોઈ કોઈ વાનગી ખાવા માટે પ્રેમથી આગ્રહ કરતો. જમીને ઊભા થતાં મેં એનો ફરીથી આભાર માન્યો. વેઈટર વૃદ્ધ હતો. માતાના જેવા વાત્સલ્યથી એણે મને ખવડાવ્યું. એણે મને કહ્યું, “શાકાહારીઓ પ્રત્યે, તેમાં પણ ભારતીય શાકાહારીઓ પ્રત્યે ખૂબ આદર અને પ્રેમ છે. કોઈ કોઈ વખત આ હૉટલમાં તેવા મુસાફરો આવે છે, ત્યારે મને તેમને પીરસવામાં બહુ આનંદ આવે છે.” દુનિયામાં નિયમો તો બધે હોય છે, પરંતુ ક્યારેક નમ્રતા, પ્રેમ, વાત્સલ્ય, આદરભાવ માણસને જડ નિયમોથી પર. બનાવી દે છે. રમણલાલ ચી. શાહ (‘પાસપોર્ટની પાંખે'માંથી) Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૩૫ બેરરથી બ્રિગેડિયર' રમણલાલ ચી. શાહ નિવેદન પાસપોર્ટની પાંખે' નામના મારા ગ્રંથમાં પ્રવાસના સ્વાનુભવના પ્રસંગોનું આલેખન વાર્તાશલીએ કર્યું હતું. તેવી જ શૈલીએ “બેરરથી બ્રિગેડિયર' નામના આ પુસ્તકમાં લશ્કરી જીવનના મારા કેટલાક અનુભવોનું આલેખન ભિન્ન ભિન્ન વ્યક્તિઓનાં રેખાચિત્રોની સાથે ગૂંથી લીધું છે. મારા મિત્ર અને “નવનીત -સમર્પણ'ના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈના પ્રેમભર્યા આગ્રહને પરિણામે જેમ પાસપોર્ટની પાંખે'ના પ્રસંગો “નવનીત' માટે લખાયા તેમ આ પ્રસંગો પણ નવનીત' માટે લખાયા છે. આમાંનાં બે રેખાચિત્રો “જન્મભૂમિ પ્રવાસી'માં શ્રી હરીન્દ્ર દવેએ પ્રગટ કર્યા છે. એ બંને મિત્રોના પ્રેમભર્યા આગ્રહ માટે ઋણી છું. મારા ભૂતકાળના જીવન ઉપર આજે જ્યારે દષ્ટિપાત કરું છું ત્યારે કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કામ કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવા માટે હું એન. સી. સી. માં જોડાયો હતો એ ઘટના મારે માટે એક સ્વપ્ન સમાન લાગે છે. કેવા હતા એ દિવસો! કેવો હતો એ તરવરાટ! કેવા હતા એ વિલક્ષણ અનુભવો! તેમાં પણ લશ્કરી મથકોમાં સૈનિકો અને ઑફિસરો સાથે ગાળેલા એ દિવસો એટલે જાણે એક જુદી જ દુનિયાના અનુભવો ! ઈ. સ. ૧૯૫૧ના માર્ચ, એપ્રિલ, અને મે એ ત્રણ મહિના માટે લશ્કરી તાલીમ લેવા માટે બેલગામમાં પાંચમી મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રીના સેન્ટરમાં જવાનું થયું હતું. ચોવીસ વર્ષની ત્યારે મારી ઉંમર હતી. શરીર સશક્ત અને ખડતલ હતું. આમ છતાં બેલગામની લશ્કરી તાલીમ મને ઘણી જ કપરી લાગી હતી. ત્રણ મહિનાની તાલીમ દરમિયાન મારું વજન દસ કિલો જેટલું ઘટી ગયું હતું. જો કે અમારી શક્તિ-સ્તુર્તિ ઘણી વધી ગઈ હતી. તો પણ તાલીમ લેવા આવેલા બધા જ પ્રોફેસરોને આ લશ્કરી તાલીમ ધાર્યા કરતાં વધુ સખત લાગતી હતી. અમે કોલેજના અધ્યાપકો લશ્કરી ઑફિસરોના તોછડા અને અપમાનજનક વ્યવહારથી પણ બહુ દુભાયા હતા. એટલે માનસિક રીતે પણ શરૂઆતમાં અમે એક પ્રકારનો સંતાપ અનુભવ્યો હતો. ત્રણેક અધ્યાપકો તો થોડા દિવસમાં જ Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ તાલીમ છોડીને પાછા ચાલ્યા ગયા હતા. મારી સાથે મુંબઈથી આવેલા એક ગુજરાતી અધ્યાપક તો કોલેજની આજ્ઞાથી, પણ મરજી વગર આવેલા. પહેલેથી જ તેઓ ઢીલા હતા. એમણે તો મનથી નક્કી જ કર્યું હતું કે લશ્કરી તાલીમમાં પાસ થઈને સેકન્ડ લેફટનન્ટની રેન્ક પોતાને મેળવવી નથી. એટલે તેઓ તાલીમને હળવી રીતે લેતા હતા અને જેટલું થાય તેટલું કરતા હતા. પરિણામે લશ્કરી તાલીમમાં તેઓ નાપાસ થયા હતા. એનો એમને અફસોસ કે વસવસો પણ થયો નહોતો, બલકે નપાસ થયા તે માટે તેઓ ખુશહાલી અનુભતા હતા. બેલગામમાં આરંભમાં બે અઠવાડિયા સુધી આ તાલીમ અને પ્રમાણમાં બહુ જ કષ્ટમય લાગી હતી. પરંતુ ધીમે ધીમે અમે બધા ટેવાઈ જવા લાગ્યા હતા. સમયનું ઘડિયાળને કાંટે ચુસ્ત પાલન કરવું, વાતે વાતે “યસ સર' કહીને ઑફિસરો સાથે વાત કરવી, લૂ વરસતા તાપમાં ખુલ્લા મેદાનમાં બાર કે એક વાગે માર્ચ કરવી–વગેરે પ્રકારનાં કષ્ટો હવે પહેલાનાં જેવાં લાગતાં ન હતાં. ત્રીજા-ચોથા અઠવાડિયાથી અમારું શરીર ખડતલ બની ગયું હતું અને લશ્કરી તાલીમને અનુરૂપ થવા લાગ્યું હતું. આ ત્રણ મહિના દરમિયાન લશ્કરી જીવનનો અમને સાચે જ પૂરેપૂરો પરિચય મળી ચૂક્યો હતો. લશ્કરી જીવન એટલે સામાન્ય નાગરિક જીવન કરતાં એક જુદી જ દુનિયા એમ અવશ્ય લાગે. ઑફિસરોની અને યુનિટોની હેરફેર સતત ચાલતી હોય. એટલે નવી નવી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું સતત બનતું રહે. આથી લશ્કરી જીવન એટલે દિનપ્રતિદિન અનુભવસમૃદ્ધ બનતું જીવન એવી પ્રતીતિ સતત થયા કરતી હતી. એન.સી.સી.માં સેકન્ડ લેફટનન્ટ તરીકે જોડાયા પછી છ અઠવાડિયાના રિફ્રેશર કોર્સ (Refresher Course) કરવા માટે પણ બેલગામ, કાપ્ટી, દહેરાદૂન વગેરેનાં લશ્કરી મથકોમાં મારે જવાનું કેટલીક વાર બન્યું હતું. એ વખતે પણ તરેહતરેહના અનુભવો થતા રહ્યા હતા. એ વખતે લશ્કરી તાલીમ પહેલાં જેટલી અઘરી લાગતી નહિ. કેટલીક વસ્તુઓ આવડતી હોવાને કારણે, શરીર હવે ઘડાઈ ગયું હોવાને કારણે તથા મન પણ એ તાલીમ માટે સજ્જ હોવાને લીધે, પહેલાંના જેટલા કડવા અનુભવો થતા નહિ. તાલીમ લેવામાં ભૂલ થતી નહિ એટલે શિક્ષા ક્યારેય મળતી નહિ. વળી રેધારી ઑફિસર હોવાને કારણે બીજા ઑફિસરોના અને ઈન્સ્ટ્રક્ટરોના તોછડા વર્તનમાં આપોઆપ કંઈક સંયમ રહેતો. રાયફલ Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૭ શુટિંગ, મેપ રીડિંગ, ફિલ્ડક્રાફ્ટ વગેરે વિષયોની સાપ્તાહિક પરીક્ષામાં કેટલીક વાર પ્રથમ નંબરે આવવાને કારણે મને ‘શાબાશી’ મળતી. એથી લશ્કરી તાલીમ લેવામાં થોડો ઉત્સાહ પણ જળવાઈ રહેતો. કૉલેજમાં એન.સી.સી. ઑફિસર તરીકે જોડાયા પછી સતત વીસ વર્ષ સુધી એ ક્ષેત્રમાં સેવા આપવાનું મારે બન્યું હતું. વીસ વર્ષમાં વીસથી અધિક કેમ્પમાં જવાનું પ્રાપ્ત થયું હતું. દરેક કેમ્પમાં સેંકડો નવા કેડેટો આવ્યા હોય. એ બધાને તાલીમ આપવામાં તથા સમગ્ર કેમ્પના વહીવટના આયોજનોમાં સક્રિય ભાગ લેવાનું પણ બનતું રહ્યું હતું. દેવલાલી, લોનાવલા, કરજત, દેહૂ, પૂના, ખડકવાસલા, નાસિક, જલગામ,માથેરાન, જવાર, વડોદરા, કાગલ, થાણા, મહાબળેશ્વર, બેલગામ, ગોકાક વગેરે સ્થળે યોજાયેલા કેમ્પમાં તરેહતરેહના અનુભવો થયા છે. દરેક વખતે કેમ્પ-કમાન્ડન્ટ જુદા જુદા હોય અને તે દરેકની પદ્ધતિ અને પ્રકૃતિ જુદી જુદી હોય. કેમ્પ-કમાન્ડન્ટ કઈ વસ્તુ ઉપર ભાર મૂકે છે અને તેમના ગમાઅણગમા કેવા છે તે જો સમજી લઈએ તો તેમની સાથે ઘર્ષણ વગર કામ કરી શકાય. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો મેજરની રેન્ક મળ્યા પછી કેમ્પના સેકન્ડ ઈન કમાન્ડ તરીકે કામ કરવાનું મારે આવ્યું હતું. એટલે કેમ્પ-કમાન્ડન્ટ પછી કેમ્પને લગતી બધી સત્તા મારા હસ્તક રહેતી. વળી કેમ્પકમાન્ડન્ટ ઘણું ખરું મેજરની રેન્કના રહેતા એટલે તેઓ પણ સમાન રેન્કને કારણે મારા પ્રત્યે આદર રાખતા અને પૂરો વિશ્વાસ મૂકીને બધી સત્તા મને સોંપી દેતા. એવે વખતે કેડેટો માટે એન.સી.સી. કેમ્પ એક યાદગાર કેમ્પ બની રહે એ માટે વિવિધ ઉપાયો અને યોજનાઓ વિચારીને તેનો અમલ કરાવતા. કૉલેજમાં અધ્યાપક હોવાને નાતે વિદ્યાર્થીઓ સાથેનો સંપર્ક અમારે જેટલો હોય તેટલો લશ્કરી કેમ્પ-કમાન્ડરને ન હોય તે સ્વાભાવિક છે. એટલે કેડેટો માટે કેમ્પની નજીકનાં જે ઐતિહાસિક કે પ્રાકૃતિક સ્થળો હોય તો તેનું પર્યટન પણ ગોઠવતો. કેડેટોને ખાવાપીવાનું બરોબર મળે છે કે નહિ તેનું ધ્યાન જાતે રાખતો. સાંજને વખતે રાઉન્ડ મારવા નીકળતો ત્યારે તેઓની વચ્ચે બેસીને સમાન ધોરણે વાતો કરતો. આથી વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમનો ડર ઓછો રહેતો. ચૌદ દિવસના કેમ્પ કરતાં ભગવાન રામનો ચૌદ વર્ષનો વનવાસ વધુ સારો એવી વિદ્યાર્થીઓમાં પ્રચલિત બનેલી ઉક્તિનો ભ્રમ કેડેટો સાથેની આત્મીયતાને કારણે ભાંગી જતો. એન.સી.સી.માં જોડાયેલા ઑફિસરોને બધી જ રેન્કની બઢતી સમયાનુક્રમે Page #82 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રત ઉપાસક રમણભાઈ અપાય છે. લશ્કરમાં શરૂઆતમાં બે-ત્રણ રેન્ક સુધી બઢતી સમયાનુક્રમે થાય છે, પરંતુ પછીથી વ્યક્તિની હોંશિયારી અનુસાર તેને બઢતી મળતી રહે છે. ત્યારપછી બ્રિગેડિયરની કક્ષાથી ઉપરની બધી રેન્ક લાયકાત અનુસાર અને ખાલી પડેલી જગ્યાનુસાર અપાય છે. એન.સી.સી.માં પંદર-વીસ વર્ષ સતત ચાલુ રહી મેજરની રેન્ક સુધી પહોંચવાનું અને બેટેલિયન કમાન્ડર થવાનું અધ્યાપકીય જીવનમાં સરળ નથી . એક કોલેજમાંથી બીજી કૉલેજમાં એન.સી.સી.ના કેડેટોની સંખ્યા ઘટતાં, એન.સી.સી.ના કામનો બોજો વધુ પડતો લાગતાં કે બીજા કોઈ કારણસર ઘણા આફિસરો આઠ-દસ વર્ષ એન.સી.સી.માં કામ કર્યા પછી છૂટા થાય તેવા સંજોગો ઊભા થતા હોય છે. સદ્ભાગ્યે મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે ૧૯૫૦માં અને એન.સી.સી.માં ૧૯૫૧માં હું જોડાયો ત્યારથી તે ૧૯૭૦ સુધી એ જ કૉલેજમાં અધ્યાપક અને એન.સી.સી. ઓફિસર તરીકે હું ચાલુ રહ્યો. ૧૯૫૫-૫૬ના એક વર્ષ માટે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કરવા માટે મને મોકલવામાં આવ્યો ત્યારે નવી કોલેજ હોવા છતાં સદ્ભાગ્યે ત્યાં પણ એન.સી.સી.ના ઑફિસર તરીકે ચાલુ રહેવાનું બન્યું હતું. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે હું જોડાયો એટલે આપોઆપ એન.સી.સી.ની મારી કારકિર્દી પૂરી થઈ. ઝેવિયર્સ કૉલેજમાં ૧૯૫૧ થી ૧૯૫૪ સુધી સેકન્ડ લેફટનન્ટ તરીકે, ૧૯૫૪ થી ૧૯૫૮ સુધી લેફટનન્ટ તરીકે, ૧૯૫૮ થી ૧૯૬૫ સુધી કેપ્ટન અને કંપની કમાન્ડર તરીકે અને ૧૯૬૫ થી ૧૯૭૦ સુધી મેજર તરીકે એન.સી.સી.માં હું સેવા આપતો રહ્યો હતો. છેલ્લાં વર્ષોમાં સેકન્ડ ઈન કમાન્ડ તરીકે અને કોઈ કોઈ એન. સી. સી. કેમ્પમાં અથવા કમાન્ડિંગ ઑફિસર રજા ઉપર હોય ત્યારે બેટેલિયન કમાન્ડરનું પદ મને ભોગવવા મળ્યું હતું. ગુજરાતી વિષયના એક અધ્યાપક તરીકે મળેલા આવા વિરલ પદાધિકારીઓથી એક પ્રકારની ધન્યતાનો સહજ અનુભવ થતો. એન.સી.સી.માં જોડાવાના કારણે પરેડ ઉપર અને વાર્ષિક કેમ્પમાં હાજરી આપવાને લીધે સમયનો ઘણો બધો વ્યય થતો. તદુપરાંત ઘરે બેસીને જાતજાતનાં રજિસ્ટરો ભરવાનાં આવતાં. બેટેલિયન હેડક્વાર્ટર્સનું શસ્ત્રો, સ્ટોક વગેરેનું પણ ઘણું કામ રહેતું. આમ એન.સી.સી.માં જોડાયો તેથી તેને માટે જીવનનો ઘણો બધો અમૂલ્ય સમય મારે આપવો પડ્યો છે; પરંતુ બીજી બાજુ એથી કેટલાક Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૮ લાભ પણ થયા છે. એક સિવિલિયન વ્યક્તિને રેગ્યુલર મિલિટરીનાં મથકોમાં રહેવા મળે અને ત્યાંના જીવનને નજીકથી નિહાળવા અને અનુભવવા મળે એ જેવીતેવીતક નથી. સાહસિકતા, નીડરતા, ધૈર્ય, અડગતા, સમયસૂચકતા, ધ્યેયની સ્પષ્ટતા, આપત્તિના પ્રસંગે પણ સ્વસ્થતા, વિપરીત પરિણામ આવે તો તેના વિકલ્પો, ઘડિયાળને કાંટે સમયનું ચુસ્ત પાલન, કુશળ આયોજન, જવાબદારીનું પૂરેપૂરું પાલન કરવાની નિષ્ઠા અને તત્પરતા વગેરે ઘણા બધા ગુણ લશ્કરી જીવનના અનુભવોના આધારે કેળવાય છે. કુદરતમાં ખુલ્લામાં રહેવાની તકને કારણે પ્રકૃતિ સાથેની આત્મીયતા સધાય છે. વળી મને એન.સી.સી.ના નિમિત્તે ઘણે ઠેકાણે પ્રવાસ કરવાની પણ ઘણી સારી તક સાંપડી છે. ૧૯૫૧માં બેલગામની તાલીમ દરમિયાન રજાના દિવસોમાં ગોવાનો પ્રવાસ, પોર્ટુગીઝ શાસન દરમ્યાન, કરવા મળ્યો હતો. જે સ્થળે કેમ્પ હોય અથવા રિફ્રેશર કોર્સ માટે જવાનું હોય ત્યારે તેની આસપાસનાં જોવા જેવાં સ્થળોનું પર્યટન અચૂક ગોઠવાઈ જતું. એ રીતે એન.સી.સી.માં જોડાવાથી પ્રવાસના કેટલાક મહત્ત્વના લાભ પણ મને થયા છે. એન.સી.સી.ના મારા વીસ વર્ષના અનુભવોને જ્યારે જ્યારે સંભારું છું ત્યારે કેટકેટલાં સ્મરણો નજર સામે તરવરે છે! દેવલાલીના કેમ્પમાં અંધારામાં ભૂત જેવું દશ્ય જોઈને ગભરાઈને માંદા જેવા થઈ ગયેલા કેપ્ટન ફર્નાન્ડીઝ, ગોકાકના કેમ્પમાં મહારાષ્ટ્રના અને કર્ણાટકના કેડેટો વચ્ચે અડધી રાતે થયેલી ભયંકર મારામારી, નાસિકના કેમ્પમાં ગોદાવરી નદીમાં છાનાંમાનાં નહાવા ગયેલા અને ડૂબી ગયેલા બે કેડેટોની કરૂણ ઘટના પછી ગમગીન બની ગયેલા કેમ્પના વાતાવરણને પ્રોત્સાહિત કરવાના કેમ્પ-કમાન્ડરના પ્રયાસો, દેહુના કેમ્પમાં છેલ્લે દિવસે કેડેટોને વહેંચવા માટે આવેલી ચોકલેટોની ચોરાઈ ગયેલી તમામ પેટીઓ, કરજતના કેમ્પમાં નાઈટ માર્ચ વખતે અંધારામાં ટેકરી ઉપરથી ગબડી પડેલા એક ઓફિસર, આલંદી કેમ્પમાં રોજ ફરવા માટે પાસ વગર ભાગી જતા કેડેટોની તપાસ, વડોદરાના કેમ્પમાં રેઈન્જ ફાયરિંગ વખતે નીકળેલા એક સાપને લીધે થયેલી અવ્યવસ્થા, પુનાના રેલવે સ્ટેશન ઉપર રેલવે રિઝર્વેશનની થયેલી ગડબડના કારણે છૂટી છૂટી બોગીઓમાં કેડેટોને બેસાડવા જતાં ખોવાઈ ગયેલી રાઈફલો, નાસિકના કેમ્પમાં રસ્તો બાંધવાના પ્રોજેક્ટ વખતે જેમની જમીન કપાઈ ગઈ તે ખેડૂતો સાથે થયેલી અથડામણ-આવી ઘણી બધી ઘટનાઓ નજર સામે તરવરે Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪૦ છે. એન.સી.સી.માં વર્ષોવર્ષ વિવિધ પ્રકારના અનુભવો મને થતા રહ્યા હતા. દર વર્ષે સતત નવા નવા કેડેટો, નવા નવા ઇન્સ્ટ્રક્ટરોનો સંપર્ક થતો અને દર બેત્રણ વર્ષે નવા બેટેલિયન કમાન્ડરનો પરિચય થતો. વાર્ષિક કેમ્પમાં પણ જુદી જુદી કૉલેજના સેંકડો કેડેટોના સંપર્કમાં આવવાનું બનતું. વીસ વર્ષની એન.સી.સી.ની કારકિર્દીમાં આવી રીતે દસેક હજારથી વધુ વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું બન્યું હતું. એમાં કેટલીયે વ્યક્તિ સાથે એવી કેટલીક ઘટનાઓ બની હતી કે જેથી એ વ્યક્તિઓના વિલક્ષણ વ્યક્તિત્વનું સ્મરણ ચિરકાલીન બની ગયું. આવી ઘણી વ્યક્તિઓમાંથી અહીં સોળ જેટલી વ્યક્તિઓના રેખાચિત્રો અંગત સંસ્મરણોના આધારે દોર્યાં છે. એમાં એવી વ્યક્તિઓની પંદગી કરી છે કે જેનું શબ્દચિત્ર કંઈક રસિક બને અને એના જીવનની ઘટના વિશે એક વાર્તાની જેમ નિરૂપણ કરવું ગમે. આમાં કેટલીક વ્યક્તિ એવી છે કે જેના જીવનમાંથી આપણને કંઈક પ્રે૨ણા મળે, કેટલીક વ્યક્તિ એવી છે કે જે આશ્ચર્યમુગ્ધ કરી મૂકે. તો કેટલીક વ્યક્તિની ઘટના એવી છે કે જે આપણને વિષાદનો અનુભવ કરાવે. શ્રુત ઉપાસક રમણભાઈ મારાં અંગત સંસ્મરણોના આધારે અહીં જે સોળ રેખાચિત્રો આપવામાં આવ્યાં છે તેટલી જ વ્યક્તિઓ મારે માટે ચિરસ્મરણિય છે એવું નથી. હજુ ઘણી એવી બધી વ્યક્તિઓ છે કે જેના વિશે ભવિષ્યમાં ક્યારેક જો અવકાશ મળે તો લખવાની આશા અને શ્રદ્ધા છે. એન.સ.સી.માંથી નિવૃત્ત થયા પછી વીસ વર્ષે આ સ્મરણો લખવાની અને પ્રગટ કરવાની અનુકૂળતા પ્રાપ્ત થઈ. બીજાં સ્મરણો વિશે લખવાની અને પ્રગટ કરવાની અનુકૂળતા ક્યારે મળશે તે તો કોણ જાણે ? ‘પાસપોર્ટની પાંખે’માં અંગત અનુભવોનાં જે સ્મરણો લખ્યાં છે તેમાં પ્રવાસવર્ણન અને ટૂંકી વાર્તા એ બે સાહિત્યસ્વરૂપોના સમન્વયનો જેમ મેં પ્રયોગ કર્યો તેમ આ પુસ્તકમાં સત્ય ઘટનાત્મક આત્મલક્ષી પ્રકારના અંગત અનુભવો સાથે રેખાચિત્ર અને ટૂંકીવાર્તા એ બે સાહિત્યસ્વરૂપોનો સમન્વય કરવાનો પ્રયોગ કર્યો છે. સત્ય ઘટનાત્મક વસ્તુ સાથે સર્જનાત્મક સાહિત્યસ્વરૂપોનો વિનિયોગ ક૨વામાં સર્જકતાના કેટલાક અંશો કુદરતી રીતે આવ્યા વગર રહે નહિ, અલબત્ત એ વિશે સહૃદય ભાવક અધિકારપૂર્વક વધુ સારી રીતે કહી શકે. આ રેખા ચિત્રો વાંચકોને, વિશેષતઃ યુવકોને ગમશે તો મારો આ પ્રયાસ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૧ સાર્થક માનીશ. આ રેખાચિત્રો લખવામાં અને પ્રગટ કરવામાં જેમના જેમના તરફથી મને સહકાર મળ્યો છે, ઉપયોગી માર્ગદર્શન મળ્યું છે તે સૌનો ઋણી છું. આ રેખાચિત્રોની પ્રેસકોપી તૈયાર કરી આપવા માટે શ્રી ચીમનલાલ કલાધરનો, કવર-ડિઝાઈન કરી આપવા માટે શ્રી જય પંચોલીનો અને સરસ મુદ્રણકાર્યની વ્યવસ્થા કરી આપવા માટે ડૉ. શિવલાલ જેસલપુરા તથા શ્રી ગિરીશ જેસલપુરાનો હું આભારી છું. શ્રી મુંબઈ જેન યુવક સંઘની સ્થાપનાના સમયે દેશ ગુલામ હતો. ત્યાર પછી બીજી વિશ્વયુદ્ધની પરિસ્થિતિની અસર ભારતના લોકજીવન પર પડી હતી. ભારત આઝાદ થતાં અનાજ, કાપડ અને રહેઠાણની સમસ્યાઓ ઊભી થઈ હતી. ભાષાવાર માંતરચના, વસ્તી વધારો, સરકારી કુમારશાહી, ભ્રષ્ટાચાર વગેરેની સમસ્યાઓ પણ ઊભી થઈ હતી. આમ સંસ્થાની સ્થાપનાના આ સાઠ વર્ષના ગાળામાં ભારતીય ભાતીગળ જનજીવન અને તેમાં પણ મુંબઈનું જનજીવન વિવિધ તબક્કાઓમાંથી પસાર થયું. આ સાઠ વર્ષના ગાળામાં એક બાજુ ગાંધીજી જેવી વર્તમાન સમયની સર્વોચ્ચ પ્રતિભા જોવા મળી, તો બીજી બાજુ બીજા વિશ્વયુદ્ધ સહિત દેશ અને દુનિયામાં અધોગતિના અનેક પ્રકરણો પણ જોવા મળ્યાં. આ બધાંના પડઘા “પ્રબુદ્ધ જીવને' સમયે સમયે કેવા કેવા ઝીલ્યા છે એ એના ભૂતકાળના અંકો ઉપર નજર નાખતા જોવા મળે છે. D રમણલાલ ચી. શાહ (“અભિચિંતનામાંથી) Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ શ્રત ઉપાસક રમણભાઈ મારાં માતુશ્રી સ્વ. રેવાબા | રમણલાલ ચી. શાહ જીવનની ઉત્તરાવસ્થામાં બાલ્યકાળનાં અને કિશોરવયનાં સંસ્મરણો વધુ તાજાં થાય છે. એ સંસ્મરણોમાં મહત્ત્વનાં પાત્રો તે માતાપિતા, દાદાદાદી, ભાઈબહેન, પડોશીઓ, મિત્રો, શિક્ષકો વગેરે હોય છે. કેટલાંક વર્ષ પહેલાં “પ્રબુદ્ધ જીવનમાં મારા પિતાશ્રી વિષે મેં લખ્યું હતું. હવે માતુશ્રી સ્વ.રેવાબા વિશે લખવાનો ભાવ થયો છે. એક અભણ પણ ધર્મપરાયણ, સંસ્કારી, કુટુંબવત્સલ સ્ત્રીએ સુખના દિવસો તો સારી રીતે માણ્યા હતા, પણ દુઃખના કપરા દિવસોમાં પણ કેવી સમતા અને ધીરજ ધારણ કરી હતી તે મને મારાં માતુશ્રીનાં જીવનમાં જોવા મળ્યું હતું. રેવાબાનો જન્મ ઇ. સ. ૧૯૦૦માં આણંદ જિલ્લામાં નાવલી નામના ગામે થયો હતો. નાવલી પ્રમાણમાં મોટું ગામ હતું. રેવાબાએ શાળાનું શિક્ષણ ચાર ચોપડી સુધી લીધેલું અને તે પણ જેવું તેવું, કારણ કે એ દિવસોમાં સ્ત્રી કેળવણીનો મહિમા નહોતો. રેવાબાના પિતા શેઠ ચુનીલાલ સુરચંદ શ્રીમંત હતા અને નાવલીમાં એમનું પોતાનું ઘણું મોટું ઘર હતું. એમનાં માતા ઈચ્છાબહેને પોતાની ડાહી, રેવા અને મણિ એ ત્રણે દીકરીઓને ઘરકામની સારી તાલીમ આપી હતી. એમને ઘરે એકબે ભેંસ કાયમ બાંધેલી રહેતી અને ત્રણ બહેનોને ભેંસને ચરાવવા, તળાવે નાહવા લઈ જતાં, ભેંસ દોહતાં અને દૂધમાંથી દહીં, માખણ અને ઘી બનાવતાં સારી રીતે આવડતું. ઇચ્છાબા દર બીજે કે ત્રીજે દિવસે સવારે વલોણું કરતાં અને ગામના લોકોને મફત છાશ આપતાં. ઇચ્છાબાએ જીવ્યા ત્યાં સુધી ઘરે ભેંસ બાંધેલી. ભેંસની સાથે લાડથી વાતો કરતાં અમે તેમને નાનપણમાં ઘણી વાર જોયાં છે. એમની બધી વાતો ભેંસ સમજતી અને તે પ્રમાણે તેઓ કહેતા કે ઢોર (ભેંસ) વગરનું જીવન એ ઢોર જેવું જીવન કહેવાય. એ દિવસોમાં જ્ઞાતિનાં બંધનો અત્યંત કડક હતાં. જ્ઞાતિ બહાર કોઈ લગ્ન કરી ન શકે. વળી ગામમાં ને ગામમાં લગ્ન કરવાનું ઇષ્ટ મનાતું નહિ. જાનમાં જવાનું મળે એનો આનંદ જુદો હતો. પચીસ-પચાસ ગાડાં જોડાય, રસ્તામાં Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ મુકામ થાય અને લગ્નના સ્થળે સાત દિવસ જાન રોકાય. રેવાબાની સગાઈ પાદરાના શ્રીમંત શેઠ અમૃતલાલ વનમાળીદાસ અને અમથીબહેનના બીજા પુત્ર ચીમનલાલ (માતા પિતાશ્રી) સાથે થઈ હતી. અઢાર વર્ષની ઉંમરે એમનાં લગ્ન લેવાયાં, પાદરાથી જાન નાવલી આવી અને પરણીને તેઓ પાદરા સાસરે આવ્યાં. બા જ્યારે પરણીને સારે આવ્યાં ત્યારે તે મોટા ઘરની વહુ તરીકે આવ્યાં હતાં. એમના સસરા (મારા દાદા) શેઠ શ્રી અમૃતલાલનો રૂ-કપાસનો ધમધોકાર ધંધો ચાલતો હતો. ભરૂચ, ઇટોલા, મિયાંગામ, ભાયલી વગેરે છ ગામોમાં એમની જિનિંગ ફેક્ટરી હતી. આખા તાલુકામાં પ્રથમ નંબરના ધનવાનમાં તેમની ગણના થતી હતી. એમનો કેટલોક વેપાર તે વખતના ભરૂચના પ્રખ્યાત પારસી વખારીઆ કુટુંબ સાથે હતો. એ જમાનામાં શ્રીમંત ઘરની સ્ત્રીઓ બધું જ ઘરકામ હાથે કરતી, પણ તેઓને નોકરચાકરની મદદ મળતી. ત્યારે બજારમાં ખરીદી કરવા, શાકભાજી લાવવા સ્ત્રીઓ જતી નહિ. ઘરના પુરુષવર્ગ દ્વારા અથવા નોકરચાકર દ્વારા આવું કામ થતું. બાનાં સાસુ અમથીબહેન એક ગોરાં, દેખાવડાં, જાજવલ્યમાન સ્ત્રી હતાં. તેઓ ધર્મપ્રેમી, સંસ્કારી, ઉદાર મનનાં અને મંત્રતંત્રનાં સાધક હતાં. સાબુ, ધુપેલ, તપખીર વગેરે તેઓ હાથે બનાવતાં અને ઘણાંને પ્રેમથી મફત આપતાં. બાને એક જેઠાણી, બે દેરાણી અને એક નણંદ હતાં. અમૃતલાલભાઇનું એક મોટું પચાસ માણસનું સંયુક્ત કુટુંબ હતું. દસ તો નોકરચાકર હતાં. કેટલાંકને ગોલા' કહેતા. રેવાબાનાં અમે આઠ સંતાનો. છ ભાઈ અને બે બહેન. મારા બે મોટા ભાઈ તે વીરચંદભાઈ અને જયંતીભાઇનો જન્મ પિયરમાં નાવલીમાં થયો હતો. મારા ત્રીજા મોટા ભાઈ નવીનભાઇનો જન્મ પણ પિયરમાં ઓડ પાસે કણભાઇપરામાં થયો હતો, કારણ કે મારા નાના-નાની નાવલી છોડીને દીકરીઓ પાસે ઓડ તથા પાસે કણભાઈપરામાં રહેવા આવ્યાં હતાં. મારો તથા બીજા બે ભાઈ પ્રમોદભાઈ અને ભરતભાઈનો અને બે બહેન પ્રભાવતીબહેન તથા ઇન્દિરાનો જન્મ પાદરામાં થયો હતો. મારો જન્મ બાના ચોથા દીકરા તરીકે વિ. સં. ૧૯૮૩માં કારતક વદ ૧૩ના દિવસે (૩૧૨-૧૯૨૬) થયેલો. આ વખતે બા પિયર ગયા નહિ, એટલે Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રુત ઉપાસક રમણભાઈ મારો જન્મ પાદરામાં થયો હતો. એ દિવસોમાં અમારા ગાયકવાડી રાજ્યમાં એવો નિયમ હતો કે દર વર્ષે દરેક તાલુકાના મુખ્ય ગામમાં તાલુકાનાં બાળકો માટે તંદુરસ્તીની સ્પર્ધા યોજવામાં આવતી. અમારું પાદરા તાલુકાનું મુખ્ય ગામ હતું, એટલે પાદરામાં રામજી મંદિરમાં સ્પર્ધા થતી. આ સ્પર્ધા એક વરસની અંદરના બાળકોની તંદુરસ્તીની હતી. બાળકનું વજન કરવામાં આવે, ઉંચાઈ માપવામાં આવે, છાતીનું માપ લેવાય. હાથ, પગ, આંખ, નાક, કાન વગેરે તપાસવામાં આવે અને એ બધામાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર ત્રણ બાળકોને ઇનામ આપવામાં આવે. બા-બાપુજી આ પ્રસંગે મને સરસ કપડાં પહેરાવીને લઈ ગયાં હતાં. એ માટે તાલુકામાંથી લગભગ સવાસો બાળકોને સ્પર્ધા માટે એમનાં માતાપિતા લાવ્યા હતાં. આ સ્પર્ધામાં ડંકો વગાડીને જાહેર થયેલાં ઇનામોમાં મારો પહેલો નંબર આવ્યો હતો. આ પરિણામ જાણીને બાબાપુજીને, દાદાદાદીને તથા સમગ્ર કુટુંબને બહુ આનંદ થયો હતો અને દાદાએ અમારી જ્ઞાતિમાં પેંડા વહેંચ્યા હતા. બા-બાપુજી આ પ્રસંગ હંમેશાં યાદ કરીને રાજી થતાં. બા સાથેના મારા પ્રસંગોમાં સૌથી પહેલો હજી પણ સ્મરણમાં છે. બા મને તેડીને ફળિયામાં સામેના ઘરે રહેતા ગો૨ધનકાકા અને કાકીને ઘરે ગયાં હતાં. બા અને કાકી સામસામી પાટ ઉપર બેસીને કંઈક સીવતાં હતાં. હું બાના ખોળામાં સૂતો હતો અને બા શું સાંધે છે તે જોતો હતો. વળી દિવાલો ઉપર ટાંગેલા ફોટા જોતો હતો. તે વખતે કાકી બોલ્યાં, ‘આ છોકરો ટગર ટગર શું જોયા કરે છે ?’ બાએ કહ્યું, ‘જાણે બધું સમજતો હોય તેમ ઊંચો થઈ થઇને ચારેબાજુ જોવાની એને ટેવ છે.’ (આમાં શબ્દો કદાચ જુદા હશે પણ એનો ભાવ બરાબર એ છે.) હું ચાલતાં અને બોલતાં પ્રમાણમાં વહેલું શીખ્યો હતો. બાને ‘રેવા’ને બદલે ‘ડઉઆ’ કહેતો. એટલે બા કેટલીકવાર ટોકતાં ‘ડઉઆ, ડઉવા' શું કરે છે ? ‘રેવા’ બોલ...મને દાંત વહેલા આવ્યા હતા અને ખાતાં જલદી શીખ્યો હતો. નાના બાળકની શોચક્રિયા માટે લાક્ષણિક રીત હતી. દરેક ઘરે ઓટલા રહેતા. મા ઓટલા ઉપર પાટલો નાખીને બેસે. પછી બંને પગની સામસામી એડીઓ ભેગા કરીને પોલાણ જેવું (આજની પોટી) બનાવે. પંજા પર બાળકને બેસાડે અને સિસકારો કર્યા કરે એટલે બાળકને શૌચ થાય. ત્યાર પછી બાળકને ધોવડાવી મા ઓટલા નીચે ઊતરી મળ ઉપર ધૂળ નાખે અને ઓટલાની ભીંતમાં કરેલા Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક ૨મણભાઈ ૪૫ ગોખલામાં બે લંબચોરસ પતરા રાખ્યાં હોય તેના વડે મળ એક પતરામાં લઈ જ્યાં નખાતો હોય ત્યાં નાખી આવે. હું ચાલતાં શીખ્યો ત્યારે શૌચક્રિયા માટે બા મને ફળિયા બહાર લઈ જવા લાગી. બા જ્યારે શૌચ માટે ફળિયા બહાર લઈ જાય અને એક મકાનની શોચ માટે વપરાતી ભીંત આગળ બેસાડે પછી બા ઊભી રહે. પણ કોઇક વાર હું રમત જ કર્યા કરતો હોઉં અને શૌચક્રિયા ભૂલી જાઉં ત્યારે બા ચિડાતી. કોઈ વાર બે ત્રણ છોકરા ભેગા થઇ ગયા હોય તો રમત કરતા. ગામડાગામમાં રાતને વખતે શેરીઓમાં ઘાસના દીવા રહેતા. એનો નહિ જેવો પ્રકાશ પડે. અંધારું હોય ત્યારે બા ફાનસ લઇને ઊભી રહે. દર કલાકે રામજી મંદિરમાં પહેલાં નગારું વાગે અને પછી ડંકા વાગે. કોઇવાર બા કહે, “જલદી કર, જો આઠના ડંકા થયા.' ત્રણથી પાંચ વર્ષ સુધી મારી સવારના ગાળામાં મુખ્ય પ્રવૃત્તિ તે બા કૂવે પાણી ભરવા જાય ત્યારે તેમની આંગળિયે જવાની, બપોરે બા સાથે તળાવે કપડાં ધોવા જવાની અને સાંજે દેરાસરે આરતી–મંગળદીવો કરવાની હતી. પાણી ભરીને પાછાં ફરતાં ખભે રાખેલાં ભીનાં દોરડાથી બાનાં કપડાં ભીંજાઈ જતાં. ફળિયામાં દાખલ થતાં બા બૂમ મારતી એ ઘડો ઉતારાવજો.' એટલે ઘરમાંથી કોઇક બા નીચાં નમે એટલે ઘડો ઉતારી લેતાં. પછી બેડું બા જાતે ઉતારતાં. બપોરના વખતે તડકામાં બા સપાટ પહેરી, માથે ધોવાનાં કપડાં ભરેલું મોટું ચેલિયું ચડાવતાં. એના ઉપર લાકડાનો પાયો (ધોકો) મૂકે અને હાથે બનાવેલા સાબુનો મોટો ગોળો (દડા જેવો) મૂકે. (ત્યારે સાબુ ગોળ આવતા.) તળાવે જઈ મને એક ઝાડ નીચે બેસાડે, બા એક શિલા ઉપર કપડાં ઘસે, ધોકા મારે અને પછી કછોટો વાળી ઘૂટણ સુધીના પાણીમાં જાય અને કપડાં પલાળી, નીચોવી, ખભે મૂકીને પાછાં ફરે અને નીચોવેલી ગડવાળાં કપડાં ચેલિયામાં મૂકે. આ સમય દરમિયાન હું ઝાડ નીચે બેસીને બધાંને કપડાં ધોતાં જોતો. પણ મને વિશેષ આનંદ તો પવન સાથે હિલોળા લેતા પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડતાં અને બદલાતાં જોતો. એને ઓકળિયો કહેતા. ચકચકતી હજારો ઓકળિયો જોતાં હું ધરાતો નહિ. સાંજે દેરાસરમાં આરતી સાથે નગારું વાગે તે સાંભળવામાં વધુ આનંદ આવતો. નગારું ઊંચે હતું એટલે આરતી-મંગળદીવો પૂરો થતાં બા મને ઊંચો કરી નગારું વગડાવતાં. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ચારેક વર્ષની ઉંમરે એક દિવસ સાંજે ઘરમાં હું અચાનક વેદનાની ભયંકર ચીસો પાડવા લાગ્યો. ફાનસના અજવાળે બાએ જોયું તો ત્યાં વીંછી હતો. સાપ ડંખ મારીને ભાગી જાય. વીંછી એટલામાં જ ફરતો રહે. ઊંચી પૂંછડીને કારણે પકડવાનું પણ સહેલું. તરત પિતાજીએ ચીપીયાથી વીંછી પકડીને તપેલીમાં મૂકી દીધો. તપેલીમાં વીંછી આંટા માર્યા કરે, પણ બહાર નીકળી ન શકે. તપેલી ઢાંકીને પિતાજી વીંછીને દૂર વગડામાં નાખી આવ્યા. હું ચીસો પાડતો સૂઈ રહ્યો. અમથીબાને મંત્ર ભણી વીંછી ઉતારતાં આવડે. એમના મંત્રથી મને થોડી રાહત થઈ, પણ દર્દ ચાલુ હતું. એવામાં બાને વિચાર સૂઝ્યો. તેઓ ઉપાશ્રયે ગયાં. સાધુ મહારાજને વિનંતી કરી એટલે મહારાજ કામળી ઓઢીને ઘરે આવ્યા. જ્યાં મને દર્દ થતું હતું ત્યાં હાથ મૂકીને મંત્ર ભણ્યા. પછી એમણે મને કહ્યું, ‘તું ઊંઘ આવે ત્યાં સુધી ‘વીતરાગ નમો જિણાણું' બોલ્યા કરજે. તને જરૂર મટી જશે.’ પથારીમાં સૂતાં સૂતાં મેં રટણ ચાલુ કર્યું. બા મને પંપાળતી રહી અને કહેતી રહી કે ‘હમણાં મટી જશે.’ એમ કરતાં થોડીવા૨માં જ હું ઊંઘી ગયો. સવાર પડતાં તો કંઈ થયું જ ન હોય એમ લાગ્યું. બીજી એક વખત પણ મને વીંછી કરડ્યો હતો. આ વખતે મોટો વીંછી નહિ પણ વીંછીનું બચ્ચું હતું. સવારે નાહીને મેં સ્કૂલે જવા માટે વળગણી પરથી ખમીશ ઉતાર્યું. પહેરવા જતાં બાંયમાં રહેલા વીંછીએ હાથ ૫૨ ડંખ માર્યો. મેં ચીસાચીસ ચાલુ કરી. બાએ ધમકાવ્યો, ‘કેમ આટલી બધી બૂમાબૂમ કરે છે ?' ત્યાં તો બાએ ખમીશ ઝાપટ્લે તો નીચે વીંછી પડ્યો. ઘરમાં એક જણ વીંછી પકડવા રોકાયું. પિતાજી બહારગામ હતા. એટલે બા મને અમારા એક વડીલ નાથાકાકાને ત્યાં લઈ ગયાં. નાથાકાકા મને ઊંચકીને બજારમાં લઈ ગયા. બાથી (સ્ત્રીઓથી) બજારમાં જવાય નહિ, કાકા મને એક મોટરવાળા પાસે લઈ ગયા અને વીંછી કરડ્યાની વાત કરી. એણે મોટરનું બોનેટ ખોલી બેટરીના બે વાય૨ મારા બે હાથમાં પકડાવ્યા અને કહ્યું બિલકુલ સહન ન થાય ત્યારે જ હાથ છોડી દેજે. ત્રણ ચાર વખત કરીશું.' મોટરનું એન્જિન ચાલુ કરતાં મને હાથે ધડ ધડ થવા લાગ્યું. (હળવો શોક લાગવા માંડ્યો). સહન થતું નહોતું છતાં હિંમત રાખી. ચાર વખત એમ કર્યું અને કહ્યું, ‘જા મટી ગયું છે. હવે રડતો નહિ.’ મારી પીડા ચાલી ગઈ. ઘરે આવીને કપડાં પહેરીને હું સ્કૂલે ગયો. વીંછી કરડવાના બનાવો ત્યારે ગામડાંઓમાં વારંવાર થતા. એ મટાડવા ૪૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૭ માટે વિવિધ ગામઠી ઉપચારો થતા. અમૃતલાલ દાદાને રૂના વેપારમાં મોટી ખોટ આવી અને માથે દેવું થઈ ગયું ત્યારે એમણે પોતાના ચારે દીકરાઓને ગામ છોડીને બીજે જઈ નોકરી ધંધો કરવાની ભલામણ કરી. ત્યારે ચારે ભાઇઓ દ્વારા પાદરા તાલુકાના મોભા રોડ નામના ગામે સ્ટેશન પાસે શરૂ થયેલા નવા વસવાટમાં અનાજ, કાપડ વગેરેની પ્રકીર્ણ ચીજવસ્તુઓની દુકાન કરવાનો વિચાર કર્યો. એ માટે ચારે ભાઇઓએ ત્યાં દુકાન ભાડે રાખી. મારા પિતાશ્રીએ એ માટે પહેલ કરી અને રેવાબા સાથે મને અને મારી નાની બહેન પ્રભાવતીને લઈ ગયા. ત્યારે મને પાંચમું વર્ષ બેઠું હતું. પરંતુ પિતાશ્રીના બીજા કોઈ ભાઈઓ આવ્યા નહિ, મોભામાં અમે એક વર્ષ રહ્યાં, પણ સંતોષકારક કમાણી ન થતાં અને દાદાની તબિયત બગડતાં પાછા પાદરે આવ્યા. મોભામાં અમારા ઘરની પાછળ જ વગડો અને ખેતરો હતાં. વગડામાં થોડે સુધી અમે રમવા જતા. આગળ જતાં ડર લાગતો. ત્યારે શાક બજારમાંથી વેચાતું લાવવાનું નહિ કારણ કે એવું બજાર જ ત્યાં નહોતું. ઘરની પાછળના વંડામાં બધા લોકો શાક ઉગાડીને ખાતા. ભીંડા, ગવાર વગેરેના છોડ અને તુરિયાં તથા ગલકાં વગેરેના વેલા વાવેલા તે હજુ યાદ છે. છોડ ઉપર જ્યાં શાક ઊગે તે બાને બતાવીએ. એમાં ખાસ તો ચોમાસાની ઋતુમાં થતાં કંટોલાં વીણી લાવવાની બહુ મઝા પડતી. બાએ કહેલું કે કંટોલા તો વરસાદ પડ્યા પછી જ ઊગે એ વાક્ય આજે પણ ભૂલાયું નથી. બા કંટોલા વીણવા અમને વગડામાં લઈ જતી. કોઈ વાર વરસાદ બહુ પડી ગયો હોય તો વચ્ચે મોટા ખાડાઓમાં પાણી ભરાઈ ગયું હોય. બા તો ખાબોચિયું ડહોળતી આગળ ચાલે, પણ હું ઊભો રહી જાઉં. બા કહે “એમ બીએ છે શું ? બહુ પાણી નથી.' પાણી મારી છાતી સુધી આવે. કપડાં તો પહેર્યા ન હોય, પણ પાણીમાં જતાં ડર લાગે. ખાબોચિયાના બીજા છેડે પહોંચે ત્યારે સલામતીનો આનંદ થતો. ખાબોચિયામાં વરસાદનું તાજું પાણી હોય અને સૂર્યપ્રકાશ નીકળે ત્યારે પાણી દુધિયા રંગનું દેખાય. એવા પાણીની જીવંતતા જ જુદી ભાસે. વળી પવનમાં વરસાદનું તાજું પાણી હિલોળા લેતું હોય એ જોવાનું ગમે. મોભામાં એક દિવસ એક બાવો અમારા ઘરે માગવા આવ્યો. બાએ એને લોટ અને ચોખા આપ્યા. બાની ઉદારતા જોઈ એણે ભોજનની માગણી કરી. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ચુત ઉપાસક રમણભાઈ બાએ ના કહી તો પણ ઘરમાં કોઈ પુરુષ નથી એ જોઇને એણે હઠ લીધી અને ઓટલે બેઠો. બેત્રણ વાર કહેવા છતાં એ ખસ્યો નહિ. બાવો બદમાશ જેવો લાગ્યો. બાપુજી ઘરમાં હતા નહિ એટલે બાએ તરત સમયસૂચકતા વાપરી મને પાછલે બારણેથી અલીકાકાને બોલાવવા મોકલ્યો. મુસલમાન અલીકાકા અમારા ઘરની નજીક રહેતા હતા. મેં દોડતા જોઈ અલીકાકાને વાત કરી. તેઓ હાથમાં લાકડી લઇને આવી પહોંચ્યા. એમણે લાકડી ઉગામી બાવાને ગામ બહાર ભગાડ્યો. એક વાર મોભામાં રાતના આઠ-નવ વાગે “સાપ આવ્યો, સાપ આવ્યો” એવી બૂમ પડી. બધા ઘરની બહાર નીકળી ગયાં. પાંચ છ ઘર દૂર સાપ દેખાયો હતો. બધા લાકડી લઈ બહાર દોયા. કોઈક સાપ પકડવાનો લાકડાનો લાંબો સાણસો લઈ આવ્યું. અંધારું હતું એટલે સાપ ક્યાં ભરાઈ ગયો તે દેખાયું નહિ. સાપ લપાતો લપાતો બાજુવાળા પડોશીના ઘરમાં ભરાયો તે દેખાયો. ત્યાંથી સાપને ભગાડતાં પાછલે બારણેથી નીકળી ગયો, પણ પછી ત્યાંથી અમારા ઘરમાં ભરાયો. ફાનસના અજવાળે તે દેખાયો. પણ ભગાડવા જતાં તે મોભ ઉપર ચડી ગયો અને એક બખોલમાં ભરાયો. ત્યાંથી ઘણા પ્રયત્નો કરવા છતાં તે ઊતર્યો નહિ. છેવટે નક્કી કર્યું કે બધાંએ ફળિયામાં ખાટલા ઢાળીને સૂઈ જવું. થોડાક પુરુષો લાકડી સાથે જાગતા રહે. બાએ અમને ભાઈબહેનને ખાટલામાં સૂવાયાં. અને પોતે જાગતાં રહીને નવકારમંત્રનું રટણ કર્યું. પિતાજી પણ જાગતા રહ્યા. બીકને લીધે આખી રાત સાપ નીકળ્યો નહિ, પણ સવાર થતાં ઘરની બહાર નીકળ્યો તે અમે બધાએ જોયું પણ એને કોઇ પકડે તે પહેલાં તો તે ઝડપથી વગડામાં પહોંચી ગયો. મોભામાં સ્ટેશનની પાસે જ અમારું ઘર હતું. એટલે સ્ટેશન પર અમે કેટલાક છોકરા રમવા જતા. સ્ટેશન માસ્તરને પણ એ ગમતું કારણ કે એમને અમારી ઉંમરનો એક દીકરો હતો. આખા દિવસમાં એક ગાડી આવે અને એક જાય. પછી માસ્તરને કંઈ કામ નહિ. ત્યારે અમે પાટા પર સમતોલપણું રાખીને ચાલવાની હરીફાઈ કરતા. સિગ્નલથી કેવી રીતે પાટા છૂટા પડે તે તથા એન્જિનનું મોટું બદલવું હોય તો તે માટેના કૂવાના પાટા કેવી રીતે ફેરવવા તથા જ્યારે કેટલા ડંકા વગાડવા તે માસ્તરનો મદદનીશ અમને સમજાવતો. મોભામાં એક વર્ષ રહી દુકાન સંકેલી પિતાજીને પાદરા પાછા ફરવું પડ્યું, Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ મારા અમૃતલાલ દાદાના છેલ્લા માંદગીના દિવસોનું અને એમના અવસાનના દિવસનું ચિત્ર હજુ નજરમાં તરવરે છે. માંદગીના વખતે ઉપરના માળે (મેડા ઉપ૨) એમને સૂવાડ્યા હતા. તેઓ શૌચાદિ માટે ઘરબહાર જઈ શકે એમ નહોતા એટલે એમને માટે પાટ મંગાવવામાં આવી હતી. અમે એમને જોવા ઉપર જઇએ તો તરત નીચે જવાનું કહેવામાં આવતું. તેઓ ગુજરી ગયા તે વખતે અમને બધાં છોકરાંઓને બાજુના એક મકાનમાં પૂરવામાં આવ્યા હતા જ્યાંથી અમે જોઈ શકીએ. દાદાની ઠાઠડી ઊંચકીને લઈ ગયા પછી અમને છોડ્યા હતા. દાદાના ગુજરી ગયા પછી અમુક દિવસ સુધી રોજ સવારે ફળિયામાં રોવાકૂટવાનું રાખવામાં આવતું. એ માટે સગાં સંબંધીની સ્ત્રીઓને કહેણ મોકલાતું. નજીકની શેરીમાં રહેતા બે હીજડાઓ મરશિયા ગવડાવતા. કેટલીક સ્ત્રીઓ છાતી કૂટવામાં માત્ર બે હાથનો અભિનય કરતી. દાદીમાં અમથીબા તથા ચારે વહુઓ જો૨થી ફૂટતી અને છાતી લાલધૂમ કરતી. અમે છોકરાઓ એ વર્તુળની બહાર ઊભા રહીને નિહાળતા. રેવાબા જ્યારે બહુ ફૂટતાં અને લાલધૂમ છાતીમાં લોહીની ટશરો ફૂટતી ત્યારે એ દૃશ્ય જોઇને અમે છોકરાંઓ રડતાં. ત્યારે અમથીબા પણ રેવાબાને અટકાવતાં. એક દિવસ તો તડકામાં છાતી કૂટતાં રેવાબા બેભાન પણ થઈ ગયાં હતાં. પારકે ઘેર ફૂટવા જવાનું હોય તો પણ રેવાબા પોતાનું ઘર હોય તેમ સમજી જો૨થી છાતી કૂટતા. અમૃતલાલદાદાના અવસાન પછી એકાદ વર્ષે મારા પિતાશ્રી અને એમના ભાઇઓએ મિલકતની વહેંચણી કરી એ દિવસો મારી નજર સમક્ષ અત્યારે પણ તાદેશ છે. પિતાશ્રીના પિતાશ્રી અમૃતલાલ શેઠને ધંધામાં ભારે ખોટ આવી હતી. એક જમાનાના આખા પાદરા તાલુકાના પ્રથમ નંબરના સૌથી મોટા સંપત્તિવાન ગણાતા અમૃતલાલ શેઠ પોતાના રૂ–કપાસના વેપારમાં આગમાં ૯૦૦ જેટલી ગાંસડી બળી જતાં થયેલા નુકસાનને કારણે રાતોરાત દેવાદાર થઈ ગયા હતા. પછીના દિવસો એમના વળતા પાણીના શાન્ત દિવસો હતા. ઘરની બહાર જવાનું એમને ગમે નહિ. ઘરનું ઘર વેચાઈ ગયું હતું, પરંતુ એમાં પોતે પતિપત્ની જીવે ત્યાં સુધી રહેવાની અદાલતે છૂટ આપી હતી. ૧૯૩૩માં એમનું અવસાન થયું તે પછી પિતાશ્રી અને એમના બીજા ત્રણે ભાઇઓ–એમ ચાર જણ વચ્ચે વહેંચવાનું હોય તો તે માત્ર ધરવખરી જ હતી. પિતાશ્રીના માતુશ્રી અમથી બા અમારી સાથે રહે એમ નક્કી થયું હતું. મિલકતમાં ૪૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રત ઉપાસક રમણભાઈ રોકડ તો કંઈ હતી નહિ. અમૃતલાલ શેઠે–બાપાએ ચારે દીકરાઓને લખાણ કરી કાયદેસર ફારગતી આપી દીધી હતી કે જેથી પોતાના દેવા માટે દીકરાઓને કોઈ સતાવે નહિ. વહેંચણીમાં માત્ર ઘર વખરી હતી, પરંતુ મોટું ઘર એટલે ઘરવખરી ઘણી હતી. એમાં તપેલાં તપેલી, થાળી વાટકા વગેરે તાંબા પિત્તળનાં વાસણો, ગાદલાં, ઓશીકાં, ચાદરો, ખાટલા, ડામચિયા, ઘંટી, બંબા, સગડીઓ, અથાણાની કાચની બરણીઓ, ગોળ અને ચોરસ ફાનસો, ચીમનીઓ, હીંચકા, પાટ, લાકડાની ખુરશીઓ, માટીના માટલાં, ઘડા ઇત્યાદિ. ઘર હોય એટલે સેંકડો વસ્તુઓ હોય. સૂચના પ્રમાણે રોજ થોડી થોડી સરખી સરખી વસ્તુઓ ઘરમાંથી બહાર ફળિયામાં અમે છોકરાંઓ લાવીને મૂકીએ. વડીલો એના ભાગ પાડે. અને દરેક પોતાનો ભાગ પોતાને ઘરે લઈ જાય. એ વખતે પિતાશ્રી પોતાની પ્રકૃતિ અનુસાર કશું માગે નહિ કે કશા માટે આગ્રહ રાખે નહિ. જે આવે તે સ્વીકારી લે. એ વખતે ઘરે ગયા પછી રેવાબા પિતાશ્રીને ઢીલા સાદે કહે, “તમે કેમ કંઈ બોલતા નથી ? બધી સારી સારી વસ્તુઓ બીજા ભાઇઓ લઈ જાય છે અને તૂટેલી નકામી વસ્તુઓ આપણા ભાગમાં આવે છે.” પિતાજી કહેતા, “આપણે મોટું મન રાખવું. સારી સારી વસ્તુઓ લઇ જઇને જો તેઓ રાજી થતા હોય તો ભલે થાય. કોઈ ચીજવસ્તુ માટે ઝઘડા થાય એવું મને ગમતું નથી. આપણને અન્યાય થાય છે એ હું સમજું છું પણ મને જે મળે એમાં સંતોષ છે. આજે આટલે વર્ષે પણ એ દશ્યો મારી નજર સમક્ષ તરવરે છે. પિતાજી કશું બોલે નહિ, જે ભાગમાં આવે તે શાંતિથી લઈ લે. અને પછી એકાંત મળતાં બા–બાપુજીની સમાધાનભરી વાતો સાંભળવા મળે. અમે નાના હતા ત્યારે ઇરાનીઓની બહુ બીક રહેતી. અમે જુદા રહેવા લાગ્યા ત્યારે એક વખત પાદરામાં ઇરાનીઓ આવી ચડ્યા. ગામને પાદર તંબૂ તાણીને રહે અને પોતપોતાના ટોપલા સાથે બજારમાં છરી, ચણ્યું, કાતર વગેરે ઓજારો વેચવા બેસતા. હોંશિયાર જબરા માણસો બરાબર ભાવતાલ કરીને વસ્તુ ખરીદતા, પણ નબળા માણસોને ખરીદવા બોલાવી, લોભાવીને છેતરી લેતા. એકંદરે તેમની છાપ ખરાબ હતી. ઇરાનીઓ ગોરા અને તેમાં પુરુષો પાટલૂન અને સ્ત્રીઓ ક્રોક પહેરતી. અને બે ચોટલા વાળી આગળ બે નાની લટ લટકતી રાખતી. પુરુષો Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શ્રુત ઉપાસક રમણભાઈ કરતાં સ્ત્રી બહુ જબરી હોય. ગામમાં ઇરાનીઓ આવે તો તેમને અટકાવી શકાય નહિ, પણ કોઈ ખાસ ખરીદી ન કરે તો તેઓ બેત્રણ દિવસમાં જ બીજે ગામ ચાલ્યા જાય. ગામ બહાર કોઈ એકલદોકલ મળે તો લૂંટી લેતા. એક વખત ગામમાં અફવા ઊડી કે એક ઇરાની નાના છોકરાને કોથળામાં નાખીને ઉપાડી ગયો. ત્યારથી આખું ગામ સાવધ બની ગયું. એ વખતે હું પાદરામાં ટાવરવાળી સ્કૂલમાં ભણતો. આખી બાંયનું ખમીસ, અડધું પાટલૂન અને માથે સફેદ ટોપી પહેરીને ઉઘાડા પગે ખભા પાછળ દફ્તરની થેલી રાખી આગળ એના નાકામાં હાથ ભરાવી બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા. રોજ સવારે નાહીને પહેરેલાં કપડાં હોય તે બીજે દિવસે સવારે ઊતરતાં. શાળામાં ભણવા તળાવના કિનારે થઇને, ટૂંકા નિર્જન રસ્તે અમે જતા. ઇરાનીઓની વાત આવી એટલે બાએ કડક સૂચના આપી દીધી કે તળાવ બાજુથી નહિ પણ ગામમાં થઇને ઝંડા બજારના રસ્તે ઘરે આવવું. કોઈ ઇરાની દેખાય તો દોડી જવું. બાની આ સૂચના દિવસો સુધી અમે પાળી હતી. શાળામાં ભણતા થયા પછી બા દર વર્ષે ઉનાળાની રજામાં અમને છોકરાંઓને લઇને પોતાના પિયરમાં ઓડ ગામે જતી. ત્યાં એમની બે બહેનો રહેતી. વળી ત્યાંથી નજીકના ગામ કણભાઈપરામાં એમના માતાપિતા-ઇચ્છાબા અને ચુનીલાલ બાપા રહેતા. એ દિવસોમાં પગે ચાલીને જ પાદરા સ્ટેશને જવાનો રિવાજ હતો. સામાનમાં લોઢાનો ટૂંક વજનદાર હોય એટલે બા માથે મૂકીને ચાલતી. એમાં કોઈ લજ્જા ગણાતી નહિ. અમે પાદરાથી વિશ્વામિત્રી જઈ ત્યાંથી મોટી ગાડીમાં બેસી આણંદ ઊતરતાં અને ત્યાંથી ગાડી બદલી ગોધરાવાળી ગાડીમાં બેસી ઓડ ઊતરતાં અથવા સીધા કણભાઈપરા જવાનું હોય તો ભાલેજ સ્ટેશને ઊતરતાં. ભાલેજથી ચાલતાં જ અમારે મોસાળના ઘરે જવાનું રહેતું. તે માટે અગાઉથી જણાવવાનો રિવાજ નહોતો. રેલવેમાં પણ ડબ્બા અડધા ખાલી હોય. જ્યાં સારા માણસો હોય અને બારી પાસેની બેઠક મળે એ ડબ્બો પસંદ કરાતો કે જેથી મહી નદીનાં દર્શન થાય. બા મહીસાગરમાં પૈસો નાખવાનું અમને અચૂક કહેતાં. ટ્રેનમાંથી નીચે નદીના પટમાં ચાલતા માણસો કેટલા નાના લાગે તે બા અમને બતાવતાં. એ દૃશ્ય હજુ પણ યાદ છે. મોસાળમાં જઇએ ત્યારે ખેતરોમાં જઇને આંબલી, રાયણાં, જાંબુ, જામફળ, કાચી કેરી વગેરે પથ્થરથી પાડીને અમે ખાતાં. ઘર માટે તુવરની સીંગો તોડી લાવતા. કોઈ વાર Page #96 -------------------------------------------------------------------------- ________________ પર શ્રુત ઉપાસક રમણભાઈ મહીના કોતરોમાં થઇને નદીએ નાહવા જતા. ત્યાં નદીના પટમાં વાવેલાં વેલા પરથી ઉતારેલાં ચીભડાં ખરીદીને ખાતા. બાની સમયસૂચકતાનો એક પ્રસંગ યાદ આવે છે. એક વખત બા સાથે અમે પાદરાથી ઓડ જતાં હતાં. એમાં અમુક અંતર બસમાં કાપવાનું હતું. અને પછી ટ્રેન પકડવાની હતી. રસ્તામાં એક ઠેકાણે બસ ઊભી રહી એટલે અમે ઊતર્યા. પણ ત્યાં કોઈ વસતિ નહોતી. પરંતુ બાની નજર ગઈ. ઘણે દૂર ઇરાનીઓનું ટોળું હતું. બાએ એ જોયું. એટલામાં કેટલાક ઇરાની સ્ત્રીપુરુષો માથે ટોપલા લઈ અમારી બાજુ આવવા લાગ્યા. અમને છોડીને બસ ચાલવા લાગી હતી ત્યાં તો બાએ જો૨થી બસવાળાને બૂમ પાડી, ‘બસવાળાભાઈ, બસ ઊભી રાખો, ઊભી રાખો. બસ તરત ઊભી રહી ગઈ. બાએ અમને કહ્યું, ‘અલ્યા દોડો, બસમાં પાછા બેસી જઇએ.' અમે દોડતાંકને બસમાં બેસી ગયા. અમને પાછા બસમાં બેસતા જોઈ ઈરાનીઓ ત્યાં જ ઊભા રહી ગયા. બસવાળો બોલ્યો, ‘માજી ! મને થયું કે તમે કેમ અહીં ઊતરો છો ?' ‘ઓછું ચાલવું પડે એટલે ઊતર્યા, પણ પછી ખબર પડી કે અહીં તો ઇરાનીઓ છે. સારું થયું તમે મારી હાંક સાંભળી અને ઊભી રાખી. નહિ તો આજે ઇરાનીઓએ મારી સોનાની બંગડીઓ પડાવી લીધી હોત.’ હું આઠેક વર્ષનો હતો ત્યારે પાદરામાં આસપાસના ફળિયાના છોકરાઓ ‘કંટિયારા’ તળાવ પાસે રમવા જતા. ઉનાળાની રજાના દિવસોમાં પાણી ઓછું થાય અને કિનારાની માટી સૂકવા લાગે ત્યારે એવી પોચી ચીકણી માટી કાઢી અમે એનાં રમકડાં બનાવી તડકામાં સૂકાવા મૂકતાં. સૂકાયેલાં રમકડાં ઘરે લાવતા. કોઈ વા૨ માટીમાંથી કાણાંવાળો પોલો પાવો બનાવતા અને એ સૂકાય ત્યારે વગાડતા. કોઇવાર માટીની પેન બનાવી, ઘરે લાવી ચૂલામાં શેકતા અને લાલ થયેલી પેનથી પાટીમાં લખતા. આવાં રમકડાં બનાવતાં એક વખત કેટલાક છોકરાઓને આંગળીએ ગુમડાં થવા લાગ્યાં. મને પણ થયાં. એ પાકે એટલે એમાંથી રસી નીકળતી. એ ચેપી રસીથી આજુબાજુની આંગળીઓને ચેપ લાગતો, પણ મટી જતું. એક વખત મને એ રીતે દસે આંગળીએ ચેપ લાગ્યો. હવે હાથથી ખવાય નહિ. બા ખવડાવે અથવા ચમચાથી ખાઉં. આ વખતે જલદી મટ્યું નહિ એટલે બા ચિંતાતુર થઈ. એવામાં પાસેના પડોશી જેઠાલાલના ઘરે એમના કોઈ સગા આવ્યા હતા. તેઓ વૈદું કરતા. બાએ એમને મારી આંગળીઓ બતાવી. Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૫૩ વૈદે કહ્યું ચેપ ઘણો વધી ગયો છે એટલે હવે બરાબર ઉપચાર નહિ કરો તો આંગળીઓ કપાવવી પડશે. હવે ચાલુ મલમપટ્ટીથી નહિ મટે. એ વખતે એમણે ઉપચાર બતાવ્યો. લોઢાના ચેલિયામાં ગંધક, પારો અને કણજીનું તેલ ભેળવીને બરાબર લસોટવું. એવી રીતે જે મલમ થાય તે બધી આંગળીએ લગાડી પાટો બાંધી લેવો. વૈદે બતાવેલા આ ઉપચારથી થોડા દિવસમાં આંગળીઓમાં રૂઝ આવી ગઈ. અને એમ કરતાં સદંતર મટી ગયું. આટલે વર્ષે પણ એ ઘટના અને ઉપચાર મને યાદ છે. બાને રોજ સવારે નાહીને દેરાસર દર્શન-પૂજાનો નિયમ હતો. શ્રીમંત હતા ત્યારે વસાવેલી ચાંદીની ડબ્બીમાં ચોખા વગેરે ભરીને લઈ જાય. પાછા ફરતાં તેઓ રોજ પાસેની શેરી નવઘરમાં આવેલા માણિભદ્રના સ્થાનકમાં જઈ દીવો કરી પગે લાગતાં. તેમને માણિભદ્ર દેવમાં ઘણી શ્રદ્ધા હતી. હું શાળામાં ભણતો થયો ત્યારે એમણે મને રોજ માણિભદ્રના સ્થાનકે જઈ દીવો કરવાની ટેવ પાડી હતી. (નવઘરીમાં આ જૂનું સ્થાનક હવે રહ્યું નથી. દેરાસરમાં નવું સ્થાનક થયું છે.) પિતાશ્રી માટે પાદરામાં ગુજરાન ચલાવવાનું પછી વધુ કઠિન બન્યું હતું. તેઓ નામું લખવામાં બહુ હોંશિયાર હતા અને એમના અક્ષર પણ મરોડદાર હતા. એવામાં વડોદરામાં ‘આર્યનૈતિક નાટક સમાજ' નામની નાટક કંપનીમાં એક મિત્રની ભલામણથી નામું લખવાની નોકરી મળી ગઈ. એક મહિના પછી તે નાટક કંપની મુંબઈ ગઈ એટલે પિતાજીને મુંબઈ જવું પડ્યું. નાટક કંપની ત્યાં બે વર્ષ રોકાવાની હતી એટલે પિતાજી મુંબઇમાં વ્યવસ્થા કરી અમને તેડવા આવ્યા. અમારું કુટુંબ ૧૯૩૭માં મુંબઇમાં આવીને વસ્યું. ખેતવાડી વિસ્તારમાં એક ચાલીમાં એક રૂમ પિતાશ્રીએ ભાડે રાખી હતી. મુંબઇમાં આવતાં બાપુજીએ અમને એક ખાસ સૂચના આપી. અમારા પ્રદેશમાં માને નામથી બોલાવવાનો રિવાજ હતો. એટલે અમે બધાં ‘રેવા’ કહેતાં. મુંબઇમાં બાપુજીએ કહ્યું કે હવે ‘રેવા’ નહિ કહેવાનું, ‘બા’ કહેવાનું. રસ્તામાં તમે રેવા કહીને વાત કરતાં હો ફાલતુ માણસો પણ નામ જાણી જાય. પછી તેઓ નામની બૂમ પાડી સંતાઈ જાય. અહીં મવાલીઓ પણ ઘણા હોય છે. એટલે અમે બધાંએ ‘બા’ કહેવાનું ચાલુ કર્યું. મુંબઈ આવીને બા બહુ રાજી થયાં. તેમણે કહ્યું, પાદરા કરતાં અહીં ઓછી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રુત ઉપાસક રમણભાઈ મહેનત. પાદરામાં તો બપોરે તડકામાં તળાવે કપડાં ધોવા જતી. અહીં મુંબઇમાં તો ઘરમાં નળમાં પાણી આવે એટલે વાર ન લાગે. નાની હતી અને ઓડમાં ઊંડા કૂવામાંથી પાણી ખેંચતાં દમ નીકળી જતો. કૂવેથી પાણી ભરી લાવવાનું કામ ઓડ અને પાદરામાં બહુ વર્ષો કર્યું છે, એટલે મુંબઇમાં ઘરમાં નળ એ તો અમારે મન સાહ્યબી કહેવાય. વળી પાદરામાં લાકડાં મૂકી, ફૂંક મારી ચૂલો સળગાવવો પડતો. અહીં સગડી અને પ્રાયમસ સળગાવવામાં કેટલી રાહત છે ! (પછીથી ઘરમાં ગેસ આવ્યો ત્યારે તો બા બહુ રાજી થઈ હતી.) એ દિવસોમાં ઘાટી મહિને એક રૂપિયામાં વાસણ માંજતો અને એક રૂપિયામાં કપડાં ધોતો. પણ એટલા પૈસા બચાવવા બા હાથે વાસણ માંજતા અને કપડાં ધોતા. બામાં ખડતલપણું હતું એટલે સવારથી રાત સુધી દસ માણસની રસોઈ કરવી, બધાંને જમાડવા, વાસણ માંજવા, કપડાં ધોવાં વગેરેમાં જરા પણ થાક લાગતો નહિ. આટલાં કામ વચ્ચે પણ દેવદર્શન, સામાયિક વગેરે ચૂકતાં નહિ. બા હાથે કામ કરતાં છતાં આખા મકાનમાં બા માટે સૌને માન હતું. મકાનની સર્વ સ્ત્રીઓ બાને “માસીબા” કહીને બોલાવતી. નાનાં છોકરાંઓમાં પણ બા બહુ પ્રિય હતાં. બાનો કાયમ નિયમ હતો કે દર શુક્રવારે મકાનના બધાં છોકરાંને વાટકી ભરીને ચણા આપવા. એ મકાન અમે છોડ્યું ત્યાં સુધી આ નિયમ ચાલુ રહ્યો હતો. બાની એવી પ્રતિષ્ઠા હતી કે પડોશી-પડોશી વચ્ચે ઝઘડો થાય ત્યારે લવાદ તરીકે બાની નિમણૂંક થતી. તેઓ પોતાની કોઠાસૂઝથી એવો ઉકેલ બતાવતાં જે બંને પક્ષને રાજીખુશીથી માન્ય હોય. બે વર્ષ કામ કરી “આર્ય નૈતિક' નાટક કંપનીએ અમદાવાદ જવાનું નક્કી કર્યું. બાપુજીને હવે બધાંને લઈને અમદાવાદ જવાનું ફાવ્યું નહિ. એટલે એ નોકરી છોડી દીધી. પણ બીજી નોકરી મળતાં વખત લાગ્યો. એમ દિવસો પસાર થયા અને ઘરમાં તકલીફ વધવા લાગી. દસ સભ્યોના કુટુંબનો નિભાવ કરવાનું બહુ કપરું બની ગયું હતું. બાનાં વૈર્યનો જ્યારે વિચાર કરું છું ત્યારે એક પ્રસંગ તરત નજર સામે તરવરે છે. ત્યારે મારી ઉંમર તેર વર્ષની હશે. એ કપરા દિવસોમાં સૌથી મોટા ભાઈ કાપડની મારકેટમાં મહિને દસ રૂપિયાના પગારની નોકરી કરે. બીજા નંબરના ભાઈ અમદાવાદ નોકરી કરવા ગયેલા. પિતાજી સ્વદેશી મારકેટમાં મહિને ચાલીસ રૂપિયાના પગારે નોકરી કરે. અમે ચાર ભાઈબહેન સ્કૂલમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૫ ૫ ભણીએ. બીજાં બે નાનાં હતાં. આટલી આવકમાંથી ઘરનું ગુજરાન થતું નહોતું. થોડું દેવું પણ થઈ ગયેલું. એવામાં પિતાજીની નોકરી છૂટી ગઈ. તેઓ નિરાશ થઈ ગયા. પછી રોજ બજારમાં નોકરી માટે આંટો મારીને આવે પણ કોઈ નોકરી મળે નહિ. એમ કરતાં બે મહિના થઈ ગયા. એક દિવસ બપોરે બાપુજી બજારમાંથી આવી નિરાશ થઈ આરામખુરશીમાં બેઠા હતા ત્યારે હું ઘરમાં એક બાજુ બેસી લેશન કરતો હતો. બાપુજીને જોઈ બાએ પૂછયું, “કેમ આમ સૂનમૂન બેઠા છો ?' બાપુજીએ કહ્યું, “કોઈ નોકરી મળતી નથી એટલે ચિંતા થાય છે કે ઘરનું પૂરું કેવી રીતે કરીશું ? માથે દેવું પણ થયું છે. બાએ કહ્યું, “ભગવાન કસોટી કરે છે, પણ બધું સારું થઈ જશે. દરમિયાન બાના મનમાં પણ કંઈક મનોમંથન ચાલ્યું હશે. પછી એમણે પોતાનો ટૂંક ખોલી (ત્યારે ઘરમાં કબાટ નહોતાં) એક ડબ્બી કાઢી અને એમાંથી સોનાની બે બંગડી કાઢી બાપુજીના હાથમાં મૂકતાં બોલ્યાં, “આ હવે વેચી આવો !' બંગડી સામે બાપુજી જોઈ રહ્યા અને પછી થોડીવારે બોલ્યા, “આ કેમ વેચાય ? આ તો તારા પિયરની છે. પછી કોઈ લગન પ્રસંગે શું પહેરીશ ?' બાએ કહ્યું, “પિયરની ભલે હોય, હવે વેચી દેવી જોઇએ. લગન પ્રસંગે, હું કચકડાની બંગડી પહેરીશ. મને શરમ નહિ લાગે. બાએ ઘેર્યથી બાપુજીને કહ્યું, પણ બાપુજી અસ્વસ્થ થઈ ગયા. એમની આંખમાંથી દડદડ આંસું પડ્યાં. બાએ ફરીથી કહ્યું, “તમે મન મક્કમ કરીને વેચી આવો, હું કહું છું ને! અત્યારે જ ઊપડો, પછી પાછો તમારો વિચાર બદલાશે.' બાપુજી બજારમાં જઈને આવ્યા. બાના હાથમાં પૈસા મૂકતાં કહ્યું, “વેચી નથી, પણ ચાર મહિના માટે ગિરો મૂકી છે.” જે કર્યું તે ભલે કર્યું, આપણે હવે પહોંચી વળીશું.” ત્યાર પછી બાએ દેરાસરે જતાં થોડીક બહેનોને કહ્યું કે “ઘરે કંઈ કામ કરવાનું મળે તો અપાવજો.” એવામાં ત્રણેક મહિના પછી દિવાળી આવતી હતી. બાને ઓળખાવાથી કેલેન્ડરો બનાવવાનું કામ મળી ગયું. પ્રેસવાળાને ત્યાંથી કેલેન્ડરના પૂઠાં અને ચિત્રો વગેરે લઈ આવીએ. ઘરે એના ઉપર કંપનીના નામનો કાગળ, લક્ષ્મીજી, સરસ્વતી, શ્રીગણેશ, શિવજી વગેરેનાં ચિત્રો ઓર્ડર પ્રમાણે લાહીથી ચોંટાડીએ અને તિથિ તારીખનો ડટ્ટો કાણાંમાં ભરાવી ટાઈટ કરી નાખીએ. Page #100 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક રમણભાઈ ઉપર કાણાંમાં લાલ દોરી ભરાવી ગાંઠ મારીએ. દિવાળી સુધી આ કામ ચાલ્યું. ઘરનાં બધાં કામ કરવા બેસી જાય. રોજનાં સો-દોઢસો કેલેન્ડર તૈયાર થાય. કેલેન્ડર પતે પછી કાગળની કોથળીઓ બનાવવાનું કામ બા મેળવી લાવે અને એમાં પણ અમે તે કરવામાં લાગી જતાં. રાતના ઉજાગરા પણ કરતા, પણ એમ કરતાં આવક થતી ગઈ. બાની ઈચ્છા એવી હતી કે કષ્ટ પડે તો પણ પોતાનાં સંતાનોને ભણાવવાં. હું મેટ્રિકમાં હતો ત્યારે વાંચવા માટે જાગતો તો. બા મારી પાસે જાગતાં બેસી રહેતાં કે જેથી મને આળસ ન આવે. મેટ્રિક પછી અમે બે ભાઈઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહેવા ગયા તો બા બે-ત્રણ દિવસે કશુંક ખાવાનું બનાવીને લાવતાં અને કહેતાં કે દોસ્તારોને પણ ખવડાવજો. બી.એ. પછી એમ.એ.ના અભ્યાસ માટે પાટણ જૈન મંડળની હોસ્ટેલમાં રહેવા ગયો તો બા રોજ મારે માટે ટિફિન લઈને આવે છે જેથી મારે ઘરે જવા આવવામાં સમય ન બગડે. એમ.એ.માં હું પહેલો આવ્યો અને સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે બાને કહેતો કે “આ ચંદ્રક તમારે લીધે મળ્યો છે. સંતાનોને ભણાવવાની બાની હોંશ એટલી બધી કે પાંચ સંતાનો ડબલ ગ્રેજ્યુએટ થયાં અને તે પણ આવા કપરા સંજોગોમાં. આમ છતાં બા અમારા કોઈ ભાઈબહેનની કોલેજ જોવા આવ્યાં નથી. મારી ઝેવિયર્સ કોલેજનું નામ પણ બાને ન આવડે. કહે કે મારે નામ શીખીને શું કામ છે? કોઈ પૂછે તો કહે કે ધોબીતળાવ પર આવેલી કોલેજમાં ભણે છે. ૧૯૪૪ના ગાળામાં અમારી આર્થિક સ્થિતિ સુધરવા લાગી, માથે કોઈ દેવું રહ્યું નહિ. પિતાજીની નોકરી ઉપરાંત મોટા બે ભાઇઓ નોકરીએ લાગી ગયા. એમ ઘરમાં ત્રણ જણનો પગાર આવવા લાગ્યો. વળી મેટ્રિક પછી અમે બે ભાઇઓ ભણવા સાથે ટ્યૂશન કરવા લાગ્યા અને ગ્રેજ્યુએટ થયા પછી નોકરીએ ચડયા. એમ કરતાં પાંચ જણનો પગાર આવવા લાગ્યો એટલે રેવાબાને કોઈ ચિંતા રહી નહિ. ઘરમાં સગવડ માટે કેટલાક ફેરફાર કરાવ્યા. પછી તો આર્થિક સ્થિતિ ઉત્તરોત્તર સુધરતી ગઈ. ૧૯૪૮ પછી એક પછી એક ભાઇનાં લગ્ન થયાં અને તેઓ નાની રૂમ છોડીને સ્વતંત્ર રહેવા લાગ્યા. એમ કરવાની બા-બાપુજીએ સંમતિ આપી. બાને હવે ઘણી જ રાહત લાગી અને સંતાનોની ચડતી જોઇને બહુ આનંદ થયો. આમ છતાં ખેતવાડીની ચાલીનું ઘર એ અમારું કેન્દ્રસ્થાન રહ્યું. Page #101 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૫૭. બાને તપશ્ચર્યામાં સારી શ્રદ્ધા હતી. એકાસણું, આયંબિલ, ઉપવાસ એમનાં ચાલતાં હોય. આયંબિલની ઓળી તેઓ કરતાં. પર્યુષણના દિવસોમાં એમણે એક વખત અઠ્ઠાઈ કરેલી. પર્યુષણના આઠ દિવસમાંથી પહેલા ચાર અને છેલ્લા ત્રણ એમ સાત ઉપવાસ ઘણીવાર કર્યા હતા. એક વખત બાને ઉપધાન કરવાની ભાવના થઈ હતી. લાલબાગ (માધવબાગ) ઉપાશ્રયે નામ પણ તેઓ નોંધાવી આવ્યાં હતાં. એ માટે જરૂરી ઉપકરણો પણ લઈ આવ્યાં હતાં. ત્યાં બે દિવસ અગાઉ કોઈક બહેન ઘરે મળવા આવ્યાં. વાત નીકળતાં તેમણે કહ્યું, “રેવાબહેન, તમારાથી ઉપધાન ન થાય. તમને ક્યાં બધી વિધિ આવડે છે!' આથી બા નાસીપાસ થયાં અને ઉપધાનમાં જોડાયાં નહિ. થોડા દિવસ પછી દેરાસરમાં કોઈક અનુભવી બહેન મળ્યાં. બાએ ઉપધાનમાં ન જોડાવાનું કારણ કહ્યું. એમણે કહ્યું, “બધી વિધિ બધાંને ન આવડે, પણ એટલે ઉપધાન ન છોડાય. ન આવડે તો સાધુ મહારાજ બધી વિધિ કરાવે, તમે ભૂલ કરી.” આ સાંભળી બા બહુ નિરાશ થયાં. ઉપધાનની એક વખત તક ચૂક્યાં, તે પછીથી ફરીથી ક્યારેય ઉપધાન કરવાની અનુકૂળતા મળી નહિ. પણ દીકરી ઇંદિરાને ઉપધાન કરાવીને આનંદ અનુભવ્યો. આઠ છોકરાં ઉછેરનાર બાની પાસે બાળકના મનને જીતવાની વાત્સલ્યભરી કળા હતી. એ દિવસોમાં ટેલિફોન કોઇકને ત્યાં જ હતા. એટલે અમે અમારાં બંને નાનાં સંતાનોને-શૈલજા તથા અમિતાભને લઇને અઠવાડિયામાં એકબે વાર બાને મળવા જતાં. બંને સંતાનોને શિખંડ બિલકુલ ભાવતો નહિ. બાને થયું કે નાનાં છોકરાંઓને શિખંડ બહુ જ ભાવે. ન ભાવે તે બરાબર ન કહેવાય. એક વાર અમે બાને ઘરે ગયાં તો બાએ શિખંડ બનાવ્યો હતો. બાએ પૂછ્યું તો બંનેએ શિખંડની ના પાડી. બાએ કહ્યું, “આજે તમારા પપ્પાની વરસગાંઠ છે અને તમે શિખંડ ન ખાવ તે મને ગમતું નથી.” પછી બાએ વહાલથી કહ્યું, “એક એક નાની ચમચી જેટલો આપું છું. જરાક જીભે અડાડી લેજો.” પછી બાએ બંનેને સાવ નાની ચમચી જેટલો શિખંડ આપ્યો. બંનેને ભાવ્યો. એટલે બાએ એક બીજી ચમચી ભરીને આપ્યો અને પાસે બંને માટે વાડકી ભરીને મૂકી. બંને બધો શિખંડ ખાઈ ગયાં અને વધુ શિખંડ માગ્યો અને ધરાઇને ખાધો. ત્યારથી બંને બાળકોએ “શિખંડવાળાં બા” એવું બાનું નામ પાડ્યું અને એમને માટે એ કાયમનું થઈ ગયું. પછી જ્યારે બાને ઘરે જવાનું હોય ત્યારે શિખંડ બનાવવાનું તેઓ અચૂક કહેવડાવતાં. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્વત ઉપાસક રમણભાઈ. એક દિવસ સાંજે અમે ઘરમાં બેઠાં હતાં. બાપુજી ઑફિસેથી હજુ આવ્યા નહોતા. તે વખતે બા પલંગ પર બેઠાં હતાં ત્યાં અચાનક કંઈ અસંબદ્ધ બોલવા લાગ્યાં. અવાજ મોટો થઈ ગયો. આંખો પહોળી થઈ ગઈ. અમે વિચારમાં પડી ગયાં. થયું કે બાને માથે ગરમી ચડી ગઈ છે. શું કરવું તે સૂઝતું નહોતું. ડૉક્ટરને બોલાવવાનો વિચાર કરીએ છીએ ત્યાં મારા નાના ભાઈ પ્રમોદભાઇએ પાણી ભરેલો ઘડો લાવી બાને માથે ઢોળી દીધો. બાના કપડાં પલળ્યાં અને પથારી પણ પલળી. “આવું કરાય ?' એવો અમે પ્રમોદભાઇને ઠપકો આપવા લાગ્યા, ત્યાં તો બા ધીમે ધીમે સ્વસ્થ થઈ ગયાં અને અમને ઠપકો આપવા લાગ્યાં કે એને વઢો નહિ. એણે મારે માથે પાણી રેડ્યું એટલે મને ટાઢક થઈ ગઈ. હવે સારું લાગે છે. મને માથે ગરમી ચઢી ગઈ હતી.' અમને થયું કે સંભવ છે કે બાનું બ્લડપ્રેશર વધી ગયું હશે; પરંતુ એ દિવસોમાં તરત બ્લડપ્રેશર મપાવવાનો વિચાર આવતો નહિ. વળી બાને એવું પછી કેટલાંક વર્ષ સુધી થયું નહોતું. એટલે ત્યારે એ ચિંતાનો વિષય નહોતો. અમારું કુટુંબ સાધારણ સ્થિતિનું હતું. એટલે બા-બાપુજીને ચિંતાનો સૌથી મોટો વિષય તે દીકરાઓની સગાઈનો હતો. જ્ઞાતિમાંથી કન્યા મળે નહિ અને જ્ઞાતિ બહારની મળે પણ તે લેવાય નહિ. એ દિવસોમાં ૧૮-૨૦ વર્ષની ઉમરે લગ્ન થતાં. અમારા સગાંઓમાં બધાનાં દીકરા-દીકરીનાં લગ્ન થઈ ગયાં, પણ સૌથી મોટા ભાઈ ર૨-૨૩ વર્ષના થયા, પણ હજુ સગાઈની કોઈ વાત આવતી નહિ. આથી બાને વધારે ચિંતા થતી. અડધી રાતે પણ પથારીમાં બેઠાં વિચાર કરતાં હોય. છેવટે ૨૬ વર્ષની વયે સૌથી મોટા ભાઈનાં લગ્ન થયાં. એક વખત લાઈન ચાલુ થઈ એટલે પછી ચાલવા લાગી. અમારા ત્રણ ભાઈનાં સગાઈલગ્ન થઈ ગયાં. મારાં લગ્ન વખતે પરિસ્થિતિ ઊલટી થઈ. મેં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો અને મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરવા લાગ્યો. હવે જ્ઞાતિમાંથી વારંવાર કન્યાની વાત આવતી પણ બાને તે યોગ્ય લાગતી નહિ. છેવટે મારાં લગ્ન જ્ઞાતિ બહાર કરવાનો નિર્ણય થયો. એમ થાય તો અમને જ્ઞાતિબહાર મૂકવામાં આવે, પણ હવે જ્ઞાતિનાં બંધનો શિથિલ થયાં હતાં. એટલે મારાં લગ્ન માટે અન્ય જૈન જ્ઞાતિનાં અને કોલેજમાં સહાધ્યાયિની, મુંબઈની સોફાયા કોલેજનાં અધ્યાપિકા તારાબહેનની એમના પિતા તરફથી દરખાસ્ત Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૯ શ્રુત ઉપાસક રમણભાઈ આવી ત્યારે બાએ અને કુટુંબના સર્વેએ એ સહર્ષ સ્વીકારી લીધી. બાનો ઉલ્લાસ એટલો બધો હતો કે અમારાં લગ્નના દિવસે તેઓ દાદર ઊતરતાં પડી ગયાં અને વાગ્યું તો પણ સમગ્ર વિધિ અને સત્કાર સમારંભ દરમિયાન કોઈને જણાવા દીધું નહોતું. વળી ત્યારે સોફાયા કોલેજનાં પ્રિન્સિપાલ મધર વોર્ડને પગે લાગવા અમે ગયાં તો તેઓ સાથે આવ્યાં હતાં. આ રીતે એમણે સોફાયા કોલેજ પણ જોઈ. ત્યાર પછી કેટલાંક વર્ષ બાને સારું રહ્યું. તેઓ શત્રુંજય, શંખેશ્વર, મહુડી, માતર, ઝઘડિયા, કાવી વગેરે સ્થળે કેટલીક વાર જાત્રા કરી આવ્યાં. વળી તેઓ સ્પેશિયલ ટ્રેઇનમાં ૪૫ દિવસની શિખરજીની યાત્રા કરી આવ્યા, જેમાં દિલ્હી, આગ્રા તથા ઉત્તર, બિહાર, મધ્યપ્રદેશ અને આંધ્ર સહિત ઘણાં બધાં તીર્થોનો સમાવેશ થયો હતો. ત્યાર પછી બાને ૬૮ વર્ષની ઉંમરે લકવાનો હુમલો આવ્યો. તરત હૉસ્પિટલમાં દાખલ કર્યા અને અઠવાડિયામાં સારા થઇને ઘરે આવ્યાં. ત્યાર પછી અમે બા-બાપુજીને વિમાનમાં ભાવનગર લઈ જઈ શત્રુંજયની જાત્રા કરાવી આવ્યા. વિમાનમાં બેસવાનો એમનો પહેલો અનુભવ હતો. એથી એમણે ખૂબ આનંદ અનુભવ્યો. લકવામાંથી બા સાજા થયાં અને હરતાં ફરતાં થયાં. કેટલીક જાત્રાઓ પણ કરી આવ્યાં. પણ પછી આંખે મોતિયો આવ્યો, અને તપાસ કરાવતાં ડાયાબિટિસ પણ નીકળ્યો. એટલે મોતિયાનું ઓપરેશન કરવાની દાક્તરોએ ના પાડી. પરિણામે બાને આંખે ઝાંખપ વધતી ગઈ. સાવ નજીક માણસ આવે ત્યોર ઓળખાય. મોતિયાને લીધે પછી તો ઘરની બહાર જવા આવવાનું બંધ થયું. બહેન ઈન્દિરા રસોઈ ઉપરાંત બાની બધી ચાકરી કરતી. ચાર ભાઈ અને એક બહેનનાં લગ્ન થતાં ખેતવાડીની ચાલીની રૂમમાં હવે બા-બાપુજી સાથે બે ભાઈ અને એક બહેન રહ્યાં. હવે ગુજરાનની ચિંતા નહોતી. બધા ભાઇઓને ત્યાંથી રકમ આવતી. હવે બાનો હાથ છૂટો રહ્યો. પિતાજી નોકરી છોડી નિવૃત્ત થયા. બીજા બે ભાઇનાં લગ્ન થતાં બા-બાપુજી અને બહેન ઇન્દિરા વાલકેશ્વર મોટા ઘરમાં રહેવા આવ્યાં. ચાલીની રૂમ પછી છોડી દીધી. દરમિયાન પ્રમોદભાઇએ પણ જુદું ઘર લીધું, ઇન્દિરાબહેનનાં પણ લગ્ન થયાં અને ભરતભાઇએ પણ Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ મોટું ઘર લીધું. જીવનના અંત સુધી બા બાપુજી ભરતભાઇને ત્યાં રહ્યા. સિત્તેરની ઉંમરે દાંત ગયા પછી બાને આંખે મોતિયો પાકવા આવ્યો ત્યારે અમે કહ્યું “બા તમે ઓપરેશન કરાવો તો બરાબર દેખાશે.” એ દિવસોમાં ઓપરેશન એ મોટી વાત હતી. મોતિયાના ઓપરેશનમાં ચારેક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડતું. બાએ કહ્યું, “મારે ઓપરેશન કરાવવું નથી. નહિ દેખાય તો મારે જોઇને પણ શું કામ છે ?' હું મારે શાંતિથી રહેવા માગું છું.” પછી તો બાને ડાયાબિટિશની તકલીફ ચાલુ થઈ એટલે ડૉક્ટરે જ ઓપરેશનની ના પાડી. પરિણામે બાને તદ્દન ઝાંખું દેખાતું. સાવ પાસે કોઈ આવે તો અણસાર આવે. અવાજથી જ બધાંને ઓળખે. આંખના અંધાપા સાથે બાની શારીરિક અશક્તિ પણ વધી ગઈ. તેઓ આખો દિવસ પલંગમાં બેસતાં કે સૂતાં. પિતાશ્રી પણ આખો દિવસ બા પાસે બેસતા અને નવકારમંત્ર, સ્તવનાદિ સંભળાવતા. બા અમારા સૌથી નાના ભાઈ ભરતભાઇને ત્યાં રહેતાં. એમણે તથા એમનાં પત્ની જયાબહેને છેલ્લાં વર્ષોમાં બાને નવડાવવામાં, ખવડાવવામાં, શૌચાદિ ક્રિયા કરાવવામાં ઘણી સારી સેવાચાકરી કરી હતી. એમ કરતાં પોષ સુદ ૭, વિ. સં. ૨૦૨૧ના દિવસે ઈ.સ. ૧૯૭૫માં ૭૫ વર્ષની વયે બાએ મધરાતે હૃદયરોગનો હુમલો થતાં શાન્તિથી દેહ છોડ્યો. એક ઉત્તમ આત્માએ જીવનલીલા સંકેલી લીધી. એ વખતે તત્ત્વના જાણકાર પિતાશ્રીએ સારી સ્વસ્થતા અને સમતા ધારણ કરી હતી. અને અમને પણ સ્વસ્થ રહેવા કહ્યું હતું. બાનું જીવન એટલે સમ-વિષમ સંજોગોથી સભર ધર્મમય સમતામય જીવન. બાની કૂખે અમને જન્મ મળ્યો એ અમારા જીવનની ધન્યતા છે. એમના પુણ્યાત્માને કોટિ કોટિ વંદન. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક રમણભાઈ ૬૧ મારા પિતાશ્રી | રમણલાલ ચી. શાહ મારા પૂજ્ય પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ વિ. સં. ૨૦૫૨ના મહા વદ અમાસના દિવસે (તા. ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૯૬ના રોજ) ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો. ચિત્તની સ્વસ્થતા અને સમતા, નિર્બસનીપણું, કાયમ ઉણોદરી વ્રત અને પ્રભુભક્તિ એ એમના દીર્ધાયુનું રહસ્ય છે. આ ઉંમરે પણ તેઓ ઘરમાં લાકડીના ટેકા વગર ચાલે છે. જરૂર પડે તો ભીંતનો ટેકો લે છે. આખો દિવસ સતત બેઠેલા રહે છે. દિવસે ઊંઘતા નથી. પુસ્તકો અને છાપાંઓ નિયમિત વાંચે છે. (નવું વર્ષની ઉંમર પછી તેમને બંને આંખો મોતિયો આવેલો તે ઉતરાવી લીધો હતો.) તેમને કાને બરાબર સંભળાય છે. માથે ટાલ પડી નથી. કેટલાક વખત પહેલાં કોઈ કોઈ વાળ પાછા કાળા થયા હતા. તેમના બધા દાંત પ્રૌઢાવસ્થામાં ગયેલા, ચોકઠું કરાવેલું પણ પહેર્યું નહિ. વગરદાંતે, પેઢાં મજબુત થઈ ગયાં હોવાથી ખાઈ શકે છે. પાચનક્રિયા બરાબર ચાલે છે. રાતના સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય છે. રાતના પેશાબ કરવા ઊઠવું પડતું નથી. સંજોગોવશાતું રાત્રે મોડા સૂવાનું થાય તો પણ વહેલી સવારે સમયસર ઊઠી જાય છે. તેમને શરીરમાં કોઈ બિમારી નથી. હાર્ટ ટ્રબલ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, પાઈલ્સ, અસ્થમા કે એવો કોઈ રોગ નથી. ચાલીસેક વર્ષની ઉમરે દમનો વ્યાધિ લાગુ પડ્યો હતો. તે વખતે ક્યારેક તો એ રોગના જીવલેણ હુમલો આવ્યા હતા. પરંતુ ભારે પુરુષાર્થ કરી એમણે એ રોગને એવો તો નિર્મૂળ કર્યો કે જિંદગીમાં બીજી વાર તે થયો નથી. એ વખતે ભાયખલામાં દવાખાનું ધરાવતા એક ભલા પારસી ડૉક્ટર દારૂવાલાની દવા એમને માફક આવી ગઈ હતી. રોજ સવારે સાડા પાંચ કે છ વાગે ઊઠતાંની સાથે પથારીમાં બેઠાં બેઠાં જ તેઓ એક કલાક ઉચ્ચ સ્વરે પ્રભુસ્તુતિ કરે છે. આત્મરક્ષા મંત્ર, નવકાર મંત્રનો છંદ, ગૌતમ સ્વામીનો છંદ, રત્નાકર-પચીસી, કેટલાંક પદો તથા સ્તવનો તેઓ રોજ બોલે છે. પહેલા તીર્થકર ઋષભદેવથી ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામી સુધી રોજ અનુક્રમે એક તીર્થકરના ઓછામાં ઓછા પાંચ સ્તવનો ગાય છેઃ બે કે ત્રણ સ્તવન યશોવિજયજીના, એક આનંદઘનજીનું, એક દેવચંદ્રજીનું અને એક Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ મોહનવિજયજીનું. આ ઉપરાંત પણ કોઈ જાણીતું સ્તવન હોય તો તે બોલે છે. પછી આખો દિવસ જે તીર્થંકર ભગવાનના સવારે બોલેલાં સ્તવનો હોય તે એમના મનમાં ગુંજ્યા કરે છે. અગાઉ તેમને દોઢસોથી વધુ સ્તવનો કંઠસ્થ હતા. છેલ્લાં કેટલાંક વર્ષથી કોઈ કોઈ સ્તવનમાં ભૂલ પડે છે. એટલે સ્તવનની ચોપડી હવે પાસે રાખે છે. સવારે ચા-પાણી લઈ, સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી તેઓ નવસ્મરણ બોલે છે. નવસ્મરણ એમને કંઠસ્થ છે પણ હવે તેમાં પણ ભૂલ પડતી હોવાથી પાસે ચોપડી રાખે છે. સવારે ભોજન પછી તેઓ આખો દિવસ જુદા જુદા મંત્રના જાપ તથા લોગસ્સ સૂત્રનું રટણ કરે છે. સરેરાશ બસો વખત લોગસ્સ બોલાતો હશે. દિવસ દરમિયાન બપોરે છાપાં, સામયિકો કે પુસ્તકોનું યથેચ્છ વાંચન કરે છે. પોતે જે જે વાંચ્યું હોય તેમાં પેન્સિલથી લીટી કરી નિશાની રાખે છે કે જેથી ભૂલથી ફરીથી એ વાંચવામાં ન આવે. કોઈ મળવા આવ્યું હોય તો તેટલો સમય વાતચીતમાં પસાર થાય છે. આ ઉંમરે પણ સ્મૃતિ ઘણી જ સારી છે. વર્ષો પહેલાંની ઘટનાઓ અને નામો બધું સ્મૃતિમાં તાજું છે. પિતાશ્રીનો જન્મ ઈ. સ. ૧૮૯૭માં પાદરામાં થયો હતો. પોતાની જન્મસાલ યાદ રાખવા માટે તેઓ કહે છે કે જે વર્ષે ગાયકવાડ સરકારે વિશ્વામિત્રી સ્ટેશનથી પાદરા સુધીની નેરોગેજ રેલ્વેલાઈન નાખી તે વર્ષે પોતાનો જન્મ થયો હતો. પાદરાના રેલ્વેસ્ટેશનને એ રીતે સો વર્ષ થવા આવ્યાં. ઘણાં વર્ષો સુધી રેલ્વે પાદરા સુધી રહી. પછી એને માસ૨ ૨ોડ સુધી લંબાવવામાં આવી અને પછી જંબુસર સુધી લઈ જવામાં આવી. ૬ ૨ પિતાશ્રીએ શિક્ષણ પાદરાની શાળામાં લીધું હતું. એ વખતે એમના સહાધ્યાયીઓમાંના એક તે ગચ્છાધિપતિ વિજયરામચંદ્રસૂરિ હતા. એમનું નામ ત્યારે ત્રિભુવન હતું. ત્રિભુવને વર્નાક્યુલર શાળામાં છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારપછી એમણે દીક્ષા લીધી હતી. પિતાશ્રીએ વર્નાક્યુલર શાળામાં ચાર ધોરણ કર્યા પછી હાઈસ્કૂલમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. હજુ આગળ ભણવાની એમની ઈચ્છા હતી. મેટ્રિક થયું હતું. ભણવામાં પણ હોંશિયાર હતા. પરંતુ ઘરનો વેપારધંધો મોટા પાયે ચાલતો હતો એટલે ભણવાનું છોડી નાની વયે વેપારધંધામાં લાગી ગયા હતા. સાંજને વખતે તેઓ પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરતા. એમના વખતમાં પાઠશાળામાં શિક્ષક તરીકે ચોટીલાથી આવેલા ઊજમશી માસ્ત૨ સંગીતના સારા જાણકાર હતા. બુલંદ Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ સ્વરે હાર્મોનિયમ સાથે સ્તવનો ગાતા અને શીખવતા. પિતાશ્રીને એ રીતે પ્રતિક્રમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેની ગાથાઓ તથા દોઢસો જેટલાં સ્તવનો કંઠસ્થ થયાં તે આ ઊજમશી માસ્તરના પ્રતાપે. એ ઊજમશીભાઈએ પછી પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને મુનિ ઉદયવિજયજી અને પછી ઉદયસૂરિ થયા હતા. (શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિના શિષ્ય ઉદયસૂરિ તે જુદા). તે સમયે પાદરામાં જૈનોની વસ્તી મુખ્યત્વે નવધરી, દેરાસરી, લાલ બાવાનો લીમડો, ઊંડું ફળિયું વગેરે શેરીઓમાં હતી. પાસે કંટિયારું નામનું તળાવ છે. સાત-આઠ દાયકા પહેલાંની પાદરાની જાહોજલાલીની વાત કંઈક જુદી છે. ગાયકવાડી રાજ્યમાં વડોદરાની નજીક આવેલું પાદરા એ તાલુકાનું મુખ્ય મથક. એના તાબામાં એકસોથી વધુ ગામ હતાં. એક એતિહાસિક સ્થળ તરીકે તથા એક સંસ્કારકેન્દ્ર તરીકે પાદરાનું નામ ત્યારે ઘણું મોટું હતું. વડોદરાથી બારેક કિલોમીટ૨દૂર આવેલું પાદરા ગામ ઐતિહાસિક છે. અંગ્રેજો સામે ૧૮૫૭ના બળવામાં ભાગ લેનાર ક્રાંતિવીરોમાંના એક તાત્યા ટોપેની જન્મભૂમિ છે. એક બાજું વિશ્વામિત્રી નદી અને બીજી બાજુ મહીસાગર નદીની પાસે પાદરા આવેલું છે. ૧૯૫૭માં જ્યારે ૧૮૫૭ના બળવાની શતાબ્દી ઊજવવામાં આવી હતી ત્યારે પાદરાના કવિ મણિલાલ મોહનલાલ પાદરાકરે “પુણ્યભૂમિ પાદરા નામની પંદરેક પાનાની પુસ્તિકા પ્રગટ કરી હતી. અને તેમાં તાત્યા ટોપેના જીવનનો પરિચય આપવા સાથે પાદરાની ભૂતકાળની પરિસ્થિતિનું શબ્દચિત્ર પણ દોર્યું હતું. પિતાશ્રીના યૌવનકાળના સમયનું અને તે પૂર્વેનું પાદરા કેવું હતું તેનું વિષયાંતર થવા છતાં સંક્ષેપમાં અહીં વિહંગાવલોકન કરીશું. દોઢસો વર્ષ પહેલાં પાદરાનું મૂળ નામ ટંકણપુર હતું. ત્યારે તો એ સાવ નાનું ગામડું હતું. એને વિકસાવ્યું દલા દેસાઈ નામના પાટીદારે. તેઓ દલા પાદરીઆ તરીકે ઓળખાતા. એટલે એમના નામ પરથી ટંકણપુરનું નામ પાદરા થઈ ગયું. તેઓ ભારે પરાક્રમી હતા. એ જમાનામાં મોગલ સલ્તનતને આગળ વધતી અટકાવવામાં મરાઠાઓએ ઘણી બહાદુરી બતાવી. શિવાજી મહારાજના અવસાન પછી જે કેટલાક શૂરવીરો થયા તેમાં ખંડેરાવ દાભોડેએ પાદરાની સરહદ સંભાળી હતી. એમને મદદ કરનારાઓમાં આ દલા દેસાઈ હતા. દલા Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ દેસાઈએ પોતાના ભીલ ભાઈબંધ ચૂડામણિ સાથે મળીને મોગલ સૂબાઓને અમદાવાદ સુધી મારી હઠાવ્યા હતા. દામાજી ગાયકવાડે વડોદરામાં હિંદુપત પાદશાહીનો ઝંડો ફરકાવ્યો હતો. ત્યાર પછી અંગ્રેજો સામેના ૧૮૫૭ના બળવામાં મલ્હારરાવ ગાયકવાડે પાદરામાં રહીને વિપ્લવકારીઓને સહાય કરી હતી. પાદરામાં ત્યારે તાત્યા ટોપે થઈ ગયો. પચાસ યુવાન સાથીદારોને લઈને એ નાના સાહેબ પેશ્વાની સાથે જોડાયો હતો. તેઓ અંગ્રેજોની સામે આગળ વધ્યા. તેમની સેનામાં ભરતી થવા લાગી. રાણી લક્ષ્મીબાઈ, બાલાસાહેબ વગેરે સાથે દિલ્હી, કાનપુર, લખનૌમાં તેઓએ પોતાના કેન્દ્રો સ્થાપ્યાં. અંગ્રેજોનાં ઘેરામાંથી બહાદુરીપૂર્વક છટકી જનારતાત્યા ટોપે પોતાના સાથીદાર માનસિંગના વિશ્વાસઘાતથી અલ્વર નજીક પકડાઈ ગયો હતો. ઈનામ તરીકે મોટી જાગીર મળવાની લાલચે માનસિંગે તાત્યા ટોપેની છૂપી બાતમી આપી દીધી હતી. ૧૮૫૯ના એપ્રિલની ૧૮મી તારીખે તાત્યા ટોપેને જાહેરમાં ફાંસી આપવામાં આવી. એ ફાંસી જોવા દૂરદૂરની ટેકરીઓ ઉપર હજારો માણસો એકત્ર થયા હતા. તાત્યા ટોપેનું શબ ફાંસીને માંચડે લટકતું હતું ત્યારે એની યાદગીરી પોતાની પાસે રાખવા માટે કેટલાયે અંગ્રેજો એના માથાના વાળ તોડીને લઈ ગયા હતા. આમ તાત્યા ટોપે, ખંડેરાવ દાભાડે, મલ્હારરાવ ગાયકવાડ, બાલાસાહેબ, દલા દેસાઈ, શામળભાઈ દેસાઈ, બાવા ભિખારીદાસ વગેરે ૧૮૫૭ના બળવાના ક્રાંતિવીરોની ઐતિહાસિક ભૂમિ તરીકે પાદરાનું નામ ઇતિહાસમાં નોંધાયેલું છે. ગત શતકના પૂર્વાર્ધમાં પાદરા વિવિધ પ્રવૃત્તિઓથી ગાજતું હતું. પાદરાની ભૂમિ ખેતીવાડીની દૃષ્ટિએ ફળદ્રુપ છે. પાદરાની તુવેરની દાળ હજુ પણ વખણાય છે. પાદરાની બાજરી અને બીજું અનાજ પણ બહારગામ વેચાવા જાય છે. હિંગ અને છીંકણી ખરીદવા લોકો પાદરા આવતા. જામફળ અને સીતાફળની ઘણી વાડીઓ આ વિસ્તારમાં હતી. પાદરાની આસપાસ ત્યારે ચારસો જેટલી જુદી જુદી વાડીઓ હતી અને પાદરાના શાકભાજી એક બાજુ ઠેઠ મુંબઈ સુધી અને બીજી બાજુ અમદાવાદ અને આબુ રોડ સુધી જતાં. ખેડૂતો એક વરસમાં ત્રણ પાક લેતા. આજે પણ પાદરા ખેતીવાડીના ક્ષેત્રે મોખરે છે. જૂના વખતમાં પાદરાનો એક મુખ્ય ઉદ્યોગ તે ડોટી ગજિયા જાતની ખાદીનો હતો. એનું વણાટકામ પાદરામાં ઘણું સરસ થતું. જ્યારે મિલના કાપડ હજુ આવ્યાં નહોતાં ત્યારે પાદારની ડોટી ગજિયા ખાદીની માંગ ઘણી રહેતી. વડોદરામાં , Page #109 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ સયાજીરાવ ગાયકવાડના રાજમહેલ માટે પણ પાદરાની ખાદી જ ખરીદાતી, એટલું જ નહિ પણ સમગ્ર ગાયકવાડી રાજ્યની જુદી જુદી કચેરીઓ અને બીજી સંસ્થાઓ માટે પણ પાદરાની ખાદી વાપરવાનો જ રાજ્ય તરફથી હુકમ હતો. પાદરાનું રંગાટીકામ પણ પ્રશંસાપાત્ર બનેલું. રંગાટીકામ કરનાર છીપા અને ભાવસાર લોકોની અઢીસો જેટલી ભઠ્ઠીઓ અને એથી વધુ કંડો ત્યારે પાદરામાં હતાં. ડોટી ગજિયાના વણાટકામના વેપારમાં તે વખતે વ્રજલાલ સાકરચંદ અને વનમાળી સાકરચંદની પેઢી તથા લલ્લુભાઈ ગુલાબચંદની પેઢી જાણીતી હતી. કાપડની સાથે પાદરાનું દરજીનું કામ પણ વખણાતું. તે એટલી હદ સુધી કે ખુદ સયાજીરાવ ગાયકવાડ પોતે શરૂઆતના એ દિવસોમાં પોતાના અંગરખા સીવવા માટે પાદરાથી દરજીઓને રાજમહેલમાં બોલાવતા. પાદરાનું મીઠું પાણી આરોગ્યની દૃષ્ટિએ સારું ગણાતું. મલ્હારરાવ ગાયકવાડ હંમેશાં પાદરાના અમુક કૂવાનું જ પાણી પીતા. તેઓ મદ્રાસ ગયા હતા ત્યારે પણ પાદરાના એ કૂવાનું પાણી મંગાવીને પીતા. પાદરા પાસે ડબકા નામનું ગામ આવેલું છે. ત્યાં જંગલ જેવી ગીચ ઝાડીમાં વાઘ, વરુ જેવાં હિંસક પ્રાણીઓ રહેતાં. ડબકામાં મુકામ કરી સયાજીરાવ શિકાર માટે જંગલમાં જતા. એટલા માટે ડબકામાં એમણે મહેલ બંધાવેલો તથા શિકારખાનું રાખેલું. એમની સવારી જ્યારે વડોદરાથી ડબકા જવાની હોય ત્યારે તે પાદરા થઈને જતી. કોઈ કોઈ વાર તેઓ પાદરામાં થોડા કલાક આરામ કરતા. પાદરાના શામળભાઈ દેસાઈ (દલા દેસાઈના ભાઈ)ને સયાજીરાવ સાથે ગાઢ પરિચય થયેલો. શિકાર કરતી વખતે તેઓ બહાદુર શામળભાઈને પોતાની સાથે લઈ જતા. શામળભાઈએ જંગલમાં સયાજીરાવનો જાન ત્રણેક વખત બચાવેલો. એથી શામળભાઈને ઘરે મુકામ કરવાનો અને ક્યારેક પાપડી-ઊંધિયું ખાવાનો રિવાજ પડી ગયેલો. સયાજીરાવ ક્યારેક અંગ્રેજ મહેમાનોને પણ ડબકા લઈ જતા. ઇંગ્લેન્ડના રાજા સાતમા એડવર્ડ ભારતમાં આવેલા ત્યારે શિકાર માટે સયાજીરાવ એમને ડબકા લઈ ગયેલા. તે વખતે તેઓ બંનેએ પાદરામાં શામળભાઈના ઘરે અડધો દિવસ આરામ કરેલો. કલાના ક્ષેત્રમાં પણ સંગીત, ચિત્ર અને કવિતા રચનાના રસિક પાદરામાં ઘણા હતા. શાસ્ત્રીય સંગીતના વર્ગો ચાલતા. બાલ ગાંધીનું નામ ત્યારે ચિત્રકાર તરીકે સમગ્ર ભારતમાં મશહૂર હતું. ગુલામીના બંધનમાં પડેલી ભારતમાતાનું Page #110 -------------------------------------------------------------------------- ________________ થત ઉપાસક રમણભાઈ ચિત્ર “ઝંખનાનો દીવો' નામથી એમણે દોરેલું, જેની છાપેલી નકલો સમગ્ર ભારતમાં એ વખતે પહોંચી ગઈ હતી. તેઓ કવિતાની રચના પણ કરતા. બીજા એક ચિત્રકાર અંબાલાલ જોશી કવિ તરીકે પણ પ્રખ્યાત હતા. મોટે ભાગે છંદોબદ્ધ ગેય કવિતા લખાતી કે ગેય દેશીઓમાં રચના થતી. યુવાન કવિઓમાં સૌથી મોટું નામ કવિ મણિલાલ મોહનલાલનું હતું. તેઓ “પાદરાદર'ના ઉપનામથી કવિતાઓ લખતા. તેઓ પ્રસંગાનુસાર વર્ણનાત્મક રચના શીઘ્ર કવિની જેમ કરી શકતા. પોતાનું નામ મણિલાલ હોવાથી તેઓ દરેક કાવ્યમાં છેલ્લી પંક્તિઓમાં, જૂની શૈલી પ્રમાણે પોતાનું નામ શ્લેષથી ગૂંથી લઈ “મણિમય’ શબ્દ પ્રયોજતા. કવિ નાનાલાલ પોતાનાં પત્ની સાથે પાદરાકરના અતિથિ તરીકે રહેવા આવેલા. કવિ સુંદરમે “અર્વાચીન કવિતા'માં કવિ પાદરાકરની કવિતાનો પરિચય કરાવ્યો છે. પાદરાના હરદાસ કથાકારનું નામ પણ પંકાયું હતું. તેઓ માણભટ્ટ કથાકારની શૈલીએ કથા કરતા અને તેઓને ગુજરાત, સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણમાં છેક મદ્રાસ સુધીનું નિમંત્રણ મળતું. જ્યારે રેલ્વે નહોતી ત્યારે તેઓ પગપાળા કે ગાડામાં જતા. તેઓ જાતે પણ કવિ હોવાથી કથા કરતી વખતે કાવ્યપંક્તિઓ જોડતા. પાદરા ત્યારે વિવિધ હુન્નરકળામાં પ્રખ્યાત હતું, પાદરાના હવાપાણી તંદુરસ્તી માટે વિખ્યાત હતાં એટલું જ નહિ પણ પાદરાના વૈદ્યો પણ એટલા જ સુપ્રસિદ્ધ હતા. નાડી પરીક્ષા અને ઔષધોના સારા જાણકાર એવા વૈદ્યોને ત્યાં દૂરદૂરથી દર્દીઓ દવાની પડીકીઓ લેવા આવતા અને કેટલાયે યુવાનો વૈદકશાસ્ત્ર શીખવા આવતા. પાદરામાં જ્યોતિષવિદ્યાના નિષ્ણાત જોશીઓ પણ હતા. પાદરામાં એક યતિજી શ્રી પ્રતાપવિજયજી થઈ ગયા. તેઓ જ્યોતિષના નિષ્ણાત હતા. એમણે મલ્હારરાવ ગાયકવાડને કહેલું કે તેમને ગાદી કયા દિવસે કેટલાક કલાકે મળશે અને તે પ્રમાણે તે સાચું પડેલું. વળી એમણે મલ્હારરાવને કહેલું કે એમના ભાગ્યમાં સાડાત્રણ વર્ષ અને સાત દિવસનો કારાવાસ લખાયેલો છે. બરાબર એ જ પ્રમાણે થયેલું. ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ત્યારે પાદરા મોખરે હતું. પાદરામાં શાન્તિનાથ અને સંભવનાથનાં જિન મંદિરો છે. અચળેશ્વર મહાદેવનું મંદિર છે, વૈષ્ણવ મંદિરો છે, સ્વામિનારાયણનું મંદિર છે અને મસ્જિદ પણ છે. જેન સાધુઓનું વિહાર અને ચાતુર્માસનું મોટું ક્ષેત્ર ત્યારે પાદરા ગણાતું. ત્યારે પાંચ દાયકામાં પચાસથી વધુ વ્યક્તિઓએ પાદરામાંથી દીક્ષા લીધી હતી. Page #111 -------------------------------------------------------------------------- ________________ થત ઉપાસક રમણભાઈ ગાયકવાડી ગામ વિજાપુરના વતની પટેલ બહેચરભાઈ, પછીથી રવિસાગર મહારાજના શિષ્ય સુખસાગર મહારાજ પાસે દીક્ષા લઈ બુદ્ધિસાગરસૂરિ થયા હતા. ગુજરાત તથા ગુજરાત બહાર યોગનિષ્ઠ આચાર્ય તરીકે એમનું નામ પંકાયેલું. બુદ્ધિસાગરસૂરિના વિહાર અને ચાતુર્માસનાં પ્રિય ગામોમાં પાદરાનું નામ પણ આવે. બુદ્ધિસાગરસૂરિના તેજસ્વી પ્રભાવશાળી વ્યક્તિત્વથી અંજાયેલા સયાજીરાવને પોતાના રાજ્યના આ પનોતા નાગરિક માટે ઘણો અહોભાવ હતો. એમણે બુદ્ધિસાગરસૂરિનું વ્યાખ્યાન પોતાના રાજમહેલમાં રાખેલું અને એમના ઉપદેશથી જ સયાજીરાવે પાછલાં વર્ષોમાં શિકારની પ્રવૃત્તિ છોડી દીધી હતી. સમગ્ર પાદરા બુદ્ધિસાગરસૂરિનું અનુરાગી હતું. પાદરાના વકીલ મોહનલાલ હીમચંદ શાહ બુદ્ધિસાગરસૂરિના પરમ ભક્ત હતા. એમના તમામ ગ્રંથોનું સંકલન, સંપાદન, પ્રકાશન, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના ઉપક્રમે વકીલ મોહનલાલ હીમચંદ કરતા. એમના પુત્ર કવિ મણિલાલ પાદરાકરે પાદરા માટે નીચેની સરસ પંક્તિઓ લખી છે : મુજ જન્મભૂમિ વતન જેનાં ધૂળ-માટી પવિત્ર છે, એને ચરણ વંદન કરોડો, અમર રહો શિરછત્ર એ. એ નગરનાં નરનારીઓ જ્યાં શૌર્ય-સંસ્કારે ભર્યા, જળ અન્ન લીલુડી વાડીઓ, કવિતા કૃષિ નૂર નર્યો. જ્યાં બાલ ગાંધી, દલા દેસાઈ, જન્મ તાત્યા ટોપે જ્યાં, તે ક્રાંતિકારી વીર યુવકો સત્તાવન બળવે ધર્યા. ઇતિહાસ ઉજ્જવળ નગરનો, ધર્મ-સંસ્કૃતિ જ્યાં ઝર્યા, નરવું નગર એ પાદરા યશલેખ મણિમય કોતર્યા.” એ જમાનામાં રૂ અને અનાજના વેપારમાં પાદરાને ભારતના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવનાર અમૃતલાલ વનમાળીદાસ, એટલે કે મારા પિતાશ્રીના પિતા હતા. અમૃતલાલ બાપાએ પોતાના પિતાના ખાદી વણાટના વેપારને વિકસાવ્યો. પાદરામાં કાપડની દુકાન ચાલતી હતી. પરંતુ તે ઉપરાંત રૂના વેપારમાં એમણે ઝંપલાવ્યું. એમનો એ વ્યવસાય વિકસતો ગયો અને તેવામાં ભરૂચના પારસી વેપારી રૂસ્તમજી વખારીઆના સંપર્કમાં તેઓ આવ્યા. રૂસ્તમજી શેઠ ભાગમાં વેપાર કરવાની દરખાસ્ત કરી અને ભાગીદારીમાં શરૂ થયેલો વેપાર જોતજોતામાં ઘણો બધો વધી ગયો. ભાઈલી, માસરરોડ, ભીલુપુરી, ઈટોલા, Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ મિયાંગામ, પાલેજ, જંબુસર, ભરૂચ, અંકલેશ્વર વગેરે ગામોમાં જિનિંગ ફેક્ટરીઓમાં રૂની ગાંસડીઓ તૈયાર થવા લાગી. સાથે કપાસિયાનો વેપાર પણ ચાલુ થયો.જોતજોતામાં તો તેઓ ઘણું ધન કમાયા. આખા પાદરા તાલુકાના પ્રથમ નંબરના શ્રીમંત તેઓ બની ગયા. જે જમાનામાં સામાન્ય લોકો પાસે બે-પાંચ તોલા ઘરેણાં હોય તે જમાનામાં એમના કુટુંબમાં સ્ત્રીઓ વિવિધ ઘરેણાં ઉપરાંત છોકરાંઓ પણ વીંટી, કંઠી, કડાં અને સોનાના કંદોરા પહેરતાં થઈ ગયાં હતાં. મોટા ત્રાજવે તોલાય એટલું સોનું એમની પાસે હતું. મુંબઈના બજારમાં નવી નીકળેલી ચીજવસ્તુઓ એમને ત્યાં તરત આવી જતી. એ જમાનામાં બૅન્કોની વ્યવસ્થા થઈ નહોતી. શરાફી પેઢીઓ ચાલતી. પરંતુ અમૃતલાલ બાપાને ત્યાં લોકો પરાણે વ્યાજે રકમ મૂકી જતા. બધાંને નિયમિત વ્યાજ ચૂકવાતું. તેઓ ગરીબોને અને સાધારણ સ્થિતિનાં માણસોને ઘણી આર્થિક સહાય ગુપ્ત રીતે કરતા રહેતા. કોઈ માણસ મુશ્કેલીમાં હોય અને એમની પાસે આવ્યો હોય તે ખાલી હાથ પાછો ફરે જ નહિ. દેવાદારોનાં દેવાં તેઓ માફ કરી દેતા, અને કોઈને ખબર પડવા દેતા નહિ. વ્યાજે રકમ મૂકવા આવનાર કેટલાયને તેઓ આડકતરી રીતે તેની મુદ્દલ રકમથી પણ વધુ સહાય કરતા કે જેથી તેઓ નિશ્ચિંત રહી શકે. આથી જ તેમનું નામ ‘લહેરી શેઠ' પડી ગયું હતું. લોકો વાતચીતમાં પણ એમના નામનો ઉલ્લેખ કરવાને બદલે ‘લહેરી શેઠ' બોલતા. લહેરી શેઠ ખવડાવવામાં ઘણા ઉદાર હતા. મહેમાનોની અવરજવર સતત ચાલુ રહેતી. તે ઉપરાંત એ દિવસોમાં લહેરી શેઠની ચા પીવા ગામના ઘણા માણસો આવતા. ચાનો પ્રચાર ત્યારે હજુ થયો નહોતો. થોડા શ્રીમંતોના ઘરે ચા આવી હતી. ખાસ મુંબઈથી ચા મંગાવવામાં આવતી. કપરકાબી નહોતાં. છાલિયામાં ચા આપવામાં આવતી. મળવા આવેલા લોકો ઘરની બહાર રાખવામાં આવેલી મોટી પાટ પર બેસતા અને ચા પીને રવાના થતા. લહેરી શેઠ એટલા બધા ભલા અને દયાળુ હતા અને એમનું જીવન એવું પવિત્ર હતું કે તેઓ સામા મળે તેને લોકો શુકન માનતા. સારા શુકન માટે લોકો તેમના નીકળવાની રાહ જોતા. જ્ઞાતિના આગેવાન તરીકે તેમનું ઘણું માન રહેતું. દરેક બાબતમાં તેઓ તન, મન, ધનથી ઘસાવા તૈયાર રહેતા. તેમની પ્રતિષ્ઠા ઘણી મોટી હતી. વેપાર-ધંધાના બહોળા અનુભવને લીધે તથા અનેક વ્યક્તિોના પરિચયમાં આવવાને લીધે તેઓ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને દીર્ઘદ્રષ્ટિથી કોઈ ૬૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૬૯ પણ સમસ્યાનો ઉકેલ શોધી શકતા. તેમની સૂઝ, સત્યપ્રીતિ અને ન્યાયબુદ્ધિને લીધે ભાઈ–ભાઈ વચ્ચે, સગાંસંબંધીઓ વચ્ચે, જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે ઝઘડો થાય ત્યારે લવાદ તરીકે તેમની નિમણૂંક થતી અને તેઓ પોતાની આગવી સૂઝથી ન કલ્પેલો એવો સરસ ઉકેલ બતાવતા કે જે બંને પક્ષને સહર્ષ મંજૂર હોય. અમૃતલાલ બાપાના વડવાઓ રાજસ્થાનમાં ઓશિયાંથી કચ્છમાં થઈ ગુજરાતમાં આવેલા. વિશા ઓશવાળ એમની જ્ઞાતિ. વહાણવટી શિકોતરી માતા તે કુળદેવી. એમની પેઢી આ રીતે ગણાવાય છેઃ અમૃતલાલ-વનમાળીદાસસાકરચંદભાઈચંદ–વસંતચંદ-લક્ષ્મીચંદ જસાજી. અમૃતલાલ બાપાને ચાર દીકરા-સોમાલાલ, ચીમનલાલ, જમનાદાસ અને નગીનદાસ અને દીકરી ચંપાબહેન. એ પાંચે તથા એમનાં સંતાનો મળીને પચાસેક સભ્યોનું કુટુંબ થયું હતું. બધાં એમને “બાપા” કહીને સંબોધતાં. મારા પિતાશ્રીના માતુશ્રી એટલે કે મારાં દાદીમાનું નામ અમથીબહેન હતું. તેઓ પાદરા પાસે ડભાસા ગામના વતની હતાં. તેઓ જાજવલ્યમાન હતાં. અમથીબાએ જીવનમાં ઘણી જાહોજલાલી જોઈ હતી. તેઓ ઘણીવાર મુંબઈ આવતાં અને પાછાં પાદરા આવે ત્યારે પડોશમાંથી ઘણી બહેનો એમની મુંબઈની વાતો સાંભળવા રાત્રે એકઠી મળતી. એ દિવસોમાં સામાન્ય માણસો માટે મુંબઈ એ સ્વપ્ન સમાન હતું. ગામમાંથી કોઈક જ મુંબઈ સુધીનું રેલ્વેભાડું ખર્ચી શકે. અમથીબા ઘણાં હોશિયાર, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર અને પરગજુ હતાં. પાદરામાં બાળપણમાં મેં એમની સાથે દસેક વર્ષ ગાળેલાં એ દિવસો અને મુંબઈ કાયમ માટે આવીને રહ્યાં એ દિવસો નજર સામે તરવરે છે. અમથીબાને ઘણી વિદ્યાઓ આવડે. સાપ કે વીંછી કરડ્યો હોય, આધાશીશી થઈ હોય કે નાના છોકરાંઓને તાવ આવ્યો હોય કે ઉટાંટિયું થયું હોય-એ બધું ઉતારવાની મંત્રવિદ્યાઓ તેમને આવડતી. એમની એ વિદ્યાથી ઘણાંને લાભ થતો અને ગામના લોકોને એમનામાં ઘણી શ્રદ્ધા હતી. દિવસ કે રાત દરમિયાન ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આવી હોય, પણ અમથીબાના મોઢામાંથી કોઈને ના કહેવાયું હોય કે પછીથી આવજો” એવું પણ કહેવાયું હોય એવું બન્યું નહોતું. મચકોડ ઉતારવા માટે તેઓ “કાંકરા' (મરડિયા)નો ઉપયોગ કરતા. આંખ આવી હોય તે વ્યક્તિને પોતાની સામે બેસાડતાં. વચ્ચે પાણી ભરેલી થાળી રાખતાં અને કાઠી સળગાવી Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ હાથમાં રાખી તે ગોળ સોળ ફેરવ્યું જતાં. એનું પ્રતિબિંબ થાળીમાં પડતું. તેઓ મંત્ર ભણતાં અને પછી જોરજોરથી મોટા અવાજ સાથે પોતાને બગાસાં ચાલુ થાય ત્યાં સુધી, તે મંત્ર ભણતાં. આ બધાં દૃશ્યો બાળપણમાં મેં નજરે નિહાળેલાં છે. તેમને છીંકણી બનાવતાં સરસ આવડતું. થોડે થોડે વખતે છીંકણી બનાવીને આસપાસનાં બૈરાંઓને મફત ડબ્બી ભરી આપતાં. તેવી જ રીતે ધુપેલ સરસ બનાવતાં. મને બરાબર એ દશ્ય યાદ છે કે જ્યારે તે આવી રીતે મોટી સગડી ઉપર ધુપેલ બનાવતાં હતાં ત્યારે તેલમાં મોટો ભડકો થયો હતો અને તરત તે ઓલવી નાખ્યો હતો. અમે નાના હતા ત્યારે અમથીબાને કહેતા કે “તમારી મંત્રવિદ્યાઓ અમને શિખવાડો.” ત્યારે તેઓ કહેતાં કે પોતાનાં ગુરુએ એ ગમે તેને આપવાની ના પાડી છે અને યોગ્ય પાત્ર જણાય તેને કાળી ચૌદસની રાત્રે બાર વાગે નાહીધોઈને શુદ્ધ થયા પછી જ આપી શકાય. જીવનના અંત સુધી તેમણે એ વિદ્યાઓ કોઈને આપી નહોતી. અમૃતલાલ બાપાને ભાઈઓમાં બે નાના ભાઈ હતા. એમાં વચેટ ભાઈલાલ નાની ઉંમરમાં ગુજરી ગયેલા. સૌથી નાના ભાઈનું નામ ડાહ્યાભાઈ. બંને ભાઈનાં સંતાનોમાં તેઓ “ડાહ્યાકાકા' તરીકે જ જાણીતા હતા. બધાં ડાહ્યાકાકાનું નામ પ્રેમથી સંભારે. તેઓ બહુ બુદ્ધિચાતુર્યવાળા, અનુભવી અને રમૂજી સ્વભાવના હતા. વેપારાર્થે તેઓ સતત મુસાફરી કરતા રહેતા અને દર વખતે એકાદ-બે ભત્રીજાને સાથે લઈ જતા. મારા પિતાશ્રીને વીસ-પચ્ચીસ વર્ષની ઉંમરે ડાહ્યાકાકા સાથે સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર ભારતમાં દરેક મોટા શહેરમાં જવાનું થતું. રૂ, કપાસ, અનાજ અને બિયારણના છૂટક તથા જથ્થાબંધ વેપારી હોવાને નાતે કાં તો ખરીદી કરવાની હોય અથવા માલ વેચવાનો હોય. તે વખતે માલની હેરફેર માટે રેલવેની ગુઝ ટ્રેન એક જ વ્યવસ્થા ઉપલબ્ધ હતી. ગામમાંથી પાદરાના રેલ્વે સ્ટેશને દરરોજ એકાદ આંટો તો હોય જ. રેલવેતંત્ર ત્યારે અત્યંત વ્યવસ્થિત, નિયમિત અને સુદઢ હતું. વેપારાર્થે ગામેગામ આડતિયા રહેતા અને પોતે જાય ત્યારે આડતિયાના મહેમાન બનવાનું રહેતું. આગતાસ્વાગતા સારી રહેતી. શહેરના અગ્રગણ્ય વેપારીઓનો પરિચય થતો. પાદરામાં પોતે હોય ત્યારે રોજનો ટપાલવ્યવહાર ઘણો રહેતો. પિતાશ્રીના અક્ષર સરસ મરોડદાર એટલે ટપાલવ્યવહાર તેઓ સંભાળતા ને નામું લખતા. પોસ્ટ દ્વારા જ નમૂનાઓ મોકલાતા. આથી પિતાશ્રીને ડાહ્યાકાકાના હાથ નીચે તાલીમ સારી મળી હતી Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૭ ૧ અને કોઈપણ ગામનું નામ બોલાય કે તરત ત્યાંના મુખ્ય આડતિયા અને વેપારીઓના નામ બોલાય. (પિતાશ્રીને સો વર્ષની ઉંમરે પણ એવાં અનેક નામો હજુ મોઢે છે.) ડાહ્યાકાકાને એમના વાતોડિયા સ્વભાવને કારણે તથા વારંવાર મુસાફરીને કારણે ઘણી વાતોની જાણકારી રહેતી. વળી તેમને કહેવતો પણ ઘણી આવડતી. તદુપરાંત પ્રસંગાનુસાર પ્રાસયુક્ત લીટીઓ જોડતાં પણ તેમને આવડતી. જેમ કે એ જમાનામાં પોપટ નામના એક છોકરાની મા બીજા કોઈક પુરૂષ સાથે નાસી ગઈ હતી. એટલે એ કુટુંબ વગોવાયું હતું. એથી વાણિયા પોપટે જ્ઞાતિમાંથી કન્યા ન મળતાં બહાગામ જઈ પૈસા આપી કોઈક બારૈયા જ્ઞાતિની કન્યાને લાવીને ઘરમાં બેસાડી હતી. એ પ્રસંગે ડાહ્યાકાકાએ લીટીઓ જોડી હતી: ‘કુળ ગયું કાશી અને મા ગઈ નાશી, પોપટ લાવ્યો બારૈયા, એ વાત મોટી ખાસ્સી.’ એવી રીતે બીજી એક ઘટનામાં એક ભાઈને ત્યાં લગ્નના જમણવાર પ્રસંગે રસોઈમાં એકાદ વાનગી ખૂટી પડી અને બુમરાણ મચી ગઈ. લોકો ગમે તેમ બોલવા લાગ્યા. એથી પેલા ભાઈ ચિડાઈ ગયા. લોકો આટલી નાની વાતમાં ટીકા કરવા મંડી ગયા, તો એ લોકો કંઈ ખવડાવવાને લાયક જ નથી. હવે ખવડાવીશું તો પણ ટીકા કરવાના છે અને નહિ ખવડાવીએ તો પણ ટીકા કરવાના છે એમ માનીને એમણે એમના દીકરા મંગળને હુકમ કર્યો કે રસોડાના ઓરડાને તાળું મારી દે. એ પ્રસંગે ડાહ્યાકાકાએ લીટીઓ જોડી હતીઃ આમે કાળું તેમે કાળું, મારે મંગળિયા ઓરડે તાળું.’ આ ડાહ્યાકાકા પાસેથી બધાં છોકરાંઓને ઘણી કહેવતો જાણવા અને કંઠસ્થ ક૨વા મળી હતી. જૂના જમાનાની એ પ્રચલિત કહેવતો હતી, જેમ કે– ‘સરતે (નજર મેળવવાથી) કરડે કૂતરો, બિનશરતે કરડે વાઘ, વિશ્વાસે કરડે વાણિયો, ચંપાયો કરડે નાગ.' લગભગ પાંચેક દાયકાથી ચાલતા આવા ધમધોકાર વેપારમાં ઈ. સ. ૧૯૨૦માં અચાનક પલટો આવ્યો. ઈંટોલાનું જિન ત્યાંના વેપારી કાલિદાસ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭િ૨ શુત ઉપાસક રમણભાઈ નારણભાઈનું હતું. એ જિનમાં અચાનક મોટી આગ લાગી અને એમાં અમૃતલાલ બાપાની માલિકીની રૂની બે હજાર ગાંસડી હળી ગઈ તથા બીજું ઘણું નુકશાન થયું. ભારે મોટી આઘાતનજક ઘટના બની. રૂના વેપારમાં વીમો ઉતરાવવો જ જોઇએ. પણ એ વીમો કાલિદાસ નારણભાઈના નામનો હતો. આશરે ત્રણ લાખ રૂપિયાનું નુકસાન એ વર્ષોમાં થયું. વીમા કંપની આટલો મોટો વીમો ચૂકવવા ઈચ્છતી નહોતી. ઘણાં વાંધા પાયા અને ઘણી તકલીફ પછી થોડીક રકમ કાલિદાસને ચૂકવી. કાલિદાસની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી. એમની દાનત બગડી. વીમાની આવેલી રકમમાંથી એમણે એક રૂપિયો પણ આપ્યો નહિ. ધંધાની ખોટ અને સાથે સાથે વિશ્વાસઘાતનો અનુભવ થયો. આફતના જાણે વાદળ ઊમટી આવ્યાં. આવડા બહોળા વેપારને ત્રણ લાખની ખોટની દૃષ્ટિએ સરભર કરવામાં વાર તો લાગે અને તે પણ કદાચ શક્ય બની શક્યું હોત, પરંતુ આવી ઘટના બને ત્યારે વ્યાજે પૈસા મૂકેલા હોય એ બધા લેણદારો એકસાથે પૈસા માટે દોડે. એટલે મુશ્કેલીનો પાર ન રહ્યો. બીજી બાજુ ગરજના વખતે વેપારીઓ પણ સસ્તામાં માલ પડાવી જાય. વેપારધંધા સંકેલાવા લાગ્યા. દેવાં ચૂકતે થવા લાગ્યાં. જિનો, જમીનો, ખેતરો, દુકાનો, સોનાનાં ઘરેણાં બધું વેચાતું ગયું. ચાર-પાંચ વર્ષમાં તો હાથે પગે થઈ જવાયું. કેટલાક વેપારીઓના દેવાં પૂરેપૂરાં ચૂકતે થયાં, પરંતુ સગાંસંબંધીઓએ તથા બીજાં ઘણાંએ પોતાની રકમ લેવાની ના પાડીને કહ્યું, “તમે અમારા ઉપર ઘણો બધો ઉપકાર કર્યો છે. અમારા પૈસા એ કોઈ મોટી વાત નથી.” થોડાં વર્ષમાં બધું જ વેચાઈ ગયું. એકમાત્ર રહેવાનું ઘર બચ્યું હતું. એક સ્થાનિક ભાઈએ કોર્ટમાં દાવો કર્યો અને છેવટે એ ઘરની અંદર અમૃતલાલ બાપા જીવે ત્યાં સુધી રહેવાનો હક મળ્યો, પણ ઘરની માલિકી બદલાઈ ગઈ. બીજા બે-ત્રણ જણે પણ કોર્ટમાં દાવા કર્યા. અમૃતલાલ બાપાએ એ બધાનો સમતાપૂર્વક સામનો કર્યો. એક વખત કોર્ટના ન્યાયાધીશે ટકોર કરી કે “ઊલટતપાસમાં ફરિયાદી ત્રણ વાર જૂઠું બોલતાં પકડાયા છે અને અને પ્રતિવાદી અમૃતલાલને માથે આટલી બધી ઉપાધિ આવી પડી છે છતાં એક પણ વખત તેઓ જૂઠું બોલ્યા નથી.' અમૃતલાલ બાપાએ પરિસ્થિતિની વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો. સાદાઈ અને કરકસરભર્યું જીવન ચાલુ થઈ ગયું. જે જમાનામાં સાધારણ સ્થિતિના માણસો વરસે-બે વરસે પાદરાથી એકાદ વખત અમદાવાદ કોઈ પ્રસંગે જાય તે જમાનામાં Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક ૨મણભાઈ ૭૩ એમના દીકરાઓ વેપાર અર્થે રોજેરોજ અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર સવારના જઈને સાંજે પાછા ફરતા હતા. પરંતુ આપત્તિ આવ્યા પછી સાત માઈલ દૂર વડોદરા જવાનું પણ સ્વપ્ન જેવું થઈ ગયું. એક બાજુ એમને લોકોની સ્વાર્થી મનોવૃત્તિનો પરિચય થઈ ગયો તો બીજા કેટલાય એવા મિત્રો નીકળ્યા કે જેઓએ રોજ ઘરે આવીને બેસવાનો પોતાનો નિયમ છોડ્યો નહિ અને ઘણી હૂંફ આપ્યા કરી. જ્યારે આવી મોટી આર્થિક આપત્તિ આવી ગઈ ત્યારે અમૃતલાલ બાપાએ દીકરાઓને સલાહ આપી કે “હવે તમે બધા ત્રીસ-ચાલીસની ઉંમરે પહોંચ્યા છો. અત્યારસુધી તમે મોટા શેઠની જેમ ગામમાં રહ્યા છો. હવે કુટુંબનું ગુજરાન ચલાવાનો પ્રશ્ન સૌથી ગંભીર છે. હું તો વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો છું પણ તમારી ચિંતા છે. આ ગામમાં રહીને તમે નાની-મોટી નોકરી કરશો કે હાટડી માંડશો તો તેમાં આબરું નહિ રહે. અનેકનાં મહેણા-ટોણાંનો ભોગ બનશો. જીવન જીરવાશે નહિ. દેવયોગે જે પરિસ્થિતિ આવી પડી છે તેનો સ્વીકાર કરી લેજો. બહારગામ જઈ નોકરી-ધંધો કરજો, અનીતિ આચરતા નહિ અને સ્વમાનથી રહેજો.” વેપારધંધામાં મોટી નુકસાની અને દેવાદર થઈ ગયા પછી ડાહ્યાકાકાનું ચિત્ત અસ્વસ્થ રહ્યા કરતું હતું. વળી એમને પાંચ દીકરી હતી, પણ દીકરો નહોતો અને પોતે વિધુર થઈ ગયા હતા. આ સંજોગોમાં એમની માનસિક વ્યગ્રતા વધી ગઈ હતી. અડસઠની ઉંમરે તેઓ પહોંચવા આવ્યા હતા. યુવાનીમાં ઘણી જાહોજલાલી અને ઠેરઠેર માનપાન જોયા પછી પાછલાં થોડાં વર્ષોમાં પોતાના ઋણ તળે આવેલાં માણસો, જ્ઞાતિબંધુઓ અને સગાંઓને વિમુખ થઈ ગયેલા જોઈને ડાહ્યાકાકાને જીવતર ખારું ઝેર જેવું લાગવા માંડ્યું હતું. પરિણામે માનસિક સમતુલા ગુમાવી એમણે કૂવામાં પડતું મૂકી આપઘાત કરવા પ્રયત્ન કરેલો. પરંતુ જેવી ખબર પડી કે તરત બે-ત્રણ બાહોશ માણસોએ કૂવામાં ઊતરી એમને બચાવી લીધા હતા. ડાહ્યાકાકા થોડો વખત સ્વસ્થ રહ્યા હતા. પરંતુ કેટલાક મહિના પછી એમણે બીજી વાર ઘર પાસે આવેલા લાલ કૂવા તરીકે જાણીતા મોટા કૂવામાં પડતું મૂક્યું. આ વખતે વહેલી પરોઢે તેઓ કૂવામાં પડ્યા કે જેથી કોઈની અવરજવર ન હોય અને બચાવવા કોઈ દોડે નહિ. સવાર પડતાં પનિહારીઓ કૂવે ગઈ ત્યારે એમણે ડાહ્યાકાકાનું શબ પાણીમાં તરતું જોયું. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રુત ઉપાસક રમણભાઈ વડીલ બંધુ અમૃતલાલ માટે આ ઘટના બહુ આઘાતજનક હતી. એની અસ૨ એમની તબિયત ઉપર પડી અને તેઓ સાજા-મંદા રહેવા લાગ્યા. તેઓ શરીરે પણ અશક્ત થઈ ગયા. હવે દરેક દીકરાને પોતાની મેળે કમાવા માટે પુરુષાર્થ કરવાનો હતો. નાના બે ભાઈઓ મુંબઈ નોકરી-ધંધા માટે પહોંચી ગયા. મારા પિતાશ્રીએ પાદરા પાસે મોભા નામના ગામમાં અનાજ-કરિયાણાની દુકાન કરી. તે વખતે અમે ભાઈ-બહેનોમાંથી મને અને મારી નાની બહેનને પિતાશ્રી મોભા સાથે લઈ ગયા હતા. ત્યારે મારી ઉંમ૨ પાંચ વર્ષની હતી. અમે એક વર્ષ મોભા રહ્યાં હોઈશું. પરંતુ એ સમયનું બધું જ ચિત્ર આજે પણ નજર સામે તાદૃશ છે. ઈ. સ. ૧૯૩૨માં અમૃતલાલ બાપા પાદરે માંદા પડ્યા એટલે મોભાની દુકાન સંકેલીને પાદરા પાછા આવી જવું પડ્યું. અમૃતલાલ બાપાની તબિયત દિવસે દિવસે બગડતી ગઈ અને એમ કરતાં ઈ. સ. ૧૯૩૨માં બોંતેર વર્ષની વયે એમણે દેહ છોડ્યો. એમના અવસાનના સમય સુધી અમથીબા પાદરા રહ્યાં અને ત્યાર પછી મુંબઈ આવીને દીકરાઓને ત્યાં રહ્યાં. મારા પિતાશ્રીએ કેટલોક વખત બેંગલોર જઈને નોકરી કરી. કેટલોક વખત ગુજરાતમાં ધનસુરામાં જઈને નોકરી કરી પણ બહુ ફાવ્યું નહિ. એવામાં વડોદરામાં આર્ય નૈતિક નાટક કંપની નાટકના ખેલ માટે આવેલી. એ કંપની પછી મુંબઈ જવાની હતી. કંપનીને કોઈ હોશિયાર મુનીમની જરૂર હતી. કોઈક કંપનીના માલિક નકુભાઈને પિતાશ્રીના નામની ભલામણ કરી. પિતાશ્રીએ એ જવાબદારી સ્વીકારી અને તેઓ એકલા મુંબઈ આવ્યા. નાટક કંપનીમાં થિયેટરમાં રહેવાનું અને ખાવાનું. થોડા મહિના એ નોકરી કરી પણ પગાર નિયમિત મળે નહિ. દરમિયાન મુંબઈમાં સ્વદેશી મારકેટમાં એક કાપડના વેપારીને ત્યાં નોકરી મળી ગઈ. એટલે પિતાશ્રીએ ખેતવાડી વિસ્તારમાં એક રૂમ ભાડે રાખી અને કુટુંબને મુંબઈ તેડાવ્યું. ઈ. સ. ૧૯૩૬ની એ વાત. બે વર્ષ કુટુંબનું ગુજરાન સ૨ખી રીતે ચાલ્યું. ત્યાં મારકેટની બંધિયાર હવાને લીધે પિતાશ્રીને દમનો વૃધ્ધ લાગુ પડ્યો. નોકરી છોડવી પડી. આવકનું કોઈ સાધન રહ્યું નહિ. મુંબઈ છોડીને પાછા પાદરા જવું પડે એવા સંજોગો ઊભા થયા. તે વખતે પિતાશ્રીના ફોઈના દીકરા ચંદુલાલ જેસંગલાલ દલાલે એમને હૂંફ આપી અને આર્થિક મદદ કરી. ચંદુભાઈ પોતે શેઠ કીકાભાઈ પ્રેમચંદના ગાઢ મિત્ર. એમણે શેઠ કીકાભાઈને પિતાશ્રીની તકલીફની Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ વાત કરી. કીકાભાઈએ પોતાના ટ્રસ્ટમાંથી દર મહિને આર્થિક સહાય ઘેર બેઠાં મનીઓર્ડરથી મળી જાય એવી વ્યવસ્થા કરી આપી. ચંદુભાઈએ પિતાશ્રીને નાનાં છોકરાંઓને ભણાવવાના બેત્રણ ટ્યુશન બંધાવી આપ્યાં કે જેથી તબિયત સાચવીને કામ કરી શકાય. માતા રેવાબાએ કપડાં, વાસણ વગેરે બધું જ ઘરકામ હાથે કરવાનું ચાલુ કરી દીધું. અને એમ કરતાં કુટુંબ મુંબઈમાં ટકી ગયું. દસ બાય વીસની રૂમમાં કુટુંબનાં અમે દસ સભ્યો રહેતા. અમે ભાઈબહેનો કાગળની કોથળી બનાવવી, કેલેન્ડરમાં ચિત્રો ચોંટાડવા વગેરે પ્રકારના પરચુરણ કામો મેળવી લાવી નાની રકમ કમાતા અને એથી કુટુંબમાં રાહત થતી. એક દાયકો આવી સખત હાડમારીનો પસાર થયો. મોટા બે ભાઇઓએ ભણવાનું છોડી ચૌદ-પંદર વર્ષની નાની ઉંમરે નોકરી ચાલુ કરી દીધી. બીજી વિશ્વયુદ્ધ વખતે મુંબઈ ખાલી થયું ત્યારે કુટુંબ એક વર્ષ માટે પાદરા ગયું. પિતાશ્રી સાથે અમે બે ભાઈઓ મુંબઈમાં રહ્યા. ત્યારે મારી ઉંમર પંદરેક વર્ષની હશે. અમે હાથે રસોઈ કરીને ખાતા. પિતાશ્રી નોકરીએ જતા અને અમે શાળામાં ભણવા જતા. વિશ્વયુદ્ધનો મુંબઈ પરનો ભય હળવો બન્યો અને કુટુંબ પાછું મુંબઈ આવીને રહેવા લાગ્યું. ઈ. સ. ૧૯૩૬ થી ૧૯૪૮ સુધી એમ બાર વર્ષ સુધી પિતાશ્રી અને મારા બે વડીલ બંધુઓની નોકરીની આવકમાંથી કુટુંબનું ગુજરાત ચાલ્યા કર્યું. ૧૯૪૮માં અમે બીજા બે ભાઈઓ યુનિવર્સિટીમાં ડિગ્રીની પરીક્ષા પાસ કરીને તરત નોકરીએ લાગી ગયા. પછી કંઈક આર્થિક રાહત અનુભવાવા લાગી. ક્રમે ક્રમે આવક વધતી ગઈ. એક પછી એક ભાઈઓના લગ્ન થતાં ગયાં, ઘર મંડાતાં ગયાં અને એમ પાછો કુટુંબનો ઉત્કર્ષ થતો ગયો. માતા રેવાબાનું અવસાન ૧૯૭૫માં થયું. પિતાશ્રી અને અમે છ ભાઈ અને બે બહેનોના પરિવારના સભ્યોની સંખ્યા હવે સો ઉપર નીકળી ગઈ. ત્રીજી પેઢીનાં સંતાનો પણ હવે વ્યવસાયે લાગી ગયાં. પિતાશ્રી કહે છે કે ખેતવાડીના એક રૂમમાંથી હવે અમેરિકા, સિંગાપુર, મુંબઈ, વડોદરા, અમદાવાદ વગેરે દેશ-વિદેશોમાં આવેલાં કુટુંબનાં ઘણાં મોટાં ઘર થઈ ગયાં. ફરી પાછો પહેલાંથી પણ અધિક વળતો દિવસ જોવા મળ્યો. આમ છતાં પિતાશ્રીએ ઘણાં વર્ષોથી અપનાવેલી સાદાઈ પ્રમાણે એમની પાસે તો બે જોડ વસ્ત્રથી વધુ પરિગ્રહ હોતો નથી. સંતાનો સ્વતંત્ર થયા પછી લગભગ પંચાવનની ઉંમરે ધન કમાવવામાંથી રસ છોડી દીધો હતો. પોતાના નામે બેન્કમાં Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક ૨મણભાઈ ખાતું કે મિલકત નથી કે નથી તેમણે ઘણાં વર્ષોથી કોઈને પ્રશ્ન કર્યો કે, “તમે શો વ્યવસાય કરો છો અને તમારી શી આવક છે?' તેઓ સતત ધર્મમય જીવન જીવે છે. સાધુ મહારાજ જેટલો પરિગ્રહ તેઓ રાખે છે. ઉપકારીના ઉપકારનું વિસ્મરણ ન કરવું અને ધર્મમાં શ્રદ્ધા રાખવી એ માટે વારંવાર ભલામણ કરે છે. પિતાશ્રીનું જીવન એટલે ચડતી-પડતી અને પાછી ચડતીના દિવસોનું જીવન. પણ એ દરેક તબક્કામાં એમણે સ્વસ્થતા અને સમતાપૂર્વક ધર્મને આદર્શ તરીકે રાખ્યો છે. એમના સરળ, નિરભિમાની, નિસ્પૃહ, ધર્મમય શાંત પ્રસન્ન જીવનમાંથી અમને હંમેશાં સતત પ્રેરણા મળતી રહી છે. અમે બધાએ બોમ્બ ફેંકવાનો પહેલો રાઉન્ડ પૂરો કર્યો. જિંદગીનો એક નવો જ રોમાંચક અનુભવ થયો. બોમ્બ ફેંકવાથી કેટલાક નર્વસ થઈ ગયા હતા, તો કેટલાકે અસાધારણ આત્મવિશ્વાસ પણ બતાવ્યો હતો. દરેક બોમ્બ ફેંકાય અને ફૂટી જાય તે પછી તે કેટલા અંતરે પડ્યો હતો તેનું મેઝરટેપ વડે માપ લેવામાં આવતું. પહેલાં રાઉન્ડમાં સિત્તેરથી વધુ ફૂટ આઘે બોમ્બ ફેંકનારા ત્રણ જણમાં મારો પણ નંબર હતો. જમાદાર બિલેએ અમને ખૂબ શાબાશી આપી. આ પ્રમાણે બીજ, ત્રીજો અને ચોથો રાઉન્ડ પણ પૂરો થયો. જેના જેના બોમ્બ આવે ૫ડતા તેમને શાબાશી મળતી. ચાર વખત બોમ્બ ફેંકવાને કારણે અમારામાં હવે આત્મવિશ્વાસ વધી ગયો હતો. || રમણલાલ ચી. શાહ (‘બેરરથી બ્રગેડિયર'માંથી) Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ પિતાશ્રીની ચિરવિદાય | રમણલાલ ચી. શાહ મારા પૂજ્ય પિતાશ્રી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહે લગભગ ૧૦૪ વર્ષની વયે મુંબઈમાં તા. ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૦૦ (ભાદરવા વદ ૮ ને ગુરુવાર, સં. ૨૦૫૬)ના રોજ રાત્રે દસ વાગે ઊંઘમાં જ દેહ છોડ્યો. એમના સ્વર્ગવાસથી અમે એક પવિત્ર શિરછત્ર ગુમાવ્યું. સંપુર્ણ નિરામય શરીરનો ક્રમિક અંત કેવી રીતે આવે તે એમના જીવનમાંથી પ્રત્યક્ષ જોવા મળે. એમનું નિરંતર પ્રભુભક્તિમય જીવન જોતાં એમ નિશ્ચય થાય કે અવશ્ય એમણે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી હશે! મહાત્મા ગાંધીજી જ્યારે કહેતા કે પોતે ૧૧૦ વર્ષ જીવવાના છે ત્યારે કેટલાકને એમાં અતિશયોક્તિ લાગતી. પરંતુ ૧૦૪માં વર્ષે પણ પિતાશ્રીની તન-મનની અદ્ભુત સ્વસ્થતા જોતાં એમ પ્રતીતિ થાય કે મહાત્મા ગાંધીજીનું આકસ્મિક અવસાન ન થયું હોત તો તેઓ જરૂર ૧૧૦ વર્ષ સારી રીતે જીવ્યા હોત. એક મત પ્રમાણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું અને છેવટ સુધી એમની લેખનપ્રવૃત્તિ ચાલુ રહી હતી. આ વાત અશક્ય નહિ હોય એમ જરૂર માની શકાય. પાર્શ્વનાથ ભગવાને પણ સો વર્ષનું સ્વસ્થ આયુષ્ય પૂર્ણ કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી પિતાશ્રીનું શરીર એવું દીપ્તિમંત રહેતું કે કાળ જાણે એમના દેહમાં સ્થગિત થઈ ગયો હોય અથવા આયુષ્ય સ્થિર થઈ ગયું હોય એવું લાગતું હતું. સાધ્વીજી થયેલાં અમારા એક કાકાનાં દીકરી બહેન પૂજ્ય શ્રી નિપુણાશ્રીજી કહેતા કે “બાપુજીના શરીરમાં કાયાકલ્પ થઈ ગયો છે.' ૧૦૩ વર્ષ પૂરાં કરી ઉપર લગભગ સાત મહિના બાપુજીએ પસાર કર્યા હતા. આટલી મોટી ઉંમરે તેઓ લાકડીના ટેકા વગર ઘરમાં ચાલતા. છાપાં, પુસ્તકો નિયમિત વાંચતા. જાતે ટેલિફોન નંબર જોડી રોજ સ્વજનો સાથે વાત કરતા. તદ્દન અલ્પ પ્રમાણમાં પણ નિયમિત આહાર લેતા. સવારે છ વાગે ઊઠે ત્યારથી રાત્રે સાડા નવ-દસ વાગે સૂઈ જાય ત્યાં સુધી સતત બેઠેલા જ હોય. જરા પણ આડા થયા ન હોય. સ્મૃતિ એટલી સતેજ કે અનેક નામો, વાતો, ઘટનાઓ બધું બરાબર યાદ હોય. વર્ષો પહેલાં પરિચયમાં આવેલી વ્યક્તિને જોતાંની સાથે જ ઓળખી શકતા અને Page #122 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શુત ઉપાસક રમણભાઈ એની સાથેની આગળપાછળની બધી વાતો તાજી કરતા. એમની સ્મરણશક્તિ આશ્ચર્યકારક હતી. બાપુજીનું સ્વાથ્ય જીવનની અંતિમ ઘડી સુધી એટલું સરસ રહ્યું હતું કે એની જોડ જવલ્લે જ જડે. ૧૦૪ વર્ષની જિંદગીમાં તેઓ ક્યારેય હૉસ્પિટલમાં રાત રોકાયા નથી. નેવું વર્ષની ઉંમર પછી બંને આંખે વારાફરતી મોતિયાનું ઓપરેશન કરાવવા હોસ્પિટલમાં ગયેલા અને બપોરે ઘરે પાછા આવી ગયેલા. ૯૮ વર્ષની વયે એક વખત તેઓ એક રૂમમાંથી બીજી રૂમમાં જતા હતા ત્યારે અચાનક બારણું ભટકાતાં એમની એક આંગળી કપાઈ ગઈ હતી. તરત કપાયેલી આંગળી સાથે એમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. દાક્તરે ટાંકા લઈ આંગળી સાંધી આપી અને સાંજે તેઓ ઘરે પાછા આવ્યા હતા. થોડા દિવસમાં આંગળી પહેલાં જેવી જ સારી થઈ ગઈ હતી. ખબર ન પડે કે આંગળી કપાઈને જુદી પડી ગઈ હતી. આવા બેત્રણ પ્રસંગે થોડા કલાક સિવાય તેઓ ક્યારેય હૉસ્પિટલમાં ગયા નહોતા. યુવાનીમાં બંધિયાર ઑફિસમાં નોકરી કરવાને કારણે દમનો વ્યાધિ થયો હતો, પણ એમણે એવો મટાડ્યો કે જિંદગીમાં ફરી થયો નહોતો. બાપુજીએ જિંદગીમાં ક્યારેય માથું દુખ્યાની ફરિયાદ કરી નથી. આખી જિંદગીમાં કદાચ પાંચસાત વખત તાવ આવ્યો હશે, પણ ક્યારેય તે એક દિવસથી વધારે ચાલ્યો નથી. તાવ જેવું લાગે ત્યારે એમનો સાદો ઉપાય એ હતો કે ખાવાપીવાનું તરત સંપૂર્ણ બંધ કરી દેવું. એથી તરત એમનો તાવ ઊતરી જતો. ૧૦૪ વર્ષની ઉંમરે પણ એમને મધુપ્રમેહ, રક્તચાપ, દમ, ક્ષય, સંધિવા, હરસ, પ્રોસ્ટેટ વગેરે કોઈ પણ રોગની ફરિયાદ નહોતી. એમની પાચનશક્તિ વ્યવસ્થિત હતી. શૌચાદિમાં તેઓ જીવનના અંત સુધી બિલકુલ નિયમિત હતા. એટલું જ નહિ, જરૂર પડે તો તેઓ રાહ પણ જોઈ શકતા. એમાં સો વર્ષની ઊજવણીનો આખા દિવસનો કાર્યક્રમ અમે એક હોલમાં કર્યો હતો ત્યારે સવારે ૯ વાગે ઘરેથી ગયા અને સાંજે આઠ વાગે પાછા આવ્યા ત્યાં સુધી તેઓ એક ખુરશીમાં સતત બેસી રહ્યા હતા. એમને બાથરૂમ પણ જવું પડ્યું નહોતું. બાપુજીની તબિયત સારી રહેતી હતી. એકાદ વર્ષથી શરીર થોડુંક ક્ષીણ થયું હતું. પરંતુ હરવાફરવામાં, બોલવામાં, વાંચવા-સાંભળવામાં એમની શારીરિક શક્તિ હજુ એવી જ હતી. એમના શરીરને હજુ એકાદ વર્ષ વાંધો નહિ આવે, કદાચ ૧૦૫ વર્ષ પૂરાં કરશે જ એવી અમને બધાને પાકી આશા હતી. એટલે જ Page #123 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક રમણભાઈ અમે આફ્રિકાના પ્રવાસે જવાની વાત કરી તો એમણે સહર્ષ સંમતિ આપી. એમણે કહ્યું, ‘તમે જઈ આવો. મારું શરીર સારું છે. અમારા સૌથી નાના ભાઈ ભરતભાઈ કે જેમની સાથે બાપુજી રહેતા હતા તેમનો બદ્રીનાથ જવાનો કાર્યક્રમ હતો. એમને પણ બાપજીએ સંમતિ આપી હતી અને તેઓ બદ્રિનાથ ગયા હતા. બાપુજીએ ઊંઘમાં દેહ છોડ્યો તે દિવસે સાંજ સુધી તો એમની તબિયત રોજની જેમ જ સારી હતી. સવારે રોજની જેમ સ્તુતિ કરીને નાસ્તો લીધાં. બપોરે ભોજન લીધું. રોજની જેમ બપોરે બધાને ફોન કર્યા હતા. તે દિવસે રાત્રે નવ વાગે મારી દીકરી શૈલજાએ મુલુંડથી બાપુજીને ફોન કર્યો હતો. બાપુજીએ એની સાથે સારી રીતે વાત કરી, પરંતુ બાપુજીના અવાજમાં સહેજ નબળાઈ એને જણાઈ. સામાન્ય રીતે બાપુજી બધાંની સાથે ફોનમાં નિરાંતે વાત કરે, પણ તે વખતે એમણે શૈલજાને કહ્યું કે પોતાને બોલવામાં થાક લાગે છે. બાપુજી થાકની વાત કરે એ જ નવાઈ. એ સાંભળીને શૈલજાને આશ્ચર્ય થયું. એણે બીજાઓને એ વિશે વાત કરી. તે પછી રોજના ક્રમ અનુસાર બાપુજી રાતના સાડા નવ વાગે બાથરૂમ જઈ આવીને સૂઈ ગયા. દસ વાગે પૌત્રવધૂ શીતલ એના રૂમમાં ગઈ ત્યારે એણે જોયું કે બાપુજી ઊંઘતા હતા, પણ એમનો શ્વાસ અસાધારણ જોરથી ચાલતો હતો. એણે તરત જયંતીભાઈને, પ્રમોદભાઈને, ડૉક્ટર પનાલાલ પટરાવાળાને ફોન કરીને બોલાવી લીધા. દસ મિનિટમાં તેઓ બધા આવી પહોંચ્યા. પરંતુ ત્યારે ડૉક્ટરે તપાસીને કહ્યું કે “બાપુજીએ દેહ છોડી દીધો છે!' અમે ત્યારે આફ્રિકામાં ઝિમ્બાબ્ધમાં હતાં. ભરતભાઈ બદ્રીનાથ હતા. અગ્નિસંસ્કાર વખતે અમે પહોંચી શકીએ એમ નહોતાં. સૌથી નજીક રહેનારાં અંત સમયે જ પાસે નહોતાં. એમાં વિધિનો કોઈ સંકેત હશે ! બાપુજીને ૧૦૩ વર્ષ પૂરા થવામાં હતાં ત્યારે મહા મહિનામાં એક દિવસ અચાનક નબળાઈ લાગવા માંડેલી. દિવસે કદી ન સૂનાર દિવસે પણ સૂઈ જતા. સૂતાં પછી બેઠા થવામાં તકલીફ પડવા લાગી. સ્તવનો મોટેથી બોલી શકતા નહોતાં. મનમાં બોલવા લાગ્યા હતા અને તેમાં પણ ભૂલ પડવા લાગી. અમને મિત્ર શ્રી વસંતભાઈ ભેદાની ઇચ્છા એમનાં દર્શન કરવાની હતી. હું એમને લઈને બાપુજી પાસે ગયેલો. પરંતુ ત્યારે બાપુજી માંડ થોડી વાતચીત કરી શકેલા. ત્યારે એમ લાગ્યું કે બાપુજી હવે એક-બે મહિના માંડ કાઢી શકશે. પરંતુ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ચુત ઉપાસક રમણભાઈ પાંચ-સાત દિવસમાં જ ફરી એમનું શરીર સશક્ત બનવા લાગ્યું. દિવસે આડા પડવાનું બંધ થયું. સ્મૃતિ પહેલાંના જેવી જ તાજી થઈ ગઈ. મોટી ઉંમરે ગયેલી સ્મૃતિ પાછી નથી આવતી. પણ બાપુજીના જીવનમાં એ અદ્ભુત ચમત્કાર હતો કે સ્મૃતિ બરાબર પહેલાંના જેવી જ થઈ ગઈ. દસ કડીનું સ્તવન કે મોટું સ્તોત્ર બરાબર પાછું તેઓ બોલવા લાગ્યા હતા. એમનું જીવન રાબેતા મુજબનું થઈ ગયું હતું. આટલી મોટી ઉંમરે આમ થવું એ પણ એક આશ્ચર્યકારક ઘટના લાગતી હતી. આગલા વર્ષે પર્યુષણ પર્વ દરમિયાન ચિખોદરાની હોસ્પિટલના આંખના દાક્તર ડૉ. રમણીકલાલ દોશી (દોશીકાકા) અમારે ઘરે આવ્યા હતા. તે વખતે બાપુજીની વાત નીકળી. દોશીકાકા કહે કે “હું આજે ચિખોદરા પાછો જાઉં છું. માટે અત્યારે જ મારે એમના દર્શન કરવાં છે.” તરત અમે ભાઈના ઘરે ગયા. દોશીકાકા બાપુજીને મળ્યા. દોશીકાકા પોતે ૮૪ વર્ષના. ૧૦૧ વર્ષ જીવેલા. પૂ. રવિશંકર દાદાની વાત નીકળી. બાપુજીએ ૬૦-૭૦ વર્ષ પહેલાંના રવિશંકર દાદાનાં સ્મરણણો કહ્યાં. બહારવટિયા બાબર દેવાની વાત નીકળી.પાદરા, ધર્મજ, વટાદરા, સોજિત્રા, બોરસદ, ભાદરણ, ખંભાત વગેરે ગામોના એ જમાનાના આગેવાનોને મળેલા એ બધી વાતો સાંભળીને દોશીકાકાનાં સંસ્મરણો પણ તાજાં થયેલાં. ૧૯૭૫માં મારી માતા રેવાબાનું અવસાન થયું તે પછી બાપુજી મુંબઈ છોડીને ખાસ ક્યાંય ગયા નહોતા. ચોવીસ કલાક ઘરમાં જ હોય. દિવસ કેમ પસાર કરવો એની એમને ચિંતા નહોતી. ટી.વી. જોતા નહોતા. પ્રભુભક્તિમાં રોજનો ક્રમ પૂરો કરવામાં ક્યારેક સમય ઓછો પડતો. રોજ સવારના સાડા પાંચ-છ વાગે તેઓ ઊઠી જાય. ઊઠતાંની સાથે પથારીમાં જ પલાંઠી વાળીને બેસીને તે બરાબર એક કલાક સુધી બુલંદ સ્વરે સ્તુતિ કરે. રોજ આત્મરક્ષા મંત્ર, ગૌતમસ્વામીનો છંદ, સોળ સતીનો છંદ, નવકારમંત્રનો છંદ, પુણ્યપ્રકાશનું સ્તવન, રત્નાકર પચીસી (સંસ્કૃતમાં), જિનપંજર સ્તોત્ર તથા ત્રણ સ્તવનો-28ષભ જિનરાજ (યશોવિજયજી કૃત), પાસ શંખેશ્વરા (ઉદયરત્નકૃત) અને “તાર હો તાર પ્રભુ' (દિવચંદ્રજી કૃત)–આટલું બોલ્યા પછી રોજ ઋષભદેવથી મહાવીર સ્વામી સુધી અનુક્રમે એક તીર્થકરનાં પાંચ સ્તવન બોલતા. એમને દોઢસો જેટલાં સ્તવન કંઠસ્થ હતાં. છતાં સ્તવનની ચોપડીઓ પાસે રાખતા. રોજેરોજ આટલી Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ સ્તુતિ કર્યા પછી જ તેઓ પથારીમાંથી બહાર નીકળતા. સવારે ચાપાણી વગેરે કરી, સ્નાન કરીને દસ વાગે નવસ્મરણ બોલતા. અગાઉ એમને બધું કંઠસ્થ હતું, પણ હવે ચોપડીમાં જોવું પડતું. બપોરે ભોજન પછી છાપું વાંચતા અને ફોન કરતા. ત્રણેક વાગ્યાથી લોગસ્સનું રટણ કરતા. રોજ બસો લોગસ્સ બોલતા. સાંજે શંખેશ્વર પાર્શ્વનાથનો મંત્ર બોલતા. રાત્રે સૂઈ જાય ત્યારે સ્તુતિ કરી, નવકાર બોલી સૂઈ જાય. તેઓ માળા રાખતા નહોતા,પણ આંગળીના વેઢે ગણતા. જ્યારે જુઓ ત્યારે એમનો અંગૂઠો વેઢા પર જ હતો. પ્રભુસ્મરણ કરતાં કરતાં એમણે સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું. મૃત્યુ એમને માટે મહોત્સવ બની ગયું હતું. એમનો મૃતદેહ ઝગમગતો રહ્યો હતો. આર્થિક દૃષ્ટિએ જોઈએ તો બાપુજીનું જીવન એટલે ચડતી, પડતી અને પાછી ચડતી. બાપુજીએ યુવાનીમાં સારી શ્રીમંતાઈ જોયેલી. એમા પિતાશ્રીનો રૂ અને અનાજનો ધમધોકાર વેપાર ચાલતો. વેપારાર્થે બાપુજીને ઉત્તર ભારત અને પંજાબ સુધી કેટલીયે વાર મુસાફરી કરવાની થતી. કોઈ મોટું ગામ એવું નહિ હોય કે જે એમણે જોયું ન હોય અને ત્યાંના આડતિયાઓ અને વેપારીઓની મહેમાનગીરી માણી ન હોય. એમના કાકા ડાહ્યાભાઈ અને મોટાભાઈ સોમચંદભાઈ પ્રવાસમાં સાથે હોય. ત્રીસ-બત્રીસની ઉંમર સુધી એમણે આ જાહોજલાલી જોયેલી. પાદરા, માસર રોડ, ભાયલી, ઈંટોલા, મિયાંગામ, જંબુસર, ભરૂચ અને અંકલેશ્વરમાં એમની રૂની પેઢી હતી. ભરૂચના પારસી વખારીઆ કુટુંબનો સારો સાથ મળેલો. હાથ નીચે કેટલાયે ગુમાસ્તા કામ કરે, પરંતુ વેપારમાં મોટી ખોટ આવતાં બધું ગયું. ઘરબાર, જમીન, ઘરેણાં બધું ચોરાઈ ગયું. હાથેપગે થઈ ગયા. એમના પિતાશ્રી અમૃતલાલે પોતાના ચારે દીકરાને સલાહ આપેલી કે ‘ગામ છોડીને ચાલ્યા જજો. ગામમાં તમે સ્વમાનપૂર્વક રહી નહિ શકો. તમે શ્રીમંતાઈ અને શેઠાઈ ભોગવી છે. હવે નોકરી કરવાનો વખત આવ્યો છે. માટે ગામ છોડી જજો.’ ૧૯૩૭માં બાપુજીએ મુંબઈમાં આવી નોકરી સ્વીકારી અને અમારું કુટુંબ મુંબઈમાં આવીને વસ્યું. પાંત્રીસી પચાસની ઉંમર સુધી બાપુજીએ બહુ કપરા દિવસો જોયા હતા. મુંબઈની એક ચાલીની નાની ઓરડીમાં અમે છ ભાઈ, બે બહેન અને બા–બાપુજી એમ દસ જણ રહેતાં. ગુજરાન ચલાવવામાં છોકરાંઓને ભણાવવામાં એમને ઘણી તકલીફ પડી હતી. પરંતુ પછી વળતા દિવસો આવ્યા. દીકરાઓ ભણીને ૮ ૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ નોકરીધંધે લાગ્યા અને સારું કમાતા થયા. નાની ઓરડીમાંથી ક્રમે ક્રમે છ મોટાં મોટાં ઘર થયાં. છેલ્લા પાંચ દાયકા એમણે પાછા ચડતીના જોયા. આશરે પચાસની ઉંમર પછી, પોતાના દીકરાઓ નોકરીધંધે લાગી ગયા હતા અને ઘ૨નો કારભાર બરાબર ચાલવા લાગ્યો હતો ત્યારે બાપુજીએ સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી લીધી હતી. આમ પણ કમાવામાં એમને બહુ રસ હતો નહિ. જેમ જેમ દીકરાઓ મોટા થતા ગયા તેમ તેમ એમને માથેથી આર્થિક જવાબદારી ઓછી થતી ગઈ હતી. પાસે પૈસા રાખવામાં એમને રસ નહોતો એટલે કોઈ દીકરા પાસે પૈસા માંગવાનો પ્રશ્ન નહોતો. કદાચ કોઈક વાપરવા આપી જાય તો તેઓ તરત દીકરીઓને અથવા પૌત્ર-પૌત્રીઓને આપી દેતા. બાપુજીએ પોતાના નામે બેંકમાં ક્યારેય ખાતું ખોલાવ્યું નથી. પોતાના નામે કોઈ મિલકત ધરાવી નથી કે પોતે ક્યારેય ઈન્કમ ટેક્ષનું કોઈ ફોર્મ ભર્યું નથી. પચાસની ઉંમર સુધી તેઓ લાંબો સફેદ કોટ અને ખાદીની સફેદ ટોપી, બહાર કોઈ પ્રંસગે જવું હોય તો પહેરતા. પણ પછી ટોપી અને કોટ છોડી દીધાં. પહેરણ અને ધોતિયું–એની બે જોડ જેટલો પરિગ્રહ રાખ્યો હતો. ગાંધીજીની સ્વાશ્રયની ભાવનાને અનુસરીને તેઓ નાનપણથી પોતાના બે કપડાં પોતાના હાથે જ ધોઈ નાખતા. ૧૦૩માં વર્ષ સુધી નિયમ તેમણે સાચવ્યો હતો. જીવનના છેલ્લા વર્ષમાં સ્વજનોના આગ્રહને કારણે તેમણે પોતાનાં કપડાં ધોવાનું બંધ કર્યું હતું. અમે છ ભાઈ અને બે બહેન. એમાં મારો ચોથો નંબ૨. અમારે દરેકને સંતાનો અને સંતાનોના ઘે૨ સંતાનો. આમ બાપુજીના કુટુંબના સભ્યોની સંખ્યા એકસોથી વધુ થાય. દરેકના નામ તેમને મોઢે. બધાને યાદ કરે. થોડા મહિના પહલાં એમણે પોતાની ચોથી પેઢીના લગ્ન જોયાં. આમ છતાં તેઓ અનાસક્ત રહેતા. પોતાના દીકરાઓ કે દીકરાના દીકરાઓ શો વ્યવસાય કરે છે અને કેટલું કમાય છે એ વિશે તેમણે ક્યારેય કોઈને પ્રશ્ન કર્યો નથી. કોઈની પાસે કશું માંગ્યું નથી. પોતે જ જો ધનસંપત્તિમાં રસ નથી ધરાવ્યો તો પુત્ર-પરિવારના ધનસંપત્તિમાં ક્યાંથી રસ હોય ? બાપજીનું જીવન એક સાધુ મહારાજ જેવું જીવન હતું. શાળામાં અને પાઠશાળામાં એમના એક સહાધ્યાયી તે ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરિજી હતા અને પાઠશાળામાં એમના શિક્ષક શ્રી ઊજમશી માસ્તર જે પછીથી પૂ. નીતિસૂરિ પાસે દીક્ષિત થઈ આગળ જતાં. પૂ. ઉદયસૂરિ બન્યાહતા. આ બંનેના સંસ્કાર ૮૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ બાપુજીના જીવન પર પડ્યા હતા. બાપુજીના અક્ષર સ્વચ્છ અને મરોડદાર હતા. એટલે એમા પિતાશ્રીનો અનાજ અને રૂ-કપાસનો વેપાર ધમધોકાર ચાલતો હતો ત્યારે નામું લખવાનું, રોજેરોજ ટપાલ લખવાનું કામ બાપુજીને સોપાતું. પોતાની યુવાનીના આરંભમાં પંદરેક વર્ષ એમણે નિયમિત ટપાલો લખી હતી. તેઓ કહેતા કે ઘણુંખરું પોસ્ટકાર્ડ લખવાનો જ રિવાજ હતો અને એક પૈસાની ટિકિટવાળું પોસ્ટકાર્ડ ઠેઠ પેશાવર, રંગૂન કે કોલંબો સુધી જતું. ત્યારે બ્રિટિશ હકુમત હતી અને બર્મા અને શ્રીલંકા, ભારતના એક ભાગરૂપ હતા. રોજેરોજ ટપાલ લખવાને કારણે સેંકડો આડતિયાઓના નામ-સરનામા એમને મોઢે હતાં અને મોટા ભાગના આડતિયાઓને ત્યાં પોતે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જઈ આવેલાં. એટલે જીવનના અંત સુધી કોઈ પણ ગામનું નામ આવે એટલે ત્યાંના આડતિયાઓના અને મોટા વેપારીઓના નામ તેઓ તરત યાદ કરી આપે. વળી ગામે ગામ રેલવે સ્ટેશને રોજનો એક આંટો હોય જ. રેલવેમાં દરેક સ્ટેશનના ત્રણ અક્ષરનાં મિતાક્ષરી નામ હોય.પારસલમાં એ લખવા પડતાં. એ માટે રેલવેની છાપેલી ગાઈડ આવે છે. બાપુજીએ એવી ગાઈડ પણ વેપારાર્થે વસાવેલી. અનેક સ્ટેશનોનાં મિતાક્ષરી નામ પણ એમને આવડે. BCT એટલેબોમ્બે સેન્ટ્રલ અને AMD એટલે અમદાવાદ કોઈ પણ તાર કયા ગામેથી આવ્યો છે એ એમાં આપેલા મિતાક્ષરી નામ પરથી તેઓ તરત કહી આપતા. એમના વખતમાં ટપાલ ખાતાના તાર રેલવે સ્ટેશન દ્વારા થતા. ડોટ અને ડેશની-કડ-કટ્ટની સાંકેતિક તારભાષા પોતે શીખેલા અને તાર કરનારની પાસે પોતે ઊભા હોય તો ડોટ-ડેશના અવાજ પરથી તેઓ સમજી શકતા કે તારમાં શું લખાય છે. બાપુજીને પોતે કરેલા એ દરેક સ્થળની વિગતો યાદ હોય. કેટલાક વખત પહેલાં દિલ્હી પાસે આકાશમાં બે વિમાનો અથડાઇ પડ્યાં હતાં અને તે ચક્કી દાદરી નામના ગામ પાસે પડ્યાં હતાં. ચક્કી દાદરીનું નામ સામાન્ય લોકો માટે તદ્દન અપરિચિત હતું. પરંતુ બાપુજી માટે અપરિચિત નહોતું. પોતાના યુવાનીના દિવસોમાં તેઓ ત્યાં અનાજની ખરીદી માટે ગયા હતા. ચક્કી દાદરીની બાજરી ત્યારે વખણાતી. ચક્કી દાદરીની મુલાકાતને યાદ કરતાં એમણે કહ્યું હતું કે પોતે ત્યાંથી વતન પાદરાની દુકાને જે તાર કર્યો હતો તે પ્રાસયુક્ત હતોઃ Buying Page #128 -------------------------------------------------------------------------- ________________ ८४ શ્રુત ઉપાસક રમણભાઈ Bajri from Chakki Dadri. બાપુજીની પ્રકૃતિ હંમેશાં ગુણગ્રાહી હતી. તેઓ વારંવાર શિખામણ આપતા કે ઉપકારીનો ઉપકાર કદી ન ભૂલવો. કોઈની નિંદા કરવી નહિ. વાદવિવાદ થાય એવી વાતમાં પડવું નહિ. તેમના મુખેથી ક્યારેય કોઈની નિંદા થતી નહિ. તેઓ પોતાના ઉપર ઉપકાર કરનાર, એમની ફોઈના દીકરા ચંદુભાઈ દલાલને, એમનો દમનો રોગ કાયમનો મટાડનાર પારસી દાક્તર દારૂવાલાને તથા પોતાને નોકરી અપાવનાર પડોશી ચીમનભાઈને હંમેશાં યાદ કરતા. બાપુજીનો પહેલેથી એવો નિયમ હતો કે કોઈને પણ એકવચનમાં “તું' કહીને બોલાવવા નહિ. નોકર-ચાકરને પણ નહિ. પોતાના બધા દીકરાઓને તો ‘ભાઈ’ શબ્દ લગાડીને માનથી બોલાવતા. એટલું જ નહિ પણ પોત્ર અને પ્રપોત્રને પણ માનથી બોલાવતા. મારા પુત્ર અમિતાભને તેઓ હંમેશાં “હીરાભાઈ' કહીને બોલાવતા. અમિતાભ પણ અમેરિકાથી બાપુજીને ફોન કરે તો “હીરાભાઈ સ્પીકિંગ..” એમ જ કહે. બાપુજી નાનાં બાળકો સાથે પણ હસીને વાત કરે. પોતાની પાસે કાયમ દ્રાક્ષ અને પીપરમિન્ટ રાખે. એટલે એ લેવા છોકરાઓ આવે. બાપુજીને જૂના જમાનાની કહેવતો ઘણી આવડતી. શબ્દરમત દ્વારા ગમ્મત કરવાનું પણ સારું ફાવતું. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળે તો પોતે કહે કે “તમે તો કૉલેજમાં ભણીને સી.એ. થયા, પણ હું તો જન્મથી સી.એ. છું. કોઈ વાર કહેતા કે “તમે ટી.વી. જુઓ છો. હું તો ટી.વી.ની શોધ થઈ તે પહેલાં અમારા પાડોશમાં ટી.વી. જોતો. પડોશમાં રહેતા ત્રિભોવન વિઠ્ઠલ તે ટી. વી. એમના જમાનામાં ઘણાં ગામડાંઓમાં હાઈસ્કૂલ નહોતી. ગુજરાતી સાત ચોપડી સુધીની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ હોય. એને બધા એ. વી. સ્કૂલ કહે છે. બાપુજી એ દિવસોમાં કહેતા કે “અમારા ગામમાં એ. વી. સ્કૂલ નહોતી, તો પણ મને એ.વી. સ્કૂલમાં ભણવા મળ્યું હતું.’ એ. વી. એટલે એમના પિતાશ્રી અમૃતલાલ વનમાળીદાસ. અમારા કુટુંબમાં કોઈ સારો પ્રસંગ હોય અથવા બહરગામ જવાનું હોય તો સહુ કોઈ બાપુજી પાસે એ માટે માંગલિક સાંભળતા. પ્રત્યક્ષ જવાનો સમય ન હોય તો છેવટે ફોન પર પણ માંગલિક સાંભળતા. છેલ્લા બે-અઢી દાયકામાં બાપુજીનું ત્રીજા ભાગનું કુટુંબ વિદેશમાં સિંગાપોર અને અમેરિકામાં વસ્યું. ત્યાંથી પણ નવીનભાઈ, શૈલેષ, હીરેન, ઉન્મેષ, શુભા, અમિતાભ વગેરે ફોન Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૮૫ કરીને બાપુજીનું માંગલિક સાંભળતા. બાપુજીના માંગલિક માટે બધાંને એક પાકી શ્રદ્ધા થઈ ગઈ હતી. મારે પ્રવાસે વારંવાર જવાનું થતું પરંતુ પ્રત્યેક વખતે અચૂક માંગલિક સાંભળીને જવાનું રાખ્યું હતું. ટેવમાં એ વણાઈ ગયું હતું. છેલ્લે અમે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે બાપુજીનું માંગલિક સાંભળીને ગયાં હતાં. બાપુજીનું એ પ્રત્યક્ષ માંગલિક અમારે માટે છેલ્લું હશે એવું ત્યારે લાગ્યું નહોતું. બાપુજીના સ્વર્ગવાસથી અમારા બધા માટે આ એક મોટી ખોટ રહેશે. હવે ટેપથી સાંભળવા મળશે પણ પ્રત્યક્ષ માંગલિક સાંભળવા નહિ મળે. અલબત્ત, પણ એ પુણ્યાત્માના દિવ્ય આશિષ તો અમારા પર સતત વરસતાં રહેશે એવી સંપૂર્ણ શ્રદ્ધા છે! ચીમનભાઈ જેમ ઉત્તમ વક્તા હતા તેમ ઉત્તમ લેખક પણ હતા. ઉંમર થતાં, સ્મરણશક્તિ શિથિલ થતાં કે અન્ય પ્રકૃતિગત ક્ષતિઓ ઉદ્ભવતા કેટલાય સારા વક્તાઓ મોટી ઉંમરે નિરર્થક લાંબુ અને અપ્રસ્તુત બોલતા થઈ જાય છે. ચીમનભાઈ ૮૧ વર્ષની ઉંમરે પણ સમયાનુસાર પોતાના વિચારો ક્રમબદ્ધ, તર્કસંગત, અભિનવ મોલિક દષ્ટિથી સચોટ રીતે અસ્ખલિત વાણીમાં વ્યક્ત કરતા. એમના લખાણોની શૈલી પણ સરળ, નિરાડંબર, પારદર્શક હતી. કેટલીક વાર ગાંધીજીની શૈલીની યાદ અપાવે એવી તે રહેતી. શિક્ષણ હોય કે રાજકારણ, ધર્મ હોય કે સામાજિક બાબત-એ દરેક વિશે એમનું મૌલિક ચિંતન પ્રેરક અને માર્ગદર્શક બની રહેતું. ] રમણલાલ ચી. શાહ (‘વંદનીય હૃદયસ્પર્શ'માંથી) Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક ૨મણાભાઈ त्वमेव भर्ता न च विप्रयोग: || તારાબેન રમણલાલ શાહ સંસ્કૃતના સમર્થ કવિ કાલિદાસના “રઘુવંશ'માં આલેખાયેલું છે કે સંપૂર્ણપણે નિર્દોષ અને સગર્ભા સીતાને રામની આજ્ઞાથી લક્ષ્મણે જંગલમાં ત્યજી દીધાં. એ દારુણ દુઃખના સમયે પણ સીતાએ રામ માટે આ શબ્દો ઉચ્ચાર્યા : भूयो यथा मे जन्मान्तरेषु त्वमेव भर्ता न च विप्रयोग: “જન્મજન્માન્તરમાં તમે જ મારા પતિ હો, આપણો કદીયે વિયોગ ન થાવ.” રામ પ્રત્યે સીતાનું કેટલું ઉદાર વલણ ! ત્યારે મને અઢળક સ્નેહ, સુખ અને શાંતિ આપનાર મારા પતિ ડૉ. રમણભાઇને આ શબ્દો હું કહી ન શકું ? બાહ્ય દૃષ્ટિએ એ સત્ય હકીકત છે કે ખરેખર વિયોગ છે. છતાં અદૃશ્યપણે તેમના તરફથી હામ, હૂંફ અને અનન્ય આધારનો અનુભવ મને થઈ રહ્યો છે. - ત્રેપન વર્ષનું અમારું લગ્નજીવન-લીલીછમ હરિયાળી સમું હર્યુંભર્યું, કોઈ ગૂંચ કે ગ્રંથિ વિનાનું, સમથળ પ્રવાહ વહેતું હતું. વિદ્યાર્થીપ્રિય અધ્યાપક તરીકે, એન.સી.સી.ના ઑફિસર તરીકે, સમાજસેવક તરીકે, લેખક તરીકે, ભક્ત તરીકે, સાધક તરીકે કે બાળકોથી વીંટળાયેલા દાદાજી તરીકે, મને તેમનાં દરેક સ્વરૂપ ગમ્યાં છે. સૂઝપૂર્વક અને ત્વરાથી કામ કરવાની તેમની શક્તિ, આર્ત રૌદ્ર ધ્યાન કર્યા વિના અને સર્વના કલ્યાણને લક્ષમાં રાખીને ગૂંચ ઉકેલવાની તેમની શક્તિને હું ભક્તિભાવથી બિરદાવતી રહી છું. ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ મહાન લેખક કનૈયાલાલ મુનશીની નવલકથા “ગુજરાતનો નાથ'નું અત્યંત જાણીતું અને માનીતું સ્ત્રીપાત્ર મંજરી–તેણે શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેમાં નિપુણ પતિને ઇચ્છયો. શસ્ત્રમાં નિપુણ એવા વિશિષ્ટ પાત્ર કાકે શાસ્ત્રનો અભ્યાસ કર્યો પછી જ મંજરીએ તેની સાથે લગ્ન કર્યા. ત્યારે હું તો ભાગ્યશાળી છું કે મને શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેમાં નિપુણ એવા પતિ મળ્યા. અધ્યાપનકાળની શરૂઆતમાં એન.સી.સી.ની ટ્રેઈનિંગમાં રમણભાઈ પિસ્તોલ, સ્ટેનગન, મશીનગન, રાયફલ, બે ઈંચમોર્ટાર વગેરે શસ્ત્રો ચલાવતા શીખ્યા. Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ બોમ્બ ફેંકવાની તાલીમ લેતા જાનનું જોખમ પણ ખેડ્યું. શસ્ત્રોની તાલીમ લઈ લેફટનન્ટથી કંટન અને મેજરની પદવી સુધી પહોંચ્યા. એન.સી.સી.ની તાલીમ લેવા જાય ત્યારે બધા ઑફિસરમાં એ એક જ એવા હતા કે જેમણે કદી મદ્યપાન કર્યું નહિ. વળી જૈન ધર્મનો ઊંડાણથી અભ્યાસ કરી, વિપુલ લેખનકાર્ય કરી શાસ્ત્રના જાણકાર બન્યા. ‘બેરરથી બ્રિગેડિયર' નામના તેમના પુસ્તકમાં તેમણે પોતાના લશ્કરી તાલીમના અનુભવો લખ્યા છે. એ પુસ્તકનું અર્પણ અમારાં પૌત્ર, દોહિત્ર, દોહિત્રીને કરતાં એમણે લખ્યું છે - અમારા દાદાજી બનીને સેનાની ભરેલી બંદૂકે કૂચ-કવાયત કેવી કરતા! મશીનગન ને બોમ્બ ધરતા! વળી દાદાજી તો નીત પ્રહ ઊઠી સ્તોત્ર પઢતા; પૂજાભક્તિ સાથે અહિંસાની વાતો જિનકથિત સિદ્ધાંતો તથા એવા એવા વિવિધ વિષયે લેખ લખતા, અહો આ તે કેવું ઉખાણા કો જેવું છતાં સમજ્યા તેવું જીવન હળવું જીવી શકતા. તમે આવી રીતે કથી મારી વાતો મિતસહિત સૌ વિસ્મિત થશો! શસ્ત્રની જાણકારી હોય અને સાથે અહિંસાના સૂક્ષ્મ તત્ત્વોની છણાવટ પણ કરી શકે એવી તેમની બહુમુખી પ્રતિભા હતી. સદ્ભાગ્યે આ બન્નેના જ્ઞાનથી તેમને ખૂબ લાભ થયો. લશ્કરી તાલીમને Page #132 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રુત ઉપાસક રમણભાઈ લીધે કડક શિસ્તપાલન આવ્યું. પોતાની કે પારકાની આપત્તિના સમયે સ્વસ્થ રહીને, ઝડપથી વિચારીને જોખમ ખેડીને માર્ગ કાઢવાની સૂઝ તેમનામાં પ્રગટી સમયસર અને કેટલીકવાર તો સમય પહેલાં ત્વરાથી કામ કરવાની શક્તિ ખીલી. જૈન ધર્મના અભ્યાસથી વડીલો પ્રત્યેનો આદર, અવિચલિત પણે, પ્રસન્નચિત્તે પરીષહ સહન કરવાની શક્તિ, જરૂરિયાતમંદને મદદ કરવાની તત્પરતા, માનવસ્વભાવ કે સંયોગોની ઊજળી બાજુ જોવાની અને ખાસ કરીને જિનતત્ત્વને સમજવાની અને પામવાની તેમની દષ્ટિ વીકસી. આમ બન્નેની જાણકારીથી, તાલીમથી તેમનું વ્યક્તિત્વ ઘડાયું. છેલ્લા કેટલાંક વર્ષોથી અમે વિચાર્યું કે આપણે બન્નેએ સંસારમાં રહ્યાં છતાં ગૃહસ્થ કરતાં યાત્રિકની જેમ જીવવું. બાહ્ય દૃષ્ટિએ કંઈ ખાસ ફરક ન દેખાય પરંતુ આંતરિક દૃષ્ટિએ ઘણો મોટો ફરક પડે. સ્થૂલ વસ્તુ છોડીને સૂક્ષ્મ તરફ જવાની, તેને પામવાની અભીપ્સા જાગે. અમારી એ ભાવના ઉત્તરોત્તર દઢ થતી ગઈ. અમે આંતર બાહ્ય પરિગ્રહ ઓછો કરતા ગયાં. અમારી પચાસમી લગ્નતિથિએ નાગેશ્વર ભગવાનના પવિત્ર તીર્થમાં અનન્ય શ્રદ્ધા સાથે પૂજા કરતાં અમે અપૂર્વ આનંદ અનુભવ્યો. અમારા લગ્ન સમયે અમે યજ્ઞવેદીની આસપાસ ફેરા ફર્યા હતાં. ૫૦ મા લગ્નદિને ભગવાનની ફરતી પ્રદક્ષિણા કરી કૃતાર્થતા અનુભવી. મનથી ભાવભર્યા હૃદયે અમે અમારાં બન્નેના માતાપિતાને પ્રણામ કર્યા. અમારા બન્નેના ગુરુ, સેન્ટ ઝેવિયર્સ કોલેજના સંસ્કૃતના પ્રોફેસર સ્વ. ગૌરીપ્રસાદ ઝાલા અને ગુજરાતીના પ્રોફેસર સ્વ. મનસુખલાલ ઝવેરીને પ્રણામ કર્યા. પૂ. ઝાલાસાહેબે અમારી લગ્નવિધિ વખતે હાજર રહી અમારી પાસે સપ્તપદીના મંત્રો બોલાવ્યા હતા. અને પૂ. મનસુખભાઈએ લગ્નના સત્કાર સમારંભમાં મહેમાનોનું સ્વાગત કર્યું હતું એ ઉપકાર શે ભૂલાય? મારા પગની તકલીફને લીધે રમણભાઈ મને પૂજા કરવામાં ખૂબ મદદ કરતા, પૂજાનો મહિમા સમજાવતા અને મારી ધર્મભાવના દઢ કરતા. અમારા ૫૦ વર્ષના લગ્ન નિમિત્તે ખુશાલી વ્યક્ત કરવા મારા ભાઈ મહેન્દ્રભાઈ મહેતા અને ભાભી આશાબહેને શંખેશ્વર તીર્થમાં વિકલાંગોને ખાસ કરીને પગે અપંગ લોકોને જુદાં જુદાં સાધનો આપવાનો કેમ્પ કર્યો. એમનાં એ કાર્યને હું અમારું પરમ સૌભાગ્ય ગણું છું. અમારા બન્ને વચ્ચે વિશિષ્ટ પ્રકારનો મૈત્રીભાવ હતો. એ પતિ છે માટે તેમની આજ્ઞા પ્રમાણે મારે ચાલવું એવું ભાન કદી તેમણે મને કરાવ્યું નથી. સહજપણે Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૮૯ સહર્ષ હું એમની ઇચ્છા પ્રમાણે વર્તવા ટેવાયેલી, વિના બોજે પ્રવૃત્તિ કરતી રહી. ઘણી મહત્ત્વની બાબતોમાં તો અમે એક બીજાને પૂછીને જ કામ કરીએ પણ નાની નાની બાબતોમાં પણ અમે એકબીજાની મરજી જાણતાં, એકબીજાને અનુકૂળ થતાં, નાની મોટી ભૂલોને હસીને માણતાં. એમની હાજરીથી વાતાવરણ હંમેશા પ્રસન્ન રહેતું. હું બધી રીતે તેમના આધારે જીવવા ટેવાઈ ગયેલી. પુસ્તકોનાં નામ, શબ્દોના અર્થ અને જોડણી, વિવિધ વિષયોની વિગત વગેરે માટે એમને પૂછપરછ કરતી. હું તેમને કહેતી કે તમારી પાસેથી બધું તૈયાર મળે છે તેથી મને શબ્દકોશ જોવાની ટેવ છૂટી ગઈ છે. હું તો સાવ ઠોઠ રહીશ. ત્યારે એ કહેતા કે સંયોગો બધું શીખવે છે. શાળા અને કોલેજમાં વિદ્યાર્થી તરીકે રમણભાઈ તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. એ દિવસોમાં ફર્સ્ટ કલાસ મેળવવો બહુ મુશ્કેલ, પરંતુ મેટ્રિકની પરીક્ષામાં ૧૯૪૪માં તેમણે ફર્સ્ટ કલાસ મેળવ્યો. ૧૯૫૦ માં ગુજરાતી અને સંસ્કૃતના વિષય સાથે એમ.એ.માં પ્રથમ આવવા માટે તેમને બળવંતરાય ઠાકોર સુવર્ણચંદ્રક તથા કેશવલાલ હ. ધ્રુવ પારિતોષિક પ્રાપ્ત થયાં, ઝેવિયર્સ કૉલેજમાં એમ. એ. અને એમ.એસસી.ના વિદ્યાર્થીઓમાં પ્રથમ આવવા માટે “સંત ફ્રાન્સિસ ચંદ્રક મળ્યો. એમ.એ.ની પરીક્ષામાં એમના ભાષા વિજ્ઞાનના પેપરમાં એક પણ ભૂલ નહોતી. તેમના અક્ષર સુંદર અને લખાણ સ્વચ્છ. તેથી એ પેપરના કડક પરીક્ષક પ્રકાંડ વિદ્વાન વિષ્ણુભાઈ ત્રિવેદીએ ૯૪ માર્ક્સ આપ્યા. પછીથી જ્યારે એમની સાથે મુલાકાત થઈ ત્યારે પોતાનો આનંદ અને સંતોષ વ્યક્ત કરતાં તેમણે કહ્યું, “મારી જિંદગીમાં મેં આવું, એક પણ ભૂલ વિનાનું પેપર જોયું નથી! એકે એક પ્રશ્નના ઉત્તર સાચા, મુદ્દાસર અને સંતોષકારક હતા. લાલ લીંટી કરવી પડે તેવું એક પણ સ્થળ પેપરમાં જોવા ન મળ્યું. માર્ક્સ ક્યાં કાપવા એ મૂંઝવણ હતી તેથી એક પ્રશ્નનો એક એક ઓછો કરી ૯૪ માર્ક્સ મેં આપ્યા.” રમણભાઈને જીવનમાં પણ સફળતા મળે એવા આશીર્વાદ પણ એમણે આપ્યા. પછીના વર્ષોમાં રમણભાઈએ પોતાની Ph. D. થીસીસ નળ દમયંતીની કથાનો વિકાસ” તે પુસ્તક તેમણે વિષ્ણુભાઈ અને તેમનાં પત્ની શાંતાબેનને અર્પણ કર્યું ત્યારે ખુશી વ્યક્ત કરતાં વિષ્ણુભાઈએ ઉમળકાભેર લખ્યું કે અમે બન્નેએ આશ્ચર્યસહિત આનંદ અનુભવ્યો. નળ દમયંતી જેવાં પ્રીતિપાત્રોનાં દામ્પત્યજીવન સાથે અમારા દામ્પત્યજીવનનું અનુસંધાન થયું એ જોઈને અમે આખો દિવસ ઉત્સવની જેમ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પસાર કર્યો. આવેશ કે ઉશ્કેરાટ તેમના સ્વભાવમાં નહોતા. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં સ્વસ્થતા જાળવી શકે એ ગુણ અભ્યાસકાળ દરમિયાન તેમણે કેળવ્યો. એમ.એ. ભણતા હતા ત્યારે તેમણે બહુ મહેનત કરી ભાષાશાસ્ત્રની ફાઇલ બનાવી. એક વિદ્યાર્થીએક બે દિવસમાં જોઇને આપી દઇશ એમ કહી ફાઈલ લઈ ગયો. પરીક્ષા પતી ત્યાં સુધી તેણે પાછી આપી નહિ. તેમાંથી તૈયાર થઈને તેણે પરીક્ષા આપી. રમણભાઈએ ચિંતા કર્યા વિના સ્વસ્થતાથી પરીક્ષા આપી. અને પેલા વિદ્યાર્થી કરતાં ઘણા વધારે માર્ક્સ લઈ આવ્યા. પછીના જીવનમાં પણ કપરી કસોટીના પ્રસંગે સમતાભાવ રાખતા અને કુનેહપૂર્વક પરિસ્થિતિ સંભાળી લેતા. એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ આવવાને કારણે રમણભાઈ પત્રકારની નોકરી છોડી ૧૯૫૧ માં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૫૫માં અમદાવાદમાં નવી ખૂલેલી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અનુભવી અધ્યાપકની જરૂર હતી. મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાંથી એમ. એ. થયેલા પોતાના વિદ્યાર્થીને મુંબઈમાં એક વર્ષનો અનુભવ લઈ બીજે વર્ષે અમદાવાદ મોકલી શકાય એ હેતુથી એ વિદ્યાર્થીને મુંબઈની કૉલેજમાં પોતાની જગ્યાએ ગોઠવી રમણભાઈ પોતે ૧૯૫૫૫૬ના એક વર્ષ માટે અમદાવાદની કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. અમદાવાદમાં તેમને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અને આગમદિવાકર પુણ્યવિજયજી મહારાજનો મેળાપ થયો. બન્નેના સંપર્કને કારણે તેમને અકલ્પ્ય લાભ થયો. પંડિતજીને રોજ કંઈક વાંચી સંભળાવતા અને સાંજે ફરવા લઈ જતા. પંડિતજીએ અનેક પરિષહ ભોગવીને મેળવેલું શાસ્ત્રજ્ઞાન અને તેમની અદ્ભુત સ્મરણશક્તિનું તેમને દર્શન થયું. સાથે સાથે તેમના વિ૨લ વાત્સલ્યનો અનુભવ તેમને થયો. જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ, જુદી જુદી ભાષાઓના, જુદા જુદા સૈકાની લિપિઓના જાણકાર, સંશોધન-સંપાદનમાં નિષ્ણાત પૂ. પુણ્યવિજયજી મહારાજની પ્રેરણાથી રમણભાઈમાં પ્રાચીન સાહિત્યના સંશોધન અને સંપાદનનો ૨સ કેળવાયો. જ્ઞાનપ્રાપ્તિનો પુરુષાર્થ પ્રગટ્યો. સૌથી મોટો લાભ ધર્મ પ્રત્યે, દર્શન-પૂજન પ્રત્યે, સામાયિક-પ્રતિક્રમણ પ્રત્યે અનુરાગ વધ્યો. મહારાજશ્રીએ તેમને અત્યંત કિંમતી, પ્રાચીન કલાત્મક સિદ્ધચક્રજી આપ્યા જેના નિત્ય દર્શનથી અસાધારણ લાભ થયો. બન્ને પવિત્ર વ્યક્તિઓના સંપર્કને લીધે રમણભાઈએ પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતીનો અભ્યાસ કર્યો. અને પીએચ.ડી. માટે શ્રુત ઉપાસક રમણભાઈ Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ નળદમયંતીની કથાનો વિકાસ' વિષય પસંદ કર્યો. એક વર્ષ ત્યાં રહી પાછા મુંબઈ આવ્યા. શોધ નિબંધ લખવાનું કામ શરૂ કર્યું પરંતુ કોલેજના વર્ગો, N.C.C. ની પરેડ, એમ.એ.ના વર્ગો, ઇતર લેખનપ્રવૃત્તિ વગેરેને કારણે એ જલ્દી લખી શક્યા નહિ. સારા નસીબે ૧૯૬૦ના જૂનમાં શત્રુંજયની જાત્રાએ ગયા. આદીશ્વર ભગવાનને તેમણે પ્રાર્થના કરી, બાર મહિનામાં મહા નિબંધ લખાઈ જાય એવા આશીર્વાદ માગ્યા. મુંબઈ આવ્યા ત્યારે આશ્ચર્યજનક ઘટના બની. કોલેજના પ્રિન્સિપાલ ફાધર ડીકુઝને તેમણે પોતાની વાંચવાની અગવડની વાત કરી. ફાધરે તેમને રાત્રે મોડે સુધી સ્ટાફરૂમમાં બેસીને વાંચવાની સગવડ કરી આપી. રાત્રે આખી કૉલેજમાં અંધારું હોય. નીચે માત્ર ચોકીદાર હોય. સ્ટાફરૂમમાં સાંજે આઠથી રાત્રે બે વાગ્યા સુધી એકલા બેસીને લખે. સડસડાટ એમની પેન ચાલે, એક શબ્દનો ફેરફાર કરવો ન પડે. એ ખૂબ ઉત્સાહભેર કહેતા કે કોઈ અદશ્યપણે લખાવી ન રહ્યું હોય ? તેવું લાગે. કોઈ દેવી સહાય મળી. લખવાનું કામ બે મહિનામાં પૂરું થયું. યુનિવર્સિટીમાં ચાર કોપી આપવી પડે. એ સમયે ઝેરોક્ષની સગવડ શરૂ નહોતી થઈ. કાર્બન પેપર મૂકી ભાર દઇને લખવું પડતું. પરંતુ તેમણે અદમ્ય ઉત્સાહથી અને પુરુષાર્થથી એ કામ પણ કર્યું. તેમના ગાઇડ પ્રો. મનસુખલાલ ઝવેરી પોરબંદરમાં રહેતા. તેમને રમણભાઈના કામમાં પૂરી શ્રદ્ધા હતી તેથી તેમણે શોધ નિબંધ પર સહી કરી આપી. અને ૧૯૬૧માં તેમને પીએચ.ડી.ની ડિગ્રી મળી ગઈ. આ પ્રસંગને લીધે એમની ધર્મશ્રદ્ધા અનેકગણી વધી ગઈ. ૧૯૬૩ માં પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે તેમની નિમણૂંક થઈ. ફાગુ, ખંડકાવ્ય જેવા ગુજરાતી સાહિત્યના જુદા જુદા વિષયો, ગીતા, રામાયણ, મહાભારત, સ્વામીનારાયણ સંપ્રદાય અને જૈન ધર્મના જુદા જુદા વિષયો, ચંદરાજાનો રાસ, જયશેખરસૂરિ વગેરે વિવિધ વિષયો, પરના શોધનિબંધો તેમણે તૈયાર કરાવ્યા. દરેક થિસિસની વિગતો ઝીણવટપૂર્વક વાંચીને સુધારતા. ખૂબ ભાવથી, ચીવટથી દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપતા. તેમણે પહેલી થિસિસ શ્રીમતી સરયુબેન મહેતાને “શ્રીમદની જીવનસિદ્ધિ” પર કરાવી. ઘણાં કપરા સંજોગો વચ્ચે પણ શ્રદ્ધાથી અને અદમ્ય ઉત્સાહથી કરાવી. તેમણે અઢાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. જુદા જુદા વિષયોને કારણે તેમને પોતાને પણ ઘણો લાભ થયો. જરૂરિયાત પ્રમાણે દરેક વિષયનું પહેલેથી વાંચી લેતા જેથી માર્ગદર્શન આપવામાં સરળ રહે. પીએચ.ડી. માટે દિવસ નક્કી રાખતા. વારાફરતી Page #136 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રુત ઉપાસક રમણભાઈ એક પછી એક વિદ્યાર્થીઓ ઘરે આવતા. યુનિવર્સિટીના નિયમ પ્રમાણે નિવૃત્ત થયા પછી કોઇપણ વિદ્યાર્થીને માર્ગદર્શન આપી ન શકાય. નિવૃત્ત થયા પહેલાં કોઇએ રજિસ્ટર કરાવ્યું હોય તો તે પૂરું કરી શકે. કેટલાકે એ રીતે રજિસ્ટર કરાવ્યું. એક સુખદ અને યશ અપાવનારી ઘટના બની. શ્રી રાકેશભાઈ ઝવેરીને શ્રીમદ્ રાજચંદ્ર લિખિત ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર' પર શોધનિબંધ લખવો હતો. તેમની ઇચ્છા રમણભાઇના માર્ગદર્શન સાથે લખવાની હતી. પરંતુ રમણભાઈ નિવૃત્ત હોવાના કારણે તેઓને કરાવી ન શકે. ઘણા વિચારને અંતે, મહેનતને અંતે તેમને માર્ગ મળ્યો. યુનિવર્સિટીને અરજી કરી, રમણભાઇ જ આ વિષય પર કરાવી શકે છે એ વાત તેમાં તેમણે રજૂ કરી. અને રજા આપવા વિનંતી કરી. આ બધી કાર્યવાહીમાં લગભગ દોઢ બે વર્ષ નીકળી ગયા. પરંતુ શ્રી રાકેશભાઇએ શ્રદ્ધાપૂર્વક મહેનત ચાલુ રાખી. સદ્ભાગ્યે યુનિવર્સિટીએ રજા આપી. રમણભાઈએ રાકેશભાઈને માર્ગદર્શન આપ્યું. ખૂબ વિગતે ચાર ભાગમાં શોધનિબંધ લખાયો. શ્રી રાકેશભાઇને ડિગ્રી મળી. કામ સુંદર, સંપૂર્ણ રીતે અને સંતોષપૂર્વક પાર પડ્યું. શ્રી રાકેશભાઈ જેવી વિશિષ્ટ વ્યક્તિ સાથે કામ કરવાનું થયું તેને રમણભાઈ પોતાનું સદ્ભાગ્ય સમજતા હતા. આ શોધનિબંધને કારણે પૂ. રાકેશભાઇના વિશાળ અનુયાયી વર્ગ સાથે–વિશાળ પરિવાર સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયો. ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' ધરમપુરમાં રમણભાઈ ‘સ૨’નું લાડીલું અને માનભર્યું સંબોધન પામ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં પીએચ.ડી. માટે જૈન ધર્મના વિષયો લેવાનું વલણ વિદ્યાર્થીઓમાં વધ્યું છે. એક હવા ઊભી થઈ છે. રમણભાઇના હાથ નીચે પીએચ.ડી. થયેલા વિદ્યાર્થીઓ પોતે પીએચ.ડી.ના ગાઈડ બન્યા છે. ગહન અભ્યાસ કરીને બને તેટલું ઉત્તમ લખવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પહેલાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક અને અધ્યક્ષ, પછીથી મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે અને Ph.D.ના માર્ગદર્શક હોવાના કારણે રમણભાઈ મુંબઈ યુનિવર્સિટી ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, સયાજીરાવ યુનિવર્સિટી-બરોડા, એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, બનારસ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટી વગેરે સાથે જુદા જુદા નિમિત્તે જોડાયેલા હતા. પરીક્ષા માટે પ્રશ્ન પત્રો કાઢવા, અથવા અધ્યાપક કે પ્રાધ્યાપકની નિમણૂંક Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ કરવી, અભ્યાસક્રમ ઘડવો, Ph. D.ની થિસીસ તપાસવી, મૌખિક પરીક્ષા લેવી વગેરે કારણે અને જુદી જુદી સમિતિના સભ્ય હોવાના કારણે તેમને વારંવાર મિટીંગોમાં જવાનું થતું. આ કારણે તેમનું મિત્રર્તુળ બહોળું થતું ગયું. રમણભાઈ વિદ્યાર્થીપ્રિય અધ્યાપક હતા. મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓની ચાહના તેમણે ખૂબ મેળવી. તેઓ અધ્યાપનના વ્યવસાયને વફાદાર રહ્યા. પ્રસન્નચિત્ત, પુરુષાર્થી, પ્રેમાળ અને મદદ કરવામાં તત્પર એવી તેમની વિશેષતાને કારણે મુંબઇની ઝેવિયર્સ કૉલેજે ૧૯૫૫-૫૬ માં અમદાવાદની ઝેવિયર્સ કૉલેજ શરૂ કરવા તેમને મોકલ્યા ત્યાં પણ તેમણે અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સારી ચાહના મેળવી. ત્યાં એક વિચિત્ર ઘટના બની. થોડા દિવસ માટે રમણભાઈ મુંબઇ આવ્યા ત્યારે એક વિદ્યાર્થીએ ટીખળ કરવાના હેતુથી અમદાવાદના વર્તમાનપત્રમાં મૃત્યુનોંધમાં રમણભાઈના અવસાનના અને શોકસભાના સમાચાર છપાવ્યા. એ વાંચીને કૉલેજમાં ઊંડા શોકનું વાતાવરણ છવાઈ ગયું. નિયત સમયે લોકો સભામાં આવવા લાગ્યા. અમદાવાદની ઝેવિયર્સમાં તે વખતના ઇકોનોમિક્સના પ્રોફેસર અને પછીના વર્ષોમાં ગુજરાતના ચીફ મિનિસ્ટર તે પ્રો. ચીમનભાઈ પટેલને રમણભાઈ પ્રત્યે બહુ સભાવ હતો. બન્ને સારા મિત્રો હતા. તેમને આ ઘટના વિશે શંકા ગઈ. તેમણે પોતાના મિત્રને મુંબઇમાં તાબડતોબ ફોન કરી રમણભાઈના ક્ષેમકુશળતાના સમાચાર મેળવ્યા, અને એ શુભ હકીકત શોકસભામાં જાહેર કરી. શોકસભા આનંદસભામાં ફેરવાઈ ગઈ. એ પછી બધાંનું ધ્યાન ગયું કે એ દિવસ પહેલી એપ્રિલનો હતો. પ્રિન્સિપાલે આવી ક્રૂર મશ્કરી કરવા બદલ વિદ્યાર્થીને ઠપકો આપ્યો. વિદ્યાર્થીએ કહ્યું કે મારે મોટી સંખ્યામાં લોકોને મૂર્ખ બનાવવા હતા. અત્યંત લોકપ્રિય હોય, વિદ્યાર્થીપ્રિય હોય એવી વ્યક્તિ પસંદ કરું તો લોકો આવે. એ માટે મેં રમણભાઈને પસંદ કર્યા. માત્ર ગુજરાતી જ નહિ અન્ય ધર્મ અને જાતિના કે દેશના વિદ્યાર્થીઓને પણ તેમના પ્રત્યે માન હતું. ૧૯૭૯માં બ્રાઝિલમાં રીઓ ડી જાનેરોમાં PE.N. કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે અમે ગયાં ત્યારે લીસ્ટમાં પ્રો. શાહનું નામ વાંચી સાવપાઉલોથી એક વિદ્યાર્થી કસ્ટોડિઓ વાઝનો ફોન આવ્યો. તેણે કહ્યું: તમે પ્રો. શાહ છો ? મેં મુંબઇની સેન્ટ ઝેવિયર્સમાં તમારા હાથ નીચે N. C. C. ની તાલીમ લીધી છે. હું તમને મળવા માગું છું. આ સાંભળી અમને બહુ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શ્રુત ઉપાસક રમણભાઈ આનંદ થયો. અમે ખુબ ભાવથી તેને મળ્યાં. તેણે સાવપાઉલોમાં હોટેલ હિલ્ટનમાં અમને ઉતાર્યા. સાવપાઉલો તથા આજુબાજુ વિસ્તારમાં ફેરવ્યા. અમને ઘરે લઈ જઈ કુટુંબીજનો સાથે જમાડ્યાં. અને અમારી ખૂબ મહેમાનગતિ કરી. એ એક સુખદ અને આનંદ આપનારો અનુભવ હતો. ૧૯૭૪ માં ઇસ્ટ આફ્રિકામાં કેનિયામાં મોમ્બાસાના જૈન સંઘે ભગવાન મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણ મહોત્સવ નિમિત્તે કેનિયા એને ટાન્ઝાનિયાના કેટલાક શહેરોમાં વ્યાખ્યાનો આપવા અમને બન્નેને આમંચ્યા હતા. એ વખતે નકુરુ શહેરમાં દેરાસરના ખાત મૂહૂર્ત માટે ત્યાંના જૈન સંઘે રમણભાઈને આમંત્ર્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી મંચ પરથી રમણભાઈ ઊતરે એ પહેલાં જ એક હબસી વિદ્યાર્થી ખૂબ પ્રેમથી તેમને ભેટી પડ્યો. રમણભાઇએ એ સમારંભમાં પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ચામડીનો રંગ કાળો કે ગોરો હોઈ શકે પણ ચામડી નીચે બધાના લોહીનો રંગ લાલ છે. માટે રંગભેદ નાબૂદ કરવો જોઇએ. એ વિદ્યાર્થીને આખું વક્તવ્ય ખૂબ ગમી ગયેલું. સદ્નસીબે એ વખતે ત્યાં આવેલા ત્યાંના ગવર્નરે પણ રમણભાઇનો ઉલ્લેખ કરી આ વાતને સમર્થન આપ્યું. આ વક્તવ્યને કારણે પોતાનો ઉમળકો દર્શાવવા તે રમણભાઇને ભાવથી ભેટી પડ્યો અને કહ્યું, હું મુંબઇની ઝેવિયર્સ કૉલેજમાં N.C.C. માં તમારો વિદ્યાર્થી હતો. આવા પ્રસંગો ઘણા બનતા. ભારતમાં અને ભારતની બહાર તેમને વિદ્યાર્થીઓનો પ્રેમ બહુ મળ્યો છે. ૧૯૮૭માં કેનેડામાં જૈનધર્મના વ્યાખ્યાનો આપવા અને Vegetarian Conferenceમાં ભારતના પ્રતિનિધિ તરીકે જવાનું થયું ત્યારે પણ વિદ્યાર્થીઓનો સુખદ અનુભવ થયો. તેમનાં કેટલાંક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ મુંબઈ અને મુંબઇની બહારની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક છે. રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ હતા ત્યારે વર્ષમાં બે વાર અધ્યાપક મિલન ગોઠવતા. આ મિલનમાં મુંબઈ યુનિવર્સિટીના અધ્યાપકો અને એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીના અધ્યાપકોને આમંત્રણ આપતા. તેઓ નિવૃત્ત થનાર અધ્યાપકને વિદાયમાન અને નવા અધ્યાપકને આવકાર આપતા. તેમાં અધ્યયન અધ્યાપનના પ્રશ્નોની અથવા સાહિત્યને લગતા કોઈ વિષય પર ચર્ચા ગોઠવતા. કોલેજમાં નવા જોડાનાર તેમાં ભાગ લે તેનું ખાસ ધ્યાન રાખતા. અધ્યાપકોમાં રમણભાઇના વિદ્યાર્થીઓની Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ત્રણ પેઢી હોય. એક પરિવારની જેમ આખોય સમારંભ ઉત્સાહ અને આનંદથી છલકાતો અને સંપન્ન થતો. ફરી મળવાની ઉત્સુકતા સાથે પ્રસન્નવદને બધાં છૂટા પડતાં. કોઈ શુભ ઘડીએ પચ્ચીસ વર્ષની ઉંમરે રમણભાઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય બન્યા અને બહુ થોડાં વર્ષોમાં કારોબારીના સભ્ય પણ બન્યા. જિંદગીના અંત પર્યત તેમાં કોઈ ને કોઈ પદે ચાલુ રહ્યા. પૂ. પરમાનંદભાઈની નજર કોઈ તરવરાટવાળી અને સિદ્ધાંતવાદી વ્યક્તિની શોધમાં રહે અને મળે ત્યારે તેને સંઘમાં જોડી દે. અમારી સગાઈ પછી રમણભાઈને તેમણે યુવક સંઘમાં જોડી દીધા. એ વખતની કારોબારી સમિતિ એટલે ગાંધી ટોપીનું સામ્રાજ્ય. મોટા ભાગના સભ્યો એ ટોપીવાળા અને સિદ્ધાંતવાદી હતા. ખાદીધારી હતા. મણિલાલ મોકમચંદ શાહ, રતિભાઈ કોઠારી, પરમાનંદભાઈ કાપડિયા, દીપચંદભાઈ સંઘવી, ટી. જી. શાહ અને ચંચળબહેન, ધીરજલાલ ધનજીભાઈ શાહ, મારા પિતાશ્રી દીપચંદભાઈ શાહ, લીલાવતીબેન દેવીદાસ, વેણીબેન કાપડિયા, જશુમતીબેન કાપડિયા, મેનાબેન, ચીમનલાલ ચકુભાઈ શાહ, ચીમનલાલ જે. શાહ, ડૉ. વ્રજલાલ ધરમચંદ મેઘાણી વગેરે. યાદી લાંબી છે તેથી ટૂંકાવું છું. એ વખતની કારોબારીમાં પરસ્પર કુટુંબીજનો હોય તેવી લાગણી હતી. અત્યારે છે તેવી ઇતર પ્રવૃત્તિ બહુ થોડા પ્રમાણમાં હતી. તેમાં પોતાપણાનો એક અનોખો માહોલ હતો. એકબીજાના સારા નરસા પ્રસંગે મદદ કરતા. અમારા લગ્ન વખતે પૂ. પરમાનંદભાઈ અને વિજયાબહેને, પૂ. ટી. જી. શાહ અને ચંચળબહેને પોતાની દીકરી પરણતી હોય તેવા ભાવથી ભાગ લીધો. દરેક જણ સુખ કે દુઃખના પ્રસંગે પરસ્પર ખૂબ મદદ કરતા. પૂ. ચીમનલાલ ચકુભાઈ અને પૂ. પરમાનંદભાઈ કોઈ પણ લખાણ તૈયાર કરે ત્યારે રમણભાઈને વંચાવે, નવી પ્રવૃત્તિ શરૂ કરવાની હોય ત્યારે પણ તેમની સાથે ચર્ચા કરે. નામાંકિત, કોઈ વિશિષ્ટ કે વિદ્વાન વ્યક્તિને મળવા જવાનું હોય ત્યારે તેમને સાથે લઈ જાય. આમ, આવા વડીલોનો સ્નેહ રમણભાઈ સહજપણે સંપાદન કરી શક્યા. ૧૯૭૨માં પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે સર્વાનુમતે તે પસંદ થયા. વ્યાખ્યાનમાળા વધુ ને વધુ લોકપ્રિય થતી ગઈ. આ વ્યાખ્યાનમાળામાં સ્થાન મળે તેને વક્તાઓ પોતાનું ગૌરવ સમજતા. સંસ્થા અને વ્યક્તિ બન્ને એકબીજાને ઉપકારક છે. સંસ્થામાં કામ કરીને વ્યક્તિ Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક રમણભાઈ ઘડાય છે તેને સંસ્થાનું પીઠબળ મળે છે. સંસ્થાના મોટા નામનો એને લાભ મળે છે. વડીલોનું માર્ગદર્શન મળે છે. સંસ્થાનાં વિચારપૂર્વક અને સહિયારી રીતે ઘડાયેલા નીતિનિયમોનો સહારો મળે છે. તો બીજી બાજુ વ્યક્તિના સારાં કામથી અને દીર્ધદષ્ટિ અને વિચારપૂર્વકના નવા નવા અભિગમોથી, પ્રવૃત્તિથી સંસ્થા વધુ ઉજ્જવળ બને છે. તેની નામના ચારેબાજુ પ્રસરે છે. રમણભાઈને અહીં વડીલોનું વાત્સલ્ય અને પીઠબળ મળ્યું. ૧૯૮૨ માં પૂ. ચીમનભાઈના સ્વર્ગવાસ પછી સર્વાનુમતે સંઘના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. પ્રમુખસ્થાને આવ્યા પછી જુદા જુદા પ્રકારે માનવસેવાની અને ખાસ કરીને કેટલીક સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ શરૂ થઈ. અમારું ઘર જાણે યુવક સંઘની નાની ઑફિસ બની ગયું. રમણભાઈના માર્ગદર્શનથી આ પ્રવૃત્તિઓ સારી રીતે થતી કારણ સમિતિના સભ્યોનો ઉત્સાહપૂર્વકનો પૂરો સહકાર, કામની સંપૂર્ણ જવાબદારી લેવાની તેમની તત્પરતા અને એ પ્રવૃત્તિ માટે ફંડ એકઠું કરવાની તકેદારી હતી. દરેક વ્યક્તિ પોતાને ફાળે આવેલી પ્રવૃત્તિ ખંતથી કરે. ચીવટથી કરે. આ કારણે સંસ્થાની છબી વધુ ઉજ્જવળ થતી ગઈ. વર્ષો પહેલાં રમણભાઈએ એક નવી પ્રવૃત્તિ શરૂ કરી. જેમણે વિદેશ પ્રવાસ ન કર્યો હોય અને કરવાની શક્યતા ઓછી હોય તેવી વ્યક્તિઓમાં કવિ, ગઝલકાર, પ્રોફેસર, પત્રકાર, સમાજસેવક, સંગીતકાર વગેરેને પસંદ કરી આઠ આઠ વ્યક્તિઓના બે ગ્રુપને તે દરેક માટે દાતાઓ શોધી પરદેશના પ્રવાસે મોકલ્યા હતા. એ જ રીતે વૃદ્ધોને યાત્રા પ્રવાસે મોકલવાની યોજના પણ વિચારી. કેટલાક સભ્યો એ જ વખતે નાણા આપવા તૈયાર થયા. પરંતુ સર્વાનુમતે ઠરાવ પસાર થાય તો જ આગળ વધવું તેવો પ્રમુખ તરીકે તેમનો આગ્રહ હતો. જો એકાદ વ્યક્તિનો વિરોધી સૂર હોય તો પ્રવૃત્તિ આગળ વધારતા નહિ. તેથી તે પ્રવૃત્તિ થઈ નહિ. તેમણે શરૂ કરેલી ખૂબ મહત્ત્વની પ્રવૃત્તિ તે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન ગુજરાતના પછાત ગ્રામ વિસ્તારમાંની કોઈને કોઈ સંસ્થા માટે ફંડ એકઠું કરી તેને મદદ કરવાની હતી. આ પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર સફળતા મળી. અત્યાર સુધીમાં લગભગ અઢી-પોણા ત્રણ કરોડ જેટલી રકમનું દાન લોકોએ કર્યું. વિવિધ લોકોપયોગી અને ઉત્તમ પ્રવૃત્તિઓને કારણે સંસ્થાની સુવાસ પ્રસરવા લાગી. યુવક સંઘને કારણે રમણભાઈનો, પોતાનો વિકાસ ઘણો થયો. “પ્રબુદ્ધ જીવનના અગ્રલેખો નિમિત્તે સાહિત્ય અને ધર્મનો ઊંડો અભ્યાસ થયો જે તેમના Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ચારિત્ર્ય વિકાસમાં બહુ ઉપકારક થયો. તેમના લેખો ‘દીપચંદ ત્રિભોવનદાસ શાહ પુસ્તક પ્રકાશન ટ્રસ્ટ'માંથી પુસ્તક રૂપે છપાયા. પુસ્તકો અને કેસેટો પરદેશ પહોંચી. તેમનું મિત્ર વર્તુળ વિકસતું ગયું. સંઘના પ્રમુખપદથી મુખ્ય લાભ એ થયો કે સંઘની દરેક વ્યક્તિ તેમને પ્રેમથી, સદ્ભાવથી, સન્માનથી જુએ અને મૂલવે છે. વડીલોના આશીર્વાદ અને સમવયસ્કનો પ્રેમ તે તેમનું મોટું સદ્ભાગ્ય છે, મોટી ઉપલબ્ધિ છે. સંઘના પ્રમુખ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ દીપચંદ શાહ દૃષ્ટિસંપન્ન, ઉદારદિલ, સંનિષ્ઠ સેવાભાવી કુશળ સુકાની છે. સંઘના મંત્રીઓ શ્રીમતી નીરુબહેન શાહ, ધનવંતભાઈ શાહ, સહમંત્રી વર્ષાબહેન શાહ, ખજાનચી શ્રી ભૂપેન્દ્રભાઈ ઝવેરી–આ સહુ હોદ્દેદારો પોતપોતાની ફ૨જ ઉત્તમ રીતે બજાવી સંઘની સર્વ પ્રવૃત્તિમાં સફળતા માટે પ્રયત્નશીલ રહે છે. આખી કમિટીનો હૃદયપૂર્વકનો સહકાર સંઘને મળે છે. સંઘના મેનેજર શ્રી મથુરાદાસ ટાંક અને કર્મચારીગણ પણ રમણભાઈ પ્રત્યે ખૂબ લાગણી રાખે છે. કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનું રમણભાઈનું ઉદાર વલણ હતું. યુવક સંઘમાં કાર્યવાહક સમિતિ હૃદયપૂર્વક સહકાર આપી એકમતથી કામ કરે છે. બને તેટલું સારું થાય તેને માટે પ્રયત્નો કરે છે. પ્રભુને પ્રાર્થના કરીએ કે આ રીતે તેનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે. ૯૮૭ અમારા વડીલો પ્રત્યે તો આદરમાન હોય જ પરંતુ કોઇપણ વૃદ્ધજનો પ્રત્યે રમણભાઈ માનની લાગણીથી જુએ. મારા સાસુ પૂ. રેવાબા અને પૂ. સસરા સ્વ. ચીમનલાલ અમૃતલાલ શાહ માટે તેમણે લખેલા અંજલિ લેખો ઘણાને પ્રેરણારૂપ બન્યા છે. રમણભાઈ મારા દાદા, મારાં નાની, અને મારાં માતા-પિતા પ્રત્યે ખૂબ આદર ધરાવતા. મારાં માતા-પિતાની માંદગીમાં તેમની ખૂબ સંભાળ લીધી તેથી મારા બા ખૂબ પ્રસન્ન થઇને કહેતા કે ભગવાનને પ્રાર્થના કરું છું કે ભવોભવ મને આ જમાઈ મળે. ત્યારે હું હસતાં હસતાં કહેતી કે ‘સાથે મને નહિ માગો ?’ રમણભાઇ પૂણ્યશાળી હતા. અમારા બન્નેના કુટુંબીજનોનો સ્નેહાદર પામ્યા. અમારા બન્ને વેવાઈઓ તેમને પરમ મિત્ર અને સ્નેહી-સ્વજન માને છે. અમેરિકામાં વસતાં, ઘણે દૂરથી પણ અમારી અત્યંત પ્રેમપૂર્વક સંભાળ રાખતા, નિયમિત રીતે ફોનથી સંપર્ક રખતા, જરૂર હોય ત્યારે, સત્ત્વરે ભારત આવી જતા, અમારાં પુત્ર અને પુત્રવધૂ ચિ. અમિતાભ અને સૌ. સુરભિ અને અહીં અમારી નજીક Page #142 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રત ઉપાસક રમણભાઈ રહેતાં દીકરી અને જમાઈ સી. શૈલજા અને ચિ. ચેતનભાઈ અમારા આ ચારે સંતાનો અમારા માટે ઈશ્વરના આશીર્વાદરૂપ છે. અમારી નજીક રહેતાં હોવાથી શૈલજા અને ચેતનભાઈએ અમારી ઘણી જ સંભાળ લીધી. માંદગી દરમિયાન નાનાથી મોટામાં મોટી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. રમણભાઈના જીવનના અંતિમ સમયે શૈલજા તેમની પાસે હોવાથી તેમને થયેલા વિશિષ્ટ દર્શનના શબ્દોને સાંભળી શકી–તે તેનું મોટું સદ્ભાગ્ય. રમણભાઇમાં વેપારી કુનેહ, વહીવટી કુશળતા અને ઉદારતા હતી. તેમણે ધાર્યું હોત તો એક સફળ વેપારી બની શકત. પરંતુ સભાગ્યે જીવનવહેણ કંઈક વધુ શુભ અને સાત્ત્વિક કાર્ય અર્થે જુદી દિશામાં વળ્યું. શાળાના અભ્યાસ દરમિયાન આઝાદીની ચળવળને કારણે તેમનામાં દેશભક્તિ જાગી. સમય મળતાં પૂ. ગાંધીજી, કાકા સાહેબ, શ્રી કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ વગેરેના જીવનલક્ષી સાહિત્ય અને ક. મા. મુનશી, ૨. વ. દેસાઈ, ધૂમકેતુ, મેઘાણી વગેરેની નવલકથાના વાંચનથી તેમની જીવનદૃષ્ટિ ઘડાઈ. મેટ્રિકની પરીક્ષામાં ગણિત અને વિજ્ઞાનની પરીક્ષામાં અતિ ઉજ્જવળ પરિણામ છતાં કોલેજમાં આર્ટ્સમાં એડમિશન લઈ B.A. અને M.A.માં ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરી સફળ અધ્યાપક બન્યા. એ સમય દરમિયાન આચાર્ય ઉદ્યોતનસૂરિ લિખિત ‘કુવલયમાળા'નો અનુવાદ કરતાં જૈનધર્મનાં રહસ્યો જાણવાની તાલાવેલી તેમને લાગી. અને તે માટે પુરુષાર્થ આદર્યો. અધ્યાપન છોડી વેપાર કરી ઘણી વધારે કમાણી કરવાની ઘણી મોટી તક છતાં તેમણે તે કર્યું નહિ. તેમને વડીલોનો પણ આશીર્વાદ સાથે સહકાર મળ્યો. તેમની ધર્મશ્રદ્ધા, સિદ્ધાંતનિષ્ઠા અને લેખનશક્તિ જોઈને મારા સસરા અને મારા પિતા બન્નેએ તેમને વેપાર કરવાનું ઉત્તેજન ન આપ્યું-પરંતુ અધ્યાપન અને ધર્મસાહિત્યના લેખન માટે પ્રોત્સાહન આપ્યું. મારા પિતાશ્રીની પ્રબળ ઇચ્છા હતી કે તેમનાં લખાણો દ્વારા પરદેશમાં જેન ધર્મનો પ્રચાર થાય. આજે એ ઈચ્છા કેટલેક અંશે ફળી છે. મારા પિતાશ્રી દીપચંદભાઈ મુંબઈ જૈન યુવક સંઘના સક્રિય કાર્યકર્તા હતા અને સાત વર્ષ સુધી સંઘના મંત્રીપદે રહ્યા હતા. તેમના સ્વર્ગવાસ પછી મારા માતુશ્રી ધીરજબેને મોટી રકમ યુવક સંઘમાં આપી. સંઘે તે રકમમાંથી “સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ પુસ્તક પ્રકાશન ટ્રસ્ટ' સ્થાપ્યું. આજે તેમાંથી લગભગ ૨૩ પુસ્તકો છપાયાં છે. પરદેશમાં રમણભાઇનાં પુસ્તકો સારી સંખ્યામાં વેચાય છે. મારા પિતાશ્રીનું સ્વપ્ન આ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ રીતે ફળ્યું છે. ‘પ્રબુદ્ધ જીવન'ના લેખો અને તેનું સંપાદન, બીજા માસિકો, વર્તમાનપત્રો માટે જૈન ધર્મના લેખો અને પુસ્તકો લખવાનું કામ તેમણે માનાર્હ રીતે કર્યું છે. કદી તેમાંથી ધન ઉપજાવ્યું નથી. પોતાના પુસ્તકોની છૂટે હાથે લહાણી કરી છે. સંપ્રદાય કે ગચ્છ ભેદ જોયા વિના, કોઇ પણ ફીરકાના, અન્ય ધર્મના પણ સાધુ-સાધ્વીઓને, પંડિતોને, લેખકોને ધર્મમાં રસ લેતી કોઈપણ વ્યક્તિને તેમણે હોંશથી પુસ્તકો આપ્યાં છે. ઉપાધ્યાય યશોવિજયજી કૃત અધ્યાત્મસાર અને જ્ઞાનસાર, જિનતત્ત્વ, પ્રભાવક સ્થવિરો, તિવિહેણ વંદામિ, ભગવાન મહાવીરનાં વચનો, જિનવચન વગેરે પુસ્તકોની ધર્મ જિજ્ઞાસુઓમાં, સાધુ-સાધ્વીઓમાં ખૂબ માગ છે, અને તેમણે ભાવપૂર્વક આ પુસ્તકો મોકલ્યાં છે. રમણભાઇના આ કાર્યને હું અમારું ઘણું મોટું સદ્ભાગ્ય સમજું છું. કોઇપણ વ્યક્તિ ધર્મની બાબતમાં અને પોતાના સુખદુઃખ બાબત કંઈપણ પૂછે તો તે પૂછનાર વ્યક્તિને સંતોષ થાય તે રીતે શાંતિથી તેને સમજાવે, થાકે નહિ. રમણભાઈ કહેતા કે જ્ઞાનના ક્ષેત્રે ઉદાર રહેવું, આવડતું હોય તો કંઈ ગોપવવું નહિ. ઉદાર રહીએ તો જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય. પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળતા જોઈને બાબુ પન્નાલાલ હાઈસ્કૂલના રમણભાઈના સહાધ્યાયી અને સેવંતીલાલ કાન્તીલાલ કંપનીવાળા જયંતીભાઈ પી. શાહે અને તેમના ભાઈઓએ ઉદારતાપૂર્વક માતબર રકમ-આર્થિક સહયોગરૂપે આપી. હજુ પણ દર વર્ષે આપતા રહે છે. રમણભાઈએ અને જયંતીભાઈએ સાથે મળીને, વર્ષો વીત્યા પછી પણ બાબુ પન્નાલાલના તેમના શિક્ષકોનું સન્માન બિરલા ક્રીડા કેન્દ્રમાં આમંત્રીને કર્યું. વર્ષો પછી ગુરુ-શિષ્યનું મિલન થતાં ભાવવાહી દશ્યો સર્જાયાં હતાં. ૯૯ ગુજરાતના ગામડાના એક અપંગ છોકરાએ ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં ‘પાસપોર્ટની પાંખે’નું એક પ્રકરણ ‘પગરખાંનો ગોઠવનાર' વાંચીને આનંદ દર્શાવતો પત્ર રમણભાઇને લખ્યો. તેને રાજી કરવા ‘પાસપોર્ટની પાંખે’ના ત્રણે ભાગ મોકલ્યા. એના ગામ બાજુ જવાની તક મળી ત્યારે પોતાની સાથેના મિત્રોને લઈ તેને ગામ જઈ તેને બને તેટલી સહાય કરી. આ પ્રસંગ તેના નાના ગામમાં ઉત્સવરૂપ બની રહ્યો. તાજેતરમાં વાંકાનેરથી શકીલ નામના મુસલમાન વિદ્યાર્થીનો રમણભાઇના પાસપોર્ટની પાંખેના લેખના વખાણ કરતો પત્ર આવ્યો. તેને પણ ત્રણે ભાગ મોકલી આપ્યા. આ વિદ્યાર્થીએ તો પોતાના મિત્રોમાં અને Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ક્ષત ઉપાસક રમણભાઈ ખાસ કરીને તેની માતા અમિનાબેનને આ પુસ્તકો વંચાવ્યાં. રમણભાઇના સ્વર્ગવાસની ખબર વર્તમાન પત્રમાં વાંચતા તેને ખૂબ દુઃખ થયું અને તેણે પોતાનો શોક વ્યક્ત કરતો અને રમણભાઇને ભાવભરી અંજલિ અર્પતો પત્ર લખ્યો. અત્યંત ગહન અને ગંભીર વિષય પર લખનાર અને શિસ્ત-પાલનના આગ્રહી રમણભાઈ બાળકો સાથે પણ મુક્તમને રમી શકે. જાત જાતના જાદુની, પત્તાની, દોરીની, પથ્થરની રમતો બાળકોને શીખવે. બાળમાનસને બરાબર પારખે. દસ વર્ષ પહેલાં અમારા નવ વર્ષના દોહિત્ર કેવલ્યના જન્મદિનની પાર્ટીમાં અમે બન્ને અમારા ચાર વર્ષના પૌત્ર અર્ચિતને લઇને અમારી દીકરી શૈલજાને ત્યાં ગયાં. જુદી જુદી રમતો રમવા નવ વર્ષના કેવલ્યના મિત્રો જોડીમાં ગોઠવાઈ ગયા. અર્ચિત એકલો પડી ગયો. રમણભાઈ તેની મૂંઝવણ સમજી ગયા. ઊભા થઈ તેની પાસે જઈ તેના જોડીદાર બની ગયા. અર્ચિત ખૂબ ખુશ થયો. રમત ઠીક ઠીક સમય સુધી ચાલી જાતજાતની રમત-દોડવાની, ખો દેવાની, ગાવાની, ડાન્સ કરવાની, સ્ટે થવાની વગેરે રમતોમાં ચાર વર્ષનો પૌત્ર અને ૬૭ વર્ષના દાદાજી ઉત્સાહથી રમ્યા. ત્યાં બેઠેલા બધાંને જોવાની બહુ મજા પડી. અમારે સહુને મન આંખનો ઉત્સવ બની રહ્યો. અચિંતના આનંદનો તો કોઈ પાર નહિ. બાળક ગમે તેટલું નાનું હોય તોપણ રમણભાઈ તેને સાચવી શકે. અમેરિકામાં બહુ જ નાના-ધાવણા અર્ચિતને પોતાના ખોળામાં સુવાડી સામાયિક કરે, નાની ગાર્ગીને, હીંચકે બેસી ખોળામાં સુવાડી ભક્તામર ગાય. બાળકોને ગીતો ગાઈ નવરાવે, ખવરાવે, સૂવરાવે. પૂજા કરવા લઈ જાય. આ બધી ક્રિયાઓએ તેમના જીવનને ઉત્સાહ અને આનંદથી ભરી દીધું હતું. બાળકો તેમની પાસે ન હોય ત્યારે તેમનું સ્મરણ કરીને આનંદને વાગોળે. તેમનામાં રમૂજવૃત્તિ ભારોભાર હતી. તેમની રમૂજમાં ક્યાંય દ્વેષ કે ડંખ ન હોય, માત્ર નિર્દોષ આનંદ હોય. ૧૯૮૫માં પૂનામાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ૩૩મા અધિવેશનમાં તેના પ્રમુખ પૂ. કે. કા. શાસ્ત્રીનો પરિચય તેમણે એટલો રમૂજી રીતે આપ્યો કે પૂ. કે. કા. શાસ્ત્રી વિશે તેમણે કરેલાં દરેક વિધાનને તાળીઓના ગડગડાટ સાથે આખી પરિષદે માણ્યો. મીઠી રમૂજ દ્વારા શાસ્ત્રીજીના જીવનના વિવિધ ઉત્તમ પાસાને તેમણે ઉચિત રીતે બિરદાવ્યા. એ પરિચય સાંભળીને ત્યાં હાજર રહેલા શ્રી ઉમાશંકરભાઇએ રમણભાઇને કહ્યું કે આજે તમારી સર્જનશક્તિનું દર્શન સહુને થયું. Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૦૧ ત્યાં બેઠેલા પ્રસિદ્ધ હાસ્યલેખકોએ પણ તેમને અભિનંદન આપ્યા. ઓલ ઇંડિયા રેડિયો મુંબઇએ રમણભાઈનું આખુંય વક્તવ્ય ગુજરાતી કાર્યક્રમમાં પ્રસારિત કર્યું. કોઈ પણ સભામાં જ્યારે જ્યારે તક મળે ત્યારે કોઈ ભારેખમ વિષય વિશે બોલતી વખતે તેઓ શરૂઆતમાં જ કોઈ રમૂજ કરી વાતાવરણને જાગૃત અને હળવું બનાવી દેતા. રમૂજવૃત્તિને લીધે ભારેખમ લખ્યાનો ભાર તેમને વર્તાતો નહિ અને તે શાંતિથી વાંચી, વિચારી ઝડપથી લખી શકતા. રમણભાઈને તેમના બાળપણથી ધર્મના સંસ્કાર મળ્યા તે તેમણે જીવનનાં દરેક ક્ષેત્રે સાચવ્યા. અધ્યાપનકાળ દરમિયાન અને જીવનનાં પછીનાં વર્ષોમાં પણ અધ્યયન અને લેખન માટે તેમણે સમયનો સદુપયોગ કર્યો. સતત લખતા રહ્યા. તેઓ સંપૂર્ણપણે સ્વાવલંબી હતા. લખાણ માટે પુસ્તકો શોધવાનું, સંદર્ભો જોવાનું, લખવાનું બધું કામ જાતે કરતા. ઘરની વિશાળ લાયબ્રેરીમાં પુસ્તકોનાં નામ, લેખકોનાં નામ અને વિષયોની તેમને જાણકારી અનન્ય હતી. તેમની સમજશક્તિ, ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ પ્રશસ્ય હતી. તેમની કાર્યશક્તિ અને વ્યવસ્થાશક્તિ પણ અનોખી હતી. એકલા હાથે એક સાથે ચાર-પાંચ કામ કરી શકતા. રાઇટિંગ ટેબલ પર “પ્રબુદ્ધ જીવન'ના લેખની તૈયારી, એક હીંચકા પર જ્ઞાનસારના જેવા પુસ્તકોના અનુવાદના પાનાં પડ્યાં હોય, સોફા પર જરૂરી સંદર્ભો જોવા નિશાનીની ચબરખી સાથે ખુલ્લાં પુસ્તકો હોય, બીજા હીંચકા પર ટપાલના જવાબો, પલંગ પરપ્રૂફના કાગળો, ડાઇનિંગ ટેબલ પર અન્યત્ર મોકલવા માટેના લેખ કે કોઈ પુસ્તકની પ્રસ્તાવનાના કાગળો પડેલા હોય. પુસ્તકો તો લગભગ બધાં જ રૂમમાં હોય. અમારું આખુંય ઘર અભ્યાસખંડ બની જાય. અઘરા તાત્ત્વિક વિષયના લેખો પણ બહુ ઝડપથી પૂરા કરી શકતા. ૭૮ વર્ષની ઉમરમાં આટલો બધો પ્રવાસ કરવા છતાં તેઓ આવું વિપુલ, સત્ત્વશીલ, મૂલ્યનિષ્ઠ સાહિત્ય સર્જી શક્યા. તે મારે મન અત્યંત ગૌરવ લેવા જેવી હકીકત છે. - રમણભાઈ જીવનમાં ભોતિક સિદ્ધિઓ કરતાં આધ્યાત્મિક સિદ્ધિ માટે વધુ પ્રયત્નશીલ રહ્યા છે તેમનું વિશાળ વાંચન અને તેને કારણે સર્જાયેલું સાહિત્ય તેની સાક્ષી પૂરે છે. સંયમ, સ્વસ્થતા, સમતા, નિસ્પૃહતા અને પ્રસન્નતાને કારણે તેમનું ચિત્ત નિર્મળ રહેતું. વિષયને ઝડપથી વિચારીને લખી શકતા. જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષયક લેખો લખતાં પહેલાં, ગચ્છ કે ફીરકાના ભેદભાવ રાખ્યા વિના, પૂર્વ તૈયારી રૂપે જેટલાં બને તેટલાં વધુ પુસ્તકો વાંચે, અને બને તેટલા Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રત ઉપાસક રમણભાઈ બધા જ મુદ્દાને આવરી લે તે રીતે શાસ્ત્રીય અવતરણો આપીને વિગતે લેખ લખે. સમન્વય એ તેમના લખાણોનું મહત્ત્વનું લક્ષણ છે. વિરોધી વિધાનોમાં પણ અવિરોધ પ્રગટે તેવી રીતે સમન્વય કરતા. કેટલા બધા અને કેટલા મહત્ત્વના વિષયો પર તેમણે લખ્યું છે તે “જિનતત્ત્વ'ના આઠ ભાગની વિષય સૂચિ અને સાંપ્રત સહચિંતનના ૧૬ ભાગની વિષય સૂચિ જોઈએ ત્યારે જ ખ્યાલ આવે. એટલા માટે જ પરદેશમાં પણ અભ્યાસીઓ નાના નાના જૂથમાં મળે ત્યારે સ્વાધ્યાય અર્થે આ પુસ્તકો વાંચે છે. આ લખાણો જૈન ધર્મના અભ્યાસીઓ, ધર્મપ્રેમીઓ, વિદ્વાનો તેમ જ સાધુ સમુદાયમાં ખૂબ વંચાય છે. પુદ્ગલ પરાવર્ત” અને “નિગોદ' જેવા સમજવા બહુ અઘરા એવા તાત્વિક વિષયો પર તેમણે લેખ લખ્યા. મેં તેમને કહ્યું કે બહુ ઓછા લોકો આ વાંચશે, સમજશે. પરંતુ અમે બન્નેએ વિચાર કર્યો કે બધા જ સમજી શકે તેવો આગ્રહ રાખીએ તો આવા વિષયો પર લખાય જ નહિ. માટે અઘરા અને ઓછા ખેડાયેલા વિષયો પર પણ લખવું. તેને અધિકારી વર્ગ કે જ્ઞાનપિપાસુ વર્ગ તો વાંચશે. વળી લખનારને તો જરૂર લાભ થાય. વારંવાર મનન કરવાથી વિચારની સ્પષ્ટતા થાય અને અન્ય વાંચનાર તરફથી વિશેષ માર્ગદર્શન મળે એ ઘણો મોટો લાભ છે. અમારા આશ્ચર્ય વચ્ચે કેટલાય લોકોના ફોન આવ્યા કે ઘણા વખતથી નિગોદ જેવા વિષય માટે જાણવાની જિજ્ઞાસા હતી તે સંતોષાઈ છે. પ્રકાશભાઈ શાહે ફોન કરી કહ્યું કે મેં એ લેખ છ વાર વાંચ્યો. કેટલાક પોતાના પત્રમાં લખે છે કે પ્રબુદ્ધ જીવનનો અગ્રલેખ તેઓ નિયમિત વાંચે છે. આ લખાણોને કારણે પરદેશમાં પણ “પ્રબુદ્ધ જીવન'ના વાંચકની અને ગ્રાહકની સંખ્યા વધતી જાય છે. જૈન ધર્મના લેખો માટે ૧૯૮૪ માં તેમને શ્રી વિજયધર્મસૂરિ સુવર્ણચંદ્રક અને ૨૦૦૨ માં “સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિ સુવર્ણચંદ્રક મળ્યો. રમણભાઈ મહાન લેખકની કૃતિનો અનુવાદ કરે ત્યારે એ શરૂ કરતાં પહેલાં લેખકને પ્રણામ કરે, તેમની સ્તુતિ કરે પછી લખવાનું ચાલુ કરે. ઉપાધ્યાય યશોવિજયજીની કૃતિનો અનુવાદ કરતાં પહેલાં ઉપાધ્યાયજીને પ્રણામ કરે. ઘણીવાર રમણભાઈ કહેતા કે હું જાણે ઉપાધ્યાયજીના સાન્નિધ્યમાં હોઉં, તેમની છત્રછાયામાં હોઉં અને તે મને પ્રેરણા આપતા હોય તેવો અનુભવ મને થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સાયલાના પ્રણેતા પૂ. લાડકચંદભાઈ વોરા-બાપુજીના કહેવાથી ઉપાધ્યાય યશોવિજયજીની બે મહાન કૃતિઓ “અધ્યાત્મસાર' અને Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૦૩ જ્ઞાનસાર' બન્નેના સંસ્કૃત શ્લોકોના ગુજરાતી અનુવાદ અને વિશેષાર્થ તેમણે અત્યંત સરળ ભાષામાં લખ્યા. બન્ને પુસ્તકો સાયલા આશ્રમમાં, અન્યત્ર અને વિદેશોમાં બહુ વંચાય છે. જૈન ધર્મપ્રેમીઓ, અભ્યાસીઓ અને સાધુ-સાધ્વીઓ તરફથી તેની ઘણી માગ છે. આ બે કૃતિઓ રમણભાઈએ લખેલા જૈન સાહિત્યમાં શિરમોર સમાન છે. બન્ને ગ્રંથોના લેખનને કારણે તેમનું દર્શન વધુ સ્પષ્ટ થતું ગયું, વિકસતું ગયું. જ્ઞાનસાર લખતાં છેલ્લે છેલ્લે તેમની તબિયત થોડી કથળી. પરંતુ તબિયતને કેટલેક અંશે અવગણીને પણ કામ નિશ્ચયપૂર્વક પૂરું કરવા તેમણે પુરુષાર્થ કર્યો. સદ્ભાગ્યે “જ્ઞાનસાર સમયસર પૂરું થયું, છપાયું અને તેમની હાજરીમાં જ તેનું વિમોચન થયું અને આશ્રમમાં વંચાવું પણ શરૂ થઈ ગયું. સારું અને ઉત્કૃષ્ટ લેખન થાય તેને માટે બહુ સભાન હતા. પોતાના લખાણનું મુફ જાતે તપાસ્યા પછી પહેલાં પૂરા લખાણની થોડી કોપી કરાવી આ વિષયના જાણકાર કેટલાક વિદ્વાનોને, સાધુ મહારાજોને અને સંસ્કૃત ભાષાના વિદ્વાનને વાંચીને જરૂરી સુધારા માટે મોકલી આપતા. દરેકની સુધારેલી કોપી મંગાવી તેમાંથી પોતાને અનુકૂળ સુધારા સ્વીકારી, મૂળ લખાણને અંતિમ સ્વરૂપ આપીને છપાવતા. તેમના આ કાર્યમાં પૂ. ઉપાધ્યાય યશોવિજયજી પ્રત્યે આદર, બને તેટલું ઉત્તમ કામ કરવા માટેની તેમની ચીવટ અને સાથે સાથે તેમનાં નિરાભિમાનપણાના દર્શન પણ થાય છે. તેઓ પોતાના પુસ્તકના વિમોચન કદી કરાવતા નહિ. પરંતુ આશ્રમ તરફથી પ્રગટ થયું હોવાથી તેમણે તે થવા દીધું. આ ગ્રંથો મારા માટે મૂલ્યવાન આભૂષણો છે. સોનાનાં આભૂષણો તો પહેરીએ ત્યારે ઘસાય, ઝાંખા થાય, તૂટી જાય પરંતુ આ પુસ્તકો જે વાંચશે, સમજશે તે પોતાના અંતરથી ઊજળા થશે. રમણભાઈ સાધુ-સાધ્વીજી પ્રત્યે ખૂબ માન ધરાવતા. તેમણે નવકારમંત્રનાં પદો પર અભ્યાસપૂર્ણ લેખો લખ્યા છે તેથી સાધુ-સાધ્વીનાં ત્યાગ અને તપનું મહત્ત્વ તે જાણતા. જ્યાં જાય ત્યાં શક્ય હોય તો એ સ્થળે સાધુ-સાધ્વીના દર્શન કરવા જાય. “પ્રભાવક સ્થવિરો' નામના તેમના પુસ્તકમાં ઓગણીસમા અને વીસમા શતકના બધા ફિરકાના મહાન તેજસ્વી સાધુ-સાધ્વીનાં, ગચ્છભેદ કે પંથભેદ રાખ્યા વિના, તેમના વિશે મળતું સાહિત્ય કે માહિતીનો અભ્યાસ કરીને ચરિત્રો લખ્યાં. તેમની શક્તિ, સાધના અને વિશેષતાઓને સમજવા તેને અનુરૂપ પ્રસંગોનું તેમણે આલેખન કર્યું. આ ચરિત્રો વાંચીને આનંદ વ્યક્ત કરતા તે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રુત ઉપાસક રમણભાઈ સાધુ મહારાજના શિષ્યોના પત્રો પણ આવતા. તેઓ લખતા કે અમારા ગુરુ વિશેની ઘટના તમારા લખાણમાંથી વાંચી આનંદ થયો. મહાન આચાર્ય પ્રેમસૂરિમહારાજ એક જ ચોલપટ્ટો રાખતા, ફાટે ત્યાં સુધી વાપરે. પણ પહેલેથી બીજાની સગવડ કરે નહિ. એકવાર જ્યારે ફાટી ગયો ત્યારે કેવી અદ્ભુત રીતે બીજો મળ્યો વગેરે હકીકત વાંચીને તેમના શિષ્ય પૂ. ચંદ્રશેખરજી મહારાજનું હૈયું ગદ્ગદ્ થઈ ગયું. ગુરુની આવી મહત્તા માટે અને સંયમ પાલન માટે હર્ષ વ્યક્ત કરતો તેમનો પત્ર આવ્યો. વર્તમાન સમયના સાધુ મહાત્માઓનું તેમને ખૂબ વાત્સલ્ય મળ્યું છે. જ્યારે તેમનાં દર્શને જાય ત્યારે માથા પર, વાંસા પર હાથ ફેરવી પૂ. વિજયરામચંદ્રસૂરિ મહારાજ આશીર્વાદ આપતા. તેમનાં નવાં લખાણની પૃચ્છા કરતા. નવા ઘરમાં દર્શનાર્થે મૂકવા માટે ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમસ્વામીની પ્રતિમા અત્યંત પ્રસન્ન મુખમુદ્રા સાથે આપનાર પૂ. વિજયધર્મસૂરિ મહારાજને કેમ ભૂલાય ? અત્યંત ભાવભર્યા સ્વરે અને આશીર્વાદ આપતા હોય તેવી મુદ્રામાં ‘આવો રમણભાઈ’ કહી પૂ. વિજયચંદ્રોદયસૂરિ મહારાજ અને અશોકચંદ્રસૂરિ મહારાજ તેમને આવકારતા અને તેમના જૈન ધર્મના લેખોને બિરદાવતા. પૂ. વિજય યશોદેવસૂરિ મહારાજ લંબાણથી મંત્ર ભણતા ભણતા તેમના મસ્તક ૫૨ હાથ ફેરવી વાસક્ષેપ નાંખતા, તેમને પોતાના ધર્મમિત્ર ગણાવતા, તેમની તબિયત માટે પણ ચિંતા વ્યક્ત કરતા. જોરથી પીઠ થાબડી વાસક્ષેપ નાંખનાર જંબૂ વિજયજી મહારાજના મુખ પરનો આનંદ જોવો એ અમારા જીવનનો અનુપમ લહાવો હતો. તેમની સાથે પણ શાસ્ત્રોની અને શબ્દોની ગહન ચર્ચા થતી. ઇડરમાં પૂ. જનકસૂરિ મહારાજ પાસે જ્યારે જઇએ ત્યારે ધ્યાનનો મહિમા સમજાવે, રમણભાઇના અંતિમ દિવસોમાં આરાધનાનો અને સમાધિમરણનો મહિમા સમજાવતો અને આશીર્વાદ આપતો પત્ર તેમણે મોકલ્યો હતો. આચાર્ય પ્રદ્યુમ્નવિજયજી મહારાજ અને આચાર્ય શીલચંદ્રસૂરિ મહારાજ જેમની પાસે અમે ધર્મગ્રંથોની વાચના માટે જતા. તેમની સાથે નવા કયા વિષય પર લખી શકાયતેની શક્યતાઓ વિચારતા. તેઓ બન્ને સાથેનું મિલન અમારા માટે ખૂબ પ્રેરક બન્યું. અહીં લખ્યા છે તેટલાં જ નામો નહિ, નામાવલિ ઘણી લાંબી છે. લખાણના લંબાણ ભયે અહીંથી જ અટકું છું. Page #149 -------------------------------------------------------------------------- ________________ હ્યુત ઉપાસક રમણભાઈ ૧૦૫ કચ્છમાં સ્થાનકવાસી સંપ્રદાયના અત્યંત ચૂસ્ત રીતે સંયમપાલન કરનાર પૂ. રાઘવજીસ્વામી અને પૂ. મૂળચંદજી સ્વામી શાસ્ત્રના પ્રખર અભ્યાસી છે. તેઓ પણ રમણભાઇનાં લખાણો, પુસ્તકો ધ્યાનથી વાંચી જતા. રમણભાઈ પણ કચ્છ જાય ત્યારે તેમના દર્શને અચૂક જાય. વિનયથી તેમની સાથે શાસ્ત્રની વાતો કરે અને ધન્યતાની લાગણી અનુભવે. એ જ રીતે કચ્છમાં બીજા સ્થાનકવાસી સાધુઓને પણ ભાવપૂર્વક મળે. લાયજાના સાહિત્ય સમારોહ પછી પૂ. વિનોદચંદ્રજી મહારાજ ને મળવા ગયા હતા. ચિંચણના આશ્રમમાં પૂ. સંતબાલજી મહારાજને વંદન કરવા તક મળે જઈ આવતા. તેમના જીવનકાર્યને બિરદાવતો રમણભાઈનો લેખ તેમનાં અનુયાયીઓમાં પ્રશંસા પામ્યો છે. દિગંબર સાધુમહાત્માઓનાં પણ દર્શને જાય. લગભગ વર્ષમાં એકવાર જગદીશભાઈ ખોખાણી અને બિપીનભાઈ ગોડા સાથે દિગંબર સાધુઓ અને મુખ્યત્વે પૂ. વિદ્યાસાગરજી મહારાજના દર્શને જાય. દિગંબર સાધુઓની દિનચર્યા અને ખાસ કરીને તેમની ગોચરી વહોરવાની ક્રિયાને નજરે નિહાળે અને સારા નસીબે તક મળે તો ગોચરી વહોરાવે. દિગંબર સાધુઓને જોઇને ભગવાન મહાવીર આ રીતે વિચરતા હશે એમ વિચારી અત્યંત માનની લાગણી તેમના પ્રત્યે પ્રદર્શિત કરે. તેરાપંથી સાધુના પણ તક મળે દર્શન કરવાનું ચૂકતા નહિ. તીર્થયાત્રાએ જવું તેમને બહુ ગમતું. વડીલોને તીર્થયાત્રાએ લઈ જવામાં ધન્યતા અનુભવતા. “કુમાર'ના તંત્રી પૂ.બચુભાઈ રાવત અને તેમનાં પત્નીને શત્રુંજયની યાત્રા કરાવી હતી. ત્યાંની કલાકારીગીરી અને પવિત્રતાથી તેઓ પ્રભાવિત થયાં હતાં. કેટલીકવાર સાધારણ આર્થિક સ્થિતિની વ્યક્તિને વિમાનમાં શત્રુંજયની યાત્રા કરાવા લઈ જાય. વિમાનમાં બેસવાનો આનંદ અને સાથે મહાન તીર્થની યાત્રાનો લાભ બને તેને મળે. અન્ય કોઈ કારણે બહારગામ જાય ત્યારે નજીકના તીર્થે અચૂક જઈ આવે. નેત્રયજ્ઞમાં પૂ ડૉ. દોશીકાકા સાથે જાય ત્યારે તીર્થયાત્રા તો ગોઠવાઈ જ જાય. મોટા ભાગના શ્વેતાંબર તીર્થો તેમણે જોયાં છે. સાથે સાથે મહત્ત્વના બધા જ દિગંબર તીર્થોની પણ યાત્રા કરી છે. અને કેટલાંક તીર્થો પર માહિતીપૂર્ણ લેખ લખ્યા છે જે દિગંબરો પણ ભાવથી વાંચે છે. સાધ્વીજી મહારાજો, ખાસ કરીને પીએચ.ડી. કે કોઈ અન્ય લખાણ માટે તેમનું માર્ગદર્શન મેળવવા આવનાર સાધ્વીજી મહારાજો અને મહાસતીજીઓ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રુત ઉપાસક રમણભાઈ રમણભાઇની શાસ્ત્રજ્ઞાનની જાણકારીથી, કડક ચારિત્ર્યપાલનથી અને હૃદયપૂર્વક મદદ કરવાની ભાવનાથી પ્રભાવિત થઇને રમણભાઇને માનની નજરે જુએ. રાજકોટથી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન તરફથી ગોંડલ સંપ્રદાયના મહાસતીજીઓએ તૈયાર કરેલાં આગમગ્રંથોના અનુવાદ કરેલા બધાં જ પુસ્તકો સ્થાનકવાસી સંઘે અમને મોકલ્યાં છે. એ અમારો કીમતી ખજાનો છે. નજરે પડે, વંચાય અને રોજ દર્શન થાય એ રીતે અમે અમારા ઘરમાં તે ગોઠવ્યાં છે. સાધુઓ તો ખરા જ પણ સાધુતુલ્ય જીવન ગાળનાર વ્યક્તિઓ પ્રત્યે પણ તેમને ખૂબ આદર હતો. સાધુસમું જીવન વિતાવતા જહોરીમલજી પારખના જ્ઞાન, દિનચર્યા અને આશ્ચર્યજનક ત્યાગ અને તપશ્ચર્યાથી પ્રભાવિત થઈ તેમના વિશે રમણભાઈએ લેખ લખ્યો જે વાંચીને કેટલાય વાંચકોએ આશ્ચર્ય અનુભવ્યું શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સાયલાના પ્રણેતા પૂ. લાડકચંદભાઈ વોરા જેમને અમે બાપુજી કહેતા, તેમના જીવનના વિશિષ્ટ પાસાને આવરી લેતો અંજલિ લેખ તેમણે લખ્યો. સાયલા આશ્રમમાં વારંવાર જવાને કારણે ત્યાંના સમગ્ર આરાધક પરિવાર સાથે અમારે લાગણી અને પ્રેમનો નાતો બંધાયો. પૂ. બાપુજી, પૂ સદગુણ બહેન-ગુરુમૈયા, પૂ. ભાઇશ્રી, ટ્રસ્ટીગણથી માંડી નાનામાં નાના માણસ સુધી સહુએ અમને ભાવથી સાચવ્યા છે, અને એટલો પ્રેમ આપ્યો છે જે અમે જિંદગીભર ભૂલીએ નહિ. યોગીસમ આરાધક, અતિ ઉગ્ર અને આશ્ચર્યજનક સંયમનું પાલન કરનાર, યુવાન યોગેશભાઈને રમણભાઈ જ્યારે મળે ત્યારે બન્ને વચ્ચેના વાર્તાલાપમાં માહિતી અને જ્ઞાનનો ખજાનો ખૂલતો લાગે. ત્યાગ અને ધ્યાન વિશે ઘણું જાણવા મળે. બન્ને એકબીજાને ખૂબ માન આપે. રમણભાઇના આયુષ્યના અંતિમ દિવસોમાં યોગેશભાઈએ કૃપાળુદેવનાં વચનો અને શાસ્ત્રવચનો લખી મોકલ્યાં હતા. શ્રી રાકેશભાઈ સાથે એમને વિશિષ્ટ કોટિનો સંબંધ હતો. નાની ઉંમરમાં રાકેશભાઇએ જે સાધના કરી અનુપમ સિદ્ધિ પ્રાપ્ત કરી વિશાળ સમુદાયને અને ખાસ કરીને યુવા વર્ગને ધર્મ માર્ગે વાળ્યા તેનું એમને ઘણું મૂલ્ય હતું. બન્ને પરસ્પર માન અને લાગણીથી એકબીજાને જુએ. બન્ને એકબીજાનાં ઉત્તમ તત્ત્વોને ઓળખે અને બીરદાવે. સાચા અર્થમાં બન્ને એકબીજાનાં આત્મીયજન બન્યા. Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૦૭ શ્રી રાકેશભાઇએ પીએચ.ડી.ની ડિગ્રી માટે રમણભાઈ પાસેથી માર્ગદર્શન લેવાનું શરૂ કર્યું ત્યારથી રમણભાઇના જીવનના અંતિમ દિવસ સુધી એમણે અને એમના આશ્રમ પરિવારે અમારી નાનામાં નાની જરૂરિયાતની ખૂબ કાળજી લીધી છે. અમને આશ્ચર્યજનક માન અને પ્રેમ આપ્યાં છે. અમે મુલુંડ રહેવા આવ્યા પછી રમણભાઇની માંદગી દરમ્યાન રાકેશભાઈ વારંવાર ઘરે આવી ખબર પૂછતા અને કોઇને મોકલતા. તેમણે અંતિમ દિવસોમાં આરાધના માટે મને મંત્રો આપ્યા. આંતરબાહ્ય કલ્યાણની શુભભાવના સેવી. રમણભાઇના સ્વર્ગવાસ પછી પણ અત્યંત આદરપૂર્વક નિકટના સ્વજનની જેમ રાકેશભાઈ મારી સંભાળ લે છે. આ સહુ મહાનુભાવોએ રમણભાઈ પ્રત્યે જે મંગળભાવના સેવી તે રમણભાઇના મોટા પુણ્યનું ફળ છે. અન્ય ધર્મના સાધુ સંતોમાં પૂ. મોરારીબાપુ, સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુમહાત્માઓ, હિમાલયના નારાયણ આશ્રમના સ્વામી તદ્રુપાનંદજી, ઝેવિયર્સ કોલેજ સાથેના સંબંધોને કારણે ખ્રિસ્તી સાધુ સંત અને ખાસ કરીને ફાધર બાલાગે૨, ફાધર વાલેસ વગેરેની સાથે અંતરંગ સંબંધ બંધાયો અને તેમના આશીર્વાદ તે પામ્યા. સમગ્રપણે જોઈએ તો ધર્મ તરફ વળેલા, આત્મકલ્યાણને વરેલા વર્ગ તરફ રમણભાઇને આદરની લાગણી અંત પર્યત રહી. એ વર્ગ પણ તેમને ખૂબ માન અને પ્રેમ આપ્યાં. લોકોમાં ધર્મનો અભ્યાસ થાય, ધર્મભાવના વધે અને સમગ્રપણે જીવન કલ્યાણકારી બને એ લક્ષ્યને ધ્યાનમાં લઇને મહાવીર જૈન વિદ્યાલયના નેજા હેઠળ વિવિધ સ્થળે, મોટે ભાગે યાત્રાના સ્થળે જૈન સાહિત્ય સમારોહનું આયોજન તેમણે કર્યું. જેન ધર્મના વિવિધ વિષયોનું ઊંડાણથી વાંચન, ચિંતન, મનન કરી ખ્યાતનામ લેખકો, ચિંતકો તેમાં ભાગ લઈ પોતાનું વક્તવ્ય રજૂ કરે. મુખ્યત્વે તો તેમાંથી નવોદિત લેખકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે. તેઓ પણ ધર્મના જુદા જુદા પાસાનો અભ્યાસ કરી નિબંધો લખતા-વાંચતા થાય અને એ રીતે વિદ્વાનોની ભાવિ પેઢી તૈયાર થાય. ધર્મનો અભ્યાસ થાય તો જ તેના અજવાળે જીવન જીવવા જેવું બને. સમારોહ પાછળનો એ હેતુ હતો. રમણભાઈએ સફળ રીતે સત્તર જૈન સાહિત્ય સમારોહ યોજ્યા અને ઉત્તરોત્તર યુવાનવર્ગ ઉત્સાહથી તેમાં ભાગ લેતો થયો ને સંખ્યા વધતી ગઈ. રમણભાઈએ મુંબઈ જેન યુવક સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પૂ. સાધુ, Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રુત ઉપાસક રમણભાઈ સાધ્વીજીઓને આદરપૂર્વક આમંત્રણ આપતા અને વ્યાખ્યાન ઉપરાંત તેમના મુખેથી માંગલિક સંભળાવવા વિનંતિ કરતા. તે ઉપરાંત પંડિતો અને કેટલાક ખ્યાતનામ વ્યાખ્યાતાઓને તો વારંવાર આમંત્રણ આપતા. સાથે સાથે કેટલાક નવા વ્યાખ્યાતાઓને પણ તક આપતા. બની શકે તે રીતે જૈન ધર્મના વિષયો પર વક્તવ્ય વધુ અપાય તે માટે પ્રયત્નશીલ રહેતા. પહેલા વ્યાખ્યાનને અંતે વ્યાખ્યાનની માર્મિક અને સંક્ષિપ્તમાં આલોચના કરતા. વ્યાખ્યાનનો સાર આવી જાય એવી સુંદર છણાવટ કરતા. કોઇવાર વ્યાખ્યાતાની ક્ષતિને પણ કુનેહપૂર્વક સુધારી લેતા. પૂ. તત્ત્વાનંદજી મહારાજે અમને બહુ કીમતી સલાહ આપી હતી કે જ્યારે કોઇને કંઇક આપો ત્યારે તેની અપેક્ષા કરતાં કંઈક વધુ આપો. જેથી લેનારને ઘણો આનંદ થાય. રમણભાઇને આ સલાહ ગમી ગઈ. રોજ તેમણે દસ દસ રૂપિયાની નોટ ગડીવાળીને ગરીબોને આપવાનું ચાલુ કર્યું. મોટી વસ્તુ કોઇકવાર અપાય. પરંતુ આવાં નાનાં કાર્યનો અમલ તરત થઈ શકે. મોટા દાનની જાહેરાત કરવાનું તેમને ગમતું નહિ. રૂપિયા બે રૂપિયાની આશા રાખનારને જ્યારે દસ રૂપિયા મળે ત્યારે તેને અપાર આનંદ થાય. દસ રૂપિયા મળતાં જ કેટલાક ગરીબ-ખાસ કરીને રેલવે સ્ટેશન પરના ગરીબ લોકો તરત જ નજીકની રેકડી કે હોટેલ પર ચા પીવા કે ખાવા જાય. ઉત્તર ભારતના એક સ્ટેશન પર એક ફકીરે કહ્યું “આજ તક કીસીને દો રૂપિયા ભી નહિ દીયા. આપને દસ દીયા. આપકા મુખકા દર્શન કરને કો તો દો!' પૈસા આપ્યા પછી તે ઊભા રહેતા નહિ. તેથી ફકીરને મળવા ઊભા રહ્યા નહિ. એક વાર સારા દેખાતા પણ મૂંઝવણમાં ઊભેલા ભાઇને, રખે ને તેને ખરાબ લાગે એવી ગડમથલ અનુભવીને પણ ૨૦ રૂ. આપ્યા. પેલા ભાઇએ આભાર માની તરત જ લઈ લીધા. અને કહ્યું કે “આજે જ વતનથી આવ્યો છું. પૈસા વપરાઈ ગયા છે. દીકરા પાસે માંગતા સંકોચ થયો. બસ ભાડાના પૈસા પણ મારી પાસે નથી. સારું થયું કે તમે સમયસર મદદ કરી.” આવા પ્રસંગો તો વારંવાર બનતા. રોજ અમારે વસ્ત્ર, અનાજ, પુસ્તક કે પૈસા વગેરે કોઇને કંઈક આપવું જ એવો એમનો આગ્રહ રહેતો. રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા ત્યારે યુનિવર્સિટીના કર્મચારીઓના ફંડમાં ઘણી મોટી રકમ આપી. આજે પણ કર્મચારીઓ ખૂબ ભાવથી અને પ્રેમથી તેમને યાદ કરે છે. નોકરોને અને જરૂરિયાતમંદને લગ્ન કે માંદગીમાં, ઘર લેવામાં કે એડમિશન ફી તરીકે છૂટથી મદદ કરે. આખો વખત તેમનું ચિત્ત કયું સારું કામ થઈ શકે Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૧૦ ૯ તેના વિચારોમાં મગ્ન હોય. જેને મદદ કરે તેની સાથે માનથી, સભાવથી વર્તે. તેમના સંપર્કમાં આવેલા કેટલાક વિદ્યાર્થીઓને તેમણે શાળા કે કૉલેજની ફી ની રકમ આપી છે. ડો. દોશીકાકા સાથે નેત્રયજ્ઞમાં જાય ત્યારે દરદીને ધાબળા કે ચાદર આપે અને દરદી અને તેને સાચવનાર બન્નેને પૈસા આપે. કપડાં, સ્વેટર વગેરે સાથે રાખે. અનુકૂળતા પ્રમાણે આપતા જાય. આ પ્રવૃત્તિ માત્ર માનવપૂરતી જ સીમિત ન રહેતા વૃક્ષોથી, પશુ, પંખી સુધી વિસ્તરી. અમારા ઘરની ગેલેરીમાં આવતા સોથી વધારે કાગડાને રોજ ગાંઠિયા ખવરાવે, કોઈ વાર મોડા પડેલા કાગડા તેમને હીંચકા પર બેસી લખતા જુએ ત્યારે અવાજ કરે. મોડા આવનાર માટે ડબ્બામાં ગાંઠિયા રાખી મૂકે. તેમના હાથમાંથી, તેમને ઇજા ન પહોંચે એ રીતે ગાંઠિયા લઇને કાગડા ઊડી જાય. પરદેશમાં હોય ત્યારે પણ ફોન પર મને પૂછે. મારા મિત્રો આવે છે? ભૂખ્યા તો નથી રહેતા ને? હું તેમના ભાવને જાણું તેથી ભૂલ્યા વિના કાગડાને ખવરાઉં. બહારથી અતિ સામાન્ય દેખાતી આ ક્રિયા જુદા ભાવથી જોઈએ ત્યારે ખૂબ આનંદ થાય. લેખકો માટે કોપીરાઈટ એ નામના, હક અને આવક એમ અનેક દૃષ્ટિએ અતિ મહત્ત્વનું તત્ત્વ છે. પરંતુ રમણભાઇએ પોતાના ભૂતકાળના અને વર્તમાનકાળના લખાણોના કોપીરાઇટનું વિસર્જન કર્યું. કલકત્તાના એક વર્તમાનપત્રે આની નોંધ ગૌરવભેર લીધી છે. કોપીરાઇટના વિસર્જનથી ઊભા થતા ભય સામે તેમને કેટલાકે ચેતવ્યા હતા કે તમારું લખાણ થોડા ફેરફાર સાથે લખીને કોઈ છાપશે અને નામ પોતાનું મૂકશે ત્યારે રમણભાઇએ જવાબ આપ્યો કે હું તો મહાપુરુષની વાત કે ભગવાનની વાણી વિશે લખીશ, ભલે તેનો પ્રચાર બીજા પણ કરે. ભય જે રીતે વ્યક્ત થયો તે પ્રમાણે કેટલાક લખાણોમાં એવું થયું પણ છે. પરંતુ રમણભાઇએ પૈસા કે પ્રતિષ્ઠા માટે લખ્યું નહોતું તેથી તેમણે ચિંતા કરી નહિ. ખુદ લખનારને પણ કશું કહ્યું નહિ. કોપીરાઇટના વિસર્જનનો સારો પડઘો પડ્યો. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર તરફથી પ્રકાશન થતાં પુસ્તકોના એ સંસ્થાએ શરૂઆતથી જ કોપીરાઈટ ન રાખ્યા. મુનિશ્રી સંતબાલજીની મહાવીર સાહિત્ય પ્રકાશન સંસ્થાએ ન રાખ્યા. અમેરિકાની પ્રસિદ્ધ જૈન સંસ્થા Jaina એ પણ પોતાના કોપીરાઇટ છોડડ્યા છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ તેમના ગ્રંથો-જ્ઞાનસાર, અધ્યાત્મસાર, ફાગુકાવ્યો, જૈનધર્મ વિષયક લેખો વગેરે માટે તેમને D. lit. ની પદવી મળે તેવી તે ક્ષમતા ધરાવે છે એવું મંતવ્ય કેટલાક વિદ્વાનોનું છે. પણ રમણભાઈએ તે માટે કદી પ્રયત્નો કર્યા નહિ. આધ્યાત્મિક સાહિત્ય લેખનનો તેમનો હેતુ લૌકિક ન હતો. ૧૧૦ આયુષ્યના ૭૦ મા વર્ષે જાહેરજીવનના બધાં પદ છોડવા એવો નિશ્ચય તેમણે કર્યો. એ અનુસાર મુંબઈ જૈન યુવક સંઘનું પ્રમુખપદ છોડ્યું. સાથે સાથે ફાર્બસ ગુજરાતી સભા અને અધ્યાત્મ પ્રસારક મંડળનું પ્રમુખપદ, મહાવીર જૈન વિદ્યાલયનું મંત્રીપદ છોડ્યું. આ પદ મોભાવાળા અને માન વધારનાર હતા. પરંતુ નક્કી કર્યું હતું તેથી છોડ્યા. તેમના વિદ્યાર્થીઓએ તેમનો અમૃત મહોત્સવ ઊજવવા આગ્રહપૂર્વક સંમતિ માંગી પણ તેમણે સ્પષ્ટ રીતે ના કહી. કેટલીક નાની નાની બાબતોનો પણ ઝીણવટપૂર્વક વિચાર કરે. પર્યુષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ પછી તેના પ્રમુખનું સન્માન કરવા સંગીત અને ભોજન સહિતના મિલનનું આયોજન થતું. ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવાતું. પરંતુ પ્રમુખ તરીકેનું પોતાનું સન્માન તેમણે બંધ કરાવીને માત્ર પર્યુષણની ઊજવણી તરીકે જ તે ચાલુ રાખ્યું. ચંદ્રક-એવૉર્ડ કે પુસ્તક માટેના પારિતોષિકો મેળવવા માટે પોતાની યોગ્યતા દર્શાવવા અરજી કરવી પડે તે કરતા નહિ. તેઓ માનતા કે સ્વાભાવિક ક્રમમાં મળે તે જ લેવું-સ્વીકારવું. એક મોટી સંસ્થાએ લખ્યું કે એવોર્ડ માટે તમારું નામ અમે નક્કી કર્યું છે. માત્ર તમારે અમારું ફોર્મ ભરવું પડશે ! રમણભાઈએ આભાર માની ફોર્મ ભરવાની વિનયપૂર્વક ના પાડી દીધી. આ વલણની પાછળ અભિમાન નહિ પરંતુ સિદ્ધાંત–નિષ્ઠા હતી. માગીને કે લાગવગ લગાડીને કે પોતાની યોગ્યતા જાતે રજૂ કરીને કશું મેળવવું નહિ. તેમની સંશોધક દૃષ્ટિ ચારેબાજુ ઝીણવટથી ફરે. રાણકપુરના જૈન દેરાસરમાં ભીંત પરના કેટલાંક શિલ્પોમાં આલેખેલાં પાત્રોની ઓળખ માટે મહેનત કરે અને લખે. તો ઓરિસ્સામાં ખંડગિરિ-ઉદયગિરિની ગુફાઓમાં બે હજાર વર્ષ પહેલાં લખાયેલા નવકાર મંત્રની લિપિ વાંચવામાં તેમને અખૂટ રસ પડે. અને આ બધું માત્ર જોઇને અટકે નહિ. તેના પર લેખ લખી માહિતી અનેક સુધી પહોંચાડે. કોઈ પણ પુસ્તક વાંચતાં વાંચતાં નવો વિચાર, નવી વિગત, કોઈ નવો અલંકાર, કંઈ પણ નવું જાણવા જેવું આવે ત્યારે મને બોલાવીને કહે, Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૧ ૧ ૧ કારણ રખે ને હું એ નવું જાણવાથી વંચિત રહી જાઉં. હું પણ નવું કંઈક જાણું તો તેમને કહ્યું અને તેમને કહેવાથી કેટલીક વાર મારી સમજમાં નવો પ્રકાશ પડતો અને કંઈક નવું ઉમેરાતું. આમ, અમે એકબીજાને કંઇક નવું આપતા રહીએ અને આનંદ અનુભવીએ. રમણભાઇએ જીવનના દરેક ક્ષેત્રમાં પોતાનું ઉત્તમોત્તમ આપ્યું છે. તેમણે વિવિધ પ્રકારનું વિપુલ સાહિત્ય સર્યું છે. કોઇ પણ વિદ્યાર્થી તેનો અભ્યાસ કરી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી શકે એવી ક્ષમતાવાળું એ સાહિત્ય છે. તેમણે જિનતત્ત્વના આઠ ભાગમાં જૈન ધર્મના વિવિધ વિષયોની તલસ્પર્શી છણાવટ શાસ્ત્ર વચનોના આધારે કરી છે. “જિનવચન'માં આગમોના વચનોનું હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એ ત્રણ ભાષામાં ભાષાંતર છે. કોઇપણ ધર્મ કે સંપ્રદાયની વ્યક્તિ વિના વિરોધે વાંચી શકે તેવું પુસ્તક છે, “જિનવચન'નું આકર્ષકમુખપૃષ્ઠ– ભગવાન પાર્શ્વનાથનું સાધના માટેના ચક્રોવાળું પ્રાચીન ચિત્ર તેની વિશેષતા છે. “ભગવાન મહાવીરનાં વચનોમાં આગમગ્રંથોમાંથી ભગવાનનાં વચનો વીણી સાદી સરળ ભાષામાં તે અનુરૂપ આધુનિક દૃષ્ટાંતો સાથે સમજાવ્યાં જૈન ધર્મ-પરિચય પુસ્તિકામાં અત્યંત સંક્ષિપ્તમાં જૈન ધર્મની સમજણ આપી છે. એ પરિચય પુસ્તિકા એટલી લોકપ્રિય થઈ કે એની છ આવૃત્તિ થઈ. ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં એનું ભાષાંતર પણ થયું. જૈન ધર્મ અને ભગવાન મહાવીર' પર અંગ્રેજીમાં લખેલી તેમની પુસ્તિકાનો ખૂબ પ્રચાર થયો છે. પ્રભાવક સ્થવિરોમાં અને તિવિહેણ વંદામિ'માં સમસ્ત યુગ પર પ્રભાવ પાડનાર સાધુ-સાધ્વી મહારાજના અને શેઠ મોતીશા'માં મોતીશાના જીવનની ગૌરવપ્રદ ઘટનાઓનું ખૂબ સંશોધન કરી ચરિત્રો લખ્યાં છે. વંદનીય હૃદયસ્પર્શ'માં પોતાના સંપર્કમાં આવેલી વિવિધ ક્ષેત્રની વંદનીય વ્યક્તિઓનાં ચિત્રો છે. આ વ્યક્તિઓની વિશેષતા, તેમના ઉમદા વાણી, વિચાર, વર્તન, તેમની આસપાસ વીંટળાયેલી આશ્ચર્યજનક ઘટનાઓ, કસોટીએ ચડેલા તેમના આદર્શો વગેરેનું આલેખન વાંચતા વિવિધ અનુભવોનો એક ખજાનો આપણી સમક્ષ ખૂલે છે. આ પુસ્તકના અનુક્રમમાં આ વિશિષ્ટ વ્યક્તિઓનાં નામો વાંચતાં આનંદ થાય. કેવી કેવી ઉત્તમ વ્યક્તિઓ સાથે તેમને સંબંધ બંધાયો હતો ! પુસ્તકનું શીર્ષક યથાર્થ લાગે. જૈન ધર્મના વિષયો અને વ્યક્તિઓ ઉપરાંત તેમણે અન્ય વિષયોનું અને Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૨ શુત ઉપાસક રમણભાઈ સાહિત્યના વિવિધ સ્વરૂપોનું ખેડાણ પણ કર્યું છે. “બેરરથી બ્રિગેડિયર' માં લશ્કરી ટ્રેઇનિંગના તેમના અંગત અનુભવો છે. સત્ય ઘટનાત્મક આત્મલક્ષી પ્રકારના અંગત અનુભવો સાથે રેખાચિત્ર અને ટૂંકી વાર્તા એ બે સાહિત્યસ્વરૂપોનો સમન્વય કરવાનો પ્રયોગ તેમણે કર્યો છે. સત્ય ઘટનાત્મક વસ્તુ સાથે સર્જનાત્મક સાહિત્ય-સ્વરૂપનો વિનિયોગ કરવામાં સર્જકતાના ઘણા અંશો અહીં જોવા મળે છે. આ પુસ્તકનાં રેખાચિત્રો યુવાન વર્ગને ખાસ કરીને સાહસપ્રિય યુવાન વર્ગને ગમે તેવાં છે. પાસપોર્ટની પાંખે'ના ત્રણ ભાગમાં તેમાં પ્રવાસવર્ણન અને ટૂંકી વાર્તાના સાહિત્ય સ્વરૂપોનો સમન્વય કર્યો છે. પાસપોર્ટની પાંખે' પોતે કરેલા લગભગ ૭૦ દેશોના પ્રવાસના સ્વાનુભવનું અત્યંત રસિક ભાષામાં આલેખન કર્યું છે. “પ્રદેશે જયવિજય'માં અને ઑસ્ટ્રેલિયામાં સીડનીમાં PE.N. કૉન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયા હતા તેનું તથા ઓસ્ટ્રેલિયાના વિવિધ પ્રદેશોનું વર્ણન છે. તેમણે આલેખેલા વ્યક્તિચિત્રોમાં કેટલું વૈવિધ્ય છે ! “બેરરથી બ્રિગેડિયર'માં બેરર-નોકરથી માંડી સર્વોચ્ચ પદે બેઠેલા લશ્કરી ગણવેશધારી ઓફિસરનું ચિત્રાલેખન છે. “કુમાર' માસિકમાં આ પ્રવાસ વર્ણન છપાયું હતું. “વંદનીય હૃદયસ્પર્શ'માં વિવિધ ક્ષેત્રની વંદનીય વ્યક્તિઓથી માંડી “પ્રભાવક સ્થવિરો'ના સાધુ મહાત્મા છે. “પાસપોર્ટની પાંખે' માં ત્રણ ભાગમાં ૭૦ દેશોની જુદા જુદા વર્ણ અને વેશની જુદી જુદી ભાષા બોલતી માનવસૃષ્ટિ છે. ટૂંકમાં બેટરથી માંડી દેશની સલામતી માટે જાન કુરબાન કરનાર લશ્કરી ઑક્સિરથી માંડી મુક્તિની આરાધના કરનાર દિગંબર સાધુ મહાત્મા આ સૃષ્ટિનાં સાચાં પાત્રો છે. આમ એમના સાહિત્યમાં વિવિધ વિષય અને વ્યક્તિનો વ્યાપ ઘણો મોટો છે. વર્ષો પહેલાં લખેલાં “કુમાર” માસિકમાં છપાયેલાં એકાંકી “શ્યામ રંગ સમીપે'માં આધુનિક જીવનના પ્રશ્નોને ગૂંથી લીધા છે. “જૈન ધર્મ' ઉપરાંત “તાઓ દર્શન કર્યુશિયસનો નીતિ ધર્મ, બૌદ્ધ ધર્મ’ પર પણ પુસ્તકો લખ્યાં છે. બૌદ્ધ ધર્મ પર ઇંગ્લીશમાં લખેલી Buddhism, An Introduction' પુસ્તિકા ખૂબ પ્રશંસા પામી છે. સાંપ્રત સહચિંતનના સોળ ભાગમાં વિવિધ પ્રકારના સાંપ્રત પ્રશ્નોનું ચિંતન છે. પ્રવાસ, શોધ-સફર, સાહિત્ય-વિવેચન. સંશોધન-સંપાદન, ધર્મ અને તત્ત્વજ્ઞાન વગેરેમાં વિવિધ વિષયો યથાશક્તિ એમણે ખેડ્યાં છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૧૩ જૈન લગ્નવિધિનો પ્રચાર થાય તે માટે બધા ફિકાને માન્ય એવી જૈન લગ્નવિધિની પુસ્તિકા પણ લખી છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની અનેક પ્રવૃત્તિમાંથી મહત્ત્વની બે પ્રવૃત્તિ છે. એક તે સંઘના મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે તેનું લેખન અને સંપાદન. બીજી તે પર્યુષણ વ્યાખ્યાનમાળાની વ્યવસ્થા અને તેનું સંચાલન. આ બન્ને પ્રવૃત્તિઓ શક્તિ, સૂઝ, સમય અને સમર્પણ માંગી લે છે. ‘પ્રબુદ્ધ જીવન’ માટે આવેલા લેખો વાંચવા, તેમાંથી પસંદ કરવા, કેટલાકને મઠારવા, ન વંચાય તેવા અક્ષરો ઉકેલવા, છપાયા પછી તેના બે થી ત્રણ વાર પ્રૂફ તપાસવા, સમયસર અંક પ્રગટ કરવો. આ બધાં સાથે સૌથી મહત્ત્વનું કામ તેનો અગ્રલેખ લખવો એ છે. આ બધું કામ, ઉપરાંત તેમાં ફોટા કે કવિતા ન છપાય, જાહેર ખબર ન લેવી, બીજે છુપાયેલો લેખ ન લેવો વગેરે સંઘે દોરેલી આ મર્યાદામાં રહીને કામ ક૨વું. ૨મણભાઈએ ૧૯૮૨ થી નિષ્ઠાપૂર્વક તે કર્યુ. આજે ‘પ્રબુદ્ધ જીવન’ની શિષ્ટ માસિકોમાં ગણના થાય છે અને દેશ અને વિદેશમાં તેનો અધિકારી વર્ગ તે રસપૂર્વક વાંચે છે. વિદેશમાં ઉત્તરોત્તર તેની માંગ વધતી રહી છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે સોળ કે અઢાર વ્યાખ્યાતાઓ શોધી તેમને પ્રસંગોચિત વિષયો આપવા, વ્યાખ્યાનના વિષયો નક્કી કરવા, સંક્ષિપ્તમાં વ્યાખ્યાતાની ઓળખ આપવી અને વ્યાખ્યાનને અંતે ઉચિત ઉપસંહાર કરવો, દર વર્ષે થોડા નવા વક્તા શોધવા, વ્યાખ્યાનો સમયસર પૂરા કરવા વગેરે. આ બધી પ્રક્રિયા મહેનત માંગી લે છે. રમણભાઈએ ૧૯૭૨ થી વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ સંભાળ્યું. બધાં વર્ષો એક પણ દિવસ ગેરહાજર રહ્યા વિના સંભાળ્યું. પરદેશથી આમંત્રણો મળતાં છતાં આ કાર્યને તેમણે છોડ્યું નહિ. પર્યુષણ નિમિત્તે આ વ્યાખ્યાનો થતાં હોવાથી જૈન ધર્મના વિષયો આવે એવો પ્રયત્ન સતત કરતા રહ્યા. છેલ્લા બાર મહિનાથી તેમની શારીરિક નબળાઈ વધતી જતી હતી. ૨૦૦૫ના ઓક્ટોબરના ‘પ્રબુદ્ધ જીવન'માં છેલ્લો લેખ એમણે લખ્યો. આ બન્ને પ્રવૃત્તિ સફળ રીતે પાર ઉતારી શકે એવી શક્તિ તેમણે ડૉ. ધનવંતભાઈ શાહમાં જોઈ. તેઓ બન્ને વચ્ચે સંબંધ ગુરુ શિષ્યનો, અને સમર્પણ કરી શકે તેવા સ્નેહી સ્વજનનો છે. રમણભાઈ તેમને પોતાના નાનાભાઈ સમજતા હતા. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રત ઉપાસક રમણભાઈ ધનવંતભાઈ કુશળ ઉદ્યોગપતિ છે પરંતુ મૂળ તો ગુજરાતી વિષયના અધ્યાપક અને સાહિત્યના આરાધક છે. તેમણે કવિ ન્હાનાલાલ પર શોધ નિબંધ લખી પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી છે અને કવિ કલાપી વિશે નાટ્ય ગ્રંથ પણ લખ્યો છે. સાહિત્યનું વાંચન, લેખન, મનન એ એમના રસનો વિષય છે. વિશેષતઃ આ પ્રકારના માસિક ચલાવવા અને વ્યાખ્યાનમાળા માટે જે ધગશ, હોંશ, સૂઝ, અભ્યાસનિષ્ઠા, સમય અને શક્તિનો ભોગ આપવાની તત્પરતા અને વફાદારી જોઇએ તે તેમનામાં જોવા મળે છે. તેમના મિલનસાર સ્વભાવને લીધે તેમની સાથે બંધાતા ઉમદા સંબંધો પણ તેમને સહાયક નીવડે છે. ૨૦૦૪ની વ્યાખ્યાનમાળામાં રમણભાઈ પ્રમુખસ્થાને હતા ત્યારે તેમણે કેટલીક જવાબદારી ધનવંતભાઈને સોંપી. ૨૦૦૫ની વ્યાખ્યાનમાળાની સંપૂર્ણ જવાબદારી તેમને સોંપી તે તેમણે સફળતાપૂર્વક પાર ઉતારી. ઓક્ટોબરના “પ્રબુદ્ધ જીવનના અંકમાં ધનવંતભાઈએ મદદ કરી અને નવેમ્બરનો શ્રદ્ધાંજલિ અંક પૂરી ચીવટ સાથે તેમણે તૈયાર કર્યો. હવે રમણભાઈનો “સ્મરણાંજલિ’ અંક પૂરી લગન સાથે સમયનો, શક્તિનો ભોગ આપીને તૈયાર કરી રહ્યા છે. તેમાં રમણભાઈ પ્રત્યે તેમનો પ્રેમ અને આદરનું દર્શન થાય છે. રમણભાઈએ બહુ ઉચિત રીતે, વેળાસરતેમને પસંદ કર્યા. ધનવંતભાઈ યુવક સંઘના મંત્રી પણ છે. આ જવાબદારી સફળતાપૂર્વક પાર ઉતારશે જ એવી મને દઢ શ્રદ્ધા છે. રમણભાઈ સાધક હતા. તેઓ માનતા કે લેખન, વાંચનથી જીવન સમૃદ્ધ થાય છે. સન્માર્ગની સમજણ પણ પડે છે. પરંતુ જીવનમાં ખરેખર ઊર્ધ્વગમન કરાવનાર તત્ત્વ તે પરમ તત્ત્વની સાધના છે તેથી તેઓ ઘણીવાર અર્ધી રાતે કે વહેલી સવારે ઊઠી આસન પર સ્થિર બેસીને સાધનામાં મગ્ન થતા. દિવસ દરમ્યાન પણ પોતાનું કામ કરતાં કરતાં સમય મળે સાધના કરી લેતા. આત્મશુદ્ધિ માટે પોતાના વિચારો અને કાર્યોને સૂક્ષ્મ રીતે અવલોકતા. જીવનના અંતિમ દિવસોમાં શારીરિક નબળાઈ વધતી જતી હતી. પરંતુ ચિત્ત ચિંતનમગ્ન રહેતું. ત્રણ દિવસ પહેલા વહેલી સવારે મને કહ્યું કે આજે આપણે ત્યાં ભગવાન મહાવીરનો જન્મ થયો. એમનું એ દર્શન એટલું પ્રબળ હશે કે મોઢા પર અવર્ણનીય આનંદ સાથે અમને બધાને એ વાત કરી અમારા સહુના હૈયામાં પણ આનંદ પ્રગટ્યો. મેં તેમને કહ્યું જલ્દી સારા સાજા થઈ જાવ તો આપણે જન્મોત્સવ કરીએ. તા. ૨૧ મી શુક્રવારે રાતે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. ૨૨ મીશનિવારનો દિવસ સારો ગયો. ૨૩મીએ રવિવારે સવારે પૂ.ડૉ. દોશીકાકાને Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૧૫ લઈ હું હૉસ્પિટલ ગઈ. તેમના હાથ પર હાથ મૂકી દોશીકાકા માંગલિક બોલ્યા. સાધુચરિત પુરુષ દોશીકાકાના મુખે માંગલિક અને આશીર્વાદ સાંભળી તેમને અનહદ આનંદ થયો. રવિવારે અમારા કુટુંબનાં સભ્યોને મોટા અવાજે તેમણે નવકાર મંત્ર સંભળાવી ખૂબ આશીર્વાદ આપ્યા. તબિયત સુધરી હતી તેથી બીજે દિવસે સવારે ઘરે જવાની ડૉક્ટરે રજા આપી હતી. રાત્રે પણ એમનું ચિત્ત પ્રસન્ન હતું. પરોઢિયે પોણા ચાર વાગે બ્રાહ્મ મુહૂર્તો તેમણે વિશિષ્ટ દિવ્ય દર્શન કર્યું, દૈવી અનુભવ કર્યો અને સમાધિપૂર્વક દેહ છોડ્યો. કેવું સાદું, સરળ અને સાર્થક જીવન જીવ્યા ! પ્રસિદ્ધિ કે નામનાની કોઈ ખેવના નહિ. આત્મશ્લાધા નહિ, અભિમાનના કોઈ વચનો કદી બોલે નહિ, કોઇનું અહિત ઇચ્છે નહિ, નિસ્પૃહ અને સંતોષી હતા. સદાય પ્રસન્ન રહેતા અને સહુને પ્રસન્ન રાખવા મથતા. તેમના સંપર્કમાં આવનાર સહુ તેમનાં ચારિત્ર્યની સુવાસથી આકર્ષાતા. ખાવું-પીવું, વાંચવું, લખવું વગેરે રોજની મારી ક્રિયાઓ રાબેતા મુજબ થાય છે. પરંતુ પળેપળ હું તેમને યાદ કરું છું. સ્વજનોની સ્નેહભરી સંભાળ છતાં હું એકલતા અનુભવું છું. ત્રેપન વર્ષનો અમારો દીર્ઘ સહવાસ, અમને એકબીજાના આધારે જીવવાની ટેવ એટલે હવે ખૂબ અઘરું લાગે. પરંતુ તેમનાં વચનો, લખાણો, કાર્યો મને હિંમત આપે છે. લખાણ રૂપે કેટલો મોટો કીમતી વારસો મારા માટે મૂકતા ગયા છે, જેનું વારંવાર ચિંતન મનન કરું તોપણ જીવન સમૃદ્ધ બને, કંઈક માર્ગ મળે. એ જાણે મને પ્રેરણા આપે છે કે જીવનનો રહ્યોસહ્યો વખત વેડફવાને બદલે જે સાધનો છે તેનો ઉપયોગ કરી આગળ વધવાનું છે. હું જ્યારે સમગ્રપણે તેમના વ્યક્તિત્વને, વિચારોને, કાર્યને અવલોકું છું ત્યારે મને ખયાલ આવે છે કે કેવી પવિત્ર, પ્રબુદ્ધ, પરમાર્થી, પુરુષાર્થી, સત્શીલ વ્યક્તિ સાથે આટલાં વર્ષો મને જીવવા મળ્યું ! મારું એ પરમ સદ્ભાગ્ય ગણું છું. ઈશ્વરની અપરંપાર કૃપા સમજું છું. પોતાનાં લખાણોમાં, વક્તવ્યોમાં મુક્તિનો મહિમા તેમણે ગાયો છે, મુક્તિ માર્ગે જનારાને એમણે બિરદાવ્યા છે. એમના હૃદયમાં રહેલી મોક્ષની અભીપ્સાનો મને અણસાર છે. છતાં પણ મારાથી એમને કહેવાઈ જાય છે કે ‘ભવે ભવ તમે જ મારા પતિ હો ! અને સાથે સાથે તેમના માટે પ્રાર્થના કરું છું કે મુક્તિને પંથે તેમની ત્વરિત ગતિ હો !' અદૃશ્યપણે મને એમનો ઘણો મોટો આધાર છે. હું વર્ણવી ન શકું એટલો મોટો આધાર ! Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૬ શ્રુત ઉપાસક રમણભાઈ કવિવર સુંદરમૂની આધ્યાત્મિક કવિતાને હું મારા જીવનના સંદર્ભમાં ટાંકે મેરે પિયા, તુમ અમર સુહાગી, તુમ પાયો મેં બહુ બડભાગી. મેં તો પલ પલ વ્યાહ રહી, મેં તો પલ પલ બ્રાહ રહી.. વાહ રહી, ઐક્ય અનુભવી રહી છું. આ ઐક્ય મને પણ પરમ તત્ત્વ સમીપે પહોંચવા પ્રેરક બનશે. * * * અમારી ઝેવિયર્સ કૉલેજમાં કેટલાક પાદરી અધ્યાપકો પણ હતા. તેઓ બધામાં પણ એક અધ્યાપક તરીકે ઝાલાસાહેબ (સ્વ. ગોરીપ્રસાદ ઝાલા)નું માન બહુ હતું. એક પાદરી અધ્યાપક સ્વભાવે ખટપટી હતા. પરંતુ પાદરી અધ્યાપકોની કૉલેજ હોવાને કારણે તેમને કોઈ કશું કહી શકતું નહિ. એ ખટપટી પાદરી અધ્યાપક સાથે ગુજરાતી વિભાગની અને ગુજરાતી લાયબ્રેરીની પ્રવૃત્તિઓ અંગે વારંવાર મળવાનું થતું. એક વખત અમારી મિટીંગમાં એ પાદરીએ ખોટી રજૂઆત કરી. એ વખતે ઝાલાસાહેબે નિડરતાથી કહ્યું, “ફાધર, તમે સાવ જૂઠું બોલો છો. અમારી પાસે તમે જૂઠું બોલો છો તેના પુરાવા છે. તમે રોમન કેથોલિક સંપ્રદાયના એક ઘર્મગુરુ થઈને અસત્ય બોલો એ કલ્પી શકાય એવી વાત નથી. તમારા આ સફેદ ઝભ્ભા સાથે તમારું અસત્ય સુસંગત નથી લાગતું. એ માટે તમારે શરમાવું જોઈએ.” ઝાલાસાહેબના શબ્દોથી બધા સ્તબ્ધ થઈ ગયો. ફાધર શરમિંદા બની ગયા અને પોતાની ભૂલ માટે ક્ષમા માંગી. રમણલાલ ચી. શાહ (‘વંદનીય હૃદયસ્પર્શ'માંથી) Page #161 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૧૧૭ મારા પરમ વંદનીય પિતા | શૈલજા ચેતનભાઈ શાહ વાત્સલ્યમૂર્તિ, સેવાભાવી, આનંદી, જ્ઞાની અને પુરુષાર્થી એવા મારા પિતા પ્રો. ડૉ. રમણભાઈ શાહ સોમવાર તા. ૨૪મી ઓક્ટોબર ૨૦૦૫ના દિવસે, સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ૭૮ વર્ષની વયે સમાધિપૂર્વક અરિહંતશરણ પામ્યા. છેલ્લા એક વર્ષથી મારા માતા-પિતા મારી નજીક મુલુંડમાં આવીને વસ્યા હતાં. આ આખું વર્ષ હું તેમના સાંનિધ્યમાં સતત રહી શકી એ મારું સૌથી મોટું સભાગ્ય. આ છેલ્લા એક વર્ષ દરમ્યાન પપ્પાની શારીરિક અવસ્થા ધીમે ધીમે નાદુરસ્ત થતી જતી હોવા છતાં માનસિક રીતે તેઓ એટલા સ્વસ્થ હતા કે મૃત્યુ પર્યત તેઓએ લેખનકાર્ય કર્યું અને “પ્રબુદ્ધજીવન'નો અગ્રલેખ લખ્યો. અહીં તેમની સાથેના મારાં જીવનનાં કેટલાંક સંસ્મરણો અને વીતાવેલી યાદગાર પળોને આલેખીશ. મારા પિતા અમારા કુટુંબના આધારસ્તંભ હતા. તેઓ મારા જન્મદાતા તો હતા અને સાથે સાથે મારા ગુરુ-માર્ગદર્શક અને પરમ મિત્ર હતા. પપ્પા એક કેળવણીકાર હોવાને કારણે પહેલેથી જ ઉચ્ચ શિક્ષણના હિમાયતી હતા. હું અને મારો ભાઈ અમિતાભ ઉચ્ચ શિક્ષણની સાથે સાથે રમતગમતના ક્ષેત્રે અને વિવિધ કલાઓના ક્ષેત્રમાં બાળપણથી જ કેળવણી મેળવીએ તે માટે તેઓ ખૂબ સજાગ રહેતા. તેમણે જાતે જ અમને સ્વીમિંગ, સાઈકલિંગ, ચેસ, કેરમ, ટેબલટેનિસ, બેટમિન્ટન વગેરે રમતોની તાલીમ આપી કે જેમાં પોતે પણ નિષ્ણાત હતા અને અનેક પારિતોષકો મેળવ્યાં હતાં. સાઈકલિંગ શીખવવા તો તેઓ કલાકો સુધી અમારી સાઈકલ પાછળ દોડતા. સંગીત, સંસ્કૃત અને ચિત્રકળાના પ્રશિક્ષણ માટે શાળાના અભ્યાસકાળ દરમ્યાન જ તેમણે શિક્ષકોને ખાસ ઘરે બોલાવીને અમને કેળવણી અપાવડાવી. કવિ ઉમાશંકર જોશીના સૂચનથી પ. નર્મદાશંકર શાસ્ત્રી પાસે અમારા સંસ્કૃત શિક્ષણની ગોઠવણ કરી. પપ્પા પોતે બહુ સારા ચિત્રકાર હતા. ચિત્રકળાની ઈન્ટરમીડિયેટ પરીક્ષામાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શુત ઉપાસક રમણભાઈ આખા ગુજરાત-મહારાષ્ટ્રમાં પોતે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. એમનો એ શોખ અમારા બંને ભાઈ-બહેનમાં કેળવાયો. શાળાના અમારા દરેક પ્રોજેક્ટવર્કમાં, તેના માટે માહિતી ભેગી કરવામાં પપ્પા ખૂબ ઉત્સાહ બતાવતા અને મદદ કરતા. તે માટે જાતે પુસ્તકો ખરીદી આવતા. દરેક પ્રોજેક્ટનાં શીર્ષક અને કવર પેજ (બહારનું પૃષ્ઠ) વિશિષ્ટ અને કલાત્મક બને તે માટે નવીન આઈડિયા (વિચારો-સૂચનો) આપતાં કે જેથી અમારી કલ્પનાશક્તિ અને સર્જનાત્મક શક્તિ ખીલે. પપ્પાને વાંચનનો ખૂબ શોખ અને એ શોખ એમણે અમારામાં કેળવ્યો. અમારું ઘર એક પુસ્તકાલય જ હતું. મુંબઈમાં જ્યાં જ્યાં પુસ્તક મેળાઓ ભરાય ત્યાં અચૂક અમને લઈ જાય. અમારા મનગમતાં પુસ્તકો તો ખરીદે પણ સાથે સાથે એ દિવસોમાં ઘરમાં અલભ્ય અને અમારા માટે બહુ જ મોંઘા એવા વિવિધ એનસાક્લોપીડિયાનાં સેટ ખરીદે કે જેથી અમે જનરલ નોલેજ - “સામાન્યજ્ઞાન'માં રુચિ કેળવીએ. તેઓ માનતા કે પુસ્તકો ખરીદવામાં ક્યારેય કરકસર ન કરવી જોઈએ. એ જ્ઞાન એ જ આપણી સાચી મૂડી છે. પપ્પાને સંગીતનો - સુગમ સંગીતથી માંડીને રાગરાગિણી સાંભળવાનો ખૂબ શોખ. અને તેથી જ જ્યારે અમે અમારા કુટુંબ-ગૃહસ્થીમાં વ્યસ્ત બન્યા ત્યારે પપ્પાએ પોતે અમારા સંગીતશિક્ષક નારાયણ દાતાર પાસે સંગીત શીખવાની શરૂઆત કરી. અનેક રાગ ગાતા - ઓળખતા શીખ્યા. ૭૦ વર્ષની ઉંમરે રમેશભાઈ ભોજક પાસે તબલાંની કેળવણી લેવાની શરૂઆત કરી. જૈન ધર્મના વિષયો લઈને તેના પર વ્યાખ્યાન આપવાની પ્રેરણા પણ તેમણે જ મને આપી. જેન સિદ્ધાંતોને ખૂબજ સરળ ભાષામાં ઉદાહરણ સાથે સમજાવીને તેઓ મારું માર્ગદર્શન કરતા. આજે આ ક્ષેત્રમાં થતુકિંચિંત જે હું આગળ વધી તેનું બધું શ્રેય મારા પપ્પાને જાય છે. પપ્પાની વિદાયથી એક પરમ માર્ગદર્શકની ખોટ મને જરૂર સાલશે. પપ્પાને પ્રવાસનો ખૂબ જ શોખ. ભારતના બધા જ પ્રાંતો અને દુનિયાના લગભગ ૭૦ દેશોનો પ્રવાસ તેમણે કર્યો હતો. અને તેમના પ્રવાસ વિશેનાં પુસ્તકો પાસપોર્ટની પાંખે' ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. પોતાના જુદા જુદા પ્રવાસ દરમ્યાન પપ્પા એ દેશોની કે જગ્યાની યાદગીરી રૂપે - ત્યાંના પિશ્ચર પોસ્ટકાર્ડ, સ્લાઈડ, સિક્કાઓ, કીચન, વિશિષ્ટ માહિતી પુસ્તકો અમારા અને Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૧૧૯ અમારાં બાળકો માટે જરૂર લાવતા. વર્ષો પછી પણ તેમના ૨૦૦૦ ઉપરના પિશ્ચર-પોસ્ટકાર્ડના સંગ્રહમાંથી કોઈ પણ પિક્યર એ ક્યા દેશનું છે તે કહી શકતા. તેઓ પહેલેથી જ ઈચ્છતા કે હું અને મારો ભાઈ એસ.એસ.સી. સુધીના શિક્ષણ દરમ્યાન આખા ભારતનો પ્રવાસ કરીએ અને અમારા કૉલેજકાળ દરમ્યાન દુનિયાની સફર કરીએ, કારણ કે તેઓ માનતા કે પ્રવાસ પણ એક જાતની કેળવણી જ છે. તેથી જ આ પ્રવાસો કરકસર કરીને કેવી રીતે આનંદદાયક અને જ્ઞાનસભર બનાવી શકાય એ તેમણે અમને શીખવ્યું. મારા લગ્ન પહેલા મને દુનિયાના અનેક દેશોની મુસાફરી કરાવી. તેમની સાથે પ્રવાસ કરવો એ જીવનનો એક લહાવો હતો. તેમનો એક અમોઘ જીવનમંત્ર હતો- “મને બધું ભાવે, મને બધે ફાવે અને મને બધાની સાથે બને.' તેઓએ આ મંત્ર અમને અને અમારા બાળકોને શીખવાડ્યો અને કહેતાં કે જો આ મંત્ર અપનાવશો તો જીવનમાં ક્યારેય વિષાદ, વિખવાદ કે નિરાશા નહીં આવે. અમારા બાળકોના એ લાડીલા દાદાજી' હતા. પપ્પાએ મારા બાળકો ગાર્ગી અને કૈવલ્યમાં પણ ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું. બાળકો બંને નાનાં હતાં ત્યારથી જ જૈન સૂત્રો શીખવાડતા. હિંચકા પર તેમની સાથે બેસીને રમાડતા - રમાડતા આ સૂત્રો કંઠસ્થ કરાવતા. મારાં નાનીમાની શ્રદ્ધાંજલિ સભામાં ગાર્ગી પાંચ વર્ષની વયે અને કેવલ્ય ૩ વર્ષની વયે “લોગસ્સ સૂત્ર” બોલ્યા હતા. મારા ભાઈનાં બાળકો અર્ચિત અને અચિરા અમેરિકામાં વસે, છતાં જ્યારે જ્યારે તેમને મળવાનું થાય ત્યારે પપ્પા તેમને સૂત્રો શીખવાડે અને દર અઠવાડિયે ફોન પર તેની પ્રેક્ટીસ કરાવે. આજે બંને બાળકોને શાંતિ, રક્ષામંત્ર, લોગસ્સ, વિસ્મગહર વગેરે સૂત્રો કંઠસ્થ છે. આ લાડીલા દાદાજી પોતાના ચારેય પોત્ર-પૌત્રીઓનું મનોરંજન પણ કરતા. ચૌપાટી પર રેતીમાંથી ડુંગર બનાવવા, ગોટીથી રમવું, પત્તાના જાદુના ખેલ કરવા, એલિફન્ટાની સફરે જવું, હેંગિંગ ગાર્ડનના ઝાડ અને ફૂલોને ઓળખવા - એ બધું દાદાજી પાસે શીખ્યા. જ્યારે જ્યારે અમારા બાળકો પપ્પા પાસે રહેતા, ત્યારે પપ્પા હંમેશા એમની સાથે – એમની મનપસંદ જગ્યાએ જ સૂતા. મારા દીકરા કેવલ્યનો એક પ્રસંગ યાદ આવે છે. એક વખત પપ્પા વ્યાખ્યાન Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રુત ઉપાસક રમણભાઈ આપતા હતા, ત્યારે ઓડિયન્સમાંથી કેવલ્ય દોડતો દોડતો ‘દાદાજી'ના નામની બૂમો પાડતો મંચ પર જઈ તેમના ખોળામાં બેસી ગયો. પપ્પાએ જરા પણ વિચલિત થયા વગર તેને પ્રેમથી પંપાળતા આખું વ્યાખ્યાન પૂરું કર્યું હતું. પપ્પાને આ ચારેય પૌત્ર-પૌત્રી પ્રત્યે એટલો વાત્સલ્યભાવ કે પ્રવાસમાં હોય ત્યારે પત્ર લખે તો પરબીડિયા પર હંમેશાં બાળકોના નામે સરનામું લખતા કે જેથી તેઓ ખોલીને દાદાજીનો પત્ર પહેલાં વાંચી શકે. પપ્પા અમારા પરમમિત્ર હતા. તેમની પાસે વિનાસંકોચે, ડર્યા વગર, મોકળા મને, હૃદય ખોલીને વાતો થઈ શકતી. કોઈ પણ મુશ્કેલી કે કોઈ પણ પ્રશ્નને હલ કરવા તેઓ જરૂર મદદ કરતા. અમારી પ્રગતિ જોઈ ખૂબ જ ખુશ થતા અને બિરદાવતા. અમારા સ્વતંત્ર વ્યક્તિત્વનું ઘડતર થાય એ માટે તેઓ ખાસ ધ્યાન રાખતા અને અમારો આગવો મત અને અમારા નવા વિચારોને તેઓ અપનાવતા. ધાર્મિક વૃત્તિવાળા હોવા છતાં તેઓ ક્યારેય રુઢિચુસ્ત નહોતા. મારા મમ્મી-પપ્પાનું દામ્પત્યજીવન ખૂબ જ સુખી અને પ્રસન્ન હતું. ત્રેપન વર્ષનો તેમનો સહવાસ. બંને કેળવણીના ક્ષેત્રે કામ કરતા હતા અને તેથી બંને એકબીજાના પ્રે૨ક અને પૂરક હતા. બંને વચ્ચે એટલું સારું કોમ્યુનિકેશન કે કલાકો સુધી વાતો કરતા થાકે નહિ. ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે, જૈન તત્ત્વચિંતનના ક્ષેત્રે, જૈન વ્યાખ્યાનમાળામાં કે સામાજિક સેવાના ક્ષેત્રમાં હંમેશાં તેઓએ સાથે કામ કર્યું. પપ્પાના વક્તવ્યોમાંથી મારું સૌથી મનગમતું વક્તવ્ય તે પપ્પા દ્વારા અપાતો મારા મમ્મી તારાબેનનો પરિચય. વ્યાખ્યાનમાળામાં મમ્મીનો પરિચય આપતા કહેતા કે ‘‘આજે તો આ વક્તાનો સરખો પરિચય આપવો પડશે કારણકે ઘરે જઈને તારાબેનના હાથના રોટલા ખાવાના છે.’’ ક્યારેક રમૂજમાં એમ પણ કહેતા કે, ‘‘લોકોને રાત્રે તારા દેખાય, મને તો ધોળે દિવસે તારા દેખાય છે.’’ પપ્પા જે કંઈ લેખનકાર્ય કરતાં, તે છપાવતાં પહેલા મમ્મી હંમેશા વાંચી જતા, ટીકા-ટિપ્પણ કરતાં અને સુધારા થયા પછી તે છપાવવા જતું. પપ્પા હંમેશાં માનતા કે ઘરની વ્યક્તિ જ સાચી ક્રિટિક (વિવેચક) બની શકે. પપ્પાની યાદશક્તિ ખૂબ જ સતેજ. વ્યક્તિઓનાં નામ, સ્થળોનાં નામ, પુસ્તકોનાં અવતરણો, શાસ્ત્રોની ગાથાઓ અને સૂત્રો એમને કંઠસ્થ રહેતાં. Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૧ ૨ ૧ વર્ષો પછી તેમનો વિદ્યાર્થી દુનિયાના કોઈ પણ દેશમાં મળે તો તેને ઓળખીને તેના નામથી બોલાવી શકતા. એમની વિશાળ લાઈબ્રેરીમાં કયું પુસ્તક ક્યાં રાખ્યું છે એ અચૂક તેમને યાદ હોય. એમની પાસેનાં બધાં જ પુસ્તકો પર એમની નજર ફરી ગઈ હોય. દરેક પુસ્તકના લેખકનું નામ તેઓ જાણતા હોય. પપ્પા મારા સૌથી પ્રિય લેખક. એમના પ્રવાસલેખો હોય કે જૈન ધર્મના વિષયો પર આલેખન કર્યું હોય કે કોઈ વ્યક્તિચરિત્ર હોય, તે એટલા રસપ્રદ હોય, માહિતીસભર હોય અને ખૂબ જ સચોટ અને સરળ ભાષામાં લખાયેલા હોય અને તેથી જ વક્તા તરીકે અને લેખક તરીકે તેઓ હંમેશાં તેમના શ્રોતાજનો અને વાચકવર્ગના હૃદયમાં વસ્યા. તેઓ હંમેશાં માનતા કે લખાણ એવું હોવું જોઈએ કે વાચકને વર્ષો પછી પણ એ પુસ્તક આઉટડેટેડ ન લાગે અને તેથી અદ્યતન માહિતી એકઠી કરવા તેઓ એનસાયક્લોપીડિયા અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા. પપ્પા બહુ જ સારા વ્યવસ્થાપક હતા. વ્યાખ્યાનમાળા હોય, જ્ઞાનસત્ર હોય, જૈન સાહિત્ય સમારોહ હોય, જાત્રા અથવા પ્રવાસ હોય કે કોઈ સમારંભ હોય, પપ્પા ઝીણવટપૂર્વક તેનું આયોજન કરતા અને સાથે સાથે એવી કેટલીય વ્યક્તિ જેઓના માટે પ્રવાસ કરવો દુર્લભ હોય તેઓને ખાસ પ્રવાસ કરાવતા. પપ્પાનો સ્વભાવ ખૂબ આનંદી, ક્રોધ કરતા તો મે એમને જોયા જ નથી. જ્યાં જાય ત્યાં પોતાના આનંદી સ્વભાવથી, મજાકમશ્કરી અને જોક્સથી વાતાવરણ હળવું બનાવી દે. પપ્પાને જોક્સ વાંચવાનો અને કહેવાનો ખૂબ જ શોખ. તેમની ૫,૦૦૦ પુસ્તકોની લાઈબ્રેરીમાં એક વિભાગ જોક્સના પુસ્તકોનો રહેતો. જ્યારે અંતિમ દિવસોમાં હોસ્પિટલમાં હતા ત્યારે પણ જોક્સનું પુસ્તક વાંચતા હતા અને પોતાની શારીરિક યાતનાને હળવી બનાવવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે તેમણે કહેલું કે “રમણભાઈ ઈન હોસ્પિટલ, ધેટ ઈસ ધ બિગેસ્ટ જોકઓફ હીસ લાઈફ' કારણ કે પપ્પા તેમના જીવનકાળ દરમ્યાન ક્યારેય હૉસ્પિટલમાં નહોતા રહ્યા. પપ્પા બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. એન.સી.સી.માં “મેજર' હોવાને કારણે દેશની રક્ષા માટે રાઈફલ ચલાવતા પણ શીખ્યા હતા અને જૈન ધર્મના “અહિંસા'ના વિષય પર વ્યાખ્યાન આપ્યાં હતાં. આવા શસ્ત્રોમાં પારંગત એ શાસ્ત્રોનાં વિશારદ, નમ્ર, સરળ, પ્રેમાળ, તેજસ્વી Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ શ્વત ઉપાસક રમણભાઈ સાક્ષર પિતાની છત્રછાયામાં તેમની પુત્રી તરીકે રહેવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું એ મારા માટે બહુ ગૌરવની વાત છે અને એ માટે ભગવાનનો ખૂબ આભાર માનું છું. અને પ્રભુને એ જ પ્રાર્થના કે આવનારા અનેક જન્મોમાં અમારો પિતાપુત્રીનો આ જ સંબંધ રહે. અંતમાં મારી અને મારા ભાઈ અમિતાભની પપ્પા માટેની ભાવાંજલિ છે. - "We were worthily born." ઉમાશંકર જોશીએ પારિતોષિક-એવોર્ડ વગેરે સ્વીકાર્યા છે અને તેના સમારંભોમાં હાજરી આપી છે. પરંતુ પોતાના પચાસ, સાઠ કે પંચોતેર વર્ષ નિમિત્તે જન્મ મહોત્સવ ઊજવવાની સંમતિ ક્યારેય આપી નથી. તેમને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે, સાઠ વર્ષ પૂરાં થયાં ત્યારે, સિત્તેર વર્ષ પૂરાં થયાં ત્યારે અને છેલ્લે પંચોતેર વર્ષ પૂરાં થયાં ત્યારે દરેક વખતે તે તે ઊજવવા માટે દરખાસ્ત લઈને કેટલાય સાહિત્યકારો તેમની પાસે ગયા હતા, પરંતુ તેનો તેમણે ક્યારેય સ્વીકાર કર્યો નહોતો. એમનો એ નિર્ધાર એમના અભિજાત સંસ્કારનો દ્યોતક છે. | રમણલાલ ચી. શાહ (‘વંદનીય હૃદયસ્પર્શમાંથી) Page #167 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક રમણભાઈ ૧ ૨ ૩ MY PAPA... LET US CELEBRATE HIS LIFE... . Dr. Amitabh Ramanlal Shah (Son) Everyone knows Ramanbhai as a linguist, as Jain scholar, as a professor, as an NCC major, as a friend. Shailaja and I were uniquely privileged to know him as a father. A few years ago, I read a book where the protagonist spoke of his father."My father was a very complex man who led a very complex life”, he said. I recall, my immediate reaction was that my father was exactly the opposite. He was a very simple man, who led an extremely simple life. I want to talk about this simple father. When Pappa went to Japan the very first time in 1968, he brought a Japanese nylon sari for Mummy - it was the first time he had bought a sari for her. It was a brown sari with blue and white flowers design. Unlike her usual nature, Mummy started wearing this sari immediately. She started wearing it for the simplest of errands -- going to the market or dropping us off at the school-bus stop. Many vears later, he learnt that Mummy did not just wear that sari - she wore it out because she did not like it at all, but did not want to offend him. The simple man he was, Pappa always thought that Mummy must love this sari very much and was very proud of his first sari purchase. One time Pappa and I went to Surat, he was the guest of honour for the platinum jubilee celebration of a library. When we reached the library in the morning, we figured out that it was up to the two of us and our chief host to actually clean the place and decorate it for the function. Without any qualms, he picked up the broom and swept the floor. We arranged the chairs and put up the banners. He then changed his clothes and went on to give his speech. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ શુત ઉપાસક રમણભાઈ He was not offended by this indeed he joked that this was a highlight of his career! My earliest and fondest memories of my father are of sleeping in his lap while he would sit on the swing. He would caress my hair, sing me songs and put me to sleep. He taught both Shailaja and me many sports and games - swimming, cycling, carom, cards, and cricket. Can you imagine Ramanbhai as a cricket bowler? He was a pretty good bowler too. He was really good at doing card tricks. In high school, he also taught me tricks for algebra - a skill that has stood by me even today. I came to know Pappa as a grandfather when Shailaja and I had our own kids. Nothing was more important to him than spending time with his grandkids, not even writing. The simple man he was, he taught them simple pleasures, like making mountains of butter, or eating oranges sitting on a swing and stuffing empty envelopes with the orange peels. We would often come back home and find the home in a complete mess, with 3 kids – yes he was a kid when with ours – rolling on the floor in laughter, simply having fun. When he visited us in US, the kids had to learn their home phone number, a necessary skill taught to kindergartners. He being the teacher he was, taught them how to memorize the number by singing the phone in different styles. There was the Lata Mangeshkar style, and there was the Classical style in Raag Malkauns. But the most hilarious one was Pappa's imitation of Michael Jackson. Needless to say, the kids memorized the number in minutes. Even today, they love to sing the number in the Dadaji style. He wrote to my children hundreds of letters, almost once a week, sometimes twice. His letters were simple, one theme, large bold letters and creative use of colored pens. He often sent them puzzles to solve Of course, he also taught them swimmimg and card tricks, although he was a bit too old to bowl a cricket ball. Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧ ૨૫ My son, Archit, when profiled in the local newspaper, was asked who his role model was. He replied: "My grandfather, because he has written over 100 books, traveled all over the world, has a great sense of humor, and likes to help people". From a child, that was an excellent summary of Pappa's life! Pappa had a passion for travel – it was a source of tremendous education and inspiration for him. He wanted to see the whole and passed this passion on to his children, their spouses, and grandchildren as well. He had visited nearly 70 countries! His motto was that visiting a country today will be cheaper than visiting it 2 years from now. Also, one never knows if a country may remain safe to visit in the future. When you visit any National Park in the US, you can not miss the sign that says, "Please take only photographs and leave only footprints" to ensure the ecological balance of nature. Pappa had a similar principle for his travels: "Take the best memories and experiences, and leave your goodwill behind." A simple dictum from a simple man. He had a simple life, full of simple pleasures, simple relationships. Yet his life was full-full of achievements that do not even seem mortal. Today, we should not mourn Pappa's death, but rather celebrate his life. He wouldn't want it any other way. ** * Pujya Ramanbhai was great scholar, a social reformist and above all a great human being. We are deeply saddened on hearing about his death. May his soul rest in eternal peace. Vinod Kapashi President Mahavir foundation-U.K. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૬ શ્રુત ઉપાસક રમણભાઈ A WORLD TRAVELER, A SUPER COOL GUY, AND A GREAT TEACHER!! Archit Sheth-Shah (Grand Son) Age-9 Years/Written for School You are about to travel through the life of a man who has traveled more than most people ever will. That man's name is Ramanlal C. Shah. He is my dad's dad. He is 74 years old. He lives in Bombay. India with my grandma. My grandpa is tall and average in weight. He always wears striped shirts with buttons and he wears glasses for reading. His hands are wrinkly. He hardly wears ties, even when he goes for speeches. He doesn't care about fashionable clothing, like me, so he wears old clothes. His face's shape is ovalish. He has black eyes, grey hair and lines on his forehead. My grandpa was born on December 3, 1926. He was born in Padra, India, which is in West India. His parents were Chimanlal A. Shah and Reva Shah. His childhood game was marbles. He loved to fly kites. His daily chores were to fetch water from the well nearby, sweep the floor and to grind grain to make flour. He didn't earn money; he was given about a nickel's worth on holidays. His life was a lot harder then ours ! My grandpa got super good grades in school. In elementary school he didn't have to wear a uniform but in middle and high he did. He loved school. He excelled in art, writing, literature, and geography. He got to school by riding the bus. He was superb in academics but he also did very well in sports. He was on his school's Table Tennis and Carom teams. My grandpa found his wife Tara, because they went to the same college. They had two children, Shailaja and Amitabh. His favorite festival is Diwali-the festival of lights. He has not achieved what he wants-to travel to every country in Page #171 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક ૨માભાઈ ૧ ૨ ૭. the world. He likes color movies over black and white movies. His favorite vacation spot is 1980 Seagull Way, my home for short. He has a Ph.D. in Jain Literature, my religion's literature. Over 15 people have done Ph.D.s under him, including a couple of monks. Some of his major achievements are that he has written over 100 books, represented India at the International Conferences on religion and vegetarianism held in 1977 (Sydney), 1979 (Rio De Janario), and 1987 (Toronto). Also, he had been a major in the NCC (National Cadet Corps). My grandpa has a lot of unique qualities. His hobbies are writing, drawing and traveling. He is very funny and tells a lot of jokes. He taught my sister and me how to swim and he also taught us lots of card tricks. He always feeds scraps from the table to crows. He does at least two Samaiks everyday. Samaiks are when you do Indian prayers and stay quiet for 48 minutes. My grandpa writes books at this time. He also has a vow of donating 10 rupees everyday to the homeless. That's 70 rupees a week. No. Country.. .... Year First Visited 1. India ................... ...................... (Born) 1926 Japan ................. ............................................ 1968 United States Malaysia 1970 Singapore ....................................... ............. 1970 ............. 1971 Ethiopia ................... 1974 Kenya ................ 1974 Tanzania ...... 1974 Sri Lanka .... 1976 Austria ..... 1977 12. Belgium 1977 13. France. 1977 Germany .......................................... .... 1977 15. 16. Netherlands ........... 1977 . .. . . . . .. . . . . .. UNICU Slates ................................................. 1900 can wonosom Nepal .......................................... 14. Italy ............... 1977 ...... Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. 29. 30. 31. 32. 33. 34. 35. 36. 37. 38. 39. 40. 41. 42. 43. Switzerland United Kingdom Australia Fiji Hong Kong Indonesia New Zealand Philippines S.Korea Thailand. Argentina Brazil.. Curacao (Netherlands Antilles) Peru Trinidad & Tobago Russia.. Mauritius Denmark Canada Icelaand Egypt Greece Turkey Norway.. United Arab Emirates South Africa Zimbabve. Cover and title Appearance paragraph Childhood pargraph Education paragraph Adulthood paragraph Name: Archit Biography Grade Sheet Possible Points 10 10 10 10 10 શ્રુત ઉપાસક રમણભાઈ 1977 1977 1978 1978 1978 1978 1978 1978 1978 1978 1979 1979 1979 1979 1979 1980 1981 1984 1987 1991 1997 1997 1997 1998 1999 2000 2000 Points Earned 10 10 10 10 10 Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૧ ૨ ૯ ........ Unique qualities .. 10 Picture (neatness) Dedication page Family tree Interview notes Overall neatness 10 ...... Total possible points : 100 Final Grade : 100 points TEACHER'S REMARK : Beutifully done Archit! I am very proud of your spreadsheet is amazing! It's hard to believe your grandfather has travelled so much ! He must have so many passport stamps ! Tributes Paid to Late Shri Ramamlal C. Shah The Chandaria Family is distressed to learn of the sad demise of Dr. Ramanlal Shah We extend our Heartfelt condolences on your sad loss. With Ramanbhai, we had a long and intimate connection He was the first person, along with Taraben to be invited by my late brother Devchandbhai for a lecture tour in the UK to further the cause of Jainism We had the pleasure of enjoying your company and your wisdom. He served as a professor of Gujarati and Jainism with distinction He held the distinguished position as The President of Jain Yuvak Sangh for many years We shall all miss him. We feel how his loss affects you but as a learned person you know All lives have to travel the same path once. Please keep courage and console your family. May Bhagwan Mahavir grant you the strength to bear his vacuum Kindly take comfort in the fact that All throughout his life Ramanbhai gave his best. In sympathy. RATIBHAI On behalf of Chandaria Family 26th October, 2005 Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૦ શ્રત ઉપાસક રમણભાઈ ચેતનગ્રંથની વિદાય | પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ તેજસ્વી ધર્મનિષ્ઠા, ઉત્કૃષ્ટ આભિજાત્ય અને જિજ્ઞાસાપૂર્ણ સાહસવૃત્તિને પરિણામે મુરબ્બી રમણભાઈના જીવનમાં ગહન તત્ત્વચિંતન, સ્પષ્ટ જીવનશૈલી અને અદમ્ય પ્રવાસશોખ જોવા મળ્યા. એમના અવસાનથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક, પ્રવાસકથાઓના સર્જક અને જૈનદર્શનના અભ્યાસીની ખોટ પડી છે, પરંતુ મને અંગત રીતે એમને એટલો બધે સ્નેહ સાંપડ્યો કે પરિવારના વડીલજન ગુમાવ્યા હોય તેવો ખાલીપો અનુભવાય છે. જીવનના પ્રારંભે પાદરામાં કપરી આર્થિક પરિસ્થિતિ વચ્ચે રહીને રમણભાઈએ ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. એમના પિતા ચીમનભાઇને મુંબઈની સ્વદેશી માર્કેટમાં નોકરી મળી, આથી પાંચમા ધોરણના અભ્યાસ માટે રમાભાઈને મુંબઈ આવવું પડ્યું. મુંબઇની ખેતવાડીની ચાલીમાં એક નાનકડી ઓરડીમાં ચીમનભાઈનો દસ સભ્યોનો પરિવાર રહેતો હતો. સ્વદેશી માર્કેટની બંધિયાર હવા અને પંદરથી અઢાર કલાકની નોકરીને કારણે રમણભાઈના પિતા ચીમનભાઇને ત્રણેક વર્ષમાં દમનો વ્યાધિ લાગુ પડ્યો અને નોકરી છોડવી પડી. આર્થિક વિટંબણાને કારણે ચીમનભાઈના મોટા બે દીકરા વીરચંદભાઈ અને જયંતિભાઈને નિશાળના અભ્યાસને તિલાંજલિ આપીને નોકરી કરવી પડી. ઘણી મુસીબતે કુટુંબનો નિર્વાહ થતો હતો, પરંતુ ખંત, ચીવટ, પ્રમાણિકતા, ધર્મશ્રદ્ધા વગેરેને કારણે કુટુંબ ધીરે ધીરે પગભર થતું ગયું. ચીમનભાઈના બીજા પુત્રોએ વેપાર શરૂ કર્યો, ત્યારે રમણભાઈએ વેપાર-ધંધામાં જોડાવાની સારી તક હોવા છતાં શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં ગતિ કરવાનું પસંદ કર્યું. તારાબહેનના પિતા દીપચંદભાઇની સાહિત્યપ્રીતિને કારણે રમણભાઈની એ ક્ષેત્રની કામગીરીને બળ મળ્યું. ગુજરાતી સાહિત્યને યશસ્વી પ્રવાસગ્રંથો આપનાર રમણભાઈને અભ્યાસકાળ દરમ્યાન ભૂગોળ બહુ ગમતી હતી. એમને મળીએ ત્યારે કોઈ નવા દેશના પ્રવાસની વાતો એમની પાસેથી સાંભળવા મળે. ક્યાંય પ્રવાસે જાય તે પૂર્વે એની સઘળી વિગતો મેળવી લે. સુંદર આયોજન કરે અને પ્રવાસ કરતા જાય તેમ ડાયરીમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ક્ષત ઉપાસક રમણભાઈ ૧ ૩ ૧ નોંધ ટપકાવતા જાય. તીવ્ર યાદશક્તિને કારણે એ વર્ષો પછી પણ એ ટાંચણને આધારે પ્રવાસકથા લખી શકતા. “પાસપોર્ટની પાંખે'ના ત્રણ ભાગ તથા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઉત્તરધ્રુવની શોધ સફરના એમના પ્રવાસગ્રંથો ગુજરાતી પ્રવાસસાહિત્યની અનુપમ સમૃદ્ધિ છે. નિશાળના અભ્યાસકાળ દરમિયાન આઠમા ધોરણના વર્ગશિક્ષક ઇન્દ્રજિત મોગલ પાસેથી ચાર વિશિષ્ટ સંસ્કાર મળ્યા. એમની પાસેથી પહેલાં સંસ્કાર સારા અક્ષર કાઢવાના મળ્યા. બીજી બાબત એ હતી કે ઇન્દ્રજિત મોગલ સ્વચ્છતા પર ખૂબ ભાર આપતા હતા અને કપડાં, બૂટ, નખ વગેરે ડાઘ વગરનાં, એકદમ ચોખ્ખાં હોવાં જોઈએ તેવો આગ્રહ રાખતા. ખિસ્સામાં રૂમાલ અને પેન્સિલ તો હોવાં જ જોઈએ. એમનો સારી ટેવો માટેનો આગ્રહ વર્ગના બીજા વિદ્યાર્થીઓ જેમ વિદ્યાર્થી રમણભાઈને અસર કરી ગયો. એ જ રીતે ઇંદ્રજિત મોગલની ભાષા અને શબ્દો માટેની ચોકસાઈ પણ રમણભાઈને સ્પર્શી ગયાં. જે કાંઈ લખીએ કે વાંચીએ એમાં પૂરેપૂરી ચોકસાઈ હોવી જોઈએ. નિશાળના અભ્યાસકાળ દરમ્યાન રમણભાઈને ગણિત અને વિજ્ઞાનના વિષયમાં ઘણા સારા ગુણ આવતા હતા. તેમ છતાં એમની ઇચ્છા ચિત્રકાર થવાની હતી. સ્કૂલ આર્ટિસ્ટ થવું એ એમનું સ્વપ્ન હતું, આથી ચિત્રકલા માટેના ખાસ વર્ગોમાં જઈને વિશેષ નિપૂણાતા માટે પ્રયાસ કરતા હતા. પરંતુ દસમા ધોરણ પછી અભ્યાસક્રમમાં ચિત્રકલાનો વિષય નહોતો તેમ જ એમાં પ્રોત્સાહન આપનાર શિક્ષક રાહલકર પણ અવસાન પામ્યા. આથી આ ક્ષેત્રમાં એમને પ્રેરણા કે માર્ગદર્શન આપનાર કોઈ રહ્યું નહીં, વળી એ સમયે મેટ્રિકના વર્ગમાં અભ્યાસ કરતા રમણભાઈએ વગડાનું કુલ' એ વિશે સુંદર નિબંધ લખ્યો હતો, તે વાંચીને અમીદાસ કાણકિયાએ નિબંધ નીચે નોંધ લખી કે, “જો તમે સાહિત્યમાં રસ લેશો તો સારા લેખક બની શકશો.” આ નાનકડી નોંધે રમણભાઈના અભ્યાસમાં દિશાપરિવર્તન આણ્ય અને વિજ્ઞાન વિદ્યાશાખામાં જવાને બદલે વિનયન વિદ્યાશાખામાં અભ્યાસાર્થે જોડાયા. એ સમયે મુંબઇમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશન સમયે સ્વયંસેવક તરીકે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, “સરહદના ગાંધી' ખાન અબ્દુલ ગફારખાન અને શ્રી રાજેન્દ્રબાબુની નજીક મંચ પર સ્વયંસેવક Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્વત ઉપાસક રમણભાઈ તરીકે રહ્યા અને આ ઘટનાએ યુવાન રમણભાઈમાં રાષ્ટ્રીયતાની ઊંડી છાપ પાડી. મહાવીર જૈન વિદ્યાલયમાં હતા ત્યારે નાટક, રમતગમત અને વસ્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો અને ઇન્ટર આર્ટ્સમાં અભ્યાસ કરતા હતા, ત્યારે “શ્યામ રંગ સમીપે' અને “સ્વપ્નાંનો સુમેળ' જેવી નાટકની રચના કરી. આમ રમણભાઈના સર્જનનો પ્રારંભ નાટિકાથી થયો, “કુમાર” માસિકમાં તેમના નાટકો છપાયાં અને “શ્યામરંગ સમીપે” નામથી ગ્રંથસ્થ થયાં. પ્રારંભમાં પત્રકાર તરીકે કામગીરી શરૂ કરી. એ પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કરતી વખતે એમને એન.સી.સી.નું વધારાનું કામ સોંપવામાં આવ્યું. રમણભાઈએ એન.સી.સી.ની સખત તાલીમ લેવા માંડી અને રાયફલ, સ્ટેનગન, મશીનગન, પિસ્તોલ, ગ્રેનેટ, બે ઇંચ મોર્ટાર, બાયોનેટ ફાઇટિંગ જેવાં લશ્કરી સાધનોની પૂરી તાલીમ લીધી. તેઓ આ લશ્કરી સાધનોને આસાનીથી ચલાવી જાણતા હતા. બેલગામના મિલિટરી ટ્રેનિંગ સેન્ટરમાં લશ્કરી તાલીમ લીધા બાદ તેઓ સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા અને સમય જતાં ફર્સ્ટ લેફ્ટનન્ટ, કેપ્ટન અને છેવટે મેજર થયા. એક સમયે એમણે બટાલિયન કમાન્ડર અને કેમ્પ કમાન્ડન્ટ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. આ લશ્કરી તાલીમ દરમ્યાન રમણભાઈને સમાજસેવાના પ્રોજેક્ટનું આયોજન સોંપવામાં આવતું તેમજ ફિલ્ડમાર્ચનું કામ સોંપવામાં આવતું. એ વખતે એક સાથે, ક્યાંય બેઠા વગર રોજના પચ્ચીસથી ત્રીસ માઇલ સુધી રમણભાઈ ફિલ્ડમાર્ચ કરતા હતા. થોડા મહિના અગાઉ રમણભાઈ સાયલામાં શ્રી રાજસોભાગ સત્સંગ મંડળના કાર્યક્રમ નિમિત્તે મળ્યા. એ સમયે એમના શરીરમાં ખૂબ અશક્તિ હતી અને કોઈનો ટેકો લઈને માંડ માંડ ચાલતા હતા. પણ આવી પરિસ્થિતિને અનોખી સમતાથી એમણે સ્વીકારી હતી. એમણે એમના વક્તવ્યમાં કહ્યું કે એક સમયે માઇલોના માઇલો સુધી ફિલ્ડમાર્ચ કરતો હતો અને આજે થોડાંક ડગલાં ચાલવું હોય તો પણ મુશ્કેલી પડે છે, પરંતુ આનાથી વ્યથિત થયા વિના એમણે કહ્યું કે વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ પર આરોહણ કરનાર શેરપા તેનસિંગને એની પાછળની અવસ્થામાં ઘરનો ઉંબરો ઓળંગતા એવરેસ્ટ આરોહણ કરતાં પણ વધુ શ્રમ લાગતો હતો. આમ જીવનની વિદારક પરિસ્થિતિને તેઓ હળવાશથી લઈ શકતા અને એમની વાણીમાં હકીકતના સ્વીકારની સચ્ચાઈનો રણકો Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧ ૩૩ સંભળાતો. ૧૯૫૩માં રમણભાઈના તારાબેન શાહ સાથે લગ્ન થયા અને બંને ગુજરાતીના અધ્યાપક તરીકે તો કામગીરી કરતા હતા, પરંતુ બંનેએ જૈનદર્શન વિશેનો ઊંડો અભ્યાસ કરી એમના પ્રવચનો દ્વારા સમાન જનપ્રિયતા મેળવી. રમણભાઈ અને તારાબહેનનું દામ્પત્ય એ એક આદર્શ દામ્પત્ય હતું. રમણભાઈની એકેએક વાતની ચિંતા તારાબહેન કરતા હોય અને તારાબહેનની નાનામાં નાની સગવડો સાચવવાનું રમણભાઈ હંમેશા ધ્યાન રાખતા હોય. સંવાદી દામ્પત્યના તેઓ બંને દૃષ્ટાંતરૂપ ગણાય. અને એથી જ રમણભાઈએ જ્યારે પીએચ.ડી.ની પદવીનો મહાનિબંધ લખવાનું કામ હાથ પર લીધું ત્યારે એમને માથે અનેક જવાબદારીઓ હતી. રોજ બે કૉલેજોમાં અધ્યાપન માટે જતા. સાંજે એન.સી.સી.ની પરેડ કરાવવાની હોય વળી એમ.એ.ના લેક્યર પણ લેવાના હોય. આખા દિવસની આ કામગીરીમાંથી પીએચ.ડી. માટેનો સમય ક્યાંથી કાઢવો? આ સમયે ઝેવિયર્સ કૉલેજના પ્રિન્સિપાલ ફાધર ડિ ક્રુઝે એમને કૉલેજમાં બેસીને કામ કરવાની સગવડ કરી આપી. રાતના આઠ વાગ્યાથી બે વાગ્યા સુધી કૉલેજના સ્ટાફરૂમમાં થિસિસનું લેખન કરે. એ સમયે ઝેરોક્સ થતી નહીં. આથી પેન્સિલથી નીચે કાર્બન પેપરો રાખીને ચાર કોપી તૈયાર કરવી પડે. આથી ખૂબ ભાર દઈને લખવું પડે. તેઓ ઘેર આવે ત્યારે તારાબહેને આંગળા બોળવા માટે ગરમ પાણી તૈયાર રાખ્યું હોય! સતત ભારપૂર્વકના લેખનને કારણે રમણભાઈના આંગળા એટલા દુઃખતા કે ગરમ પાણીમાં થોડીવાર બોળી રાખવાથી રાહત થતી. રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવતા હતા અને મુંબઈના અધ્યાપકોમાં આગવો આદર પામ્યા હતા. ત્રણેક વખત એ અધ્યાપક સંઘની સભામાં વક્તવ્ય આપવાનું બન્યું ત્યારે રમણભાઈ પ્રત્યેક અધ્યાપકને અને એના પરિવારને ઓળખતા હોય તેવા આત્મીયજન લાગ્યા. આવા અધ્યાપક પૂજાના કપડાં પહેરીને દેરાસરમાં પૂજા કરવા જાય તે કેટલાકને ગમતું નહીં, પરંતુ રમણભાઈને માતા-પિતા પાસેથી ધર્મના સંસ્કારો મળ્યા હતા. આથી સામાયિક અને સેવાપૂજા રોજ કરતાં. અમદાવાદમાં મારે ત્યાં આવ્યા હોય ત્યારે પણ પૂજાના વસ્ત્રો પહેરીને નજીકના દેરાસરમાં પૂજા કરવા જતા. મુંબઇના વ્યસ્ત જીવનમાં શાંતિ મેળવવી મુશ્કેલ હોય, પરંતુ સામાયિકની ક્રિયા દરમિયાન આવી શાંતિ મેળવી લેતા અને આ સામાયિક દરમિયાન એમણે અનેક Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રુત ઉપાસક રમણભાઈ પુસ્તકોનું વાચન અને મનન કર્યું. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના “જ્ઞાનસાર અને “અધ્યાત્મસાર' ગ્રંથનું ભાષાંતર અને ભાવાર્થ લખવાનું કાર્ય સાયલાના શ્રી રાજસોભાગ દ્વારા સોંપવામાં આવ્યું. આ માટે રમણભાઈ ઘણીવાર દસ કે પંદર દિવસ સુધી સાયલા જઈને આશ્રમમાં રહેતા હતા. આશ્રમમાં ઉપલબ્ધ સગવડો વચ્ચે પોતાનું કાર્ય કરતા હતા. રમણભાઈનો નિયમ એવો કે સાયલાના આશ્રમમાં હોય, ત્યારે એણે સોંપેલું જ કામ કરવું. બીજું કોઈ કામ અહીંન થાય. સાયલાના આશ્રમના પ્રેરક શ્રી લાડકચંદભાઈ વોરા (પૂ. બાપુજી) એમને કહે પણ ખરા કે અહીં રહીને તમે અન્ય કાર્ય કરો તો એમાં કશું ખોટું નથી. તમારું કાર્ય જનહિત કરનારું જ હોય છે. આમ છતાં રમણભાઈએ ક્યારેય આશ્રમમાં આશ્રમે સોંપ્યા સિવાયનું કામ નહીં કરવાનો પોતાનો દઢ નિશ્ચય જાળવી રાખ્યો. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના “જ્ઞાનસાર' અને “અધ્યાત્મસાર' જેવા ગ્રંથોના ભાષાંતરની સાથોસાથ એને ભાવાર્થમાં આની વિસ્તૃત છણાવટ કરીને આ ગહન ગ્રંથો અધ્યાત્મરસિકો માટે સુલભ કરી આપ્યા છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસથી એમના જીવનમાં પણ પરિવર્તન આવ્યું. તેઓ કહેતા કે યુવાનીમાં એમના સ્વભાવમાં થોડી ઉગ્રતા હતી. ક્યાંક ખટપટ કે અન્યાય જુએ તો મનમાં થઈ આવતું કે આનો પ્રબળ વિરોધ કરીને એને ખુલ્લો પાડી દઉં? પરંતુ ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસથી રમણભાઈમાં એક એવી શ્રદ્ધા જાગી હતી કે જે ખોટું કરે, તેને ચૂકવવાનું હોય જ છે, તો પછી એ અંગે ગુસ્સે થઇને કે ક્રોધ કરીને આપણે આપણા મનના ભાવ શું કામ બગાડવા? આર્તધ્યાન શા માટે કરવું ? આમ રમણભાઈની જીવનદષ્ટિમાં પરિવર્તન આવ્યું. દ્વેષ, ઇર્ષ્યા કે વેરભાવ ઓછા થતા ગયા અને શાંત, સ્થિર જળ સમો સમતાભાવ જાગ્યો અને એ દ્વારા એમને માણસમાં શ્રદ્ધા જાગી. સાથોસાથ ભૌતિક આકાંક્ષાઓ પણ ઓછી થતી ગઈ. એકાદ મહિના પૂર્વે એમને મળવા ગયો, ત્યારે એ સહુને એમનાં પુસ્તકો ભેટ આપતા હતા. રમણભાઈનું કોઈપણ પુસ્તક પ્રગટ થાય એટલે તેઓ તેની નકલો અમુક લેખકોને મોકલી આપતા. એમના જીવનમાં બીજી એક વિશેષતા એ હતી કે ખટપટ કરીને કે યાચના કરીને કશું પ્રાપ્ત કરવું નહીં. સહજ મળે તેનો આનંદ માણવો. એમનામાં એવો પરમ સંતોષ હતો કે એમણે પોતાના પુસ્તકોના કોપીરાઈટ પણ રાખ્યા નહીં. ગુજરાતના કદાચ આ પ્રથમ સર્જક હશે કે જેમનાં પુસ્તકમાં “નો કોપીરાઈટ' Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧ ૩૫ એમ લખ્યું હોય. એથીય વિશેષ પુસ્તની પ્રથમ આવૃત્તિ માટે પણ કોપીરાઈટ આપ્યા હોય તો તેનું પણ એમણે વિસર્જન કર્યું હતું. તેઓ વારંવાર કહેતા પણ ખરા કે પં. સુખલાલજી, શ્રી બચુભાઈ રાવત, પરમાનંદ કાપડિયા, ચીમનલાલ ચકુભાઈ વગેરેના જીવનમાંથી ઘણું શીખવા મળ્યું. - રમણભાઈ સાથેનો પ્રથમ મેળાપ મુંબઇમાં મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં થયો. એમણે વ્યાખ્યાનમાળામાં આવવાનું નિમંત્રણ આપ્યું અને જીવનમાં એક નવો અનુભવ આપ્યો. શ્રોતાઓની હાજરી, એની શિસ્ત અને એનું આયોજન આદર્શરૂપ લાગ્યાં. વળી રમણભાઈ વક્તાના વક્તવ્યને અંતે સંક્ષિપ્ત પણ માર્મિક સમાલોચના આપતા. એમની આ સમાલોચનામાં એમના ચિંતનનો નીચોડ મળતો. એમણે ૧૯૮૧ના વર્ષમાં પ્રવચન માટે બોલાવ્યો. વળી પ્રવચન પૂરું થાય અને બહાર નીકળીએ ત્યારે આયોજન એવું કે હાથમાં એની કૅસેટ પણ મળી જાય. હકીકતમાં મારા પ્રવચનની કૅસેટ સાંભળીને શ્રી કપૂરભાઈ ચંદેરિયાને મારા વિશે જાણવાની જિજ્ઞાસા થઈ. એમણે રમણભાઈને પૂછ્યું અને પછી શ્રી કપૂરભાઈ ચંદેરિયા સાથે મેળાપ થતા એમણે મને લંડનના પ્રવાસે આવવાનું નિમંત્રણ આપ્યું. મારા આંતરરાષ્ટ્રીય પ્રવાસોનો એ સમયથી પ્રારંભ થયો એની પાછળ મુરબ્બી રમણભાઇનો સદ્ભાવ કારણભૂત હતો. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રમણભાઈ સ્વયં જૈનદર્શનના જુદા જુદા વિષય પર પ્રવચન આપતા હતા. એમનું આ પ્રવચન એ જૈન ધર્મના જુદા જુદા સિદ્ધાંતોને આધારિત રહેતું અને એક સાત્વિક, સઘન અને જૈનદર્શનના ગહનમાં ગહન સિદ્ધાંતને તેઓ વિશાળ જનમેદનીને અત્યંત સરળ રીતે સમજાવતા હતા. એમના આ પ્રવચનો એ જૈનતત્ત્વજ્ઞાનની મોટી મૂડી છે. ધર્મની ભાવનાનું માત્ર પ્રવચનમાં પૂર્ણવિરામ આવી જતું નથી. અહિંસાની ભાવના સાથે કરુણાની સક્રિયતાનો સુમેળ થવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઇની પર્યુષણ વ્યાખ્યાનમાળા સમયે કોઈ સેવાભાવી, સામાજિક સંસ્થાને માટે દાન એકત્રિત કરવામાં આવતું અને અત્યાર સુધીમાં ૨૧ જેટલી સામાજિક સંસ્થાઓને અઢી કરોડની સહાય કરવામાં આવી. પરંતુ કોઈપણ સંસ્થાને દાન આપવાનું નક્કી કરતાં પૂર્વે પહેલા એના વિશે પૂરતી તપાસ કરતા. કોઈ મહાનગર કે નગરની સંસ્થાની પસંદગી કરવાને બદલે કોઈ દૂરના ગામડામાં આવેલી અને આર્થિક જરૂરિયાત ધરાવતી સંસ્થાને પસંદ કરતા. શ્રી મુંબઈ જૈન યુવક Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ સંઘના કારોબારીના સભ્યો સાથે એ સંસ્થાની મુલાકાતે જતા. પછી સહુનો અભિપ્રાય પૂછતા. એમાંથી એક વ્યક્તિ પણ નામરજી બતાવે, તો એ અંગે વિચાર થોભાવી દેતા. સહુની સંમતિ હોય તો જ આગળ વધતા અને પછી રમણભાઈ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો સાથે એ સંસ્થામાં જઈને દાન આપતા. જૈન સમાજમાં આવી પર્યુષણ વ્યાખ્યાનમાળાની સાથે માનવકરુણાનું સુંદર ઉમેરણ કરવાનું કામ રમણભાઇએ કર્યું. એમણે ગુજરાતી સાહિત્ય પરિષદને પણ શ્રી હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠમાટે પર્યુષણ વ્યાખ્યાનમાળા સમયે પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું પરંતુ એ પછી એ સ્વાધ્યાયપીઠની કામગીરી અંગે તેઓ ક્યારેક અસંતોષ પણ વ્યક્ત કરતા હતા. આજે જેનદર્શન વિશે અનેક વિદ્વાનો, પંડિતો અને નિષ્ણાતો વિદેશમાં પ્રવચન આપવા જાય છે પરંતુ રમણભાઈએ છેક ૧૯૭૪માં ભગવાન મહાવીરના ૨૫૦૦માં જન્મકલ્યાણક વર્ષે પૂર્વ આફ્રિકાનો બે મહિનાનો પ્રવાસ ખેડ્યો હતો. આ સમયે શ્રી ચીમનલાલ ચકુભાઈને આ માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ તેઓ જઈ શકે તેમ નહોતા, તેથી તેમણે રમણભાઈને જવાનું કહ્યું. એ જ રીતે ૧૯૭૭માં શ્રી દેવચંદભાઈ ચંદરયાના સૂચનથી લંડનના પ્રવાસે ગયા. એ પછી એમણે ઇંગ્લેન્ડ, અમેરિકા અને યુરોપમાં પણ પ્રવચનો આપ્યાં. ૧૯૭૭ની એક ઘટનાનું પણ સ્મરણ થાય છે. એ સમયે લંડનમાં એક યુવાન રમણભાઈ પાસે આવ્યો. એ જૈન હોવા છતાં માંસાહાર કરતો હતો, એટલું જ નહીં પણ માંસાહારની તરફેણમાં જોરશોરથી દલીલો કરતો હતો. એ રોજ રમણભાઈ પાસે આવતો, ભારે ઝનૂનથી દલીલો કરતો. રમણભાઈ એને શાંતિથી એક પછી એક બાબત સમજાવતા હતા. ચોથે દિવસે આ યુવાન રડી પડ્યો. એણે કહ્યું કે, “હવે મને સમજાય છે કે જીવદયાની દૃષ્ટિએ અને ધર્મત્વની દષ્ટિએ મારે માંસાહાર છોડવો જોઈએ.” આફ્રિકા અને બ્રિટનમાં રમણભાઈ અને તારાબહેને જૈનદર્શન ઉપરાંત સમાજ, શિક્ષણ અને સાહિત્ય વિશે પણ પ્રવચનો આપ્યાં હતાં. જૈન સાહિત્ય અને સંશોધનના કાર્ય માટે ૧૯૮૪માં રમણભાઈને ઉપાધ્યાયશ્રી યશોવિજયજી સુવર્ણચંદ્રક તથા ૨૦૦૩માં સમદર્શી આચાર્ય હરિભદ્ર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા. એમણે બૌદ્ધધર્મનો પણ એટલો જ ઊંડો અભ્યાસ કર્યો હતો અને જાપાનની બૌદ્ધધર્મ સભાએ એમને વ્યાખ્યાન આપવા માટે જાપાન આવવાનું નિમંત્રણ Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ આપ્યું હતું અને તેઓ જાપાન ગયા હતા. રમણભાઈના જીવનમાં રસરુચિના ક્ષેત્રો બદલાતા રહ્યા, પહેલાં સર્જનાત્મક સાહિત્યના સર્જનમાં જે રસ હતો તે પાછલા વર્ષોમાં ધર્મતત્ત્વજ્ઞાનમાં વહેવા લાગ્યો. ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં તે૨થી પણ વધુ પુસ્તકો મળે છે. આ ઉપરાંત જીવનચરિત્ર, રેખાચરિત્ર અને એકાંકીઓ પણ એમણે લખ્યાં છે. મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ ઉપરાંત ‘પ્રબુદ્ધ જીવન’ના તેઓ મંત્રી હતા અને એ નિમિત્તે લખાયેલા લેખો ‘જિનતત્ત્વ’(૧ થી ૮), ‘વંદનીય હૃદયસ્પર્શ’ (૧ થી ૩), પ્રભાવક સ્થવિરો’ (૧ થી ૧૦) અને ‘સાંપ્રત સહચિંતન’ (૧ થી ૧૪)ને નામે પ્રકાશિત થયા. તેઓ પૂજ્ય જંબૂવિજયજી અને આચાર્ય પ્રદ્યુમ્નવિજયજી મહારાજ પાસે વાચના લેવા જતા હતા. ત્રણ કે ચાર દિવસ પૂજ્ય જંબૂવિજયજી મહારાજની નિશ્રામાં કોઈ ધર્મગ્રંથનો અભ્યાસ કરવામાં આવતો. રમણભાઈના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી મેળવનાર પ્રથમ સંશોધક ડૉ. સરયૂબહેન મહેતાએ ‘શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ' વિશે મહાનિબંધ લખ્યો અને એમના માર્ગદર્શન હેઠળ છેલ્લે તૈયાર થયેલો મહાનિબંધ પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરીનો ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' ૫૨ છે. આમ પ્રારંભ અને સમાપન શ્રીમદ્ રાજચંદ્રજીના વિષય પરના સંશોધનથી થયો, પણ એ ઉપરાંત વિવિધ વિષયો ૫૨ વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી મેળવી, જેમાં ચંદરાજાનો રાસ, ખંડકાવ્ય, સ્વામીનારાયણ સંપ્રદાય કે ભગવદ્ગીતા વિશે તૈયા૨ કરાવેલા મહાનિબંધોનો સમાવેશ થાય છે. તેઓ શોધાર્થીઓ માટે અઠવાડિયામાં એક દિવસ મુકરર કરી રાખતા. એક વિદ્યાર્થી આવે ને એ જાય એટલે બીજો વિદ્યાર્થી આવે. જાણે પીએચ.ડી.ના વર્ગો ચાલતા હોય ! મુંબઈમાં જૈનદર્શનના વિષયો લઈને જહેમતપૂર્વક મહાનિબંધ લખવાનું કાર્ય અત્યારે ખૂબ વેગથી ચાલી રહ્યું છે એના પ્રણેતા રમણભાઈ ગણાય. રમણભાઈના સાહિત્ય વિવેચન વિષયક ગ્રંથોના નામ પણ લાક્ષણિક રહેતા. એમના પ્રથમ વિવેચન સંગ્રહનું નામ ‘પડિલેહા’ છે. પાકૃતભાષાના આ પારિભાષિક શબ્દનો અર્થ છે, સ્વતંત્ર દૃષ્ટિથી ઝીણવટપૂર્વક અભ્યાસ ક૨વો. એ જ રીતે એમનો બીજો વિવેચન સંગ્રહ ‘બંગાકુ-શુમિ’ જાપાની ભાષાના આ શબ્દનો અર્થ થાય છે સાહિત્યમાં અભિરૂચિ. એમણે એમના ત્રીજા વિવેચન ગ્રંથનું ૧૩૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૮ શ્રુત ઉપાસક રમણભાઈ નામ લેખકે રશિયન ભાષાના શબ્દ પરથી ‘ક્રિતિકા' રાખ્યું છે. રમણભાઈના અવસાનના સમાચાર ડલાસમાં રહેતા મારા પુત્ર નીરવને આપ્યા ત્યારે એણે રમણભાઈએ બાળપણમાં કરેલી માછલીની વાતનું સ્મરણ કર્યું. રમણભાઈ બાળકો સાથે જાતજાતની વાતો કરતા, મજા કરતા અને બાળકો. પણ તેમના આવવાની વાટ જોતા. આવા રમણભાઈ અમદાવાદમાં આવે ત્યારે મારે ત્યાં ઉતરતા. એ સમયે અમદાવાદના ઘણા સાક્ષરો એમને મળવા આવતા. ક્યારેક ઘેર નાની સાહિત્ય પરિષદ ભરાઈ જતી. આગામી ત્રીજી ડિસેમ્બરે રમણભાઈ એંસીમા વર્ષમાં પ્રવેશ કરવાના હતા. પણ તેઓ હંમેશાં એમ કહેતા કે જે કંઈ વાચ્યું-લખ્યું, તેનો મને પરમ સંતોષ છે. સીત્તેર વર્ષ પછીનું જીવન એ “બોનસ જ ગણાય. તેઓ એમના અંતિમ છેલ્લા બે દિવસ હૉસ્પિટલમાં હતા. બીજા દિવસે એમની તબિયત સુધારા પર હતી. કુટુંબના સહુ સભ્યોને તેમણે મોટા અવાજે નવકાર સંભળાવી ખૂબ આશીર્વાદ આપ્યા. તબિયત સુધરી હતી તેથી બીજે દિવસે સવારે ઘેર જવાની ડૉક્ટરે રજા આપી હતી. રાત્રે પણ એમનું ચિત્ત પ્રસન્ન હતું. ૨૪મીની વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તે તેમણે વિશિષ્ટ દિવ્ય દર્શન કર્યું, દેવી અનુભવ કર્યો અને સમાધિપૂર્વક દેહ છોડ્યો. આવા રમણભાઈના અવસાનથી જૈન સમાજે એક જીવંત ચેતનગ્રંથ ગુમાવ્યો છે. ગુજરાતી સાહિત્યએ અનેક દેશોનો પ્રવાસ ખેડનાર લેખકને વિદાય આપી છે અને અંગત રીતે મેં મારા પરિવારના મોભી ગુમાવ્યા છે. * * વડીલ આ. તારાબેન, પ્રણામ વડિલ પૂ. શ્રી રમણલાલ બાપા શાહનાં સાત પુસ્તકના સેટનું લોકાર્પણ છે, એ જાણી પ્રસન્નતા થાય એ સહજ છે. મારા મન અને એકાંતના શ્રાવણ દિવસો હોવાથી હું હાજરી આપવા અસમર્થ છું. પરંતુ આદરણીય રમણલાલ બાપાનો આ પ્રયાસ સૌ માટે પ્રસાદ બની રહે એવી પ્રભુ પ્રાર્થના અને શુભ કાર્ય માટે શુભેચ્છા પાઠવું છું. પુનઃ એક વાર પ્રસન્નતા અને રામ સ્મરણ સાથે, ચિત્રકૂટ ધામ, || મોરારી બાપુ તા. ૧-૬-૨૦૦૬ Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૩૯ પારિવની દ્નમ્ | કલમનું રડવું || નર્મદાશંકર શાસ્ત્રી (1) ચચરક્તમયસર્વ નીવનતુ સમર્પિતમ્ निराधाराह्यदंजाता दयानास्तियम त्वयि।। જેના હાથમાં મેં મારું સંપૂર્ણ જીવન સમપ્યું હતું. હવે હું નિરાધાર બની હે યમ, તમારામાં દયા નથી. (2) પૂર્વનન્મચદં સુતાડડસીનની વૈ. तं विहाय गताऽन्यत्र नूतने कस्य लेखके ।। પૂર્વ જન્મમાં હું આ લેખક (રમણલાલ)ની પુત્રી હતી. પરંતુ તેમનો ત્યાગ કરી બીજા નવા લેખક પાસે ગઈ. (3) રમે રોતાર્થ ગનવિયોગમ્ | प्रार्थितं सर्वदाशाश्वत्धर्मराजंप्रणम्य तत् ।। પિતાનો ત્યાગ કરી નવા લેખક પાસે જવાનું મને ગમ્યું નહીં. આ વાતની મેં ધર્મરાજાને પ્રણામ કરી પ્રાર્થના કરી. (4) દેરમUનિીની પેસ્થતિમપ્રાર્થના | मम सा प्रार्थनां श्रुत्वा तत्क्षणेप्रेषिता मुदा ।। મને રમણલાલના ઘરે જ મોકલો એવી મારી પ્રાર્થના છે. એ પ્રાર્થના સાંભળી તે જ સમયે મને તેમની પાસે મોકલી. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ (5) આનન્દ્રાવ્યો નિમનાદ નપ્રામ નાતીતને ! प्रस्थाप्य हस्त योस्ते षां लिलेख सः पुनः पुनः ।। હું આનન્દ સાગરમાં નિમગ્ન બની અને મને તેઓ સંપૂર્ણ વિશ્વમાં લઈ ગયા અને તેઓ વારંવાર લખવા લાગ્યા. (6) વિવેચન તથા વાર્તા પ્રવાસ વર્ણન પુનઃ । सर्वं साहित्य क्षेत्रं हि मयैव निर्मितं मुदा ।। શ્રુત ઉપાસક રમણભાઈ વિવેચન, વાર્તા, પુષ્કળ પ્રવાસ વર્ણન અને સંપૂર્ણ સાહિત્ય ક્ષેત્ર મારા વડે જ નિર્માયું. (7) નિયો ધર્મરાનન્તુ મત્વ તું સ્વસહાય‰ત્ / ईद शारदा पुत्रं निनाय स्वस्य शासने ।। પરંતુ નિર્દય ધર્મરાજાએ આ લેખક મને પણ સહાયક બનશે એમ માની આ શારદાપુત્રને પોતાને ત્યાં લઈ ગયા. ( 8 ) दुःखिनी शून्यं चित्ताऽहं साहाय्यं मम क्रन्दनम् प्रार्थितं धर्मराजं च नय मां यत्र मे पिता ।। દુઃખી અને શૂન્ય મન વાળી મને કેવળ મારા રૂદને સહાય કરી. મેં ધર્મરાજાને પ્રાર્થના કરી કે જ્યાં તે મારા પિતા (રમણલાલ) હોય ત્યાં લઈ જાઓ. Page #185 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૧૪ ૧ પંડિતવર્ય મોબાઈલ” જ્ઞાનભંડાર : ડૉ. રમણભાઈ E પ. પૂ. સાહિત્ય કલારત્ન આ. શ્રી વિજય ચશોદેવસૂરિશ્વરજી મ. સા. ગુજરાત એ રાજકર્તાઓની ધરતી હતી એટલે આ ધરતી ઉપર રાજકર્તાઓનું પરિબળ ઠીક ઠીક જામેલું હતું. તેમાં વચગાળે વચગાળે સારા વિદ્યાપ્રેમી રાજકર્તાઓ પણ ગાદી ઉપર આવ્યા. એટલે ગુજરાતમાં વિદ્યાનો વ્યવસાય એકદમ વધી ગયો. આ સમય દરમ્યાન વડોદરા રાજ્યની ગાદી ઉપર શ્રીમદ્ સરકાર સયાજીરાવ ગાયકવાડ આવ્યા. તેઓ એક વિદ્યાપ્રેમી અને ગુજરાતની ધરતીના વિદ્યાવ્યવસાય માટે જાણીતા પુરુષ થયા. એ જ અરસામાં ગુજરાતમાં ઘણાં વ્યવસાયિક શિક્ષકો પણ પેદા થયા. સોના પુરુષાર્થથી ગુજરાત શિક્ષણ ક્ષેત્રમાં વધુ પડતું અગ્રણી થવા પામ્યું. એ જ અરસામાં મારો પણ શિક્ષક સાથેનો પરિચય થોડો વધી ગયો. ઘણાં શિક્ષકો મારા પરિચયમાં આવ્યા. આ દરમ્યાન ખૂબ શાંત, શીતલ પ્રકૃતિના વિદ્યાપ્રેમી પાદરાના રહેવાસી જૈન શિક્ષક તરીકે શ્રી રમણભાઈ સી. શાહ ગુજરાતની ધરતી ઉપર આગળ પડતું સ્થાન પામ્યા. અમદાવાદના એક ભાગમાં થોડો શૈક્ષણિક વ્યવસાય પણ ચાલતો હતો. રમણભાઈ આ જગ્યાએ મારા પરિચયમાં આવ્યા. એટલું જ નહીં પણ જૈન સમાજનાં જાણીતા વિદ્વાન પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી એ ધરતી ઉપર બીરાજતા હતા. તેથી રમણભાઈ અવારનવાર ત્યાં આવતાં અને મળવાનું થતું. પંડિતવર્ય શ્રી રમણલાલ સી. શાહ એક વિદ્વાન સમતોલ સ્વભાવના શિક્ષક હતા. મારી સાથેનો પરિચય વધ્યાં પછી તેઓ મારા જેવા સ્વભાવના વહેણમાં આવી જવા પામ્યા હતા. મારો અંગત પરિચય રમણભાઈ જોડે વધ્યો હતો. એટલે એક દિવસ અમે બન્ને બેઠા હતા. મેં એમને વાત કરી સુજશવેલી ભાસ એ ગ્રન્થ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.નો છે એ પુસ્તકનું ભાષાંતર હતું નહીં એટલે સુજશવેલી ભાસનું સંપાદન કાર્ય રમણભાઈને ચીંધ્યું અને તે માટેની હસ્તપ્રત સુરતના જ્ઞાનભંડારમાંથી મેળવી આપી. તેનું તેઓએ સુંદર સંપાદન કર્યું તે જોઈ સંતોષ થયો અને રમણભાઈમાં રહેલ સુરુચિપૂર્ણ કાર્યશૈલીનો ખ્યાલ આવ્યો. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨ શ્રુત ઉપાસક રમણભાઈ પ્રસંગે પ્રસંગે શ્રી રમણભાઈને મળવાનું થતું રહ્યું અને જ્ઞાનગોષ્ઠિનો એક અનોખો યજ્ઞ મંડાતો. તેઓ મારા એક ધર્મમિત્ર જેવા હતા. એટલે જ્યારે જ્યારે મળતાં ત્યારે ત્યારે એક અનોખા આનંદની અનુભૂતિ થતી. મુંબઈ, વાલકેશ્વર, વડોદરા, અમદાવાદ વગેરે સ્થળોએ કાર્ય પ્રસંગે તેઓ મળતા. જ્ઞાનગોષ્ઠિ થતી અને કાંઈ નવું કરવાની, સમાજને ઉપયોગી કાર્ય કરવાની ધગશ કેળવતા તેઓએ પાલિતાણા જૈન સાહિત્ય મંદિરમાં સાહિત્ય સમારોહનું સુંદર આયોજન કર્યું હતું. તે વખતે શ્રી રમણભાઈ અને તેમનાં સહધર્મચારિણી, ધર્મપત્ની શ્રીંતારાબહેનનો નિકટતાથી પરિચય થયોં. શ્રવણના માતા- પિતાની જેમ બન્નેની ઠરેલ પ્રકૃતિ, શાંત સ્વભાવ, જ્ઞાનની રૂચિ, સમાજ માટે કાંઈ કરી છૂટવાની ભાવના એ બધું જોઈ ઘણો આનંદ થયો. હું પાલીતાણામાં અને તેઓ મુંબઈ એટલે રમણભાઇને પાલીતાણા વારંવાર આવવું ફાવે તેવું નહોતું. નહીંતર તેમને વધુ રોકી રાખવાની પ્રબળ ઇચ્છા હતી. હાલના જમાના મુજબ મોબાઇલ શબ્દનો વધુ ઉપયોગ થાય છે. અમારા રમણભાઈ એ મોબાઇલ જ્ઞાનભંડાર હતા. તેમની પાસેથી કાંઈ ને કાંઈ નાવીન્યસભર વાતો જાણવા મળતી. તેમનું વાંચન વિશાળ અને ઊંડું હતું. જૈનધર્મ વિષયક ઘણા સવાલોના જવાબ એ ત્વરિત અને સહજ રીતે આપી શકતા. મુંબઈ વાલકેશ્વરમાં જ્યારે મળવા આવતાં ત્યારે વિવિધ વિષયોની વાતો દરમ્યાન પોતાના અનુભવો જણાવે. અનુભવોની કિતાબ ખુલ્લી મૂકી દે. તેમની ઉંમરને કારણે તેમને વિશેષ કામ ન ચીંધતા. મારા પ્રસ્તાવના સંગ્રહમાં બે બોલ લખી આપવાનું કહેતાં તેમને મારી આજ્ઞા શિરસાવધ કરી તે વાતનો અમલ કર્યો. છેલ્લા બે-ત્રણ વખત મળવા આવ્યા. તબિયતની સાનુકૂળતા નહોતી જણાતી છતાં પણ તેમણે જણાવા દીધું ન હતું. તેમના કાર્યથી વાકેફ રાખતાં તેમને છેલ્લે બે પુસ્તકનું કાર્ય કર્યું તે ઘણું ઉત્તમ કર્યું છે. ઉપાધ્યાય ભગવંતના ગ્રન્થોને સુંદર રીતે રજૂ કરી જ્ઞાનસેવાનું સુંદર કાર્ય કર્યું છે. ઘણા કામો તેમની પાસે કરાવવાની ઈચ્છા હતી પરંતુ કુદરતની ઇચ્છા નહીં હોય તેથી જ તેઓ મારાથી દૂર મુલુન્ડ જતાં રહ્યા એટલે મળવાનો એટલો યોગ બન્યો નહીં. છેલ્લે છેલ્લે મળ્યા હોત તો મને ઘણો આનંદ થાત. ભાવિભાવ. તેઓ આટલા જલ્દી ચાલ્યા જશે તેવી કલ્પના ન હતી. તેમના જવાથી એક વિશિષ્ટ જ્ઞાનયજ્ઞનો અંત આવ્યો છે. તેમણે તેમના જીવનમાં સુંદર એવી જ્ઞાનસેવા Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૪૩. કરી અને એ જ્ઞાનસેવા વિસ્તરે તેવાં બીજારોપણ પણ કરતાં ગયા. તેમના જ્ઞાનપથ ઉપર તમો સૌ ચાલી તેમના જ્ઞાનયજ્ઞના અનુભવોને જીવનમાં ઉતારી નવા જ્ઞાનયજ્ઞોને પ્રગટાવી જીવન ઉર્ધ્વગામી બનાવો તેવી શુભકામના સાથે. તેમણે જ્ઞાનવારસાને જાળવી રાખવા જે ભાવના કરી છે તે યોગ્ય છે અને શ્રી રમણભાઈ શાહના સાહિત્ય સૌરભ ગ્રન્થો જલ્દી પ્રગટ થાય તેવી શુભેચ્છા. * * * દીર્ઘદૃષ્ટા વિદ્વાન, વિચક્ષણ અનુભવી આજે જ તત્ત્વચિંતક ડૉ. રમણભાઈ શાહના સ્વર્ગવાસ થયાના સમાચાર મળ્યા. સાંભળતાં જ આત્મિયભાવને કારણે લાગણીને ઠેસ લાગી કે શું રમણભાઈ ચાલ્યા ગયા ! રમણભાઇના જવાથી સારાયે જૈન સમાજને, બોમ્બે યુનિવર્સિટીને એક તત્ત્વજ્ઞાનીની, દીર્ઘદ્રષ્ટા વિદ્વાનની, વિચક્ષણ અનુભવીની, સરસ્વતીપુત્રની, ન પૂરી શકાય તેવી ખોટ પડી ગઈ. રમણભાઇની સરળતા, સમન્વયદષ્ટિ, સૂઝ, બૂઝ, સાહિત્યના પ્રત્યેક અંગોને સ્પર્શતી તેમની વિચારશૈલી, લેખનશૈલી અદ્ભુત હતી. તે હવે ક્યાં મળશે ? પ્રત્યેક જિજ્ઞાસુ સ્નાતકને તેમની જિજ્ઞાસા પ્રમાણે સમજાવવાની શૈલી, વિષયને આરપાર સમજાવી આત્મસાત્ કરાવવાની આવડત અજબ ગજબની હતી. મને Ph.D. કરવા માટેના વિષયની પસંદગીથી લઇને, ગાઇડ – બળવંતભાઈ જાનીને ભલામણ કરી થિસિસ પૂરો કરાવવામાં જે તેઓએ સહાય કરી છે તે ક્યારેય ભૂલાશે નહિ. રમણભાઈ સદા જાગૃત, આત્મભાવમાં રહેતા. તેઓએ જીવનભર જ્ઞાનની ઉપાસના કરી, અનેક આત્માઓને કરાવી આત્મિક કમાણી કરીને ગયા છે. તેઓશ્રી પરમાત્માના જ્ઞાનને સ્વયંના પુરુષાર્થથી, સ્વની જાગરુકતાએ સૌને સમજાવવાનો પ્રયત્ન કરતા એ જ્ઞાનગુણનો એકાદ અંશ પણ આપણા જીવનમાં આત્મઉજાગર દશામાં સહાયભૂત બને એ જ અંતરભાવના. | પૂ. મુક્તાબાઈ સ્વામીની આજ્ઞાથી સાધ્વી ડોલર Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રત ઉપાસક રમણભાઈ જ્ઞાનના મર્મોદ્ધારક...ડો. રમણભાઈ | પ. પૂ. મુનિ વિજય ચંદ્રોદયસૂરિ મહારાજ મું. સાંતાક્રુઝ વેસ્ટથી લી. ચંદ્રોદય વિ. વિ. વિ. સુશ્રાવક, રમણભાઈના દેવગત થયાના સમાચાર અંગત પત્રો તથા સમાચાર પત્રોથી જાણ્યા. એક વાર ઓહ ! થઈ ગયું. જન્મે છે તે નક્કી જવાનો' એ વાત ઘણીવાર સાંભળી/વાંચી પણ નજીકના-નિકટના જનાર પાકટ જ્ઞાનદૃષ્ટિ લઈને જનારા પોતાના દ્રવ્ય મરણનો શોક કે દુઃખનો રંજ લઈને નથી જતાં, પરંતુ એક જ્ઞાનશિખર સર કરીને નવજીવન પામ્યાનો સંતોષ લઈને જતાં હોય છે. ડૉ. રમણભાઈએ વર્ષોની જ્ઞાનદૃષ્ટિ, જ્ઞાનવૃત્તિ, જ્ઞાનકૃતિ દ્વારા જે કંઈ મેળવ્યું છે તેને દેશ-વિદેશમાં વ્યાખ્યાનમાળામાં પીરસ્યું છે, જે જે વિષયો હાથમાં લીધા તેના ઊંડાણ સુધી પહોંચી મર્મોદ્ઘાટન કર્યા છે, તેથી જે અભિનવ પ્રકાશ સાંપડતો તેનો હું, તમે અને લોકો સાક્ષી છે. પ્રો. રમણભાઈ હકીકતે ગયા નથી, તેમની જ્ઞાનભૂખ, જ્ઞાનપ્રીતિ, જ્ઞાનરમણતા આજે પણ ઉપસ્થિત છે, તેઓના જ્ઞાનયજ્ઞમાં તારાબહેન પણ જે રીતે તેઓના પડછાયા બની જ્ઞાનસમિધ રૂપે સમર્પિત થયાં છે, તે તેઓને આપેલું જ્ઞાનતર્પણ જ ગણાય ને..? તેઓ બંને જ્ઞાનસાધકોએ આજ દિન સુધીમાં જે પણ ભિન્નભિન્ન વિષયોનો ખ્યાલ આપવા પુરુષાર્થ કરી શ્રુતજ્ઞાનનું પાન, તત્ત્વજિજ્ઞાસુઓને કરાવ્યું છે તે ચિરસ્મરણીય રહેશે. * * Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧ ૪૫ જયન્તઃ વીતરાગાઃ | પૂજ્ય આચાર્ય જનકચંદ્રસૂરિ મહારાજસાહેબ આતમ ભાવના ભાવતા જીવલહે કેવળજ્ઞાન રે, મને શ્રી રમણભાઈ સી. શાહના કાળધર્મના સમાચાર સ્વાધ્યાયપ્રેમી શ્રી બિપીનચંદ્રભાઈએ આપ્યા. બિપીનચંદ્રભાઈ અહીં મારી પાસે રોકાયા હતા ત્યારે મેં એમને શ્રી રમણભાઈનું મૃત્યુ આત્મલક્યપૂર્વક એવું સમાધિમરણ થાય તે માટે વાસક્ષેપ અને શ્રીમદ્જીના કેટલાક પત્રોના ઉતારાવાળા કાગળો મોકલ્યા તે તેમણે બિપીનચંદ્રભાઈ પાસેથી જાગૃતિપૂર્વક સાંભળ્યા હતા તે સંતોષની વાત છે. વસ્તુતઃ આત્મા તો અજર અમર અવિનાશી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. તેથી તે તો મરતો જ નથી. શરીર બદલાયા કરે છે. આવા પ્રસંગે આપણે તો એમના ગુણોનું સ્મરણ કરીને એમનાં વિવિધ ક્ષેત્રમાં કરેલાં કાર્યોની અનુમોદના પ્રશંસા કરીને લાભાન્વિત થતા રહેવાનું છે. અમારા સમુદાયના સાધ્વીશ્રી કિરણ યશાશ્રી મ. સાહેબશ્રીને એમણે પૂ. ૫. આત્મારામજી મહારાજ સાહેબના જીવનચરિત્ર આદિ કાર્યોને લક્ષમાં લઈને પીએચ.ડી. કરવામાં મદદ કરી હતી. એઓ સુચિંતક, સુલેખક અને જૈન શાસ્ત્રના સારા અભ્યાસી હતા. એમણે જેન સાહિત્ય ક્ષેત્રના નિર્માણકાર્યમાં નિઃસ્વાર્થ ભાવે અનુપમ સહયોગ આપ્યો છે તે અવર્ણનીય છે. જૈન સાહિત્યના મુર્ધન્ય સિતારા શ્રીમાન રમણલાલ ચી. શાહની અચાનક વિદાયથી આપણે એક શ્રેષ્ઠ સાહિત્યકારને ખોયો છે. જેઓએ અચલગચ્છના સુસાધ્વી શ્રી મોક્ષગુણાશ્રીજીને Ph.D. માટે પાંચ વર્ષ સુધી સુંદર માર્ગદર્શન આપેલ. વર્ષોથી પ્રબુદ્ધ જીવનમાં સંકળાયેલા રહ્યા. પ્રભુ એમના આત્માને શીધ્ર મોક્ષગામી બનાવે. એ જ T સર્વોદય સાગર Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૬ શ્રુત ઉપાસક રમણભાઈ સુશ્રાવક પ્રોફેસર ડૉ. રમણભાઈ શાહ I પૂજ્ય મુનિશ્રી જંબુવિજયજી મહારાજ સાહેબ રમણભાઈ સાથે મારે લગભગ ૨૫ વર્ષથી નિકટનો પરિચય રહ્યો છે. ચારૂપ તીર્થમાં સાહિત્ય સમારોહની ઉજવણી તેમણે અમારા સાંનિધ્યમાં લગભગ ૧૮ વર્ષ પૂર્વે કરી હતી. આગમની વાચના માટે પણ એ ખાસ આવતા હતા. એમના વિદુષી ધર્મપત્ની તારાબહેન પણ ઘણીવાર સાથે હોય. - રમણભાઈની વિશેષતા એ હતી કે એ વિવિધ વિષયોના તલસ્પર્શી અભ્યાસી, જાણકાર તથા વિદ્વાન હોવા ઉપરાંત ખૂબ ખૂબ સમન્વયવાદી હતા. જૂના અને નવા વિચારના વર્ગમાં એ સેતુરૂપ હતા. શ્રદ્ધા-જ્ઞાન અને સમ્યક્ આચરણ એમના જીવનમાં વણાઈ ગયાં હતાં. એમના નિધનથી ગંભીર ચિંતક, બહુશ્રુત, વિશાળ અનુભવી, સખ્તવયવાદી, વિદ્વાનની જૈન સંઘમાં મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપો. * * * - એક બહુમુખી વ્યક્તિત્વની ચિરવિદાય છેલ્લા લગભગ પાંચ દાયકાથી સાહિત્ય, જૈન પત્રકારત્વ, જૈન તત્ત્વજ્ઞાન અને મુંબઈ જૈન યુવક સંઘ, પ્રબુદ્ધ જીવનના પ્રકાશનમાં તથા જૈન ધર્મનાં ઉચ્ચ શિક્ષણમાં જેમનો સિંહફાળો હતો તેવા આદ. મુરબ્બી શ્રી રમણભાઈ ચી. શાહની ચિરવિદાયથી સમસ્ત સંસ્કારપ્રેમી સમાજને અને મુંબઈ જૈન સમાજમાં એક અપૂરણીય ક્ષતિ ઉભી થઈ છે. ઇ. સ. ૧૯૮૧ માં કોબાની સંસ્થાના ખાતમુહૂર્તની વેળાએ, સર્વશ્રી ચી. ચ. શાહ અને દુર્લભજીભાઈ ખેતાણી સાથે તેઓ હાજર હતા અને ત્યાર પછી મુંબઈ, સાયલા, પાલીતાણા અને ધરમપુર મુકામે તેઓનો પણ સમાગમ રહ્યો. તેમના બહુમુખી વ્યક્તિત્વમાંથી નવી પેઢી પ્રેરણા પ્રાપ્ત કરીને જીવનને ઉન્નત બનાવે તે જ તેમની સાચી શ્રદ્ધાંજલિ ગણી શકાય. ૐ શાંતિ ૐ શાંતિ || પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૧૪ ૭. ૧૪૭, રમણભાઈ એટલે સર્વત્ર શુભ દર્શિતા I પૂજ્ય આચાર્ય પ્રધુમ્નસૂરિશ્વરજી મહારાજ સાહેબ શ્રી અહંતુ શાસનની પ્રીતિ જીવને સરળતા શીખવે છે. આવી સરળતા વિદ્યાની સાથે કેવી શોભે છે. તે (અહંકારને બદલે તે આવી હતી) શ્રી રમણભાઈમાં દેખાતું હતું. શ્રી રમણભાઈ ગયા. આ સંસારે આવવાનું કે જવાનું નવું નથી પણ આવવાના અને જવાની વચ્ચે તેઓ કશુંક વિનશ્વર કોઈકની પાસેથી મેળવે છે તેમાં પોતાનું ઉમેરે છે અને પછીનાને માટે તે કેટલું મૂકી જાય છે તે વિત્તનું મૂલ્ય છે. કો'ક તો એવું મૂકી જાય છે કે ચલ શબ્દ સંપૂર્ણપણે પોતાના અર્થને સાર્થક કરે તેવા યુગમાં પણ તે બળ પ્રેર્યા જ કરે. આત્માના અવાજને અનુસરીને જીભથી કે કલમથી જે સૂવે, ઝરે, બોલાય કે લખાય તે અનેકને તમસુ-તિમિરમાંથી ઉગારી લે છે. આજુબાજુનો પ્રદેશ ઝળાંહળાં થઈ રહે તેવા અજવાળાં તે પાથરી જાય છે. યુગો સુધી તે અજવાળું આથમતું નથી. આવા અજવાળાંનો મહિમા છે. ગુણ પક્ષપાત–ગુણ ગ્રાહકતા-ગુણાનુરાગિતા આવા શબ્દો કે શબ્દગુચ્છો શબ્દકોશમાં સચવાયેલાં મળે છે. તે તો જડ રૂપે ભાસે છે પણ જ્યારે એક જીવંત વ્યક્તિમાં તે શબ્દ સાકાર થયેલો દીસે છે ત્યારે તે દીવામાંથી બીજા દીવાને પેટાવવાનું સામર્થ્ય જણાય છે અને તેનાથી દીવો પ્રગટે પણ છે, એમ એક ઉત્તમ પરંપરા પ્રસ્થાપિત થાય છે અને તે અનામી હોય છે. રમણભાઈમાં આવા “સ્પાર્ક દેખાયા હતા. કસરત-વ્યાયામથી ખૂબ કસાયેલું ખડતલ શરીર, ધરતી ઉપર જ ચાલવાનો સ્વભાવ એટલે કે વાસ્તવને માનવા-પ્રમાણવાની ટેવ. જ્યાં કાંઈપણ સારું દેખે તે સારાપણાને આવકાર્યા વિના ચેન ન પડે તેવી સૂચિ શુભ દર્શિતા તેમનામાં હતી. તેઓમાં વિદ્યાનિત શાણપણ પણ ભરપુર હતું. વક્તવ્ય પણ મુદ્દાસર અને ટુ ધ પોઈન્ટ આપતાં. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રુત ઉપાસક રમણભાઈ તો “પ્રબુદ્ધ જીવનમાં પહેલા પાને ક્યારેક કોઈક સુયોગ્ય વ્યક્તિની જીવનરેખા, તો ક્યારેક સાંપ્રત ઘટનાની સમાલોચના, બધા જ મુદ્દાને આવરી લેતું એ લખાણ તટસ્થ ગણાતું હતું. ક્યાંય અતિશયોક્તિમાં ન સરી પડાય. ક્યાંય ન્યાય ન ચૂકી જવાય તેની તકેદારી પૂર્વકનું એ લખાણ વારે વારે વાંચવું ગમે તેવું હોય છે. આ તો બધી વાત બહિરંગ પ્રવૃત્તિમાં જણાતા સમજ-વ્યક્તિત્વની થઈ તે સાથે જ સ્વભાવ-વ્યક્તિત્વ પણ એવું જ મુલાયમ હતું. તેમને કોઈ બાહ્ય ઘટાટોપથી અંજાતા કદી જોયા નથી. અમારે અમદાવાદમાં એક ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના વ્યક્તિત્વ અને કૃતિત્વ વિષયક પરિસંવાદ (સેમિનાર) યોજવાની વાત ચાલતી હતી. તેઓ મહાવીર વિદ્યાલય તરફથી એ યોજવાના હતા. તેમાં મારે ઉપસ્થિત રહેવું તેવો તેમનો આગ્રહ હતો. વાતચીતમાંથી જ મારી અંગત મુશ્કેલીઓનો તેઓ અણસાર પામી ગયા. મને એક-બે વાક્યથી જ બોજા વિનાનો/હળવો કરી દીધો. બુદ્ધિમાનના લક્ષણમાં આવે છે કે તે નિરાગ્રહી હોય છે. बुद्धेः फलमनाग्रहः બુદ્ધિનું ફલ અનાગ્રહપણું છે. તે તેમનામાં હતું. પછી અમારે તો લગભગ દર વર્ષે ભાવનગર, જેસર, જામનગર એમ સાતેક વર્ષ એકાદ ગ્રન્થને અનુસરીને વાચના રાખવાનો ક્રમ જારી રહ્યો. સાથે મિત્રોને લાવે. તેમાં ગુલાબચંદ કરમચંદ કરીને તેઓના મિત્ર હતા, તે ગ્રન્થ ગત શ્લોકના હાર્દને-મર્મને તુર્ત પામી જતાં એવી બુદ્ધિની સાથે તેમની સંવેદનશીલતા પણ તીવ્ર હતી. પ્રસંગ એવો બન્યો કે જેસરમાં ભાદરવા મહિનામાં બપોરે વાચના ચાલતી હતી તેમાં સાધ્વીજી મહારાજનું ગ્રુપ પણ શ્રવણ માટે આવતું. એ સાધ્વીવૃન્દમાં અમારા બા મહારાજ પણ હાજર હોય. એકવાર બપોરના ત્રણેક વાગ્યાના સુમારે બારણામાંથી સૂર્યનો તડકો મારા ઉપર આવતો જોયો અને બા મહારાજ બોલ્યા-આવો તાપ આવે છે તો બારણું Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૪૯ બંધ કરો ને ! આ વાક્યનું ઉચ્ચારણ અને બારણું આડું કરવાની ક્રિયાની વચ્ચે ગુલાબચંદભાઇની આંખમાં અશ્રુબિંદુ સરી પડ્યું. મારી નજરમાં એ આવ્યું ! માતાના હૃદયમાં છલકાતાં વાત્સલ્યના દર્શનથી એ આંસુ ધસી આવ્યા એવું મને લાગ્યું. આવા મિત્રોનું વૃન્દ તેઓને વિંટળાઈને રહેતું. મિત્રો નભાવવાની કળા તેમને સહજ હતી. જેન યુવક સંઘ જેવી સંસ્થાને સફળ રીતે ચલાવવાનો તો આ કીમિયો હતો. તેઓ ચોક્કસ નક્કર કાંઈક મૂકી ગયા છે. શું શું મૂકી ગયા છે તે તો પ્રચ્છન્ન ગુપ્ત ધનમૂડીની જેમ ધીરે-ધીરે પ્રકાશમાં આવશે. તારાબહેન પણ તેઓની સાથે મળhવન સંયોગ ની જેમ શોભતા હતા. દંપતી તે જ સાચા છે જે પરસ્પરના પૂરક બની રહે છે, તે વાક્ય અહીં ચરિતાર્થ થયેલું જોવા મળે છે. તેઓ પાસે એક માગણી કરવાનું મન રહ્યા કરતું હતું કે રમણભાઈ! તમે માત્ર પાદરાના સંસ્મરણો આપીને તમારી સાદી છતાં સુંદર લેખનશૈલીનો સ્વાદ ચખાડીને બંધ થઈ જાવ તે કેમ ગમે ! સંપૂર્ણ આત્મકથા આપો ને ! તમે કરેલી અભિવ્યક્તિ કેવી તો રસાળ હોય છે કે વાચક તેમાં તણાતો જ જાય અને બધું ચિત્રાત્મક રીતે ચક્ષુગોચર થયાં જ કરે વા ટન (એક દાણો ભાતનો જોવાથી સમગ્ર તપેલીના બધા દાણાની સમજ પડે છે તેમ) ન્યાયે તમારા પિતાજીની વાત કરતાં કરતાં તે સમયના પાદરાને તમે તાજું કરી આપ્યું. તમે એ બધું લખતાં-લખતાં પાછા પાદરાના પાદરમાં જીવતાં થઈ ગયા હશો એ ક્ષણોએ તમારામાં કેટલો આનંદ ભર્યો હશે એ કલ્પનાથી પણ રોમાંચ થાય છે. હાલની નવી પેઢીને તો આ બધી ગયા જનમની વાત લાગે તેવું એ બધું વર્ણન હતું. ઘણું બધું લખ્યું, ઘણું છપાવ્યું પણ બધો તેના ઉપર હક્ક, હિસ્સો ન રાખ્યો. વિશ્વના ચોગાનમાં ખુલ્લું મૂકી દીધું. રમણભાઈ ! તમારી અક્ષરસંપદા જ્યાં સુધી છે ત્યાં સુધી તમે જીવતાં છો અને અમારી વચ્ચે જ છો. * * * Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શુત ઉપાસક રમણભાઈ ગુણગ્રાહી દષ્ટા : ડૉ. રમણભાઈ | પૂ. આચાર્ય વિજયશીલચન્દ્રસૂરી મહારાજ સાહેબ વિ. સુશ્રાવક ડૉ. રમણભાઈ શાહનું અવસાન થવાથી સાહિત્યજગતમાં તથા જૈન સમાજને બહુ મોટી ખોટ પડી છે. મૂળે જૈન સમાજમાં વિદ્વાનો બહુ જૂજ, તેમાં પણ પોતાના વિષયના નિષ્ણાંત હોવા ઉપરાંત અનેકવિધ વિષયોનો ઊંડો-ગાઢ પરિચય રાખી જાણે તેવા વિદ્વાન તો રમણભાઈ જેવા ગણ્યાગાંઠ્યા જ. ખરું કહું તો રમણભાઈ એ આ પ્રકારના છેલ્લા જૈન વિદ્વાન છે. એમના જવા સાથે એમના પ્રકારના વિદ્વાનોનો યુગ સમાપ્ત થયો છે, એમ કહીએ તો તેમાં અત્યુક્તિ નથી જણાતી. - વિદેશ જનારા જૈન વ્યાખ્યાતાઓ તથા વિદ્વાનો ઘણા હશે/છે. પણ એક નિસ્પૃહ, શ્રદ્ધાસંપન્ન અને સમતોલ માનસ ધરાવનારા જેન પ્રવકતા તરીકે વિદેશોમાં (તેમ જ દેશમાં પણ) શ્રી રમણભાઈની પ્રતિભા જેવી ઉપસેલી, તેવી ભાગ્યે જ કોઈની હશે. રમણભાઈનો મોટો ગુણ તે તેમની ધર્મશ્રદ્ધા તથા ધર્મનિષ્ઠા છે. દુનિયા અને દુનિયાદારી સાથે તેમ જ દુનિયાના વિવિધ ધર્મપંથો તેમ જ ધાર્મિક માન્યતાવાળા વર્ગ સાથે જીવંત સંપર્ક હોવા છતાં જૈન ધર્મશાસન પ્રત્યેની તેમની નિષ્ઠા તથા ધર્મપરાયણતા અવિચલ અને નિરંતર જળવાઈ હોવાનું જાણવા મળે છે, જે ખૂબ આનંદ તથા અચંબો જન્માવે છે. તેમના ધર્મ અને શાસ્ત્રીય વિષયોના લેખો તથા ગ્રંથોનું પ્રમાણ તો વિપુલ છે જ. પણ તે સિવાયના તેમના પ્રવાસવર્ણન વગેરે સાહિત્યિક વિષયોના લખાણોમાં પણ તેમનો હકારાત્મક અભિગમ તથા મધ્યસ્થ કે સમતોલ વલણ સર્વત્ર જોવા મળે છે. ગુણાગ્રાહક દૃષ્ટિ, સદાચાર અને સુસંસ્કારને પોષે તેવી પ્રસ્તુતિ-એ તેમનાં લખાણોનો વિશેષ ગણાય. અમે તો આ ચાતુર્માસ પછી તેમને અમદાવાદ બોલાવવા અને તેમનું ગૌરવ કરવું-એવો કાર્યક્રમ ગંભીરતાપૂર્વક વિચારી રહ્યા હતા. પણ એટલામાં જ તેમના અવસાનના સમાચાર મળ્યા ! કાળસત્તા જ બળવતી છે એ વધુ એકવાર સમજાયું. એમના સગત આત્માને શાંતિ મળો તેવી પ્રાર્થના. Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ શ્રી ર. ચી. શાહ : એક પરિચય ] પૂ. આચાર્ય વિજય મુનિચન્દ્રસૂરિ મહારાજ સાહેબ શ્રી રમણલાલ ચી. શાહના લેખો-પુસ્તકો અને સાહિત્યિક પ્રવૃત્તિથી તો વર્ષોથી વાકેફ હતો. તેઓ સારા વક્તા છે એવું પણ સાંભળેલું. મારી ગણિપદવી પ્રસંગે એમને પધારવા મેં લખેલું. પત્રનો ઉત્તર આપવા માટે તેઓ હંમેશાં અપ્રમત્ત રહેતા. સમયસર એમનો ઉત્તર મળી જ જાય. તેઓનો જવાબ આવ્યો કે આપ વાવ ચાતુર્માસ છો અને અમે એ ત૨ફ જાત્રા કરવા આવીએ છીએ. ૧૫૧ વિ. સં. ૨૦૪૮ માં વાવમાં સર્વ પ્રથમ એમની રૂબરૂ મુલાકાત થઈ, સાથે તારાબહેન અને બીજા પરિચિતો હતા. ગણિપદવી પ્રસંગે પણ તેઓનું પ્રવચન સાંભળવા મળ્યું. આ પછી તો લાંબો સમય પત્રની આવન-જાવન ચાલતી રહી. મુંબઈ ચાતુર્માસ વખતે ફરી રૂબરૂ મળવાનું થયું. આ વખતે મારે શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા દ્વારા લખાયેલા ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' ભાગ-૧-૨-૩નું પુનઃ સંપાદન કાર્ય ચાલુ હતું. મેં કાપડિયાના પુત્રો વગેરે બાબત માહિતી માગી. એમણે કહ્યુંઃ એમના પુત્રો જોડે મારે ઘનિષ્ઠ સંબંધ છે. ઇતિહાસના ભાગોના પુનઃ પ્રકાશન માટેની શ્રી કાપડિયાના પુત્રોની લેખિત સંમતિ પણ શ્રી શાહે મેળવી મોકલી આપી. બીજાને સહાયરૂપ બનવાનું વલણ મૂળથી જ એમના સ્વભાવમાં જોડાયું લાગે છે. એમના પ્રવાસવર્ણન અને જીવનચરિત્રનાં પુસ્તકોમાંથી ઘણું જાણવા મળતું. રૂબરૂ અને પત્રથી પણ એમના આગામી પુસ્તક વિષે પૂછપરછ થતી. શ્રી ૨. ચી. શાહ એમનાં પુસ્તકો અમને મોકલતા રહેતા. જ્યારે જે પણ પુછાવીએ તે માટે ઉત્ત૨ પણ યથાયોગ્ય મોકલતા રહેતા. ગયા વર્ષે શ્રી કાપડિયાના ‘જૈન સંસ્કૃત ઇતિહાસ' ભાગ-૧-૨-૩ ના વિમોચન પ્રસંગે આવવા મેં જણાવેલું. સ્વાસ્થ્યના કારણસ૨ તેઓ આવી ન શક્યા. જો કે એમનો પત્ર આવ્યો કે–સ્વાસ્થ્ય સારું નથી રહેતું એટલે વાલકેશ્વરથી મુલુંડ (દીકરીનું ઘર નજીક હોવાથી) રહેવા આવ્યો છું. આ પછી ગુજરાત સમાચારમાં એમના અવસાન અને જીવન-કવન વિષે વાંચ્યું. શ્રી ૨. ચી. શાહના જવાથી એક શ્રદ્ધાળુ અને જ્ઞાની પુરુષની ખોટ પડી ગઈ. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨ ચુત ઉપાસક રમણભાઈ જ્ઞાનારાધક સુશ્રાવક સ્વ. રમણભાઈ | પૂ. ઉપાધ્યાયશ્રી ભુવનચંદ્ર મહારાજ સાહેબ સુશ્રાવક શાસનસેવી શ્રી રમણલાલભાઈના અવસાનના ખબર પેપરમાં વાંચતાં જ એક અફસોસની લાગણી મનમાં જાગેલી. બાળ સંસ્કાર શિબિર વગેરેમાં વ્યસ્ત હોવાથી હું તરત પત્ર ન લખી શક્યો, પણ તે પછી દરરોજ તેમનું સ્મરણ રહ્યા કર્યું છે. - વર્તમાન કાળે જે શ્રાવકરત્નો જિનશાસનમાં ચમકી રહ્યા છે તેમાંના એક એવા રમણભાઈના અનેક સદ્ગણો ક્યારેય વિસ્મૃત નહિ થાય. ભરપૂર સ્વાધ્યાય, દીર્ઘ જ્ઞાનોપાસના, ઊંડી શ્રદ્ધા, સુંદર મધ્યસ્થ દૃષ્ટિ, વૈચારિક ઉદારતા વગેરે તેમની વિશિષ્ટ લાક્ષણિકતાઓ હતી. પાછલાં થોડાં વર્ષોમાં “અધ્યાત્મસાર' અને “જ્ઞાનસાર' જેવા ગ્રંથોનું પરિશીલન ચાલ્યું એ તેમની જ્ઞાનસાધનાનું સુયોગ્ય અંતિમ ચરણ જાણે બની રહ્યું. “પ્રબુદ્ધ જીવનને નવો ઘાટ આપીને એક અદ્ભુત કાર્ય કર્યું. | તારાબેન પણ રમણભાઈના જ્ઞાનોપાસનાના ક્ષેત્રે અને શ્રાવક જીવનના ધર્મપાલનના ક્ષેત્રે તેમના સાથી-સહયોગી બની રહ્યાં એ વાત તેમના વિયોગ કાળે તેમને ખૂબ જ શાતાદાયક નીવડશે. દિવંગતની વિકાસયાત્રા આગળ વધતી રહો એ જ પ્રાર્થના. Page #197 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ માતુશ્રી રેવાબહેન ચીમનલાલ શાહ ડોમેનમ GoHT ગયા નવ રમણભાઈ અને તારાબહેન લગ્ન-સત્કાર સમારંભ H , Bau Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી મુંબઈ યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં પંડિત રાધાકૃષ્ણના પ્રમુખપદે પંડિત સુખલાલજીનું સન્માન થયું તે સમયે સંઘની કમિટિ ઉપરાંત કાકાસાહેબ કાલેલકર, મોરારજીભાઈ, ઢેબરભાઈ, બાબુભાઈ જશભાઈ વગેરે મહાનુભાવો. પરમાનંદભાઈની પાછળ શ્રી રમણભાઈ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં રમણભાઈ વચ્ચે પંડિત સુખલાલજી ૧૯૬૨. Page #199 -------------------------------------------------------------------------- ________________ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ - ગુજરાતી વિભાગ - પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા, પ્રો. મનસુખલાલ ઝવેરી, પ્રો. રમણભાઈ શાહ ૧૯૫૪-પપના ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં આમંત્રિત અભિનેતા શ્રી પૃથ્વીરાજ કપુર સાથે. Leduction international Eos Private 8 Personall Ise Only www.iainelibrary.org Page #200 -------------------------------------------------------------------------- ________________ એન. સી. સી. નેશનલ કેડેટ કોરના ઑફિસર મેજર રમણભાઈ એન. સી. સી.ના કેડેટ્સની સલામી પ્રસંગે. એન. સી. સી.ના ઑફિસર સાથે મેજર રમણલાલ શાહ. વચ્ચે સેન્ટ ઝેવિયર્સ કૉલેજના પ્રિન્સિપાલ. Jain Eudcatur international Forevato- Dersonal use only Page #201 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણભાઈનું સન્માન કરતાં સંઘના પૂર્વ પ્રમુખ શ્રી પરમાનંદભાઈ કાપડિયા ડૉ. રમણભાઈનું સન્માન કરી આશીર્વાદ આપતા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ. Honorationer Page #202 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણભાઈના અધ્યક્ષપદે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વસંત વ્યાખ્યાનમાળાનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરતા શ્રી મોરારજીભાઈ દેસાઈ. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં (સપ્ટે. ૧૯૭૨) ગુજરાતના રાજ્યપાલ શ્રી શ્રીમન્નારાયણનું યુવાનોનો અજંપો અને કારણો” વિષય પર વ્યાખ્યાન. પ્રમુખ સ્થાને ડૉ. રમણભાઈ શાહ, Jain Education interretera aimellibrando ForPoivate- PersonalUse Only Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુંબઈ જૈન યુવક સંઘે યોજેલા સ્વાતંત્ર્ય સેનાનીના ચિત્ર પ્રદર્શનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપેયી સાથે ડૉ. રમણભાઈ શાહ. SHRI BOMBAY JAIN YUVAK SANGH SHRI CHIMANLAL CHAKUBHAI SHAH MEMORIAL SPRING LECTURES SUBT: COM વસંત વ્યાખ્યાનમાળામાં વક્તા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી ચંદ્રશેખરની ઓળખાણ આપતા રમણભાઈ. Page #204 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિના આનંદના પ્રસંગે પ્રતિભાવ વ્યક્ત કરતા વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડૉ. રમણભાઈ સાથે શ્રી ચીમનભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ શાહ, શ્રી હરીન્દ્ર દવે વગેરે. રજન પંચ, OSTER શ્રી મુંબઈ જૈન યુવક સંઘ નિર્મિત “શ્રીમતી ધીરજબેના દીપચંદ શાહ, ‘રમકડાં ઘર'ના ઉદ્ઘાટન સમયે ઉબોધન કરતાં રમણભાઈ. Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૧૫૩ વર્તમાન કાળના અનુપમ સાક્ષર ડૉ. રમણભાઈ ચી. શાહ |પૂ. પંન્યાસ નંદીઘોષવિજયગણિ મહારાજ સાહેબ શ્રી રમણભાઈ સાથે મારો પરિચય બહુ જ થોડા સમયનો છે. તેમનું નામ નવનીત-સમર્પણ” (ગુજરાતી) તથા હિન્દી “નવનીત' (ડાઈજેસ્ટ)માં ઘણી વખત વાંચેલ. ખાસ તો તેમનો પ્રવાસ અનુભવ “પાસપોર્ટની પાંખે' લેખમાળા દ્વારા બહુ જ સહજ અને સ્વાભાવિક રીતે આલેખાયેલ છે, તેના દ્વારા તેમનો શબ્દ પરિચય મળેલ. આમ તેમનો પરોક્ષ પરિચય હતો પરંતુ પ્રત્યક્ષ પરિચય તો શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ દ્વારા પ્રકાશિત થનાર મારા “જૈનદર્શન વૈજ્ઞાનિક Ezz' Jainism :Through Science 444Lid seal qu4d 24HELLEY પાલિતાણાના અમારા વિહાર દરમ્યાન કોઠ ગામે આવેલ ત્યારે થયેલ. ત્યાર પછી ક્યારેક પત્ર દ્વારા મળવાનું થતું પણ તેમની તબિયતના કારણે તેઓ બહાર બહુ જતા ન હોવાથી રૂબરૂ મળવાનું થયું નહોતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ તરફથી ઘણા જૈન સાહિત્ય સમારોહનું આયોજન થયું હતું અને ઘણા લોકોનો પ્રેમ સંપાદન કર્યો હતો. “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેની તેમની કામગીરી બહુ જ પ્રશંસનીય અને તટસ્થતાપૂર્ણ રહી હતી. સામાન્ય રીતે શરૂઆતમાં પ્રબુદ્ધ જીવનનો ઈતિહાસ જેન સાધુ પરંપરાથી વિરુદ્ધ રહ્યો હતો તેથી પ્રબુદ્ધ જીવન સાથે સંકળાવવાનું કોઈ પણ સાધુ માટે જોખમકારક ગણાતું તેવા સમયમાં તેમણે પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ સ્વીકારી સાધુઓ પ્રત્યેના સભાવ દ્વારા પ્રબુદ્ધ જીવનને સાધુઓમાં પણ લોકપ્રિય બનાવ્યું. એ તેમની બહુ મોટી સિદ્ધિ હતી. મારા જૈનદર્શન અને વિજ્ઞાનના લેખોથી તેઓ બહુ પ્રભાવિત થયેલ એટલે તેમણે કોઈ પણ જાતની બહુ લાંબી ઝંઝટ કર્યા વિના જ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીમંડળને મારા લેખ સંગ્રહને પ્રકાશિત કરવાની ભલામણ કરી. જે મારા માટે પાશેરામાં પહેલી પૂણી જેવું હતું. ત્યાર પછી ફરીવાર અમદાવાદ-પારુલનગર ખાતે અમારી “ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય 2114 2124L' (Research Institute of Scientific secrets from Indian Oriental Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રુત ઉપાસક રમણભાઈ Scriptures-RISSIONS) ના તત્કાલીન કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં પધારવા માટે મેં તેઓને નિમંત્રણ મોકલ્યું ત્યારે તેઓની તબિયત નાદુરસ્ત હોવા છતાં આવવાની હા પાડી અને આવ્યા. અને તેમની તબિયતને અનુકૂળ આવે તે માટે પારુલનગર સંઘના કાર્યકર્તા શ્રી સુપ્રીમભાઈ પી. શાહને ત્યાં રહ્યા અને તેમની સાથેનો શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરનો પરિચય તાજો કર્યો. એટલું જ નહિ ઉદ્ઘાટન સમારોહ બાદ બપોરના પરિસંવાદમાં અધ્યક્ષતા પણ સ્વીકારી અને પરિસંવાદનું સફળતાપૂર્વક સંચાલન પણ કર્યું. જે મારા માટે ખરેખર અવિસ્મરણીય પ્રસંગ છે. તે પરિસંવાદમાં ડો. જિતેન્દ્રભાઈ બી. શાહે આપણી સામાયિક પ્રક્રિયા ઉપર પોતાનું સંશોધન પત્ર રજૂ કર્યું ત્યારે એક રમૂજભરી કથા પણ કહેલી. તો સાથે સાથે અમદાવાદની સુપ્રસિદ્ધ વિજ્ઞાન સંસ્થા ભૌતિકશાસ્ત્ર સંશોધન પ્રયોગશાળા (Physical Research Laboratory) ના વિજ્ઞાની ડૉ. નરેન્દ્રભાઈ ભંડારીએ રજૂ કરેલ આધુનિક વિજ્ઞાન અને જૈન દર્શન અંગેના સંશોધનપત્રની ચર્ચામાં ક્રમબદ્ધપર્યાય, જમાલિના નિયતિવાદ અને પુરુષાર્થની નિષ્ફળતા અંગે સ્પષ્ટીકરણ કરતાં તેઓએ જણાવેલ કે છદ્મસ્થ જીવોની અપેક્ષાએ પુરુષાર્થ જરૂરી છે, જ્યારે કેવળજ્ઞાની અપેક્ષાએ ક્રમબદ્ધ પર્યાય નિયત છે. પરંતુ તેટલા માત્રથી પુરુષાર્થનું મહત્ત્વ ઓછું થતું નથી. છેલ્લે ગઈ સાલ મારા આભામંડળ અંગેના પુસ્તકની પ્રસ્તાવના લખવાનું કહ્યું તો કશી જ આનાકાની વગર તેમણે તે સ્વીકાર્યું. એટલું જ નહિ સમયસર તે લખી મોકલી. સાથે એમને એ પુસ્તક એટલું ગમી ગયું કે તેમાંથી એક પ્રકરણ તેમણે પ્રબુદ્ધ જીવનમાં પણ પ્રકાશિત કર્યું અને મને લખ્યું કે આપની રજા મેળવ્યા વગર મેં આપના પુસ્તકમાંથી એક પ્રકરણ પ્રબુદ્ધ જીવનમાં પ્રકાશિત કર્યું છે. આજના જમાનામાં જ્યારે સાહિત્યિક ચોરી (Plagiarism) સર્વ સામાન્ય ઘટના બની ગઈ છે ત્યારે આ રીતે નિખાલસ અને સરળતાપૂર્વક આવો સ્વીકાર કરવો દુર્લભ લાગે છે. શ્રી રમણભાઈ વિદ્વાન હોવાની સાથે સાથે એક સાધક આત્મા પણ હતા. અને સાધક આત્માનું એક મહત્ત્વનું લક્ષણ એ હોય છે કે તેઓ હંમેશાં સરળ હોય છે. શ્રી રમણભાઈ પણ આવા સરળ અને નિર્દભ પ્રકૃતિના મહામાનવ હતા. અને તે જ તેમની વિશેષતા હતી. આવા વિદ્વાન સમાજસેવી નિર્દભ પ્રકૃતિના સાધુચરિત જ્યારે વિદાય લે છે ત્યારે સંસ્કૃત સુભાષિતમાં જણાવ્યા પ્રમાણે Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૫૫ માનસરોવ૨માંથી રાજહંસ વિદાય લે ત્યારે હંસને કોઈ હાનિ થતી નથી પરંતુ માનસરોવ૨ને જ હાનિ થાય છે તેમ એ જીવ જ્યાં જશે ત્યાં તે સ્થાનની શોભા જ બનશે પરંતુ આપણા આ વર્તમાન સમાજને તેમની ખોટ જલ્દી પૂરાય તેમ લાગતું નથી. અંતમાં આવા સાધુચરિત સજ્જન આત્મા જ્યાં હોય ત્યાં સૌનું કલ્યાણ કરનાર થાય એ જ એક શુભભાવના. આત્માર્થી, મુમુક્ષુ જીવમાં સરળતા હોવી આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. સરળતાથી અન્ય ગુણો પ્રગટ થાય છે અને દોષોનું નિવારણ થાય છે. સોફ ગુજ્જુયમૂયસ્ક અર્થાત્ સરળતાથી શુદ્ધિ થાય છે. અસરળ જીવ આત્મહિત જલદી સાધી શકતો નથી. સરળ પરિણામી જીવ તત્ત્વના તાત્પર્યને તરત પામી શકે છે. વ્યાવહારિક બાહ્ય સરળતા કરતાં આંતરમનની દોષરહિત પારમાર્થિક સરળતા જીવને અંતર્મુખ થવામાં અને આત્મહિત સાધવામાં ઉપકારક બને છે. માટે પારમાર્થિક સરળતા ઉપાદેય છે. આર્જવ જ્યારે એની ઉત્તમ કોટિએ પહોંચે છે ત્યારે તે સમ્યગ્દર્શન સહિત જ હોય છે. સરળતાથી ઉદારતા, મધ્યસ્થતા, વિશાળતા ઈત્યાદિ ગુણો પ્રાપ્ત થાય છે, સરળ જીવ પોતાના દોષોનું અવલોકન કરે છે અને તેનો સ્વીકાર કરી લે છે. તે દોષોને દૂર કરવા માટે તથા પોતાની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે સતત જાગ્રત રહે છે. તે બીજાનો પ્રીતિપાત્ર બને છે. અસરળ જીવ પોતાના દોષોનો સ્વીકાર કરવાને બદલે બચાવ કરે છે. બૌદ્ધિક સ્તરે પોતાના દોષો સમજાતા હોવા છતાં તેના અંતરમાં તેને માટે પ્રીતિ રહે છે. એટલે જ તે બીજાની પ્રીતિ ગુમાવે છે. તત્ત્વની દૃષ્ટિએ જોઇએ તો આર્જવ અર્થાત્ સ૨ળતા એ આત્માનો સ્વભાવ છે, ગુણધર્મ છે. આત્માનો એ ગુણ હોવાથી નિગોદના જીવોથી માંડીને સિદ્ધગતિના જીવોમાં એ રહેલો છે. નિગોદમાં એ આવરાયેલો છે અને કેવલી ભગવંતો તથા સિદ્ધગતિના જીવોમાં એ પૂર્ણપણે પ્રકાશિત છે. ] રમણલાલ ચી. શાહ (‘જિનતત્ત્વ-ભાગ-૭’માંથી) Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રુત ઉપાસક રમણભાઈ વિપુલ સાહિત્યસર્જક : ડૉ. રમણભાઈ I પૂજ્ય મુનિશ્રી જયભદ્રવિજયજી મ. સા. થોડાં વરસો પહેલા અમારા સમુદાયના સાધુઓ પાલિતાણા આવ્યા. દશેક દિવસ રોકાયા. આ દશ દિવસ દરમ્યાન તેઓએ પાલિતાણાની જાત્રા નવટૂંક ઘેટી પાગ, હસ્તગિરિ વગેરે ગયા. દશમાં દિવસે રાતના સમયે પૂ. પન્યાસશ્રી વાચસ્પતિવિજયજી મ. સાહેબ પાસે બેસવા આવ્યા, પરંતુ પૂ. પન્યાસજી મહારાજ સાહેબનું પ્રતિક્રમણ બાકી હતું તેથી તેમને મારી પાસે બેસવા જણાવ્યું. એ બે સાધુઓ મારી પાસે એકાદ કલાક બેઠા. ઘણી ઘણી વાતો થઈ, ખૂબ આનંદ થયો. ઊઠતા ઊઠતા એ સાધુઓ બોલ્યા કે આપણે નવ દિવસ ફોગટ ગુમાવ્યા. જો આપણે નવેનવ દિવસ બેઠા હોત તો કેવું સારું અને રમણભાઈના પુસ્તકની વિગતો જાણી હોત તો ! કેટલી માહિતી જાણવા મળત ! આ સાંભળી મને મનમાં વિચાર આવ્યો કે શ્રી રમણભાઈનાં પુસ્તકો કેટલા ઉપયોગી છે. નજીકનાં સમયમાં જ મેં તેમનાં પ્રભાવક સ્થવિરો પુસ્તક વાંચ્યા હતા. પૂ. વડીલો પાસેથી સાંભળેલી અને શ્રી રમણભાઈનાં પુસ્તકમાંથી વાંચેલી વિગતોએ મને તે પૂજ્ય પુરુષોની માહિતીથી સભર કર્યો. ત્યારથી મેં શ્રી રમણભાઈના પુસ્તકોને સારી રીતે વાંચવાનું રાખ્યું અને જે પણ પુસ્તક વાંચુ તે પુસ્તકમાંથી ધા૨વા જેવી બાબતો ધારી લઉં, યાદ રાખી લઉં. તેમનાં પુસ્તકો વાંચવાની ખૂબ મજા આવતી. ક્યારેય કંટાળો નથી લાગ્યો. તેમની લખવાની સરળ શૈલી, રસલાલિત્ય તથા વિષયને નિરૂપવાની અનોખી રીતને કારણે દરેક પ્રસંગો જીવંત લાગતા. જ્યાં જે વસ્તુનો-વિષયનો રસનું નિર્દેશન કરવું હોય ત્યાં કરતાં. તેથી તેમનાં પુસ્તકોમાં રસરૂચિજળવાઈ રહેતી. તેમને લખેલા લગભગ તમામે તમામ પુસ્તકો હું જોઈ ગયો છું. યાત્રા પ્રવાસનું પુસ્તક હોય. સ્વદેશ-પરદેશ પ્રવાસનું પુસ્તક હોય તો તે વાંચતાં પણ ઘણી નવી વિગતો જાણવા મળે, ત્યાંની વિશેષતાઓ જાણવા મળે અને વાંચન દ્વારા આપણને એમ જ લાગે કે આપણે પણ તે જગ્યાએ જઈ આવ્યા છીએ. આવા જૈન સમાજની બહુમુખી પ્રતિભા ધરાવતી વ્યક્તિ ચાલી જવાથી જેન સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમની નિખાલસતા, નિરભિમાનીપણું, Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૫૭ પ્રકાંડ વિદ્વાન હોવા છતાં લેશ પણ વિદ્વતાના ભાર વગરનાં, પૂ. સાધુ-સાધ્વીજી પ્રત્યે અથાગ ભક્તિભાવ રાખનાર અને તેમનો આદર કરનાર, લેખનકાર્યો અને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા છતાં જેન આચારોનું યથાશક્ય પાલન કરનારા, જિનપૂજા કરનાર જેવા રમણભાઈને જોતાં જ એક સાત્ત્વિક આત્માને જોતા હોઈએ તેવો ભાવ થાય. વાલકેશ્વરમાં હું એસ. પી. એપાર્ટમેન્ટમાં અને તેઓ રેખા બિલ્ડિંગમાં રહે. એટલે ક્યારેક ક્યારેક રસ્તામાં અમારે મળવાનું થતું ત્યારે ખૂબ આનંદ થતો. તેમના એક પુસ્તક “પાસપોર્ટની પાંખે-ભાગ ૩'માં છેલ્લે ભારતના ખજૂરાહો' પ્રકરણમાં બ્રેક, લાઈટ, હોર્ન, વિનાની ચાવીથી નહિ પણ બે વાયર અડાડીને ચાલતી જીપનું વર્ણન અને તેને ચલાવનાર ઠીંગુજી ડ્રાયવરનું વર્ણન અતિશય સુંદર છે. એક બાજુ રમૂજ ઉત્પન્ન થાય, બીજી બાજુ ગરીબ માણસ પ્રત્યે કરુણા જન્મે. તે વાંચતા વાંચતા ન હસવાની ટેવવાળાને હસવું આવ્યા સિવાય રહે નહીં. મારી તેમની સાથે અવારનવાર મુલાકાત થતી તેમાં પ્રભાવક સ્થવિરોના પુસ્તકના લખાણથી-વાંચનથી પ્રેરાઈને તેમને જૈનેત્તર જૈન સાધુ ઉપર લખવા માટે કહેલું. મેં તેમને કહેલું કે તમે આવા સુંદર પુસ્તકો લખ્યા છે તો જૈનેતરોને પણ ખ્યાલ આવે કે જેન ન હોવા છતાં પણ જૈનેતર વ્યક્તિએ સાધુપણું સ્વીકારી કેવાં ધર્મનાં સુંદર કામો કર્યા છે તે સૌને ખ્યાલ આવે અને શાસનના જૈન ધર્મની વિશાળતાનો અનુભવ થાય. તેમણે લખેલ પુસ્તકોમાં તેમનાં છેલ્લા બે પુસ્તકો “અધ્યાત્મસાર' અને “જ્ઞાનસાર પુસ્તકો ખૂબ જ સુંદર બન્યા છે. તેમણે જે શૈલી અપનાવી છે તે સુંદર છે. શ્લોક અને તેની નીચે જ ગુજરાતી ભાષાંતર અને શબ્દોની સમજ. જેથી શ્લોકનો મર્મ તરત સમજાય. ઉપાધ્યાયજી મહારાજ સાહેબનાં ગ્રન્થોને આવી સુંદર રીતે રજૂ કરીને શ્રી રમણભાઈએ શ્રેષ્ઠતમ કાર્ય કર્યું છે તે તેમના જીવન ચિરંજીવી કાર્ય બની રહેશે. તેઓ હજુ હોત તો વધુ સુંદર પ્રકાશનો સમાજને આપતા રહ્યા હોત. અસ્તુ તેમનો આત્મા જ્યાં ગયો હોય ત્યાં જ્ઞાન-દર્શનને પામે તેવી શુભ ભાવના સાથે. * * * Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રુત ઉપાસક રમણભાઈ જ્ઞાનાચારની આરાધના ] પૂ. મુનિશ્રી હિતવિજયજી મ.સા. આધુનિક તમામ સુખ-સગવડોથી ભરપૂર, સ્વર્ગ સમાન સુંદર બંગલામાં જો પ્રકાશનું એક કિરણ પણ પ્રવેશ પામી શકતું ન હોય, તેથી આખો બંગલો ઘોર અંધકારમય હોય તો એવા અંધારિયા બંગલાની કિંમત કોડીની થઈ જાય તેમ જ એમાં રહેવા જના૨ અથડાય, કુટાય અને ખૂબ દુ:ખી થાય. માણસ યુવાન હોય અને દેવ જેવો રૂપાળો હોય, પણ જો એ આંધળો હોય તો એનું રૂપ નિરર્થક બની જાય તેમ જ દૃષ્ટિના અભાવે એ જીવનભર સર્વત્ર અથડાય, ફુટાય અને ખૂબ દુઃખી થાય. બંગલામાં જે સ્થાન પ્રકાશનું છે, શરીરમાં જે સ્થાન આંખનું છે, માનવ–જીવનમાં એ સ્થાન જ્ઞાનનું છે. અજ્ઞાન માણસ પુણ્ય-પાપ, હેય-ઉપાદેય, કર્તવ્ય-અકર્તવ્ય આદિ કાંઈ જાણી શકતો નથી, તેથી આ લોક-પરલોકમાં દુ:ખી થાય છે અને આત્મહિત સાધી શકતો નથી. જ્ઞાની માણસ જ પુણ્ય-પાપ આદિ જાણી શકે છે અને આ લોક-પરલોક સુધારવા સાથે રત્નત્રયીની આરાધના દ્વારા શિવસુખ પામી શકે છે. સ્વર્ગસ્થ ડૉ. રમણલાલ ચી. શાહે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન શ્રદ્ધાપૂર્વક જ્ઞાનાચારની સુંદર આરાધના દ્વારા જૈન કુળને અને પોતાના સમસ્ત જીવનને ઉજ્જવળ બનાવ્યું છે, શોભાવ્યું છે. સમ્યગ્દર્શન વધુ ને વધુ નિર્મલ બનવા સાથે ભવાંતરમાં પણ એમની જ્ઞાનાચારની આરાધના વણથંભી ચાલુ રહે અને તેઓ શીઘ્ર આત્મહિત સાથે એ જ શુભાભિલાષા. એમની સાથેનો મારો પરિચય ૧૦/૧૨ વરસથી પત્ર દ્વારા જ થયેલો છે. અમે પ્રત્યક્ષ ક્યારેય મળ્યા નથી. તેઓશ્રીએ મારા પ્રકાશનો ‘જોડાક્ષ૨ વિચાર' અને ‘ગુજરાતી લિપિ'ની પ્રસ્તાવના લખી આપી હતી અને મારા ૨-૪ લેખો ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ કર્યા હતા. મારા પ્રત્યે તેમ જ મારાં પ્રકાશનો પ્રત્યે સંપૂર્ણ સદ્ભાવ ધરાવતા હતા, Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૫૯ એથી મારાં ઉપર્યુક્ત બે પ્રકાશનોની એમણે સુંદર પ્રસ્તાવના લખી આપી હતી. તેઓશ્રીની લેખનશૈલી ખૂબ રસાળ હતી. પુસ્તક હાથમાં લીધા પછી મૂકવાનું મન ન થાય. એક વાર મેં પત્ર દ્વારા એમને પૂછેલું કે તમારા નામના અક્ષરો રમણલાલ સી' શાહ લખવા કે રમણલાલ “ચી શાહ લખવા? જવાબમાં એમણે મને લખેલું કે અંગ્રેજીની રોમન લિપિ અનુસાર “સી” શાહ લખી શકાય. પણ મને “ચી શાહ જ પસંદ છે. તેઓશ્રી “ચી શાહ (દીર્ઘ ઈ) લખતા હતા. પણ ચિમનલાલ'ના ચિ - ચી અંગે મારે એક વિદ્વાન સાથે થયેલી ચર્ચા દ્વારા ‘ચિ' (ચિમનલાલ) સાચું હોવાનું જાણવા મળ્યું હતું. પ્રબુદ્ધ પુરુષની વિદાય સમવેદના સહ લખવાનું કે–પ્રો. રમણભાઈ ચી. શાહના દેહ વિલયના સમાચાર મુંબઈ સમાચારમાં વાંચીને આઘાત અનુભવ્યો. તેઓ એક પ્રબુદ્ધ પુરુષ હતા. તેમના મૃત્યુની ઘટનાને પંડિત મરણ જ કહી શકાય, કારણ જ્ઞાનીઓએ બે મરણ બતાવ્યાં છે તેવું બાળમરણ અજ્ઞાનીનું હોય છે પરંતુ પ્રજ્ઞાવાન, પ્રબુદ્ધ જીવોનું મરણ પંડિત મરણ કહેવાય છે. આ એક વિરલ ઘટના જ કહી શકાય કે-તેમણે લખેલું વાક્ય કેટલું બધું અર્થસૂચક છે, “અમે “ઘર બદલ્યું છે. નવું સરનામું નોંધી લેશો.” ચોક્કસ તેમને તેમની વિદાય વેળાની પ્રતીતિ થઈ હશે જ. મેં તેમને મલ્લિનાથ ભગવાનના લેખ સંદર્ભે પત્ર લખેલો-તેમણે તેના જવાબમાં ઉપરના-ઉદ્ગારો રજૂ કર્યા છે. | પૃગેન્દ્ર વિજયના ધર્મલાભ Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ આત્મહિતકર સાહિત્યસર્જક શ્રી રમણભાઈ [ પૂ. મુનિશ્રી હિતવિજયજી મ.સા. સાહિત્યનું ક્ષેત્ર ક્યારેય સર્જક કે વિવેચક વગરનું રહ્યું નથી. એમાંય બહુજનહિતાય, બહુજનસુખાય અને બહુજનજ્ઞાનાય યત્નશીલ સજ્જનો પોતાનો ફાળો આપતા રહ્યા છે. આપણો સાહિત્યિક વારસો શાસનમાં થયેલા અનેક વિદ્વાન મુનિવરો આદિની સેવાથી ધન્ય બનેલો છે. સાહિત્યરસિકોની અગ્ર પંક્તિને શોભાવી શકે એવા સ્વ-પર-હિતચિંતકોમાંના શ્રદ્ધેય શ્રી રમણલાલ ચી. શાહ એક હતા. આત્મહિતકર સાહિત્યના સર્જન દ્વારા તેઓ કર્મરૂપી પંજરમાં પુરાયેલા સ્વ-પરના આતમહંસને કર્મપંજર તોડીને મુક્ત બનવામાં અને શાશ્વત સુખના ભોક્તા બનવામાં સહાયક બનતા રહ્યા. વાણીને દેવી ગણીને એની આરાધના કરવાનું ઠેર ઠેર ઉપદેશાયું છે. સરસ્વતી એ વાગેવતાનું સર્વસંસાર સુપ્રસિદ્ધ સ્વરૂપ છે. જેણે એક માત્ર પોતાના આત્માને જાણ્યો છે એને માટે આ જગતમાં જાણવા જેવું બીજું કાંઈ જ બાકી રહેતું નથી અને જેણે આખી દુનિયાનું બધું જ જ્ઞાન મેળવ્યું હોય, પણ જો એક માત્ર પોતાના આત્માને જાણ્યો ન હોય તો એણે મેળવેલું આખી દુનિયાનું તમામ જ્ઞાન નિરર્થક છે. કૂવામાં પડેલા માણસે કૂવામાં રહેલું પાણી કેવું છે અને કેટલું છે, તેમજ કૂવાની ઊંડાઈ, પહોળાઈ, ગોળાઈ વગેરેનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું હોય, પણ કૂવામાંથી બહાર કેમ નીકળવું એનું જ્ઞાન ન મેળવ્યું હોય તો એણે મેળવેલું આખી દુનિયાનું તમામ જ્ઞાન નિરર્થક પૂરવાર થાય છે. સમ્યજ્ઞાન આત્માનો સંસારરૂપી કૂવા થકી ઉદ્ધાર કરનારું હોવાથી જ શાસ્ત્રકારોએ સમ્યજ્ઞાનનો મહિમા વર્ણવ્યો છે. આ બાબતને નજર સમક્ષ રાખીને રમણભાઈએ જ્ઞાનની સાધનાનો જે પુરુષાર્થ કર્યો હતો એ ખરેખર અનુમોદનીય હતો. આંખ વિનાનો માણસ જેમ માર્ગ-ઉન્માર્ગ, ખાડા-ટેકરા વગેરે કાંઈ જાણી Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧ ૬ ૧ શકતો નથી અને પોતાના દેહનું સારી રીતે રક્ષણ કરી શકતો નથી, તેમ સમ્યજ્ઞાન વિનાનો માણસ પણ પોતાનું હિત-અહિત, પુય-પાપ, સાચું-ખોટું, સારું-ખરાબ વગેરે કાંઈ જાણી શકતો નથી તેમજ આત્મકલ્યાણ પણ સાધી શકતો નથી. આ જમાનો યંત્રવાદનો છે. વધુ પડતાં યંત્રોએ માનવીને જડસુ, આળસુ, પંગુ અને પરાશ્રયી બનાવી દીધો છે. એટલું જ નહિ, પ્રેયસ્કર એવા શ્રમનાં મૂલ્ય પણ ઘટાડી નાખ્યાં છે. એના પરિણામે આદરપાત્ર એવો શ્રમ આજે હાંસીપાત્ર બન્યો છે. શારીરિક શ્રમ કરતાંય માનસિક શ્રમનાં મૂલ્ય અનેકગણાં વધુ છે. વિદ્યાપ્રીતિ, કર્તવ્યનિષ્ઠા, ધગશ અને સાચી દિશાના પ્રયત્નો હોય ત્યારે બુદ્ધિમાન માનવી માટે અઘરું અને અશક્ય શું હોઈ શકે? માનસિક શ્રમના મૂલ્ય ઘટવા લાગે છે ત્યારે શારીરિક રીતે ભાંગી પડેલો માનવી માનસિક રીતે ભાંગી પડે છે. મગજને કસવાની જરાક મહેનત કરવાની બાબતમાં પણ એ હતાશ બની જાય છે. પછી માનવીના પ્રયત્નો વિકાસની દિશાને બદલે વિનાશની દિશામાં પ્રગતિ કરવા લાગી જાય છે. સમ્યજ્ઞાનની ઉપાસનામાં લેશમાત્ર આળસ કે પ્રમાદ ન ચાલે. વિદ્યાની ઉપાસના કરવા લાગીએ એટલે અઘરું પણ સહેલું લાગવા માંડે. મા સરસ્વતીનો અનુગ્રહ એની ઉપાસના દ્વારા જ પ્રાપ્ત થાય છે. વસ્થ મનો યત્ર સંતાનમ્ ! જેનું મન જેમાં લાગ્યું તે પોતાની પ્રબળ લગનીને કારણે કરેલા નિરધારને પાર પાડવા સમર્થ બને છે. આ સત્યને રમણભાઈએ સાહિત્યોપાસના દ્વારા સાર્થક કરી બતાવ્યું. સ્વ. શ્રી રમણભાઈ દ્વારા સર્જિત-સંપાદિત સાહિત્યનો સારી રીતે અને સ કરી, આત્મકલ્યાણના અર્થી પુણ્યાત્માઓ શ્રી સરસ્વતી દેવીને અર્થ અર્પણ કરે એ જ મંગલકામના! * Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ ૨ શ્વત ઉપાસક રમણભાઈ - - - જિન ભક્ત-રમણભાઈ પં. મહાબોધિ વિજય ગણી રમણભાઈનો પ્રથમ પરિચય તો એમના પુસ્તકોના માધ્યમથી થયો. રૂબરૂ પરિચય મારા ૧૯૯૪ ના વાલકેશ્વર-તીન બત્તીના ચોમાસા દરમિયાન થયો. એ વખતે હું મંત્રીશ્વર વસ્તુપાળ ઉપર રચાયેલ ગૂર્જર કૃતિઓનું સંકલન કરી રહ્યો હતો. આ કાર્યમાં મને રમણભાઈની જરૂર પડી. મેં એમને બોલાવ્યા. તેઓ લગભગ બપોરના બારેક વાગે આવ્યા. તેઓ પૂજાનાં વસ્ત્રોમાં હતા. એમને જોતાં મારી બે ભ્રમણા ભાંગી. એક તો જેઓને Ph.D. ની ડીગ્રી મળી હોય, જેઓ સમાજમાં વિદ્વાન તરીકે ઓળખાતા હોય...તેઓ નાના સાધુ બોલાવે તો ઝટ ન આવે. ૨૪ વાર કહેણ મોકલીએ તો માંડ ૧૦ મિનિટ મળવા આવે. અથવા પોતાના સ્થાને સાધુને બોલાવે. ભૂતકાળમાં આવા કાર્યો કરતી વખતે અમદાવાદમાં અનેક વખત હું આવા અનુભવોમાંથી પસાર થયો છું. રમણભાઈ આવ્યા એટલું જ નહિ, નિરાંતે પોણો કલાક બેઠા. ઘણી વાતો કરી. તેમ જ આ કાર્ય માટે પોતાની પાસે જે સામગ્રી હતી તે જરાપણ અધિકારભાવ રાખ્યા વગર સહજતાથી આપી દીધી. એમની સરળતા, એમની નિસ્પૃહતા મને સ્પર્શી ગઈ. કેટલાક સાધુઓ કે વિદ્વાનો સાહિત્ય સંશોધનના કાર્યમાં પોતાની પાસે રહેલી હસ્તપ્રત આદિ સામગ્રીઓ સહજપણે બીજાને આપીને સહાય નથી કરતા ત્યારે રમણભાઈ જેવા સંસ્કારી આત્માની નિસ્પૃહતા કેમ ન સ્પર્શે? બીજું, રમણભાઈને પૂજાના વસ્ત્રોમાં જોઈ મને ખરેખર આશ્ચર્ય થયું. કારણ કે મારા મનમાં એવી છાપ હતી. જેઓ કોઈ યુનિવર્સિટી કે ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર હોય, જૈન શાસ્ત્રોના સંશોધક, સંપાદક હોય. એમના જીવનમાં મોટેભાગે પૂજાભક્તિ કરવાની વૃત્તિ નથી હોતી. ઘણીવાર એ કપડાં પહેરીને જતાં સંકોચ થતો હોય છે. જ્યારે રમણભાઈને પૂજાના વસ્ત્રોમાં જોઈ એમની પ્રભુપ્રીતિ, પ્રભુશ્રદ્ધા ઉપર હૃદયમાં વિશ્વાસ બેઠો. એમણે પોતાની શ્રદ્ધા, પોતાના આચારોને મજબૂત રીતે પકડી રાખ્યા. એ કાંઈ જેવી તેવી ચુસ્તતા ન કહેવાય. અન્ત, રમણભાઈ જ્યાં હોય ત્યાં...શાસનદેવ તેમની શ્રદ્ધાનો દીવો જલતો રાખે એ જ શુભેચ્છા. Page #215 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક રમણભાઈ ૧૬૩ સગુણ સૌરભભર્યું એક શતદલ કમલ પૂ. આ. શ્રી રાજરત્ન સૂરીશ્વરજી મ. સા. જૈન શાસ્ત્રીએ જીવનને મંગલમય બનાવતી જે ચાર ભાવનાઓથી દરેક વ્યક્તિને વારંવાર ભાવિત થવા પ્રેરણા આપી છે તેમાંની એક ભાવનાનું નામ છે “પ્રમોદ.” આ પ્રમોદ ભાવનાનું નિરૂપણ કરતા અમારા પરમ ગુરુદેવ યુગદિવાકર જૈનાચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજે સર્જલ સંસ્કૃત ભાષામય સ મંગલા' નામે ટીકાગ્રન્થમાં આ શબ્દો લખાયા છે કે:શમદમૌચિત્યગાશ્મીર્યધર્યાદિગુણષ કિંવા તથા વિદ્યગુણાધારસન્વેષ પક્ષપાતરૂપી યો મનઃ પ્રહર્ષઃ સ ખમીદ: સંસ્કૃત ભાષાની આ પંક્તિ એમ કહે છે કે સમતા-આત્મસંયમ- ગંભીરતા-ધીરતા વગેરે ગુણો પર અને તે તે ગુણોથી મંડિત ગુણવાન વ્યક્તિઓ પર પક્ષપાતની કક્ષાના હાર્દિક આનંદને આ પ્રમોદભાવના' કહેવાય છે. વ્યક્તિ ભલે ને જેન હો યા અજૈન હો, સંયમી હો યા સંસારી હો, શિક્ષિત હો યા અશિક્ષિત હો કે ધનવાન હો આ નિર્ધન હો; એની આવી કોઈ પણ ભેદરેખાને લક્ષ્યમાં રાખ્યા વિના તે વ્યક્તિના કેવલ માર્ગસ્થ ગુણોને લક્ષ્યમાં રાખીને આ અનુમોદના-પ્રશંસા સાચા હૃદયથી કરવાની હોય છે. આ દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરવા માટે જ અન્ય એક સંસ્કૃત પંક્તિમાં જણાવાયું છે કે “ગુણાઃ પૂજાસ્થાન ગુણિષ ન ચ લિંગ ન ચ વય:' મતલબ કે ગુણવાન વ્યક્તિઓમાં ગુણો જ પૂજાપાત્ર છે; એમનું સ્ત્રી યા પુરુષ તરીકેનું સ્થાન કે બાળ યા યુવાવય વગેરે પરિબળો જરા ય ગણતરીમાં લેવાની જરૂર નથી. માત્ર ગુણપક્ષપાતને પ્રાધાન્ય આપવાની જૈન ધર્મની એ મહાન નીતિ-રીતિને અનુસરીને આજે અહીં એક ગૃહસ્થ વ્યક્તિના ગુણોને બિરદાવવા છે. એ વ્યક્તિ એટલે થોડા જ માસ પૂર્વે અવસાન પામેલ અને સંખ્યાબંધ ગ્રન્થોના સર્જક-સંશોધક-વિવેચક પ્રબુદ્ધ વિદ્વાન ડૉ. રમણલાલ ચી. શાહ. મુંબઈમાં પ્રવચનસભામાં ને રૂબરૂમાં પ્રસંગોપાત તેઓ મળ્યા હતા ત્યારે ચિત્તમાં એક એવી છાપ અંકિત થઈ હતી કે તેઓ વિશ્વપ્રવાસી હોવા છતાં અને વિવિધ વિચારધારાઓનો સંપર્ક ધરાવવા છતાં તેમની વિદ્વતા ને વ્યક્તિત્વ ધર્મશ્રદ્ધાના ચીલમજીઠ રંગથી રંગાયેલાં હતાં. તેમના લખાણોમાં ય આ અનુભૂતિ કરાવે તેવી મહેંક હતી. પણ હમણાં તેમની સ્મરણાંજલિ રૂપે પ્રગટ થયેલ “પ્રબુદ્ધ જીવન'ના વિશેષાંકમાં એમના વિદુષી ધર્મપત્ની ડો. તારાબહેન શાહનો હૃદયસ્પર્શી લેખ નિહાળ્યો ત્યારે, શતદલ કમલની પાંખડીઓની જેમ એમનાં જીવનના અન્ય પણ ઘણાં ઘણાં Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રુત ઉપાસક રમણભાઈ પાસાંઓ વિકસિત થતાં નિહાળ્યાં. એમાંથી એમની ધર્મશ્રદ્ધાને અને પેલા અન્ય પાસાંઓને દર્શાવતી કેટલીક ઘટનાઓ માણીએ લગભગ પચાસ વર્ષ પૂર્વે તેઓએ‘નળદમયંતીકથાનો વિકાસ' વિષય પર પી.એચ.ડી.નું કાર્ય શરૂ કર્યું. એ સમયે તેઓ સેંટ ઝેવિયર્સ કોલેજના અધ્યાપક હોવા ઉપરાંત અન્ય પણ વિવિધ જવાબદારીમાં પરોવાયેલા હતા. એટલે પેલા મહાનિબંધનું કાર્ય ધાર્યા મુજબ આગળ ન વધ્યું. એ અરસામાં ઈ. સ. ૧૯૬૦ ના જૂનમાં તેઓ પ્રસિદ્ધ જૈન મહાતીર્થ શત્રુંજયગિરિરાજની યાત્રાએ ગયા. એમનામાં ઝળકતી શ્રદ્ધાળુતાએ ત્યાંના શ્રી આદીશ્વર પ્રભુ સમક્ષ એમને પ્રાર્થના કરાવી કે “પ્રભુ ! એવા આશીર્વાદ આપો કે આ મહાકાર્ય બારેક માસમાં પૂર્ણ થઈ જાય.” એ પ્રાર્થનાએ ચમત્કાર સર્યો હોય એમ એ પછી મુંબઈ આવતાંવેંત કેટલીક અણધારી અનુકૂળતાઓ મળી અને રોજ રાત્રે આઠથી બે વાગ્યા સુધી એ મહાનિબંધ લખવા માંડ્યા. ન ક્યાંય વિચારો અટકે, ન ક્યાંય પેન અટકે, અને..બાર માસના બદલે માત્ર બે માસમાં એ મહાનિબંધનું કાર્ય પૂર્ણ થયું! તેઓ સ્વયં તો પીએચ.ડી.ની ડીગ્રી વર્યા, પણ પીએચ.ડી.ના માર્ગદર્શક બનીને અનેકોને પીએચ.ડી. કરાવી ય ખરી! જાણે શત્રુંજયગિરિરાજની એ ઘટનાએ એમને પ્રતીતિ કરાવી કે - પ્રાર્થના જેટલી ઊંચે જાય છે એટલી પ્રભુકૃપા અદશ્યભાવે નીચે આવે છે.” સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે “બોધસ્ય શોભા સમતા ય શાન્તિઃ' એટલે કે પ્રાપ્ત કરેલ બોધ (૨) જ્ઞાન ત્યારે જ શોભી ઉઠે છે જ્યારે જીવનમાં એના પલસ્વરૂપ સમતા-શાંતિ પ્રવર્તે. રમણભાઈનાં જીવનનો એક પ્રસંગ જોતાં એવું અંદાજી શકાય કે તેઓ આ પંક્તિથી ય એક ડગલું આગળ હતા. મતલબ કે બોધ પામતાં પૂર્વે-વિદ્યાર્થી અવસ્થામાં જ સમતા-શાંતિ વિપુલ પ્રમાણમાં અંકે કરી શક્યા હતા. એ એક પ્રસંગ તે આઃ તેઓ એમ.એ. ભણતા હતા ત્યારે ઘણી જહેમતના અંતે એમણે ભાષાશાસ્ત્રની ફાઈલ તૈયાર કરેલ. એક વિદ્યાર્થી બે દિવસ માટે એ ફાઈલ વાંચવા લઈ ગયો. પણ પછી એની વૃત્તિ બગડતાં એણે બહાનાબાજી કરીને ઠેઠ પરીક્ષા પૂર્ણ થવા સુધી ફાઈલ ન આપી. એની ઉમેદ તેયાર માલ પર નંબર મેળવવાની હતી. રમણભાઈને ખ્યાલ આવી ગયો. પરંતુ જરા પણ ગુસ્સો કે આવેશ ન કરતાં એમણે નવેસરથી એ અંગે તૈયારીઓ કરીને પરીક્ષા આપી. પરિણામ આવ્યું ત્યારે એ વિષયમાં તેઓ પેલા વિદ્યાર્થી કરતાં વધુ માર્ક્સ મેળવી શક્યા! વિકટ પરિસ્થિતિમાં ય શાંત રહેવાની તેમની ક્ષમતાની સાથે એમના આત્મવિશ્વાસનો ય પરિચય આ ઘટના કરાવે એમ છે. સમજવૃત્તિ અને સ્વીકારવૃત્તિ વિકસ્વર હોય તો વ્યક્તિ સાવ સાદાં હિતવચનમાંથી ય નજરાણાં સમાં જીવનશિલ્પનું નિર્માણ કરી શકે છે. આ વાતની પ્રતીતિ કરાવતો એમનો એક વધુ જીવનપ્રસંગ પણ જાણવા જેવો છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૬૫ સ્વયં ઉચ્ચસ્તરીય વિદ્વાન હોવા છતાં જેન શ્રમણ-શ્રમણીઓ પર પૂર્ણ ભક્તિ ધરાવનાર રમણભાઈને એક મુનિવરે વાતવાતમાં કહ્યું કે “જ્યારે અન્યોને કાંઈ આપો ત્યારે એની અપેક્ષા કરતાં કાંઈક વધુ આપો. એનાથી એને ને તમને વિશિષ્ટ આનંદ મળશે.” આ વાતને તરત અમલી બનાવીને રમણભાઈએ નક્કી કર્યું કે “ગરીબોને લોકો એકાદ રૂપિયો ભીખમાં આપે છે એટલે ભિક્ષુકોની અપેક્ષા એટલી રહે છે. મારે હવેથી રોજ ગરીબોને દશ-દશ રૂ.ની નોટ આપવી. એ ય સાવ સહજતાથી આપીને તરત આગળ નીકળી જવું.” આનાથી ગરીબોને જે અનપેક્ષિત આનંદ થતો એથી તેઓ રોમાંચ અનુભવતા. આ ઉપક્રમ જાળવવાથી તેમને ગરીબોના આશીર્વાદની ઘણી મોટી મૂડી મળી હશે કદાચ. મારી વાત કરું તો, લગબગ બે-અઢી વર્ષ પૂર્વે મારા ગુરુદેવ આ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ. સાથે વાલકેશ્વર-તીનબત્તીના શ્રી આદીશ્વર દેરાસરે દર્શન કરીને બહાર આવ્યો ત્યાં સામેથી પૂજાવસ્ત્રોમાં રમણભાઈ મળ્યા. ખૂબ આત્મીયતાથી વંદન-વાર્તાલાપ કરીને એમણે “પ્રબુદ્ધ જીવન' મોકલવા માટે અમારું સ્થાયી સંપર્ક સરનામું માંગ્યું, એમનાં કેટલાંક પુસ્તકો મોકલાવ્યાં ને અમારાં પુસ્તકો એમને મોકલાવવા સૂચના પણ કરી. એ પૈકી ગત વર્ષે પ્રગટ થયેલ અમારો “યુગદિવાકર' નામે સાતસો પેજનો મહાગ્રન્થ નિહાળીને તેમને ખૂબ આનંદ થયો. કારણ કે તેઓ વર્ષો સુધી વાચના લઈને તેમજ અન્ય કાર્યો દ્વારા યુગદિવાકર ગુરુદેવના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યાં હતાં. જીવનના અંતિમ મહિનાઓમાં એટલે કે ગત વર્ષ (વિ. સં. ૨૦૬૧)ના શ્રાવણ માસમાં તેમણે પ્રબુદ્ધ જીવનમાં અગ્રલેખ રૂપે પરમ ગુરુદેવ યુગદિવાકર આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ વિશે જે વિસ્તૃત લેખ લખ્યો તેમાં તેઓએ પેલા યુગદિવાકર' મહાગ્રન્થને દિવંગત જૈનાચાર્યનાં જીવનની સર્વાગીણ માહિતી આપનાર ગ્રન્થરૂપે બિરદાવ્યો. એટલું જ નહિ, સૂક્ષ્મ અવલોકન કરીને એમણે એ લેખમાં દિવંગત જૈનાચાર્યની સાચી જન્મતિથિ “શ્રાવણ શુદિ અગ્યારશ” રજૂ કરી કે જે પેલા મહાગ્રન્થમાં પ્રબળ પ્રમાણોથી પ્રતિપાદિત કરાઈ છે... છેલ્લે એક વાત. મૃત્યુ તો દરેક વ્યક્તિની જીવનયાત્રાનો અંતિમ મુકામ છે જ. પણ રમણભાઈ જેવી વ્યક્તિઓ એવું વિશિષ્ટ જીવન જીવીને અંતિમ મંઝિલે પહોંચે છે કે જેના માટે યાદ આવી જાય પેલી પંક્તિઓ કે - “યું તો સભી મરણ કે રાહી, એક દિન મર જાતે હૈ; ધન્ય ઉસી કો જો મર કર ભી, નામ અમર કર જાતે હૈ...” * * * Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૬ શ્રત ઉપાસક રમણભાઈ ગુણથી ગરિમાવાનું..અદકેરો આદમી..! D પં. વજસેન વિજયજી મ.સા. ઉદાર અને નિરભિમાની વ્યક્તિ એટલે..રમણલાલ ચી. શાહ એમના માટે સૌ પ્રથમ તો માન થાય તેવો એક એમનો નિર્ણય–એટલે કે કોપીરાઈટનું વિસર્જન. એમણે જે જે વિષયને હાથમાં લે, તેને પોતાની કામણગારી કલમથી એવો ઉપસાવી દે કે એ વિષય જીવંત બની જાય. પોતાના જાત અનુભવોને એવા માર્મિક અને સાદુશપણે રજૂ કરે કે અણદીઠેલો પ્રસંગ નજર સમક્ષ તરવરવા લાગે. એક વખત રમણભાઈ એમના ધર્મપત્ની સાથે જામનગર મુકામે વંદનાર્થે આવ્યા. એમને અમારા પરમ ઉપકારી, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ ઉપર અત્યંત પૂજ્યભાવ હતો. પહેલા પૂજ્યશ્રીનાં સાહિત્ય અંગે ખૂબ જ ગુણાનુવાદ કર્યા પછી કહ્યું કે.સાહેબ! પૂજ્યશ્રીનાં સાહિત્યને જે જુદા જુદા નવકાર આદિ નાના-નાના પુસ્તકોમાં છપાવ્યું છે, તેને વિષયવાર વોલ્યુમ તરીકે પ્રકાશિત થાય તો ખૂબ જ ઉપયોગી બનશે અને એકગ્રંથમાં એક વિષયની સંપૂર્ણ માહિતી મળી રહે. એમની અત્યંત લાગણી અને સૌહાર્દ ભરેલી ભલામણ અમને ગમી ગઈ. અને ત્યારબાદ એ રીતે ચાર વોલ્યુમમાં પૂજ્યશ્રીનું સાહિત્ય પ્રકાશિત થયું. જે ખરેખર ખૂબ જ ઉપયોગી બન્યું. જ્યારે જ્યારે વોલ્યુમ રૂપ ગ્રંથ પ્રકાશિત થાય ત્યારે અચૂક રમણભાઈ યાદ આવી જાય. છેલ્લે જ્યારે હિંમતભાઈના લેખ વિષે જણાવ્યું. ત્યારે પણ તેઓએ ઉમળકાપૂર્વક ભાતૃભાવ પૂર્વક હિંમતભાઈ માટે લેખ લખીને મોકલ્યો છે. એમની નિખાલસતા એક વિશેષભાવને આકર્ષણ કરતી હતી. મિલનસાર વ્યક્તિત્વનાં ધારક, રમણભાઈનો આત્મા પરમાત્માનું શાસન પામી પરમપદને પામે... Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક ૨મણભાઈ ૧૬૭ - 'जैन जगत के प्रकांड विद्वान साहित्य दिवाकर डॉ. रमणलाल शाह' पू. साध्वी निपुणाश्रीजी महाराज-रायपुर भाईश्री डॉ. रमणभाई ने हमारे बीच से पार्थिव देह से चिर बिदाई ले ली । परिवार में व्यक्ति वियोग की व्यथा सहज है ही किन्तु जिनशासन में एक प्रकांड विद्वान तथा आगमपाठों के साथ गहन तत्त्वज्ञान के तलस्पर्शी विवेचक की अपूरणिय क्षति हुई है । जिसकी पूर्ति वर्तमान में संभव नहीं ! सांसारिक संबंध में भाई होने के कारण मुझे दीक्षा की आज्ञा दिलाने में भी आपका पूर्ण सहयोग रहा । अद्यपर्यन्त आप द्वारा लिखित लगभग सभी ग्रंथ पोस्ट से प्राप्त होता रहा एवं उन ग्रंथों का स्वाध्याय अनवरत सामूहिक रुप से चल रहा है । सहज सरल भाषा में अध्यात्म को आगम पाठ से प्रमाणित करते हुए इतना विशद विवेचन किया है जिसका वांचन करते करते हृदय बडा गद्गद् होता है एवं मस्तिष्क अहोभाव से झुक जाता है। आपके द्वारा लिखित और संपादित 'जिनतत्त्व', 'अध्यात्मसार', 'वीर प्रभु ना वचनो', 'प्रभावक स्थविरो', 'ज्ञानसार', के 'जैन धर्मना पुष्पगुच्छ', 'सांप्रत सहचिंतन' आदि ग्रंथ आध्यात्मिक जीवन शैली प्रदान करने में पूर्ण सक्षम है साथ ही रास आदि में महापुरुषों के जीवन का सजीव वर्णन बहुत ही रसप्रद सधी हुई शैली में किया है । ‘पासपोर्ट नी पांखें' पुस्तक में वैदशिक जीवन शैली का आबेहूब चित्रण हुआ है जिसमें वाली द्वीप में मनाये जाने वाले पर्व की पद्धति में प्राय: जैनों की उत्कृष्ट आराधना संवत्सरी के समकक्ष की अनुभूति कराता है । 'प्रबुद्ध जीवन' में तथा साहित्य सर्जन के क्षेत्र में आपकी बहुमुखी प्रतिभा का दिग्दर्शन होता है । निष्कर्ष की भाषा में आप जीवन पर्यन्त आध्यात्मिकता में निमग्न रहे । दो-तीन माह पूर्व आपने लिखा था कि अभी ज्ञानसार का अनुवाद चल रहा Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ है पश्चात् जैन पारिभाषिक शब्दकोष तैयार करना है, शायद प्रारंभ किया ही होगा। बम्बई के हमारे पांच चातुर्मास में भी पुन: पुन: आपका आगमिक मार्गदर्शन मिलता रहा । महाकौशल प्रदेश बालाघाट में भूतकालिन शिबिर छात्र सम्मेलन में आपका प्रेरक प्रभाविक उद्बोधन रहा । महाकौशल जैन श्वे. मूर्तिपूजक संघ के आमंत्रित अतिथि रहे । दूसरी बार रायपुर में छात्राओं की शिबिर में संघ के आमंत्रण से आप सपत्नी पधारे थे । सहज सरल उद्बोधन में प्रभाविकता थी । तीसरी बार चार दिन का प्रवास रहा । चित्रकूट आदि स्थान पर्यटन साथी भाई राजेन्द्र घीया थे तब भी घंटों तक कितनी अनुभव वार्ता का रसपान कराया जो आज भी स्मृतिपट में चिरस्थायी है । सांसारिक बडे भ्राता के रुप में अवश्य सहज हितचिंतक के रुप में हमारे संयमी जीवन के बहुमान साथ औचित्यपूर्ण व्यवहार रहा । बृहद् भगिनी परम पूज्या कुसुमश्रीजी म. सा. से आपने काफी ज्ञानचों से जीवन को भावित किया था । पादरा निवासी अमृतलाल वनमालीदास कुटुम्ब के गौरवपुत्र पिता चीमनभाई शाह के कुलदीपक चि. रमणभाई पार्थिव शरीर से हमारे मध्य नही रहे किन्तु आपके सत्साहित्य रुप विरासत हमारे साथ है । उक्तं चपरिवर्तिनी संसारे, मृत: को वा न जायते । स जातो येन जातेन, याति वंश समुन्नतिम् ।। परिवर्तनशील संसार में जन्म साथ मृत्यु अविनाभावि है किन्तु जन्म उनका ही सार्थक है जिनके द्वारा कुटुम्ब, संघ, समाज गौरवान्वित है । 'ज्ञान क्रियाभ्याम् मोक्षः तत्त्वार्थ का सूत्र आपके जीवन में चरितार्थ था । आप कहते थे विदेश प्रवास से पूर्व सिद्धगिरि की यात्रा का भाव रहता है । तथा वहां विशिष्ट व्यक्ति को प्रदान करने हेतु प्रायः परमात्मा की प्रतिमा साथ ले आते थे। हम पालीताणा थे तब पुत्र अमिताभ का अध्ययन हेतु शायद प्रवास होगा, तब प्लेन से भावनगर होकर पालीताणा तीर्थयात्रा तथा हमारे दर्शन लाभ का भी खास निर्देश आपका रहा । Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૬૯ जैन इतिहास के प्रखर विद्वान अगरचंदजी नाहटा आपसे मिलने बंबई आते ऐवं पृच्छा करते तो आप कहते सुबह सामायिक, पूजा पश्चात ही समागम हो सकेगा। मैने एक वक्त पर्युषण व्याख्यानमाला के विषय में बातचीत की तो कहा कि जैनत्व से अपरिचित को जैतत्व की पहचान हेतु संगठित करने में विविधता जरुरी है . जो अनेक विषयों के विद्वान शासन के प्रमाणित वक्तव्य से सुप्त चेतना को जागृत करने का प्रयास है, किन्तु वास्तविक तो जो परंपरा है वही है ! एवं मैं भी समय मिलते उसी स्थान पहुंचता हूं यानि संस्कृति का भी कितना गौरव था । __ आपकी एक विशिष्ट प्रकृति थी कि कभी भी पत्र सामान्य हो या विषयगत प्रश्न वाले हो प्रत्युत्तर अविलंब प्राप्त होता था । वीर प्रभु के वचन भाग-1 का यहां हिन्दी भाषा का विमोचन कुमारपालभाई वि. शाह के हाथों हुआ था । जिनतत्त्व भाग-1 का हिन्दी भाषा में प्रकाशन होने जा रहा है । आगे सभी भाग प्रकाशित हो यह पुरुषार्थ है । भावि भाव ज्ञानीगम्य है । आप की संस्था से प्रकाशित जिनवचन ग्रंथ हमें भी बहुत उपयोगी रहा तथा विशिष्ट व्यक्ति बहुमान भाव से स्वीकृत करते हैं । एक आध्यात्मिक साहित्य क्षेत्र का द्वार अवरुद्ध हो गया । उपलब्धि का ऐक स्रोत रुक गया । अन्त में आप की आत्मा जहां भी पहुंची हो वहां आपकी साधना अविराम प्रगतिशील रहे ! इसी सद्भावों के साथ. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯o. શ્રત ઉપાસક રમણભાઈ એક અનોખું વ્યક્તિત્વ I પૂ. ર્ડા. તરુલતાબાઈ મહાસતીજી શ્રી રમણભાઈનું નામ કાન પર પડતાં જ એક ધીરાદાત્ત, ગંભીર, સાંપ્રદાયિકતાની છાંટ વિહોણું સરળ-સાલસ વ્યક્તિત્વ માનસ-પટ પર ઊભરી આવે...! તેઓ મૂર્ધન્ય સાહિત્યકાર તો હતાં જ. પરંતુ સાહિત્યસેવીમાંથી, સાહિત્યના સ્વામી ક્યારે બની ગયાં એની જાણ પણ આપણને થઈ નહીં. સાહિત્યની કઈ વિદ્યાને તેઓ નથી સ્વર્યા ? એ જ પ્રશ્ન છે. ધર્મ-તત્ત્વજ્ઞાન હોય કે પ્રવાસ–સફર હોય, રેખાચિત્ર-જીવનચરિત્ર હોય કે નિબંધ હોય, એકાંકી હોય કે પાયસંક્ષેપ હોય, સાહિત્ય વિવેચન હોય કે સંશોધન-સંપાદન હોય; તેઓની લેખિની પ્રત્યેક વિદ્યાઓમાં અવિરત ચાલતી રહી. જૈન દર્શનના સમર્થ અભ્યાસી જ નહીં, જેન તત્વ-રહસ્યોના ઊંડા મર્મજ્ઞા હતાં. જૈન વિષયોની છણાવટ ગહનતાથી તેઓ કરતાં. એટલું જ નહીં, ભારતનાં અન્ય દર્શનો તેમ જ વિશ્વ દર્શનોના પણ ઊંડા અભ્યાસી તથા વિવેચક રહ્યા. સન ૨૦૦૪ના જાન્યુઆરીમાં પ્રથમ જ્ઞાનસત્રનું આયોજન કલ્પતરું અધ્યાત્મ કેન્દ્ર-મિયાગામ મધ્યે થયું. તે વખતે જેના દર્શનનો ગહન અને કઠીન વિષય “પુદ્ગલ પરાવર્તન'ની છણાવટ એવી તો રસાળ શૈલીમાં કરી કે એ વખતે શ્રોતાઓ સાથે વિદ્વાનો પણ આફરીન પોકારી ઊઠ્યા. ગંભીર વિષયને સરળતાથી દૃષ્ટાંતો સહિત સમજાવવાની સૂઝ તો તેઓની જ...! તેમની સાથેના મારા પરિચયની વાત કહું તો-દેવલાલી (મહારાષ્ટ્ર)માં તેઓ અવાર-નવાર આવતાં. પૂ. બાપજી અધ્યાત્મ યોગિની શ્રી લલીતાબાઈ મહાસતીજીનાં સ્વાચ્ય અર્થે ૯૦ થી લગભગ ૯૮ સુધી અમે દેવલાલી હતાં. તે વખતે કેટલાક સહૃદયી ભાવિકોની મારા પર ભાવભરી વિનંતી સાથ આગ્રહ રહ્યો કે, થિસિસ લખ્યાને ૨૦-૨૨ વર્ષ થઈ ગયા છે. હવે ફરી સંવારી-સજાવીને લખવી તથા છપાવવી. અનિચ્છાએ પણ મેં લખાણ હાથ ધર્યું. આટલાં વર્ષ પછી ફરી સુ-પ્રતિષ્ઠિત ગાઈડની મને જરૂર પડી અને મેં શ્રી રમણભાઈ સમક્ષ વાત Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ મૂકી. એમણે સહર્ષ વાત સ્વીકારી અને કામ શરૂ થયું. હું ૫૦-૬૦ પાના લખું. તેઓ આવે. સાથે બેસી જોઈએ તેઓ ઘટતી સૂચના આપે. સુધારા-વધારા કરાવે. ફરી હું આગળ લખું. ફરી તેઓ દોઢ-બે મહિને આવે. ફરી ફરી એ જ દો૨ ચાલે, આમ કેટલોક વખત ચાલ્યું. પણ એક યા બીજા કારણે કામ અટકી ગયું...! પરંતુ આ સમય દરમ્યાન તેઓનો વિશેષ પરિચય થયો અને એક અનોખા વ્યક્તિ તરીકે મારા માનસ પર છાપ પડી. આ પછી પણ અવારનવાર મળવાનું થયું. અહીં કલ્પતરું અધ્યાત્મ કેન્દ્રમાં પૂ. બાપજીના દર્શને શ્રીમતી તારાબેન સાથે બે-ત્રણ વાર આવી ગયાં. અહીંના પાવન પરમાણુ તેમ જ શાંતિભર્યા વાતાવરણથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતા. જ્ઞાનસત્રના સમાપન અધ્યક્ષ તરીકેની સુંદર કાર્યવાહી અહીં જ બજાવી, કાયમી યાદ અહીં મૂકતા ગયા. આવી બહુમુખી પ્રતિભાના ધા૨ક શ્રી રમણભાઈ અક્ષરદેહે આપણી વચ્ચે અનેક વર્ષો સુધી રહો... ૧૭૧ સરસ જીવત જીવી ગયા વિદ્વર્ય જૈન ધર્મના અનન્ય ઉપાસક શ્રી રમણભાઇના સ્વર્ગવાસના સમાચાર સાંભળી હૃદય એક ધબકારો ચૂકી ગયું. આવા મહાન આત્માની તો શી પ્રશંસા કરવી ? પરંતુ રમણભાઈ તેમના ગુણોથી આપણા સહુની વચ્ચે અમર થઈ ગયા. તેઓના માર્ગદર્શન હેઠળ ઘણાં સાધ્વીજી ભગવંતોએ Ph.D. કર્યું. તેઓ આગવી સૂઝ ધરાવતા હતા. જૈન ધર્મના મજીઠીયા અંગે લોકોને રંગી તેમણે શાસન સેવાના અપૂર્વ કાર્યો કર્યા છે. ભગવાન મહાવીરની જયપતાકા લહેરાવી તેઓએ જૈન ઇતિહાસને પુનર્જિવીત કર્યો છે. તમો સહુ ખૂબ સમતા રાખજો. ધર્મના ભાવમાં રહેજો. રમણભાઈ ખૂબ સરસ જીવન જીવી ગયા. તમો પણ તેમના પગલે ચાલી ખૂબ સમભાવ રાખજો. I ગોંડલ સંપ્રદાયના હીરાબાઈ મ., સ્મિતાબાઈ મ. મુંબઈ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રુત ઉપાસક રમણભાઈ અરિહંતભક્ત પૂજ્ય ડો. જશુબાઈ સ્વામી આજે વાલકેશ્વર ઉપાશ્રયેથી રમણભાઈના અવસાનના સમાચાર આવ્યા. જે વાત સાંભળવા કાન તૈયાર ન હતા. મગજ મૂઢ જેવું થઈ ગયું, બુદ્ધિ બુઠી બની ગઈ. પણ ઘણી મથામણને અંતે મને બધાને સમજાવ્યા ને જે ઘટના બની છે તે સત્ય છે. તેવું કબૂલ કર્યું. ખરેખર આજે સાહિત્ય જગતનો એક સિતારો ખરી પડ્યો. સાહિત્યના સર્જનહારનું દેહવિસર્જન થઈ ગયું. તેઓશ્રીએ જૈન સિદ્ધાંતો જીભને ટેરવે નહીં પણ જીવનમાં ઉતાર્યા હતા. તેમના શ્વાસે શ્વાસમાં અરિહંત ભક્તિનો ગુંજારવ હતો. પૂજાના ડ્રેસમાં રમણભાઈ ખરેખર અરિહંત ભક્ત લાગતા હતા. મને તેમણે Ph.D. એક દીકરીને કરાવે તે રીતે કરાવ્યું છે. શ્રી રમણભાઈ વ્યક્તિ રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ તેઓશ્રીનું વ્યક્તિત્વ સૌના દિલ-દિમાગમાં અમર રહેશે. આપની મહાનતાના ગીત ગાતા જીભ પણ ટૂંકી પડે છે. શબ્દો શોધવા પડે છે. કારણ કે મહાજ્ઞાની શ્રી રાકેશભાઈને Ph.D. કરાવી આપે તો આપના જીવનમાં કલગી લગાવી દીધી છે. આપે તો વિનયથી વિદ્યાદેવીને વશ કરી લીધી હતી. સ્વર્ગસ્થ શ્રીમાન રમણભાઇનો આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ-સમાધિ પામે. * * * Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧ ૭૩ ધન્ય હતું જેનું જીવન, ધન્ય હતું કવન... || પૂજ્ય ડૉ. મોક્ષગુણાશ્રીજી પીએચ.ડી.ની થિસિસ લખવા માટે મારા માર્ગદર્શક તરીકે ડૉ. રમણભાઈ શાહ હતા. કેટલાય વર્ષોથી અડીખમ ઊભેલું તાડવૃક્ષ પડી જાય તો યે કોઈ એને યાદ કરતું નથી, પણ સરોવરમાં એક દિવસ ઊગીને બીજે દિવસે કરમાઈ જતા કમળને લોકો યાદ કરે છે કારણ ? તાડવૃક્ષ ગમે તેટલું ઊંચું હોય પણ તે પથિકને છાયા નથી આપતું. જ્યારે કમળ, સૌદર્ય, સુકોમળતા અને સુવાસિતતાના ત્રિવેણી સંગમ દ્વારા આકર્ષી લે છે જેથી તેને લેવા સહુ ઉત્સુક બને છે. આ સંસારના ઉપવનમાં કેટલાય જીવો જન્મ લે છે અને આયુષ્ય પૂર્ણ થતાં વિદાય થાય છે, પણ તે આત્માઓના જીવન, કમળની માફક પ્રશંસનીય અને અભિનંદનીય બને છે કે જેઓએ સ્વ સાધના સાથે પરમાર્થ કાજે તન, મન, જીવન શાસનને ચરણે સમર્પિત કર્યા છે. જેમના જીવનમાં અરિહંતની આજ્ઞાનું ગુંજન ને મહાવીરના માર્ગનું મંથન છે. અને ગુરુ આજ્ઞામાં અજબ સમર્પણભાવ છે. આવા આત્માઓ જગતમાં વંદનીય, પૂજનીય, સ્મરણીય બને છે. આવા એક મહાપ્રતિભાશાળી મહાન, વિદ્વાન, પ્રખર વ્યાખ્યાતા, જ્ઞાનદાતા, સાહિત્યોપાસક સુશ્રાવક ડૉ. રમણલાલ ચી. શાહ હતા. જેમણે મુંબઈની મોહમયી નગરીમાં પણ અધ્યાત્મરસનું પાન કરી દિવ્યદષ્ટિ પ્રાપ્ત કરી અને કોના જીવન સુધી જ્ઞાન પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું. ઉત્તરોત્તર જ્ઞાનમાં સદા ઉદ્યમવંત બની અંતિમ સમય સુધી સાહિત્યની અજોડ સેવા બજાવી... મહાપુરુષોનું જીવન એટલે ગુણોની ખાણ. ગુણોથી છલકતા તેમના જીવનનું વર્ણન અલ્પમતિથી કેવી રીતે કરી શકાય? વીરતા, ધીરતા, સરળતા, નીડરતા, નિખાલસતા, સૌમ્યતા, શીતલતા, પ્રવચન પ્રભાવકતા આદિ ગુણોથી એમણે જીવન વિભૂષિત કર્યું હતું. સૂક્ષ્મપ્રજ્ઞા, પ્રચંડમેઘા, ને અખંડ પુરુષાર્થના પ્રભાવે સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશ વગેરે ભાષાના જ્ઞાતા હતા. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ઘણાં વરસ સુધી સેવા બજાવી હતી. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રત ઉપાસક રમણભાઈ પ્રબુદ્ધ જીવન માસિક દ્વારા પણ જન જનના હૃદય સુધી ધર્મજ્ઞાન પહોંચાડવાનું કાર્ય કર્યું.... અવારનવાર યોજાતા જૈન સાહિત્ય સમારોહના વિદ્વદ્ સંમેલનમાં એમનો સક્રિય ફાળો રહેતો. વીસ તીર્થકરોની કલ્યાણક ભૂમિ સમેતશિખરમાં યોજાયેલ સંમેલનમાં ડૉ. રમણભાઈ શાહ પણ પધાર્યા હતા અને તે સમયે આચાર્ય ભગવંત પ. પૂ. કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા. સાથે મારી પીએચ.ડી. સંબંધી ચર્ચા-વિચારણા થઈ અને ડૉ. રમણભાઈએ તેમાં ઉત્સાહસહ સંમતિ દર્શાવી શિખરજીથી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી મુંબઈ આવીને મેં મારા માર્ગદર્શક ડૉ. રમણભાઈ શાહના માર્ગદર્શન હેઠળ શોધ નિબંધનું કાર્ય શરૂ કર્યું. એ માટે જરૂરી અને ઉપયોગી એવા ગ્રંથો શ્રી મહાવીર જૈન વિદ્યાલય તથા અન્ય ગ્રંથાલયોમાંથી એકત્ર કરવામાં એમની ઘણી સહાયતા મળી. મારા આ શોધનિબંધમાં સતત ચાર વર્ષ સુધી મને માર્ગદર્શન આપ્યું. મારા પરમ સદ્ભાગ્ય કે વિદ્વવદ્વર્ય સાહિત્યપ્રેમી જ્ઞાતા ડૉ. રમણભાઈ શાહ પાસે અભ્યાસ કરવાનો મને સરસ અવસર સાંપડ્યો. કેટકેટલી પ્રવૃત્તિઓની વચ્ચે ઘેરાયેલા હોવા છતાં મને અભ્યાસ માટે નિઃસ્પૃહભાવે અમૂલ્ય સમય તેઓ આપતા રહ્યા હતા. એમના સતત મળતાં રહેલાં પ્રેરણા અને પ્રોત્સાહન વગર આવું કઠીન કાર્ય જલ્દી પૂર્ણ થાત નહીં. તદુપરાંત ડૉ. રમણભાઈ શાહનાં ધર્મપત્ની પ્રો. તારાબહેન શાહ તથા એમના માતુશ્રી ધીરજબહેનનો પણ સારો સહકાર સાંપડ્યો હતો. ડૉ. રમણભાઈનો તથા એમના પરિવારનું ઋણ કેમ ભૂલાય? વિદ્વદ્વર્ય સુશ્રાવક રમણભાઈ શાહની વિદાયથી સંઘમાં જબરી ખોટ અનુભવાશે. એમનો દિવ્ય આત્મા જ્યાં પણ હોય ત્યાં પરમ શાંતિને પામે એ જ પ્રભુ પ્રાર્થના. * * * Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક રમણભાઈ ૧ ૭૫ ભાવાંજલિ | પૂજ્ય ડૉ. આરતીબાઈ મહાસતીજી હતું રમ્યકારી “ રણ” એવું આપનું મધૂરું નામ, આત્મભાવમાં રમણ કરવા કર્યા શ્રુતસેવાનાં અનોખાં કામ, ‘તારા' સંગાથે રહી આરોહણ કર્યા અનેક ગુણસોપાન, પ્રબુદ્ધપણે જીવી ગયા, જીતી લીધા આપે ઇન્દ્રિયગ્રામ, જેન સાહિત્ય લેખને જાગૃત રહ્યો સદા તવ આતમરામ, ભાવાંજલિ અર્પીએ ભાવે સદા શીધ્ર પામો શાશ્વતધામ... પૂ. મહાસતીજી ! Ph.D. નો અભ્યાસ લક્ષ્યપૂર્વકના સ્વાધ્યાય માટે જ છે. લક્ષ્ય સિદ્ધ થઈ જાય પછી Ph.D. રૂપ ઉપાધિને ભૂલી જજો.” એક સાધ્વીને આ પ્રકારની હિતશિક્ષા આપનાર વ્યક્તિનું ગૌરવવંતુ વ્યક્તિત્વ સહજ રીતે ઝળકી ઊઠે છે. ખળખળ વહેતી સરિતા સાગરને મળવા માટે નિરંતર સ્વતંત્ર રીતે નિરપેક્ષપણે વહેતી જ રહે છે. તે જ્યાંથી પસાર થાય તે તે ક્ષેત્રને કંઈક આપીને જાય છે. તે જ રીતે સરિતા જેવા સાધકો પોતાની આત્મશુદ્ધિ માટે જ અવિરત પુરુષાર્થ કરી રહ્યા હોય છે તેમ છતાં તેમનું અસ્તિત્વ, તેમનું વિરલ વ્યક્તિત્વ સમાજને કંઈક આપીને જાય છે. આવા જ વ્યક્તિત્વના ધારક ડૉ. રમણભાઈએ પોતાના જીવન દરમ્યાન શ્રુતદેવની આરાધના કરી, ભગવદ્ ભાવોને આત્મસાત્ કર્યા. ધર્મ કોઈ શબ્દનો વિષય નથી કે કોરી વિદ્વતા કે બુદ્ધિવિલાસ નથી. ધર્મ આત્માનો સ્વભાવ છે. તેથી જીવનની એક ક્ષણ પણ તે આત્માથી જુદો થતો નથી. જે વ્યક્તિ ધર્મને પામી હોય, તેનો સમગ્ર આચાર ધર્મમય બની જાય છે. આવી સ્પષ્ટ સમજણ તેઓશ્રીએ કેળવી હતી. તેથી જ તેમના અંતરમાંથી ઉપરોક્ત શબ્દો સરી પડ્યા હતા. સાધકજીવનને લક્ષ્યપૂર્વકના સ્વાધ્યાયથી સમૃદ્ધ બનાવવું જરૂરી છે પરંતુ તે સ્વાધ્યાયજન્ય ઉપાધિથી જ્ઞાનનું અજીર્ણ ન થાય તે માટે સાવધાન રહેવું તે સાધકની સાધના છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રુત ઉપાસક રમણભાઈ મારા Ph.D. ના અભ્યાસકાળના પ્રારંભથી પૂર્ણતા સુધીના સમય દરમ્યાન મેં ડૉ. રમણભાઈને નિકટથી જાયા છે. તેમનો પ્રત્યક્ષ પરિચય અલ્પકાલીન હોવા છતાં તેમની સાથે વ્યતીત થયેલો સમય મારા માટે કાયમના સંભારણા રૂપ બની ગયો છે. ત્તિ હિં વિહૂદ્ધ પારસ્થા સંગમુત્તરT I (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-અધ્ય. ૫) કેટલાંક ગૃહસ્થો ગૃહસ્થજીવનમાં રહીને પણ શ્રેષ્ઠ આચારનું પાલન કરતા હોય છે. ભગવાન મહાવીરની ઉપરોક્ત સુક્તિને ચરિતાર્થ કરતું તેઓશ્રીનું જીવન સાદુ, સરળ અને નિસ્પૃહ હતું. તેઓએ પોતાના સરળ વ્યવહારથી, ચિંતનપૂર્વકના લેખનથી, પ્રેરક અને રોચક વસ્તૃત્વ શૈલીથી, નિષ્કામભાવે અન્યને સહાયક થવાની પવિત્ર વૃત્તિથી તથા તેને અનુરૂપ શાસન પ્રભાવનાની અનેકવિધ પ્રવૃત્તિઓથી જૈન સમાજમાં એક અનોખું અને આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ડૉ. રમણભાઈ તથા શ્રીમતી તારાબેન આ દંપતીએ સમાન રુચિ અને સમાન પ્રવૃત્તિથી પરસ્પરના સથવારે અનેકવિધ ગુણસંપત્તિથી પોતાનું જીવન સમૃદ્ધ બનાવ્યું. પોતાની જ્ઞાનસંપત્તિનો સંવિભાગ કરતા હોય તેમ વિવિધ પ્રકારના સાહિત્યલેખન દ્વારા સમાજને મહાન અનુદાન આપ્યું. જીવનના અંતિમ દિવસો સુધી અનેક વાર સંબંધોથી નિવૃત્ત થઇને ધર્મસ્થાનોમાં એકાંત વાસ કરીને સ્વભાવમાં સ્થિર થવા માટે સ્વાધ્યાયનો પુરુષાર્થ કર્યો. પોતાના વ્યવસાયમાં ધર્મને વણીને ધર્મ અને વ્યવહારના સુભગ સમન્વય રૂપ તેમનું જીવન આદર્શ ગૃહસ્થ જીવનના એક નમૂના રૂપ હતું. ડૉ. રમણભાઈના દેહનો વિલય થયો પરંતુ તેમનું અવિનાશી વ્યક્તિત્વ પોતાના પૂર્ણ શુદ્ધિના લક્ષ્યને શીવ્રતમ સિદ્ધ કરે એ જ મનોકામના. અનેકના જીવનમાં સાચા માર્ગદર્શક બનેલ સુશ્રાવક રમણભાઈના નિધનના સમાચાર જાણી આઘાત અનુભવ્યો. તેઓશ્રી લેખન દ્વારા અનેકના જીવનમાં સાચા માર્ગદર્શક બનેલ. તેમણે કરેલું લેખન વગેરે ખૂબ જ અનુમોદનીય હતું. વિશેષમાં તેઓશ્રીએ કરેલ લેખન માટે પ્રબુદ્ધ જીવન' પત્ર પ્રગતિ સાધે એ જ અભિલાષા. T જિતદર્શન વ.ના ધર્મલાભ, ઘાટકોપર-મુંબઈ Page #229 -------------------------------------------------------------------------- ________________ ભુત ઉપાસક રમણભાઈ ૧૭૯) બહુમુખી પ્રતિભાસંપન્ન આત્મા | પૂજ્ય ડોલરબાઈ મહાસતીજી રમણભાઈના પ્રત્યક્ષ સત્સંગનો પ્રસંગ તો મને બહુ અલ્પ દશ-બાર વાર મળ્યો છે તેમ છતાં એ સમય દરમ્યાનની તેમના વ્યક્તિત્વની છાપ મારા મન મસ્તિષ્કમાં અમીટ રહી છે. તેઓશ્રીના જીવનની સાદગી અને સરળતા, સહૃદયતા અને સાત્વિકતા, નિયમિતતા અને નૈતિકતા, સ્વાધ્યાયપ્રિયતા અને આત્મિક જાગરૂકતા અનન્ય હતાં. શ્વાસોશ્વાસમાં વણાયેલાં તે જોવા મળતા. ઉત્તમ આત્માઓ પ્રત્યેનો તેમનો સભાવ, અહોભાવ, પુન્યાત્માઓના જીવનકવનને જનજનના મન સુધી પહોંચાડી, પ્રેરણાદાયી બનાવવાનો સ્વપુરુષાર્થ પ્રશંસનીય, અભિનંદનીય હતો. સાહિત્યના પ્રત્યેક પાસાનું તેમનું તલસ્પર્શી જ્ઞાન અને ધાર્મિક ગ્રંથોના રહસ્યોની તાવિક અને માર્મિક છણાવટ હૃદયસ્પર્શી હતાં. આધ્યાત્મિક, ભોગોલિક, વૈજ્ઞાનિક કે તાત્ત્વિક ગમે તે વિષય હોય રમણભાઈ પાસેથી તેનું અવશ્ય માર્ગદર્શન મળે એટલું જ નહીં તેના અર્થગાંભીર્યને ભાષાની તરલતા દ્વારા, સાહજિક સરળ બનાવી એ રીતે સમજાવે કે ભાવકના અંતરમાં આરપાર ઊતરી જાય. આ તેમના જીવનની વિશેષતા હતી. Simple life and high thinking આ તેમના જીવનનો ઉચ્ચત્તમ આદર્શ જ્યારે જ્યારે મળ્યા છીએ ત્યારે મેં અનુભવ્યો છે અને એમાં પણ જ્યારે મારું Ph.D નું લખાણ તૈયાર થઈ ગયું. સાહિત્ય અને અધ્યાત્મનો સમન્વય કરી બધા પ્રકરણોને કેમ ગોઠવવા તેની અવઢવમાં અમે હતા, તે દરમ્યાન જોગાનુજોગ રમણભાઈને જેતપુર અમારા સાધ્વીરના આરતીબાઈ મ.નું પુરતક “અનંતનો આનંદ’નું વિમોચન કરવા દેશમાં આવવાનું નક્કી થયું. તેઓને સમાચાર મોકલ્યા. એકાદ દિવસ વહેલા આવો તો સારું. મારા થિસિસનું કામ છે. અમારા ભાવને સ્વીકારીઆગલા દિવસે રમણભાઈ આવ્યા. મુસાફરીનો થાક છતાંય પ્રસન્નતા. દેશમાં જેતપુરના ખોડપરાના નાનકડા ઉપાશ્રયના ફળિયામાં ઓટલા ઉપર અમે બેઠા. બપોરે બે વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં એક જ બેઠકે શેતરંજી ઉપર બેસી રમણભાઈએ આખા વિસિસનું વિહંગાવલોકન કરી બધા જ પ્રકરણોને Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રત ઉપાસક રમણભાઈ સહજતાથી ગોઠવી આપ્યા. અમારા ટેન્શનને હળવું કુલ કરી આપ્યું. હું તો જોતી જ રહી ગઈ! આટલા મોટા ગજાનો માણસ છતાંય ક્યાંય આડંબર, માન મરતબાની ચાહના નહિ. આ તેમની નિસ્પૃહતા સાથે ધર્મ પ્રત્યેની પ્રીતિ સંતો પ્રત્યેની અગાધ ભક્તિની ભાવના મારા હૃદયમાં ટંકોદકીર્ણ થઈ ગઈ છે. હું તો જરૂર કહીશ કે ખરેખર રમણભાઈ આ જગનતા માનવીઓમાં એક મુઠ્ઠી ઊંચેરા માનવી હતા. અપરિગ્રહ’ શબ્દ જેનોમાં જેટલો પ્રયોજાય છે તેટલો અન્યત્ર પ્રયોજાતો નથી. એનું મુખ્ય કારણ તે જૈન ધર્મમાં સાધુભગવંતોનાં પાંચ મહાવ્રતોમાંનું પાંચમું મહાવત તે “અપરિગ્રહ છે તથા ગૃહસ્થો માટેનાં પાંચ અણુવ્રતમાં પાંચમું અણુવ્રત તે “પરિગ્રહપરિમાણ છે. દુનિયાના અન્ય ધર્મોમાં પણ અકિંચનત્વ, સાદાઈ વગેરે ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ખ્રિસ્તી ધર્મમાં સાદાઈના અર્થમાં ‘poverty'નું વ્રત લેવાય છે. આમ છતાં જૈન ધર્મમાં મુનિ મહારાજનાં પાદવિહાર, ગોચરી વગેરેમાં અપરિગ્રહનું વ્રત જે રીતે સવિશેષ નજરે પડે છે તેવું બીજે નથી. એમાં પણ દિગંબર મુનિઓ જે પ્રકારનું જીવન જીવે છે તેની તોલે તો અન્ય ધર્મનું કંઈ જ ન આવે. આધુનિક વિકસિત વૈજ્ઞાનિક યુગમાં પણ આદિ માનવ જેવું પ્રાકૃતિક છતાં સુસંસ્કૃત ભવ્ય આધ્યાત્મિક જીવન જીવવું એ તો એક અજાયબી જ ગણાય. પરિગ્રહ અર્થાત્ પરિગ્રહ શબ્દમાં “પરિ’નો અર્થ થાય છે ચારે બાજુથી અથવા સારી રીતે અને ગ્રહનો અર્થ થાય છે પકડેલું. માણસે ધનધાન્ય, માલમિલકત વગેરેને સારી રીતે પકડી રાખ્યાં છે અથવા ધનધાન્ય, માલમિલકત વગેરેએ માણસને સારી રીતે પકડી રાખ્યો છે અથવા જકડી રાખ્યો છે એમ અર્થ કરી શકાય. જેનું પરિગ્રહણ થાય તે પરિગ્રહ. જે કોઈ ચીજવસ્તુ ઉપર પોતાપણાનો, માલિકીનો, સ્વકીયતાનો ભાવ થાય તે પરિગ્રહ કહેવાય. જૈન ધર્મ કહે છે કે સુખી થવું હોય તો પરિગ્રહ ઓછો કરો, ઓછો કરતા જ રહો. જો આંતરિક સુખ અનુભવી, મુક્તિના સુખ સુધી પહોંચવું હોય તો સ્કૂલ અને સૂક્ષ્મ એમ બંને પ્રકારના મમત્વનો ત્યાગ કરીને અપરિગ્રહી બનો. | રમણલાલ ચી. શાહ (“જિનતત્ત્વ-ભાગ-૭માંથી) Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ સહાયક આનંદે લહેરાય C પૂજ્ય ડૉ. સુબોધિનીબાઇ મહાસતીજી જમીનમાં એક બીજ રોપાય, હવા-પાણીની મળે સહાય; વટવૃક્ષમાં તે રૂપાંતરિત થાય, સહાયક આનંદે લહેરાય. બીજ ઉ૫૨ ઉપકારનો ભાર નાખ્યા વિના, નિજના અહં ને પોષ્યા વિના, પ્રત્યુપકારની અપેક્ષા વિના હવા, પાણી અને પ્રકાશ બીજને અંકુરિત બનાવવામાં સહાયક બને છે. આવી જ ઉદાત ભાવના મેં શ્રી રમણભાઈમાં નિહાળી છે. ૧૭૯ તેઓ શ્રી અન્યના વિકાસમાં, અન્યની પ્રગતિમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપતા. નવોદિતને તો તેઓશ્રી ટચલી આંગળીનો ટેકો નહીં પણ હાથનો સહારો આપતા. અનેક–અનેક બીજ માટે શ્રી રમણભાઈ હવા, પાણી અને પ્રકાશ બન્યા છે. તેઓશ્રી અંધકારમાં અટવાતી વ્યક્તિ માટે મીણબત્તી, મુંઝાતી વ્યક્તિ માટે માર્ગદર્શક, રૂંધાતા શ્વાસ માટે પ્રાણવાયુ, તૂટતી દીવાલ માટે ટેકો, ચણાતા વ્યક્તિત્વ માટે આધારસ્તંભ અને અથડાતી નૌકા માટે દીવાદાંડી બન્યા છે. સામેની વ્યક્તિને ઉપકારનો, મદદરૂપ થયાનો અહેસાસ પણ ન થાય તે રીતે તેઓ મૂક ભાવે સત્કાર્યો, સહાયકાર્યો કરતા હતા. ‘ફૂલ તો એની ફોરમ ઢાળી થાતું રાજી રાજી', રસથી સભર, મહેકથી મઘમઘાયમાન ફૂલને માત્રને માત્ર રસ હોય છે. ખુશ્બુ ફેલાવવામાં, ફૂલ મલકાતાં-મલકાતાં ખુશબો ફેલાવે છે અને ખુશ્બ ફેલાવતાં ફેલાવતાં મલકાતાં મુખે અલવિદા લે છે. શ્રી રમણભાઈ પુષ્પની જેમ ખીલ્યા, વિદ્વતાની સાથે નમ્રતા, સરળતા, સાદગી અને સત્કાર્યોની મહેકથી સભર વ્યક્તિત્વના સ્વામી બન્યા હતા. તેઓશ્રીને માત્રને માત્ર રસ હતો ધર્મે મઢ્યા, પરોપકારે મઢ્યા સત્કાર્યોનો પરિમલ પ્રસરાવવામાં. ડૉ. આરતીબાઈ મ.ના પીએચ.ડી.ના ગાઈડ ન હોવા છતાં તેમનાં ગાઈડની અનુમતિ હોવાથી ગાઈડથી પણ વિશેષ માર્ગદર્શન આપી થિસિસ લખવામાં સંપૂર્ણ રૂપે સહાયક બન્યા. તે સમયે મારી સંસારાવસ્થામાં તેઓ સાથે મારે અલપ-ઝલપ ઓળખાણ થઈ. ઈ. સ. ૧૯૯૨ માં મારી દીક્ષા થઈ અને સંસા૨ી કુટુંબીજનોની પ્રેરણાથી Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૪ તીર્થંકરો તથા ૧૨ ચક્રવર્તીઓના પૂર્વભવો સહિતના જીવનકવનને વર્ણવતા ‘ચરિતાનુવલી’ નામના પુસ્તકનું લખાણ કાર્ય થયું. મારો પુસ્તક લખાણનો આ પ્રથમ જ અનુભવ, કાર્ય કેમ થશે ? લખાણ બરાબર થશે કે નહીં ? તેની મનમાં મૂંઝવણ રહ્યા કરે. મને મનમાં એમ થયા કરે કે શ્રી રમણભાઈ એકવાર મારું લખાણ વાંચે તો સારું, પણ અનેક કાર્યમાં વ્યસ્ત તેઓ મારા જેવી નાનકડી સાધ્વીના લખાણને વાંચવા સમય ફાળવશે કે કેમ ? આવા અનેક વિચારો મનમાં ઘૂમરાતા હતા તેવા સમયે યોગાનુયોગ તેઓશ્રીને પૂ. આરતીબાઈ મ.ના વાયવા માટે વિડયા મુકામે આવવાનું થયું. મેં હિંમત કરીને મારા મનોભાવને તેઓ સમક્ષ વ્યક્ત કરતાં ‘ચરિતાનુવલી’ પુસ્તકના ૩૦૦ પેજ જેટલા લખાણને વાંચવા, સુધારવા વિનંતી કરી અને મારા આશ્ચર્ય વચ્ચે તેઓએ કોઈપણ પ્રકારની આનાકાની, આશા-અપેક્ષા વિના મારી વાતનો સ્વીકાર કર્યો, માત્ર અન્ય કાર્ય હાથ ઉપર હોવાથી સમય લાગશે તેમ જણાવ્યું. મેં ધીરજ ધરી અને તેઓશ્રીએ અક્ષરશઃ મારું લખાણ વાંચ્યું, સુધાર્યું, તેટલું જ નહીં ‘ચરિતાનુવલી' માટે પ્રસ્તાવના પણ લખી આપી. તેઓશ્રીની આવી અમૂલ્ય સહાયે આજે ‘ચરિતાનુવલી’ની ટૂંક સમયમાં ત્રણ-ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. શ્રી રમણભાઈ નાનાને મોટા કરી બતાવવામાં જ જીવનની સાર્થકતા સમજતા હતા, મારાં જેવી અનેક વ્યક્તિના સહાયક બની તેઓશ્રી આનંદે લહેરાયા છે. અન્યની પ્રગતિને વિરલ વ્યક્તિ જ આનંદપૂર્વક, સુખપૂર્વક જોઈ શકે છે. સામાન્ય વ્યક્તિ, તો વસંતમાં શ્વાસ સુકાય તેમ અન્યની પ્રગતિ જોઈ બળતા હોય છે, ત્યાં સહાય કરવાની તો વાત જ ક્યાં કરવી ? ટાંટિયાખેંચ આ યુગમાં શ્રી રમણભાઈ સહાયક બની આનંદે લહેરાયા છે અને તેમની સત્કાર્યની આ ધ્વજા યુગોના યુગો પર્યંત લહેરાતી રહેશે. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ મારા સર : ડૉ. રમણભાઈ શાહ ] ડૉ. રાકેશભાઈ ઝવેરી ભાષા અને સાહિત્ય, સમાજ અને ધર્મના આજીવન પ્રેમી અને સેવક એવા આદરણીય ડૉ. શ્રી રમણભાઈ શાહ આજે આપણી વચ્ચે સદેહે ઉપસ્થિત નથી, પણ તેઓશ્રીના સત્કાર્યોની સુવાસ, તેમના સદ્ગુણોની સૌરભ આગામી દીર્ઘકાળ પર્યંત આપણી સાથે જ રહેશે. ૧૮૧ અસાધારણ વિદ્વતા સાથે આશ્ચર્યજનક સરળતા, ઊંચા પદ અને અધિકાર સાથે સ્નેહપૂર્ણ વ્યવહાર, વય અને શિક્ષણાદિમાં મોટા હોવા છતાં નાના-મોટા સહુ સાથે મિત્રતા અને વિનોદનો સંબંધ. શીખવતાં હોવા છતાં શીખવાની વૃત્તિ, વક્તા છતાં સાધુકપણું આ અને આવા અનેક ગુણોનો સુભગ સમન્વય એટલે શ્રી રમણભાઇનું વ્યક્તિત્વ. તેમની વિનમ્રતા અને સાદગી સૌને સ્પર્શી જતી હતી. સમાજ વ્યવહા૨માં, જીવનશૈલીમાં, ભાષામાં-બધે તેમણે સાદગી અપનાવી હતી. તેમની ભાષાની સાદગી જ મને Ph.D. ના Guide તરીકેની તેમની પસંદગીમાં મોટું કારણ બની રહી હતી. શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણિત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પરના શોધપ્રબંધકાર્યમાં શ્રી રમણભાઈ ‘સ૨’નો અથાગ પ્રેમપરિશ્રમ ચિરસ્મરણીય રહેશે. Ph.D.Thesis તથા ગ્રંથસર્જનના સાત વર્ષના દીર્ઘકાળમાં તેમની વિદ્વતા આદિ ગુણસમૃદ્ધિનો મને સુપેરે પરિચય થયો છે તથા પુષ્કળ લાભ પણ મળ્યો છે. જ્યારે પણ લેખનાદિ કાર્ય માટે મળવાનું થતું ત્યારે ક્યારેય Academic Meeting જેવું લાગતું નહીં. દર વખતે Healthy વિચાર–વિનિમય રૂપ સત્સંગ જ થતો. તેમનો અનાગ્રહી, મોકળો અભિગમ, કોઇપણ વિષયમાં માર્ગદર્શન પૂરું પાડવાની તેમની ક્ષમતા અને તત્પરતા તથા ચીવટાઈ, સૂક્ષ્મતા અને ઉલ્લાસપૂર્વકની કાર્યપરાયણતાને કારણે તેમની સાથેના વ્યવહારમાં હંમેશ આનંદ અને અનુમોદનનો જ અનુભવ થતો. સરળતા, હળવાશ અને વાત્સલ્યના આવા જીવંત પ્રતિબિંબની ખોટ કોને ન સાલે ? તેઓશ્રીના ધર્મપત્ની આદરણીય શ્રીમતી તારાબેન તથા કુટુંબીજનોને આ ચિરવિદાયથી પ્રગટેલ ખેદ તેમના ગુણોની સ્મૃતિથી અને સર્વજ્ઞવીતરાગપ્રણીત Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રુત ઉપાસક રમણભાઈ ધર્મ-આરાધનાના અવલંબને શમાવવા નિવેદન છે. આદરણીય ‘સર’નો આત્મા વીતરાગધર્મનું અનુસંધાન પામી સતુદેવ-ગુરુના શરણે શીવ્રતાએ સિદ્ધપદ લહે એ જ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. આ ખેદજનક પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર પરિવાર પોતાના લાડીલા વડીલને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પે છે. પ્રણેતા - શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર અનાદિસિદ્ધ શાશ્વત નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ પંચ પરમેષ્ઠિ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. ‘નમો લોએ સવ્વસાહૂણં” એમ પાંચમું પદ બોલીને આપણે પાંચમા પરમેષ્ઠિ સાધુ ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. નવકારમંત્રના નવ ૫દમાં આ પાંચમું પદ છે એટલે તે બરાબર વચ્ચે આવે છે, અર્થાત્ એ કેન્દ્રસ્થાને છે. એની એક બાજુ ચાર પદ અને બીજી બાજુ પણ ચાર પદ . વળી નવપદની આરાધનમાં પણ તે કેન્દ્રસ્થાને છે. એ પદ પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને નમસ્કાર કરાય છે. સાધુ-પદ કેન્દ્રસ્થાને છે એનો અર્થ એ થયો કે એ સૌથી મહત્ત્વનું પદ છે, કારણકે સાધુ થયા વિના ઉપાધ્યાય થવાય નહિ, આચાર્ય થવાય નહિ, અરિહંત પણ થવાય નહિ અને સિદ્ધ પરમાત્મા પણ થઈ શકાય નહિ. આ પાંચમું પદ જ પંચમ ગતિ અપાવનારું છે. જેના ધર્મનો સાર, ચૌદ પૂર્વનો સાર નવકારમંત્ર છે અને નવકાર મંત્રમાં કેન્દ્રસ્થાને સાધુપદ, સાધુત્વ છે. એક દિશામાં સંસાર છે અને એનાથી વિપરીત બીજી દિશામાં મોક્ષમાર્ગ છે. એ તરફ જવું હોય તો પ્રથમ પગલું સાધુત્વથી મંડાય છે. આનંદઘનજીએ કહ્યું છેઃ સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે. || રમણલાલ ચી. શાહ (‘જિનતત્ત્વ-ભાગ-૮'માંથી) Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૧૮૩ સદા સ્મરણીય ડૉ. રમણભાઈ ચી. શાહ _D ડૉ. સરયુબહેન ર. મહેતા અનાદિકાળથી ચાલ્યા આવતા પરિભ્રમણમાં જીવ અનંતકાળ તો એકેન્દ્રિયપણામાં પસાર કરે છે. તે પછી કોઈ ઉત્તમ પુરુષના સંસર્ગથી જીવ ત્રસકાયપણું પ્રાપ્ત કરે છે. (બેથી પાંચ ઇન્દ્રીય સુધીના જીવો ત્રસકાય કહેવાય છે.) ત્રસકાય રૂપે જીવ વધુમાં વધુ ૨૦૦૦ સાગરોપમ કાળ રહે છે, અને તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય રૂપે જીવને માત્ર ૯૦૦ ભવ જ હોય છે તેમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચારે ગતિના ભવ આવી જાય છે. તેમાં સહુથી ઓછા ભવ જીવન મનુષ્યના હોય છે. આ ગણિત સમજાતાં મનુષ્ય જન્મની અને તેમાંય રૂડા મનુષ્ય જન્મની દુર્લભતા જણાય છે. આવું સંક્ષીપંચેન્દ્રિયપણે મળ્યા પછી જીવનો મોક્ષ ન થાય તો ૯૦૦ ભવ પછી જીવ અસંજ્ઞી બની નીચે ઉતરી જાય છે અને ઘણા કાળ પછી પાછી ઊંચે ચડવાનો તેને લાભ મળે છે. ત્યાં સુધી અવિરતપણે સંસારના દુઃખો જીવ ભોગવતો જ રહે છે. આવા દુ:ખોથી જીવને છોડાવવાનો એકમાત્ર ઉપાય “મોક્ષ મેળવવો એ છે. આત્માને દુઃખથી છોડાવવા માટે, સત્ય પુરુષાર્થ કરવા માટે મનુષ્યત્વ, (પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા, ખીલેલી સંજ્ઞા સહિતનું મનુષ્યત્વ), સદ્ધર્મનું શ્રવણ, સધર્મની યથાર્થ શ્રદ્ધા અને સમ્યક્ પુરુષાર્થ એ સદા ઉપયોગી અને જરૂરી સાધનો છે. આ સર્વ સાધનોની પ્રાપ્તિ થવી તે જીવને માટે ઉત્તરોત્તર દુર્લભ વસ્તુ છે. તે મેળવવા માટે જીવને વિશેષ વિશેષ પુણ્યની જરૂરિયાત રહે છે. આ પ્રત્યેક સાધનો ડો. શ્રી રમણભાઈ શાહને ઉપલબ્ધ હતા, અને તેનો સદુપયોગ પણ તેમને હતો. તે પરથી આપણને ખ્યાલ આવે કે તેમનો કેટલો જબરો પુણ્યોદય હતો, એટલું જ નહિ તેના શુભ ઉપયોગ દ્વારા કેટલાં નવાં પુણ્યનો સંચય તેમને થયો હતો, જે તેમને ભાવિમાં દુઃખના આત્યંતિક વિયોગ પ્રતિ સહજતાએ લઈ જાય. તેમના આ સગુણોનો પરિચય મને જીવનમાં વારંવાર થતો રહ્યો છે, ખાસ કરીને મારા પીએચ.ડી.ના અભ્યાસકાળ દરમ્યાન એ પ્રસંગો અને અનુભવ જણાવતાં મને તેમનું ઋણ સ્વીકારવાનો આનંદ અનુભવાય છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ १८४ શ્રત ઉપાસક રમણભાઈ શ્રી રમણભાઈ એમ.એ. થયા પછી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. તેઓ પ્રો. ઝાલાસાહેબ તથા મનસુખભાઈ ઝવેરીના સાથે ગુજરાતી વિષય શીખવતા હતા. હું ઈ. સ. ૧૯૫૪ ના જૂનમાં ઝેવિયર્સ કૉલેજમાં એફ.વાય.માં દાખલ થઈ, તે અરસામાં તેમની કારકીર્દિનાં વર્ષોની શરૂઆત હતી, છતાં તેમના વર્ગમાં ભણવાની વિદ્યાર્થીઓને મજા આવતી. અને વિષયનું ઊંડાણ જાણવા મળતું. તેમાં નોંધનીય બાબત એ હતી કે તેમની પાસે વિદ્યાર્થીઓ પ્રો. ઝાલાસાહેબ કે શ્રી મનસુખભાઈના વર્ગના જેવી જ આનંદજનક જાણકારી માણતા હતા. જે નવોદિત પ્રાધ્યાપક પાસે અપેક્ષા રાખી શકાય નહિ. તેમની આ કાર્યશક્તિને લીધે તેમને કૉલેજ તરફથી એક વર્ષ માટે અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં શીખવવા મોકલ્યા હતા. તે પછી તેઓ મુંબઈની કૉલેજમાં સ્થાયી થયા હતા. ઈ. સ. ૧૯૫૬માં મેં ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને ગુજરાતી વિષય સાથે બી.એ.નો અભ્યાસ શરૂ કર્યો. બી.એ.ના બે વર્ષના અભ્યાસ દરમ્યાન તેમના તથા પ્રો. તારા બહેનના સંપર્કમાં આવવાનું વિશેષ થયું. અભ્યાસના માર્ગદર્શન માટે તેમને મળવાનું થતું ત્યારે તેમની ઇતર પ્રવૃત્તિઓ વિશે પણ મને જાણવા મળતું. મનમાં વિચાર થતો કે આટલી બધી પ્રવૃત્તિ તેઓ એક સાથે કેવી રીતે કરતા હશે ? પણ તેમાંથી પ્રવૃત્તિમય જીવન જીવવા માટેનો આદર્શ મારામાં ઘડાતો ગયો. - ઈ. સ. ૧૯૫૮ માં બી.એ. થયા પછી ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો. દરેક વિષયના નિષ્ણાત પ્રાધ્યાપક પાસે શીખવા જવાનું હોવાથી રોજ સવારે અને સાંજે જુદી જુદી કોલેજોમાં જવાનું થતું. અને આ રીતે મને જગતની વિશાળતાનો અનુભવ મળવા લાગ્યો. હું અભ્યાસ કરવા કોલેજની લાયબ્રેરી-પુસ્તકાલયમાં જતી. અને ઘણીવાર ડૉ. રમણભાઈ અને તારાબહેનને મળી નિર્દોષ પ્રવૃત્તિની વાતો કરતી. એમ.એ.ના વર્ષો દરમિયાન ઘણીવાર મને ડૉ. રમણભાઈ પૂછતાં કે, સરયુબેન, એમ.એ. થયા પછી તમે પીએચ.ડી. કરશો ? કરશો તો સારું રહેશે.” એ પ્રત્યેક વખતે હું તેમને જવાબ આપતી કે “સર, તમે પીએચ.ડી.ના ગાઈડ નિમાશો ત્યારે હું તમારી પહેલી વિદ્યાર્થિની થઈશ.” ત્યાં સુધી આગળ કરવાનો મારો વિચાર નથી.” અને અમારો સંવાદ અહીં અટકી જતો. ઈ. સ. ૧૯૬૦ માં એમ.એ. પાસ થયા પછી તેમની સાથેનો મારો સંપર્ક ઓછો થયો, માત્ર બે-ત્રણ Page #237 -------------------------------------------------------------------------- ________________ થત ઉપાસક ૨મણભાઈ ૧૮૫ વખત તેમને મળવા તેમના ઘરે ગઈ હતી, તે જ હતો. ઈ. સ. ૧૯૬૩ના ઓક્ટોબરમાં મને ડૉ. રમણભાઈ તરફથી ખુશખબર મળ્યા કે તેઓ યુનિવર્સિટીમાં પીએચ.ડી. માટેના ગાઈડ નિમાયા છે. અને તેમણે મારા આગળના અભ્યાસ વિશે પૂછાવ્યું હતું. એ વખતે હું અમદાવાદ હતી, વિચાર કરી, નિર્ણય લઈ ડિસેમ્બર માસની શરૂઆતમાં હું મુંબઈ આવી. અને ડૉ. રમણભાઈને કોલેજમાં મળવા ગઈ. આરંભમાં સામાન્ય વાતચીત કરી, મેં તેમને પીએચ.ડી. કરવાનો મારે નિર્ણય જમાવ્યો. તે માટેની થોડી સમજણ આપી તેમણે જણાવ્યું કે મારી નીચે પાંચેક વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કરવાનું યુનિવર્સિટીમાં નોંધાવી દીધું છે. આથી નોંધણીની બાબતમાં હું પહેલી રહી શકી નહિ. એ પછી અમે કયા વિષય પર અભ્યાસ કરવો તેની વિચારણા પર આવ્યા. તેમણે મને સ્વતંત્રપણે વિષય નક્કી કરવા જણાવ્યું, અને મેં તેમને મુખ્ય વિષય સૂચવવા વિનંતી કરી. આમ વિષય નક્કી ન થવાને કારણે અમે બે દિવસ વિચાર કરી નિર્ણય કરવા ધાર્યું. મેં ઘેર આવી વિચાર્યું કે મને શ્રીમદ્ રાજચંદ્ર માટે ખૂબ પૂજ્યભાવ તથા અહોભાવ છે, અને તેમના થકી જીવનનું ધ્યેય મળશે એમ લાગે છે, તો તેમના વિશે વ્યવસ્થિત અભ્યાસ કરું તો મને લાભ થાય. પણ આવો આધ્યાત્મિક વિષય તેમને ગમશે કે કેમ, તે જાણવા તેમનું સૂચન લેવા નક્કી કર્યું. નિયત સમયે તેમને મળવા કૉલેજમાં ગઈ. હું વિષય માટે કંઈ બોલું કે પૂછું તે પહેલાં જ તેમણે મને જણાવ્યું કે, સરયુબેન ! તમને શ્રીમદ્ રાજચંદ્રમાં ખૂબ રસ છે, અને મને પણ કોઈ આધ્યાત્મિક વિષય પર નિબંધ લખે તેવી ખૂબ જ ઇચ્છા છે, પરંતુ તેવા વિદ્યાર્થીઓ મળવા દુર્લભ છે. તેથી તમે આ વિષય પર વિચારો તો મારી પણ અધ્યાત્મના અભ્યાસની ઇચ્છા પૂરી થાય.” મારે તો “ભાવતું'તુ અને વૈદે બતાવ્યું જેવું થયું. મેં જે વિચાર્યું હતું તે તેમને જણાવ્યું. આમાં પ્રભુનો કોઈ ઉત્તમ સંકેત હશે એવી લાગણી અનુભવી. અમે કોલેજમાંથી સીધા યુનિવર્સિટી પર ગયા. ત્યાં ફોર્મ ભરી “શ્રીમદ્ રાજચંદ્ર-એક અભ્યાસ” એ વિષય પીએચ.ડી.ના અભ્યાસ માટે નોંધાવ્યો. આટલું નક્કી થયા પછી તેમણે મને રાજપ્રભુ માટે જેટલા ગ્રંથો, લખાણો આદિ મળે તેના વાંચન તથા અભ્યાસ કરી ટાંચણ કરી લેવા સૂચવ્યું. આ Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ સમયગાળામાં મારે શારીરિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક આદિ ઘણી મુશ્કેલીઓ હતી એટલે ઇ. સ. ૧૯૬૪ના એપ્રિલ મહિના સુધી મારાથી કંઈ જ કામ થઈ શક્યું ન હતું. આ કાળમાં મારે એક બે વખત ડૉ. રમણભાઈ સાથે ફોનમાં વાત થઈ હતી., તેથી મારી નિષ્ક્રિયતા તેમના લક્ષમાં આવી. છેલ્લી વાત થયા પછી ચાર પાંચ દિવસે તેઓ કૉલેજ પૂરી થયા પછી મને મળવા આવ્યા. આટલા બધા મહિના નકામા ગયા એ વિશે કંઈ પણ ઠપકો આપ્યા વિના, બધું ભૂલીને કામ ત્વરાથી શરૂ ક૨વા ખૂબ ઉત્સાહ આપ્યો. એમની વાતથી મારા બાને પણ ખૂબ સારૂં લાગ્યું હતું. મને પણ ટાઢક વળી હતી. પ્રભુ કૃપાથી તથા રમણભાઇએ આપેલા ઉત્સાહથી, બીજા જ દિવસથી મેં ખંતપૂર્વક અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. ઉપલબ્ધ ગ્રંથોનો અભ્યાસ રોજના છએક કલાક કરતી ગઈ. અને દિવસના આઠેક કલાક તેમાં ગાળવા સુધી આગળ વધી. એક મહિના પછી સ૨ને કૉલેજમાં મળી, તેમના માર્ગદર્શનથી સામાન્ય સાંકળિયું તૈયા૨ કર્યું. અને સૌથી પહેલું પ્રકરણ શ્રીમદ્ રાજચંદ્રના જીવન વિશે લખવા ધાર્યું. અને એ જ પ્રકરણથી લખવાનું શરૂ કરવા તેમણે મને સૂચવ્યું. ઈ. સ. ૧૯૬૪ના મે મહિનાના અંતભાગમાં મેં લખવાની શરૂઆત કરી, અને લગભગ વીસેક પાના લખાયા પછી મેં તેમને લખાણ તપાસવા વિનંતિ કરી. આ વખતે મને ખૂબ તાવ આવતો હતો, અને વજન પણ ઘણું ઘટી ગયું હતું, તેથી મને કૉલેજમાં બોલાવવાને બદલે સ૨ મારી પાસે ઘરે આવ્યા હતા. મારું લખાણ જોયું, થોડું વાંચ્યું, અને પછી મને મીઠાશથી કહ્યું, ‘સરયુબેન આને બદલે આમ લખો તો વધુ સારું નહિ ! આમ કહી થોડાં વચનો સુધારી આપ્યા.’ અને થોડાંક સૂચનો કર્યાં. તેમના ગયા પછી એ દૃષ્ટિથી મેં મારૂં લખાણ વાંચ્યું, અને મને મારા ઉપર શરમ ઉપજી. મેં લખેલાં બધાં પાનાં ફાડી નાખ્યાં. ફરીથી લખવાનો નિર્ણય કર્યો. ‘આ લખાણ સારૂં નથી.' એમ ઠપકો આપવાને બદલે મને જ નિર્ણાયક બનાવી, લખાણ માટે અમુક સૂચનો આપી નવીન રીતે ઉત્સાહિત કરી; એ તેમના માનવતાના ઉત્તમ ગુણનો મને અપૂર્વ લાભ મળ્યો. બીજા દિવસે લખાણ સારૂં અને વ્યવસ્થિત થાય તે માટે મનોમન પ્રભુને ખૂબ પ્રાર્થના કરી, સરને મારા લખાણથી સંતોષ થાય એવી માગણી કરી, થયેલા દોષની ક્ષમા માગી અને હું લખવા બેઠી. નિયમિતપણે લખાણ તથા વાંચન વધારતી ગઈ. સાથે સાથે શ્રી મહાવીર પ્રભુને અને રાજપ્રભુને લખાણ વ્યવસ્થિત ૧૮૬ Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૮ ૭. તથા ઉત્તમ થાય તે માટે પ્રાર્થના કરતી હતી. આ રીતે ચાલીસેક પાનાં લખાયા પછી સરને બતાવવા કૉલેજમાં ગઈ. બે-ત્રણ દિવસ પછી તેઓ આ લખાણ વિશે જણાવશે એમ કહી આગળનું કાર્ય વધારવા મને સૂચના આપી. બે દિવસ પછી તેમનો ફોન આવ્યો, અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે “એકાએક તમારૂં લખાણ કેવી રીતે સુધરી ગયું !' તેનાથી પ્રભુને પ્રાર્થના કરી કાર્ય કરવાથી કેવું સુંદર ફળ નીપજે છે તેની છાપ મારા મન પર પડી. અને કાર્ય કરવાની રીત સાંપડતાં મારો ઉત્સાહ વધ્યો. પછીથી મારો અભ્યાસ અને લખાણ વધતાં ગયાં, મારું ઓતપ્રોતપણું તેમાં વધતું ગયું. જીવનનું ધ્યેય આત્માને જગતની જંજાળમાંથી છોડાવવાનું છે, એ નક્કી થયું. આ અભ્યાસ માત્ર જીવન સુધારવા માટે છે. એ નિર્ણય પાકો થયો, અને એ લક્ષથી અભ્યાસ તથા લખાણ કરતી ગઈ. લખાણ માટે મને મુ. રમણભાઈનું માર્ગદર્શન નિયમિત મળતું હતું, પણ તેઓ લખાણ કરવામાં અંશ માત્ર મદદ કરતા ન હતા. તેઓ કહેતા કે લખવું એ તારું કર્તવ્ય છે, મઠારવું એ મારું કર્તવ્ય છે. આમ તેઓ પોતાના કર્તવ્યપાલનમાં ખૂબ ચુસ્ત હતા, અને મને મુંઝવણ આવે તો શું કરવું તેની સમજ પડી ગઈ હતી, તેથી તેવી અપેક્ષા પણ મારે ન હતી. જ્યારે જ્યારે વચનો ન સમજાય, શું લખવું, કેમ લખવું તે ન સૂઝે ત્યારે હું શ્રી મહાવીર ભગવાન અને રાજપ્રભુને પ્રાર્થના કરતી. અને મને અચૂક એવો અનુભવ થતો કે મને ન સમજાતું સહજતાએ સમજાઈ જતું, પ્રભુના દર્શન થાય અને માર્ગદર્શન મળી જાય. ઘણીવાર સમજાતું હોય, પણ લખવા જતાં આડુંઅવળું લખાતું હોય એવું મહેસુસ થાય. ત્યારે વિશેષ પ્રાર્થના કરી યોગ્ય લખાવવા પ્રભુને વિનંતી કરતી, અને એવું બનતું કે અડધી રાત્રે મને અવાજ સંભળાય કે ઊઠ, લખવા માંડ', તરત જ હું કાગળ પેન લઈ લખવા બેસી જતી, એક પછી એક ક્રમબદ્ધ વચનો લખાતા જાય. ૧૫-૨૦ પાના લખાઈ જાય પછી હું સૂઈ જતી. અને સવારે ઊઠીને વાંચું તો લખાણ વ્યવસ્થિત જણાય. આ રીતે થયેલા લખાણમાં ભાગ્યે જ શાબ્દિક ફેરફાર મને સ૨ સૂચવતા. આમ કરતાં કરતાં અડધી થિસિસ પૂરી થવા આવી, કામ વ્યવસ્થિત રીતે થતું હતું. સરને મારી આર્થિક તકલીફની જાણકારી હતી, એટલે લગભગ ૧૯૬૪ના અંતિમ મહિનામાં તેમણે મને પૂછ્યું કે, “સરયુબેન ! થીસીસ ટાઈપ કરાવવાનું Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્વત ઉપાસક ૨મણભાઈ શું કરશો ?” મારા મનમાં પણ આ જ વિચાર ઘોળાતો હતો, લખાણ લગભગ ૮૫૦ પાનાનું થાય એવો અંદાજ હતો. એ વખતે ગુજરાતી ટાઇપીંગના એક પાનાનો ભાવ રૂા. ૧.૨૫ હતો. તેમાં પણ ટાઇપીસ્ટની ભૂલ થાય, પાના ફરીથી ટાઈપ કરાવવા પડે તો તે પૈસા વધારાના થાય. આમ થિસિસ ટાઈપ કરાવવાના લગભગ રૂા. ૧૨૫૦ ગણવા પડે; જે મારી આર્થિક સ્થિતિને અનુકૂળ નહોતું. આ વાત થતાં સરે સૂચવ્યું કે, “સરયુબેન ! તમે ટાઇપીંગ શીખી, જાતે જ ટાઇપ કરો તો ઘણા પૈસા બચી જાય.” મેં કહ્યું વાત તો સાચી છે, પણ એ વખતે ટાઇપરાઇટર રૂા. ૧૫૦૦ નું આવતું હતું. એટલે એ પણ વિચારવાનું હતું. સરે મારી મુંઝવણ કળી લીધી, અને મને કહ્યું, “તમે ટાઇપ રાઇટર ખરીદી તેના પર શીખી, થિસિસ ટાઇપ કરી લેજો. મારે અમસ્તુ પણ ગુજરાતી ટાઇપ રાઇટર ખરીદવું છે, તેથી તમારું ટાઇપ રાઇટર હું ખરીદી લઇશ. આમ આપણા બંનેનું સચવાઈ જશે.' સહર્ષ વાત સ્વીકારી, પોતાના શિષ્યની સાનુકૂળતા વધારવાની તેમની ભલમનસાઈ મને સ્પર્શી ગઈ. મિત્ર પાસેથી પંદરસો રૂપિયા ઉછીના લઈ રેમિંગ્ટન રેંડનું ટાઇપરાઇટર ખરીધું; અને અંગ્રેજી ટાઇપરાઇટર બીજા મિત્ર પાસેથી થોડા વખત માટે મેળવી લીધું. અઢી રૂપિયાની ટાઇપ શીખવાની પુસ્તિકા લીધી અને પંદર દિવસમાં, થીસીસ લખતાં લખતાં બંને પ્રકારના ટાઇપીંગ ટચ મેથડથી શીખી ગઈ. તે પછીથી દર અઠવાડિયે એક વખત બંને ટાઇપરાઇટર પર મહાવરો રાખવા ટાઇપીંગ કરતી હતી. આ સમય દરમ્યાન દિવસના લગભગ ૧૫ થી ૧૬ કલાક થીસીસ માટે કામ કરતી હતી. જરૂર પ્રમાણે સર સાથે અઠવાડિયામાં એક કે બે વખત વાત કરી માર્ગદર્શન મેળવી લેતી હતી, અને પંદર વીસ દિવસે એક વખત કૉલેજમાં તેમને મળવા જતી. તે વખતે નવું લખાણ તપાસવા આપતી, તપાસાયેલું લખાણ મઠારવા લઈ લેતી, તેને વ્યવસ્થિત કરી, નવું લખાણ આગળ વધારતી હતી. આમ મારું કામ ઝડપથી આગળ વધતું હતું. લગભગ ફેબ્રુઆરી ૧૯૬૫ માં મારે યુનિવર્સિટીને સિનોસિસ આપવાની હતી, તેની તેયારી કરી. સિનોસિસમાં “શ્રીમદ્ રાજચંદ્રનો આત્મવિકાસ' એ પ્રકરણ સહિત લગભગ ચૌદ પ્રકરણ થશે એમ જણાવ્યું. અને યુનિવર્સિટીમાં તેની સોંપણી સમયસર કરી. શ્રીમદ્ રાજચંદ્રના આત્મ વિકાસના પ્રકરણ માટે મારી પાસે કોઈ જાણકારી હતી નહિ. અને એ લખવું ખૂબ જરૂરી લાગતું હતું. તેથી રાજપ્રભુના અભ્યાસી Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૮૯ હોય તેવી ઘણી વ્યક્તિઓને મળી જાણવા પ્રયત્ન કર્યો, પણ કંઈ તાત્ત્વિક ફાયદો થયો નહિ. આ બાબતની મુંઝવણ સરને ઘણીવાર કહેતી, પણ તેમનો જવાબ રહેતો, “શોધ કરવી તે તમારું કામ છે, અને યોગ્ય છે કે નહિ તે વિચારવું એ મારું કામ છે. આ પ્રકરણ લખવા બાબત હું વિશેષ ચિંતિત થતી જતી હતી. પણ એ સૂઝે ત્યાં સુધી, તેની પાછળના પ્રકરણો પણ લખીને વ્યવસ્થિત કરી લીધાં. ઇ. સ. ૧૯૬૫માં માર્ચ મહિનામાં મને ખબર પડી કે મેં રજીસ્ટ્રેશન ડિસેમ્બર મહિનામાં કરાવ્યું હોવાથી, શરત પ્રમાણેના બે વર્ષ ડિસેમ્બરમાં પૂરાં થાય, અને યુનિવર્સિટીનું સત્ર તો દિવાળી વેકેશન પૂરું થાય. આથી બે વર્ષ પૂરાં કરવા માટે પાંચમી ટર્મની ફી ભરવી પડે. આ બાબત સર સાથે વાત થતાં તેમણે સૂચવ્યું કે જો તમે વધારે મહેનત કરવા તૈયાર હો તો આપણે યુનિવર્સિટીને કાગળ લખીએ કે અમે ઑક્ટોબર પહેલાં થીસીસ સોંપવા તૈયાર છીએ, અમારી પાંચમી ટર્મ ફી રદ કરવા કૃપા કરો. સરની સહાયતાથી એપ્રિલમાં યુનિવર્સિટીને કાગળ લખ્યો, સેનેટની મિટીંગમાં પસાર થયો અને જો સપ્ટેમ્બર આખર સુધીમાં થીસીસ સોંપી દઇએ તો પાંચમી ટર્મની ફી ભરવાની રહેશે નહિ. એ મતલબનો શરતી જવાબ મળ્યો. કાગળ મળતાં પ્રભુની અને સરની કૃપાનો અનુભવ થયો, કારણ કે મારે માટે એક ટર્મની ફી બચે તે અગત્યનું હતું. મેં વધારે ઉત્સાહથી કામ કરવા માંડ્યું. આ જવાબ મને જુલાઇની શરૂઆતમાં મળ્યો હતો. કાગળ મળતાં મેં ગણિત કર્યું કે થીસીસ ટાઇપ કરવા માટે રોજના ૩૦ પાના ટાઇપ કરવાની ગણતરીથી એક મહિનો જોઇએ. તેના બાઇન્ડીંગ અને ગોલ્ડ એમ્બોસીંગ માટે પંદર દિવસ જરૂરી હતા. આમ મારું સમગ્ર લેખન કાર્ય ૧૯૬૫ના જુલાઈ પહેલાં પૂરું થવું જોઇએ. જુલાઈ માસ તો શરૂ થઈ ગયો હતો. અને લખાણને વ્યવસ્થિત કરવાનું તથા મઠારવાનું કામ ચાલતું હતું. પણ આત્મવિકાસના પ્રકરણ માટે કોઈ ઉકેલ મળતો ન હતો. સર તથા મારા માતાપિતા ઘણું પ્રોત્સાહન આપતાં હતાં, પણ ઇચ્છિત પરિણામ આવતું ન હતું. જુલાઈ મહિનાના અંતભાગ આવતાં મારી મુંઝવણ ચિંતાના રૂપમાં પલટાઈ ગઈ. પ્રભુને પ્રાર્થના તો કરતી હતી, પણ તેમાં ય સફળતા જણાતી ન હતી. આવા સંજોગોમાં પ્રભુ પ્રતિની મારી એકાગ્રતા અને પ્રાર્થના ખૂબ વધી ગયાં. અંદરમાં એવું સૂછ્યું કે મારી પ્રાર્થના ઓછી પડે છે, તેથી કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પ્રાર્થના ચાલુ થતી હતી. રાત્રે સૂવાને બદલે પ્રાર્થના કર્યા કરતી હતી. તેમાં ત્રીજે Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રુત ઉપાસક ૨મણભાઈ દિવસે આ પ્રકરણ બાબત પૂછવા સરનો ફોન આવ્યો, અને મેં નિરાશાથી વાત કરી. તેમણે વધુ પુરુષાર્થ કરવાનું જણાવી ફોન મૂકી દીધો. મારી પ્રાર્થના ખૂબ ભક્તિભાવ સાથે ચાલુ જ હતી. તે દિવસે રાતના અને એક ભાસ આવ્યો. તેમાં મને લંબગોળ તેજવર્તુળમાં પૂ. કૃપાળુદેવના જીવંત દર્શન થયા. મેં તેમને વંદન કર્યા. તેમણે મને પૂછયું કે, “શું મુશ્કેલી છે ?' મેં તેમને આત્મવિકાસ જાણવા બાબતની મુશ્કેલી જણાવી. મને કહે, “મૂર્ખ ! આટલું પણ સમજાતું નથી ?' મેં અજ્ઞાનતા કબુલ કરી, અને મને સત્ય જણાવવા વિનંતિ કરી. મારી પાસે તેમણે “વચનામૃત'માંગ્યું મેં આપ્યું. પછી એક પછી એક વર્ષવાર અમુક અમુક વચનો જણાવતા ગયા, અને તેમાં કયો વિકાસ રહેલો છે તે સમજાવતા ગયા. તેમના ભાવ, વાણી તથા વર્તનમાં થતો ફેરફાર બતાવતા ગયા. છેવટે પુરું થતાં આશીર્વાદ આપી ચાલ્યા ગયા. મને ખૂબ જ આનંદ તથા સંતોષ મળ્યા. લગભગ ત્રણચાર કલાક વાર્તાલાપ ચાલ્યો હોય તેમ જણાયું. બધું સમજાયાના સંતોષનો ભાવ અનુબવ્યો. સવારે સાત વાગે ઊઠી, દૂધ પી, નાહીને લખવા બેઠી, જે જે જરૂરી પુસ્તકો લાગ્યા તે લઈ પ્રભુને પ્રાર્થના કરી, તેમના ચિત્રપટ નીચે બેસીને લખવાનું શરૂ કર્યું. એકધારા વચન લખાવા લાગ્યા, જાણે કોઈ લખાવતું ન હોય ! એટલું જ નહિ, જે જે અવતરણો જે જે ગ્રંથમાંથી લેવાના હતા, તે તે સહજતાએ ક્રમવાર મળતા ગયા, અને લખવાનો વેગ એવો અદ્ભુત હતો કે મને ખૂબ જ આશ્ચર્ય થતું હતું. જમવા પણ ઊઠી નહિ, અને બપોરે ચાર વાગે લખાણ પૂરુ કર્યું. શ્રી પ્રભુનો ખૂબ ઉપકાર માની જમવા બેઠી. હજુ અડધું જમાયું, ત્યાં બારણે બેલ થઈ, જોયું તો સર. મને ખૂબ આશ્ચર્ય થયું, કારણ કે તે દિવસે તેઓ ખૂબ બીઝી હતા. વિનયથી તેમના આગમનનું કારણ પૂછ્યું. તેમણે કહ્યું, “તમે ગઈ કાલે ખૂબ નિરાશ હતા એટલે થોડો સમય મળતાં થોડી હિંમત આપવા આવ્યો છું.’ તેમની વિદ્યાર્થી પ્રતિની પ્રીતિ મને સ્પર્શી ગઈ, મનોમન તેમને વંદન કર્યા, અને પછી સહર્ષ તેમને જણાવ્યું કે આ પ્રકરણ લખાઈ ગયું છે. તેઓ ખૂબ ખુશ થયા અને કહ્યું કે હવે તમે ટાઇપીંગ શરૂ કરી દ્યો, અઠવાડિયામાં આ પ્રકરણ તમને તપાસી આપીશ. કારણ કે હમણાં મારે રોજ સવારે પાંચ વાગે એન.સી.સી.ની પરેડ લેવાની છે, અને તમારી પાસે તો ટાઇપ કરવા ઘણાં પાનાં છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૯૧ બીજા દિવસની સવારથી પ્રભુનું સ્મરણ કરી ટાઇપીંગ ચાલુ કર્યું, બપોરે ચાર વાગે ટાઇપ કરતી હતી ત્યારે સ૨ ઘરે આવ્યા. મારૂં આશ્ચર્ય વધી ગયું કે તેમને સમય ક્યાંથી મળ્યો ? તેમણે જણાવ્યુ કે મને એક ખૂબ નવાઈ લાગે તેવો અનુભવ થયો છે, તે જણાવવા આવ્યો છું. મારી ઉત્સુકતા વધી ગઈ. તેમણે કહ્યું, ગઈ કાલે હું ‘આત્મ વિકાસ’નું પ્રકરણ લઈ ઘરે ગયો. વિચાર્યું કે કાલથી તપાસીશ. પણ જમીને ઉઠ્યા પછી મને એમ થયું કે લાવ ઉપર ઉપરથી તો જોઈ લઉં. આઠ વાગે વાંચવા બેઠો, તારાને કહ્યું કે દશ વાગે એટલે મને કહેજે, હું સૂઈ જઈશ. પણ વાંચવામાં એવી એકાગ્રતા આવી ગઈ કે દશ વાગે તારાએ મને સૂવા સૂચવ્યું તો મેં અગિયાર વાગે કહેવા જણાવ્યું. અગિયાર વાગે તારાએ પૂછ્યું, ‘શાહ, હવે સૂવું છે ને ?' સવારે વહેલા જાગવાનું છે.’ મેં જવાબ આપ્યો કે, ‘તું સૂઈ જા, હું મારી મેળે સૂઈ જઈશ.’ રાત્રે એક વાગે આખું પ્રકરણ તપાસીને પૂરુ કર્યું, અને પછી સૂતો. સાડા ત્રણે એકદમ તાજગી સાથે મારી મેળે ઊઠી ગયો. આટલી ઓછી ઊંઘે આવી તાજગી મેં પહેલી જ વાર અનુભવી છે. તમે એક બેઠકે લખ્યું, મેં એક બેઠકે તપાસ્યું. મેં પૂછ્યું, ‘સર, કેટલા સુધારા વધારા કરવાના છે ?' જવાબ મળ્યો, ‘એક શબ્દનો પણ નહિ.’ મેં પ્રભુનો મનોમન ખૂબ ઉપકાર માન્યો, અને નક્કી કર્યું કે આ થિસિસ મેં મા૨ા જીવનની સુધારણા માટે કરી છે, તેથી આ થિસિસ અને ડીગ્રી પ્રભુને જ અર્પણ છે. આમાં મારું કર્તાપણું ક્યાંય નથી. આ સમય દરમ્યાન નક્કી થઈ ગયું હતું કે મારા પરીક્ષક એલ.ડી. ઇન્સ્ટીટ્યુટના અધ્યક્ષ દલસુખભાઈ માલવણિયા છે. તેઓ પોતાની ઝીણવટભરી તપાસ માટે ખૂબ જાણીતા હતા. મેં ઉત્સાહથી થિસિસ સમયસર ટાઈપ કરી, બાઇન્ડ કરાવી ૧૯૬૫ના સપ્ટેમ્બરના અંતભાગમાં યુનિવર્સિટીને સોંપી દીધી. આમ રમણભાઈના હાથ નીચેના વિદ્યાર્થીઓમાં મારી થિસિસ સૌ પ્રથમ અને સૌથી ટૂંકા ગાળામાં અપાઈ હતી. પ્રભુએ મારી ઇચ્છા પૂરી કરી. થિસિસનું કામ પૂરું થયા પછી સરને મેં ટાઇપરાઇટર બાબત વાત કરી. તેમણે મને કહ્યું, ‘મારે ઉતાવળ નથી. હવે થોડા સમયમાં દિનેશભાઇની થિસિસ તૈયાર થવાની છે, તમે તેને ટાઇપ કરી આપો તો ટાઇપ કરેલા પાના સુધારવાની તેમની મહેનત બચી જાય, અને તમારે કમાણી થાય. તેમની થિસિસના હજા૨ • Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્વત ઉપાસક રમણભાઈ પાના મેં ટાઇપ કરી આપ્યા, મારો ખર્ચ નીકળી ગયો. અને સરને મેં ટાઈપરાઈટર સુપરત કરી દીધું. પોતાના વિદ્યાર્થીના જીવનની સુવિધા માટે તેઓ કેવી સમભાવી કાળજી રાખતા હતા, તે આ પ્રસંગ પરથી સમજાશે. આ બધા કાર્યમાં મને પ્રો. તારાબહેનનો સાથ પણ ઘણો મળતો હતો. કામ હોય ત્યારે તેમના ઘરે જઈ કાર્ય પતાવતી. તે વખતે તેમના બંને બાળકો શૈલજા અને અમિતાભ નાના હતા, તેમની સાથે રમતગમત પણ કરતી. અને કુટુંબી સભ્ય જેવો આનંદ તેમની પાસે મેળવતી હતી. ૧૯૬૫-૬૬ ના વર્ષના ગુજરાતી પ્રકાશનોનો વિવેચનાત્મક અહેવાલ ડૉ. રમણભાઇએ તૈયાર કરવાનો હતો. થિસિસ પૂરી થઈ હોવાથી અહેવાલની કોપી તૈયાર કરવામાં મેં મદદ કરી હતી. આમ થિસિસ પૂરી થયા પછી પણ મને પ્રવૃત્તિશીલ રાખવા સહાય કરી હતી. ઇ. સ. ૧૯૬૬ ના મે મહિનામાં મારો વાઈવા યોજાયો. ખૂબ ઝીણવટભરી તપાસ થઈ. થોડા દિવસ બાદ તેમણે જણાવ્યું કે તમારી થિસિસ પાસ થઈ ગઈ છે, અને “આત્મવિકાસ'નું પ્રકરણ દલસુખભાઈને ખૂબ ગમ્યું છે. ઘણાં વર્ષો બાદ મને તેમનો રિપોર્ટ જોવા મળ્યો. તેમના રિપોર્ટમાં આગળના પ્રકરણોની સવિગત નોંધ લીધા પછી લખ્યું છે કે, “....પણ આ બધાને ટપી જાય તેવું કાર્ય તો લેખિકાએ સમગ્ર વાંગ્મયનો સૂક્ષ્મ અભ્યાસ કરીને શ્રીમદ્નો જે આધ્યાત્મિક જીવન-વિકાસ આલેખ્યો છે, અને ભારતીય સંતોની પરંપરામાં શ્રીમદના જીવનની જે ઉચ્ચ ભૂમિકા હતી, તેને જે રીતે વ્યક્ત કરી છે, તે છે. આખો નિબંધ ન હોત અને માત્ર શ્રીમદ્ભા આ આધ્યાત્મિક જીવનનું તારણ લેખિકાએ જે રીતે સુસંવાદ રીતે, લખાણોમાંથી આધાર ટાંકીને કરી બતાવ્યું છે, તે જ માત્ર હોત તો તે પણ લેખિકાની સંશોધન શક્તિના પૂરાવા રૂપે બનત અને એટલા માત્રથી પણ તેમને Ph.D. ની ઉપાધિને યોગ્ય ઠરાવત-એ પ્રકારનું સમર્થ રીતે એ પ્રકરણ લખાયું છે.' - ઈ. સ. ૧૯૬૭ માં કૃપાળુ દેવની જન્મ જયંતિ આવતી હતી. એ માટે કોઈ ઉપયોગી ગ્રંથ પ્રકાશિત કરવાની શ્રી જીવનમણિ સવાચન ગાથા ટ્રસ્ટની ઇચ્છા હતી. જે ઇચ્છા ટ્રસ્ટના સંચાલક શ્રી લાલભાઇએ મુ. શ્રી દલસુખભાઈ પાસે વ્યક્ત કરી હતી. તેમણે મારી થિસિસ માટે યોગ્યતા બતાવી, તેથી જીવનમહિનો ગ્રંથ પ્રકાશિત કરવાની પરવાનગી માગતો પત્ર આવ્યો. પણ મેં મારા જીવનને Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૯૩ સુધારવાની ઇચ્છાથી જ આ અભ્યાસ કર્યો હતો, તેથી પ્રકાશન માટે અસંમતિ જણાવી. તેમ છતાં શ્રી દલસુખભાઈ અને ડૉ. રમણભાઈના આગ્રહથી થિસિસ ‘શ્રીમદ્દ્ની જીવનસિદ્ધિ' નામે જીવનમણિ સાચન માળા તરફથી પ્રસિદ્ધ થઈ. મારી પૂર્વ વિચારણા અનુસાર તેમાંથી એક પૈસાની પણ કમાણી ન કરવાના ભાવથી કોપીરાઈટ અને રોયલ્ટી છોડી દીધાં હતાં. આ પછીથી ડૉ. રમણભાઈ અને તારાબહેન સાથેનો સંપર્ક તથા પ્રેમતંતુ જળવાઈ રહ્યો છે. અને અમે એકબીજાના જીવનથી સુમાહિતગાર રહીએ છીએ. જેમાં તેઓ બંનેએ લૌકિક જીવનમાં, સાહિત્ય ક્ષેત્રે તથા આધ્યાત્મિક જીવનમાં જે પ્રગતિ કરી છે, તે બધાને આધારે જે વિધાન આ લેખના આરંભમાં કરેલ છે, તેને સમર્થન મળી રહે છે. તેઓ પાસે અતિ અતિ દુર્લભ એવાં માનવતા, સત્ ધર્મનું શ્રવણ, શ્રદ્ધા અને પુરુષાર્થ છે. જે ભાવિમાં સર્વ પ્રકારનાં દુઃખથી મુક્ત કરવા તેમને ત્વરાથી સમર્થ બનાવે, એવી શ્રી પ્રભુને મારી નમ્ર પ્રાર્થના છે. જગતના સહુ જીવો સંસારના પરિતાપોથી છૂટે એ ભાવના સાથે વિરમું છું. જ્ઞાનનો મહિમા જૈન ધર્મમાં ઘણો જ મોટો છે. એટલે જ તીર્થંકરોએ આપેલો ઉપદેશ ગણધરભગવંતો દ્વારા જે ઊતરી આવ્યો છે અને જે શ્રુતજ્ઞાન તરીકે ઓળખાય છે તેના પ્રત્યે બહુમાન દર્શાવવા જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. જૈન દર્શનમાં જ્ઞાનજ્ઞાની પ્રત્યેનો વિનય ઉચ્ચ કોટિનો અને મહિમાવંત છે. ‘ઉપદેશપ્રાસાદ’માં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છે ઃ श्रुतस्याशातना त्याज्या तद्विनयः श्रुतात्मकः । शुश्रूषादिक्रियाकाले तत् कुर्यात् ज्ञानिनामपि ।। શ્રુતજ્ઞાનની આશાતના ત્યજ્વી જોઇએ. શ્રુતજ્ઞાનનો વિનય શ્રુતસ્વરૂપ જ ગણાય છે. એટલા માટે શુશ્રુષા વગેરે પ્રકારની ક્રિયા કરતી વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો. રમણલાલ ચી. શાહ (‘જિનતત્ત્વ-ભાગ-૭'માંથી) Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રત ઉપાસક રમણભાઈ શ્રી રમણભાઈ–પ્રેરક અને પ્રબુદ્ધ વ્યક્તિત્વ 1 પૂ. યોગેશભાઈ શ્રી રમણભાઈનું વ્યક્તિત્વ એક પ્રબુદ્ધ વ્યક્તિત્વ હતું. શ્રી રમણભાઇના પરિચયમાં આવવાનું ઘણીવાર બનેલું. એમના વિશે શું કહેવું ? મને શબ્દો નથી મળતા. એમનો હસતો ચહેરો, શાંત સ્વભાવ, મુખ ઉપર સૌમ્યતા ક્યારેય ભૂલી શકાય તેમ નથી. એમણે જે જે સમાજની સેવા કરી છે તે અવર્ણનીય છે. એમના “પ્રબુદ્ધ જીવનમાં જે વિદ્વતા અને તત્ત્વજ્ઞાન ભર્યા લેખો આવતા તે સમસ્ત જૈન અને જેને ત્ત૨ સમાજને ખૂબ જ ઉપયોગી અને સત્યનો રાહ ચીંધનાર બની રહેતા. તેમની ઊંડી સમજ અને ધર્મ વિષયક સાત્ત્વિક લખાણ અદભૂત છે. ભલે તેઓ દેહથી ચાલ્યા ગયા હોય પણ તેમના સાહિત્યમાં તો આજેય તેઓ પ્રત્યક્ષ છે. મારા અનુભવ મુજબ કહી શકું કે તેમનો જૈન ધર્મ અને જૈનેતર ધર્મનો અભ્યાસ ઊંડો હતો તે હું બરાબર જાણું છું. તેમના માર્ગદર્શન સાથે સમાજની ઘણી વ્યક્તિઓએ જૈન ધર્મના વિષયો ઉપર પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે. એમની સાથેના સંબંધથી અમને પણ ઘણો લાભ થયેલ છે. તેમના સરળ અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વને લીધે જે કોઈ વ્યક્તિ તેમના પરિચયમાં આવે તો તે તેમને કદી ભૂલી શકતી નહીં. તેમના અવસાનથી જૈન સમાજ અને સાહિત્ય જગતને પડેલી ખોટ કદી પૂરી શકાશે નહીં. શ્રીમદ્ રાજચંદ્રભવન ટ્રસ્ટ, ઈડર વિદ્યાપ્રાપ્તિમાં ગુરુ પ્રત્યેના વિનયની સાથે બહુમાનની પણ એટલી જ આવશ્યકતા છે. વિનય અને બહુમાન આમ તો સાથે સાથે જ હોય છે, છતાં તે બંને વચ્ચે થોડો તફાવત પણ છે. ગુરુ પ્રત્યેનો વિનય વંદન, અભુત્થાન ઇત્યાદિ દ્વારા વ્યક્ત કરી શકાય છે. એ બાહ્યાચાર છે. પરંતુ બહુમાન તો હૃદયની સાચી પ્રીતિથી જ જન્મે છે. જો હૃદયમાં બહુમાન હોય તો ગુરુને અનુસરવાનું, તેમના ગુણોને ગ્રહણ કરવાનું મને થાય છે. તેમનામાં રહેલી નજીવી ત્રુટિઓ પ્રત્યે ધ્યાન જતું નથી. પોતાની સાધનાના વિકાસ માટે સતત ચિંતવન રહ્યા કરે છે. |રમણલાલ ચી. શાહ ( જિનતત્ત્વ-ભાગ-૭'માંથી) Page #247 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ અક્ષર દેહે જીવંત રમણભાઈ D ચિત્રભાનુ ધર્મપ્રિય તારાબેન અને તમારો પ્રેમી પરિવાર, છમહિનાથી ધર્મયાત્રા નિમત્તે ભારત બહાર હતો. આવતાં જ તમારા ફોનથી શ્રી રમણભાઈના પાછા થયાના સમાચાર સાંભળ્યા. આવા વિયોગના સમાચાર આપતાં પણ તમે જે ચિત્તથી સ્વસ્થતા જાળવી છે તે તમારી સમજણ અને સાધનાનું પરિણામ છે. શ્રી રમણભાઈ ગયા નથી પણ પાછા થયા છે. ધર્મી આત્માઓની વિદાય એ તો પશ્ચિમમાં પણ farewell કહેવાય છે. આપણે જાણીએ છીએ કે જ્યાં જન્મ છે, ત્યાં મૃત્યુ છે જ, ભલે અજ્ઞાનીને દેખાતું ન હોય, ભલે પ્રતિષ્ઠા અને પાપાનુબંધી પુણ્યને લીધે એ મોહમાં મસ્ત હોય પણ મૃત્યુ તો જન્મમાં છુપાયેલું છે જ. જન્મ અને મરણ રાત અને દિવસની જેમ અનાદિ કાળથી મોહમત્ત આત્માઓને કાળચક્રમાં ભમાવ્યા જ કરે છે પણ જેને નમો અરિહંતાણનું અમૃત અંતરમાં ઉતરી ગયું છે એને તો સાધનાને અંતે આવતું મૃત્યુ મુક્તિ પ્રત્યેનું પ્રયાણ છે. રાગદ્વેષને પાતળા કરતાં કરતાં પોતાના પરમાત્મ સ્વરૂપનું દર્શન કર્યાનો ઉત્સવ છે. શ્રી રમણભાઈ સ્થૂલ દેહે નથી પણ એમણે જે ધર્મવર્ધક કાર્યો કર્યા છે, વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો છે, જૈન યુવક સંઘના નેતૃત્વમાં ચાલતી પર્વાધિરાજ પર્યુષણની વ્યાખ્યાનમાળામાં પ્રાણ પૂર્યા છે અને જે સાહિત્ય સર્જ્યું છે તે તો અક્ષર દેહે જીવંત છે જ. ધર્મી આત્માઓની વિદાય આત્મ જાગૃતિનું પ્રભાત બનો એવી અભ્યર્થના. ૧૯૫ જેમ એક દીવો સેંકડો દીવાને પ્રદીપ્ત કરે છે અને સ્વયં પ્રદીપ્ત રહે છે તેમ દીવા જેવા આચાર્ય ભગવંતો પોતે ઝળહળે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. એટલા માટે આચાર્ય ભગવંતો જૈન શાસનના જ્યોતિર્ધર છે. અરિહંત ભગવંતો શાસનના નાયક છે. ચતુર્વિધ સંઘની સ્થાપના તેઓ કરે છે અને દેશના આપે છે. એમના ગણધર ભગવંતો એ દેશનાને દ્વાદશાંગીમાં ગૂંથી લે છે, પણ પછી અરિહંત ભગવાનના વિરહકાળમાં એમની આજ્ઞા મુજબ શાસનનું સુકાન આચાર્ય ભગવંતો જ સંભાળે છે. ] રમણલાલ ચી. શાહ (‘જિનતત્ત્વ-ભાગ-૭'માંથી) Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રત ઉપાસક રમણભાઈ આવા સ્નેહી રમણભાઈ હંમેશાં યાદ રહેશે...' || સાધુ પ્રીતમપ્રસાદ દાસ દાદર સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજ પધાર્યા હતા. સ્વામીશ્રીનું આગમન થાય ત્યારે અનેક મહાનુભાવો એમને મળવા, દર્શન કરવા આશીર્વાદ લેવા પધારે. એ સમયે યજ્ઞપુરૂષ વ્યાખ્યાનખંડનો હૉલ નવો જ તૈયાર થયો હતો. એ સમયે સંપ્રદાયના વિદ્વાન હરિભક્ત શ્રી હર્ષદભાઈ દવેના આમંત્રણથી ડૉ. રમણભાઈ શાહ અત્રે દર્શને પધારેલા. પ્રવચન પણ કરેલું. પ્રમુખ સ્વામીજીનું સાન્નિધ્ય હોય એટલે સહેજે દરેકને એમને મળવાનું કે એમના જ ખાસ દર્શન કરવાનું ઘેલું લાગ્યું હોય. રમણભાઈએ એ સમયે હર્ષદભાઈ દવે તથા વિદ્વાન સંત પૂ. વિવેકસાગર સ્વામીને કહી રાખેલું કે “પ્રમુખસ્વામી મહારાજ'ને મળ્યા પછી મારે પ્રીતમપ્રસાદ સ્વામીને ખાસ મળવું છે.' એ સમયે મારી ઉંમર પણ નાની અને આવા વિદ્વાનોનો પરિચય પણ ઓછો. ત્યારે લેખો લખવાનું શીખતો હતો. તેથી એક લેખ લખીને “પ્રબુદ્ધ જીવનમાં મોકલેલો. તેના અનુસંધાનમાં રમણભાઈ મને મળવા માગતા હતા. તેમણે મને શોધી કાઢ્યો. પછી એકાંતમાં બોલાવીને ખૂબ લાગણીથી વાત કરી કે તમારા લેખમાં આટલી બાબતોની ખામી છે. બહુ લાંબો લેખ છે. થોડો ટૂંકાવીને આપો તો સારું. હું જરૂર છાપીશ.' સાચી વાત, અને એકાંતમાં કહેવાની રમણભાઈની આ રીત મને બહુ સ્પર્શી ગઈ. તેમણે ખાસ ભલામણ કરીને તે લેખ મગાવીને છાપ્યો. ફરી એકવાર જૈન રામાયણના આધારે એક લેખ “પ્રબુદ્ધ જીવન માટે મોકલ્યો ત્યારે ૩-૪ મહિના વીતી ગયા પણ કોઈ જવાબ ન મળ્યો. એટલે રમણભાઈને મેં લખ્યું. “તમારે લેખ ન છાપવો હોય તો પાછો મોકલશો, જેથી અન્ય મેગેઝિન માટે ઉપયોગી થઈ શકે. ખાસ તો એક મેગેઝિનમાં છાપવા આપેલો લેખ બીજે ન આપવો એવો શિષ્ટાચાર હોય છે. તેથી રમણભાઈએ જવાબમાં લખ્યું, “તમારો લેખ ખૂબ સારો છે. તેને હું ચોક્કસ છાપવાનો છું. માટે બીજે છાપવા ન મોકલશો. જવાબ લખવામાં થોડી ઢીલ થઈ છે તો માફ કરશો.’ આ નમ્રતા પણ મને સ્પર્શી Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક રમણભાઈ ગઈ. જૈન યુવક સંઘના પ્રમુખ તથા પ્રબુદ્ધ જીવન'ના તંત્રી હોવાથી એમને નાના મોટા ઘણાં કામકાજ હોય છતાં મને જવાબ લખી, નમ્રતા દાખવે એ બહુ મોટો ગુણ કહેવાય. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે બોટાદ પાસેના સારંગપુર ગામે સાહિત્યનું જ્ઞાનયત્ર યોજેલું. જેમાં સ્વામિનારાયણ સંત સાહિત્ય અંગે વિદ્વાનોએ પોતાના પ્રતિભાવ આપેલા. ત્યારે યશવંત શુકલ, રઘુવીર ચૌધરી, ભોગીલાલ સાંડેસરા, હરીન્દ્ર દવે તથા રમણભાઈ શાહ વગેરેનું સાન્નિધ્ય માણવા મળેલું એવું યાદ છે. એમનું પુસ્તક “પાસપોર્ટની પાંખે' ભાગ-૧ જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ વધુ રસ પડતો ગયો. એ બાબતમાં એમની સાથે ટેલિફોન દ્વારા વાતચીત થતી ત્યારે ઘણું જાણવાનું મળતું. જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ઉપરાઉપરી બે વર્ષ વ્યાખ્યાન માટે તેમણે આમંત્રણ પાઠવ્યું. વળી કહ્યું કે તમારા ગયા વર્ષના પ્રવચનમાં મજા આવી હતી. આ વખતે પણ પધારો એવું આગ્રહભર્યું આમંત્રણ છે. એમની વક્તાની ઓળખાણ આપવાની રીત બહુ સ્પર્શી ગઈ. ખાસ તો વક્તાના વક્તવ્યને અન્યાય ન કરનારી, વક્તાનો સમય ન ખાઈ જાય તેવી રીતે સહેજે યાદ આવે છે. આવા સ્નેહી રમણભાઈ હંમેશાં યાદ રહેશે. અષ્ટમંગલ'માં એક મંગલ તે વર્ધમાન અથવા વર્ધમાનક છે. એનો અર્થ થાય છે કે જે વૃદ્ધિ પામે છે અથવા જે વૃદ્ધિ કરે છે તે. વર્ધમાનક એટલે નાના કે મોટા કોડિયા જેવું માટીનું વાસણ (પછીથી એ ધાતુનું પણ થયું). એને માટે બીજો સંસ્કૃત શબ્દ છે “શરાવ'. આ શરાવના ખાડામાં ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો મૂકી શકાય. જો ખાનારને મોડું થાય તો શરાવ પર બીજું શરાવ ઢાંકવા માટે વપરાય છે. આમ, એક શરાવ ઉપર બીજું શરાવ ગોઠવવામાં આવે છે ત્યારે તે શરાવસંપુટ બને છે. ક્યારેક ‘શરાવ સંપુટ’ને બદલે ફક્ત “સંપુટ” શબ્દ વપરાય છે. સંપુટ થવાથી વસ્તુ સુરક્ષિત બને છે. ઉપર નીચે એમ બંને બાજુથી એને રક્ષણ મળે છે. _D રમણલાલ ચી. શાહ (“જિનતત્ત્વ-ભાગ-૭'માંથી) Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ચુત ઉપાસક રમણભાઈ પ્રબુદ્ધજીવનના પ્રબુદ્ધ શ્રાવક ડૉ. રમણભાઈ I શશિકાંત કે. મહેતા ડૉ. રમણભાઈ મારા એક આત્મીય બંધુ હતા. વર્ષો પહેલા, (પ્રાયઃ ૩૨/૩૩ વર્ષ પહેલા) તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતીમાં કોઈ વિદ્યાર્થીની ડૉક્ટરેટ થિસિસનો વાઈવા લેવા આવેલ ત્યારે મારે ઘરે આવ્યા અને મુંબઈ જૈન યુવક સંઘમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એક પ્રવચન આપવા આવવાનું નિમંત્રણ આપેલ. પર્યુષણ પર્વમાં સામાન્ય રીતે આરાધના માટે બહાર જવાનું મન ન થાય તેથી જો મને પહેલા દિવસે જ આવવાનું થાય તો આમંત્રણ સ્વીકારી શકું તેવી નમ્રભાવે વાત કરી. તેઓએ તે રીતે આમંત્રણ આપ્યું. મુંબઈ જૈન યુવક સંઘમાં પ્રવચન માટે જવું એ મારા જીવનની એક અનોખી ઘટના બની હતી. મેં કોઈ દિવસ જાહેર પ્રવચનમાં જવાનું વિચારેલ જ નહીં. મારા જીવનમાં ધર્મ પ્રવચનોની આ પહેલવહેલી શરૂઆત ડૉ. રમણભાઈના આગ્રહથી શરૂ થઈ. જે હું કોઈ દિવસ ભૂલી શકું નહિ. સતત ૨૫ વર્ષ સુધી આ રીતે પર્યુષણના પહેલા દિવસે મુંબઈ પ્રવચન માટે આવવાનું બન્યું હતું જેનો સંપૂર્ણ શ્રેય ડૉ. રમણભાઈને જાય છે. તે દિવસે પ. પૂ. આચાર્યશ્રી રામચંદ્રસૂરિજી રાજકોટમાં બિરાજમાન હતા. તેમને વંદન કરવા હું પૂજ્યશ્રી પાસે લઈ ગયેલ. ત્યાં તો જાણવા મળ્યું કે પૂજ્ય આચાર્યશ્રી અને તેમના પિતાશ્રી એક જ ગામના (પાદરા) સરખી ઉંમરના, સાથે ભણતા મિત્રો હતા. ડૉ. રમણભાઈએ જે ભાવપૂર્વક તેમને વંદન કર્યા તેથી મને ખૂબ પ્રસન્નતા થઈ અને તે વખતે તેમનામાં રહેલ શ્રાવકના દર્શન થયા. ત્યારબાદ જ્યારે જ્યારે મુંબઈ આવવાનું થતું ત્યારે “રેખા'માં તેમને અચૂક મળવા જતો. તેમની વિદ્વતા અને સાથે જ નિરાભિમાનપણાનો અનુભવ સ્પર્શી જતો. બે વાર પ. પૂ. જંબૂવિજયજી પાસે અમે થોડા મિત્રો વાંચના લેવા ગયેલ ત્યારે તેમની મેધાનો ખ્યાલ આવ્યો. તારાબેન પણ સાથે ભાવથી વાંચનામાં જોડાયેલ. તેમની વ્યુત સેવા-ઘણાં પ્રકાશનો દ્વારા ખૂબ ઊંચાઈએ પહોંચેલી હતી. Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૧૯૯ અમે મહાવીર જૈન વિદ્યાલયમાં સાથે રહ્યાં છીએ ત્યારે તેઓ કોરાસાહેબની નીચે પ્રાયઃ ગૃહપતિ તરીકે રહ્યાં હતાં. આ વાત ૧૯૫૦ની સાલની છે. છેલ્લા થોડા વર્ષોથી યુવક સંઘ જે સેવા કરતી સંસ્થાઓમાં દાન આપે છે તેમાં વીસનગરની અમારી આંખની હૉસ્પિટલને પણ તેઓએ એક વર્ષ સંઘ તરફથી દાન આપેલ. ત્યારે મને ખૂબ સંતોષ-આનંદ થયેલ. મને જે રીતે પ્રવચન માર્ગે ચઢાવ્યો ત્યારે હું હંમેશ હળવી ભાષામાં કહેતો કે હવે મને આપની જેમ લખવાનું પણ શીખવાડો, પણ એ સમય રહ્યો નહિ. પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ શોભાવ્યું. ધર્મના વિષયમાં વિશદ્ લખાણો તંત્રીપદેથી લખ્યાં. માનનીય શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પછી યુવક સંઘને તથા પ્રવચનમાળામાં તેમણે પ્રમુખપદ સુંદર રીતે શોભાવેલ છે. ડૉ. રમણભાઈ પ્રબુદ્ધ જીવનના ખરેખર પ્રબુદ્ધ શ્રાવક હતાં. તેમને શત શત વંદના. સેવાતા દીપને પ્રજવલિત રાખ્યો મૂર્ધન્ય સાહિત્યકાર, ધર્મપ્રેમી, માનવપ્રેમી વંદનીય રમણભાઇના હરિચરણ જવાના સમાચાર મળ્યા. ઘેરા શોકની લાગણી અનુભવી. બાળાઓએ પ્રાર્થનાસભામાં મૌન પાળી, નવકાર મંત્રોચ્ચાર કરી શ્રદ્ધાંજલિ અર્પી. યુવક સંઘના નેજા હેઠળ અનેક સંસ્થાઓને અને તેના કાર્યકર્તાઓને તેમણે પ્રોત્સાહિત કરેલ છે. પ્રોત્સાહનના કારણે અનેક કાર્યકર્તાઓ પોતાના કાર્યોને સુંદર ઓપ આપી શક્યા છે. નાના-નાના ગામડામાં જઈને પણ તેમણે સેવાના દીપને પ્રજવલિત રાખ્યો છે. તેમની વાણી અને જ્ઞાન ખૂબ જ વિચારશીલ અને સમાજ ઉપયોગી હતું. મુંબઈ વ્યાખ્યાનમાળામાં આવતા ત્યારે તેમનું હૈયું, મન સૌને ઉમળકાભેર આવકારતું. તેમણે સમાજને, ધર્મને, પરિવારને સાચા અર્થમાં સાક્ષર બનાવવા અથાગ પ્રયત્ન કરેલ છે. આવા વિરલ વિભૂતિની આપણને ખોટ વર્તાશે. પ્રભુ સગતના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ સનાતન સત્યને સ્વીકારવાની તાકાત આપે તેવી પ્રાર્થના. | મંથન પરિવારઃ નિરૂબેનના જય જિનેન્દ્ર Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રત ઉપાસક રમણભાઈ સૌના સ્વજન રમણભાઈ || શ્રીમતી લલિતાબેન શાહ મહાપુરૂષો જગત છોડતાં છોડતાં આપણને કંઈક ને કંઈક સંદેશો આપતા જાય છે. તે સંદેશાને ઝીલવા માટે આપણી જેટલી પાત્રતા હોય તેટલો જ સંદેશાને ગ્રહણ કરી શકીએ. તેવી જ રીતે–પૂ. રમણભાઈના જીવનમાંથી આપણે ઘણો જ બોધ લેવા જેવો છે. સરળ અને મિલનસાર સ્વભાવ, નિરઅભિમાનીપણું, પદ માટે નિસ્પૃહીપણું વગેરે તેમનામાં રહેલા ગુણો આપણામાં પ્રગટાવવા જેવા છે. ન અહં ન મમ નો મંત્ર તેમના જીવનમાં વણાઈ ગયો હતો. નાનામાં નાના માણસોની સાથે પ્રેમથી વાત કરે, સાદાઈ અને સદાચાર વાળું જીવન, તથા ચિત્ત પ્રસન્નતા તેમનામાં જોવા મળતી. સાયલા આવે ત્યારે જમવાના ટેબલ ઉપર એકાદ જોક્સ કહેતા અને બધાંને નિર્દોષ આનંદ કરાવતા. સ્વભાવે એક નિર્દોષ બાળક જેવા હતા. નાનાં સાથે નાનાં અને મોટાં સાથે મોટાં થઈ શકતા. તેમના જીવનમાં જરા પણ પ્રમાદ જોવા ન મળતો. અમારા સદ્ભાગ્ય છે કે પૂ. રમણભાઈ તથા પૂ. તારાબેન પુસ્તક લખવાના કામ માટે સાયલા રહેવા આવતાં. પૂ. રમણભાઇએ રાત-દિવસ જાગીને અધ્યાત્મસાર” તથા “જ્ઞાનસાર' રૂપી અમૂલ્ય ખજાનો સહુને આપ્યો. પોતાની શુદ્ધ પરિણતિમાંથી જ્ઞાનગંગા વહેવડાવી અમારી ઉપર ઉપકાર કરી ગયા છે. માટે અમે તેના ઋણી છીએ. ઘણાં સંતો સાધુ-સાધ્વીઓને જ્ઞાનના લાભનું કારણ થાય તેવાં કામો પૂ. રમણભાઈ કરી ગયા છે. એ રીતે તેમણે મનુષ્ય જન્મ કૃતાર્થ કર્યો છે, સફળ કર્યો છે. જ્ઞાનદાન એ તો બધા જ દાનમાં ઉત્તમદાન છે. એવું દાન તેમણે કર્યું છે. તેમને પૂ. તારાબેનનો સાથ અને સહકાર હોવાથી પૂ. રમણભાઈ આવું ભગીરથ કાર્ય કરી શક્યા. રમણભાઈ મુમુક્ષુ હતા. મોક્ષ માર્ગના પ્રવાસી હતા. એ નિયમ છે કે કોઈ વ્યક્તિ મોક્ષમાર્ગની યાત્રા કરવા માગતા હોય તો તેને મદદ અને અનુકૂળતા આપનાર હોય જ. તેમણે જીવનના અંત સુધી જરા પણ પ્રમાદને સેવ્યો નથી. સદા પ્રવત્તિમય રહ્યા. તેમની પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ પણ એવી દઢ હતી કે સાયલા આવે ત્યારે Page #253 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૨૦૧ અચૂક પૂજા કરવા પણ જતા. પૂ. રમણભાઇના નામ તેવા જ ગુણ તેમનામાં હતા. રમણભાઈ પરની રમણતાને તોડી સ્વની રમણતાનો પુરુષાર્થ કરી રહ્યા હતા. પૂ. બાપુજી પ્રત્યે તેમને અનન્ય અહોભાવ હતો અને પૂ. બાપુજીને પણ પૂ. રમણભાઈ તથા પૂ. તારાબેન પ્રત્યે પ્રેમ અને વાત્સલ્ય હતું. આવા પંચમકાળમાં આવા ભદ્રિક જેમાં એક પણ અવગુણ શોધવો હોય તો ન મળે. એવા પૂ. રમણભાઈ હતા. જે વ્યક્તિનો ઉપયોગ જ્ઞાનમય થઈ ગયો હોય તેને બહાર ઉપયોગ હોય નહિ. દા. ત. એક ગ્રંથકારે ગ્રંથ લખવાનું શરૂ કર્યું. તેની પત્ની તેને મીઠા વગરની ભોજનની થાળી તેની બાજુમાં મૂકી આવે. વચ્ચે સમય મળે ત્યારે ભોજન કરી લે, પણ તેનો ઉપયોગ ભોજન કરતી વખતે તેમાં નહોતો. એટલે તેમને ખબર નહોતી પડતી કે ભોજન મીઠા વગરનું છે. જ્યારે ગ્રંથ લખવાનો પૂરો થયો ત્યાર પછી ગ્રંથકાર ભોજન કરે છે ત્યારે તેમના પત્નીને કહે છે કે આજે કેમ ભોજનમાં મીઠું નાંખવાનું ભૂલી ગયા છો ? ત્યારે તેમની પત્નીએ કહ્યું કે હું તો દરરોજ મીઠા વગરનું જ ભોજન આપને આપતી હતી. પરંતુ તમારો ઉપયોગ ભોજનમાં ન હતો, પણ ગ્રંથ લખવામાં હતો એટલે આપને ખબર ન પડી કે તેમાં મીઠું નથી. ગ્રંથ પૂરો થતાં ઉપયોગ બહાર આવ્યો ત્યારે લક્ષ ગયું કે ભોજનમાં મીઠું નથી. તેવી જ રીતે પૂ. રમણભાઈનો ઉપયોગ પણ લેખનમાં જ રહેતો હશે ? પરમ તત્ત્વની પ્રાપ્તિ માટેનો તેમનો પુરુષાર્થ સફળ થાય અને સિદ્ધત્વને પામે એ જ પ્રભુ પાસે પ્રાર્થના. મુમુક્ષુ, શ્રી રાજસોભાગ આશ્રમ, સાયલા માનવતાવાદી સજ્જન શ્રી રમણભાઈના ચાલ્યા જવાથી ફક્ત ગુજરાતી નહી પણ ભારતીય તેમ જ જૈન સમાજે પ્રખર ચિંતક- સાહિત્યકાર - કેળવણીકાર ઉપરાંત માનવતાવાદી ખરા સજ્જન ગુમાવ્યા છે. પ્રકાશ મોદી, ટોરેન્ટો Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૨ ચુત ઉપાસક રમણભાઈ શુભ મનોવૃત્તિનું અંગરખું D ડૉ. વિક્રમભાઈ શાહ કોઈ એમ કહે કે ડૉ. રમણભાઈના જીવનનું ગોરવ માત્ર એક જ વાક્યમાં સમાવિષ્ઠ કરીને કહો તો એમ કહેવાય કે “ગુરુ ગૌતમ પ્રત્યે ઉભરતો અથાગ ભક્તિભાવ કે જે જીનેશ્વરની વિતરાગતામાં તન્મયપણે ઠલવાતો ગયો.' સદાયે શુભ મનોવૃત્તિનું અંગરખું પહેરીને ડૉ. રમણભાઇએ સદાચારી, આદર્શ ગૃહસ્થ જીવન જીવી બતાવ્યું. તુલનાત્મક દૃષ્ટિ અને માધ્યસ્થ પરિણામોને કેળવી તેઓ જ્યારે પોતાનો અંગત અભિપ્રાય આપતા ત્યારે તેમાં માધુર્યભર્યું સત્ય ઉભરાતું. તેમની પરિપક્વ પ્રૌઢ શૈલીમાં કટુતા કે પરનિંદા ક્યારેય નહોતી. પોતે વ્યાપાર વ્યવસાય કરી શકે એવા સમર્થ હોવા છતાં સંતોષી રમણભાઈએ આખુંય જીવન શ્રેષ્ઠ અધ્યાપક તરીકે જ્ઞાનની લહાણી કરી. શિક્ષણ અને સાહિત્યના માધ્યમ વડે પોતાના મૌલિક વિચારોને ધરી સમાજસેવા કરનાર રમણભાઇએ જૈન દર્શનના સિદ્ધાંતોની સમજણ સાદી સરળ ગુજરાતી ભાષામાં આપી આપણા સ ઉપર મોટો ઉપકાર કર્યો છે. શ્રી રાજ સૌભાગ આશ્રમ-સાયલા સાથેનો ડૉ. રમણભાઈનો ગાઢ સંબંધ રહ્યો. તેની શરૂઆત ૧૯૯૦માં થઈ. પૂ. બાપુજી ગુરુદેવ શ્રી લાડકચંદભાઇના સ્વાધ્યાયોને “શિક્ષામૃત” પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવું હતું, જેનું પ્રકાશનકાર્ય ડૉ. રમણભાઈની નિશ્રામાં થયું અને ત્યાર પછી માહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત અધ્યાત્મ-સાર તેમ જ જ્ઞાનસાર જેવા દળદાર અધ્યાત્મશાસ્ત્રોનો વિશેષાર્થ તત્ત્વચિંતક ડૉ. રમણભાઈએ કરી આપ્યો અને આશ્રમ દ્વારા તે પ્રકાશિત પણ થયા. ડૉ. રમણભાઈના શુભ હસ્તે થયેલા અનેક કાર્યોમાં આ કળશરૂપ સર્વોત્તમ કાર્ય ગણી શકાય. આ ત્રણેય પુસ્તકોના લેખન માટે તેઓ તથા તેમના ધર્મપત્ની આદરણીય પ્રો. તારાબહેન ફરી ફરી સાયલા આશ્રમમાં આવીને રહેતાં. આશ્રમના નિવાસ દરમ્યાન ડૉ. રમણભાઈ તેમજ તારાબેન સાથે નિકટ પરિચય કેળવાયો. ઉચ્ચ વિચારો અને દંભ વગરનું શ્રુતપાસના સાથેનું પવિત્ર જીવન, જિનેશ્વર ભગવાન Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૦૩ પ્રત્યેનો ઉત્તમ પૂજ્યભાવ, પતિ-પત્નીનો પૂરકપ્રેરક મીઠો સુમેળ, બન્નેના પ્રેમાળ અને મિલનસાર વ્યક્તિત્વ સૌની સાથે મીઠો સંબંધ બાંધી સૌને પોતાના મિત્ર બનાવી દીધા પછી તે આશ્રમમાં રહેતા સાધકો હોય કે કામ કરતો અનુચર. ડૉ. રમણભાઈને આશ્રમની પ્રવૃત્તિઓ તેમ જ તેના પ્રણેતા પ. પૂ. બાપુજી પ્રત્યેનો અનેરો પ્રશસ્ત ભાવ વેદાયો હતો કે જે તેમણે પૂ. બાપુજીના દેહવિલય બાદ “પ્રબુદ્ધ જીવન'ની લેખમાળામાં આલેખ્યો છે. ડૉ. રમણભાઈ આખાય જૈન સમાજનું ગૌરવ, રત્ન સમાન હતા. વ્યવહારકુશળ ડૉ. રમણભાઇ સમયની બાબતમાં હંમેશાં સભાન રહેતા. તેઓ યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેતા તેમ જ તે કાર્યોનું આયોજન ખૂબ વ્યવસ્થિત રીતે કરતા. સાક્ષર છતાંય ખૂબ સૌમ્ય હતા. તેઓની વિદ્વતાનો ભાર કોઇને ક્યારેય નથી લાગ્યો. ગુણોના ભંડાર છતાંય લધુતભાવમાં જીવતા રમણભાઈ નાના માણસને પણ ખૂબ પ્રેમથી બોલાવે. સામેવાળી વ્યક્તિના નાના ગુણોને પણ થાબડે. તેમની ઉપસ્થિતિમાં સર્વ મોકળાશ અનુભવતા. ગમે તેવું તંગ વાતાવરણ હોય પણ તેઓનો રમૂજી સ્વભાવ સૌને હળવા કરી દેતો. આવા રમણભાઈ પ્રત્યે આપણા હૃદયમાં સહજ પ્રેમ આદર જાગે. વિવેકી માણસ સમાજ માટે દીવાદાંડી બને છે. ૭૦ જેટલા દેશોમાં સફર કરનાર ડૉ. રમણભાઈની વિદ્વતાએ માત્ર તેઓના જ નહીં પણ બીજા અનેકના જીવનપથને પ્રકાશિત કર્યા. માનવનું મૂલ્ય બહુશ્રુતતાથી વધે છે એમ તેનું જીવન શીલથી શોભે છે. ફૂલ જેમ સૌરભથી સુવાસિત થાય છે તેમ જ્ઞાન ચારિત્રથી શોભે છે. ડૉ. રમણભાઈ આવા જ કોમળ સર્વને ગમતા સહુના મનમાં વસી ગયેલા હતા. ડૉ. રમણભાઈના માર્ગદર્શન હેઠળ અનેક સંશોધકોએ અલગ અલગ વિષયો ઉપર મહાનિબંધ લખી ડૉક્ટરેટની પદવી મેળવી છે. ડૉ. રમણભાઈની ખોટ આવતા અનેક વર્ષો સુધી વેદાશે. પાસપોર્ટની પાંખે નહીં પણ સત્કર્મો અને સત્કાર્યોની પાંખે ઊડી રહેલા રમણભાઈના આત્માએ ચોક્કસપણે નવું દિવ્ય સંઘાયણ ઉત્કૃષ્ઠયોગબળને પ્રાપ્ત કરી જોમવંત પુરુષાર્થ આરંભ્યો હશે. તેઓ ત્વરાએ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે એવી પ્રભુ પાસે અભ્યર્થના. તેમના આત્માને ત્રિયોને વંદન કરી સતત તેમનું જીવન આપણા સોને પ્રેરિત કરતું રહે તેવી પ્રાર્થના. -મુમુક્ષુ, શ્રીમદ્ રાજસોભાગ આશ્રમ-સાયલા * * * Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રુત ઉપાસક રમણભાઈ સગુણોથી છલોછલ વ્યક્તિત્વ I શ્રી મહેશભાઈ ખોખાણી આદરણીય ડૉ. શ્રી રમણભાઈ શાહ એટલે મારે મન નેહ, સૌહાર્દ અને સજ્જનતાથી છલોછલ વ્યક્તિત્વ. પ્રેમાળતા, નમ્રતા અને પ્રસન્નતા એ તેમની “ખરચે ન ખૂટે જાકો ચોર ન લૂટે' એવી સંપત્તિ હતી. તેમનો પ્રથમ પરિચય મને થયો આજથી અગિયાર વર્ષ પહેલાં પ.પૂ. ગુરુદેવ શ્રી રાકેશભાઈએ, પોતાના માતા, પિતાની ભાવનાને માન આપી કોઈ આધ્યાત્મિક વિષય પર પીએચ.ડી. કરવાનું નક્કી કર્યું હતું. અને એ માટે તેઓશ્રીને એવા “ગાઈડ જોઈતા હતા કે જેમને ભાષા સમૃદ્ધિ સાથે તત્ત્વરુચિ પણ હોય, જેમના હૈયે ધર્માનુરાગ સાથે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો ગુણાનુરાગ પણ વસેલો હોય. આવા “ગાઈડ' તેમણે શ્રી રમણભાઈમાં દીઠા. પરંતુ ત્યારે રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીના અધ્યાપન વિભાગમાંથી નિવૃત થઈ ચૂક્યા હતા. શ્રી રમણભાઈ પૂ. ગુરુદેવશ્રીના શોધપ્રબંધના કાર્યમાં માર્ગદર્શન આપી શકે એ માટે યુનિવર્સિટી પાસેથી વિશિષ્ટ અનુમતિ મેળવવાના કાર્ય સંબંધમાં શ્રી રમણભાઈને વારંવાર મળવાનું થયું. અને ગંભીર, ભારેખમ મુખાકૃતિવાળા માસ્તરને બદલે હસમુખા, મળતાવડા, આત્મીયતા રેલાવતા વિદ્વાન વડીલ અમને મળ્યા ! પ્રથમ મુલાકાતમાં વાત વાતમાં સામેવાળાને પોતાના કરી લેવાની તેમની સહજ કળાનો પરિચય મળ્યો અને એ પોતાપણું-એ આત્મીયતાનું ખેંચાણ પછી તો કયારેય તૂટયું નહીં... અમે તેમને પ્રેમાદરથી ‘સર’ કહેતા. “અમે” એટલે પૂ. ગુરુદેવ શ્રી રાકેશભાઈ સાથે ભક્તિ, આદર કે સ્નેહથી જોડાયેલા ધર્માનુરાગી જીવો. ‘સર’ અમારા પ્રાયઃ દરેક મોટા પ્રસંગમાં આયોજનમાં, મહોત્સવમાં ઉપસ્થિત રહેતા. તેમણે માત્ર પીએચ.ડી.ના શોધ પ્રબંધમાં કે તેને ગ્રંથરૂપે નિર્માણ કરવાના મહાકાર્યમાં જમાર્ગદર્શન નથી આપ્યું. સંસ્થાનાં અનેક નાના-મોટા કાર્યમાં તેમની વિદ્વતા બહુશ્રુતતા, દીર્ધદષ્ટિવ્યવહારકુશળતા વગેરેનો ભરપૂર લાભ અમને મળ્યો છે. થોડાં વર્ષ પૂર્વે ધરમપૂરમાં આશ્રમ માટે “મોહનગઢની જગ્યા લેવામાં આવી ત્યારે જ તેમણે સૂચન કર્યું હતું કે તે સ્થળની આસપાસ આવેલી જમીન પણ જો ખરીદી લેવામાં આવે તો આશ્રમની અન્ય ભાવિ મોટી યોજનાઓમાં ઉપયોગી Page #257 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૨૦૫ બનશે. આજે માત્ર ૪-૫ વર્ષના ટૂંકા ગાળામાં આશ્રમના કાર્યશ્રેત્રનો વ્યાપ જે રીતે વિસ્તર્યો છે એ જોતાં અને સાથે, જમીનનો ભાવ બે-ત્રણ ગણો વધી ગયો છે એને લક્ષમાં લેતા...'સર'નું સૂચન કેટલું દૂરંદેશીપૂર્ણ હતું તે સમજાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર પી.એચ.ડી. કરવાનું પૂ. ગુરુદેવ દ્વારા નિર્ણિત થયું અને શોધપ્રબંધના કાર્ય અર્થે ‘સર’ સાથે જુદી જુદી જગ્યાએ જવાનું, રહેવાનું થતાં તેમના નિકટ પરિચયનો લહાવો મળ્યો. તેમની સાથે હોઈએ ત્યારે સમય હંમેશ તૃતગતિએ વહેતો. મુસાફરીમાં કલાકો કયાં નીકળી જતા તેનો ખ્યાલ રહેતો નહીં. જરૂરી વિષયો પર વિદ્વતાપૂર્ણ અભિપ્રાય આપવાની સાથે તેઓ અનેક મુદ્દાઓ પર મોકળા મને હસાવતા. તેમનો વિનોદ હંમેશા નિર્દોષ અને નિર્દેશ રહેતો. વળી એ વિનોદની ધાર કયારેય અન્યને કાપતી ન હતી. તેઓ પોતાના પર કે તેમનાં પત્ની તારાબેન પર જોક કરતા અને હાસ્ય રેલાવતા, પણ મને એ બરાબર યાદ છે કે કયારેય અન્યના ભોગે કે અન્યની નિંદા કરીને તેમણે હાસ્ય જગાવ્યું ન હતું. ‘સર’ વાલકેશ્વરમાં મારા શ્વસૂરના ઘરની નજીક રહેતા. જ્યારે પણ સાસરે જવાનો પ્રસંગ આવતો અને તેમને અચૂક મળવાનું થતું અને ત્યારે પણ બે કલાક પહેલાં કયારેય ઊઠવાનું બન્યું ન હતું. આવો હતો તેમનો પ્રેમાળ, નિખાલસ, સાલસ સ્વભાવ. આદરણીય સર સમાજમાં માત્ર ભાષા કે સાહિત્યના ક્ષેત્રે કે વ્યક્તિગત સ્તરે માત્ર હાસ્ય કે પ્રેમના જોરે પ્રતિષ્ઠિત ન હતા. તેમનો જિનશાસન પ્રત્યેનો પ્રેમ તથા પૂજા, સામાયિક, સ્વાધ્યાયાદિ આદિ ધર્મસાધના પ્રત્યેનું સમર્પણ એ પણ તેમના વ્યક્તિત્વનું અનુસરણીય અને ઉદાત્ત પાસું હતું. પ્રતિકૂળ સંજોગોમાં તેમનાં અનુષ્ઠાનોની નિયમિતતા ઊડીને આંખે વળગતી હતી. અનેક ગુણોમાં રમણતા કરી પોતાનું નામ સાર્થક કરનાર સર હવે સદેહે ભલે આપણી વચ્ચે રહ્યા નથી. પરંતુ તેમના ગુણોની સુવાસ થકી તથા તેમનાં વિપુલ સુશિષ્ટ સાહિત્યસર્જન થકી તેઓ આજે, આ ક્ષણે પણ આપણી સાથે જ છે. એ ગુણોની વૃદ્ધિ કરતાં જઈ આપણે તેમને આપણી વચ્ચે અને આપણી ભીતર સજીવન કરતાં જઈએ અને એ રીતે તેમને અંજલિ અર્પીએ એવી શક્તિ માટે પરમકૃપાળુદેવ પરમાત્માને પ્રાર્થના. શ્રી ગુરુચરણાર્પણમસ્ત || - મુમુક્ષુ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર * * * Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શ્રુત ઉપાસક રમણભાઈ શ્રદ્ધાપ્રેરક પૂ. રમણભાઈ || શ્રીમતી જ્યોતિ પ્રમોદ શાહ ડૉ. રમણભાઈના મારા જીવનમાં ઘણાં ઘણાં ઉપકાર છે. હું “શ્રી મુંબઈ જેન યુવક સંઘમાં શ્રી રમણભાઈ સાથે તથા શ્રી આત્મવલ્લભ મંગલ મંદિર'માં તારાબેન સાથે સામાજિક સેવાના કાર્યોમાં જોડાઈ તે પહેલાં સોફિયા કૉલેજમાં તારાબેન અમારા ગુજરાતી વિષયના પ્રોફેસર હતાં. અને મારા પતિ સ્વ. પ્રમોદ “મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી રમણભાઈ સાથે સંકળાયેલા હતા. આમ અમે બંને જણા લગ્ન પહેલાં જ રમણભાઈ-તારાબેનના પરિચયમાં હતાં. સેવાના કાર્યમાં જોડાયાં પછી મને આ વિદ્વાન દંપતી તરફથી ખૂબ જ સુંદર માર્ગદર્શન મળતું હતું. મારે “જૈન યુવક સંઘ” તથા “પ્રેમળ જ્યોતિ'ના કાર્ય માટે વારંવાર રેખા બિલ્ડિંગમાં શ્રી રમણભાઈના ઘરે જવાનું થતું. જ્યારે જાઉં ત્યારે રમણભાઈ મને જેમ તેમની પુત્રી શૈલેજાને બોલાવતા હોય એમ અત્યંત પ્રેમાળ - વાત્સલ્યભાવે મીઠો આવકાર આપે. તેમની પાસે બેસવામાં અને તેમની વાતો સાંભળવામાં અનેરો આનંદ મળે. આવા પ્રખર વિદ્વાન છતાં કેટલાં હળવાફૂલ લાગે. તેમના વાણી - વર્તનમાં કયાંય અહંકાર કે મોટાઈનો અંશ માત્ર પણ ન દેખાય. ભાષા પણ ખૂબ સરળ અને છતાં એવી સચોટ હોય કે સાંભળનારને ગળે ઊતરી જાય. મારામાં સ્થાનકવાસીના સંસ્કાર હોવાથી હું દેરાસર દર્શન કરવા જાઉં પણ પૂજામાં માનતી ન હતી. રમણભાઈએ મને ખૂબ પ્રેમથી પ્રભુપૂજામાં શ્રદ્ધા કરાવી. જિન પ્રતિમાનું ઉત્તમ અવલંબન લેવાથી આપણા ભાવોની ઘણી જ શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે - તે એટલું સચોટ રીતે મને સમજાવ્યું - કે જે આજે ધરમપુરમાં અત્યંત પ્રસન્નતાપૂર્વક પૂજા કરતાં હું અનુભવું છું. જો રમણભાઈએ મને પ્રભુપૂજનનો આટલો મહિમા ન બતાવ્યો હોત તો હું પ્રભુના પવિત્ર સ્પર્શનો આનંદ અત્યારે જે અનુભવું છું તેનાથી વંચિત રહી ગઈ હોત. મને જૈન ધર્મના મૂળ સિધ્ધાંતો અને ગૂઢ રહસ્યો સમજાવવામાં અને તેમાં મારી શ્રદ્ધા દ્રઢ કરાવવામાં રમણભાઈનો ઘણો મોટો ફાળો છે - અને તેના કારણે જ આજે મને મનુષ્યજીવનમાં જે મહા-મહા-મહા દુર્લભ ગણાય તે સદ્દગુરુનું શરણ મળ્યું છે. કે જે ગુરુની નિશ્રામાં યથાર્થ સાધના થાય તો ભવભ્રમણ ટળી જાય એવો અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે. તેને માટે તો હું શ્રી રમણભાઈની અત્યંત ઋણી છું. Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૦૭ તા.૧-૧૧-૧૯૯૧ના દિવસે અચાનક હાર્ટ ફેઈલથી મારા પતિ પ્રમોદનું અતિ દુઃખદ અવસાન થયું. તે સમયે મારા ત્રણેય સંતાનો સોનાલી- જીગ્નેશ - ચીરાગ કૉલેજમાં ભણતાં હતાં. મારા માથે આભ તૂટી પડ્યું હતું. તેવા કપરી કસોટીના સમયે સ્વ. પ્રમોદની શ્રધ્ધાંજલિ સભામાં શ્રી રમણભાઈએ જાહેરમાં કહ્યું કે બહેન જ્યોતિ, તારે ચૂડી ચાંદલો કાઢવાના નથી. મંગળસૂત્ર પણ પહેરી રાખજે. તારે પ્રમોદભાઈ હતા ત્યારે જેમ રહેતી હતી તેમ જ હવે પછી પણ રહેવું. વ્યવસાયની જવાબદારી માથે આવી છે. તો ત્યાં તારા માટે પ્રમોદભાઈ તારી સાથે જ છે એમ માનજે. રમણભાઈના આ આશ્વાસને મને ઘણી જ હિંમત અને શક્તિ આપ્યા. અને બીજે જ દિવસે મારા માતા-પિતાના આશીર્વાદ લઈને મેં ઓફિસ સંભાળી લીધી. રમણભાઈએ આપેલી પ્રેરણા અને હિંમતના કારણે જ હું સફળતાપૂર્વક બિઝનેસ સંભાળી શકી. તેમાં પણ મને રમણભાઈના જમાઈ ચેતનભાઈનો ઘણો સહકાર મળ્યો છે. પછી તો મારા ત્રણેય સંતાનો પોતાનો અભ્યાસ પૂરો કરીને મારી સાથે ઓફિસમાં જોડાતા ગયા. અને આજે મારા બંને દીકરાઓ ધંધામાં ઘણી જ સારી રીતે સેટ થઈ ગયા છે. મારા ત્રણેય સંતાનોને પરણાવીને તેમને ગૃહસ્થ જીવનમાં સેટ કરવાની જવાબદારી પણ હું પૂરી કરી શકી છું. - અત્યારે ઘર તથા ઓફિસની જવાબદારીમાંથી નિવૃત્ત થઈને ધરમપુરમાં મારા અનંત ઉપકારી પરમપૂજ્ય ગુરુદેવની નિશ્રામાં હું આધ્યાત્મિક માર્ગે સાધનામાં આગળ વધી રહી છું. આમ, મને સગુરુના શરણ સુધી પહોંચાડનારા શ્રી રમણભાઈનો પરમાર્થ ઉપકાર તો મારું ભવોભવનું ભાતુ બની રહેશે. શ્રી રમણભાઈનો દેહ વિલય થયો તેના ૧ મહિના પહેલાં તા. ૨૦-૯૦૫ના દિવસે હું તેમને મળવા મુલુંડ તેમના નવા ઘરે ગઈ ત્યારે તેમની પાસે સાયલાથી પૂ. નલીનભાઈ- વિક્રમભાઈ, મીનળબહેન, વગેરે બેઠા હતા. બધાની સાથે ખૂબ જ સ્વસ્થતાથી તેઓ વાતો કરી રહ્યા હતા. જો કે શરીરે ઘણી જ અશક્તિ જણાતી હતી. પરંતુ તેમણે કહ્યું કે સડવું – ગળવું – પડવું એ તો શરીરનો ધર્મ છે. માટે શરીરની બહુ ચિંતા ન કરવી. શરીર શરીરનું કામ કરે છે. અને હું મારા આનંદમાં છું. - અમને બધાને તેમણે પોતાનું લખેલું પુસ્તક “વીરપ્રભુના વચનો” પોતાના હાથે સંદેશો લખી લખીને આપ્યું. આવા જ્ઞાનયોગી, કર્મયોગી, ભક્તિયોગી, વાત્સલ્યમૂર્તિ શ્રી રમણભાઈના પવિત્ર આત્માને હું આત્મભાવે કોટિ-કોટિ વંદન કરું છું. - મુમુક્ષુ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦૮ શ્રત ઉપાસક રમણભાઈ વાત્સલ્યમૂર્તિ રમણભાઈ સર | શ્રી મેઘલ દેસાઈ ત્રિદેવ' બિલ્ડિંગમાં મેં પગ મૂક્યો. આંખ સામે તરવરતો હતો એ સદા પ્રસન્ન ચહેરો. દર વખતની જેમ એ લાગણી નીતરતો રણકો હમણાં સંભળાશે. “અરે ! આ કોણ આવ્યું ? આ તો મારી બીજી દીકરી આવી છે ને !' એવી આશા કરનારા મારા મનને માત્ર સૂનકાર મળ્યો. દરવાજાના ઉંબરે જ મારા પગ થીજી ગયાં. જેમને સતત કાર્યશીલ જોયા હતા. તેઓ આજે કોઈ અજબની શાંતિ ઓઢી, ચિર નિદ્રામાં પોઢ્યા હતા. એમના મુખ પર સંતોષ છવાયેલો હતો. ઈશ્વરે સોંપેલ જીવનકાર્ય પોતે યથાશક્તિ પૂર્ણ કર્યાનો સંતોષ. ફોન પર એમની સાથે થયેલી એ છેલ્લી વાત પડઘાઈ...“આભમાં વાદળાઓ દૂર દૂરથી આવે. ભેગા થાય અને વિખરાઈ જાય, જીવનમાં પણ આમ જ બધાં ભેગા થાય છે અને પછી ક્યાંય વિખરાઈ જાય છે.” આંખના આંસુને હું રોકી ન શકી. મારા શિર ઉપર છાયા બનીને રહેલાં એક વાત્સલ્યના વાદળાએ આજે વિદાય લીધી હતી. કોઈ દૂરના આભ તરફ એણે ગતિ કરી હતી. તેઓ મને હંમેશા કહેતા, “જીવનમાં કંઈ પકડી ન રાખવું. પરિવર્તન એ સંસારનો નિયમ છે. આપણે એ માટે તૈયાર રહેવું; નહીં તો એનો સ્વીકાર કરવો બહુ અઘરો બની જાય છે.' એમની વિદાય સ્વીકારવી આજે મારે માટે અઘરી હતી. લોહીના સંબંધે તો તેઓ મારા કોઈ જ ન હતાં. પણ લાગણીના સંબંધે તેઓ મારા પિતા હતા જ. તેમની સાથેની પ્રથમ મુલાકાતમાં જ એક પોતીકાપણું લાગ્યું હતું. તે વખતે પરમ પૂજ્ય ગુરુદેવશ્રી “આત્મસિદ્ધિ શાસ્ત્ર” ઉપર Thesis લખી રહ્યા'તા. એમાં એમના માર્ગદર્શક બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રખર વિદ્વાન છે, એમ સમાચાર મળ્યાં. મળવાનું મન થયું પણ ડર લાગ્યો. આવી વ્યક્તિઓ લગભગ ભારેખમ મિજાજવાળી હોય એવો મનમાં ખ્યાલ હતો. મારી બધી જ ધારણાઓ ખોટી પડી. જ્યારે હું મળી એક સૌમ્ય વ્યક્તિત્વને એટલે કે આદરણીય રમણભાઈ સરને ! અહીં “આદરણીય' શબ્દ એક ઔપચારિક વિશેષણ તરીકે જોડાયો નથી, પણ એમની સાદાઈ અને સરળતા, વિદ્વતા અને વિનમ્રતા જોઈ Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ મારા હ્રદયમાં જે આદરભાવ જાગ્યો હતો તે થકી જોડાયો છે. Thesis ના નિમિત્તે સર અને તારાબેન સાથે જુદાં જુદાં નિવૃત્તિ ક્ષેત્રે જવાનું થતું. ક્યારેક ઈડર તો ક્યારેક પાલિતાણા, ક્યારેક દેવલાલી તો ક્યારેક મહાબળેશ્વર. આ દરમ્યાન એમના વ્યક્તિત્વનાં અનેક સુંદર પાસાંઓનો મને પરિચય મળ્યો. તેઓ વિદ્વાન, સાત્ત્વિક, ધીરગંભીર છતાં હસમુખા અને વિનોદી હતાં. દંભનો અભાવ, પારદર્શક વ્યક્તિત્વ અને બધેય ADJUST થઈ જવાનો એમનો ગુણ મને ખૂબ સ્પર્શી ગયો. એક વખત હું ઈડરમાં સર અને તારાબેનની સેવામાં હતી, ત્યારે એમના માટે થર્મોસમાં દૂધ આવ્યું હતું. તેમણે વાપરી લીધાં પછી મેં સહેજે પૂછ્યું ‘બરાબર હતું ?' તો હસીને બોલ્યા, ‘બહુ સરસ’. મેં આગ્રહ કરી થોડું વધુ ઉમેર્યું. પાછળથી ખબર પડી કે થર્મોસ બદલાઈ ગયાં હતાં અને એમને ઓછી Sugar ના બદલે Double Sugar વાળું દૂધ અપાઈ ગયું હતું. પણ અમને તેઓએ જરાપણ અણસાર ન આવવા દીધો કે એમની જરૂરિયાતથી સાવ વિપરીત જ દૂધ અપાયું હતું. ‘બીજીવાર ધ્યાન રાખજો' એમ કહેવાની કે જણાવવાની કોઈ ઉત્તેજના નહીં. આવેલ પરિસ્થિતિનો શાંત સ્વીકાર. ન કોઈ ફરિયાદની વૃત્તિ કે ન કોઈ ફેરફારની ચેષ્ટા...વળી અમારી ભૂલ એનું દુઃખ થતું અટકાવવા, તેઓએ વિનોદ કર્યો...‘એમાં તમારો કંઈ વાંક નથી...આ તો તમે એમાં ખૂબ પ્રેમ ઉમેર્યો એટલે વધારે ગળ્યું થઈ ગયું !' એમનું હૃદય એટલું કોમળ હતું કે પોતાને તકલીફ પડે તો તે સહન કરી લેતાં, સામા માણસની લાગણીનું સમ્માન રાખતા. કોઈનું દિલ ન દૂભાય એવું તેમનું વર્તન હતું. મને તો માનવામાં જ નહોતું આવતું કે આવું માખણ જેવું હૃદય જેનું છે, તેઓ એક કડક Military Officer પણ રહી ચૂક્યા છે. He was a strict disciplinarian, not towards others but towards himself. ઘડિયાળના કાંટા કોઈ વખત time ચૂકે પણ ખરા, પણ તેઓ પોતાનો time ક્યારેય ન ચૂકતાં. પોતે હાથમાં લીધેલું કામ નિયત સમયે કરીને જ આપતા. ગમે તેવી કટોકટી આવી હોય કે ગમે તેટલાં તેઓ વ્યસ્ત હોય, મને નથી સાંભરતું કે ક્યારેય તેમણે પોતાનું કામ postpone કર્યુ હોય કે તારાબેનને delegate કર્યું હોય. સિત્તેર વર્ષથી ઉપર એમની ઉંમર પણ સત્તાવીશ વર્ષના યુવાનને શરમાવે એવો એમનો કામ કરવાનો જુસ્સો હતો. મને યાદ છે અમે દિવાળી શિબિર અર્થે પાલિતાણાં હતાં. આખો દિવસ શિબિરના કાર્યક્રમોમાં જતો અને ૨૦૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૦ ચુત ઉપાસક રમણભાઈ રાત્રે Thesis Checking નું કામ ચાલતું. તેમને આંખની તકલીફ હોવાના કારણે હું તેમને વાંચી સંભળાવતી અને તેઓ તેમાં જરૂરી સુધારાવધારા કરાવતાં. વાંચતા વાંચતા મને ઝોકાં આવી જતાં પણ સર...એકદમ જાગૃત ! વાત્સલ્યથી કહેતા; “જા, તારાબેનની બાજુમાં સૂઈજા, થાકી ગઈ છો. હું આ બીજી મેઘલથી (એટલે કે Magnifying Glass થી) મારું કામ આગળ ચલાવીશ. ફકર નહીં કર.” આમ હું થાકતી, પણ તેઓ ન થાકતાં, ન કંટાળતા. જાણે પોતાની Thesis નું કામ કરતા હોય એવી ચીવટાઈ અને ઉત્સાહ હું એમનામાં જોતી, અને મને એમની નિઃસ્વાર્થતા પ્રત્યે અહોભાવ જાગતો. પરમ પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર” ઉપર Ph.D. કરવામાં, એક માર્ગદર્શકની જવાબદારી સ્વીકારી, જ્ઞાનદાનના કાર્યમાં તેઓએ કળશ મૂકવા સમાન કાર્ય કર્યું છે. કારણકે આજે એ Thesis ગ્રંથનું સ્વરૂપ પામી કોઈ એક બે વ્યક્તિ સુધી સીમિત ન રહેતાં હજારો મુમુક્ષુઓને જ્ઞાનપ્રકાશ આપનારું અમૂલ્ય સાધન બની રહેલ છે. સરના વ્યક્તિત્વનું એક બીજું સુંદર પાડ્યું હતું તેમની નિરહંકારિતા, જેના દર્શન થતાં તેમની અનાગ્રહવૃત્તિમાં તેઓ સલાહ આપતા, પણ પછી એ સલાહ અમલમાં મૂકાઈ છે કે નહીં એ બાબત કોઈ પિંજણ નહીં..કોઈ દબાણ નહીં. કોઈ હરખશોક નહીં. સૂચન આપી વાત મૂકી દેતા. એનો આગ્રહ ક્યારેય ન કરતાં. સંસ્થા તરફથી થતાં નાટ્યપ્રયોગોની પટકથા અને સંવાદો પહેલાં સરની નજર તળે જતાં . તેમના સૂચનો, માર્ગદર્શન અને પ્રોત્સાહનથી એ કાર્ય વધુ દીપી ઊઠતું. વળી ભૂલ થઈ હોય તો એવી કુનેહ અને સ્નેહથી બતાવતાં કે આપણે હતાશ તો ન થઈએ પરંતુ એ સમજી, સુધારી, બમણાં ઉત્સાહથી આગળ વધીએ. બીજો મોટો ગુણ જે મેં એમનામાં જોયો, તે હતો ‘ઉપગૂહન'નો. તેમના મોંઢે મેં ક્યારેય કોઈની નિંદા નથી સાંભળી. એવું નહોતું કે સાચા-ખોટાને તેઓ પારખી નહોતા શકતા. તેઓની વિચક્ષણ દૃષ્ટિમાં બધું જ આવી જતું. છતાં ખોટાને ગૌણ કરી સારું પાસું મુખ્ય કરતાં; અને મને પણ એ જ શિખામણ આપતાં. - તેઓ ભલે જ્ઞાનના આરાધક તરીકે સમાજમાં પ્રતિષ્ઠિત હતાં, પણ મને જો પૂછો તો હું કહીશ કે તેઓ ભક્તિના ચાહક હતાં. ગમે તેટલાં કામ હોય પણ પૂજાનો નિયમ યથાવત્. જિનેશ્વર ભગવાનના સ્તવનો એમને ખૂબ ગમતાં અને મારી પોસ ગવડાવતાં. મને કહેતાં, યશોવિજયજી અને આનંદઘનજીના પદો Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૧૧ ગાવાનો ખરો લહાવો લેવો હોય તો એને મુખપાઠ કરી પછી ગાવા. અમે સાથે સ્તવન ગાઇએ અને ભાવવિભોર થઈ તેઓ મને એ પદોમાં છુપાયેલો મર્મ સમજાવતાં. પાલિતાણામાં એમની સાથે કરેલી ભક્તિ અને ચૈત્યવંદનની સ્મૃતિ કદી ન ભૂંસાય એવી છે. મેઘધનુષના સપ્તરંગો જેવી આ સ્મરણયાત્રા તો ઘણી લાંબી ચાલે એમ છે પણ મર્યાદાથી બંધાયેલી છું, તેથી કલમ અહીં અટકાવતાં એટલું જ કહીશ કે સંસારમાં કેટલીક વ્યક્તિઓ એવી છાપ અંકિત કરી જતી હોય છે, જેને કાળ પણ નામશેષ કરી શકતો નથી.. ‘વાત્સલ્યમૂર્તિ રમણભાઈ સ૨' એ માંહ્યલા એક છે. -મુમુક્ષુ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-ધરમપુર ભેખધારી મૂક સેવક સ્વ શ્રી રમણભાઈ શાહ એક ભેખધારી મૂક સેવક હતા અને ઉમદા અને દિલદાર દાતા હતા. તેમના તરફથી આ હોસ્પિટલને અવારનવાર દાનરૂપે સહયોગ · મળ્યો છે. તેમના જીવનકાળ દરમ્યાન અનેક સેવાભાવી શૈક્ષણિક અને આરોગ્ય સંસ્થાઓમાં સેવાઓ આપી છે. અમારી સંસ્થાને દાન આપવા-અપાવવા ખૂબ જ ઉપયોગી થયા છે અને સંસ્થાની સેવા તન, મન અને ધનથી કરતા હતા. આવા ત્યાગ મૂર્તિ સમા શ્રી રમણભાઈ સાથે પ્રેમનો ઘરોબો ધરાવનાર સૌને ગ્લાની થાય જ. તેમણે સંપૂર્ણપણે સમતા અને શાંતિને પોતાનો જીવનમંત બનાવી સમાજના લોકોને શીળી છાંયા આપેલ અને તેઓના બહોળા જ્ઞાનનો લાભ સમાજને મળેલ. એમના જીવકાળ દરમ્યાન એમના જીવનની છાયારૂપ અત્યંત શાંતિ અને શિસ્તબધ્ધ હતી જરૂરિયાતમંદ લોકોને હંમેશાં મદદરૂપ થવાની ભાવના હંમેશાં યાદ રહેશે. તેઓ સામાજિક, ધાર્મિક તેમ જ દીન દુ:ખીયાની મદદે તેમનો ફાળો હંમેશાં હોય જ. આ સંસ્થાની તેઓએ મુલાકાત લીધેલ અને આ સંસ્થાના સેવાયજ્ઞમાં અમારી પડખે રહી અમને આ સેવાયજ્ઞમાં તેઓની અવારનવાર દાનરૂપી આહુતિ મળી છે. જેનું અમને ગૌરવ છે. (ચંદુભાઈ એમ.દાણી) માનદ્ મંત્રી (મણિલાલ ગો. ગાંધી) માનદ્ મંત્રી ગુણવંત વડોદરિયા ડૉ. પી. જે. ગઢવી (મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ) કે. જે. મહેતા (ટી.બી. હોસ્પિટલ અમરગઢ, જિ. ભાવનગર) Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ એક સ્નેહસભર સ્મરણાંજલિ 7 શ્રી બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા જૈન યુવકસંઘની આગ્રહભરી વિનંતિને માન આપી નાદુરસ્ત તબિયત હોવા છતાં સ્મરણાંજલિ બે વાક્યોમાં રજૂ કરું છું. મારો અને તેમનો સંબંધ જી. એલ. જૈન હૉસ્ટેલ એલફિન્સ્ટન રોડ પર. મારો પીએચ.ડી.નો અભ્યાસ તથા તેમનો પ્રથમ વર્ષ માટેનો અભ્યાસ વખતે અમે બંને આજુબાજુની રૂમમાં રહેતા હતા. અમે કેટલાંક વિદ્યાર્થીઓ અગાસી પર ચઢી રાતના અર્ધો-અર્ધો કલાક તારા જોતા. હું સહુને તારા બતાવતો. શ્રુત ઉપાસક રમણભાઈ પ્રબુદ્ધ જીવનમાં એકાદેક અંકમાં મારા પિતાશ્રી વિષે કંઈક લખાણમાં મારો પણ તેમણે ઉલ્લેખ કર્યો. ત્યારથી મેં તેમાં લેખો લખવાનું શરૂ કર્યું. લગભગ ૧૨-૧૮ વર્ષ છૂટક છૂટક લેખો લખતો રહ્યો. તેનું એક પુસ્તક પ્રગટ કર્યું. રમણભાઈએ ત્યાર પછી બીજા પુસ્તક માટે સૂચન કર્યું. મેં કહ્યું કે મારા અને તમારા બંનેના લેખો છપાય તો હું તૈયાર છું. તેમણે શરત કબૂલ કરી. તેમની સૂચના પ્રમાણે તે માટે મેં એક લાખ એકાવન હજા૨નો ચેક આપ્યો. તેના પરિપાક રૂપે અમારા બંનેના લેખોનું પુસ્તક પણ પ્રગટ થઈ શક્યું છે. પ્રબુદ્ધ જીવનમાં મારા ૪૪ લેખો પ્રગટ થઈ ચૂક્યાં છે. તે માટે રમણભાઈના નિર્મળ સહકાર માટે આભાર. સંસ્થાની સ્થિતિ માટે સૂચના કરી તે અર્થે સંસ્થાને એક લાખ રૂપિયા આપ્યા. રમણભાઈ જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન, કર્માદિ સિદ્ધાન્તોનું સચોટ પ્રમાણ પુરસ્કાર વિવેચને સાદા શબ્દોમાં લોકભોગ્ય શૈલીમાં રજૂ કરી શકવાની અદ્વિતીય કુનેહ તથા ચપળતા ધરાવનારી અદ્વિતીય એકાકી વિરલ વ્યક્તિ છે. તેઓને જ્યારે જ્યારે હું ફોન (જવલ્લે જ) કરતો ત્યારે કહેતા કે ‘મારા મિત્ર સાથે અમે બંને તમારે ત્યાં આવવા માગીએ છીએ જે અનુકૂળતાએ જણાવીશ બે ત્રણ વા૨ આ વાતને તેઓ ચરિતાર્થ ન કરી શક્યા અને ૧૪ રાજલોકમાં લાંબી કે ટુંકી સફર કરવા ઉપડી ગયા. તેમનું સાદગી, સૌહાર્દપૂર્ણ, સ્નેહ ટપકતું ધાર્મિક, સામાજિક, કૌટુંબિક જીવન, ધર્માનુરાગ, દેવદર્શન, તીર્થયાત્રા, ગુરુ ભગવંતો શાસનાધિપતિ, મહારાજ સાથેનો કેવો અદ્વિતીય પરિચય હશે કે થોડાંક જ વખત Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ પૂર્વે તેમને બે પ્રભુ પ્રતિમાઓ તેમની પાસેથી મળી ! તેમણે જે ૧૫૦ ગ્રંથો લખ્યા છે તેમાં પ્રત્યેક પૃષ્ઠ પર પરમોચ્ચ કક્ષાનું જ્ઞાન જ વહેવડાવ્યું છે. તેમની શૈલી વિદ્વદ્ભોગ્ય હોવા છતાં પણ આડંબર વિહીન સરળ, લોકભોગ્ય રહી છે. મારી પાસે વધુ લખવાની શક્તિ નથી તેથી સમાપનમાં એટલું જરૂર પરમાત્મા પાસે પ્રાર્થના રૂપે જણાવું કે તેમના પુણ્યાનુબંધી પુણ્યના પરિપાક રૂપે તેઓ જ્યાંથી મોક્ષ સિધાવી શકાય તેવા મહા વિદેહાદિ ક્ષેત્રમાં જન્મી ગણતરીના જન્મોમાં ભવાટવિનો ફેરો બંધ કરી અજ્ઞાતરૂપે આપણને પણ તેમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવે. વધુ લખવાને શબ્દો નથી. જેટલું લખાય તેટલું તેમના માટે ઓછું છે. તેઓ એક સમર્થ વિવેચક, સાહિત્યરસિક તત્ત્વજ્ઞાન ધરાવનારા કુશળ પંડિત હતા. તેમના આત્માને કર્મોના પરિપાક રૂપે અકલ્પ્ય એવી ઉચ્ચત્તમ ગતિ મળે જેથી ફરી સંસાર સાગરમાં ફરી ફરી ભટકવાનું કાયમ માટેનું પૂરું થઈ ગયું હોય. ડાંગ સ્વરાજ આશ્રમ લખે છે.... મું. શ્રી રમણભાઈ શાહના દુઃખદ અવસાનના સમાચારથી ડાંગ સ્વરાજ આશ્રમ આહ્વાની સંચાલન સમિતિ ટ્રસ્ટીમંડળ તથા સમગ્ર આશ્રમ પરિવાર ઘે૨ા દુ:ખ અને આઘાતની લાગણી અનુભવે છે. સમાજના કચડાયેલા વર્ગનું કામ કરતી આશ્રમ જેવી અનેક સંસ્થાઓની આર્થિક મુશ્કેલી મૂંઝવણ અને ચિંતા તેઓ સમજ્યા હતા. આવી જુદી જુદી સંસ્થાઓને દર વર્ષે દત્તક લઈ તેમને સહારૂપ થવાનો તેઓ સંનિષ્ઠ પ્રયાસ કરતા હતા. આવા એક સજ્જન વડીલ આપણી વચ્ચેથી જતા રહ્યા છે. તેની ખોટ વ૨સો સુધી પૂરી શકાશે નહીં. ડાંગ સ્વરાજ આશ્રમ આહવા વતી. ગુણવંતભાઈ પરીખ મંત્રી ઘેલુભાઈ નાયક સંચાલક ૨૧૩ ગાંડાભાઈ પટેલ સહમંત્રી Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૪ ચુત ઉપાસક રમણભાઈ આરૂઢ વિદ્વાન ડૉ. રમણભાઈ પૂ. શ્રી કેશવરામ કા. શાસ્ત્રી પ્રો. ડો. રમણલાલ ચી. શાહના અવસાનના સમાચાર મળતાં ભારે દુઃખ થયું. મારાથી બત્રીસ-તેત્રીસ વર્ષ નાના ડૉ. શાહ મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી અમારો સંબંધ શરૂ થયો. જૈન દર્શનના તો એઓ આરૂઢ વિદ્વાન હતા, જેની ખાતરી તો “પ્રબુદ્ધ જીવન'ના મુખપૃષ્ઠ વાંચતાં જ સ્પષ્ટ થાય છે. જેને સમાજને એની ખોટ પડી છે, પરંતુ મધ્યકાલીન ગુજરાત રાસફાગુ-બાલાવબોધોની મધ્યકાલીન ગુજરાતી ભાષાના એઓ આરૂઢ વિદ્વાન હતા. બીજા વિદ્વાન સ્વ. પ્રો. ડૉ. હરિવલ્લભ ભાયાણી હતા, પરંતુ એઓ જૈનેતર મધ્યકાલીન ગુજરાતીનાં નિષ્ણાંત કહી શકાય. આમેય ભાષાશાસ્ત્રી કહેવાય એવા વિદ્વાનો આપણે ત્યાં ગણ્યાગાંઠ્યા થયાં છે. તેમાં છે નોંધપાત્ર એવા સ્વ. વ્રજલાલ શાસ્ત્રી, વ નરસિંહરાવ દિવેટિયા અને સ્વ. કેશવ હર્ષદ ધ્રુવ એ ત્રણ જ કહી શકાય. એમનો ખાડો પૂરનારા તો સ્વ. મધુસૂદન મોદી, મારા પ્રિય શિષ્ય સ્વ. ડૉ. ભોગીલાલ સાંડેસરા, સ્વ. ડૉ. હરિવલ્લભ ભાયાણી અને મારી ગણતરી થાય છે. દુઃખનો વિષય છે કે આ ચારમાં હું બચ્યો છું. ડૉ. રમણલાલભાઈ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં અનન્ય રહ્યા છે. પરંતુ જૈનદર્શન લઇએ તો એમાં તો ડૉ. રમણલાલ શાહ મારે મતે અનન્ય હતા. આજે એઓ આપણી વચ્ચેથી ખસી ગયા છે એ નોંધવું જોઈએ. સંખ્યાબંધ જેનદર્શનના ગ્રંથો આપી એમણે એ વિષયે નામ અમર થઈ ચૂક્યા. એઓનો અમર આત્મા અહંત ચરણોમાં શાશ્વત શાંતિ અનુભવે એવી ભાવના. ગુજરાતે એક મહત્વના વિવેચક ગુમાવ્યા છે. મારાથી ૩૨ વર્ષ નાના હતા. “પ્રબુદ્ધ જીવનના અંકમાં છપાતા એમના અગ્રલેખો એમની વિદ્વતાનો ખ્યાલ આપી રહ્યા હતા. “અંતે એક મહત્ત્વની વિગત જણાવું કે ૧૯૮૩માં પુનામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન થયેલું એમાં મારો પરિચય ડૉ. રમણલાલભાઈએ બહુ રસિક અને રમૂજી રીતે આપ્યો હતો. જે સાંભળી શ્રોતાસભ્યોએ એમને આનંદથી વધાવી લીધા. એ પછી ઉત્તરોત્તર અમારો સંબંધ ગાઢ થતો રહ્યો હતો. એમનાં પ્રકાશન અવિરત મને મોકલતા રહેતા હતા.” એકવાર અમેરિકાના મારા પ્રવાસનો પરિચય આપવા એમણે સંઘના સભ્યો સમક્ષ મને બોલાવ્યો હતો. એઓ સદ્ગતિ મેળવે એવી ભાવના! * * * Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ અવિસ્મરણીય રમણભાઈ ઘ ડૉ. જિતેન્દ્ર બી. શાહ પ્રો. રમણભાઈ શાહના પરિચયમાં નિમિત્ત બન્યું પ્રબુદ્ધ જીવન. લગભગ અઢી દાયકાથી પણ વધુ સમયથી ‘પ્રબુદ્ધ જીવન' નિયમિત વાંચવાનો લાભ મળતો રહ્યો છે. ચીમનભાઈ ચકુભાઈ તંત્રી હતા ત્યારે તેમના તંત્રીલેખો વાંચેલા છે. ચીમનભાઈ ચકુભાઈ ઉત્તરાવસ્થામાં હતા ત્યારે પ્રબુદ્ધ જીવન સંચાલન અંગે ઘણાના મનમાં આશંકા ઊભી થઈ હતી અને એક વિચાર દરેકના મનમાં ઉદ્ભવેલો કે હવે પ્રબુદ્ધ જીવન કોણ ચલાવશે ? ત્યારે ચીમનભાઈએ સ્પષ્ટ વિશ્વાસ વ્યક્ત કરેલો કે પ્રબુદ્ધજીવનનું સુકાન પ્રો. રમણભાઈને સોંપ્યું છે અને તેઓ પ્રબુદ્ધ જીવનનું સંચાલન સુચારુ રીતે ક૨શે. ચીમનભાઈએ વ્યક્ત કરેલો વિશ્વાસ શ્રી રમણભાઈએ શતપ્રતિશત સાચો પૂરવાર કરી બતાવ્યો. શ્રી રમણભાઈએ જીવનના અંત સુધી પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ સંભાળ્યું અને સફળતાપૂર્વક નિભાવ્યું. આજના યુગમાં ઉત્તમ લેખનકાર્યનો વ્યાપ ઘટી રહ્યો છે અને નવા યુવાલેખકોનો દુષ્કાળ પડ્યો છે તેવા સમયે કોઈપણ સામયિકને નિયમિત પ્રગટ કરવાનું કાર્ય અત્યંત દુષ્કર હોય છે, પણ રમણભાઈએ આ કાર્ય ખૂબ જ કુશળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. થોડાં સમય પૂર્વે તેમની સાથે ફોન પર ચર્ચા થતી હતી ત્યારે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે પ્રબુદ્ધ જીવનનું સુકાન સંભાળ્યા પછી એક પણ અંક નિર્ધારિત સમયથી મોડો પ્રકાશિત થયો નથી. દેશ-વિદેશના પ્રવાસે ગયા હોય, યાત્રાએ ગયા હોય કે અન્ય કાર્યોમાં વ્યસ્ત હોય તોપણ પ્રબુદ્ધ જીવનના અંકની સામગ્રી પહેલાંથી જ તૈયાર કરી રાખી હોય અને નક્કી કરેલ સમયે પ્રકાશિત થાય જ. આવી તેમની નિયમિતતા, ચીવટ અને ખંત હતા. રમણભાઈ જે કાંઈ કામ સ્વીકારતા તે ખૂબ જ જવાબદારીપૂર્વક નિભાવતા હતા. કોઈ કારણસર સ્વીકારેલું કાર્ય થઈ શકે તેમ ન હોય તો તે અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં ક્યારેય નાનમ અનુભવતા ન હતા.` પાંચેક વર્ષ પહેલાં સુરત મુકામે જૈન વિદ્વાનો તૈયા૨ ક૨વાની એક યોજનાના ઉદ્ઘાટન સમારોહમાં અમે સાથે હતા. વયોવૃદ્ધ પંડિત શ્રી છબીલદાસભાઈના ઘરે રોકાયા હતા. સવારના કાર્યક્રમ પછી અમે જુદા જુદા અનેક વિષયો ૫૨ વિચાર વિનિમય કરી રહ્યા હતાં ત્યારે ભાવિ કાર્યક્રમ અંગે પણ ચર્ચા થઈ હતી. ૨૧૫ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૬ શ્રુત ઉપાસક રમણભાઈ જૈન પારિભાષિક શબ્દકોશ તૈયાર કરવા માટે મેં તેમને મારા વિચારો રજૂ કર્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ પણ આ અંગે વિચારી રહ્યા છે. ભારતીય સાહિત્યનું અધ્યયન જેન સાહિત્યના અધ્યયન વગર અધૂરું રહી જાય તેથી જૈન સાહિત્યનું અધ્યયન આવશ્યક છે, પણ જૈન સાહિત્યમાં આવતા પારિભાષિક શબ્દોને લીધે ઘણા જિજ્ઞાસુઓ માટે આ સાહિત્ય દૂરૂહ બની જાય છે માટે એક પ્રમાણભૂત પારિભાષિક શબ્દકોશની આવશ્યકતા છે. આ બાબતે અમારા વિચારો સમાન હતા. મેં આ કાર્ય તેઓશ્રીને જ કરવા જણાવ્યું અને પ્રાથમિકતા આપી પૂર્ણ કરવા માટે વિનંતી કરી અને તેમણે મારી વિનંતી સહર્ષ સ્વીકારી લીધી. પછી તો અવારનવાર આ બાબતે ચર્ચા થતી હતી. છેલ્લે જ્યારે અસ્વસ્થ થયા અને તબિયતની મર્યાદાને કારણે કાર્ય પૂર્ણ નહીં થાય તેવો ખ્યાલ આવી ગયો હતો તેથી થોડા દિવસ પૂર્વે તેમણે મને પત્ર લખી પોતાની અસ્વસ્થ તબિયતને કારણે હવે કાર્ય કરી નહીં શકે તેથી જવાબદારીથી મુક્ત કરી ચિંતામુક્ત કરવા જણાવ્યું હતું. તેમનો પત્ર મળતાં જ મુંબઈ ફોન પર વાત કરી હતી. મુ. તારાબેન સાથે પણ વાત થઈ હતી. તારાબેન તેમના સાચા જીવનસાથી અને પ્રત્યેક કાર્યમાં સહભાગી થનાર ઉત્તમ જીવનસંગિની. તેમણે જણાવ્યું કે આ કામ ખૂબ જ મહત્ત્વનું છે અને તેઓ શ્રી રમણભાઈને બધી જ જાતનો સહયોગ કરશે. આપણે આ કાર્ય પૂરું કરવું જ છે એમ કહીને મને રમણભાઈ સાથે વાત કરવા જણાવ્યું. રમણભાઈએ એ સમયે કહ્યું કે હવે શરીર થાક્યું છે, મન સ્વસ્થ છે. મનથી પ્રસન્ન છું પરંતુ શરીરના સાથ વગર કશું જ ન થઈ શકે. એટલે હવે હું કોઈપણ કામનો બોજો લેવા માગતો નથી. જે જવાબદારી છે તે લેખો લખાય છે. હવે બીજી નવી જવાબદારી લઈ શકાય તેમ નથી તેથી તેમણે પોતાનું સામર્થ્ય દર્શાવેલું. તેઓ જીવનના અંત સુધી સતત કાર્યરત રહ્યા, લખતા રહ્યા, ચિંતન કરતા રહ્યા અને પોતે સ્વીકારેલી જવાબદારી અંગે સંપૂર્ણ સજાગ રહ્યા હતા. તેમના રસ અને રૂચિના વિષયોનો વ્યાપ પણ ઘણો જ મોટો, સાહિત્ય તો તેમનો મુખ્ય વિષય હતો જ. પરંતુ તત્ત્વચિંતન પણ સતત ચાલુ જ રહેતું. જેના દર્શનના ગૂઢ રહસ્યોને સરળ ભાષામાં રજૂ કરવાની તેમની આગવી કળા હતી. તેઓએ છેલ્લે ઉપાધ્યાય યશોવિજયજીના બે મહામૂલા ગ્રંથરત્નો અધ્યાત્મસાર અને જ્ઞાનસારના ગુજરાતી અનુવાદ આપ્યા. અધ્યાત્મસાર ગ્રંથ તો અત્યંત ક્લિષ્ટ અને દાર્શનિક વિચારોથી ભરપૂર, પણ તેમણે આ ગ્રંથનો સરળ અને સુબોધ Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૨ ૧૭ અનુવાદ કરી સ્વાધ્યાય રસિકો માટે ખૂબ જ મોટો આધાર પૂરો પાડ્યો છે. તેવી જ રીતે જ્ઞાનસારતો જૈન ધર્મની ગીતા જેવો સરળ પણ ખૂબ જ ગંભીર અર્થસભર એવા ગ્રંથનો પણ અનુવાદ આપ્યો. જ્ઞાનસારનો સરળ ભાષામાં અનુવાદ કરી પ્રકાશિત કર્યો છે. આ બે ગ્રંથોનું કામ ચાલતું હતું ત્યારે મેં તેમને પ્રશ્ન કરેલો કે રમણભાઈ ! તમે આટલું બધું લખવાનું કેવી રીતે કરી શકો છો? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે રોજ બે ત્રણ સામાયિક કરું છું અને સામાયિકમાં સ્વાધ્યાય કરું છું. લેખનકાર્ય કરું છું. સવારે રમણભાઈને ફોન કર્યો હોય તો મોટા ભાગે જિનાલયમાં પૂજા કરવા ગયા હોય અને બપોરે ફોન કર્યો હોય તો સામાયિકમાં હોય. જિનભક્તિ અને શ્રુતભક્તિ એમના જીવનના પ્રાણ સમા હતા. તે સમયે મને શ્રી મોતીચંદ ગીરધરલાલ કાપડિયા યાદ આવી ગયા. મુંબઈના અતિવ્યસ્ત જીવનમાં અને વ્યસ્ત વ્યવસાયમાં પણ રોજ સામાયિકમાં લેખનકાર્ય કરતા હતા તેથી જૈન સમાજને ઉત્તમ ગ્રંથોના ઉત્તમ અનુવાદો ભેટ ધર્યા હતા તેવી જ રીતે રમણભાઈએ પણ ઉત્તમ ચિંતન અને ઉત્તમ અનુવાદો સ્વાધ્યાયરસિકોને પૂરાં પાડ્યાં છે. રમણભાઈએ જીવનની ઉત્તરાવસ્થામાં ઘણી બધી મૂચ્છ ઉતારી દીધી હતી. તેમની પાસે ઘણો મોટો ગ્રંથસંગ્રહ હતો. આ સંગ્રહના પુસ્તકો તેમણે જ તે સંગ્રહોમાં ભેટ મોકલી આપ્યાં હતાં. લેખકોને સહુથી મોટો આશરો પોતાના લેખના અને પ્રકાશિત થયેલા ગ્રંથોનો હોય છે. તેના અધિકારો અને રૉયલ્ટી જેવા માધ્યમથી અર્થોપાર્જન થતું હોય છે. જો કે ઘણીવાર પ્રકાશકો લેખકોનું શોષણ પણ કરતા હોય છે પરંતુ રમણભાઈએ તો આ બધી માયા પણ મૂકી દીધી હતી. વર્ષો પહેલાં તેમણે કોપીરાઈટ સંબંધી બધા જ હક્કો વિસર્જીત કરી એક મોટું આશ્ચર્ય સર્યું હતું. આ તેમની અનાસક્તવૃત્તિનું જીવંત દૃષ્ટાંત છે. તેઓએ ઉત્તરાવસ્થામાં પોતાની તમામ કૃતિઓ પરના તમામ હક્કો વિસર્જિત કરી એક બહુ જ મોટો આદર્શ રજૂ કર્યો છે. જીવન દરમ્યાન તેમણે અનેક પ્રવૃત્તિઓનું ખૂબ સુંદર રીતે સુકાન સંભાળ્યું હતું. સેવાની, જ્ઞાનની, ભક્તિની અને પ્રવાસની પ્રવૃત્તિઓમાં તેમની આગવી રૂચિ હતી, પરંતુ તેઓ આ બધી પ્રવૃત્તિઓનો આનંદ પોતાના પરિવાર સુધી સીમિત રાખતા ન હતા. તેઓએ પોતાના મિત્રો અને જિજ્ઞાસુઓ સુધી આ આનંદ વહેંચ્યો હતો. જેનસાહિત્ય સમારોહ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા જેવી Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૮ શુત ઉપાસક ૨મણભાઈ બે અતિ મહત્ત્વની પ્રવૃત્તિ તેઓ જીવનના અંત સુધી અવિરત કરતા રહ્યાં. અનેક નવા વિદ્વાનો અને વક્તાઓને તેઓ પ્રોત્સાહન આપી આગળ લઈ આવતા. આજના અનેક વક્તાઓ, લેખકો અને સંશોધકો તેમની આ પ્રવૃત્તિને કારણે જીવનમાં ઘણાં આગળ વધ્યાં છે. કોઈનું નબળું સંશોધન કે પ્રવચન હોય તો તેની આકરી ટીકા કરે નહીં અને હતોત્સાહી થવા ન દે. ભૂલોને સુધારીને ફરી પાછા આગળ વધે તે માટે યોગ્ય માર્ગદર્શન આપે અને ફરી પાછો આગળ વધવાનો અવસર આપે. આમ નવા નવા વિદ્વાનોને જીવનમાં આગળ વધવાની ઉત્તમ તક આપનાર રમણભાઈ કુશળ નેતા હતા. તેમણે સંપાદિત-સંશોધિત કરેલ ગ્રંથોની સંખ્યા ઘણી મોટી છે. લેખોની સંખ્યા પણ ઘણી મોટી છે. સાંપ્રત સહ ચિંતનના ભાગોમાં તથા જિનદર્શન ચિંતનમાં તેમના લેખો છપાયા છે. લેખ લખતા પૂર્વે પૂરો અભ્યાસ કરે. નાનામાં નાની માહિતી એકઠી કરે અને પછી સરળ ભાષામાં લોકભોગ્ય શૈલીમાં રજૂ કરે. આવી લેખનશૈલીને કારણે તેઓ લોકપ્રિય પણ બન્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ અનેક સાધ્વીજી મહારાજાએ અને સંશોધકોએ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે અનેક વિદ્વાનોને તૈયાર કર્યા છે. તેમના માર્ગદર્શનથી અનેક સંસ્થાઓને અને વ્યક્તિઓને લાભ થયો છે. આજીવન જ્ઞાનસાધનાના પરિણામે સને ૨૦૦૨માં સમદર્શી આચાર્ય હરિભદ્ર સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો. સુવર્ણચંદ્રક સમર્પણ સમારોહ અમદાવાદ ખાતે યોજાયો હતો ત્યારે તેમના ચાહકોની સંખ્યા અને તેમના પૂજ્યભાવ ધરાવતા વ્યક્તિઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. ચંદ્રક ખૂબ જ નમ્રભાવે સ્વીકાર કરેલો. આ પ્રસંગે તેમણે આપેલું પ્રવચન ખૂબ જ માર્મિક અને પ્રેરણાદાયી હતું. પોતે કરેલાં કાર્ય અંગે ક્યાંય અહં જણાતો ન હતો. બધું જ જાણે સહજરૂપે થતું હોય તેમ ભાર વિના જણાવ્યું હતું. તેમનામાં નમ્રતા, સૌજન્યશીલતા અને ગુણગ્રાહીતાના ગુણ પૂર્ણ રીતે ખીલેલા હતાં. તેમના જીવનના અનેક પાસાંઓ છે. રસ, રુચિના વિષયોનો વ્યાપ ઘણો મોટો છે. એક જ લેખમાં તેમના બધા જ વિષયોને સમાવી શકાય જ નહીં. તેઓ અનેકવિધ પ્રવૃત્તિથી ઘેરાયેલા હોય છતાં હંમેશાં પ્રસન્ન રહેતા અને સદાય પોતાના કાર્યમાં મસ્ત રહેતા. કોઈનીય આલોચના કે વિવાદાસ્પદ બાબતોથી સદાય દૂર રહેતા. આવા અનેકવિધ ગુણો ધરાવતા રમણભાઈ સાહિત્યજગત, જૈનજગત અને મિત્રજગતમાં અવિસ્મરણીય રહેશે. * * * Page #271 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૨ ૧૯ - - - કાળને તે શું કહીએ? | ડૉ. નરેશ વેદ (પ્રોફેસર અને અધ્યક્ષ ગુજરાતી વિભાગ-સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર) પૂજ્ય મુરબ્બી શ્રી રમણભાઈ શાહ શ્રી અરિહંતશરણ પામ્યાના સમાચાર શ્રી ધનવંતભાઈ શાહ દ્વારા ટેલિફોનથી જાણતાં હું અને મારા કુટુંબીજનો અત્યંત દિલગીર થયાં. ઘણું અઘટિત થયું છે. થોડા સમયથી એમની તબિયત બરાબર રહેતી ન હતી એ સમાચાર જાણ્યા હતા પણ એમને કોઈ મોટી અને ગંભીર બીમારી ન હતી. એટલે આ સમાચાર અણધાર્યા અને આઘાતજનક હતા. હજુ દસ-પંદર વર્ષ તેઓ બેઠા હોત તો સારું હતું. એમના પિતાજીએ તો નિરામય દીર્ધાયુષ્ય ભોગવ્યું હતું અને તેઓ પોતે આહારવિહારમાં ઘણા સાદા અને સંયમી હતા. કોઈ વ્યસન અને વળગણ વગરના હતા. તેમ બેઠાડું જીવ ન હતા, ઘણા પ્રવૃત્તિશીલ હતા. એટલે આમ એકાએક બને એ વાત મનથી સ્વીકારી શકાતી ન હતી. કાળને તે શું કહીએ ? જરીકેય ન ચૂક્યો; અણધાર્યો ઘાવ કર્યો? એમના જવાથી માત્ર એમના સ્વજનો, સ્નેહીઓ મિત્રોને જ નહીં, કેવળ જૈન સમાજ અને વિદ્યાસમાજને જ નહીં આપણા સમગ્ર સાંસ્કૃતિક જીવનને ભારે મોટી ખોટ પડી છે. મેં મારા સાડા પાંચ દાયકાના આયુષ્યમાં આવો ઉદાત્ત અને ઉમદા (Noble) માણસ જોયો નથી. મારો એમની સાથેનો પરિચય હું સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યાર બાદનો. આ વિભાગના એ વખતના અધ્યક્ષ મુરબ્બીશ્રી જશવંત શેખડીવાળાના તેઓ અંતરંગ મિત્ર. એમના આગ્રહથી તેઓ અમારા વિભાગના અને યુનિવર્સિટીનાં કાર્યો અને કાર્યક્રમો માટે આવતા. વિભાગમાં લેકચરરમાંથી રીડરના પદ માટે મારી વરણી થઈ ત્યારે તેઓ પસંદગી સમિતિમાં તજજ્ઞ તરીકે સેવાઓ આપવા માટે આવેલા. ઈન્ટરવ્યુમાં પસંદગી સમિતિના અન્ય સભ્યો સાથે પ્રસન્નતાપૂર્વક મારી વરણી કર્યા બાદ એમણે યુનિવર્સિટીના એ વખતના કુલપતિશ્રી અને વિભાગીય વડાને મારી કારકિર્દી ઉજ્જવળ બને એવું જણાતાં મને શક્ય તેટલું વહેલું પ્રોફેસર તરીકે પ્રમોશન આપવા પત્ર લખીને શિફારસ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ શ્રત ઉપાસક રમણભાઈ કરેલી ! એટલું જ નહીં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાનો આપવા માટે નિમંત્યો હતો. પછી મુંબઈ અને પાલનપુર ખાતે એમના પરિચિત ઝવેરી પરિવારો દ્વારા ચાલતી પ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળાઓમાં વ્યાખ્યાનો આપવા માટે મને નિમંત્યો હતો. ત્યાર બાદ મુંબઈ જૈન યુવક સંઘની પ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપવા માટે મને પ્રતિવર્ષ નિમંત્રિત કરતા રહ્યા હતા. તેઓ વખતોવખત જૈન અને બૌદ્ધ ધર્મદર્શન પર વ્યાખ્યાનો આપવા માટે જાપાન અને યુરોપ-અમેરિકા જતા હતા તો તેમના અનુયાયી તરીકે ભાઈશ્રી કુમારપાળ દેસાઈની જેમ એ દર્શનોમાં તૈયાર થઈ વ્યાખ્યાનો માટે વિદેશોમાં જવા માટે આગ્રહ કરતા રહ્યા હતા. એવા પ્રવાસો માટેની આર્થિક જોગવાઈ કરી આપવાનું પણ તેઓએ અનેક વખત કહ્યું હતું. એમાં મારી ક્ષમતા અને સજ્જતા કરતાં એમનાં સ્નેહ સૌજન્ય વિશેષ હતા. એમના વિભાગમાં વ્યાખ્યાનો માટે મને નિમંત્યો હતો ત્યારે યજમાન હોઈ આવકારવા જાતે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર આવેલા અને મને મારા મોટાભાઈ અને સાળાઓને ત્યાં ઊતરવાની તથા રહેવાની સુવિધા હોવાથી તેમને ત્યાં જવા દેવાની મારી વિનંતી છતાં પોતાને ત્યાં જ મલબારહિલના નિવાસસ્થાને રાખ્યો હતો. એમ કરીને એમણે મને પોતાના આત્મીય સ્વજન તરીકે ઘરમાં અને સમાજમાં સ્થાપ્યો હતો. આ જ તો એમની વિશેષતા હતી. મારી જેમ કેટકેટલી વ્યક્તિના અને સંસ્થાના ઉત્કર્ષ અને વિકાસમાં એમના વરદ હસ્તનો સ્પર્શ હશે ! તદ્દન નાના વિદ્યાર્થી અને સામાન્ય મનુષ્યથી માંડીને સેવકો, શ્રાવકો, શ્રેષ્ઠીઓ, મુનિઓ સૌનો સ્નેહાદર જીતવાની અને એમને આત્મીય કરવાની શક્તિ એમનામાં સહજરૂપે હતી. અધ્યયન, સંચાલન, લેખન, સંશોધન, સંપાદનની વ્યક્તિગત પ્રવૃત્તિ ઉપરાંત સ્થાપન, વ્યવસ્થાપન, સંચાલન અને વહીવટની સંસ્થાગત પ્રવૃત્તિઓ નિષ્ઠા અને નિસબતપૂર્વક પરંતુ નિયમિત અને નિસ્પૃહ રહીને કરવાની આવડત પણ એમનામાં સહજસુલભ હતી. એમના જવાથી કેટલી બધી વ્યક્તિઓ અને સંસ્થાઓની ઓથ ગઈ એ તો કોણ જાણે ? તેઓ જિનધર્મસંમત જીવનશૈલીના કેવા અનુપાલક હતા એ એમના નિકટના સૌ જાણે છે પરંતુ આહાર-વિહાર-વ્યવહાર અને ઉપચારમાં એમનાં સાદાઈ, સંયમ, વિનય, વિવેક અને નિસ્પૃહતાનાં ઉદાહરણો બીજા અનેકોને જોવા મળ્યા હશે. જપ, તપ, વ્રત અને વિહાર ઉપરાંત અપરિગ્રવૃત્તિ કેવી ? પોતાના જીવનનું Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૨ ૨ ૧ એક ધ્યેય નક્કી કરી એને અનુરૂપ પોતાના જીવનનું પ્રારૂપ ઘડી એ મુજબની જીવનચર્યા ગોઠવી નિર્ધારિત રીતે અને માર્ગે તેઓ જીવ્યા. ઉંમરના ચોક્કસ તબક્કાએ જીવનકાર્ય અને પ્રવૃત્તિઓના પાશ અને બંધનો છોડતા જવાનું નક્કી કરી એ મુજબ પરિગ્રહ ત્યજતા ગયા, એ કારણે જ એમણે નોકરીમાંથી વયોચિત સેવાનિવૃત્તિ કાળ આવે એ પૂર્વે જ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગનું અધ્યક્ષપદ, એ નિમિત્તે મળતા લાભો અને સંસાધનો એમણે વહેલી સેવાનિવૃત્તિ લઈને જતા કરી દીધેલાં. એમના સમૃદ્ધ ગ્રંથાલયમાંના કીમતી પુસ્તકોને વારફરતી હાથમાં લઈ “હવે મને કાંઈ કામમાં આવનાર છે.” એમ પૂછી પૂછીને દાનમાં આપી દીધા હતા. પોતાની હયાતીમાં પોતાનાં પુસ્તકોના કોપીરાઈટ એમણે જતા કરી દીધા હતા. અરે મુંબઈ જૈન યુવક સંધનું પ્રમુખપદ, અન્ય અનેક સંસ્થાના નાનાવિધ પદો ઉપરાંત ઈન્ટરનેશનલ જૈન ચેરનું અધ્યક્ષપદ પણ નક્કી કર્યા મુજબ કાળક્રમે તેઓ છોડતા ગયા હતા. નાની નાની આસક્તિઓ, એષણાઓ અને નગણ્ય પ્રલોભનોમાં રાચતા મનુષ્યોની સામાન્યતા અને પામરતાની બાજુમાં એમના વ્યક્તિત્વ અને ચારિત્ર્યની આ અસામાન્યતા અને વરેણ્યતા નજરઅંદાજ થઈ શકે એમ નથી. જૈન ધર્મદર્શનના તેઓ કેવા મરમી હતા એ તો એમનાં પ્રવચનો, લેખો, ભાષ્યો, વાર્તિકો અને પુસ્તકોથી, એમણે આ વિષયમાં કેટલાક સાધુ-સાધ્વીઓ અને વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાયેલા શોધનિબંધો ઉપરથી પણ ખ્યાલ આવે છે. પરંતુ પોતાની વિદ્વતાનો દંભ કે દાખડો એમણે ક્યારેય કર્યો ન હતો. એમની બધી લાયકાતો હોવા છતાં લબ્ધપ્રતિષ્ઠિત ગણાતા વિદ્વાનોએ એમને મુંબઈ યુનિવર્સિટીમાં પ્રોફેસરનું પદ ન આપીને એમને અને એમના વિભાગને કેટલો અન્યાય કરેલો એની રાવ ફરિયાદ, કચવાટ કે અફસોસ પણ એમણે કયારેય વ્યક્ત કર્યાનું જાણયું નથી. જીવનમાં તેઓ આસુરોષ અને આસુતોષના માણસ ન હતા; સમ અને દમના ઉપાસક હતા. તપ અને તિતિક્ષાના ચાહક હતા. એટલે જ ઈશ્વરનિર્મિત વ્યષ્ટિ અને સમષ્ટિના પ્રેમી હતા. પંડના સંતાનોને તો સૌ કોઈ ચાહે પણ પારકાં સંતાનોને એમણે જે રીતે ચાહ્યા, પ્રેર્યા, દોર્યા એતો એમાંનું કોઈ એ વાત માંડશે ત્યારે જ ખ્યાલમાં આવશે. કંઈ કેટલીય સંસ્થાઓના ચણતર અને ઘડતરમાંય એમનો આ વાત્સલ્યભાવ કામ કરતો હતો. ગુજરાત યુનિવર્સિટીના વાઈસ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ શ્રુત ઉપાસક રમણભાઈ ચાન્સેલર પદ ઉપર મારી નિમણૂંક થતાં જ મને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપવાની સાથે જ એક સારા અને સફળ કુલપતિ થવા માટે મારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેનું યથોચિત માર્ગદર્શન પણ મને આપેલું. એ અરસામાં મને ફૂડ પોઈઝનિંગ થયાની ખબર મળતાં જ જૈન ધર્મદર્શનના એક મોટા અને મહત્ત્વની પરિસંવાદમાંથી સમય કાઢી મારી ખબર કાઢવા અને મને સુખશાતા પ્રબોધવા મારે બંગલે આવી પહોંચી કૃપાપ્રસાદસમી દેવમૂર્તિ આપી ગયેલા! મારા કુલપતિ કાળમાં એક સમયે મુંબઈમાં યોજાયેલાં મારાં વ્યાખ્યાનોમાં હું સંયોગવશાત્ ઉપસ્થિત રહી શકે એમ ન હતો ત્યારે મારે બદલે અવેજીમાં વ્યાખ્યાનો આપીને એમણે મને અને આયોજકોને મોટી મૂંઝવણ અને મુશ્કેલીમાંથી ઉગારી લીધા હતા. જ્યાંય મોટાઈ નહીં, અભિમાન નહીં, નરી મમતા, નિર્ભેળ વત્સલતા. પીઢ અને પ્રોઢ તો એવા હતા કે એમની હાજરીમાં કોઈથી અજૂગતું વિચારીબોલી કે આચરી શકાય નહી. છતાંય શિશુસહજ સરળતા અને કુતૂહલ અને યુવા સહજ ઉદ્યમસાહસ એમનામાં હતા. એ કારણે જ તેઓ યાયાવર હતા. સુખાળવા આવાસ નિવાસ કરતાં એમને પ્રવાસો વધારે પ્રિય હતા. એટલે દેશ વિદેશોમાં એમણે કેટકેટલા યાત્રા પ્રવાસો કર્યા ! એક શિશુ, એક યુવાન અને એક પ્રૌઢના સંયુક્ત ગુણો એમનામાં એ વખતે પ્રગટતા રહેતા. એમની સાથે જેમણે યાત્રા પ્રવાસો કર્યા છે તેઓ જો મોં ખોલે તો ખ્યાલમાં આવે કે તેઓ વિચૂંભરની આ લટકાંલીલા સમજવા કેવા પર્યત્સુક હતા. દુનિયાભરના આવા યાત્રા પ્રવાસોમાં એમણે જે આનંદ ઉલ્લાસ માણ્યા એને ગુંજે ભરી રાખવાને બદલે પ્રવાસ પુસ્તકો લખીને એમણે સૌને ગુલાલ પહોંચાડ્યો ! પ્રસંગ,પરિસ્થિતિ, ઘટના, બનાવ, વ્યક્તિ, સંસ્થા સૌમાંથી જે કાંઈ સાર કાઢવા જેવો લાગ્યો તેઓ એ કાઢતા રહ્યાં. એ હેતુથી જ પાસપોર્ટની પાંખે અને “બેરરથી બ્રિગેડિયર સુધી' જેવાં પુસ્તકો કર્યા એ પુસ્તકો વિદ્યાલયોમાં પાઠ્યપુસ્તકો તો થયાં પણ નવાઈની વાત લોકોને એ લાગશે કે ધર્માલયોમાં એમની પારાયણો બેઠી ! એમ બન્યું છે એમાંની મોંઘી મિરાતને કારણે. રખેને એમના આવાં અનેક પુસ્તકો જોઈ કોઈ એમને રખડું ફિલસૂફ સમજે. આ બાહ્ય પ્રવાસો તો એમની આંતરિક યાત્રાના પૂરક અને સહાયકો હતા. બાહ્ય પ્રવાસોની સમાંતરે એમની આંતરયાત્રા ચાલતી. એનો પણ એક મકસદ હતો અને એ હતો – સારાય વિશ્વમાં પથરાયેલી Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ વિરાટ ભ્રમણામાંથી સ્વ-રૂપ દર્શનની સૂક્ષ્મ રમણામાં રમમાણ થવાનો. એ યાત્રાની ફલશ્રુતિરૂપે એમને આત્મદર્શન અને આત્મજ્ઞાન કેટલાં પ્રાપ્ત થયાં એ તો સ્વયં તેઓ જ કહી શકે. પણ દેવ ! એ જોગ - સંજોગ હવે કેવો ? મન, વચન અને કર્મથી સાત્ત્વિક એવા આ સંસારસરસા પરંતુ એનાથી નિતાંત નિર્લિપ્ત એવા આ સાધક સાધુવેષ વિના પણ સાધુ-સ્થવિર હતા. કર્મક્ષય, કષાય જય અને વાસનાલયનું એમનાથી જુદું બીજું ઉદાહરણ ક્યાં શોધવું ? એમના જવાનો ગમ અવશ્ય છે પણ શોક કદાપિ ન હોય. હોય કેવળ એમણે મૂકેલા જીવનાદર્શનું અનુસરણ. ૨૨૩ ‘પાસપોર્ટની પાંખે'ના યાત્રી શ્રી રમણલાલ શાહ અનંતની સફરે ‘પાસપોર્ટની પાંખે’ લેખમાળા દ્વારા ‘નવનીત સમર્પણના' વાચકોએ જેમની સાથે દીર્ઘકાળ સુધી વિશ્વભરની સફર માણી છે તેવા શ્રી રમણલાલ શાહનું તા. ૨૪-૧૦-૨૦૦૫ના રોજ દુઃખદ અવસાન થયું. ચિપ્રવાસી રમણભાઈ પાસે પ્રવાસ કરવાની એક દૃષ્ટિ હતી. તેઓ કહેતા, ‘સંસ્મરણો અને અનુભવ લઈ જાઓ, ગુડવિલ છોડી જાઓ.’ ‘પાસપોર્ટની પાંખે’ ભાગ ૧-૨--૩ ઉપરાંત તેમની ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને ઉત્તરધ્રુવની સફરનાં રોચક પુસ્તકો પ્રગટ થયાં છે. આટલા પ્રવાસો કરવા માટે કેટલું વિસ્મય અને એ અનુભૂતિઓને વ્યક્ત કરવામાં કેટલી સ્થિર બુદ્ધિ જોઇએ ! આજીવન અધ્યાપક શ્રી રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતીના પ્રથમ અધ્યક્ષ હતા. મુંબઈના અધ્યાપકોની બે પેઢી તેમના હાથ નીચે તૈયા૨ થઈ. ગુરુનાં ગુરુ કહી શકાય તેવા શ્રી રમણભાઈએ તેમના વિદ્યાર્થીઓ તરફથી ખૂબ પ્રેમ, આદર અને શ્રદ્ધા મેળવ્યાં છે. ૭૯ વર્ષનું સાત્ત્વિક આયુષ્ય ભોગવનાર શ્રી રમણભાઈ છેલ્લા દાયકાઓ દરમ્યાન મુંબઈ જૈન યુવક સંઘના અગ્રણી તરીકે કાર્યરત હતા. ત્રેવીસ વર્ષ સુધી તેઓ ‘પ્રબુદ્ધ જીવન’ સામયિકના તંત્રી રહ્યા. ગુજરાતી સાહિત્ય અને જૈન ધર્મનાં મળીને ૧૧૫ થી વધુ પુસ્તકોમાં તેમના તેજસ્વી અને શાલીન વ્યક્તિત્વનો સાક્ષાત્કાર થાય છે. તેમના જેવા માણસો હવે દુર્લભ થતા જાય છે. અનંતના દરબારમાં તેમને ચિરશાંતિ જ પ્રાપ્ત થાય એવો વિશ્વાસ છે. ‘નવનીત સમર્પણ' તરફથી આ સત્પુરુષને સ્નેહાદરપૂર્ણ શ્રદ્ધાંજલિ. I નવનીત સમર્પણ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ એક અભિજાત વ્યક્તિત્ત્વનો વિલય – ડૉ. રણજિત પટેલ ‘અનામી' શ્રુત ઉપાસક રમણભાઈ તા. ૨૫-૧૦-૨૦૦૫, મંગળની સાંજે આશરે સાડા છના સુમારે, ‘પ્રબુદ્ધ જીવન'ના સહતંત્રી, મારા મિત્ર ડૉ. ધનવંતભાઈ શાહે જ્યારે ફોનથી મને ડૉ. રમણલાલ ચી. શાહના દુઃખદ નિધનના અમંગળ (!) સમાચાર આપ્યા ત્યારે હું પ્રથમ તો ડઘાઈ ગયો પણ એ અશુભ સમાચાર મારે માટે સાવ આકસ્મિક તો નહોતા. કેમ જે ઘણા સમયથી હું એમની દિન પ્રતિદિન કથળતી જતી પ્રકૃતિથી પરિચિત હતો જ. ઉપચાર માટે વડોદરાના કોઈ સારા ડૉક્ટર કે વૈદ્યની જરૂર જણાય તો તેમને વડોદરે આવવાનું પણ મેં આગ્રહપૂર્વક અનેકવાર લખેલું, પણ મુંબઇના ડૉક્ટરોથી એમને રાહત જેવું જણાયેલું એટલે વડોદરાનો વિચાર કરેલો નહીં. ડૉ. રમણભાઈ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના નિષ્ઠાવાન પ્રાધ્યાપક હતા એક વર્ષ માટે, તે વાત તો હું વર્ષોથી જાણતો હતો પણ અમારા સંબંધની ઘનિષ્ઠતા થવામાં અમારા કેટલાક મઝિયારા મિત્રો કારણભૂત હતા. ‘પ્રબુદ્ધ જીવન’માં વર્ષભર સારા લેખો લખનારને જે સ્વ. શ્રી ધીરુભાઈ શાહના નામનો એવોર્ડ આપવામાં આવે છે તે સ્વ. ડી. ડી. શાહ ને હું બી.એ. સુધી અમદાવાદની ગુજરાત કૉલેજમાં સહાધ્યાયીઓ હતા, જે ડૉ. રમણભાઈના પણ ખાસ મિત્ર હતા. ડૉ. ડી. ડી. શાહનો એવોર્ડ એકવાર મને પણ મળેલો. મુંબઈમાં ‘જૈન યુવક સંઘ' દ્વારા જે જે ધાર્મિક ને સાંસ્કારિક પ્રવૃત્તિઓ રમણભાઈ ચલાવતા હતા તેવી જ પ્રવૃત્તિઓ અમદાવાદમાં શ્રી ધીરુભાઈ શાહ ચલાવતા હતા. સ્વ. રમણભાઈના જીવનમાં મંગલમૂર્તિ સમાન સ્વ. પ્રો. ચીમનભાઈ નારણભાઈ (પ્રો. ચી. ના. પટેલ) પટેલ ને હું સને ૧૯૪૪માં સાથે જ એમ.એ. થયા. ડૉ. શાહ સાહેબને પ્રો. ચી. ના. પટેલનો પ્રથમ પરિચય મેં કરાવેલો. ‘સ્વ. ચી. ના. પટેલ' નામના એમના લેખમાં તેમણે આ હકીકતનો ઉલ્લેખ કરેલો જ છે. એ પછી તો પ્રો. ચી. ના. પટેલ સારી તબિયત નહીં હોવા છતાં પણ જૈન યુવક સંઘ દ્વારા પ્રતિવર્ષ મુંબઈમાં યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રવચન Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૨ ૨૫ આપવા પણ બે-ત્રણ વાર ગયેલા. પ્રો. ચી. ના. પટેલની આત્મકથા-"મારી વિસ્મય-કથા' પણ કકડે કકડે પ્રો. શાહ સાહેબે “પ્ર.જી.માં પ્રગટ કરેલી એટલું જ નહીં પણ એના પ્રકાશનમાં ને એ આત્મકથા, મુંબઇની એસ.એન.ડી.ટી.ની કૉલેજમાં એમ.એ.માં પાઠ્યપુસ્તક તરીકે નિયુક્ત થઈ તેમાં ડૉ. શાહ સાહેબનો મહદ્ ફાળો હતો. પ્રો. શાહ સાહેબના બીજા બે અધ્યાપકો તે ડો. ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા ને ડૉ. તનસુખભાઈ પી. ભટ્ટ. ડૉ. સાંડેસરા ને ડૉ. ભટ્ટ–બંને ય મારા પરમ મિત્રો. ડૉ. સાંડેસરા ૧૯૪૩માં એમ.એ. થયા ને ડૉ. ભટ્ટ ને હું તને ૧૯૪૪માં. મારા આ ચાર મિત્રોને પ્રતાપે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ડૉ. રમણભાઈ શાહ સાથેનો મારો સંબંધ પ્રગાઢ થયો. વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં જ્યારે ડૉ. સાંડેસરા ગુજરાતી ભાષા સાહિત્ય વિભાગના અધ્યક્ષ હતા (૧૯૫૧ થી ૧૯૭૫) ને હું “રીડર' હતો ત્યારે બી.એ., એમ.એ.ની પરીક્ષાના કામકાજ અંગે તથા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓનો Viva' લેવા કાજે ડૉ. શાહ સાહેબ અવારનવાર વડોદરે આવે ત્યારે અમારે નિરાંતે મળવાનું થતું. એ પછી તો એક તબક્કો એવો પણ આવ્યો કે પ્રો. ચી. ના. પટેલ ને હું–વર્ષોથી “પ્ર. જી.'માં લખતા થઈ ગયા. વિધિની વક્રતા ને વિચિત્રતા પણ કેવી કે ડો. શાહને અમારા આ ચારેય મિત્રોની અવસાન-નોંધ લખવાનો વારો આવ્યો ! એમને માટે આજે હું બે શબ્દો લખી રહ્યો છું ! પ્ર. જી.માં જે ચારેક પટેલો (પ્રો. ચી. ના. પટેલ, ડૉ. અનામી, પ્રો. જશવંત શેખડીવાળા ને પ્રિ. ડો. બહેચરભાઈ આર. પટેલ) અવારનવાર લખતા થયા તેનું શ્રેય તેમની આ મૈત્રીભાવનાને ફાળે જાય છે. ડો. શાહ સાહેબ સર્વમિત્ર સમાન હતા. વર્ષોથી હું “પ્ર. જી.માં નિયમિત લખું છું એનું શ્રેય ડૉ. શાહ સાહેબને ફાળે જાય છે. આમ તો હું આચારવિચારે અર્ધા જૈન પણ ખરો. મારા દાદાના ગુરુ એક જૈનમુનિ હતા. જેનકવિ મલયચંદ્ર કૃત “સિંહાસન બત્રીસી' ઉપર મેં શોધ-પ્રબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી છે ને બીજા એક સારા જેન કવિ ઉદયભાનુના “વિક્રમચરિત્રરાસ'નું સંપાદન પણ કર્યું છે. દર માસની વીસમી કે બાવીસમી તારીખે “પ્ર. જી.”નો અંક આવે એટલે એક બેઠકે વાંચી હું નિયમિત રીતે મારો નિખાલસ પ્રતિભાવ દર્શાવતો હતો. આ નિમિત્તે મબલખ પત્ર-વ્યવહાર થયેલો. જેને ધર્મની પરિભાષાના કેટલાક શબ્દો સંબંધે વા કવિઓ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ ભુત ઉપાસક રમણભાઈ અને કાવ્યસંગ્રહો અંગે હું એમને પૂછતો તે સત્વરે ખાત્રીપૂર્વક તેઓ આવશ્યક માહિતી મોકલી આપતા હતા. તેઓ એક પ્રવાસ-વીર–બલકે વિશ્વ-પ્રવાસી હતા. “પાસપોર્ટની પાંખે'ના એમના ત્રણ ગ્રંથોમાંથી એકને “ગુજરાત સાહિત્ય અકાદમી'નું પારિતોષિક મળ્યું છે. એ ત્રણમાંથી એકની પ્રસ્તાવના પ્રો. ચી. ના. પટેલે, બીજાની મેં ને ત્રીજાની પ્રો. જશવંત શેખડીવાળાએ લખી છે. પ્રો. ચી.ના પટેલની પ્રસ્તાવનાનું શીર્ષક છે સ્મૃતિની પાંખે', મારું છે “એક રમણીય ચેતોહર પ્રવાસગ્રંથ'. આ ઉપરાંત એમના ચારેક ગ્રંથોનું “અવલોકન' પણ મેં કર્યું છે. વિશ્વપ્રવાસી તરીકે તેમણે માનવતાની શોધ માટે, વિવિધરંગી પ્રજામાં રહેલા ચૈતન્યને સ્કુટ કર્યું છે. ડૉ. શાહ સાહેબ એક સંનિષ્ઠ સંશોધક પણ હતા. લલિત તેમજ લલિતેતર સાહિત્યમાંનું એમનું પ્રદાન માતબરને નોંધપાત્ર છે. એકાંકીસંગ્રહ, જીવનચરિત્ર, રેખાચિત્ર, સંસ્મરણ, પ્રવાસ- શોધસફર, નિબંધ, સાહિત્યવિવેચન, સંશોધન-સંપાદન, ધર્મ- તત્ત્વજ્ઞાન, સંક્ષેપ, અનુવાદ, પ્રકીર્ણ-શીર્ષક નીચેનું લખાણ..એની સંખ્યા એમના આયુષ્ય-આંકને આંબવા જાય તેટલી છે. એમના તત્ત્વજ્ઞાન-વિષયક લેખોમાં માનવતાકેન્દ્રી કર્મના અર્થઘટનનું સર્વત્ર દર્શન થાય છે. એ કેટલા બધા ગુણાનુરાગી હતા ને કેટલા બધા એમના મિત્રો ને સ્નેહી-સ્વજનો હતા તેની પ્રતીતિ તેમના અનેક લેખોમાં થાય છે. ક્રિશ્ચીયાનિટી ને મુસ્લિમ ધર્મ વટાળ-પ્રવૃત્તિમાં માને છે. જેને ધર્મ, બૌદ્ધ ધર્મ ને હિંદુ ધર્મ એનાથી મુક્ત છે. જૈન ધર્મની આ એક ઉમદા માનવતાવાદી પ્રવૃત્તિ મને ખૂબ ગમે છે....પ્રતિવર્ષ સંઘના ઉપક્રમે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ગુજરાતની કોઈપણ માનવસેવાનું કામ કરતી દૂર દૂરની સંસ્થાઓને લાખોનું દાન આર્થિક સહાયરૂપે આપે છે. ધર્મવટાળ પ્રવૃત્તિ કરવાની નથી પણ પ્રેમ ને સેવાની આવી સર પ્રવૃત્તિઓ કરવાની આવશ્યકતા છે, જે જેન–સંઘની અનેક શાખાઓ કરી રહી છે. આ બાબતમાં ડૉ. શાહ સાહેબે મને ઉપકૃત કર્યો હતો. વાત એમ હતી કે એકવાર મેં ટી.વી. ઉપર “મંથન' સંસ્થાની મેનાબા મૂક-બધિર કન્યા છાત્રાલયની બહેનોની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી..મારી શક્તિ અનુસાર મેં દાન તો કર્યું પણ એ સંસ્થાનાં મુખ્ય કાર્યકર્તા બહેનને પત્ર લખી મેં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા સારું દાન મેળવવાની ભલામણ કરી. એ બહેનને મેં શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું સરનામું આપ્યું ને એમની સંસ્થાનો, સંસ્થાની નાની-મોટી Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૨૭ પ્રવૃત્તિઓનો ખ્યાલ આપતો અહેવાલ ડૉ. શાહ સાહેબને મોકલી આપવાનું સૂચવ્યું ને આ સેવાભાવી, માનવતાવાદી સંસ્થાને મદદ કરવા ભલામણ પણ કરી. થોડાક સમયમાં જૈન સંઘની કારોબારીના કેટલાક સભ્યો એ સંસ્થાની મુલાકાત લઈ આવ્યા ને તે વર્ષે પર્યુષણ-પર્વ ટાણે એ સંસ્થાને આર્થિક સહાયની અપીલ કરી. મારી સ્મૃતિ પ્રમાણે લગભગ બાવીસ લાખની રકમ દાન રૂપે એકઠી થયેલી. મારા સંવિદને ઉત્કટપણે સ્પર્શી ગયેલી કેટલીક મંગલ મૂર્તિઓમાં હું મારા પરમ સુહૃદ સ્વ. ડૉ. રમણલાલ સી. શાહનો પણ સમાવેશ કરું છું. વર્ષો પૂર્વે ‘મનીષા’ના સંપાદન ટાણે એમણે મારા એક સોનેટ માટે અનુમતિ માંગી ત્યારથી અમારા સંબંધના શ્રી ગણેશ મંડાયા તે એમના અરિહંતશરણ પામ્યા ત્યાં સુધી અકબંધ રહ્યા. એમ. એ. સુધીની મારી એક તેજસ્વિની વિદ્યાર્થિનીને મારી પાસે પીએચ.ડી. કરવું હતું. મેં એને વીર નર્મદની યાદ આપે એવા નિત્શેથી ખૂબ પ્રભાવિત થયેલા, ઉદ્દામ વિચારક, ફિલસૂફ, નિર્ભીક પત્રકાર, સમાજસેવક, ગદ્ય-શૈલી-સ્વામી શ્રી વાડીલાલ મોતીલાલ શાહનો વિષય સૂચવ્યો. શ્રી ત્રિભુવનદાસ વીરજીભાઈ હેમાણી અને ડૉ. શાહ સાહેબના સાથ સહકારથી શ્રી સુધાબહેન પંડ્યા પીએચ.ડી. થયા. એમનો શોધપ્રબંધ પુસ્તક રૂપે પ્રગટ પણ થયો. આવા શોધપ્રબંધનું વેચાણ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં થાય એ સાવ સ્વાભાવિક છે. મેં ડૉ. શાહ સાહેબને પર્યુષણના પુણ્ય પર્વે એ શોધ-પ્રબંધના વેચાણ માટે વિનંતી કરી. જ્યારે મેં જાણ્યું કે શોધ પ્રબંધની લગભગ સાડા ચારસોથી ય વધુ નકલોનું વેચાણ થયું છે ત્યારે મારા આશ્ચર્ય ને આનંદનો પાર ન રહ્યો. પ્રો. રા. વિ. પાઠક સાહેબનાં અર્ધાંગિની શ્રીમતી હીરાબહેન પાઠકે એસ.એન.ડી.ટી.માં ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રાધ્યાપિકા માટે અરજી કરેલી. ઈન્ટરવ્યુને થોડાંક દિવસની વાર હતી. એ દરમિયાન એમને એક પુસ્તકનું સંપાદન કરવાનું બાકી હતું. ઈન્ટરવ્યુ પહેલાં એ પુસ્તકનું સંપાદન થઈ જાય તો એમને ફાયદો થાય તેમ હતો. શ્રીમતી પાઠકે ડૉ. શાહ સાહેબની મદદ માગી. ઉમળકાપૂર્વક એમણે મદદ કરીને શ્રીમતી પાઠકનું સંપાદનનું કાર્ય સમયસર પૂર્ણ થયું. ડૉ. રમણભાઈએ મને વડીલ શુભેચ્છક તરીકે સ્વીકાર્યો, સત્કાર્યો ને ‘પ્રબુદ્ધ જીવન'માં વર્ષોથી લખતો કર્યો. તેઓ ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી ખરા પણ પ્રેમની Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૮ શ્રત ઉપાસક રમણભાઈ ભાષામાં કહું તો મારા તો મંત્રી. મારા સેંકડો લેખોની ફાઈલ એમણે અપ-ટુ-ડેટ રાખી. હું પીએચ.ડી. કરતો હતો ત્યારે મને મદદ કરવામાં મુખ્ય મુખ્ય વિદ્વાનો હતા, ડૉ. ભોગીલાલ સાંડેસરા, પંડિત બેચરદાસ દોશી, પ્રો. કેશવરામ કા. શાસ્ત્રી ને ડૉ. હરિવલ્લભ ભાયાણી. એ પછી મારે જ્યારે જ્યારે હસ્તપ્રતોની જરૂર પડતી ત્યારે ત્યારે હું મારા આ પરમ સુહૃદ ડૉ. શાહ સાહેબને તસ્દી આપતો. મને મદદ કરવામાં તેઓ “એવર રેડી” રહેલા. “સ્વાધ્યાય'માં મેં મલયચંદ્ર કૃત સિંઘલશી ચરિત (ઇ. સ. ૧૪૬૩.રચના સંવત ૧૫૧૯) નું સંપાદન કર્યું ત્યારે શાહ સાહેબ મને ઠીક ઠીક મદદ કરેલી. એમના સંવિદના ગળથુંથીના સંસ્કાર જ પરોપકારના હતા એની પ્રતીતિ મને અહર્નિશ થયા કરતી. આવા બે અક્ષરના અમૂલ્ય મિત્ર-રત્નને ખોઈને મેં શું શું નથી ગુમાવ્યું ? નેવું વર્ષ રહેલા આ જેફને એવી પાકી શ્રદ્ધા હતી કે “પ્ર. જી.'માં ડૉ. શાહ સાહેબ મારી અવસાન નોંધ લખશે પણ વિધિની વકતા ને વિચિત્રતાની કોને ગતાગમ છે ? બે અક્ષરનું અણમોલ મિત્ર-રત્ન ગુમાવ્યાનો મને આજે તો રંજ છે. તા. ૧૮-૧૧-૨૦૦૫, શનિવારના રોજ ડૉ. ધનવંતભાઈ શાહે મને ફોન દ્વારા જણાવ્યું કે હાલ, સ્વ. રમણભાઈનું એક પુસ્તક નામે ‘વંદનીય હૃદયસ્પર્શ જે પ્રેસમાં છપાઈ રહ્યું છે તે, શાહ સાહેબનાં જીવનસંગિની ડૉ. તારાબહેનના જણાવ્યા પ્રમાણે મને “અર્પણ' કર્યું છે. આ સમાચાર જાણી કૃતજ્ઞતાભાવે મારું હૃદય ભરાઈ આવ્યું ને આંખો અશ્રુભીની થઈ. વયમાં તો હું ઠીક ઠીક મોટો પણ શાહ સાહેબની ઈન્ટર ડીસીપ્લીનરી સ્કોલરશીપ' મારાથી ઘણી બધી મોટી-ને છતાંયે એમનું મરણોત્તર પ્રકાશન મને “અર્પણ' કરવાનું આભિજાત્ય દાખવ્યું. હૃદય માત્ર જાણે છે, પ્રીતિ-યોગ પરસ્પર'..એનું આ પ્રમાણ. *** સતશ્રી અમારે માટે વિવિધ પ્રસંગો, સેમિનાર, જ્ઞાનસત્ર તથા સભાઓમાં એક શિરછત્ર સમા હતા. તેમની કારકિર્દી અમારે માટે પ્રેરણારૂપ હતી. અને અંગત રીતે અમને તેમના માર્ગદર્શનની ખોટ પડી છે. |જવાહર પી. શાહ Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૨ ૨૯ વિધાપુરુષની વિદાય | ડૉ. ગુણવંત શાહ પતિ વિદ્વાન હોય, પત્ની વિદુષી હોય અને દીકરી સંસ્કૃતમાં પ્રવચન કરે તેવી તેજસ્વી હોય એવા પરિવારો કેટલા ? સદ્ગત અમરભાઈ જરીવાળા દર વર્ષે સુરતમાં ત્રણેક દિવસ જ્ઞાનસત્ર યોજતા ત્યારે એકસાથે ડૉ. રમણભાઈ, તારાબહેન અને શૈલજાને મળવાનું બનેલું. તે દિવસથી મેં શૈલજાનું નામ નવું નામ “સંસ્કૃતા' પાડેલું. મુંબઈમાં જ્યારે પણ પર્યુષણ વ્યાખ્યાન માટે રમણભાઈ અને તારાબહેનને મળવાનું થતું ત્યારે હું અચૂક પૂછતોઃ “સંસ્કૃતા કેમ છે ? શું કરે છે ?' આમ વર્ષો સુધી ચાલ્યું તેથી હું એ તેજસ્વી દીકરીનું મૂળ નામ ભૂલી ગયેલો. ભાઈ અમિતાભનો પરિચય મને થયો ન હતો. મુંબઈ જૈન યુવક સંઘની સુપ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળાનો ઈતિહાસ ભવ્ય છે. સગત પરમાનંદ કાપડિયા પછી સગત ચીમનભાઈ ચકુભાઈ શાહે એનું સુકાન સંભાળેલું. મુ. ચીમનભાઈની નિશ્રામાં એક-બે પ્રવચનો કરવાનું બન્યું ત્યારે મુ. રમણભાઈના સૌજન્યનો પરિચય થયેલો. વક્તા તરીકે મુંબઈમાં જાણીતો થયો તેનો ઘણો યશ મુંબઈ જૈન યુવક સંઘને જાય છે. જીવનમાં ઘણાં પ્રવચનો આપ્યાં, પરંતુ સૌથી વધારે પ્રવચનો મુ. રમણભાઈના અધ્યક્ષપદે યોજાયાં એમ કહી શકાય. પર્યુષણ વ્યાખ્યાનમાળાની ઊજળી પરંપરામાં સૌથી વધારે વખત આમંત્રણ પામનાર બિન જૈન વક્તા હોવાનો લાભ મને મળ્યો છે. મુ. રમણભાઈનો મારા પ્રત્યેનો પક્ષપાત એ માટે જવાબદાર ગણાય. એવા પક્ષપાતનું બીજું ઉદાહરણ પણ આપી જ દઉં. હું ઝાઝો જાણીતો ન હતો ત્યારે આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં મારા નિબંધસંગ્રહ “રણ તો લીલાંછમ' ને મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ગુજરાતી પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં એમણે નિર્ણાયક ભૂમિકા ભજવેલી. આ વાતની જાણ મને પાછળથી બીજા કોઈએ કરેલી. એમનો સદુભાવ પણ મુખર ન હતો. મિત્ર ધનવંત શાહ સાવ સાચું કહે છેઃ “રમણભાઈના કયા ગુણોને યાદ કરીએ? જેટલા યાદ કરો એટલા આપણે સત્ત્વશીલ થતાં જઇએ.” તેઓ આદર્શ શ્રાવક હતા. શ્રાવક કોને કહેવાય ? શ્રાવક તે છે, જેનું મોટું શ્રમણ તરફ હોય. કંઈક આવી સમજણના આધારે કહી Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્વત ઉપાસક રમણભાઈ શકાય કે રમણભાઈ શ્રાવકશ્રેષ્ઠ હતા. અનેકાંત સાથે જોડાયેલી જીવનદૃષ્ટિ તેઓ પામ્યા હતા. તેઓ સામા પક્ષે રહેલું નવટાંક સત્ય સ્વીકારવા માટે સદાય ઉત્સુક રહેતા. પોતાનાં પુસ્તકોના કોપીરાઈટનું વિસર્જન વર્ષો પહેલાં તેમણે કર્યું હતું. સન ૧૯૮૫માં મારું પુસ્તક “મહામાનવ મહાવીર' પ્રગટ થયું ત્યારે એમણે સુંદર પ્રસ્તાવના લખી આપી હતી. એ પુસ્તકનો હિંદી અનુવાદ પણ વર્ષો પહેલાં પ્રગટ થયો અને હવે અંગ્રેજી અનુવાદ પ્રગટ થવાની તૈયારીમાં છે. રમણભાઈનું ઉદાત્ત શ્રાવકપણું કેટલું બધું “શ્રમણમુખી' હતું તેની પ્રતીતિ પ્રસ્તાવનામાં એમણે લખેલા છેલ્લા ગદ્યખંડમાં પ્રગટ થાય છે. તેઓએ લખ્યું: “ઐહિક અને પારમાર્થિક, લૌકિક અને પારલૌકિક જીવનને સફળ અને સાર્થક બનાવવા માટે ભગવાન મહાવીરે ઉપદેશેલો ધર્મ, વર્ણ અને જાતિના ભેદો ઓળંગી, સ્થળ અને કાળની મર્યાદાઓ વટાવી આપણા સુધી આવી પહોંચ્યો છે, એ આપણું પરમ સદ્ભાગ્ય છે.” રમણભાઈનું મૂળ વતન પાદરા હતું અને અમે લોકો વડોદરામાં જૂના પાદરા રોડ ઉપર રહીએ. આ પણ અમારા માટે કેવો શુભ યોગ ! રમણભાઈ જેવા વિદ્યાપુરુષની વિદાય જે શૂન્યાવકાશ સર્જે તેનો શોક કરવાને બદલે આપણે ભગવાન મહાવીરે પ્રબોધેલા અહિંસાધર્મને જીવનમાં સ્થાન આપીએ તો કદાચ શૂન્યાવકાશ પણ સાર્થક થાય એમ બને. સ્નેહરશ્મિની પંક્તિઓ યાદ કરીએ: પતંગિયું ત્યાં થયું અલોપ શૂન્ય ગયું રંગાઈ ! * * * નમ્રતા થકી તેમની વિદ્વતા દીપી ઊઠી હતી સાહેબ મારા હૃદયમાં એક વડીલ જ નહીં આપ્તજન સમા હતા. સાહેબનું મૂલ્યમંડિત જીવન મને સ્પર્શી ગયું હતું. તેઓ મારા પિતાતુલ્ય સ્વજન અને રાહબર હતા. રમણભાઈની નમ્રતા અને સાદગી મારા દિલને જચી ગઈ હતી. અને આ નમ્રતા થકી તેમની વિદ્વતા દીપી ઊઠી હતી. આ નમ્રતા અને વિદ્વતાએ જૈન સમાજમાં તેમને આદરણીય સ્થાન અપાવ્યું. રમણભાઈ જેવા સાચના માણસો હવે આસપાસના સમાજમાં શોધવા જવા પડે તેવા જૂજ હોય હોય છે. | જયેન્દ્ર એન. સચદે, રાજકોટ Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨ ૩ ૧ સનિષ્ઠ સ્વાધ્યાયી | | હરિભાઈ કોઠારી પ્રાધ્યાપક રમણભાઈ શાહ બહુમુખી જીવન પ્રતિભા ધરાવતા હતા. તેઓ આજીવન વિદ્યાવ્યાસંગી હતા. સાહિત્ય, શિક્ષણ તેમ જ ધર્મ તેમના લોહીમાં વહેતા હતા એમ કહીએ તો અતિશયોક્તિ ન ગણાય. વિભિન્ન વિષયો પરનું એમનું તલસ્પર્શી અધ્યયન, ચિંતન અને સંશોધન કાબિલેદાદ હતું. મારો એમની સાથેનો પ્રથમ પરિચય સન ૧૯૫૭-૫૮ માં થયો. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં તેઓ પ્રા. મનસુખભાઈ ઝવેરી જોડે ગુજરાતી વિભાગમાં સેવા આપતા હતા. કૉલેજના પ્રથમ વર્ષમાં એમની પાસેથી કિસનસિંહ ચાવડાનું “અમાસના તારા' શીખવા મળ્યું તો દ્વિતીય વર્ષમાં ગોવર્ધનરામ ત્રિપાઠીના “સરસ્વતીચંદ્ર'નો આસ્વાદ માણવા મળ્યો. વિદ્યાર્થીઓને મળવા તેઓ હંમેશાં ઉત્સુક રહેતા અને કોઈપણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલીનો ઉકેલ આપવા હંમેશાં તત્પર રહેતા. એમની પાસેથી સૌ વિદ્યાર્થીઓને યથોચિત પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેતા. મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રથમ વખત હું એમનો વિદ્યાર્થી છું' એવું કહેતા તેઓ અતિશય પ્રસન્ન થયા અને મને આગળ વધવાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી. એમની એ પ્રસન્ન મુખમુદ્રા આજેય ભૂલાય એવી નથી. - વિદેશમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે જવાનું થાય ત્યારે હું અચૂક એમને ફોન કરતો અને એમની પાસેથી આવશ્યક માર્ગદર્શન મેળવતો. શ્રી રમણભાઈ અને શ્રીમતી તારાબેન બન્નેનો મારા માટે સાત્ત્વિક અને નિર્મળ ભાવ હતો. મારા વિકાસમાં તેઓ હંમેશાં રાજી થતાં. છેલ્લા વીસેક વર્ષમાં તો તેઓ યોજનાબદ્ધ રીતે હળવા રહેતા. ધર્મના ગંભીર વિષયને હળવાશથી રજૂ કરવાની શૈલી એમણે લોક કલ્યાણાર્થ અપનાવી લીધી હતી. પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં વક્તાનો પરિચય અને અંતે વ્યાખ્યાનનું સમાપન કરવાની એમની સંક્ષિપ્તતા સૌ માટે અનુકરણીય બની રહે તેવી હતી. વ્યક્તિગત વિકાસ, કુટુંબવાત્સલ્ય, સામાજિક જવાબદારી, સંસ્થાગત કાર્યો, ચિંતન, મનન, સંશોધન, શિક્ષણકાર્ય, પ્રવાસ આવી અનેકવિધ પ્રવૃત્તિઓને યથોચિત ન્યાય આપનાર માનવ મૂઠી ઊંચેરો જ ગણાય. આવા સન્નિષ્ઠ માનવને હૃદયના પ્રણામ ! * * * Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ ૨ ક્ષત ઉપાસક રમણભાઈ ડૉ. રમણલાલ શાહઃ થોડાંક સંસ્મરણ પ્રો. જશવંત શેખડીવાળા ડૉ. રમણલાલ શાહ એક અતિ ઉમદા પુરુષ હતા. મારા સન્નિષ્ઠ મિત્ર હતા–પ્રેમાળ, ભલા, નિઃસ્વાર્થી, પરગજુ, નમ્ર, નિખાલસ, વિવેકશીલ અને મધુભાષી. મારી સાથેની તેમની મૈત્રી લગભગ અડતાલીસ વર્ષ જૂની. ઈ. સ. ૧૯૫૭ થી માંડી ઈ. સ. ૨૦૦૫ સુધી તે અકબંધ જળવાઈ રહેલી. રૂબરૂ મળવાનું પ્રસંગોપાત થતું; પરંતુ અમારો સંપર્ક પત્રો દ્વારા સતત ચાલુ રહેતો. પત્રો લખવામાં તેઓ બહુ નિયમિત. દરેક પત્રનો જવાબ અચૂક લખે. તેમાં કામની બાબત વિશે લખે અને મારી કુશળતા ચાહે તથા પરિવારનું ભલું તાકે. માંદગી, પ્રવાસ કે અન્ય કોઈ કારણસર પત્રનો જવાબ લખવામાં વિલંબ થાય, તો પછીના પત્રમાં તેમ થવાનું કારણ દર્શાવે અને દિલગીરી વ્યક્ત કરે. મારા કરતાં વયમાં, અધ્યાપક તરીકેના અનુભવમાં અને વિદ્વતામાં તેઓ મોટા હતા; પરંતુ તેમનો સમગ્ર વ્યવહાર સમવયસ્ક મિત્ર જેવો. મોટાઇનો કશો ભાર યા દેખાવ નહિ. આવા સન્નિષ્ઠ– પ્રેમાળ મિત્ર અને નખશીખ ઉમદા મનુષ્યના અવસાનથી મને–અને મારા જેવા ઘણા બધાને-આઘાત લાગે એ સ્વાભાવિક છે. ચિરકાળની વિદાય માટેની તેમની વય નહોતી. તેમની ખોટ જીવનમાં સદા વર્તાતી રહેશે. તેમનો પ્રથમ પરિચય અને લેખક અને અધ્યાપકના રૂપમાં થયેલો. તેમનાં પુસ્તકો અને લેખો હું નિયમિત વાંચતો. તેમનું ગદ્ય મને ઘણું ગમતું. ગમે તેવા કઠિન અને ગંભીર વિષયને તેઓ સરળ, સુગમ, વિષદ રૂપમાં આલેખી શકતા. તેમનું શબ્દભંડોળ વિશાળ અને વૈવિધ્યમય હતું. તેઓ પારિભાષિક શબ્દોની સાથોસાથ તળપદા ઘરગથ્થુ શબ્દો પણ ઔચિત્યપૂર્વક યોજી જાણતા. વિષયને અનુરૂપ સમર્થક કહેવતો-રૂઢ પ્રયોગોનો વિનિયોગ તેઓ અનાયાસે કરી શકતા. વિષય-અર્થ-ભાવના સમર્થ ક સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી અવતરણ-ઉદાહરણ, તર્કબદ્ધ દલીલ અને ક્રમબદ્ધ, વ્યવસ્થિત, મુદ્દાસર રજૂઆતથી તેમનાં લખાણ અર્થ-ભાવપૂર્ણ ઉપરાંત રસળતાં પણ બની રહેતાં. મેં તેમને તે માટે અભિનંદન આપતો એક પત્ર લખેલો. તેના જવાબની મારી કશી અપેક્ષા નહોતી. તેમ છતાં મારા પત્રનો તેમણે જવાબ લખેલો અને મારા Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૨ ૩૩ સૌજન્ય-સર્ભાવ માટે આભાર માનેલો. મને તેથી આનંદ સાથે આશ્ચર્ય થયેલું કે આવો વરિષ્ઠ અધ્યાપક અને લેખક કેવો નમ્ર અને વિવેકશીલ છે ! તે પછી અમારી પત્રમૈત્રી શરૂ થયેલી. પરંતુ મને તો તેમને રૂબરૂ મળવાની તાલાવેલી લાગી હતી. તે શક્ય શી રીતે બને ? કશા ખાસ કારણ વિના તેઓ મુંબઈ બહાર નીકળે નહિ તેથી મેં (ત્યારે હું યુનિવર્સિટી સિન્ડિકેટનો સભ્ય હતો અને ગુજરાતીની અભ્યાસ-સમિતિનો “ચેરમેન' હતો. યુનવિર્સિટીમાં મારી થોડી લાગવગ હતી.) તેમને સરદાર પટેલ યુનિવર્સિટી-વલ્લભ વિદ્યાનગરની ગુજરાતીની અભ્યાસ-સમિતિમાં અને અમુક ગ્રંથ શ્રેણીની વ્યવસ્થાપક સમિતિમાં સભ્ય તરીકે કૉ-ઓપ્ટ' કર્યા. તેને અનુષંગે તેઓ વલ્લભવિદ્યાનગર આવતા થયા. વલ્લભવિદ્યાનગર આવે ત્યારે તેઓ મારા ઘરને બદલે યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રહેવાનો આગ્રહ રાખે. ત્યાં રહે, જમે અને પછી મને મળવા માટે મારે ઘરે આવે. હું તેમને મારે ત્યાં, મારી સાથે, રહેવા-જમવા માટે વિનંતી કરું, તો તેઓ કહે: યુનિવર્સિટીનું ગેસ્ટ હાઉસ ન હોત તો તમારે ઘરે જ ઊતર્યો હોત. જમવાનું પણ તમારી સાથે જ રાખત. પરંતુ જરૂરી બધી સગવડ યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં મળી રહે છે તેથી હું ત્યાં જ રહીશ. આમ છતાં મારા આગ્રહને વશવર્તી તેઓ કેટલીક વાર મારે ઘરે જમવા આવતા. ભોજન અંગે તેમની ઈચ્છા જાણવા હું તેમને પૂછું, તો તેઓ કહેતા: મને સાદું ભોજન પસંદ છે; રોજ જે જમતા હો તે જ ભોજન હું કરીશ. પરંતુ મોંઘેરા મહેમાનને એવું સાદું ભોજન તો પીરસાય નહિ. ગૃહિણી તેમને માટે અનેકવિધ રસોઈ કરે અને પ્રેમથી જમાડે. તેઓ તેમને ભાવતું ભોજન પ્રેમથી જમે અને ગૃહિણીની રસોઈકળાની પ્રશંસા પણ કરે. “સાંપ્રત સહચિંતન'નો દશમો ભાગ તેમણે પ્રો. જશવંત શેખડીવાળાની સાથે શ્રીમતી રેવાબહેન જશવંત શેખડીવાળાને પણ “અર્પણ” કરી તેમણે તેમના પ્રતિ પોતાનો સ્નેહ–આદરભાવ પ્રગટ કર્યો છે. અમારી સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતીની અભ્યાસ-સમિતિની બેઠકમાં તેઓ એક સભ્યની હેસિયતથી અચૂક હાજર રહેતા. બી.એ., એમ.એ., એમ.ફિલ.ના અભ્યાસક્રમોને અનુરૂપ પુસ્તકો, વિષયોનું તેઓ સૂચન કરતા; પરંતુ તે માટે કશો આગ્રહ ન રાખતા. પૂર્વગ્રહ-અભિગ્રહથી તેઓ સર્વથા પર હતા. બહુમતીના નિર્ણયને તેઓ ખેલદિલીપૂર્વક સ્વીકારી લેતા. પરંતુ જો એમને Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૪ શ્રત ઉપાસક રમણભાઈ લાગે કે અમુક સભ્ય તેના કોઈ મિત્ર યા સંબંધીના પુસ્તક માટે ભલામણ કરે છે, તો તેઓ “ચેરમેન' તરીકે મારું ધ્યાન દોરતા અને કહેતા કે સૂચિત પુસ્તકો જે તે પદવી માટેના અભ્યાસક્રમ માટે અનુરૂપ નથી એટલે તેનો સ્વીકાર થઈ શકે નહિ. તેઓ તેમને અભિપ્રાય સ્પષ્ટ રીતે રજૂ કરે; પરંતુ તે એવી નમ્રતા, વિવેકશીલતા અને તાર્કિકતાથી રજૂ કરે કે સૌ કોઈ તેનો સ્વીકાર કરી લે, કોઈને જરાય માઠું લાગે નહિ એવું તેમનું કૌશલ હતું-એવી તેમની વ્યક્તિતા હતી. તેઓ નિષ્પક્ષ અને ન્યાયપરાયણ હતા. કોઈની કશી ખોટી લાગવગને તેઓ કદી વશ ન થતા. ક્યારેક અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટમાં ગુજરાતીના અધ્યાપકની પસંદગી માટેની તજજ્ઞ સમિતિના સભ્યો તરીકે પણ સાથે થઈ જતા. એવી એક વેળાએ અમારી સાથે ત્રીજા તજજ્ઞ તરીકે એક બુઝુર્ગ વિદ્વાન નિમાયેલા. તેઓ ઉમેદવારોના ઈન્ટરવ્યુ' પહેલાં જ એક ઉમેદવારની આગ્રહપૂર્વક ભલામણ કરવા લાગેલા. રમણભાઈને તે ઠીક નહોતું લાગ્યું. તેમણે તુરત જ મારું એ તરફ લક્ષ દોરી કહેલું; જો એ ઉમેદવાર અધ્યાપક તરીકેની પાત્રતા ધરાવતો હોય તો તેની પસંદગી જરૂર કરજો. પરંતુ જો એ પદ માટેની લાયકાત ન ધરાવતો હોય તો તેની અવગણના કરશો. રમણભાઈને એ બુઝુર્ગ તજજ્ઞ પ્રતિ સ્નેહાદર ભાવ હતો, પરંતુ તેમની અનિષ્ટ પ્રવૃત્તિના તેઓ વિરોધી હતા. અમે યુનિવર્સિટીની અમારી કામગીરી પતાવી સાંજે રાજકોટમાં ફરવા નીકળતા. રમણભાઈને ફરવાનું ગમે. મને પણ ફરવાનો શોખ, એટલે અમારું પરિભ્રમણ લાંબું ચાલે. દરમિયાન માર્ગમાં કોઈ જૈનમંદિર કે ઉપાશ્રય આવે તો મને કહેઃ “તમે થોડીવાર અહીં ઊભા રહી મારી વાટ જોજો. હું તીર્થકર ભગવાનને વંદના કરી આવું.” હું જેને નહિ, તેથી તેઓ મને સાથે આવવાનો આગ્રહ ન કરે. પરંતુ હું તેમની સાથે મંદિરમાં જવાની ઈચ્છા દર્શાવું તો તેઓ પ્રસન્નતાપૂર્વક મને મંદિરમાં સાથે લઈ જાય. તેઓ તીર્થકર ભગવાનની મૂર્તિ સામે શ્રદ્ધાપૂર્વક હાથ જોડી, આંખો મીંચી, નવકારમંત્ર બોલતા સ્થિર ઊભા રહે. મને તો મંત્ર-પ્રાર્થના એવું કશું આવડે નહિ તેથી હું તેમની પડખે હાથ જોડી મૂંગો મંગો ઊભો રહું અને તેમનો ભાવવિભોર ચહેરો એકાગ્રતાથી જોયા કરું. હું ઝાઝો શ્રદ્ધાળુ નહિ, પણ તેમની ગાઢ શ્રદ્ધા જોઈ મનમાં આનંદ અને આશ્ચર્ય અનુભવું. રમણભાઈના જીવનમાં ધર્મનું અદકેરું સ્થાન હતું એમ નહિ પણ તેમનું સમગ્ર જીવન ધર્મમય હતું એવું મને હંમેશાં લાગ્યા કરતું. વલ્લભવિદ્યાનગરમાં પણ Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨ ૩૫ નવરાશ મળતાં તેઓ દશેક કિલોમીટર દૂર, અગાસ ગામ પાસે આવેલ પ્રખ્યાત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં દર્શનાર્થે જવાની ઈચ્છા દર્શાવતા. એ રીતે હું તેમની સાથે બે વાર આશ્રમમાં ગયો હતો. ત્યાં પણ મેં જોયેલું કે તેઓ શ્રીમદ્ રાજચંદ્રની છબી સામે અને તીર્થકર ભગવાનની મૂર્તિ સમક્ષ ભાવવિભોર બની ભક્તિ-ચિંતન-મનનમાં ઊંડા ઊતરી જતા. રમણભાઈ પ્રવાસવર્ણનો સાક્ષાત્કારક, સુરેખ અને રસળતાં લખે. જગતના તમામ ખંડો અને દેશોનો તેમણે વિવિધ નિમિત્તે પ્રવાસ કરેલો. તેમનું આવું સરસ– આ લાદક નિરૂપણ “પાસપોર્ટની પાંખે”, “પાસપોર્ટની પાંખે-ઉત્તરાલેખન' અને “પાસપોર્ટની પાંખે-ભાગ-૩માં થયું છે. મને સાહિત્યની જેમ ઈતિહાસ-ભૂગોળમાં પણ ઘણો રસ તે રમણભાઈ જાણે. તેથી તેઓ તેમના લેખોની “ઓફ પ્રિન્ટસ” મોકલી મને વિનંતી કરે: તેમાં કશી ભૌગોલિક વિગતની ક્ષતિ જણાય તો તે સુધારશો અથવા મને તેની જાણ કરશો. હું લખાણમાં તદનુસાર ફેરફાર કરી લઈશ. મેં એવી થોડીક ક્ષતિઓ તેમને દર્શાવેલી. તેમણે તે પ્રમાણે પુસ્તકોની નવી આવૃત્તિમાં સુધારા કરી લીધેલા. પાસપોર્ટની પાંખે ભાગ-૩'ના સમગ્ર લેખોની પૂરી “મેન્યુસ્ક્રિપ્ટ' તેમણે મને મોકલેલી અને જણાવેલું કે તમે તેને તપાસી-ચકાસી જશો, અને જરૂરી લાગે ત્યાં સુધારા કરશો યા ફેરફાર સૂચવશો. મેં તેમની સૂચના અનુસાર કેટલાક સુધારા સૂચવેલા. તેમણે તેનો સ્વીકાર કરેલો. મને તેમની નમ્રતા, ખેલદિલી અને નવું શીખવાની તત્પરતાનો તેમાં અનુભવ થયેલો. તેમણે “પાસપોર્ટની પાંખે–ભાગ ૩' ની પ્રસ્તાવના લખવાનો મને આગ્રહ કરેલો; અને મેં-પ્રસ્તાવના લખવાનો અણગમો છતાં-પ્રસન્નતાપૂર્વક તેની પ્રસ્તાવના લખેલી. આજે રમણભાઈ નથી ત્યારે તેમના આ બધા સંસ્મરણો ચિત્તમાં ઊભરાય છે. તે આનંદ આપે છે અને અવસાદ પણ પ્રેરે છે કે હવે આ વિભૂતિ સાથે વિચારોની આપ લે કરવાનો, અંતરંગ વાતો કરવાનો અને હરવા-ફરવાનો યોગ જીવનમાં ક્યારેય સાંપડવાનો નથી. આ દુઃખદાયક પ્રતીતિનો આઘાત જીરવવો ઘણો મુશ્કેલ છે. પરંતુ તેનો કોઈ ઉપાય નથી. * * * Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૬ શત ઉપાસક રમણભાઈ શીલભદ્ર સારસ્વત : રમણલાલ શાહ D ડૉ. બળવંત જાની ડૉ. રમણભાઈ શાહને હું “રમણભાઈ”થી સંબોધતો. અહીં રાજકોટમાં એમ.એ.માં અભ્યાસ કરતો ત્યારે એમનું વ્યાખ્યાન ભવનમાં યોજાયેલું. એમને પ્રથમ જોવાનો-સાંભળવાનો એ સમય ઈ.સ.૧૯૭૬. એમ.એ. પછી હું ડૉ. ઈશ્વરલાલ ર. દવેના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. પદવી માટે સંશોધનારત થયેલો. ત્યારથી લગભગ વર્ષમાં એકાદ વખત કોઈને કોઈ વિદ્યાકાર્ય માટે રમણભાઈ જ્યારે પણ રાજકોટ આવ્યા હોય ત્યારે એમને એરપોર્ટ લેવા જવાનું અને રાજકોટમાં એમની સાથે જયમલ્લ પરમાર કે ઉપેન્દ્રભાઈને ઘેર જવાનું મારે થતું. મુંબઈ પહોંચ્યા પછીના ઈશ્વરભાઈને લખેલા પત્રમાં પણ મારી યાદી હોય, મારા સેવાકાર્યનો સુંદર પ્રતિભાવ પણ હોય. ખભે તિબેટનો હેન્ડલૂમનો થેલો, અર્ધી બાયનું લાઈટ કલરનું શર્ટ, ડાર્ક કલરનું પેન્ટ, ધીમી અને શાંત ચાલ. ચશ્માંના સ્વચ્છ કાચની પાછળથી આપણા ગુણો શોધતી અને વાત્સલ્યભાવ વરસાવતી દૃષ્ટિ. રમણભાઈનું આ વ્યક્તિત્વ આજ સુધી અકબંધ રહ્યું. ત્રણેક દાયકા એકધારું અમને મળવાનું બનતું રહ્યું. ઈ.સ.૧૯૮૦માં મારા લગ્ન પછીના સમયે તેઓને રાજકોટ આવવાનું થયેલું. મારે ઘેર ભોજન માટેનું નિમંત્રણ ભારે ભાવથી સ્વીકાર્યું. મને ને ઊર્મિલાને આશીર્વાદ સાથે હસ્તાક્ષરવાળું પુસ્તક આપ્યું. ખૂબ નિરાંતે બેઠેલા. મારો ગામડાનો સંદર્ભ, દાદાજીનો પરિચય એમને ખૂબ ગમેલું. પછીનાં વર્ષોમાં પુનઃ આવેલા ત્યારે મને કહે હવે પછીના અમારા જૈન સાહિત્યના સમારોહમાં આવો. સુરત યોજાવાનો છે. એ સમયે હું ભરતેશ્વર બાહુબલીની રાસકૃતિ વિષયે સંશોધન કરતો હતો. સુરતના સમારોહથી ડૉ. ધનવંતભાઈ, પન્નાલાલ શાહ, ગુલાબ દેઢિયા એ બધા મિત્રો સાથે ભારે નિકટથી મૈત્રી સધાઈ. જૈન સાહિત્યના સમારોહમાં લગભગ એક દાયકા સુધી તો નિયમિત જવાતું રહ્યું. રમણભાઈની અને ડૉ. તારાબહેનની વિદ્વત્તા, સંચાલન કૌશલ્યનો આ કારણે નિકટથી પરિચય થયો. મારો જૈન સાહિત્યનો સ્વાધ્યાય પણ પછીથી વધ્યો-વિકસ્યો એમાં રમણભાઈનો સાથ સહકાર આજ સુધી રહ્યો. પર્યુષણ વ્યાખ્યાનમાળા હોય, Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૩૭ વિદેશ જવાનું હોય કે મુંબઈમાં કંઈ સંશોધનની સામગ્રીના અભ્યાસ માટે જવાનું હોય તેઓ પ્રથમથી મારા રહેઠાણની અને બીજી સુવિધામાં સતત મદદરૂપ રહેતા. મહાવીર જૈન વિદ્યાલયની એ બધી મુલાકાતો પણ હૃદયમાં અકબંધ રહેવાની. ભારે પ્રેમાળ, ભારે ખેવના રાખવાવાળા અને ખૂબ જ ચીવટવાળા. એમનું કોઈ પણ પુસ્તક નવું પ્રકાશિત થયું હોય અને મને ન મોકલ્યું હોય એવું બન્યું નથી. એમનાં પુસ્તકો મળે એટલે નિરાંતે વાંચ્યા ન હોય એવું મારા પક્ષે પણ બન્યું નથી. એ બધાં પ્રકાશનોને આધારે કહી શકું કે ગુજરાતી સાહિત્યમાં તેઓ વિવેચક, સંશોધક, સંપાદક અને પ્રવાસવૃત્તમૂલક નિબંધો અને ચરિત્ર નિબંધોના રચિયતા તરીકે જાણીતા રહેશે, એમનું એ ક્ષેત્રે પાયાનું અને બહુમૂલ્ય પ્રદાન ગણાશે. તેમણે જૈન તત્ત્વદર્શનની પરિભાષાને વિગતે સમજાવતા તત્ત્વદર્શનમૂલક નિબંધો અને જૈન ધર્મપુરુષોના જીવનવૃત્તને મૂલવતા સંસ્કૃતિચરિત્રોના નિબંધો રચ્યા છે તે આપણે ત્યાં આનંદશંકર અને મણિલાલ પછીનું ગુજરાતી સાહિત્યનું મહત્ત્વનું પ્રદાન ગણાશે. અહીં એમના વાડ્મયના આ ત્રણેય પાસાંનો પરિચય કરાવવાનો ઉપક્રમ છે. ચીમનલાલ ચકુભાઈ શાહ અને પરમાનંદ કાપડિયાનો સહવાસ તેમને જૈન યુવક સંઘની પ્રવૃત્તિમાં જુદી રીતે દોરી ગયો. તેમણે જોયું કે સ૨ળ રસળતી ભાષામાં સ્પષ્ટ અને સુરેખ સમજણ મૂકવી અનિવાર્ય છે. વિદેશમાં જૈન-અર્જુન સૌ કોઈ માટે એમની સામગ્રી ભારે ઉપયોગી અને પથદર્શક સાબિત થઈ છે. (૧) જૈન તત્ત્વદર્શનમૂલક અને ચરિત્ર નિબંધો મારી દષ્ટિએ ‘જિનતત્ત્વ ભાગ ૧ થી ૮’ના પચાસેક લેખો જૈન તત્ત્વદર્શનને અત્યંત અધિકૃત રીતે સમજાવતા ગ્રંથો છે. જૈન દર્શન-ચિંતનની મહત્ત્વની પરિભાષાઓનો એમણે તંતોતંત અભ્યાસ કર્યો જણાય છે. વિવિધ ફિરકાઓની માન્યતાઓને પણ સ્વીકારે છે. મૂળ સૂત્રને શોધીને થયેલાં અર્થઘટનોનો ઈતિહાસ પણ આપે છે. વિવિધ ગ્રંથોમાંથી પ્રાપ્ત સમજણને માત્ર મૂકી દેવાનું તેમનું વલણ નથી પરંતુ અનેક સાધુ ભગવંતોની પાસેથી સાંભળેલું શ્રુતજ્ઞાન પણ તેઓ પ્રસ્તુત કરે છે. એમ લાગે છે કે આ પરિભાષાઓને તેઓ ભણ્યા છે અને પછી આપણને શબ્દના માધ્યમથી ભણાવે છે. ‘જૈન દૃષ્ટિએ તપશ્ચર્યા’માં તપની વિભાવનાને તેમણે ભારે સરળ અને રસળતી શૈલીમાં સમજાવી છે. ‘સ્વાધ્યાય’, ‘લાંછન', ‘કાઉસગ્ગ’, ‘સંલેખના’, Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રત ઉપાસક રમણભાઈ “જાતિસ્મરણ જ્ઞાન', “અવધિજ્ઞાન' જેવી પરિભાષાઓની વિશદ સમજણ તેમણે નિબંધના માધ્યમથી ન મૂકી હોત તો કદાચ ગુજરાતી અભ્યાસીઓ આ તત્ત્વદર્શનના ભાવવિશ્વથી અપરિચિત રહેત. તેમના નિબંધોનું મૂલ્ય અશેષ નિરૂપણશૈલીને કારણે પણ વિશેષ છે. પરંપરામાં પ્રચલિત બધું ક્રમશઃ મૂકવાનું તેમનું વલણ તેમના વિશદ, વિપુલ સ્વાધ્યાયનું પરિચાયક છે. ભારતીય સંસ્કૃતિનાં શાશ્વત મૂલ્યો અહીં કેવા દઢ અને તીવ્ર રીતે જળવાઈ રહ્યા છે એનો પરિચય પણ આ નિમિત્તે થાય છે. મૂળ શ્લોકને ઉદ્ધત કરવા, એનો અનુવાદ મૂકવો અને પછી પ્રચલિત અર્થઘટન બાદ પોતાનો અભિપ્રાય પણ મૂકવાની તેમની રીત એમના અંગત વ્યક્તિત્વની સમીપ આપણને મૂકી દે છે. દેશ-વિદેશનો પ્રવાસ, સમાજનું નિરીક્ષણ, વિપુલ વાંચન અને મનનનો લાભ આ નિબંધોને મળ્યો છે. જિનતત્ત્વ'ની નિબંધસૃષ્ટિ, જૈન ચિંતન-તત્ત્વદર્શનની સમૃદ્ધિ અને વ્યાપકતાનો રસળતી શૈલીમાં વિગતે પરિચય કરાવતી હોઈને આ નિબંધો ખૂબ મહત્ત્વના છે. જૈનધર્મ' નામની એમની પુસ્તિકા તો ખૂબ જ લોકપ્રિય થઈ. “અધ્યાત્મ સાર' ભાગ-૧, ૨, ૩ પણ એમનું છેલ્લાં વર્ષોનું ભારે મહત્ત્વનું પ્રદાન છે. તિવિહેણ વંદામિ'માં નિરૂપાયેલા સાધુ ભગવંતોનાં દશ ચરિત્રો અને પ્રભાવક સ્થવિરો' ભાગ ૧ થી ૫ માં નિરૂપાયેલા સાધુ ભગવંતોનાં સત્તરેક જૈન મુનિઓના જીવનવૃત્તાંત માત્ર નથી પણ એમની જેન પરંપરાગત તપશ્ચર્યા, સમાજને સમાર્ગે વાળવાની સદાચારી બનાવવા માટેની સફળ મથામણ અને અધ્યાત્મભાવની સિદ્ધિ પ્રાપ્તિનો દસ્તાવેજ છે. આવા મુનિ મહારાજોનું વિશિષ્ટ અને વિવિધ પ્રકારનું પ્રદાન આ નિમિત્તે સચવાયું અને જૈન ધર્મસંતોના પાવન પ્રસંગો આપણી પાસે ઉદાહરણ રૂપે રહેશે. બુટેરાયજી મહારાજ, સાગરજી મહારાજ, વિજયધર્મસૂરિ, અજરામર સ્વામી, આત્મારામજી મહારાજ, મુનિપૂણ્યવિજયજી, મૃગાવતીજી, લીલાવંતીજી, કુંદકુંદસૂરિજી આદિ સાધુ ચરિત્રોના જીવનની વિગતો, વિહારની વિગતો અને એમણે કરેલા પ્રદાનની પ્રમાણભૂત વિગતોને આધારે કરેલું ગુણસંકીર્તન જૈન તત્ત્વનું પરિચાયક છે. એમણે વિગતે રચેલાં જેનચરિત્રોમાં હેમચંદ્રાચાર્ય, શેઠ મોતીશાહ, ઉપાધ્યાય યશોવિજયજી અને શ્રી મોહનલાલજી મહારાજ પણ એમના ઊંડા ઉમદા સ્વાધ્યાયના સુફળ છે. જિનતત્ત્વ દર્શન અને જિન સંતો વિષયક તેમનું આ સાહિત્ય તેમણે ન રચ્યું Page #291 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૨ ૩૯ હોત તો આ ભાવવિશ્વ ગુજરાતી અભ્યાસીઓથી અજાણ્યું અને અપરિચિત જ રહેત. રમણભાઈએ આમ પોતીકી સૂઝથી પ્રાપ્ત જ્ઞાનને ગુજરાતી નિબંધના માધ્યમથી મૂકીને એક અનોખી ભાવસૃષ્ટિનું નિર્માણ કર્યું. તેમનું આ આગવું પ્રદાન અને એમના વિરલ વ્યક્તિત્વનું દ્યોતક લાગે છે. જૈનચરિત્ર અને તત્ત્વદર્શનમૂલક સાહિત્ય મને એમના પ્રદાનમાં વિશેષ મહત્ત્વનું એટલે જણાયું છે કે એમાં એમની નિજી-પોતીકી મુદ્રા છે. તેઓ દ્વારા જ થઈ શકે એવું કાર્ય એમણે કર્યું છે જે ગુજરાતી સાહિત્ય પરંપરામાં એમનું આગવું પ્રદાન બની રહેશે. (૨) જૈનસાહિત્ય મૂલ્યાંકન-સંશોધન ગ્રંથો ગુજરાતીના ઉત્તમ અધ્યાપકોની માફક તેમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે પણ ભારે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. પ્રારંભથી જ એમનું વલણ જૈન સાહિત્ય પરંપરાથી અભિષિત કરાવવાનું રહ્યું જણાય છે. નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય' નામની પરિચયપુસ્તિકામાં તેમણે નરસિંહ પૂર્વેની જનસાહિત્યની સમૃદ્ધ પરંપરાનો પરિચય કરાવ્યો છે. વિવિધ સાહિત્યસ્વરૂપોમાં આ ધારા કેવી રીતે વહી છે એનો ભારે પ્રમાણભૂત પરિચય એ પુસ્તિકામાં સમાવિષ્ટ છે. પડિલેહા” અને “ક્રિતિકા' જેવા વિવેચનસંગ્રહો પણ બહુધા જૈનસાહિત્ય સૃષ્ટિને મૂલવતા લેખોનાં સંચયો છે. “ક્રિતિકા'માં તો દયારામનાં આખ્યાનો સિવાયના તમામ લેખો જૈનસાહિત્ય સંદર્ભે જ છે, “સમયસુંદર'માં એક મહત્ત્વના જૈન સર્જકનાં પ્રદાનનું મૂલ્યાંકન છે. નળદમયંતીની કથાનો વિકાસ' એ તેમનો પીએચ.ડી. પદવી માટે તૈયાર કરાયેલો મહાનિબંધ એમની સંશોધન દષ્ટિનો પરિચાયક છે. જૈનસાહિત્ય પરંપરામાં રચાયેલ નળદમયંતી કથાનકની કૃતિઓનો વિશદ સ્વાધ્યાય અને તુલનાત્મક અધ્યયન મધ્યકાલીન ગુજરાતી સંશોધન-મૂલ્યાંકનમાં નોખી ભાત પડે છે. સામગ્રીનું એકત્રીકરણ, ચયન અને મૂલ્યાંકનમાંથી એક આદર્શ સંશોધકની મુદ્રા આપણી સમક્ષ રચાય છે. સંશોધનનિબંધ પછી એ વિષયે એમની સંશોધનસંપાદન યાત્રા અવિરત ચાલુ રહી. પરિણામે આપણને સમયસુંદર કૃત “નલદવદંતી રાસ' ઋષિવર્ધનસૂરિ કૃત “નલરાય દવદંતીચરિત્ર અને વિજયશેખર કૃત નલદવદંતીપ્રબંધ' જેવાં સંશોધન-વિવેચનમૂલક પ્રાચીન હસ્તપ્રત આધારિત સંપાદનો પણ પ્રાપ્ત થયા છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ યશોવિજય કૃત ‘જંબુસ્વામીરાસ' તેમનું ભારે શાસ્ત્રીય અને અધિકૃત ગણી શકાય એવું સંશોધનમૂલક સંપાદન છે. જૈન પરંપરાના ખૂબ જ સુખ્યાત કથાનકને આલેખતી કૃતિની પ્રાચીન હસ્તપ્રતોને મેળવીને પાઠ નિયત કરીને સંપાદિત કરેલ ગ્રંથે એમની ઊંડી સંશોધન નિસબતનો પરિચય કરાવેલ છે. આવા જ બીજા બેએક સંશોધન-સંપાદનોમાં ગુણવિજય કૃત ‘ધન્નાશાલિભદ્ર ચોપાઈ' અને ઉદ્યોતનસૂરિ કૃત ‘કુવલયામાલા’ને પણ ગણાવી શકાય. દેશ-વિદેશમાંથી હસ્તપ્રતો મેળવવી, પાઠ નિયત કરવો, અર્થઘટન-મૂલ્યાંકન અને કવિનું ચરિત્ર તૈયાર કરવું-આ બધું ભારે ચીવટ, ખંત અને ધીરજથી એક મોટા ગજાના સંશોધકની હેસિયતથી તેઓ કરે છે. ૨૪૦ તેમનાં અન્ય સંશોધનોમાં સમયસુંદર કૃત ‘મૃગાવતી ચરિત્ર ચોપાઈ’ અને જ્ઞાનસાગર તથા ક્ષમાકલ્યાણની બે લઘુ રાસકૃતિઓ પણ મહત્ત્વની છે. જૈન સાહિત્ય પરંપરામાં વિવિધ સ્વરૂપો, વિષયસામગ્રી કેવી રીતે દૃષ્ટિગોચર થાય છે એનો સુંદર પરિચય અત્યંત અધિકૃત રીતે તેમની પાસેથી આવાં સંશોધનમૂલક સંપાદનો દ્વારા પ્રાપ્ત થાય છે. તેઓ આજીવન સંશોધક રહ્યા. છેલ્લે-છેલ્લે તો તદ્ન નિવૃત્તિ પછી પણ ‘જૈન ગૂર્જર ફાગુસાહિત્ય' વિષયનું સંશોધન અવિરતપણે ચાલુ રાખ્યું. ૧૩૨ જેટલા ગુજરાતી ફાગુઓના તેમના સ્વાધ્યાયના સુફળરૂપે પ્રાપ્ત ગ્રંથ તેમની શોધનિષ્ઠાનો ખરો પરિચય કરાવે છે. તેમણે પ્રારંભે ફાગુના સ્વરૂપ અને વિકાસ રેખાનો પરિચય કરાવીને પછી નેમિનાથ વિષયક પચાસ ફાગુઓનું વિવેચન મૂલ્યાંકન રજૂ કર્યું છે. એ પછી સ્ફુલિભદ્ર વિષયક ફાગુઓને એ પછી વસંત, શૃંગાર, તીર્થ, તીર્થંકરો, ગુરુભગવંતો અને વ્યક્તિ-વિભૂતિ વિષયક ફાગુ રચનાઓનો પરિચય મૂક્યો છે. ઉપરાંત અધ્યાત્મના વિવિધ વિષયોના, વૈષ્ણવ પરંપરાના, લોકકથાના અને સંસ્કૃતમાં તથા પ્રકીર્ણ રૂપે પ્રાપ્ત ફાગુઓનો પરિચય પણ મૂક્યો છે. આમ, વિષયનું સૂઝપૂર્વકનું વિભાજન અને મૂલ્યાંકન આ ફાગુ વિષયક બૃહદ્ગ્રંથની વિશિષ્ટતા છે. માત્ર ને માત્ર નરી સંશોધન પ્રકૃતિનો ખરો પરિચય કરાવતો ‘જૈન ગૂર્જર ફાગુસાહિત્ય' ગ્રંથ ગુજરાતી સંશોધન સાહિત્યમાં આગવું સ્થાન પ્રાપ્ત કરશે. ‘જૈન લગ્નવિધિ’ અને ‘વીરપ્રભુનાં વચનો’ પણ એમની જેનજ્ઞાન પરંપરાનો Page #293 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક રમણભાઈ ૨૪૧ પરિચય કરાવતા ગ્રંથો છે. “જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધોના સંપાદનો પણ મહત્ત્વના છે. ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન', ૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય' અને બુગાકુસુમિ'માં અર્વાચીન ગુજરાતી સાહિત્યનું વિવેચન-મૂલ્યાંકન છે. પણ સવિશેષ તો તેમણે જેન સાહિત્ય વિષયે જ સ્વાધ્યાય અને સંશોધન પ્રસ્તુત કર્યું. મુનિ જિનવિજય, ભોગીલાલ સાંડેસરાની માફક મોટેભાગે જૈન સાહિત્ય પરંપરાને જ અભ્યાસનો વિષય બનાવીને તેમણે કરેલું સંશોધન એમને જૈન સાહિત્યના અધિકૃત અભ્યાસી સંશોધકના સ્થાન-માન અપાવે છે. (૩) ચરિત્રનિબંધો, વિચારપ્રધાન નિબંધો અને પ્રવાસવૃત્ત: વંદનીય હૃદયસ્પર્શ” ભાગ-૧, ૨, ૩માં સંગ્રહિત ચાલીસેક જેટલા ચરિત્રનિબંધો બહુધા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરી ગયેલા સર્જકો સાથેના નિકટના પરિચય સંસ્મરણોને કારણે ચરિત્રની અનોખી-આગવી ક્યારેક તો આપણાથી સાવ અપરિચિત વિગતોથી આપણને અભિજ્ઞિત કરાવતા હોઈ ભારે મૂલ્યવાન છે. એમનું સાહિત્ય ક્ષેત્રનું પરિચિત વર્તુળ કેવું વ્યાપક છે અને વૈવિધ્યપૂર્ણ છે એનો પરિચય અહીંથી થાય છે. મેડમ સોફિયા વાડિયા નિમિત્તે પી.ઈ.એન. જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાનો પરિચય મળી રહે છે. હીરાબહેન પાઠક, ચંદ્રવદન # મહેતા આદિ સાથેના એમના નિકટના પારિવારિક સંબંધોનો પણ પરિચય મળે બેરરથી બ્રિગેડિયરમાં એન.સી.સી. પ્રવૃત્તિને કારણે પરિચયમાં આવેલા, સામાન્યથી અસામાન્ય વ્યક્તિત્વને આલેખતા ચરિત્રનિબંધો છે. એમાંથી એક છેડેથી ચરિત્રનું વ્યક્તિત્વ, બીજે છેડેથી રમણભાઈનું એક જુદું વ્યક્તિત્વ પ્રગટે છે. કઠણ અને ભારે પરિશ્રમવાળી આવી શિસ્તબદ્ધ તાલીમની કેમ્પની ભાવસૃષ્ટિ આપણી સમક્ષ તાદશ થાય છે. માનવતા, કરુણા અને મૂલ્યના ભાવ આવાં ચરિત્રોમાં પણ કેવી રીતે પ્રગટતા હોય છે એનાં દૃષ્ટાંતો આપણાં હૃદયને સ્પર્શી જાય છે. “સાંપ્રત સહચિંતન' ભાગ-૧ થી ૧૪માં વિચાઅધાન નિબંધો સંગ્રહિત છે. વિવિધ વિષયે એમનું વિચારજગત કેટલું ઊંડાણથી વિચારે છે એનો પરિચય કરાવતા આ નિબંધો વિષયનો ક્રમશઃ વિકાસ, દૃષ્ટાંત પ્રસંગોનું નિરૂપણ અને રસળતી શૈલીને કારણે પણ મહત્ત્વ ધારણ કરે છે. “કરચોરી', “કૂતરાઓની Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્વત ઉપાસક રમણભાઈ સમસ્યા”, “પશુ પંખીઓની નિકાસ”, “પાશવી રમત બોક્સિંગ', “નિઃસંતાનવ', ગાંડી ગાય” અને “પુત્રભૂતિ' જેવા નિબંધોમાં એમનું જૈન વ્યક્તિત્વ પડઘાય છે. આ નિમિત્તે સમાજમાં પ્રસરેલ અને ચલણી બની ગયેલ વિગત સામેનું ચિંતન રજૂ કરીને આપણા વિચારજગતને સંસ્કારે છે. સમકાલીન વૈશ્વિક પ્રશ્નો, રાજકારણનો પ્રભાવ અને પશ્ચિમી મૂલ્યોથી દૂષિત સમાજજીવન જેવા સમાજની આંખ ઉઘાડનારા સાંપ્રત પ્રશ્નોને પણ તેઓ અહીં નિબંધ માટે ખપમાં લેતા જણાય છે. સાથે-સાથે વર્તમાન સમયમાં આદર્શ ઉદાહરણરૂપ-દિશાદર્શનરૂપ વ્યક્તિ કે સંસ્થાને વિષય બનાવીને લખાયેલા વિચારપ્રધાન નિબંધો તેમના હકારાત્મક અભિગમનું ઉદાહરણ છે. તેમના ચરિત્રાત્મક અને વિચારપ્રધાન નિબંધો આમ ગુજરાતી નિબંધમાં એની આગવી વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપને કારણે ચિરસ્મરણીય બની રહેશે. નિબંધોના સર્જન ઉપરાંત તેમના પ્રવાસમૂલક સાહિત્યનો પણ ઓછો મહિમા નથી. “ઉત્તરધ્રુવની શોધ સફર” અને “એવરેસ્ટનું આરોહણ' ભૌગોલિક માહિતીને આધારે રસપ્રદ રીતે સ્થળનું આલેખન કરાવતા પરિચય ગ્રંથો છે. અહીંથી એમનો સ્થળવિષય ઊંડો અભ્યાસ અને વર્ણન નિમિત્તે સ્થાનને પ્રત્યક્ષ કરાવવાની શૈલીનો સુંદર પરિચય પ્રાપ્ત થાય છે. “રાણકપુર તીર્થ', “ઓસ્ટ્રેલિયા', “ન્યૂઝીલેન્ડ' જેવા ગ્રંથો પણ એમની અભ્યાસનિષ્ઠા અને અનુભવ પ્રસાદીના સુફળ છે. પ્રદેશે જય-વિજયના', “પાસપોર્ટની પાંખે” અને “પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન', “પાસપોર્ટની પાંખે ભાગ-૩' ગ્રંથો એમના પ્રવાસનિબંધોના સંગ્રહો છે. વિવિધ સ્થળે થયેલા મર્મપૂર્ણ અનુભવો, સ્થળની ઉત્કૃષ્ટ અને હૃદયસ્પર્શી વિગત એમની નજરે ચડી હોય તે આ નિબંધોની વિષયસામગ્રી બની રહે છે. આવા બધા કારણે મેં ખૂબ જ વિગતે એમનું મૂલ્યાંકન પણ કર્યું છે. રાહુલ સાંકૃત્યાયન” તથા “ભારતીય રાષ્ટ્રીય સંસ્કૃતિ' નામના એમના અનુવાદો પણ ખૂબ જ અધિકૃત મનાયા છે અને અભ્યાસીઓના અભ્યાસનો વિષય બન્યા છે. સાહિત્ય અકાદમી-દિલ્હી અને નેશનલ બુક ટ્રસ્ટના આશ્રયે તેમણે કરેલું આ વિદ્યાકાર્ય પણ એમના સાહિત્યલેખનનું એક વિશિષ્ટ પાસું છે. એમણ કરેલ સરસ્વતીચંદ્ર જેવી મહાનવલનો સંક્ષેપ, એમનો અન્યના સહયોગમાં સંપાદન-પ્રકાશન યજ્ઞ પણ આપણા અભ્યાસનો વિષય બને એ પ્રકારનો છે. એમનાં સર્જનાત્મક લખાણમાંથી પસાર થતાં એમની પ્રશિષ્ટ રુચિ, સાહિત્યની Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૪૩ વિભાવના અને સમાજ સાથેની નિસબતનો પરિચય મળે છે. એમનું દર્શન અને ચિંતન, સંશોધન અને વિવેચન તથા સર્જન અને વૃત્તલેખન એમ ત્રિવિધ રૂપનું પ્રકાશનકાર્ય એક નખશીખ ભારતીય વિચાર અને શીલભદ્ર સારસ્વતની વ્યક્તિમત્તા પ્રગટાવે છે. આપણે આવા એક પૂરા પ્રામાણિક અને સંનિષ્ઠ વિચારકસર્જકના સમકાલીન હોવાનું ગૌરવ લઈ શકીએ એવા ‘રમણભાઈ’નું વ્યક્તિત્વ અને વાઙમય હંમેશાં આપણા આસ્વાદ અને અભ્યાસનો વિષય બની રહેશે. પૂર્વકુલપતિ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ચેરમેન : એન.સી.ટી.ઈ., પશ્ચિમ ક્ષેત્ર, ભોપાલ અધ્યક્ષ અને પ્રાધ્યાપક : ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, સૌ૨ાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. મો. ૯૪૨૬૯૬૮૩૬૭ શ્રી આત્માનંદ જૈન સભા, મુંબઈ લખે છે... સદ્ગત શ્રીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેરું યોગદાન આપેલ છે. તેઓશ્રીએ જૈન સાહિત્ય ૫૨ અનેક લેખો-પુસ્તકો લખેલ છે. તે દ્વારા જૈન સાહિત્યની પ્રવૃતિને અને૨ો વેગ આપેલ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થી તરીકે સંસ્થાનું ઋણ અદા કરવા સંસ્થાની પ્રગતિમાં તન-મન-ધનનો અપ્રતિમ પ્રેરણાત્મક ફાળો આપેલ છે. તેમજ સંસ્થા તરફથી અલગ અલગ સ્થળે ૧૭ જેટલા જૈન સાહિત્ય સમારોહના આયોજનના સફળ સંવાહક તરીકે મહાવીર વિદ્યાલયને દેશભરમાં ખ્યાતિ અપાવેલ છે. તેમ જ તેમના પિતાશ્રી-માતૃશ્રીની સ્મૃતિમાં મહાવીર વિદ્યાલયને રૂા.૪ લાખ જેટલી માતબર રકમનું દાન આપી વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ સુવર્ણ અને રોપ્ય ચંદ્રક આપવાની યોજના બનાવી. જૈન સાહિત્ય તથા મહાવીર વિદ્યાલય પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી તેમ જ ઋણ અદા કરેલ છે. દામજી કે. છેડા શ્રી આત્માનંદ જૈન સભા, મુંબઈ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪૪ શ્વત ઉપાસક રમણભાઈ શાતાદાયી હૃદયસ્પર્શ |શ્રી કાન્તિભાઈ બી. શાહ સૌના આદરણીય શ્રી રમણભાઈની ચિરવિદાયથી જાણે કે વડીલ સ્વજનની શીતળ છત્રછાયા ગુમાવ્યાની લાગણી થાય છે. રમણભાઈની સાથે આત્મીયતાના તંત સાથે જોડાયેલા અસંખ્ય સ્નેહીઓ-સંબંધીઓ-મિત્રોની વ્યાપક વર્તળની પણ આ જ હૃદય-સંવેદના હશે. એમના વ્યક્તિત્વમાં એવું કોઈ અકળ શાતાદાયી સત્ત્વ હતું જેને લઈને પ્રથમ પરિચયથી જ રમણભાઈ સૌને પોતાના લાગવા માંડતા. એમના સાનિધ્યમાં હંમેશાં હૂંફાળી નિશ્ચિતતા અનુભવાતી. રમણભાઈ “આ હતા.. આ હતા' એમ કહેવા જતાં સહેજે પ્રશ્ન થાય કે રમણભાઈ શું ન હતા? સાહિત્યસર્જક-સંશોધક-સંપાદક-વિવેચક-જૈન તત્ત્વદર્શનના અભ્યાસી- તંત્રી - વિશ્વયાત્રી- યુનિવર્સિટી-પ્રાધ્યાપક - મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ - પર્યુષણ વ્યાખ્યાનમાળાથી માંડી અનેક પરિસંવાદોના કુશળ સંયોજક – જૈન સાહિત્ય સમારોહના પ્રાણ – પીએચ.ડી. કરતા અનેક શિષ્યો (ઘણા સાધ્વીજી મ. સહિત)ના માર્ગદર્શક - પ્રતિવર્ષ સંઘના ઉપક્રમે સેવાભાવી સંસ્થાને થતા દાનાર્પણ જેવા સુકૃતના સહભાગી અને પ્રેરણાસ્ત્રોતઃ રમણભાઈ આ બધું તો હતા જ પણ નવાઈ ત્યારે લાગે કે એ જ રમણભાઈ લશ્કરી તાલીમ લઈને મેજર પણ થયેલા અને એ જ રમણભાઈએ જૈન લગ્નવિધિની પુસ્તિકા પણ લખેલી. આમ તેઓ સાહિત્ય-શિક્ષણ-ધર્મ-સમાજ અને માનવસેવાના ક્ષેત્રોમાં આજીવન કાર્યપ્રવૃત્ત રહ્યા. પણ આ સર્વની પાછળ એમની પ્રજ્ઞા સ્થિર થઈ હતી જેને તત્ત્વદર્શનમાં. રમણભાઈને મેં એમના વક્તવ્યમાં એકથી વધુ વખત આ દ્રષ્ટાંત રજૂ કરતા સાંભળ્યા છે. તેઓ કહેતા કે જો મારી સામે બે વિકલ્પો હોય - એકમાં બધાં આગમો નષ્ટ થાય ને સઘળા જેનો ઊગરી જાય એવી ઘટના બને, અને બીજામાં બધા જૈનો નાશ પામે ને આગમો બચી જાય એમ બને તો હું બીજો વિકલ્પ પસંદ કરું. જો જેનો ઊગરી ગયા હશે ને આગમો નાશ પામ્યાં હશે તો જૈનત્વ જ નષ્ટ થઈ જશે, પણ જો જેનો નાશ પામ્યા હશે ને આગમો બચી ગયાં હશે તો જૈનત્વ Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨ ૪૫ પુનઃ પ્રગટશે. આમ જેના દર્શન પરત્વેની એમની શ્રદ્ધા એમની સઘળીયે પ્રવૃત્તિઓમાં પાયાગત હતી. એમને મન વિશેષ મહિમા “જેન'નો નહીં, “જૈનત્વ' (જિનવાણી-જિનાજ્ઞા)નો હતો. પ્રવાસ-લેખક અને યુનિ. પ્રાધ્યાપક તરીકે તો ઘણા સમયથી રમણભાઈના નામથી હું પરિચિત હતો પણ સૌપ્રથમ વાર એમનો પ્રત્યક્ષ પરિચય થયો ૧૯૮૭ના નવેમ્બરમાં પાલિતાણા ખાતેના નવમા જૈન સાહિત્ય સમારોહમાં. પ્રા. જયંત કોઠારીની ભલામણથી આ સમારોહમાં નિબંધ વાંચન માટેનું સૌપ્રથમ નિમંત્રણ મને મળેલું ત્યાં રમણભાઈને મેં જે રીતે સમારોહનું સફળ સંચાલન કરતાં, ગુરુભગવંતો પ્રત્યેનો વિનય જાળવતા, સૌની સાથે હળતા-ભળતા અને સુશ્રાવક તરીકેની સઘળીયે આવશ્યક ક્રિયાઓ કરતા જોયા તેનાથી હું પ્રભાવિત થયો. એમના વ્યક્તિત્વમાં રહેલી જુતા, નિખાલસતા, નિર્મળતા અને નિરાડંબરતા સૌને અચૂક સ્પર્શી જતી. રમણભાઈ સૌના આદરપાત્ર કેમ રહ્યા છે તે સમારોહની પહેલી ઝલકમાં જ મને પ્રતીત થયું. આ સમારોહમાં મેં રજૂ કરેલો “દ. દેશાઈકૃત સામાયિક સૂત્ર” નિબંધ રમણભાઈએ ખૂબ જ સદ્દભાવપૂર્વક “પ્રબુદ્ધ જીવનમાં પ્રકાશિત કર્યો અને એ રીતે અમારી વચ્ચે બંધાયેલો નાતો ઉત્તરોત્તર ઘનિષ્ઠ બનતો ગયો. પછી તો કેટલાક અપવાદ સિવાય રમણભાઈના સંયોજન હેઠળ યોજાતા જૈન સાહિત્ય સમારોહમાં જવાનું બનતું. સમારોહમાં આવેલા સૌને રમણભાઈ સ્વજનની જેમ મળે, ખબરઅંતર પૂછે, કોઈને કશી અગવડ ન પડે એની કાળજી રાખે. રમણભાઈની ઉપસ્થિતિથી સર્જાતું આભામંડળ સૌનાં હૃદયોને વીંટળાઈ વળતું. સાહિત્યજગત રમણભાઈને પ્રવાસ-લેખક તરીકે વધારે ઓળખે છે, પણ એમનું પ્રવાસસાહિત્ય કેવળ સમયાનુક્રમે થયેલા પ્રવાસનું વર્ણન ન રહેતાં જુદાજુદા પ્રવાસો દરમિયાન જુદે જુદે સમયે રમણભાઈએ અનુભવેલાં હૃદયસ્પર્શી પ્રસંગોઘટનાઓ કે ભાતીગળ માનવવ્યક્તિત્વોના નિરૂપણને લઈને અલગ તરી આવે છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ-દર્શનની સાથે “મનુજતાને કેન્દ્રમાં રાખવાનું તેઓ વીસર્યા નથી. “પ્રબુદ્ધ જીવનના દરેક અંકમાં પહેલો લેખ અચૂકપણે રમણભાઈનો હોય જ. આગમસૂત્ર કે સૂત્રખંડથી લેખનું મથાળું બાંધે અને પછી એમાંના દાર્શનિક વિષયની ઘણાબધા ધર્મગ્રંથોમાંથી અવતરણો ટાંકીને છણાવટ કરે. સાંપ્રત Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રુત ઉપાસક ૨મણભાઈ સદર્ભમાં પણ વિષયની પ્રસ્તુતતા તપાસે. બિનજરૂરી પ્રસ્તાર પણ નહીં, ને કશું અધૂરું-ઊણું ન રહી જાય એની પણ તકેદારી. આમ જે વિષય પર કલમ ઉપાડે એને સંપૂર્ણ બનાવવાની ચીવટ રાખે. એ જ રીતે પ્રભાવક સ્થવિરો, સાધુભગવંતો કે સાધુચરિત સગૃહસ્થો વિશે ચરિત્રલેખ લખતાં એમના જીવનની નાનીમોટી વિગતોનો પરિચય આપી એમના વ્યક્તિત્વને ઉપસાવી આપે. એમના સ્મરણાંજલિ-લેખો પણ સદ્ગત મહાનુભાવો સાથેનાં સંસ્મરણોથી ભાવસભર બનેલાં છે જે એમની લેખનપદ્ધતિનાં સુંદર ઉદાહરણો છે. જેવું લેખન, એવું જ વક્તવ્ય - મુદ્દાસર, કશાયે વિષયાંતર વિનાનું. અન્ય વક્તાઓનાં વક્તવ્યો વિશે પ્રતિભાવ રજૂ કરતી વેળા સંક્ષેપમાં સુંદર છણાવટ કરે. વક્તવ્યમાં રહેલી કોઈ ક્ષતિ અંગે ટકોર કરે તે પણ એવી ઋજુતાથી કરે છે સામાને જરીય વાગે નહીં. રમણભાઈ એમની વયસ્કતાને લઈને પ્રથમ દર્શને ગંભીર મુખકૃતિવાળા દેખાય, પણ વક્તવ્યમાં ને વાતચીતમાં તેઓ અત્યંત હળવા પણ થઈ શકતા. એક સાહિત્ય સમારોહમાં સવારની એક બેઠક ખૂબ લાંબી ચાલી. લગભગ એક વાગવા આવેલો. બેઠકનું સમાપન કરતાં રમણભાઈ કહે, “આપણે ગમે તેટલી તત્ત્વચર્ચાઓ કરીએ પણ છેવટે તો આપણે બધા ચાર્વાકવાદીઓ જ. અત્યારે તમારું ધ્યાન ક્યાં કેન્દ્રિત થયું છે તે હું જાણું છું, માટે તમને વધારે રોકીશ નહીં.' આમ કહીને બેઠકની સમાપ્તિમાં એમણે સૌને ખડખડાટ હસાવેલા. રમણભાઈનાં લેખન અને પ્રવૃત્તિક્ષેત્રો એટલાં વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ હતાં કે એ સર્વ વિશે લખવાનું તો લાંબી લેખણે જ શક્ય બને. અહીં એ માટે અવકાશ નથી. અત્યારે તો સ્મૃતિમાં એક જ વસ્તુ તરવરે છે તે અજાતશત્રુ એવા રમણભાઈના વ્યક્તિત્વનો શાતાદાયી હૃદયસ્પર્શજેની અનુભૂતિ અને પ્રતીતિ સૌને છે. * * * શીલ ચરિત - સાધુ જેવા આવા વિદ્વાનની વિદાયથી એક શૂન્યવકાશ ઊભો થયો છે. T માવજી કે. સાવલા, કચ્છ Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક ૨મણભાઈ ૨૪ ૭. એક અનોખું વ્યક્તિત્વ | | ડૉ. રમણલાલ જોશી ૨૮ ડિસેમ્બર, ૧૯૮૩નો દિવસ. પુનામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૩મું અધિવેશન મળી રહ્યું છે. મરાઠી કવિ વસંત બાપટે દીપ પ્રગટાવી અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું. પરિષદના નવા પ્રમુખ શ્રી કે. કા. શાસ્ત્રીને કાર્યભાર સોંપાયો. પછી થયો પ્રમુખનો પરિચયવિધિ. પરિચય આપતા હતા ડૉ. રમણલાલ શાહ. તેમણે એવી રસાળ અને હાસ્યમિશ્રિત શૈલીમાં શાસ્ત્રીજીનો પરિચય આપ્યો કે ઘણાંને થયું કે આ બકુલ ત્રિપાઠી તો બોલતા નથી ને ! હાસ્ય-કટાક્ષની જાણે કોક નવી જ સરવાણી પ્રગટી ઊઠી. પરિચય કરાવનારનો પણ એક અનોખો પરિચય થયો. એંશી વર્ષની પરિષદે એંશી વર્ષના શાસ્ત્રીજી પર આ કળશ ઢોળ્યો એમાં કાળનું કોઈ સૂચક પરિમાણ પ્રગટ થતું તેમણે ભાળ્યું. તે સરસ બોલેલા. આમ તો ડો. રમણલાલ શાહ મધ્યકાલીન સાહિત્યના વિદ્વાન છે. જૈન ધર્મદર્શનના પણ તે વિરલ ગણાય એવા ઊંડા અભ્યાસી છે, પણ તેમનામાં સર્જકતાનું ઝરણું પણ વહે જ છે. “કુમાર'ના તંત્રી સ્વ. બચુભાઈ રાવતની પ્રેરણાથી તેમણે ૧૯૫૫થી ૧૯૬૦ના ગાળામાં “કુમાર”માં નવ નાટિકાઓ લખેલી. એમાંની એક નાટિકાના નામ ઉપરથી તેમણે ૧૯૬૬માં “શ્યામ રંગ સમીપે” નામનો સંગ્રહ પ્રગટ કરેલો. તેમણે ગુલામોનો મુક્તિદાતા' અને “હેમચંદ્રાચાર્ય' નામે ચરિત્રો લખેલાં છે. પણ છેલ્લાં વર્ષોમાં પ્રવાસવર્ણનના લેખક તરીકે તે આગળ આવ્યા. “એવરેસ્ટનું આરોહણ', ‘ઉત્તર ધ્રુવની શોધ સફર', “પાસપોર્ટની પાંખે’ અને ‘પ્રદેશે જય વિજયના” એ એમનાં પ્રવાસનાં પુસ્તકો છે. “એવરેસ્ટનું આરોહણ'માં એવરેસ્ટનું શિખર શોધાયું ત્યાંથી શરૂ કરીને તેનસિંગ અને હિલેરીએ એવરેસ્ટ સર કર્યું ત્યાં સુધીમાં અનેક સાહસિક ટુકડીઓના પુરુષાર્થનું બયાન મળે છે. ઉત્તર ધ્રુવની શોધ સફર' એ યુરોપ અને અમેરિકામાં ઉત્તર ધ્રુવ સુધી પહોંચવાના જે પ્રયત્નો થયા એનું રોમાંચક વર્ણન આપે છે. પરંતુ પ્રવાસવર્ણનના લેખક તરીકે તેમની યશોદાયી કૃતિ તો પાસપોર્ટની પાંખે' ડૉ. રમણલાલ શાહ યુરોપ, આફ્રિકા, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, બ્રાઝિલ, જાપાન, ન્યૂઝિલેન્ડ, કોરિયા વગેરે દેશોનો પ્રવાસ કરેલો એનું રસિક અને માર્મિક વર્ણન Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રુત ઉપાસક રમણભાઈ આ પુસ્તકમાં મળે છે. મૂળે એ “નવનીત-સમર્પણ'માં લેખમાળારૂપે આવતું હતું ત્યારથી જ લોકપ્રિય થયેલું. લેખકની શૈલી ચિત્રાત્મક છે. એમના અનુભવોનું વૈવિધ્ય શૈલીની વિવિધ છટાઓમાં પ્રગટ થયું છે. આ પુસ્તકની ટૂંકા સમયમાં બે-ત્રણ આવૃત્તિઓ થઈ છે. એ પાઠ્યપુસ્તક પણ બનેલું. ડો. રમણભાઈ ૧૯૭૭માં સિડનીમાં ભરાયેલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતીય પી.ઈ.એન.ના પ્રતિનિધિ તરીકે ગયેલા. એ નિમિત્તે તેમણે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરેલો એનું બયાન આ પુસ્તકમાં મળે છે. પુસ્તક માહિતીસભર અને રોચક છે. અગાઉ સૂચવ્યું તેમ ડો. રમણલાલ શાહ મધ્યકાલીન સાહિત્યના વિદ્વાન છે. તેમનો પીએચ.ડી.નો વિષય હતો ‘નળ-દમયંતીની કથાનો વિકાસ'. ઠેઠ ઋગ્વદના સમયથી અત્યાર સુધી નળ-દમયંતીની કથા કેવા કેવા સ્વરૂપે રજૂ થતી રહી છે એનો તેમણે શાસ્ત્રીય ઢબે ખ્યાલ આપ્યો છે. આ પુસ્તક એમના સંગીત અભ્યાસનું ફળ છે. એમણે કરેલાં કેટલાંક સંપાદનો પણ એમના સંશોધક સ્વરૂપને સુપેરે પ્રગટ કરે છે. સમય સુંદરકત “નળ-દમયંતી રાસ' એમણે હસ્તપ્રતો ઉપરથી સંપાદિત કરી આપ્યો છે. સત્તરમાં શતકના આ સત્યશીલ કવિની કૃતિ તેમના પ્રયત્ન વગર સુલભ ન બનત. આ ઉપરાંત જંબુસ્વામી રાસ', “નલરાય-દમયંતી ચરિત્ર', “મૃગાવતી ચરિત્ર ચોપાઈ', “નલ-દમયંતી સંબંધ”, “ધન્ના શાલિભદ્ર ચોપાઈ' વગેરે પણ એમનાં મહત્ત્વનાં સંપાદનો છે. - શ્રી રમણભાઈ, આપણે હમણાં જ જોયું તેમ વિશ્વપ્રવાસી છે. તેમણે પોતાના વિવેચનસંગ્રહોનાં શીર્ષકો પણ દુનિયાની જુદી જુદી ભાષાઓમાંથી નીપજાવ્યાં છે. વિવેચનસંગ્રહ “પડિલેહા' એ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. બંગાકુ-શુમિ” એ જાપાનીઝ ભાષાનો શબ્દ છે અને “ક્રિતિકા' એ રશિયન ભાષાન. “પડિલેહાનું જનસત્તા'માં ૧૯૭૯માં અવલોકન કરતાં મેં લખેલું કે અહીં લાંબા અભ્યાસલેખો આપવામાં આવ્યા છે. સમયસુંદર, એના બે રાસ વિશે ત્રિભુવન દીપક પ્રબંધ' એ રૂપક કાવ્ય વિશે અને “કુવલયમાલા' વગેરે વિશે ઊંડા અભ્યાસપૂર્વક તેમણે લખ્યું છે. એની વિશેષતા તારવતા મેં લખેલું કે “શાસ્ત્રીય અભિગમ' સાંગોપાંગ અભ્યાસ, હકીકતોનું નિઃશેષ નિરૂપણ, હકીકતોમાંથી સંયુક્તિક અભિપ્રાયો તારવવાની ફાવટ, જૈનધર્મના પાયાના સિદ્ધાંતોની સ્વચ્છ સમજ અને સહૃદયતાને કારણે “પડિલેહા' મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે તો એક નોંધપાત્ર વિવેચનસંગ્રહ બન્યો છે.” લેખક પડિલેહાનો અર્થ આપતાં કહે છે કે પડિલેહા Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક ૨મણભાઈ ૨૪૯ એટલે પ્રતિલેખા. પડિલેહાનો એક અર્થ છે - વ્યાપક, ગહન અને સ્વતંત્ર દૃષ્ટિથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો, વારંવાર ચીવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરવું. સંગ્રહનું શીર્ષક અન્વર્થક છે. “બગાકુ શુમિ'નો અર્થ છે “સાહિત્યમાં અભિરુચિ'. આ સંગ્રહમાં અલંકારશાસ્ત્ર અંગેના લેખો ઉપરાંત અર્વાચીન સાહિત્ય વિશેના લેખો પણ મૂક્યા છે. ‘ક્રિતિકા'માં ફાગુ કાવ્યો બ્રહ્માનંદ સ્વામી કૃત સતી ગીતા” અને દયારામના આખ્યાનો અંગેના લેખો છે. ત્રણે સંગ્રહોમાં એમનો સંગીન અભ્યાસ દેખાઈ આવે છે. મારા સંપાદન હેઠળ પ્રગટ થતી “ગુજરાત ગ્રંથકાર, શ્રેણીમાં તેમણે મારી વિનંતીથી સમયસુંદર વિશે લઘુગ્રંથ તૈયાર કરી આપ્યો. આ પુસ્તક વિદ્વાનોનો આદર પામ્યો છે. ડો. શાહે આ ઉપરાંત પરિચય પુસ્તિકાઓ પણ લખી છે. વિવિધ વિષયો ઉપરના તેમના લેખો ગ્રંથસ્થ થવાની રાહ જોઈ રહ્યા છે. ડૉ. રમણલાલ શાહનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા ગામમાં ૩જી ડિસેમ્બર ૧૯૨૬ના થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પાદરાની સરકારી શાળામાં કર્યું. અગિયાર વર્ષની વયે તે મુંબઈ આવ્યા. ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ શેઠ ફરામજી નસરવાનજી સ્કૂલમાં અને ચોથા ધોરણથી મેટ્રિકનો અભ્યાસ મુંબઈની જાણીતી બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં કર્યો. અમદાસ કાણકિયા અને ઈન્દ્રજિત મોગલ જેવા શિક્ષકો પાસે અભ્યાસ કરવાની તક મળી. પહેલાં તેમનો વિચાર ચિત્રકાર થવાનો હતો પણ પછી સાહિત્ય તરફ વળ્યા. ૧૯૪૪માં મૅટ્રિક થયા. કૉલેજના અભ્યાસ માટે તે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાયા. કવિ બાદરાયણ અને મનસુખલાલ ઝવેરી પાસે ગુજરાતી ભણ્યા અને ગૌરીપ્રસાદ ઝાલા પાસે સંસ્કૃત. ૧૯૪૮માં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવી બી.એ.ની પરીક્ષા પસાર કરી. કૉલેજની ફેલોશિપ મળી. ૧૯૫૦માં ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ. થયા. ગુજરાતીમાં પ્રથમ આવવા માટે તેમને બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક અને કે. હ. ધ્રુવ પારિતોષિક મળ્યા. બી.એ. થયા પછી થોડો સમય તેમણે “સવિતા', “સાંજ વર્તમાન” અને “જનશક્તિ'માં કામ કરેલું. પછી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. અહીં તે એન.સી.સી.માં જોડાયા. સખત પરિશ્રમ કરી તેઓ લેફ્ટનન્ટ, કેપ્ટન અને છેવટે મેજરના પદે પહોંચેલા. સેન્ટ ઝેવિસર્ય કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે વીસેક વર્ષ કામ કર્યું (૧૯૫૭થી ૧૯૭૦). આ ગાળા દરમિયાન ૧૯૫૪-૧પમાં તે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રત ઉપાસક રમણભાઈ લોન સર્વિસ ઉપર આવેલા. ત્યારે તેમને મળવાનું બનતું. કદાચ મારો એ પ્રથમ પરિચય. ૧૯૬૧માં તે પીએચ.ડી. થયા. ૧૯૭૦માં તે મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિમાયા. ૧૯૮૬માં તે યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા. એ પછી બધો વખત તેઓએ ધર્મ અને સામાજિક સેવા-કાર્યને આપ્યો. ડૉ. રમણભાઈ શાહ અત્યંત સૌજન્યશીલ, વિનમ્ર અને સ્નેહાળ હતા. તેમના અને તેમનાં પત્ની શ્રી તારાબહેનના આતિથ્યનો લાભ આ લખનારને પણ મળેલો છે. બીજા અનેકોને મળ્યો હશે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને જૈનદર્શનના વિદ્વાન તેમ જ ઉત્કૃષ્ટ કોટિનાં પ્રવાસવર્ણનનાં પુસ્તકો આપનાર ડૉ. રમણલાલ શાહનું ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન છે. . * * * માનવતાવાદી અભિગમ પૂજ્ય (ડો.) રમણભાઈના આકસ્મિક દેહાવસાનના સમાચાર જાણી અમો સહુને ખૂબ આઘાત લાગ્યો છે. બ્રહ્મલીન પૂ. ડૉ. અધ્વર્યુજી (પૂ. બાપુજી) સાથેનો તેમનો અને આપનો અતૂટ નાતો શિવાનંદ પરિવારના કાર્યકરો માટે પણ સબળ પ્રેરણા આપનારો બની ગયો હતો અને અમો સહુ પણ આ અલોકિક લાભ મળવા બદલ અમારી જાતને ધન્ય બનાવી શક્યાં છીએ. સ્વ. પૂ. રમણભાઇની જીવનના તમામ ક્ષેત્રોની ઉપલબ્ધિ, વિદ્વતા અને ખાસ તો માનવતાવાદી અભિગમને લીધે ગુજરાતની અનેક સેવાભાવી સંસ્થાઓને ખૂબ લાભ મળ્યો છે. તેઓશ્રી હર હંમેશ સહુના હૃદયમાં વિરાજમાન રહેશે અને પરમ કૃપાળુ પરમેશ્વર પણ આ અતિ પવિત્ર આત્માનાં ઉર્ધ્વગમનથી ધન્ય થયા હશે. ૐ શાંતિ જય જિનેન્દ્ર. અનસૂયા ધોળકીયા શિવાનંદ પરિવારનાં પ્રમુખ તથા ટ્રસ્ટીઓ Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨ ૫૧ નવોન્મેષશાલિની પ્રજ્ઞાના ચૈતન્યjજ બ્રહ્મર્ષિ I પ્રા. ચંદાબેન પંચાલી जयन्ति ते सुकृतिन: रससिद्धाः कविश्वराः । नास्ति येषां यश:काये जरामरणजं भयम् ।। ધર્મનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, વિદ્યાનિષ્ઠા જેવી અનેક નિષ્ઠાના અલખ અલગારી શ્રી રમણભાઈ શાહ પોતાની સાહિત્યસૃષ્ટિથી રસિકજનોના હૃદયમાં ધબકતાં જ રહેશે. તેઓનો સાહિત્ય ઉદ્યાન પુષ્પસૌરભથી સદા સુરભિત જ રહેવાનો છે. સરળતા, સહજતા, વિશાળતા, તેજસ્વીતા અને પવિત્રતાના મૂર્તિમંત સ્વરૂપ પૂજ્ય રમણભાઈ શાહને શત શત વંદના કરું છું. ભારતીય સંસ્કૃતિના આદર્શ સમા દમ્પતી ડૉ. શ્રી રમણભાઈ શાહ અને પ્રો. તારાબહેન શાહને જોતાં સંસ્કૃત નાટ્યકાર શ્રી ભવભૂતિની ભાવભાષા મત સુવહુ વયો નુ સર્વસ્વાસુ વ: સ્મરાય જાય છે. વાણી-વિચાર અને વર્તનની એકરૂપતાનું દર્શન તેજસ્વી વ્યક્તિઓમાં થાય છે, જે શ્રી રમણભાઈમાં થતું હતું. પ્રો. તારાબહેન પણ સહધર્મચારિણી, સખી, મિથઃ, પ્રિયશિષ્યા રૂપે સદા સાથી રહ્યા છે. “શ્રી રાજ-સોભાગ આશ્રમ” સાયલામાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના અધ્યાત્મસાર' ગ્રંથનું ભાષાન્તર અને ભાવાર્થનું ભગીરથકાર્ય શ્રી રમણભાઈ કરી રહ્યા હતા ત્યારે મને તેઓશ્રીનો પ્રથમ પરિચય થયો. સત્યંતિ: નિઋતિ પુનામ- સુખદ અને આનંદકારી અનુભવ થયો. સાહિત્યના અખંડ પૂજારીની સરળતા, અમિતા અને ગરિમા નજરે અનુભવ્યા. પારદર્શક વ્યક્તિત્વના મેળાપ પછી સૌરભ પંડિત, ન્યાયપૂર્ણ જીવનશૈલીની અનેક સોપાનપંક્તિઓનો પરિચય થતો ગયો, થતો રહ્યો. ધર્મનિષ્ઠ વ્યક્તિત્વ સમા શ્રી રમણભાઈને “સારું તે મારું' એવો આદર્શ વરેલો હતો. પ્રત્યક્ષ વાતચીતમાં તેઓએ કહેલું – બેન ! “અધ્યાત્મસારનો એક શ્લોક લખવો હોય, ભાવાર્થનું સહજ ચિંતન થાય અને લખાઈ જાય અને કોઈવાર શ્લોકનું ગહન ચિંતન થયા જ કરે, થયા જ કરે; પછી લખાય, આવી તેઓની લેખનશૈલી હતી. લખવા ખાતર લખી નાખ્યું એવું ક્યારેય તેઓની લેખનશૈલીમાં જોયું નથી. શબ્દ-શબ્દના અર્થ-ઉપાધ્યાયજી કઈ દૃષ્ટિએ, શું કહેવા માગે છે Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૨ શ્રુત ઉપાસક રમણભાઈ તેના તલસ્પર્શી અધ્યયનનો તેઓના જીવનનો આનંદ હતો. લખાયા પછી આનંદોત્સવ ઉજવાય, આનંદનો ઉન્મેશ પમાય તેવું સર્જન, સર્જકનું બ્રહ્માનંઃ સરોવર: બને છે. “અધ્યાત્મસાર'ના ભાવાર્થમાં ધાર્મિક વિશાળતા, મહાગ્રહથી મુક્તિ, ઉપાધ્યાયજીના હૃદયને આલેખતી પારદર્શિતા ભરી છે. સરળ, સુગમ, સુલભ દષ્ટાન્નોથી સમજૂતી આપીને સાધારણ વ્યક્તિ પણ તત્વના નિચોડને સમજી શકે તેવી ગુજરાતી ભાષાની સિદ્ધહસ્ત કલમ તેમની પાસે હતી. “શ્રી રાજ-સોભાગ આશ્રમ'થી પ્રકાશિત “અધ્યાત્મસાર' ભાવાર્થ ગ્રંથ સહુને માર્ગદર્શક રૂપ બન્યો છે. સાધુ ભગવન્તો પણ સંદર્ભ ગ્રંથ તરીકે સ્વીકારે છે. અધ્યાત્મસારની કાર્ય સમાપ્તિ પછી “જ્ઞાનસાર' ગ્રંથનો ભાવાર્થ સહ અનુવાદ થાય તેવી સહુની ભાવના હતી. પ્રૌઢ પ્રજ્ઞાના પૂજારી શ્રી રમણભાઈએ સ્વીકૃતિ આપી. “જ્ઞાનસાર'ના લેખનકાર્યનો પ્રારંભ થયો. બત્રીસ અષ્ટક સાથેના જ્ઞાનસારમાં સંસ્કૃત શબ્દોના ગુજરાતી ભાષામાં અર્થ પણ લખાયા. શરીરની અવસ્થા વધતી જતી હતી પણ જ્ઞાનની ઉપાસનાના ઉપાસક શ્રી રમણભાઈ કાર્યની પૂર્ણતા પ્રતિ હરણફાળે આગળ વધ્યા. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજજીના હૃદયને સંતૃપ્તિ થાય તેવો ભાવાર્થ આ ગ્રંથમાં ગુંજાયો છે. “શ્રી રાજ-સોભાગ આશ્રમના પ્રાંગણમાં જનસમૂહમાં આ ગ્રંથનું વિમોચન થયું ત્યારે શ્રી રમણભાઈનું સ્વાથ્ય સુખદ ન હતું. અન્યના સહારે ચાલવું પડતું, શરીર તેનો ધર્મ બજાવતું, શ્રી રમણભાઈ તેનો સ્વધર્મ બજાવતા, વિમોચન સમયે તેઓએ પોતાના વક્તવ્યમાં કહ્યું – “એક સમયે માઈલોના માઈલો સુધી ફિલ્ડમાર્ચ કરતો હતો. આજે થોડું ચાલવું હોય તો પણ મુશ્કેલી પડે છે.” શ્રી રમણભાઈએ કહ્યું “વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ પર આરોહણ કરનાર શેરપા તેનસીંગને એની પાછળની અવસ્થામાં ઘરનો ઊંમરો ઓળંગતા એવરેસ્ટ આરોહણ કરતાં પણ વધુ શ્રમ લાગતો” શારીરિક અશક્ત સ્થિતિને સુગમતાથી સ્વીકારતા, એવી સહજતા અનેકોએ શ્રી રમણભાઈમાં જોઈ છે. ગમે તેવા ઉદયભાવ ને હળવાશથી તેઓ લઈ શકતા હતા. આદર્શની અસ્મિતાના પ્રહરી શ્રી રમણભાઈ ચાલશે, ફાવશે, ગમશે, ભાવશેની ચતુસ્ત્રીને વરેલા હતા. ક્યારેય કોઈ ફરિયાદ હોય તેવું જીવનમાં બહુ ઓછું જોવા મળ્યું હશે. “અધ્યાત્મસાર” કે “જ્ઞાનસાર'ના લેખન માટે દસ પંદર દિવસ સાયલા આશ્રમમાં રહેવાનું બને-જે કાર્ય માટે આવ્યા હોય તે જ Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૫૩ કાર્ય કરે. પૂ. બાપુજી કહે પણ ખરા કે ‘તમે તમારા બીજા કાર્યો અહીં કરી શકો’. જો બીજા કાર્યો આશ્રમમાં કરે તો રમણભાઈ શાના ! જે કાર્ય હાથમાં લે તે પૂર્ણ કર્યા પછી જ બીજું કાર્ય હાથ પર લે તેવી આદર્શસંહિતા તેઓની હતી. કાર્યની ચોકસાઈ પૂરેપૂરી રાખે પછી તે ક્ષેત્ર અધ્યાપકનું હોય, કે લેખનકાર્ય હોય, સમાજનું હોય કે પછી ગૃહકાર્યને લગતું હોય. તે બધામાં પ્રો. તારાબહેનનો સાથ તો હોય જ. ન્યાય, નીતિ અને પ્રામાણિકતાસભર જીવનથી તેઓએ અનેકને બોધ આપ્યો છે. વાણી કરતાં જીવન જીવવાથી જે બોધ મળે છે તે ચિરંજીવી બની રહે છે. દૃઢ નિશ્ચયધારી શ્રી રમણભાઈને આદર્શ અને ધર્મના સુસંસ્કાર માતાપિતા પાસેથી મળ્યા હતા. જેમ ધાર્મિક અભ્યાસ થતો ગયો તેમ તેઓના જીવનમાં વૈરાગ્યપૂર્ણ પરિવર્તન આવતું ગયું. ધર્મ પરિણમે તે ધાર્મિક જ્ઞાનની શુષ્કતા અનેકમાં જોવા મળે, જ્યારે શ્રી રમણભાઈમાં ધર્મ પરિણમતો દેખાય-આવી અસ્મિતાની ઝળહળતી જ્યોત સમા તેઓને નજીકથી નિહાળવા સદ્ભાગ્ય છે. તત્ત્વજ્ઞાનની સરળતમ સ્પષ્ટતા સાથે વિચારની તીખાશ તો તેઓના સર્જનમાં હોય જ. તીખાશ અર્થાત્ સત્યનું પ્રાગટ્ય. જેનું નિરૂપણ મધુર ભાષાથી થતું હતું. પર્યુંષણ વ્યાખ્યાનમાળામાં જૈનદર્શનના ભિન્નભિન્ન વિષયો પર પ્રવચન આપતાં હોય ત્યારે જૈનદર્શનના તલસ્પર્શી વિચારો સ્પષ્ટતાથી કહે અને અન્ય તેને વિચારના તળ ૫૨ સ્વીકારે. જૈનદર્શનની અનેકાન્ત, અપરિગ્રહ, અહિંસાની સૂક્ષ્મ વિચારણાને વિશાળ પરિષદ સમક્ષ રજૂ કરે ત્યારે શ્રોતા વાણીમાં ગૂંચવાઈ ન જતાં સરળતાથી તત્ત્વને સમજી સહૃદયતાને અનુભવે. અતિમતિમાનને સમજવું દુર્ગમ્ય જિનપ્રવચન શ્રી રમણભાઈ વિષયમાં ઓળઘોળ થઈને સમજાવતા હોય તેના શ્રોતા બનવું તે પણ લહાવો ગણાય. સાચા હીરાને જેમ પહેલ પાડીએ તેમ તેની કિંમત અને સૌંદર્ય તથા પ્રકાશ વધતો જાય તેવી રીતે શ્રી રમણભાઈના દરેક પાસાને લક્ષગત કરતાં તેઓનું સાહિત્ય સૌંદર્ય અને મનુષ્યત્વ વધતું જાય છે. પ્રવાસસાહિત્ય વાંચતા જાણે આપણે પ્રવાસી હોય એવું લાગે, પાસપોર્ટની પાંખે ના ત્રણભાગ, ન્યૂઝીલેન્ડ, ઉત્તર ધ્રુવની શોધસફર વગેરે અવિસ્મરણીય પ્રવાસ ગ્રંથો છે. નિબંધોમાં તેઓ ફળ્યા છે. જિનતત્વ (૧થી ૮ ભાગ), વંદનીય હૃદયસ્પર્શ (૧થી ૪ ભાગ), સાંપ્રત સહચિંતન (૧થી ૧૫ ભાગ), પ્રભાવક સ્થવિરો (૧થી ૬ ભાગ), સંશોધન સંપાદન અને અનુવાદ ગ્રન્થો. ‘જૈન ધર્મ - ગુજરાતી, હિન્દી, મરાઠી આવૃત્તિઓ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રત ઉપાસક રમણભાઈ અંગ્રેજી ભાષામાં “જિનવચન' જેવા ગ્રંથો ઉપલબ્ધ છે. જીવનચરિત્ર લખવાની તેઓની કલમ પર સાહિત્યરસિકજનો વારી જાય છે. પ્રબુદ્ધ જીવનને પ્રબુદ્ધ રીતે પ્રકાશિત કરીને જેનદર્શનની સીમાને અસીમતા સુધી લઈ જનાર શ્રી રમણભાઈ હતા. ધર્મ તત્વજ્ઞાનમાં અંતરંગ રુચિ પમાય, પ્રવાસ ગ્રંથોમાં પ્રકૃતિપ્રેમ, અધ્યાપન કાર્યમાં આદર્શ અધ્યાપક અથવા આદર્શ શિક્ષક, સ્વજન પરિવારમાં ધબકતું પિતૃવાત્સલ્ય, પ્રા. તારાબહેન સાથે પ્રેમઔદાર્ય, જરૂરતમંદ સંસ્થાઓ સાથે કાર્યભાવ, મિત્રાચારીમાં સાચુકલો મિત્રભાવ, માતા-પિતા સાથે કર્તવ્યનિષ્ઠ પુત્ર, જ્ઞાની સપુરુષો અને સાધુ ભગવન્તો સાથે આર્જવભાવમયતા ઊડીને આંખે વળગે તેવા છે. સાહિત્યના કોપીરાઈટ છોડીને તે ક્ષેત્રના ઊંચા ગજાના માનવી તરીકે શ્રી રમણભાઈની સર્જક પ્રતિભા જુદી તરી આવે છે. શ્રી રમણભાઈ સાહિત્યજગતના દેવર્ષિ, રાજર્ષિ, મહર્ષિ કરતાં બ્રહ્મર્ષિ હતા. બ્રહ્મ સ્વરૂપી આત્મતત્ત્વના ગાયક, બ્રહ્મ તેજના પારખું, સદા જાગૃત, આત્મભાવમાં જીવનાર. જ્ઞાનયજ્ઞના યજમાન, આત્મતત્ત્વ ઉપાસક, આત્મ ઉજાગરમાં જીવનાર, આત્મતજજ્ઞ સમા આત્મસાક્ષર શ્રી રમણભાઈ ૨૪ ઓક્ટોબર ૨૦૦૫ના રાત્રિના ૩-૫૦ મિનિટે બ્રહ્મમુહૂર્ત આ દેહનો ત્યાગ કરી-સમ્યક માર્ગે સુગતિને પામ્યાં. આવા બ્રહ્મર્ષિ શ્રી રમણભાઈ ચી. શાહને નમસ્કાર હો. બહુમુખી પ્રતિભાવાન પત્રકાર ગુજરાતી અને જૈન સાહિત્યના વિદ્વાન, શિક્ષક, લેખક અને તત્ત્વચિંતક ડૉ. રમણલાલ ચીમનલાલ શાહે “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે પત્રકારત્વની પોતાની આગવી શૈલીના દર્શન કરાવ્યા. ડૉ. શાહની ચિર વિદાય વિશિષ્ટ પત્રકારત્વ જગતને મોટી ખોટ છે. મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ એક બહુમુખી પ્રતિભાવાન પત્રકારના નિધનથી શોક સંતપ્ત છે. કેસરસિંહ ખોના પ્રમુખ, મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ વતી Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ નિસ્પૃહી વિદ્વાન...ડૉ. રમણભાઈ શાહ ઘ ડૉ. બિપીન દોશી મુંબઈ યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં ‘જૈનોલોજી'નો કોર્સ શરૂ કરવાનું તથા ‘ચે૨’ સ્થાપવાનું કાર્ય ખૂબ જ વિકટ હતું. આ કાર્યમાં યુનિવર્સિટી સાથે કામ કરવાનું અને યુનિવર્સિટીની અનેક આંટીઘૂંટી ન સમજાય તેવી હોય. આ ઉપરાંત દરેક યુનિવર્સિટીને તેનું ખાસ `Culture' હોય. આ માટે વિશ્વના તમામ જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરવાનું હોય અને યુનિવર્સિટીમાં આ અભ્યાસક્રમ દાખલ કરવાની જે તક મળી તેનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો હોય ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય. આ માટે સલાહ-સૂચન અને વ્યવહારિક માર્ગદર્શનની જરૂર પડે. આ માર્ગદર્શન માટે વારંવાર ડૉ. રમણભાઇને મળવાનું થયું. તેમનો સ૨ળ સ્વભાવ, નિખાલસ મંતવ્ય અને જૈન-ધર્મના સિદ્ધાંતોની રક્ષા માટેની અદમ્ય ઈચ્છા મને સ્પર્શ કરી ગઈ. જૈન દર્શન તથા સાહિત્યનો અમૂલ્ય ભંડાર એમના દિમાગમાં હતો અને આચરણની ચોકસાઈ દિલમાં હતી. જ્યારે મેં તેઓનું નામ `Advisory Committee' માં સૂચવ્યું ત્યારે ખૂબ જ નમ્ર પણે કહ્યું કે આ કાર્યમાં હું સલાહકાર નથી પણ પ્રભુ મહાવીરની વાત વિશ્વમાં પ્રચાર-પ્રસાર પામે તે માટેનો એક સામાન્ય શ્રાવક છું. કોઈ પણ જાતના માન-સન્માનથી પર મુરબ્બી શ્રી રમણભાઈમાં મને ‘અરિહંત’ના દર્શન થતા હતા. ૨૫૫ જૈન અગ્રણીની સમાજને ખોટ ડૉ. રમણલાલ ચીમનલાલ શાહના સોમવાર તા. ૨૪-૧૦-૨૦૦૫ના રોજ સ્વર્ગવાસ થયાના સમાચાર વાંચ્યા જાણી ઘણું જ દુઃખ થયું છે. તેઓ સેન્ટ ઝેવિયર્સમાં લાંબા સમય સુધી પ્રાધ્યાપક રહ્યા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ તરીકે તથા પ્રબુદ્ધ જીવનમાં તંત્રી તરીકે ઘણા લાંબા સમય સુધી સેવા આપી હતી. તેઓએ પોતાની આગવી શૈલીથી ઘણા પુસ્તકોનું સર્જન કર્યું હતું. આવા જૈન અગ્રણીની ખોટ સમાજને પડી છે. સદ્ગતના આત્માને શાંતિ પ્રાર્થીએ છીએ. I સરિતા મહેતા સેક્રેટરી, શ્રી વ. સ્થા.જૈન શ્રાવક સંઘ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્વત ઉપાસક રમણભાઈ વાત્સલ્યમૂર્તિ પ્રબુદ્ધ આત્મા | ડૉ. ગૌતમ પટેલ માનનીય શ્રી રમણભાઈનો પ્રથમ પરિચય એક પત્રથી થયો. મુંબઇમાં જૈન યુવક સંઘ તરફથી ચોપાટી ઉપર યોજાતી એકમાત્ર પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વર્ષો પહેલાં આમંત્રણ આપતો એ પત્ર હતો, પત્ર સાદો જ હતો પણ એમાં જે સ્નેહ અને વાત્સલ્ય નીતરતું હતું એ શબ્દબદ્ધ કરી શકાય તેમ નથી. એ જ વર્ષે મુંબઈમાં રંગમંચ ઉપર પહેલવહેલું એમનું દર્શન થયું. પછી તો અનેકવાર તેમને મળવાનું થયું. એમના “રેખા', વાલકેશ્વરના ઘરમાં જઈ ચા-નાસ્તો પણ કર્યાનું યાદ છે. તેઓએ ‘પાસપોર્ટની પાંખે' લખેલું અને મારે અને મારી પત્નીને સર્વપ્રથમ અમેરિકા જવાનું થયું ત્યારે એ પુસ્તક અમે એકથી વધુવાર વાંચી ગયા હતા. વિદેશયાત્રાની એ અભૂતપૂર્વ માર્ગદર્શિકા સમું છે. અમારો પરિચય પ્રથમ પ્રવચન આપ્યું ત્યારથી વધ્યો. એકથી વધુ વાર પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેઓએ મને નિમંત્રણો આપ્યા અને ત્યાંના જેન તેમ જ જૈનેતર સમાજમાં અને પ્રતિષ્ઠા અપાવી. મારા આમંત્રણને માન આપી નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ સંસ્કૃત સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં અમદાવાદ પણ પધાર્યા હતા. એમની લેખન શૈલી અભ્યાસપૂર્ણ અને પ્રભાવક. એ જે વિષયને સ્પર્શે તેનો તલસ્પર્શી અભ્યાસ કરે અને સંક્ષિપ્તમાં સારગર્ભિત રીતે તેને રજૂ કરે. એમના સાંપ્રત-સહચિંતનના દરેક ભાગ મને શ્રી રાજેન્દ્રભાઈ ધીયા જાતે આવીને પહોંચાડે. આ ઉપરાંત અધ્યાત્મસાર સંપૂર્ણ', “વીર પ્રભુનાં વચનો' વગેરે મેળવવા પણ હું ભાગ્યશાળી બન્યો છું. શ્રી રમણભાઈનું સમગ્ર જીવન સાહિત્ય સેવામાં વ્યતીત થયું છે. એક બાજુ સફળ અધ્યાપક રહ્યા. બીજી બાજુ સેવાનિવૃત્ત થયા પછી તો એ સવિશેષ પ્રવૃત્ત થયા. તેમનું ક્ષેત્ર વિદ્યાર્થી મટીને વિશ્વ બન્યું. તેમને કેવળ જેનધર્મ અને તત્ત્વજ્ઞાનના લેખક કહેવું એ એમની સર્વતોમુખી સાહિત્યિક પ્રવૃત્તિને અવગણવા જેવું છે. ગુજરાતી સાહિત્યના સર્જક અને વિવેચક તરીકે તેમનું પ્રદાન ઓછું નથી. બીજી બાજુ સંશોધન અને સંપાદન ક્ષેત્રે પણ અનેક કૃતિઓ તેઓએ આપી છે, તો Page #309 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક ૨મણભાઈ ૨૫૭ “સરસ્વતીચંદ્ર' જેવી મહાનવલનો સંક્ષેપ કે રાહુલ સાંસ્કૃત્યાયન જેવી અનુવાદ કૃતિ પણ તેમણે આપી છે. લેખક, સર્જક, સાહિત્યકાર, સંશોધક, સંપાદક વગેરે અનેક રીતે “અક્ષર'ની ઉપાસનામાં જીવન વ્યતીત કરીને “અ-ક્ષર-નાશ ન પામે તેવી' કૃતિઓ તેઓ આપી ગયા છે. આમ તો તેમનું એકાંગી દર્શન કર્યું કહેવાય. કારણ તેઓ સાહિત્યકાર હોવા ઉપરાંત સાચા અર્થમાં “માનવ' હતા. જૈન ધર્મના સર્વજંતુ પ્રત્યેના પ્રેમની વિભાવનાને તેઓ જીવનમાં જીવી ગયા હતા. સમતા એમના જીવનનો પર્યાય હતો અને કરુણા એમનો શ્વાસ હતો. કોઈપણ વ્યક્તિને એ મળે ત્યારે વાણીમાં જે વિનય અને સ્નેહ વ્યક્ત થતો હતો તે હવે ક્યાં જોવા મળવાનો છે ? એમની નિવૃત્તિએ તો સમગ્ર સાહિત્યજગતને અને સવિશેષ જૈન સમાજને ન્યાલ કરી દીધો હતો. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સહજમાં સફળતા પ્રાપ્ત કરનાર અને બહોળા વર્ગના સ્નેહ, માન કે સત્કારને પામનાર આવી વ્યક્તિ તો ઇશ્વરના પસંદગી પામનાર અલ્પજનોમાંની એક હોય છે. એમની ખોટ ક્યારેય પૂરી શકાતી નથી. આવા જીવન સાર્થક કરનાર આત્માને પ્રભુ શાંતિ આપે એમ કહેવું એના કરતાં જીવનમાં સર્વત્ર ધર્મ અને તત્ત્વજ્ઞાનને જીવી જનાર એ આત્મા આપણને શાંતિ આપે એમ કહેવું વધુ ઉચિત લેખાશે. - - - સાદગી-સરળ અને સમતાથી ભરેલું જીનવી શ્રદ્ધેય શ્રી રમણભાઇના અવસાનના સમાચાર જાણી અત્યંત દુઃખ થયેલ છે. મને ધર્મ પ્રત્યે અભુરિચી જગાડવામાં એમનો મહત્ત્વનો ફાળો હતો. એ આત્માનો ઋણી છું. થોડાંક વર્ષોથી મુલાકાત થઈ ન હતી. જ્યારે પણ મળવાનું થાય ત્યારે મમતાપૂર્વક મારી શંકાઓનું સમાધાન આપતા. એ પુનિત આત્માના અનંતગુણોની સુવાસ મારા હૃદયમાં સદેવ-સર્વદા રહેશે. એમનું જીવન સાદગી-સરળ અને સમતાથી ભરેલું હતું. પરમાત્માને એ જ પ્રાર્થના કે એમના આત્માને ચિરશાંતિ બક્ષે. I અભય લાલન-ભાનુ લાલન (અહિંસા મહાસંઘ-મુંબઈ) Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૮ ચુત ઉપાસક રમણભાઈ રમણભાઈના વિચારપ્રધાન નિબંધો _D ડૉ. નૂતન જાની ડૉ. રમણલાલ ચી. શાહ લેખક છે. જે જુએ, વિચારે, વિશ્લેષણમાં મૂકે, કંઈક નવું સત્ય શોધવા વ્યાકુળ બને તે જ ખરા અર્થમાં લેખક હોય છે. શ્રી ૨. ચી. શાહ આ પ્રકારના લેખક છે. એમણે પુષ્કળ સાહિત્ય લખ્યું છે. એમના વિપુલ સાહિત્યમાંથી “સાંપ્રત સહચિંતન'ના ૧૪ ભાગ અને “અભિચિંતના'નું સાહિત્ય નિરાળું છે. જગત સાથે નિસ્બત ધરાવતા શ્રી રમણભાઈના વિચારવિમર્શનું તે ઉત્તમ પરિણામ છે. સાહિત્યિક દૃષ્ટિએ એ નિબંધો છે કે નહીં એની ચર્ચામાં ન પડતા સ્વજાગૃતિ પછી ઉદ્ભવેલા કોઈક ચોક્કસ સર્જકીય ચેતનાનો એ નિષ્કર્ષ છે. આ સંગ્રહોના નિબંધ લેખોમાં એમની જીવંત અવલોકન દૃષ્ટિનો પ્રવાહ સતત વહેતો દેખાય છે. અતીતની વાત કરવી પ્રમાણમાં સરળ હોય છે જ્યારે સાંપ્રત સમયના સમાજનું તલાવગાહી અવલોકન કરવું કપરું હોય છે. તેમ છતાં જેની પ્રકૃતિ અપરિગ્રહીની છે, જેનું મનોવલણ અનુરાગની માયાના પાશમાંથી મુક્ત થવાની દિશામાં આગળ વધી ચૂક્યું છે, જેનામાં જ્ઞાન પામ્યા પછીની તટસ્થ બુદ્ધિમત્તા વિકસી છે તેવી વ્યક્તિ સાંપ્રતને પણ પોતાની તાત્વિક દૃષ્ટિએ મૂલવવા પ્રેરતી હોય છે. સમાજ, જીવાતું જીવન અને સંસ્કૃતિ જ્યારે સાહિત્યકૃતિ બનવા તરફ વળે છે ત્યારે સર્જકનો જગત સાથેનો સંબંધ વિશિષ્ટ મુદ્રા ધારણ કરી વ્યક્ત થાય છે. જે ધર્મને જાણે છે, એના સત્યથી સભાન છે, કર્મની આચરણસંહિતા જ જેને માટે મહત્ત્વની બાબત છે તેની ચેતના શ્રમની સાથે વિકસિત થાય છે. સ્વયંને સંસ્કૃતિના ભાગરૂપે જોવી, અનુભવવી અને સંસ્કૃતિમાં પ્રચ્છન્નપણે પેસારો કરી વિસરી રહેલી વિકૃતિથી ચેતવું, એ વિકૃતિના નિવારણ માટે સભાન થઈ કાર્ય કરવું એ સુધારક કર્મ છે. સર્જક, સુધારક, સંશોધક એવા પ્રો. ૨. ચી. શાહ સ્વ ઉપરાંત સંસ્કૃતિ સાથે અવિનાભાવે જોડાયેલા જ રહ્યા છે. જૈન ધર્મના પીયૂષ પાનથી એમની દૃષ્ટિ કેળવાઈ છે. જૈન ધર્મ થકી જ આંતરખોજની દિશા તરફ તેઓ આગળ વધતા રહ્યા છે ને પોતાની એ ગતિમાં સર્વને પરોક્ષ રીતે પરોવતા રહ્યા છે. પ્રકૃતિએ કર્મઠ અને સાધક શ્રી ૨. ચી. શાહની સંવેદનાનો Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૫૯ વ્યાપ સમષ્ટિને આવરી લે છે ત્યારે સાંપ્રતના સમય સંદર્ભે લેખો લખાય છે. તેમણે પોતાના અનુભવોનું પૃથક્કરણ કરીને પોતાને અભિપ્રેત જીવન સત્યનો અર્થ શબ્દ દ્વારા લોકો સુધી પહોંચાડ્યો છે. એ અર્થમાં એમની શબ્દસાધના સફળ જીવનરીતિનો ખ્યાલ દર્શાવે છે. સાંપ્રત સમયની સમસ્યાઓના નિવારણ માટેના ઉપાયો તરીકે તેમણે જૈન ધર્મની વ્યાપકતા દર્શાવી છે. એમણે કદી ધર્મને પંપાળ્યો નથી. દેરાસરો પૂરતો બદ્ધ રાખ્યો નથી પરંતુ એના મર્મની નાડ પારખી છે. માટે જ સ્પષ્ટતાપૂર્વક પોતાની વાત તેઓ રજૂ કરી શકે છે. એમનું સંવેદનસભર ચિત્ત તંત્ર માનવજીવન સંઘર્ષની ઘટનાઓ જૂએ છે ત્યારે ખળભળી ઊઠે છે. તેઓ વાત માંડે છે સ્વસ્થતાપૂર્વક. કળીમાંથી પાંદડી ખીલવાની તેમને શ્રદ્ધા છે. મનના પ્રપંચ થકી જન્મેલી અપેક્ષાઓની, અહમ્ની, અસંતોષની દુનિયાને તેમણે સ્વસ્થતાથી જોઈ છે, અનુભવી છે ને એનાથી વ્યાકુળ થયા વગર પોતાના સંયમિત જીવનવિચારને ભાષામાં વ્યક્ત કરી લોકોને સદૃષ્ટાંત બોધની વાતો કરી છે. સર્જકના વ્યક્તિત્વની મુદ્રા ઉપસાવી આપવી એ નિબંધસ્વરૂપની એક વિશિષ્ટતા છે. ‘સાંપ્રત સહચિંતન' અને ‘અભિચિંતન'ના લેખો એ દૃષ્ટિએ મહત્વના બની રહ્યાં છે. અહીં ‘અભિચિંતન’ના બે નિબંધો ‘આતુરા પરિતાવેન્નિ’ અને ‘જાતિવાદ વિશે ભગવાન મહાવીર'ની વાત કરવી છે. ‘આતુરા પરિતાવેન્તિ' નિબંધના આરંભે તેઓ ભગવાન મહાવીરના આચારાંગ સૂત્રના અધ્યયન સંદર્ભે નિબંધના શીર્ષકનો મર્મ સમજાવે છે. તેમને વાત તો કરવી છે મનુષ્યના ચંચળ, લોભી સ્વભાવની. મનુષ્યની જિજ્ઞાસાનું રૂપાંતર આતુરતામાં થાય છે ત્યારે એનો વ્યવહાર બદલાતો હોય છે. તૃપ્તિ, અતૃપ્તિ અને અતિતૃપ્તિની ત્રણ અવસ્થાને ભોગવતો મનુષ્ય મનથી પરાવલંબી હોય છે તેનો ખ્યાલ એમણે ‘આતુરતા’ સંજ્ઞાના વિભિન્ન અર્થઘટનો દ્વારા સ્પષ્ટ કરી આપ્યો છે. મનોવિશ્લેષકની રીતે એમણે જુદા જુદા માનવવ્યવહારો સંદર્ભે અધ્યન કર્યું છે, દર્શન કર્યું છે. આ વ્યવહારમાં અનુભવેલી ઊણપો પ્રત્યે એમણે નિબંધોમાં અંગુલિનિર્દેશ કર્યો છે. તેઓ કહે છે, ‘‘ભગવાન મહાવીરે કહ્યું છે કે વિષય અને કષાયોને કારણે કેટલાય જીવો અજ્ઞાનમય, દુ:ખમય, દુર્બોધમય અને દીનતામય જીવન જીવે છે. તેઓ પોતાની આતુરતાને કારણે બીજાં પ્રાણીઓને પરિતાપ ઉપજાવે છે. સાચા, સંયમી પુરુષો કોઈ પણ પ્રકારના જીવને Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્વત ઉપાસક રમણભાઈ પરિતાપ ન થાય, દુઃખ કે કષ્ટ ન થાય એ રીતે પોતાના જીવનનો નિર્વાહ કરે છે.” મનુષ્યની મનુષ્ય સાથેની અપેક્ષાઓના મૂળમાં રહેલી આતુરતાના વિભિન્ન પ્રકારોની તેઓ વિગતે વાત કરે છે. સુધાતુર, તૃષાતુર, કામાતુર, ધનાતર, યશાતુર, પદાતુર, સઝાતુર, વિજયાતુર, આદિ પ્રકારના આતુર મનુષ્યોના આચરણની સૂક્ષ્મતાને તેમની દૃષ્ટિએ નીરખી છે, પરખી છે. પ્રત્યેક મનુષ્યએ પોતે જ પોતાના મનના સેનાપતિ થવાનું છે. સાંપ્રતમાં ફેલાયેલ અસત્યના આવરણને હટાવવા તેમણે આધ્યાત્મિકતા અને વિશ્લેષણ શક્તિનો સુમેળ સાધી તર્કબદ્ધ રીતે પોતાની વાતને મૂકી છે. એમનું આંતરિક વિશ્વ ધર્મ અને મૂલ્યના ખરા મર્મને પામેલું હોવાને કારણે જ પોતાના જીવનમાં મેળવેલ સંવાદિતા સમષ્ટિને પણ મળી રહે તે હેતુથી તેમણે સ્વકીય ચિંતનની સંસ્કારિતાને શબ્દસ્થ કરી છે. તેઓ કહે છે,” માણસમાં જાગેલી તીવ્ર અભિલાષાઓ, તીવ્ર રાગ કે તીવ્ર ષમાં પરિણમે છે. જ્યારે ઈચ્છા, વાસના, અભિલાષા, આતુરતા ઈત્યાદિની તીવ્રતા, ઉત્કટતા કે ઉગ્રતા મનુષ્યના ચિત્તમાં પ્રવર્તે છે ત્યારે એની સ્વસ્થતા ચાલી જાય છે. સારાસારનો વિવેક કરવાની શક્તિ તે ગુમાવી બેસે છે. એ વખતે સત્ય, ન્યાય, નીતિ, દયા વગેરે સગુણો પણ તેને અપ્રિય થઈ પડે છે. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે તે નિર્દય બનતાં અચકાતો નથી.' મહાવીર વાણીના અનુષંગે માનવ વ્યવહારનું સચોટ વર્ણન તેમણે કર્યું છે. પોતે પામેલ સત્યને સરળ રીતે અન્ય સુધી પહોંચાડયું છે. પોતાની વ્યક્તિચેતના અને સર્જકચેતનાના સરવાળે એમણે જીવનચેતનાને ઉર્ધ્વગામી બનાવવાના પ્રયત્નો કર્યા છે. આ ગ્રંથના અન્ય લેખોમાં પણ લેખકનું ભાવતંત્ર અને ભાષાતંત્ર રુચિપૂર્ણ રીતે પમાય છે. જગતની સ્થિતિને નિયંત્રણમાં લાવવાના ઉપાય તરીકે તેમણે કહ્યું છે, “માણસ જ્યાં સુધી પોતાની ઈચ્છાઓને પરિમિત કરતો નથી ત્યાં સુધી આતુરતા ઉપરતે વિજય મેળવી શકતો નથી. ઈચ્છાઓનો કોઈ અંત નથી. માણસે પોતાની શક્તિ, કક્ષા, ગુણવત્તા અને પરિસ્થિતિ અનુસાર પોતાની ઈચ્છાઓને પરિમિત કરતાં રહેવું જોઈએ.... કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વમાં શાંતિ-અને સંવાદિતા સ્થાપવા હશે તો પ્રત્યેક કક્ષાએ આતુરતાં ને પરિમિત કરતાં રહેવું પડશે!' ગણતરીપૂર્વકનું જીવન જીવવા કરતાં જીવનના ગણિતનું સાચું સમીકરણ માંડતા આવડે તે અનિવાર્ય છે. આવું બને તો અંતરના અંતરાયો આપોઆપ Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ દૂર થાય ને આતુરતાનું શમન થાય. વિશ્વના રાજકારણને લીધે ઉદ્ભવેલી, માનવજીવનને સ્પર્શતી અત્યંત કરુણ ઘટના તે આતંકવાદનો ઉદય. માનવસ્વભાવની આંટીઘૂંટી સમજવા અનેક વિદ્વાનોએ પ્રયત્ન કર્યા છે. ફ્રોઈડ, યુગ, જહૉન લોક, એરિસ્ટોટલ, હેગલ, વિલિયમ હોકિંગ જેવા વિચારકોએ માનવ મનનો પાર પામવા અગણિત કોયડાઓ માંડ્યા ને ઉકેલ્યા છે પણ કોઈ એક અંતિમ સત્ય એમને હાથ લાગ્યું નથી. માનવ સ્વભાવ એની પરિસ્થિતિઓ, જરૂરિયાતો, અપેક્ષાઓ, ઈચ્છાઓ સાથે જોડાયેલી બાબત છે. જ્યાં સુધી મનુષ્યનું ચિત્ત સમતોલ ને સ્વસ્થ હોય ત્યાં સુધી માનવસ્વભાવની વિકૃતિઓ સમાજને નુકસાનકારક હોતી નથી, એકમેકના સહવાસમાં રહીને તેઓ સ્વસ્થ, નિરામય સામાજિક જીવન જીવવાનો આનંદ માણી શકે છે. સદાચાર હોય કે દુરાચાર દરેક કાર્યની પાછળ કોઈ ચોક્કસ નિમિત્ત રહેલું હોય છે. રાજકારણના અજગરે આતંકવાદનો ભય ફેલાવીને મનુષ્યની શક્તિને ગેરમાર્ગે વાળવાનું ઘોર પાપકર્મ આદર્યું છે. રાજકારણીઓની મહત્વાકાંક્ષાનો અતિરેક આવું પરિણામ આવે ત્યારે કોઈ એકાદ-બે અંગત જીવનને જ નહીં સમસ્ત સમાજજીવન એનો ભોગ બને છે. જે ધર્મ સમતા, બંધુત્વ, પ્રેમનો સંદેશો આપે છે એને વિસારે પાડીને કટ્ટરવાદીઓના લોભામણા ભાષણોથી આતંકનું આચરણ વ્યવસાય બનતો જય છે. ‘‘જાતિવાદ વિશે ભગવાન મહાવીર'' લેખમાં પ્રો. રમણભાઈએ સાંપ્રતની આતંકવાદની સમસ્યાનું ધર્મના અનુષંગે અવલોકન કર્યું છે. સમાજની વ્યવસ્થા એના સમયની માગને આધારે આકારિત થતી હોય છે. પરંતુ સત્તાધીશો પોતાની સત્તા ટકાવી રાખવા જ્યારે સંકુચિત માનસવાળા લોકોને નિમિત્ત બનાવે છે ત્યારે ઉચ્ચ ભારતીય ભાવનાનું વિલોપન થાય છે. આ સત્યને આલેખવા લેખકે ભગવાન શ્રી મહાવીરની વાણી ખપમાં લીધી છે. મહાવીરસ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્રમાં વર્ણવ્યવસ્થા વિશે કહ્યું છે. कम्मुणा बम्मणो होई, कम्मुणा होई स्वतियो । वइसो कम्पुणा होई, सुधो कम्मुणा होई ।। કર્મથી કર્મથી (આચરણથી) બ્રાહ્મણ થવાય છે, કર્મથી ક્ષત્રિય થવાય છે, વૈશ્ય થવાય છે અને કર્મથી શૂદ્ર થવાય છે.'' પ્રો. ૨. ચી. શાહે જૈન ધર્મના પરિપાલનમાં રહેલી વર્ણસમાનતા દર્શાવી સાંપ્રતના જાતિવાદની સમસ્યાના ૨૬૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ ૨ શ્રુત ઉપાસક રમણભાઈ ઉકેલ માટે મૂળને સમજવાની ભાવના વ્યક્ત કરી છે. મનુષ્ય પોતાની ક્ષમતા અને સમજને આધારે જ આત્મવિષ્કારની ભૂમિકામાં મૂકાતો હોય છે. કેટલીક વખત ચિંતા, ભય, ક્રોધ, ઈર્ષા, ઉદ્વેગ, નિરાશા, આદિ કષાયોને કારણે તે ધર્મનો મર્મ ભૂલે છે ને ખોટા કર્મના બંધનમાં બંધાય છે. ધર્મ જીવનનો સાચો હાર્દ સમજાવે છે. ધર્મ એટલે સંપ્રદાયો કે પર્ણોની સંકુચિતતા નહીં પણ આંતરખોજ પ્રત્યે દોરી જતી વ્યાપકતા. આ સત્ય જ્યાં સુધી દૃષ્ટિગોચર થતું નથી ત્યાં સુધી કઠોરતા કે નિર્દયતા દૂર કરી શકાતી નથી. ભારતીય સંસ્કૃતિના પાયામાં, એના ઈતિહાસમાં, કુટુંબજીવનમાં પ્રેમનું સત્ય પડેલું છે. પ્રેમ જેમ જેમ સંકુચિત બનતો જાય છે જીવન તેમ તેમ ટૂંકું, ખોખલું બનતું જાય છે. સંકુચિતતાને કારણે વર્ણવ્યવસ્થાને સમજવામાં મનુષ્યએ થાપ ખાધી છે. આ દર્શાવતા લેખકે કહ્યું છે, “જીવન-વ્યવસ્થાના મીમાંસકોએ મનુષ્યના ચાર મુખ્ય પ્રકારો પાડ્યા હતા. ૧) બ્રાહ્મણ, ૨) ક્ષત્રિય, ૩) વૈશ્ય અને ૪) શુદ્ર. વ્યવસાયને અનુલક્ષીને આ પ્રકારો પાડવામાં આવેલા. તે સમયે એનો હેતુ વર્ણવ્યવસ્થા દ્વારા જીવનવ્યવસ્થા પરસ્પર સહકારમય અને સુખમય બને એવો હતો. કોઈ પણ નવી સામાજિક વ્યવસ્થા સમાજ ઉપર પરાણે લાદી શકાતી નથી.” ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષો પૂર્વે રૂઢિચુસ્ત વર્ણવ્યવસ્થા સામે માનવમાત્રની સમાનતાના વિચારો દર્શાવ્યા હતા. વર્ણને કારણે કોઈ ઊંચ કે નીચ બનતું નથી એ સત્ય તો જૈન ધર્મમાં વર્ષો પૂર્વે દર્શાવાયું છે તેવું સૂચન કરતાં લેખક કહે છે, “ભગવાન મહાવીરનાં વચનોમાંથી પ્રેરણા લઈ આપણા વૈયક્તિક અને સામૂહિક જીવનમાં પરિવર્તન આણવું એ આપણી સાંસ્કૃતિક નિષ્ઠાની દષ્ટિએ પણ આવશ્યક છે.” કટ્ટરપંથી તત્ત્વોએ પોતાના હેતુઓ પાર પાડવા જાતિવાદના શસ્ત્રને વાપર્યું છે ત્યારે આજની શિક્ષિત યુવા પેઢીએ પોતાના શિક્ષણ અને તર્કનો વિનિયોગ કરી સ્વસ્થ સમાજના નિર્માણ માટે કટિબદ્ધ થવું જરૂરી છે. સાંપ્રત સહચિંતન' અને “અભિચિંતના'માં પ્રગટ થયેલા શ્રી ૨. ચી. શાહના નિબંધો એમના અંગત સૌદર્યમય ને સંસ્કારી મનોવિશ્વનો ખ્યાલ આપે છે. તેમની પાસે શબ્દને પામીને એના સત્યની નિકટના અર્થને અભિવ્યક્ત કરવાની શક્તિ છે. પોતાના જીવનકાળ દરમ્યાન તેમણે પુષ્કળ વાંચ્યું છે, ગ્રંથોના મર્મને પચાવ્યા છે. ગ્રંથોના વાંચન અને અનુભવોથી લીધેલ જ્ઞાનનું સતત ચિંતન કર્યું Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૬ ૩ છે. સમસામાયિક સમયનું સૂક્ષ્મદષ્ટિએ અવલોકન કર્યું છે. પોતાનાથી શક્ય નીવડી શકે તે રીતે શબ્દસ્થ સંસ્કારયાત્રાનું સિંચન કર્યું છે. એમના ચિંતનનો વ્યાપ જીવનલક્ષી છે. ભલે એમનાં મૂળિયાં જૈન ધર્મથી રંગાયેલા હોય પરંતુ એમની દૃષ્ટિ તો પરમ સત્યને પામવાની ને પમાડવાની રહી છે. એમણે જે વિષય લખવા માટે પસંદ કર્યો હોય તે વિષયને ઊંડાણપૂર્વક સમજીને, વિચક્ષણ બુદ્ધિમત્તાથી કસીને તટસ્થાપૂર્વક લખ્યું છે. માનવજીવનના વિકાસમાં ધર્મનો ફાળો ઘણો મોટો હોય છે. અવળે માર્ગે જઈ રહેલી સામાજિકતાને સવળો માર્ગ ચીંધવાનું કામ તેમણે સહજતાથી નિભાવી જાયું છે. ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ એની ધર્મપ્રણાલીને લીધે વિશ્વભરના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ઈતિહાસમાં જૈન ધર્મની સુદીર્ઘ પરંપરાનું પણ આગવું સ્થાન છે. જીવનમાં ધર્મને આવશ્યક સંસ્કાર રૂપે જાળવનાર ડૉ. રમણલાલ ચી. શાહે ધર્મને વિભાવરૂપે પ્રયોજી જીવનસત્યને ધર્મના દૃષ્ટાંતો દ્વારા સમજાવીને ઉજાગર કરાવી આપ્યું છે. * * * ડૉ. રમણલાલ શાહના અવસાનથી ની પૂરી શકાય એવી ખોટ ડૉ. રમણલાલ શાહના અવસાનથી આપ સર્વને તથા મુંબઈ જેન સંઘ આદિને કદી પણ ન પૂરી શકાય એવી બહુ ભારે ખોટ પડી છે. તેઓશ્રીએ અનેક રીતે જે સેવા કરી છે તેનો જોટો સમાજમાં મળે તેમ નથી. તેઓશ્રીને મારા પ્રત્યે અનન્ય લાગણી હતી. ખાસ કરીને હું અને મારા પત્ની-બન્ને સાહિત્ય સંમેલનમાં જરૂર આવતા અને તેઓશ્રી ખૂબ જ સભાવ રાખતા હતા. એ બધો એમનો ઉપકાર હું ક્યારેય ભૂલી શકીશ નહિ. હું કુમારપાળભાઈ દેસાઈ વ.ની સાથે આપને ત્યાં આવેલ. તે વખતે એમની સાથે ઘણી સારી વાતો થઈ હતી. તેમણે મને “જ્ઞાનસાર' ગ્રંથ ખાસ આપ્યો હતો. શારીરિક અનેક તકલીફોમાં પણ સ્થિર આસને બેસીને જે લેખન આદિ સતત કરી રહ્યા હતા તે જોઇને ઘણું આશ્ચર્ય થયું હતું. અને “અહોભાવ પ્રગટ્યો હતો.જેન ધાર્મિક શિક્ષણ સંઘ તરફથી તેઓશ્રીને “શ્રદ્ધાંજલિ અર્પ છું. લિ. તેમનો ગુણાનુરાગી || ચીમનલાલ પાલીતાણાકર Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શુત ઉપાસક રમણભાઈ અમારા વેવાઈ તેમ જ પરમ મિત્ર | રમણીકભાઈ ઝવેરભાઈ શાહ ડૉ. રમણભાઈ ચીમનલાલ શાહના બહુમુખી વ્યક્તિત્વ વિષે શ્રી કુમારપાળ દેસાઈએ લખેલ “સૌજન્યશીલ સારસ્વત ડૉ. રમણલાલ ચી. શાહની તલસ્પર્શીય જીવન ઝરમરમાં દરેક માટે પ્રેરણાદાયક ઘટનાઓ આલેખાયેલ છે. ઈ. સ. ૧૯૮૨ માં મારા પુત્ર ચેતન સાથે ડૉ. રમણભાઈની સુપુત્રી શૈલજાના વિવાહ થયા ત્યારથી ડૉ. રમણભાઈના નિકટના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય મને તથા મારી પત્ની અનસુયાને પ્રાપ્ત થયું. એ સમયે પહેલી જ મુલાકાત વખતે હું પણ એક સમયે મુલુંડની મહાશાળામાં શિક્ષક-ઉપાચાર્ય હતો એવી તેમને જાણ થઈ. તે વખતે શિક્ષણપ્રેમી ડૉ. રમણભાઈએ ખૂબ આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે આપણે બન્ને શિક્ષણ ક્ષેત્રના હોવાથી આપણું ખૂબ જ જામશે અને તેઓએ તીર્થકર ભગવાન શ્રી મહાવીરસવામીના જીવન વિષેનું સુંદર રંગીન ફોટોગ્રાફ યુક્ત પુસ્તક અમોને ભેટ આપ્યું. જે અમારા નવા સંબંધની સુંદર શરૂઆતની ચિરસ્મરણીય યાદ બની ગયું. ડૉ. રમણભાઇએ પોતાના સંતાનોને સારી કેળવણી આપી શ્રેષ્ઠ ઘડતર તો કર્યું જ પણ મારા પૌત્ર કેવલ્ય તેમ જ પોત્રી ગાર્ગીને પણ સારી કેળવણી આપી. નાના બાળકો સાથે તેઓ બાળકો જેવા બની શકતાં. તેથી બાળકોને તેમનું સાન્નિધ્ય આનંદમય લાગતું. વાતવાતમાં જ તેમને ધાર્મિક સંસ્કારો પણ મળી જતાં. નાનપણમાં પાંચ-સાત વર્ષની ઉંમરે લોગસ વિગેરે ધાર્મિક સુત્રો ડો. રમણભાઈએ તેમને કંઠસ્થ કરાવ્યા. તેમની સાથેના વાર્તાલાપ દરમ્યાન રમુજી ટૂચકા તો હોય જ. જે બાળકોને અને અમોને પણ ખડખડાટ હસાવી દેતા. ડૉ. રમણભાઈ દ્વારા બાળકોમાં કેળવાયેલ રમુજી સ્વભાવ એટલો તો આત્મસાત થઈ ગયો હતો કે આજે પણ મારો પૌત્ર ચિ. કેવલ્ય મને અમેરિકાથી E-mail કરે છે. તેમાં એકાદ સરસ રમુજ તો હોય જ. ડૉ. રમણભાઈ તેમ જ પ્રો. તારાબેન અમારે ઘેર અવાર-નવાર પ્રસંગોપાત આવતા. પોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં પર્યુષણ બાદ તેમ જ દિવાળી પછી તેઓ અચૂક અમોને મળવા આવતાં. ક્યારેક અમે એમને કહેતાં કે રમણભાઈ આટલે દૂરથી અમોને Page #317 -------------------------------------------------------------------------- ________________ ત ઉપાસક રમણભાઈ ખમાવવા ન આવો અને ફોનથી મળી લઈએ તો ચાલે. તો કહેતા અમોને તમારે ત્યાં આવવાનું ખૂબ જ ગમે. અમે તો તમારે ત્યાં આવવાનું બહાનું જ શોધતા હોઈએ. તમારી સાથે બાળકોને પણ મળાય. ખૂબ આનંદ આવે. ડૉ. રમણભાઈમાં ખૂબ જ સરળતા હતી. અમારા મુલુંડના શ્રી વાસુપૂજ્ય જિનાલયમાં નૂતન પ્રતિષ્ઠા મહોત્સવ પ. પૂ. આચાર્ય ગુરૂ ભગવંતો અશોકચંદ્રસૂરિજી, પૂ. સોમચંદ્રસૂરિજીની પાવન નિશ્રામાં સંપન્ન થઈ રહ્યો હતો ત્યારે અમોને શ્રી સાચા દેવ સુમતિનાથ ભગવાન ભરાવવાનો, શ્રી સરસ્વતી દેવીની પ્રતિષ્ઠા તેમ જ જિનાલયના દ્વારોઘાટનનો લાભ મળ્યો ત્યારે ધર્મપ્રેમી ડૉ. રમણભાઈ ખૂબ જ ખુશ થયા. બધા પ્રસંગોએ પૂજાના પહેરવેશમાં ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કરતા. કહેતા કે તમને તથા તમારા કુટુંબના સભ્યોને પુણ્યાનુબંધી પુણ્યનો અનેરો લાભ મળ્યો છે. છેલ્લા એક વર્ષથી ડૉ. રમણભાઈ અમારા પાડોશમાં મુલુન્ડ રહેવા આવ્યા. કહેતા હતા “હવે આપણે અવાર-નવાર મળી શકીશું. પણ આ સમય ગાળો ખૂબ ટૂંક સમયનો રહ્યો તેનો અમને ખૂબ અફસોસ રહી ગયો. આ વર્ષે પર્યુષણ પર્વ દરમ્યાન મારી પુત્રવધૂ ચિ. શેલજાએ અઠ્ઠાઈ કરેલી. તેના પારણાના કાર્યક્રમ પ્રસંગે વ્હીલચેરમાં બેસીને ઉપસ્થિત રહેલા. બધાં જ સગાં-સંબંધીઓ સાથે ઉત્સાહપૂર્વક હળવા-મળવાનો કદાચ આ તેમનો છેલ્લો પ્રસંગ હતો. એ સમયે ડૉ. રમણભાઈ સંપાદિત કરેલ “જિન-વચન'નો આત્મકલ્યાણક ગ્રંથ ડૉ. રમણભાઈ તેમ જ પ્રો. તારાબેન તરફથી દરેક મહેમાનને ભેટ તરીકે આપવામાં આવેલ. આ “જિન વચન' ગ્રંથની બધાએ ખૂબ જ પ્રશંસા કરી અને કોઈ કારણવશાત્ જે મહેમાનો કાર્યક્રમમાં હાજર રહી ન શકેલા તેમણે સામેથી એ ગ્રંથ મેળવવા વિના સંકોચ માગણી કરેલી. ડૉ. રમણભાઈએ દરેકના હૃદયને સ્પર્શી જતા આવા કેટલાયે ગ્રંથો તૈયાર કર્યા છે. તેમણે “સાંપ્રત સહચિંતન' પુસ્તક મને અને મારા પત્નીને અર્પણ કર્યું તે મારા માટે આનંદનો વિષય છે. મારા જીવન વૃત્તાંતનું પુસ્તક “શ્રીમહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું ત્યારે તેની પ્રસ્તાવના ડૉ. રમણભાઈ દ્વારા લખાઈ છે. તેમાં તેઓએ લખ્યું છે કે “શ્રી રમણીકલાલ ઝ. શાહ' મારા વેવાઈ છે એના કરતા મારા મિત્ર વિશેષ છે.' ડૉ. રમણભાઈ અમારા સ્નેહાળ મિત્ર બની ગયા હતાં. ડૉ. રમણભાઈ ઉદાત્ત, જ્ઞાનસભર લેખનકાર્યમાં સતત વ્યસ્ત રહેવામાં તેઓ આંતરિક આનંદ અનુભવતા. મુલુંડમાં જ્યારે પણ મળવા જવાનું થતું ત્યારે Page #318 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ કોઈ ને કોઈ મહાન ગ્રંથના લખાણમાં રસ તરબોળ જણાતા. તેઓનું જીવન હંમેશ ધ્યેયનિષ્ઠ રહ્યું. તંદુરસ્ત જીવનકાળમાં તો ૧૨૫ જેટલા નાના મોટા ગ્રંથો લખ્યા. પણ હવે કંઈક અંશે શારિરીક અસ્વસ્થતામાં પણ મનથી નક્કી કરેલ જ્ઞાન ગ્રંથોનું લેખન અધુરું રહેવું ન જોઇએ એવા વિચારે પોતાની નાદુરસ્ત તબિયત પ્રત્યે સંપૂર્ણ દુર્લક્ષ કરી લેખનકાર્ય ચાલુ જ રાખતા. બેસીને લખવું શક્ય નહોતું ત્યારે ગોઠણથી વાળીને બે પગોને ટેકે સૂતા સૂતા લખતા રહ્યા. પહેલાં તેમનો આ પ્રકારનો આગ્રહ સમજાતો નહિં. પણ હવે સમજમાં આવે છે કે તેમના જીવન દરમ્યાન ચોક્કસ કાર્યો સંપન્ન કરી લેવાની તેમને ઉતાવળ જણાતી હશે. જીન વચનમાં ભગવાન મહાવીર સ્વામી ગૌતમસ્વામીને કહે છે સમયમ્ ગોયમ્ મા પમાઈએ” ગૌતમ સમય માત્રનો પ્રમાદ કરીશ નહિં. આ કથનને ડૉ. રમણભાઈએ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું હતું. તેથી જ છેલ્લા વર્ષ દરમ્યાન “જ્ઞાન સાર” જેવા જ્ઞાનસભર સમૃદ્ધ ગ્રંથનું ઉદાત્ત લેખન બધી જ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે ટૂંક સમયમાં સંપન્ન કર્યું. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એમના જીવનમાં ચરિતાર્થ થયેલ આપણે જોઈ શકીએ છીએ. એમના મુખે અમે ક્યારેય કોઈ બાબતમાં ફરિયાદ સાંભળી નથી. શારિરીક કષ્ટ બાબત પણ તેમણે ક્યારેય ફરિયાદ વ્યક્ત કરી નથી. અમે તેમને મળવા જતાં ત્યારે બોલી શકતા ન હોય તો પણ લાંબો સમય આનંદથી વાતો કરે. સરસ જીવન જીવ્યાનો સંતોષ વ્યક્ત કરે. સૌ. શૈલજાએ કરેલી સેવાની પ્રશંસા કરે. હાઈવે પર વિકસેલા વિવિધ તીર્થક્ષેત્રો અને તે ક્ષેત્રોના વિકાસની પ્રેરણા કરનાર ગુરૂભગવંતોની વાતો કરે. ત્યારે થતું કે આવી શારીરિક પરિસ્થિતિમાં આપણને મળવા આવનાર સાથે ભાગ્યે જ આપણે આટલી રસપૂર્વક વાતો કરી શકીએ. અંતમાં ડો. રમણભાઈ શાહે પોતાના સુકૃત જીવનમાં તેમણે સંશોધનાત્મક વૃત્તિથી આધ્યાત્મિક ક્ષેત્રે ઉત્તમ સાધના કરી તેનાં આવિષ્કાર દ્વારા આપણા સર્વના પારમાર્થિક લાભાર્થે જ્ઞાનની પ્રભાવના કરી, જે ચિરસ્મરણિય રહેશે. विद्यानाम नरस्य रुपम् अधिकम् प्रच्छन्न गुप्तम् धनम् विद्या भोमकरी यसः सुखकरी, विद्या गुरुणाम् गुरु ।। ડૉ. રમણભાઈ શાહે પણ શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત કરી અને તેમની વિદ્યાના સુમસાર દ્વારા પૂ. રાકેશભાઈ જેવા મહાન ગુરુના પણ માર્ગદર્શક થઈ ગયા. ડૉ. રમણભાઈ ચી. શાહને અમારા કુટુંબની સન્માનપૂર્વક ભાવભરી શ્રદ્ધાંજલિ. . Page #319 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ २६७ અમારા વિરલ વેવાઈ I ઊર્મિલા નગીનદાસ શેઠ ૨૪ ઑક્ટોબર, ૨૦૦૫ના પરોઢના બ્રાહ્મ મુહુર્ત મુલુંડમાં વોકાર્ડ હૉસ્પિટલમાં ડૉ. શ્રી રમણભાઈ ચી. શાહ અંતિમ શ્વાસ લઈ સમાધિમય મંગલ મૃત્યુને પામ્યા. એક મહાન જીવનની સમાપ્તિ થઈ. જૈન શાસનના એક પનોતા પુત્રનો જીવનદીપ બુઝાઈ ગયો. ૧૭ જાન્યુ. ૧૯૮૮ના ડૉ. શ્રી રમણભાઈ અને પ્રો. શ્રીમતી તારાબેન અમારા સંબંધી થયા. તેમના સુપુત્ર ચિ. અમિતાભ સાથે અમારી પુત્રી ચિ. સુરભિનું સગપણ થયું. ૨૧મી જાન્યુ.ના લગ્ન થયા. ફક્ત ચાર જ દિવસમાં પ્રસંગ કરવાનો હતો છતાં અમારા મનમાં કોઈ ભાર નહોતો. તેઓનો ખાસ આગ્રહ હતો કે લગ્ન એકદમ સાદાઇથી અને કોઇપણ જાતના ઠાઠમાઠ વગર કરવા છે. સામાજિક રીત-રિવાજ એટલે કે પહેરામણી વગેરે કંઈ જ કરવાનું નથી. બંનેના સગા-સ્નેહી મળી ૪૦૦ થી વધારેને આમંત્રણ આપવાનું નહીં. લગ્ન પ્રસંગ બપોરના એકથી પાંચની અંદર જેન વિધિથી ઉજવાયો. જમણવાર નહીં કરાવવા માટે તેઓએ આ સમય પસંદ કર્યો હતો. આમંત્રીત સ્વજનો અને સ્નેહીઓને થયું વિચારો તો ઘણાના ઉચ્ચ હોય છે પણ અમલમાં કોઇક જ મૂકે છે. અમને હંમેશા વિચાર આવે છે કે કયા પુણ્યોદયે આપણને ડૉ. શ્રી રમણભાઈ અને પ્રો. શ્રીમતી તારાબેન જેવા સંબંધી મળ્યા ! ડૉ. શ્રી રમણભાઈ પાસે જ્યારે જઇએ ત્યારે હંમેશા કંઈક નવું જ સમજવાનું મળે. તેમના અગાધ જ્ઞાનનો પરિચય આપણને થાય. તેઓ હંમેશા કહેતા અને માનતા હતા કે પ્રભુ મહાવીરની વાણીમાં-વચનોમાં શ્રદ્ધા રાખવી, શંકા કરવી નહીં. તેમની સમજાવવાની રીત નિરાળી જ હતી. તેમની પ્રેરણાથી અમારે ત્યાં વહેલી સવારના ઊઠી વાંચન અને ધ્યાનની શરૂઆત અમે કરી. સાધુ જેવું સંયમી અને સાદાઇપૂર્ણ તેમનું જીવન હતું. સંસારમાં રહેવા છતાં રાગ-દ્વેષ રહિત નિર્લેપ જળ-કમળ-વત તેમનો જીવન-વ્યવહાર હતો. જેમને યોગ્ય માતા-પિતા અને ગુરૂ મળ્યા હોય તેમને જે શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત થાય તેવું તેમને હતું અને ડૉ. શ્રી રમણભાઇને તો સહધર્મચારિણી પ્રો. તારાબેન મળ્યા. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રુત ઉપાસક રમણભાઈ જાણે સોનામાં સુગંધ મળી. આવું સદ્ભાગ્ય બહુ ઓછાને મળતું હોય છે. ડૉ. શ્રી રમણભાઈ વિરલ હતા. વિદ્વતાની સાથે સાથે ખૂબ જ રમૂજી તેમનો સ્વભાવ હતો. તેનું એક ઉદાહરણ આપું. અમો તેમના ઘરે મળવા ગયા હતા. અમારી સાથે અમારા નાના પૌત્ર-પૌત્રી હતા. એક નાની બાટલીનું ઢાંકણું બાળકોથી ક્યાંક પડી ગયું તે મળ્યું નહીં. થોડા દિવસ પછી અમારા પૌત્રના નામે ડૉ. શ્રી રમણભાઈનો પત્ર આવ્યો કે તમારી નાની બાટલીનું ઢાંકણું મળી ગયું છે તે આ પત્ર સાથે મોકલાવું છું પણ બાળકો તમે ધ્યાન રાખજો કે હવે બાટલી ભલે ખોવાઈ જાય પણ આ ઢાંકણું ખોવાવું જોઇએ નહીં.” બાળકો સાથે બાળક જેવા થઈ જવાની કલા બહુ ઓછામાં હોય છે. બાળકોને શાળામાં મૂકતા પહેલાં એકડો લખવાનું શુકન અમે તેમના શુભ હસ્તે કરાવ્યું. તેમની સાથે વેવાઇનો સંબંધ એ તો આનંદની વાત છે જ પરંતુ તે અમારા મિત્ર પણ હતા. સાંપ્રત સહચિંતનનો ૧૪ મો ભાગ તેમણે અમને અર્પણ કર્યો તેને હું અમારું સદ્ભાગ્ય સમજું છું. પ્રબુદ્ધ જીવન'માં લખાતા લેખ એકદમ સાદી અને સરળ ભાષામાં હોય જે દરેકને સમજાય. કોઇપણ વિષય પર તેમના લખેલા લેખ વાંચીએ ત્યારે એમ થાય કે આટલું સવિસ્તર લખાણ ક્યારે લખતા હશે? પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતાના વ્યાખ્યાન સાંભળવાનું આપણે ચૂકી ગયા હોઇએ પણ ડૉ. શ્રી રમણભાઈની સમીક્ષા સાંભળીએ તો આપણને વ્યાખ્યાનનો સાર સમજાય જાય તેવી તેમની વિદ્વતાભરી વાણી હવે ક્યારેય સાંભળવા નહીં મળે. ડૉ. શ્રી રમણભાઈ વિરલ હતા. તેમની વિદાયથી સૌ સ્વજનો, સગા, સ્નેહીઓ અને જૈન સમાજને કદીય ન પુરાય તેવી ખોટ પડી છે. આ જ ઘણી મોટી ક્ષતિ નિત્ય અભ્યાસ, ચિંતન – મનન અને લેખન, વસ્તૃત્વ થકી તેમણે જૈનજગત અને વિદ્યાજગતને સતત માર્ગદર્શન પૂરું પાડયું. સાહિત્ય અને તત્ત્વજ્ઞાન ક્ષેત્રે એકનિષ્ઠ આરાધક એવા મુ. શ્રી રમણભાઈના દેહાવસાનથી સમગ્ર વિદ્યાજગતને અને જૈન સમાજને બહુ મોટી ક્ષતિ પહોંચી છે. શુભકરણ સુરાણા, અમદાવાદ Page #321 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ મહામના ડૉ. રમણભાઈ ચી. શાહ ઈ નગીન જી. શાહ ડૉ. રમણભાઈ ચી. શાહ એટલે અનેક સદ્ગુણોનો સમવાય. તે હતા અનેકવિધ વિપુલ સાહિત્યના સર્જક, પારગામી વિદ્વાન, સમર્થ પ્રાધ્યાપક, શિષ્યવત્સલ ગુરુ, સંશોધકોના પ્રોત્સાહક માર્ગદર્શક, સમદર્શી તંત્રી, અધ્યાત્મપ્રેમી ચિન્તક, આચારશુદ્ધિના આરાધક, સદ્ધર્મપરાયણ ઉપાસક, સંતજનોના ગુણાનુરાગી ભક્ત, પર્યુષણ વ્યાખ્યાનમાળા સાથે માનવસેવા કર્મને જોડીને જ્ઞાનકર્મસમુચ્ચયના સાધનાર પ્રાજ્ઞ યોજક, અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રેરક-યોજક અને સર્વ પરિચિતોના આત્મીય. સામાન્ય રીતે પંડિતોને દોષદર્શી સમજવામાં આવે છે. પરંતુ શ્રી રમણભાઈ પંડિત હોવા છતાં દોષદર્શી હતા જ નહિ. તે કેવળ ગુણદર્શી જ હતા. તેમની દૃષ્ટિ રચનાત્મક હતી, ખંડનાત્મક નહિ. તેમને કોઈની ટીકા કરવી કે સાંભળવી બિલકુલ પસંદ ન હતી. તે નિર્વેર હતા. તે સ્થિતપ્રજ્ઞ હતા. તે ઉદારચેતા, સત્ત્વશીલ ૠષિતુલ્ય પુણ્યપુરુષ હતા. તેમણે માનવતાનો મહિમા કર્યો છે. જે તેમના સંપર્કમાં આવ્યા તે સૌના હૃદયમાં તે વસી ગયા છે. તે સુજનતા અને સ્નેહભાવથી છલોછલ ભરેલા હતા. કોઈનું પણ સુકાર્ય તેમની નજરે ચડે તો તેને તે અવશ્ય બિરદાવતા. ૨૬૯ હું શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો વિદ્યાર્થી અને તે પણ. અમારા સ૨નો વિષય પણ પ્રધાનતઃ સમાન, જ્યારે મુનિશ્રી ન્યાયવિજયજી લિખિત ગુજરાતી ‘જૈન દર્શન’નો મારો અંગ્રેજી અનુવાદ “Jaina Philosophy And Religion” મોતીલાલ બનારસીદાસે પ્રકાશિત કર્યો ત્યારે અમદાવાદમાં મારા ઘરે મને અભિનંદન આપવા આવ્યા હતા. વળી, જ્યારે મારું સંપાદન “Jaina Theory of Multiple Facets of Reality and Truth” તે જ પ્રકાશકે પ્રગટ કર્યું ત્યારે પણ તેમણે પોતાની પ્રસન્નતા પત્ર દ્વારા પ્રગટ કરી હતી. તેમનો પુણ્યાત્મા ઉન્નતિ કરતો રહે અને તેમનો અક્ષરદેહ સૌને પ્રેરણા આપતો રહે એ જ પ્રાર્થના. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨ હo શ્રુત ઉપાસક રમણભાઈ સેવામૂર્તિ... ડૉ. રમણભાઈ | ડૉ. રમણીકલાલ દોશી આપણા સહુના વડીલ આદરણીય શ્રી રમણભાઈ શાહ આપણા સહુ વચ્ચેથી કાયમી દૂર થયા તેનું દુઃખ કુટુંબમાં તારાબહેન તથા કુટુંબને હોય પણ આપણી સંસ્થાઓ અને અમારા જેવી નાની ૪૦ સંસ્થાઓને માટે પણ દુઃખદ પ્રસંગ બની ગયો. અમારી સંસ્થા અને હૉસ્પિટલ જોડે સંબંધ ૨૦ વર્ષ ઉપર રમણભાઈ સાથે રહ્યો. પ્રથમ પ્રસંગ : તેઓ કપડવંજ સાતરસુખાથી પાછા વળતાં અને ચખોદરા આવવા ખાસ આમંત્રણ સ્વીકાર્યું તે પણ ખાસ તકલીફ અને સમય કાઢીને આવ્યા. ત્યારબાદ તેમના વાલકેશ્વરના નિવાસસ્થાને ફરી મળવા જવાનું થયું. તેઓ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા અને હું તો નાના દવાખાનાનો ડોક્ટર પણ, મને મળવા બોલાવ્યો. મારી સાદી, સરળ અને નિખાલસ વાત સાંભળી તુરત સંમતિ આપી અને અંધરાહત-નેત્રયજ્ઞમાં ગુજરાતમાં સહયોગ અપાવ્યો. તે સમયનો તેમનો સહયોગ આવ્યો. કેટલી ઉદાર ભાવના, વૃત્તિ અને કાર્યદક્ષતા. નેત્રયજ્ઞ પ્રસંગે દરેક જગ્યાએ સહકાર્યકર્તાની કાર્યદક્ષ ટૂકડી લઈ ખૂબ અંગત અગવડ વેઠીઆવતા જ રહ્યા. પછી આદિવાસી વિસ્તારોનાં દાહોદ નર્મદા કાંઠે-કે સુરત-વ્યારા, વેડછા પણ અચૂક આવ્યા. આવા કાર્યમાં હૃદયના ભાવ સાથે મુંબઈના સદ્ભાવપ્રેમી અનેક કુટુંબને દરીદ્રદર્શન કરાવવા આગ્રહપૂર્વક લાવે. રહેવાની, જમવાની અગવડ હોય પણ આનંદ સાથે નભાવતા આ આપણા રમણભાઈ ઉદાર વૃત્તિ રાખતા. મને તેમનામાં ગાંધીવિચારનું દર્શન થતું. શહેરી લોકોને ગામડાના દુઃખો જાણવા મળે, દુઃખ નજરે જુએ ને દુઃખ દૂર કરવા સહાયરૂપ થાય તેવી ભાવના તેઓ સેવતા. દેશ પરદેશમાં જૈન ધર્મનો ફેલાવો થાય. લોકો તે વિશે વાંચે, વિચારે, સમજે, જીવનમાં ઉતારે તે માટે પ્રયત્નશીલ રહેતા. ચારે બાજુ શાંતિ પ્રસરે તેવો ભાવ સેવતા. ૭૫ વર્ષથી ચાલતી યુવક સંઘ સંચાલિત વ્યાખ્યાનમાળા જૈન-જૈનેતર વિદ્વાનો, Page #323 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક રમણભાઈ ૨૭૧ સાધુ-સંતો, ઉચ્ચ શ્રેણિના વ્યાખ્યાતાઓ સહર્ષ આવતા. રમણભાઈ પ્રત્યે આદરને કારણે સૌ કોઈ આમંત્રણ પ્રેમથી સ્વીકારતા. તા. ૨૩ ઓક્ટોબરે તેમના સ્વર્ગવાસના આગલા દિવસે હોસ્પિટલમાં તેમને મળ્યો. તેમણે કહ્યું, “મારે હવે લખવાનું પુરું કરવું છું. જૈન ધર્મ વિશે લખાણ તેમને અતિપ્રિય હતું. છેલ્લે પથારીમાં સૂતાં સૂતાં પણ તેમણે લખ્યું. આવા વિનમ્ર, પુરુષાર્થી, વિદ્વાન કાયમ માટે આપણને છોડી ગયા. સર્વ પર સદ્દભાવ રાખી પોતાના પૂજા-નીતિનિયમ બધે સાચવીને જ જીવ્યા અને સંઘ, સમાજને સંસ્થાને દોરવણી આપતા રહ્યા. દુખીજનોના ઉત્કર્ષ કરવાનું સમાજના સુખીજનો ભૂલી ન જાય માટે સજાગ રહ્યા. સહ કાર્યકર્તા સાથે પ્રેમ-આદરભાવ, નાના-મોટા એક છે તે જીવન સામે રાખી કરી દેખાડ્યું. * આવા પંડિત ધર્મપ્રેમી કોઇની બહુ સેવા લીધા વિના જ કાયમ માટે પોઢી ગયા. એક દિવસ અગાઉ તેમને ખાસ મળવાનું હોસ્પિટલમાં થયું ત્યારે સમભાવપૂર્વક તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી. શાંતિથી મેં કરેલા માંગલિકને સાંભળ્યું. આવા ઉચ્ચ આત્માને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ. કોટિ કોટિ નમસ્કાર કરીને સંસ્થા, સમાજ અને પરિવારને નવી શક્તિ, બુદ્ધિ, પ્રેરણા સદા તેમના જીવનમાંથી મળે તે જ ભાવના અને પ્રાર્થના. ૐ શાંતિ શાંતિ સાહિત્યસેવા - શાસન સેવા અને સમાજસેવાના સાધક પૂજ્યશ્રીના બહુઆયામી વ્યક્તિત્ત્વને શબ્દોમાં કંડારી શકાય તેમ નથી, છતાં થોડાં શબ્દોમાં કહું તો પૂજ્યશ્રી સાહિત્યસેવા - શાસન સેવા અને સમાજસેવાના સાધક વિદ્વાન - વિદ્યાર્થી, સંસારી-સાધુ અને અર્વાચીન ઋષિ હતા. સમતા-રૂપી પાસપોર્ટની પાંખે શરૂ થયેલ પૂજ્યશ્રીનો પ્રવાસ મોક્ષનગરે જ પૂરો થશે તેવી શ્રધ્ધા સહ..... ડૉ. દિનેશ પરીખ (મે. ટ્રસ્ટી) શ્રી આત્મવલ્લભ હોસ્પિટલ, ઈડર Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ચુત ઉપાસક રમણભાઈ મારા, ગુરુ, મિત્ર અને માર્ગદર્શક D ડૉ. શેખરચંદ્ર જૈન સ્વ. ડૉ. રમણભાઈનું નામ સ્મરણ કરતાં જ ૩૪ વર્ષ જૂનો કાલખંડ વર્તમાન બનીને ઉભરી આવે છે. લગભગ ૧૯૭૩-૭૪ની વાત હશે, તે વખતે હું ભાવનગરની કોલેજમાં પ્રાધ્યાપક અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં માનદ્ ગૃહપતિ હતો. તેઓ વિદ્યાલય સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. એક વખત તેઓ ભાવનગર પધાર્યા, વિદ્યાલયમાં રહ્યા અને મારો પરિચય થયો. મને પણ લખવા-વાંચવાનો શોખ અને તેઓ તો હતા મોટા સાક્ષર. તેઓએ મારા લેખનકાર્યમાં વધારે રૂચિ બતાવી. પહેલી જ મુલાકાતમાં મારા ઉપર એવી છાપ પડી કે તેઓ અતિ નિખાલસ, સરળ પ્રકૃતિના અને વિદ્યાવ્યાસંગી છે. તેઓએ મારી પ્રકાશિત એક-બે કૃતિઓ જોઈ અને મને સલાહ આપી કે હું જૈન સાહિત્યમાં વધુ ને વધુ અભ્યાસ કરી લેખનકાર્ય કર્યું. અને તેઓએ મને ૧૯૭૪માં મુંબઈ યુવક સંઘ દ્વારા ચાલતી પ્રવચન માળામાં વક્તા તરીકે આમંત્રિત કર્યો. યુવક સંઘની આ વ્યાખ્યાનમાળા એટલે ભારતમાં સર્વાધિક પ્રસિદ્ધ અને જ્ઞાનગંગાને પ્રવાહિત કરનાર વ્યાખ્યાનમાળા તરીકે પંકાયેલી હતી. આ વ્યાખ્યાનમાળામાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના વિદ્વાનો આમંત્રિત થતા. આવી વિશાળ અને મહત્વપૂર્ણ વ્યાખ્યાનમાળામાં મને આમંત્રણ મળતા અપાર આનંદ થયો અને હું પણ લગભગ એક મહિના સુધી મારું વક્તવ્ય તૈયાર કરી, ટેપમાં સાંભળી, સમય વગેરેનું ધ્યાન રાખી તેયાર થઈને ગયો. પહેલી વખત આટલા મોટા સાક્ષર મંચ ઉપર પ્રબુદ્ધ શ્રોતાઓની વચ્ચે બો લેવાનો પ્રથમ અવસર હતો. થોડીક મૂંઝવણ હતી, પણ શ્રી રમણભાઈ શાહે પરિચય આપતી વખતે એવી રીતે પ્રસ્તુત કર્યા કે કોઈ સંકોચ રહ્યો નહીં અને પ્રથમ વ્યાખ્યાન જ ખૂબ જ સારી રીતે વખાણાયું. આનંદ તો એ વાતનો હતો કે જે વ્યાખ્યાનમાળામાં કોઈ વક્તાને સળંગ એક-બે વખતથી વધુ બોલાવતા નથી કે બોલાવવાની સંભાવના રહેતી નથી તેમાં મને સળંગ ૭-૮ વર્ષ સુધી તેઓ એ આમંત્રિત કર્યો. વાસ્તવમાં Page #325 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક રમણભાઈ ૨૭૩ તો હું જ્યારે જ્યારે પણ વ્યાખ્યાન આપવા ગયો ત્યારે એમ માનીને જ ગયો કે હું કંઈક શીખવા જઈ રહ્યો છું. અને મુરબ્બી રમણભાઈનો સ્નેહ અને તારાબેનનું વાત્સલ્ય મને સતત પ્રેરણા આપતા રહ્યા અને હું અધ્યયન માટે વધારે રૂચિ લેવા માંડ્યો. આ પ્રવચનોના સંગ્રહરૂપે મારાં ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત થયાં. શ્રી રમણભાઈ શાહ પોતાના જ્ઞાનની ગંગા યુરોપ અને અમેરિકા ખંડમાં પ્રવાહિત કરી ચૂક્યા હતા. તેઓ એટલા તો નિખાલસ હતા કે બીજા મિત્રો પણ જાય તેમાં તેઓ આનંદનો અનુભવ કરતા અને તેમની પ્રેરણા અને સહયોગથી મને ૧૯૮૯-૯૦ માં લંડન, ૧૯૯૨માં પૂર્વ આફ્રિકા અને પછી ૧૯૯૪ થી સતત અમેરિકામાં પ્રવચન આપવાનો લાભ મળતો રહ્યો. દર વર્ષે જ્યારે હું પાછો ફરે ત્યારે રમણભાઇનો આશીર્વાદ નિરંતર મળે જ. મેં જ્યારે “તીર્થ કરવાણી” માસિક પત્રનો પ્રારંભ કર્યો અને જ્યારે મેં ઘોષણા કરી કે આ પત્રિકા જૈનોના સંપ્રદાયોની સંકુચિતતાથી મુક્ત રહેશે અને તેમાં હિન્દી-ગુજરાતી-અંગ્રેજી ત્રણેય ભાષાઓના લેખોનો સમાવેશ કરવામાં આવશે ત્યારે તેઓ એ વર્તમાન યુગમાં જૈન પત્રિકાઓની સ્થિતિ ઉપર ચર્ચા કરી અને પરિસ્થિતિથી વાકેફ કર્યો અને સફળતાના આશીર્વાદ પણ આપ્યા. તેઓએ કહ્યું “મારા ગમે તે લેખને તમે મારી કોઇપણ અનુમતિ વગર પ્રકાશિત કરવા સ્વતંત્ર છો.' અને વાસ્તવમાં તેઓ આ પત્રિકાની પ્રગતિથી, તેના લેખોથી સંતુષ્ટ રહ્યા અને તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ આશીર્વાદ સ્વરૂપે તેમના સૂચનો આપતા રહ્યા. મેં જ્યારે અમદાવાદમાં “સમન્વય ધ્યાન સાધના કેન્દ્ર દ્વારા શ્રી આશાપુરામાં જેન ચેરિટેબલ હૉસ્પિટલનો પ્રારંભ કર્યો અને તેનું સાહિત્ય, રૂપરેખા, કાર્ય વગેરેની જાણ કરી ત્યારે તેઓએ મને આશીર્વાદ તો આપ્યા પણ આર્થિક મુશ્કેલીઓ કેવી નડી શકે તેનો પણ ખ્યાલ આપ્યો. મને દાનવીરો પાસેથી દાન પ્રાપ્ત થાય તેમાં તેમની રૂચિ હતી. છ-સાત વર્ષ દરમ્યાન મેં હોસ્પિટલની જે પ્રગતિ કરી તેનો અહેવાલ વાંચીને તેઓએ એવો તો સંતોષ વ્યક્ત કર્યો જાણે એમના સ્વજનને કોઈ સફળતા મળી હોય. છેલ્લે-છેલ્લે તેઓની ભાવના હતી કે મુંબઈ જેન યુવક સંઘ જેમ દર વર્ષે કોઈ ને કોઈ સેવાભાવી સંસ્થા માટે આર્થિક મદદ કરે છે તેમ આ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ક્ષત ઉપાસક રમણભાઈ સંસ્થાને પણ એક વખત મદદ મળે અને સંસ્થા પગભર થાય તેવી તેમની ભાવના હતી. છેલ્લે મેં જ્યારે તેમને પત્ર લખ્યો અને ફોન ઉપર વાત કરી ત્યારે તેમણે મને કહ્યું કે તમે જેન યુવક સંઘને લખો અને તેમના મંત્રી વગેરે ધ્યાન આપશે અને હું પણ ભલામણ કરીશ. પરંતુ મારા દુર્ભાગ્ય આજે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ મને વિશ્વાસ છે કે તેઓ પોતાના આત્માથી જરૂર મને આ સફળતામાં સહયોગ કરશે. હું કોઈપણ વિદ્યાર્થીને જ્યારે જૈન ધર્મ કે દર્શનમાં પીએચ.ડી. માટે રજિસ્ટર્ડ કરાવતો ત્યારે તેમની સાથે જરૂર ચર્ચા કરતો અને માર્ગદર્શન મેળવતો. ડૉ. રમણભાઈ ચી. શાહ ગુજરાતી ભાષા અને સાહિત્યના તો વિદ્વાન હતા જ પરંતુ જેનદર્શન સાહિત્ય, કળા, સંસ્કૃતિના મર્મજ્ઞ હતા અને સૌથી મોટી વિશેષતા તો એ હતી કે તેઓ શ્વેતામ્બર મૂર્તિપૂજક હોવા છતાં ક્યારેય સંપ્રદાયની સંકુચિતતામાં રહ્યા નથી. એમણે તો એક દીર્ઘદૃષ્ટા, લેખક, કવિ, ચિંતકની ભાવનાથી જ ધર્મના સિદ્ધાંતોનું અવલોકન અને મૂલ્યાંકન કર્યું છે. તેઓ દિગમ્બર કે શ્વેતામ્બર સંપ્રદાયના મહાન આચાર્યો, મહાન આગમ કૃતિઓ કે મહાન તીર્થસ્થાનોનો કોઇપણ ભેદભાવ વગર અધ્યયન, દર્શન કરતાં અને પોતાના લેખોમાં જે-તે સ્થાનો, શાસ્ત્રો અને વ્યક્તિઓના ગુણોની ચર્ચા કરતા. તેથી તેઓ માત્ર શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજમાં જ નહીં સંપૂર્ણ જૈનજગતમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કરી શક્યા હતા. હકીકતે તેઓ પથવાદથી દૂર મુક્ત ગગનમાં વિહાર કરતા હતા. ડૉ. રમણભાઈને વિદ્યાર્થીઓ પ્રત્યે અપાર મમતા હતી. તેથી તેઓ જ્યાં સુધી મહાવીર જૈન વિદ્યાલયના પદાધિકારી રહ્યાં ત્યાં સુધી વિદ્યાર્થીઓને વધુમાં વધુ કેમ સગવડ મળે, તેઓ ઉચ્ચ શિક્ષણમાં વધુ પારંગત બને તેની જ ભાવના રાખતા હતા. જૈન સાહિત્ય માટે તેઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તત્ત્વાવધાનમાં દર વર્ષે વ્યાખ્યાનમાળાનું આયોજન કરતા અને મને તેમનું દર વખતે સાનિધ્ય પ્રાપ્ત થતું. એક સફળ લેખક તરીકે તેઓએ અનેક પુસ્તકો લખ્યા છે જે જિનતત્ત્વ'ના નામે અનેક ભાગોમાં પ્રકાશિત થયા છે. “પાસપોર્ટની પાંખે' તેઓ ઉડ્યા છે તો એની પ્રેરણાથી “હવા કે પંખો પર' લખવાની મને Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૭૫ પ્રેરણા મળી છે. તેઓ હૃદયના સરળ હતા પણ શિસ્તના આગ્રહી હતા. એનું કારણ કે તેઓ એન.સી.સી.માં મેજરના પદ સુધી કામ કરી ચૂક્યા હતા. સદ્ભાગ્યે હું પણ એન.સી.સી.માં લેફ્ટનન્ટ સુધી કાર્ય કરી ચૂક્યો હતો. હું તો માનું છું કે અનેક બાબતોમાં તેમની પાસેથી મને ઘણું શીખવાનું મળ્યું છે તેથી તે મારા ગુરુપદે રહ્યા છે. તેઓ મને એક મિત્રભાવે સલાહ આપતા રહ્યા છે અને હું નિરંતર પ્રગતિ કરું તેના માર્ગદર્શક રહ્યા છે. તેમના ધર્મપત્ની પૂ. તારાબહેન એટલા જ વાત્સલ્યમયી, મમતામયી છે. તેઓનું વાત્સલ્ય મને મળતું જ રહ્યું છે. રમણભાઇની જેમ તેઓ પણ મારી પ્રગતિથી સંતોષ વ્યક્ત કરતા તે મારા માટે અમૂલ્ય નિધિ જેવું છે. આવા સાક્ષર, સાહિત્યકાર મુરબ્બીની ચિરવિદાયથી હકીકતે તેમનો પરિવાર જ નહીં તેમના તમામ સાહિત્યકાર મિત્રો, પ્રવચનભક્તો અને સૌ આજે નિરાધાર બન્યાનો અનુભવ કરે છે. તેમની ખોટ ક્યારેય પૂરી થશે નહીં. તેઓ દેહથી ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમનો અક્ષરદેહ નિરંતર પ્રેરણા આપશે. જૈન સમાજે એક હીરલો ગુમાવ્યો છે મુ.શ્રી રમણલાલભાઈના વ્યક્તિત્વને મૂલવવા માટે શબ્દો પણ પાંગળા પુરવાર થાય. વિચારોને લેખિની દ્વારા વાચા આપવા માટે ત્યાં પણ મર્યાદા આવી જાય. કારણ એમની બહુમુખી પ્રતિભા એમને ન્યાય આપવો ઘણો મુશ્કેલ છતાં પણ લખ્યા વિના તો ન જ રહેવાય. સહજ-સરળ સ્વભાવ, વાદવિવાદમાં ઉતરવાનું નહિ- શાંત મુદ્રા, કયારેય પણ અવાજ ઊંચો નહિ, કેટકેટલા ગુણો વર્ણવવા ! આટલી ગુણવત્તા ધરાવતું વ્યક્તિત્ત્વ પણ ઘમંડ જરાપણ નહિ. બધાં સાથેનું આત્મિયતાભરેલું વર્તન જ તેમને કદી પણ ભૂલવા નહિ દે. કહેવાય છે કે સમય જતા બધું વિસરાઈ જાય પણ આ કહેણ રમણભાઈ માટે ખોટી પૂરવાર થશે. કારણ તેઓ સદાય બધાનાં હૃદયમાં સ્મરણરૂપે જીવંત રહેશે. જૈન સમાજે એક હીરલો ગુમાવ્યો છે | રમા વિનોદ મહેતા, મુંબઈ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રુત ઉપાસક રમણભાઈ સૌજન્યની ભીનાશ રોહીત શાહ પોતાની વિદ્વતાને એક બાજુએ રાખીને હંમેશાં સહજ જિજ્ઞાસાવૃત્તિનું લાલન-પાલન કરતા રહેલા ડૉ. રમણલાલ ચી. શાહ નિભતાના ઉપાસક હતા. ઉત્તમ વક્તા હોવાનું એમનું મુખ્ય લક્ષણ એ હતું કે ક્યારે બોલવું અને કેટલું બોલવું એનો સંયમ એમના વ્યક્તિત્વમાં છલોછલ હતો. તેમના લેખો કદમાં લાંબા રહેતા, તેમનું વક્તવ્ય એટલું જ ટૂંકું રહેતું. એમની કલમને વિવાદ કદીય અભડાવી શક્યો નહોતો. “જિનતત્ત્વ' પુસ્તકશ્રેણીમાં એમણે લખેલા લેખો સમતોલપણાની સુગંધ પ્રસરાવે છે. સમન્વય દ્વારા જ કંઈ પણ સિદ્ધ કરી શકાય એવી એમની સમજણને સૌ કોઈ બે હાથે સલામ કરતું હતું. ડૉ. રમણલાલ ચી. શાહને પહેલી વખત જૈન સાહિત્ય સમારોહના એક કાર્યક્રમમાં મળવાનું થયું. એમની પ્રજ્ઞાનો પરિચય પહેલેથી જ હતો. ત્યાર પછી એકાદ-બે જાહેર કાર્યક્રમોમાં મળવાનું ય થયું પરંતુ સાવ અલપ-ઝલપ. આ કારણે ઝાઝો વ્યક્તિગત પરિચય ન થઈ શક્યો. થોડી નિખાલસ વાત કરું તો, એમના સાંનિધ્યમાં મુંબઇમાં યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે, એકાદ વખત વ્યાખ્યાન આપવાની લાલચ મનમાં હતી. પ્રયોજન એટલું જ કે મારા વ્યાખ્યાન પછી એમનો પ્રતિભાવ કેવો મળે છે એ જાણવા મળે ! એમની કસોટીમાંથી પસાર થવાનું સદ્ભાગ્ય મને ન મળ્યું એનો વસવસો સદાય રહેશે. ગુજરાતમાં ધોરણ ૧૨ ના પાઠ્યપુસ્તકમાં “પગરખાં ગોઠવનાર' શીર્ષક અંતર્ગત એમની એક કૃતિ લગભગ દસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ભણાવી. પાસપોર્ટની પાંખ' પુસ્તકમાંથી લેવાયેલી એ કૃતિ વાંચ્યા પછી વિદ્યાર્થીઓ મારી પાસે આખું પુસ્તક વાંચવાની તત્પરતા વ્યક્ત કરતા. પ્રવાહિતા અને પ્રાસાદિકતા વચ્ચે વહેતી એમની કલમ ક્યાંય ખોડંગાતી ન લાગે. ફેક્ટરીના માલિકનો છોકરો વિદેશમાં અભ્યાસ કરીને આવેલો છતાં અનુભવમાં જરાય ઊણો ન રહી જાય એટલે એને પોતાની ફેક્ટરીમાં જ સાવ સામાન્ય કામકાજમાં તાલીમ લેવા મૂકેલો. ફેક્ટરીની મુલાકાત માટે ગયેલા લેખક અને તેમના સંગાથીઓનાં પગરખાં વારંવાર તે યોગ્ય જગાએ ગોઠવીને મૂકે છે. આટલી Page #329 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક ૨મણભાઈ સરળતા સમાજની પ્રત્યેક વ્યક્તિમાં આવી જાય તો સમાજ એકપણ બાબતમાં પછાત ન રહી શકે. અનેક લેખકોએ વિદેશ-પ્રવાસો કર્યા છે અને એ પ્રવાસના અનુભવોનું આલેખન પણ કર્યું છે. છતાં ડૉ. રમણલાલ ચી. શાહે જે અવલોકન કર્યું તે વિશિષ્ટ છે. ડૉ. રમણલાલ ચી. શાહનો પ્રત્યક્ષ પરિચય મને જેટલો નથી, એટલો એમનો પુસ્તક-પરિચય છે. એમના ઘણાં લેખો મેં “જન સમાચાર'માં પ્રગટ કર્યા છે. ગુજરાતી ભાષામાં પોતાનાં લખાણો ઉપરના કોપી રાઇટનું વિસર્જન કરનારા અન્ય લેખકો કેટલા? એમના કોઇપણ પુસ્તકમાંથી કોઇપણ લેખ પ્રગટ કરવા માટે એમની અનુમતિ લેવી ન પડે, એવી સગવડ એમણે સૌ કોઇને કરી આપી છે. કોપીરાઇટનું વિસર્જન કરીને એમણે પોતાની સરળ નિર્મોહિતા બતાવી હતી. આ વાત આજે કદાચ સામાન્ય લાગશે, પરંતુ ભવિષ્યમાં તેની મહત્તા સૌને સમજાશે. પોતાની હયાતી પછી, પોતાના વારસદારોને કોપીરાઇટ દ્વારા કેટલી બધી કમાણી થઈ શકે, એ તેઓ જાણતા જ હતા. છતાં સમાજને કશુંક આપી જવાની સહૃદયતાએ એમને આવું ઉમદા કાર્ય કરવા પ્રેર્યા. સંસાર છોડનારા પણ ક્યારેક તો આ કામ નથી કરી શકતા ! ડૉ. રમણલાલ શાહે અનેક વ્યક્તિચિત્રો (ચરિત્રલેખન) પણ કંડાર્યા છે. રાજકારણ, ધર્મ, શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ વગેરે ક્ષેત્રોની વિભૂતિઓ વિશે લખવામાં ક્યાંય પક્ષપાત ન હોય અને ક્યાંય પૂર્વગ્રહ ન હોય. જેના વિશે આલેખન કરવાનું હોય તેનો સર્વાગી અને સર્વગ્રાહી અભ્યાસ કરીને પછી જ કલમ ચલાવી હોય. આ બધામાં વચ્ચે પોતે ક્યાંય ન દેખાય. પોતાનો વટ પાડવાનું, પોતાનો પ્રભાવ પાડવાનું આ માણસને કદીય ન આવડ્યું. ઘણાં એવોસ મળ્યા, ઘણાં સન્માન મળ્યાં, ઘણી પ્રતિષ્ઠા મળી...છતાં અહંકાર લેશમાત્ર જોવા ન મળે ! નવું કોઈ પુસ્તક પ્રગટ થાય એટલે એની એક નકલ અચૂક યાદ કરીને મોકલી આપે. એમના સૌજન્યની ભીનાશથી પરોક્ષપણે સતત ભીંજાવાનું સદ્ભાગ્ય મળતું રહ્યું. એમની શૈલી નિરંતર એમના શીલને અનુસરતી રહી. ડો. રમણલાલ ચી. શાહના આત્માને પરમ ધામમાં પરમ શાંતિ મળે એ માટે આપણે કશી પ્રાર્થના કરવી પડે એમ નથી. આવા સરલ અને ઉમદા આત્માને શાંતિ પામવાનો અધિકાર છે. આઘાત અને અફસોસ એટલો જ રહેશે કે આવું પ્રજ્ઞાસભર, નિર્દભ વ્યક્તિત્વ હવે આપણી વચ્ચે રહ્યું નથી. * * * Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સાદગી અને તાજગીનો સમન્વય 7 વસંત નાનજી ભેદા પૂ. રમણભાઈ શાહ એટલે સાદગી અને તાજગીનો અદ્ભુત સમન્વય. સહજ, સરળ અને નિખાલસ અને જ્ઞાનપિપાસુ અને વળી જ્ઞાનદાતા અને આજીવન વિદ્યાર્થી અને શિક્ષક. શ્રુત ઉપાસક રમણભાઈ મારો એમની સાથે છેલ્લાં ૨૫ વર્ષનો સંબંધ હતો. ખાસ કરીને અરિહંત આરાધક મંડળ દ્વારા દર મહિને નીકળતી યાત્રા પ્રવાસમાં, મંડળના યાત્રિકોને ડૉ. રમણભાઈ શાહનો ઘણો જ લાભ મળ્યો હતો. એમના પાસે ધર્મના પાયાના જ્ઞાનથી લઈને વિશેષ ઊંડા આત્મિક જ્ઞાન માટેની સૂઝ અને સમજ મળતી હતી. ધર્મના ફળરૂપે સરળતા અને નિર્દેભતા એ એમના જીવનમાં પરિણમેલી હતી. જૈન તત્ત્વજ્ઞાનના જ્ઞાનપિપાસુઓ માટે ડૉ. રમણભાઈની હાજરી ઘણી જ સહાયક હતી. બાળજીવોથી માંડીને સાધક આત્માઓ માટે સહુને ઉપયોગમાં આવવાનો અભિગમ અવિસ્મણીય રહેશે. આ કાળમાં સહકાર અને સહાયકભાવનો દુષ્કાળ વરતાય છે, ત્યારે એમને ત્યાં લીલીવાડીની ઠંડક હતી. છેલ્લાં ઘણા મહિનાથી એમની લથડેલી અને કથળેલી તબિયતમાં એમની સ્વસ્થતા, સભાનતા અને સમતા અનુમોદનીય હતી. બીજાના માટે ઉપયોગમાં કેમ આવવું એ એમની ચિંતા, કથળતા સ્વાસ્થ્યમાં પણ રહેતી, પોતાની અંદર મગ્નતા પાંગરે એ માટે એમને આનંદધન, દેવચંદ્રવિજયજી, યશોવિજયજી મા.સા.ના ભક્તિ-પદોની ચાહના રહેતી. આવા સમર્થ મહા આધ્યાત્માયોગીઓના પદો આત્માની આંતર ઉર્ધ્વ ચેતનાની ગતિને પ્રાણ પૂરનારા બની રહે છે. ડૉ. રમણભાઈ જોડે સ્વાધ્યાય, વાંચન, સત્સંગ, તીર્થયાત્રા તથા સાહિત્ય સમારોહમાં વગેરેમાં અવારનવાર જવાનું થતું. એમની સાથેની સાનિધ્યમાં એટલું તો અવશ્ય આપણે અનુભવી શકીએ, પૂર્વ જન્મોના સાધકનો આત્મા આ ભરતક્ષેત્રમાં-ભારતની મોહમયી મુંબઈમાં આવી અને આપણા સહુ ઉપર અઢળક ઉપકાર કરીને સહજ નિર્લેપભાવે પોતાના આત્માની શ્રેષ્ઠ સાધના માર્ગે આગળ દેહબંધન માંથી છૂટા થયો અને સહજભાવે મૃત્યુને તેમણે આવકાર્યું હતું. આપણે સહુ પરમાત્માને ડૉ. રમણભાઈના આત્માની પરમ કેવળજ્ઞાન પરમપદની પ્રાપ્તિ માટે પરમ પ્રાર્થના નિરંતર કરીએ. Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૭૯ સરળ, સ્નેહસભર વ્યક્તિત્વ | ડૉ. કલા શાહ ડૉ. રમણભાઈની વિદાય એટલે જૈન ધર્મ, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના એક મહાન ચિંતકની ખોટ. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના માજી વડા એવા સાચા વિદ્વાન પ્રાધ્યાપકની ખોટ. તેમના માર્ગદર્શનમાં વિદ્યા પ્રાપ્ત કરી વર્તમાનમાં અનેક વિશિષ્ટ પદ શોભાવતા (પ્રાધ્યાપકો વગેરે) અઢળક વિદ્યાર્થીઓને માટે સ્વજન એવા માર્ગદર્શકની ખોટ. આ ખોટ ક્યારેય પૂરાય તેવી નથી. આ લેખમાં રમણભાઈ સાથેના યુનિવર્સિટીના વિભાગના વડા, મારા પીએચ.ડી.ના માર્ગદર્શક તથા અન્ય પ્રસંગોમાંથી ઉપસતી રમણભાઈની સ્વચ્છ નીતર્યા નિર્મળ નીર જેવી છબી ઉપસાવવાનો મારો પ્રયત્ન છે. ડૉ. રમણભાઈના માર્ગદર્શનમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી લગભગ વીસથી વધારે વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ વાત ગૌરવપ્રદ ગણી શકાય. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આયોજિત જૈન સમારોહમાં મે જૈન સાહિત્યમાં પીએચ.ડી. કરવાનો નિર્ણય કર્યો એ પ્રસંગને મારા જીવનમાં અવિસ્મરણીય ગણું છું. મહુવામાં જૈન સાહિત્ય સમારોહમાં રમણભાઈના નેતૃત્વમાં યોજાયેલ જૈનસાહિત્ય સમારોહમાં જૈન તત્ત્વજ્ઞાન, ધર્મ અને સાહિત્યના એનસાયક્લોપીડિયા સમાન પૂ. અગરચંદજી નાહટા પ્રખર વિદ્વાન દલસુખભાઈ માલવણિયા અને પ્રાકૃત અપભ્રંશન ભાષાના તથા સાહિત્યના સાક્ષર શ્રી ડૉ. હરિવલ્લભ ભાયાણી અને ડૉ. રમણભાઈ શાહ, વિદૂષી તારાબેન તથા અન્ય વિદ્વાનોના વક્તવ્યોનું શ્રુતપાન કર્યા પછી મેં જૈન સાહિત્યમાં પીએચ.ડી. કરવાનો નિર્ણય લીધો. આ જૈન સાહિત્ય સમારોહમાં મારો સાચા અર્થમાં જેન બનવાનો પ્રયત્ન શરૂ થયો. ઈ.સ. ૧૯૮૪માં પીએચ.ડી.ની ડિગ્રી મળી ત્યારથી આજે ૨૦૦૫ સુધીમાં રમણભાઈના સાન્નિધ્યમાં મારા આંતરિક વ્યક્તિત્વનો આધ્યાત્મિક વિકાસ થયો. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ત ઉપાસક રમણભાઈ પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે મને રમણભાઈમાં રહેલી શિક્ષક તરીકેની શિસ્ત, એમનામાં રહેલી ચીવટ અને જરૂર પડે વિદ્યાર્થીને અવળા કાન પકડી સમતાભાવે સમજાવવાના ગુણનો સહજ પરિચય થયો. ડૉ. રમણભાઈને હું પી.એચડીના માર્ગદર્શક તરીકે તેમની વિશેષતાઓને યાદ કરું તો એક વિશિષ્ટ શિક્ષકની છબી ઉપસે છે. ડૉ. રમણભાઈ પીએચ.ડી. કરનાર વિદ્યાર્થીને કહેતાં. (૧) પીએચ.ડી. કરનાર વિદ્યાર્થીમાં શિસ્ત, નિયમિતતા, વિષયની પસંદગીમાં કાળજી, સંશોધનકાર્ય કરવાનો પોતાનો રસ, સ્વચ્છ લખાણ, વિષયમાં ઊંડા ઉતરી મૌલિક વિચારો વ્યક્ત કરવાની શક્તિ વગેરે ગુણો હોવા જોઈએ અથવા કેળવવા જોઈએ. (૨) રમણભાઈ વિદ્યાર્થી સાથે સ્વજનની જેમ વર્તતા. નિયમિત રીતે અઠવાડિયાનો એક દિવસ દરેક વિદ્યાર્થીને બોલાવી વિષયની ચર્ચા કરતા. તેમની સાથેની ચર્ચામાં થિસિસના કાર્યની સંપૂર્ણ પદ્ધતિ જાણવા મળતી. અન્ય ગ્રંથોના સંદર્ભો કેવી રીતે મૂકવા તે સમજાવતા. આ બધી ચર્ચાઓ દરમ્યાન ચા-પાણીની સાથે સાથે હળવા ટૂચકાઓ તથા પરદેશના અનુભવો અમને સંભળાવતા ત્યારે ભારે ભડખમ વિદ્વાનની સાથ હળવી પળો માણવા મળતી. (૩) રમણભાઈ આગ્રહ રાખતા કે વિદ્યાર્થી પોતાનું લખાણ ફૂલસ્કેપની જમણી બાજુએ સ્વચ્છ અક્ષરે લખે જેથી સામેની બાજુએ પોતાના મુદા, સુધારાવધારા સાથે ટાંકી શકે. મારા લખાણમાં લીલી સહીથી સુંદર સુડોળ અક્ષરે તેમણે કરેલા સુધારાવાળા પાના મેં આજ દિન સુધી સાચવી રાખ્યા છે. રમણભાઈ મોટા (ઊડીને આંખે વળગે તેવા) અક્ષરે લખતા એ એમની વિશેષતા ગણાય. (૪) અનેક સૂચનો દ્વારા થિસિસમાં અનેક વિદ્વાનો, સાક્ષરોના મંતવ્યો, વિષયના ઊંડાણને સ્પર્શવાની ખાસ ચીવટ, સાથે સાથે વિદ્યાર્થીની પોતાની મૌલિક દષ્ટિ – આ બધું રમણભાઈ પાસેથી શીખવા મળ્યું. ડૉ. રમણભાઈ પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે અનન્ય હતા. તેમની પદ્ધતિએ મને પણ માર્ગદર્શક તરીકે દિશા બતાવી છે. વિદ્યાર્થીની થિસિસનું લખાણ સંપૂર્ણ પહેલેથી છેલ્લા પાના સુધીનું પોતે વાંચી જતા અથવા વંચાવતા. નાની સરખી ભૂલ પણ તેમની નજરમાંથી છટકી શક્તી નહિ. યુનિવર્સિટીમાં ફી ભરવાથી લઈને વિદ્યાર્થીની મૌખિક પરીક્ષા થાય ત્યાં સુધી Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ રમણભાઈ સહાય કરતા. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા સમગ્ર વિશ્વભરની યુનિવર્સિટીઓમાં મુંબઈ (બૉમ્બે) યુનિવર્સિટી ટોચનું સ્થાન આજે પણ ધરાવે છે. અન્ય ભાષાઓના વિભાગની સાથે સાથે ઈ.સ. ૧૯૭૦માં ગુજરાતી વિભાગની સ્થાપના મુંબઈ યુનિવર્સિટીમાં થઈ. તે સમયના અન્ય પ્રાધ્યાપકો આ ગૌરવવંતી ખુરશીની હરીફાઈમાં હતા. તે છતાં ડૉ. રમણભાઈ પ૨ ગુજરાતી વિભાગના વડા તરીકેનો કળશ ઢોળાયો અને સાહેબે ગુજરાતી વિભાગને વર્ષો સુધી જતન કરીને જાળવ્યો. યુનિવર્સિટીના વડા તરીકે વિચારતા જણાય છે કે તેઓ પ્યુનથી લઈને યુનિવર્સિટીના અનેક વિભાગોના કાર્યકરો સાથે સ્વજનની જેમ વર્તતા, પોતે એક વિભાગના વડા (હેડ) છે તે પ્રતીતિ કોઈને ક્યારેય થવા દેતા નહિ. તે છતાં બધાં પાસે વ્યવસ્થિત કામ કરાવતા. તેઓ પોતે સેંટ ઝેવિયર્સ કૉલેજમાં વર્ષો સુધી એન.સી.સી.માં કાર્યરત રહેલા હોવાથી કડક શિસ્તના આગ્રહી હોય એ સ્વાભાવિક છે. શિસ્તની સાથે સાથે રમણભાઈની યાદ રાખવા જેવી વિશેષતા એ હતી કે તેઓ ક્લાસમાં (૧૦૦ થી ૧૫૦ વિદ્યાર્થીઓના) દરેક વિદ્યાર્થીનું નામ યાદ રાખતા અને નામથી જ બોલાવતા. (અ । ગુણ બહુ ઓછા પ્રાધ્યાપકોમાં જોવા મળે છે.) રમણભાઈએ ગુજરાતી વિભાગની ખુરશી સંભાળી અને પોતે નિવૃત્ત થયા ત્યાં સુધી આ વિભાગનું ગૌરવ વિશેષ રીતે વધાર્યું. રમણભાઈ મુંબઈની ચર્ચગેટથી દહિંસર અને ભીવંડી સુધીના કૉલેજોના પ્રાધ્યપકોમાં ‘પ્રિય' હતા. કારણકે તેઓ બધાંને એક સૂત્રે બાંધી રાખતા. દરેક પ્રાધ્યાપકને (સિનિયર કે જુનિયર) તેમના પ્રશ્નો કે મૂંઝવણોમાં યોગ્ય માર્ગદર્શન સાંત્વનાપૂર્વક આપતા. ગુજરાતી ભાષાના પ્રાધ્યાપકો (૧૫૦) જેની રાહ જોતા એવા અધ્યાપક મિલન વર્ષમાં બે વાર તેઓ યોજતા. સત્રના પ્રારંભમાં સ્નેહમિલનમાં નવા પ્રાધ્યાપકોનો પરિચય થતો અને સત્રના અંતે યોજાતા મિલનમાં નિવૃત્ત થતા શિક્ષકોને ગૌરવપૂર્ણ વિદાય અપાતી. આ સમયગાળા દરમ્યાન કૉલેજોમાં કાર્યરત ગુજરાતી શિક્ષકોનો ઉત્સાહ અનેકગણો વધ્યો હતો. બધામાં એક ચોક્કસ પ્રકારનો સ્નેહભાવ સર્જાયો હતો. રમણભાઈએ પોતાના સમભાવી સ્વભાવને કારણે કોઈપણ શિક્ષકને ક્યારેય નિરાશ નથી કર્યા. પોતે નિવૃત્ત થયા ત્યારે યુનિવર્સિટીના ઑફિસ સ્ટાફને ગુપ્ત દાન તરીકે સારી એવી રકમ દાન આપી, જેના દ્વારા તેઓને લોન વગેરે મળી શકે. ૨૮૧ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રુત ઉપાસક રમણભાઈ આ રીતે રમણભાઈએ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગની છબી એક સ્વચ્છ અને સક્રિય વિભાગ તરીકેની ઉપસાવી હતી. જૈન સાહિત્ય સમારોહના યોજક, સંયોજક અને આયોજક સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી અને વર્તમાન ગુજરાતી ભાષામાં જેન સાહિત્યનું વિપુલ ખેડાણ થયું છે. જૈન સાહિત્યના વિદ્વાનો, રસજ્ઞો તથા સામાન્યજનોને એક મંચ પર લાવી તેનો પરિચય અને આસ્વાદ કરાવવાનું ભગીરથ કાર્ય રમણભાઈ ‘જૈન સાહિત્ય સમારોહ'ના આયોજન દ્વારા કર્યું. આ સાહિત્ય સમારોહ મુંબઈ, મહુવા, પાલિતાણા, કચ્છ, સુરત, પાટણ, પાલનપુર, સુમેરુ વગેરે તીર્થોમાં યોજાતા. આ સમારોહમાં જૈન ધર્મ, તત્વજ્ઞાન અને સાહિત્યના વિદ્વત્તાપૂર્ણ નિબંધો ગુરુભગવંતોની નિશ્રામાં વંચાતા, અનેક પ્રકારની ચર્ચા વિચારણાઓ થતી. સાથે સાથે ઉત્તમ ભોજન અને આસપાસની પંચતીર્થી યાત્રાનો લાભ પણ મળતો. સાંજની બેઠકમાં વક્તાઓ અને શ્રોતાઓને રમણભાઈની સાથે હળવી પળો માણવાની તક મળતી ત્યારે રમણભાઈમાં છુપાયેલો હાસ્યકાર પ્રગટ થતો. તત્ત્વચિંતક રમણભાઈ ટ્રેઈનની સફરમાં બધાંની સાથે બીજા વર્ગમાં જ સફર કરતા. જૈન સાહિત્ય સમારોહની ફલશ્રુતિ એ થઈ કે અમારા જેવા અભ્યાસીઓને જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનને સમજવાની સાચી દિશા મળી અને એ જ દિશામાં લખવાની પ્રેરણા મળી. મારી વ્યક્તિગત ફલશ્રુતિ રૂપે મને ‘ગુજરાત સમાચાર' તથા ‘મુંબઈ સમાચાર' જેવા માતબર દૈનિકોમાં જૈન કોલમ લખવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. એ લેખો પુસ્તકાકારે ‘જ્ઞાનસાગરનાં મોતી' ભાગ-૧-૨-૩ રૂપે પ્રગટ કરી શકી. એકવાર ડૉ. કુમારપાળ દેસાઈએ મારો પરિચય આપતા કહ્યું હતું, ‘‘મુંબઈમાં એક રમણભાઈ રૂપી વટવૃક્ષ છે જેની અનેક શાખાઓ વિકસી છે, એમાં ડૉ. કલાબેન, ડૉ. હંસાબેન, ડૉ. ઉત્પલા મોદી વગેરે છે.’’ છેલ્લાં પચ્ચીસ વર્ષના ગાળામાં રમણભાઈએ અનેક વિદ્વાનો નીપજાવ્યા એમ કહું તો અતિશયોક્તિ નહિ ગણાય. અંગત અવિસ્મરણીય પ્રસંગ જેણે સ્વયં મધ્યમ વર્ગની મુશ્કેલીઓનો સંઘર્ષ કર્યો હતો એવા રમણભાઈના હૃદયમાં મધ્યમવર્ગનું જીવન જીવતા અમારા જેવા લોકો માટે કંઈ વિશેષ કરવા માટેની ભાવના જાગૃત હતી. અને તેને આચરણમાં મૂકવા માટે ‘મુંબઈ જૈન Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૮૩ યુવક સંઘ'ના નેજા હેઠળ એક સુંદર આયોજન કર્યું. આ યોજના હેઠળ પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત એવા લોકો પોતાના આર્થિક સંજોગોને કારણે ક્યારેય પરદેશ જઈ શકતા નથી તેઓને પસંદ કરી સ્પોન્સરશીપ દ્વારા પરદેશ મોકલ્યા. આ યોજના દ્વારા આવી વિશેષ વ્યક્તિઓને વિશ્વના સુંદર શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્થળો જોવાનો અને માણવાનો લાભ મળે. આ યોજનાનો લાભ મેળવવાનું સભાગ્ય મને પણ પ્રાપ્ત થયું. પીએચ.ડી. થયા પછી એક દિવસ ૧૯૮૫માં યુનિવર્સિટીમાં રમણભાઈએ મને કહ્યું, “કલાબેન, તમારે યુરોપ જવાનું છે.” આ વાક્ય સાંભળી હું તો સ્તબ્ધ જ થઈ ગઈ. મેં માથેરાન જોયું નથી અને મને યુરોપ જવાની તક મળે એ વાતને હું સ્વપ્ન માનું કે ચમત્કાર માનું ? ના પણ આ એક હકીકત હતી. મારા કૌટુંબિક સંજોગોને લીધે હું યુરોપના પ્રવાસે જવા ખચકાતી હતી. પણ રમણભાઈના હુકમમાં નર્યો સ્નેહભાવ નીતરતો હતો. મેં ના પાડી ત્યારે તેમણે મને કહ્યું, “કલાબેન દુનિયા જોવા જેવી છે. વિશ્વને જોવાથી વ્યક્તિની દૃષ્ટિ ખૂલી જાય છે. કુટુંબની ચિંતા છોડી દો, બધું બરાબર થશે, તમે મુક્ત મને યુરોપનો પ્રવાસ કરી આવો.” આમ મારા મધ્યમવર્ગીય સંઘર્ષમય વાતાવરણમાંથી મુક્ત થઈ અન્ય સાત સભ્યો સાથે યુરોપના પ્રવાસ દરમ્યાન રોમ, ફ્રાન્સ, પેરિસ, જીનિવા, સ્વીટર્ઝલેન્ડ, લંડન અને લેસ્ટર વગેરે સ્થળોને નરી આંખે નીરખ્યા. લંડન અને લેસ્ટરમાં વસતા જેનોમાં રમણભાઈ પ્રત્યેના અહોભાવને કારણે અમને મળેલા માન સન્માન આજે પણ સાંભરે છે. યુરોપના પ્રવાસે જનાર અમારામાંથી કોઈને ખબર નથી કે અમારા સ્પોન્સર કોણ હતા. રમણભાઈના વ્યક્તિત્વનું આ એક ખાસ પાસુ હતું. રમણભાઈના વ્યક્તિત્વમાં એ એમની સાદગી ઊડીને આંખે વળગે તેવી હતી, તેમની વાણી અને વર્તનમાં સરળતા અને સમતાભાવ હતા. તેમનામાં રહેલા આ વિશેષ ગુણોને લીધે તેઓ પ્રાધ્યાપકજગતમાં, વિદ્યાર્થીઓમાં, અભ્યાસીઓમાં અને સામાન્યજનોમાં અત્યંત લોકપ્રિય બની રહ્યા. અંતમાં એટલું જ કહીશ કે રમણભાઈ અમારા સદ્ગુરુ હતા. ઉપાધ્યાય યશોવિજયજી એ એક સજઝાયમાં કહ્યું છે, “સદગુરુ એવા સેવિયે, જે સંયમગુણ રાતા રે, નિજ સમ જગ જન જાણ, વીર વચનને ધ્યાતા રે....' * * * Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ કમાલ છે, આ તારા સર, રમણ...લા...લ ન પ્રો. ડૉ. દિનેશ હ. ભટ્ટ ૨૮૪ ‘કમાલ છે, આ તારા રમણ...લા...લ...!' ‘જા દીકરા...હવે તારી થિસિસને વાંધો આવે જ નહીં...અને આ રમણલાલ શાહ જેવા ‘મુંબઈ યુનિવર્સિટી'માં ‘ગાઈડ’ હશે ત્યાં સુધી યુનિવર્સિટીનો ગઢ સહીસલામત છે...અને રાજાબાઈ ટાવર ગૌરવપૂર્વક અડીખમ ઊભો રહી શકશે...' વર્ષો પહેલાં એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગુર્જર નાટ્યવિદ્ સ્વ. ચંદ્રવદન સી. મહેતાના આ શબ્દો આજે પણ એટલા જ સાર્થક અને પ્રસ્તુત જણાય છે. લગભગ ૧૯૬૩-૬૪ ની સાલની આ વાત છે. ત્યારે હું પ્રાર્થના સમાજ ૫૨ આવેલી લીલાવતી (કબુબાઈ) લાલજી દયાળ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અધ્યાપનકાર્ય કરાવતો હતો, સાથે સાથે ‘વિજય મિત્ર મંડળ’ ‘ટીચર્સ ટ્રેનિંગ એકાદમી', આઈ.એન.ટી. અને ‘રંગભૂમિ’ જેવી સંસ્થાઓમાં થોડીક નાટ્યપ્રવૃત્તિ પણ કરતો હતો...નાટકો કરતા કરતા રંગભૂમિ વિશે કંઈક નક્કર અને ચિરંજીવી કાર્ય કરવાનું વિચારતો હતો. એ સમયે કદાચ મુંબઈ યુનિવર્સિટીમાં હજી ‘ગુજરાતી ડિપાર્ટમેન્ટ'નો પ્રારંભ થયો હતો. મુંબઈની સર્વોચ્ચ ગણાતી સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક ડૉ. રમણભાઈ શાહ સંશોધન વિભાગના ‘ગાઈડ'-માર્ગદર્શક નિમાયા હતા. આવા મોટા માણસનો સંપર્ક સાધવો એ પણ મારે માટે મુશ્કેલ કામ હતું. પરંતુ મારા મિત્ર પ્રો. કાન્તાબેન ઠક્કર અત્યારે મારાં પત્ની મને સહાયરૂપ થયા. તેમણે પ્રો. ડૉ. રમણભાઇને મારા વિષે વાત કરી. મુ. રમણભાઈએ ખૂબ જ ગંભીરતાથી તેમને કહ્યું, ‘મારે એવી વ્યક્તિ જોઇએ, જે શરૂઆત કરી અટકી ન જાય, પ્રારંભે શૂરા ન હોય...પણ એક સાધકની જેમ ખૂબ જ નિષ્ઠાપૂર્વક ઊંડાણથી અભ્યાસ કરી, સંશોધન કરે. ફરી ફરી લખવું પડે, વારંવાર ગ્રંથો જોવા પડે તોપણ થાકે નહીં, અને મારો સમય બગાડે નહીં...કારણકે મારે બીજાં ઘણાં કામ કરવાના હોય છે. અન્ય વિદ્યાર્થીઓને પણ સમય આપવાનો હોય છે.’ Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૮૫ –અને મેં રમણભાઈનો સંપર્ક સાધ્યો. મારા મનમાં જે વિષયો હતા તે વિશે ચર્ચા કરી, અને અંતે ગુજરાતી પરંપરાગત રંગભૂમિના સુવર્ણયુગના પાયાના પથ્થરસમા “મૂળશંકર મુલાણીના રંગભૂમિના પ્રદાન'-ના સંદર્ભમાં સંશોધન કરવાનું વિચાર્યું. પ્રો. ડૉ. રમણભાઈ શાહ વિશે ઘણું ઘણું સાંભળેલું. ..તેઓ બહુ મોટા ગજાના વિદ્વાન...ગુજરાતી વિભાગના પ્રથમ અધ્યક્ષ અને..ગાઈડ'..અને હું તો સાવ સામાન્ય શિક્ષક !' તેમનું વ્યક્તિત્વ જ કંઈક અનોખું હતું. પૂર્ણપણે શિસ્તબદ્ધ, કંઈ પણ ભૂલ કે અપૂર્ણતા ચલાવી ન લે તેવા...કંઈ પણ આડીઅવળી વાતો કે આત્મશ્લાધા કર્યા વગર મુખ્ય મુદ્દાની જ સીધી વાત કરવી એ તેમનો સ્થાયીભાવ હતો. તેમણે મારા વિષય માટે અનુમતિ તો આપી, પરંતુ એ પહેલાં નાટ્યવિદ્ સી. સી. મહેતા-ચંદ્રવદન ચીમનલાલ મહેતા-ને મળી લેવા જણાવ્યું. રંગભૂમિની આછીપાતળી પ્રવૃત્તિ કરતો હતો, એથી તેમના વિશે પણ ઘણું સાંભળેલું. મિત્રો કહેતાં, “દુર્વાસા જેવો ગુસ્સો છે, પણ એવા જ પ્રેમાળ પણ છે. રંગભૂમિ તેમનો શ્વાસોશ્વાસ છે'-ગભરાતો ગભરાતો હિંમત કરી એક વાર તેમને મળ્યો. ધીમે ધીમે તેમને બધી જ વાત કરી. તેમના મેઘધનુષી સ્વભાવની ઝલક મળી...તેમણે જાણે કે ટેલિગ્રાફિક ભાષામાં કહેતા હોય તેમ કહ્યું, “મળતો રહેજે'..... બસ, અને વદન પર એવો ભાવ આવ્યો કે મને થયું કે આ “ચંદ્રવદન'...સાહેબ મને જવાનું કહે છે...હું જાણે કે ભાગ્યો જ..! પ્રો. ડૉ. રમણભાઈના માર્ગદર્શન નીચે અધ્યયન અને સ્વાધ્યાય કરતો ગયો. એ સમયના અર્થાત્ પરંપરાગત રંગભૂમિના નાટકોમાં ગીતો બહુ જ મહત્વનો ભાગ ભજવતા. નાટકનું વિશ્લેષણ કરીને ગીતો પર એક આખું પ્રકરણ તૈયાર કરવાનું હતું. ખૂબ ખંતપૂર્વકના અભ્યાસ અને પ્રયત્નો પછી માંડ માંડ ગીતો મળ્યા તો ખરાં, પરંતુ એ કયા રાગમાં ગવાયા હશે તે કેમ ખબર પડે ?.... પ્રયત્નો પછી એ વિશે થોડી જાણકારી મળતી ગઈ. પછી મારા ખાસ મિત્ર અને સંગીતજ્ઞ, પંકજ મલિકના શિષ્ય, રમેશ દાણીની સહાયથી એ ગીતો નાટકની જે ઘટના અને જે જે પ્રસંગો અને પાત્રો દ્વારા રજૂ થતાં તે ગીતના રાગને અનુરૂપ હતા કે નહીં તેની યોગ્યતાનો સારો એવો અભ્યાસ કરી મારી રીતે લખી ડૉ. રમણભાઈને આપ્યું. તેમણે પંદર દિવસ પછી મળવા કહ્યું. મારો એકે એક દિવસ જાણે કે કટોકટીમાંથી પસાર થતો હોય એવું લાગ્યું ! માંડ માંડ પંદર દિવસ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રુત ઉપાસક રમણભાઈ પૂરા થયા. હું સાહેબને મળવા ગયો, લખેલું પ્રકરણ તેમને આપ્યું. ખૂબ ગંભીર મોટું રાખી તેમણે કડકાઈથી કહ્યું. આવું થિસિસમાં ન ચાલે'કેમ સર, મારી કંઈ ભૂલ થઈ છે ?' “ભૂલ નહીં, પણ બધું અપૂર્ણ છે.” અમૂક રાગનુંગીત, તમે દર્શાવેલી ઘટના સમયે રજૂ કરી શકાય એવું કહેનાર આપણે કોણ ?' પરંતુ મેં સંગીતજ્ઞ પાસે ગવરાવીને, સમજીને બધું રજૂ કર્યું છે.' એની શી ખાત્રી ? કોઈ “ઓથેન્ટિક'–પ્રમાણભૂત-માહિતી છે?' “..એ...તો.એ...તો'...વધારે બોલી શક્યો નહીં. –અને એમણે તુરત જ અલમારીમાંથી લગભગ અર્ધો ડઝન મોટા મોટા ગ્રંથો મારા હાથમાં મૂક્યા. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો..મને થયું...હવે થિસિસ પૂરી નહીં કરી શકું...ગયા...કામ સે....! -“જુઓ આ ભારતના સર્વોચ્ચ સંગીતશાસ્ત્રીઓના વિવિધ રાગો પરના પુસ્તકો છે. જોકે એમાં તમે જે લખ્યું છે એ જ છે. તમારી મહેનત યોગ્ય માર્ગે છે...ધન્યવાદ ! પણ તમારે જે કંઈ તમે વિધાન કર્યા છે, તેના સંદર્ભમાં આ વિદ્વાનોએ જે કહ્યું છે તે રજૂ કરી તમારા વિધાનોને વિશ્વસનીય અને “ઓથેન્ટિક રીતે મૂકવાના છે.એ માટે તમારે બધું ફરી લખવું પડશે...' તદુપરાંત તેમણે દેશ-પરદેશના નાટ્યધૂરંધરો અને નાટ્યવિદોના ગ્રંથો પણ આપ્યા. ભરતમુનિના નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કરી ‘નાયિકા-ભેદ' રસનિષ્પત્તિ' ઇત્યાદિ ઘટકોની નાટકોના સંદર્ભમાં ચર્ચા કરવાનું જણાવ્યું. હું ફરી એકવાર આશ્ચર્યચકિત થઈ ગયો ! તેમણે કહ્યું એ બધું ખ્યાલમાં રાખી, સારી રીતે લખતો ગયો, તેમને બતાવતો ગયો. એવામાં એક દિવસ “ફોર્બસ ગુજરાતી સભા'ની લાયબ્રેરીમાં બેસી કાર્ય કરતો હતો ત્યાં અચાનક વાવાઝોડું આવ્યું હોય એમ, “સી. સી. મહેતા –ચંદ્રવદન ચીમનલાલ મહેતા-આવી પહોંચ્યા અને મને દબડાવી ઉધડો લીધો !.. પરન્તુ જ્યારે મેં ઉપરોક્ત પ્રસંગ તેમને કહ્યો ત્યારે બોલી ઊઠ્યા. કમાલ છે, તારા સર, આ રમણ..લા...!' સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી નાટક કોઈ સ્પર્ધા માટે રજૂ કરવાનું Page #339 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૨૮૭ હતું. પ્રો. ડૉ. રમણભાઇએ મને પૂછ્યું: તમે દિગ્દર્શન કરી શકશો ?' એ વખતે મેં કેટલાંક એકાંકી દિગ્દર્શિત કર્યા હતા, એથી મેં તુરત જ “હા” પાડી. કયું નાટક કરવાનું છે ?' મેં પૂછ્યું. એ તમારે નક્કી કરવાનું.” હું ફરી એકવાર અસમંજસમાં પડી ગયો. ખૂબ મનોમંથન અને અન્ય એકાંકીઓ તપાસ્યા પછી મેં રમણભાઈનું એકાંકી તેમની સમક્ષ મૂકી કહ્યું: ‘–આ નાટક કરાવું તો આપની અનુમતિ છે ને ?' “અરે, આ તો મારું જ એકાંકી છે !” “મેં તમારા એકાંકી-સંગ્રહ'માંથી મેળવ્યું છે.' ‘પણ તમને કોઈ જાણીતા નાટ્યકારનું સારું નાટક નથી મળતું?' “મને તો આ જ સારું લાગે છે.” “કેમ ?' “કારણ કે એમાં કોલેજ-જીવનની જ વાત છે.' ‘પણ મારી જ કૉલેજમાંથી મારું જ નાટક રજૂ થાય એ કેવું લાગે?' સર, મારી દષ્ટિએ તો એ જ સારું લાગે...' જો જો હોં..” -અને અમે એમના નાટકના રિહર્સલ શરૂ કર્યા. નાટક સરસ રીતે તૈયાર થયું. સ્પર્ધામાં દબદબાભેર રજૂ થયું અને પારિતોષિક પણ મળ્યું... –પારિતોષિક વિતરણના સમારંભમાં એક એવો સૂર નીકળ્યો કે પ્રત્યેક કોલેજના પ્રાધ્યાપકે પોતાની કૉલેજના વિદ્યાર્થીઓની સજ્જતાનો ખ્યાલ રાખી પોતે જ નાટક લખવું જોઇએ'-અને રમણભાઇએ રમૂજોનો વરસાદ વરસાવી દીધો. “સરસ્વતીચંદ્ર' નવલકથા અને સાક્ષરવર્ય ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રદાનની ઉજવણી નિમિત્તે રચાયેલી સન્માન સમિતિએ “સરસ્વતીચંદ્ર' નાટક તથા પરિસંવાદનું આયોજન કરવાનું વિચાર્યું. એ સમયે ગોવિંદ સરેયા કૃત હિન્દી ફિલ્મ “સરસ્વતીચન્દ્ર' ખૂબ જ લોકપ્રિય બની હતી. સમિતિએ “સરસ્વતીચન્દ્ર' નાટક તૈયાર કરવાનું પણ સરેયાજીને સોંપ્યું. એ સમયે તાજેતરમાં જ રવિશંકર Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રુત ઉપાસક રમણભાઈ મહારાજના જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ- માણસાઈના દીવા'-તેમણે તૈયાર કરી હતી. રવિશંકર બાપા બધા જ બહારવટિયાનું હૃદયપરિવર્તન કરાવી શક્યા હતા, પરંતુ બાબર દેવા ખૂબ જ ક્રૂર અને જિદ્દી હતો. એક વખતે ભગત” કહેવાતો આ માણસ ભગતમાંથી બહારવટિયો બન્યો હતો. રામાયણના રચયિતા વાલ્મીકિ ઋષિથી અહીં ઉલટો ક્રમ રચાયો હતો. પરંતુ બરોડા સ્ટેટના જવામર્દ પોલીસ ઓફિસર ભટ્ટસાહેબે તેને પકડવાનું બીડું ઝડપ્યું...અને પકડ્યો હતો. પોલીસ ઓફિસર ભટ્ટ સાહેબના પત્ની શાન્તાબેન (કવિ કાન્તના ભત્રીજા) એટલે કે મારા માતુશ્રી એ સમયે સંયોગોવશાત્ મુંબઈમાં જ હતા. એથી “માણસાઈના દીવાના પટકથા લેખક ભરત દવે અને દિગ્દર્શક ગોવિંદ સરૈયા અમારે ત્યાં, એ ઘટનાની વિશેષ વિગત જાણવા આવેલા; આમ અમારો પરિચય થયેલો. એમણે મને “સરસ્વતીચંદ્ર'માં બુદ્ધિધનનું પાત્ર ભજવવાની ઓફર કરી. મને તો જાણે ‘ભાવતું હતું ને વૈદ્ય કહ્યું'—જેવી અનુભૂતિ થઈ. રિહર્સલ શરૂ થયા. મને સાક્ષરવર્ય ગોવર્ધનરામના દીર્ઘસૂત્રી સંવાદો બોલવાની ખૂબ તકલીફ પડતી. સંવાદ યાદ રાખું તો અભિનય ભૂલાય, અભિનય અને મૂવમેન્ટમાં ધ્યાન રાખવા જાઉં...તો સંવાદમાં લોચા થાય ! !! એ સમયે અનાયાસે જ પ્રો. રમણભાઈને મળવાનું થયું. વાતવાતોમાં મેં મારી દયનીય સ્થિતિ જણાવી અને તેઓ ખડખડાટ હસી પડ્યા. મેં કહ્યું દિગ્દર્શક સરૈયાજી તે વાક્યના બે ભાગ કરી, (તોડીને) સંવાદ બોલવાની સલાહ આપે છે, પણ મને ક્ષોભ સાથે રંજ રહે છે કે પંડિત ગોવર્ધનરામની લાક્ષણિકતાનું શું ? એ તો કોઈ કાળે જોખમાવી ન જોઈએ. ડૉ. રમણભાઈ મારી મુશ્કેલી તરત જ સમજી ગયા. તેમણે થોડીક યોગ અને પ્રાણાયામની વાતો કરી કહ્યું, જ્યારે બહુ લાંબુ વાક્ય આવે ત્યારે તમે પહેલાં ઊંડો શ્વાસ લેજો...પછી જુઓ...સડસડોટ બોલાશે.” મેં ઘેર જઈ પ્રેકટીસ કરી, જામતું ગયું અને બીજે દિવસે રિહર્સલમાં એ વાક્ય સડસડાટ બોલી, મારા દીકરા પ્રમાદધન એટલે કે આજના મોટા ગજાના નાટ્યકાર નિમેષ દેસાઈને લાફો ઝીકી દીધો ! બધા ખુશ થઈ ગયા. દિગ્દર્શક ગોવિંદ સરૈયા, કલાકારો નિમેષ દેસાઈ અને ખ્યાતનામ ગોપી દેસાઈ (કુમુદ)-બધા નિરાંતે મળ્યા ત્યારે ચમત્કારનું રહસ્ય પૂછ્યું, મેં એમને Page #341 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક રમણભાઈ ૨૮૯ મારા ગુરુ રમણભાઈ વિશે વિગતે વાત કરી... -અને જાણે કે તેઓ બોલી ઊઠ્યા. કમાલ છે, આ તારા સર રમણલાલ.” એ તો બધા ક્ષેત્રના નિષ્ણાત હોય એવું લાગે છે.” મેં કહ્યું... લાગે છે નહીં, છે જ.” કદાચ આજના યુગમાં તેઓ એક ઋષિ જેવું વ્યક્તિત્વ ધરાવે છે. આધુનિક પરિવેશમાં–પેન્ટ-શર્ટમાં કે શૂટેડ-બૂટેડ ઋષિને જોવા હોય તો સેન્ટ ઝેવિયર્સમાં પહોંચી જવું.' આવું અનોખું વ્યક્તિત્વ છતાં તેઓ હંમેશાં બધાની સાથે બધાના જેવા થઈ હળવાશથી વાતો કરતા. ખૂબ તેજસ્વી બુદ્ધિપ્રભા હોવાથી ક્યારેક એમની રમૂજ કેટલાકને મોડી મોડી સમજાતી. “જેન યુવક સંઘ'ના ઉપક્રમે યોજાતી “પર્યુષણ વ્યાખ્યાનમાળા'માં હું અવારનવાર જતો. તેમના સમાપનમાં જ્ઞાનસમૃદ્ધ વકતાના વક્તવ્યનો નીચોડ તો અવશ્ય હોય જ, પરંતુ સાથે સાથે ખડખડાટ હસાવે, ક્યારેક આછું સ્મિત કરાવી દે એવી રમૂજો સાંભળવી એ પણ અનન્ય લહાવો હતો. પ્રો. ડૉ. રમણભાઈમાં તેમ જ તેમના સમગ્ર પરિવારમાં એક ઉમદા જીવન જીવવા માટેના અદ્ભુત સંસ્કારોની મહેક સતત સૌને પ્લાવિત કરતી હતી. પૂ. મુરબ્બી પ્ર. તારાબેન, પ્રિય અમિતાભ અને શેલજામાં તેના સતત દર્શન થતા હતા. વર્ષોથી અમેરિકા નિવાસી હોવા છતાં અમિતાભ હજુ પણ નિતાંત ભારતીય રહ્યાં છે. પૂ. પ્રો તારાબેનની સોસાયા કૉલેજમાં પણ નાટકનું દિગ્દર્શન કરવાની સરસ તક તેમણે મને આપી હતી. પર્યુષણ વ્યાખ્યાનમાળા'માં તેઓ બન્નેને સાંભળી ધન્ય થઈ જવાય એવી અનુભૂતિ પણ થઈ હતી. પ્રબુદ્ધ જીવનના સંદર્ભમાં વિવિધ પ્રકારે ડૉ. રમણભાઈ મને કામ સોંપતા, યુનિવર્સિટીમાં હતા ત્યારે મારી યોગ્યતા પ્રમાણે મને જ્ઞાનયજ્ઞમાં ઋત્વિજ અર્પવા જાણે કે પ્રેરણા આપતા, અને કામ સોંપતા, પરંતુ તેનો કોઈ ભાર કે અલ્પાંશે પણ ઉપકારનો ક્ષણિક વિચાર તેમનામાં ક્યારેય દૃષ્ટિગોચર થતો નહોતો. તેમની તબિયત નબળી થતાં ધીમે ધીમે બધી જ પ્રવૃત્તિઓ ઓછી કરતા ગયા, અને કોઈ પરમ તત્ત્વ સાથે જાણે કે એકાત્મતા સાધતા જતા હોય એવું સતત લાગ્યા કરતું. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રુત ઉપાસક રમણભાઈ પ્રો. ડૉ. રમણભાઈને છેલ્લે તેમના મુલુન્ડના નિવાસસ્થાને ત્રિદેવ'માં તા. ૧૨ ઑક્ટોબર, ૨૦૦૫ દશેરાના શુભ દિને મળ્યો ત્યારે હૃદયનો આનંદ વ્યક્ત કરી ઘણી બધી અંતર્ગત વાતો કરી. મને જાણે કે અતીતના કેટલાક પ્રસંગો કે વ્યક્તિઓ વિશેની સ્પષ્ટતા જાણે કે આપોઆપ થતી ગઈ. મને એ બધું કહેવા તેઓ જાણે કે ઘણાં સમયથી ઝંખતા હોય એવું પણ લાગ્યું. મારે માટે પ્રો. ડૉ. રમણભાઈ જેવી તપસ્વી વ્યક્તિ પોતાની અંગત વ્યક્તિ માની હૃદયપૂર્વક વાત કરે એ જ જીવનની અણમોલ અને ધન્ય થઈ જવાય એવી પળ હતી. અમે છૂટા પડ્યા ત્યારે તેમણે મને ચારેક મોટા ગ્રંથો આપ્યા અને કહ્યું-ક્યાંક વક્તવ્ય આપવાનું હોય કે લખવાનું થાય ત્યારે હુ કામ લાગશે”—મને જાણે કે મારા પીએચ.ડી.ના અભ્યાસના દિવસો યાદ આવી ગયા. મેં ‘સર’ને કહ્યું, “આમાં તમારો ઓટોગ્રાફ..આપો'તો કહે.... મારા પુસ્તકો જ મારો ઓટોગ્રાફ છે !' સાવ નાસ્તિકમાંથી અમુકાશે આસ્તિક અને “રેશનલ' બનેલા નિયતિ કે પરમ તત્ત્વ જેવું “કંઈક' તો છે એવું વર્ષોના અનુભવ, વાંચન, મનન અને મનોમંથન પછી માનતા થયેલા મારા જેવા સામાન્ય માણસને યોગ્ય રીતે જ ભેટ આપેલી “બુદ્ધ'ની મૂર્તિ અને ગ્રંથો મારા જીવનની અનુપમ અને અમૂલ્ય મૂડી, જણસ બની રહેશે. એવું કહેવાનું મન થઈ આવે કે-RAMANBHAIWAS NEXT TO NONE. એમની સાથે છે. ક્રિષ્ણામૂર્તિ, રમણ મહર્ષિ, મહર્ષિ અરવિંદ કે “મધર'. સ્વામી વિવેકાનંદ અને વિવાદાસ્પદ બનેલા આચાર્ય રજનીશ “ઓશો'–કોઇના વિશે પણ ચર્ચા કરવાનું થાય તો ઘણું ઘણું વિશેષ જાણવા મળે જ; એવું મહાન અને અદના સારસ્વતો વિશે પણ ખરું. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું, માણસની સૌથી મહત્ત્વની ઈચ્છા મોટા થવાની હોય છે, સુખી થવાની નહીં' – પરંતુ રમણભાઈ મોટા પણ હતા અને સુખી પણ હતા. જે કૃષ્ણામૂર્તિ AWRENESS' ની જે વાત કરતા, તેના દર્શન તેમનામાં ક્ષણે ક્ષણે થતાં તો વિપશ્યના” સાધનામાં આવતા “અનિત્ય” અને “ક્ષણભંગુરતા'ની અનુભૂતિ પણ તેમની સાથેના વાર્તાલાપમાં સતત ઉપસ્થિત રહેતી. મહર્ષિ અરવિંદના Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૯૧ અતિમનસના અવતરણ વિશે પણ તેમની પાસે નવું નવું જાણવા મળતું. - ખલીલ જિબ્રાનનું એક વિધાન તેમણે વર્ષો પહેલાં મને કહેલું, એ હજી યાદ છે. એ વિધાન છેઃ –“ચાર વસ્તુઓથી મનુષ્યની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. ઉત્તમ માણસોના સંગમાં રહેવાથી, સજ્જનોની સલાહ લેવાથી, દુષ્ટ વ્યક્તિઓથી દૂર રહેવાથી અને ફકીરો તથા સંતો સાથે મિત્રભાવ રાખવાથી.”— કદાચ એમ કહેવામાં અતિશયોક્તિ નહીં જણાય કે રમણભાઈ ખલિલ જિબ્રાનનું આ વિધાન જીવતા હતા. વંદન..રમણભાઈને તેમના ઉચ્ચ આત્માને. પ્રભુ, એમના જીવનમાંથી અલ્પાંશે પણ આપણે પામી શકીએ એવી શક્તિ આપણને સૌને અર્પે. –એ જ અભ્યર્થના. -અસ્તુ બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા સજ્જન ગુજરાતીઓ અને જૈનોને એમના અવસાનથી બહુ મોટી ખોટ પડી છે. (ગુજરાતીઓ એટલે ગુજરાતી ભાષા જાણનારા સમગ્ર વિશ્વમાં વસનારા). તેઓ વિદ્વાન વક્તા, લેખક, સંશોધક, ધર્મ આરાધક એમ બહુમુખી વ્યક્તિ ધરાવતા સજ્જન હતા. એમના જીવનમાંથી આપણને સૌને પ્રેરણા મળે એવી મારી મારા ૪૧૪ રક્તપિત્તગ્રસ્તો, ૨૫૦ ઝૂપડાંવાસી રક્તપિત્તગ્રસ્તો અને ૨૭૦ મંદબુદ્ધિવાળા મળીને કુલ ૯૩૪ આશ્રમવાસીઓ વતીથી પ્રભુ પ્રાર્થના. સુરેશ સોની સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ રાજેન્દ્ર નગર ચોકડી, સાબરકાંઠા Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રુત ઉપાસક રમણભાઈ સૌજન્યમૂર્તિ, સાહેબ I પ્રો. ડો. દેવબાળા સંઘવી કેળવણીના ક્ષેત્રે જેમની ચોથી-પાંચમી પેઢી આજે કાર્યશીલ છે એવા સાહેબને યાદ કરતાં એક એવી અનેકવિધ પાસાવાળી વ્યક્તિ દૃષ્ટિ સમક્ષ આવે છે કે બુદ્ધિ, હૃદય અને દેહ આપોઆપ નમન કરી રહે છે. રૂઈયા કૉલેજમાંથી ગુજરાતી સાથે સ્નાતક થયા બાદ ઈ.સ.૧૯૫૭માં એમની પહેલી મુલાકાત ઝેવિયર્સ કૉલેજના અધ્યાપક તરીકે થયેલી. અભિનંદન આપતાં એમણે નામ દઈ બોલાવી ત્યારે મને નવાઈ લાગી હતી. પણ એ પરિચય, એ વાત્સલ્યસભર સ્મિત અને વિદ્યાર્થીઓ સાથેના સૌજન્યસભર વર્તનનો પછી વધારે ને વધારે ગાઢ થયેલ અનુભવ આજે લગભગ ૪૮ વરસે પણ એકસરખો જ રહ્યો છે. એમના સૌજન્યનો, એમના સમદર્શીપણાનો, એમના અનેકવિધ પાસાના વ્યક્તિત્વમાં એમણે સાધેલા સુમેળનો જેમ જેમ પરિચય મળતો રહ્યો તેમ તેમ મારો આશ્ચર્યસભર આદરભાવ વધતો રહ્યો. એમ. એ. ના વિદ્યાર્થી તરીકે, પછી એમ. એ. ના અધ્યાપનમાં એમના સહશિક્ષક તરીકે અને પછી પીએચ.ડીના વિદ્યાર્થી તરીકે અને પીએચ.ડી.ના નિબંધના ગાઈડ અને પરીક્ષક બનતાં એમના સહશિક્ષક બનવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. શિક્ષણના ક્ષેત્રે આટલા લાંબા પ્રવાસમાં મને એમના સૌજન્યપૂર્ણ સ્વભાવની સ્મૃતિ જ આજે ભાવાર્ટ્સ કરી મૂકે છે. પીએચ.ડીના ગાઈડ તરીકે એમના સમદષ્ટિ સૌજન્યશીલ વ્યવહારનો પરિચય મારા હૈયામાં કોતરાઈ ગયો છે. મારા અધ્યાપન જીવનના ઉત્તરકાળે મને પીએચ.ડી. કરવા માટે પ્રેરી, વિષયની પસંદગીમાં ખૂબ ખૂબ સમય અને શક્તિપૂર્વક સહાય કરી. મેં શોધનિબંધનું કાર્ય શરૂ કર્યું - બે કે ત્રણ વર્ષમાં જ પૂર્ણ કરવાના નિશ્ચય સાથે અને પ્રથમ પગથિયે જ એક મુશ્કેલી આવી. સાધ્વીજી મોક્ષગુણાશ્રીને વિહાર આદિની અનુકૂળતા પછી ન રહે તેથી તેમના મુંબઈ વાસ દરમિયાન જ તેમનો મહાનિબંધ પૂર્ણ કરાવવાની પરિસ્થિતિ ઊભી થઈ. હું તેમને સ્થાને હોત તો “તમે આટલી તૈયારી આવી પદ્ધતિએ કરો પછી આપણે તમારો નિબંધ લઈએ.' ત્યાં સુધી હું સાધ્વીજી મહારાજના નિબંધ પૂરો કરાવી Page #345 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૨૯૩ દઉં. એમ વિચારીને કહ્યું હોત. પરંતુ એમણે મને પરિસ્થિતિ જણાવી અને મારી જો એટલો સમય થોભવાની તૈયારી હોય તો તેઓ સાધ્વીજી મહારાજનું કાર્ય કરી લે એમ પૂછયું. જાણે કે સંમતિ માગી. કરેલા નિર્ણયમાં ફેરફાર કરવાની પૂરેપૂરી, અધિકારપૂર્ણ સત્તા હોવા છતાં આવું સૌજન્ય. આવી સ્વ પર નિયમન રાખવાની શિસ્ત અને સમદર્શિતાનો વિરલ જ કહી શકાય એવો અનુભવ મારા હૈયે કોતરાઈ ગયો. પછી તો મારા ગાઈડ તરીકે એ વ્યક્તિની અનેકવિધ ગુણસમૃદ્ધિનો ભંડાર ખૂલતો ગયો અને મારા સાહેબ માટેનો મારો આદરભાવ વૃદ્ધિ પામતો રહ્યો. જૈન ધર્મ અને સાહિત્યની એમણે કરેલી અનેકવિધ સેવાનું મૂલ્યાંકન કરવાની અનધિકારચેષ્ટા કરવાનું સાહસ ન કરવા ઈચ્છે તો ય સંખ્યાબંધ મહાનિબંધોના ગાઈડ - પરીક્ષક, અનેકવિધ વિષયો પરના એમના લેખન – પ્રકાશનના દીપક સમા એમના ગ્રંથો, પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળાના એમના લેખો - વ્યાખ્યાનો, જૈન સાહિત્ય સમારોહ દ્વારા વિવિધ સ્થળે અને વિવિધ સમય- વિષય પરના એમનાં વિદ્વતાપૂર્ણ નિબંધો – ચર્ચાઓને તો સ્વયં પ્રકાશિત દીવડાની જેમ કોઈના અંગુલિનિર્દેશની ગરજ જ નથી, છતાં યાદ તો આવી જ જાય ને ! એન. સી. સી. ઓફિસર તરીકે કડક શિસ્ત પાળવા - પળાવવા છતાં સ્વભાવે - વ્યવ્હારે સહુ સાથે મૃદુ - મમતાસભર સ્નેહપૂર્ણ અધિકાર અને સત્તાના પદે હોવા છતાં વિનય, વિવેક – નમ્રતાથી સદાય સભર, ભાતભાતના વ્યક્તિઓ સાથે અનેકવિધ પ્રકારના પ્રસંગોમાં આવવા છતાં પોતાના વ્યવહારમાં મૃદુતા અને સૌજન્યની સદા સાચવણી કરનાર, સત્યના આગ્રહી છતાં કડવાશને ટાળવામાં સફળ રહી વિરલ સંતુલન સિદ્ધ કરનાર વ્યક્તિ તરીકેની તેમની છબી મારા સ્મરણપટે ઉપસે છે ત્યારે પણ જાણે મને નમ્રતાપૂર્વક કહેતાં સંભળાય છે, દેવબાળા, આવું બધું મારામાં જોનારતમારો મારા માટેનો સ્નેહ છે. હકીકતમાં આવું આટલું હું સિદ્ધ કરી શક્યો નથી. હજી ઘણાં સોપાનો બાકી છે. આવી સતત વિકાસશીલ દષ્ટિ ઉર્ધ્વપંથે નોંધીને નમ્રતા વિવેક - સૌજન્ય - સમદર્શિતા અને નીતિમત્તામાં ઉણપ ન લાવનાર વ્યક્તિની વિરલ ગુણ સમૃદ્ધિને સ્મૃતિ પટે અંકિત થવામાં શી વાર લાગે ? શબ્દો ઊણા પડે છે મારા, સાહેબનો પરિચય આપવામાં શક્તિની કમી લાગે છે મને સાહેબ વિશે કંઈ જણાવવામાં–કારણ મારું મન જે અનુભવે છે તે વર્ણવવાનું શક્ય નથી. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અપ્રમત્ત યાત્રિક D ગુલાબ દેઢિયા મારા ઘરની સામે એક સદાફલી આંબાનું ઝાડ છે. શરદ ઋતુમાં આંબે મો૨ આવ્યો છે. આંબાના ઝાડ ૫૨ વર્ષમાં મોટા ભાગે કેરીઓ લટકતી જોવા મળે છે. અજાણ્યાને આ જોઈને કૌતુક થાય છે. આંબો મંજરીઓથી મરક્યા કરે છે. શરદની પ્રશાંત સવારનો ઉષ્માભર્યો તડકો સોનેરી મંજરીઓ સાથે વાતો કરે છે. શ્રુત ઉપાસક રમણભાઈ પૂજ્ય રમણભાઈનું જીવન બારમાસી વસંત જેવું હતું. ફાગુકાવ્યો એમને ગમતાં હતાં અને એ ફાગ જીવનમાં મહેક્યો હતો. પ્રાથમિક શાળાના અમારા શિક્ષકોને અમે માધવજી માસ્તર, અનંતરાય માસ્તર, મોહનલાલ માસ્તર એ રીતે ‘માસ્તર’ તરીકે ઓળખતા ને બોલાવતા. માધ્યમિક શાળામાં માસ્તર શબ્દ ભાઈ બનીને આવ્યો. સોનીભાઈ, જોશીભાઈ, ધનજીભાઈ. મુંબઇમાં ભણવાનું આવ્યું તો ભાઇએ સ૨નું રૂપ લીધું. ઠાકર સ૨, પંડ્યા સ૨, ચૌગુલે સર, વ્યાસ સ૨. રમણભાઈ માટે ‘સાહેબ’ શબ્દ આવ્યો અને માત્ર સાહેબ બોલાવતા રમણભાઈ એ જ નામ જ્ઞાત થાય છે. સાહેબ શબ્દનો અર્થ સમજાયો ત્યારે લાગ્યું કે આ સંબોધન છોડવું નથી. સાહેબના વિદ્યાર્થી બન્યા એટલે બન્યા. છેલ્લાં ત્રીસેક વર્ષથી હું એમનો વિદ્યાર્થી છું. કોઈ ભૂલ કરીએ, ક્યાંક અટવાઇએ, ક્યાંક સમજ ન પડે, અવઢવ નડે ત્યારે મનમાં તો એ જ ધ૨૫ત કે સાહેબ છે ને ? પૂછો એટલે જવાબ મળે. ક્યારેક તો સ્મરણથી કામ થઈ જતું. શિક્ષકોની બાબતમાં હું શ્રીમંત છું. એવા ગુરુજનો મળ્યા છે કે ગૂંચો પડે તોપણ બહુ ડર નથી લાગતો. અંધારાની ગાંઠ છોડી શકાય છે. શદ અને શિક્ષકની કુંડળીમાં સભરતા હોય છે. સમૂહમાં જુદા તરી આવે એવી રમણભાઈની ઊંચાઈ હતી. એમની બાજુમાં આપણે ઊભા રહીએ તો આપણે પણ ઊંચા દેખાઈએ એ એમની ઊંચાઈનો જાદુ હતો. ‘જો આ જીવન ફરી જીવવા મળે તો ?’ ‘નવનીત સમર્પણ' ત૨ફથી વીસેક વર્ષ પહેલાં આ પ્રશ્ન એમને પુછાયો હતો. રમણભાઈએ જીવનની ધન્યતા અનુભવતાં કહ્યું હતું, ‘હું ઇચ્છું કે, નવી જિંદગીમાં પહેલાં જેવો પ્રમાદ ન થાય. પ્રમાદને કારણે જે કેટલોક સમય નિરર્થક બાબતોમાં વેડફાઈ ગયો હોય તે Page #347 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક રમણભાઈ ૨૯૫ ફરીથી ન વેડફાય. યૌવનસહજ આવેગોને કારણે નાની વાત માટે વધુ પડતો ક્રોધ કર્યો હોય, ફાવી ગયેલા ખોટા માણસોની ક્યારેક ઈર્ષ્યા કરી હોય, શુદ્ર બાબતો માટે ક્યારેક અભિમાન કર્યું હોય, ક્યારેક અસત્ય વચનો બોલ્યા હોઈએ, આ બધાનું પુનરાવર્તન ન થાય એવું ઈચ્છું. એથી આગળ વધીને એમ કહ્યું કે, ન્યાયમુક્ત માગણીને માટે પણ ક્રોધાદિ ભાવો વ્યક્ત કર્યા હોય તો તે પણ ફરીથી ન કરું. લૌકિક દૃષ્ટિએ સંતોષ થાય એવું કુટુંબજીવન મળ્યું છે. હું એમ જરૂર ઇચ્છે કે, નવા જીવનમાં માત્ર વ્યવહારુ જીવનને માટે ઉપયોગી એવા જ્ઞાન કરતાં આત્માની સુગતિ થાય એવું જ્ઞાન મળી રહો. નવા જીવનમાં માનવતાનાં, લોકસેવાનાં, જીવદયાનાં, અન્યને સુખી કરવાનાં કાર્યોમાં હું વધુ સહાયભૂત થાઉ તો સારું. આ જીવનમાં જેવું મળ્યું તેવું બધું અન્ય જીવનમાં ન મળે તો પણ જૈન પ્રાર્થના પ્રમાણે એવું ઇચ્છું કે, મુક્તિ ન મળે ત્યાં સુધી ભવોભવ “બોધિ' તો અવશ્ય મળી જ રહો.' આ અવતરણમાં સાહેબની જીવનભાવના સહજ રીતે પ્રગટ થઈ છે. એમણે પોતાનાં કાર્યોનો જે ઊજળો હિસાબ આપ્યો છે તે જોતાં કોઈ પણ કહી શકે કે એમણે પ્રમાદ સેવ્યો ન હતો. જ્ઞાનોપાસના કરવામાં એમણો કોઈ કસર છોડી નથી. સ્વાધ્યાય કરવામાં સદાય અપ્રમત્ત રહ્યા. શિક્ષક થયા અને આજીવન વિદ્યાર્થી બની રહ્યા. સમજણભરી સરળતા વિકસાવી. ભૂમિતિનો નિયમ છે કે બે બિન્દુને જોડતી સીધી લીટી સૌથી ઓછા અંતરની હોય છે. સાહેબે સીધી લીટીમાં લખ્યું, સીધી લીટીમાં જીવ્યા એટલે ઘણા મુકામોને સ્પર્શી શક્યા. મહાવીર વાણીમાં એક માર્મિક સૂત્ર આવે છેઃ “સાર્થક લો અને નિરર્થક તજી દો.' આ વાત એમણે ગાંઠે બાંધી હતી. વિવેચક પાસે વિવેક હોય છે. એ વિવેક એમણે સર્જન અને જીવન બન્ને ક્ષેત્રે દીપાવ્યો હતો. કામનું શું અને નકામું છું, એ પારખતાં એમને આવયું અને એ પ્રમાણે પસંદગી કરી. આત્માના કામનું શું એ એમણે પ્રમાણ્યું અને કષાયોને પાતળા પાડવા પ્રયત્ન કર્યો. એમને મૂલવનારાઓને સાહેબ કોઇક બાબતે ઢીલા લાગ્યા હશે કારણકે સાહેબે તો ન્યાયમુક્ત માગણી માટે પણ ક્રોધાદિ ભાવ વ્યક્ત ન કર્યા હોય એ બનવાનો સંભવ છે. પોતાના એક પુસ્તક “જિનતત્ત્વ'માં સાહેબે ઉત્તરાધ્યયનસૂત્રમાંથી એક શ્લોક Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રત ઉપાસક રમણભાઈ ટાંક્યો છે, જેનો અર્થ છે: “જેમ દોરો પરોવેલી સોય પડી જવા છતાં ગુમ થતી નથી તેમ જ્ઞાનરૂપી સૂત્રમાં પરોવાયેલો આત્મા સંસારમાં નષ્ટભ્રષ્ટ થતો નથી.' જ્ઞાનની અવિરત ઉપાસના એ એમનો સ્વભાવ હતો. ટેલિફોન ઉપર એમની સાથે વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે હું હંમેશાં વાતને ટૂંકમાં પતાવી ફોન મૂકવાનો વિચાર કરું, પણ શિક્ષક રમણભાઈ તો દરેક વાતને પૂરા વિસ્તારથી વિગતવાર સમજાવે. એમને કદાચ એમ થતું હશે કે, એક વાતના અનેક સંદર્ભ હોય છે. તેથી કોઈ ગેરસમજ ન થવી જોઈએ. તે જ પ્રમાણે કોઈને માઠું ન લાગે એ માટે પણ તેઓ પૂરા જાગૃત રહેતા. એમને ખબર હતી કે મન પર વાગેલા ઠેસના ઘા ઝટ રૂઝાતા નથી. એમના ઘરે આવનાર કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કે એમનો વિદ્યાર્થી હોય એને વિદાય આપતી વખતે સાહેબ લિફ્ટ સુધી વળાવવા આવે, લિફ્ટનું બારણું પોતે ખોલી આપે, બંધ કરી આપે અને સંભાળીને જવાની સૂચના આપે. એમને એક વાર પણ મળનારને આત્મગૌરવની લાગણી થાય એવી એમના સ્વભાવની ગરિમા. આ શ્રાવકે પોતાના જીવનને એવી સહજ, સરળ, સીધી લીટીમાં ગોઠવ્યું હતું કે એમના બોલવામાં કે લખવામાં આડંબરી શૈલી આવે નહિ. શીલ તેવી શૈલી એ એમને માટે કહી શકાય. ત્રીજી માર્ચ ૧૯૮૪ ના રોજ અમદાવાદમાં શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા-ભાવનગરના ઉપક્રમે જૈન સાહિત્યની એમની સેવાઓ માટે સુવર્ણચંદ્રક એનાયત થયો ત્યારે કવિવર ઉમાશંકર જોશીએ કહ્યું હતું, ‘તેઓ અધ્યાપક, લેખક અને કવિવિવેચક છે, પરંતુ મને સૌથી વધુ સ્પર્શી ગયેલી બાબત તો એમની પારદર્શક સરળતા છે. ભુગુરાય અંજારિયા વિશે ગુજરાતીમાં કોઈએ સારામાં સારો લેખ લખ્યો હોય તો તે રમણભાઈએ લખ્યો છે. ચીમનભાઈએ “પ્રબુદ્ધ જીવનને ધન્ય કર્યું. આજે રમણભાઈ એ કામ સરસ રીતે ચલાવે છે.” સાહેબે લખેલા ચરિત્રનિબંધો વાંચતાં ખ્યાલ આવે છે એમને કેવી કેવી ધુરંધર વ્યક્તિઓ સાથે આત્મીય સંબંધ હતો. ગુણ પ્રમોદનું મહત્ત્વ એ સમજતા હતા. નવું કોઈની પણ પાસેથી શીખવા મળે એને ગ્રહણ કરવા રમણભાઈ તૈયાર રહેતા હતા. ઉઘાડી બારીના જીવ હતા. એક પ્રવાસ માણસને કેટલું બધું શીખવે છે ! સાહેબ તો અઠંગ પ્રવાસી. પ્રવાસથી એમના જીવનમાં અખંડ ઉત્સાહ, શિસ્ત, મોકળાશ અને ઉદારતા જેવા ગુણ પોષાતા રહ્યા. Page #349 -------------------------------------------------------------------------- ________________ યુત ઉપાસક રમણભાઈ ૨૯૭. ઘર, યુનિવર્સિટી અને જૈન યુવક સંઘમાં એવા સ્વજનો અને સાથીદારો મળ્યા કે એમને ક્યાંય ઊંચા અવાજે બોલવાનો વખત ન આવ્યો. ખૂબ પરિશ્રમ પછી સગવડો અને અનુકૂળતાઓ મળી. સાહેબે તેમનો સદુપયોગ કર્યો. સગવડો, સાધનો, સંબંધો, પદ, અનુકૂળતા બધાંથી સમયનો દુર્વ્યય ન કર્યો. પરિણામલક્ષિતાનો એમને ખ્યાલ હતો તેથી જેનાથી ખટપટ, ખટરાગ, દ્વેષ, સમય અને શક્તિનો બગાડ થાય એવી પ્રવૃત્તિઓથી જાતને અળગી રાખી. ધર્મ એમને માટે પ્રવચન, સમારોહ કે લેખન-સંશોધનનો જ વિષય નહોતો. ધર્મ એમના આચરણમાં હતો. વપરાઈ વપરાઈને જીર્ણ થયેલો જોડણીકોશ એમના ટેબલ પર સદાય હાજર રહેતો. સાચો શબ્દ, સાચો અર્થ, સાચી જોડણી અને સાચું જીવન એ પસંદ કરતા હતા. શબ્દકોશની ચોકસાઈ એમને પસંદ હતી. “પ્રબુદ્ધ જીવન' માટે કોઈ લેખ મોકલ્યો હોય તો તેનો સ્વીકારપત્ર એક જ શબ્દમાં મોકલતા. લેખના શીર્ષકમાંથી એક શબ્દ લઈ લખી દેતા. સંબોધન કે લિખિતંગની સહી પણ નહોતા કરતા. પોસ્ટ કાર્ડની મધ્યમમાં ફાઉન્ટન પેનથી મોટા મરોડદાર અક્ષરે લખેલો પત્ર પામી હું ધન્ય બની જતો. પ્રાધ્યાપકો ભૂલકણા હોય એ ઉકિત સાહેબને મળ્યા પછી ખોટી પડે એવી એમની સ્મરણશક્તિ હતી. ગુજરાતી ભાષાના શિક્ષકોના મિલન કાર્યક્રમમાં સિત્તેર-એંસી શિક્ષકોને નામથી બોલાવે, કોણ કઈ કૉલેજમાં છે તે જાણે અને દરેકના કુટુંબીજનોના નામ દઈને ખબરઅંતર પૂછે. એમની ષષ્ઠિપૂર્તિની અને અમૃત મહોત્સવની ઉજવણી માટે ઘણી વિનંતી કરી હતી. એમની શરતે આયોજન કરવા કહ્યું પણ હા ન પાડી તે ન જ પાડી. નામ અને પદના મોહને એમણે ક્રમે ક્રમે ક્ષીણ કરી નાખ્યો હતો. - સાહેબની સાથે નાનો કે મોટો પ્રવાસ કરનાર, એમની સાથે કામ કરનાર, એમની પાસે ભણનાર, એમને વાંચનાર, સાંભળનાર અને એમના સમયમાં જીવનાર આપણે સૌ ભાગ્યશાળી છીએ. પૂજ્ય રમણભાઈના બહુ આયામી વ્યક્તિત્વ માટે એક જ શબ્દમાં કહેવું હોય તો રમણભાઈ શ્રાવક હતા. શરદ ઋતુનો આલાદ પ્રસરી રહ્યો છે. સાહેબનો એક શબ્દવાળો પત્ર આવશે. ગુરુ શિષ્યોથી અદૂર હોય છે. હવે તો ભવોભવ તમે જ ગુરુ, ન વિપ્રયોગ. * * * Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રુત ઉપાસક રમણભાઈ વિરલ તેજોરાશિ તપસ્વી એસ. નાંદી આચાર્ય હેમચન્દ્રના વિદ્વાન શિષ્ય આચાર્ય રામચન્દ્ર પ્રસ્થાતિવત કહેવાતા. પૂ. શાહ સાહેબ સૌથી વધારે ગ્રંથોના રચયિતા હતા. આ ગ્રંથો અનેક વિદ્યાશાખાઓને સમૃદ્ધ કરનારા છે. આપશ્રીનું લિખિત સાહિત્ય મારી પહોંચની બહાર છે. આપશ્રી જેટલા દેશોમાં ફર્યા અને ત્યાંના વિદ્યારસિકોને સંતોષ્યા એ પણ સુવિદિત છે. મારી વાત કરું તો ફક્ત બે જ વાર, મારા અદ્યાવધિ ૭૧ વર્ષના આયુષ્યમાં, પૂ. શ્રી. ના દર્શન અને શ્રવણનો લાભ મને મળ્યો હતો. એકવાર પાટણ (ઉ. ગુજ.) મુકામે, ઉ. ગુજ. યુનિ. (હાલ આચાર્ય શ્રી હેમચન્દ્રનું નામ તે સાથે જોડાયું છે) માં વર્ષો પહેલા “આચાર્ય હેમચન્દ્રના નામે વિદ્યા-સ્થાન (Seat) નિયત થયું ત્યારે એક સેમિનાર થયો હતો. જેમાં ઉપસ્થિત રહી સંશોધન-પત્ર વાંચવાનો મને લાભ મળ્યો હતો. બીજી વાર આપશ્રીને જ્યારે તા. ૧૯-૧-૨૦૦૩ના રોજ અમદાવાદ મુકામે “સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિ સુવર્ણપદક' એનાયત થયો ત્યારે એમના પ્રત્યક્ષ દર્શન, શ્રવણનો લાભ મેં લીધો હતો. શ્રીમતી તારાબેન પણ ત્યારે ઉપસ્થિત હતાં. હમણાં પૂ. શ્રી તરફથી એક ગ્રંથની નકલ મને મોકલવામાં આવી એ ઉપકાર તો હું ક્યારેય ભૂલી શકીશ નહિ. બારી બંધ હોય પણ તિરાડમાંથી સૂર્યનાં કિરણો ઓરડામાં પ્રવેશતાં હોય, ત્યાં આંખ રાખીને જોઇએ તો એ તેજો રાશિના દર્શન થઈ શકે, એ રીતે આ બે પ્રસંગો દ્વારા મને પૂ. શ્રી. ના વ્યક્તિત્વ, વિદ્વતાની ઝલક પ્રાપ્ત થઈ હતી. આ તો પ્રત્યક્ષ પ્રમાણ થયું. એ ઉપરાંત મારા ગુરુવર્ય ડૉ. વી. એમ. કુલકર્ણી સાહેબ અને જૈન વિદ્યાના અનેક ધુરંધરો દ્વારા પરોક્ષ રીતે પણ આપશ્રીની પ્રતિભાથી હું રંગાતો રહ્યો છું. આજીવન-છેલ્લા શ્વાસ સુધી-વિદ્યોપાસના કરનાર આ વિદ્વાનને નમસ્કાર કરીને વિરમીશ. * * * Page #351 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૨૯૯ મોક્ષમાર્ગના મુમુક્ષ યાત્રી ડૉ. પૂર્ણિમા મહેતા (અધ્યક્ષ-જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ) શ્રી રમણભાઈ ચીમનલાલ શાહ એટલે શીલ, સૌજન્ય, શિક્ષણ અને સંસ્કારની નખશિખ સંપૂર્ણ પ્રતિભા ! બહુ ઓછી વ્યક્તિઓમાં જોવા અને જાણવા મળે એવા ગુણોથી સભર વ્યક્તિત્વ ધરાવતા રમણભાઈના અવસાનના સમાચાર સાંભળીને દુઃખ થયું....... આઘાત લાગ્યો ! સન્ ૧૯૯૫માં સોલાપુર (મહારાષ્ટ્ર) ખાતેના એક સેમિનારમાં એમના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય મળ્યું હતું. ત્યારબાદ છેલ્લા પાંચ વરસથી આત્તરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, અમદાવાદના ઈન્ચાર્જ તરીકે એમની સાથે સતત સંપર્કમાં આવવાનું થયું, વર્કશોપ, પરિસંવાદ, પરીક્ષા વગેરેના કારણે અવારનવાર એમને મળવાનું થતું! દરેક વખતે મારા મન ઉપર એમના સૌજન્યશીલ વ્યક્તિત્વની બહું ઊંડી છાપ પડતી હતી. આધુનિક શિક્ષણના ક્ષેત્રે ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા પછી પણ પરંપરાગત ધાર્મિક સંસ્કારોનું સુપેરે પાલન એ એમના જીવનની આગવી વિશેષતા હતી. શિક્ષણ, ચિંતન અને મનન સાથે શ્રદ્ધાસંપન્ન વ્યક્તિત્વ વિકસાવવું એ નાનીસૂની વાત નથી. દરરોજ પૂજા-સામાયિક, સ્વાધ્યાય જેવા વ્રત નિયમોનું સુવ્યવસ્થિત પાલન કરનારા રમણભાઈ સહુ માટે આદર્શ જીવન જીવી ગયા ! દેશ અને વિદેશમાં એમણે શિક્ષણ ક્ષેત્રે તો ઠીક પણ જૈન ધર્મના પ્રચારપ્રસાર બાબતે પણ અનેરી નામના અને સિદ્ધિ મેળવી હતી. એમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, ચંદ્રકો, સુવર્ણચંદ્રકો, પારિતોષિકો કે બહુમાનો પૂરતી મર્યાદિત ન હતી. સમાજમાં બહુમાન્ય સ્થાન અર્જિત કરવાની સાથોસાથ જીવનના અંતરંગને અધ્યાત્મથી રંગવાનો એમનો પ્રયાસ એ બહુ મોટી સંસિદ્ધિ હતી. છેલ્લા વર્ષોનું એમનું સર્જન જેમ કે જ્ઞાનસાર કે અધ્યાત્મસારની વિવેચના એ વરસોના એમના તત્વચિંતન, સ્વાધ્યાય અને શાસ્ત્રાવગાહનના પરિપાકરૂપે સર્જાયું છે. ખ્યાતિ અને પ્રસિદ્ધિની સાથે એઓ અનેકના પ્રેરણાસ્ત્રોત્ર બન્યા હતા. ધર્મ, Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રત ઉપાસક રમણભાઈ શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે આગળ આવવા માંગતા અનેકો માટે એઓ માર્ગદર્શક અને પ્રોત્સાહક બળ પૂરું પાડનારા આત્મીય સ્વજન જેવા હતા. પોતાના લખેલા-સર્જલા પુસ્તકો ઉપરના “કોપીરાઈટ' સમાજને અને એમણે પોતાની નિઃસંગતા, અલિપ્તતાને વધારે ઉન્નત બનાવી હતી. સિદ્ધિ-પ્રસિદ્ધિના જુવાળ વચ્ચે તટસ્થતા, સાક્ષીભાવની ઉપાસના એ આંતર જાગૃતિ વગર શક્ય બને નહીં ! વ્યવહારના પરિબળો વચ્ચે પણ નિશ્ચયની એમની પ્રબળતા ખરેખર વંદનીય અને અહોભાવ પેદા કરનારી હતી. અનેકવિધ શૈક્ષણિક, સામાજિક પ્રવૃત્તિઓ અને જવાબદારીઓના વહન વચ્ચે પણ એમણે સંવાદિતા, સંતુલન અને સમતા મેળવી હતી, કેળવી હતી એ એમની બહુમૂલ્ય ઉપલબ્ધિ હતી. તારાબેન સાથેનું એમનું વરસોનું સહજીવન આદર્શ અને ઉમદા ધન્યો ગૃહસ્થાશ્રમનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. કવિકુલગુરુ કાલિદાસની ઉન્નત અને સંપૂર્ણ જીવનની કલ્પના શૈશવેવ્યસ્ત વિદ્યાનામ્ યૌવને વિષયેષુનામું વાર્ધક્ય મુનિવૃત્તિનામ્ યોગાન્સેચ તનુત્યજામ્ રમણભાઈના જીવનમાં પૂર્ણરૂપેણ પ્રતિબિંબિત બને છે. છેલ્લા વરસોનો એમનો આત્મલક્ષી ગ્રંથોનો સ્વાધ્યાય પરિશીલન, ચિંતનમાં ડૂબીને સાચી મુનિવૃત્તિમાં જીવવાની સાથે સાથે આત્મભાવમાં રમણતારૂપ યોગમાં રહીને રમણભાઈએ દેહનો વિયોગ મેળવ્યો છે, શરીરનો ત્યાગ કર્યો છે એ નિશ્ચિતપણે એમની ઉર્જસ્વી જીવનયાત્રાને સૂચવે છે. આવો આત્મા અસંદિગ્ધપણે મોક્ષમાર્ગે જ આગળ વધે છે એવું અનુભવી શકાય ! જીવન બધા જ જીવે છે, મૃત્યુ બધા જ પામે છે પણ રમણભાઈ જીવનને ભરપૂર જીવી ગયા ! અને મૃત્યુની આંગળી ઝાલીને સહજપણે અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા ! સમાજમાં આવા શીલસંપન્ન અને પ્રજ્ઞાપૂર્ણ માર્ગદર્શકોની જ્યારે ખરેખર કમી છે, ઉણપ છે ત્યારે રમણભાઈની ચિરવિદાયથી જે શૂન્યાવકાશ સર્જાયો છે એ ભરાવો મુશ્કેલ છે. એમના મોક્ષમાર્ગગામી આત્માને અનંત અનંત વંદન. * * Page #353 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૩૦૧ મારા જ્ઞાન પથદર્શક રમણભાઈ I ડૉ. કીર્તિદા રમેશ મહેતા વિધાતાના સંકેત કહો કે સૂચન કહો. મુ. પ્રો. રમણભાઈ શાહના દેહાવસાનના સમયગાળામાં બે વાર એમનું સ્મરણ થઈ આવ્યું, એમની વાતો વાર્તાલાપમાં આવી. અમારા સંબંધી જયવંતીબહેન જેઓ પણ પ્રાધ્યાપિકા હતાં. એમના પતિના અવસાન સમયે ગીતાપાઠ વખતે બે બહેનો મળી ગયા જેઓ પણ પૂર્વ પ્રાધ્યાપિકા હતાં. પરસ્પરના પરિચય પછી એમણે જ્યારે જાણ્યું કે મારા પીએચ.ડી.ના માર્ગદર્શક રમણભાઈ હતા ત્યારે એમના સમાચાર-ખબર-અંતર પૂછયા. મારો મું. રમણભાઈ સાથે ઘણા વખતથી સંર્પક નહોતો રહ્યો. ચોપાટીથી વાલકેશ્વરના નિવાસ પર્વતનો જ ખ્યાલ હતો. ઘણીવાર ઈચ્છવા છતાં વાતચીત-મેળાપ થઈ શકતો નહોતો. પણ એ દિવસે એમની યાદ આવી ગઈ. એ પછી થોડા જ દિવસમાં ઘરે આવેલી એક વ્યક્તિએ અનાયાસે પીએચ.ડી.ની અભ્યાસ પધ્ધતિ વિષે પૃચ્છા કરી.... એને મેં મારા જેવી માહિતી આપતા કહેલું - મું...રમણભાઈ શાહ મારા “ગાઈડ' હતા મારા જેવી વિદ્યાર્થી ભાગ્યે જ કોઈને મળે જેણે પીએચ.ડી. માટેના બધા જ નિયમ-અપવાદનો ઉપયોગ કર્યો હોય. ૧૯૬૬ થી ૧૯૭૭ સુધીના દસ વર્ષનો દીર્ધકાળ જેણે થિસિસ પૂરો કરતા લીધો હોય અને છતાં જેના “ગાઈડ' જરા પણ ગુસ્સે ન થયા હોય, માર્ગદર્શક અકળાયા ન હોય....!' ખરેખર, દસ વર્ષ સુધી જ રમણભાઈનું માર્ગદર્શન પ્રોત્સાહન ન મળ્યા હોત તો હું “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રામકથાનો વિકાસ” એવો ૧૫૦૦ પાનાંનો “રામાયણ' જેવો શોધનિબંધ પૂરો કરી શકી હોત કે કેમ એની મને શંકા થાય છે. સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ યુનિવર્સિટી અને ચોપાટીનું એમનું ઘર બધા મારા માટે ખુલ્લા હતા અને સમયની કોઈ પાબંધી નહોતી. વિદ્યાર્થી માટેની આવી આત્મીયતા-એકાગ્રતા જવલ્લે જ જોવા મળે એમ છે. પ્રા. રમણભાઈના અવસાનના સમાચાર દુર્ભાગ્યે મને મોડા મળ્યા. પ્રાર્થનાસભા ચૂકી ગઈ, પણ અંતરથી તો એમની માટે પરમશાંતિની પ્રાર્થના Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રુત ઉપાસક રમણભાઈ આપમેળે જ થવાની સાથે સાથે વિચાર પણ આવે છે કે એ તો ધર્મમય હતા. ધર્મનું અધ્યયન કરતા હતા. કરાવતા હતા ! આધ્યાત્મિક એવા એ આત્માને મુક્તિ મળવાની એમાં શંકા નથી.... છતાં માનવમન છે ને ?! વિચારો આવતા જ રહેવાના, સ્મૃતિના પાના પલટાતા રહેવાના - ફરી એક પ્રસંગ યાદ આવી જાય છે. મારું કેટલુંક લખાણ બતાવવા યુનિર્વસિટી ગયેલી. અચાનક મું.રમણભાઈએ અસ્વસ્થતાની ફરિયાદ કરી બાજુના ખંડમાંથી હિંદી વિભાગના વડા ડૉ.પ્રભાતને બોલાવવા કહ્યું. એમની સૂચના મુજબ સાકરવાળી કૉફી પીવડાવી. પાછળથી ખબર પડી કે ડાયાબિટીસ બોર્ડર લાઈન' પર હોવાથી સાવચેતી માટે એમણે સાકર લેવી ઓછી કરી નાખી હતી. માંદગીને દૂર રાખવાના આ પ્રયાસમાં એમની સાવધાની મને વર્તાઈ પણ આખરે મનુષ્ય માટે મૃત્યુ જન્મ સાથે જ જન્મે છે. દેહ તો ક્ષર છે... ક્ષણભંગુર છે.. પણ, છતાં રમણભાઈ અમર છે એમના અક્ષર દેહથી..... એમના ગુજરાતી સાહિત્યને, જૈન સાહિત્યને કરેલા અર્પણથી ! મુ. શ્રી રમણભાઈની આ જગતમાંથી વિદાયથી આપણને સૌને એક અકલ્પનીય એવી ખોટ પડી છે. કાલાંતરે વ્યક્તિની ખોટ પૂરાઈ જાય એમ કહે છે. પરંતુ રમણભાઈ માટે આ વાત સુસંગત નથી. બહુમુખી પ્રતિભા ધરાવતા એવા શ્રી રમણભાઇના એક પાસાને ભુલીએ ત્યાં બીજા પાસાની યાદ આવે. અનેક વિષયોનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ પાસેથી કોઈ ખાલી હાથે પાછું નહિ ગયું હોય. મૃત્યુના થોડા સમય પહેલાં તેમની સાથે ગાળેલો કલાક-દોઢ કલાકનો સમય અમારા માટે અમૂલ્ય સંભારણું બની રહેશે. અસ્વસ્થ તબિયતે પણ તેમણે મારા પ્રશ્નનો જવાબ ખૂબ જ સ્વસ્થતાપૂર્વક આપ્યો તે જ તેમની વિદ્વતાની ઝાંખી કરાવે છે. આત્મિયતાપૂર્વકનું તેમનું મારા માટેનું ભાભી'નું સંબોધન કાનમાં ગુંજ્યા કરશે. ખરેખર જેન સમાજે એક હીરલો ગુમાવ્યો છે. મનના ભાવોને હૃદયની લાગણીઓ વ્યક્ત કરવા શબ્દો પાંગળા પૂરવાર થાય છે. | રમા-વિનોદની હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ Page #355 -------------------------------------------------------------------------- ________________ સુત ઉપાસક રમણભાઈ ૩૦૩ ચમત્કારો હજી આજે પણ બને છે ! D પ્રો. કાના ભટ્ટ આજના વૈજ્ઞાનિક યુગમાં કોઈ અનુસ્નાતક કક્ષા સુધી પહોંચેલી, યુનિવર્સિટી સ્તરે એમ. એ.ના વિદ્યાર્થીઓને ભણાવતી તથા “મહારાષ્ટ્ર કોલેજ'ની ગુજરાતી વિભાગની અધ્યક્ષા જ્યારે કહે કે “ચમત્કારો હજી આજે પણ બને છે!' ત્યારે વાંચનાર કંઈક અવનવી દ્વિધામાં અવશ્ય મુકાઈ જાય. હું પણ એક સમયે એવું જ માનતી કે, “ચમત્કાર જેવું કશું છે જ નહિ અને ચમત્કારની વાતોને હસી કાઢતી. પરંતુ મારા જીવનમાં બનેલી ત્રણ ઘટનાઓએ મને દ્રઢ-પણે માનતી કરી દીધી છે કે, તમારામાં સક્રિષ્ઠ શ્રદ્ધા અને આત્મિવશ્વાસ હોય તો... ચમત્કારો આજે પણ બની શકે છે. મારા જીવનની પ્રથમ બે ઘટનાઓ મહર્ષિ અરવિંદના પોંડિચેરી આશ્રમના સંદર્ભમાં છે. જે અહીં અપ્રસ્તુત ગણાશે, પરંતુ ત્રીજી ઘટના એટલે એમ. એ.માં અભ્યાસ કરતી ત્યારે અમને ગુજરાતી વિષય ભણાવતા પ્રો. ડૉ. મુ. રમણભાઈ સાથેનો પરિચય. સંજોગવસાત પાંચેક વર્ષથી છોડેલો અભ્યાસ ફરી શરૂ ર્યો અને નોકરી સાથે જ્ઞાનયજ્ઞ આરંભ્યો. અભ્યાસ કરતાં કરતાં બાહ્ય રીતે આનંદિત રહેતી હું અંતરથી નિરાશા અને લઘુતાગ્રંથિમાં પીડાતી ગઈ. પિતા પાર્થિવ જગત છોડી ગયા. અભ્યાસ અધૂરો અને કુટુંબની જવાબદારી મારા પર. મારાથી વીસ વરસે નાના ભાઈને ડૉક્ટર બનાવવાની પિતાની ઈચ્છા કેવી રીતે પૂરી થશેની વિમાસણ...એવામાં એક ફરિશ્નો જાણે મારી મદદે ન આવ્યા હોય! તેમ મને મળ્યા મારા રાહબર, ગુરુ, વડીલબંધુ અને વહાલની સરવાણી જેવા પૂ. રમણભાઈ!!! અને એમણે મારામાં શ્રદ્ધા જગાડી. આશાનો દીપક ચેતાવ્યો. અતીતમાંથી વર્તમાનમાં લાવી પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરવાની પ્રેરણા આપી મુ. રમણભાઈએ. અને આ હતો મારા જીવનનો વળાંક. જે મારા જીવનનો મોટો ચમત્કાર કહી શકું. ધીરે ધીરે સાહિત્યમાં રૂચિ કેળવાતી ગઈ. વિદ્યાનગરની “સાહિત્ય પરિષદમાં - મુ. રમણભાઈ અને પ્રો. મુ. તારાબહેન સાથે ગાળેલો સમય મારા જીવનનું અવિસ્મરણીય સંભારણું છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રત ઉપાસક રમણભાઈ એક વખત “સર'ને મેં કહ્યું, “સર, મેં એવું પેપર તૈયાર કર્યું છે એમાં અખો, કબીર અને આનંદધનજી વિશે લખવાનો પ્રયત્ન ર્યો છે. હંમેશ મુજબ તેમણે એક મીઠું હાસ્ય કર્યું અને “સરસ” કહી છૂટા પડયા. આવી મહાન હસ્તીઓ વિશે મારું જ્ઞાન કેટલું સીમિત હોય એ જાણવા છતાં મને પ્રોત્સાહિત કરવા, કચ્છમાં યોજાએલ “જૈન સાહિત્ય સમારોહમાં આવવા નિમંત્રણ આપ્યું. અને મેં પણ એ સહર્ષ સ્વીકારી લીધું. જૈન ધર્મના પ્રખર વિદ્વાનો વચ્ચે થોડુંક પણ વાંચવાની પ્રેરણા આપીને મને આનંદ થાય એવી તક આપી. કચ્છમાં અમે પંચતીર્થનો લહાવો પણ લીધો અને માંડવી પાસે હજી બંધાતા એવા “બૌતેર જીનાલય” પણ ગયા. ત્યાંના વાતાવરણમાં એક ગજબની શાંતિની અનુભૂતિ થઈ. પ્રો. મુ. તારાબહેન અને પ્રો. પૂ. રમણભાઈ પૂજાના વસ્ત્ર ધારણ કરી જિનાલયના ગર્ભદ્વારમાં પ્રભુના સાંનિધ્યમાં ગયાં. એમને પૂજા કરતા જોઈ મને પણ અંદર જવાની ઈચ્છા થઈ. મુ. રમણભાઈએ શાંતિથી સમજાવ્યું, બીજી વાર અમારી સાથે આવો ત્યારે કોરા વસ્ત્રોની એક જોડી લાવજો, એ કપડા પહેરી કશું જ ખાવાપીવાનું વર્ય હં! ઈશ્વર સ્મરણ માટે. પવિત્ર વાતાવરણ. મન અને સાથે વસ્ત્રો પણ પાવિત્ય જાળવે તેવા. આ વાત મને ખૂબ અસર કરી ગઈ. હવે જ્યારે પણ કોઈક દેરાસરમાં જાઉં ત્યારે “સર'ની વાત અંતરમાં ગૂંજયા કરે છે. - જિનાલયમાંથી બહાર નીકળતી હતી ત્યાં પાછળથી મુ. રમણભાઈનો અવાજ સંભળાયો “આ પગથિયાંની બે બાજુ બે ચિહ્નો છે તે આસુરી તત્વોના પ્રતીક છે. બહાર નીકળતાં એના પર પગ મૂકીને એને કચડીને પછી જ જવું.” કેવી સુંદર શિખામણ? પ્રભુદર્શનના સાત્વિક વાતાવરણમાંથી બહાર નીકળતાં જ આસુરી તત્ત્વને કચડી નાખી અસત પર સતનો વિજય અનુભવવો. આવી સુંદર વસ્તુની મને સમજ આપી, તેથી હું ધન્ય થઈ ગઈ. એક વખત મેં પ્રાગજીભાઈ ડોસાએ લખેલ એક પ્રસંગ વાંચ્યો. પૂજામાં બેસતાં એમને શરીરમાંથી આત્મા બહાર લઈ જવાનો પ્રયોગ કરવાનું મન થયું. સાધના અને અધ્યયન દ્વારા એ સફળતાપૂર્વક બહાર તો નીકળી ગયા. શરીરની આસપાસ એક નવી જ અનુભૂતિ કરી રહ્યા પરંતુ ફરી શરીરપ્રવેશ કરવા ખૂબ મથામણ કરવી પડી. મેં ‘સર’ને આ વાત કરી પૂછયું, “આવું કંઈ બને ખરું?' અને “સરે” તરત “હા” પાડી કહ્યું, “રોજ ધ્યાન, પૂજા વગેરે કરવાથી અમુક Page #357 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૦૫ અનુભવો ચોક્કસ થાય છે. જેન ધર્મમાં -‘ભક્તામર સ્તોત્ર’’ છે, એનું શ્રદ્ધાપૂર્વકનું વાંચન-મનન નિત્યક્રમે કરાય તો ઘણાં ઘણાં અનુભવો થાય છે તે હું ખાત્રીપૂર્વક કહું છું.' સરની નમ્રતા એવી કે, એમને આવી અનુભૂતિ થઈ એમ ન કહેતાં માત્ર એટલું જ કહ્યું ‘હા આ વાત સાચી છે.’ સંતોષપૂર્વક મારા મનનું સમાધાન કર્યું. એક વખત મેં તેમને રાખડી બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી . પૂ. ‘સરે' સહર્ષ મારી એ ઈચ્છા પણ પૂરી કરી. પછી તો વર્ષો સુધી આ ક્રમ રહ્યો. બળેવને દિવસે એમની રાખડી તૈયા૨ જ હોય. બે ત્રણ વ૨સો પછી ફરી એક વખત પૂ. રમણભાઈ અને પૂ. તારાબેન સાથે દહાણુ પાસે નવું દેરાસર થયું તેમાં જવાનો લહાવો મળ્યો. મારાથી આ વખતે ૫૫૨ તૈયા૨ નહોતું થઈ શક્યું. પણ સરે તો મારી મૂંઝવણ દૂર કરી મને શ્રોતા બની રહી સૌનું સાંનિધ્ય માણવા એક વધુ મોકો આપ્યો. ‘સ૨’ના શબ્દોમાં કહું તો - ‘‘આ વખતે શ્રોતા થવાનો લ્હાવો લેજો. ઘણું જાણવા મળશે - આનંદ આવશે અને આપણે સૌ સાથે રહેવાશે'' - અને ખરેખર, એ દિવસો મારી સ્મરણ મંજૂષામાં કીમતી ખજાનાની જેમ સંગ્રહાઈ ગયા છે. એક વખત ઓચિંતા સર મારે ઘરે આવી ચડ્યા અને સાથે નાનકડા શો કેસમાં ગૌતમ બુદ્ધની મૂર્તિ ! આ મારી યાદગીરી! કહીને એ મૂર્તિ અમને સોંપી. આજે પણ રોજ દીવો કરતાં મૂર્તિ સાથે જડાયેલ અમારા મું. રમણભાઈને પણ આરાધી લઉં છું. મૂર્તિ સાથે જાણે મને સંદેશ આપતા ગયા. ‘આ નાશવંત, પાર્થિવ જગતથી અપાર્થિવ તરફ ગતિ કરો' આવી - આધ્યાત્મિક્તાનો સંદેશ આપનાર મુ. રમણભાઈ મારા માટે હંમેશાં સાચા ગુરુ બની રહ્યા છે. “શિવાસ્તે પંથાઃ'' જ ‘સર’, તમે ક્ષરદેહે નથી પણ છતાંએ હરહંમેશાં અમારી સાથે જ છો. અમને પ્રેરણા આપતા સૂક્ષ્મ દેહે પણ તેમ સદા આપતા રહો, એ જ પ્રાર્થના. આત્મા તો અમર જ છે ને ? તો નિતાંત તમારા આશિષ અમને મળતા રહે એ જ અભ્યર્થના - અસ્તુ. – તેઓશ્રી પરમ સાક્ષ૨ તો હતા જ ઉપરાંત ઉદાર, નમ્ર, પ્રેમાળ, સદાય હસમુખા અને સાચા અર્થમાં માનવ હતા. આણંદજી નાનજી દેઢિયા, મુંબઈ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રુત ઉપાસક ૨મણભાઈ અનોખાં સંભારણાં D પ્રો. છાયાબેન શાહ મારી ૧૨ વર્ષની ઉંમરથી ૧૮ વર્ષ સુધીની ઉંમર સુધીમાં જ્યારે જ્યારે શ્રી રમણભાઈનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવાના પ્રસંગો બન્યા છે ત્યારે દરેક પ્રસંગે તેમના સાન્નિધ્યમાંથી જે પ્રકાશ પ્રાપ્ત થયો અને એ પ્રકાશે મારા જીવનમાં કેવા અજવાળા પાથર્યા તે આ લેખમાં બતાવીને એ રીતે પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ અર્પીશ. ૧૨ વર્ષની હતી ત્યારે મુંબઈ જેન ધાર્મિક શિક્ષણસંઘના ઉપક્રમે દર વર્ષે વક્તત્વ હરીફાઈ યોજાતી. શ્રી રમણભાઈ હંમેશાં નિર્ણાયક તરીકે આવતા. હરિફાઈ દરમ્યાન તે દરેક મુદ્દા નોટ કરતાં. હરિફાઈનું પરિણામ જાહેર કરતા પહેલા વક્તાઓને ઉપયોગી થાય તેવી માહિતીની અત્યંત સૂક્ષ્મ છણાવટ કરતા. વક્તાઓને ઉપયોગી થાય, તેનું વક્તવ્ય ઉત્તમ કોટિનું બને એ માટેની સમજણ આપતા. એ મુદ્દાઓ ધ્યાનમાં રાખી એનું અનુકરણ કરવાથી મને એ મોટો લાભ થયો કે હું ચૌદ વર્ષની હતી ત્યારે ઓલ ઈન્ડિયા લેવલ પર અગર મેં પ્રધાનમંત્રી હોતા તો' એ વિષય પરની વસ્તૃત્વ હરિફાઇમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો. તેનું શ્રેય પરોક્ષ રીતે રમણભાઈને જ જાય છે. અમે જીવનના ૧૬ વર્ષ અમેરિકામાં ગાળ્યા પછી ૧૯૮૪માં ભારત પાછા આવ્યા. આ બધા વર્ષો પછી મારી કર્મભૂમિ મુંબઈમાં હું લગભગ વીસરાઈ જ ગઈ હતી. પરંતુ બીજાને હંમેશા પ્રોત્સાહિત કરીને હાથ પકડીને ઊંચે લઈ જનાર શ્રી રમણભાઈએ મને જૈન યુવક સંઘના ઉપક્રમે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રથમ વાર બોલવાની તક આપી. ત્યારથી શરૂ થયેલી મારી સફર આજે પણ ચાલુ છે. તે બધો આભાર તેઓશ્રીનો જ છે. જુદી જુદી જગ્યાએ યોજાતા સેમિનારોમાં તેમનો મને ખૂબ જ નિકટ પરિચય થયો. કોઈપણ પરિસ્થિતિમાં સૌમ્ય રહેવું, તટસ્થ રહેવું, ધૈર્ય રાખવું, શિસ્ત જાળવવી, સમયની પાબંધી કેળવવી, બીજા પ્રત્યે સહિષ્ણુતા ભરેલું વર્તન-આવી તેમની અનેક વિશિષ્ટતાઓ મને સ્પર્શી ગઈ અને જેમ જેમ તેનું અનુકરણ કરતી ગઈ તેમ તેમ મારું જીવન સમૃદ્ધ બનતું ગયું. રમણભાઈ સાથેના આખાય સાંનિધ્યમાંથી બધી જ બાબતોને ઢાંકી દે એવી એક મહત્ત્વની શિક્ષા એ મળી કે હંમેશાં શાસ્ત્રોને વફાદાર રહેવું. પોતે તંત્રી Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ३०७ હતા, વિવેચક હતા, અધ્યાપક હતા, લેખક હતા, પરંતુ ક્યારેય એક પણ વાક્ય તેમણે શાસ્ત્ર વિરુદ્ધ લખ્યું નથી. એટલું જ નહિ બીજાને પણ તેમ કરતા રોકતા. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન મારા પછીના વિદ્વાન વક્તાએ ઘાતી કર્મોના નામ બોલવામાં ભૂલ કરી તો વિવેચન દરમ્યાન રમણભાઈએ જરા પણ શેહ-શરમ રાખ્યા વગર એ ભૂલ પર પ્રકાશ પાડ્યો. વ્યાખ્યાનમાળામાં મારો વિષય હતો ‘પ્રતિક્રમણની પવિત્રતા.' આમાં અરણિક મુનિનું દૃષ્ટાંત આપતા મેં એમ કહયું કે ‘મુની પાણીમાં કાગળની હોડીથી રમવા માંડ્યા'. રમણભાઇએ વ્યાખ્યાન પછીના વિવેચનમાં તરત મારી ભૂલ સમજાવી કે એ સમયે કાગળની શોધ થઈ જ ન હતી. મુનિ કાગળની હોડીથી નહી પરંતુ એમના પાતરાથી રમતા હતા. રમણભાઈના અધ્યક્ષપણા નીચે જ્યારે વક્તા બનીને જવાનું હોય ત્યારે સંપૂર્ણ હોમવર્ક કરીને સજ્જ થઈને જવું પડે. એવી દરેક વક્તા પર છાપ હતી. એક વક્તાએ સર્વધર્મસમભાવ વિષે વાત કરી ત્યારે તેમના વક્તૃત્વ પર છણાવટ કરતા રમણભાઈએ ટકોર કરી કે સોનાને જ સોનું કહેવાય. ને લોઢાને લોઢું કહેવું જ પડે. બધાને સરખું ન કહેવાય. અમેરિકામાં એક ભાઈએ તેમને પૂછ્યું કે ધર્મક્રિયાઓમાં, ધાર્મિક સૂત્રોમાં થોડી છૂટછાટ લઇએ તો યુવાનો ધર્મ પ્રત્યે આકર્ષાય. ત્યારે રમણભાઈએ તુરત જવાબ આપ્યો કે ડૉક્ટર કે એન્જિનિયર થવા માટે યુવાનો કેવી કાળી મહેનત કરે છે ? તો ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા તેમને ધર્મને અનુરૂપ થવું પડે. તેમના માટે ધર્મનું સ્વરૂપ ન બદલાય. આવા શાસ્ત્રજ્ઞ, પ્રેમાળ અધ્યાપક, હિતેચ્છુ, રમણભાઈ હવે નથી એ માની નથી શકાતું. સેમિના૨માં તેમની ખુરશી ખાલી જોઈ આંખમાં પાણી આવી જશે. મારા પિતા સ્વ. ડૉ. કેશવલાલ મોહનલાલ શાહના તેઓ મિત્ર પણ હતા. મને આજે ફરીવાર પિતા ગુમાવ્યા હોય તેવું દુ:ખ થાય છે. મારા જેવી કેટલીય વ્યક્તિઓએ જૈન ધર્મના ઘણા બધા શબ્દો અને Terminology નો પરિચય અને સમજણ રમણભાઈના વ્યાખ્યાનો, લખાણો અને વાર્તાલાપોમાંથી મેળવ્યા હશે ! મને તેઓના સ્વભાવની હળવાશ હંમેશાં ગમતી. E ચંદ્રાબહેન એચ. શાહ, મુંબઈ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રુત ઉપાસક રમણભાઈ મારા સ્નેહસભર વડીલ રમણભાઈ | | ડૉ. ઉત્પલા મોદી ડૉ. રમણલાલ ચી. શાહના દુઃખદ અવસાનથી જૈન સમાજને વિરલ વિદ્વાન સાહિત્યકારની ખોટ પડી ગઈ. હું તેમને પ્રેમભાવથી “દાદાજી' કહેતી. મારો તેમની સાથેનો પ્રથમ પરિચય બીજા જૈન સાહિત્ય સમારોહ વખતે થયો. લગભગ ૨૭ વર્ષ જૂનો પરિચય, જેમાં તેમના સ્વભાવ અને લખાણ, વિચારો સાથે પણ પરિચય થયો. તેઓ સ્વભાવે સરળ, શાંત, સ્નેહાળ, પ્રેમાળ, વાચાળ, સ્પષ્ટવક્તા, વચનસિદ્ધ, સત્યના ઉપાસક, નિઃસ્વાર્થ, સેવાભાવી, ઉદાર અને યુવાનોને શરમાવે એવા અજબ ઉત્સાહી હતા. તેમના અવસાનના અઠવાડિયા અગાઉ મારી સાથે ફોન પર વાત કરી ત્યારે તબિયતની અસ્વસ્થતા, પ્રતિકૂળતા દર્શાવી કે ઘણું કામ એટલે લખવાનું બાકી છે પણ શરીર હવે સાથ નથી આપતું. તેમનું વિદ્વતાસભર લખાણ બહુ જ આકર્ષક રહેતું. વાચકને હંમેશાં તાલાવેલી લાગતી અને બીજા પ્રબુદ્ધ જીવન'ના અંકમાં તંત્રીલેખમાં શું લખ્યું હશે તે વાંચવાની આતુરતા પણ રહેતી. જ્યારે પણ પ્રબુદ્ધ જીવન આવે તો સૌપ્રથમ તેમણે કયા વિષય પર લખ્યું છે તે જોવાની અને વાંચવાની તત્પરતા રહેતી. તેઓ “પ્રબુદ્ધ જીવન' માસિકના તંત્રી હતા. હંમેશાં તંત્રીલેખ લખતા. તેમની પાસે વિષયોની કોઈ કમી ન હતી, જાણે ક્રમબદ્ધ બધા મનમાં નક્કી કરેલા હોય. - તેઓ સ્વભાવે જેવા સરળ હતા તેવા શિસ્તબદ્ધ હતા. જૈન સાહિત્ય સમારોહનું તેમનું સંચાલન સફળ રહેતું. અમને તેમની સાથે વાતો કરવાનું બહુ ગમતું. ગંભીર વિષય હોય કે કોઈ સમસ્યા હોય તેઓ હળવેથી તેને સૂલઝાવી દેતા. તેઓએ શિક્ષણ ક્ષેત્રે પણ સારી નામના મેળવી હતી. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક હતા. ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા પણ હતા. જૈન સાહિત્ય સમારોહમાં આવવા લોકોને પ્રોત્સાહન આપતા. નાના સાથે નાના બનીને મજા કરાવતા. તેમણે મારા જેવા ઘણાં લોકોને લખતાં, વાંચતાં, બોલતાં કર્યો. જૈન સાહિત્ય સમારોહમાં પેપર વાંચવા પ્રેરણાબળ પણ આપતા. તેઓ હંમેશાં કહેતા તમે ખૂબ વાંચો, વિચારો. ભલે કોઈ પણ પુસ્તકમાંથી આધાર લો અને લખો, એ બહાને તમે વાંચશો અને લખશો. તેઓએ ઘણાંને Page #361 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૩૦૯ લખતાં કર્યા અને ઉત્તેજન આપ્યું. મારી સાથે હંમેશાં મારા મમ્મીને આવવાનો તેમના તરફથી ખાસ આગ્રહ રહેતો. મારાં મમ્મીને સાહિત્યમાં ઘણો રસ હતો. તેઓ કહેતા ઉત્પલાની મમ્મી અમારા સૌની મમ્મી છે. ઉત્પલા તો ઓર્ડિનરી મેમ્બર છે, પણ મમ્મી તમારે તો ખાસ આવવાનું, તમો તો લાઈફ મેમ્બર છો. તેઓ સિદ્ધહસ્ત લેખક હતા. ઘણા અલગ અલગ વિષય પર પુસ્તકો લખ્યાં છે અને ધર્મ તત્ત્વજ્ઞાન પર ઘણું મૂલ્યવાન લખાણ છે. આખું જીવન બધાની સાથે ખૂબ જ ખેલદિલીથી અને મૈત્રીપૂર્વક જીવ્યા. પવિત્ર જીવન જીવી અનેકને સત્યનો રાહ બતાવ્યો. ધાર્મિક અને વ્યવહારિક બંને રીતે ખૂબ ખૂબ પ્રેરણાત્મક જીવન જીવી એમના આત્માનું શ્રેય સાધી ગયા. આવશે એ કાળ ક્યારે, કંઈ યે કહેવાય ના દીપક બુઝાશે ક્યારે, સમજી શકાય ના. આ પંક્તિ જીવનની ક્ષણ ભંગુરતા દર્શાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે જેનો જન્મ છે તેનું મરણ પણ નિશ્ચિત છે. દીપક બુઝાઈ ગયો પણ બીજા અનેક દીપક પ્રજવલિત કરીને ચારેબાજુ પ્રકાશ પાથરી ગયા છે. સૂર્યનું એક જ કિરણ પૃથ્વી પરના કાળા અંધકારનો સંપૂર્ણપણે નાશ કરે છે. સૂર્યોદય થવાની સાથે જ અવિકસિત કમળ વિકસિત બને છે. સૂર્યમુખીનું ફૂલ ખીલી ઊઠે છે તેવી રીતે, કેટલાય અજ્ઞાન ભરેલા અંધકારમય જીવનમાં તેમનાં કપાકિરણોએ જ આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ પાથર્યા છે. સફળ જીવન જીવી ગયા, જ્ઞાનની મહેંક, સ્વભાવની સુગંધ છોડી ગયા. છલકાવ્યું નહીં સુખને, દેખાડ્યું નહીં દુઃખને, હસતું રાખી મુખડું સદા, જીવી ગયા જીવનને. દુઃખના દરિયા ખેડી તમે, સુખસાગરમાં તાર્યા અમોને, જીવનભર કરી મહેનત આપે, પ્રેરક બન્યા અમોને. તેમનો સરળ, નિખાલસ સ્વભાવ, ઉષ્માભર્યું વાત્સલ્ય, ભદ્રિકભાવ, ન્યાયનીતિ અને પ્રામાણિકતા અન્ય સગુણોથી મહેંકતું જીવન સદાયે પ્રેરણારૂપ બની રહેશે. એમનો જીવન સંદેશ હતોસર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો.” * * * Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ જૈન સાહિત્ય સમારોહનાં સંભારણાં n ડૉ.હંસા શાહ ‘સર’ની (૨મણભાઈની) વિદ્વત્તાભરી મજાક અને ભારતના વિધવિધ ક્ષેત્રોમાં કામ કરતા જૈન વિદ્વાનોને મળવાની તીવ્ર ઈચ્છા, આ બન્ને સાથે બહેનપણીઓનો ઘણો આગ્રહ અને મારી ઈચ્છાથી ‘જૈન સાહિત્ય સમારોહ'માં જોડાવાની લાલચ હું રોકી ન શકતી. કચ્છના બોંતેર-જિનાલયનાં બીજીવારના સમારોહની યાદી મારા માટે કાયમ સંભારણા રૂપ રહી છે. બસની લાંબી મુસાફરીમાં, વચમાં ક્યાંક મુકામ કરીએ ત્યારે લાંબા સમયથી વિદ્વાનો સાથે બેઠેલા ‘સ૨’ને અમે ફરિયાદ કરી અમારી બસમાં બેસાડીએ. સર પણ હસતા હસતા કહે કે, ‘બહેનોને ક્યારેય પણ નારાજ ન કરવી, નહિં તો અમે ક્યાંયના ન રહીએ.' આમ હસતાં હસતાં સર અમારી સાથે બેસે. બીજા પ્રસંગો જતા કરી જૈન તર્કશાસ્ત્રમાં ‘સર’ની વિદ્વત્તાનો ખ્યાલ આપે એવા એક વાસ્તવિક-ગંભીર પ્રશ્નનું વર્ણન આપું એટલે ‘જૈન સાહિત્યના તે૨ સમારોહ’ના વર્ષોનું સ્વલ્પવર્ણન આવી જાય. આમ ‘સર’ અમારી બસમાં બેઠા. મજાક-મશ્કરીનો દોર ચાલતોતો ને હું વચમાં ટપકી પડી, ‘સર!’ મારા મનમાં અહિંસા અને અનેકાન્ત સંબંધી હિન્દુ, બૌદ્ધ અને જૈનના સમન્વયની બાબતમાં થોડીક ગૂંચ છે. મેં મારી દ્વિધા જણાવી. સરે તરત જ અહિંસા અને અનેકાંત દષ્ટિ દ્વારા ત્રણેયના સમન્વયની સાદી, સરળ ભાષાશૈલીમાં અમને સમજાવી મારી ગૂંચનો ઉકેલ આણ્યો. આજે પણ એ સમજણ મારા મનમાં સચોટતાથી સચવાઈ રહી છે જે આપની સમક્ષ રજૂ કરું છું. ‘સ૨’ને સ્મરણાંજલિ રૂપે અર્પણ કરું છું. ‘અનેકાન્ત એ એક જાતની વિચાર પદ્ધતિ છે. તે બધી દિશાઓથી બધી બાજુથી તટસ્થ રીતે ખુલ્લી રીતે જોવાની પદ્ધતિનો વિકાસ જૈન ધર્મે અપનાવ્યો છે. અનેકાંત એ કલ્પના માત્ર નથી, પણ સત્ય સિદ્ધ થયેલી હકીકત હોઈ તે તત્વજ્ઞાન છે. બુદ્ધ મજઝમનિકાય સૂત્રમાં પોતાને વિભજ્યવાદી કહે છે. વિભજ્યવાદનો અર્થ છે પૃથ્થક૨ણ ક૨ીને સત્ય-અસત્યનું નિરૂપણ કરવું અને સત્યોને અપનાવવા. આમ વિભજ્યવાદનું જ બીજું નામ અનેકાન્ત છે. સામ્યદૃષ્ટિને પરંપરા બ્રહ્મ કહે છે, તરીકે ઓળખે છે, એ જ સામ્યદૃષ્ટિને જૈન પરંપરાએ તેના (સામ્યદૃષ્ટિના) ૩૧૦ Page #363 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩ ૧૧ પોષક સમસ્ત આચાર વિચારને “બ્રહ્મચર્ય-બ્રભચેરાઈ' નામ આપી અપનાવ્યું છે. વિચારમાં સામ્યદષ્ટિ ભાવનાને મુખ્ય ગણી છે. એમાંથી જ અનેકાંતદષ્ટિ કે વિભાજ્યવાદનો જન્મ થયો હોય તેમ જણાય છે. જો સામ્યનો અનુભવ જીવનમાં આવી રીતે અપનાવીએ કે, “જેમ આપણે આપણા દુઃખનો અનુભવ કરીએ છીએ, એવી જ રીતે આપણે બીજાના દુઃખનો અનુભવ કરીએ, તો જ અહિંસા સિદ્ધ થાય.” આત્મસમાનતાના તાત્ત્વિક વિચારમાંથી અહિંસાના આચરણનું સમર્થન કરવામાં આવ્યું છે. તેમાંથી જ આધ્યાત્મિક વિચાર એ ઉદ્ભવ્યો કે એકના જીવનમાં (જીવમાં) શારીરિક, માનસિક વગેરે કેટલા પણ દુઃખો આવે એ બધાં કર્મજન્ય છે, વાસ્તવિક નથી. શુદ્રમાં શુદ્ર વનસ્પતિ જીવ પણ મનુષ્યની જેમ ક્યારેક બંધનમુક્ત થઈ શકે છે. આમ ઊંચ-નીચ ગતિ કે યોનિના તેમ જ સર્વથા મુક્તિનો-આ બધાનો આધાર કર્મ જ છે. સાંખ્ય, યોગ, બૌદ્ધ વગેરે દ્વૈતવાદી અહિંસા સમર્થક જરૂર છે અને ઉત્ક્રાંતિની બાબતમાં પણ તેઓ સહમત છે. પણ તેઓ અહિંસાનું સમર્થન સમાનતાના સિદ્ધાંતને આધારે નથી કરતા. અદ્વૈતના સિદ્ધાંતને આધારે કરે છે. તેઓ કહે છે કે તત્ત્વરૂપે જેવા તમે તેવા જ બધા જીવ શુદ્ધ બ્રહ્મ-એક બ્રહ્મ-રૂપ છે. જીવોનો એકબીજાથી જે ભેદ દેખાય છે તે અવિદ્યામૂલક છે. તેથી જ તેઓને આપણા જીવથી અભિન સમજવા જોઈએ. બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજીને હિંસાથી નિવૃત્ત થઈ જવું જોઈએ. અદ્વૈત પરંપરા પ્રમાણે જુદી જુદી યોનિ અને જુદાજુદા ગતિવાળા જીવોમાં દેખાતા ભેદનું મૂળ અધિષ્ઠાન (અર્થાત્ ઉપાદાન-કારણ) એક શુદ્ધ, અખંડ, બ્રહ્મ છે. આમ એક બ્રહ્મમાંથી જ જુદી જુદી સૃષ્ટિ પેદા થઈ છે. જ્યારે દૈતમૂલક સમાનતા પ્રમાણે જુદા જુદા સ્વતંત્ર અને સમાન અનેક શુદ્ધ બ્રહ્મ જ અનેક જીવ છે. વાદ ગમે તે હોય પણ બીજા જીવોની સાથે સમાનતા કે અભેદનું વાસ્તવિક સંવેદન થવું એ જ અહિંસાની ભાવનાનો ઉદ્ગમ છે. જૈન પરંપરામાં આચાર કે વિચારનો એવો કોઈ વિષય નથી જેની સાથે અનેકાન્ત દૃષ્ટિ ન જોડાયેલી હોય અથવા એ દષ્ટિ મર્યાદાથી બહાર હોય. આ દૃષ્ટિ દ્વારા જ શ્રુતવિદ્યા અને પ્રમાણવિદ્યાનું નિર્માણ ને પોષણ થાય છે. આમ આત્મવિદ્યા ઉપરાંત કર્મવિદ્યા-બંધ અને મોક્ષની વાત કરી કર્મબંધનું મૂળ કારણ અજ્ઞાનદર્શન-મોહ કે અવિદ્યા છે. આ અજ્ઞાનતા દૂર થવાથી કર્મબંધ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ ક્ષત ઉપાસક રમણભાઈ થતો નથી અને મોક્ષ તરફ પ્રયાણ થાય છે. આ બાબતમાં આત્મવાદી બધી પરંપરાઓ એકમત છે. ચારિત્રવિદ્યામાં આત્માને કર્મબંધથી મુક્ત કરવો એ જ ઉદ્દેશ છે. કર્મ અને આત્માનો સંબંધ અનાદિ છે. કારણકે એ સંબંધની પહેલી ક્ષણ જ્ઞાનની સીમાની બહાર છે. પણ આત્માની સાથે કર્મ, અવિદ્યા કે માયાનો સંબંધ પ્રવાહરૂપે અનાદિ છે. વ્યક્તિરૂપે એ સાદી છે, કારણ બધા કર્મ છૂટી ગયા પછી આભાનું શુદ્ધ સ્વરૂપ જે પ્રકટ થાય છે તેનો ખુલાસો તત્ત્વચિંતકોએ એ રીતે આપ્યો છે કે આત્મા સ્વભાવે શુદ્ધનો પક્ષપાતી છે, શુદ્ધિ દ્વારા ચેતના વગેરે સ્વાભાવિક ગુણોનો પૂર્ણ વિકાસ થાય પછી અજ્ઞાન, રાગદ્વેષ વ. મૂળથી જ નષ્ટ થાય. ચારિત્રનું કામ વર્તમાન જીવનમાં આવતી મુશ્કેલીઓને સામ્ય વિચાર-આચારથી દૂર કરવાં, તેને જૈન પરંપરા “સંવર' કહે છે. લોકવિદ્યામાં લોકના સ્વરૂપ વિષે વાત કરી છે. જીવ-ચેતન અને અજીવઅચેતન, આ બન્નેનો સહકાર તે લોક. ચેતન-અચેતન તત્વોને જાણવાનો સરળ રસ્તો એ સ્વભાવથી જુદાં જુદાં પરિણામો પામતા રહે છે. સંસારકાળમાં ચેતન પર જડ પરમાણું જ વધુ પ્રભાવ પાડે છે. તે જુદા જુદા રૂપે ચેતનની સાથે મળે છે અને શક્તિઓને મર્યાદિત કરે છે. દા.ત.: આહાર સંજ્ઞા પણ જ્યારે ચેતનની શક્તિઓ જે સાહજિક અને માલિક છે. તેને ક્યારેક દિશા મળે કે એ જડને મુક્ત કરી દે છે. આમ જડ અને ચેતનના પારસ્પરિક પ્રભાવનું ક્ષેત્ર જ લોક છે. એ પ્રભાવથી મુક્ત થવું તે જ લોકાંત છે. લોક વિષયક કલ્પના સાંખ્ય-યોગ, પુરાણ અને બૌદ્ધ વગેરે પરંપરાઓની કલ્પના સાથે અનેક રીતે મળતી છે. આમ જૈનમત અને ઈશ્વર, મુતવિદ્યા અને પ્રમાણવિદ્યાની વાતો કરતા કરતા અમારું પહોંચવાનું સ્થળ ક્યારે આવી ગયું તેની ખબર જ ન પડી. જૈન સાહિત્ય સમારોહ” વિદ્વત્તાભર્યા આનંદ-ઉલ્લાસના રહ્યા છે. તેમ આ ટૂંકમાં આપેલું વર્ણન પણ તેથીય વિદ્વત્તાભર્યા આનંદનું છે. તેર સમારોહની ઘણી વાતો છોડી છે. એક જ વાતને ટૂંકમાં વર્ણવી છે. આશા છે કે એ ત્રુટિ સંતવ્ય ગણાશે. * * * Page #365 -------------------------------------------------------------------------- ________________ INDIA ONESAL જુલાઈ ૧૯૭૯માં સાઉથ અમેરિકા, બ્રાઝિલમાં રીઓ-ડી-જાનેરોમાં P.E.N. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે તારાબહેન અને રમણભાઈ મદ્રાસમાં All India Tirukkural Seminar તા. 25/5/72. ‘તિરુવલ્લુવર’“પર તે સંસ્થાના ઉપાધ્યક્ષ તરીકે વક્તવ્ય આપ્યું. fec www.jahelibrary.org Page #366 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદમાં ૧૯૮૪માં. જૈન ધર્મના લેખન-સંપાદન-સંશોધન માટે વિજયધર્મસૂરિ સુવર્ણચંદ્રક શ્રી ઉમાશંકર જોષીના પ્રમુખપદે શ્રી શ્રેણિકભાઈએ રમણભાઈને અર્પણ કર્યો. - કાલાવ8/2'તલાલશાહ ચૈ26] ferny રિસUDરો, કરો | અમદાવાદમાં ૨૦૦૩માં જૈન ધર્મના લેખન-સંશોધન માટે શ્રી બાબુલાલ અમૃતલાલ શાહ, ટ્રસ્ટ તરફથી ‘સમદર્શી હરિભદ્રસૂરિ સૂવર્ણ ચંદ્રક' ડૉ. રમણભાઈને અર્પણ કર્યા પછી અધ્યક્ષસ્થાનેથી સન્માનપત્ર અર્પણ કરતાં શ્રી ભોળાભાઈ પટેલ. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૮માં શ્રી ભાયાણી સાહેબના પ્રમુખપદે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી રમણભાઈનું સન્માન. • શ્રી મુંબઇ જૈન યુવક સંઘ ! પયુંષણ વ્યાખ્યાનમાળા ફંડ અર્પણ [ ક વીમતી પણ થઈ ') •૧૪ જાન્યુ 2001 ભાવનગરની પી. એન. આર. સોસાયટીને પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે એકત્ર કરેલા ફંડના અર્પણ પ્રસંગે રમણભાઈનું સન્માન કરતા પૂ. મોરારીબાપુ. For Private & Persurarse-Only - 44444.jioelibrary.org Page #368 -------------------------------------------------------------------------- ________________ જૈન સોશ્યલ ગ્રુપમાં વ્યાખ્યાન આપતાં ડૉ. રમણભાઈ શાહ. bibigks lises 151 DIV સમા ખવાતી સમાજ સંઘના મંત્રી ડૉ. ધનવંતભાઈ શાહના ‘વસંતવૈતાલિક કવિ ન્હાનાલાલ'ના વિમોચન પ્રસંગે પ્રમુખસ્થાનેથી મંગલદીપ પ્રગટાવતા ડૉ. રમણભાઈ શાહ. squainellhe Page #369 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાકેશભાઈ ઝવેરીને “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' શોધ નિબંધ માટે Ph. D.ની ડિગ્રી મળી એ પ્રસંગે ડૉ. રમણભાઈને સન્માનપત્ર અર્પણ કરતા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરના પ્રમુખશ્રી રમેશભાઈ શાહ. AGO AA cત આ હતા કે ક શ્રી મુંબઈ જૈન યુવક સંઘે શ્રી હરીન્દ્રરભાઈના પ્રમુખપદે યોજેલા સન્માન સમારંભમાં વક્તવ્ય આપતા ડૉ. રમણભાઈ Eac Bcvate & Personal Use Only meducation international www.ainelibary.org Page #370 -------------------------------------------------------------------------- ________________ ચાર પેઢી – દાદાશ્રી ચીમનભાઈ અમૃતલાલ શાહ, પિતા રમણભાઈ, પુત્ર અમિતાભ, પૌત્ર અચિંત, પૌત્રી અચિરા. રાણકપુરના જૈન મંદિરમાં તારાબેનનાં માતુશ્રી ધીરજબેન, રમણભાઈ, તારાબેન, પુત્રી શૈલજા, જમાઈ ચેતનભાઈ, પુત્ર અમિતાભ અને ચિ. ગાર્ગી For Private & Personal use erity wowjamehibrary.org Page #371 -------------------------------------------------------------------------- ________________ પોતાના લગ્નના સમારંભ પછી એજ ખુરશી પર તારાબહેન અને રમણભાઈને બેસાડી આનંદ માણતા પુત્રી - જમાઈ, શૈલજા – ચેતનભાઈ રમણભાઈ, તારાબહેન, પુત્ર ચિ. અમિતાભ અને પુત્રવધૂ સૌ. સુરભિ, પૌત્ર ચિ. અર્ચિત. WVWVW.jainelibrary.org Page #372 -------------------------------------------------------------------------- ________________ તારાબહેન, રમણભાઈ, પૌત્ર અર્ચિત અને FIR પૌત્રી અચિરા સાથે elab Fuel 2008 જ તારાબહેન, રમણભાઈ દોહિત્રી ગાર્ગી અને દોહિત્ર કૈવલ્ય સાથે, 410 Page #373 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩ ૧૩. વિધાર્થીવત્સલ, પ્રાધ્યાપકોના પ્રાધ્યાપક | પ્રા. અશ્વિન હ. મહેતા (અધ્યાપક-ગુજરાતી વિભાગ, મીઠીબાઈ કૉલેજ) ૧૯૭૪-૭૫ ની સાલ, મુંબઈ યુનિવર્સિટીના એમ.એ.ના ગુજરાતીના વર્ગમાં રમણાભાઈ મધ્યકાલીન જૈન સાહિત્યરચના ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કૃત ‘જબૂસ્વામી રાસ” ભણાવતા. આ પુસ્તકના સંપાદક તરીકે રમણભાઈનું નામ વાંચીને મુગ્ધતાથી મનમાં અહોભાવ જાગેલો. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની સ્વહસ્ત લિખિત પ્રતને આધારે તેની વાચના આપવા ઉપરાંત રમણભાઈએ કર્તાના સમગ્ર જીવન-કવનનો તથા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતીમાં જંબૂસ્વામી વિશે લખાયેલી કૃતિઓનો પરિચય તથા હસ્તપ્રતની વિસ્તૃત અને વિશદ સમાલોચના આપી હતી. પુસ્તક વાંચતાં તેમાં રમણભાઈની મૂળગામી અને મર્મગામી સંશોધક-સંપાદનની દૃષ્ટિ અને સૂઝનો પરિચય થયેલો. કેટલી ખેતભરી ઝીણવટ અને ઉદ્યમશીલતાથી તેમણે આ મધ્યકાલીન રચનાનું સંપાદન કર્યું હતું. ધૂળધોયાની ધૃતિવંત અને દૃષ્ટિમંત નિષ્ઠા વગર આવાં સુસજ્જ સંપાદનો ક્યાંથી સંભવે ? શ્રી રમણભાઈ પાંડિત્યના કશા ભાર વગર ભણાવે; તેથી વિદ્યાર્થી સહજતા અને સરળતાથી તેમની વાતોને સાંભળે-સમજે. ભાષામાં, વસ્તૃત્વમાં કે વ્યક્તિત્વમાં લગારે આડંબર જોવા ન મળે. સૌમ્યતા અને શાલીનતા એમના અવાજમાં ઝળકે; ક્યારેક વર્ગમાં હળવી રમૂજ કરી લેતા, તેમાં એમની લાક્ષણિક વિનોદરસિકતા ડોકાતી. એ દિવસોમાં એમ.એ.ના વર્ગો કે.સી. કોલેજમાં લેવાતા. લેક્ટર પૂરા થાય પછી વિદ્યાર્થીઓ સાથે કોલેજની બહાર મૈત્રીભાવે રસ્તા પર અનૌપચારિક ગોષ્ઠિ ચાલતી. દરેક વિદ્યાર્થીનું નામ દઈને બોલાવે. મને પત્રકારત્વમાં રસ હતો એટલે એ દિવસોમાં સ્વ. શ્રી ચન્દ્રવદન શુકલ સંપાદિત ‘વિરાટ જાગે' સાપ્તાહિકમાં સહતંત્રીપદે કામ કરતો હતો. શ્રી રમણભાઈ વાત વાતમાં પત્રકાર તરીકેની “સાંજ વર્તમાન” અખબારની તેમની કારકિર્દીની વાતો કહીને પ્રોત્સાહિત કરતા. ગુજરાતી વિભાગમાં દર વરસે તેઓ અધ્યાપક-વિદ્યાર્થી મિલન સમારંભનું આયોજન કરતા. તેમાં વરિષ્ઠ અધ્યાપકો પોતાના Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રુત ઉપાસક રમણભાઈ અભ્યાસ-નિબંધનું વાચન કરતા, સાહિત્ય ચર્ચા થતી અને પછી સૌ સાથે મળીને જમતા. આવી પ્રસન્નતા અને આત્મીયતાપ્રેરક પરંપરા તેમણે સ્થાપેલી. વિદ્યાર્થીઓ સાથેની પિકનિકમાં રમણભાઈ હળવાફૂલ થઈ જતા અને રમૂજી ટૂચકાઓ અને કાવ્ય પંક્તિઓની રસલહાણ લૂંટાવતા. હજી ગયા વરસે, બોરીવલીના જૈન દિગંબર દેરાસરની સામે શાંતિનગર સભાગૃહમાં “શ્રી જૈન યુવા સંઘે” એક મિટિંગમાં જૈન મુનિવરની ચરિત્ર-પુસ્તિકાનો લોકાર્પણ સમારંભ યોજેલ. મુ. શ્રી રમણભાઇના વરદ્ હસ્તે પુસ્તિકાનું વિમોચન થયું. મારે પ્રવકતાની કામગીરી બજાવવાની હતી. કાર્યક્રમ પૂરો થયા પછી તેમની પ્રેરક પીઠથાબડ તો મળી. મુંબઈમાં સાંસ્કૃતિક, સાહિત્યિક, શૈક્ષણિક અને સામાજિક સમારંભોમાં છેલ્લા બે દાયકાથી સંચાલક તરીકે જે કામગીરી બજાવું છું તેને પ્રશંસાવચનોથી પ્રોત્સાહિત કર્યો એ છોગામાં...પ્રોગ્રામ પૂરો થયા પછી મેં આગ્રહ કર્યો એટલે મારા ઘરે આવ્યા અને પ્રેમાળ વડીલની જેમ ઘરના બધા સભ્યોને મળ્યા. ગયા વરસે શ્રી મુંબઈ જેન યુવક સંઘની સુપ્રતિષ્ઠિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “ભક્તિની ભાગીરથી' વિશે મારું વ્યાખ્યાન ગોઠવીને મારા ગુરુજનો શ્રી રમણભાઈ અને પ્રો. ડૉ. ધનવંતભાઈ શાહે મને સંઘનો અને શ્રોતાઓ–ગુણીજનોનો ઋણી કર્યો એમ લાગે છે. મુંબઈની કૉલેજોમાં અધ્યાપન કરતા ગુજરાતી પ્રાધ્યાપકોની બે પેઢી સદ્ગત શ્રી રમણભાઈના હાથ નીચે તૈયાર થઈ છે. પાર્લાની મીઠીબાઈ કૉલેજમાં ૨૫ વર્ષોથી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપનકાર્ય કરતાં, સ્મૃતિશેષ થયેલા ગુરુવર્ય શ્રી રમણભાઇને નત મસ્તકે નિવાપાંજલિ આપતાં ઉર્દૂ શાયરની પંક્તિઓ સાંભરે છે : કુછ ઔર ભી સાંસ લેને કો મજબૂર સા હો જાતા હૂં મેં, જબ ઈતને બડે જહાં મેં ઇન્સાન કી ખુશબૂ પાતા હૂ મેં.. * * * જન્મ-મૃત્યુ, જરાવ્યાધિ આ બધા અનંત ચક્રમાં તો પ્રત્યેક માનવી સપડાયેલો જ હોય, પરંતુ આ ચક્રમાંથી પસાર થતાં થતાં પણ જે વ્યક્તિ માનસિક સમતુલા સાચવે અને વૈચારિક સંવાદ સાધે તેણે માનવજીવન સાર્થક કર્યું કહેવાય. શ્રી રમણભાઈ એ આવી વ્યક્તિ હતા. બૈર્યબાળા વોરા, મુંબઈ Page #375 -------------------------------------------------------------------------- ________________ ભુત ઉપાસક રમણભાઈ ૩૧૫ સ્મૃતિ સુમન....ભાવવંદન I હેમાંગિની જાઈ “જેમ જિનશાસન રત્નત્રયી સંપન્ન છે તેમ શ્રી મુંબઈ જેન યુવક સંઘ તેજસ્વી ત્રિરત્નોથી શોભાયમાન છે. પુણ્યશ્લોક શ્રીયુત પરમાનંદભાઈ કાપડિયા, ચિરકીર્તિ શ્રીયુત ચીમનલાલભાઈ ચકુભાઈ શાહ અને સાક્ષરવર્ય સારસ્વત શ્રીયુત રમણલાલભાઈ શાહ. યોગાનુયોગ એ છે કે દેવકૃપાએ સભાગ્યે આ ત્રણેય મહારથીઓના પ્રત્યક્ષ પરિચયમાં આવી. ત્રણેય મને પ્રોત્સાહન આપ્યું. ત્રણેય મહાનુભાવો પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત મારા લેખોના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા.” ...સાંભરે છે, આજે, મારા ઉગારો મુ. શ્રી રમણલાલભાઈની નિશ્રામાં, શ્રી મુંબઈ જેન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મારા પ્રવચન વેળા ઉચ્ચારેલા...શ્રોતામિત્રોએ આશ્ચર્યભાવ/અહોભાવથી આવકારેલા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને તેના લબ્ધપ્રતિષ્ઠા મુખપત્ર “પ્રબુદ્ધ જીવનની એક વિશિષ્ટ અને વિલક્ષણ પરંપરા છે. સામાન્યતઃ જાહેરખબરો સામયિકની જીવાદોરી હોય છે. પરંતુ સામયિકની સ્વતંત્રતા, તટસ્થતા અને નિર્ભિકતા જોખમાય નહીં, કોઈ શ્રીમંતની શેહશરમમાં તણાવું પડે નહીં માટે જાહેરખબરોને તિલાંજલિ આપી સામયિકનું અસ્તિત્વ ખુમારીથી ટકાવી રાખવું એ સામયિકોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ઘટના છે. આવી ભવ્યોદાત્ત પરંપરા ધરાવતા એવં સાત્ત્વિક ચિંતનાત્મક વૈચારિક સાહિત્યથી ઓપતા પ્ર. જી. માં મારા લેખો મુ. શ્રી ચીમનલાલભાઈ ચકુભાઈ શાહે સ્વીકાર્યો. એમના જ તા. ૭-૮-૧૯૮૦ના હસ્તલિખિત પત્રમાંથી અવતરણ ટાંકું તમારા લેખો વાંચું છું. સારા હોય છે. વિચારો હોય તો ભાષા આવી મળે છે.' એમની કક્ષાના તટસ્થ તંત્રીના આ શબ્દો જીવનની મહામૂલી મૂડી છે. તત્પશ્ચાતુ ડૉ. શ્રી રમણલાલભાઈ શાહે મારા લેખો આવકાર્યા તો ખરા અપિતુ મઠાર્યા પણ ખરા. શ્રુતજ્ઞાનના આ પરમ ઉપાસકે મારા લેખોમાં ખૂટતી પૂરક માહિતી ઉમેરી મારા લેખો/વિચારોને સમૃદ્ધ કર્યા. એ સૌજન્યશીલ સરસ સારસ્વત શ્રી રમણભાઇને કેમ કરી વિસારી શકું? Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રુત ઉપાસક રમણભાઈ મારા આનંદ અને રોમાંચની પરાકાષ્ઠા તો ત્યારે અનુભવી જ્યારે–ન મનમાં ધારેલું, ન ચિત્તમાં ચિંતવેલું કે ન કદીય સ્વપ્નમાં ય કલ્પેલું કે પ્રબુદ્ધ જીવન જેવા સુપ્રતિષ્ઠિત સામાયિકના સુવર્ણ જયંતી વિશેષાંકમાં સિદ્ધહસ્ત સારસ્વતોના લેખોના વચાળે મારો લેખ છપાશે ! એક તો નવીસવી, ઉપ૨થી વિદ્વતા/વયમાં નાની, ન કંઈ વિશેષ જાણીતી એવી હું ! મારા માટે જીવનની આ એક વિરલ ઘટના હતી. આ અવર્ણનીય આનંદ, અકલ્પનીય રોમાંચ અને અવિસ્મરણીય સુખદ પળ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખશ્રી અને પ્રબુદ્ધ જીવનના તંત્રીશ્રી રમણભાઈ શાહને આભારી છે. મહાનુભાવો સાથેનો આપણો સત્સંગ ઘડી બે ઘડીનો ભલે હો, એમની સાથેના પરિચયની અવધિ અલ્પ ભલે કેમ ન હો, એ ક્ષણો અત્તરના પૂમડા જેવી હોય છે...મઘમઘતી. એક બિંદુ માત્ર પણ શાશ્વત સ્મૃતિ સુમનથી સભર સભર fŌ વહુના ? નતમસ્તક ભાવવંદન. ऋषितुल्य पू. श्री रमणभाई के विचार मनोयोग पूर्वक पढने को मिलते थे । वे अब नहीं मिलेगे, उसका खेद है। मुंबई समाचार में उनके देहावसान के समाचार पढे तो उनके गुणों का स्मरण हो आया ! दूसरे दिन प्रातः उनके दो लेख लेश्या और मृत्यु पर पढे । मृत्यु के वक्त उनकी लेश्या अति शुभ ही रही होगी कि उन्होने भगवान महावीर संबंधित स्वप्न देखा ! उनके जीवन के अंतिम वर्षो में लिखे उनके लेख बताता है कि वे अंतिम समय के लिए भी एन सी.सी. के वरिष्ठ कमाण्डर की तरह सदा जागरुक 1 थे । एसे ऋषि के ऋण का भुगतान गुण के ग्राहक बन कर ही किया जा सकता है ! उनके निर्देशक में पीएच. डी. (शोध) की गृह पहली और अंतिम श्रीमद् राजचंद्र और आत्मसिद्धी शास्त्र पुस्तके भी मैने पढी है । मैं उन्हे कैसे भूलुं ? उनको स्मरणांजली के साथ शत शत प्रणाम. सादर आपका धनसुख छाजेड, डहाण Page #377 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક ૨મણભાઈ ૩ ૧૭. તમૈ શ્રી ગુરુવે નમઃ પ્રા. શ્રી બકુલ રાવલ બકુલભાઈ, તમે નિશ્ચિત રહો. તમારી ચિંતા ટળી જશે. ઘરે જાઓ અને તમારા બાને પણ કહો કે ચિંતા ન કરે' આ શબ્દો હતા મારા વિદ્યાગુરુ ડૉ. રમણલાલ ચી. શાહના અને વર્ષ હતું ૧૯૪૯નું. સ્થળ હતું સેંટ ઝેવિયર્સ કૉલેજ (મુંબઈ)નો પ્રોફેસર્સ કૉમનરૂમ. હવે માંડીને આ શબ્દો પાછળની ઘટનાની વાત કરું છું. ઈ.સ. ૧૯૪૯માં મેં એસ. એસ. સી.ની પરીક્ષા મુંબઈ ખાતે પ્રાર્થના સમાજ પર આવેલી લીલાવતી લાલજી દયાળ (કબુબાઈ) હાઈસ્કૂલમાંથી હાયર સેકન્ડ ક્લાસમાં પાસ કરી હતી. આગળ ભણવાની ઈચ્છા છતાં આર્થિક પરિસ્થિતિ રજા આપે તેમ ન હતી. પિતાશ્રી કર્મકાંડી બ્રાહ્મણ હતા. ઈ.સ. ૧૯૪૯ની ૮ ઓગસ્ટે તેમણે સી. પી. ટંક પર આવેલા રાધાકૃષ્ણ મંદિરની ચાલીમાં પોતાની જીવનલીલા શિવસ્મરણ કરતાં કરતાં સંકેલી લીધી હતી. કથા-પૂજા-પાઠ કરાવનાર બ્રાહ્મણ પિતા પોતાની પાછળ મૂડીમાં મને આપેલ વિદ્યા અને સંસ્કારનો વારસો જ મૂકી ગયા હતા. સતારા (મહારાષ્ટ્ર)ની સંસ્કૃત પાઠશાળાનું આચાર્યપદ સૈદ્ધાંતિક કારણોસર છોડીને પછી મુંબઈને તેમણે કર્મભૂમિ બનાવી હતી. તેમના કૈલાસવાસ પછી હું અને મારી વિધવા માતા પરસ્પરના આધાર બન્યા હતાં. એથી કૉલેજમાં જવાની કે ભણવાની તો કલ્પના પણ અમે કરતા નહીં. પરીક્ષા પછીની રજાઓમાં હું મારે ગામ બડોલી (તાલુકા ઈડર, જિલ્લા સાબરકાંઠા, ગુજરાત) ગયો હતો અને છેક જુલાઈમાં કોલેજો ખૂલી ગયા પછી મુંબઈ આવ્યો હતો. બાએ કહ્યું હતું, “પગ મૂકવા માટે ઓરડી તો છે. તું ક્યાંક નોકરી શોધી લેજે અને મને બોલાવજે'. એટલે હું મુંબઈ આવીને નોકરી શોધવા માંડ્યો હતો. આવા સંજોગોમાં પણ ભાગ્ય મને યારી આપી. મારા નસીબમાં વિદ્યા લખાઈ હશે તેથી અમારી જ્ઞાતિના જ એક સજ્જન મને વરજીવનદાસ સરેયા શેઠ પાસે લઈ ગયા. આ સજ્જનની ઈચ્છા હતી કે હું ભણું. સરેયા શેઠ પોતાનું પ્રાઈવેટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવતા હતા અને ગરીબ વિદ્યાર્થીઓને ફીની મદદ કરતા હતા. ચર્ચગેટ પાસે આવેલા ઈરોઝ સિનેમા નજીક સ્વસ્તિક કોર્ટમાં શેઠ રહેતા હતા. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૭ ૧૮ ચુત ઉપાસક રમણભાઈ મારા સદ્ભાગ્યે શેઠે મને કૉલેજના પ્રથમ સત્રની ફી રૂા. ૧૨૫/- આપી અને કહ્યું: ‘હવે પ્રથમ સત્રનું સુંદર પરિણામ લઈને મને મળવા આવજો, પછી જ હું બીજા સત્રની ફી આપીશ.” હું તો રાજીરાજી થઈ ગયો. શેઠને પ્રણામ કરીને મારી ઓરડીએ ગયો. બીજા દિવસે સેંટ ઝેવિયર્સ કૉલેજ પર ગયો. એડમિશન ફોર્મ ભર્યું અને રૂા. ૧૨૫/-ની ફી ભરી મેં પ્રથમ વર્ષ વિનયનમાં પ્રવેશ લીધો. (આ અંગેની વિગતવાર માહિતી મેં મારી “ધરમ સાચવજે, બેટા' નામક પુસ્તિકામાં વર્ણવી છે.) અભ્યાસની લગની તો મને સતારાની પાઠશાળા અને મુંબઈની કબુબાઈ સ્કૂલથી જ હતી. એથી કૉલેજના પ્રથમ સત્રમાં સારા ગુણાંકે હું ઉત્તીર્ણ થયો. પરિણામપત્ર લઈને શેઠને મળવા પહોંચી ગયો. મારો કસોટી કાળ અહીંથી શરૂ થતો હતો. શેઠને ત્યાંથી જાણવા મળ્યું કે તેઓ પરદેશ ગયા છે અને ક્યારે આવશે તે નક્કી નથી. હું મુંઝાયો. કૉલેજનું બીજું સત્ર ચાલુ થઈ ગયું હતું. ફી ભરવાની છેલ્લી તારીખને માત્ર ત્રણ દિવસ બાકી હતા. મને કાંઈ સૂઝતું ન હતું. કૉલેજમાં લેક્ઝર્સ તો ભરતો પણ મન અશાંત હતું. અમારા ગુજરાતીના પ્રાધ્યાપક રમણભાઈના લેક્ટરમાં પણ હું શૂન્યમનસ્ક બની બેઠો રહ્યો હતો. રમણભાઈની ચકોર નજરે મને પકડી પાડ્યો. લેશ્ચર પૂરું થયા પછી મને બોલાવી કહ્યું, “મને પ્રોફેસર્સ રૂમમાં મળી જજો.” મારા તો હોશકોશ ઊડી ગયા. આમે રમણભાઈનો કડપ વધારે હતો. એન.સી.સી.ના મેજરપદે આ વ્યક્તિ એથી જ તો પહોંચી શકી હતી. તેઓ શિસ્ત અને સમયપાલનના અત્યંત આગ્રહી હતા. હું મનમાં ભય અને આશંકા સાથે રમણભાઈને મળવા ગયો. મને તેમની પાસે બેસાડ્યો અને મારા ખભે હાથ મૂકી પૂછયું, “આજે મારા સેક્ટરમાં મને તમે ઉદ્વિગ્ન દેખાયા હતા. તમારું ધ્યાન મારા સેક્ટરમાં ન હતું. કોઈ સમસ્યા છે કે શું? મને તમારો મોટોભાઈ ગણજો.” મારી વેદના કહેવા માટે શબ્દોને બદલે મારી આંખોએ જ જવાબ આપી દીધો. દડદડ આસું સરી પડ઼યાં! રમણભાઈને થયું હશે કે અહીં પ્રોફેસર્સરૂમમાં બેસીને આ છોકરો કદાય હૈયું નહીં ખોલી શકે. એટલે મને કહે, “ચાલો, આપણે લાઈબ્રેરીમાં જઈએ. ત્યાં ગુજરાતી વિભાગમાં બેસીને વાત કરીએ.' અમે બંને ઊભા થયા. રમણભાઈએ મારા ખભે હાથ મૂક્યો. એમના આ Page #379 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૧૯ સ્પર્શમાં મને ખરેખર મોટાભાઈના સ્નેહનો અનુભવ થયો હતો. આજે પણ એ દૃશ્ય હું ભૂલ્યો નથી. એ સ્પર્શ તાજો જ લાગે છે. લાઈબ્રેરીમાં જઈને મેં રમણભાઈને બધી વાત કરી અને કહ્યું, ‘સ૨, જો ફી નહીં ભરી શકું તો કૉલેજ છોડવી પડશે. મારો અભ્યાસ અટકી જશે. મારા જેવા ગરીબ બ્રાહ્મણપુત્ર પાસે વિદ્યા કે ડિગ્રી જ મૂડી બને છે. તેનાથી જ નોકરી મેળવી શકીશ. મેં મારા પ્રયત્નો કરી જોયા પણ બધેથી નકાર મળ્યો છે'. આવું કહેતી વખતે પણ મારાં આંસુ વધે જતા હતા. રમણભાઈએ મને દિલાસો આપ્યો અને કહ્યું, ‘તમે નિશ્ચિત રહો. તમારી ફી ભરાઈ જશે.’ મારા દુ:ખાશ્રુ હર્ષાશ્રુમાં ફેરવાઈ ગયા. પછી મોઢા પર સ્મિત લાવીને કહ્યું, ‘પણ સ૨, જો મારી ફી તમે ભ૨વાના હો તો એક શ૨તે હું તમારી વાત સ્વીકારીશ.’ ‘કઈ શરત ?’ સરે પૂછ્યું. ‘સરૈયા શેઠના આવ્યા પછી મને ફીની જે રકમ શેઠના ટ્રસ્ટમાંથી મળશે તે હું તમને આપવા આવું ત્યારે લેવી પડશે.’ મે કહ્યું. ‘બકુલભાઈ, એ વખતે જોયું જશે. હમણાં તો તમે અભ્યાસમાં મન પરોવો. મારું તો સપનું છે કે તમે એમ.એ. થઈને આપણી જ કૉલેજમાં મારી જેમ જ લેક્ચરર બનો !’ ‘સ૨, તમારા આશીર્વાદ હશે તો એ સપનું પણ હું સાકાર કરીને બતાવીશ.’ મને યાદ છે કે ઘરે જઈને મેં મારી બાને આ બધી વાત કરી ત્યારે તેણે કહ્યું હતું, ‘તું તારા મોટાભાઈ જેવા બનેલા સરને કહેજે કે મારા બાએ આશીર્વાદ આપ્યા છે કે તેઓ ખૂબ જ કીર્તિ અને સન્માન મેળવે અને સરસ્વતીનો આશીર્વાદ પામે.’ ત્યારબાદ તો હું સરૈયા શેઠને મળવા જતો પણ શેઠને આવવામાં વિલંબ થતો હતો. આખરે છેક ઓગસ્ટના અંતમાં તેઓ આવ્યા. હું તેમને મળ્યો. બધી વાત કરી. રમણભાઈનો ઉલ્લેખ કર્યો ત્યારે શેઠે કહેલા શબ્દો હજી પણ મારા કાનમાં ગૂંજે છે. તેમણે કહ્યું હતું, ‘રમણભાઈ જેવા ગુરુઓ જ્યાં સુધી આપણા દેશમાં છે ત્યાં સુધી સરસ્વતી પ્રસન્ન થતી રહેશે. તારા સરને કહેજે કે પૈસાના અભાવે કોઈ વિદ્યાર્થી ભણી ન શકે તેવા હોય તો તેમની ચિઠ્ઠી લઈને મને મળે. વળી રમણભાઈને કહેજે કે સમય કાઢીને મને મળવા આવે. મને તેમના પ્રત્યે માન થયું છે.’ શેઠ પાસેથી ફીની ૨કમ લઈ, બીજા દિવસે હું સ૨ને મળવા ગયો. મે કહ્યું, ‘સ૨ આપણી શરત મુજબ આ રકમનો સ્વીકાર કરો. તમે મારી ફી ભરી દીધી છે Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રુત ઉપાસક રમણભાઈ એ ઋણમાંથી મને મુક્ત કરો.' સરેયા શેઠે કહેલી વાત પણ કરી. રમણભાઈએ ફરી મારા ખભે હાથ મૂકીને કહ્યું, “મેં તમને કયાં ઢણી બનાવ્યા છે કે મુક્ત કરું? મેં તો મારું કેવળ કર્તવ્ય બનાવ્યું છે. આ પૈસા તમે જ રાખો. અભ્યાસ માટે અન્ય ખર્ચા પણ કરવા પડે છે. તેમાં વાપરજો.” મારા આગ્રહ છતાં રમણભાઈએ રકમ ન જ લીધી. ઘરે જઈ મેં મારી બાને વાત કરી તો બાએ તુરંત કહ્યું, “તું સરેયા શેઠને મળીને આ વાત કરી આવ. શેઠની રકમ તેમને પરત કર. આપણાથી ન રખાય. તું ટ્યુશનો કરીને જે કમાય છે તેમાંથી ઘર ચાલે છે. વળી પૂજા-પાઠ અને કર્મકાંડ દ્વારા પણ થોડીઘણી આવક તો થાય જ છે ને! આપણા ક્યાં મોજશોખ કે ખોટા ખર્ચા છે?' હું સરેયા શેઠ પાસે ગયો. શેઠ મારી આવી પ્રામાણિક્તાથી રાજી થયા. મને કહે, “છોકરા ! તેં મને આવી વાત કરીને વધુ રાજી કર્યો છે. તારામાં મને એક તે જ દેખાય છે. આ રકમ તું જ રાખ. પણ તારી બાનું કહેવું માની તું આવ્યો તે જ મોટી વાત છે. તારી આવી વૃત્તિથી પ્રભાવિત થયો છું અને કહું છું કે જ્યાં સુધી ભણશ ત્યાં સુધી મારી પાસેથી ફી લઈ જવી.” શેઠે વચન આપ્યું હતું. એમ. એ.ની પરીક્ષા ફી પણ આપી હતી. શેઠને પ્રણામ કરી હું નીચે ઊતર્યો. ઘરે આવ્યો. બાને બધી વાત કરી. બાએ કહ્યું, “બેટા! જ્યાં ધર્મ અને નીતિ છે ત્યાં જ ઈશ્વરની કૃપા ઉતરે છે એટલું ધ્યાનમાં રાખજે. વળી ભવિષ્ય તું બે પાંદડે થાય તો તારા રમણભાઈસરની જેમ જ કોઈને સહાયક થતો રહેજે.' રમણભાઈને આ બધી વાત કહી ત્યારે તેમણે પણ મને કહ્યું, ‘તમારી બાએ જે કહ્યું છે તેમાં સત્ય છે. તેનું પાલન કરજો.' આજે મારા વિદ્યાગુરૂ રમણભાઈ સદેહે હયાત નથી પરંતુ ગુરુવંદના કરતો પેલો જાણીતો શ્લોક આવા ગુરુઓ માટે જ કહેવાયો હશે કેઃ ગુરૃબ્રહ્મા ગુર્રવિષ્ણુઃ ગુર્મુદેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમઃ આવા ગુરુ માટે તો કહેવું પડે છે “વજાદપિ કઠોરાણિ મૂદુનિ કુસુમાદપિ.” હું ૧૯૫૯-૬૧ દરમિયાન સેંટ ઝેવિયર્સમાં જ પાર્ટ-ટાઈમ સેક્ટરર નિમાયો ત્યારે મારા વિદ્યાગુરુનું સપનું સાકાર કર્યાનો આનંદ મેં અનુભવ્યો હતો. પુનઃ પુનઃરમણભાઈને વંદના કરીને કહું છું તમૈ શ્રી ગુરવે નમઃ * * Page #381 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ જ્ઞાનાત્મા પરમાનંદ ઈ ડૉ. ફવીન શાહ મધ્યકાલીન જૈન સાહિત્યના પ્રખર અભ્યાસી સંશોધક, પ્રવાસ, ચરિત્ર અને જૈનદર્શનના રહસ્યોને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરનાર સાહિત્યકાર ડૉ. રમણભાઇનું અવસાન એક જ્ઞાનાત્માના અવસાનની અવિસ્મરણીય ઘટના છે. સ્વ. રમણભાઈ ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રાધ્યાપક હોવાની સાથે એન. સી. સી. ઑફિસ૨ની સેવાને કારણે જીવન અને વ્યવહારમાં શિસ્ત, નિયમિતતા અને સેવાકીય ગુણોથી સંસ્થાઓમાં માનવતાવાદી કાર્યોમાં સફળ નીવડ્યા હતા. સ્વ. રમણભાઇની શ્રુતોપાસના જૈન સાહિત્યના ઇતિહાસની એક સુવર્ણ ગુણ ગાથા સમાન ઝળહળતી રહી છે. નળ દમયંતી રાસ વિશેના એમના મહાનિબંધથી શરૂ થયેલી એમની સંશોધન પ્રવૃત્તિએ દિન પ્રતિદિન વિકાસ પામીને સિદ્ધિનાં સોપાન સર કર્યા હતા. એમની ચરિત્ર્યાત્મક સાહિત્યની કૃતિઓ વિશેષ નોંધપાત્ર હતી. માનવીને માનવીમાં રસ છે. પ્રત્યક્ષ જીવન જીવનાર વ્યક્તિ અને તેના અનુકરણીય આદરણીય ગુણો અને પ્રસંગોનું નિરૂપણ કરીને જૈન સાહિત્યના ચરિત્રાત્મક વિકાસમાં ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. અનુવાદ, ધર્મ વિશેની કૃતિઓ તદુપરાંત સંશોધન, વિવેચન, સંપાદન-આ પ્રકારના સાહિત્યના પ્રભાવથી સદ્ગતના જીવનમાં સમતા, સહિષ્ણુતા, સરળતા, સાદગી, સહયોગ અને સેવા જેવા ગુણોનોં વિકાસ થયો હતો. એમના આ ગુણોની સમૃદ્ધિ એમની વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓમાં દૃષ્ટિગોચર થઈ છે. એમની સર્જનપ્રવૃત્તિનું વિશેષ ઉલ્લેખ કરવા લાયક લક્ષણ, એમણે જૈનદર્શનના સિદ્ધાંતો અને રહસ્યોને વિશ્લેષણાત્મક શૈલીમાં રજૂ કરીને જનસાધારણને જ્ઞાનની લહાણ કરાવી છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાના કઠિન અને દુર્બોધ ગ્રંથોમાં રહેલા દર્શન શાસ્ત્રના વિવિધ વિષયોમાં સ્વયં અભ્યાસ કરીને રોચક શૈલીમાં ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકે તંત્રીલેખ લખીને શ્રુતજ્ઞાનની અપૂર્વભક્તિ કરી છે. શ્રુતજ્ઞાન જૈનદર્શનની દૃષ્ટિએ સ્વ અને પરના કલ્યાણમાં મહાન નિમિત્ત છે. ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રીલેખ એમની શ્રુતોપાસનાની સાથે જ્ઞાનમાર્ગની સુજ્ઞ ૩૨૧ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨. શુત ઉપાસક રમણભાઈ દૃષ્ટિ અને સર્જકપ્રતિભાનું દર્શન કરાવે છે. સ્વ. રમણભાઇની વિશેષતા સાંપ્રદાયિક સંકુચિતતામાંથી બહાર નીકળીને ઉદારમતવાદી વલણ ધરાવી જેન જૈનેતરમતના જ્ઞાન માર્ગની વિસ્તાર પામેલી ક્ષિતિજનો પરિચય કરાવે છે. મુંબઇથી જૈન યુવક સંઘના માનવતાવાદી સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓશ્રીએ અનેકવિધ કાર્યોની સાથે સમય આપીને સફળતાના સુકાની બનવાનું અનુકરણીય કાર્ય કર્યું છે. મુંબઈ જેવા મહાનગરમાં રહેનાર વ્યક્તિઓ No Time જેવા શબ્દોથી કામ કરવા માટે દૂર ભાગતા હોય ત્યારે આ જ્ઞાનાત્મા જ્ઞાન સાથે માનવતાના કાર્યોમાં પણ મુંબઈ બહારના આદિવાસી પછાત અને ઉપેક્ષિત વિસ્તારોમાં મંડળના સેવાભાવી સભ્યો સાથે કામ કરતા હતાં ત્યારે એક માનવ જન્મમાં જ આવી સેવાના મેવા મળે છે. અને રમણભાઈએ એમના જીવનમાં સ્વ અને પરના કલ્યાણ માટે જીવન સમર્પણ કર્યું છે. તેનું શબ્દોમાં વર્ણન ન થાય. એ તો યોગીઓના યોગની મનઃ સ્થિતિના અનુભવ સમાન છે. પ્રવાસશોખીન શ્રી રમણભાઇએ પાસપોર્ટની પાંખેનું પુસ્તકનું સર્જન કરીને અમેરિકન જીવન અને શૈલીમાં હજારો સાહિત્ય રસિક માનવીઓને રસલીન કર્યા હતા. એમની શ્રુત ભક્તિનું સોનેરીપ્રકરણ તો જેને સાહિત્ય સમારોહનું આયોજન કરીને જૈનસાહિત્યના વિકાસમાં અને પ્રતિ વર્ષ પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજીને ભક્તિ ભાવનાના મંગલ પ્રભાતથી જૈન-જૈનેતર ધર્મના વિદ્વાન વક્તાઓ દ્વારા જ્ઞાનામૃતનો રસાસ્વાદ કરાવવાની પ્રવૃત્તિ એ પણ સર્વ સાધારણ જનતા માટે ખૂબ જ મહત્ત્વની વાત છે. એમનું પ્રવાસ સાહિત્ય ઘર બેઠાં ગંગા સમાન જ્ઞાન અને આનંદ ધરાવતું છે. એમની સર્જક પ્રતિભાની લાક્ષણિકતા હતી કે કોપીરાઇટનું વિસર્જન એમ પુસ્તકમાં લખતા હતા. મહાવીર સ્વામીના હાલરડાવાળા કવિરાજ દિપવિજયના બિલીમોરા નગર વર્ણવ્યું “વીરનું હાલરડું'થી દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા કવિ વિશે સંશોધિત પુસ્તકના વિમોચન સં. ૨૦૫૪-સમારંભ બિલીમોરામાં વૈશાખ વદ ૧૪ યોજાયો હતો. ત્યારે બિલીમોરા સંઘનાં આમંત્રણથી તેઓશ્રી અતિથિ વિશેષ તરીકે પધાર્યા હતા. આ પ્રસંગે શ્રુત જ્ઞાનના ઉપાસક પ્રાધ્યાપક તરીકે એમનું શાલ અને શ્રીફળ અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. એમણે પ્રસંગોચિત વક્તવ્યમાં જૈન સાહિત્યના સંશોધન વિશે પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા હતા. ડૉ. કવિન શાહની સંશોધન પ્રવૃત્તિને બિરદાવી હતી. મારી સંશોધન પ્રવૃત્તિના પ્રેરણાના સ્તોત્ર Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક ૨મણભાઈ ૩ ૨ ૩ શાસન સમ્રાટ વિજય નંદનસૂરીશ્વરજી મહારાજ અને ડૉ. રમણભાઈ શાહ હતા. કવિરાજ દિપ વિજયજી પછી સંશોધન પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ રહીને ૧૭ પુસ્તકો પ્રગટ થયા છે. એમની શ્રુત ભક્તિ-સર્જક પ્રતિભા માનવતાવાદી સેવાકાર્યો શિસ્ત અને કર્તવ્ય પરાયણતાના ગુણોથી ચિરંજીવ સ્થાન ધરાવે છે. ભાવિ પેઢીને માટે પણ આ વિરલ વ્યક્તિત્વ ધરાવનાર જ્ઞાનાત્માનું પુણ્ય સ્મરણ એક જીવનની સાર્થકતા માટે એક નવો જ રાહ ચીંધે છે. સદ્ગતશ્રીને શ્રદ્ધાંજલિ અને જીવનની આછેરી ઝલક અન્ય માનવીઓના તેજ કિરણ બની જીવનપંથ ઉજ્જવળ બનાવે. આત્માના વિવિધ પ્રકાર છે જ્ઞાના-આત્મા, દર્શનાત્મા, ચારિત્રહ્મા, તપાત્મા, ધર્માત્મા, અંતરાત્મા, બહિરત્મા છે. તેમાં સ્વ. રમણભાઈ કે જ્ઞાનાત્મા હતા અને જ્ઞાન રમણતાના સંસ્કારોનું સ્વયંમ પાન કરીને બહુ મોટી સંખ્યામાં લોકોને જ્ઞાનાત્મા બનાવવા માટેનું જીવન પાથેય આપી ગયા છે. એમની અમૂલ્ય ભેટનું રક્ષણ, સમવર્ધન એ એમની ચિરંજીવ સ્મૃતિ છે. શબ્દકોશમાં પ્રશંસાના શબ્દો પણ ઓછા પડે “મુરબ્બી શ્રી ડૉ. રમણભાઈ માટે લખવું એટલે ભગવાન શ્રી કૃષ્ણને ગીતા સમજાવવા જેવું કામ છે. પ્રખર સાહિત્યકાર માટે શબ્દકોશમાં પ્રશંસાના શબ્દો પણ ઓછા પડે, હાજરી હોતી નથી છતાં, હાજરા હજુર છો તમો, ન દેખાય છતાં અનુભવાય એવા પવન જેવા છો તમો, ફૂલ ખર્યા ફોરમ રહી ગીત વહ્યા રણકાર હરિયાળી ધરતી કરી હાલ્યા મેઘ મલહાર' || શ્રી હીરાભાઈ એલ. તલસાણિયા, મુંબઈ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ ૪ શ્રત ઉપાસક રમણભાઈ શીલ અને સાત્વિકની મહેક 1 ડૉ. પ્રવીણ દરજી ડો. શાહ સાહેબ હવે આપણી વચ્ચે નથી, કદાચ ડૉ. શાહ સાહેબ હવે જ આપણી વચ્ચે ખરેખરા આવીને બેઠા છે ! ડો. શાહ સાહેબ એટલે ડૉ. રમણલાલ ચી. શાહ. અમે કોલેજમાં ભણતા ત્યારે યુનિવર્સિટી કક્ષાએ ગુજરાતી વિષયનું અધ્યયન-અધ્યાપન કાર્ય કરનારાઓમાં શાહ સાહેબનું નામ આગળ પડતું. અભ્યાસુ ખરા પણ અભ્યાસ દેખાડો નહિ, શબ્દપ્રભુત્વ ખરું પણ શબ્દશેખી નહિ. નિજાનંદી અધ્યાપક, નિજપથી અધ્યાપક. તેથી મુંબઈમાં જે જૂથ, વાડાબંધી, ખેંચાતાણી સાહિત્યક્ષેત્રે થાય તેમાં તેમનું નામ ક્યાંય સાંભળવા ન મળે. કહો કે રમણભાઈ માત્ર જૈન જ નહોતા જિનત્વની સાકાર મૂરત હતા. હું યાદ કરું છું અને પાછલાં વર્ષોમાં સરું છું તો તરત એક ઘટના યાદ આવે છે. એક વેળા પ્રો. જશવંત શેખડીવાળા, હું અને પ્રો. ડૉ. તેરૈયા એક સાથે વિદ્યાના કામે મળ્યા હતા. ગુજરાતી ભાષાના અનેક અધ્યાપકો વિશે ત્યારે ભાતભાતની વાતો નીકળી. મારા માટે તો એમાંની મોટા ભાગની વાતો નવી હતી. હું કુતૂહલતાથી બધું સાંભળતો જતો હતો, વચ્ચે ક્યાંક ક્યાંક પૃચ્છા થાય, અમુકતમુક વિશે શંકા-કુશંકાને કારણ મળે. પણ જ્યાં રમણભાઈની વાત નીકળી ત્યાં તરેયા સાહેબ અને શેખડીવાળા સાહેબ બંનેનો એક જ મત. સજ્જન વ્યક્તિ તરીકેનો મત. બંને રમણભાઈના મિત્રો. પછી “પાસપોર્ટની પાંખે' વિશે કેટલીક વાતો થઈ. શેખડીવાળા સાહેબે સહજ રીતે તેમાંના હકીકત-દોષો વિશે વાત કાઢી. એ દોષોની રમણભાઈને જાણ કરી હતી તે પણ કહ્યું અને એ દોષોનો રમણભાઈએ સહજ રૂપે, નિખાલસતાથી સ્વીકાર કર્યો હતો તે પણ તેમણે કહ્યું. બસ, મારા માટે આ ક્ષણ મહત્ત્વની બની ગઈ. રમણભાઈ માટે જે આદર અને પ્રેમ હતો તે દૃઢ તો થયો પણ એમાં ખાસ્સો ઉમેરો પણ થયો. અને પછી શેખડીવાળા સાહેબ અને તેરૈયા સાહેબે જ મારા તેમના પ્રત્યેના પ્રેમભર્યા પક્ષપાત વિશે રમણભાઈને કંઈક વાત કરી. રમણભાઈ સાથે એમ મારો પરોક્ષપણે સેતુ બંધાયો. અમારા વચ્ચે પછી અવાનવાર પત્રોની આપ-લે પણ થવા લાગી. પત્ર દ્વારા જ જીવન અને સાહિત્યના કેટલાક માર્મિક સંકેતોની Page #385 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક ૨મણભાઈ ૩૨ ૫ પણ આપ-લે થતી રહી. અમે હવે પરસ્પરને માટે આત્મીય હતા. હવે હું મારી રીતે રમણભાઈને, તેમના શબ્દને ઉઘાડવા મથતો રહ્યો. તેમના ઉત્તરધ્રુવ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા કે એવા બીજા પ્રવાસોમાં તેમની ઘુમ્મક્કડવૃત્તિનો પરિચય પામ્યો. તો “પ્રબુદ્ધ જીવન'ના નિયમિત રૂપે મળતા અંકો વડે તેમના સાત્ત્વિક પત્રકારત્વનો અનુભવ કર્યો. એકેએક વસ્તુને તેઓ બારીકાઇથી જોતા, તેના સાર–અસારનો વિવેક કરતા અને પછી જીવન સંદર્ભે તેનું માહાસ્ય છતું કરતા. તેમનાં તંત્રીલેખો માત્ર લખવા ખાતર લખાયેલા લેખો નથી. તેમાં તેમની અભ્યાસનિષ્ઠા તો છે જ પણ સાથે તેમની નિશ્ચિત દિશા પણ વાંચી શકાય છે. કહો કે તેઓ તંત્રી જ રહ્યા નથી તંત્રીની સાથે સંત્રી પણ બન્યા છે. પ્રબુદ્ધ જીવનમાંથી તેમનું સેવા સમર્પિત વ્યક્તિત્વ પણ જુદી રીતે માણવા મળ્યું. પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ હોય, ગુજરાત કે મહારાષ્ટ્રના ગામોમાં વૈદકીય નિદાન-સારવારના કેમ્પો હોય, આંખોના ઓપરેશનના કેમ્પો હોય, કોઈ નાનકડા પ્રવાસનું આયોજન હોય-રમણભાઈની સક્રિયતા એ પાછળ તરત જણાય. રમણભાઈ વિશે ઘણું પાછળથી જાણવા મળ્યું કે તેઓ એન.સી.સી.માં પણ મેજરના હોદા સુધી પહોંચ્યા હતા. ભાષાનાં અધ્યાપક આવી કડાકૂટમાં ભાગ્યે જ પડે. પણ રમણભાઈ માટે એ રસનો વિષય હતો. તેમનામાં જે ખંત, ચોકસાઈ, ચિવટ અને શિસ્તના દર્શન થાય છે તેની પાછળ આ એન.સી.સી. હતી. સોંપાયેલા આ કાર્યને તેમણે પોતીકું કરી બતાવી પોતાના જીવનઘડતરમાં પણ તેનો ઉત્તમ વિનિયોગ કરી બતાવ્યો. રમણભાઈ એમ જે કાર્ય હાથમાં લે તેને પૂરી નિષ્ઠાથી પૂરું કરી આપતા. રમણભાઈના વ્યક્તિત્વમાં જૈન ધર્મ સંસ્કારનો પણ મોટો હિસ્સો રહ્યો છે. ભાષાના અધ્યાપક તરીકે, એન.સી.સી.ના અધિકારી તરીકે સમજ અને શિસ્ત એવાં વિસ્તર્યા હતાં કે કશું ખોટું સાંખી શકે નહિ કે ચલાવી શકે નહિ. જરૂર પડે તેની સામે લડવાના મૂડમાં પણ એ આવી જાય. પણ પેલા જૈન સંસ્કારોએ તેમને ભીતરથી સંકોર્યા. જેન મહર્ષિઓએ અને જૈનશાસ્ત્રોએ તેમનામાં સંયત દૃષ્ટિનો ગુણ વિકસાવ્યો. રમણભાઈનું વ્યક્તિત્વ જ નહિ, તેમનો શબ્દ પણ એ રીતે આવાં અનેક તત્ત્વોથી પરિપુષ્ટ થતો રહ્યો. સાહિત્ય, ધર્મ, તત્ત્વ, જીવન એમ Jai Education International Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ શ્રુત ઉપાસક રમણભાઈ અનેક વાનાંમાં તેમની ગતિ જોવાય છે. પણ એ બધું છેવટે વળ ખાતું આવીને અટકે છે તે જીવનના વિધાયક અવાજ ઉ૫૨. મારે ત્યાં સામયિકો તો ઠીક ઠીક આવે છે. પણ ‘પ્રબુદ્ધ જીવન’ની હું હંમેશાં વિશેષ રૂપે રાહ જોતો. ખાસ તો એમાં તેમના વિસ્તૃત, મનનપૂર્ણ તંત્રી લેખ માટે. રમણભાઈનો એ લેખ જાણે કે બીજા તૈયા૨ થઈ રહેલા અંક સુધીનો તેમની પ્રવૃત્તિઓનો ચૂકતે હિસાબ આપી દેતો હોય તેવું લાગે. તેમણે વારંવા૨ આગ્રહ કરીને મને ‘પ્રબુદ્ધ જીવન'માં લખતો કર્યો હતો. પ્રસંગોપાત હું લેખ મોકલતો. લેખ મળતાં મને તે ઉત્ત૨ રૂપે પત્ર પણ લખે. વચ્ચે, એકાદ વર્ષ થયું હશે. તેમનો પત્ર આવ્યો. ‘મારા ગ્રંથોમાંથી શ્રેષ્ઠ નિબંધોનો સંચય કરી આપો. પારિશ્રમિક વગેરે મળશે જ...' વગેરે વગેરે. મેં વળતો જ ઉત્તર આપતા લખ્યું તમારે સંમતિ, પારિશ્રમિક વગેરે વિશે લખવાનું જ ન હોય. તમારા નિબંધો વાંચું છું અને તમારા અનેક સંગ્રહોમાંથી ઉત્તમ નિબંધોનો સંગ્રહ જરૂર થઈ શકે તેમ છે અને એ કાર્ય મારે કરવાનું જ હોય. તે પછી એ વાત ત્યાં અટકી. ત્રણેકવા૨ તેમણે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ પાઠવેલું. મારી દોડાદોડીમાં મારાથી એ શક્ય બન્યું નહોતું. તેઓએ મારા અભ્યાસ અને વક્તૃત્વ વિશે કોઈકની પાસેથી સાંભળ્યું હશે એટલે તેમણે તે વિશે ઠીક આગ્રહ રાખ્યો. મનમાં ત્યારે એવું ખરું કે એકાદવાર આંટો મારી આવીશ. પણ એ શક્ય બન્યું નહિ. તેમની એ ઇચ્છા પૂરી કરી શક્યો નથી તેથી આજે એક પ્રકારની ‘ગિલ્ટ’ અનુભવું છું. અત્યારે આ લખું છું ત્યારે તેમણે મને ભેટ મોકલેલા ડઝનેક સંગ્રહો મારી સામે પડ્યા છે. એ સંગ્રહો માત્ર લખવા ખાતર લખાયેલા નથી. રમણભાઈની ચેતના કેવા કેવા પ્રદેશોમાં વિહરતી હતી. તેમની જુદે જુદે પ્રસંગે કેવી ક્રિયા-પ્રતિક્રિયાઓ રહેતી, કઈ ઊંચાઈએથી તે વસ્તુને જોતા, વિચારતા કે નિર્ણય ઉપર આવતા તે સઘળું એમાંથી પામી શકાય છે. તેમની હયાતીમાં જ છેલ્લે પોતાના આ સંગ્રહોમાંથી જુદાં જુદાં લખાણોને ચોક્કસ વિષય હેઠળ સંપાદિત કરવાની યોજના ઘડી કાઢી હતી. અને એવું સંપાદન અમુક વ્યક્તિ પાસે જ કરાવવું તેવો તેમનો દૃઢાગ્રહ હતો. આવી વ્યક્તિઓમાં તેમણે શ્રી જશવંત શેખડીવાળા અને ડૉ. હસુ યાજ્ઞિકની સાથે મને પણ યાદ કર્યો હતો. મારા માટે રમણભાઈ ત૨ફથી મળેલું એ પ્રમાણપત્ર છે એમ હું સમજું છું. Page #387 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક ૨મણભાઈ ૩૨ ૭. હતા. તેમના માટે અભ્યાસી, સંપાદક, સંશોધક, તત્ત્વચિંતક, નિબંધકાર, નાટ્યકાર, અનુવાદક, મેજર એવા ગમે તેટલાં વિશેષણો યોજો. એ બધાંથી આગળ તે એક અદના આદમી હતા તે બાબત મહત્ત્વની છે. તેમણે પોતાને ઘૂંટ્યા કરવાને બદલે પોતાને સતત વિખેરી નાખવામાં આનંદ લૂંટ્યો છે. ચાલશે, ભાવશે ને ફાવશે સૂત્રને જીવનાર રમણભાઈ તેથી જ જ્યાં જાય, જે ઉમરવાળાની સાથે બેસે ત્યાં તેઓ ત્યાંના અને તેમના જેવા જ થઈ રહેતા. આબાલ-વૃદ્ધ સૌને તેથી ૨. ચી. શાહ માટે ભીતરનો પ્રેમ રહ્યો છે. ક્ષર દેહે રમણભાઈ નથી પણ તેમણે મારા પરત્વે દાખવેલી મમતા તો મારી હૃદયદાબડીમાં એમ જ અકબંધ રહેશે. રમણભાઈ શીલ અને સાત્વિકની મહેક * * * વિદ્યા અને ધર્મની ઉપાસનાને વરેલું હતું તેમનું જીવન આપણી ભાષાના અગ્રણી અભ્યાસી, સંશોધક, વિવેચક, સંપાદક, વિદ્યાનિષ્ઠ અને વિદ્યાર્થીપ્રિય પ્રાધ્યાપક ડૉ. રમણલાલ ચીમનલાલ શાહના અવસાનથી વિદ્યાજગતને મોટી ખોટ પડી છે. વિદ્યા અને ધર્મની ઉપાસનાને વરેલું તેમનું જીવન એક અખંડ યજ્ઞ સમાન હતું. ૭૯ વર્ષના આયુષ્યમાં તેમણે સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ કર્યા હતાં. પણ અપરિગ્રહના આદર્શને અપનાવીને તેમણે પોતાનાં તમામ પુસ્તકોના કોપીરાઇટનું વિસર્જન કર્યું હતું. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અને પછીથી મુંબઈ યુનિવર્સિટીમાં તેમની પાસે અભ્યાસ કરનારા અસંખ્ય વિદ્યાર્થીઓના તેઓ માત્ર માનીતા પ્રાધ્યાપક જ નહોતા, પણ તેઓ દરેક વિદ્યાર્થીના આપ્તજન બની રહેતા. તેમની પાસે એક વાર અભ્યાસ કરનાર તેમને ક્યારેય ભૂલી ન શકે એવું પ્રેમાળ તેમનું વ્યક્તિત્વ હતું. તેઓ ફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ હતા ત્યારે, અને એ સિવાય પણ સભાની પ્રવૃત્તિઓમાં રસ લઈ યોગ્ય માર્ગદર્શન આપતા. સભા સાથેના તેમના લાંબા અને સક્રિય સંબંધને કારણે અમારા સૌના મનમાં તેમને માટે સવિશેષ સ્નેહાદર હતાં. આ આઘાત સહન કરવાનું બળ મળે એવી પ્રાર્થના સાથે ફાર્બસ ગુજરાતી સભા આ ઠરાવ દ્વારા ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે. ફા.ગુ.સભાનાટ્રસ્ટીઓ અને કારોબારી સમિતિના સભ્યો વતી | | દીપક મહેતા Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૮ શ્રુત ઉપાસક રમણભાઈ બહુમુખી પ્રતિભા | પ્રવીણભાઈ સી. શાહ એક સમય એવો હતો કે કલાક્ષેત્રે, ફિલ્મીક્ષેત્રે ભારતભરમાં અમુક થોડીક જ વ્યક્તિ નામાંકિત-પ્રસિદ્ધ જોવા મળતી પણ જ્યારથી ટી. વી. સિરિયલો જોવા મળી ત્યારથી કેટકેટલા કલાકારો, સંગીતકારો, નાટ્યકલાકારો અને ફિલ્મી ક્ષેત્રે ખૂણે ખૂણે છૂપાયેલી વિભૂતિઓ જાહેરક્ષેત્રે પ્રસિદ્ધિ પામી છે. ખૂણામાં અનેક ક્ષેત્રમાં છુપાયેલી પ્રતિભાઓને પ્લેટફોર્મ મળ્યાની તક મળતાં જ ઝળકી ઉઠી. જૈન શાસનમાં વિદ્વતાના ક્ષેત્રે નાની-મોટી પ્રતિભાઓને વ્યાખ્યાનમાળાના માધ્યમથી તથા સેમિનારના પ્લેટફોર્મ ઉપર બોલાવીને શ્રી રમણભાઈએ કેટલીય વિદ્વાન વ્યક્તિઓને પ્રોત્સાહન આપી જાહેરક્ષેત્રમાં પ્રસિદ્ધ કરી છે. ઈ. સ. ૧૯૯૦ આસપાસ મુંબઈ બિરલા કેન્દ્રમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં માત્ર ગુણવત્તાના આધારે લાગવગ કે ઓળખાણ વિના જ્યારે શ્રી રમણભાઈએ વાત્સલભર્યા આમંત્રણથી મને બે વાર તક આપી ત્યારથી સ્વાધ્યાય અને સેમિનારના મંડળોમાં ભાગ લઈને મારી શક્તિ વિકસાવવાનો પુરુષાર્થ જાગ્યો અને અમેરિકા- લંડન-કેનેડા-આફ્રિકા-ગલ્ફના દેશોમાં સ્વાધ્યાય કરવાકરાવવાનો અને ધર્મની પ્રભાવના કરવાના મહા પુણ્યનો લાભ આજ સુધી મળતો રહ્યો છે. અંધારામાં અમદાવાદના ખૂણે પડી રહેલા નાના કોડિયામાં તેલ પૂરીને મારામાં આવી શક્તિ છુપાયેલી છે તે પારખુ ઝવેરી રમણલાલના ધ્યાનમાં આવી અને મારા જેવી કેટલીએ પ્રતિભાઓ એમણે પ્રજ્વલ્લિત કરી. આટલી વાત મારા અંગત જીવનમાં તેમણે કરેલા ઉપકારની થઈ. જ્યારે જ્યારે જાહેર સભામાં-સેમિનારમાં તેમણે કરેલા પ્રવચનોમાં-પ્રવચનો પછી કરેલી સમીક્ષામાં, કાર્યક્રમના સંચાલન કે પ્રમુખપદે કે અધ્યક્ષતાના આસન ઉપર બિરાજેલા જોયા- સાંભળ્યા-તેમના સર્વાગી વ્યક્તિત્વનો અનુભવ થયો ત્યારે એમની બહુમુખી પ્રતિભાના વર્ણન કરતાં પાનાનાં પાનાં ભરાય એટલા પૂજ્ય ભાવના ઉગારો હૈયામાં ઊભરાય છે. તેઓ એક અજોડ અધ્યાપક-પ્રાધ્યાપક હતા. વિષયની સમીક્ષા અને છણાવટ Page #389 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૨૯ કરવામાં નિષ્ણાત અને સત્યભાષી સચોટ નીડર ટીકાત્મક વિવેચક હતા. પ્રખર પ્રવકતા સાથે નેતૃત્વના ગુણધારી મિલિટરી ડિસિપ્લિનમાં માનતા. ધર્મ તથા વિજ્ઞાનના વિષયમાં ગુજરાતી અને અંગ્રેજીમાં તેમણે વિશાળ મનનીય અભ્યાસપૂર્ણ સાહિત્યનું સર્જન કરેલું છે. માનવતાના મહારથી આ મહાનુભાવે અનેક સંસ્થાના ઉદ્ધાર માટે માતબર ૨કમમાં અનુદાન એકઠું કરીને સુપરત કરેલું છે. નાટ્યકલા, કવિતા, ધર્મ, તત્ત્વજ્ઞાન, પ્રવાસ, જૈન સાહિત્યના સંશોધનો, તમામ ક્ષેત્રે નિપુણતા મેળવનાર ડૉ. રમણભાઈએ પોતાના જીવનકાળ દરમ્યાન સંશોધન-સંપાદન– વિવેચન-પ્રવાસ કથા-જીવનચરિત્ર, નિબંધ, એકાંકી વગેરે ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. જૈન શાસ્ત્રકારને વફાદાર, જિનવાણીના પૂરેપૂરા અભ્યાસુ, ઉત્સૂત્ર ભાષણથી સદાય સાવધાન, જૈન અનુષ્ઠાનના ભાવોલ્લાસપૂર્વકના અપ્રમત્ત આરાધક, દુનિયાભરના યાત્રા પ્રવાસથી મેળવેલું જાત અનુભવનું જ્ઞાન, અને તેમના અનેક વિષયના સાહિત્ય સર્જનમાં વર્ણવાયેલું નિરૂપણ, મૈત્રી-પ્રમોદ- કારુણ્ય અને માધ્યસ્થ ભાવથી ભરેલા સાચા અર્થમાં શ્રાવક, ધર્મશ્રદ્ધાળુ અને આટલી બહુમુખી પ્રતિભા હોવા છતાં વિનમ્ર, નિખાલસ, સરળ સ્વભાવી શ્રી રમણભાઈ જૈનશાસનનું અણમોલ રતન હતું. એમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી અપ્રમત્ત ભાવે જીવન સાધના કરીને સ્વ. પરનું શ્રેય કરીને આત્મકલ્યાણ કર્યું છે. YES WE MISS HIM A LOT FOR A LONG જીવનમાં ઘણું કમાઈ ગયા મુ.શ્રી રમણલાલભાઈ જાતે જીવનમાં ઘણું કમાઈ ગયા. એમના નિધનથી આપણે - સમાજે ઘણું બધું ગુમાવ્યું છે. એમણે અંગત જીવનમાં કુટુંબજીવનમાં, સામાજિક ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, શિક્ષણ - ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, મહાન પ્રદાન કરીને પોતે પામી ગયા અને અન્યને પમાડી ગયા. મારા જેવા ફક્ત શ્રોતા એવા નાના બાલવિદ્યાર્થીને તેઓ વાત્સલ્યથી સ્મિત અને પ્રેમ સાથે આવકારતા. ‘‘કોઈ નાનું નથી એમ કહીને આગળ વધવા પ્રેરતા. એમની મહત્તા એમની સાદાઈમા-સરળતામાં-મળતાવડાપણામાં હતી.’’ I લિ. જશવંત શાહ, બાલવિદ્યાર્થી, મુંબઈ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પરમ સખા I ગુલાબચંદ શાહ પરમમિત્ર રમણભાઈના નામ આગળ ‘‘સ્વ’’ જોડવું સ્વીકારી શકાતું નથી, સિવાય કે સ્વનો અર્થ સ્વજન થાય. અમારા જીવનમાં સહજ પરિવર્તન લાવનાર, આવા સ્વજનના, ૪૦ વર્ષના સહવાસમાં બનેલા, આત્મીય પ્રસંગો, પ્રબુદ્ધ જીવનના પ્રિય વાચકો સમક્ષ રજૂ કરું છું. રમણભાઈનો પુત્ર અમિતાભ અને મારો પુત્ર નિર્મલ આઈઆઈટી કાનપુરમાં ભણતા હતા. વેકેશનમાં મુંબઈ આવેલા ત્યારે એક વહેલી સવારે રમણભાઈનો ફોન આવ્યો. ‘‘ગુલાબભાઈ, નિર્મલનો સામાન બાંધો - તેને જાપાન જવાનું છે.’’ હું તો સ્તબ્ધ થઈ ગયો. રમણભાઈનાં પત્ની તારાબેનના પિતાશ્રી જાપાનની વિખ્યાત મીટુટોયો પ્રીસીશન મેઝરિંગ ઈન્સ્ટ્રુમેન્ટ કર્યું.નાં ભારતનાં એજન્ટ હતા. તેમની ફેક્ટરીમાં તાલીમ માટે કંપનીએ બે યુવાનોને સ્પોન્સર કરેલા. આ માટે રમણભાઈએ અમિતાભ સાથે નિર્મલની પસંદગી કરેલી. જાપાન પછી વર્લ્ડ-ટૂર કરી પાછા આવવાનું હતું. વર્લ્ડ-ટૂરમાં પણ રમણભાઈનાં મિત્ર ચંદેરીયા ફેમિલીનો સહકાર હતો. ૨૦ વર્ષની નાની વયે, અમારા એક જ સંતાનને આટલી મોટી તક ઘ૨ બેઠા મળે તે જાણીને અમો ભાવવિભો૨ થઈ ગયા. ૨મણભાઈનાં અવાજમાં મહેરબાનીનો ભાવ સુદ્ધાં નહોતો. સહજ આત્મીયતાની હળવાશ હતી તે અમોને સ્પર્શી ગઈ. પાંચ વર્ષનાં આઈ.આઈ.ટી. કાનપુર પછી અમારા બન્નેના પુત્રોને અમેરિકા જવાનું થયું. બન્નેની માતાઓ, તારાબેન અને કુસુમને અમિતાભનિર્મલની કુશળતાની ફિકર રહેતી અને એકબીજાને આશ્વાસન-પ્રોત્સાહન આપતાં. શ્રુત ઉપાસક રમણભાઈ નિર્મલ અને અમારી પુત્રવધૂ આરતી બન્ને કંઠય સંગીતની તાલીમ લેતાં. મુંબઈ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં ગાવાનું આમંત્રણ તેઓને અવારનવાર રમણભાઈનાં સૂચનથી મળ્યા કરતું. જૈન સ્તવનોની પસંદગી માટે રમણભાઈ તરફથી માર્ગદર્શન મળતું. ભજનનાં આ પ્રયોગોથી યુવાન દંપતીમાં જૈન ધર્મ પ્રત્યે જીજ્ઞાશા અને અહોભાવ વધ્યા. જેનું નિમિત્ત રમણભાઈ બન્યા. રમણભાઈ પોતાનાં પુસ્તકોનાં કવરની રંગીન ડિઝાઈન અને છપાવવાનું કામ આરતી જે Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૩૩૧ કોમર્શિયલ આર્ટની સ્નાતક હતી, તેને સોંપતા. કવર તૈયાર થયા પછી આરતીને અભિનંદન આપતા અને કવરનાં ડિઝાઈનર તરીકે આરતીનું નામ પણ પુસ્તકમાં છાપતા. વ્યાખ્યાનમાળામાં હર વખતે પ્રથમ વ્યાખ્યાન રાજકોટથી પધારતા શ્રી શશિકાંતભાઈ મહેતાનું રહેતું. રમણભાઈ દ્વારા શશિકાંતભાઈ સાથે મુંબઈ તેમ જ રાજકોટમાં ગાઢ પરિચય થયો અને સત્સંગનો લાભ મળ્યો. દેવલાલીમાં શ્રીમદ્ રાજચંદ્રનાં મંદિર સામે રમણભાઈનો બંગલો હતો તેથી અમોને પણ ત્યાં બંગલો લેવાનું મન થયું. એક વૃદ્ધ બાપાનાં એ જ સોસાયટીમાં પાંચ બંગલા હતા. રમણભાઈએ તેમને કહ્યું કે અમારા મિત્ર ગુલાબભાઈને બંગલો ખરીદવો છે તો તમારો કોઈ પણ બંગલો, વાજબી ભાવે તેમને આપો. બાપાને થયું કે રમણભાઈને તો કાંઈપણ આગ્રહ છે નહીં તો તદ્દન ખૂણામાનો તેમનો જલદી ન વેચાય તે બંગલો તેમણે આપી દીધો. રમણભાઈ કે અમોએ ખરીદી પછી એકાદ વર્ષ બાદ બંગલો જોયો. ખૂણામાં આવેલ હોવાથી, બંગલાનો બગીચો અમે અમારી રીતે બનાવી શક્યા અને અમારો બંગલો સોસાયટીમાં ઘણો આકર્ષક બની ગયો. રમણભાઈનાં નિરાગ્રહીપણાનું સારું ફળ અમને મળ્યું. ત્રીસ વર્ષ પહેલા લીધેલા આ બંગલાને કારણે અમારા જીવનને પણ નવો આધ્યાત્મિક વળાંક મળ્યો જેને માટે અમો રમણભાઈનાં ઋણી છીએ. દેવલાલીમાં જ રમણભાઈને બંગલે એક વખત કુસુમને સફરજનની છાલ ગળામાં અટકી જવાથી શ્વાસ બંધ થઈ ગયો. છેલ્લો શ્વાસ લેતી હોય તેવી મૂંઝવણ થઈ. રમણભાઈએ સમયસૂચકતા વાપરી, કુસુમની પીઠ પર જોરદાર ધબ્બો માર્યો ને છાલ નીચે ઉતરી ગઈ અને કુસુમનો જીવ બચી ગયો. એન.સી.સી.ની તાલીમને લીધે વિનમ્ર સ્વભાવી રમણભાઈ જરૂર પડે કઠોરતાથી ધબ્બો પણ મારી શકતા હતા. એક વખત તારાબેન અને રમણભાઈ દેવલાલીથી મુંબઈ ટ્રેનમાં જવાનાં હતાં જેનું બે ટીકીટોનું રિઝર્વેશન તેઓએ અગાઉથી કરાવેલું. અમારા ઘરકામ કરનારા ૧૮ વર્ષનાં રામમિલનને પણ મુંબઈ તે જ દિવસે જવું જરૂરી હતું પણ તહેવારની ગિરદીને કારણે રિઝર્વેશન નહોતું મળ્યું. રમણભાઈ અને તારાબેન પોતાની બે સીટોમાં રામમિલન સહિત ત્રણ જણાં બેસી મુંબઈ ગયાં. આવી હતી તેમની નિષ્કામ કરુણા. નોકર કે શેઠનો ભેદ તેમણે કદી રાખ્યો નહોતો અને પોતાની અવગડે, બીજાની સગવડનો ખ્યાલ કરતા. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રુત ઉપાસક રમણભાઈ ચિત્રકૂટ-મુંબઈનાં અમારા ઘરમાં ઘર-દેરાસર હતું જે અગાઉનાં માલિક, શેરદલાલ શ્રી માણેકલાલ ચુનીલાલે કરાવેલું, પરંતુ મૂર્તિ તેઓ પોતાનાં નવા ઘરે લેતા ગયેલા. એક વખત ચોપાટીનાં દેરાસરમાં અંજન-શલાકા માટે મૂર્તિઓ આવેલી જેમાંની અમુક મૂર્તિઓ દેરાસરની જરૂરત કરતા વધારે હતી. રમણભાઈનાં મનમાં હતું કે ગુલાબભાઈને ઘર-દેરાસર માટે મૂર્તિ જોઈએ છે તેથી આ તકનો લાભ લઈ તેમણે મહારાજસાહેબને વિનંતિ કરી અને તેમની સંમતિ મળ્યાથી, વસંતપંચમી ૧૯૭૫નાં શુકનવંતા દિવસે, રમણભાઈ સ્વયં ખુલ્લા પગે, પોતાનાં હાથમાં, દોઢ ફૂટ, આરસપહાણની શ્વેત, બાળ-સ્વરૂપ મુખારવિંદ ધરાવતી ભગવાન શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ લઈ અમારે ઘેર પધાર્યા અને દર્શનીય મૂર્તિ તરીકે અમારા ઘર દેરાસરમાં તેની સ્થાપના કરી. ત્યારથી અમારા બાળબચ્ચાંઓમાં જૈન ધર્મ માટે નવો અંકુર ફૂટ્યો. ૩૦ વર્ષથી આ મૂર્તિમાં જિનેશ્વરનાં દર્શન સાથે અમે રમણભાઈની સહજ કરુણાનાં દર્શન પણ કરીએ છીએ. કુસુમે ત્યાર બાદ આયંબિલની નવ ઓળી કરી જેની પૂર્ણાહુતિ વખતે રમણભાઈએ હસતાં હસતાં કહ્યું, ‘‘કુસુમબેન, જે વ્યક્તિ આયંબિલની નવ નવ ઓળી કરે, તે વ્યક્તિ કંદમૂળ કેમ ખાઈ શકે ?'' હળવાશથી કરેલ, આટલી સરળ સૂચનાની ધારી અસ૨ થઈ અને કુસુમે કંદમૂળનો આજીવન પર્યંત ત્યાગ કર્યો. આમ રમણભાઈ સાથેનાં સાધારણ પ્રસંગો અસાધારણ કામ કરી જતા. ભૂતકાળ તેમ જ વર્તમાનકાળનાં દરેક જૈન ફિરકાનાં મહાનુભાવોનીપ્રબુદ્ધતા તેમ જ લાક્ષણિક્તા દર્શાવતા અભ્યાસપૂર્ણ છતાં રસિક જીવનચરિત્રો લખીને રમણભાઈએ યુવાન વર્ગમાં જૈન ધર્મ પ્રત્યે અપૂર્વ અનુરાગ પેદા કર્યો. ૨૫૦૦ વર્ષથી ભગવાન મહાવીર સ્વામીની પછેડીનાં પ્રતીક સાથે, વીસમી સદીની પ્રતિકૂળતાઓ સહન કરી, જૈન તત્વની અસ્મિતા ટકાવી રાખનાર સાધુ-સાધ્વીનાં સમુદાય માટે રમણભાઈને ગૌ૨વ હતું. ધર્મના ધુરંધર ગણી શકાય તેવા શ્રી જંબુવિજયજી, શ્રી પ્રદ્યુમનવિજયજી મહરાજસાહેબ જેવી વિરલ વિભૂતિઓ પાસે આચારાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, પંચસૂત્ર જેવા ગહન વિષયોની વાંચના માટે દૂરનાં ગામો જેવાં કે સમી (વિરમગામ), નાના આસંબીયા (કચ્છ) જેવાં એકાંત સ્થળોએ અમને લઈ જતા. વાંચનમાં વિક્ષેપ ન થાય અને ઉચ્ચ કક્ષા જળવાઈ રહે માટે શ્રોતાની સંખ્યા નાની રાખતા. ભરત અને બાહુબળ સિવાયના અઠ્ઠાણું પુત્રોએ તેમનાં પ્રત્યે થયેલી ઉપેક્ષા તરફ ધ્યાન દોર્યું ત્યારે પિતાશ્રી Page #393 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક રમણભાઈ ૩૩૩ ઋષભદેવે પુત્રોને સંસારની અસારતાનો બોધ આપ્યો. તે સંવાદ શ્રી જંબુવિજયજીનાં મુખેથી અત્યંત ધીમા સ્વરે અર્ધમાગધીમાં સાંભળ્યો ત્યારે રમણભાઈનાં મુખારવિંદ ઉપર જે વિતરાગતા જોઈ તે અવિસ્મરણીય છે. પંજાબના એક શિષ્ય સાથે શ્રી જંબુવિજયજી મ.સા. સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા તે સાભળતી વખતે પણ પ્રાચીન સમયનું વાતાવરણ ઊભું થતું. કચ્છ-ભુજનાં ૪૦૦ વર્ષ પ્રાચીન અચલગચ્છ સંઘનાં દેરાસરનું - ધરતીકંપ પછીનો જીર્ણોદ્ધાર અમારા કુટુંબે કરાવેલો. રમણભાઈને વિનંતિ કરી કે તેમનાં શુભ હસ્તે દેરાસરની નૂતન ધજા ચઢ. ફક્ત ચોવીસ કલાકની નોટિસમાં તેમણે આવવાનું કબૂલ કર્યું અને અચલગચ્છાધિપતિ શ્રી ગુણોદય સાગર સૂરિની નિશ્રામાં પ્રસંગ દીપાવ્યો. સાધ્વી શ્રી મોક્ષગુણો શ્રીજીની પીએચ.ડી.નાં ગાઈડ તરીકે રમણભાઈ હતા. પોતાની અગવડ વેઠીને પણ સાધ્વીજીની દેનિક સમાચારીમાં વિક્ષેપ ન પડે તે રીતે પઠન કરાવતા. જૈન સાહિત્ય સમારોહના આયોજન માટે રમણભાઈ ચીવટપૂર્વક પરિશ્રમ લેતા. ભાગ લેનાર ઓછી-વધુ પ્રતિભા ધરાવનાર, દરેક વિદ્વાનોનું સમાનતાપૂર્વક સન્માન કરતા અને જૈન ધર્મનાં વિવિધ વિષયો પર વધારે ઊંડી શોધખોળ કરવા માર્ગદર્શન આપતા. કચ્છ-માંડવીનાં સાહિત્ય સમારોહ વખતે શ્રી વિસનજી લખમશીના નેતૃત્વ હેઠળ કલ્પસૂત્ર ધરાવતી, પચાસ શણગારેલી બળદગાડી સાથે, રથયાત્રાના આયોજન માટે કચ્છનાં લોકો હજુ રમણભાઈને યાદ કરે છે. રાજા કુમારપાળ વખતે, હાથીની અંબાડીમાં હેમ-વ્યાકરણનાં વરઘોડાની ઝાંખી થતી હતી. છેવટે કચ્છ-લાયજામાં આચાર્ય શ્રી કલાપ્રભસાગર સૂરિની નિશ્રામાં યોજાયેલા જૈન સાહિત્ય સમારોહ વખતે અમોને પ્રેમથી લઈ ગયેલા લાયજાનાં સુંદર સ્વચ્છ ગામમાં. જ્યાં દરેક રસ્તા સિમેન્ટનાં છે. ત્યાં વૈભવશાળી મકાનો વચ્ચેથી સાધુસાધ્વી અને ઠસ્સેદાર શ્રાવક-શ્રાવિકા સાથે નીકળેલો વરઘોડો પ્રાચીન પરંપરાને જીવંત બનાવતો હતો. મેડીનાં મોલેથી મોરનાં ટહુકા બેન્ડવાજાનાં સંગીત સાથે સાથ પુરાવતા હતા. કચ્છ-નાનીખાખરમાં શ્રી બિપીનભાઈ જૈનના વાડીનાં બંગલે અમો ત્રિપૂટી બંધુ વિશ્રામ સાથે જ્ઞાનગોષ્ઠિ કરતા. સાયલાના શ્રી લાડકચંદબાપાનાં આશ્રમમાં સાધુ જીવન જેવી પવિત્રતા જાળવીને “અધ્યાત્મસાર” અને “જ્ઞાનસાર” જેવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનાં Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શુત ઉપાસક રમણભાઈ મહાન ગ્રંથોનું સુંદર ભાવાનુવાદ કરીને સમાજ માટે નજરાણું મૂકતા ગયા. આધુનિક સમયમાં હજારો યુવાનોને જૈન ધર્મનાં માર્ગે વાળનાર શ્રી રાકેશભાઈ જેવાનાં આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પીએચ.ડી.ની થિસિસ લખવા માટે માર્ગદર્શક બનીને રમણભાઈએ નવી પેઢીની વિશિષ્ટ સેવા કરી. થિસિસનાં ચાર દળદાર ગ્રંથો અમોને ભેટ આપવા રમણભાઈ અમારે ઘેર પધારેલા. જૈન કલામાં મને રસ હોવાથી, શ્રી યશોવિજયજી મહારાજનો કલા-સંગ્રહ બતાવવા મને પાલિતા લઈ જતા. શ્રી બિપીનભાઈ જૈન સાથે પણ પાલિતણાની યાત્રા કરેલી. ધર્મશાળામાં જગ્યાની અછત હોય તો સારો ખંડ અમને અપાવતા. પરોઢિયે ખંડની બારીમાંથી શંત્રુજય પહાડનાં દર્શન થાય તેવા ખંડને પસંદગી આપતા. ભાવનગરમાં બિપીનભાઈ તંબોલી જેવા જૈન વિદ્વાન ઉદ્યોગપતિ તેમ જ શ્રી મનુભાઈ જેવા સમાજ સેવક સાથે અમોને પરિચય કરાવતા. તારાબેનનાં માતુશ્રી, માસીજી તેમ જ માતાજીને હંમેશ યાત્રામાં સાથે લેતા. મુરબ્બી તરીકે તેમની ઘણી સંભાળ રાખતા અને સહજ રમૂજ પણ કરતા. જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠનાં સમારોહમાં બનારસ સાથે ગયા. ત્યાં પણ એક વૃદ્ધ પ્રોફેસરની પ્રાચીન સમયની ઝાંખી કરાવતી થિસિસ છપાવવા માટે એક ગૃહસ્થ તરફથી મોટી રકમ અપાવી. બનારસમાં અમેરિકન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયન સ્ટડીઝનાં ડાયરેક્ટર ડૉ. શ્રી મધુસૂદન ઢાંકી દ્વારા ઈન્સ્ટીટ્યુટમાં રખાયેલો, લગભગ પચાસ હજાર જેટલી ભારતનાં મંદિરાની સ્લાઈડનો સંગ્રહ, ફૂગ ન લાગે તે માટે વિશાળ એર-કન્ડિશન્ડ લાઈબ્રેરીમાં રાખેલો જોયો. દરેક સ્લાઈડ સાથે મંદિરનાં સ્થાપત્યનાં એન્જિનિયરિંગ ડ્રોઈંસ્ પણ જોવા મળ્યા. ડૉ. ઢાંકી અને ડૉ. જીતુભાઈ, જે અમદાવાદમાં જૈન રિસર્ચ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, તેઓ બન્ને અવારનવાર મુંબઈ અમારે ઘેર રમણબાઈ જોડે આવતા અને એમનાં નિગ્રન્થ સાહિત્યની શોધખોળનાં અમૂલ્ય પુસ્તકોની ભેટ અમને આપતા. પરદેશનાં પ્રવાસની એક પણ તક રમણભાઈ ચૂકતા નહીં. રશિયા તેમ જ મોરેશિયસની ટ્રીપ બિપીનભાઈ જૈન સહિત અમો ત્રિપૂટી બંધુએ સાથે કરી. પ્રવાસ દરમિયાન દરેક સ્થળ જોવાનો આગ્રહ રાખતા. દિવસ દરમ્યાન પ્રવાસમાંથી સમય ન મળે તેથી સવારે ત્રણ વાગે ઊઠીને બે ત્રણ સામાયિક કરી લેતા. રૂમમાં જગા ન હોય તો ખૂણામાં સંકોચાઈને બેસી જતા જેથી અમોને રાત્રે બાથરૂમ Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૩૫ જવામાં અવગડ ના પડે. રશિયામાં શાકાહારી ભોજનનાં ફાંફાં હતા તો જૈન ભોજનની તો વાત રશિયનને કેવી રીતે સમજાવવી? મૉસ્કોનું રેડ (લેનિન) સ્ક્વેર કે લેનિન ગ્રાડનું હેરીટેઠ મ્યુઝિયમ માત્ર એકવાર જુઓ તોય બીજા દિવસે ઊભા ન થઈ શકો આવી હાલતમાં રમણભાઈ ઘણીવાર ફક્ત દૂધ-બ્રેડથી આખો દિવસ ચલાવી લેતા. રશિયાનાં પહાડો ઉપર કોઈવાર ભક્તામર સ્તોત્રનો પાઠ અમારી સાથે ક૨તા અને મંત્રોચારનો પવિત્ર ધ્વનિ રશિયામાં બધે ફેલાય એવી ભાવના ભાવતા. મોરેશિયસમાં અમારા મિત્ર શ્રી રામફલનાં ૧૪૦૦ એકરનાં ફાર્મમાં આખો દિવસ ખેતી બાબતનાં નિરીક્ષણ માટે ફરેલા. ફ્રેન્ચ અને હિન્દુ સંસ્કૃતિનાં સંગમને રસપૂર્વક માણતાં અને દરિયાનો લહાવો પણ લેતા. પ્રવાસની દૈનિક નોંધ લખતા. રમણભાઈ સાથે પ્રવાસ એટલે પ્રસન્નતાની પાંખે ઊડવાનું. અમને એકલા મૂકીને તેમણે તો જીવન-પ્રવાસ પૂરો કર્યો. અત્યાર સુધી મુશ્કેલીમાં માર્ગદર્શન માટે જતા તો તેમનું સહજ સ્મિત જ ઉકેલ બની જતું. હવે ક્યાં જશું ? રમણભાઈ ચેતન-ગ્રંથ તો હતા જ. તેથીય વધુ અમારા માટે તો નિગ્રંથ-ચેતના ધરાવતા. એકવીસમી સદીના આદર્શ શ્રાવક હતા. વિદ્વતાનો ભાર નહીં. માત્ર કરુણાની હળવાશ સંયોગોને અનુકૂળ કે પ્રતિકૂળનું લેબલ આપે જ નહી. સાક્ષીભાવનું એ જીવન શાશ્વત જ રહેવાનું. સમ્યક દર્શનની ઘણી જ નજીક હતા. .સદ્ગતશ્રી જયા૨થી વધુને વધુ અંતર્મુખ થતા ગયા તેમ તેમ તેઓનું દર્શન વધુને વધુ સ્પષ્ટ અને ઉજ્જવલ થતું ગયું. તેઓ સમ્યક દર્શનની ઘણી જ નજીક હતા. જે એમના તત્ત્વદર્શનના પુસ્તકોમાં પ્રગટ થતી સહજ, સરળ, ઉચિત ભાષાલબ્ધિથી સમજાય છે. સમ્યક શ્રુતની સેવા કરી સાચા અર્થમાં યાત્રી બન્યા છે. જૈનશાસને એક વિરલ સક્રિય મહાન ગુણાનુરાગી સિતારો ગુમાવ્યો છે. એમની સાચી સ્મરણાંજલિ ભવપ્રવાસી મટી યાત્રી બનવામાં જ છે. D બાબુભાઈ સી. શાહ, વલસાડ Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રુત ઉપાસક રમણભાઈ ત્રષિતુલ્ય સુશ્રાવક T બિપિન કે. જૈન પૂ. રમણભાઈ ક્ષર દેહે અમારી સાથે કે અમારા કુટુંબ તથા આપણા સાથે હવે નથી એ વિચાર જ દુઃખદ આશ્ચર્ય ઉપજાવે છે. હું યુવાવયથી જ પૂ. રમણભાઈના પરિચયમાં આવ્યો જેમણે છેલ્લા વીસ વર્ષમાં અત્યંત ગાઢ સ્નેહથી મને સંકળાયેલો રાખ્યો. એમના સૌમ્ય સ્વભાવ, ગંભીર દેખાતી મુખમુદ્રા સાથે એટલી જ મીઠી રમૂજ સાથે જ્ઞાનગોષ્ઠી નાના બાળક-યુવાનથી માંડીને પ્રૌઢ વયની વ્યક્તિ જોડે તેઓ સમજી શકે તેવી શૈલીથી વાતચીત અને તેમના પ્રશ્નોના સરળ ઉકેલ એ રમણભાઈ જ કરી શકે. પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ તો ઘણી જ યોજાય છે પણ એ પર્વ દરમિયાન વક્તાની દિવસોના મંથન પછી પસંદગી અને તેના માટેનો શ્રમ ખરેખર તેઓ જ કરી શકે. એક વ્યાખ્યાનમાળા પૂરી થયે ફક્ત પાંચ મિનિટમાં એ વ્યાખ્યાનનો સારાંશ ખૂબ સરળતાથી સમજાવી શકે જે શ્રોતાગણને સંર્પણ સમજાઈ જાય. અમે ચાર મિત્રો એમની સાથે પરદેશના પ્રવાસે ગયેલા, તેમાંય ખાસ કરીને રશિયા અને ઈન્ડોનેશિયાના પ્રવાસ દરમિયાન ત્યાંની પ્રજા-સંસ્કૃતિ-ધર્મ અને બીજી વિવિધતાઓ એમના સાંનિધ્યમાં સારી રીતે સમજવા મળતી. પરદેશમાં પણ શ્રાવકના તેમના રોજના નિયમો પ્રાર્થના-સામાયિક તેઓ નિયમિત કરતા એનું એક દૃષ્ટાંત આપું. રશિયાની અમારી યાત્રા દરમિયાન મારા મિત્ર જે એમના હોટેલ રૂમના પાર્ટનર હતા એમણે મને જણાવ્યું કે રમણભાઈ આખા દિવસનો થાક છતાં આ વયે રાતે માંડ બે કલાક ઉધ્યા હશે. મેં કુતૂહલથી રમણભાઈને કારણ પૂછયું તો તેમણએ મધુર જવાબ આપ્યો. બે દિવસના ચાર સામાયિક બાકી હતા એટલે રાત્રિના સમયે નિરાંત હોવાથી શાંત ભાવે હું કરી શક્યો. આ પ્રવાસ દરમિયાન મારો પુત્ર ચિ. રાજ સાથે હતો. એણે કહ્યું પપ્પા આવું આપણાથી ક્યારે થઈ શકશે? ભારતના કેટલાયે જૈન તીર્થોમાં તેમની સાથે જવાનો સુઅવસર અમને પ્રાપ્ત થયો છે. એ વખતે તીર્થોનો ભવ્ય ઈતિહાસ પૂરી ધાર્મિક સમજણ સાથે અમને Page #397 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ સમજાવતા, પછી એ જૈન શ્વેતાંબર કે દિગંબર યા હિન્દુ કે બૌદ્ધ તીર્થ હોય. પૂ. રમણભાઈ માટે તો પાનાંઓ ભરીને એક પુસ્તક લખાય તોપણ ઓછું પડે. એમની બાલ્યાવસ્થાથી યુવાની અને છેલ્લે ઉત્તરાવસ્થા સુધીમાં જીવનનાં દરેક તબક્કે એમની સુરુચિ અને સમજણ સાથે નિર્દોષ આનંદ તેઓ મેળવી શક્યા હતા. માત્ર મને જ નહિ મારા કુટુંબને - મારા પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂઓ સહુને તેમના માટે ખુબ આદર અને અહોભાવ હતો. અમારા ઘરે કોઈ પણ મંગળ કાર્યકરવું હોય તો તેમની હાજરી અમને પ્રેરક અને આશીર્વાદ રૂપ લાગતી. સહુના માટે કોઈ પણ મૂંઝવણ પ્રસંગે કે ધર્મ વિષયક પ્રશ્નના ઉકેલ માટે તો એ અનન્ય સહાયક હતા. તેમની અનુપસ્થિતિ મારા માટે તો એ ન પૂરાય તેવી, અસહ્ય ખોટ છે. 888 એમના વિષે ઘણું ઘણું લખી શકાય તેમ છે. આદરણીય શ્રી ધનવંતભાઈ અને ડૉ. કુમારપાળભાઈએ ખૂબ જ વિસ્તારથી લખ્યું છે. છેલ્લે હું મારી નમ્ર શ્રદ્ધાંજલિ આપતા, પૂ. શ્રી રમણભાઈએ આપણા સૌના સંયોગ સંબંધે પ્રારબ્ધ-આયુષ્ય વ્યતીત થયે તે દેહસંબંધનો પ્રસંગ નિવૃત ક્યે છે, છતાં જન્મ સાર્થક કર્યો છે. જે આશ્રય પામીને ભાવિ એવા થોડા ભવે સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરી શકે, ક૨શે જ. એવી મારી શ્રદ્ધા છે. પૂ. રમણભાઈને હું નતમસ્તકે મારી શ્રદ્ધાંજલિ સમર્પી છું. જૈન સમાજે એક મહાન Scholar અને પંડિત ગુમાવ્યાં પર્યુષણ પ્રસંગ આવતા જૈન વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાનો અને રમણભાઈને સાંભળવાનો લહાવો ગુમાવવાનો અફસોસ રહેતો હતો. મુંબઈ આવું ત્યારે સંઘની ઓફિસેથી કેટલીક વાર cassates લેતો હતો અને સાંભળતો હતો. વ્યાખ્યાનમાળા દરમ્યાન અને પછી પણ સેવાભાવી સંસ્થાઓને તેઓ પર્યુષણ પછી પણ Help કરતા રહેતા તે પણ ‘પ્રબુદ્ધ જીવન'માં જાણવા મળતું. તેઓના અવસાનથી જૈન સમાજે એક મહાન Scholar અને પંડિત ગુમાવ્યાં છે. સામાજિક સંસ્થાઓ પણ તેઓના જવાથી હતાશા અનુભવશે. C લિ. કિરણ એફ. શેઠ, સરયૂ કે. શેઠ, U.S.A. Page #398 -------------------------------------------------------------------------- ________________ હ૭૮ શ્રુત ઉપાસક રમણભાઈ વિશાળ વટવૃક્ષ | ડૉ. નટુભાઈ (લંડન) મુરબ્બી શ્રી રમણભાઈના અચાનક આ પૃથ્વી ઉપરથી વિદાય થવાનાં સમાચાર સાંભળી આઘાત અને આંચકો અનુભવ્યો. અમે છેલ્લા ૨૩ વર્ષોથી તેઓના પરિચયમાં હતાં. તેઓ એક વટવૃક્ષ સમાન જીવતી જાગતી સંસ્થા હતા. તેઓની વસમી વિદાયથી ભારત તથા ભારત બહાર રહેલાં જેન સમાજને ન પૂરાઈ શકે તેવી ખોટ પડી છે. તેઓએ જૈન ધર્મ તથા સમાજનાં વિવિધ પાસાઓનો અભ્યાસ કર્યો હતો. તેઓએ સમભાવ રાખીને જ્યાં જરૂર પડી છે તેવા પાસાઓને ન્યાય અપાવવા સક્ષમ પ્રયત્ન કર્યો છે. તેઓના લખાણોથી તથા માર્ગદર્શન હેઠળ મને ઘણું જ શીખવાનું પ્રાપ્ત થયું છે. શ્રી રમણભાઈએ સન્ ૧૯૮૨-૮૩માં જૈન સેન્ટર, લેસ્ટરમાં ૩ માસ માટે માનર્સેવાઓ આપેલી જે હજી પણ ભૂલી શકાઈ નથી. તેઓની દીર્ઘદૃષ્ટિને કારણે જૈનોની એકતા માટે સર્જાયેલા જૈન, લેસ્ટર અંગે તેઓએ અમોને ઘણું પ્રોત્સાહન પૂરું પાડેલું. અમારો સંપર્ક ત્યાર પછી ગાઢ બનતો ગયો અને સન્ ૧૯૮૮માં જૈન સેન્ટરની પ્રતિષ્ઠા વખતે હાજર રહી યોગ્ય માર્ગદર્શન આપેલું. પ્રતિષ્ઠા પછી પણ જ્યારે જ્યારે મુંબઈ આવવાનું થયું છે ત્યારે તેઓની સાથે વિતાવેલી પળો અવિસ્મરણીય બની રહી છે. તેઓ મારી સાથે જ્ઞાનગોષ્ઠી, જૈન સમાજના પ્રશ્નો, સાહિત્ય અને જેન એકેડેમીક શિક્ષણ અંગે ચર્ચા-વિચારણા કરી પ્રોત્સાહિત કરતાં. તેઓની સાથે મુંબઈ યુનિવર્સીટીમાં ચાલી રહેલા જૈન તત્વજ્ઞાનનાં અભ્યાસ અંગે પણ વાર્તાલાપ થતો. તેઓની આ અશુભ વિદાયથી આપના કુટુંબને તથા “પ્રબુદ્ધ જીવન” પરિવારને વસમું તો લાગશે જ પરંતુ ભારત અને ભારત બહાર રહેલા જૈન સમુદાય તથા સંસ્થાઓને વણપુરાયેલી ખોટ મહેસૂસ થયા વગર નહિ રહે. મારા પત્ની શ્રીમતી ભાનુબેને પણ આ સમાચારથી ઘણો જ આઘાત તથા દુઃખ અનુભવ્યું છે. શ્રી રમણભાઈએ પૂરી પાડેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાની કેસેટો તેમની પાસે ઉપલબ્ધ છે જેનાથી તેઓ તેમના ધર્મ શિક્ષણમાં વૃદ્ધિ કરી રહ્યાં છે. આયુષ્ય કર્મ પાસે કોઈનું ચાલી શકતું નથી. પરંતુ પોતાના માનવજીવન દરમ્યાન Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૩૯ કરેલા કાર્યો દ્વારા વ્યક્તિ એવી સુવાસ મૂકતો જાય છે કે તે સુવાસ સદાબહાર બની ફોરમ બનીને વહ્યા જ કરે છે. શ્રી રમણભાઈ આ રીતે ચિરંજીવી રહેશે. શ્રી રમણભાઈની મહેક તેમનાં સંપર્કમાં આવેલા સર્વ માટે ચિરસ્મરણીય બની રહેશે. તેઓનો આત્મા જ્યાં હોય ત્યાં મહેક પ્રસરાવતો જ રહે અને પ્રભુ તેઓના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના. અમારા વતી, જૈન સમાજ યુરોપનાં ટ્રસ્ટીગણ તથા સભ્યો વતી અને યુ.કેની જૈન સંસ્થાઓ વતી હું પ્રભુને પ્રાર્થના કરું છું કે તેઓના આત્માને શાંતિ પ્રદાન કરે. * * * એક સાચા અને સમર્થ સમાજ સેવકની ખોટ પડી છે શ્રી રમણલાલ શાહનું ૨૪મી ઓક્ટોબર, ૨૦૦૫ના રોજ અવસાન થતાં આપણને એક સાચા અને સમર્થ સમાજ સેવકની ખોટ પડી છે. તેઓએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ તરીકે તથા પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે ઘણી સારી લોકચાહના મેળવી હતી. સચોટ, માહિતીસભર તથા સરળ ભાષામાં લખેલ અધ્યયન કરવા જેવા તેમના લેખોથી સમાજને જૈન ધર્મનું તથા અન્ય વિષયોનું સુંદર સાહિત્ય મળ્યું છે જે ચિરંજીવ છે અને રહેશે. તેઓ ગુજરાતી ભાષાના પ્રોફેસર હોવા ઉપરાંત ઘણા બધા વિષયો ઉપર ઊંડી સમજ સાથેનું પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ ખૂબ સાદાઇથી રહેતા. તેમના સાદા પહેરવેશ સાથેનો તેમનો કપડાંનો બગલથેલો તેમના ટ્રેડ-માર્ક જેવો હતો. હું શ્રી મુંબઈ જેન યુવક સંઘનો આજીવન સભ્ય થયો પછી સને ૧૯૯૨-૯૩ થી શ્રી રમણલાલના અંગત પરિચયમાં આવ્યો. તેમના વિવિધ વિષયોના જ્ઞાન તથા સરળ ભાષામાં તેને રજૂ કરવાની તેમની શૈલીથી હું ખુબ જ પ્રભાવિત થયેલ. તેમનામાં માણસ પરખવાની અને તેમની પાસેથી સમાજ ઉપયોગી કામો લેવાની આવડત હતી. કોઇપણ સમસ્યા હોય તેનો શાંતિથી દરેક પાસાનો ચીવટથી અભ્યાસ કરી યોગ્ય નિર્ણય લેવાની તેમની શક્તિ અજોડ હતી. શ્રી મુંબઈ જેન યુવક સંઘને ટેક્ષ કન્સલ્ટન્ટ તથા લીગલ એડવાઇઝર તરીકે માનદ સેવા આપવાની મારી ઇચ્છાને વાચા આપવા શ્રી રમણભાઇએ મને સંઘના કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સ્થાન જ આપી સેવા કરવાનો મોકો આપ્યો તેનો મને આનંદ છે. || વલ્લભદાસ રામજી ઘેલાણી, શ્રી મું.જે.યુ.સંઘ કારોબારી સભ્ય Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રુત ઉપાસક રમણભાઈ રમણભાઈ અને હું - ઓલિવર દેસાઈ સન ૧૯૫૮માં મારા સસરા શ્રી ટી.જી. શાહનું અવસાન થયું. તેઓ જૈન સમાજના જાણીતા અને અગ્રગણ્ય સમાજસેવક હતા. તેમની સ્મૃતિ સાચવી રાખવા કંઈક કરવું એવી પૂ.બા (ચંચળબા)ની ઈચ્છા હતી. મેં અને મારી પત્ની કંચને એક પુસ્તિકા, જેમાં બાપુજીના જીવનની રૂપરેખા અને તેમના પ્રગટ થએલા લેખોમાંથી અમુક પસંદ કરેલા લેખો છપાવવા એવું સૂચન કર્યું જે પૂ. બાને ગમ્યું. અમારામાંથી કોઈને પ્રકાશનની જરા પણ જાણકારી નહોતી એટલે આ કામ કોને સોંપવું એ એક પ્રશ્ન થઈ પડ્યો. કંચન અને બાએ આ કામ માટે રમણભાઈ ઉપર પસંદગી ઉતારી. તેઓની સાથે બા તથા કંચનને સારા સંબંધ હતા. તેઓની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી યશસ્વી હતી. ઝેવિયર્સ કૉલેજમાં પ્રોફેસર હતા અને પોતાનાં બે પુસ્તકો, એવરેસ્ટનું આરોહણ અને ગુલામોનો મુક્તિદાતા પ્રગટ કરી ચૂક્યા હતા. બાનું સ્વાથ્ય બાપુજીના જવા પછી કથળ્યું હતું. કંચને તેમની સાર-સંભાળમાં અને અમારા બે મહિનાના બાબાની સંભાળ રાખવામાં તેમ જ કોર્ટ કચેરી અને વકીલોની ઓફિસોના ધક્કામાં ખૂબ જ વ્યસ્ત રહેતી એટલે રમણભાઈ સાથે બેસવું, ચર્ચા કરવી, એમની સગવડ સાચવવી એ સઘળું કામ સર્ભાગ્યે મારા ભાગે આવ્યું! આવે ત્યારે પંખાની સ્વીચ દબાવવાની અને એક ગ્લાસ પાણી આપવાનું એટલે પત્યુ! પૂ.બાને એમને નાસ્તો પાણી કરાવવાની ખૂબ જ ઈચ્છા થાય. પરંતુ પહેલે દિવસે બાનુ માન રાખવા રમણભાઈએ નાસ્તો કર્યો તે કર્યો પછી નહિ. કયારેય અવાજમાં કે શબ્દોમાં અવિવેકનો અણસાર સુધ્ધા જણાય નહિ અને કયારેય પેલુ મળતાવડુ અને ગમી જાય એવું સ્મિત દૂર થાય નહિ. અભુત કૂનથી એમણે નાસ્તો ટાળ્યો! બાકી બાના આગ્રહમાંથી છૂટવું એ લગભગ અશક્ય જ હતું. બાપુજીએ જુદા જુદા લેખોમાં પોતાના જીવનના ઘણા પ્રસંગો આલેખ્યા હતા અને ઠેકઠેકાણે બીજી નોંધો પણ કરી હતી તે કંચને એકઠી કરી રાખી હતી પણ તે બધાને સમય પ્રમાણે ગોઠવવા અને વચ્ચેની ખૂટતી કડીઓ ગોતી સાંકળવાનું કાર્ય અઘરું હતું. કંચન પોતાને જ ખબર હોય તે માહિતી આપતી પરંતુ બાને પૂછયા વગર કામ ચાલે તેવું લાગતું નહોતું ત્યારે બાને જૂની વાતો યાદ કરાવી દુઃખ પણ પહોંચાડવું નહોતું! કરવું શું? Page #401 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૪૧ રમણભાઈનો એવો આગ્રહ હતો કે પોતાના જ હસ્તાક્ષરમાં બાપુજીનું લખાણ જયાં જોડણી અથવા વિરામ ચિહ્નોની ભૂલો હોય તે સુધારી, જરૂર હોય તેટલી ઓછામાં ઓછી કાપકૂપ કરી એક સ્વચ્છ પ્રેસ કૉપી તૈયાર કરવી. એક દિવસ પોતે નિર્ધારેલું લખાણ પતાવી તેમણે ફાઉન્ટન પેન બંધ કરી ગજવામાં મૂકી. મુઠ્ઠી બે ચા૨ વા૨ ઉઘાડ બંધ કરી આંગળાને આરામ આપ્યો. બાજુમાં બા એક ખુરશી ઉપર બેઠાં હતા. તેમને ધીમે રહીને પૂછ્યું, ‘“બા, આ લેખમાં વાંચ્યુ કે તમે કરાંચીમાં આખી રાત કાળી ચૌદશની રાતે ચોકી કરી હતી. તમને જરાય ડર ન લાગ્યો ?'' પ્રયત્નપૂર્વક સમતા ધારણ કરીને બેઠેલા બાની આંખમાં તેજ આવ્યું તેમણે સહેજ દબાયેલા ગંભીર અવાજમાં તે પ્રસંગનુ વર્ણન ક૨વા માંડ્યું. જેમ જેમ એ વાત કરતા ગયા તેમ તેમ અવાજ ખુલતો ગયો.' તેમણે વાત પૂરી કરી એટલે રમણભાઈ પૂછ્યું કે ‘બા, તમે આવું કામ માથે લો તો બાપુજી ના ન પાડે ?’' બા કહે “જરાય નહિ. એમને તો કોઈ ડરે તો જરાય ન ગમે.’' અને પછી બા બાપુજીની વાતોએ ચડયા. રમણભાઈની સમયમર્યાદા કયારની વીતી ગઈ હતી પણ તેઓ જરાય અકળાયા નહિ. ધીરજપૂર્વક અને રસપૂર્વક સાંભળતા રહ્યા. એકાદ સવાલ પૂછીને વાતને પોતાની મનગમતી દિશામાં વાળી લે. બીજે દિવસે પણ એ જ પ્રમાણે સિફતથી અને કૂનેહપૂર્વક જે જાણવું હતું તે જાણી લીધું, બાને જરાય દુઃખ ન થાય તેવી રીતે !! હું અને કંચન છક્ક થઈ ગયાં. બાપુજીની જીવનકથા રમણભાઈએ સ-રસ લખી આપી. માનવસ્વભાવની તેમની સૂઝ સમય જોઈને અમે તેમને મનોમન સલામ કરી! મેં પહેલા કહ્યું તેમ, બાપુજીના કાવ્યોને પુસ્તકમાં સ્થાન ન આપવુ એવો મારો મત હતો. રમણભાઈ મને કહે ‘‘લીવરભાઈ, તમને નથી ગમતા તે હું જાણું છું.'' હું સાવધ થયો. ‘“મને તેમાં કયાંય કાવ્ય નથી જણાતું’’ મેં કહ્યું “પેલું સ્મિત એમના હોઠ પર રમતું થયું, કદાચ તમારી વાતને સાચી માની લઈએ તો પણ એમા ટી.જી. શાહ તો સ્પષ્ટ દેખાય છે.'' તેમની વાતમાં તથ્ય હતું. અમે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કાવ્યોનું સંકલન નહોતા કરતા -ટી.જી. શાહની સ્મૃતિ જાળવવાનો પ્રયત્ન કરતા હતા. આવા તો અનેક પ્રસંગો બન્યા. ‘જીવન-દર્પણ’’ એક સુંદર પુસ્તક બન્યું. જેણે જોયું તેને ગમ્યું, જેણે વાંચ્યુ તેમણે મ્હાણ્યું - કાવ્યો સહિત! અંત સુધી તેઓ મારા મિત્ર રહ્યા, તેને હું મારું સદ્ભાગ્ય માનું છું. જ્યારે સહારાની જરૂર પડે ત્યારે પડખે ઊભા જ હોય. પ્રેમ કરવાની અજબની શક્તિ હતી તેમનામાં, જીવનના શેષ વર્ષોમાં તેમના સંસ્મરણો વાગોળવાનું ખૂબ ખૂબ ગમશે મને ! Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૨ શ્વત ઉપાસક રમણભાઈ આદરણીય ડૉ. રમણભાઈ | રશ્મિભાઈ ઝવેરી પ્રબુદ્ધ ડૉ. રમણભાઈનો પરોક્ષ પરિચય “પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત એમના અગ્રલેખો દ્વારા થયો હતો. આગમ રૂપી અર્ણવમાંથી નાના નાના સૂત્રો રૂપી મોતીઓ ચૂંટી ચૂંટી એની સરળ ભાષામાં કરેલી છણાવટ અને એની જીવનમાં વ્યવહારિક ઉપયોગિતા દર્શાવતી શૈલીથી અવિસ્મરણીય બની રહ્યા છે. મહાત્માઓના જીવનચરિત્રો, સાંપ્રત પ્રવાહના લેખો, “પોકીમાન' જેવા અત્યાધુનિક વિષયો સાથે તત્ત્વજ્ઞાન અને દર્શનના ગહન વિષયો પરના એમના અગ્રલેખો સંગ્રહણીય છે. મારા જેવા અબુધને પણ એક-બે લેખ લખવા પ્રેરણા આપી હતી અને પ્રકાશિત કર્યા હતાં. છેલ્લાં ૬/૭ વર્ષથી “શ્રી મુંબઈ જેન યુવક સંઘ'ની વ્યાખ્યાનમાળામાં પ્રવચન આપવા માટે હંમેશાં ઉત્સાહિત કરતા. પ્રવચનના વિષય માટે પણ સલાહ અને માર્ગદર્શન આપતા. મારા જેવા અને કોને વ્યાખ્યાન આપતા કરવા માટે એમનું યોગદાન અદ્વિતીય છે. - ત્યાગ, તપસ્યા અને જ્ઞાન માટે એમને અત્યંત આદર હતો. મારા સ્વ. પિતાશ્રી પૂ. જેઠાભાઈ સાકરચંદ ઝવેરીએ ૧૯૯૩માં સંથારો કર્યો હતો ત્યારે એમને મળવા પૂ. તારાબેન સાથે ત્રણ માળા ચડીને આવ્યા હતા અને જ્ઞાનગોષ્ઠી કરી હતી. * * * તેમના અનેક ગુણો ફરી ફરી યાદ આવે છે. પૂ. રમણભાઈની ખોટ મને ઘણી મોટી લાગી છે. ઈશ્વર તેમના આત્માને અપૂર્વ શાંતિ આપે. મારી વય ૭૯ છે. “પ્રબુદ્ધ જીવન'ના છેલ્લા અંકમાં આપનો સ્વ. રમણભાઈ પરનો લખેલો લેખ મને ખૂબ ગમ્યો છે. અને તેમના અનેક ગુણો ફરી ફરી યાદ આવે છે. તેમના અનેક સગુણોના કારણે મારા પિતાશ્રી પરમાનંદભાઈને તેમના માટે ખૂબ માન હતું. મિતાબેન પ્રકાશ ગાંધી Page #403 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ જ્ઞાની, નિરાભિમાની D સૂર્યવદન જવેરી પૂજ્ય રમણકાકા હવે આપણી વચ્ચે રહ્યાં નથી. પરંતુ એમની કૃતિઓથી આપણી વચ્ચે જીવંત છે. ૩૪૩ એઓશ્રી એમને ફાળે આવેલું નિર્માણકાર્ય પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક પ્રામાણિકપણે નિભાવી ગયાં. જીવન જીવી નહિ ગયાં બલ્કે જીવન જીતી ગયાં. પ્રાપ્ત મન, વચન, કાર્યયોગને યથાર્થ રીતે સાર્થક કરી ગયા. સાથે સાથે અગણિત વ્યક્તિઓને જીવન આદર્શ પૂરો પાડી જીવન જીવવાની કળા શીખવી ગયા. મુંબઈ વિદ્યાપીઠના આચાર્ય તરીકે અનેક વિદ્યાર્થીઓના સંસ્કાર ઘડત૨ ક૨વા સાથે ‘પ્રબુદ્ધ જીવન’ના પાઠકોનું પણ ઘડતર સુંદર લેખનકાર્ય દ્વારા કરતા ગયા, તે એમનું સમાજને આગવું યોગદાન છે. પૂર્વ પુણ્યોદયે એઓશ્રીને સંસ્કાર ઘડતરનો નિર્દોષ નિષ્પાપ પુણ્યવ્યવસાય સાંપડ્યો હતો તે તેમના અહોભાગ્ય હતા અને આપણા ધનભાગ્ય હતાં કે એમને મેળવવા ભાગ્યશાળી થયા. જૈન તત્ત્વદર્શનના લેખો દ્વારા શ્રમણ સંસ્થાને પણ ‘પ્રબુદ્ધ જીવન' પ્રતિ આકર્ષી એના પાઠક બનાવવાનું શ્રેય એમના ફાળે જાય છે. ઘણા બધાં ગ્રંથોનું દોહન કરીને જૈન તત્ત્વજ્ઞાનનું દુગ્ધપાન સ્વયં કરાવતા જ રહ્યાં પરંતુ સાથે સાથે જૈન સંઘની આગવી પ્રતિભાઓને ખોળી કાઢી એ પ્રતિભાશાળી વ્યક્તિઓને પણ ‘પ્રબુદ્ધ જીવન'ના માધ્યમથી પ્રકાશમાં લાવવાનું પૂનિત કાર્ય એઓશ્રી દ્વારા થયું છે. તે એટલે સુધી કે જૈનાચાર્યોને પણ ‘પ્રબુદ્ધ જીવન' સામયિક માટે લેખો લખાવવા એઓશ્રી યશસ્વી રહ્યાં. દ્રવ્યાનુયોગના પંડિતશ્રી પનાલાલ જ. ગાંધી કે જેઓશ્રી જૈન તત્ત્વદર્શનનું આગવું જ્ઞાન ધરાવતા હોવા છતાં જૈન સંઘમાં અજ્ઞાત હતાં, એઓશ્રીના જ્ઞાનની પરખ કરીને એમને પણ પ્રકાશમાં લાવવાનું શ્રેય એ પૂ. રમણકાકાના ફાળે જાય છે. એઓશ્રી હોત નહિ તો પંડિતશ્રી પનાભાઇનું તત્ત્વજ્ઞાન એમની સાથે જ અસ્ત પામ્યું હોત. ‘ત્રૈકાલિક આત્મવિજ્ઞાન’, ‘સ્વરૂપ મંત્ર’ અને ‘સ્વરૂપ ઐશ્વર્ય’ યાને ‘કેવળજ્ઞાન અનુપ્રેક્ષા' જેવાં ગ્રંથો મેળવવા જૈન સંઘ ભાગ્યશાળી થયો તેનું શ્રેય પ્રબુદ્ધ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શ્રત ઉપાસક રમણભાઈ જીવન સામયિક અને એના તંત્રીશ્રી રમણલાલ ચી. શાહને છે. કંઈક જ્ઞાની મહાત્માઓના ગાઈડ-માર્ગદર્શક બન્યા તેથી જૈન દર્શનને લગતા જુદા જુદા વિષયો ઉપર દળદાર નિબંધગ્રંથો મેળવવા જૈન સંઘ ભાગ્યશાળી થયો અને તે વ્યક્તિવિશેષોને ડૉક્ટરેટની ઉપાધિ મળી એમાં એઓશ્રીનો સિંહફાળો છે. જૈન યુવક સંઘ સંસ્થાના માધ્યમે એઓશ્રીએ જે પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સુંદર આયોજન કર્યું અને પ્રબુદ્ધ જીવન સામાયિકને જન જન સુધી પહોંચાડવાનું પુનિત કાર્ય કર્યું છે તે અવિસ્મરણિય છે. એ કાર્ય હવે એઓશ્રી પછી કરનાર હાલ તો કોઈ નજરે ચડતું નથી. પરંતુ બહુરના વસુંધરા'ના ન્યાયે એમનો સંતતિ યોગ એઓશ્રીની કંડારાયેલી કેડીએ ચાલુ રહેશે અને ચાલુ રહેવો જોઈશે. બાકી તો એ જ્ઞાની, સુખી, સંપન્ન છતાં નિરાભિમાની, નિખાલસ અને પીઠ થાબડીને પ્રોત્સાહિત કરનાર પ્રોત્સાહકની ખોટ તો અવશ્ય સાલશે જ ! સ્મરણ પુષ્પ સ્વ. ડો. રમણભાઈ ચીમનલાલ અમૃતલાલ શાહ એક બહુમુખી પ્રતિભા ધરાવતા જૈન વિદ્વાન હતા. અમારા ટ્રસ્ટ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અમારી તેમની જોડે પરિચય થયેલો. તેઓશ્રી તથા તારાબહેનને જ્યારે મળવાનું થતું ત્યારે મારાં ધર્મપત્નીના ખબરઅંતર અચૂક પૂછતાં અને રમણભાઈ પૂછતા કે માલતી કેમ છે અને તારાબહેન કહેતાં કે મહાલતી કેમ છે! છેલ્લે તેઓ મલબારહિલથી મુલુંડ રહેવા આવ્યા તે દરમિયાન જાન્યુઆરી૨૦૦૫માં લાયન્સ ડિસ્ટ્રિક્ટ-૩૨૩-એ ૨ની રિજિયન કોન્ફરન્સમાં તેમને તથા તારાબહેનને મળવાનું થયું હતું. પાસપોર્ટની પાંખે'ના પુસ્તકો વાંચતા ઘણી નવી વિગતો જાણવા મળે અને તે માહિતીઓ પ્રવાસમાં ઉપયોગી થતી અને વારંવાર વાંચવાનું મન થતું. તેમના જવાથી જૈન સમાજે પ્રખર વ્યાખ્યાતા, સાહિત્યકાર અને કેળવણીકાર ગુમાવ્યા છે. D લાયન પ્રફુલ કાંતિલાલ શાહ, ઘાટકોપર Page #405 -------------------------------------------------------------------------- ________________ ભુત ઉપાસક રમણભાઈ ૩૪૫ આને જીવ્યું કહેવાય? I પ્રા. અરુણ જોષી પાસપોર્ટની પાંખે વિહરવા જતા શ્રી રમણભાઇની આપણે પ્રતીક્ષા કરતા. પ્રવાસેથી આવીને પોતાના આગવા આયોજન અને આકર્ષક શૈલીથી આપણને પણ પોતે અનુભવેલા આનંદના સહભાગી બનાવતા, પરંતુ હવે તેઓ અનંતની યાત્રાએ ઊપડી ગયા છે. પાછા ફરવાના નથી તેથી આપણે સવિશેષ ચિંતામગ્ન અને શોકગ્રસ્ત થયા છીએ. કાળની કેડીએ અદ્વિતીય કક્ષાના શ્રી રમણભાઈ સાથે થતું કિંચિત સમય પસાર કરવાનો અનન્ય લાભ મને મળ્યો છે; જેને હું મારું સદ્ભાગ્ય સમજું છું. મને તેમનો પ્રથમ પરિચય પ્રથમ સાહિત્ય સમારોહ વખતે મહુવા મુકામે થયો. શ્રીમતી તારાબહેન સાથે તેમને જોયા ત્યારથી હું તેમનો ગુણાનુરાગી બન્યો. પછી તો અનેક સમારોહ યોજાયા. તેમણે દરેક વખતે મને નિમંત્રણ પાઠવેલ અને નિબંધ-વાંચનની તક પણ આપેલ. સંયોજક તરીકે તેમની વ્યવસ્થાશક્તિ અભુત હતી. સમારોહ દરમ્યાન તેમની સાથે કચ્છનાં પાંચ તીર્થોનાં દર્શન કરવાની પણ તક મળેલી. સમારોહનાં સ્થળોએ પૂજ્ય ભગવંતોના દર્શનનો લાભ પણ મળતો તથા પૂ. સાધુ-સાધ્વીઓનો શ્રી રમણભાઈ પ્રત્યેનો વાત્સલ્યભાવ પણ જોવા મળતો. મુંબઈ વિશ્વ વિદ્યાલયના ગુજરાતી ભાષા વિભાગના અધ્યક્ષ તરીકે તેમનું યોગદાન યશસ્વી રહ્યું. તેમની વિદ્વતાને કારણે વિશ્વની PE.N. કલબનાં અધિવેશનોમાં તેમને હાજર રહેવાની અને નિબંધ વાંચનની તક સાંપડેલી. આ અદ્વિતીય ગણાય તેવું સભાગ્ય પ્રાપ્ત થવાને કારણે તેમને વિશ્વ-પરિભ્રમણનો અનેકવાર લાભ મળ્યો. તેમણે કરેલા પ્રવાસોનું તેમણે સુંદર આલેખન કરી પાસપોર્ટની પાંખેના ત્રણ ભાગ પ્રકાશિત કર્યા જે વાંચવાથી વાચકને પણ સંતર્પક રીતે પોતે પ્રવાસ કર્યો હોય એવો અનુભવ થઈ શકે છે. શ્રી રમણભાઈ આ પ્રવાસ વર્ણનોથી ખૂબ જ જાણીતા બન્યા. એન.સી.સી.ના ઑફિસર પદે રહીને પણ પોતાને થયેલા મિલિટરી જીવનના અનુભવો તેમણે આલેખ્યા જે પણ વાંચવા જેવા છે. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૬ શ્રત ઉપાસક રમણભાઈ લેખક તરીકે તેમની શૈલી આડંબરરહિત છે. તેમનું ગદ્ય સૂક્ષ્મ બાબતોને પણ સરસ રીતે વ્યક્ત કરે છે. પાસપોર્ટની પાંખે'માં તેમણે દરેક પ્રકરણને સ્વયં પર્યાપ્ત રીતે આલેખી એક નવો જ અભિગમ અખત્યાર કર્યો અને “મુક્તક'ની જેમ એક જ પ્રકરણ ભરપૂર આનંદ આપે એ રીતે નિરૂપીને વાચકોની અભિરુચિ ઉપર પકડ જમાવી. તેમના ગંભીર ગણી શકાય એવા નિબંધોની વાત કરીએ તો આપણને તેમની સર્વગ્રાહીતાનો ખ્યાલ આવશે. દરેક લખાણ એટલું સંપૂર્ણ હોય કે ક્યાંય કશી કચાશ લાગે જ નહીં. “જિન-વચન', “અધ્યાત્મસાર', “પ્રબુદ્ધ જીવન'ના તંત્રીપદે લખાયેલ લેખો વગેરે તેમની ગહન–વિદ્વતાનો પરિચય આપે છે. તેમણે આલેખેલ વ્યક્તિચિત્રો પણ એટલા જ અમર બની ગયાં છે. તાજેતરમાં તેમણે દોરેલાં પ. પૂ. સ્વ. શ્રી ધર્મસૂરિશ્વરજી મહારાજ કે શ્રી સ્વ. મફતકાકાનાં જીવનવૃત્તાંતનો આ બાબતનો ખ્યાલ આપશે. આ લખાણોમાં તે તે મહાનુભાવો સાથેના તેમના ગાઢ સંબંધને પણ જોઈ શકાય છે. આવા મહાનુભાવોના પ્રીતિપાત્ર બનનાર શ્રી રમણભાઈ માનવ તરીકે ખૂબ જ સરળ અને નિખાલસ હતા. વેપાર વાણિજ્ય સાથે સંકળાયેલ કોમમાં ઊછર્યા છતાં તેઓ વિત્તપ્રેમીને બદલે વિદ્યાપ્રેમી બન્યા. દેશ-દેશાવરમાંથી તેમના જ્ઞાનનો લાભ લેવા જિજ્ઞાસુઓ આવતા. પૂ. સાધુ-સાધ્વીજી મહારાજો પણ તેમની પાસે અભ્યાસ કરીPh.Dસુધીની ઉપાધિ મેળવતા. મહાશાળાની કારકિર્દી દરમ્યાન ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમને સાંપડ્યા. પોતાનાં સંતાનોને પણ તેમણે સરસ કેળવણી આપી જીવનમાં યશસ્વી બનાવ્યા. શ્રી રમણભાઇની વિદ્યા-સાધના પૂ. બહેનશ્રી તારાબહેનની વિદ્વતાને કારણે ખૂબ જ પાંગરી. વિદ્યાજગતમાં શોભતું તેમના જેવું દંપતી ભાગ્યે જ જોવા મળે. બંને ગુજરાતી સાહિત્યમાં તો પારંગત જ પણ જૈન ધર્મ-સાહિત્યમાં પણ એટલા જ નિપુણ. પર્યુષણ વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ તરીકે પણ શ્રી રમણભાઈ કાયમ યાદ રહેશે. ભિન્ન ભિન્ન વર્ગના નામના પાત્ર વિદ્વાનોને નિમંત્રી પર્યુષણ દરમ્યાન જે જ્ઞાનયજ્ઞનો તેમણે લાભ આપ્યો છે તે ભાગ્યે જ ભૂલાશે. શ્રી રમણભાઇનો એક ઉપકાર હું તો ક્યારેય નહીં ભૂલું. બન્યું એમ કે પાર્શ્વનાથ શોધ સંસ્થાન-વારાણસીના પુસ્તક “ઉત્તરધ્યયન સૂત્ર-પ અધ્યયન (લે. ડૉ. સુદર્શનલાલ જેન)નો અનુવાદ કરવાની મેં તૈયારી દર્શાવી. ડૉ. સુદર્શનલાલજીએ પુસ્તક સંસ્થા છપાવી આપશે એમ ખાતરી આપી. આથી Page #407 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૩૪૭ પ્રોત્સાહિત થઈ એ પાંચસો પૃષ્ઠવાળા પુસ્તકનો ગુજરાતી અનુવાદ તૈયાર કરી સંસ્થાને મેં મોકલી આપ્યો. વીસ વર્ષ સુધી આ બાબતમાં કશી જ પ્રગતિ થઈ નહીં. મેં પણ આશા છોડી દીધી. પરંતુ બન્યું એમ કે શ્રી રમણભાઈ પોતાના મિત્ર શ્રી બિપીનભાઈ જેન સાથે એ સંસ્થાની મુલાકાતે વારાણસી ગયા અને ત્યાં તેમણે મારા લખાણને જોયું. ધનના અભાવે પ્રકાશન થઈ શકેલ નથી એમ જાણવા મળ્યું ત્યારે એ જ વખતે શ્રી બિપીનભાઈ જેને માતબર રકમનું દાન પુસ્તક પ્રકાશન માટે જાહેર કર્યું અને આમ રમણભાઇના મિત્ર દ્વારા મારા લખાણને પ્રકાશિત થવાની તક ચમત્કારિક રીતે પ્રાપ્ત થઈ. જો શ્રી રમણભાઈ પોતાના મિત્ર સાથે સંસ્થાની મુલાકાતે ન ગયા હોત તો આજેય મારું લખાણ અપ્રકાશિત હોત ! આ બાબત હું કાયમ શ્રી રમણભાઈ તથા એમના મિત્રનો ઋણી રહીશ. જેન સાહિત્ય સમારોહને કારણે મને અનેક વિદ્વાનોને મળવાની તક મળી હતી. સર્વશ્રી અગરચંદ નાહટા, શ્રી જોહરીમલ, હરિવલ્લભ ભાયાણી, હસમુખભાઈ માલવાણીયા, ભોગીલાલ સાંડેસરા જેવા મૂર્ધન્ય વિદ્વાનોને નજીકથી મળવાની તક મારે માટે બહુમૂલ્ય છે. શ્રી રમણભાઈ બહુ આયામી પ્રકારનું જીવન જીવી ગયા. પૂર્વ સુકૃતને કારણે તેમને જીવનમાં સુંદર તકો પ્રાપ્ત થઈ. આજે તેઓ અનંતની યાત્રાએ નીકળી ચૂક્યા છે. પરમ પૂજ્ય તીર્થકર ભગવંતોની કૃપાનો તેમને લાભ મળે અને જીવન નૌકાનાં હલેસાં એકલે હાથે સંચાલિત કરવામાં પૂ. શ્રી તારાબહેનને શક્તિ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા વ્યક્ત કરી વિરમું છું. અંતમાં એટલું જ કે શ્રી રમણભાઈ આને જીવ્યું કહેવાય એવો સંદેશો પછીની પેઢી માટે મૂકતા ગયા છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ કાર્યરત રહ્યા અજાતશત્રુ, નિખાલસ, સદાય હસતો તેમનો ચહેરો ભુલાય તેમ નથી. “પ્રબુદ્ધ જીવન' જૈન તત્ત્વજ્ઞાનની મીઠી વિરડી જેવું તેમણે બનાવ્યું. તેમના દરેક પ્રકારના લેખો ખૂબ જ સરળ – ઊંડાણભર્યા તથા રસપ્રદ રહેતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ કાર્યરત હતા. પ્રબોધ કોઠારી-સુદર્શના પી. કોઠારી, મુંબઈ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રત ઉપાસક રમણભાઈ શ્રત-ઉપાસક જનષિ રમણભાઈ 1 ગુણવંત બરવાળિયા પૂ.રમણભાઈની વિદાયથી જૈનસાહિત્ય જગતનો એક તેજસ્વી તારલો વિલય પામ્યો. જૈનસાહિત્ય સમારોહ વખતે વિદ્વતવર્ય રમણભાઈ સાથે કેટલોક સમય ગાળવા મળ્યો, જીવનની તે ઉત્તમ ક્ષણો વારંવાર વાગોળવાનું મન થાય તેવી હતી. જિનતત્ત્વોના ગહન રહસ્યો સરળભાષામાં સમજાવે અને કોઈપણ નિબંધ કે શોધપત્ર તૈયાર કરતી વખતે કેવી રીતે વિષયના ઊંડાણમાં જવું તે સલાહ આપે. સાહિત્ય સમારોહ પછીનીતીર્થ યાત્રામાં રમણભાઈ સાથે જે જે તીર્થ સ્થળોની યાત્રા કરીએ ત્યારે તે મંદિરોની સ્થાપત્યકલા, જિનબિંબો વગેરેની ખૂબ જ રસપ્રદ વાતો કહે. ત્રણ વર્ષ પહેલા અમે સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન રિસર્ચ સેંટર દ્વારા પૂ.નમ્રમુનિજી પૂ. બાપજી, ડૉ. પૂ. તરુલતાજી આદિ સંતસતીજીઓની નિશ્રામાં કલ્પતરુ સાધના કેન્દ્ર મિયાગામ કરજણમાં પ્રથમ જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કર્યું, પચાસેક જેટલા વિદ્વાનો – જૈનસાહિત્યકારો ઉપસ્થિત હતાં. મુ. શ્રી રમણભાઈએ સમાપન બેઠકનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. “પુદ્ગલ પરાવર્ત' જેવા અતિ ગંભીર ગહન વિષય પર એમનું પ્રવચન અદ્ભુત હતું. રમણભાઈએ જ્ઞાનસત્રના સમ્રગ આયોજન માટે સંતોષ વ્યક્ત કર્યો હતો. પંદરમી ઑગષ્ટ બે હજાર પાંચના અમારા સેંટર દ્વારા મુલુંડમાં ‘ઉવસગ્ગહરં શ્રત એવૉર્ડ'નો એક કાર્યક્રમ રાખવામાં આવેલ, અમે તેમાં ઉપસ્થિત રહેવા ડૉ. રમણભાઈને નિમંત્રણ આપેલ થોડા દિવસ પછી મુ. રમણભાઈનો ફોન આવ્યો. તમારું નિમંત્રણ મળ્યું, તમારા કાર્યક્રમમાં આવવાનું પૂ.સંતો સતીજીઓ દર્શન કરવાનું ઘણું મન છે પરંતુ અશક્તિ અને નબળાઈ ઘણાં છે તો હું ત્યાં આવી શકીશ નહીં પરંતુ, એવૉર્ડ એનાયત સમારોહ પૂરો થયા પછી વિદ્વાનો અને મહાનુભાવોને લઈને તમે મારા ઘરે જરૂર આવો, બધાને મળવાનું મને ગમશે.” જૈન મહાસંઘના પ્રમુખ શ્રી પ્રાણભાઈ, જૈન કોન્ફરન્સના પ્રમુખ શ્રી મગનભાઈ, ડૉ. કુમારપાળ સહિત દસેક મહાનુભાવો અને વિદ્વાનો સાથે અમે રમણભાઈને ઘરે પહોંચ્યા, એક કલાક સુધી ધર્મ અને સાહિત્ય વિષયક ચર્ચા Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ચાલી. તારાબહેને બધાને આઈસ્ક્રીમ ખવરાવ્યો. જતાં જતાં મેં.મુ. શ્રી૨મણભાઈને જ્ઞાનસત્ર-૩ તા.૩ અને ૪ ડિસેમ્બરે ઘાટકોપર મુકામે યોજવાનું નક્કી કર્યું છે તેની વિગતો સાથે જ્ઞાનસત્રની એક બેઠક સંભાળવા વિનંતી કરી તેમણે તબિયતને કારણે વધુ સમય બેસી શકાતું ન હોવાથી બેઠક તો સંભાળી શકાશે નહિ પરંતુ, હાજરી જરૂર આપીશ તેમ કહી જણાવ્યું કે ‘જૈનસાહિત્ય જ્ઞાનસત્ર તમે પ્રતિવર્ષ યોજો છો તે શૃંખલા ચાલુ રાખો. આ પ્રવૃત્તિ મહત્ત્વની અને જરૂરી છે. મારી તબિયતને કારણે કદાચ હવે હું સાહિત્ય સમારોહ યોજી નહિં શકું, તો આ કામ તમે ચાલુ રાખો, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મારું માર્ગદર્શન તમને જરૂર મળશે જ, મારી તમને શુભેચ્છા છે. વળી પૂ.નમ્રમુનિ જેવા સમર્થ સંતના તમને આશીર્વાદ છે અને પ્રવીણભાઈ, રસિકભાઈ જેવા તમારી સાથે ટીમવર્કમાં જોડાયેલા છે માટે આ પ્રવૃત્તિ ચાલુ રાખજો.’ ‘આપની શુભેચ્છાથી આ કાર્યમાં સાતત્ય જળવાશે, આપે અમારા ઉત્સાહમાં વધારો કરી આત્મવિશ્વાસના અમૃતનું સિંચન કર્યું છે,' મેં કહ્યું. પૂ.રમણભાઈના એ શબ્દોથી આ કાર્ય પ્રત્યે અમારી શ્રદ્ધા વધી અને નવું બળ મળ્યું. આમ કેટલીય વ્યક્તિઓને તેઓ સપ્રવૃત્તિ માટે પ્રેરતા હતા. ૩-૧૨-૦૫ના તૃતીય જૈનસાહિત્ય જ્ઞાનસત્રમાં રમણભાઈ આપણી વચ્ચે નહોતા. ૩-૧૨-૦૫ મુ. રમણભાઈનો ૮૦મો જન્મદિવસ અને જ્ઞાનસત્રનો ઉદ્ઘાટન સમારોહ, આ સમારોહમાં અમે જ્ઞાનસજ્ઞ ૨માં થયેલા શોધપત્રો અને નિબંધોનો સંગ્રહ રજૂ જ્ઞાનધારા-૨ ગ્રંથ પૂજ્ય રમણભાઈની પાવન સ્મૃતિમાં તેમને અર્પણ કર્યો. જ્ઞાનસત્રમાં ઉપસ્થિત તારાબેન ૨. શાહ, ડૉ. ધનવંતભાઈ તિ. શાહ અને શૈલજાબેનને મહાનુભાવોના વરદ્ હસ્તે આ ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો. જૈન યુવક સંઘ વ્યાખ્યાનમાળામાં ફંડ એકત્ર કરી યોગ્ય સંસ્થાઓને આર્થિક સહાય કરવાના તેમના ઉમદાકાર્યની આપણે અભિવંદના અને અનુમોદના કરીએ. જેમણે અનેક ગ્રંથોનું લેખન સંપાદન કરી જૈનસાહિત્ય સમારોહના આયોજન દ્વારા, શ્રુતજ્ઞાન સંવર્ધન અને શાસનસેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. સાધુ સંતોના જ્ઞાનાભ્યાસ કાર્ય માટે સતત તત્પર એવા ‘પ્રબુધ્ધ જીવન’ના તંત્રી, સુશ્રાવક અને વિદ્વાન સાહિત્યકાર શ્રુત ઉપાસક જનૠષિને ભાવાંજલિ. રમણભાઈનો પવિત્ર આત્મા મહાવિદેહમાં વિસામો લઈ પંચમગતિ તરફ શીઘ્રાતીશીઘ્ર પ્રયાણ કરે તેવી ભાવનાસહ શ્રધ્ધાંજલિ ! - ૩૪૯ Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રત ઉપાસક રમણભાઈ સર્વ સુકૃતોના અનુમોદક મનીષી પ્રા. પ્રતાપકુમાર જે. ટોલિયા, બેંગલોર “સત્વેષ મૈત્રી, ગુણીષ પ્રમોદની ભાવના સો કોઈના સુકૃતોની અનુમોદના દ્વારા જીવનમાં વણી લેનાર ચિંતક, મનીષી મુરબ્બીશ્રી રમણભાઈના દેહાવસાનના સમાચાર અણધાર્યા જ અને મારી હાલની ગુજરાત યાત્રાને કારણે હમણાં જ મોડા મોડા જાણવા મળ્યા. સુશ્રી વિમલાતાઈને મળીને અમદાવાદ આવતાં બહેનશ્રી ગીતાબેન પરીખ પાસેથી. સહજ જ તેમની આત્મશાંતિ પ્રાર્થના અને વિગત સંસ્મરણોની સૃષ્ટિમાં ખોવાઈ જવાનું બન્યું. યાત્રામાંથી બેંગલોર પરત આવતાં “પ્રબુદ્ધ જીવન'નો ૧૧મો અંક અને શ્રી ધનવંતભાઈનો પત્ર વિગતે બધા સમાચાર આપી રહ્યો. તુરત શ્રી ધનવંતભાઈને કૉલ જોડીને સ્મરણાંજલિ રૂપે આ થોડાશા સ્મૃતિ-શબ્દો લખવા બેઠો છું. પૂ. પંડિતશ્રી સુખલાલજીની છત્રછાયામાં મારું વિદ્યાધ્યયન ઈ.સ.૧૯૫૬થી આચાર્ય વિનોબાજી સાથેની પૂર્વ અને દક્ષિણ ભારતની પદયાત્રાઓ પછી આરંભાયેલું. લગભગ એ જ અરસામાં “પ્રબુદ્ધ જીવન'માં મારા લેખો લખવાનું શરૂ થતાં સ્વ. શ્રી પરમાનંદભાઈ અને સ્વ. શ્રી ચીમનલાલભાઈ સાથેના સંપર્કમાં મુ.શ્રી રમણભાઈનો પણ પ્રેરક પરિચય મને સાંપડતો ગયો. એ વધતો ચાલ્યો. અમારા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર અને કલ્યાણ મંદિર-ભક્તામર સ્તોત્રના રેકર્ડિંગ વેળાએ-રેખા બિલ્ડિંગમાં સ્વ. શ્રી ચીમનલાલભાઈ સાથેની તે વખતની એક મુલાકાતવેળાએ મુ.શ્રી રમણભાઈનું માર્ગદર્શન ઉપયોગી નીવડેલું. એ પછી યુવક સંઘ કાર્યાલય, વિવિધ સાહિત્ય સમારોહ અને જાહેર કાર્યક્રમોમાં તેમને મળવામાં અવનવી પ્રેરણા મળતી રહેતી. આ દરમ્યાન મારું ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનું પ્રાધ્યાપકપદ છોડી બેંગલોર આવીને વસવાનું થતાં અને દક્ષિણમાં હંપીના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સાથે સંબંધ થતાં, પ્રત્યક્ષ અને પત્રવ્યવહાર દ્વારા તેમની સાથે વિચારવિમર્શ વધતો રહ્યો. શ્રી રમણભાઈની ગુણગ્રાહકતા અને અનુમોદનાની ભાવનાના, તેમની નમ્રતા સાથે વારંવાર દર્શન થતાં અને તેમની સાથે દિલ ખોલીને વિચાર વિનિમય કરવાનું ગમતું. આ અનુસંધાનમાં તેઓશ્રીએ જે સ્વ. શ્રી અગરચંદજી નાહટા અને સ્વ. શ્રી Page #411 -------------------------------------------------------------------------- ________________ ક્ષત ઉપાસક રમણભાઈ ૩૫૧ ભંવરલાલજી નાહટા જેવા વિદ્વાનો પાસેથી જાણેલું અને “પ્રબુદ્ધ જીવનમાં લેખરૂપે છાપેલું, તેની તેઓશ્રી આ લખનાર પાસેથી પણ જિજ્ઞાસા અને પ્રમોદભાવે સરળપણે વિચારણા કરતા. ઉપર્યુક્ત શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના સંસ્થાપક અને આ યુગના શ્રીમદ્ રાજચંદ્ર શરણાપન, વિરલ, વિનમ્ર અને ગુપ્ત સાધક શ્રી ભદ્રમુનિ (સહજાનંદઘનજી) વિષે તેમને ભારે જિજ્ઞાસા હતી, એ માટે તેમની સાધનાભૂમિ સંપીની ગુફાઓ જોવા આવવાની ભાવના પણ હતી, પરંતુ તેમની વ્યસ્તતાને કારણે એ કદાચ સંભવ બન્યું ન હતું. હાલમાં થોડા જ સમય પહેલાં શ્રી ભદ્રમુનિજી અને પંડિત શ્રી સુખલાલજી જેવા પ્રેરણાદાતાઓ દ્વારા આ લખનારના હાથે સંપાદન થવો આરંભાયેલો અને વિદુષી સુશ્રી વિમલાતાઈની બાહ્યાંતર સર્વ પ્રકારની સહાયતા દ્વારા સંપન્ન થયેલો વર્ષોના પરિશ્રમ પછી સંપાદિત-પ્રકાશિત થયેલો અમારો એક ગ્રંથ અમે શ્રી રમણભાઈને મોકલ્યો. એ ગ્રંથ “સપ્તભાષી આત્મસિદ્ધિ શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું જ મૂળ ગુજરાતી ઉપરાંત અન્ય છ ભાષાઓમાં કાવ્યમય ભાષાંતર. આ વિષય પરના જ બબ્બે મહાનિબંધોના માર્ગદર્શક એવા શ્રી રમણભાઈએ એ વાંચીને પોતાના હૃદયનો પ્રતિભાવઅનુમોદનાભાવ અમને મોકલ્યો. તેમની પણ આવી સંભાવના પામી અમે ધન્ય થયા. આમ તેમનો ગુણગ્રાહિતાનો અને પ્રમોદભાવનાનો, અન્યોને અનુમોદનાથી નવાજવાનો તેમનો ગજબનો ગુણ અન્ય સૌ કોઈની જેમ અમે પણ અનુભવી રહ્યાં. આ પ્રેરક અને અવિસ્મરણીય ઘટના પછીની હમણાંની બીજી ઘટના છે – લોકકવિગાયક શ્રી દુઃખાયલજી સાથેની સર્વોદય-સંગીત યાત્રાઓ' વિષેના મારા સંસ્મરણ-લેખ અંગેની. મારી બારેક વિદેશયાત્રાઓ-જેન ધર્મપ્રભાવનાની ત્રિવિધ યાત્રાએથીયે વિશેષ મહત્ત્વનો આ લેખ. ભારતની ધરતીની અને લોકજીવનની સમરસતાની આ યાત્રાઓનું મારે મન મોટું મૂલ્ય હોઈને મેં મુ.શ્રી રમણભાઈને એ લેખ “પ્રબુદ્ધ જીવન'માં છાપવા વિનંતિ કરી. તેમણે તરત જ ઉત્સાહિત કરતો પ્રત્યુત્તરવાળતાં અમુક સૂચનો સાથે એ અવશ્ય મોકલી આપવા જણાવ્યું. શ્રી દુઃખાયલ જેવા હિન્દી અને સિંધીભાષી કવિની પણ સર્વોદયી રાષ્ટ્રભાવનાનું શ્રી રમણભાઈને મહત્ત્વ અને મૂલ્ય જણાયું એ તેમની વ્યાપક દૃષ્ટિનું પરિચાયક તત્ત્વ છે. અલબત્ત, તેમણે માગ્યા મુજબનો લેખ મોકલવાનું Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રુત ઉપાસક રમણભાઈ મારી વ્યસ્તતામાં હજી બન્યું નથી અને દરમ્યાનમાં તો તેમણે વિદાય પણ સ્થળરૂપે તો લઈ લીધી, પરંતુ સર્વકોઈની પરિશ્રમભરી સાહિત્ય-કૃતિઓને આવકારવાની એક સહૃદય સંપાદક તરીકેની તેમની ઉદારતા દાદ માગી લે છે. તેમની સાથેના પત્ર-સંસ્મરણો ઘણા છે, પરંતુ અહીં તત્કાળ પૂરતા આટલા, સંક્ષેપમાં પર્યાપ્ત છે. એ અંગત સંસ્મરણોથી યે વિશેષ મહત્ત્વના અને સર્વજનઉપયોગી છે તેમના એ તંત્રી લેખો, કે જેમાં એકબાજુથી જૈન દર્શનનાં તત્ત્વોને તેમણે સરળતાથી સમજાવ્યા કર્યા છે અને બીજી બાજુથી અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓની લોકોપયોગી સેવા પ્રવૃત્તિઓને તેમણે, પોતાને એ સાથે જોડવા પૂર્વક, બિરદાવીને આગળ વધારી છે. તેમની આ બંને બાજુઓ તત્વચિંતનની અને સમાજસેવાની અદ્ભુત રીતે વણાઈને નદીની બે ધારાઓની જેમ સમાંતર વહેતી આવી છે. આ પુણ્યસલિલા ધારાને વહાવનારા મનીષી મુરબ્બીશ્રી રમણભાઈને અને તેમાં સ્નાન કરી પાવન થનારા સૌ પુણ્યાત્માઓને અનેકશઃ અભિનંદન. શું એ પણ કોઈ સાંકેતિક સંયોગ નથી આ પરિવર્તનશીલ વિશ્વનો, કે આ મનીષીના નિવાસનું સ્થાન બદલાયું, પછી કાર્યાલયનું સ્થાન બદલાયું અને છેલ્લે દેશ-દેહાંતરાનું સ્થાન પણ બદલાયું? હવે તેમને પત્ર ક્યા ઠામે લખીશું? કર્યું કુદરતે ખરું પોતાનું જ અંતે, ચિરવિદાય લીધી અમારા એક સંતે. જીવનની મહેકને યાદોમાં પલટાવી યાત્રી ચાલ્યો યાત્રા અનંતે પૂ. રમણભાઈની વિદાયથી જૈન સમાજને મોટી ખોટ પડી ગઈ. - સુશીલા એસ. કપાસી - નીતિના આઈ. કપાસી - સરયૂ પ્રવીણ કોઠારી - પૌલોમિ શાહ - ભારતી દિલીપ શાહ શ્રી આત્મવલ્લભ સ્વાવલંબન મહિલા કેન્દ્ર, મુંબઈ Page #413 -------------------------------------------------------------------------- ________________ થત ઉપાસક રમણભાઈ ૩૫૩ વિરલ સંશોધક અને સંપાદક 1 ડૉ. કનુભાઈ વૃજલાલ શેઠ શ્રી રમણભાઇનો મને પહેલા પ્રથમ પરિચય હું એલ.ડી.ઇન્ડોલોજી, અમદાવાદમાં ઇ. સ. ૧૯૬૪ માં શોધ છાત્ર તરીકે જોડાયો હતો તે પછી ઇ. સ. ૧૯૬૫ ની સાલના મે માસમાં તેઓ પંડિતવર્ય શ્રી દલસુખભાઈ માલવણિયા (ડીરેક્ટર)ને મળવા આવ્યા હતા ત્યારે શ્રી દલસુખભાઇએ મારી ઓળખાણ પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતીમાં રચાયેલા “શૃંગાર મંજરી-શીલવતી રાસ' (જયવંતસૂરિ કત) પર પીએચ.ડી.ની ડીગ્રી માટે મહાનિબંધ તૈયાર કરનાર શોધછાત્ર તરીકે કરાવ્યો તે ગણાવી શકાય. તે વખતથી જ તેમણે મને મારા શોધકાર્ય અંગે માર્ગદર્શન આપી મહાનિબંધ તૈયાર કરવા પ્રેરણા આપી પ્રોત્સાહિત કર્યો હતો. આ પછી તેઓની મુલાકાત અવારનવાર થતી રહી. તે સમયે મારા શોધકાર્યમાં ઊંડો રસ દાખવી મને સતત માર્ગદર્શન આપતા રહ્યા હતા. મહાવીર જૈન વિદ્યાલય', મુંબઇના ઉપક્રમે યોજાયેલ પ્રથમ “જૈન સાહિત્ય સમારોહમાં (તા. ૨૧-૨૨ અને ૨૩ જાન્યુઆરી, ૧૯૭૭) મને આમંત્રણ આપી સંશોધન વિભાગમાં “ફાગુ' કાવ્ય અંગેનો મારો શોધપત્ર રજુ કરવાની તક આપી હતી. તે પ્રસંગથી હું એક સંશોધક તરીકે જાણીતો થયો આ બાબતે હું શ્રી રમણભાઈનો ખાસ આભારી છું. આ પછી “મહાવીર જૈન વિદ્યાલય', મુંબઈના ઉપક્રમે યોજાતા પ્રત્યેક સમારોહમાં મને આમંત્રી, શોધપત્ર રજુ કરવાની તક તેઓ આપતા રહ્યા. અને એ બહાને અમારો સંપર્ક ગાઢ બન્યો. હું જ્યારે પણ અમદાવાદથી મુંબઈ જતો ત્યારે એમને મળી મારા શોધકાર્ય અંગે એમની સાથે ચર્ચા કરી તેઓનું માર્ગદર્શન મેળવતો રહ્યો. તેઓ ઘણા ઉત્સાહપૂર્વક મારા સંશોધનકાર્યમાં રસ લઈ યોગ્ય માર્ગદર્શન આપતા. મારા શોધકાર્ય અંગે પત્ર દ્વારા પણ એનું માર્ગદર્શન સતત મળતું રહ્યું હતું. આમ મારા સંશોધનકાર્યમાં એમના માર્ગદર્શનનો નોંધનીય ફાળો છે. જે માટે હું એમનો સદા આભારી રહીશ. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રત ઉપાસક રમણભાઈ એમના સંશોધન-અધ્યયનનું પ્રત્યેક પુસ્તક તેઓ અચૂક મને મોકલતા જેથી એમના શોધકાર્ય અંગે હું સુપરે માહિતગાર રહ્યો છું. એમના “ગુર્જર ફાગુ સાહિત્યના ગ્રંથમાં કેટલીક માહિતી પૂરી પાડનાર તરીકે મારો ઉલ્લેખ કર્યો છે તે મારા પ્રત્યેના તેમના માન અને પ્રેમનું સૂચક છે. એમના વિપુલ સંશોધન-અધ્યયન અંગે માહિતી આપવાનું અત્રે પ્રસ્તુત નથી પણ એમના સંશોધનકાર્ય અંગે અંગુલિનિર્દેશ કરવાનો પ્રયત્ન કરું છું. એમનું પ્રાચીન–મધ્યકાલીન સાહિત્ય સંશોધન અનેકવિધ વિષયો સાથે સંકળાયેલ છે અને આ પ્રદાન મહામૂલ્યવાન છે. - જીવનચરિત્ર–રેખાચિત્ર–સંસ્મરણના વિષયમાં એમણે લખેલા ગ્રંથોમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી', “હેમચંદ્રાચાર્ય”, “વંદનીય હૃદયસ્પર્શ (ભાગ-૧૨)”, “પ્રભાવક સ્થવિરો (ભાગ-૧ થી ૫)' ઉલ્લેખપાત્ર છે. સાહિત્ય-વિવેચન ક્ષેત્રમાં તેમણે કરેલ કાર્યમાં “ગુજરાતી સાહિત્યનું રેખા દર્શન' (અન્ય સાથે), “નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય', “સમયસુંદર', “ગુર્જર ફાગુ સાહિત્ય', નલ-દમયંતીની કથાનો વિકાસ' નોંધપાત્ર છે. પ્રાચીન–મધ્યકાલીન કૃતિઓનું હસ્તપ્રત પરથી કરેલ એમનું શોધકાર્ય આ ક્ષેત્રમાં કામ કરનાર વિદ્યાર્થી અને વિદ્વાન ને મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડનાર ઉમદા ઉદાહરણરૂપ છે. જેમાં સમયસુંદર કૃત “નલ-દવદંતી રાસ', યશોવિજયજી કૃત “જબૂસ્વામી રાસ', ઉદ્યોતનસૂરિ કૃત ‘કુવલપમાળા', ઋષિવર્ધન કૃત ‘નલરાય દવદંતી ચરિત્ર', ગુણવિનય કૃત “ધન્ના-શાલિભદ્ર ચોપાઈ અને જ્ઞાનસાગર કૃત અને ક્ષમાકલ્યાણ કૃત “બે લઘુરાસ કૃતિઓ' નોંધપાત્ર છે. ધર્મ-તત્ત્વજ્ઞાન ક્ષેત્રે પણ એમનું કાર્ય સરળ ભાષામાં આ વિષયની સમજુતી આપતું હોવાથી અભ્યાસીને ઉપયોગી બની શકે તેમ છે અને અભ્યાસીને જેને ધર્મ–બૌદ્ધ ધર્મ આદિનો સુપેરે પરિચય કરાવનાર છે. જેમાં જૈન ધર્મ' (છઠ્ઠી આવૃત્તિ), “બૌદ્ધ ધર્મ નિહ્નવવાદ', જનતત્ત્વ (ભાગ-૧ થી ૬)', “તાઓ દર્શન', “આધ્યાત્મસાર ભાગ-૧-૨ *તથા અંગ્રેજીમાં લખેલ Shraman Bhagawan Mahavir & Jainism' 2 Jina Vachana' 44 Guuloll બની શકે છે. પ્રવાસી-શોધ-સફરના ક્ષેત્રમાં એમનું આગવું પ્રદાન છે. જે તે સ્થળના એમ કરેલ પ્રવાસનું માત્ર માહિતીપૂર્ણ વર્ણન જ નથી પણ એક સરસ નિબંધ બની Page #415 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૫૫ રહે છે. આ કારણે કે તે લોકોમાં અત્યંત લોકપ્રિય બની રહ્યું છે. ‘પાસપોર્ટની પાંખે–ઉત્તરાલેખન’, ‘પ્રદેશે જય–વિજયના’ નોંધપાત્ર છે. શ્રી રમણભાઈ એક સફળ અને લોકપ્રિય પત્રકાર પણ હતા. ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી તરીકે એમણે લખેલા તંત્રી લેખો અત્યંત લોકપ્રિય નીવડ્યા હતા. તેઓ વર્ષો સુધી મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા તરીકે હતા તે દરમ્યાન અનેક વિદ્યાર્થીઓએ એમનું માર્ગદર્શન મેળવી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. જૈન સાધુ-સાધ્વી સાથે પણ એમને સારો એવો પરિચય હતો. અનેક સાધુ-સાધ્વીને તેમણે અભ્યાસ કરાવ્યો અને એમના માર્ગદર્શન નીચે સંશોધન કાર્ય કરી કેટલાક સાધુ-સાધ્વીએ પીએચ.ડી.ની ઉપાધિ પણ પ્રાપ્ત કરી છે. તેઓ સ્વભાવે સૌમ્ય અને કોઈને પણ ઉપયોગી થવાની ઉદારતા ધરાવનારા હતા. એમના પરિચયમાં આવનાર હર કોઈ વ્યક્તિ એમની ચાહક બની રહેતી. એમની સંશોધન-અધ્યયનની નોંધ દેશ તેમ જ વિદેશમાં પણ લેવાઈ હતી. એમના અવસાનથી પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યના સંશોધન- અધ્યયન ક્ષેત્રે ન પૂરી પડી શકાય એવી ખોટ પડી છે. એક સજ્જન અને સંશોધક તરીકે તે હંમેશા ચિરંજીવી રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એવી અભ્યર્થના. એમના સાંનિધ્યમાં રહી શક્યાં એથી ધન્યતાનો અનુભવ કરવો જોઈએ તેઓએ જીવનભર એમની પાસે જે કંઈ જ્ઞાન હતું તે કોલેજના વિદ્યાર્થીઓને, પીએચ.ડી. કરનારા વિદ્યાર્થીઓને, લેખો દ્વારા અને પુસ્તકો દ્વારા પીરસતા જ રહ્યા. મુંબઈ જેવા શહેરમાં રહીને આટલું બધું લેખનકાર્ય સ્વસ્થ ચિત્તે તેઓ કરી શક્યા તે ખરેખર એમની લેખનશક્તિનો અને અન્યને ઉપયોગી થવાનો પરિચય કરાવ્યો. આવી વ્યક્તિઓને પ્રભુ સમાજને કંઈક પ્રદાન ક૨વા માટે જ મોકલી આવતી હોય છે. આપણે એમના પરિચયમાં આવી શક્યા, એમના સાંનિધ્યમાં રહી શક્યાં એથી આપણે પણ ધન્યતાનો અનુભવ કરવો જોઈએ. હરવિલાસબહેન સર્વોદય પરિવાર ટ્રસ્ટ-પિંડવળ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શત ઉપાસક રમણભાઈ તમૈ શ્રી ગુરવે નમઃ | | ડૉ. રેણુકા જે. પોરવાલ तस्मै श्रीगुरवे नमः । गुरुध्यानं तथा कृत्वा स्वयं ब्रह्ममयो भवेत् । पिण्डे पदे तथा रुपे मुक्तोऽसौ नात्र संशय : । (સ્કંધ પુરાણ ઉત્તર ખંડ-શ્રી ગુરુ ગીતા શ્લો-૧૧૯, પૃ. ૩૫) ભાવાર્થ - આ પ્રમાણે અનન્ય ભાવે (ભક્ત અને ભગવાન વચ્ચેનો ભાવ/સંબંધ) ગુરુનું ધ્યાન કરતાં કરતાં શિષ્ય સ્વયં બ્રહ્મમય બની જાય છે. પિંડમાં, પદમાં અને રૂપમાં તે મુક્ત છે એમાં સંદેહ નથી. સ્કંદ પુરાણમાં ઉત્તર ખંડમાં શિવ પાર્વતી સંવાદ રૂપે આલેખાયેલી શ્રી ગુરુ ગીતા ગુરુના અનન્યાશ્રય સંદર્ભે છે.). વિદ્વતવર્ય ડૉ. શ્રી રમણભાઈ શાહના વિરલ પ્રતિભાપૂંજનું આલેખન તો કદી શક્ય પણ બને પરંતુ એમની સાથે વિતાવેલી આત્મીય ક્ષણોને અંકિત કરવી એ અતિ દુષ્કર. કારણ? સ્મરણ પટ પર પૂર ઝડપે ધસમસતી આવતી એમની યાદો અને સ્મૃતિઓનો અવિરત પ્રવાહ એટલો તો વેગવંત હોય છે કે ઝીલતાં પહેલાં જ સરી જાય. તેમ છતાં મરજીવાને લાધેલ અમૂલ્ય મોતીની જેમ જે કાંઈ હાથ લાગ્યું તેને ભારે હૈયે હું અહીં વર્ણવું છું. મારી એમની સાથેની ઓળખાણ જરા જુદી-એ વિરલ વિભૂતિ રમણભાઈનું નામ હું આચાર્ય બુદ્ધિસાગરજી દ્વારા સ્થાપિત “અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના પ્રમુખ તરીકે વર્ષોથી વાંચતી અને સાથે તેમના દ્વારા લિખિત પ્રસ્તાવનાઓ પણ. અન્ય લેખકોની અભિનવ કૃતિઓમાં વિષયપ્રવેશ કરાવતી તેમની પ્રસ્તાવનાઓ, પ્રતિભાવ કે વિવેચનો ઘણાં વાંચ્યા. તે સમયે હું કલ્પના કરતી કે આવા વિદ્વાન લેખક કેટલા પ્રતિભાશાળી હશે ! વર્ણનાત્મક ધારાવાહિક “પાસપોર્ટની પાંખે'માં સ્વાનુભવોનું વર્ણન કરી એમાં વાચકને તરબોળ કરાવનારની અનુભવ મૂડીનું મુલ્યાંકન થાય ખરું ! એ સમયે મેં મનોમન એમને મારા શ્રદ્ધેય ગુરુ તરીકે સ્થાપી દીધા. કંઈ કેટલાયે ગ્રંથો, વિવેચનો, ચરિત્રો, નિવાપાંજલિઓ, પરિચય પુસ્તકો વગેરેની એમણે રચના કરી છે. જીવનના અંતિમ તબક્કામાં રચાયેલા અણમોલ ગ્રંથો તે શ્રી મહોપાધ્યાયજી દ્વારા રચિત જ્ઞાનસાર અને અધ્યાત્મસારના Page #417 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૩૫૭ અનુવાદ અને વિશેષાર્થ અધ્યાત્મ યોગી શ્રીયુત રમણભાઈ દ્વારા રચિત એ વિશેષાર્થો એટલા અદ્ભૂત છે કે સર્વ ગ્રંથોની માળામાં હિરજડિત પેન્ડન્ટશા દેદિપ્યમાન થઈ ચોમેર પ્રકાશ વેરે છે. એ અણમોલ કૃતિઓ નિહાળીએ કે તુરંત જ ફુરણા થાય કે આનાથી સુંદર કૃતિ સંભવી શકે ખરી ? તેમના ઉચ્ચ કોટિના આવા અનેક ગ્રંથો કેટલીયે પીએચ.ડી. અને ડી.લીટ જેવી ડિગ્રીઓ પામવા સક્ષમ મારે વાત એમની સાથેના પરિચયની કરવાની છે. પરંતુ પ્રારંભમાં જ કહ્યું તેમ સ્મૃતિપટ પર ચિત્રોને પકડું ત્યાં ફરી અદશ્ય થઈ જાય છે. તેમની ઘણી કૃતિઓનું આસ્વાદન તો કર્યું હતું પરંતુ શ્રદ્ધય ગુરુવર્યના દર્શન બાકી હતા. મેં વધુ અભ્યાસ માટે ડો. કલાબહેન શાહનો સંપર્ક કર્યો. ત્યાં તેમના મુખેથી રોજ ડો. રમણભાઈ શાહના ગુણોનું શ્રવણ કરતી. અભ્યાસ દરમ્યાન મને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે શ્રી રમણભાઇના હસ્તક યોજાતા સાહિત્ય સમારોહમાં નિબંધ વાંચન માટે આમંત્રણ મળ્યું. ત્યાં મને કરૂણામયી વાત્સલ્યમૂર્તિ વિદ્વતવર્ય શ્રી રમણભાઈનો પ્રત્યક્ષ પરિચય થયો. મારા વક્તવ્યને સાચો પ્રતિભાવ આપી અમારા સહુમાં એમણે જે આત્મવિશ્વાસ અને નવીન ચેતના જગાડી તે હું કદી વિસરી ન શકું. એમનો નિખાલસ, રમૂજી, મિલનસાર સ્વભાવ અમને સહુને સ્પર્શી ગયો. તેમણે અમને પ્રમાદિત્યા પ્રયત્નશીન નો ઉપદેશ આપ્યો. અધ્યાત્મિજ્ઞાન અનુભવી નો એ ગુરુમંત્ર મેં ગુર્વા પાતશિષ્ય તરીકે આત્મસાત કરી લીધો. મારો પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ થવાને આરે હતો. મારી થિસિસ યુનિવર્સિટીને સોંપી દીધી હતી. મારી મૌખિક પરીક્ષા માટે ડૉ. રમણભાઈ મારા પરિક્ષક હતા. વાંચવાની તૈયારી ચાલુ જ હતી. મારા માર્ગદર્શક ડૉ. કલાબહેન શાહે મને ખાસ સૂચના આપી હતી, “તમે તૈયારી બરાબરકરજો. ડૉ. રમણભાઈ ઘણી ઝીણવટથી ચિવટપૂર્વક પ્રશ્નો પૂછશે.” મારું વાંચન પૂર્ણ કર્યું. યુનિવર્સિટીના હૉલમાં ડૉ. શ્રી રમણભાઇએ પરિક્ષક તરીકે કેટલાક પ્રશ્નો પૂછયા. જેમાંના એક બે નીચે મુજબ છેઃ શ્રીમદ્ બુદ્ધિસાગરજીના ખાસ ભક્ત કોણ હતા જાણો છો ?' મારો જવાબએમના ખાસ ભક્ત શ્રી મણીલાલ પાદરાકર.” Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રુત ઉપાસક રમણભાઈ ‘એમના પિતાનું નામ જાણો છો ?' ‘હા, એમના પિતા શ્રી મોહનલાલ હીમચંદ હતા.’ તેઓ કઈ અટક (સ૨નેમ) પોતાના નામ પાછળથી મૂકતા હતા ?’ ‘વકીલ, તેઓ શ્રી મોહનલાલ હીમચંદ વકીલ તરીકે જાણીતા હતા.’ ‘ઘણું જ સુંદર.’ આ પ્રમાણેના કસોટી કરતાં ખૂબ ઝીણવટભર્યા પ્રશ્નો પણ તેઓ પૂછતાં. બહારથી સરળ દેખાતા પ્રશ્નો પણ વિશાળ વાંચન અને યાદશક્તિની કસોટી કરી લેતા. અને હું પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગઈ. જ્યારે તેઓ સપરિવાર મુલુંડ રહેવા આવ્યા ત્યો૨ તેમને મળવાનું ઘણીવા૨ થયું. એ નિસ્પૃહી દંપતીને મળો ત્યારે ઉપાશ્રયમાં કોઈ સાધુ-સંતને વંદન કર્યા હોય એવી જ અનુભૂતિ થાય. તેમની સાથેના વાર્તાલાપમાં તેઓ દરેક વિષયને વિગતવાર સમજાવે. ચક્રવર્તી રાજા ખારવેલના શિલાલેખ વિષેની વાત નીકળતા તેમણે ઊંડાણથી રસપૂર્વક એની પંક્તિઓનો ભાવાર્થ સમજાવ્યો તથા જ્યારે તેમણે જાતે એ શીલાલેખ જોયો હતો ત્યારે એની સ્થિતિ કેવી હતી કે પણ દર્શાવ્યું. એમને મળવા આવનારા સ્નેહીઓને એમના દુર્લભ ખજાનામાંથી થોડાં પુસ્તકો અચૂક ભેટ સ્વરૂપે મળતાં જ હોય અને આગંતુકો એને પ્રસાદી સમજી ગ્રહણ કરી કૃતાર્થ થતા. જાણે વાત્સલ્યસ્વરૂપા માતા-પિતા જ મુલુંડને આંગણે પધાર્યા હોય એવી જ લાગણી થતી. શ્રી રમણભાઈની છત્રછાયા આપણે ગુમાવી એમ માનવાને મન તૈયાર નથી, કારણ કે કરૂણામયી, સ્નેહસભર માતા તારાબહેન એ ખોટ પૂરે છે. જગ રૂએ એવું મહામાનવોનું મરણ જન્મધારણ કરેલા પ્રાણીમાત્રનું મરણ અવશ્ય હોય છે. પરંતુ મહામાનવોનું મરણ કબીરે કહયું છે તેમ તું જન્મ્યો ત્યારે તું રડ્યો જગ હસ્યું. એવી કરણી કર કે તું જ્યારે ચિરવિદાય લે ત્યારે તું હસે અને જગ રૂએ. એવું જ કંઈ આ પ્રસંગે અનુભવાય છે. જ્ઞાનીજનો કહે છે કે દેહસંબંધી જેનો સંબંધ છે તે સંયોગનો અવશ્ય વિયોગ છે. પરંતુ પ્રભુસ્મરણ કે આશ્રયના ભાવે દેહ છૂટે તે સાર્થક છે. ૨મણભાઈ વિષે આવું બન્યું છે તે પ્રેરણાદાયી છે. I સુનંદાબેન વોહોરા Page #419 -------------------------------------------------------------------------- ________________ ક્ષત ઉપાસક રમણભાઈ ૩૫૯ સ્મરણાંજલિ || શ્રી સુદર્શના પ્રબોધ કોઠારી પરમ પૂજ્ય રમણભાઈ વિશે લખવાનું આવે ત્યારે આંખમાંથી અશ્રુધારા વહેવા માંડે. કારણકે થોડા વખત પહેલાં જ્યારે હું અને મારા પતિ પ્રબોધ કોઠારી મુલુંડ એમના ઘરે મળવા ગયા હતા, ત્યારે ખૂબ જ ઉમળકાભેર અમને આવકાર્યા હતાં. અને નિરાંતે બેસીને વાતો કરી હતી. એ વખતે તેઓ શ્રી “આશાતના' વિશે લખી રહ્યા હતા. અને આશાતના વિશે જે ભ્રામક વાતો વિચારી રહ્યા છીએ એ તદ્દન ખોટું છે એમ પુરવાર કરી બતાવ્યું હતું. મેં એમને કહ્યું કે તમે સ્વર્ગસ્થ વ્યક્તિનો પરિચય ખૂબ જ ઉડાણથી અને તાદૃશ્ય ચિતાર આપો છો, તો એમણે કહ્યું કે હું જે વ્યક્તિને નખશિખ જાણતો હોઉં, અને લોકો પણ એને વિશે જાણવાની ઇચ્છા ધરાવતા હોય તેવા લોકો વિશે લખી તેના ગુણોનું દર્શન કરાવવું મને ગમે છે. ઘણો લાંબો સમય બેઠાં એટલે જૂની વાતો (સાહિત્ય સમારોહની) નીકળી. ઘણાં સમારોહમાં હું એમની સાથે ગઈ છું. અને એમનું સાન્નિધ્ય મને મળ્યું છે. વધારામાં જ્યારથી “પૂજ્ય પનાલાલ જગજીવન ગાંધી મારે ત્યાં રહેવા આવ્યા ત્યારે તો લગભગ દરરોજ એમની સાથે વાતો થતી. અને મને ખૂબ જ નસીબદાર છું એમ કહેતા અને કહેતા કે જેટલું મળે તેટલું લઈ લેજે. ઘરે જ્ઞાનની ગંગા આવી છે. પનાભાઈના “પાન” ને યાદ કરી ખાસ હસાવ્યા. પાટણના સમારોહ વખતે મેં બધાને બરફગોળો ખવરાવ્યો હતો, તે પણ યાદ કર્યું. અને કે. લાલને જોવા ગયા તે પણ યાદ કર્યું. પૂ. જંબૂવિજયજી મહારાજ સાહેબ સાથે એમણે કરેલી એક સુંદર ચર્ચા હજી મને યાદ છે. “પાંચ જ્ઞાન સાથે “પાંચ કલ્યાણક' ને એવા ઘટાવ્યા કે જ્ઞાનની છોળો ઉછળતી હોય તેવો અનુભવ થાય. મારો દીકરો શ્રેયાંસ જ્યારે S.S.C. થયો ત્યારે અમે એમને ત્યાં પગે લાગવા ગયાં હતાં, તે વખતે કહ્યું કે તારું નામ ભગવાનનું છે એટલે તેને ભગવાનની પ્રતિમા ભેટ આપું છું. આજે પણ એ ભગવાન મારા ઘરમાં બિરાજમાન છે. તારાબેન જ્યારે રસ્તો ઓળંગી શકતાં નહીં, ત્યારે એ હાથ પકડીને સામે મોટા દહેરાસર સુધી મૂકવા આવતા. અને મને સોંપીને જતાં ત્યારે હું કહેતી કે મારે તો તમારા ઘર સાથે બેવડો સંબંધ છે. મંડળમાં તારાબેન, અને યુવક સંઘમાં રમણભાઈ સાથે. તો કહેતા કે ડબલ લાભ લેવાની યુક્તિ સારી છે, એમ કહીને હસાવતા. એમણે ભગવાનની પૂજા કેવી રીતે કરવી, અને કયો ભાવ રાખવો તે વિગતવાર સમજાવેલું. આવી મહાન વ્યક્તિને યાદ કરવા તે મારે માટે પુણ્યનું ઉપાર્જન કરવા જેવું લાગે છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ ત ઉપાસક રમણભાઈ અત્યંત પ્રભાવક વ્યક્તિત્વ I ચંદુલાલ સેલારકા કેટલીક વ્યક્તિઓને આપણે વધુ વખત કે વારંવાર પ્રત્યક્ષ મળ્યા ન હોઈએ પરંતુ તેમનાં લખાણો, પ્રવચનો અને તેમના વિશે અન્ય સ્નેહી-મિત્રોએ કરેલી વાતો કે સંસ્મરણો દ્વારા તે વ્યક્તિનો જાણે કે આપણને પ્રત્યક્ષ પરિચય થયો હોય કે આપણે તેમની સમીપમાં જ, આસપાસ જ જાણે ઉપસ્થિત હોઈએ તેવી અનુભૂતિ થાય છે. સ્વ. શ્રી રમણલાલ શાહની બાબતમાં મને આવો જ અનુભવ, અનુભૂતિ થયાં છે. એમના પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું વારંવાર બન્યું નથી. પરંતુ પહેલાંનું “પ્રબુદ્ધ જૈન' હવે “પ્રબુદ્ધ જીવન' બન્યું છે. તેનાં વાંચન દ્વારા શ્રી રમણલાલભાઈની નીકટમાં જ હોઈએ તેવી તેમની લેખિની, સરળ-શિષ્ટ ભાષા અને જે કંઈ જોયું, જે કોઈ વ્યક્તિને મળ્યા કે જે કોઈ પ્રસંગ કે “ઈવેન્ટ'ના સાક્ષી બન્યા તેનું આબેહૂબ ચિત્રણ જોઈ–વાંચી, તેઓ જાણે આપણી સમક્ષ જ બેઠા હોય અને વાત કરતા હોઈએ તેવી લાગણી થઈ છે, ફીલ (Feel) થયું છે. હું ઠીક ઠીક વાંચતો થયો ત્યારથી કે તે પહેલાંથી મારા સ્વ. પિતાશ્રી ભગવાનજીભાઈ પ્રબુદ્ધ જૈન'ના ગ્રાહક અને વાચક હતા. આ બન્ને શબ્દો એટલા માટે વાપર્યા કે ઘણી વખત-કે મોટે ભાગે-ગ્રાહક વાચક નથી હોતો કે વાચક ગ્રાહક નથી હોતો. અમે “જૈન” નહોતા છતાં “પ્રબુદ્ધ જૈન' શા માટે પિતાજી મગાવતા હશે ? કદાચ તેનું મુખ્ય કારણ હતું તે વખતે તેમાં પ્રસિદ્ધ થતી સ્વ. ડૉ. વૃજલાલ ધરમચંદ મેઘાણીની સત્યકથાઓ-વાર્તાઓ જે પાછળથી “આળાં હૈયાં' નામે પ્રગટ થઈ હતી. ઉપરાંત પિતાજીની જ્ઞાનપિપાસા અને વાંચનરસ તો ખરાં જ. ડૉ. મેઘાણી અમારા પરિવાર-મિત્ર-ફેમિલી ફ્રેન્ડ હોવા સાથે મારાં માતાજીના ખાસ દમ-રોગના ડૉક્ટર હતા. તે સમયના તેઓ કંઈક વિશેષ પ્રકારનાં સોનાનાં ઈંજેક્શન' આપતા જેથી મારા માતુશ્રીને દમના દર્દમાં રાહત રહેતી. તે વખતના પ્રબુદ્ધ જેન'ના તંત્રી હતા સ્વ. શ્રી મણિલાલ મોકમચંદ શાહ. પરંતુ ખરું તંત્રીકાર્ય તો શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા કરતા. તેમની કલમ સશક્ત હતી અને વિચારો ક્રાંતિકારક હતા. તેમણે એક વખત તેમના પિતાજી Page #421 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૬૧ સ્વ. કુંવરજીભાઈ કાપડિયા વિશે લેખ લખેલો. તે મારા પિતાજીને ખૂબ ગમેલો અને મને તે ખાસ વંચાવેલો. સામાન્ય રીતે કોઇના ફોટા ન છાપતા. ‘પ્રબુદ્ધ જૈન'માં કુંવરજી બાપાનો ફોટો પણ છપાયેલો તે મને આજે આટલા વર્ષે આંખો સામે આવે છે. મુ. શ્રી પરમાનંદ કાપડિયાના અવસાન પછી તેમના પેગડામાં પગ ઘાલે, તેમની કક્ષાની, વિદ્વાન, સામાજિક-સંપર્ક અને સેવાભાવનાવાળી વ્યક્તિ મેળવવી મુશ્કેલ હતી. પરંતુ કુદરતે જાણે તે ખાલી જગ્યા પૂરવા જ રમણભાઇને ઘડ્યા હતા. ત્યારથી (સને ૧૯૮૨થી) આજ સુધી શ્રી રમણલાલ શાહે તેમની રીતે છતાં ‘પ્રબુદ્ધ જીવન’ની કક્ષાને નીચી પડવા દીધા વગર તેનું તંત્રીકાર્ય કરીને એક ઐતિહાસિક કાર્ય સિદ્ધ કર્યું છે, એક સીમાચિહ્ન મૂક્યું છે તેમ કહેવું જોઈએ. આજે તેઓ નથી ત્યારે ફરી એકવાર આ મર્યાદિત સરક્યુલેશનવાળા સામયિકની ઊંચી કક્ષા જાળવવાની જવાબદારી જેન યુવક સંઘના કાર્યકરો ૫૨ આવી પડી છે. પરંતુ ‘બહુરત્ના વસુંધરા’–જૈન સમાજમાં એક એકથી ચડિયાતા વિદ્વાનો અને સામાજિક સેવાની ભાવના સાથે આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચેલા, જૈન દર્શનના અભ્યાસીઓ અને જ્ઞાતાઓ છે તેથી ચિંતાને સ્થાન નથી. સ્વ. શ્રી રમણભાઈનો જૈનદર્શનનો, શાસ્ત્રોનો અને તેના આનુષંગી વિષયોનો વિશાળ અને ઊંડો અભ્યાસ તેમનાં લેખો અને પ્રવચનોમાં છતો થાય છે. કેટલાયે જૈનદર્શનનો વિષય લઈ પીએચ.ડી. (Ph.D.) કરનારના તેઓ માર્ગદર્શક રહ્યા છે. તેમની કક્ષાની જૈનદર્શન અને આગમોના અભ્યાસી બીજી કોઈ વ્યક્તિ કદાચ ભાગ્યે જ મળે એટલું બધું કામ તેમણે કર્યું છે. જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને સતત ૩૩ વર્ષો રહી તેમણે તેમની વાણી, જ્ઞાન, નિષ્ઠા અને સામાજિક પ્રતિષ્ઠાનો ખ્યાલ આપણને આપ્યો છે. તેમનાં જ્ઞાનનો પ્રભાવ એટલો હતો કે કોઇપણ ઉચ્ચ કોટીના સાધુ, સંત કે સાહિત્યકાર-વિદ્વાન વ્યાખ્યાનમાળા માટેના તેમના નિમંત્રણને પાછું ઠેલી જ ન શકે ! આ તેમની વર્ષોની તપની ત્રિજયા હતી. તેમાં પ્રવેશનાર તેમના સૌમ્ય, ઠરેલ, સાત્ત્વિક તપના તેજથી પ્રભાવિત થયા વગર રહે નહિ. ‘પ્રબુદ્ધ જીવન’ના છેલ્લા એક-બે અંકોમાં તેમની અત્યંત નાદુરસ્ત તબિયત વિશે ઉલ્લેખ હતો અને તેઓ મુલુંડમાં તેમના પુત્રી શૈલજાબહેનની ઘરની નજીક હતા. છતાં છેલ્લી ક્ષણ સુધી જાણે તેમણે કલમને નીચે ન મૂકી અને પોતાના Page #422 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ સંતાનસમાં “પ્રબુદ્ધ જીવન માટે લખતા રહ્યા. અંગ્રેજીમાં કહે છે તેમ He died in harness- કામ કરતાં કરતાં તેની પૂર્તિમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધો તેમ કહી શકાય. તેમની અસ્વસ્થ તબિયતના સમાચાર વાંચી મેં જેન યુવક સંઘના મંત્રી અને પ્ર. જી.'ના સહ તંત્રી શ્રી ધનવંતભાઈને ફોન કર્યો. રમણભાઈની તબિયત વિશે જાયું. મારાં કરતાં રમણભાઈ પાંચેક વર્ષ મોટાં હશે, આશરે એંસીએકની વયના, તેવો મારો અંદાજ હતો. મનમાં ભય પણ પેઠો કે જેવી અસ્વસ્થ તબિયત અને ઉંમર હતી અને નબળાઈ હતી-તેનું પરિણામ-અને એ ભય સાચો પડ્યો. ફોન કર્યાના થોડા જ દિવસોમાં રમણભાઇના અવસાનના દુ:ખદ અને આઘાતનજનક સમાચાર મળ્યા. આ રમણભાઇએ યુવાનીમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે કામ કરતાં કરતાં એકાંકી નાટિકાઓ લખેલી જે ખૂબ સફળતાપૂર્વક ભજવાયેલી પણ ખરી. મેં મારી વિદ્યાર્થી અવસ્થામાં ઝેવિયર્સ કૉલેજના જૂના હોલમાં તે જોયેલી પણ. તેમણે પ્રવાસો કર્યા અને તેનું રસિક અને માહિતીપૂર્ણ વર્ણન પાસપોર્ટની પાંખે' નામના તેમના પુસ્તકમાં છે, જેને સરકારે પારિતોષિક પણ આપેલું. તેઓ N.C.C. ના મેજર પણ હતા. જૈન યુવક સંઘ'ના પ્રમુખસ્થાનેથી તેમણે સ્વેચ્છાએ ખસી જવું યોગ્ય ગયું. પરંતુ સૌનાં દબાણથી “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેનું કાર્ય ચાલુ રાખ્યું તે સમાજનું સદ્ભાગ્ય. છેલ્લે, “આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય સ્મૃતિ એવૉર્ડ' માટે ઉમેદવાર કે વ્યક્તિની પસંદગી કરવાની હતી. ત્યારે મેં એક અગ્રણી કાર્યકરને મારો મત નમ્રતાપૂર્વક જણાવ્યો કે-“આ એવોર્ડ માટે શ્રી રમણભાઈ યોગ્ય વ્યક્તિ છે. બીજાઓ પણ હશે જ. પરંતુ સિનિયોરિટી જોતાં અને રમણભાઈની નિષ્ઠા, જ્ઞાન અને સમર્પણભાવ જોતાં તેમને પ્રથમ પસંદ કરવા જોઈએ !' તે કાર્યકર ભાઈએ “ખાનગી' રાખવાની શરતે કહ્યું કે “રમણભાઈ જ આ પસંદગી સમિતિમાં મુખ્ય છે અને તેમણે એવોર્ડ સ્વીકારવાની ના પાડી છે. બીજી એક અત્યંત યોગ્ય વ્યક્તિનો વિચાર સમિતિ કરે છે.” હું એ અન્ય યોગ્ય વ્યક્તિ કોણ હશે તે સમજી શક્યો હતો. પરંતુ ઔપચારિક રીતે જાહેર થાય તે પહેલાં “સીક્રસી' જાળવવાની હતી તેથી હું મૌન રહ્યો. સામે આવેલા માન, Page #423 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૩૬ ૩. એવૉર્ડને ન સ્વીકારવાની સ્થિતપ્રજ્ઞતા તથા તે અન્ય યુવાન વિદ્વાનને આપવાની વિચારણામાં રમણભાઈની ઉદાત અને ઉદાર વિચારસરણી તથા ભાવનાનાં દર્શન થાય છે. ધન્ય છે તેમને ! સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ, સ્વ. વાડીલાલ મોતીલાલ, સ્વ. ગીરધરલાલ કાપડિયા, સ્વ. વીરચંદ પાનાચંદ અને સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયા જેવા મહાજનોને પગલે ચાલનાર એક વિશિષ્ટ માનવ આપણી વચ્ચેથી ચાલ્યો ગયો તે ઘા સહન કરવો રહ્યો. ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ અને મોક્ષમાર્ગ પ્રદાન કરે અને શ્રીમતી તારાબહેન, ચિ. શૈલજાબહેન તથા અન્ય સ્વજનોને આ ઘા સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. મુંબઈ વિદ્યાપીઠના ગુજરાતી વિભાગની અંજલિ મુંબઈ વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ઇ. સ. ૧૯૭૦ થી ૧૯૮૬ સુધી કાર્યરત રહી પોતાની સંનિષ્ઠ અધ્યાપન પ્રવૃત્તિ આદરનાર સાહિત્યમર્મજ્ઞ વિદ્વાન પ્રો. ડૉ. રમણલાલ શાહના તા. ૨૪-૧૦-૨૦૦૫ના રોજ થયેલ દુઃખદ અવસાન બદલ મુંબઈ વિદ્યાપીઠ-ગુજરાતી વિભાગના શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીગણ ઊંડા દુઃખની લાગણી અનુભવે છે અને સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે. સ્વર્ગસ્થના આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ ! ડૉ. રતિલાલ રોહિત, ડૉ. ઉર્વશી પંડ્યા, ડૉ. નિતીન મહેતા, શ્રીમતી આરતી ડોંગરેકર, શ્રી મધુભાઈ તાંબોલી ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતી મુંબઈ યુનિવર્સિટી xxx The void created by his demise cannot be filled The sacrifiece he gives for the family and its well being cannot be measured and valued in any worldly terms. The void created by his demise cannot be filled but his spirit and friendly attitude towards others and above all his kind and helping nature will make us feel his presence for ever. O LION VIREN GALA District Governor, Mumbai Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ સેવામૂર્તિ રમણભાઈ I ઘેલુભાઈ નાયક આ મહામના મહાત્માનો પરિચય ૧૯૮૫ માં થયો હતો, તે એમણે મુંબઈમાં ઘણાં વરસે મળ્યા પછી યાદ કર્યું. એમણે કહ્યું, ‘અમે તમારે ઘરે આવ્યા હતા. ચા-પાણી કરેલાં. ત્યારે શ્રી છોટુભાઈ પણ હાજર હતા.’ એમની સાથેની છેલ્લી મુલાકાત વખતે એમણે કહ્યું, ‘મને ડાંગમાં આવવાનું ગમે છે. મારે ત્યાં આવવું છે.’ અમે એમના આ વિચારને વધાવતાં કહ્યું, ‘જરૂર આવજો.' શ્રુત ઉપાસક રમણભાઈ તે જ વખતે બહેન તારાબહેને કહ્યું, ‘તમે એમને આશિષ આપો કે જેથી એઓ તમારે ત્યાં જાન્યુઆરીમાં આવી શકે.' અમે કહ્યું, ‘અમારી લાયકાત હજી એમને આશિષ આપવાની નથી, એ તો પરમકૃપાળુ પરમાત્માનું કામ.’ પણ થયું કેવું ? એમના અવસાન પછીની પ્રાર્થનાસભામાં કહેવાયું તેમ, ત્યાં પરમાત્માના નિવાસે જૈન મહામના મુનિઓને એમની જરૂર હશે, એટલે તેમણે એમને તેમની પાસે ૨૪|૧૦ ને દિવસે જ બોલાવી લીધા. ‘પણ ચાલો, દેહ નાશવંત છે, આત્મા અમર છે. દેહમાંથી આત્મા નીકળે છે ત્યારે એ સર્વવ્યાપી બની જાય છે, એટલે એ વ્યાપકપણામાં આપણી પાસે ‘પૂર્ણમ્ ઇદમ્' ની રૂએ આપણી પાસે આવશે, પ્રેરણા આપતા રહેશે એમ માનીને મન મનાવીએ.’ પ્રાર્થનાસભામાં સમયની તાણ હતી એટલે ત્યાં અમે આવા વિચારો રજૂ કરી શક્યા નહીં. એય સારું જ થયું. આથી અમારા વિચારો પ્રબુદ્ધ જીવનના વિશેષ અંકમાં પ્રગટ થાય એયે સારું જ છે. ઇ. સ. ૨૦૦૨ના જૂન માસની ત્રેવીસમી તારીખે, ધર્મસ્થાન પુઢપટ્ટીનાં પ્રશાંતિ નિલયમમાં સવારે એક નાગે બે વાર ડંખ દીધા. પહેલી વાર પકડ્યો. ક૨ડીને છટક્યો, બીજી વેળા એ નાગે એક પુષ્પ સમી બાળા પર હુમલો કર્યો. મને થયું, ‘આ ડંખથી આ બાળા તો મરી જ જશે, જ્યારે મને ખાતરી છે, મારું Page #425 -------------------------------------------------------------------------- ________________ ત ઉપાસક રમણભાઈ મનોબળ કહે છે, કે હું મરવાનો નથી. બીજી વાર ડંખ માર્યો, પણ એને મેં છોડ્યો નહીં. ભાવથી એને જંગલમાં સહીસલામત રીતે છોડી દીધો. એણે, એની રીતે પ્રણામ કરીને વિદાય લીધી. પછી તો લાંબી સારવાર ચાલી. આખરે એ ઝેર શરીરમાં પાચન થઈ ગયું. અને હું રમતો-જમતો-ફરતો મારાં કાર્યો કરતો થઈ ગયો. મણિનગરમાં રહેતા મારા બહુ જૂના વહાલા મિત્ર શ્રી મનુભાઈ પંડિત નાગ-ડંખના મારા સમાચાર જાણ્યા ત્યારે એમણે મને જણાવ્યું, “તમારો આ અનુભવ લખીને મને મોકલી આપો. હું એને જીવનસ્મૃતિમાં પ્રગટ કરીશ.” અને મેં આ અનુભવ ખૂબ વિગતે લખીને મોકલ્યો. એ અનુભવ જીવનસ્મૃતિમાં છપાયો. પૂ. શ્રી રમણભાઈએ એ વાંચ્યો. મનુભાઈને જણાવ્યું કે, “ઘેલુભાઈ વિષે મારે વિશેષ જાણવું છે. “પ્રબુદ્ધ જીવનમાં એમાંથી કાંઈક લખવું છે.' મનુભાઇએ મને પૂ. રમણભાઇની આ ઇચ્છા વિષે જણાવ્યું. શ્રી રમણભાઇનો પત્ર પણ આવ્યો. મેં મારી જીવન કહાની લખવાની શરૂઆત કરી. ત્રીસેક પાન તો લખાયાં. પૂ. રમણભાઈએ કહ્યું, “તમે બહુ સારુ લખો છો, હજી પણ વિગતે લખજો.” મુંબઈની મુલાકાતની અમને શી ખબર કે, એ છેલ્લી મુલાકાત હશે ત્યારે પણ એમણે કહ્યું, “કેટલાંક પાના થશે ?' મેં કહ્યું, “હજી તો સાઠેક પાના થાય એમ લાગે છે. તો પછી એમણે કહ્યું, “નિરાંતે લખજો અને પછી મને મોકલી આપજો.” પછી તો એમણે મને જણાવ્યું, શ્રી મથુરાદાસ મારફતે લખાવ્યું કે “આ વખતે, પર્યુષણના સમયમાં ડાંગને માટે અમારે કાંઈક સારી આર્થિક મદદ કરવી છે, તમારી જરૂરિયાત શી છે તે જણાવજો, પછી તો અમે અમારી જરૂરિયાત વિષે લખ્યું. ચાર મહાનુભાવોએ ડાંગ સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી. ડાંગ સ્વરાજ આશ્રમના સંચાલક તરીકે મારી પસંદગી થઈ. પછીતો દોર ચાલુ થયો. પર્યુષણના દિવસોમાં અમને બોલાવવામાં આવ્યા. અમારી સાથે સ્વામીજી પણ હતા. અમારું બહુમાન થયું. અમારી વાતો પર્યુષણની વ્યાખ્યાનમાળામાં રજૂ થઈ ત્યારે ફરીથી અમને કહેવામાં આવ્યું, કે પૂ. શ્રી રમણભાઈ કહે છે, “ડાંગ સ્વરાજ આશ્રમના સંચાલક અને ટ્રસ્ટીઓએ આજ સુધી આપણા તરફ દાન-મદદ માટે હાથ લંબાવ્યો નથી. ત્યારે આપણી ફરજ થાય છે કે, આપણે જ હાથ લાંબો કરવો જોઈએ.' અને હાથ લાંબો થયો ! કેટલો બધો લાંબો થયો ?! કોઇપણ ટ્રસ્ટે આવી Page #426 -------------------------------------------------------------------------- ________________ થત ઉપાસક રમણભાઈ મહાન ભાવભરી મદદ કરી નહોતી. તે મદદ શ્રી જૈન યુવક સંઘના પ્રમુખશ્રીએ ડાંગ સ્વરાજ આશ્રમને કરી. ડાંગ સ્વરાજ આશ્રમની પ૭ વર્ષની કારકિર્દીમાં આવી મદદ મળવાનું શરૂ થયું. આંકડો લગભગ સત્તર લાખ પર પહોંચ્યો. શ્રી મથુરાદાસ લખે છે, “પૂ. રમણભાઇના તપથી આ આંકડો, તમારી ધારણાની ઉપર, તમારી ઇચ્છા ઉપર પહોંચી જશે. તમે વીસ લાખની રજૂઆત કરેલી, પણ અમને તો આશા બંધાઈ છે કે એ રકમ ૨૧ લાખ ઉપર પહોંચશે, એ માટે અમે સો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે જે જે વિગતો માગીએ તે તે આપતા રહેજો.” શ્રી જૈન યુવક સંઘના વરસોનાં વરસો સુધી પ્રમુખપદ શોભાવનાર મહામના, મહા વિદ્વાન, મહાત્મા રમણભાઇને ડાંગ સ્વરાજ આશ્રમ હંમેશાં યાદ કરતો રહેશે. પ્રાર્થનાસભામાં પૂ. બહેન તારાબહેનને મેં કહ્યું કે, મારે આપણા ડાંગ સ્વરાજ આશ્રમ માટે પૂ. શ્રી રમણભાઇનો ફોટો જોઈશે. પ્રાર્થનાસભામાં જે ફોટો હતો તેવો જ ફોટો જોઈશે, જે કાયમ હસતો, સૌને હસાવતો રહેશે. એમણે પણ કહ્યું છે. શ્રી ચંદ્રકાંતભાઈએ પણ કહ્યું છે, “અમે જ્યારે ડાંગમાં આવીશું ત્યારે એમનો ફોટો લઈ આવીશું.” ખરેખર, અમને પૂ. રમણભાઈએ ઓળખીને અમારી યશગાથા ગાઈ. અને અમેય એમને ઓળખ્યા છે, એટલે આ નાનકડા લેખમાં-સ્મૃતિલેખમાં-મેં મારાં હૈયાને ઠાલવવા પ્રયાસ કર્યો છે. પૂ. રમણભાઈ, અમારા ડાંગી ભાઈ–બહેનોમાં અને અમારા આશ્રમવાસી ભાઈ-ભગિની અને કાર્યકરોમાં તમે અમર બનીને રહો એ જ પ્રભુ પ્રાર્થના. જય જિનેન્દ્ર.' * * * પ્રભુ સ્વર્ગસ્થના આત્માને ચિર શાંતિ અર્પો ભાઈશ્રી કુમારપાળ દેસાઈના લેખ પરથી જાણવા મળ્યું કે મું. શ્રી રમણભાઈનું દુઃખદ અવસાન થયું છે. રમણભાઈએ મને મુંબઈ પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે આમંત્રણ આપેલ ત્યારે વિશેષ પરિચય થયો. પ્રભુ સ્વ. ના આત્માને ચિર શાંતિ અર્પો. D પ્રો. સી. વી. રાવલ, અમદાવાદ Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૩૬ ૭. શ્રેયાર્થી આત્મીય રમણભાઈ D મનુ પંડિત, મુંબઈ જેને યુવક સંઘના પ્રમુખ અને અમારા જેવા અનેક યુવાનોના પ્રેરણામૂર્તિ મુ. રમણભાઈના તા. ૨૪-૧૦-૨૦૦૫ના અરિહંતશરણ થયાના સમાચાર મળતાં ઘડીભર ચિત્ત ગ્લાનિયુક્ત રહ્યું. તેમનો ૧૭મી ઓક્ટોબરે લખેલ પત્ર મને બરાબર ૨૪ મી ઓક્ટોબરે મળ્યો. તેમાં લખ્યું હતું અત્યાર સુધીના તમારા ત્રણ પત્રો મળ્યા છે. એનો આભાર ! મારી તબિયત સારી રહેતી નથી, એથી જવાબ ન લખવા માટે ક્ષમા કરશો.” જે દિવસે તેમનો પત્ર મળ્યો એ જ દિવસે તેઓ અવસાન પામ્યા, એ રીતે મારા માટે આ પત્ર તેમનો છેલ્લું સંભારણું બની રહ્યો. છેલ્લા ત્રણ-ચાર માસથી તેઓ મારી સાથે ડાંગના સ્વરાજ આશ્રમ વિશે, અને તેના મુખ્ય સેવક ઘેલુભાઈ વિશે માહિતી પુછાવતા હતા. એ માહિતી એમણે જૈન સંઘને આપી, સ્વરાજ આશ્રમ ડાંગ માટે પર્યુષણ પર્વ ઉપર મહાદાનની ઝોળી ફેલાવી. એ આદિવાસી સંસ્થાને પહોંચાડી જીવનનો પરમ સંતોષ મેળવીને ગયા હશે. મુ. રમણભાઈ એટલે જિંદગીભરના શિક્ષક, પ્રખર કેળવણીકાર, સમાજશ્રેયાર્થી ઉન્નત, રચનાત્મક સાહિત્યકાર, અનેક વિદ્યાર્થીઓ અને કુટુંબોના માર્ગદર્શક, શાણા સલાહકાર, પોતે પસંદ કરેલી સંસ્થાઓને સેવા અને માર્ગદર્શન પૂરું પાડતા વફાદાર ટ્રસ્ટી-સેવક. તેઓ અનેક સંબંધીઓના વડીલ-પિતાતુલ્ય અને વાત કરવા યોગ્ય વડીલ હતા. અમારો અને તેમનો સંપર્ક-સંબંધ ૧૯૮૩ ના મુનિશ્રી સંતબાલજીના આશ્રમ, મહાવીરનગર ચિંચણીમાં, મુનિશ્રીની પ્રથમ પુણ્યતિથિ-નિર્વાણતિથિએ થયો. એ પ્રસંગે ત્રિદિવસીય સંમેલન સાથે ચિંચણીના સમુદ્રકિનારે તેમની સમાધિ ખુલ્લી મૂકવાનો, સંતબાલ સાહિત્ય સંપુટ વિમોચનનો તેમ જ સંતબાલજીના પરમ જ્ઞાની, શ્રદ્ધયુ શિષ્ય શ્રી દુલેરાય માટલયા, પોતાના ગુરુ સાથેનો પ્રેમયોગ ચાલુ રહે અને તેમણે પ્રેરણા આપેલી સંસ્થાઓ સાથે વત્સલપૂર્ણ વ્યવહાર ચાલુ રહે તે દષ્ટિએ પૂ. વિમલાતાઈના સાંનિધ્યમાં બાર વ્રતોનો જાહેરમાં સંકલ્પ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્વત ઉપાસક રમણભાઈ લેનાર હતા. આ પ્રસંગે ૧૦૦-૧૨૫ જેટલા મુનિશ્રીના ચાહકો એકઠા થયા હતા. મુનિશ્રીના સાહિત્ય સાથે મારે સંબંધ, તેથી તેમની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે સંતબાલ સાહિત્ય સંપુટનો પ્રચાર કર્યો હતો. આ સંપુટની વિમોચનવિધિ તેમને હસ્તે થનાર હતી. ત્યારે જાણવા મળ્યું કે તેઓ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પણ છે. પ્રબુદ્ધ જીવનના તંત્રી તો ખરા જ, આ એક જાહેર શિક્ષણ સંસ્થાનું ગૌરવભર્યું પદ હતું. તેઓ શિક્ષણ ક્ષેત્ર અને ધર્મતીર્થ બંનેને શોભાવી રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પુસ્તકોનું વિમોચન કરતાં જે ટૂંકું પ્રવચન કર્યું તેમાં શબ્દોમાં કેવો સજીવ પ્રાણ હોય છે, અને તે કેવી અસર કરે છે તે જણાવ્યું. સંતબાલજીની આ તપોભૂમિમાં તેઓ સૂક્ષ્મરૂપે વિદ્યમાન છે એની પ્રતીતિ કરાવી. બોલાતા શબ્દોને તરંગલંબાઈ હોય છે, પરંતુ એ બધા શબ્દો ટકી શકતા નથી જ્યારે સહજભાવે ઉચ્ચારાતી સંતની વાણીનું પોત ટકાઉ હોય છે, કારણ કે તેની પાછળ સંતનું ચારિત્ર્ય અને તપોબળ હોય છે, વગેરે. આ રીતે આ જાહેર કાર્યક્રમમાં એક સંતના સાંનિધ્યમાં અમારું પ્રથમ મિલન થયું. આ સાહિત્ય તૈયાર કરવામાં મારો સવિશેષ હિસ્સો હતો, તેથી અંગત રીતે મળીને મને પણ ધન્યવાદ આપ્યા. આ રીતે પહેલા મિલનમાં, પહેલી નજરે તેમની આત્મીયતાભરી મૈત્રી મેળવવાનો સુઅવસર મને મળ્યો. ત્યારપછી મેં વિશ્વ વાત્સલ્યની જવાબદારી સંભાળી એટલે “પ્રબુદ્ધ જીવનના લખાણોને ખાસ કરીને રમણભાઇના લખાણોને આત્મીયતાભરી નજરે વાંચતો. પૂ મુનિશ્રીની સામાજિક પ્રવૃત્તિઓમાં, તેમના કાર્યક્ષેત્રમાં વર્ષમાં ઓછામાં ઓછા બે નેત્રયજ્ઞોની મુંબઈ જૈન યુવક સંઘે અબાધિત રીતે મંજૂરી આપી હતી. પૂ. મુનિશ્રીનાં સમર્પિત શિષ્યા કુ. કાશીબહેન મહેતા નેત્રયજ્ઞની પ્રવૃત્તિને પવિત્ર ધાર્મિક યજ્ઞ કરતાં પણ સવિશેષ મહત્ત્વ આપતાં, એટલે નેત્રયજ્ઞ પ્રસંગે ગ્રામજનો અને નેત્રયજ્ઞના દરદીઓ તો આવે જ, પરંતુ કાશીબહેન પોતાનાં સગાંવહાલાં, સ્નેહી મિત્રોને બોલાવી, એક જાહેર લોક ઉત્સવનું સ્વરૂપ આપતાં. તેમાં રમણભાઈ અને મુંબઈના સાથીદારો આંખની જાળવણી અને તેમાં અપાતો સહયોગ કેટલો કીમતી છે તે સમજાવતા, તેથી આ પ્રસંગ અનાયાસે લોક કેળવણીનું માધ્યમ બની જતો. Page #429 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૬૯ મને યાદ છે ત્યાં સુધી ભાલમાં યોજાતા પ્રત્યેક નેત્રયજ્ઞમાં મુંબઈ જૈન યુવક સંઘની મંડળી તેમાં રમણભાઈ નેતૃત્વ કરતા અને શ્રી રસિકલાલ લહેરચંદ તેમની મદદમાં હોય. મહેમાનોને અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા શરૂ શરૂમાં મારે કરવાની આવતી. આ ગાળા દરમિયાન મારે તેમના વધારે નિકટમાં આવવાનું બન્યું. તેમાં સંઘની પ્રવૃત્તિઓ અને ગુજરાતની રચનાત્મક સંસ્થાઓ વિશે ચર્ચાઓ થતી. એક પ્રસંગ યાદ રહી ગયો છે. અમદાવાદમાં યુનિ. મેદાનમાં જાહેર પ્રદર્શન ભરાયેલ તે જોઈને બધાંની જવાની ઇચ્છા થઈ એટલે અમે સીધા પ્રદર્શનમાં ગયા. ત્યાં ખાદી-ગ્રામોદ્યોગ સ્ટોલમાં ઠીક ઠીક રોકાયા. રમણભાઈ કહે, મારે એક બે વસ્તુ જોઇએ છે. અમે ગયા. તેમણે તેમની પસંદગીની વસ્તુઓ લીધી. મેં એક બંડી જોઈ. મને ખરીદવાની ઈચ્છા નહોતી, માત્ર જોતો જ હતો. ત્યાં તો રમણભાઈએ જ પસંદગીમાં સહયોગ આપ્યો, અને મને રંગ વગેરે પસંદ કરીને કહેવા લાગ્યાઃ “આ તમને વધારે શોભશે, પહેરી જુઓ.” પહેરાવી. પણ મારા ગજવામાં પૈસા નહોતા, મારી ખરીદવાની કલ્પના પણ નહોતી પણ તેમણે આગ્રહ કરીને બંડી ખરીદી, અને એના પૈસા પોતે જ ચૂકવી દઈ મારી મૂંઝવણનો ઉકેલ રમણભાઈએ સ્વયં સ્કૂર્ત કરી નાખ્યો. મને બંડી પહેરાવી, ઉપર પ્રેમભર્યો હસ્ત ફેરવી કહેવા લાગ્યાઃ આટલી નાની પ્રસાદી અમારા તરફથી સ્વીકારશો.” આ પ્રસંગને લગભગ વીસેક વર્ષ થઈ ગયા હશે, પણ હજુ તેમનો પ્રેમભર્યો મૃદસ્પર્શ અને વચનો એટલાં જ તાજાં છે. ત્યારપછી તો તેમનાં પુસ્તકોનો મને જાણે અધિકાર મળી ગયો, તેમનાં મોટા ભાગનાં પ્રકાશનો મને ભેટ મળતાં. હું પણ કંઈક એવું હોય તો મોકલતો. મેં પંદરેક વર્ષ ગાંધીજીના નવજીવન ટ્રસ્ટમાં પ્રકાશન ક્ષેત્રે કામ કરેલું. આ સંસ્થામાં ગાંધીજીનાં તેમ જ તેમના સાથીઓનાં બધાં લખાણો ઉપર કોપી રાઈટનું તાળું ! મને ઘણી વખત રંજ થતો. મને જ્યારે સંતબાલજીના મહાવીર સાહિત્ય પ્રકાશનના મંત્રી બનવાની તક મળી ત્યારે અમે પણ કોપી રાઈટનો છેદ ઉડાડી દીધો. આ વિચારના બીજમાં મને મુ. રમણભાઈના પ્રકાશનોમાં ઊઘડતાં પાનામાં-No Copy Right નો સંદેશ સંભળાવેલ. સાધુ-સંતોને પોતાના સાહિત્ય Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રત ઉપાસક રમણભાઈ ઉપર સ્વામીત્વનું મહત્ત્વ ઓછું જોવા મળે, તેઓ તો નિજાનંદ અર્થે સર્જન કરતા હોય છે. પૂ. સંતબાલજી એમાં પૂરેપૂરા સંમત થયા હતા અને એથી મને ઘણો આનંદ થયો હતો. પર્યુષણ પર્વ ઉપર કોઈ ગ્રામીણ ક્ષેત્ર પસંદ કરી, ત્યાંની સંસ્થાને મુંબઈ જૈન યુવક સંઘ જે આર્થિક સહયોગ અને રચનાત્મક દૃષ્ટિનું દાન પૂરું પાડે છે, તે એક અજોડ અને બેનમૂન સેવા છે. હું મારી જીવનસ્મૃતિમાં તેની અવાર-નવાર નોંધ લેતો, અને અન્ય સંસ્થાઓને આનું અનુકરણ કરવાની ભલામણ કરતો. છેલ્લા (૨૦૦૫ના) પર્યુષણ પર્વમાં તેમણે ડાંગના આદિવાસી ક્ષેત્રના સ્વરાજ આશ્રમ-આહવાને પસંદ કરીને ગુજરાત-મહારાષ્ટ્રની પ્રજાકીય મંત્રીને મજબૂત પ્રેમગાંઠે બાંધી છે. તેમના જીવનનું આ એક અમૂલ્ય પ્રદાન. તેમાં કંઈક અંશે અમારે નિમિત્ત બનવાનું બન્યું તેનો અમને આનંદ હોય જ ! રમણભાઈનું સમગ્ર જીવન દર્શન વિવેકપ્રધાન હતું. “પ્રબુદ્ધ જીવનના પ્રથમ પાને જે લેખ આવતો તે આ રીતે હું વાચતો. તેમાં વ્યાપક લોક કેળવણીની દૃષ્ટિ સમાયેલી રહેતી. તેમનું તમામ લેખન પ્રજાજીવનની શુદ્ધિ, વૃદ્ધિ અને સંસ્કાર નવરચના અર્થે રહેતું. એમની પ્રવાસકથાઓ અને સંસ્મરણો ઊર્ધ્વલોક ભણી ખેંચી જતાં. તેમના સગુણો વિશેષે વિનમ્રતા, વિનય અને વિવેકે કેટલા બધાના શ્રદ્ધેય અને આદરપાત્ર બન્યા હતા એમની શ્રદ્ધાંજલિઓથી જોવા મળે છે. સંઘના પૂર્વ મંત્રી ચીમનલાલ જે. શાહ સાથે અવાર-નવાર પત્ર વ્યવહાર થતો, રમણભાઈ સાથે મર્યાદિત પણ તેમનું પ્રબુદ્ધ જીવન' એ જ તેમનો પત્ર! તેમના લખાણોમાંથી અમારા જેવાનું અજ્ઞાત રીતે ઘડતર થતું તેથી “જીવનમૃતિ'ના જે પથદર્શક વડીલો હતા, તેમાં રમણભાઈ પણ એક હતા. તેમના સાહિત્યમાંથી વિચાર, વાણી અને વ્યવહારની જે ત્રિવેણી સેર અવતી એ એમના સત્યમય જીવનનું એક અભિન્ન અંગ હતું તેથી અમારા જેવા સેવકોને માટે તેઓ સદા આત્મીય રહેતા ! અને આત્મીય રહેશે. તેઓ ધર્મિષ્ઠ આત્મા હતા. જેનધર્મ વિશેનું તેમનું જ્ઞાન વિપુલ હતું. આચાર્ય ભગવંતો એ પંડિતો પણ તેમની પ્રશંસા કરતાં. એટલાજ વિનયી અને વિવેકી હતા. એમના જવાથી સમગ્ર ગુજરાતને ખોટ પડી છે. I પ્રો. ગોવિન્દભાઈ, મુંબઈ Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૭૧ જ્ઞાનયોગી ડૉ. રમણભાઈ I મહેન્દ્ર શાહ-દાદાજી જીવનનો ઉદ્દેશ મને એક આકસ્મિક ઘટનાના પરિણામે સમજાયો. જેથી મારા જીવનમાં એક વળાંક (Turning Point) આવ્યો. હું એકરાર કરું છું, કે મોડું મોડું પણ મને જીવનમાં સત્ય પરખાયું છે અને જીવતા જ માનવજન્મની શ્રેષ્ઠતા જાણી એનો આનંદ માણી રહ્યો છું. આવી અણમોલ અનુભૂતિ મારા જેવા સામાન્ય માણસને થાય. એ મારા કુટુંબીઓ, સ્વજનો અને મિત્રો માટે આશ્ચર્ય સ્વરૂપ છે. છતાં હકીકત છે કે જ્યારે પર્યુષણ વ્યાખ્યાનમાળા અંગે ભાઈ શૈલેષ કોઠારીએ એમના ઘરે શ્રી રમણભાઈ સાથે મુલાકાત કરાવી અને જ્યારે એમને મને રંગો અને લેગ્યા વિષે પૂછયું; ત્યારે મારા જવાબથી એમને સંતોષ થયો અને પ્રવચન અંગે નાની નાની બાબતો વિષે સમજ આપી કે સમયસર કાર્યક્રમ શરૂ થાય માટે આગલા દિવસે રાત્રે જ મુંબઈ આવી જજો- કારણ હું દૂર ગોરેગામ રહું માટે. વ્યાખ્યાનમાળામાં એમણે જે સ્વરમાં મારો પરિચય આપ્યો તેના ફળસ્વરૂપે સૂક્ષ્મ તત્ત્વની અતિ ગહન દિશામાં ચિંતન કરવાનું વિચારી રહ્યો છું. માનવજીવનમાં ક્યારેક ને ક્યારેક નવી દિશા, નવી તક પોતાના ઉત્થાન માટે આવે જ છે. આમ જે સ્વયં શુદ્ધ છે એને મારા મનની શુદ્ધિ કરી જૈન તત્ત્વો અને શાસ્ત્રોમાં રહેલી મંત્ર શક્તિઓ-વર્ણદર્શનો અને વેશ્યા દ્વારા પરિવર્તનો અંગે જ્યારે જ્યારે મેં માર્ગદર્શન માગ્યું ત્યારે એ જ સ્વરમાં–કે જેના સૂર હૃદયમાંથી નીકળતાં એમને મને આપ્યું છે. મારા કલર થેરાપી અંગેના જ્ઞાનસભર પુસ્તક “ફાનસ'નું વિમોચન એમના હસ્તે કરવાનું હતું, નક્કી પણ થયું, અગાઉના દિવસે ધરમપુર હતા અને મને ફોનથી જણાવ્યું કે જરાયે ચિંતા કરતા નહિ-હું સમયસર સીધો હૉલ પર પાર્લા આવી જઈશ; અને તે પુસ્તકનું લોકાર્પણ એમના હસ્તે જ થયું–કાર્યક્રમના ફોટા આજે ફરી ફરી મેં જોયા. એ ફરિશ્તાના, જેના રોમે રોમે વ્યાપેલી દિવ્ય શક્તિનાં, નિરંતર પ્રેમપૂર્વક સૌ સાથે અંતરથી જોડાયેલાં; એ જ્ઞાનયોગી જે હંમેશાં પ્રભુનાં જ્ઞાનનું દાન કરે છે, એવા દાનેશ્વરીનો છેલ્લો પત્ર મને મળ્યો કે મારું નવું સરનામું નોંધી લેશો”.... એ સંતોના ચરણ કમલમાં. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શ્વત ઉપાસક રમણભાઈ તપઃપૂત પ્રતિભા પ્રફુલ્લ રાવલ રમણલાલ ચી. શાહનો પરોક્ષ પરિચય તો ખાસ્સો જૂનો. હું કિશોરાવસ્થાથી કુમાર'નો વાચક–ચાહક. અક્ષરે અક્ષર વાંચું. એમાં એમના એકાંકી વાંચ્યા હતા. જે પાછળથી “શ્યામ રંગ સમીપે' નામે પ્રસિદ્ધ થયા હતા. પરંતુ પ્રત્યક્ષ મળવાનું થયું હતું વીરમગામમાં જ પ્રખ્યાત ભાષાવિદ ડૉ. કાન્તિલાલ બ. વ્યાસના નિવાસસ્થાને. ત્યારે હું હાઈસ્કૂલમાં ગુજરાતી ભાષાનો શિક્ષક હતો. અને કોઈપણ લેખકને જોઈ–મળી અપાર આનંદ અનુભવતો. એ ભાવાત્મક મનઃસ્થિતિ હતી જે આજે પણ પૂર્ણ ઓગાળી નથી. ત્યારે મુલાકાતથી ભર્યો ભર્યો થઈ ગયો હતો. કેવું સાલસ વ્યક્તિત્વ હતું ! તારાબહેન પણ સાથે હતાં. દંપતી સંસ્કારિતાથી પ્રભાવ પાડતું હતું. પછી ખાસ્સો સમય પસાર થયો. હું વ્યવસાયમાં પડ્યો. વળી કોઈક નિમિત્તે પત્ર લખવાનું બન્યું અને ઉત્તર સાથે પુસ્તક પણ મળ્યું. તે સંશોધનનું હતું. એમની પ્રતિભાનું નોખું પાસું પામ્યો. એમની સર્જકતા અવશ્ય કોળત પરંતુ જીવ અભ્યાસનો એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-વિશેષ તો જૈન સાહિત્યના સંશોધન-સંપાદન બાજુ ગતિ થઈ. એટલે પેલી સર્જકતા થંભી ગઈ. જોકે ત્યારબાદ એમના જીવન-ચરિત્રાત્મક લેખો અને પ્રવાસ નિબંધોમાં સર્જનના ચમકારા અવશ્ય જોવા મળ્યા. પરંતુ જૂનાં જૈન સાહિત્યમાં દિલ દઇને અભ્યાસ કર્યો અને એનો હિસાબ પણ આપ્યો. ઘણું ખોળ્યું, પ્રસિદ્ધ પણ કર્યું. ફરી પ્રત્યક્ષ મળવાનું થયું ત્યારે એમની તપઃપૂત પ્રતિભાનો સુવર્ણકાળ હતો. મુંબઈના એમના મલબાર હિલના નિવાસ સ્થાને મળવાનું થયું હતું ત્યારે વિદ્વતાના ભાર વિનાનું એમનું વ્યક્તિત્વ ઋજુતાથી તેજસભર લાગ્યું હતું. * જૈન ધર્મના ભાવમય અભ્યાસથી જાણે પેલું જિનત્વ એમનું સંગાથી થઈ ગયું હતું ! જે સર્વમાં સમભાવ શોધતું હતું. ધીમે ધીમે અપરિગ્રહવૃત્તિ પાંગરી અને રમણભાઈ સંસારી રહ્યા છતાં ય જિનત્વના અધિકારી બન્યા. હું તો એમનાથી ખાસ્સો નાનો, પરંતુ “કુમાર'માં પ્રસિદ્ધ થતાં મારા જીવનચરિત્રાત્મક લેખો એમણે વાંચ્યા હશે, એથી જાણે હું એમની જ School નો અનુગામી ન હોઉં Page #433 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૭૩. તેવો ભાવ એ છૂપાવી શક્યા નહોતા. એમણે મને થોડાં પુસ્તકો ભેટ આપ્યા હતા. તેમાં “બૌદ્ધધર્મ' નામક નાની પીળી પુસ્તિકા હતી. તેમાં જપાનના યેહન નુયાતાનો ફોટોગ્રાફ હતો. પાછળથી એ જપાની ઉદ્યોગપતિનું ટૂંકું જીવનચરિત્ર મેં “કુમાર'માં લખ્યું હતું. વાંચીને એમણે આપેલા પ્રતિભાવથી હું પોરસાયો હતો. છેલ્લે જ્યારે એમને સમદર્શ આચાર્ય હરિભદ્રસૂરિ સુવર્ણચંદ્રક મળ્યો તે નિમિત્તે મેં લઘુલેખ કર્યો હતો. ત્યાં એમના જીવનની અભ્યાસ બાજુ દર્શાવી હતી. વાંચીને ફોન પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પરંતુ એમની વાણીમાં અહંનું નિરસન વર્તાયું હતું. વ્યક્તિવિશેષ શ્રેણીની બે પુસ્તિકા મોકલી તો વળતો જવાબ મળ્યો-“હવે વંચાતું નથી.. ન મોકલો તો સારું.” પણ માર્ચ ૨૦૦૧માં મેં મારી બા એટલે' પુસ્તિકા મોકલી તો એમનો પ્રતિભાવ આવો મળ્યો હતો : “હમણાં ઘણાં વખતથી પરસ્પર સંપર્ક કર્યો નથી. તમારી પુસ્તિકા “બા એટલે મળી. એથી સંપર્ક તાજો થયો. બા અને બાપા-બંને વિશે વાંચી ગયો. આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે કેવા વસમા દિવસો જોવાના આવે છે અને એમાં બા-બાપાનું ખમીર કેવું રહ્યું છે તે જોવા મળ્યું. કિશોરાવસ્થામાં મેં પણ નિર્ધનતાના દિવસો ગુજાર્યા છે એટલે વાસ્તવિકતાની તરત પ્રતીતિ થઈ. અભિનંદન.” તૈત્તિરીય ઉપનિષદનું વિધાન સ્વાધ્યાય પ્રવચનામ્ય = પ્રતિવ્યમ્' જાણે રમણભાઈનું જીવનસૂત્ર હતું. પ્રવાસ એમનો શોખ હતો. એ પ્રવાસી હતા. જેવા બહારના, તેવા ભીતરના. એમના પ્રવાસનિબંધોમાં ક્યાંક ભીતરના પ્રવાસીનું રૂપ ડોકિયું કરતું. વય થતાં પ્રવાસ થંભ્યો હતો. પરંતુ પછી કદાચ થાક્યા હશે. પ્રવાસ વગર, તેથી તો ૨૪ ઓક્ટોબરે એમણે આદર્યો લાંબો પ્રવાસ-વણ થંભ્યો અને ‘તસ્વાર્થ સૂત્ર' મુજબ “તનતમૂર્વછત્યાનો તાત્ એ ઊર્ધ્વગતિ કરીને લોકના અગ્રભાગે પહોંચી ગયા. નિઃસ્પૃહ, વિનમ્ર અને સરળ વિભૂતિ તેઓ પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રબોધ્યા પ્રમાણેનું જીવન જીવી ગયા. જૈન સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેઓ નિઃસ્પૃહ, વિનમ્ર અને સરળ વિભૂતિ હતા. | વસંતરાય દલીચંદ શેઠ, પાલિતાણા Page #434 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રુત ઉપાસક રમણભાઈ ધર્મિષ્ઠ શ્રુતભક્ત E ડૉ. વીરેન્દ્ર પી. શાહ ડૉ. રમણભાઈ સાથેનો મારો સંબંધ સન ૧૯૮૬ થી શરૂ થયો ત્યારે તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા હતા. ૧૯૮૬ ની સાલમાં મેં ૨૪ તીર્થંકરોની સ્તવનાવલી રચેલી અને એની પ્રસ્તાવના લખવા માટે મેં એમને વિનંતી કરેલી. ત્યારે હું એમને યુનિવર્સિટીના એમના રૂમમાં મળતો. જરા પણ અહમ્ની છાંટ વગર તેઓએ અતિ ભાવવાહી પ્રસ્તાવના લખી આપેલી અને એ ચોવીશીના વિમોચન પ્રસંગે પણ હાજર રહી એ વિશે સુંદર ઉદ્બોધન કરેલું. ત્યાર પછી તેઓ સાથેનો મારો પરિચય વર્ષો-વર્ષે ગાઢ બનતો ગયો. તેઓ પોતાના લેખન કાર્યમાં અને અન્ય પ્રવૃત્તિઓમાં અતિ વ્યસ્ત હોવા છતાં જ્યારે પણ હું એમનો સંપર્ક કરતો ત્યારે તેઓ મારી શંકાઓનું નિરાકરણ કરતા અને મને માર્ગદર્શન આપતા. અત્યંત નિઃસ્પૃહી અને નિજાનંદી એવા આ સાહિત્યસર્જકને જ્યારે જ્યારે હું મળ્યો છું ત્યારે ત્યારે એમની સાદગી અને સરળતા આંખે ઊડીને વળગી છે. વર્ષો સુધી એમને જૈન યુવક સંઘનું મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન'નું સુકાન પોતાની આગવી શૈલીથી સફળતાપૂર્વક સંભાળ્યું છે અને એમના જ્ઞાનસભર ચિંતનાત્મક અગ્રલેખોએ વાચકોની જ્ઞાનપિપાસા ઠારી છે. તેઓનું આ યોગદાન અતિ ઉચ્ચ કક્ષાનું રહ્યું છે. દેશ-વિદેશમાં જૈન ધર્મ વિશેના એમના પ્રવચનો અને વાર્તાલાપો જ્ઞાનદાનના યજ્ઞરૂપે યશસ્વી રહ્યા છે. તેઓએ વિશાળ સાહિત્યનું સર્જન અને સંપાદન કર્યું છે. જૈન ધર્મનું એમનું ઊંડું અને તલસ્પર્શી જ્ઞાન એમના અનેકવિધ વિષયો પરના પુસ્તકોમાં પથરાયેલું છે. એમની ભાષા એમના સાદગીભર્યા વ્યક્તિત્વની જેમ જ સહજ અને સરળ હોવાથી એમનાં પુસ્તકો વાંચનક્ષમ, આકર્ષક બન્યાં છે. એમની આ અનોખી શ્રુતભક્તિ વિશિષ્ટ કોટિની હોઈ આ વિદ્વર્ય ધર્મિષ્ઠ શ્રુતભક્તને અંતરની ભૂરી ભૂરી વંદના ! Page #435 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક રમણભાઈ ૩૭૫ ‘પ્રબુદ્ધ જીવન’ના ઉપાસક | | સુધા ઝવેરી, ભુજ કાગળ-કલમ લઈને કશુંક લખવાના ઉદ્દેશ્યથી બેઠી છું ને દૂરદૂર અતીતમાં ખોવાઈ જાઉં છું. લગભગ પચ્ચીસ વર્ષ પહેલાનું એક દશ્ય યાદ આવે છે. માંડવીના નદીકિનારા સમીપ એક સભા ભરાઈ છે. એક વૃક્ષ નીચે ગોઠવેલી ખુરશીઓ અને ટેબલો – એ વક્તાઓનો મંચ અને સામે ખુરશી અને શતરંજી પર શ્રોતાઓ. સૌ એકચિત્તે સાંભળી રહ્યા છે. વકુતાના શાંત, સહજ, અસ્મલિત વાપ્રવાહમાં સો વહી રહ્યા છે. કોઈને કશેય જવાની ઉતાવળ નથી. વકતાની પ્રતિભા અને વાણીમાં કંઈક એવું છે જે લોકોને જકડી રાખે છે. પચાસ-પચાવન કે તે કદાચ તેથીય વધુ હોઈ શકે – એવી ઉંમર છતાં કસાયેલું દેખાતું શરીર, શાંત મુખમુદ્રા અને સરળ-સહજ શબ્દોમાં વ્યક્ત થતું વિષયજ્ઞાન! યાદ છે ત્યાં સુધી વાત હતી સર્વ-ધર્મ-સમન્વયની. વાત કંઈક આવી હતી . એક વાર એક નવયુવાન બોદ્ધ સાધુ અને એક વયોવૃદ્ધ ચીની સંતનો સમાગમ થાય છે. ત્યારે પેલો બોદ્ધ સાધુ બુદ્ધની અદ્ભુત ઉપદેશ-વાણીનું વર્ણન કરે છે. એક એક વાત સાંભળતાં પેલા ચીની સંતની આંખોમાંથી સતત અશ્રુધારા વહેતી રહે છે. એટલે પેલો બોદ્ધ સાધુ પૂછે છે: આ તો અમારી બુદ્ધની પરમ કરુણાની વાણી છે. એ સાંભળીને આપ આટલા બધા પ્લાવિત થઈ ગયા છો, એ જોઈ મને આશ્ચર્યાનંદ થાય છે. ખરે જ અમારા બુદ્ધની કરુણા વિશ્વપ્લાવિની છે. ત્યારે પેલા ચીની સંત કહે છેઃ વત્સ, આ આંસુ હર્ષનાં છે. તેં જે કહ્યું એ બધું જ અમારા ધર્મમાં છે. મને લાગ્યું કે તું અમારા ધર્મની વાત કરી રહ્યો છે ને એક ભારતીય બૌદ્ધ સાધુના મુખે અમારા ધર્મની વાત સાંભળી મને અત્યંત હર્ષ થતાં મારી આંખો ભરાઈ આવી... સર્વધર્મ સમન્વયનું આવું સુંદર દષ્ટાંત અગાઉ સાંભળ્યું નહોતું. સાંભળનાર સૌ શ્રોતાઓ શાંત, સ્તબ્ધ, અભિભૂત !! વક્તવ્ય પૂરું થયું પછી પણ થોડીવાર સ્તબ્ધતા છવાઈ રહી ને પછી તાળીઓનો ગડગડાટ! અને બે દિવસ માંડવીનો જેનસમાજ હિલોળે ચડયો - રમણભાઈ કરીને કોઈ વિદ્વાન આવ્યા છે. સાથે બીજા પણ વિદ્વાનો છે. જૈન ધર્મ-દર્શન-ઈતિહાસ-સ્થાપત્ય-કેટકેટલા વિધવિધ વિષયો પર કેટલાં સુંદર પ્રવચનો! એ સૌને લઈ આવનાર પ્રાતઃસ્મરણીય એવા Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રત ઉપાસક રમણભાઈ શ્રી રમણભાઈ સી. શાહનો મારો એ પહેલો પરિચય હતો. માંડવી - મારી જનમભૂમિના આંગણે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈના ઉપક્રમે શ્રી રમણભાઈની પ્રેરણાર્થી એક અખિલ ભારતીય જૈન સાહિત્ય સમારોહનો. મારે તો અનાયાસ માંડવી જવાનું થયું હતું. આમંત્રિતો, મહેમાનો, વિદ્વાનોની ભોજન વ્યવસ્થા માંડવી જેન ભોજનશાળાના ઉપક્રમે મારા પિતાશ્રીએ ગોઠવેલી એટલે એમની સાથે હું અચાનક સમારોહમાં જઈ ચડી હતી અને એમણે જ મને સૂચન કર્યું - મારે પણ આ સમારોહમાં કશુંક રજૂ કરવું. કશું નવું લખવાનો સમય તો હતો જ નહિ. વર્ષો પહેલાં અમારા ઓરિસ્સાના વસવાટ દરમ્યાન મેં મારા કૉલેજ-કાળમાં એક ઉડિયા મહાનિબંધ “ઓરિસ્સામાં જૈન ધર્મ'નો ગુજરાતી અનુવાદ કરેલો. એમાંના અમુક પ્રકરણો અલગ તારવી નિબંધ રૂપે મેં બીજે દિવસે એની રજૂઆત કરી. ઓરિસ્સા કે જ્યાં હવે જૈન ધર્મનું ખાસ કશું અસ્તિત્વ નથી, એવા પ્રદેશમાં સમ્રાટ ખારવેલના વખતમાં જૈનધર્મે ઈતિહાસ સર્જ્યો હતો એની વાત શ્રી રમણભાઈને સ્પર્શી ગઈ અને આમેય “નવા નિશાળિયાઓને વર્ગમાં રસ લેતા કરવા, એ રસ એમનો કાયમ જળવાઈ રહે એ માટે પોતાની એટલી ઊંચાઈએથી નીચા નમી એમની આંગળી પકડવી એ તો વ્યવસાયે “શિક્ષક' એવા શ્રી રમણભાઈનો સહજ સ્વભાવ. એ પછીના સમારોહમાં મને મારો નિબંધ રજૂ કરવાનું આમંત્રણ શ્રી રમણભાઈ તરફથી મળ્યું ને હું રોમાંચિત થઈ ઊઠી. અને ત્યારથી આજ લગભગ પચ્ચીસ વર્ષ થયા - હું સાહિત્ય સમારોહમાં ભાગ લેતી રહી છું, નિબંધો લખતી રહી છું. તત્વજ્ઞાન-ફિલોસોફી આમેય મારો પ્રિય વિષય. કૉલેજમાં પણ બી.એ. દરમ્યાન તર્કશાસ્ત્ર (Logic) અને દર્શનશાસ્ત્ર (Philosophy) વિષયો રાખેલા ત્યારે સર્વશ્રી રાધાકૃષ્ણનનું Indian Philosophy Text તરીકે હતું. ત્યારે વિધવિધ ભારતીય અને વિદેશી દર્શનશાસ્ત્રો ભણવાનું થયેલું. જેમાં જેન-દર્શન પણ ખરું. હવે આટલા વર્ષે શ્રી રમણભાઈના પ્રોત્સાહનથી શ્રી જેન-દર્શન અંગેના નાના-મોટા પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. અને તેમ તેમ સમજાતું ગયું કે કિનારે બેસીને છબછબિયાં કરવાથી શંખ-છીપલાં સિવાય કશું હાથ નહીં લાગે. એટલે વાંચનનો વ્યાપ વધ્યો. મારી અને મારા જેવા અનેકની વાંચન-ક્ષિતિજને વિસ્તારનાર શ્રી રમણભાઈનું અસ્તિત્વ જ્યારે ક્ષિતિજની પેલે પાર સુધી વિસ્તરી ચૂક્યું છે ત્યારે હું આ મારા લેખ દ્વારા તેમને ભાવભીની અંજલિ આપવા માગું છું. Page #437 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૩૭૭. આમ તો રમણભાઈનો અંગત પરિચય મને બિલકુલ નહિ. આટઆટલા વર્ષોથી સમારોહમાં મળતા, પરંતુ એ બધો સમય નિબંધ-વાંચન-શ્રવણ ચાલે. એમની અંગત બાજુઓને જાણવાનું કદીય બન્યું નથી. માત્ર એકાદવાર કોઈ વક્તાએ એના પરિચયમાં એવો ઉલ્લેખ કરેલો કે એમના અધ્યાપન કાળ દરમ્યાન એમણે એન.સી.સી.ના માટે કડક લશ્કરી તાલીમ લીધેલી તે પછી છેક મેજરની પદવીએ પહોંચેલા. ત્યારે પહેલીવાર એટલી ઉંમરે પણ જળવાઈ રહેલા એમના દેહસૌષ્ઠવનું કારણ સમજાયેલું. પરંતુ એમના અંતરના દર્શન તો સહજપણે એમના પ્રવચનો, એમનો વ્યવહાર, એમની દિનચર્યા આદિથી થતું રહેલું. જેનદર્શનના વિદ્વાન જ નહીં, જૈન ધર્મના અનુરાગી પણ ખરા એટલે સાહિત્ય સમારોહ દરમ્યાન પણ હંમેશની જેમ એ અને એમના સહધર્મચારિણી પૂ. તારાબહેન – બન્ને શ્રાવકોચિત દેવદર્શન અને સેવાપૂજા – આદિ વ્રતોનું ચુસ્તપણે અને સહજપણે પાલન કરે. વાણી અને ચહેરો સદાય શાંત-સૌમ્ય, ક્યાંય કશી ખોટી ઉતાવળ કે ભાગદોડ નહીં. એમના સાન્નિધ્યમાં માત્ર શાંતિ અનુભવાય. પૂ. તારાબહેનના પ્રવચનો પણ એટલાં જ સુંદર અને માર્મિક. બન્ને વચ્ચેનું સખ્ય દામ્પત્યજીવનની ઊંચાઈ અને ગરિમાનું દ્યોતક. વ્યક્તિ તરીકે રમણભાઈ, દમ્પતી તરીકે રમણભાઈ અને તારાબહેન, પરિવાર તરીકે એ અને એમનાં સંતાનો દરેક સ્તરે સ્વયં એક સીમાચિહુન રૂપ બની જતાં. રમણભાઈનો પરિવાર તો એમના પત્ની કે બાળકો પૂરતાં સીમિત તો નહોતો, એમાં અમે સો પણ સામેલ હતા. મને યાદ આવે છે - વચ્ચે બે-ત્રણ વર્ષ નિબંધો મોકલવા છતાં હું જાતે સમારોહમાં હાજર રહી શકી નહોતી ત્યારે કચ્છના હાજર રહેલા કે અનાયાસ મળી ગયેલા કોઈ ને કોઈ મારફત રમણભાઈ મને ખાસ યાદી પાઠવતા અને સમારોહમાં કેમ નથી આવી શકી એ બાબત પૃચ્છા કરતા. અખિલ ભારતીય ધોરણે થતા આવડા મોટા સમારોહનું આયોજન કરવું, એ અંગેની આર્થિક અને અન્ય સર્વ આનુષાંગિક વ્યવસ્થાઓ કરવી, સમારોહનું સંચાલન કરવું, એક એક નિબંધનું વિશ્લેષણ કરવું - આ તો માત્ર જૈન સાહિત્ય સમારોહની વાત થઈ – આ અને આવા કેટકેટલા કાર્યક્રમોમાં વ્યસ્ત એવી આ વ્યક્તિને મારું નામ યાદ રહે એટલું જ નહિ વિદ્વાનોથી ઊભરાતા સમારોહમાં મારી ગેરહાજરીની નોંધ લે અને તે અંગે અંગત રીતે પૂરછા પણ કરે - આ બધું કદાચ રમણભાઈ જ કરી શકે. નાનામોટા દરેકને મહત્વ આપી એમને પ્રોત્સાહિત કરવા એ Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રુત ઉપાસક રમણભાઈ રમણભાઈના નેતૃત્વની આગવી શૈલી હતી. મને તો બે-ત્રણ એવા પ્રસંગો યાદ છે, જે હું જીવનભર નહીં ભૂલી શકું. પહેલો પ્રસંગ માંડવી-સમારોહનો છે. માંડવી ખાતેનો એ સમારોહ ત્રીજોચોથો કે પાંચમો હોઈ શકે – મારા માટે એ પ્રથમ સમારોહ હતો. મારા નિબંધવાંચન બાદ મારી પીઠ થાબડતાં એમણે કહેલુંઃ તમે ઓરિસ્સામાં જૈન ધર્મ વિષે લખ્યું છે. ભલે અનુવાદ હોય - અભિનંદનને પાત્ર છે. બહુ ઓછા લોકો આ વિષે જાણે છે. તમે હવે આવો ત્યારે તમારો એ મહાનિંબધનો અનુવાદ જરૂર લેતા આવજો. બહુ ઓછા લોકો બહુ ઓછું આ વિષે જાણે છે એમ કહેનાર રમણભાઈ જોકે ઘણું જાણતા હતા! મારા નિબંધ વાંચન પર ટિપ્પણી કરતાં એમણે સમ્રાટ ખારવેલ અને તેમનો જનધર્મ પ્રેમ, કરકુંડુ ઉપાજ્યાનું ઓરિસ્સામાં આવેલી ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓમાંની જેન-મૂર્તિઓ અને સ્થાપત્ય વિષે વાત કરેલી - એમના જ્ઞાનની ક્ષિતિજોનો તાગ પામવો સહેલો નથી એ મને ત્યારે જ સમજાઈ ગયેલું. ત્યાર પછી સમારોહમાં ભાગ લેતી રહી. એ દરમ્યાન ત્રણેક પ્રસંગ મને હંમેશ યાદ રહેશે. શરૂઆતના વખતના એક નિબંધમાં મારું મૌલિક કહી શકાય એવું ખાસ કંઈ નહોતું. કાર્યક્રમના સમાપનમાં રમણભાઈએ એક વાત કરીઃ આવા સાહિત્ય સમારોહમાં યુવા પેઢીને વધુ ને વધુ લઈ આવવાની અમારી નેમ છે. ભલે, ઊંડું વાંચન-મનન ન હોય, મૌલિકતા ન હોય, ક્યારેક માત્ર ઉતારા જેવું લાગે તો પણ એ બહાને યુવાનો જેન-ધર્મ અને જૈન દર્શનને વાંચતા થશે. એટલું થશે તો જૈન-સાહિત્યથી વિમુખ એવી આ નવી પેઢીને ફરી એના તરફ વાળવાનું પુણ્ય આ સમારોહને ફાળે જશે. અને એક વાર વાંચશે તો વિચારશે ને કશુંક મૌલિક આપી શકશે. મને લાગ્યું - આ શબ્દો કોઈને ય વૈયક્તિક રીતે નહોતા કહેવાયા, છતાં મને અને મારા જેવાને લાગુ તો પડતા જ હતા. બસ, તે દિવસથી કશુંક મૌલિક વિચારવાની, લખવાની મથામણ શરૂ થઈ તે આજ લગી ચાલે છે. અને તેના પ્રાથમિક પરિણામરૂપે મારો વિજ્ઞાન-પ્રયોગશાળાની બહાર' એ નિબંધ લખાયો અને કોડાય-બૌતેર જીનાલય ખાતે રજૂ થયો - બધાને ખૂબ ગમ્યો. આનંદ થાય એ સ્વાભાવિક છે પણ મને વિશેષ આનંદ એ વાતનો હતો કે શ્રી રમણભાઈએ મારા એ નિબંધની ભારોભાર સરાહના કરી - એની વિસ્તૃત છણાવટ કરી અને મારા પ્રયત્નોથી સંતોષ પામી મને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા. મેં ત્યારે મનોમન મારો એ નિબંધ એમને જ Page #439 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૭૯ અર્પણ કર્યો. પછી વર્ષો સુધી હું સમારોહમાં ભાગ લેતી રહી. પરંતુ છેલ્લે ગત વર્ષે લાયજા ખાતે યોજાયેલ સમારોહ પણ મને હંમેશા યાદ રહેશે. રમણભાઈને છેલ્લીવાર મળવાનું ત્યારે જ થયું. મારો વિષય હતો ‘લેશ્યાધ્યાન અને વૈકલ્પિક ચિકિત્સા પ્રકૃતિઓ'. તે દિવસે બપોરની ઉઘડતી બેઠકે મારો નિબંધ મેં રજૂ કર્યો ને સમાપને શ્રી રમણભાઈએ એની વિસ્તૃત છણાવટ કરી હતી. ફરી આ વખતે એમના અભિનંદનની હું અધિકારી બની અને મારા માટે એ ગૌરવની વાત હતી. પરંતુ આ બધું એમના કારણે જ શક્ય બન્યું. એ સમારોહ, એમની સાથેની એ છેલ્લી મુલાકાત, એમના એ શબ્દો હું કદી નહિ ભૂલું. લાયજામાં એ થોડાક થાકેલા જણાતા હતા. છેલ્લા થોડા વર્ષોથી એ સમારોહનો ભાર કોઈ નવયુવાન ઉપાડી લે એવી ઈચ્છા વ્યક્ત કરતા હતા. ત્યાર પછી ગત વર્ષે રાજકોટ ખાતે આયોજિત જ્ઞાનસત્રમાં એ આવવાના હતા, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહી શક્યા નથી એવું જાણવા મળ્યું. પરંતુ ત્યારે એમની વિદાય આટલી નજદીક હશે એવું તો કલ્પેલું પણ નહિ. હું તો આ વર્ષે પણ એમના તરફથી સમારોહના આમંત્રણની રાહ જોતી હતી - ત્યાં એકાએક એમના ચિરપ્રયાણના સમાચાર “કચ્છમિત્ર' મારફત જાણવા મળ્યા. એક ઊંડા આઘાતની લાગણી અનુભવી - એક અનાથપણાનો ભાવ અનુભવ્યો. મારી આ તદ્દન અંગત કહી શકાય એવી લાગણી આમ તો સમારોહ સાથે સંકળાયેલા સર્વકોઈની હશે જ – છે જ. રમણભાઈ વગરના જૈન સાહિત્ય સમારોહની તો કલ્પના પણ નથી થઈ શકતી. મારા શોકની અભિવ્યક્તિ માટે મેં તારાબેનને ફોન કર્યો તો એમણે સામેથી મને આશ્વાસન આપ્યું. મારે ઘણું ઘણું કહેવું હતું પરંતુ શબ્દો સાથ નહોતા આપતા. ત્યાં તો તારાબહેને ખુદ “પ્રભુદ્ધ જીવન'ના આગામી સ્મરણાંજલિ અંક માટે રમણભાઈ વિષે કશું લખી મોકલવાનું કહ્યું ને મેં લખવાનું શરૂ કર્યું. પણ શુ લખું? મારી અંગત અભિવ્યક્તિને મેં વાચા આપી પરંતુ રમણભાઈ વિષે તો હજી ઘણું જાણવાનું બાકી હતું. ત્યાં તો ૧૯ નવેમ્બરનો ગુજરાત સમાચારનો અંક હાથમાં આવ્યો, જેમાં શ્રી કુમારપાળ દેસાઈએ “ઈંટ અને ઇમારત શીર્ષક અંતર્ગત શ્રી રમણભાઈની જીવન-ઝલક પેશ કરી છે. વાંચીને એમના વિરાટ વ્યક્તિત્વના વિધવિધ પાસાં મારી નજર સમક્ષ ઉજાગર થયા. એમનું સાદગી અને સત્ત્વશીલ જીવન, ઉચ્ચ જીવનમૂલ્ય, અડગ કર્મનિષ્ઠા, કઠોર સંઘર્ષો વચ્ચે પણ પોતાનું અને અન્યોનું જીવન ખીલવી જાણવાની એમની કળા અને Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રત ઉપાસક રમણભાઈ સર્વથી ઉપર જન્મ, જીવન અને મૃત્યુ – એ ત્રણેયને અજવાળી જનારી એમની આત્મચેતના એ બધા વિષે જાણ્યું, મનોમન વંદન કર્યું અને નજર સમક્ષ એમની ઊંચી, ઓજસ્વી, સૌજન્યશીલ મૂર્તિ આવીને ઊભી રહી. એમના ઉજ્જવળ વ્યક્તિત્વના આભામંડળનો વ્યાપ દેહાતીત હતો-છે. આ લખતી વેળાએ – આ ક્ષણે એમના આશિષ અંતરીક્ષમાંથી મારા પર વરસતા હોય એવો ભાસ થાય છે ને આંખોમાંથી અશ્રુ આપોઆપ ખરી જાય છે. “પ્રબુદ્ધ જીવન'ના ઉપાસક ને ‘પ્રબુદ્ધ મૃત્યુના હામી એવા પ્રબુદ્ધ પુરુષને મેં મારા ઘરના એકાંત ખૂણે આપેલી અંજલિ છે! INDEED A VERY NOBLE SOUL After Chimanbhai Chakubhai's death .... so many years he carried on so well the responsbility as president of Jain Yuvak Sangh. His articles in Prabhudha Jeevan Covering various topics were so interesting to read. There was always so much of depth in all his writings. To hear him in Paryushan Vyakhayanmala was always an experience by itself. His knowledge of Jainism was so profound apart from all this, he was a great human being, so humble and unassuming. He was indeed a vary noble soul. O JASWANT B. MEHTA, Mumbai R XXX A GOOD HUMAN BEING Meenakshi and I last met Ramanbhai and Taraben during the Paryushan Vyakhanmala and he did look very frail. But the news of his demise came as a blow. I still remember vividly Ramanbhai telling us on the first day of our B.A. Class: 'Friends, It is difficult to be a great scholar, but it is much more difficult to be a good human being. Let's strive to be at least a bit of both.'Ramanbhai himself achieved that so well He did become a great scholar of Jain literature and was a perfect gentleman. He imbibed the spirit of 'samata', equanimty, and had a detached attitude to life. To me, he assimilated the highest ideal of Jain philosophy, its `navakar mantra'. His death cannot diminish in any way the great memories of my many years of friendship with him. O PRAKASH MEHTA Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક ૨મણભાઈ ૩૮ ૧ બહુશ્રુત શ્રાવક D જયશ્રી દિનેશ દોશી પ. પૂ. રમણકાકા............ એક ઉજ્જવળ નામ.. એક પ્રજ્ઞાવંત પ્રતિભા..... એક પ્રબુધ્ધ જીવન.... એક નખશિખ સજ્જનતા. એક પ્રસન્ન અસ્તિત્ત્વ.... એક બહુશ્રુત શ્રાવક.... જેમના ગુણોને શબ્દસ્થ કરવાનું મારું કોઈ જ સામર્થ્ય નથી. તેઓ મારા જીવનમાં પરમ ઉપકારી રહ્યા છે. પિતાના મિત્ર હોવાના નાતે કે તેમના વાત્સલ્યપૂર્ણ સહવાસના કારણે અમારી આત્મીયતા વધતી ચાલી. આજે પણ એ ક્ષણોનું સ્મરણ આંખ અને અંતરને ભીંજવે છે અને મારી જાતને તેમનું ગુણસંકીર્તન કર્યા વગર રોકી નથી શકતી. જ્ઞાનમાર્ગના પ્રવાસી બનેલા આ વ્યક્તિએ ઘણા પુસ્તકો લખ્યાં છે. અને છેલ્લે “જ્ઞાનસાર' એ ક દળદાર ગ્રંથ, જેના મગ્નાષ્ટકના ૧૪મા શ્લોકના પરમાર્થની એક ચિંતનાત્મક ઝાંખી જાણે એમના વ્યક્તિત્વમાં પણ પ્રતિબિંબિત થતી હતી. ज्ञानमग्नस्य यच्छर्म तद्वक्तुं नैव शक्यते । નામે કિયારીffપ તથ્વન્દ્ર દવે : ગા૨ાદ . તેઓશ્રીના શબ્દોમાં જ પરમાર્થ સમજીએ તો.... “જ્ઞાનમાં મગ્ન થયેલાનું જે સુખ છે તે કહી(વર્ણવી) શકાય એવું નથી....” “.......જ્ઞાનમગ્નતાનો આનંદ શુદ્ધ, ઉપાધિ વિનાનો, અખંડ, ઉત્તરોત્તર વિશેષ ચમત્કૃતિ ભરેલો હોય છે.” પૂરબ” બિલ્ડીંગના કેટલાક રહેવાસીઓ તેમની સલાહ લેવા ગયા હતા તે વખતે તેમણે કહ્યું: દેવો સમવસરણમાં અષ્ટપ્રાતિહાર્યની રચના કરે છે. તો એનાથી ઉત્તમ રચના Page #442 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ આ જગતમાં કઈ હોઈ શકે ? તમે પણ આવા ઉત્તમ ભાવોથી આવી રચના કરવાનો પ્રયત્ન કરો અને ઉત્તમ ફળને પામનારા બનો. તેઓશ્રીને મળવા આવેલા સર્વેના મગજમાં આ વાત બેસી ગઈ. અલબત્ત એ પહેલાં પ.પૂ. ગચ્છાધિપતિ આ શ્રીજયઘોષસૂરિશ્વરજી મહારાજા વગેરે આચાર્ય ભગવંતોની પૂર્વ સંમતિની મહો૨ તો જરૂર હતી પણ આચાર્ય ભગવંતને પૂછવા બધા નહોતા આવેલા. જ્યારે પૂ. રમણકાકાની પાસે ‘પૂરબ’ બિલ્ડીંગના ઘણાં લોકો ગયેલા અને તેમણે તર્કબદ્ધ રીતે અમારા મગજમાં આ વાત મૂકી. આજે તો એ પિછવાઈ બની પણ ગઈ, ભગવાન પાછળ લગાવી પણ દીધી અને પ.પૂ. ગચ્છાધિપતિ આ શ્રી ચંદ્રોદય સૂરિશ્વરજી મહારાજાના શબ્દોમાં કહીએ તો ‘‘બોમ્બેમાં હજી સુધી આવી સુંદર પિછવાઈ જોઈ નથી.’’ ૩૮૨ આવી સ્મરણસંદૂકમાં એક બીજો પ્રસંગ પણ સળવળે છે કે ત્રણ મહિના પહેલાં જ શ્રી હિમ્મતમલજી બેડાવાલાની ગુણસંકીર્તનિકા બહાર પડી. તે પુસ્તકમાં પણ જે ‘ગુણસંકીર્તન સમિતિ' હતી તે સમિતિને પણ પૂ. કાકા તરફથી ઘણાં જ સુંદર સલાહ-સૂચનો મળેલા. તદુપરાંત તેઓશ્રીએ પોતે પણ પ્રબુધ્ધ જીવનના ઑગસ્ટ ૨૦૦૫ના અંકમાં શ્રી હિમ્મતમલજી બેડાવાલાના ગુણસંકીર્તનનો પોતાનો અમૂલ્ય લેખ પણ છાપ્યો. કેવું ગુણાનુરાગીપણું !! આપણને બધાને ખ્યાલ છે કે આવા ગુણાનુરાગના તો તેઓએ કેટલાંએ લેખો આપ્યા છે. પાછળથી પૂ. તારાકાકી પાસેથી જાણવા મળ્યું કે શ્રી હિમ્મતમલજી ગુણસંકીર્તન સમિતિને આપેલા સલાહ - સૂચનો વ્હીલચેરમાં બેસીને આપેલા અને તેમના ૫૨ લખેલાં લેખ પણ પથારીમાં અડધું બેસીને, અડધું સૂતા સૂતા તૈયા૨ કરેલો. માણસ એક નાની માંદગીમાં પણ બહાનું કાઢીને આરામ કરે જ્યારે પૂ. કાકાએ તો તેમની પોતાની તકલીફનો જરા પણ ખ્યાલ આવવા દીધા વગર, એકદમ તો - તાજગી સાથેનું લખાણ આપ્યું. અરે ! એમણે તો તેમની જિંદગીના છેલ્લા દિવસ સુધી આ જ્ઞાનયજ્ઞ ચાલુ રાખેલો. માંદગીમાં પણ જ્ઞાનમગ્ન બનીને શરીરને ભૂલી ગયા. :: જ્ઞાનપ્રદાનનો જીવનયજ્ઞ છેલ્લે સુધી પ્રજ્વલિત ‘ પુદ્ગલાનંદની પ્રાપ્તિ માટે પાપારંભ કરવા પડે છે જે કર્મબંધમાં પરિણમે છે અને વિપાકોદય વખતે દુઃખ આપનારા નીવડે છે.’’ ‘સંસારના ભૌતિક સુખો તત્ત્વસ્વરૂપની દૃષ્ટિએ દુઃખ જ છે. વસ્તુતઃ ભૌતિક Page #443 -------------------------------------------------------------------------- ________________ ક્ષત ઉપાસક રમણભાઈ ૩૮૭ સુખ એ દુઃખનો પ્રતિકાર છે.” સંસારમાં શ્રુતજ્ઞાનના આનંદની કે આત્મજ્ઞાનના આનંદની અનુભૂતિ કોઈક વિરલા ભાગ્યશાળીને હોય છે. જેમણે એવો અનુભવ કર્યો છે તેઓ પણ એને શબ્દમાં વર્ણવી શકતા નથી. એટલે એ આનંદ કેવો છે તે જાણવા માટે જાતે જ અનુભવ કરવો પડે છે. રુચિ, શ્રધ્ધા અને પુરુષાર્થથી એવો અનુભવ થઈ શકે છે...' અને જ્ઞાનયોગી એવા પૂ. કાકાની પણ રુચિ, શ્રધ્ધા અને પુરુષાર્થ આત્માના જ્ઞાનના પ્રવાસરૂપે જ હતા. જીવનમાં ઉમેરવાને માટે જ હતા. આ આત્મજ્ઞાનની સાથે વ્યવહારિકતા, મૈત્રીભાવ, પરોપકારવૃત્તિ પણ તેમનામાં એટલાં જ હતાં. કોઈપણ બાબતની પૃચ્છા કરીએ, સલાહ માગીએ તો ગમે તેવી ગંભીર બાબત પણ સરળતાથી-સાહજિકતાથી સમજાવે. ક્યારેય મોટપ બતાવવી નહીં અને સામાને નાનપ આપવી નહીં એવી વ્યવહારીક દક્ષતા તેમનામાં હતી. હંમેશાં હસતું જ મોટું હોય. મને તો વિચાર થાય છે પૂ. કાકા કયારેય કોઈને ગુસ્સે થયા હશે ખરાં ? આવા ગુણસભર એક બે સ્મરણ તાદૃશ્ય થાય છે... બે વર્ષ ઉપર બાબુના દેરાસર (તીનબત્તીના દેરાસરમાં, જ્યાં પૂ. કાકા તથા પૂ. કાકી પણ રોજ પૂજા કરવા આવતાં હતાં) સો વર્ષ પૂર્ણ થતાં હતાં ત્યારે, પહેલે માળે દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાન પાછળ ચાંદીની પિછવાઈ બનાવવાનો લાભ “પૂરબ એપાર્ટમેન્ટના સર્વે કુટુંબીજનોએ લીધેલો હવે તેમાં ડિઝાઈનમાં વિષય શું લેવો ? જુદાં જુદાં મંતવ્યો આવ્યાં પરંતુ પૂ. કાકાએ આ સવાલ બહુ સરસ રીતે સુલટાવી દીધો. અહીં પાર્શ્વનાથ પરમાત્મા સિધ્ધસ્વરૂપે બિરાજમાન છે. પરમાત્માને કેવળજ્ઞાન થયા પછી તેઓના પુન્યના રાખ્યો એ જ એમની પ્રબુધ્ધતા - એ જ એમની બહુશ્રુતતા. નિરાભિમાન વિદ્વતા અને નિર્ભર અધ્યાત્મિકતાના માર્ગે ચાલનાર પૂ. રમણકાકા જીવનને જીવવાનો એક સુંદર આદર્શ મૂકતા ગયા છે. જેમાંનો કંઈક અંશ પણ પામી શકાય એ જ ભાવ સાથે તેમને બે હાથ જોડીને અહોભાવસહ ભાવાંજલિ અર્પ છું. તેમના આત્માને શત શત પ્રણામ........ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રુત ઉપાસક રમણભાઈ મારા વિદ્વાન સન્મિત્ર I ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ્) અચાનક એક સવારે મારા સાહિત્યિક બાળમિત્ર કવિ શ્રી રજનીકાન્ત દલાલના ફોન સંદેશા દ્વારા મારા સમવયસ્ક સહાધ્યાયી સન્મિત્ર પ્રિય રમણભાઈના દિવંગત થયાની જાણ થઈ ને ભારે આઘાતની લાગણીમાં ગરકાવ થઈ ગયો. શરૂઆતમાં એ માન્યું નહિ, પણ સન્મિત્ર ડૉ. કુમાર પાળ દેસાઈએ ગુજરાત સમાચારના ‘ઈંટ અને ઇમારત’માં લખેલો લેખ વાંચ્યાથી એ દુઃખદ સમાચારની ખાત્રી થવા પામી. અને પછી ભૂતકાળમાં સરકી ગયો. રમણભાઈ વડોદરા પાસેના પાદરાના વતની અને હું ભરૂચનો વતની છતાં અમારો પરિચય મોટપણે થવા પામેલો. અમે બંને જ્યારે ઈ.સ.૧૯૫૦માં મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા મુખ્ય વિષય ગુજરાતીને ગૌણ વિષય સંસ્કૃત સાથે આપી ત્યારે જ આકસ્મિક રીતે અમારો પરિચય થવા પામેલો. કેમ કે ત્યારે આખા જૂના મુંબઈ ઈલાકામાં એક જ મુંબઈ યુનિવર્સિટી હતી. એ આજના સમગ્ર મહારાષ્ટ્ર ને ગુજરાત રાજ્યને આવરી લેતી હતી. એ વખતે મેં એમ.એ.નું અધ્યયન સુરતની એચ.ટી.બી. કૉલેજના અનુસ્નાતક વર્ગમાં સાક્ષર શ્રી ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને વિજયરાય વૈદ્ય તથા પ્રો. કુંજવિહારી મહેતા જેવા સન્નિષ્ઠ સારસ્વતો પાસે કરેલું ને રમણભાઈએ મુંબઈ ખાતે પ્રો. મનસુખલાલ ઝવેરી ને ઝાલાસાહેબ પાસે કરેલું. આમ છતાં, ત્યારે સંસ્કૃતમાં નિયત થયેલ પુસ્તક ‘યશસ્તિલક ચંપૂ’ અપ્રાપ્ય હતું અને તે મને ખાસ ઓળખાણ ન હોવા છતાં રમણભાઈએ સૌજન્ય દાખવીને એ ભાષાંતર સહિત મોકલી આપેલું. આવી તેમની અજાણ્યાનેય મદદરૂપ થવાની ભાવના હતી. એવા કિસ્સામાં બીજો કોઈ તો તેજો દ્વેષ રાખી મદદ ન કરે, પણ એમનામાં એ દૂરિત ભાવ નહોતો. આવા સજ્જન ને સહાયત૫૨ પરગજુ તેઓ હતા, એ તો હતા સંસારી સાધુ છતાં કુટુંબભાવના ઉત્કટ હતી. તેમની પ્રકૃતિનું બીજું માનસ લક્ષણ તે વિનમ્રતા, એ હતા વિદ્વાન. જૈનદર્શનના અઠંગ અભ્યાસી, છતાં તેમનામાં એ અંગે જરાય અહંભાવ નહોતો. દંભનો અંચળો તેમણે ઓઢ્યો નહોતો. નિરંતર નિખાલસતાથી એ શોભતા, રાગદ્વેષ ને કપટથી એ દૂર રહેતા અને જે કોઈ એમની પાસે મૂંઝવણ દર્શાવે તો તેને માર્ગદર્શન સહર્ષ તેઓ આપતા, એમણે સાહિત્ય અને ધર્મના વિષયમાં ઘણાં Page #445 -------------------------------------------------------------------------- ________________ ભુત ઉપાસક રમણભાઈ ૩૮૫ પુસ્તકો લખ્યાં છે. વર્ષો સુધી અનુસ્નાતક એમ.એ.નું અધ્યાપન કરાવેલું છે ને પીએચ.ડી.ના માર્ગદર્શક અભ્યાસક તરીકે એમણે સફળ રીતે કામગીરી બજાવી કેટલાય વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની ઉપાધિ માટેનું સફળ રીતે માર્ગદર્શન કર્યું છે. આમ છતાં તેમનામાં એ અંગેનો ઘમંડ દેખાતો નહોતો. આવા સીધા, સાદા ને સરળ સેવાભાવી સજ્જન એ હતા. તેઓ એમનું કામ નિયમિત રીતે પાર પાડતા. એમનું શરીર પણ કસાયેલું ને નિર્વ્યસની એમનું જીવન. વળી કૉલેજ તરફથી કહેવામાં આવ્યાથી એમણે એન.સી.સી.ની તાલીમ પણ શાસ્ત્રીય રીતે લીધેલી ને એ ક્ષેત્રમાંય કેપ્ટન અને મેજરના ઉચ્ચપદે તે પહોંચ્યા હતા, એનું કારણ એ જ કે જે કામ એ કરતા તે ચીવટ ને નિષ્ઠાથી કરતા હતા. એ જ રીતે એમના હાથમાં પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ સોંપાયું ત્યારે એનેય એમણે પોતાની સઘળી શક્તિ ને નિષ્ઠાથી કર્યું ને દીપાવ્યું. એમાંય એમણે નિયત ધોરણ જાળવી રાખેલું. એ માટેના લેખની પસંદગીમાં તેઓ તટસ્થતા જાળવતાને કોઈનીય શેહ શરમને ન ગાંઠતા. એ જ કારણથી મારા વર્ષો જૂના મિત્ર હોવા છતાં ને મારા વતન ભરૂચના રહેઠાણ આવીને આતિથ્ય માણી ગયા છતાં તેમણે મારા કેટલાય લેખો “પ્રબુદ્ધ જીવન” માટે યોગ્ય ન લાગવાથી પરત મોકલ્યા હતા, આવા નિષ્પક્ષ તેઓ હતા. એમનામાં ધર્મની જડતા નહોતી, પણ તેની જીવંતતા ઝળહળતી હતી. તેમની સૂચનાઓ સંક્ષિપ્ત રહેતી. પોતે ખુદ જે લખતા ને “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરતા તે સાંગોપાંગ અભ્યાસ કરીને જ અક્ષર પાડતાં હતા. જરાય ઊણપ એ નભાવી લેતા નહિ. અમે એમ.એ.માં સાથે વાંચતા, પણ મારાથી એ વધારે તેજસ્વી બુદ્ધિના અને સૂક્ષ્મ તીવ્ર સ્મરણશક્તિ ધરાવતા હોવાથી ૧૯૫૦ની એમ.એ.ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર તરીકે સાક્ષર શ્રી બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયેલો. એનું એમનામાં જરાય અભિમાન નહોતું. એ હતા મિતભાષી ને મિતવ્યયી. પત્રવ્યવહારમાં એ નિયમિત રહેતા. એમને લખેલા પત્રનો જવાબ આપવા જેવો હોય તો તરત જ એ લખતા, પણ જરાય બિનજરૂરી લંબાણ એમાં ન કરતા. આવા શિષ્ટ સૌજન્યશીલ વિદ્વાન સન્મિત્ર એ હતા. એમની ચિરવિદાય છતાં એમની યાદ ધૂપસળીની મીઠી સુગંધની જેમ ચિત્તમાં ને જીવનમાં કાયમ માટે ઘૂમરાયા કરશે. એ સન્મિત્ર વિભૂતિને વંદન હો ને એમના આત્માને ચિર શાંતિ મળો એ પ્રાર્થના. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્વત ઉપાસક રમણભાઈ અમારા રમણભાઈ I પૌલોમી પ્રકાશ શાહ પૂ. રમણભાઈ એક પ્રખર તત્ત્વચિંતક હતા. તેમના મુખમાં સરસ્વતીનો વાસ હતો. સમતા અને સાદગી અને સરળતા જેના જીવના સૂત્ર હતા. પૂ. રમણભાઈની ચિરવિદાયથી આખા જૈન સમાજને, જેન યુવક સંઘને અને અમને બધાને ખાડો પૂરાય પણ ખોટ ન પૂરાય એવી ખોટ પડી છે. તા. ૨૪-૧૦-૨૦૦૫ના એમના દેહવિલયના સમાચાર ઈઝરાયલમાં મળ્યા, દૂર બેઠે એમના વિચારોના વમળમાં અટવાયા અને પૂ. રમણભાઈ સાથેની અમુક રમૂજી પળો યાદ કરીને એમના સંસ્મરણો યાદ કર્યા. મારા અહોભાગ્ય હતા કે પૂ. તારાબેન અને પૂ. રમણભાઈ મને એક પુત્રી માનતા હતા. વર્ષોથી વાલકેશ્વર પર રેખા બિલ્ડિંગમાં રહેતાં અને સામે જ દોલતનિકેતનમાં હું રહેતી. દરરોજ બપોરે ૧૨ વાગ્યાના સુમારે પતિ, પત્ની પૂજા કરવા જતાં. રમણભાઈ તારાબેનનો ખૂબ ખ્યાલ રાખતા, તારાબેનના પગની તકલીફના હિસાબે રસ્તો ઓળંગવા હાથ પકડીને મદદ કરતા. ઘણીવાર હું પણ મોડી જતી ત્યારે પૂછું કે રમણભાઈ કેમ તમે દરરોજ આ સમયે! તો રમૂજમાં કહેતા કે ભગવાન આપણા માટે આ સમયે ફ્રી હોય (ગિરદી ના હોય) એટલે તેમના સાથે ડાયરેક્ટ વાતો કરી શકાય. ખૂબ શાંતિથી અને સમતાપૂર્વક પૂજા અને ચૈત્યવંદન કરતા. મારી મોટી પુત્રી ચી. મનિષા (જે આજે આ દુનિયામાં નથી - ૬ વર્ષ પહેલા મૃત્યુ પામી છે) સ્કૂલમાં જતી. કરાટે બ્લેક બેલ્ટ હતી. જ્યારે શીખતી ત્યારે રમણભાઈ રસ્તા પર પણ કરાટે એક્શન કરે અને પૂછે કે બેટા જોજે સાસુનો સાડલો કરાટેથી ના ફાડતી. મશ્કરી કરી તેને ખૂબ જ પ્રોત્સાહન આપતા. નાના સાથે નાના થવું એવો એમનો સ્વભાવ હતો. તેઓ પુષ્કળ રમૂજી ટુચકા કહેતા - મને યાદ છે કે અમે નોર્વેથી એક પુસ્તક લાવેલા. એમણે એ વાંચ્યું અને નોર્વે સાથે પ્રેમમાં પડ્યા. “પાસપોર્ટની પાંખે' પુસ્તક વાંચતા એમ જ લાગે કે આપણે એ જ દેશની સફર કરી રહ્યા છીએ. મારી દીકરીના લગ્ન પ્રસંગે મને ચૂંદડી અને ચૂડી પિયરથી મોકલે તેવી રીતે મોકલી તે Page #447 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૩૮૭ કેમ ભૂલી શકાય? આવા તો કેટલાય પ્રસંગો આંખ આગળ તાદ્રશ્ય થાય છે. પૂ. તારાબેન અમારા મંડળમાં “શ્રી આત્મવલ્લ મંગલ મંદિરમાં અમારી સાથે ટ્રસ્ટીગણમાં છે – પૂ. રમણભાઈ હંમેશાં અમને દરેક કાર્યમાં પ્રોત્સાહિત કરતાં. મંડળની દરેક પ્રવૃત્તિમાં રસ ધરાવતાં - આજે એમનો રમૂજી સ્વભાવ મને તો સુખડી ગાંઠિયા બહુ ભાવે - એ શબ્દો મારા કાનમાં ગૂંજે છે. અમે “પ્રબુદ્ધ જીવન'ની આતુરતાપૂર્વક રાહ જોઈએ. દરેક લેખમાં હરહંમેશ નવીન વિષયની સરળ રીતે છણાવટ કરી હોય. ગયા પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એમનો ફક્ત અવાજ સાંભળીને હૃદય ભાવવિભોર થયેલ, હવે તેમનાં પ્રભાવશાળી અવાજ વ્યાખ્યાનમાળામાં સાંભળવા નહિ મળે તે વિચારે હૈયુ ગમગીન બને છે. દરેક વ્યાખ્યાનનો સારાંશ થોડા વાક્યોમાં કહેવો એ જ એમના જ્ઞાનની લાક્ષણિક્તા હતી. આજે પૂ. રમણભાઈનું શરીર આપણી વચ્ચે નથી પણ આત્મા તો છે. એમણે જ આત્મા વિષે ઘણું જ્ઞાન કરાવેલ. એમની અંતિમ પળોની વાતો બેન શૈલજા પાસેથી સાંભળી – પોતે જ્ઞાની અને ઋષિપુરુષ હતા તેથી તેમનો આત્મા તો જરૂરથી અને ખાત્રીપૂર્વક કહી શકીએ કે ઉચ્ચસ્થાને બિરાજમાન હશે. પ્રભુ એ આત્માને પરમ શાંતિ બક્ષો ! * * * જિંદગીનો સાર તેઓ પામી ગયા તેઓએ છેલ્લે નવકારમંત્ર તથા મહાવીર સ્વામીના સ્વપ્નની વાત કરતાં પ્રાણ ત્યાગ કર્યો. આવા ઋષિતુલ્ય રમણભાઈનું મૃત્યુ - પંડિત મરણ - સમાધિમરણ - થયું છે જે શ્રેષ્ઠ મરણ છે. જિંદગીનો સાર તેઓ પામી ગયા. આવા મહાન પુરુષ વિષે લખીએ તેટલું ઓછું છે. તેઓ પ્રચંડ સાહિત્ય આપી ગયા છે. તેમાંથી દોહન કરીને બીજા ગ્રંથો તેયાર કરવાના છે. જે ઘણું જ યોગ્ય છે. તેમનો આત્મા અમર થઈ ગયો જલ્દી જલ્દી મોક્ષે પધારશે, તેઓને મારી ભાવભરી શ્રધ્ધાંજલિ છે. રસિકલાલ નાનાલાલ ગાઠાણી, મુંબઈ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રત ઉપાસક રમણભાઈ જીવનનો એક લ્હાવો 1 ભારતીબહેન શાહ પૂ. રમણભાઈની વિદાયથી જૈન સમાજનો એક મહાન સિતારો ખરી પડ્યો છે. એમની ખોટ અચૂક લાગશે. એમનો એ હસતો ચહેરો, તેજસ્વી મુખ ક્યારે પણ ભુલાશે નહિ. જૈન યુવકસંઘની વ્યાખ્યાનમાળામાં હું છેલ્લા ૩૫ વર્ષથી જાઉં છું. એકપણ વ્યાખ્યાન મેં છોડ્યું નથી. પહેલી હરોળમાં જ હું બેસું છું. દરેક વર્ષે નવા નવા વક્તાઓને જુદા જુદા વિષયો આપીને આપણી સમક્ષ એ લાવ્યા છે. આપણને સાંભળવાની એ તક મળી તે બદલ રમણભાઈનો આભાર. તેઓ વર્ષ દરમિયાન સારા વક્તાઓ લાવવા ખૂબ જ મહેનત કરતા. હું તો એક સામાન્યગણની શ્રોતા છું. ક્યારેક કોઈ વ્યાખ્યાન ન સમજાય તો પણ તે વક્તાનું વક્તવ્યને અંતે સંક્ષિપ્ત પણ માર્મિક સમાલોચના આપતા. આખી વસ્તુનો નીચોડ ખૂબ જ સરસ રીતે કહેતા. આ મંચ પરથી મને તો ઘણું જાણવા એ શીખવા મળ્યું છે, તે બદલ અંતઃકરણથી રમણભાઈનો આભાર. તેઓ એક પ્રેમાળ, ધર્મશ્રદ્ધાળું, ઉત્તમ વિચાર ધરાવતા, ગંભીર પરગજુ અને જ્ઞાનના તો ભંડાર હતા. એમનું જ્ઞાન તો એવું હતું કે દુનિયાના કોઈપણ વિષય પર તેઓ સહજતાથી ચર્ચા કરી શકતા. આપણને કાંઈના સમજાય ને એમની પાસે ગયા હોઈએ તો એવી સરળતાથી સમજાવી દે કે આપણા દિલ દિમાગમાં એ છવાઈ જાય. હસતાં હસતાં ઘણી અઘરી સમસ્યાનો ઉકેલ લાવી દે. એમનું વ્યાખ્યાન સાંભળવું એક અનુપમ લહાવો હતો. સરળતાથી, સચોટ દાખલાઓ સાથે, કડીબદ્ધ (પોઈન્ટ ટૂ પોઈન્ટ) અને હળવી રીતે અપાતું એમનું વ્યાખ્યાન સાંભળવું એ એક જીવનનો લહાવો હતો. પ્રબુદ્ધ જીવનમાં એમનો તંત્રીલેખ વાચવાની ખૂબ મજા આવતી. એની તે રાહ જોતી ક્યારે એ પત્રીકા (મેગેઝિન) આવે? તેઓ જે વિષય પર લખે તે ખૂબ જ ઉંડાણથી, વિસ્તારપૂર્વક સમજાવતા. વ્યક્તિ માટેનો લેખ હોય તો એની બધી જ નાનીમોટી આદતો અને પ્રસંગો Page #449 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૮૯ આલેખતા. એટલું ઝીણવટથી લખતાં કે આપણને લાગે કે આપણે તો એ વ્યક્તિને ઓળખીયે જ છીએ. ‘‘પાસપોર્ટની પાંખે’’પુસ્તક વાંચતા તો એવું જ લાગે કે હું તો પૂરી દુનિયાની સફર કરી આવી. આ.... જ તો એમની ખૂબી હતી. રમણભાઈ સાથે કરેલો પ્રવાસ એ મારી જિંદગીની યાદગાર ક્ષણ બની ગઈ છે. હું એમની સાથે દોશીકાકાની આંખની હોસ્પિટલ - ચિખોદરા, આણંદની બાજુમાં આવેલી છે ત્યાં સંસ્થાની પ્રોજેક્ટનો ચેક આપવા સાથે ગઈ હતી, ત્યારે તેઓ એક દીકરીની જેમ મારી નાની-મોટી દરેક બાબતનું ધ્યાન રાખતા. ત્યાંથી અમે આજુબાજુનાં નાના-નાના ગામડાંની મુલાકાત લીધી હતી. ત્યાં આંખના ઓપરેશનના કેમ્પ રાખ્યા હતા. તેઓ દીવો પ્રગટાવીને કેમ્પની શરૂઆત કરતા. રમણભાઈ-તારાબેન દીવો પ્રગટાવે ત્યારે મને પણ બોલાવીને એ કાર્યની સહભાગી બનાવી હતી. આવું કોણ કરે ? કશેક બોલવાનું હોય તો તરત જ કહે - ભારતી બે શબ્દ બોલ તારી હિમ્મત ખૂલી જશે. આવો પ્રેમ અને મમતા હવે ક્યાં મળશે.? એ પ્રવાસ તો હું મારી જિંદગીમાં ક્યારેય નહિ ભૂલું. પ્રવાસ દરમિયાન બસમાં પણ જ્ઞાન સાથે ગમ્મત કરાવતા. રસ્તો ક્યાં કપાઈ જતો એ ખબર ના પડતી. ઘણીવાર હસતાં હસતાં કહેતા કે તમે તો રાત્રે આકાશમાં તારા જુઓ છો, પણ હું તો દિવસે પણ ‘તારા’ જોઉં છું. ખરેખર મારા માટે તારાબેન-રમણભાઈ એક આદર્શ અને પ્રેમાળ દંપતીનું ઉદાહરણ છે. તારાબેન-રમણભાઈ એ મારા મોટા દીકરાના (કેતન-પ્રેરણાનાં) ૧૧-૩૧૯૯૩ જૈન વિધિ પ્રમાણએ લગ્ન કરાવ્યાં હતાં. ખૂબ જ સમજણપૂર્વક વિધિ કરાવી હતી. તે વખતે સંતાનોને પણ જૈનધર્મની મહત્તા સમજાઈ હતી. આવા મહાન દંપતીના આશીર્વાદ પામીને એમનું જીવન ધન્ય બની ગયું છે. એમનો આ ઉપકાર હું કદી નહીં ભૂલું. પૂ. રમણભાઈ તો એક સંસારી સાધુ હતા. એમની દિવ્યદૃષ્ટિ, સરળતા, મહાનતા અને નિખાલસતા ક્યારેય નહિ ભુલાય. મારા એમને કોટિ કોટિ વંદન...... પ્રભુ એમના આત્માને ચિશાંતિ અર્પે. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શ્રુત ઉપાસક રમણભાઈ દીવડામાં તેલ પૂરવાની અનોખી અદા I નીરુબેન રાવલ અને ગિરીશભાઈ પટેલ મુંબઈ જૈન યુવક સંઘ દર વર્ષે ધરતી ખૂંદવા નીકળે છે. નાના નાના ગામડામાં, કયા ખૂણામાં દીવડા ટમટમે છે? દીવડામાં તેલ ખૂટ્યું છે, દીવડો જલતો રાખવો છે, તેને શોધવાનું કામ આ સંઘનો આદર્શ. આવો ભમતો સંઘ એક દિવસ ખાખરિયા ટપ્પાના નાનકડા હાજીપુર ગામમાં આવી પહોંચ્યો. નીરુબેન, કોઠારીભાઈ, મીનાબહેન, ઝવેરીભાઈ અને રમણભાઈ. સાવ સાદા, સરળ અને નમ્ર એવા રમણભાઈ. સૌપ્રથમ મિત્રો સાથે મંથનના દરવાજામાં પ્રવેશ્યા. ચોકીદાર સાથે વાતચીત કરી, મંથનના કાર્યાલયમાં આવ્યા. નમ્રતાથી બોલ્યા, “નિરુબેનને મળવું છે,”હું ત્યાં હાજર હતી. મેં તેમને આવકાર્યા. પ્રાથમિક શિષ્ટાચાર બાદ તુરત જ તેમણે કહ્યું, “આ તરફ આવ્યા હતા આપની સંસ્થા વિશે સાંભળ્યું હતું તેથી થયું આપને તથા આપના બાળકોને મળીએ.” તેમના શબ્દોમાં ઈંતેજારી તથા ભાવના પ્રગટતા હતા. અમે સંસ્થા દર્શનમાં ગયા. સંસ્થા દર્શન ખૂબ જ રસપ્રદ રીતે કરતા જાય, બાળકોને મળતા તે પૂછતા હતા, “ક્યાંથી આવો છો! તારું નામ શું છે? આવું જન્મથી જ છે કે કેમ? કુટુંબમાં કોણ કોણ? અહીં ક્યારથી છો? અહીં ફાવે છે? મધુરવાણીમાં બાળકોને પૂછતાં જાય અને માથે હાથ મૂકતાં જાય. જાણે પોતાના સ્વજનને મળતા ના હોય! હસતાં હસતાં જ વહાલથી વાત કરવી, વહાલથી વાત કરવાની એમની છટાથી સૌ પ્રભાવિત થયા. સાથે આવેલ સૌ મિત્રોને પણ તેમની આ છટામાં રસ પડતો હોય તેમ સૌ તેમાં ટાપસી પૂરતાં એક એક વિભાગને, એક-એક કાર્યને અને વનસ્પતિને પણ તેઓ નિહાળતા જતા હતા. સાથે સાથે કુદરત અને બાળકોના સમન્વયને સમજાવતા હતા. બાળક અને એમાંય વિકલાંગ બાળકને આપણે કેવી રીતે સાચવવા, તેમને શ્રેષ્ઠ પ્રેમ આપવો, વળી તેને બધા જ બાળકો કરતા વધારે પ્રેમ કરવો તે તેમની સાથેનાં સંવાદ હજીએ મને યાદ છે. તેમની એ મુલાકાત તથા બાળપ્રેમ મારા સેવાયજ્ઞનો મહામૂલો સંદેશ છે. સંસ્થામાંથી સૌએ વિદાય લીધી. અને ટૂંક સમયમાં જ સંઘમાંથી પત્ર આવ્યો કે પર્યુષણ વ્યાખ્યાન Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૯૧ માટેની ૨૦૦૧-૦૨ સાલ માટે અમોએ આપની સંસ્થાની પસંદગી કરી છે. આ તેમની દીર્ધદષ્ટિ છે. તથા સમાજના કાર્યકર્તાઓના કાર્યમાં કાર્યના દીવડામાં તેલ પૂરવાની અનોખી અદા. બાળકો સાથે મુંબઈ વ્યાખ્યાનમાળામાં જવાનું થયું. સૌ સંઘના સ્વજનોએ બાળકોને પ્રેમ અને હૂંફ પૂરા પાડ્યા. નીરુબેન, ચંદ્રકાન્તભાઈ, રમાબેન, રમણીકભાઈ વગેરે સ્વજનોએ તો બાળકોને તેમનાં ઘરે લઈ ગયા અને સાથે ભોજન પણ લીધું. આવો આ સંઘ પરિવારનો પ્રેમ અંતરિયાળ ગામડાંના ગરીબ વિકલાંગ બાળકોને મળ્યો. બાળકોને આર્થિક સહાય ઘણી સારી મળે તે માટે રમણભાઈ એ અમારા બાળકોની જે બનાવટો છે તેનું ત્યાં પ્રદર્શન ભરવા પણ સૂચન કર્યું. તેમની બનાવટને લોકો સમક્ષ મૂકતાં અને લોક હૈયા સુધી એમની વેદનાને પહોંચાડતા, બાળકોને બિરદાવતા. જેના પરિણામે વ્યાખ્યાનમાળાના તમામ વર્ષોમાં સૌથી શ્રેષ્ઠ નાણાંકીય સહાય મંથનને મળી. એટલું જ નહિ, બાળકોની વિદાય વખતે સૌ સ્વજનોએ બાળકોને એટલો બધો પ્રેમ આપ્યો છે કે મુંબઈ છોડતાં બાળકોની આંખો અશ્રુભીની થઈ ગઈ. સંઘ પરિવાર સાથે રમણભાઈ દાન રૂપે મળેલ ચેક એનાયત કરવા આવ્યા ત્યારે પણ તેમના સાક્ષર અને વિદ્વાન પત્ની તારાબેનને પણ સાથે લાવેલા. વિકલાંગ બાળાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને મુરબ્બી શ્રી તારાબેને પણ બાળકો માટે ખૂબ જ ઉપયોગી એવું પ્રવચન આપ્યું. સૌ શ્રોતાની આંખમાં આંસુ આવી ગયા. બંને દંપતીના હૃદયમાંથી મારા બાળકો માટે પારાવાર સ્નેહ અને લાગણી નીતરતા હતા. તેમનો આ પ્રેમ હરહંમેશ મંથન પરિવારમાં જીવંત રહેશે. જ્યારે જ્યારે મુંબઈ જવાનું થાય ત્યારે તે હંમેશાં કહેતા-બહેન તમે વ્યાખ્યાનમાળામાં હાજરી આપો છો, અને સૌને મળો છો તે ખૂબ જ ગમે છે. સંબંધ મોટી મૂડી છે. સંસ્થાના બાળકોના સમાચાર પણ પૂછતાં, બાળાઓના વિકાસ અંગે પૂછપરછ કરતાં અને કેટલીક બાળાઓના નામ સાથે સમાચાર પૂછતાં. આવો પ્રેમ એમના હૃદયના ઊંડાણનો સી બાળાઓ માટે હતો, જે માનવ માટે ઉદાહરણરૂપ બની રહેશે. | મંથન - અપંગ કન્યાસેવા સંકુલ, હાજીપુર * * * . Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૨ શ્રુત ઉપાસક રમણભાઈ પ્રેરક, વંદનીય વ્યક્તિત્ત્વ | મંગલા અભયકાંત મહેતા (U.K.) જીવન પછી મૃત્યુ તો છે જ, પણ ડૉ. રમણભાઈ શાહ જેવી વ્યક્તિ તો અમરત્વ પ્રાપ્ત કરી લે છે. એમનું જીવન એટલે એક સફળ મનુષ્યત્વ! હજારો લોકોએ એમની પાસેથી પ્રેમ અને પ્રેરણા મેળવી હશે. પૂ. તારાબેન અને રમણભાઈનું ઉમદા સહજીવન એટલે વાંચન, મનન, ચિંતન અને લેખનથી શણગારેલાં ફૂલોની બનેલી હારમાળાની સુગંધ ! લગભગ ૪૭ વર્ષના તેમના પરિચયે અમારા જીવનમાં પણ સુગંધ ફેલાવી છે. ૧૯૫૮ થી હું અને બીજા વર્ષે મારી બેન સુધા સોફિયા કોલેજમાં ભણવા આવ્યા ત્યારથી તેમની સાથેનો પરિચય વધતાં વધતાં એક કુટુંબપ્રેમ રૂપે પરિણમ્યો છે. નાઇરોબી (કેનિયા) કે લંડન (UK) આવે એટલે અમને યાદ કરે અને અમે હોંશેહોંશે એમને મળવા જઈએ ! ક્યારેક અમારી સાથે પણ રહે ! બન્ને જગ્યાએ એમના ધાર્મિક પ્રવચનો યોજાય એટલે ત્યાંના ધર્મપ્રેમી ભાઈ-બહેનોને એ અપૂર્વ લાભ મળતો. લેસ્ટરમાં જ્યારે દેરાસર બંધાવ્યું ત્યારે ડૉ. નટુભાઈ શાહે ડો. રમણભાઈને માર્ગદર્શન માટે બોલાવેલા અને એ ત્રણેક મહિના દરમ્યાન લંડનમાં અમારા રાજચંદ્ર સત્સંગ મંડળમાં અવારનવાર પધારી, સ્વાધ્યાય કરાવતા ત્યારે તેમની સાથે ધર્મના વિવિધ પ્રશ્નો ચર્ચાતા, જેમાંથી ધર્મનું ઉંડું જ્ઞાન સાથે ધર્મ તરફ રૂચિ પણ કેળવાતી ! જૈનધર્મ અને તીર્થકર ભગવંતો પ્રત્યેનો ગાઢ પ્રેમ એમની વાણીમાંથી અવિરત નીતરતો ! ૧૯૯૨માં તેઓ અમને સાયલા શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમમાં મળવા આવ્યા હતા ત્યારે તેમને અમારા શ્રીગુરુ પ. પૂ. બાપુજી સાથે પરિચય થયો. હીરાપારખુ પૂ. બાપુજીએ એમને શ્રી યશોવિજયજી કૃત “અધ્યાત્મસાર'નું ગુજરાતીમાં અનુવાદન કાર્ય તેમને સોંપ્યું. તે તેમણે એમનું અત્યંત વ્યસ્ત જીવન છતાં પ્રેમથી સ્વીકાર્યું ! પછી તો “જ્ઞાનસારનું લખાણ પણ થયું. એ બતાવે છે કે તેમનો જૈનધર્મ પ્રત્યેનો પ્રેમ કેટલો ઉત્કૃષ્ટ હતો ! બન્ને ગ્રંથના લખાણાર્થે તેઓ મુંબઈના ધમાલિયા, અતિ વ્યસ્ત જીવનમાંથી નિવૃત્તિ લઈ વર્ષમાં ત્રણેક વાર સાયલા આવતા. આશ્રમવાસીઓ પણ એમના જ્ઞાનનો લાભ લેતા અને એમનું પ્રવચન Page #453 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક ૨મણભાઈ ૩૯૩ યોજાય તેની રાહ જોતા ! ત્યાંના નોકર-ચાકરોનો પ્રેમ પણ એમને મળ્યો હતો; બધા એમનું કામ કરવા તત્પર રહેતા. પૂ. રમણભાઈનો પ્રવાસશોખ તો ગજબનો હતો ! મોટા ભાગના બધાં માણસો તો હોલીડે કરી આવે પણ શું જોયું, જાણ્યું ને મેળવ્યું કે માણ્યું એની તેમને પોતાનેય ખબર ન હોય ! રમણભાઈ તો પૂરા અભ્યાસી, એટલે કે જ્યાં જાય તે દેશની દરેક વિગતો, ઇતિહાસ, ભૂગોળ, લોકો, તેમની સંસ્કૃતિ, ખાસિયતો વગેરે બરાબર જોઈ, તપાસે અને તારવણી કરે ! દરેક “પાસપોર્ટની પાંખે'ના વાચકને આનો ખ્યાલ આવ્યો હશે. એમની સાથે પ્રવાસ કરવો એટલે એક લહાવો ! સાહસ અને આનંદ ! (U.K.) માં માન્ચેસ્ટર, લેક ડિસ્ટ્રિક્ટ અને ધ્રુવ પ્રદેશના આઇસલેન્ડ તેમ જ મારા પતિ અભય સાથે નોર્વેની તેમ જ ભારતમાં શંખેશ્વર અને પાલિતાણાની જાત્રાઓ અમારા માટે અવિસ્મરણીય બની રહેશે ! બીજા અમુક દેશોમાં જવાની પ્રેરણા અને ઉત્સુકતા અમને એમના પ્રવાસલેખોમાંથી મળી હતી. એમના પ્રવાસ લેખો ન વાંચ્યા હોત તો અમે ત્યાં કદાચ ન ગયાં હોત ! “પ્રબુદ્ધ જીવનના એમના અગ્રલેખોમાં જે “પર્સનલ ટચ' છે એથી વાંચવા બહુ ગમે છે અને આત્મીયતા લાગે છે ! જાણે આપણી સાથે બેસી વાતો કરતા હોય ! અમારા લંડનના સત્સંગમાં “પ્રબુદ્ધ જીવનના લેખો, ખાસ કરીને ધર્મવિષયક લેખો ઘણીવાર વંચાય છે અને જ્ઞાન સાથે આનંદ મળે શું લખવું અને શું નહીં ? પૂ. રમણભાઈ સાધુ ન બન્યા પણ સાધનામય જીવન જીવી ગયા ! એટલે જ એમનું મૃત્યુ પણ મહોત્સવ જ બની ગયું ! તારાબેન અને એમના પરિવારના પરિચયથી અમારું જીવન ધન્ય બન્યું છે અને અમારા સમગ્ર જીવનમાં પૂ. રમણભાઈનું સ્મરણ પ્રેરણા અને ઉત્સાહ આપતા રહેશે ! માનવ હતા મુ. રમણભાઈ વિષે લખવું એટલે ગાગરને સાગરમાં રાખવા જેવું કાર્ય છે. જેન યુવક સંઘ દ્વારા એમણે ભારતના મહા માનવોનો પરિચય કરાવ્યો. એમના વિશે એક શબ્દમાં - લખુ તો એઓ મહામાનવ હતા. | નાનુભાઈ, ગાંધી બુક સેન્ટ૨, તારદેવ - મુંબઈ Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ જૈન સાહિત્યના આત્માનુભવી સાક્ષર D નરેશ શાહ, મીના શાહ (U.S.A.) શ્રી રમણભાઈનો પ્રથમ પ્રત્યક્ષ સ્વાનુભવ સને ૧૯૮૮માં તેમના અમેરિકાના પ્રવાસ પ્રવચન અને વાર્તાલાપમાં થયેલ. Jain Centre of New Yearમાં તેમની આગવી શૈલી અને તલસ્પર્શી ચિંતનથી અમો પ્રભાવિત થયાં જે અમારું સૌભાગ્ય છે. સ્વ. રમણભાઈનું જૈન ધર્મના પ્રચાર અને પ્રસારમાં અમૂલ્ય યોગદાન છે. જૈન સેન્ટર ના પાઠ્યપુસ્તકોમાં તેઓએ અત્યુત્તમ ફાળો આપી જૈન શાસનની પ્રભાવના કરેલ છે. અમને પ્રસંગે પ્રસંગે તેમનું માર્ગદર્શન પ્રાપ્ત થાતું જેના અમે અત્યંત ઋણી છીએ. ધર્મ જેવા ગંભીર વિષયમાં તેમની શૈલી સુંદર, સચોટ, સરલ અને સહજ હતી. તેઓ જૈન સાહિત્યના આત્માનુભવી સાક્ષર હતા. વિદ્યાલયથી માંડી, સર્વે ધાર્મિક પ્રવચનોમાં તેમની વિતરાગે વાણી ચેતન-સ્પર્શી હતી. શ્રી રાકેશભાઈ ઝવેરી જેવા બહુશ્રુત અને અનેકના ગુરુસ્થાને બિરાજમાન વ્યક્તિ તેમના વિદ્યાર્થી હતા. આ હકીકતનું સમર્થન આપે છે કે તેઓ કેટલા જ્ઞાની હતા. આગમના અભ્યાસી હતા... અને શાસનદેવના સેવક હતા. શાસનનો મર્મ અને અર્ક શાસ્ત્રમાં છે તે આવા જ્ઞાનીઓ સમર્થ રીતે સમજાવે છે. આવા સ્વ. રમણભાઈની ઉણપ અને ખોટ સર્વને સાલવાની. શ્રુત ઉપાસક રમણભાઈ જૈન સમાજને સ્વ. ૨મણભાઈએ ઉત્તમ કોટીનું સાહિત્ય-ધન અર્પણ કરેલ છે. તેમની અપરિગ્રહની ભાવના અનુમોદનીય છે કે તેમના સાહિત્યના CopyRight રાખેલ નહિ. કારણકે તેઓ વ્યાપારિક ધોરણે કામ નોતા કરતા પરંતુ સાક્ષાત સરસ્વતી સ્વરૂપે અલૌકિક પ્રસાદ સર્વને આપતા હતા. ‘પ્રબુદ્ધ જીવન'માં તંત્રી તરીકે તેઓનું આગવું સ્થાન હતું. વિતરાગ દેવના નિરૂપિત સત્ તત્વના પ્રચાર, પ્રસાર, પ્રવચન અને તેમના દેઢ સંસ્કારો અને આત્મિક ઉન્નતિ માટે તેઓ સદા જાગૃત હતા. શિક્ષણશિબિર અને ધર્મચિંતનમાં તેઓનું અદ્ભુત યોગદાન હતું. તેમના સદ્ગત આત્માને સદૈવ, ગુરુ અને ધર્મના આશ્રયે સત્વરનિઃશ્રેયસ દશા સંપ્રાપ્ત થાય તેવી પ્રભુને મંગલ કામના. જૈન સેન્ટર (N.Y.) વતી અમો તેમના સર્વે કુટુંબીજનો અને સંસ્થા પ્રત્યે હાર્દિક સંવેદન વ્યક્ત કરીએ છીએ. Jain Centre - New York, U.S.A. Page #455 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૩૯૫ ઉત્કૃષ્ટ કલ્યાણ મિત્ર | વિજય દોશી જૈન સ્ટડી ગ્રુપ ઓફ શાર્લોટ, શાર્લોટ, નોર્થ કેરોલાઇના, યુ.એસ.એ. અમારા સંઘ વતી શ્રદ્ધાંજલિ. મુરબ્બી શ્રી રમણભાઈનાં દેહવિલયનાં સમાચાર, અમારા સંઘને માટે એક ધર્મમિત્ર, વિદ્વાન, વિવેચક તથા જૈન ધર્મનાં સૂક્ષ્મ વિષયોને સરળ બનાવી, પોતાની વિશિષ્ટ શૈલીમાં સમજાવનાર, એક ઉત્કૃષ્ટ કલ્યાણ-મિત્ર ગુમાવ્યા બરોબર છે. અંગત રીતે, પ્રો. રમણભાઈ મારા St. Xavir's College માં ગુજરાતી વિષયનાં પ્રાધ્યાપક પણ હતા. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રગટ થતી વ્યાખ્યાન માળાની કેસેટો, છેલ્લાં વીસેક વર્ષોથી પર્યુષણ દરમ્યાન નિયમિત રીતે અમારા સંઘમાં અમો સૌ સાંભળતા આવ્યા છીએ. પૂ. શ્રી રમણભાઈનું વ્યાખ્યાન અંગેનું વિવેચન, અમારા સંઘના સર્વ સભ્યોનાં હૈયે વસેલું છે. તેઓ જાણે અમારા એક ખૂબ પરિચિત વ્યક્તિ બની ગયા છે. કાશ ! આગામી વર્ષોમાં તેઓનો અવાજ, તેમનું વિશ્લેષણ તથા ધાર્મિક વિષયો પરનું અમૂલ્ય વિવેચન શું સાંભળવા નહીં મળે? મન જાણે માનતું જ નથી. પૂર્વ વર્ષોની કેસેટો કેટલી અમૂલ્ય છે તેનું સચોટ દર્શન તાદશ થઈ આવ્યું ! ભાવથી શ્રી રમણભાઈનું સાન્નિધ્ય માણતાં જ રહીશું. તેઓનો તો ફક્ત દેહથી જ વિલય થયો છે ને ! વિજય દોશીનાં આત્મભાવે વંદન * * * એમના ગુણોની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે શ્રી દેવગુરુભક્તિકરનાર મહાન ધર્માત્મા શ્રી ડૉ. રમણભાઈને અચાનક અવસાનથી અત્યંત દુઃખ થયું છે. ખરેખર જૈન સમાજે એક મહાન હીરલો ગુમાવ્યો છે. એમના ગુણોની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. D નલિનીના જય જિનેન્દ્ર Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શ્રત ઉપાસક રમણભાઈ , , , સૌજન્યશીલ સાક્ષર | ડૉ. બહેચરભાઈ પટેલ સ્નેહી મુ. પ્રા. ડૉ. રમણભાઈ શાહના દુઃખદ નિધનના સમાચાર જાણી હું ઘડીક તો શોકસંમૂઢ થઈ ગયો. આવા સૌજન્યશીલ, વિદ્યાવંત અને શીલવંત વિદ્વાનની ચિરવિદાય રડાવી દે એવી છે. અમારી પેઢીના મુરબ્બીઓ એક પછી એક વિદાય થતા જાય છે એ દુઃખદ છે. મુ. ડૉ. અનામીસાહેબ અને ડૉ. મધુરમ સાહેબ એ બંને મુરબ્બીઓના એ ખાસ મિત્ર. એ બંનેને કારણે અને સંશોધનઅધ્યયન અને અધ્યાપકીય વ્યવસાયને કારણે એ પણ મારા સ્નેહી મુરબ્બી મિત્ર બની રહ્યા હતા. પેલી મુરબ્બી ત્રિપુટીમાંથી એ મહેફિલ છોડીને ચાલ્યા ગયા એથી હૃદય વેદનાથી ભરાઈ ગયું. આવા સ્નેહાળ સર્જન અને સંનિષ્ઠ વિદ્વાન પ્રાધ્યાપક અને દાર્શનિક અભિગમ ધરાવતા લેખક આ યુગમાં સુલભ નથી. એથી જ તો એમની ચિરવિદાય વિશેષ વસમી થઈ પડે છે. એમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ હતી. મનસુખલાલ ઝવેરી જેવા વિદ્વાન વિવેચક પ્રાધ્યાપકના એ પ્રિય શિષ્ય. પણ ડૉ. રમણભાઈએ વિવેચક કરતાંય સંશોધક થવાનું વિશેષ પસંદ કર્યું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના એ સંમાન્ય સંશોધક - વિવેચક. એમાંય જૈન સાહિત્યના તો એ ગણમાન્ય નિષ્ણાત. આજે જ્યારે મધ્યકાલીન સાહિત્યના નિષ્ણાતો અને સંશોધકો ખાસ રહ્યા નથી, ત્યારે અમારા જેવા મધ્યકાલીન સાહિત્યમાં કામ કરનારા માણસોને એમની ખોટ બહુ સાલે. હું એમને મારાં સંશોધન અને અધ્યયન', “આવિષ્કાર”, “પ્રભાવ” જેવાં સંશોધન લેખસંગ્રહનાં પુસ્તકો મોકલાવું, ત્યારે એમનો મારી પીઠ થાબડતો પ્રેમપત્ર અવશ્ય આવે જ. અમારો નાતો આ સંશોધન-અધ્યયન વિવેચનનો હતો, અને તે મધુર હતો. એમના સંબંધમાં જીવનનું માધુર્ય જ અનુભવાય. ડૉ. રમણભાઈ ડૉક્ટરોના પણ ડૉક્ટર હતા. પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે એમણે પ્રશસ્ય સેવા આપી છે. વિદ્યાર્થીને સાચું માર્ગદર્શન આપે, હૂંફ આપે, પ્રોત્સાહન આપે, અપાર સહાનુભૂતિ દાખવે. એ ઉત્તમ કામના આગ્રહી, પણ અમારી જેમ ઉગ્ર ન બને. એમની ઉષ્મા દઝાડે નહિ. ભાગ્યશાળીને આવા ગાઈડ મળે. એ વિદ્યાર્થીના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ' બની રહે. એમના Page #457 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૩૯૭ જ નહિ બીજાના વિદ્યાર્થીને પણ મદદરૂપ થાય. પીએચ.ડી.ના પરીક્ષક તરીકે પણ આદરપાત્ર. કેટલાક પરીક્ષકો અસહ્ય વિલંબ કરે છે. પણ ડૉ. શાહસાહેબ ખોટો વિલંબ ન કરે અને વિદ્યાર્થીને સમ્યક્ ન્યાય કરે. વિદ્યાર્થીનું પરિણામ પોતાને કા૨ણે અટકે કે વિલંબમાં પડે એવું ન બનવા દે. મારી પીએચ.ડી.ની વિદ્યાર્થિની પ્રા. ડૉ. પ્રતિભા શાહનો મહાનિબંધ એમની પાસે પરીક્ષણ માટે ગયો હતો. એમને અમેરિકા જવાનું હતું. બીજા કોઈ પરીક્ષક હોત તો, અમેરિકા જઈ આવ્યા પછી નિરાંતે ‘થિસિસ’ તપાસે ને ‘વાઈવા' પણ પછી લે. એમાં મહિનાઓ વીતી જાય, ને પરિણામ લટકતું રહે. પણ આ તો શાહસાહેબ, એમણે તો સમયસ૨ હેવાલ મોકલાવી દીધો અને સાથે સાથે ‘વાઈવા' માટેની અશક્તિનો પત્ર પણ લખી દીધો એટલે વૈકલ્પિક વ્યવસ્થા થઈ ને સત્વરે પરિણામ જાહેર થઈ શક્યું. આ એમની માર્ગદર્શક શિક્ષક અને પીએચડીના પરીક્ષક તરીકેની નમૂનેદાર નિષ્ઠા] એમણે અધ્યાપક તરીકે ઉજ્જવળ કારકિર્દી ઘડી. અમદાવાદ અને મુંબઈની કૉલેજોમાં અધ્યાપક - પ્રાધ્યાપક તરીકે ઉત્તરોત્તર પ્રગતિ કરી મુંબઈ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અધ્યક્ષપદ શોભાવ્યું. એમની સેવા પ્રશસ્ય હતી. શિક્ષણજગતનાં કોઈ દૂષણ એમને સ્પર્શી શક્યાં નહિ. પુરુષાર્થ અને નિષ્ઠાથી આગળ વધ્યા. મહેનત ક૨વામાં પાછા ન પડ્યા. શિક્ષણ, સાહિત્ય, પત્રકારત્વ, સમાજ અને ધર્મ ક્ષેત્રે સંનિષ્ઠ સેવા આપતા જ રહ્યા. એમનો કર્મયોગ અને ધર્મયોગ આદરપાત્ર. ધર્મથી વિરુદ્ધ એ કશું જ કરતા નહીં. એ ધીર-ગંભી૨ અને સૌજન્યસભર વ્યક્તિ હતા. એથી સૌના આદરપાત્ર રહ્યા. યુવકોના આદર્શ બન્યા. એમની સફળ કારકિર્દીમાં એમનાં શ્રીમતી પ્રા. તારાબહેનનો સહયોગ સધાતાં સોનામાં સુંગધ ભળી. આપણાથી આનંદભેરી પેલી કલાપીની કાવ્યપંક્તિ બોલી જવાય! ‘અહો, કેવું સુખી જોડું કર્તાએ નીર્માં દીસે.....' અને એમની ચિરવિદાયથી એ પ્રસન્ન, મધુ૨ અને વિદ્વત્તાપૂર્ણ દામ્પત્ય ખંડિત થયું તેની વેદના પણ ગમગીન કરી મૂકે છે. આ કર્મવિષાક નથી, પણ કાળની ગતિ છે. ડૉ. રમણભાઈ પ્રા. મનસુખલાલ ઝવેરીના જેવા પ્રબળ વાગ્મી ન હતા. પણ ખૂબ અભ્યાસી, નિખાલસ અને સરળ મધુ૨ વક્તા હતા. એ સ્વસ્થ અને સમતોલ વિધાનો કરે. ઉગ્રતા જરાય નહિ ને નમ્રતા અભિભૂત કરે એવી. તારાબહેનની વાગ્મિતા આંજી નાખે એવી. એથી એક મંચ ઉપ૨થી બેઉને Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રુત ઉપાસક રમણભાઈ સાંભળીએ ત્યારે લાગે અન્યોન્ય કેરી ન્યૂનતા પૂરે અનુગુણ દંપતી. શું જીવનમાં, કે શું સાહિત્ય-શિક્ષણમાં એમનું પરસ્પર, સહાયક અને પરસ્પર પોષક-પૂરક યુગ્મ - આદર્શ ગણાય એવું હતું. એ ઉભયની દીર્ઘ સાહિત્ય-શિક્ષણ-સમાજસેવા પણ ઐતિહાસિક રીતે નોંધપાત્ર છે. - મુ. શ્રી રમણભાઈ માનવ-સંબંધના સ્નેહાળ સજ્જન હતા. અમારા કહેવાતા સાક્ષરોનાં માનવીય અપલક્ષણો એમનામાં ન મળે. એમનો માનવીય અભિગમ આકર્ષે. પત્રનો ઉત્તર સત્વરે ને સ્પષ્ટ આપે. પુસ્તક ભેટ મોકલીએ, તો તેની પહોંચ સાથે એમનું કથયિતવ્ય પણ હોય. વર્ષો પછી મળે તોય અજાયા ન બને, ઉમંગભેર ઉમળકાથી ભેટી પડે. અમદાવાદમાં એમનું સન્માન હતું. હું તો છાપામાં વાંચીને જ ગયો હતો. હું એમના પ્રતિ જાઉં ત્યાં તો એ જ ધસી આવ્યા અને આશ્ચર્યાનંદ ભેટી પડ્યા! આવું નેહભર્યું મિલન વર્ષો સુધી વાગોળવા ચાલે. તેઓ, અજાતશત્રુ અને સર્વમિત્ર સદ્ગૃહસ્થ હતા. પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેની તેમની સેવા કેમેય નહિ વિસરાય. સ્વ. ચીમનભાઈ ચકુભાઈના એ સબળ અનુગામી બન્યા. ધર્મ - જીવન - ચિંતન સાથે જૈન સાહિત્ય અને સાહિત્ય - કલા - વિવેચન - રેખાચિત્રાદીને પણ મહત્ત્વ આપ્યું. ડૉ. અનામી સાહેબની સાહિત્યપ્રસાદી તો ખરી જ, મારા જેવા કેટલાક મિત્રોને પણ એમાં લખતા કર્યા. પાછા તંત્રી તરીકે પણ તટસ્થ ને ઉચ્ચગ્રાહી. મેં એકવાર સૂચન કર્યું કે હું ઉત્તરાધ્યયન’ પર લખું, તો મને સ્પષ્ટ કહ્યું કે એ વિષે તો અમારા વિદ્વાન મુનિઓ અને સુજ્ઞ જેન ભાવકો વિશેષ અધિકારી છે. એમણે “પ્રબુદ્ધ જીવનને જૈન ધર્મ - સાહિત્ય - તત્ત્વજ્ઞાનથી વિશેષ જીવનપ્રબોધક બનાવ્યું, ને જે નેત૨ જિજ્ઞાસુઓને પણ રસિક જીવનપાથેય પીરસ્યું. એ એમનું સ્મૃતિસ્મારક બની રહ્યું. એમની ધર્મ - સાહિત્ય સેવાનું એ માધ્યમ હતું. * સાહિત્યક્ષેત્રે એમના સંશોધન-અધ્યયન વિવેચનના ગ્રંથો તો ગણનાપાત્ર છે જ. પણ પ્રવાસ સાહિત્યમાં એમનું પ્રદાન ઐતિહાસિક ચિહ્ન જેવું બની ગયું. આપણા પ્રાશ્ચાત્ય દેશોના પ્રવાસ ગ્રંથોમાં એમનો “પાસપોર્ટની પાંખે' પ્રવાસગ્રંથ એની સાંસ્કૃતિક માહિતી અને સાહિત્યક ભાષાશૈલીને કારણે એક સીમાસ્તંભ જેવો બની રહ્યો. આપણા પ્રવાસ - સાહિત્યનો આલેખ એના ઉલ્લેખ વિના અપર્યાપ્ત ગણાય. એમ જ એમનાં રેખાચિત્રો પણ અધિકૃત અને સ-રસ છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક રમણભાઈ ૩૯૯ એમણે સાહિત્યિક, શૈક્ષણિક, સામાજિક ને સાંસ્કૃતિક સેવાથી જીવનને ઉજ્જવળ કર્યું અને જે તે ક્ષેત્રમાં સ્મરણીય પ્રદાન કર્યું. જેને સમાજને એમણે પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળા' જેવી અનેકવિધ સેવા દ્વારા ચિરંજીવ પ્રદાન કર્યું અને બબ્બે પેઢીઓના જીવનઘડતરમાં ફાળો આપ્યો. સાહિત્ય-શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને અધ્યાપકોની પેઢીઓના ઘડતરનું કાર્ય કર્યું. એ એક સનિષ્ઠ શિક્ષક અને ઉપદેશક હતા. સ્નેહાળ સૌજન્યના સ્વામી હતા, વિદ્યાવંત અને શીલવંત સાક્ષર હતા. જૈન ધર્મ - સાહિત્યમાંનું એમનું પ્રદાન કેમેય નહિ ભૂલાય. કેવો પારદર્શક અને પવિત્ર માનવ-આત્મા હતા એ! એવા નિરભિમાની, સંનિષ્ઠ, સીધા-સાદા, સૌમ્ય અને સૌજન્યશીલ સાક્ષરને સાદર વંદન! * * * A sad loss Jain community I heard the sad news of the demise of Adarniya Dr. Shri Ramanlal C. Shah Destiny must have made a decision that I was not to meet him in person, as was planned by us, but failed to materialise, several times. It is a sad loss and one that will affect not only his immediate family, but also the Jain community at large, the scholars if his like, and the academic fraternity with which he was involved for so many years. His services to the community through his position as a professor, as an active Jain youth, and as a scholar of Jainism will be missed and remembered for ever. May the forces of karma render eternal peace to the departed soul and give his family the strength to bear this loss with equanimity. Om Shanti ! Shanti !! Shanti !!! Harshad N. Sanghrajka Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રુત ઉપાસક રમણભાઈ ગૃહસ્થી સંત રમણભાઈ નટવરભાઈ દેસાઈ શ્રી મુંબઈ જેન યુવક સંઘના પ્રાણસમા આદરણીય રમણભાઈ પ્રકાંડ વિદ્વાન તથા એક આદર્શ વ્યક્તિ હતા. તેઓ સ્પષ્ટવક્તા તથા નિખાલસ સ્વભાવના હતા. તેમની સાદાઈ, સરળતા તથા સચ્ચાઈ કોઈને પણ સ્પર્શી જાય તેવી હતી. આડંબરરહિત, ખૂબ જ વાસ્તવિક દષ્ટિવાળા રમણભાઈ તેમની વિદ્વતાનો દેખાવ કર્યા વિના ખૂબ હળવાશથી પોતાનું મંતવ્ય રજૂ કરતા. વર્ષો સુધી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન તથા તેમણે સંચાલન પ્રમુખ તરીકે કર્યું. અનેક વિદ્વાન વક્તાઓને જુદા જુદા વિષય આપી અત્યંત સુંદર પ્રવચન ગોઠવ્યા અને આખા મુંબઈમાં આ વ્યાખ્યાનમાળા અત્યંત લોકપ્રિય થઈ તેનો પૂરો યશ સત્ર રમણભાઈને ફાળે જાય છે. તેમનો સમગ્ર પરિવાર પણ વિદ્વતાને વરેલો છે અને તેમનાં પત્ની આદરણીય તારાબેન તથા તેમના દીકરી શેલજા પણ અભ્યાસી તથા જ્ઞાની છે. સગત્ રમણભાઈમાં રમૂજવૃત્તિ હતી તે તેમની શ્રદ્ધાજંલિ સભામાં તેમના પુત્ર તથા પુત્રીના વક્તવ્યથી જાણ્યું અને તેઓ નવા નવા રમૂજી ટુચકાઓ અને દૃષ્ટાંતોના ચાહક હતા તે જાણી ખૂબ આનંદ થયો. શુષ્ક વિદ્વતા નીરસ લાગે પરંતુ તેમાં થોડી હળવી વાતો તથા હાસ્યને વણી લેવામાં આવે તો જનસામાન્યને તેમાં રસ પડે. સદ્ગત્ રમણભાઈમાં આ ખૂબી હતી. મારો તેમની સાથેનો અંગત પરિચય ખુબ જ ટૂંકો હતો અને તે પર્યુષણ વ્યાખ્યાન દ્વારા થયેલ. પરંતુ મને તેમના પ્રત્યે આદરભાવ હતો અને મને પણ તેમના તરફથી હંમેશાં નિશ્વાર્થ પ્રેમ મળેલ તે મારું સદ્ભાગ્ય હતું. સમાજમાં આવી આદરપાત્ર વ્યક્તિ ખૂબ જૂજ હોય છે. અને તેમની વિદાય આપણને સૌને વસમી લાગે તે સ્વાભાવિક છે. પરંતુ તેમની સુવાસ અને યાદ હંમેશાં આપણી સ્મૃતિમાં રહેશે. તેમની સાથે તેયાર થયેલ અન્ય ભાઈબહેનો તેમના બતાવેલા માર્ગે આગળ વધશે તો તેમના પૂણ્યાત્માને સાચી શ્રદ્ધાજંલિ આપી કહેવાશે. * * * Page #461 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ એક કર્મયોગીનું ‘જિનતત્ત્વ’ ] ડૉ. હસમુખ દોશી સદ્ગત શ્રી ચીમનલાલ ચકુભાઈને જીવનમાં મેં એક જ વાર જોયેલા, તેઓ કદાચ છેલ્લી વાર રાજકોટ આવેલા ત્યારે તેમનું એક જાહે૨ વ્યાખ્યાન યોજાયેલું. સ્વર્ગસ્થ રમણભાઈને કા૨ણે હું એ સભામાં ગયેલો. ત્યારે ચીમનભાઈએ ગાંધીજી વિશે એક સરસ વિધાન કરેલું. તેમણે કહ્યું કે ગાંધીજીના જીવનમાં મહાવીરની અહિંસા અને શ્રીકૃષ્ણના કર્મયોગનો અભૂતપૂર્વ સમન્વય થયેલો હતો. ગાંધીજી મહાવી૨ની જેમ અહિંસાના પરમ ઉપાસક હતા, પણ એ સાથે તેઓ શ્રીકૃષ્ણની માફક સાચા કર્મયોગી પણ હતા. સંમાન્ય રીતે જૈનધર્મ કોઈપણ કર્મને બન્ધન ગણે છે, પરન્તુ ગાંધીજીએ જીવનભર અહિંસાની સાથે અનાસક્ત કર્મયોગની ઉચ્ચ સાધના કરેલી. સ્વર્ગસ્થ રમણભાઈ શાહનાં જીવનમાં પણ મને હંમેશાં આવો સુયોગ જોવા મળેલો. તેઓ મહાવીરના પરમ ઉપાસક હતા એટલે મન, વચન, કાયાથી અહિંસાને વરેલા હતા. જીવનભર મેં અનેક જૈનોને જૈનધર્મના સૂક્ષ્માતિસૂક્ષ્મ ક્રિયાકાંડો કરતા જોયા છે. સામાયિક, પ્રતિક્રમણ, પૂજાપાઠ, ઉપવાસ વગેરેની સાથે મર્યાદિત પ્રમાણમાં અપરિગ્રહ વ્રતનું પાલન કરતા નિહાળ્યા છે, પણ તેમાંથી ભાગ્યે જ કોઈ ઊંડી ને સાચી સમજણપૂર્વક જૈનધર્મને તેના યથાર્થ સ્વરૂપે સમજી શકતા હશે. જૈનધર્મ એટલો તો ગહન છે અને તેનાં સિદ્ધાંતો એટલા તો જટિલ છે કે તેનું આકલન કરવા માટે ઉચ્ચ બુદ્ધિપ્રતિભાની અપેક્ષા રહે છે ને તેવી સમજણ પ્રાપ્ત કર્યા પછી તેનું આચરણ કરવાનું કાર્ય તો અસિધારા ઉપર ચાલવા જેવું દુષ્કર છે. ઘણા મુનિવર્યો પણ એ કક્ષાએ પહોંચી શકતા હશે કે કેમ તેની શંકા રહે છે. જ્યારે રમણભાઈ એક એવા શ્રાવક હતા જે સાચા અર્થમાં તેના સાધક હતા. તેમનામાં મેં ક્યારેય આવેશ, ઉશ્કેરાટ, ઉદ્વેગ કે રોષ જોયા નથી. તેઓ રાગદ્વેષથી મુક્ત હતા. ભાગ્યે જ કોઈની ટીકા નિંદા કરતાં મેં તેમને સાંભળ્યા હશે. પોતાની ક્યાંક અટિત ટીકા થતી હોય, અને હું તેમનું ધ્યાન દોરું તોપણ તેઓ કદાપિ વ્યગ્ર કે વ્યથિત થતા નહિ. એક પ્રકારની સ્થિતપ્રજ્ઞતા તેઓ કેળવી શક્યા હતા. જૈન ધર્મ જૈને અઢાર પાપસ્થાનો કે કષાયો ગણે છે તેનાથી તેઓ દૂરત્વ સાધી શક્યા હતા. કેવળ શબ્દો કે વાણીનો સંયમ ૪૦૧ Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રત ઉપાસક રમણભાઈ નહિ, મનનો પણ સંયમ! સંસારમાં રહીને આમ, તેઓ કોઈ સાચા જૈન શ્રાવકને શોભે તેવું શીલ સંપન્ન જીવન ખીલવી શક્યા હતા. .... પણ એ સાથે જૈનધર્મની કર્મબન્ધનની ફિલસૂફીથી લેપાયા વિના શ્રીકૃષ્ણના કર્મયોગનો સુમેળ પણ તેઓ પોતાના જીવનમાં સાધી શક્યા હતા. એ વિના વિશ્વના ઘણાબધા દેશોનો ઉલ્લાસપૂર્વક પ્રવાસ ખેડીને એ વિશે તેઓ રસાળ પ્રવાસવર્ણનો કેવી રીતે આપી શક્યા હોત? પ્રવાસવર્ણનો સાથે સંશોધનો, ચિન્તનગ્રંથો, વિવેચનસંગ્રહો, સાહિત્યિક અને આધ્યાત્મિક સંપાદનો, માહિતીસભર જીવનચરિત્રો, ગ્રન્થસ્થ ગુજરાતી સાહિત્યની વાર્ષિક સમીક્ષાઓ, લલિત નિબંધોનું સ્મરણ કરાવે તેવાં હૃદયસ્પર્શી રેખાચિત્રો કેમ લખી શક્યા હોત? અને એથીય વિશેષ એક પરમ શ્રદ્ધાળું જૈન એન.સી.સી. ઓફિસર બનીને એ વિશે પણ એક રસિક પુસ્તક કેમ આલેખી શક્યા હોત? અંગ્રેજીમાં જેને Voluminous writer કહેવાય છે એવી પ્રતિષ્ઠા એક સાચો જૈન ગુજરાતી સાહિત્યમાં પ્રાપ્ત કરી શકે એવી ઘટના જગત સાહિત્યના ઈતિહાસમાં પણ વારંવાર બનતી હોતી નથી. તેઓ જૈન હોવાથી જૈન સાહિત્યના માત્ર સહભાગીને સંશોધક હતા અને એટલે તેઓ ફક્ત Sectional Scholar - અમુક વર્ગીય વિદ્વાન હતા એવું મેણું મારનારાઓએ કદાચ એવા ક્ષુલ્લક કારણોસર જ તેમને ગુજરાતી સાહિત્યના કહેવાતા પ્રતિષ્ઠિત પારિતોષિકોથી વંચિત રાખીને પોતાની લઘુતા જ પ્રગટ કરી હશે! ....પણ એથી કરીને તેમની બહુમુખી સાહિત્મિક પ્રતિભાને કોઈ આંચ આવી નહિ, તેની પાછળ શ્રીકૃષ્ણ પ્રબોધિત કર્મયોગનું જ પ્રેરકબળ રહ્યું હતું એ નિર્વિવાદ છે. એ કર્મયોગને પ્રતાપે જ તેઓ વર્ષો સુધી મુંબઈ જૈન યુવક સંઘના અને એ સંઘ દ્વારા પ્રયોજાતી વાર્ષિક પર્યુષણ વ્યાખ્યાનમાળાઓના પ્રમુખ બની રહ્યા. એ પ્રેરક બળથી જ તેઓ “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે તટસ્થ, નિર્ભીક ને નિઃસ્વાર્થ સેવાઓ આપી શક્યા. એક તંત્રી તરીકે તેઓ કેટલા નીડર હતા એ સંબંધે મેં માત્ર વિવેચનગ્રન્થ “અનુપ્રેક્ષા'ની પ્રસ્તાવનામાં તેમના વિશે જે કંઈ લખ્યું છે તેનું અહીં પુનરાવર્તન કરવાનો લોભ જતો કરી શકતો નથી. સાહિત્ય ને વિવેચન સંબંધે એકાદ અનિવાર્ય લેખ પ્રગટ કરવામાં મને જે તકલીફ પડતી હતી એ વિશે સ્પષ્ટતા કરતાં મેં મારા ઉક્ત ગ્રન્થમાં લખ્યું છે કેઃ “... આવાં વાતાવરણ વચ્ચે પ્રબુદ્ધ જીવન અને તેના તંત્રી ડૉ. રમણભાઈ શાહે મને હંમેશાં સાથ આપ્યો છે Page #463 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ એ પણ સર્વશક્તિમાને ઘડી રાખેલી કોઈ સુખદ યોજનાનું ફળ કેમ ન ગણવું ? નહિતો, ‘પ્રબુદ્ધ જીવન'નું જે સ્વરૂપ છે તેમાં હું જે પ્રકારના લેખો લખતો હતો તેનો સમાવેશ થવાનું શક્ય નહોતું. બિલકુલ ધાર્મિક વૃત્તિના અને લગભગ ઘણાબધા લેખકો અને પત્રકારો સાથે સારા, મીઠા અને ગાઢ સંબંધોથી બંધાયેલા ડૉ. રમણભાઈ મારા લેખો પ્રગટ કરે એ ઘટના જ ગુજરાતી સાહિત્યની દુનિયામાં વિરલ લાગે છે. પોતાના લાભાલાભનો વિચાર કર્યા વિના અને અંગત ઘનિષ્ઠ સંબંધોની ચિંતા કર્યા વગર મને મુક્ત મનથી તેમણે લખવા દીધું એવું ઔદાર્ય, સૌજન્ય અને વહાલ મને ક્યાં મળવાનાં હતાં ? તેમની નીડરતા, હિંમત અને લાગણીસભરતાને દાદ દીધા વિના આ પ્રસંગે રહી શકું એ શક્ય જ નથી. જે લેખો લખવાનું મારે માટે લગભગ અનિવાર્ય હતું તે લેખો પ્રગટ કરીને તેમણે મને ખૂબ ૠણી બનાવ્યો છે '' વગેરે. મારી નવલકથા ‘સુમાર્થ મુક્તિ'માં વિનોદ વિજય નામે યુનિવર્સિટીનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ એવા એક જૈનમુનિનું પાત્ર આવે છે. ઉક્ત નવલકથાનો નાયક સુમાર્થ પ્રચલિત ને રૂઠિગત ધાર્મિક ક્રિયાકાંડો વિરોધી પણ અન્તરથી પરમ આસ્તિક છતાં કર્મની ફિલસૂફી પરત્વે પોતાની અશ્રદ્ધા વ્યક્ત કરે છે, તેની સામે મુનિશ્રી વિનોદ વિજય જિનતત્ત્વ સંબંધે જે વિચારોની અભિવ્યક્તિ કરે છે એ મહદ્ અંશે ચીમનલાલ ચકુભાઈ અને ડૉ. ૨મણભાઈના એ વિશેના વિચારોનો આવિર્ભાવ છે તેમ મેં ઉક્ત નવલકથાની પ્રસ્તાવનમાં સ્વીકાર્યું જ છે. વિનોદ વિજયજી સુમાર્થને કહે છેઃ “આત્મા પોતે જ પોતાનાં સુખદુઃખનો કર્તા છે, પોતાના ભાવિનો સ્વામી છે. કોઈ અન્ય પદાર્થ તેનું ભાવિ ઘડતો નથી, ઘડી શકે નહિ. મનં: ટ્વ મનુષ્યાળામ્ ારમ્ વન્યુ મોક્ષયો: । આત્મવ આત્મનો વધુ: આત્મવ આત્મનો રિપુ: કોઈ આંધળું પ્રારબ્ધ તેનું ભાવિ ઘડતું નથી. જેને પ્રારબ્ધ કહીએ છીએ તે પૂર્વ કર્મ છે, પોતાનાં જ કર્યો છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે ‘વીતરાગસ્તોત્ર’માં આ જ વાત કહી છે. એ ગ્રન્થનો સાતમો પ્રકાશ આ જ તત્ત્વ નિરૂપે છે, જેમાં જગતના કર્તુત્વનો પ્રશ્ન આચાર્યશ્રીએ ઉઠાવ્યો છે. ભગવાને આ જગતની રચના કરી છે એવું જો માનવામાં આવે તો કેટલા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે જેના સંતોષકારક જવાબ મળતા નથી. માટે જૈન ધર્મ માને છે કે આ જગત અનાદિ-અનન્ત છે. એના કોઈ સર્જનહાર કે વિસર્જનહાર નથી. શરીરરહિત પરમાત્માને એ ઘટતું પણ નથી....'' (સુમાર્થ મુક્તિ, પૃ.૨૧૮-૧૯) ४०३ Page #464 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ મને લાગ્યું છે કે ઉક્ત શબ્દોમાં જૈન દર્શનનો અતિસંક્ષેપમાં સંપૂર્ણ સાર આવી જાય છે. દુર્ભાગ્યે અકલ્પ્ય ક્રિયાકાંડો અને બાહ્ય ધાર્મિક વિધિઓમાં ગળાડૂબ એવાં લાખ્ખો શ્રદ્ધાળુ જૈનો છે જેઓ એ પણ જાણતા હોતા નથી કે જૈનધર્મ નિરીશ્વરવાદી છે; આત્માને જ પરમાત્મા માને છે. પણ સ્વ. રમણભાઈએ આવા જટિલ ગહન પ્રશ્નને પોતાની તાત્ત્વિક પ્રતિભા દ્વારા અતિ સંક્ષેપમાં પ્રગટ કરીને તેનું ઉચિત સમાધાન કરી બતાવ્યું છે એ જેવી તેવી સિદ્ધિ નથી. મુનિશ્રી વિનોદવિજયના વિચારોમાં સ્વ. રમણભાઈના વિચારોનો પ્રભાવ તો મેં સંપૂર્ણ જાગરૂકતાથી મૂકેલો જ છે, પણ લાગે છે કે મુનિશ્રીનાં વ્યક્તિત્વમાં પણ અસંપ્રજ્ઞાતપણે સ્વ. રમણભાઈના વ્યક્તિત્વની અમુક રેખાઓનું અંકન મારાથી એ સમયની તેમની નિકટતાને કારણે થઈ ગયું છે ! કેમકે કિશોરાવસ્થા પછી જૈન ધર્મના ધાર્મિક વિધિઓ, ક્રિયાકાંડો, યાત્રાઓ, પૂજાપાઠ વગેરેથી હું ઘણો દૂર નીકળી ગયેલો. જૈનધર્મ મને ઘણો એબસ્ટ્રેક્ટ લાગવા માંડ્યો; વાસ્તવિક જીવનમાં ન આચરી શકાય, ન પામી શકાય એવો દુરારાધ્ય દીસવા લાગ્યો. મારાં માતા-પિતા પ્રચલિત ધર્મનું રૂઢિગત પાલન કરનારાં ચુસ્ત શ્રાવક-શ્રાવિકા હતાં અને છતાં હું તેમનાથી પણ દૂર ને દૂર જતો ગયો. છતાં આજે પણ મને આશ્ચર્ય થાય છે કે સત્તાધીશ ને આપખુદ સ્વભાવના મારા પિતા, જેઓ વર્ષો સુધી રાજકોટના મુખ્ય દેરાસરના પ્રમુખ હતા અને અનેક સાધુ ભગવંતો સાથે આત્મીય સંબંધોથી બંધાયેલા હતા, તેમણે કદાપિ મને આ સંબંધે એક શબ્દ પણ કેમ કહ્યો નહિ હોય ? કદીય તેમણે મને રૂઢિગત જૈન ધર્મનું પાલન કરવા માટે મજબૂર કેમ નહિ કર્યો હોત ? વર્ષો પછી એ જ રીતે મારા જીવનમાં એ જ ધર્મનું, અલબત્ત બરાબર ઊંડાણથી સમજીને તેનું ચુસ્ત પાલન કરનારા રમણભાઈ આવ્યા! તેઓ વારંવાર પોતાના આ સંબંધોના વિચારો ખૂબ સંયમપૂર્વક છતાં દૃઢતાથી મારી સમક્ષ રજૂ કરતા રહ્યા.... છતાં હું તેનું પાલન કરું, પુનઃ એ માર્ગે હું વળી જાઉં તેવા પ્રયાસો તેમણે કેમ ના કર્યા ? તેમનાં હૃદયમાં મારા માટે જાણે મહાવીરની અપ્રતિમ કરુણા છલકાતી હોય એવું વારંવાર મેં જોયું છે, અને એટલે જ કદાચ જરાપણ આક્રમક કે હિંસક બન્યા વગર તેમણે મારી સ્વતંત્ર વિચારધારાને અવરોધી નહિ, એટલું જ નહિ, તેને હંમેશાં વિકસવા દીધી એ ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલા મારા લેખો કહી જાય છે. એક પ્રજ્ઞાવન્ત વડીલ બન્ધુની જેમ તેમણે હંમેશાં મારા વિચાર-સ્વાતંત્ર્યનું ગૌરવ કર્યું અને ૪૦૪ Page #465 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪o૫ એટલે જ કદાચ તેમના એ પાવનસ્પર્શથી હું જૈન ધર્મ કર્મની બહુ નજીક તો ના જઈ શક્યો પરન્તુ શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર જેમાં વિશ્વપ્રસિદ્ધ જૈન યાત્રાધામો તરફ વર્ષો પછી જરૂર ખેંચાયો! હંમેશાં નાજુક કહેવાતી મારી તબિયતને બરાબર સંભાળીને તેઓ તેમની જોડે મને ઉક્ત યાત્રાધામોની યાત્રાએ કેમ લઈ ગયા? અને છતાંય એ યાત્રાધામોમાં પણ મને મારી રીતે તેમણે કેમ વિચારવા દીધો? સામાયિક, પ્રતિક્રમણ, ચૈત્ય વન્દન, પૂજા વગેરે ધાર્મિક પ્રક્રિયામાં તેઓ કદાચ છોડતા નહિ, કેમકે તેમને માટે એ ઉચ્ચ ધાર્મિક્તાનાં પ્રતીકો હતાં, પણ હું સાથે હોવા છતાં મને એ માટે તેમણે કદાપિ કોઈ નિર્દેશ પણ ના કર્યો. .. અને શંખેશ્વરમાં મેં જ્યારે વર્ષો પછી પૂજાનાં વસ્ત્રો ધારણ કરીને, સંપૂર્ણ સ્વેચ્છાએ ભગવાન પાર્શ્વનાથની પૂજા-અર્ચના કરી ત્યારે મેં તેમની આંખોમાં આનન્દનો જે ઓધ નિહાળ્યો, કરુણાનો જે સાગર છલકાતો જોયો એ તો કોઈ ભાગ્યશાળીનું જ જીવન જોઈ શકે છે. * * * He was very kind and helpful to us all With Ramanbhai, we had very, very old relation and after coming to Kenya once with Rana Bahen Vora and again with Mahendrabhai Mehta and Asha Bahen. Our whole Jain community and friends will have big loss of this great soul. He was very kind and helpful to us all. He has given us all a lot of Jain knowledge and guidence while I was sick in Mumbai with his prayers and blessings, gave me Mantra to do Mala. Really Jain Community will have great loss of this religious leader. Our Jai Jinendra and Vandan to you all. With regards, Om shanti, shanti, shanti. Kundanbhai-Jyotsna Doshi & Sanghrajka Family and all our Nairobi Jain Community and Jaipur Foot Amputees Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શ્રુત ઉપાસક રમણભાઈ અત્તર મમ વિકસિત કરો I ગીતા જૈન જીવનમાં અણધાર્યા આવતા વળાંકે વ્યક્તિ એને તક સમજીને એ વળાંકે વળી જાય છે, આગળ વધે છે, દોડતો થઈ જાય છે. પરંતુ આવા વળાંકની ક્ષણે એ વિચારતો નથી કે આ કહેવાતી તક” અને “વળાંક' એને કેવા પરિણામ પાસે લઈ જશે? જીવનના આવા વળાંકે કોઈ માર્ગદર્શક મળી જાય, કોઈ લગામ ખેંચનાર મળી જાય તો, આગળ જતાં “ખાઈ છે કે રળિયામણો “પર્વત’ છે એનું સ્પષ્ટ દર્શન થઈ જાય. મારા જીવનના એક વળાંકે મને મારા પિતા તુલ્ય ગુરુ પૂ. રમણભાઈ મળી ગયા એ મારું સદ્ભાગ્ય. અધ્યાત્મ અને સાહિત્યની દુનિયામાં પ્રવેશ કરાવનાર પૂ. ડૉ. રમણભાઈ પાસે જ્યારે એમ. એ. કરવાનો સુયોગ થયો ત્યારે ખ્યાલ આવ્યો કે આવા ઉમદા વિદ્વાન કોઈ ભાર વગર હળવાશથી અમને મળતા અને ભણાવતા તેમ જ આ દિશામાં આગળ વધવા માટે સતત માર્ગદર્શન આપતા. એમ. એ. કર્યા પછી “જૈન પત્રકારિત્વ' ઉપર શોધ પ્રબંધ લખી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. આ દરમિયાન ૧૯૮૪માં કલકત્તામાં જૈન પત્રકાર સંગોષ્ઠિનું આયોજન થયું જેમાં મેં જૈન પત્રકારિત્વ પર નિબંધ પ્રસ્તુત કર્યો અને ત્યાં જ “અખિલ ભારત જૈન પત્રકાર પરિષદ યોજાય એવું નક્કી થયું અને એ જવાબદારી મને સોંપાઈ. ભારતભરના જૈન પત્રકારોની માહિતી મેળવતા મને સતત છ વર્ષ લાગ્યા અને ધોળકામાં પ.પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિશ્વરજીના આશીર્વાદ અને શ્રી કુમારપાળભાઈ વી. શાહના સહયોગથી તા.૧૫-૧૬-૧૭ જૂન ૧૯૯૦ના આવી પરિષદનું આયોજન પણ થયું. ભારતભરમાંથી વિવિધ ભાષા તેમ જ ફિરકાના જૈન પત્રકારોએ ભાગ લીધો. આ પ્રથમ જ અધિવેશનમાં અમે વિચાર કર્યો કે આ પરિષદને બંધારણનું સ્વરૂપ અપાવવું જોઈએ, એટલે બંધારણ પણ તૈયાર કર્યું. પરંતુ આ ઠરાવ જેવો Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૦૭ મેં પ્રસ્તુત કર્યો કે તરત જ હોદ્દા માટે પડાપડી અને અનેક અશાંતિકારક પ્રસંગો બે દિવસમાં બનતા ગયા. મારા સદ્ભાગ્યે, મારા આમંત્રણને માન આપી પૂ. રમણભાઈ પણ ત્યાં પધાર્યા હતા. એક ગુરુ-પિતા તરીકે આ સર્વ ઘટનાઓ ઉપર એઓશ્રીની બારિક નજર..... મને અશાંત જોઈ, અને એમના હૃદયમાં કરુણામય વેદના પ્રગટી. એક પિતા પુત્રી પાસે આવે એ રીતે મારી પાસે આવ્યા. હું મૌન રહી... એઓ પણ મૌન રહ્યા. વાતાવરણમાં વાત્સલ્ય અને વેદના ભળતા રહ્યાં. હું કાંઈ પણ બોલવા અસમર્થ હતી. કર્મના બધાં સિદ્ધાંતો મારા મનને ડહોળી રહ્યાં હતાં. તેઓ માત્ર શ્રાવક જ નહિ વિશેષ તો જ્ઞાનીજન... જ્ઞાનનો અઘટિત અર્થ મારા મનમાં જન્મી રહ્યો છે એ એઓ કેમ સાંખી લે? શાંત ચિત્તે ખૂબ વાત્સલ્યભરી વાણીથી એમણે શીખ અને શિખામણ આપી. ગીતા, આપણે કામ કરવું-પદની આશા ન રાખવી.' “મેં પદની આશા તો ક્યારેય રાખી ન હતી, મેં મારા ઉદ્ધોધનમાં પણ કહ્યું હતું, પણ આ તો અપમાનજનક....” આપણી ભાવનાને બધાં જ સમજે એવી અપેક્ષા ક્યારેય ન રાખવી. તારે લોકશાહીની સ્થાપના કરવી હતી, પણ એ કાળ પાક્યો ન હતો, કાળને ઓળખતા શીખો.” “હા સર!” “લોકશાહીમાં માનવું પણ કાર્ય એકલાએ જ કરવું. એક હકીકત જ્યારે નક્કર બને, બધાની લાલસાઓ ખંખેરાઈ જાય, થોડું તપ થાય, આ બધાંની રાહ જોવી. આપોઆપ બધી હકીકતો એકઠી થઈને સંસ્થાનો આકાર લે અને આપણે પણ કસોટીમાંથી પાર ઉતરીએ.” પૂજ્યશ્રીના એ શબ્દોએ મારી મનોવેદના ઉપર શીતળ ચંદન લેપનું કામ કર્યું અને હું મુક્ત થઈ ગઈ, હું મુક્ત થઈ ગઈ, માત્ર ત્યારે જ નહિ, આજે પણ....... કોઈ પણ જાતની સંસ્થા કે પદ વગર ભ્રમણ કરીને વિવિધ રાજ્યોમાં સ્વાથ્ય જાગૃતિના કાર્યોમાં વ્યસ્ત રહું છું. હું મારા કાર્યોનો આનંદ માણું છું, અઢળક આનંદ મહાણું Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ છું એ મારા પિતા સમ ગુરુજનને કારણે... એઓશ્રીએ મારું અંતર એવું અને એટલું વિકસિત કર્યું કે આજે એ વિસ્તરતું જાય છે, જીવનની આવી પળ ધન્ય હોય છે અને પ્રત્યેક પળે એની ધન્યતાના ગુણાકાર થતાં રહે છે. મૃત્યુને તો એની ફરજ બજાવવાની છે. એ નથી નવપલ્લવિતને જોતો કે નથી વિકસિતને. આવા ગુરુવર્ય આપણને હરપળે કાનમાં રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓનું ગુંજન કરાવે છે ઃ અન્તર મમ વિકસિત કરો, અન્તરતર હે...! નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુન્દર કરો છે... ! સંચાર કરો સકલ કર્મ શાંત તોમાર છંદ...! નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે...! શ્રુત ઉપાસક રમણભાઈ હા, સાંભળું છું તમારી એ વાણીની અનુગુંજ રમણભાઈ! અને ફરી ક્યારે જીવનમાં અશાંત પળ આવે ત્યારે મારી સન્મુખ શાંત મને બિરાજી મને દર્શન આપશો, - માર્ગદર્શન આપજો... A humble and noble soul full of virtues, patience and compassion. We have learnt with great distress the demise of Dr. Ramanbhai Shah. He was humble and noble soul full of virtues, patience and compassion. He sat example of high standards in public life for young and old. He was highly admired and respected member of the community. I never missed reading, books which he had authored and the articles in Prabudhh Jivan newsletter. His passing away has left a void in our lives which will remain un-filled. We extend our heartfelt condolences and join you in prayers for eternal bliss of the departed soul. C Meena & Nemu Chandaria-DUBAI Page #469 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૦૯ આપનાર || ડૉ. મનહરભાઈ સી. શાહ થોડાંક વરસો અગાઉ ધોળકાની પત્રકાર પરિષદમાં તેમની સાથેનો એક નાનકડો પણ અભુત પ્રસંગ બની ગયો. હું, મારા પત્ની કાન્તાબહેન અને રમણભાઈ એક જ મકાનમાં ઉપર નીચે ઉતરેલાં હતાં. હું અને મારા પત્ની પરવારીને નીચે ઉતર્યા અને રમણભાઈને વાત કરી, ચાલો આપણે સમયસર મિટિંગમાં પહોંચી જઈએ. તુરત જ તેમને મારા પત્નીને પૂછ્યું કે ડૉક્ટર પૂજા કરી આવ્યા? મારા પત્નીએ કહ્યું: રમણભાઈ એ પૂજાની જોડ લાવ્યા છે પણ પૂજા કર્યા વગર મિટિંગમાં જવા નીકળ્યા છે. તુરત જ તેમણે ભારેખમ અવાજે કહ્યું, ચાલો જલદીનાહીને નીચે આવો. આપણે સાથે પૂજા કરવા જઈએ છીએ. તમારી રાહ જોઉં છું. અમે ત્રણેય દેરાસરમાં પૂજા કરવા પહોંચ્યા. ત્યાં તે વખતે મૂળનાયકની પહેલી પૂજાની ઘીની બોલી બોલાઈ ગઈ હતી. પૂજારીએ પૂજા કરવા એ ભાઈનું નામ બોલ્યા અને બોલાવ્યા, તરત જ તે ભાઈ બોલી ઊઠ્યા પૂજા ડૉ. મનહરભાઈ કરશે. હું તો એકદમ અવાચક થઈ ગયેલ. આ ભાઈને હું ઓળખતો નથી ને આટલી મોટી બોલી.. ને મારા ઉપર આદેશનો કળશ ઢોળ્યો. તુરત જ મેં પૂજારીને વિનંતી કરી કે મારી સાથે આવેલ મુરબ્બી રમણભાઈ પહેલાં પૂજા કરશે. પણ રમણભાઈએ મારી વાત સ્વીકારી નહીં. આ પ્રસંગની મારા મન પર અમીટ છાપ રહી ગઈ કે હું પૂજા કરવા જતો ન હતો ને જોગાનુજોગ પૂજા કરવાનું નિમિત્ત મુરબ્બી રમણભાઈએ કર્યું અને મને પ્રથમ પૂજાનો લાભ આપ્યો. ધન્ય છે આવા આત્માઓને. તેમણે પ્રભુને વંદન કરી પૂજાનું ફળ મને નહીં પણ રમણભાઈને હોજો એવું માંગ્યું. આ વાત સ્મરણ થતાં તેમની ભાવધારા હજુ પણ મારા માટે ટપક્યા કરે છે. આ નાનો સરખો પ્રસંગ મારા જીવનના ૮૦ વર્ષે પણ હું વાગોળું છું. આવા હતા રમણભાઈ ધર્મનિષ્ઠ, ધર્મપ્રિય. બીજા નાના મોટા અનેક પ્રસંગો પણ બન્યા. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મને વક્તા તરીકે લાભ આપી “ઋણાનુબંધ'નું પ્રવચન રાખેલ. પણ આજે અમારો ઋણાનુબંધ પૂરો થયો છે. છતાંયે પાછા મળીશું Page #470 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ખરા. હજી તેમના આભામંડળની આભા મારા સ્મરણમાંથી જતી નથી. ખરેખર આવા વિષમ કાળમાં ખૂબ નિર્મળ, સમતા ને સ૨ળતાવાળા આત્માને મારા કોટિ કોટિ વંદન છે. થોડાંક વર્ષો પહેલાં પાલનપુરમાં જૈન સાહિત્ય સમારોહમાં ભાગ લેવા માટે મને આમંત્રણ મળેલ. ત્યારે મારે ચૌદ ગુણસ્થાનકો પર પ્રવચન આપવાનું હતું. તેમાં તેમણે બીજી અનેક સૂચના મને કરેલ. તે ખરેખર અદ્ભુત શાસ્ત્રીય સુસંગત હતી. તે પણ હજી ભુલાતું નથી. છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદમાં અને ગુજરાત વિદ્યાપીઠમાં તેમના જાહે૨ પ્રવચનોમાં ખૂબ ઝીણવટભરી આગમોઉચિત શાસ્ત્રીય વાતો સાંભળીને મેં ખૂબ ધન્યતા અનુભવેલી. મારા માર્ગદર્શન હેઠળ ચાલતી પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળાના પ્રસંગે અનેક ધાર્મિક અને માર્મિક ચર્ચાઓમાં પૂરો સમય લઈને મને ખૂબ જ પ્રભાવિત કરેલ. આવા નાના નાના અસંખ્ય વિસ્મરણીય પ્રસંગોની નોંધ અહીં મૂકી શકાય તેમ નથી. પણ મારા અંતરની ધારામાંથી પ્રગટ થયેલી ભાવધારા પ્રગટ કરી વિરમું છું. પ્રભુ તેમના આત્માને ચિરશાંતિ અર્પે. છેલ્લાં કેટલાંક ‘ધર્મધારા’માં તેમના લેખો પ્રગટ કરીને મને ઉપકૃત કર્યો છે. ૪૧૦ OUR HEARTFELT CONDOLENCES The Death is unvoidable and we all have to surrender ourselves against the will of Almighty. We PRAY GOD to give an eternal peace to the DEPARTED SOUL. We EXPRESS OUR HEARTFELT CONDOLENCES on this most painful berevement. WE PRAY GOD to give you all enough strength to bear this misfortune. I MAHASUKHBHAI M. SHAH Page #471 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ સર, આંખ અને અંતરનો વિસામો પન્નાલાલ કે. છેડા ૧૯૬૨-૬૩ નું વર્ષ, હું એમ.એ. નો અભ્યાસ કરતો હતો. પૂ. રમણભાઈ અને તારાબહેન બન્ને મારા પ્રોફેસર. એ સમયે એમની સાથે નિકટના પરિચયમાં આવવાનું બન્યું. ચોપાટીના કલ્યાણ પાર્શ્વનાથ જિનાલયને અડીને એમનું નિવાસસ્થાન. ૧૯૬૬માં હું હ્યુજીસ રોડ રહેવા ગયો. ચોપાટીના દહેરાસરમાં દર્શન કરવા જાઉં ને ક્યારેક રમણભાઇને સેવા-પૂજા કરતો જોઉં, જે ભક્તિભાવથી એમને પૂજા કરતાં જોતો ત્યારે આંખ સામે શ્રાવક કરતાં મેજર રમણભાઇની છબી ઊપસી આવતી. આંખ અને અંતર બન્ને, ભક્તિથી પ્રભુજીની સામે એમને વંદી ઊઠતાં. ૪૧૧ સરની નમ્રતા, સરળતા, સાદગી, સૌજન્ય, ઉદારતા, શિસ્ત આદિ અનેક ગુણો તેમના સંપર્કમાં આવનારાઓએ અનુભવ્યાં છે. લગભગ ૩૫ વર્ષ પહેલાંની વાત. સ૨નો ફોન આવ્યો, જર્મનીથી એક ટાઇપીન લાવ્યો છું. તમારા માટે મોકલું છું, તમને જરૂર ગમશે. કેટલી બધી મોટપ હતી એમના શબ્દોમાં. તેમનો શિષ્ય હોવા છતાં ‘તમને’ ના ઉચ્ચારની તેમની મોટપ અહંકારને જાણે ઓગાળી નાખતી હતી. મનની ભીતરમાં ડોકિયું કરું છું તેમના સૌજન્યનો એક પ્રસંગ યાદ આવે છે. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ડૉ. પીઠાવાલાનું સન્માન થવાનું હતું. સન્માનપત્ર મારે બનાવવાનું હતું. સંઘમાંથી લખાણ આવી ગયું હતું. કોણ જાણે કેમ પણ, મને શબ્દોમાં ફે૨ફા૨ ક૨વાની ઈચ્છા થઈ. ફેરફાર કરીને લખાણ સરને મોકલ્યું, વાંચીને મને ફોનમાં કહ્યું; ‘સરસ લખ્યું છે, સન્માનપત્ર સારું બનાવજો.' મારાથી પૂછાઈ ગયું; સર, મૂળ લખાણમાં મેં ફેરફાર કર્યો છે, કોણે લખ્યું હતું એ ? મેં જ લખ્યું હતું પણ, આ લખાણ વધારે સારું છે.’ મને સમજાયું નહિ કે, મારે પોરસાવું કે જીભ કચરવી ? ‘સોરી સર, મેં તમારા લખાણને ફેરવી નાખ્યું’, ‘એવું નથી, બલ્કે તમે બધું જ સારી રીતે આવરી લીધું છે.' મારા અહંકારનું સ્થાન હવે નમ્રતાએ લીધું હતું. આદમિયતની આ ખુશબોએ મનને તરબતર કરી નાખ્યું. આછું આછું યાદ છે ત્યાં સુધી ત્રણેક વર્ષ પહેલાં મને ફોન કર્યો. પન્નાલાલ, Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨ શ્રુત ઉપાસક રમણભાઈ મારી પાસે ઘણાં બધાં સ્મરણચિહ્નો, સન્માનપત્રો વગેરે ભેગાં થયાં છે. આ બધું જોઈને મનમાં ક્યારેક અહં ઉપજે. આવી કોઈ ગ્રંથિ હવે પેદા થવી ન જોઈએ. અને તેથી તમામ સન્માનપત્રો વગેરેનો તમે નિકાલ કરી નાખજો, હું આ બધું તમને મોકલું છું. એક ચંદ્રક કે સન્માનપત્રક મળે ત્યારે એની વારંવાર થતી જાહેરાતો અને ફોટો દેનિકોમાં પ્રસિદ્ધ થાય. ગુણગાન ગવાય, ફૂલીને ફાળકો થતી વ્યક્તિ ધરતીથી બે વેંત ઉપર ચાલે. અહીં ? કોઈ ખેવના ન હતી. સાચા આત્મતત્ત્વની શોધ માટે તદન નિગ્રંથ બની જવાની ઈચ્છા હતી, ત્યાગીને ભોગવવાની ઇચ્છા હતી. મને યુવક સંઘના પીઢ કર્ણધાર સ્વ. ચીમનલાલ જે. શાહ યાદ આવી ગયાં. થોડાંક વર્ષો પૂર્વે એમણે પણ મને આ રીતે બધું જ મોકલી આપ્યું હતું. ગમતાનો ગુલાલ તો ભલે કરીએ, અહીં તો સર્પ કાંચળી ઉતારે તેમ પ્રશંસાને કોરે મૂકી, મનને છાને ખૂણે બેઠેલાં અહંની કાંચળી ઉતારવાની હતી. હું સ્તબ્ધ હતો. સર પાસેથી આવેલાં સન્માનપત્રો મેં જોયાં. વિશાળ કદના એક સન્માનપત્રને જોઈ ઘડીભર અટક્યો. તારાબહેનને ફોન કર્યો. આ માનપત્ર ન કાઢીએ તો ? પન્નાભાઈ, તમારા સાહેબને હવે પ્રશસ્તિનો કોઈ મોહ નથી રહ્યો. ૧૪ મી ઑગષ્ટના હું અને પ્રભા પૂ. રમણભાઈ-તારાબહેનના મુલુંડના નવા નિવાસસ્થાને તેમને મળવા ગયાં. મને જોઇને સર પથારીમાં બેઠા થયા. દુર્બળ પડી ગયેલો એમનો દેહ જોઈ મનને ખિન્નતા થઈ. આ પરિસ્થિતિમાંય બે-ત્રણ ઓશીકાં ટેકવીને સૂતાં સૂતાંય લખવાનું, મઠારવાનું કામ ચાલુ હતું. જ્ઞાનની આવી પ્રભાવના ક્યાં જોવા મળે ? એકાદ કલાક એમની પાસે ગાળ્યો. પાછા ફરવાની રજા લીધી, તેમના સંપાદિત બે નવા પુસ્તકો શ્રીમદ્ યશોવિજયજી વિરચિત “જ્ઞાનસાર” અને “વીર પ્રભુના વચન' મારું અને પ્રભાનું નામ લખી અમને આપ્યાં. ચરણસ્પર્શ કરી મેં પુસ્તકો લીધાં. તેમને અમારા આ છેલ્લાં વંદન હતાં. આમ પણ જ્યારે જ્યારે તેમને મળતો ત્યારે મા શારદાનો પ્રસાદ તો અવશ્ય પામતો. ગયા વર્ષે હું રાંઝણ (સાયેટિકા) ને કારણે શારીરિક રીતે અસ્વસ્થ બન્યો હતો. રમણભાઇને આ વાતની ખબર પડી. મને ફોન કર્યો, પૂછા કરી, મને કહે, “તમારા જેવી વ્યક્તિ બીમાર પડે એ ન ચાલે, હું બે-ચાર દિવસમાં ડૉ. પીઠાવાલાને Page #473 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૧૩ લઇને આવું છું.” સાહેબ, હવે હું ધીરે ધીરે સ્વસ્થ થતો જાઉં છું. તમે મારા માટે તકલીફ લેતા નહિ. મારી વાત સ્વીકાર્ય ન બની. કોઇક સંજોગોને કારણે ડૉ. પીઠાવાલા આવી ન શક્યા, મેં હાશ અનુભવ્યો. ત્યાર પછીના રવિવારે સવારના પહોરમાં ડૉ. પીઠાવાલા સાથે મારે ત્યાં બન્ને જણ આવી પહોંચ્યા. અમારી બિલ્ડિંગમાં આવવાના અટપટા રસ્તાને કારણે લાંબો ઢોળાવ ચડીને બન્ને વૃદ્ધ મહાનુભાવો મારે ત્યાં આવ્યાં એ પ્રસંગ યાદ કરું છું ત્યારે મારી આંખોમાં જાણે પૂજ્યભાવના અશ્રુઓ ટપકે છે. કયો ઋણાનુબંધ હશે કે, હું એમના આશીર્વાદને યોગ્ય બની રહું છું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની બધી જ શાખાઓમાંથી યોગ્ય વિદ્યાર્થીઓને પોતાના માતા-પિતાની સ્મૃતિમાં સુવર્ણ અને રજતચંદ્રક આપવા માટે તેમણે પોતાની આ માતૃસંસ્થાને દાન આપ્યું હતું. ચંદ્રકો માટે ડિઝાઈન-ડાઈ વગેરે બનાવવાના હતાં, આ કામ માટે વિદ્યાલયમાંથી અવારનવાર માણસો મારે ત્યાં આવે. કામ આગળ વધે, પ્રશ્નો ઊભાં થાય, એમની સૂઝને કારણે હલ પણ મળી જાય. અનેક શૈક્ષણિક સંસ્થાઓ, જ્ઞાતિઓ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને ચંદ્રકો આપે છે. ધાર્મિક ક્ષેત્રે આયંબિલ વગેરે માટે મિતિઓ નોંધાવે છે, દાયકાઓથી આ પ્રવૃત્તિઓ ચાલે છે. પચાસ વર્ષ પહેલા દાતાઓ દ્વારા સંસ્થાઓને અપાયેલી આવી શરતી રકમો શું આજે પર્યાપ્ત છે ખરી ? જવાબ સ્પષ્ટ છે; “ના”. મારા મનમાં ઘોળાતાં આ પ્રશ્નની વાત મેં સરને કરી. સર, તમે દાન તો આપો છો, દાન આપવાનો વિચાર કરી, સંસ્થાની મંજુરી પછી એને અમલમાં મૂક્યો ત્યાં સુધીમાં તો ચાંદીના ભાવ પાંચસો રૂપિયા વધી ગયાં હતાં. હજીયે કદાચ ભાવ ઘણાં વધે ત્યારે સંસ્થા શું કરશે ? સંસ્થાઓના હિતમાં આ વિષય પર “પ્રબુદ્ધ જીવનમાં આપશ્રીએ એક અગ્રલેખ લખવો જોઈએ. મારી વાત સાથે એ સહમત બન્યા. આવો પ્રશ્ન કદાચ મારા અપાયેલા દાન વિષે ઊભો પણ થાય તો મેં એની જોગવાઈ કરી રાખી છે. એમના જવાબમાં સાચી દીર્ધદર્શિતા હતી. મને સંતોષ થયો. આ વિષય અનેક સંસ્થાઓને મૂંઝવી રહ્યો છે એટલે જાહેરમાં આ વિષય ચર્ચાની એરણ પર આવવો જરૂરી છે. પૂ. સર સાથેની અનેક ઘટનાઓનું સ્મરણ કરું છું. જવાબ લખી મોકલવાની Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રુત ઉપાસક રમણભાઈ તેમની ચોકસાઈ, ભૂલ હોય તો સ્વીકા૨વાનું સૌજન્ય, પ્રોત્સાહન આપીને પીઠ થાબડવાની તેમની વૃત્તિ, આ બધું યાદ આવે છે ત્યારે મનમાં એક સંસ્કારપુરુષ સ્થાન લે છે. આવા મહામના માનવીની ચિરવિદાયથી સાહિત્ય અને સંસ્કારનો એક ખૂણો રિક્ત બની જશે. નવા અગ્રલેખોમાં વાચકો રમણભાઈને શોધશે. વ્યાખ્યાનમાળામાં બોલાતાં તેમના વિદ્વતાભર્યાં શબ્દોનો વર્ષો સુધી શ્રોતાઓના મનમાં પડઘો પડતો રહેશે. ઋષિકુળના એક સાધક સમા સારસ્વત પૂ. રમણભાઈ સદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમના હજારો શિષ્યો અને ચાહકોમાં તેમણે સીંચેલા સંસ્કારો તેમની કર્મજ્યોતને ઝળહળતી રાખશે. આંખ અને અંતરથી તેમની સ્મૃતિઓને પખાળી ભાવભર્યાં વંદન કરું છું. ૐ શાંતિ. A profound reader and a great writer We came to know about the sad demise of your Dr. Ramanlal C. Shah. It is shocking news for everybody. It has created a loss to your family members, but it is a severe loss to our family members too. He was a man of vision. A well-read scholar, having an excellent knowledge of Jainism, an editor of Prabuddhjivan, a man of lovely nature-completely interested in the upliftment of Jains, a profound reader and a great writer-written many books for the mass and class. A writer is always alive through his writings so how can we believe him as dead. We have a great loss, but it is all destiny. May God give you strength to bear this heavy loss. Let his soul have the deep peace for his journey after death. Kapoor Chandaria Page #475 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪ ૧૫ કર્તવ્યો ધર્મ સંગ્રહઃ વડીલ રમણભાઈ L પ્રકાશ ડી. શાહ ભાઈ શ્રી રમણભાઈના મૃત્યુના સમાચાર, હું જ્યારે ઈઝરાઈલ મારી દીકરીને ત્યાં હતો ત્યારે મળ્યાં. રમણભાઈનું વિશાળ વ્યક્તિત્વ પ્રબુદ્ધ જીવનના તેમના લેખોથી જાણવા મળે છે. કોઈપણ વિષય ઉપર તેઓ લખતા હોય ત્યારે બરાબર ઊંડાણ પૂર્વક વિષયની છણાવટ કરતા. તેમના લેખો ઘણીવાર બે-ત્રણ વખત વાંચતો અને તેમનો નિગોદ ઉપરનો – લેખ પાંચ થી છ વાર વાંચ્યો હશે. આ લેખો જ્યારે પણ વાંચતો હોઉં, ત્યારે રમણભાઈ બોલતા હોય, તેમના જ અવાજમાં અને હું સાંભળતો હોઉ તેવો આભાસ થતો. આમ તો રમણભાઈનું વજન ઘણું ઉતરી ગયું છે તેવા સમાચાર અમારા વડીલ મિત્ર શ્રી સી. ડી. શાહે ગાર્ડનમાં આપ્યા હતા. મારે ત્યારે “બાલી’ જવાનું હતું અને ત્યાંની એક જગ્યા વિષે જાણવું હતું. તેઓ પોલોમિ, મારા ધર્મપત્નીને દીકરી ગણતા હતા તેથી ફોન કર્યો ત્યારે નાદુરસ્ત તબિયત હોવા છતા ફોન ઉપર આવ્યા અને વ્યવસ્થિત જવાબ આપ્યો. તેઓએ દુનિયાના ઘણા દેશોની સફર કરી હતી અને ત્યાંના સંસ્મરણો અને કુદરત વિષે “પાસપોર્ટની પાંખે” પુસ્તકમાં લખતા. જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં પર્યુષણ દરમિયાન રમણભાઈને સાંભળવા એક લહાવો હતો. દરેક વિષયને બરાબર ન્યાય આપતા. વ્યાખ્યાનનું આયોજન કરવામાં બે-ત્રણ મહિના બહુ જ વ્યસ્ત રહેતા અને બારીકાઈથી વ્યાખ્યાતા અને વિષય નક્કી કરતા. તેમનાં પત્ની તારાબેન અને પુત્રી શૈલજા વ્યાખ્યાનમાળામાં અવારનવાર વ્યાખ્યાન આપતાં અને તેઓને પણ સાંભળવા એક લહાવો હતો, તેનો યશ પણ રમણભાઈને મળે છે. યોગાનુયોગ રમણભાઈના ભાઈ પ્રમોદભાઈ, મારી સાથે “મહાવીર જૈન વિદ્યાલયમાં ભણતા હતા અને આમ તેમના આખા ફેમિલી સાથે મારે સારો પરિચય હતો. રમણભાઈ તેમનું પુસ્તક છપાય ત્યારે તેની પ્રત લગભગ મને મોકલતા. આવી રીતે મેં એક છપાવેલ પુસ્તક દેવચંદજી કૃત, સ્તવન ચોવીશી “પ્રીતિની રીતિ આચાર્ય મહારાજ સોમચંદ્ર વિજયજી મારફત છપાવેલ અને રમણભાઈને Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રત ઉપાસક રમણભાઈ મોકલેલ. તેઓ વાંચીને એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે બીજા પાંચ પુસ્તકો, ફોરેન મોકલવા મંગાવેલ. આવી રીતે આધ્યાત્મિક જ્ઞાનના ફેલાવામાં તેમનો ફાળો વિશેષ હતો. આવા ન્યાયપ્રિય વડીલ, તત્વને ઉંડાણથી જાણનાર, સાદા અને સરળ વ્યક્તિત્વવાળા રમણભાઈની ખોટ બધાને લાગશે. “પ્રબુદ્ધ જીવન'ના હવે પછીના લેખો વાંચતા તેમની ખોટ જરૂર લાગશે. આ પ્રસંગે મને એક શ્લોક યાદ આવે છે. અનિત્યાની શરીરની! વૈભવો નૈવ શાશ્વતઃ નિત્ય સનિહિત મૃત્યુઃ! કર્તવ્યો ધર્મ સંગ્રહ:/ દેહ અનિત્ય છે – વૈભવ-પૈસા સાથે રહેવાનો નથી, મૃત્યુ નિશ્ચિત છે તો તે મનુષ્ય ધર્મનો સંગ્રહ સિવાય કોઈ કર્તવ્ય તારા માટે રહેતું નથી. ૐ શાંતિ શાંતિ શાંતિ આ જ * સમસ્ત જૈન સમાજને મોટી ખોટ ભાઈશ્રી રમણલાલભાઈના તો હું લગભગ છેલ્લા ૩૫ વર્ષ થયા પરિચયમાં છું અને અવારનવાર તેમને મળવાનું થતું હતું. આવા વિદ્વાન અને જૈન શાસનના એક સફળ લેખક શ્રી રમણભાઈનું દુઃખદ અવસાન થતા કુટુંબીજનોને તો ખોટ પડે તે સ્વાભાવિક છે, પરંતુ સમસ્ત જૈન સમાજને મોટી ખોટ પડેલ છે. D સોમચંદ પેથરાજ - ટ્રસ્ટી, ઓશવાળ ચેરિટિઝ, જામનગર XXX રમણભાઈની સ્મૃતિ ચિરંજીવ રાખવા સ્તુત્ય વિચારણા તેમની સ્મૃતિમાં તેમના સમગ્ર સાહિત્યના સારરૂપ ગ્રંથો પ્રગટ કરી મુંબઈ જૈન યુવક સંઘે એક વિદ્વાન શ્રેયાર્થી શીત ગુણધર્મને શોભે તેવી ચિરંજીવ સ્મૃતિ સાચવવાનું યોગ્ય જ વિચાર્યું. D મનુ પંડિત, અમદાવાદ Page #477 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ જૈન શાસનના કીર્તિ કળશ ] મનુભાઈ શેઠ રમણભાઈ એટલે જૈન શાસનનો ઝળકતો સિતારો પ્રકાશનનો પુંજ, સાહિત્ય સર્જક, દર્શન ચારિત્રના સત્ત્વશીલ ઉપાસક સાહિત્યના સ્વામી દેશ તથા સાત સમંદર પાર પરદેશમાં જૈન ધર્મના મર્મભર્યા પ્રવચનો દ્વારા શ્રોતાઓને મુગ્ધ કરનાર વિદ્વાન વક્તા. શૂન્યમાંથી સર્જન કરનાર જન્મભૂમિ પાદરામાં ફક્ત ચા૨ ધો૨ણ ભણી પિતા ચીમનભાઈ સાથે મુંબઈ જવું પડ્યું. ઉચ્ચ અભ્યાસ દ્વારા તેજસ્વી તારલા તરીકે કૉલેજમાં Ph.D. ની ડિગ્રી સુધી પહોંચી પ્રાધ્યાપક બન્યા અને મુંબઈને કર્મભૂમિ બનાવી સિદ્ધિનાં શિખરો સર કર્યાં. સને ૧૯૫૩માં તેમના જીવનમાં પૂ. તારાબહેનના પગલાં થકી બન્નેનો જીવનબાગ ખીલી ઉઠ્યો અને પ્રસન્ન દામ્પત્યજીવનનું પ્રતિબિંબ જોતા આપણને આનંદ થાય તેવું તેમનું બન્નેનું જીવન હતું. મુંબઈ જૈન યુવક સંઘના મોવડી બન્યા. ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા તેમની વિદ્વતાના દર્શન થાય છે. ૪૧૭ સને ૧૯૮૬માં સમસ્ત ગુજરાત સૌરાષ્ટ્રમાંથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા મને યુરોપના પ્રવાસે મોકલવા તેઓએ જણાવ્યું ત્યારે મારું મન કેટલું પ્રફલ્લિત બન્યું હશે તે મને અત્યારે કલ્પના નથી થતી. પરમાર્થ, પરગજુપણુ અને બીજાનું ભલુ કરવાની તત્પરતા તેમના અંતરમાં હંમેશાં ધબકતી રહેતી હતી. મારી સાથેના તેમના સુખદ સ્મરણોની થોડીક ઝલક આલેખું છું. પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા જનહિતાર્થે લાખ્ખો રૂા.નું ફંડ સ્વેચ્છાએ આપી જનાર દાતાઓ તેમની જબાનના જાદુ દ્વારા મોટી સંખ્યામાં હતા અને આવેલ ફંડનો કેવો સુંદર સદ્ઉપયોગ કરતા કે જરૂરિયાતવાળી આર્થિક રીતે પછાત સંસ્થામાં પોતે મુલાકાતે જાય, બધી ચકાસણી કરે પછી પોતાની યુવક સંઘની ટુકડીને લઈ જઈ બધું જ સમજાવે અને તે સંસ્થાને માટે આવેલ ફંડની રકમ સાદા સમારંભ દ્વારા આશરે પંદર લાખથી વધુ જેવી માતબર રકમની અર્પણવિધિ કરે. મને યાદ છે કે આવા બે પ્રસંગો જે બન્નેમાં હું સંકળાયેલો હતો. ગ્રંથ૨ીની ટી. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શુત ઉપાસક રમણભાઈ બી. હૉસ્પિટલ એટલે સમગ્ર ગુજરાતમાં જ નહીં ભારતમાં વધુ સંખ્યામાં ટી. બી.ના દર્દીઓની ભાવનગરના મહારાજાના જમીનના દાનથી સર્જન પામેલી સંસ્થા જ્યાં ૬૦૦ ઉપરાંત ટી. બી. ના દર્દીઓની સારવાર થતી. રમણભાઈ તે સંસ્થા આખી ટીમને રૂબરૂ લાવી બતાવી સાથે પાલિતાણા શત્રુંજયની યાત્રા કરાવી નક્કી કરાવ્યું કે તે વર્ષના પર્યુષણ વ્યાખ્યાનમાળાનું ફંડ આ સંસ્થાને આપવું. હું બધે સ્થળે સાથે જ હતો. મેં મુ. મફતકાકાના કહેવાથી આ સંસ્થા દેખાડવાનું કાર્ય માથે લીધેલ. પૂ. રમણભાઈને ખૂબ આનંદ થયો અને તે વર્ષનું ફંડ આશરે ૧૭ લાખ અર્પણ કરવાનો મેળાવડો મુ. મફત કાકાના અધ્યક્ષ સ્થાને થરી હોસ્પિટલમાં જ યોજવાનું નક્કી થયું. ટી. બી. હોસ્પિટલના સંચાલકો શ્રી દુલેરાયભાઈ, શ્રી ગાંધી, શ્રી મનસુખભાઈ વકીલ, શ્રી ગુણવંતભાઈ વડોદરીઆ વગેરે ખુશી થયા અને આવા પ્રોત્સાહક સમારંભમાં પૂ. સંત શિરોમણી મોરારિબાપુ પધારે તો રંગ રહી જાય અને ખરેખર તે મુજબ સુંદર મેળાવડો ફંડમાં ભેગી થયેલી રકમ અર્પણ વિધિ માટે યોજાયો. પૂ. મોરારિબાપુના રૂબરૂ આશીર્વાદ મળ્યા. મુ. મરતકાકાએ અધ્યક્ષસ્થાને સ્વીકાર્યું અને ફલશ્રુતિ રૂપે મુ. રમણભાઈની ઇચ્છા એકવીશ લાખનો આંકડો થાય તો સારું તેમ કહ્યું અને મેં પ્રયત્નો શરૂ ર્યા અને ખરેખર ઈશ્વર કૃપાથી ચાલુ સમારંભમાં જ ખૂટતું ફંડ પૂરું કરી પૂ. મોરારી બાપુના હસ્તે રૂ. એકવીસ લાખની થેલી સંસ્થાના પ્રમુખ શ્રી દુલેરાયભાઇને મુ. મરતકાકાની ઉપસ્થિતિમાં અર્પણ થઈ. આ બધાના મૂળમાં પૂ. રમણભાઇની દીર્ઘદ્રષ્ટિ અને આગવી સૂઝ હતાં. આ જ રીતે મેં તેઓને ભાવનગરની વિકલાંગોની સંસ્થા PN.R. સોસાયટી એટલે પરસનબેન નારણદાસ રામજી શાહ તળાજાવાળા સોસાયટી ફોર રિલિફ એન્ડ રિહેબિલિટેશન ઓફ ધ ડિસેબલ્ડનું સૂચન કર્યું. આ સંસ્થા જેના ચેરમેન કાંતિલાલ નારણદાસ શાહ અને અધ્યક્ષ શ્રી દીપચંદભાઈ ગાર્ડી છે અને કાર્યદક્ષ માનદ્ મંત્રીશ્રી અનંતભાઈ કે. શાહ છે અને હું સ્થાપક ટ્રસ્ટીછું. તે દેશ અને પરદેશમાં તેના માનવતાના કાર્યોથી પ્રસિદ્ધ છે. તે સંસ્થાના જુદા જુદા વિભાગો જોવા અને પોલિયોના ઓપરેશન કરાતા તે હૉસ્પિટલ અને કૃત્રિમ પ્રભાકુટની વર્કશોપ દેખાડી જ્યાં એક નહીં બબ્બે પગ અને બબ્બે હાથ કપાયેલા હોય તેઓને નવું જીવન પ્રાપ્ત થાય તે રીતે ડૉ. વિજય નાયકની રાહબરી નીચે ચાલતા અને કામ કરતાં થયેલા દર્દીઓને નવપલ્લવિત જોયા. અને તેઓ તથા તેમની સમગ્ર ટીમ ખૂબ પ્રભાવિત થયા અને તુરત જ નિર્ણય કર્યો કે તે વર્ષનું વ્યાખ્યાનમાળાનું ફંડ PN.R. સોસાયટી ભાવનગરને આપવું. અમને ટ્રસ્ટીઓને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રૂબરૂ બોલાવ્યા અને અમે જ્યારે બુદ્ધીજીવીઓ, શ્રેષ્ઠીઓ, Page #479 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૧૯ શિક્ષિત વર્ગના શ્રોતાઓને શ્રવણ કરતા જોયા મુ. રમણભાઈની જબાન દ્વારા જે સંસ્થાને દાન આપવાનું હોય તે સંસ્થાની વિગત કહેવાની તેમની પદ્ધતિ-સમજાવવાની કળા કે આવડત જોઈ આવા સંત સંસારી સાધુ જેવા રમણભાઈને વંદન સાથે શિર ઝૂકી ગયું કે બીજાના ભલા માટે આ પ્રતિભાસંપન્ન વિધાન વ્યક્તિ કેટલો શ્રમ લ્યે છે. તેમની કલમના જાદુ દ્વારા અને વાણીના અસ્ખલિત પ્રવાહ જેવી ભાષા દ્વારા જનતાને મુગ્ધ કરવાની કેવી તાકાત છે. આ વખતે આશરે ૧૮ લાખ જેવી માતબર રકમ એકઠી થઈ. ભાવનગરમાં PN.R. સોસાયટીમાં આ રકમ અર્પણવિધિનો જ્યારે સમારંભ થયો તે ખૂબ જ શાનદાર બન્યો. મુ. મફતકાકા પણ ખાસ પધાર્યા. મુ. રમણભાઈ સંઘની મોટી ટીમ સહકાર્યકરો લઇને પધાર્યા. મને ખાસ કહ્યું કે આ વખતે તેની ઇચ્છા રૂા. પચીશ લાખ થાય તો રંગ રહી જાય. મેં તો તેઓને મારા ગુરુ માન્યા હતા. ગુરુની આજ્ઞા શિષ્યે પાળવી જોઇએ જ અને તેમના આશીર્વાદથી મેં ચાલુ સમારંભમાં જ પ્રયત્નો શરૂ કર્યા. સાત લાખ જેવી મોટી રકમ થોડા સમયમાં જ મર્યાદિત વ્યક્તિઓ વચ્ચે થાય તે આકરું હતું. છતાં મારી ઉપર ઇશ્વરની મોટી કૃપા છે. આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે છે. ખરેખર સારી રકમ ભેગી કરી માઇક પાસે ગયો. છતાં આંકડો પૂરો નહોતો થયો એટલે મુ. મફતકાકા સામે જોયું અને ખૂટતી રકમ માટે તેમની મંજૂરી મળી અને મેં ઉત્સાહપૂર્વક રૂા. પચ્ચીશ લાખ જાહે૨ કર્યા. તાળીઓના ગડગડાટ વચ્ચે મુ. રમણભાઈ અને પૂ. તારાબહેન ખૂબ જ ખુશ ખુશ દેખાતા હતા. આવી ૧૮-અઢારેક સંસ્થાઓને આજ સુધીમાં રૂા. અઢી કરોડ જેવી માતબર રકમ સ્વેચ્છાએ આવેલ ફંડ દ્વારા અર્પણ કરેલ છે. પરદેશમાં લેસ્ટર (લંડન) પ્રતિષ્ઠા પ્રસંગે પણ હું વ્યવસ્થામાં અગાઉ ગયો હતો ત્યારે તેઓ સાથે સારો સત્સંગ થયો હતો—તેઓ કોઇનું લેતા નથી પણ તેમનું જ્ઞાન બીજાને આપે છે. મને ઘણું ઘણું પરદેશ વિશે જાણવા મળ્યું હતું. સાહિત્યનો ભંડાર તેમણે જનતાને ચરણે ધર્યો છે. પરદેશના પ્રવાસ અંગેના ‘પાસપોર્ટની પાંખે' પુસ્તકોએ ઘણાં રેકોર્ડ તોડ્યા છે. ખૂબ જાણવાનો ખજાનો વાચકોને તેમણે પૂરો પાડ્યો છે. તેના કોઈ પુસ્તક માટે તેણે પોતાના હક્ક રાખ્યા નથી. ગમે તે તેનો ઉપયોગ કરી શકે છે. આવા ઉમદા અને ઉદાર દિલનો મહા માનવ ગુમાવતા આપણને સૌને ખૂબ જ દુઃખ થાય. પણ તેમને પ્રિય કાર્યો શરૂ રાખી સાચી શ્રદ્ધાંજલિ અર્પીએ. પરમ કૃપાળુ તેમના પવિત્ર આત્માને ચિરંજીવ શાંતિ અર્પે. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૦ શ્રુત ઉપાસક રમણભાઈ બાબુ પનાલાલ સ્કૂલના અમે મિત્રો | કાંતિભાઈ લ. વોરા હું અને સ્વ. રમણભાઈ બાબુ પનાલાલ સ્કૂલમાં એક જ ક્લાસમાં હતા. ડૉ. કુમારપાળ દેસાઈએ રમણભાઈ માટેના લેખમાં સ્વ. મોગલસર માટે જે લખ્યું તે વાંચી તે સમયે મારા અભ્યાસકાળનો નજર સામે થયો. “પ્રબુદ્ધ જીવન'નાં રમણભાઈના લેખો મને ગમતા અને તે માટે હું તેમને પત્ર પણ લખતો. ઉત્તરાધ્યાન સૂત્રમાં મૃગાપુત્રના અધિકાર અંગે તેમને લખેલા પત્રનો જવાબ લાગણીપૂર્વક આપેલો. મેં લખેલું કે ૧૯૪૨ની નાસભાગમાં અમોને દેશમાં મોકલી આપ્યા. એટલે ત્યાં એક વર્ષ રહ્યા. એટલે મારો અભ્યાસ બગડ્યો. પણ તમે પ્રોફેસર અને તત્વચિંતક બન્યા અને હું વેપારી બન્યો. તેના જવાબમાં તેઓ તે સમયના સ્કૂલના દિવસો અને માસ્તરોના નામ આજે વર્ષો પછી યાદ કરી મને લખ્યા. ત્યાર પછી તેઓને કોલેજમાં કેટલાએ પ્રોફેસરો અને શિક્ષકોનો પરિચય થયો હોવા છતાં ૬૩ વર્ષ પહેલાની વાત શિક્ષકોના નામને લાગણીપૂર્વક યાદ કરે તે તેમની કેટલી મોટાઈ અને નમ્રતા છે તે ભૂલાતી નથી. તેઓ અને શ્રીમતી તારાબેન અવારનવાર પ્રસંગોમાં મળતાં. અને તેઓ મુલુંડ રહેવા ગયા અને મે તબિયતના ખબર કાઢવા માટે ટેલીફોન કર્યો. તેઓએ ફોન પર લાગણીભરી વાતો કરી. આવા નિખાલસ, નિરાભિમાની અને ધર્મપ્રેમી માણસ કાયમ યાદ રહેશે. “પ્રબુદ્ધ જીવન' સ્વ. પરમાનંદભાઈ કાપડિયાના સમયમાં અતિક્રાતિકારી જલદ અને કડક હતું. સ્વ. ચીમનભાઈ ચકુભાઈ શાહના સમયમાં રાજદ્વારી અને સરકારી સમાલોચના હતી. સાથે કોઈવાર ધર્મ પર લેખ આવતા. સ્વ. રમણભાઈ ઉમરમાં તેઓથી અતિ નાના હોવા છતાં તેમને “પ્રબુદ્ધ જીવન' મારફત લખાણને ધર્મમય બનાવ્યું હતું. તેમનાં જૈન તત્વ અને જૈન ધર્મ અંગેના વિચારો વાંચવા ઘણા જ ગમતા હતા, તેઓનું લખાણ કાયમ વાંચવા જેવું રહેશે. તેઓ કાયમ યાદ રહેશે. પ્રભુ તેમના આત્માને પરમ શાંતિ આપે, એ જ પ્રાર્થના. * * * Page #481 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક રમણભાઈ ૪૨ ૧ અખંડ જ્ઞાનયોગી રમણભાઈ 1 ગીતા પરીખ સ્વ. રમણભાઈ સાથેનો પરિચય મારા વિદ્યાર્થીકાળથી હતો. ત્યારે તારાબહેન (એમનાં પત્ની) સાથે અમારે કૌટુમ્બિક સંબંધ હતો. અમારા બેઉના પિતા (તારાબેનના પિતા શ્રી દીપચંદ ટી. શાહ, મારા પિતા શ્રી પરમાનંદ કાપડિયા) મુંબઈ જેન યુવક સંઘમાં સક્રિય કાર્ય કરતા હતા. હું અને તારાબહેન એક જ વર્ષે (જુદી જુદી કૉલેજમાંથી) બી.એ. તથા એમ.એ. થયાં ત્યાં સુધી અમારાં પરિણામો એક સાથે જ જાણવા મળતાં. તારાબહેનના સહાધ્યાયી રમણભાઈ હતા. એ બંને પ્રો. મનસુખલાલ ઝવેરીના ખૂબ હોંશિયાર વિદ્યાર્થીઓ હતા. અમે એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે રમણભાઈને જાણીએ. ત્યારે જીવનની પચ્ચીસીમાં પણ એ ધીરગંભીર વિદ્યાર્થી લાગતા હતા. એમના વિદ્યાપ્રેમમાં કયાંય ઉછાંછળાપણું નહોતું અને સતત વિકાસ કરતાં એ એક સારા પ્રોફેસર (ડૉકટર) તરીકે બહાર આવ્યા. એમનું જ્ઞાનપ્રદાન આખી જિંદગી ચાલ્યું. છેલ્લાં ૨૪ (ચોવીસ) વર્ષોથી તેઓ “પ્રબુધ્ધ જીવન'ના તંત્રી તરીકે રહ્યા તેથી તેમની સાથેના સંબંધનું સાતત્ય જળવાયું. તેમણે એક તંત્રી તરીકે અપ્રતિમ ચાહના મેળવી. એમનો જ્ઞાનયજ્ઞ જિંદગીના અંત સુધી ચાલ્યો. પરંતુ તેમના જ્ઞાનયજ્ઞને તેમણે કર્મયજ્ઞ સાથે જોડયો, જ્યારે તેમણે મુંબઈ જૈન યુવક સંઘને ગુજરાતની રચનાત્મક અન્ય સંસ્થાઓને આર્થિક મદદ સાથે જોડયો. આવી સતત સરસ્વતી-આરાધના કરતી વ્યક્તિને સાદર પ્રણામ. * * * ખૂબ જ ધાર્મિક વૃતિનાં સાચા સજજન અને અજાતશત્રુ સ્વર્ગવાસી રમણભાઈ મારા વડીલબધુ જેવા હતા. મારા લેખોને “પ્રબુદ્ધ જીવનમાં સ્થાન આપીને તેમણે મને ઘણો ઋણી બનાવ્યો છે. અને મેં તેનો ઉષ્માપૂર્વક ઉલ્લેખ મારા એક પુસ્તકની પ્રસ્તાવનામાં કરેલો જ છે. ખૂબ જ ધાર્મિક વૃતિનાં સાચા સજ્જન અને અજાતશત્રુ રમણભાઈ એક વિરલ મનુષ્ય હતા. | D ડૉ. હસમુખ દોશી, રાજકોટ Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ રચનાત્મક વિકાસને પંથે I સૂર્યકાંત પરીખ સ્વ. શ્રી રમણભાઈનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તેમણે મુંબઈ જેન યુવક સંઘને એક નવી દિશામાં વાળ્યો અને સમાજના જુદી જુદી જાતના વિકાસના કામો સાથે તેને જોડયો તે બાબત મારે મન બહુ જ મહત્ત્વની છે. શ્રી રમણભાઈએ છેલ્લાં વર્ષોમાં જૈન ધર્મના પ્રાચીન ગ્રંથો પર ચિંતન કરીને ઘણું લખ્યું. તે તેમની વિદ્વતાનો એક મહત્ત્વનો ભાગ ગણી શકીએ, જેઓને ધર્મની ફિલસૂફી અંગે ઊંડાણમાં ઉતરવાની ઈચ્છા હોય તેઓને માટે તેમના એ લખાણો ઘણાં મદદરૂપ થાય તેવા છે. શ્રુત ઉપાસક રમણભાઈ પરંતુ મોટાભાગના સમાજને ધર્મની એક જરૂરી દિશા કે પોતાના સુખમાંથી બીજાને પણ કંઈક આપવું તે દિશા તરફ મુંબઈ જૈન યુવક સંઘને તેમણે વાળ્યો એવું કહેવામાં આપણે તેમને યોગ્ય ન્યાય આપી શકીએ. પર્યુષણ વ્યાખ્યાનમાળા એ મુંબઈ જૈન યુવક સંઘનું દર વર્ષે થતું એક મહત્ત્વનું કામ ગણાયું છે. તેમાં પણ તેમણે વિવિધ વિષયો ફક્ત જૈન ધર્મના જ નહીં પણ સામાજિક અને આર્થિક સમસ્યાઓને પણ લઈને સમાજ પાસે તેના વિદ્વાનોની મારફતે તે વિષયો મૂક્યાં, અને તેની એક મોટી સમજ ઊભી કરી. પરંતુ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન ગુજરાતના વિકાસ માટે કામ કરતી જુદા જુદા વિસ્તારોમાં હોય તેવી સંસ્થાઓને શોધવી, તેઓને આર્થિક મદદ ક૨વા માટે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન દાન સ્વીકારવાની એક નવી જાતની પધ્ધતિ તેમણે ઊભી કરી અને દરવર્ષે એક સંસ્થાને દશ લાખથી માંડીને ૨૦ લાખની મદદ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન ભેગા કરેલાં દાનમાંથી આપીને કરી તેને હું ઘણું જ મહત્ત્વ આપું છું. આ જાતના દાનથી દાન આપનાર લોકોના દાન લેનાર સંસ્થાઓ સાથે સીધા જોડાણ કર્યા, અને એક બીજાની ઓળખાણ ઊભી કરી એટલું જ નહીં પણ સંઘના પ્રતિનિધિઓને લઈને તે સંસ્થાઓને સ્થળ ૫૨ જઈને જ દાન આપ્યા. તે તો આપણા દેશમાં જડે નહીં તેવો જોટો છે. આ પરંપરા મુંબઈ જૈન યુવક સંઘ ચાલુ રાખે તો શ્રી રમણભાઈને બહુ સાચી અંજલિ ગણાશે તેવું મને લાગે છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૨ ૩ જે સંસ્થાઓને મુંબઈ જેન યુવક સંઘ તરફથી છેલ્લાં ૧૫ વર્ષમાં જે દાનો મળ્યાં હોય તે સંસ્થાઓની વિગતો લઈને તેની એક નાની ચોપડી બહાર પાડવી જોઈએ તેવું મને લાગે છે કે જેથી સ્વ. રમણભાઈનો વિચાર અને નેતૃત્વ તે તમામના વિકાસ પાછળ મુંબઈ જેન યુવક સંઘે લીધેલો સક્રિય રસ રહેશે, અને તે સ્વ. રમણભાઈને ઉચિત અંજલિ ગણાશે તેમ મને લાગે છે. તેમાં તે સમયે રમણભાઈએ જે પ્રવચનો આપ્યા હોય તેને પણ આવરી લેવા જોઈએ. આવી પુસ્તિકા પ્રગટ થશે ત્યારે તેનો દાખલો અન્ય સંસ્થાઓ પણ લેશે તેમ માનવાનું કારણ છે. મુંબઈ જેન યુવક સંઘ એ ફક્ત જૈનોનો જ સંઘ નથી, પણ ઉદારવૃત્તિ વાળાઓનો સંઘ છે તે વાત સ્વ. રમણભાઈએ સંઘના પ્રમુખ તરીકે પૂરવાર કરી હતી. * * * જૈન સમાજના અગ્રગણ્ય પ્રતિભાશાળી નેતા શ્રી રમણભાઈ જૈન સમાજના અગ્રગણ્ય પ્રતિભાશાળી નેતા હતાં અને અમારી સંસ્થાના આપ્તજન હતા. તેમના પ્રયત્નોથી જ પર્યુષણ પર્વ દરમ્યાન જૈન યુવક સંઘ મુંબઈ દ્વારા સંસ્થાની વિવિધ વિકલાંગલક્ષી પ્રવૃત્તિઓ માટે મોટું અનુદાન એકત્રિત કરી આપવામાં આવેલ .... જેના માટે સંસ્થા તેમની ઋણી છે. T અનંત કે. શાહ પી. એન. આર. સોસાયટી, ભાવનગર xxx જેન અને જેનેતર સમાજને એક તત્ત્વચિંતકની ખોટ પડી છે એક પ્રખર જિનદર્શનના તત્ત્વચિંતક તરીકેની છાપ તેઓના લખાણોમાંથી મળી રહેતી. તેઓના દેહવિલયથી એક તત્ત્વચિંતકની ખોટ જેન અને જૈનેતર સમાજને પડી છે. “પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત તેઓનો તંત્રીલેખ હું વારંવાર વાંચી મનન કરતો અને તેમાંથી મને આધ્યાત્મિક પ્રેરણા મળી રહેતી. જે મને સ્વાધ્યાયમાં ઉપયોગી નીવડતી. T સુમનભાઈ શાહ, વડોદરા Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ શ્રુત ઉપાસક રમણભાઈ અપ્રમત્ત જે નિત્ય રે D પન્નાલાલ ર. શાહ અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોકે રે; સાધુ શુધ્ધા તે આત્મા, શું મૂંડે શું લોચે રે ? ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની આ પંક્તિમાં અપ્રમાદી આત્માની વાત છે. રમણભાઈનું સમગ્ર જીવન જોનાર એમને સહેજે અપ્રમત્ત કહી શકે, સદાય અપ્રમત્ત રહીને રમણભાઈએ જીવનનો ઉજળો હિસાબ આપ્યો છે. એમણે જીવી જાણ્યું, ક્ષણોની કરકસર કરી અને જીવનની ઝોળીમાં અક્ષરધન ભરતા ગયા. મારો એમની સાથેનો પરિચય ૧૯૬૫માં શરૂ થયો. તેમાં મારા લગ્ન નિમિત્તે તા.૨૫-૨-૧૯૬૮ના યોજાયેલ સત્કાર સમારંભમાં હાજરી આપી અમને આશીર્વાદ આપ્યા હતા. વખતોવખત મળવાનું થતું રહ્યું. પ્રત્યેક વખતે એમને મળતાં કંઈક નવું શીખવા મળ્યું. પહેલો જૈન સાહિત્ય સમારોહ જાન્યુઆરી ૧૯૭૭માં મુંબઈમાં યોજાયો. બીજો જૈન સાહિત્ય સમારોહ બે, ત્રણ અને ચા૨ ફેબ્રુઆરી ૧૯૭૯માં અમારા વતન મહુવામાં યોજાયો. એ રીતે પણ મારો એમની સાથેનો પરિચય ગાઢ થતો ગયો. એમની અને મારી વિદ્યાસંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય એક જ એટલે પણ પરિચય વધ્યો. ૧૯૮૪માં પર્યુંષણપર્વની વ્યાખ્યાનમાળા પછી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કમિટી અને નિયંત્રિત સભ્યોને કોઈ સુંદર જૈન ધર્મનું પુસ્તક ભેટ આપવાનો મેં વિચાર કર્યો. રમણભાઈને વાત કરી. એમણે કહ્યું, ‘અન્ય કોઈ પુસ્તક આપવાને બદલે તમારા લેખોનું પુસ્તક તૈયાર કરો.' યુવક સંઘ એનું પ્રકાશન કરે એવી વ્યવસ્થા થઈ. એ રીતે મારું ‘નિરીક્ષણ અને અર્થઘટન’ પુસ્તકનું ઈ.સ.૧૯૮૬માં પ્રકાશન શક્ય બન્યું. (તેના આગોતરા ગ્રાહક બનીને સંઘ પર પ્રકાશનના ખર્ચનો બોજ ન આવે એવી તકેદારી મારા ચાહકોએ રાખી હતી એ અલગ બાબત છે.) અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈનો પણ ઉત્કર્ષ થાય, પોતાની સાથે કામ ક૨ના૨ સહકાર્યકરોનું પણ સહજ રીતે ધ્યાન રાખવું એ એમના સ્વભાવમાં હતું. જે કંઈ સહજ અને સરળ રીતે થાય એમાં એમને રસ હતો. સંવાદ એમનો Page #485 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ સ્થાયીભાવ હતો. ત્યારબાદ ૧૯૮૪માં પર્યુષણ વ્યાખ્યાનમાળાને પચાસ વર્ષ પૂરાં થતાં હતાં. એક નોંધપાત્ર ઘટના હતી. એ નિમિત્તે મેં મુંબઈના અને ગુજરાતના વર્તમાનપત્રોમાં એ વિષે વ્યાખ્યાનમાળા વિષે લખ્યું, અને ‘અર્ધી સદીના આરે પર્યુષણ વ્યાખ્યાનમાળા' નામે મેં એક પુસ્તક તૈયાર કર્યું. જેનું પ્રકાશન પણ યુવક સંઘ દ્વારા શક્ય બન્યું. રમણભાઈની આ વિશાળ દૃષ્ટિ હતી. એમની સાથોસાથ અન્યનો વિકાસ થાય એ તરફ એમની ચોંપ રહેતી હતી. ૧૯૮૪માં આઠેક જૈન વિદ્વાનો, સાહિત્યકારો, કલાકારો યુરોપયાત્રા કરી શક્યા. એ બધાનો ખર્ચ આપનાર દાતાઓ મળ્યા. તે પાછળ પણ રમણભાઈની પ્રેરણા કારણરૂપ હતી. ૪૨૫ સરસ્વતી અને લક્ષ્મી વચ્ચે સંવાદ રચી નવનીત તારવવાનું એમનું લક્ષ્ય રહેતું. જે શક્ય થઈ શકે તેમ હોય તે કરવું અને એનો ભાર ક્યાંય વર્તાવા ન દેવો એ એમને આવડતું હતું. જીવનરસ વિકસાવવામાં એમને રુચિ હતી. સંઘના કાર્યકરો કે સહાયકોમાંથી જેમણે વિમાનયાત્રા ન કરી હોય તેમને અનુકૂળતાએ એ સંયોગ રચી આપી બીજાને થોડોક રોમાંચક આનંદ અપાવવાનું એમની દૃષ્ટિમાં હતું. નાની દેખાતી વાતોમાં એમની વિચારધારાની છાપ ઉપસતી હતી. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જેવી સમર્થ અને ખ્યાતનામ વ્યક્તિ પછી સંઘના પ્રમુખ કોણ બને એ મોટો પ્રશ્ન હતો. તે વખતના સંઘના ઉપપ્રમુખ સ્વ. શ્રી રસિકભાઈ ઝવેરીએ પોતે પ્રમુખપદ ગ્રહણ ન કરતાં, સામે ચાલીને, રમણભાઈનું હીર પારખીને એમને પ્રમુખ પદ માટે આગ્રહ કર્યો. સંઘને કુશળ સુકાની મળ્યા. રમણભાઈના પ્રમુખપણા હેઠળ સંઘે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા. સેવાના ક્ષેત્રોમાં વધુ નક્કર કાર્ય કર્યું. રસિકભાઈ ઝવેરીએ યોગ્ય વ્યક્તિ માટે યોગ્ય સ્થાન ખાલી કરીને પોતાના મનની મોટાઈ અને લોકશાહીની સાચી રસમ દેખાડી. એક વખત યુવાલેખિકા મનોજ્ઞા દેસાઈએ મને જિજ્ઞાસાવશ પૂછ્યું હતું કે, ‘રમણલાલ ચી. શાહ એટલે તેઓ શું ચીમનલાલ ચકુભાઈના પુત્ર ને ?’ મેં હસીને કહ્યું કે, ‘એ ચીમનલાલના દીકરા ખરા પણ ચીમનલાલ ચકુભાઈના Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રુત ઉપાસક ૨મણાભાઈ નહિ. જેન યુવક સંઘમાં વંશ વારસા જેવું નથી, કે પિતા પછી એ પદે પુત્ર આવે. અહીં તો લોકશાહી જીવંત છે.” સંઘના પ્રમુખ બન્યા બાદ કેટલાક વર્ષે રમણભાઈએ અયાચક વ્રતનો સંકલ્પ કર્યો હતો. સંસ્થા માટે દાન આપવા કોઈને શરમાવવું નહિ, કોઈની પાસે સામે ચાલીને માગવું નહિ અને દાન આપનાર પાસે કોઈ આગ્રહ ન કરવો. સંસ્થાઓ ચલાવનારાઓને ખ્યાલ હોય છે કે આ અઘરી વસ્તુ છે. કોઈ પણ સંસ્થા ફંડફાળા કે દાન વગર ચાલી ન શકે. માગવા જવું પડે. આગ્રહ કરવો પડે. પરંતુ રમણભાઈની સુવાસ, સંઘની પ્રવૃત્તિઓનું પરિણામ, કાર્યકરોની નિષ્ઠા એ બધાને કારણે દાન મળ્યાં, પ્રવૃત્તિઓ થઈ, વિસ્તરી, ફલવતી થઈ. ઈ.સ. ૧૯૮૭માં ઈંગ્લેંડમાં લેસ્ટરમાં નવા બંધાયેલા દેરાસર નિમિત્તે ઓનરરી ડાયરેક્ટર તરીકે તેમને નિમંત્રણ મળ્યું હતું. એ નિમિત્તે એમને ઈંગ્લેંડ જવાનું થયું. એ દરમિયાન પ્રબુદ્ધ જીવન' અને પર્યુષણ વ્યાખ્યાનમાળાના આંશિક આયોજનની જવાબદારી મારે શિરે આવી. એ વખતે શ્રી યશવંત દોશીએ પ્રબુદ્ધ જીવન માટે એક લેખ મોકલ્યો હતો. જેમાં એક ધાર્મિક સંપ્રદાય વિશે કડક પણ વાજબી આલોચના હતી. અમારા ઘણા જણની ઈચ્છા હતી કે પ્રબુદ્ધ જીવનમાં આ લેખ છપાય. દરમિયાન અમે એ લેખની પ્રતિલિપિ રમણભાઈને યુ.કે. મોકલી અને અમારા મંતવ્યો જણાવ્યાં ત્યારે ફોન દ્વારા સંપર્ક સાધી એ લેખ યશવંતભાઈને પરત મોકલવા એમણે સૂચના આપી. ત્યાર બાદ એ લેખ એક આખાબોલા વર્તમાનપત્રમાં છપાયો અને એ સંપ્રદાયના ભક્તોએ ઘણું ટીકાત્મક લખી ગરમાગરમી કરી. રમણભાઈની એ દીર્ધદષ્ટિ યાદ આવે છે જેના કારણે યુવક સંઘ એ વિવાદમાંથી બચી શક્યો. મહુવાની અસ્મિતા' પુસ્તકમાં મેં શ્રી પ્રવીણચંદ્ર ગમનલાલ ઝવેરીનો કરસનદાસ મૂળજી વિશેનો એક લેખ લીધો હતો. જેને કારણે ઘણી ટીકાઓ થઈ હતી અને પુસ્તક સળગાવવા સુધી મામલો પહોંચ્યો હતો. સાંપ્રદાયિક આળાઈનો અનુભવ પણ થયો હતો. અને રમણભાઈ પાસે લોકમાનસને સમજવાની જે સૂઝ હતી તેનો અનુભવ પણ યાદ આવ્યો હતો. એક દાનવીર ભાઈ યુવક સંઘને સારી રકમનું દાન આપવા તૈયાર થયા હતા. પણ એ શરતી દાન હતું. ઘણાને લાગ્યું કે સ્વીકારી લઈએ પણ રમણભાઈએ Page #487 -------------------------------------------------------------------------- ________________ ક્ષત ઉપાસક રમણભાઈ એવા શરતી દાનનો અસ્વીકાર કરી પોતાની મક્કમતા અને સ્પષ્ટ વિચારધારાનો પરિચય આપ્યો હતો. જૈન ધર્મ અને કર્મ તત્ત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખીને એક બૃહદ નવલકથા લખવાની રમણભાઈની મહેચ્છા હતી જે પૂર્ણ ન થઈ. મેં ઘણી વાર વાતવાતમાં આ કાર્ય માટે એમને સ્મરણ કરાવ્યું હતું. એમના પુસ્તકની અર્પણની પંક્તિ જોશો તો સુંદર કાવ્યપંક્તિ વાંચવા મળશે. તેમની પાસે કવિત્વ શક્તિ પણ હતી છતાં તેનો અલગથી ઉપયોગ નહોતો કર્યો. પાંચમો જૈન સાહિત્ય સમારોહ માંડવીમાં યોજાયો હતો. તેનું રિપોર્ટિંગ પ્રબુદ્ધ જીવન માટે મેં કર્યું હતું. તેમાં રમણભાઈના સાહિત્ય સમારોહના પ્રમુખ તરીકે એમના છપાયેલા પ્રવચનના આધારે એમણે જ સ્પષ્ટ ટીકારૂપ સાચી વાત કહી હતી તે મેં નોંધી હતી. રૂઢિચુસ્ત મિત્રોએ એ ટીકા સામે બળાપો કાઢ્યો ત્યારે રમણભાઈએ ખુલ્લા દિલથી એ વાત સ્વીકારી હતી અને મને જવાબદાર માની પોતે બચી શક્યા હોત પણ એમણે તેમ નહોતું કર્યું. ઈ.સ. ૧૯૯૩ની વ્યાખ્યાનમાળામાં એમની સુપુત્રી વિદૂષી શૈલજાબહેનને અમારી શ્રી ગુજરાતી કેળવણી મંડળ અને અન્ય સંસ્થાઓ દ્વારા સાયનના શ્રી માનવ સેવા સંઘના સભાગૃહમાં યોજાતા પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતા તરીકે નિમંત્રણ આપેલું. નિર્ધારિત દિવસે એમનું સરસ વ્યાખ્યાન થયું. હવે એ દિવસોમાં પૂ. તારાબેનને સખત અને સતત તાવ રહેતો હતો. અને જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં એમનું છેલ્લા દિવસે પ્રવચન હતું. પણ અશક્તિ અને નબળાઈને કારણે તેઓ પ્રવચન આપી શકે એ સ્થિતિમાં ન હતાં. તા.૧ ૬-૯૧૯૯૩ના રોજ શૈલજાબહેનના વ્યાખ્યાન બાદ શ્રી ચીમનલાલ જે. શાહનો મારા પર ફોન આવ્યો અને એમના વ્યાખ્યાન વિષે અભિપ્રાય પૂક્યો અને યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં વૈકલ્પિક વ્યવસ્થામાં એ પૂરક વ્યાખ્યાતા તરીકે સ્વીકાર્ય બને કે નહીં. અમારો ઉત્તર સ્પષ્ટ હતો. આ અગાઉ પણ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં એમને નિમંત્રણ આપવું જોઈતું હતું. અને તેઓને જ પૂ. તારાબેનની અવેજીમાં તા.૧૯-૯-૧૯૯૩ના રોજ નિમંત્યા અને તેમણે “શ્રદ્ધા પરમ દુર્લભ'' વિષે સરસ વ્યાખ્યાન આપ્યું હતું. પોતાના સ્વજનોને આગળ કરી ટીકારૂપ દષ્ટાંત ન બેસાડવું એમ રમણભાઈ માનતા હતા. એટલે એમને અત્યાર Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ક્ષત ઉપાસક રમણભાઈ સુધી નિમંત્રણ આપ્યું નહીં હોય એમ માનવું રહ્યું. આ પહેલાં શ્રી શૈલજાબહેને ઈ.સ. ૧૯૮૧માં જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ભગવાન મહાવીર વિષે સંસ્કૃતમાં દસેક મિનિટ પ્રવચન આપ્યું હતું. પર્યુષણ વ્યાખ્યાનમાળા પછી એ પ્રસંગની ખુશીમાં જે પ્રમુખનું સન્માન કરવા જે પ્રીતિભોજન સંઘના સભ્યો માટે યોજાતું હતું તે રમણભાઈએ બંધ કરાવ્યું હતું અને પોતાનું સન્માન ન થાય પણ માત્ર વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિનો આનંદ ઉજવવાનું ચાલુ રખાવ્યું. જરૂર હોય ત્યાં નિર્લેપ રહેતાં એમને આવડતું હતું. સંઘની મિટિંગ બાદ જે નાસ્તો રહેતો તે સંસ્થાના ખર્ચે નહિ પણ સભ્યોના ફંડથી થાય એવી પ્રથા એમણે પાડી હતી. સંસ્થા માટે જે પ્રવાસો કરવાના હોય તે માટે પણ સભ્યો દ્વારા ભંડોળ પ્રવાસ ફંડ વખતોવખત એકત્ર કરતાં. સંસ્થા પર ભાર ન આવે એ જોવાની આ એમની સૂક્ષ્મ દૃષ્ટિ હતી, આપણે સેવા કરીએ છીએ તો સ્વેચ્છાએ, સંસ્થા આપણો ખર્ચ ન ઉપાડે એ એમનો વિચાર હતો. ગુજરાતના એક પ્રવાસ વખતે વડોદરામાં અમને ખબર પડી કે પ.પૂ. આચાર્ય ભગવંત રામસૂરીશ્વરજી મ.સા. પાસેના ઉપાશ્રયમાં છે. આચાર્ય ભગવંત એટલા બીમાર હતા કે કોઈને પણ મળવાની છૂટ ન હતી. પણ રમણભાઈનું નામ સાંભળતાં આચાર્ય ભગવંતે મળવાની ઈચ્છા પ્રગટ કરી. રમણભાઈએ આચાર્ય ભગવંતને જિજ્ઞાસાથી, જ્ઞાનની સાચીતરસથી નાની નાની બાબતોના પ્રશ્નો પૂછ્યા. એમને જાણવામાં રસ હતો. ઊંડાણમાં રસ હતો. જ્ઞાન સમૃદ્ધ કરવામાં રસ હતો. સામાન્યરીતે હર સપ્તાહે અમારો ફોન દ્વારા સંપર્ક થતો રહેતો. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તઓ વાલકેશ્વરથી મુલુંડ રહેવા ગયા બાદ સંપર્ક રહ્યો નહીં, તેમ જ મને હૃદયરોગની તકલીફ થઈ તેમાં સને ૨૦૦૪માં એન્જિયોપ્લાસ્ટી અને ૨૦૦૫ના સપ્ટેમ્બર માસમાં બાયપાસ સર્જરી કરાવવી પડી એને કારણે એમની સંઘ દ્વારા યોજાયેલી શ્રદ્ધાંજલી સભામાં હાજરી પણ આપવાનું શક્ય બન્યું નહીં એનો વસવસો રહ્યો. તદ્દન અશકિતના કારણે લખવાનું શક્ય રહ્યું નહીં ત્યારે સાહેબના લાડકા વિદ્યાર્થી ડૉ. ગુલાબ દેઢિયાએ મારા નિવાસસ્થાને આવી બધા મુદ્દાઓ નોંધી શબ્દાંકન કરી આપ્યું ત્યારે આ લેખ તૈયાર થયો છે તે એમની વિશિષ્ટ સર્ગશક્તિનું દ્યોતક છે. અસ્તુ. * * * Page #489 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૪ ૨૯ મારા આજીવન વિદ્યાગુરુ, [ રમેશ સંઘવી મુરબ્બી રમણભાઈના નામ આગળ સ્વ. શબ્દ મુકવાનું મન નથી થતું. કારણ કે એમને ક્ષરદેહ ભલે પંચમહાભૂતોમાં મળી ગયો. પરંતુ તેમને અક્ષરદેહ આજે પણ જીવંત છે, ધબકતો છે, ચૈતન્યમય છે. રમણભાઈ ને હું મારા આજીવન વિદ્યાગુરુ ગણું છું. તેઓશ્રી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં મારા પ્રોફેસર તો હતા, પરંતુ અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ પર્યુષણ વ્યાખ્યાનમાળાના તેમના પ્રવચનોએ અને “પ્રબુદ્ધ જીવન'માંનાં તેમના લેખોએ મારા વ્યક્તિત્વના ઘડતર અને વિકાસમાં સિંહફાળો આપ્યો છે. તેમનું વિપુલ સાહિત્ય ફક્ત આજની પેઢીને જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવનારી અનેક પેઢીને જેન ધર્મનું રહસ્ય સરળ ભાષામાં સમજાવી તેમના સંસ્કારોને પોષતું રહેશે. મુરબ્બી ચીમનલાલ ચકુભાઈ શાહ, જૈન સમાજની અનેક સંસ્થાઓમાં ખૂબ જ અગ્રણી અને સક્રિય કાર્યકર્તા હતા. મુંબઈ જેન યુવક સંઘના તેઓ પ્રમુખ હતા અને પ્રબુદ્ધ જીવન'ના તેઓશ્રી તંત્રી હતા. એમના અવસાન બાદ તે જગ્યા માટે યોગ્ય વ્યક્તિની નિમણુંક અનિવાર્ય બની ગઈ હતી. તે સમયના પીઢ, કસાયેલ અને નિઃસ્વાર્થ સેવાભાવી ચીમનભાઈ જે. શાહ પર સહુની નજર હતી. પરંતુ તેમની પારખુ નજરમાં રમણભાઈ જ એ સ્થાન લેવા સહુથી યોગ્ય વ્યક્તિ હતી. ચીમનભાઈને પ્રમુખપદનો લોભ તો હતો જ નહીં, એટલે તેમણે શ્રી રમણભાઈને આગળ કર્યા. રમણભાઇએ તે જવાબદારી સંભાળી. એટલું જ નહીં પરંતુ શોભાવી અને દીપાવી. શ્રી ચીમનભાઈ વ્યાખ્યાનમાળામાં ખૂબ જ મનનીય પ્રવચન આપતા. “પ્રબુદ્ધ જીવનમાં પણ તેમના ચિંતનમય લખાણો આવતા. રમણભાઈએ પણ આ પરંપરા ચાલુ રાખી. શ્રી ચીમનભાઈએ કદી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ નહોતું લીધું. તે જવાબદારી તેમણે પંડિત સુખલાલજી અને ત્યારબાદ શ્રી ગૌરીપ્રસાદ ઝાલાસાહેબને સોંપી હતી. ચીમનલાલ ચકુભાઈએ પોતાની હયાતીમાં જ ૧૯૭૨માં પૂ. ઝાલાસાહેબના સ્વર્ગવાસ પછી રમણભાઈને પર્યુષણ Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રત ઉપાસક રમણભાઈ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ સોપ્યું ને તેમણે જીવનના અંત સુધી શોભાવ્યું. હું જ્યારે બી.એ.ના છેલ્લા વર્ષમાં હતો, ત્યારે જ શ્રી રમણભાઈના લગ્ન થયા હતા. અમારા વર્ગના વિદાય સમારંભ સાથે જ રમણભાઇને અભિનંદન આપવાનો સમારોહ પણ સાંકળી લેવાનું નક્કી કર્યું. અને શ્રી રમણભાઈ અને તારાબહેનને તેમાં હાજર રહેવાનું નિમંત્રણ આપ્યું. સંજોગવશાત્ કે પછી સંકોચવશાત્ તારાબહેન હાજર રહ્યા નહોતા. મારા સહાધ્યાયીઓ શ્રી સુરેશ દલાલ તથા શ્રી જગદીશ જોશીએ અભિનંદનના વ્યક્તિત્વના સમાપન વખતે શ્રી સુંદરમ્ની એક પંક્તિ ટાંકી હતી. “યાત્રા હજો શુભમુખી તવ ઉર્ધ્વગામી' અને ખરેખર રમણભાઇની જીવનયાત્રા શુભમુખી અને ઉર્ધ્વગામી જ બની રહી. તેમની સ્મૃતિ પણ ખૂબ તેજ હતી. વર્ષો વીત્યા બાદ તેઓ મને મુંબઈ જેન યુવક સંઘની વાર્ષિક સભામાં મળ્યા, પરંતુ તેમણે મને ઓળખી લીધો. તેઓ ખૂબ જ વિદ્વાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા છતાં તેમનામાં અભિમાનનો છાંટો પણ ન હતો. દરેકને તેઓ પ્રેમથી બોલાવતા. ઘણી વખત તેઓ પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે વાત કરતા હોય, એટલે તેમને બોલાવવામાં મને સંકોચ થતો તો તેઓ સામેથી મને “કેમ છો ભાઈ” પૂછી મારી સંભાળ લેતા. મને અહીં મુરબ્બી પરમાણંદ કાપડિયાની દીકરી ગીતાબહેનનું એક લીટીનું એક કાવ્ય યાદ આવે છે. સૂકાં પર્ણો વન ગજવતા, શાંત લીલા સદાયે. આ પંક્તિ પ્રમાણે તેઓ સૂકા પર્ણ નહોતા, કે પોતાની આત્મશ્લાધા કરે. તેઓ લીલા પર્ણ સમાન હતા, જેમની હાજરી આખા વાતાવરણને રળિયામણું અને પુલકિત બનાવે. તેમના અવસાન બાદ પણ તેમની સ્મૃતિ તાજી અને લીલીછમ જ રહેવાની. તેમની જીવનયાત્રા તો શુભમુખી અને ઉર્ધ્વગામી હતી જ, પરંતુ તેનો આત્મા એટલો બધો મહાન હતો કે મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે કે તેમની પરલોકયાત્રા પણ શુભમુખી અને ઉર્ધ્વગામી રહેવાની. પરમકૃપાળુ પરમાત્મા તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના સાથે વિરમું છું. * * * Page #491 -------------------------------------------------------------------------- ________________ ચુત ઉપાસક રમણભાઈ ૪૩૧ રમણલાલ : મારા સહાધ્યાયી આ નગીનદાસ શેઠ હું અને ડૉ. રમણભાઈ અમે બન્ને શાળાના અભ્યાસ દરમ્યાન પાંચમીથી મેટ્રિક સુધી એક જ વર્ગમાં સાથે જ હતાં. રમણલાલને અને મને બન્નેને ગુજરાતી, સંસ્કૃત અને ધાર્મિક વિષયોમાં સારો એવો રસ હતો. મુ. શ્રી અમીદાસ કાણકિયા અમારા ગુજરાતીના એક ઘણા સારા શિક્ષક હતા. અને અમને બન્નેને ઘણા ઉત્સાહી રાખતા. રમણલાલનો “ગુજરાતીમાં રસ ઘણો ઊંડો હતો અને ટકી રહ્યો, જ્યારે મારો મંદ પડી ગયો. રમણલાલે આર્ટસમાં જઈ પોતાને ગમતા વિષયમાં ઘણું પ્રાધાન્ય અને મહત્તા મેળવ્યા અને હું કોમર્સમાં જઈ જુદી જ દિશામાં વળી ગયો. સ્કલમાં સાથે હતા ત્યારે વિદ્યાર્થી સહજ મસ્તી તોફાનમાં ભેગા જ રહેતા અને ધાર્મિક વિષયના શિક્ષકને પજવવામાં આગળ રહેતા. તેઓ સ્વભાવે સરળ અને નમ્ર તો હતા જ પણ તોફાન કરવાની મારી સ્વાભાવિક પ્રવૃત્તિમાં આડકતરી રીતે ટેકો જરૂર આપતા. કૉલેજકાળ દરમ્યાન અલગ અલગ અભ્યાસક્રમ હોવા છતાંય મહાવીર જૈન વિદ્યાલયમાં અમે બન્ને રૂમ પાર્ટનર હતા અને હોસ્ટેલમાં રહેતાં-જમતા-નિયમોનું પાલન કરવામાં થોડા મતભેદ હોવા છતાં દોસ્તી તો પાકી રહેતી. અમે બન્ને ટીખળ કરવામાં માનતા. હોસ્ટેલમાં Election વગેરેમાં ભાગ લેવા માગતા. વિદ્યાર્થીઓ અને એમની એ વિધિઓ શાંતિથી થવા દઇએ એ માટે અમારી રજા લેવા આવતા કે અમે એમને કોઈ મસ્તી-તોફાન વગર શાંતિથી એમનું વક્તવ્ય રજૂ કરવા દઈએ. વિદ્યાલય છોડ્યા પછી મળવાનું ઓછું થઈ ગયું હતું. પરંતુ એક બીજાના સમાચાર મેળવવાનું તો ચાલુ જ રહ્યું હતું. ખાસ કરીને મિત્ર રતનચંદ ઝવેરી મારફત. છેલ્લે વર્ષો જતા રમણલાલના સાહિત્ય ક્ષેત્રે ખાસ કરીને જૈન સાહિત્ય ક્ષેત્રે એમણે જે પ્રદાન કર્યું અને જે માન સન્માન અને પ્રતિષ્ઠા એમણે મેળવી એ જાણતાં જાણતાં મનોમન આનંદની અને ગૌરવની લાગણી અનુભવતો અને Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૨ શ્વત ઉપાસક રમણભાઈ જીવનના થોડાં વર્ષો એમના સહાધ્યાયી રહેવાનો અને વિદ્યાલયમાં રૂમ પાર્ટનર તરીકે સાથે રહેવાનો આનંદ ખૂબ જ યાદ આવતો. છેલ્લા વર્ષોમાં રમણલાલ સાયલા પૂ. લાડકચંદભાઈના શ્રીમદ રાજસોભાગ આશ્રમમાં જૈન ધર્મ વિષયક લેખો લખવા આવતા ત્યારે બે ચાર વખત સાયલા અને બે ચાર વખત સુરેન્દ્રનગરથી મુંબઈ જતાં ટ્રેઈનમાં સાથેની બર્થ મળતાં રાત્રે મોડે સુધી જૂની વાતો વાગોળતાં વાગોળતાં મોડું થતું ત્યારે તારાબહેન કહ્યા વગર રહી શકતા નહિ કે બહુ વાતો કરી–તો હવે સૂઈ જાવ. રમણભાઈની શ્રદ્ધાંજલિ સભામાં એમના વિષે વિવિધ વક્તાઓએ જે કહ્યું તે સાંભળી–જાણીને મને મારા મનમાં ઘણો ગર્વ થયો કે આવી વ્યક્તિ મારા જીવનમાં મારો સહજ મિત્ર રહી ચૂકી હતી. પરમાત્મા તેમના આત્માને ચિર શાંતિ અર્પે. * * * નમ્રતા અને જૂતા અમારા મનને સ્પર્શી ગઈ અમારી લાંબી સાહિત્યિક યાત્રાના પથ પ્રદર્શક મુશ્રી રમણભાઈના અરિહંતશરણ થયાના સમાચારે અમને ભારે આઘાત અને શોકમગ્ન કરી દીધા છે. પ્રથમ મુલાકાતે જ તેમની નમ્રતા અને જૂતા અમારા મનને સ્પર્શી ગઈ. તેમની સાદાઈ અને શાલીનતામાં અમને એક વિરાટ વ્યક્તિત્વનું દર્શન કરાવ્યું અને ત્યારથી જ મારા જેન સંદર્ભસાહિત્યના શ્રી ગણેશ મંડાયા. એમની જીવનશૈલીથી એ ભદ્ર પુરુષના પ્રેરક માર્ગદર્શન માટે અમે સતત તેમના સાંનિધ્યમાં રહી ઘણું મેળવ્યું. 1 નંદલાલ દેવલુક, ભાવનગર x x x સરસ્વતી સેવાથી આપણી વચ્ચે સદાયે જીવંત રહેશે. રમણભાઈ પોતાના લખાણોમાં આગમશાસ્ત્રનો આધાર લઈ ખૂબ જ લંબાણથી ને સમજાવટથી લખતા કે જે વાંચીને આપણાં મનમાં નવો પ્રકાશ પડતો. તેમના વિચારો ને આત્મા એટલા ઉચ્ચ હતા કે તેની ઊંચાઈ માપવાની આપણી શક્તિ નથી. તેઓ તેમની સરસ્વતી સેવાથી આપણી વચ્ચે સદાયે જીવંત રહેશે. I લક્ષ્મીકાંત જે. શાહ, ભૂતપૂર્વ મંત્રી સુરેન્દ્રનગર પત્રિકા' Page #493 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક રમણભાઈ ૪૩૩ પ્રિય મિત્ર રમણભાઈ [ રતનચંદ પી. ઝવેરી શાળા અને કોલેજમાં અભ્યાસ દરમ્યાન મારા મિત્રો જૂજ, પણ દરેક અસાધારણ હતા. મારા એક અસાધારણ, અનોખા, અદ્વિતીય મિત્ર તે ડૉ. રમણભાઈ ચીમનલાલ શાહ હતા. બાબુ પનાલાલ શાળા તથા સેંટ ઝેવિયર્સ કૉલેજમાં મારા સહાધ્યાયી હતા. સન ૧૯૪૧ થી ૨૦૦૫ સુધી અમારી મિત્રતા અતૂટ હતી. મને અને મારાં કુટુંબને ઘણું ગૌરવ છે. આજે રમણભાઈ આપણી વચ્ચે નથી ! મારો અભ્યાસ પૂરો કરી હું વેપારી ક્ષેત્રમાં જોડાયો. રમણભાઈ શિક્ષણમાં ઉચ્ચ પદો પ્રાપ્ત કરતા રહ્યા. સન ૧૯૫૨ માં અખાત્રીજ ને દિવસે રમણભાઈ તારાબેન શાહ સાથે વિવાહથી જોડાયા. ગુજરાતી સાહિત્ય ને જૈન તત્ત્વજ્ઞાન ક્ષેત્રે તેઓનું અજોડ અને બન્નેનું મિલન અપૂર્વ મિલન હતું. રમણભાઈ પીએચ.ડી. થયા. તેઓ કેટલાયે મુમુક્ષો, સાધુ-સાધ્વી ભગવંતોને પીએચ.ડી. કોર્સ માટે શિક્ષણ આપતા રહ્યા. “પર્યુષણ વ્યાખ્યાનમાળા'માં સન ૧૯૭૨ થી પ્રમુખપદ શોભાવતા રહ્યા. સન ૧૯૮૨ માં “પ્રબુદ્ધ જીવન'નું તંત્રી પદ તેમને જૈન યુવક સંઘે સોંપ્યું ને આખર સુધી ત્રિવિધ પરિશ્રમ કરી પત્રને ઉચ્ચ કક્ષાએ મૂકી પોતે તંત્રી પદને સાર્થક બનાવ્યું. પ્રભુ ! તારી સાનિધ્યમાં આવેલો “રમણભાઈનો આત્મા સર્વવિધ અમોને માર્ગદર્શન આપતો રહે ! એ પ્રાર્થના !' * * * Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્વત ઉપાસક રમણભાઈ પાસપોર્ટની પાંખે'ના સર્જક | શકીલ ઠાસરિયા આશરે ચારેક માસ પહેલાં કોઈ શુભ ક્ષણે મારા હાથમાં સ્વ. શ્રી રમણલાલ ચી. શાહનું પુસ્તક “પાસપોર્ટની પાંખે' આવ્યું, પુસ્તક વાંચ્યું અને આ વાંચન સાથે હું તેમનાથી ખૂબ પ્રભાવિત થયો. આ પુસ્તકના વાંચન સાથે જ એક માત્ર પત્ર દ્વારા તેમની સાથે મિત્રતાના બીજ રોપાણા. આ બીજ વટવૃક્ષ બને તે પહેલાં તો શ્રી ડૉ. રમણલાલ ચી. શાહે આપણી વાડાવાળી દુનિયામાંથી વિરાટ સૃષ્ટિમાં વિહરવા મહાપ્રસ્થાન કર્યું. એ સમાચાર સૌ પ્રથમ પ્રસિદ્ધ સાંધ્ય દૈનિક “અકિલા'માં વાંચ્યાં. સમાચાર ખૂબ જ આઘાતજનક હતા. પણ પ્રભુ/ખુદાની ઈચ્છા પાસે આપણે સૌ લાચાર છીએ. આમ તો શ્રી રમણભાઈ સાથેનો મારો પરિચય માત્ર ચાર પત્રો સુધી જ સીમિત છે અને રહ્યો. જો ગણતરી માંડો તો માત્ર ચાર પત્રોનું આદાન-પ્રદાન થયું. પણ આ ચાર પત્રો મન ઉપર જે અમીટ છાપ છોડી ગયાં તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એમ કહી શકાય કે રૂબરૂ મળવાનું ન થયું હોવા છતાં પણ તેમની કલમ દ્વારા તેઓએ મારા પર પ્રેમનો ધોધ વરસાવી દીધો હતો. તેમના ભાવ અને પ્રેમને હજી પણ એ પ્રેરણાત્મક પત્રોનું વાંચન કરી હું અનુભવી શકું છું. મારા હાથમાં આવેલ તેમનું પુસ્તક “પાસપોર્ટની પાંખે' વાંચ્યું. પુસ્તક દ્વારા તેમની નિષ્ઠા, તેમનો સિદ્ધાંતવાદી સ્વભાવ, તુલનાત્મક દૃષ્ટિ, પ્રખર બુદ્ધિમતા, દેશપ્રેમ, વિશ્વપ્રેમ અને માનવપ્રેમ વિગેરેનો મને અનુભવ થયો. આનાથી પ્રેરાઈ કોઈપણ જાતના જવાબની આશા વગર શ્રી રમણભાઈને તેમના લખાણને બિરદાવતો એક પત્ર લખ્યો. અને તરત જ જવાબમાં અનહદ પ્રેમની વર્ષા સાથે તેમનો ભાવભીનો પત્ર આવ્યો અને સાથે સાથે ભેટ તરીકે તેમણે લખેલ ત્રણ પુસ્તકો પણ આવ્યાં. મારા માટે આ એક અકલ્પનીય અનુભવ હતો. તેમના આ બધાં જ પુસ્તકો હું રસપૂર્વક વાંચી ગયો. અલ્પ પરિચયમાં પારકાને પોતાના બનાવી લેવાના સ્વભાવનો પરિચય થયો. તેમના જ્ઞાનનો વાંચન દ્વારા ખૂબ જ Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૩૫ લાભ મેળવ્યો. અને મારા મિત્રોને પણ આ પુસ્તકો વંચાવ્યા. પુસ્તકો બધાને ખૂબ જ ગમ્યાં. પણ તેમના પ્રેમાળ સ્વભાવથી હું અને મારા બધા વડીલ મિત્રો તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા. મારા મમ્મી અમીનાબહેન કે જે ધાર્મિક પુસ્તકો સિવાય કંઈ વાંચતા નથી, તેઓએ પણ શ્રી રમણભાઈના પુસ્તકો રસપૂર્વક વાંચેલ હતા!! એક વિરાટ માણસનો ખૂબ જ સરળ અને સહજ પરિચય થયો. મનમાં એમ પણ થયું કે જો આવા મહાન અને સરળ માણસ જો સૃષ્ટિમાં વધુ પ્રમાણમાં વસતા હોય તો પૃથ્વીને સ્વર્ગ બનતાં વાર લાગશે નહિ. તા. ૧૭-૧૦-૨૦૦૫ના રોજ તેઓનો પત્ર મળ્યો. પત્ર મળ્યો ત્યારે સ્વપ્ન પણ કલ્પના નહોતી કે આ તેઓનો છેલ્લો પત્ર બની રહેશે. આ પછી લગભગ અઠવાડિયે તેમના નિધન અંગેના આઘાતજનક સમાચાર વાંચ્યા. એક આત્મીયજનને (કે જેને કદી રૂબરૂ મળી શકેલ નથી) ગુમાવ્યાનો આઘાત લાગ્યો. જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેઓ મારી સમજ અને દૃષ્ટિ પ્રમાણે સાચા અર્થમાં પ્રબુદ્ધ ન હતા. મહામાનવ હતા. સિદ્ધાંતનિષ્ઠ કર્મયોગી હતા. એક સરળ અને સાલસ લેખક હતા. અને તેમના માટે એક વિશેષણ ખૂબ સરળતાથી આપી શકાય કે તેઓ સાચા અર્થમાં આજીવન શિક્ષક, આજીવન વિદ્યાર્થી અને સંનિષ્ઠ કેળવણીકાર હતા. આ મહામાનવ મારા પર એક યાદગાર અનુભવ અને કદી પણ ન વિસરાય તેવી અમીટ છાપ છોડી ગયા છે. પૈસાના મૂલ્યથી આંકો તો માત્ર ત્રણ પુસ્તકો (કે જેઓએ મને ભેટ તરીકે આપ્યા હતા) અને ભાવનાથી માપો તો અમૂલ્ય ત્રણ પુસ્તકો. સ્વ-અર્થ માટે તો દુનિયામાં બધા જીવે છે, પણ પરમાર્થ માટે જીવે તેનું નામ રમણલાલ શાહ. પ્રભુને, ખુદાને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કે તેઓના આત્માને શાંતિ આપે અને તેમના આત્મિયજનોને આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ૬ શ્રુત ઉપાસક રમણભાઈ શિક્ષણશાસ્ત્રી, ધર્મજ્ઞાતા, સાહિત્યકાર 1 જવાહર ના. શુક્લ The King is dead Long live the king બ્રિટિશ સામ્રાજ્યના સમ્રાટનું જ્યારે નિધન થાય છે ત્યારે ઉપર પ્રમાણે જાહેરાત કરવામાં આવે છે. આપણા સૌના મન, હૃદય અને લાગણીઓ પર જે શાસન કરતા હતા તે મુરબ્બી શ્રી રમણભાઈએ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે, નશ્વર દેહનો ત્યાગ કર્યો છે અને પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે. મૃત્યુ જીવનની સૌથી મોટી સચ્ચાઈ છે, એટલે એનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. કિન્તુ કેટલીક જુદાઈ એટલી વસમી હોય છે કે આપણે હચમચી ઊઠીએ છીએ. શ્રી રમણભાઈનું આ જગતથી કૂચ કરી જવું એક એવી જ દિલને વલોવી નાખતી સચ્ચાઈ છે. શ્રી રમણભાઈ એક અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા હતા, એક બહુમુખી પ્રતિભાના સ્વામી હતા. આટલા બધા ગુણો એક જ વ્યક્તિમાં જોવા મળે એ જવલ્લે જ બનતું હોય છે. કંઈ હજારો, લાખોમાં કવચિત કોઈ એક આવી વિરલ અને ગુણસંપન્ન પ્રતિભા જોવા મળતી હોય છે. આપણું એ સૌભાગ્ય છે કે આપણને સૌને આવી અદ્વિતીય, અજોડ, વિરલ અને ગુણસંપન્ન વ્યક્તિની નીકટતા પ્રાપ્ત થઈ. એમને નજીકથી ઓળખવાની, એમના પરિચયમાં આવવાની, એમના લાગણીઓથી છલોછલ ઊર્મીશીલ હૃદયની અનુભૂતિથી ભીંજાવાની તક સાંપડી. શ્રી રમણભાઈ અને મારો પરિચય બહુ ઝાઝો નહિ, ૧૩-૧૪ વર્ષનો જ હતો. આ સમયગાળા દરમ્યાન તેમની અનેક ખૂબીઓથી હું પરિચિત થયો. તેઓ અદ્ભુત પારદર્શિતા ધરાવતા હતા. દરેક કામ ખૂબ જ ચીવટપૂર્વક અને ચોકસાઈ પૂર્ણ રીતે કરતા. દરેક સાથે તેમનો વ્યવહાર પ્રેમપૂર્ણ રહેતો. મે તેમને કદી ગુસ્સે થતા કે ક્રોધવશ મોટે અવાજે વાત કરતા નથી જોયા. નાનામાં નાના માણસ સાથે પણ તેઓ આત્મીયતાપૂર્ણ વર્તતા. ગુણવત્તા માટે સદા આગ્રહ રાખતા, દરેક કામ ઉત્કૃષ્ટ રીતે થવું જોઈએ એવું એમનું દઢપણે માનવું હતું. તેમની અનેક વિશેષતાઓમાંની એક વિશેષતા એ હતી કે તેઓ પદલોલુપતાથી Page #497 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૪૩૭ કોસો દૂર હતા. નિસ્પૃહભાવે પોતાને ભાગે આવેલું કાર્ય ચોકસાઈ અને ચીવટપૂર્વક કરતા. વાહ, વાહની કોઈ અપેક્ષા નહિ, કદરદાનીની કોઈ ખેવના.નહિ. પોતે ૭૦ વર્ષના થયા ત્યારે સ્વેચ્છાએ મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું તેમ છતાં સક્રિય રીતે તેની સાથે સંકળાયેલા રહ્યા અને વર્તમાન હોદ્દેદારોને પરામર્શ આપતા રહ્યા. થોડા મહિના પહેલાં, બીજી હરોળ તૈયાર કરવાના આશયથી એમણે ડૉ. ધનવંતભાઈ તિલકરાય શાહને “પ્રબુદ્ધ જીવનની એક પછી એક જવાબદારી સોંપવા માંડી અને પોતે ધીમે ધીમે એ ભારથી હળવા થતા ગયા જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના તેઓ અઠંગ અભ્યાસી હતા. શિક્ષણશાસ્ત્રી હોવાના નાતે તેમણે કંઈ કેટલાયે શોધ-વિદ્યાર્થીઓને તેમના શોધકાર્યમાં માર્ગદર્શન આપ્યું હતું. અનેક સાધુ-સાધ્વીજીઓને તેમણે ધાર્મિક અભ્યાસ કરાવ્યો હતો. પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે તેમના પહેલા પાનાના અગ્રલેખનું એક અલગ જ મહત્ત્વ હતું. કોઈની સાંભળેલી, અથવા વાંચેલી અથવા કાલ્પનિક વાતનો તેમાં કદી ઉલ્લેખ નહોતો રહેતો. પોતે જે રીતે કોઈના સંપર્કમાં આવ્યા હોય, તેમણે જે અવલોકન કર્યું હોય, જાતે અનુભવ્યું હોય તે જ વાતોનો, એમની વિશિષ્ટ શૈલીમાં એમાં ઉલ્લેખ થતો. અને એટલે જ એ લેખો ગુજરાતી સાહિત્યજગતમાં સીમાચિહ્નરૂપ બની ગયા છે. દરેક વસ્તુને જોવાની, પારખવાની, એનું મૂલ્યાંકન કરવાની એમની દૃષ્ટિ અલગ જ હતી. એમાં પ્રામાણિક્તા, તટસ્થતા અને ન્યાયબુદ્ધિ દષ્ટિગોચર થતા હતા. વળી પૂર્વગ્રહ કે દ્વેષભાવ તેમના લેખોમાં ક્યાંય કશે જોવા નહોતા મળતા. એમના પ્રવાસ પુસ્તકો ખૂબ જ રોચક બન્યા છે. તેમણે જે જોયું, જાણ્યું, અવલોક્યું તેનું સુરેખ વૃત્તાંત એમાં જોવા મળે છે. આગળ કહ્યું તેમ એમની પોતાની એક વિશિષ્ટ દૃષ્ટિ હતી અને એને એમણે પોતાની વિશેષ રોચક શૈલીએ પાસપોર્ટની પાંખે' અને “પાસપોર્ટની પાંખ-ઉત્તરાલેખનપ્રવાસપુસ્તકોનું સર્જન કર્યું. શિક્ષણશાસ્ત્રી, ધર્મજ્ઞાતા, સાહિત્યકાર અને સૌથી વિશેષ એક નખશીખ સજ્જન, અપ્રમત્ત મહામાનવ અને ઉમદા સ્વભાવના સ્વામી શ્રી રમણભાઈ એમના હજારો ચાહકો, પ્રશંસકો, વાંચકોના દિલમાં વર્ષો સુધી જીવંત રહેશે એ નિઃશંક છે. પ્રવાસ અને ભ્રમણના શોખીન શ્રી રમણભાઈ આપણને એકલા મૂકી અનંતયાત્રાએ કોઈ અજાણ્યા, અજ્ઞાત પ્રદેશમાં પોતાનો યાત્રા-શોખ પૂરો કરવા Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ શ્રત ઉપાસક રમણભાઈ ઊપડી ચૂક્યા છે. આપણે નથી જાણતા ક્યાં! એ જ્યાં પણ હોય ત્યાં સંપૂર્ણ સુખમાં, શાતામાં રહે એવી કરુણાનિધાનને પ્રાર્થના છે. એમના નિધનથી પ્રામાણિક્તા, પારદર્શિતા, કર્તવ્યનિષ્ઠા અને સેવા પરાયણતાનો જાણે એક યુગ આથમી ગયો છે. જાણીતા શાયર ગની દહીંવાલાનો એક શેર છેઃ જિંદગીનો એ જ સાચો પડઘો છે ગની, હોય નહિ વ્યક્તિ અને એનું નામ બોલાયા કરે.” Long live Ramanbhai રમણભાઈ ઘણું જીવો એમને મારા ભાવપૂર્ણ વંદન. A TRIBUTE TO DR. RAMANBHAI SHAH Ramanbhai was well known to Gujarati speaking communities especially belonging to Jain religion. He had influenced many people's lives and inspired young people to follow a lifestyle which is clean, honest, intellectual, spiritual and full of hapiness and enjoyment. This he could achieve through his talks all over the world by his many travels to USA, UK and Europe. His deep knowledge in various fields and skill in communicating to large audiences was unmatched. Although I am not very well versed in Gujarati, both my husband late Dr. Pravin V. Mehta and I were great admirers of Ramanbhai. His vibrant personality, affectionate nature, compassionate attitude and combining ancient traditional teachings to modern day to day lifestyle was unique. With Taraben, he found his soul mate and together they made a couple-one in million ! Dr. Kumud P. Mehta, Consultant Pediatrician, Chairman-Dr. Kumud Pravin Mehta Charitable Trust. Page #499 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૩૯ પરમ પૂજ્ય ડૉ. શ્રી રમણભાઈ | | પ્રા. ડૉ. કોકિલા હેમચંદ શાહ મુંબઈ જેન યુવક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ અસાધારણ વિદ્વાન, “પ્રબુદ્ધ જીવનના તંત્રી, સગત પ્રાધ્યાપક ડૉ. શ્રી રમણલાલ ચી. શાહ સાથેનો મારો પરિચય લગભગ સાડા ત્રણ દાયકાનો. એ ગુજરાતીના પ્રાધ્યાપક અને હું ફિલોસોફીની પ્રાધ્યાપક એ રીતે એમની સાથે ચર્ચા-વિચારણા કરવાનો સવિશેષ મોકો મળતો રહ્યો. તેમનું વિરાટ અને ભવ્ય વ્યક્તિત્વ સહુને આકર્ષિત કરવા સમર્થ હતું. સૌમ્ય, સ્મિતસભર પ્રભાવશાળી ચહેરો જ્યારે જ્યારે એમના સહવાસમાં આવતા ત્યારે સદા પ્રેરણાદાયી રહ્યા. તેઓશ્રીની મુલાકાત દરમ્યાન અંગત રીતે એમની સરળતા, આત્મીયતા અને સભાવ સ્પર્શી જાય છે. તેઓશ્રીની શિક્ષણ, સાહિત્ય અને જૈન દર્શન પ્રત્યેની સેવાઓ અનન્ય છે. જેના દર્શન અને સાહિત્યના વિવિધ ક્ષેત્રોનું એમણે કરેલું ખેડાણ કોઈ પણ એક વ્યક્તિ ધારે તો શું શું સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે તેનું એક જવલંત ઉદાહરણ છે. હકીકતમાં, જેનજગતમાં જે જાગરૂકતા જોવા મળે છે તેનું શ્રેય કદાચ તેમને ફાળે છે. જૈન સાહિત્ય સમારોહમાં વારંવાર તેમને મળવાનું થતું ત્યારે વાતો કરવાનો તો અવસર પ્રાપ્ત થતો જ પણ સાથે સાથે જ્ઞાનની ઉપાસના અને સંશોધન લેખો પણ તૈયાર થતાં ગયાં. તેઓ કહેતા કે આ નિમિત્તે જૈન સાહિત્યમાં રસ લેતા વિદ્વાનો અવારનવાર મળે, પરસ્પર ચર્ચા-વિચારણા કરે અને ધર્મ તથા તત્ત્વદર્શનની પ્રવૃત્તિને વેગ પ્રાપ્ત થાય. જેન સાહિત્ય સમારોહ જેવી કોઈ પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ એવો વિચાર વહેતો કરી તેમણે અમલમાં મૂક્યાં અને સફળ સંચાલન કર્યું. અલબત્ત એ બધામાં તેમને તારાબેન શાહનો તો સાથ રહ્યો જ. Behind every great man, there is a woman' સાહિત્ય સમારોહની બેઠકો શુષ્ક નહીં રહેતા હંમેશ રસપ્રદ રહેતી જેની નોંધ તેમની સાથે વાત કરતા હમણાં છેલ્લે તેમના મુલુંડના નિવાસસ્થાને હું મળવા ગઈ ત્યારે પણ લીધી. એમના સહવાસ દરમ્યાન થયેલ ઘણી ઘટનાઓ સ્મૃતિપટમાં છે. તેમાંથી બે સ્મરણો રજૂ કરીશ. મુંબઈ યુનિવર્સિટીએ મારી પીએચ.ડી.ના ગાઈડ તરીકે નિમણુંક કરી ત્યારે તેમણે મને અભિનંદન તો આપ્યા જ પણ પ્રોત્સાહન આપી મારામાં આત્મવિશ્વાસ જગાવ્યો. શ્રદ્ધા વ્યક્ત કરી અને આશીર્વાદ આપ્યા. જૈન સાહિત્યમાં સંશોધન કરી શકાય એટલી અઢળક સામગ્રી છે એમ કહી માર્ગદર્શન આપ્યું. યોગાનુયોગ Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રુત ઉપાસક રમણભાઈ મારી યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થિનીની થિસિસના પરીક્ષક તરીકે તેમની નિમણૂંક થઈ અને તે સમયે તેમના વ્યક્તિત્વનો પરિચય થયો તે અવિસ્મરણીય દિવસ અને તેમનું અવિસ્મરણિય વ્યક્તિત્વ કદી ભૂલી નહીં શકાય. પ્રિન્સિપાલ ડૉ. ધનવંતીબેન મોદી જે મારા પીએચ.ડી.ના વિદ્યાર્થિની હતાં તેમના શબ્દોમાં કહીએ તો ‘મુંબઈ યુનિવર્સિટીમાં મારો પીએચ.ડી. નો મહાનિબંધ લખીને આપ્યા બાદ લાંબી પ્રતીક્ષા પછી આવ્યો. ૩-૧૨-૨૦૦૦ નો `Viva-Voce' નો રોમાંચક દિવસ. એક બાજુ હર્ષ અને બીજી બાજુ થોડો ફફડાટ. ડૉ. રમણભાઈ શાહ પરીક્ષક તરીકે આવવાના હતા. તેમને દૂરથી કોઈવાર સાંભળ્યા હતા, તેમની વિદ્વતાનો થોડો પરિચય ખરો પણ આટલા નજીકથી પહેલી જ વાર મળવાનું થાય અને તે વિદ્યાર્થિની અને પરીક્ષકના સંબંધથી. બોમ્બે યુનિ.ના અભિમન્યુના કોઠા જેવા અનેક ખંડો વટાવી એક કર્મચારી મને અંદર લઈ ગયો. મારા માર્ગદર્શિકા ડૉ. કોકિલાબેન અને બીજા ડૉ. આર. સી. શાહ પરીક્ષકની ખુરશીએ અને સામે પરીક્ષાર્થી તરીકે હું બેઠી. શરૂઆતમાં મારા મહાનિબંધ વિષે, મુનિ ધર્મસિંહજીના ગુણો વ્યક્તિત્વ અને સાહિત્ય વિષે, થોડા પ્રશ્નો તેમણે પૂછ્યા. -કેટલા કઠોર પરિશ્રમ પછી ડૉ. કોકિલાબેનના માર્ગદર્શન હેઠળ એ થિસિસ તૈયાર થયો હતો. –એટલે જવાબ આપવામાં કોઈ મુશ્કેલી ન પડી. ભય, શંકા બધું ગાયબ ! રમણભાઈના વ્યક્તિત્વના વાઇબ્રેશનમાંથી એક પ્રોફેસર, પરીક્ષક તરીકે તેમને ઓળખ્યા પણ તેમાં સરળતા જોવા મળી. પ્રશ્નોની પરંપરા તો ચાલી. પ...ણ પછી રમણભાઈએ એટલી આત્મીયતાથી, મારા લખાણ માટે આનંદ પ્રગટ કર્યો. થોડા સમય પછી કોસબાડના જૈન સાહિત્ય સમારોહમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું. પછી તો લોકાશાહ, લોકાગચ્છ વગેરે કેટલીય વાતો કરી. ખરેખર તેમને મળીને લાગ્યું કે તેઓ વિશેષણના નહીં પણ ક્રિયાપદના માનવી છે. એટલે એ અર્થમાં તેઓ કર્મયોગી છે. આમ તેઓ પરીક્ષક તરીકે આવ્યા હતા પણ પરીક્ષાનો ભાર વિદ્યાર્થી ૫૨ લાદવાને બદલે તેમના મિત્ર, માર્ગદર્શક બની ખુલ્લા દિલે ચર્ચા કરી–આ મેળાપ દરમ્યાન તેમના નિત્યકર્મ અને ધર્મ વિષે ચર્ચા કરતાં ખૂબ આનંદ થયો. ખૂબ જ નિયમિત શિસ્તભર્યું તેમનું જીવન હતું-ખરેખર તેઓ એક મુઠી ઊંચેરા માનવી હતા. વ્યસ્ત જીવનમાં પણ સામાયિકની શાંતિ અનુભવનાર તેમનું જીવન પ્રેરક છે. બીજો એક પ્રસંગ યાદ આવે છે. મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે વ્યાખ્યાનમાળામાં તેઓ મને આમંત્રણ આપવા માગતા હતા—જેમાં પ્રકાંડ મહાનુભવો વ્યાખ્યાન આપતા. તેમણે મને આમંત્રણ Page #501 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૪૪૧ આપ્યું શરૂઆતથી અંત સુધી, વિષયની પસંદગીથી માંડીને જે માર્ગદર્શન આપ્યું તે યાદગાર બની રહેશે. આ રીતે તેઓ સ્વતંત્ર ચિંતન અને મૂલ્યાંકન કરવા વિદ્વાનોને પ્રેરતા. અને એક આપ્તજનની જેમ તેમના વ્યક્તિત્વનાં અને વિદ્વતાનો પરિચય થયો. અને મારી પાસે કેટલા વિદ્યાર્થીઓ કયા વિષય પર પીએચ.ડી. કરી રહ્યા છે તેની નોંધ લેતા. તેમના કહેવા પ્રમાણે ભારતની યુનિવર્સિટીઓમાં જેન ૨૨ ઓછી છે. તત્ત્વજ્ઞાન અને જૈન દર્શન વિષે તેમની સાથે વાતો કરવા મળી એ સદ્ભાગ્ય છે. જેન સાહિત્યના વારસાને વ્યવસ્થિત અને પ્રકાશિત કરી અભ્યાસીઓને પ્રોત્સાહિત કરવાનો તેમનો પ્રયાસ સફળ રહ્યો. “પાસપોર્ટની પાંખે લેખમાળા” “નવનીત'માં પ્રકાશિત થતી અને એ વિષે હું તેમની સાથે ચર્ચા કરતી ત્યારે ઘણું જાણવાનું મળતું. આવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર, ધર્માનુરાગી, બહુમુખી પ્રતિભા ધરાવનાર એન.સી.સી.ના ઓફિસર, તત્ત્વચિંતક, સરસ્વતી પુત્ર-ક્યારે પણ ભૂલાશે નહીં. છેલ્લે હમણાં જ્યારે બે મહિના પહેલા તેમને મળવા ગઈ તેમના મુલુંડના નિવાસસ્થાને ત્યારે પણ તેમણે “જ્ઞાનસાર'નો તેમણે કરેલ અનુવાદ અને બીજું એક પુસ્તક યાદ કરીને આપ્યું-ઘર બદલ્યું ત્યારે નવું સરનામું યાદ કરીને મોકલ્યું-અને જ્યારે કોઈ સમારંભ માટે તેમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવા સંપર્ક કર્યો ત્યારે જાણ્યું કે તબિયત સારી નથી. ત્યારે પણ તેમની ખોટ અનુભવી. આવા સરળ વ્યક્તિત્વ માટે પ્રખ્યાત પંક્તિ યાદ આવે છેઃ છાયા તો વડલા જેવી ભાવ તો નદના સમ દેવોના ધામ જેવું હેડું જાણે હિમાલય ! His life was gentle and the elements so mixed in him That nature might stand up And say to the whole world. This was a man' આજે ડૉ. રમણભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ તેમના પ્રત્યે બહુમાનની અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિના કર્તા તરીકે તેઓ હંમેશા યાદ રહેશે. એ પુનિત સ્મૃતિ કદી ના ભૂલાશે. એમને મારી ભાવભરી અંજલિ. * * * Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ જ્ઞાનની પાંખે ઊડનારા વિહંગ ઈ કિશોર સી. પારેખ જીવનને સાધના કહેનારા એ સ્પષ્ટતા નથી કરતા કે દરેક મનુષ્ય શેની સાધના કરે છે. કોઈ સંપત્તિ માટે પુરુષાર્થ કરે છે તો કોઈ કીર્તિ માટે પ્રયત્નો કરે છે. પુણ્યશાળી જીવો આત્માના ઉદ્ધાર માટે મથે છે તો ઘણાંને લોક કલ્યાણમાં જ આત્માનો ઉદ્ધાર દેખાય છે. સૌની સમજ, અલગ, સૌનો ઉછે૨ અલગ અને તે પ્રમાણેનું જીવન. પણ સાધના માટેનું પ્રથમ સોપાન તો જ્ઞાન જ. પછી ક્યારેક એવું પણ બને છે કે જ્ઞાન સંચયમાં જ જીવનની ઇતિશ્રી આવી જાય છે. આપણા ગુરૂઓ પોતાના જ્ઞાનની સાધના કરતાં કરતાં પોતાના શિષ્યગણને પણ મોક્ષમાર્ગની કેડી દેખાડતા જાય છે. શ્રુત ઉપાસક રમણભાઈ રમણભાઈ સ૨નો મારો પરિચય મારા એમ.એ.ના અભ્યાસ દરમ્યાન થયો. ત્યારે એમ.એ.ના વિદ્યાર્થીઓએ જુદી જુદી કૉલેજમાં જ્યાં પ્રોફેસર જોડાયેલા હોય ત્યાં જવું પડતું. એટલે સેંટ ઝેવિયર્સ કૉલેજમાં તેમના વર્ગમાં જવાનું થતું. કસરતબાજને હોય તેવું કસાયેલું શરીર, ઉપર હસમુખું વદન અને ચમકતી આંખો ચશ્મા પાછળથી તમને માપી લે. બીજા કેટલાંક પ્રોફેસરોની સરખામણીમાં સ૨ના વર્ગોમાં રસ પડતો. તેઓ નોટ્સ પણ આપતા. પણ તેથીયે વિશેષ વર્ગની બહા૨ જીજ્ઞાસુ વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા સદા તત્પર રહેતા. મેં એમ.એ. કરી લીધું પછી મને જ્યારે મળ્યા ત્યારે તેમણે સૂચવ્યું, ‘કિશો૨, તમે પીએચ.ડી. કેમ નથી કરતા ?’ મારા કૌટુંબિક સંજોગો એવા હતા કે વિકલાંગ દીકરીને કારણે ત્યારે પીએચ.ડી. કરવું મુશ્કેલ લાગેલું. મેં આ સ્પષ્ટતા કરી ત્યારે કોઈ જ વિશેષ આગ્રહ વગર એ વાત પડતી મૂકી, મારી મર્યાદાને સમજીને તેમણે પછી કદી સૂચન ન કર્યું પણ જ્યારે મળે ત્યારે હું શું વાંચું છું, શું લખું છું તેમાં રસ લેતા. એક વખત તેમના પ્રસિદ્ધ થયેલા બે પુસ્તકો જૈન યુવક સંઘ (પ્રાર્થના સમાજ) માંથી લઈ આવી તે ઉ૫૨ લખવા પણ સૂચવ્યું હતું. મારા એકેડેમિક મિત્રો ડૉ. ધનવંતભાઈ શાહ અને ડૉ. કલા શાહ તેમના વિશેષ પરિચયમાં રહ્યા. તે રીતે જ એડવોકેટ સ્વ. નેમચંદ ગાલા અને ગોવિંદજી લોડાયા જૈન સાહિત્ય સમારોહ સંદર્ભમાં તેમના વધુ નજીક હતા. તેમાં પણ નેમચંદભાઈ જે લાગણી Page #503 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૪૩ સભર રીતે રમણભાઈ સરને યાદ કરતા તે જોઇને થતું કે આ મિત્રોમાં જ્ઞાન પિપાસા જાગૃત કરી તે સંતોષવાની સરની પદ્ધતિ આગવી હતી. રમણભાઈનો બીજો પરિચય તે પાસપોર્ટની પાંખેની લેખમાળા દ્વારા તેમણે રજૂ કરેલા વિશ્વ પ્રવાસના અનુભવો. ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ સાહિત્ય ઠીક ઠીક લખાયું છે અને દરેક પ્રવાસીએ પોતાની અનુભવ કથા લખી છે. કદાચ આની શરૂઆત ક્રાંતિકારી સમાજ સુધારક કરસન મૂળજીએ તેમના પુસ્તક ઇંગ્લેન્ડનાં પ્રવાસ'માં કરી. પછી ઘણું પ્રવાસ સાહિત્ય લખાતું રહે છે. પણ રમણભાઈના પાસપોર્ટની પાંખેના ત્રણ ભાગ જુદી જ ભાત પાડતાં પુસ્તક બન્યાં છે તેથી જ વાચકો અને સંપાદકના આગ્રહથી તેમણે આ શ્રેણી લખવી પડી હતી. રમણભાઈ સર માટે કહેવું હોય તો તેઓ જ્ઞાનની પાંખે ઉડનારા વિહંગ હતા જે અમારા જેવા અનેક નવા શીખાઉ જ્ઞાન ગગનના પંખીઓને દોરી જતા. मुहत्तदुक्खा हु हवंति कंटया अओमया ते वि तओ सुउद्धरा । वायादुरुत्ताणि दुरुद्धराणि वेराणुबंधीणि महब्भयाणि ।। (સર્વાનિ. 9 (3) - 7) When a sharp iron nail pricks the body, it can be easily removed; the pain does not last for a long time; but when a sharp nail in the from of hurtful words pricks, it cannot be easily removed; it creates enmity and generates fear. लोहे का कांटा अल्प काल तक दु:ख-दायी होता है और वह शरीर से सहजतया निकाला जा सकता है । लेकिन दुर्वचनरूपी कांटा सहजतया नहीं निकाला जा सकता । वह वैर की परंपरा को बढ़ाता है और महाभयानक होता है । લોખંડનો કાંટો બે ઘડી દુઃખ આપે છે અને તે શરીરમાંથી સહેલાઈથી કાઢી શકાય છે, પરંતુ કઠોર વાણીરૂપી કાંટો સહેલાઈથી કાઢી શકાતો નથી. તે વેરની પરંપરા વધારે છે અને મહાભયાનક હોય છે. D રમણલાલ ચી. શાહ ( જિન-વચન'માંથી) Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ મારા પ્રાતઃ સ્મરણીય કાકાજી ઘ ભારતી મનીષ શાહ ડૉ. રમણભાઈ શાહ પુણ્યશાળી હતા. આર્યદેશ, મનુષ્યયોનિ, નિરોગી શરીર, સંપૂર્ણ ઈન્દ્રિયો, ઊંચું મૂળ, જૈન ધર્મ, અને તેમાં પણ દેવ ગુરૂધર્મની શ્રધ્ધા પુણ્યના યોગે તેમને મળ્યા હતા. સમતાપૂર્વકનું આચરણ સાથે જ પૈસા, વિદ્યા, સદ્ગુદ્ધિ અને સમજણ પણ પુણ્યથી જ પ્રાપ્ત થાય. તો આ બધું પુણ્ય એ આત્મા સાથે લઈને આવ્યો હતો અને રેવાબાની કુક્ષિમાં અવતર્યો હતો. એ પુણ્યશાળી આત્મા તે મારા કાકાજી રમણભાઈ ચીમનલાલ શાહ. શ્રુત ઉપાસક રમણભાઈ કારણ રમણકાકા આ સ્તરે પહોંચ્યા હતા કે તેઓના પૂર્વના અનેક ભવોની સાધના હતી. તેમ જ તેમનો પૂર્વનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપક્ષમ જબરદસ્ત હતો. તેમનું જીવનદળ ઊંચું હતું. તેઓ પુણ્યાનુંબંધી પુણ્ય લઈને આવ્યા હતા. તેઓ બહુશ્રુત વિદ્વાન, કુશળ વક્તા, ભાષા, સાહિત્ય, અને જૈનધર્મના ઊંડા અભ્યાસી હતા. ચિંતક હતા. તેમની વકૃત્વશૈલી, લેખનશૈલી પ્રશસ્ય હતી. ઉચ્ચ શિક્ષણ પામી તેઓ પ્રાધ્યાપક બની મુંબઈ યુનિર્વસિટીના ઉચ્ચ સ્થાને પહોંચ્યા હતા. તેઓનું જીવન પ્રવૃત્તિશીલ હતું. તેમનું લેખનકાર્ય જીવનપર્યંત ચાલુને ચાલુ હતું અને જૈન ધર્મનું વાંચન ગમે એટલે મને તેમણે લખેલાં બધાં પુસ્તકો આપતા તેઓ સ્વભાવે આનંદી અને નિર્દોષ તેથી બાળક સાથે બાળક જેવા બની જતા. તેમનાં પૌત્રો/પોત્રીને હંમેશાં કંઈક નવું ને નવું શીખવાડતા, ઉચ્ચ સંસ્કાર રેડતા હતા. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપક્ષમ સાથે આદેય નામકર્મ, સૌભાગ્ય નામકર્મનો પણ ઉદય તેટલો જ હતો. તેમની પ્રશંસા મોટા મોટા આચાર્ય ભગવંતો પણ કરતા હતા. તેમને મળેલો મનુષ્યભવ તેમણે સફળ કર્યો હતો. એક શ્રાવક તરીકે તેમનું જ્ઞાન એક મોટા આચાર્ય જેટલું હતું. સતત જ્ઞાનમાં રત રહેવાથી તેમનો આત્મા ઉર્ધ્વગામી બન્યો. અંતમાં એટલું કહીશ કે ઊંચા જ્ઞાનના જે સંસ્કારો લઈને આવ્યા હતા તેને તેમણે જાળવ્યા અને તેમાં વધારો કરીને લઈ ગયા, અમારા કુટુંબનું તેઓ ગૌ૨વ હતા. તેમના જેવા વડીલ અમને મળ્યા તે અમારું સદ્ભાગ્ય છે. તેમના સરસ પ્રવૃત્તિમય જીવનથી બધાને પ્રેરણા મળે અને સૌ કોઈ તેમની જેમ દુર્લભ એવા મનુષ્યભવને સફળ બનાવે. આ પૃથ્વી ઉપરથી તેઓની વિદાય થઈ. તેઓ આપણી વચ્ચે રહ્યા નથી પણ તેમનો આત્મા જ્યાં ગયો હોય ત્યાં પરમ શાંતિને પામે તેવી પ્રભુને પ્રાર્થના. Page #505 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૪૪૫ પારદર્શક વ્યક્તિત્વ I ખુશ્મા શાહ શ્રી સંભવનાથજીનો પૂર્વ ભવ શ્રી વિમલવાહન મહારાજા તરીકે દર્શાવેલ હતો, જ્યારે અમારી પાસે પંડિત શ્રી સવાઈલાલ જાદવજી શાહ, પરછેગામવાળા સંકલિત “જીનેશ્વર જીવન જ્યોત દર્શન'નું એક પ્રકાશન છે જેમાં શ્રી અજીતનાથજીના પૂર્વ જન્મને શ્રી વિમલવાહન તરીકે દર્શાવેલ છે તો આ બંનેમાં ખરું શું ? એમ અમોએ પૂછાવેલ હતું. પોતાની નાજુક તબિયતમાં પણ શ્રી રમણભાઈએ જાતે પરિશ્રમ ઉઠાવી ખૂબ જ અલ્પ સમયમાં એ શોધી કાઢ્યું કે શ્રી સંભવનાથજીના પૂર્વભવમાં વિમલવાહન નહીં પણ વિશાલવાહન મહારાજા હતા. જ્યારે શ્રી અજીતનાથજી પૂર્વ જન્મમાં શ્રી વિમલવાહન મહારાજ હોઈ શકે. આ વાત એમણે જાતે ફોન કરી જણાવી. અમારી પૂછપરછ પર જાતે નોંધ લઈ, જાતે લક્ષ્ય આપી, જાતે સંશોધન કરી જાતે જ ફોન કરી ખૂબ જ સરળતાથી આ વાત કરી. એમનો આવો સરળ, સહજ, પારદર્શી સ્વભાવ હૃદયને સ્પર્શી જાય છે ત્યારે એવી લાગણીનો અનુભવ થાય છે કે અને તે પણ ફોન પર - એક અજાણી વ્યક્તિને એમને મહેરાત લઈ જવાબ આપ્યો. અલ્પ સંસર્ગમાં જો આટલું પામી શકી તો દીર્ઘ પરિચયમાં આવી હોત તો કેટલું પામી શકી હોત ? जा य सच्चा अवत्तव्वा सच्चामोसा य जा मुसा । जा या बुद्धेहि णाइन्ना न तं भासेज्ज पण्णवं ।। (સવૈઋનિ. 7-2) જે ભાષા સત્ય હોવા છતાં બોલવા જેવી ન હોય, જે ભાષા સત્ય અને અસત્યના મિશ્રણવાળી હોય, જે ભાષા અસત્ય હોય અને જે ભાષા જ્ઞાનીઓએ વર્ષ ગણી હોય તેવી ભાષા પ્રજ્ઞાવાન સાધકે બોલવી નહિ. રમણલાલ ચી. શાહ (“જિન-વચન'માંથી) Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રત ઉપાસક રમણભાઈ એ જીવન ઃ અન્યો માટે જીવનસંદેશ I પુરુષોત્તમભાઈ અને મલયભાઈ બાવીશી તેજસ્વી ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજકારણીઓ, ડૉક્ટરો, એન્જિનિયરો વગેરેની ખોટ ભાગ્યે જ અનુભવાય છે. પરંતુ જેનું જીવન જ અન્ય માટે જીવનસંદેશ બની જાય તેવા ધર્મપ્રેમી, દાર્શનિક, સરળ સ્વભાવી મહાપુરુષોની વિદાય ચિત્તને શોકગ્રસ્ત કરી ખાલીપો આપી જાય છે. અમારે મન ડૉ. રમણભાઈ ધર્મને સાચા અર્થમાં સમજનાર અને તે પ્રમાણે જ જીવન જીવનાર સતપુરુષ હતા. બુદ્ધિ અને તર્ક બન્ને ભારોભાર હોવા છતાં તેનો વ્યાપારિક ઉપયોગ નહીં કરતા ધાર્મિક અને વ્યવહારિક ઉપયોગ કરી સમાજને હંમેશાં ઉપયોગી થયા અને બુદ્ધિના ઉપયોગનો દાખલો બેસાડયો. આજની મટિરિયાલીસ્ટ સમાજવ્યવસ્થામાં આવા પુરુષનું ફરી અવતરણ થવું કદાચ અશક્ય નહીં હોય પણ દુષ્કર જરૂર લાગે છે. તેઓના દેહાવસાનથી જ્ઞાન અને સેવાના ક્ષેત્રે જૈન દર્શનના વાંચન લેખનનાં ક્ષેત્રે ઘણી મોટી ખોટ પડી છે. પરમ કૃપાળુ અરિહંત દેવને એ જ પ્રાર્થના કે તેમનો આત્મા ચિર શાંતિ પામી આપણને યોગ્ય માર્ગદર્શન આપતો રહે. वत्थगंधमलंकारं इत्थीओ सयणाणि य । अच्छंदा जे न भुंजंति न से चाइ ति वुच्चइ ।। (સાત્તિ. 2-2) જેઓ વસ્ત્ર, સુગંધી પદાર્થો, અલંકારો, સ્ત્રી તથા શયનસનાદિનો ઉપભોગ સંજોગવશાત્ કરી શકતા નથી તે ત્યાગી કહેવાતા નથી. રમણલાલ ચી. શાહ ( જિન-વચનમાંથી) Page #507 -------------------------------------------------------------------------- ________________ સુત ઉપાસક રમણભાઈ ४४७ શ્રદ્ધા સુમન પૂ. રમણભાઈ સરને” | નીના ઉમેશ ગાલા એલ્ફીન્સ્ટન કૉલેજમાં સર પાસે M.A.નો અભ્યાસ કરતા ભણવાન અને અરિહંત આરાધક મંડળમાં સાથે યાત્રા કરવાનો લહાવો મળ્યો અને તારાબેન અને રમણભાઈ સર સાથે ઓળખાણ ઘનિષ્ટ થઈ. સરના અગાદ્ય જ્ઞાન, પાંડિત્યા અને ઊંડી પચાવેલી કોઠાસૂઝની સાથે તેમનામાં રમૂજ કરવાની શક્તિ, સરળતા અને નિખાલસતા હતી. તેઓ કઠિન અટપટા વિષયને પણ ખૂબ જ સહજતાથી સમજાવી શકતા હતા. તેને લીધે તે તે વિષયનું તત્ત્વ સોંસરવું ગળે ઊતરી જતું. સરના લેક્ટરમાં અર્ધમાગધી કે Western Philosophy ભણતા અમે એકતાન થઈ જતા. અમે કોઇક પ્રોફેસરના લેક્ટર દિલથી બંક કરતા પણ રમણભાઈ સરના લેક્ટર ખરા દિલથી ચૂક્યા વગર એટેન્ડ કરતા. જ્યારે પણ તેમને મળવા જતી જ્યારે માયાળુ માર્ગદર્શન મળતું. તેઓ પુસ્તકો અચૂક ભેટમાં આપતા. તેમની આપેલી પ્રસાદી અમોલ છે. તેમણે આટલું વિશાળ લેખનકાર્ય, સર્જન કર્યું પણ કેટલી નિર્લેપતા ! ક્યાંય કોઈ પુસ્તક પર Copy Right ના હક નહિ. “તેરા તુઝકો અર્પણ”ની અલિપ્તતા. વારંવાર તેમને યાદ કરતાં નતુ મસ્તક થઈ જવાય છે. છેલ્લે મુલુંડ એમને મળી હતી ત્યારે “દાન અને તેના પ્રકારો' વિશે એટલું સરસ સમજાવેલું જેમાં અન્નદાન, આશ્રયદાન, સુપાત્રદાન, જ્ઞાન દાન, એ જાણે વીર વાણી સાંભળતા હોવાનો અનુભવ થાય. વીર વાણી સરના રગેરગમાં વ્યાપેલી હતી. “ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ” શ્લોક બોલતા કે સાંભળતા તરત નજર સામે સરનો ચહેરો તરવરી ઊઠે છે. સર તમે અમારી સાથે છો, છતાંય we are missing you lots. W\WW.jainelibrary.org Page #508 -------------------------------------------------------------------------- ________________ ४४८ શ્રત ઉપાસક રમણભાઈ કરુણામૂર્તિઃ અમારા રમણભાઈ || ચંદ્રકાંત ડી. શાહ મુરબ્બી શ્રી રમણભાઈનો મારો પ્રથમ પરિચય શ્રી મુંબઈ જેન યુવક સંઘ મારફત થયો. મુરબ્બી શ્રી કે. પી. શાહના સૂચનથી કારોબારી સમિતિમાં જોડાયો. પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે પછાત પ્રદેશના Project લેવાની શરૂઆત, આમાં મને વધુ રસ, મુરબ્બી શ્રી રમણભાઈ સાથેનો પરિચય વધતો ગયો. મને ઘણું જાણવાનું, શીખવાનું મળતું અને શ્રી સંઘના ઉપપ્રમુખ થવા માટે શ્રી રમણભાઈનો આગ્રહ હતો, એટલે હું થયો. મુરબ્બી શ્રી રમણભાઈને પૂ. તારાબેન સાથે અવારનવાર મળવાનું થતું. વ્યાખ્યાનમાળાના આઠેય દિવસ સાથે જતા આવતાં. વ્યાખ્યાન, વ્યાખ્યાનકાર વિષે ચર્ચા પણ થતી. મારી દીકરીની માંદગી વખતે સવારના આવીને ધાર્મિક પદો, સ્તવનો તેઓ સંભળાવતા. બન્નેની સાથે કુટુંબનો નાતો રહ્યો. તેઓ વંદનીય સંતપુરુષ હતા. એમની પાસે જૈન ધર્મના જ્ઞાનનો ખજાનો હતો. એમને હું વડીલ તથા ગુરુ તરીકે માનતો, મને ઘણું જ્ઞાન તથા મારા પ્રશ્નોના ઉકેલ મળતા. સમતાભાવ એમનો ખાસ ગુણ. બધાને સમજાવીને સર્વાનુમતે નિર્ણય લેતા. આવા વંદનીય આત્મા આપણી વચ્ચે નથી. ઈશ્વર અમને સોંપેલી જવાબદારી પૂર્ણ કરવાની શક્તિ અમને આપે. પૂ. તારાબેનનું માર્ગદર્શન હંમેશાં મળતું રહેશે. સ્વર્ગસ્થના આત્માને વંદન કરું * * * Page #509 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૪૯ સ્વજનની ચિરવિદાય D નીરુબહેન શાહ પૂજ્ય રમણભાઈના ચિરવિદાયના સમાચાર સાંભળીને મન વિષાદથી ભરાઈ ગયું. આંખો બંધ કરી ત્યાં તો ફોન પર વાત થતી હોય તેવો પૂ. રમણભાઈનો અવાજ “બોલો બોલો' સંભળાયો. ફોન પર વાત થાય ત્યારે પૂ. રમણભાઈ બોલો બોલોથી શરૂઆત કરે. એ અવાજનો રણકો આજે પણ મનમાં ગૂંજ્યા કરે છે. એમની સાથે કરેલા પ્રવાસો સમયને તાજગી આપતા હતા. નેત્રયજ્ઞની સાથે સાથે યાત્રાઓ જોડીને પ્રવાસ અને યાત્રાનો અનુભવ થતો હતો. પ્રવાસ દરમ્યાન પેટ ભરીને હસવાનું, મજાક કરવાની, ખૂબ આનંદ આવતો. જીવનના રહસ્યોનો ઉઘાડ થતો હતો. પ્રવાસનું નક્કી થાય ત્યારે આતુરતાપૂર્વક રાહ જોવાતી. એમની સાથેના પ્રવાસનો આનંદ કોઈ જુદો જ હતો. દર વખતે ફોન કરે. આપણે આ તારીખે જવાનું છે-આજે આમ એકાએક અમારો સાથ છોડીને લાંબી સફરે ચાલી નીકળ્યા-કેમ ચાલી નીકળ્યા? મનમાં ધીમે ધીમે સમજ પ્રગટવા માંડી, પૂ. રમણભાઈ જેવી વ્યક્તિના જવાથી શોક ન કરાય. એમનું જીવન પ્રકાશિત હતું. એમના સુકૃત્ય, એમના જીવનની સુવાસ દશે દિશાઓમાં ફેલાયેલી છે. સ્વદેશમાં અને પરદેશમાં એમની સુવાસ મહેકે છે. એમનું દેહાવસાન થયું પણ કેટલાયના દિલોમાં એમની યાદ જીવંત છે. જે ક્યારેય ભુલાશે નહિ, ભુંસાશે નહિ. શ્રી મુંબઈ જેન યુવક સંઘના પુરોગામી ઘડવૈયાઓએ જે વારસો આપ્યો હતો તેમાં તેમણે કરુણાના પ્રોજેક્ટ લઈને માનવતાની મહેક ફેલાવી નવી જ દિશા આપીને શ્રી મુંબઈ જેન યુવક સંઘને ગોરવાન્વીત કર્યું. પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ દીપાવ્યું. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન જૈન જેનેતર પૂ. રમણભાઈના સમાપનથી વ્યાખ્યાતાએ આપેલા વ્યાખ્યાનનો મર્મ પામતા હતા. આવા બહુશ્રુત વિદ્વાને જીવનના વર્ષોને નવી દિશા, નવો ઓપ આપ્યો. તેમના લખેલા ધાર્મિક પુસ્તકોને પોતાની જ લેખિનીથી સરળતા અને સમજણ આપી જે સામાન્ય માણસ પણ સમજી શકે. તેમના પ્રવાસ વર્ણનો અવર્ણનીય છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ શ્રત ઉપાસક રમણભાઈ તેમની દૃષ્ટિમાં સામાન્ય માણસનું, પ્રત્યેક જીવનનું સન્માન હતું. કોઈના પણ દુઃખમાં સહભાગી થવા તત્પર રહેતા. તેઓ નિગ્રંથ હતા. ક્યારેય કોઈને પણ માટે ફરિયાદી સૂર ન હતો. કોઈના પણ દુઃખમાં પોતાનાથી બનતી શારીરિક, આર્થિક તેમ જ માનસિક મદદ કરવાની તત્પરતા હતી. તેમના જવાથી ધરતી માતાએ એક સુપુત્ર ગુમાવ્યો છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સદાય તેમનું ઋણી રહેશે. તેમની ખોટ સદાયે સાલશે. તેમની યાદ સદાયે જીવંત રહેશે. તેમણે ચાતરેલા પંથે સદાયે ચાલશે. પરમાત્માને પ્રાર્થના ! પરમાત્મા એ આત્માને ચિર શાંતિ આપજો. પરમાત્મા એ આત્મા પર અઢળક પ્રેમ વરસાવજો. * * * तहेव सावज्जणुमोयणी गिरा ओहारिणी जा य परोवघायणी । से कोह लोह भयसा व माणवो न हासमाणो वि गिरं वएज्जा ।। ( નિ. 7-54) One should not speak, out of anger, greed, fear, ego or for the sake of humour, such words as may encourage sin, or derogate others or may be instrumental in killing others. क्रोध, लोभ, भय, मान या मजाक में भी साधक सावध का अनुमोदन करनेवाली, अन्य का पराभव करनेवाली और अन्य का उपघात करनेवाली भाषा न बोले । ક્રોધ, લોભ, ભય, માન કે મજાક-મશ્કરીમાં એવી ભાષા ન બોલવી જોઈએ કે જે પાપને વખાણનારી હોય, બીજાનો પરાભવ કરવાવાળી હોય કે બીજાનો ઘાત કરનારી હોય. || રમણલાલ ચી. શાહ (“જિન-વચનમાંથી) Page #511 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૫ ૧ 1. ડૉ. રમણભાઈ | પુષ્પાબહેન પરીખ ડૉ. રમણભાઈના વ્યક્તિત્વ વિષે લખવું હોય તો મને તો લાગે છે કે આખું એક પુસ્તક લખાય. પરંતુ આ એક જ અંકમાં તેમના પરિચયમાં આવેલ વ્યક્તિઓએ લખવાનું એટલે અંગત અને યાદગાર પ્રસંગો જ લખાય. એમનામાં શું નહોતું એમ પૂછીએ એટલે જ સમજાઈ જાય કે તેઓ શું હતા. જેમ વેદમાં કહ્યું છે કે પરમ તત્ત્વનું કોઈ વર્ણન ન કરાય તેવું ડૉ. રમણભાઈની બાબતમાં પણ છે. તેમ છતાં મારા મનમાં જે એકાદ બે સંસ્મરણો છે તે જણાવું છું. સૌપ્રથમ તો એમના રમૂજી સ્વભાવનો પરિચય આપું. અમે જ્યારે પણ મળીએ અથવા પ્રવાસે જઈએ ત્યારે Jokes તો કહેતા જ અને તેમનો FavouriteJoke એક હતો. “આપણા માજી રાષ્ટ્ર પ્રમુખ ઝેલસિંગ એક વખત કોઈ બીમારીના ઉપચાર માટે પરદેશ ગયા, બધી તપાસ બાદ ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. થિયેટરમાં બધી તૈયારી કરી અને ડૉક્ટરે આવીને પૂછયું 'Are you ready?" 224122 99164241441. 'No Sir.' all aiz yet uleg d48l sej. No Sir.' હવે ડૉક્ટરની ધીરજ ખૂટી અને બે મિનિટમાં જરા મોટા અવાજે પૂછ્યું. 'Are you ready?' 34143L1 2 4444491 gizell se. I am not ready, I am 'Zailsingh. બીજો મારો ડૉ. રમણભાઈ સાથેનો યાદગાર અને વાગોળવા જેવો અનુભવ નવનીત સમર્પણ'માં જ્યારે તેઓના પાસપોર્ટની પાંખે'ના લેખો આવતા ત્યારે દર મહિને નવનીત સમર્પણના અંકની હું રાહ જોતી અને અંક હાથમાં આવતાની સાથે પ્રથમ એમનો લેખ વાંચી તેઓને મારો પ્રતિસાદ આપતી. મારા જેવા એક અદના મનુષ્યની સાથે પણ એટલા આનંદથી અને શાંતિથી તેઓ વાતો કરતા અને મને હંમેશાં કહેતા “તમે મારા લેખના પ્રથમ વાચક છો.” ભવિષ્યમાં પણ નવનીત સમર્પણ તો શું અનેક જગ્યાએ, અનેક પ્રસંગોએ અને અનેક પુસ્તકોમાં ડૉ. રમણભાઈ કાયમ આપણી સાથે જ છે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨ શુત ઉપાસક રમણભાઈ સંસારી સંત | વસુમતી ભણસાલી આદરણીય શ્રી રમણભાઈ ચી. શાહ, તેઓના પરિચયમાં આવનાર દરેક વ્યક્તિને તેમના અસાધારણ વ્યક્તિત્વની શરૂઆતથી જ ઝાંખી થાય એ અનુભવ મને પણ થયો. સરળ, નિખાલસ, અહમથી પર, સાદગીના હિમાયતી, ધાર્મિક, સામાજિક, રાજકીય કોઈપણ ક્ષેત્રમાં ઊંડું જ્ઞાન ધરાવનાર, વિકટ પ્રશ્નોને સહજતાથી હલ કરનાર, સમભાવી, સમતાભાવી, નાના-મોટા, ગરીબ અને તવંગર, જ્ઞાની તેમ જ અજ્ઞાની દરેક સાથે સહજતાથી વર્તન કરનાર શ્રી રમણભાઈએ આપણા સૌ વચ્ચેથી વસમી વિદાય લીધી. તેઓશ્રીની ખોટ ક્યારેય પૂરાશે નહિ. હું અને રમણભાઈ મલબાર હિલમાં સામ સામેના મકાનમાં રહેતા હોવાથી મુ. રમણભાઈ તેમ જ મુ. તારાબહેનનો અંગત પરિચય વધ્યો. જૈન યુવક સંઘની મિટિંગમાં કે પ્રવાસમાં ક્યાંય પણ જવાનું હોય તો અવશ્ય તેમનો ફોન આવે જ કે આપણે સાથે જ જઈશું. હંમેશાં તેમનું આશ્વાસન હોય જ કે તમારા ભાઈ થોડા દૂર રહે છે આવતા થોડોક સમય લાગે, રમણભાઈ તમારો બીજો ભાઈ સામે જ છે. કંઈપણ તકલીફ હોય તો બે મિનિટમાં આવી પહોંચીશ. તેઓની હૈયાસૂઝ સૌને હૈયાધારણ આપતી. આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાનની ચરમ સીમાએ પહોંચેલા હોવા છતાં ક્યારેય તેમનામાં અહમ્ નો અનુભવ થયો નથી. મજાક કરી આનંદ મેળવવો અને અન્યને આપવો એ તેમને માટે સહજ હતું. એક સંતને અનુરૂપ કેટલાક ગુણો તેમનામાં જોવા મળતા એ ગુણવાન અને ગુણગ્રાહી સંતસમી રમણભાઈને ભાવભરી અંજલી. એક સાચા સ્વજન ગુમાવ્યાનો કાયમી અફસોસ છે. Page #513 -------------------------------------------------------------------------- ________________ ક્ષત ઉપાસક ૨મણભાઈ ૪૫૭ પિતા તુલ્ય અમારા રમણભાઈ મીના શાહ જે જન્મે છે એનું મૃત્યુ ચોક્કસ છે. પરંતુ ઘણા માનવીની આ જન્મથી મૃત્યુ સુધીની જીવનયાત્રા ચિરસ્મરણીય હોય છે. પૂ. રમણભાઈની ચિરસ્મરણીય જીવનયાત્રા છે. મારા માટે પૂ. રમણભાઈ પિતા તુલ્ય હતા. એઓ મને પોતાની દીકરી માનતા હતા. એમની સાથે મેં ઘણાં પ્રવાસો કર્યા છે. પ્રવાસમાં પોતાના પરિચિતો સાથે મારી ઓળખાણ દીકરી તરીકે કરાવતા તેથી ઘણાં એમના પરિચિતો ખરેખર એમની દીકરી માનતા. એમની વિદાયથી મેં આદરણીય પિતા ગુમાવ્યા છે, જ્યારે પણ કોઈ પ્રવાસમાં જવાનું થાય ત્યારે મને પૂછ્યા વગર એ પ્રવાસમાં જવા માટે મારું નામ લખાવી દેતા. એમની સાથેનો પ્રવાસ એટલે જ્ઞાન અને ગમ્મતનો સુમેળ. પ્રવાસમાં એમની સાથે કોઈ અગવડ ન પડે. પ્રવાસમાં દરેક સાથીઓનું ધ્યાન રાખે, વડીલની વ્હાલપ વરસાવે. વિદ્વાન હતાં છતાં પણ ખૂબ જ નમ્ર ક્યારેય કોઇની નિંદા ન કરે. બધાં સાથે સુમેળ અને સરખું વર્તન. મૃત્યુ પહેલાં છેલ્લાં એક વર્ષથી બીમાર રહેતા હતા ત્યારે હંમેશાં પ્રભુને પ્રાર્થના કરતી કે પૂ. રમણભાઇને જલ્દી સ્વસ્થ કરી દે, પણ મનની મનમાં રહી ગઈ. એમની સાથે ઘણાં પ્રવાસો કરવા હતા. ઘણાં પ્રશ્નોનું નિરાકરણ કરવું હતું. ઘણી બધી માહિતી મેળવવી હતી, પણ ઈશ્વરે એ ઈચ્છા અધૂરી રાખી. કદાચ મારા કરતા એમને એની વધુ જરૂર હશે. ભવોભવ આવા પૂ. રમણભાઈ જેવા વડીલ મળે એ જ પ્રાર્થના. ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ શ્રુત ઉપાસક રમણભાઈ વિનમ્રતાની મૂર્તિ રમણભાઈ || શૈલેષ કોઠારી (શૈલ પાલનપુરી) આશરે ૧૨૫ (સવાસો) પુસ્તકોના લેખક, જૈનધર્મ અને જેન ફિલસૂફીના પ્રકાંડ વિદ્વાન, એક સહૃદય અંગત મિત્ર, માર્ગદર્શક અને મુરબ્બી એવા શ્રી રમણભાઈ ચી. શાહના દુઃખદ અવસાન સાથે મેં મારા અસ્તિત્વનો એક અંશ ખરી પડયો હોવાની અનુભૂતિ કરી છે. મૃત્યુને તાવિક રીતે ગમે તેટલું અનિવાર્ય માનીએ તો પણ રમણભાઈનું અવસાન મારા જેવા તેમના અનેક મિત્રો, શુભેચ્છકો અને ચાહકો માટે સર્વ રીતે દુઃખદ જ લાગવાનું. પ્રિય રમણભાઈના નામ આગળ સ્વર્ગસ્થ શબ્દ મૂકવાનું મન કયારેય નહીં માને રમણભાઈનું વ્યક્તિત્ત્વ જેટલું સરળ, સુંદર અને સહજ તેટલું જ તેમનું જીવનકર્તવ્ય પણ એટલું સુંદર, સહજ-સરળ અને ઉજ્જવળ હતું. રમણભાઈ પૂરેપૂરા નિરાભિમાની અને વિનમ્ર હતા. તેમની વિનમ્રતા માટે તો મારા ગઝલગુરુ સ્વ. શૂન્ય પાલનપુરીનો એક શેર ટાંકવાની લાલચ રોકી શકતો નથી. “વિનમ્રતા છે વધુ માનની અધિકારી પગે જો કંટકો લાગે તો એને ફૂલ કરો” આજે પણ દુનિયામાં વિનમ્ર માણસો તો ઘણાં મળી આવે છે પરંતુ રમણભાઈની વિનમ્રતા હંમેશાં વધુ માનની અધિકારી બની રહેવાની, તેમણે જીવન યાત્રામાં પણ જ્યાં, જ્યારે અને જેટલાં કંટકો વાગ્યાં ત્યારે તે કંટકોને ફૂલ બનાવી દેવાના સુકૃત્યો કર્યા છે. રમણભાઈએ તેમના સમગ્ર જીવનમાં શૂન્યસાહેબના ઉક્ત શેરનું અક્ષરશઃ રૂપાંતર કરી બતાવ્યું છે. રમણભાઈ સાથેના મારા અંગત અને ઘનિષ્ટ સંબંધો ઘણાં લાંબા સમય રહ્યા હતા. અનેક વર્ષોની અમારી મિત્રતા છેક સુધી અખંડિત રહી હતી. આ મૈત્રીની સુવાસ સદાય પ્રસરતી રહેશે જ. રમણભાઈ સાથે અંગત સંબંધને કારણે મને તેમના ધીરગંભીર, વિદ્વતાસભર વ્યક્તિત્ત્વના અનેક સુખદ અનુભવો થયા છે જેના સ્મરણો તો ગણ્યાંગણાય નહીં અને વીણ્યાં વણાય નહીં એટલાં છે. તેમની સાથેની મારી સુદીર્ઘ મૈત્રીના અંતરંગ અનુભવોમાંના કયા અનુભવનું આલેખન કરું અને કયાં અનુભવનું ન કરું તે મારી Page #515 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૫ ૫ સમજની દ્વિધા છે પરંતુ મારા હૃદયમાં જે જડાઈ ગયા છે તેવા કેટલાંક અનુભવરત્નો અહીં રજૂ કરું છું. રમણભાઈ મારાં જીવનમાં અનેક રીતે વણાઈ ગયા છે પરંતુ સૌ પ્રથમ વાત હું મારા સૌપ્રથમ ગઝલસંગ્રહ“ઝૂરતો ઉલ્લાસ'ના પ્રકાશનમાં રમણભાઈ કઈ રીતે નિમિત્ત બન્યાં તેનાથી કરીશ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કમિટીના એક સભ્ય તરીકે કેટલાંક વર્ષો મને રમણભાઈની સાથે કામગીરી બજાવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. એ સમયે મારા ગઝલ-સર્જન વિશે પણ કમિટીના સભ્યોમાં અવારનવાર વાતો થતી રહેતી – એ વખતે મારી પોતાની ગઝલ સંગ્રહ પ્રકટ કરવાની જરાપણ ઈચ્છા નહોતી અને એમ કરવા જેટલી મારી આર્થિક, માનસિક તૈયારી પણ નહોતી પરંતુ એકાએક સૌના આશ્ચર્ય વચ્ચે એક વખત સંઘની એક બેઠકમાં શ્રી રમણભાઈએ જાહેરાત કરી દીધી કે આગામી છ માસમાં જ શૈલેષનો પ્રથમ ગઝલ-સંગ્રહ પ્રકટ કરવામાં આવશે (જેન યુવક સંઘ કરશે) એ પછી તો રમણભાઈની પ્રેમભરી સહાય અને માર્ગદર્શન વચ્ચે “ઝૂરતો ઉલ્લાસ” ઝડપભેર પ્રકટ થયો અને આ સંગ્રહ માટે શ્રી રમણભાઈએ “આવકાર' પણ લખી આપ્યો. આ “આવકાર”માં રમણભાઈએ લખ્યું હતું કે, મારા ધર્મમિત્ર ભાઈ શ્રી શૈલેશ કોઠારી વ્યવસાયે હીરાના વેપારી છે પણ એમનો જીવ કવિનો છે. હીરાની પરખ કરતાં શબ્દની ચમક એમને વધુ પ્યારી છે. કાવ્યસૂઝ છે. તેઓ સ્વભાવે ઉદાર, મૃદુ અને સંવેદનશીલ છે એટલે તેમને નવોન્મેષની સ્કુરણા થાય એ સ્વાભાવિક છે. જીવનના વનપ્રવેશ પછી એમનો આ પહેલો ગઝલ-સંગ્રહ પ્રકાશિત થાય છે એમાં પણ કોઈ સંકેત રહેલો હશે! એમની સર્જન પ્રવૃત્તિ વધુ પુષ્ટ અને વેગવંતી બને એવી આશા અને શુભકામના છે!'' કોઈપણ ગઝલકાર માટે રમણભાઈની કક્ષાના વિદ્વાન આટલો સુંદર આવકાર લખી આપે તે ઘટના જેટલી પ્રસન્નતાકારક છે તેટલી જ ઉત્સાહવર્ધક પણ છે! રમણભાઈના વિરાટ વ્યક્તિત્વનો વિચાર કરું છું ત્યારે થાય છે કે એમનામાં શું નહોતું? ઈશ્વરે રમણભાઈને બધું જ આપ્યું હતું. રમણભાઈના પત્ની તારાબેન, પુત્રી શૈલજા અને પુત્ર અમિતાભ-આ બધાનાં મુખે માતા સરસ્વતીનો વાસ છે. એ રીતે રમણભાઈ પૂરા નસીબદાર હતા. રમણભાઈ સાથેના મારા અંગત જીવન અનુભવનો એક લાંબો સહવાસ ૧૯૮૭ થી ૧૯૯૨ના સમયગાળા દરમિયાન પણ રચાયો હતો. આ સમયકાળ Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ શ્રુત ઉપાસક રમણભાઈ દરમિયાન હું તથા રમણભાઈ દર સોમવારે તળ મુંબઈના એકવીસ દેરાસરોમાં દર્શન માટે સાથે જતા હતા. ક્યારેક પૂજાના કપડામાં તો ક્યારેક સાદા વેશમાં, પણ અમારી આ સદ-દર્શનની પ્રવૃતિ ચાલુ રહી અને એ દરમિયાન રમણભાઈનું જૈનધર્મ અને જૈન શાસ્ત્રો વિશેનું જ્ઞાન પણ મને મળતું રહ્યું હતું. રમણભાઈ સાથે પ્રવાસ કરવો એ પણ એક લહાવો હતો. રમણભાઈ સાથે પંજાબ, દિલ્હી કાંગડાતીર્થના પ્રવાસો મેં ખેડ્યાં હતા જેને હું મારા જીવનનું મોટું સદ્ભાગ્ય ગણું છું. આમ પણ રમણભાઈ પ્રવાસપ્રેમી હતા અને તેમના વિશ્વભરના પ્રવાસના અનુભવોને આલેખતું પુસ્તક ‘પાસપોર્ટની પાંખે’’ વાંચો તો તમને અવશ્ય એવી પ્રતીતિ થઈ આવે કે તમે પણ આખી દુનિયાની મુસાફરી કરીને હમણાં જ ઘરે આવ્યા છો. પ્રવાસની વાત નીકળી છે તો એક વાત તરત યાદ આવે છે. શ્રી રમણભાઈએ ‘“ઉત્તર ધ્રુવના પ્રવાસે જવાના હતા ત્યારે તેમણે મને અને મારા ધર્મપત્ની પ્રતિમાને (નીમી) સાથે આવવાની ઓફર કરેલી. રમણભાઈની મારા પ્રત્યેની ઉદારતાની લાગણીના આવા તો અનેક ઉદાહરણો છે.’’ અંગત રીતે હીરાના વ્યવસાયમાં પ્રારંભિક સફળતા બાદ કેટલાંક વર્ષો પછી હું આર્થિકભીસમાં આવી પડ્યો. એ સમય ખૂબ કપરો હતો. આત્મક્ષોભ અને માનહાનિના અનેક અનુભવોમાંથી હું પસાર થઈ રહ્યો હતો. બરોબર એ જ સમયે રમણભાઈએ એમનું એક પુસ્તક મને અર્પણ કર્યું. મને ગર્વ છે કે રમણભાઈથી મેં મારા જીવનની એકપણ વાત ક્યારેય છુપાવી નહોતી. મારી ઉજળી બાજુ કરતા મારી નબળી બાજુ જ મેં રમણભાઈને વધુ જણાવી હતી. એ સમયે રમણભાઈ હંમેશાં મને શીખ સાથેના બે શબ્દો કહેતાઃ “આ બધી વસ્તુઓમાંથી આપણે હવે નીકળી જઈએ તો સારું'' એ રીતે રમણભાઈ મારા દુઃખના સમયના સાચા સાથી હતા. એમણે મને એક પુસ્તક અર્પણ કર્યું તે પછી પાલનપુરમાં ઘણાં ઉજળાં ગણાતાં લોકોમાં એકવાર હું ‘‘હસતા’' હતો તેની બદલે ‘વસતો’’ થઈ ગયો હતો. રમણભાઈએ મને પુસ્તક અર્પણ કર્યું તે પછી પંદરથી વીસ જેટલી માતબર વ્યક્તિઓના મારા ઉપર ફોન આવ્યા હતા અને સૌ કોઈ મને માનની નજરે જોવા લાગ્યા હતા. આમાં મારી લાયકાત કેટલી? ખરેખર તો રમણભાઈ મને કઈ રીતે સમજ્યાં હતાં તેનો ખ્યાલ આપવા જ આ અનુભવ અહીં રજૂ કર્યો છે. મારી અને રમણભાઈની ઉંમરમાં ૧૭ વર્ષનો ફરક હતો પણ રમણભાઈ નાના-મોટા સૌ કોઈ સાથે તાલ મિલાવતા રહેતા. ખરેખર તો Page #517 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૫૭. રમણભાઈ મારાં માટે એક મિત્ર અને એક મોટા ભાઈ સમાન હતા. રમણભાઈ, મદત્તરા સાધ્વીશ્રી મૃગાવતીજીની પણ અત્યંત નિકટ હતા. મૃગાવતીશ્રીજી તા. ૧૮ જુલાઈ ૧૯૮૬ના રોજ દિલ્હી મુકામે કાળધર્મ પામ્યાં તે વખતે તેઓ દેવલાલી હતા. મેં તેમને ફોન કર્યો તે પછી તેઓ તથા તારાબેન પહેલી ટ્રેન પકડીને મુંબઈ આવી પહોંચ્યા અને મહાવીર જૈન વિદ્યાલયમાં યોજાયેલી મૃગાવતીશ્રીજીની ગુણાનુવાદ સભામાં તેમણે હાજરી આપીને સુંદર ગુણાનુવાદ કર્યો. રમણભાઈએ એ વેળાએ ટેલિફોન પૂરતી વાતચીતમાં માત્ર દોઢ મિનિટમાં મૃગાવતીશ્રીજી માટે ૧૪ વિશેષણોનો ઉપયોગ કર્યો હતો. આજે આપણને કોઈ શબ્દકોષ હાથમાં પકડાવી દે તો એક કલાકમાં પણ ૧૪ ઉચિત વિશેષણો શોધી ન શકીએ. રમણભાઈની આ વિદ્ધતા હતી. રમણભાઈ પારસમણિ હતા. તેઓ જે કોઈને સ્પર્શે તેને સુવર્ણ બનાવી દેતા. મને બરોબર યાદ છે ૧૯૮૭ની ૨૩ મી માર્ચે ભારતીય વિદ્યા ભવન ખાતે મારા ગઝલગુરુ સ્વ. શૂન્ય પાલનપુરીની એક ભવ્ય અને અત્યંત ગૌરવપ્રદ ગુણાનુવાદ સભા યોજાઈ હતી. શૂન્ય સાહેબની ગુણાનુવાદ સભા પછી આટલાં વર્ષો બાદ ગત તા. ૨૭૧૦-૨૦૦૫, ગુરુવારના રોજ પાટકર હોલમાં યોજાયેલી રમણભાઈની ગુણાનુવાદ સભા પણ એટલી જ ભવ્ય, ગૌરવપ્રદ અને માતબર હતી. શૂન્યસાહેબ મારાં ગઝલગુરુ હતા જ્યારે રમણભાઈ મારા જીવન વ્યવહારના ગુરુ હતા. મારાં બન્ને ગુરુઓની આવી માતબર ગુણાનુવાદ સભામાં હું હાજર હતો તેને મારું સનસીબ માનું છું. જો કે આવું સદનશીબ દુઃખકારક જ બની રહેવાનું તે સત્ય હું જાણું છું. રમણભાઈની અંતિમયાત્રામાં હું મારા જ્યેષ્ઠ પુત્ર અનીશના ઓપરેશનને કારણે અગાઉથી ખબર હોવા છતાં હાજર રહી શક્યો નહોતો તેનો વસવસો મને જિંદગીભર રહેવાનો. અંતમાં નખશીખ સજ્જન, મારા હમદર્દ, મારા મિત્ર વિશે મારા ગઝલગુરુ જનાબ શૂન્ય પાલનપુરીના એક શેર સાથે જ સમાપન કરીશઃ જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે, મરણ આવે તો એને કહી શકું મિલકત પરાઈ છે” સાથે જ રમણભાઈએ તેમનું અખૂટ જ્ઞાન, વિશાળ અનુભવફલકનું સમગ્ર અમૃત જગતને અર્પણ કરી દીધું છે. તેમની વિદાયથી જે શૂન્યાવકાશ સર્જાયો છે તે ક્યારેય પૂરી શકાશે નહીં. * * * Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શ્રુત ઉપાસક રમણભાઈ રમણભાઈનો કર્મચારીઓ સાથેનો સ્નેહસંબંધ I એલ. એમ. મહેતા (સંઘનાં ભૂતપૂર્વ મેનેજર) સ્વ. રમણભાઈને સંઘના કર્મચારીઓ પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ હતી. તેમના આવ્યા પછી કર્મચારીઓની જિંદગી બદલી નાખી હતી. કર્મચારીઓને ભવિષ્યની ચિંતાથી મુક્ત કર્યા હતા. કોઈ કર્મચારી સંઘમાંથી છૂટો થાય તો તેમને કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે. એ વિચારીને શ્રી. કે. પી. શાહ ત્યારે તેઓ સંઘના મંત્રી હતા તેમની સાથે મળીને પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને મળીને ખૂબ જ જહેમત ઉઠાવીને ઘણાં કમિટી સભ્યોનો અણગમો લઈને કર્મચારી માટે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેપ્યુટી, રજાનો પગાર, માંદગીનો પગાર, બોનસ બધું તેમણએ અપાવ્યું. તેઓ વ્યાખ્યાનમાળાના પ્રમુખ થયા પછી વ્યાખ્યાનમાળાનો એક પગાર પણ આપવાનો શરૂ કરી દીધો હતો. કોઈ પણ કર્મચારી છૂટો થાય તો દોઢથી પોણા બે લાખ લઈને છૂટો થાય. જ્યારે જ્યારે સંઘ તરફથી બહારગામનો પોગ્રામ હોય તો કર્મચારીને સાથે લઈ જવાનું કદી ભૂલતા નહિ. કોઈ વિરોધ કરે તો તેમનો એક જ જવાબ હતો “આવું તેમને જીવનમાં કયારે જોવાનું મળે!” સંઘના કર્મચારીઓ તથા તેમનાં બાળકો સ્વ. રમણભાઈના આ ઉપકારને જિંદગીભર ભૂલી નહિ શકે. સ્વ.રમણભાઈએ એક પગલું આગળ વધીને સંઘના મેનેજર શ્રી શાંતિલાલ ટી. શેઠને રૂા. ૫૧૦૦૦ની થેલી અપાવી હતી તેમ જ મને પૂ. કાકાસાહેબ કાલેલકરના હસ્તેથી રૂા. ૨૫૦૦૦,ની થેલી આપવામાં આવી હતી. તેમનું હૃદય ખૂબ જ કોમળ હતું. બીજાનું દુઃખ તેઓ જોઈ શકતા નહોતા. અહી હું ખૂબ જ સરસ એમના સ્વભાવનો પ્રસંગ રજૂ કરું છું. તા. ૨૫-૧૧૧૯૯૩ના રોજ શ્રી મફતલાલ ભીખાચંદ શાહના પરિવાર તરફથી પાટણમાં નેત્ર યજ્ઞ રાખવામાં આવેલ હતો. સ્વ.રમણભાઈને પ્રવાસનો ખૂબ જ શોખ હતો. તીર્થોના દર્શન કરવાનું તેઓ કદી ભૂલતા નહિ. આજુબાજુના સુંદર તીર્થસ્થળો જોવા માટે શ્રી મફતભાઈએ મેટાડોરની સગવડ કરી આપી હતી. ચારૂપ, ભીલડીઆજી, શંખેશ્વર, તારંગા વગેરે તીર્થોમાં દર્શન – પૂજા કરવાનો મોકો મળ્યો. કોઈ કોઈ જગ્યાએ નવાં દેરાસરો પણ બંધાતા હતાં. થોડા મહિના Page #519 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૪૫૯ પહેલાં સ્વ.રમણભાઈ ઉપર ડીસા પાસેના ખરડોસણ ગામના એક વિદ્યાર્થીનો પત્ર આવેલો. “મેં ૧૨મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આ વર્ષે જ અભ્યાસ છોડ્યો છે. પાઠ્યપુસ્તકમાં તમારા પાઠ વાંચ્યા છે. ત્યાર પછી કોઈની પાસેથી આપનું પુસ્તક “પાસપોર્ટની પાંખે' વાંચવા મળ્યું. પુસ્તક વાંચ્યું, ખૂબ જ ગમ્યું. વાંચ્યા પછી જાણે ઘરમાં રહીને આખી દુનિયાની મુસાફરી કરી હોય એવો મને અનુભવ થયો. આપ આ બાજુ આવો ત્યારે મારે ગામ-મારે ઘેર જરૂર આવશો. હું તો આપને મળી શકુ તેમ નથી. કારણ હું બને પગે અપંગ છું.' વિદ્યાર્થીએ પોતાના ઘરનું સરનામું લખ્યું હતું. એ ગામ પાટણથી દૂર હતું. અમારી પાસે સમય નહોતો. રાતનો વખત હતો. ખૂબ જ ફરવાના કારણે બધાં થાકી ગયા હતાં રમણભાઈ તે વિદ્યાર્થીને મળવાની ઝંખનાને રોકી શક્યા નહોતા. હું અહી સુધી આવ્યો છું તો મારે જરૂર મળવું જોઈએ. એ ગામ કાચા રસ્તે ચાર પાંચ કિલોમીટર અંદર હતું. અમો વિદ્યાર્થીને ઘરે પહોચ્યાં. સ્વ.રમણભાઈના એક પ્રશ્નથી પાસપોર્ટના પાંખના લેખકને તે ઓળખી ગયો “આપ મારે ત્યાં !' વિદ્યાર્થી ગળગળો થઈ ગયો. સુંદરતેજસ્વી એનો ચહેરો હતો. શબ્દો તથા હાસ્યમાં મધુરતા હતી. એની ચિંતાગ્રસ્ત આંખો કુદરતે આપેલી સજા માટે ઉદાસ રીતે અમારી સામે મીંટ માંડી રહી હતી. એની બીમારી માટે ઈલાજ માટે ચર્ચા ચાલી સ્વ.રમણભાઈએ કહ્યું “સારું થતું હોય તો જે કંઈ ખર્ચ થાય તેનો પ્રબંધ થઈ જશે.” આવા પ્રસંગો ખાલી હાથે પાછા ન આવતાં વિદ્યાર્થીને ભેટ રકમ આપી. પાછા ફરતાં આ પ્રસંગને હું વિચારી રહ્યો હતો. સ્વ. રમણભાઈ ખૂબ જ થાકી ગયા હતા. તેમની પાસે સમય પણ નહોતો. કોઈપણ વ્યક્તિ મળવા માટે આ વાતને ટાળી પણ દે. પત્રની આપલે કરી શકે. વિદ્યાર્થીનો એવો કયો સંબંધ હતો? મુસીબત વેઠીને તેના ઘરે જવાનું. એક પત્રના આધારે. બંને એકબીજાને ઓળખતા પણ નથી. રમણભાઈને પોતાના પુસ્તકના વાચક તરીકે ઓળખે છે. એવા તો ઘણા વાચક છે. ન ગયા હોત તો તેઓ ગુનેગાર ન ગણાત. માનવીના હૃદયમાં રહેલી કરુણાના અહીં દર્શન થાય છે. મેં જોયું છે કે નાનામાં નાની વ્યક્તિનું રમણભાઈ ધ્યાન રાખતા હતા. સાચો માનવી એ જ છે. જે નાનામાં નાના માનવીના અંતઃકરણ સુધી પહોચે છે. તેમના અંત:કરણમાં વાત્સલ્યભાવનું પૂર ઉભરાતું મેં જોયું છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ શુત ઉપાસક રમણભાઈ રમણભાઈ સાથે મારે વર્ષો પહેલાનો સંબંધ હતો. તેમના નેજા નીચે વર્ષો સુધી મેં કામ કરેલ. તેઓ જ્યારે દાખલ થયા ત્યારે તેમના સસરા શ્રી દીપચંદ ત્રિભોવનદાસ શાહ સંઘનાં મંત્રી હતાં અને હું સંઘ સંચાલિત એમ. એમ. શાહ લાઈબ્રેરીનો ગ્રંથપાલ હતો. ત્યારબાદ તેઓ કમિટી મેમ્બર બન્યા. હું સંઘના કલાર્ક તરીકે કામ કરતો હતો. સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના અવસાન પછી તેઓ સંઘના પ્રમુખ બન્યા તે સમયે હું સંઘના મેનેજર તરીકે કામ સંભાળતો હતો. પ્રમુખ તરીકે સમજો કે મેનેજરના નાતે, સંઘની પ્રવૃત્તિના કારણે દર માસે નેત્રયજ્ઞ માટે બહારગામ જવાનું થતું. સંઘના હોદ્દેદારો સાથે દરેક નેત્રયજ્ઞમાં રમણભાઈની સૂચનાથી મને સાથે લઈ જવામાં આવતો. દર વર્ષે થતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં બહારગામની કોઈપણ એક સંસ્થાનો પ્રોજેકેટ લેવામાં આવતો હતો. પર્યુષણ વ્યાખ્યાનમાળા પહેલાં તે સંસ્થાની મુલાકાત લેવી જરૂરી રહેતી. ત્યારે હું પણ તેની મુલાકાત લેવા માટે સાથે જ રહેતો. સાથે રહેવાનું મુખ્ય કારણ એ હતું કે એ સંસ્થાની અપીલ મારે જ લખવાની રહેતી. દર વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળાની અપીલ ૨મણભાઈના કહેવાથી હું જ લખતો હતો. સંસ્થાની મુલાકાત લીધા પછી રમણભાઈ આજુબાજુના ગામડાંઓના દેરાસરોની મુલાકાત લેવાનું ભૂલતા નહિ. આ કારણે ગુજરાતના કે સૌરાષ્ટ્ર દરેક ગામડાના દેરાસરોનો લાભ મને મળ્યો છે. કોઈ દેરાસર બાકી રહ્યું નહિ હોય ! ઘણાં વર્ષ પહેલાં જૈન ધર્મના પ્રખર વિદ્વાન શ્રી શશિકાંતભાઈ મહેતા પાલિતાણામાં શ્રી રમણભાઈ એમના કુટુંબ સાથે ગાળવાના હતા. મને મારી પત્ની સાથે આમંત્રણ આપ્યું હતું. અમોને પ્લેનમાં લઈ જવામાં આવ્યાં હતાં. અંગત રીતે તેમણે મને બે સૂચનાઓ આપી હતી. ૧) જ્યારે જ્યારે બહારગામ જઈએ ત્યારે તમારી ટિકિટ સાથે જ લેવાની ૨) આપણે સાથે મુસાફરી કરતાં હોઈએ ત્યારે સંસ્થાની વાત સંઘમાં જ કરવાની. મુસાફરીમાં નહિ, આપણે ફરવા આવ્યા છીએ. આ સૂચન હંમેશાં મેં અમલમાં મૂક્યું હતું. એમના સહવાસથી દરેક દેરાસરમાં જવાથી મારા જીવનમાં ઘણો ફેરફાર થયો હતો. તેમનામાં રહેલા ઘણાં ગુણોમાંથી થોડા ઘણાં ગુણો મેં અપનાવ્યા હતાં. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, ગુસ્સાને પચાવી પાડવો. બીજા પ્રત્યે દયાભાવ રાખવો. અહી મને તેમના ત્રણ પ્રસંગો યાદ આવે છે ? Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક ૨મણભાઈ ૪૬ ૧ ચિત્રકુટમાં નેત્રયજ્ઞ હોવાથી અઠવાડિયા માટે મારે જવાનું થયું હતું. સ્નાનપૂજાપાઠ કરી નેત્રયજ્ઞમાં જવું-જમીને થોડો આરામ લઈ સાંજે બજારમાં ફરવા જવું. રોજનો અમે નિયમ બાંધી લીધો હતો. સાંજે ફરવા જઈએ ત્યારે દેખાય, ત્યાંના માણસો વહેંચવાની વસ્તુઓને ઓટલા પર કે કોઈ પગથિયા પર ગોઠવીને દુકાન જેવું બનાવતા હોય છે. રોજના નિયમ પ્રમાણે ફરતા ફરતા અમો એક દુકાને વસ્તુ જોવા ઊભા રહ્યા. જોયા પછી તેમાં મને એક દીવડી (દીવો પ્રગટાવવા માટે) ખૂબ ગમી ગઈ. ભાવ પૂછયો. ભાવ મને જરા વધુ લાગ્યો. ભાવ માટે જરા રકજક કરી. પણ દુકાનદારે ભાવ ઓછો કર્યો નહિ. દુકાનદારની સાથે મારી થયેલ વાતચીત રમણભાઈ સાંભળતા હતો. દીવડી ન લેતાં હું જરા આગળ નીકળી ગયો. રમણભાઈએ તેમની દુકાને જ ઊભા હતા. ફરીને અમો અમારા ઉતારે આવ્યા. રમણભાઈ જો મારા સામે જોઈને તેમણે પોતાના થેલામાંથી મારે જે દીવડી જોઈતી હતી તે જ દીવડી કાઢીને ટેબલ પર મૂકી. હું દીવડીને - રમણભાઈની સામે જોઈ જ રહ્યો. ગગ થઈ ગયો. ત્યારે રમણભાઈએ બોલેલ શબ્દો હજી મને યાદ છે. “મહેતા, ગમતી વસ્તુ ભલે થોડી મોંઘી લાગે પણ તે છોડી ન દેવાય. ફરક કેટલો લાગે મુંબઈમાં રૂા.૧૫૦ માં મળે અહીં રૂા. ૧૬૦ માં મળે. ફરક ફક્ત ૧૦ રૂપિયાનો જ હોય છે.પણ ગમતી વસ્તુ ન ખરીદવાનું દુઃખ અનેકગણું હોય છે. અમો સાથે હોઈએ ત્યારે રમણભાઈ મને અવારનવાર ખર્ચા માટે પૈસા આપતા હતા. એ પણ કહેતા કે વધુ જોઈએ તો માગી લેજો. ૨) બિરલા ક્રીડા કેન્દ્રમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાં ચાલતી હતી. થોડા સમય પહેલાં તેમનું પ્રસિદ્ધ થયેલ પુસ્તક “પાસપોર્ટની પાંખે'ની ત્યાં માગ થઈ હતી. રમણભાઈની સૂચનાથી આર. આર. શેઠની કાં માંથી ૧૦૦ કોપી મગાવી. આર. આર. શેઠે પુસ્તકોની સાથે તેમણે પહેલાં વેચાયેલા પુસ્તકોની રોયલ્ટીની રકમ પણ સાથે મોકલી આપી હતી. તે રકમ રૂા. ત્રણ હજાર હતી. રમણભાઈને મેં આ વાતની જાણ કરી. તેમણે આ રકમ ન રાખતાં સ્ટાફને વહેંચી દેવાની મને સૂચના આપી. હું કંઈ બોલું તે પહેલાં તેમણે મને ચર્ચા કરવાની ના પાડી. તેમનામાં રહેલી સ્ટાફ પ્રત્યેની લાગણીનો ખ્યાલ આવ્યો. ૩) ઘણાં વર્ષો પહેલાં ભારતીય વિદ્યાભવનમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલતી હતી. ત્યારે મેં જોયું કે પગથિયાં ચઢીને એક ભાઈ મારી તરફ આવી રહ્યા હતા. તેમનો સ્વભાવ હતો - વાતવાતમાં કજિયો કરવો - ઊંચા સાદે બોલવું. બધાને ધમકી આપવી. ધાર્યું કરાવવું. મારી નજીક આવી ને કહે – મહેતા, “રમણભાઈ Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ૨ શ્રુત ઉપાસક રમણભાઈ કયાં છે ?' મેં કહ્યું. અંદર તેમનું વ્યાખ્યાન ચાલે છે. “કયારે પૂરું થશે ?' મેં કહ્યું અગિયાર વાગ્યે,” ઠીક હું અગિયાર વાગે આવું છું. તેઓ ચાલ્યા ગયા. બરોબર અગિયાર વાગ્યે એ ભાઈ આવ્યા. રમણભાઈનું વ્યાખ્યાન પણ પૂરું થઈ ગયું હતું. હું તેમની સાથે અંદર ગયો. સામે જ રમણભાઈ આવતા હતા. મેં રમણભાઈનું ધ્યાન દોર્યું. “રમણભાઈ, આ ભાઈ તમને મળવા માગે છે.” રમણભાઈ તેમને ઓળખતા હતા. રમણભાઈએ હસતાં હસતાં તેમને આવકાર્યા. પોતાના સ્વભાવ પ્રમાણે ઉગ્ર રીતે તે ભાઈએ કહ્યું “રમણભાઈ આ તમારી વ્યાખ્યાનમાળા હું બંધ કરાવીશ.” રમણભાઈએ જે જવાબ આપ્યો તે જવાબ ફક્ત રમણભાઈ જ આપી શકે. “ભાઈ તમે પર્યુષણ વ્યાખ્યાનમાળા બંધ કરાવશો તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનીશ. તમે જાણો છો. વ્યાખ્યાનમાળા માટે વ્યાખ્યાતા લાવવા માટે અમારે કેટલી કેટલી મહેનત કરવી પડે છે. કોઈને તારીખ માફક ન આવે. કોઈને કયારેક વિષય માફક ન આવે. બધાંને સંભાળવા પડે નવાં નવાં વ્યાખ્યાતાઓ શોધવાના. ખૂબ જ મહેનત ઉઠાવવી પડે છે. જુઓ આ મહેતાને પૂછો. તમે કેટલા વાગ્યે ઊઠો છો ? આખો સ્ટાફ પરેશાન થાય છે. અઠવાડિયા માટે તેમની ક્રિયા પણ બદલવી પડે છે. બંધ કરાવશો તો તમારો ખૂબ આભાર માનીશ. બંધ કરવા માટે અમને કારણ મળી જશે. બોલો કયારથી બંધ કરાવો છો ? આજે અમારો પહેલો દિવસ છે.' એ ભાઈ એક શબ્દ પણ બોલી શક્યા નહિ. ગૂપચૂપે ચાલતી પકડી લીધી. રમણભાઈની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ હોત તો અહીં બોલાચાલી થાત. “તમારાથી થાય તે કરી લેજો.” એ જ જવાબ આપે. આવા તો મેં ઘણા પ્રસંગો જોયા છે – સાંભળ્યા છે. સ્વ. રમણભાઈના આત્માને શાંતિ આપે તેવી ઈશ્વર પાસે પાર્થના. ચાલતાં ચાલતાં થતી સંયમની વાતો હવે જોવા નહીં મળે કદિ તમારો પડછાયો મળું ના મળું વિચારોના વમળમાં રહી ગયું અને થઈ ગયું મોટું આંખોને રોવું પડયું મંઝિલ કાપતાં કાપતાં આગળ વધી ગયા ઉજાસને અંધારું બનાવી ચાલ્યા ગયા. તમારું મૃત્યુ ના... કદિ નહિ. કદિ નહિ. * * * Page #523 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૪૬ ૩ સાહેબના યાદગીરીના શબ્દો D અશોક પલસમકર સાહેબ સાથે મારી પ્રથમ ઓળખ તારીખ ૨૮-૦૨-૧૯૮૪ સાલમાં થઈ. હું શ્રી મુંબઈ જૈન યુવક સંઘમાં નોકરી માટે આવ્યો હતો ત્યારે. સાહેબના પહેલી વખત ઘરમાં ગયા પછી મને ખુરશી પર બેસવાનું કહ્યું, જ્યારે હું ખુરશી ઉપર બેઠો ત્યારે આજુબાજુના પુસ્તકોના કબાટ જોઈને મારા મનમાં એમ લાગ્યું કે સાહેબ મોટા વિદ્વાન છે. પછી મને ખ્યાલ આવી ગયો કે સાહેબ લેખક છે. અને ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે. પછી સાહેબ સાથે મારો સારો પરિચય થઈ ગયો. સાહેબનાં મનમાં ક્યારેક પણ અશોક એક નોકર છે એમ લાગ્યું નથી પણ આપણા પોતાના ઘરનાં સભ્ય છે એમ બધા માનતા હતા અને અત્યારે પણ એમ માને છે. - હું ક્યારેક પણ સાહેબના ઘરે જાઉં ત્યારે મને પહેલા સાહેબ બસ, એમ કહે. પછી શ્રી તારાબહેનને બોલાવીને અશોક માટે ચા મૂક એમ સાહેબ કહેતા હતા. આટલો બધો મારા માટે આખા ઘરના પરિવારને લાગણી હતી. મારા ફેમિલી સાથે પણ સાહેબને સદ્ભાવ હતો. મારા પત્ની અને બાળકો આવ્યાં હતાં ત્યારે સાહેબનાં અમે ઘેર ગયાં હતાં. સાહેબને મરાઠી આવડતું હતું. સાહેબે મારા પત્ની, બાળકોના નામ પૂછી પછી સાહેબે છોકરાઓને આશીર્વાદ આપ્યા અને એમને ભેટ આપી. સાહેબને ત્રણ બાળકોએ કહ્યું સારી રીતે સાચી રીતે ભણશું અને પાસ થશે સારા માર્કસ મળશે એમ કહ્યું; પણ એક સાચી વાત એ છે કે ત્યાર પછી છોકરા સારા માર્કસ મેળવીને પાસ થાય છે. એક બાળક ૧૧મામાં છે. બીજો બાળક ૮માં છે અને ત્રીજો બાળક ૪થીમાં છે. પણ એ તો સાહેબનાં હાથના આશીર્વાદ. આ એક પ્રકારના શ્રી સરસ્વતીદેવીના હાથના આશીર્વાદ છે એમ મને લાગ્યા છે. એ એક મારા છોકરાઓ માટે ભગવાને મોકલાવેલા વરદાતા હતા. મારું સારું ભાગ્ય હતું - કર્મચારી, મુંબઈ જૈન યુવક સંઘ * * * Page #524 -------------------------------------------------------------------------- ________________ ४६४ શ્રત ઉપાસક રમણભાઈ RESPECTED PUJYA RAMANBHAI One of the brightest stars of the Jain Fraternity !!! O Minal Rohitbhai Shah Simplicity personified is how I would describe Dr. Ramanbhai. Even though he was so learned he was an absolutely down to earth person. He had many hidden virtues within him and one cannot really count them all. But a few of them just touch our hearts. · The moment one thinks of humour - Pujya Ramanbhai's name would cross our memory. On the lunch table at Sayla amidst our Gurudev Param Pujya Bapuji (Late Shri Ladakchand Manekchand Vora) or even until recently with Param Pujya Bhaishree (Nalinbhai Kothari) there was not a single day when Dr. Ramanbhai would not crack a joke. His smile and laugh had such innocence!!! His ever smiling face with lovely dentures even today brings cheer to our hearts. A loving husband is another aspect of his life which I will always cherish and admire. His love, affection and care for respected Taraben was one which could be found on him all the time. He would think of the smallest things which would be of help to her. Praises for her were always on his lips. He was a family man in totality. He has given his wisdom in inheritance to his children AMITABH and SHAILAJA and to his grand children ARCHIT, ACHIRA. GARGI and KAIVALYA. He maintained a perfect balance between spirituality and his worldly duties. He was so meticulous in all that he did. His planning was always perfect. His handwriting was very clean and clear just like his heart. Even at this age they were absolutely legible. Page #525 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક રમણભાઈ ४६५ During his lifetime his adulation for Lord Mahavir and Gautam Swami, his reverence for Param Krupalu Dev Shrimad Rajchandraji and Param Pujya Bapuji made him fly on the path of spirituality. I am sure that with the blessings of all of them his soul must have reached great heights. His last thoughts shared with his daughter Shailaja that "I can see the sea and two separate paths-one the AATMA and other the BODY" proves that he had SAMADHI MARAN - a death which all pious souls tong for. My koti koti vandanas to him. His ever smiling face will always linger on in my memory. With sincere respect I pay homage to him. His daughter of the spiritual world Shree Raj-Sobhag Ashram, Sayala. जे य कंते पिए भोए लद्धे विप्पिट्ठि कुव्वई । साहीणे चयई भोए से हु चाइ ति वुच्चई ।। (दसवैकालिक. 2-3) He, who has turned his back on all the available pleasing and dear objects of enjoyment and has voluntarily renounced them is a true renouncer. मनोहर और प्रिय भोग उपलब्ध होने पर भी जो उनकी ओर से पीठ फेर लेता है और स्वाधीनतापूर्वक भोगों को. छोड़ता है वही त्यागी कहलाता है। સરસ અને પ્રિય ભોગો ઉપલબ્ધ હોવા છતાં તેના તરફથી જે પીઠ ફેરવી લે છે અને સ્વાધીનતાપૂર્વક ભોગોનો ત્યાગ કરે છે તે જ ત્યાગી કહેવાય છે. [ રમણલાલ ચી. શાહ ('3न-बयन'माथी) Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ TRIBUTE TO PROF. RAMANLAL C. SHAH O DR. ATUL SHAH (U.K.) Editor, Jain Spirit International Magazine, In the age of science, the Jain community needs to respond through science. Genuine scholars of Jainism are rare, Individuals who are able to take an objective view and relate it to the modern world. Most people see the tradition within sectarian boundaries and beliefs and are therefore not able to separate their personal faith from the larger occan of knowledge and wisdom that is Jainism. Prof. Ramanlal Shah was one such exception to this, Author of nearly a hundred books, speaker, editor of Prabudha Jeevan, world traveller and above all, curious scientist. Left an indelible mark on this world. Despite his knowledge, he was humble, always writing and thinkng. I vividly remember my recent conversations with him, which were about ideas and science rather than people and politics. An editor develops a unique way of connecting with his audience. Good editors are able to understand the questions that are being asked and answer them at the level where the reader is. Hence their scholarship never becomes remote from everyday life, but a part of it and connected to it. Accompanied thoughout by his dedicated and intelligent wife, Prof. Taraben, Rmanbhai was able to take his scholarship and wisdom to the world, with the utmost humilit and smplicity. May his soul rest in eternal peace - Om Shanti, Shanti, Shanti. *** Page #527 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક ૨મણભાઈ A TRIBUTE TO LATE RAMANLAL C. SHAH O DILIP V. SHAH Chairman, JAINA Pilgrimage Committee, U.S.A. Diring my visit to India in Janyary 2000, Gurudev Shri Chitrabhanuji had suggested that I meet Dr. Ramanbhai and Taraben. When I visited them at their home, they gave a warm welcome, a two hour Swadhyay and set of Books as parting gift. In January 2001, JAINA (Federation of Jain Organizations in North America) was to conduct a pilgrimage of Shri Samet Shikharji and other teerthdhams of Bihar and Uttar Pradesh. 128 Yatris from all over the USA had registered for the 15 day Yatra. On a whim I called Ramanbhai from USA and asked him they would join us for a 15 day Pilgrimage as Scholar and spiritual leader of the Yatra. He did have a wedding to perform during that period but he thought he will be able to make alternate arrangements. Without too many questions and without any hesitation, he said yes. Those 15 days were a rare gift to our Sangh. Yatris were always surrounding them at each opportunity and get insight into all aspects of Jainism. Ramanbhai and Taraben, did the whole yatra very energetically and stayed up late into night for swadhyay at every opportunity. Every year as I prepare for another yatra, people always asked is Ramanbhai comig with us this time? It will not be easy to answer from here on. * * * Page #528 -------------------------------------------------------------------------- ________________ ४६८ શ્રત ઉપાસક રમણભાઈ A NEIGHBOUR'S TRIBUTE Mrs. GOMATHI SHREEDHR Neighbour & HEAD Department of Chemistry, V. K. Krishna Menon College, Bhandup, Mumbai. I have known Uncle (as I called him) only for the last four months of his life where I met him for the first time. I was touched by the genuine warmth and concern that he exuded. He and aunty went out of the way to give me and my family a warm welcome. I felt truly overwhelmed. In this limited interaction with him, I have been impressed by many aspects of his personality. We conversed in Hindi and in English. Only the truly learned can be so humble. On one occasion he gave me a brief discussion on Jainism. The clarity of thought and his crudition was outstanding. As a teacher myself, I identified with him and aunty completely. In his demise, I experience a sense of profound grief and loss, I regret that I could not interact to a greater extent with him. I pray to the Almighty Lord to give his family the strength to weather the vacuum that has been created. * * * Page #529 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ A GREAT TEACHER DR. V. BALACHANDRAN NAIR Balanair 2005@Yahoo.com (RMP) He was a great man. The greatness can be felt in his words and deeds. Even his presence was enough to enlighten others. The above said words comes to my mind whenever I think about him. For the last 2-3 years when he had any massage he used to call me. It used to be a great experience for me. He cleared all my doubts. He explained everything in very simple language, be it mantras or words (language) or new technology. Rarely, did I see him dealing with money. It was done by others for him. He was very particular that we got our fees in time. Whenever I refused, he insisted on taking it. He used to keep some water near his window for the birds to drink. Birds were his regular visitors. One crow used to come and drink water at a particular time. He has traveled a lot. He has touched all the states in India. He has also visited most of the countries across the globe. Often he met his old students at far off places unexpectedly. He used to describe the places he seen, the people he met name of places, organ etc. sing slokas (mantras). He also taught me some mantras. When I was going through tough times I used to confide in him. His presence itself give you great relief. He would listen patiently and came up with a simple and straight solution. But it gives you total relief. For the last 2 months, I was not providing any message to him. I simply sat by his bed touching his feet. Still he saw that I get my fees regularly. I strongly feel that death came to him at his wish. He did not become a Rama Krishna Paramhansa because he did not get a student like Vivekananda. * * * Page #530 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ શ્રુત ઉપાસક રમણભાઈ યાદગાર સંભારણું || મહેશભાઈ શાહ તા.૧૭મી ડિસેમ્બર, ૧૯૮૮ના રોજ મુશ્રી રમણભાઈ, તારાબેન અને મુંબઈ જેન યુવક સંઘ, મુંબઈના મિત્રો સુરેન્દ્રનગરની સંસ્થાઓની મુલાકાતે આવ્યાં હતાં વર્તમાન પ્રમુખ શ્રી રસિકભાઈ અને ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પણ સાથે હતા. તેમને સુરેન્દ્રનગર પહોંચતા દોઢેક કલાક મોડું થયું. અત્યંત વ્યસ્ત કાર્યક્રમ છતાં શ્રી રમણભાઈ જરાયે અસ્વસ્થ થયા વિના ઝડપથી તૈયાર થયા અને મારે ઘેરથી સંસ્થાની મુલાકાત માટે જવા નીકળ્યા. પહેલા માનવ સેવા સંઘમાં ગયા, ત્યાં જરાયે ઉતાવળ કર્યા વિના અંધબધિર છાત્ર-છાત્રાઓને મળ્યાં અને વૃધ્ધાશ્રમના અંતેવાસી વૃધ્ધ-વૃધ્ધાઓ સાથે શાંતિથી વાતો કરી. ત્યાર પછી સૌરાષ્ટ મેડિકલ સેન્ટર, બાલાશ્રમ, લોકવિદ્યાલય વિ. સંસ્થાઓની મુલાકાત લીધી. આખો દિવસ ખૂબ વ્યસ્ત રહ્યાં છતાં રાતે સાડા આઠ વાગે દેરાસરજીના પટાંગણમાં કાલિકાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય વિશે શ્રી રમણભાઈ અને તારાબેને વિદ્વતાપૂર્ણ અને પ્રભાવક પ્રવચનો આપ્યાં. દિવસભરના આવા વ્યસ્ત કાર્યક્રમથી અહીં જ ઠીક ઠીક મોડું થઈ ગયું હોઈ રાતે જ રાણપુર જવા બદલે રાતે સો અહીં જ રોકાઈ ગયાં. શ્રી રમણભાઈ અને તારાબેન મારા ઘેર પહોંચ્યાં ત્યારે રાતના સાડા દસ થઈ ગયા હતા. સવારે વહેલાં રાણપુર જવું હતું એટલે મેં તેમને આરામ કરવા રૂમમાં જવા સૂચવ્યું. ત્યારે તેમણે મને પ્રેમપૂર્વક કહ્યું : ના, થોડી વાર તમારાં પત્ની અને બાળકો સાથે બેસીએ, અને તે અને તારાબેને સૌને સાથે થોડી વાતો કરી. પછી પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ અને ધર્મ વિશે પણ વાતો કરી. પોતાનાં પ્રત્યેક મંતવ્ય તેઓ અંત્યત ઋજુતાથી વ્યક્ત કરતા હતા. ધર્મ કે સામાજિક સમસ્યાઓ વિશેની તેમની વાતમાં જરાય કઠોરતા કે કટ્ટરતા મેં જોઈ નહીં. જૈન યુવક સંઘની સેવા-પ્રવૃત્તિ વિશે તેમણે કહેલું : મુંબઈ બહાર ઘણી સંસ્થાઓ દીન-દુઃખી અને નિ:સહાય અંપગ-વૃધ્ધોનું કામ કરે છે. અમે નાનાં ગામો કે આદિવાસી વિસ્તારમાં આવું કામ કરતી સંસ્થાઓની મુલાકાત લઈએ છીએ અને તેમને શક્ય તેટલી સહાય કરીએ છીએ. આ સંસ્કારી દંપતી સાથે ગાળેલો દિવસ અને રાતે થયેલી વાતો અને શ્રી રમણભાઈનું સાત્વિક વ્યક્તિત્વ સદાય સાંભરે તેવું મારું યાદગાર સંભારણું છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ४७१ रमणभाई शाह : एक जीवन्त आदर्श प्रो. सागरमल जैन डॉ. रमणभाई शाह से मेरा सम्पर्कलगभग पच्चीसवर्ष पूर्व काहै। अनेक जैन साहित्य समारोहों में उनसे मिलने का सौभाग्य मुझे प्राप्त होता रहा । मात्र यही नहीं, उनके द्वारा आयोजित होनेवालीपर्युषणव्याख्यानमालाओं में भी अनेक बार व्याख्यान देने का अवसर भी मुझेप्राप्त हुआ है। उनका और मेरा यह नैकट्य निरन्तर गहन होता गया । पार्श्वनाथ विद्यापीठ में मेरे आगमन के पश्चात अनेक ग्रंथों के प्रकाशन में उनका सहयोग मिलता रहा । वस्तुत: वे उस संस्था के मार्गदर्शक और सहयोगी के रुप में कार्य करते रहे । अनेक बार पार्श्वनाथ विद्यापीठ भी पधारे । नैकट्य के इन क्षणों में उनके व्यक्तित्व और कार्यशैलीकोदेखने और समझने का अवसर भी मिला। वस्तुतः वेविद्या के अहंकार से रहित एक सहज और सरल व्यक्तित्व के धारक थे । “विद्या ददाति विनयं' की सुक्ति उनके जीवन में साकार हो गई थी। जैन धर्म, दर्शन और साहित्य के क्षेत्र में उनका ज्ञानगहन और गम्भीर था । व्यवहार में परम्परा विशेष से सम्बन्ध होकर भी वे सम्प्रदायातीत और सत्य के जिज्ञासु रहे । वे जैन दर्शन के 'अनेकता में एकता' के सिद्धान्त के संपोबल थे। उनकी जीवन शैली संयमित और सन्तुलित थी। वे 'सादा जीवन एवं उच्च विचार' के प्रतीक थे। उनका व्यक्तित्व अखण्ड था। उनके व्यक्तित्व और जीवन में कथनी और करणीकीएकरुपता थी। संसार में और परिवार में रह कर भी वे जल कमलवत्ररहे। उन्हें अपने ज्ञान और बौद्धिक प्रतिभाकोसदैवपरमार्थसेयोजित रखा.यहांतककि अपने ग्रंथोंपर कॉपी राईट का अधिकार' भी उन्होंने छोड दियाथा। वे मात्र साहित्य के ही साधक नहीं थे, अध्यात्म के भीगहन साधक थे। ज्ञान को उन्होंने अपने जीवन में जीने काप्रयत्न किया था। गृहस्थ जीवन में रह कर भी वेएक संत पुरुष की तरह हीजीए । यही कारण रहा कि अनेक साधु-साध्वी भी उन्हें एक आदर्श पुरुष' के रुप में स्वीकार करते हैं। अपनी बौद्धिक प्रतिभा को उन्होंने समाज में बिखेरा और लुंटाया, ऐसे व्यक्तित्वका बिदाहोजाना निश्चय ही हम सब के लिए एक दुःखद क्षण है, किन्तु यदि हम उनके विपुल एवं निर्मल ज्ञान शरीर को देखते हैं तो निश्चित ही ऐसा लगता है कि रमणभाई शाह आज भी हमारे बीचजीवित है और युगों-युगों तक उनका यह ज्ञानशरीर समाज को मार्गदर्शन और प्रेरणा देता रहेगा। Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ૨ શ્વત ઉપાસક રમણભાઈ કાર્ય એ જ ભક્તિ T સ્મિતા કોઠારી શ્રી રમણભાઈ સર-એક સરળ-સાલસ વ્યક્તિ, એક સૌમ્ય વ્યક્તિત્વ. મને એમનો પરિચય થયો. ઈ. સ. ૧૯૯૪માં. આ અગિયાર વર્ષ દરમ્યાન એમને ઘણી વાર મળવાનું થયું હતું. પ્રસિદ્ધ વિદ્વાન છતાં એમને મળું ત્યારે કોઈ પણ વખત એમ નથી લાગવા દીધું કે પોતે કંઈક છે. એક વડીલને, આત્મીયજનને મળતી હોઉં એટલી સહજતાથી એમને મળતી. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રમાં સ્તવનના પુસ્તકના પ્રકાશનની સેવા મને મળી હતી. તે કાર્ય દરમ્યાન જૂની ગુજરાતી ભાષાના વ્યાકરણમાં મૂંઝવણ થતી, એટલે પ. પૂ. ગુરુદેવશ્રી રાકેશભાઈએ મને સરને મળવા માટે કહ્યું. ગુજરાતી વ્યાકરણ સમજવા સરને હું ઘણી વાર મળી. તેઓ ફક્ત મારી મૂંઝવણ દૂર નહોતા કરતા, અને તે અંગેની સમજ આપતા કે જેથી આગળ ઉપર બીજી ઘણી વાત મને સરળતાથી સમજાતી. જ્યારે પણ હું મળવા માટે ફોન કરતી તો કોઈ દિવસ તેમણે મને ના પાડી નથી. તેઓ ઘણા વ્યસ્ત રહેતા હોવા છતાં મારી દરેક મૂંઝવણ ટળે તે માટે હંમેશાં પૂરતો સમય આપતા અને બિલકુલ કંટાળ્યા વગર સમજાવતા. એમણે મને એવી રીતે સમજણ આપી છે કે અત્યારે મને મળતી સેવા હું સારી રીતે કરી શકું છું.આ એમનો મારા ઉપર મોટો ઉપકાર છે. પ. પૂ. ગુરુદેવ શ્રી રાકેશભાઈના પીએચ.ડી.ના શોધપ્રબંધને કોમ્યુટરમાં તૈયાર કરવાની સેવા મને મળી, તેથી સરને વારંવાર મળવાનું થતું. આ કાર્ય દરમ્યાન તેમના સદ્ગુણોની મારા ઉપર ઘણી ઊંડી છાપ પડી. કોઈ તેમની સલાહ લેવા આવે તો નિસ્પૃહતાથી સલાહ આપતા. આવનારે તેમની સલાહ પ્રમાણે કર્યું કે નહીં તે જાણવા જેટલી તેમને ઈચ્છા પણ થતી નહીં. તેઓ ગમે તેનું નાનું કાર્ય પણ બહુ ચીવટથી કરતા. તેમનું કામ હંમેશાં પરફેક્ટ જ હોય. બીજી એક વાત પણ મને બહુ સ્પર્શી જતી, તેમનું commitment. તેઓ કાર્ય પૂરું કરવા માટે જે સમય જણાવતા, હંમેશાં તે સમય સુધીમાં તે કાર્ય પૂરું કરતા. તેઓ નામાંકિત-વ્યસ્ત વ્યક્તિ હોવા છતાં, જણાવેલા સમય કરતાં ક્યારે પણ Page #533 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૭૩ મોડું કર્યું નથી. તેઓ ઉજાગરા કરીને પણ સમયસર કાર્ય તો કરતા જ. તેમણે પોતાના કાર્યને જ ભક્તિ બનાવી હતી. વ્યસ્ત હોવા છતાં હંમેશાં આનંદમાં રહેતા. તેમને ક્યારે પણ ઉદાસ કે થાકેલા જોયા નથી. તેમની આ માંદગી દરમ્યાન, શરીર ક્ષીણ થયું હોવા છતાં પણ તેમણે પોતાનું કાર્ય છોડ્યું નહીં. લીધેલું કાર્ય પૂરું કરી શકાય તે માટે શરીરની પણ દરકાર કરી ન હતી. આવા આપણા સ૨ના આત્માની શાંતિ અર્થે આપણે સહુ હૃદયપૂર્વક પ્રભુને પ્રાર્થના કરીએ. મુમુક્ષુ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર चित्तमंतमचित्तं वा अप्पं वा जइ वा बहुं । दंतसोहणमेत्तं पि ओग्गहं सि अजाइया ।। तं अप्पणा न गेण्हंति नो वि गेण्हावए परं । अन्नं वा गेण्हमाणं पि नाणुजाणंति संजया || (સવૈગતિ. 6-13) Persons with self-control do not take anything, whether animate or inanimate, whether small or big, not even a toothpick, without it being formally given to them. They do not ask others to do so and do not support others in doing so either. संयमी पुरुष सजीव या निर्जीव, अल्प या अधिक, दंतशोधन जैसी तुच्छ वस्तु का भी, उस के मालिक की अनुज्ञा लिए बिना स्वयं ग्रहण नहीं करता, औरों से ग्रहण नहीं कराता और ग्रहण करनेवाले का अनुमोदन भी नहीं करता । સંયમી પુરુષો વસ્તુ સજીવ હોય કે નિર્જીવ હોય, થોડી હોય કે વધારે હોય, અરે ! દાંત ખોતરવાની સળી પણ હોય, તો પણ તેના માલિકને પૂછ્યા વિના લેતા નથી, બીજા પાસે લેવરાવતા નથી અને જો કોઈ એ રીતે લેતું હોય તો તેનું અનુમોદન પણ કરતા નથી રમણલાલ ચી. શાહ (‘જિન-વચન'માંથી) Page #534 -------------------------------------------------------------------------- ________________ ४७४ શ્રુત ઉપાસક ૨મણભાઈ સાહિત્યજગતના સેવાવ્રતી I ગંભીરસિંહ ગોહિલ પ્રો. રમણભાઈ શાહના જવાથી સમગ્ર સાહિત્ય-શિક્ષણ જગતને અને જેન સમાજને મોટી ખોટ પડી છે, જે પૂરી શકાય તેમ નથી. તેમના સાલસ અને સહૃદયી સ્વભાવથી હું પ્રભાવિત થયો હતો. સાહિત્યજગત માટે તો રમણભાઈ એક ભેખધારી સેવાવ્રતી બની રહ્યા છે. તેઓ વર્ષો સુધી ‘પ્રબુદ્ધ જીવન'નું સંપાદન કરતા રહ્યા. તેમના કુશળ અને દૃષ્ટિવંત સંપાદનકાર્યથી તેઓ અગ્રણી વિચારક શ્રી ચીમનલાલ ચકુભાઈના સમર્થ અનુગામી બની રહ્યા. એટલું જ નહિ, “પ્રબુદ્ધ જીવનને તેમણે સાહિત્યિક સંસ્પર્શ આપ્યો. જૈન તત્ત્વચિંતનના તજજ્ઞો ઉપરાંત અનેક સાહિત્યકારોને તેમણે પ્રબુદ્ધજીવનમાં લખતા કર્યા. તેનાથી જૈન તત્ત્વચિંતનનો પ્રભાવ વિસ્તાર વધ્યો હોય તેવું જણાય છે. જૈન સમાજની બહાર પણ “પ્રબુદ્ધ જીવનઘણો આદર પામતું રહ્યું. રમણભાઈ પોતે પણ જૈન તત્ત્વચિંતન અને સાહિત્ય અંગે “પ્રબુદ્ધ જીવનમાં વૈવિધ્યપૂર્વક સતત લખતા રહ્યા. અઘરા વિષયોને ઘણા સુગમ અને સર્વસ્પર્શી બનાવી દેવાની તેમનામાં ક્ષમતા હતી. તે ઉપરાંત જીવન સમગ્રના અનેક વિષયો અંગે તેમણે માહિતીપૂર્ણ, ચિંતનાત્મક અને ચરિત્રાત્મક લેખો લખ્યા જે ખૂબ મર્મગામી બની રહેતા. તેમના આ લેખો “સાંપ્રત સહચિંતન', “વંદનીય હૃદયસ્પર્શ વગેરે નામથી અનેક ભાગોમાં પ્રગટ થયા છે. સામયિક પ્રશ્નોની તેઓ ખૂબ જ સરસ છણાવટ કરતા. રમણભાઈના લેખો ગુજરાતી નિબંધ સાહિત્યને સમૃદ્ધ કરી શકે તેવા સક્ષમ છે, રસાવહ પણ છે. તેમના કેટલાય ચરિત્રાત્મક નિબંધો તો યાદગાર બની રહ્યા છે. વ્યક્તિની અનેક અજાણી રહી ગયેલી વિગતો ગૂંથી લઈને જીવંત ચરિત્રરેખા આપવા સાથે તે તેમના મનોગતનો પણ પરિચય કરાવી જાય છે. આથી વ્યક્તિનો નિકટતમ અને ઉષ્માસભર પરિચય આપવામાં આ નિબંધો કામયાબ નીવડે છે. તેમના ચિંતનાત્મક નિબંધો વિષયના ઊંડાણમાં જવા સાથે અત્યંત સરળ અને મર્મગામી બની રહ્યા છે. વિષયની સાથે તેમનો હૃદયભાવ પણ ભળેલો હોવાથી Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૭૫ તે ઘણા સુગમ બની રહ્યા છે. પ્રવાસ સાહિત્યના આલેખક તરીકે તો રમણભાઈ ગુજરાતી ભાષાના પ્રવાસ સાહિત્યમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે. જે તે સ્થળનું આબેહુબ આલેખન સ્થળ વિશેની માહિતી અને કિંવદંતીઓ, પ્રવાસી તરીકેના અનોખા અનુભવો અને મર્માળુ વિનોદ “પાસપોર્ટની પાંખે', “પ્રદેશે જયવિજયના', “ઉત્તરધ્રુવની શોધસફર', ‘ન્યૂઝીલેન્ડ”, “ઓસ્ટ્રેલિયા', “એવરેસ્ટનું આરોહણ', રાણકપુર તીર્થ”, “પાસપોર્ટની પાંખે-ઉત્તરાલેખન” વગેરેને આપણા પ્રવાસ સાહિત્યના આભરણ રૂપે સ્થાયી આપે છે. આ ગ્રંથો એક વાર હાથમાં લીધા પછી મૂકવાનું મન ન થાય તેવા હૃદયંગમ, રસાવહ અને આકર્ષક બની રહ્યા છે. જગતના દૂર અને નજીકના અનેક પ્રદેશો સાથે વાચકનો તેમણે આત્મીય પરિચય સ્થાપી આપ્યો છે. સનાતન માનવ ભાવોની અખંડ સેર તેમાં ચાલતી હોય છે જે દરેકના હૃદયને સ્પર્શી જાય છે. સમયસુન્દર, ગુણવિનય, યશોવિજયજી, ઉદ્યોતનસૂરિ, ઋષિવર્ધનસૂરિ, વિજયશેખર વગેરે પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ કવિઓની મધ્યકાલીન કાવ્યકૃતિઓનું તેમનું સંપાદનકાર્ય એકે બહુશ્રુત વિદ્વાન અને કુશળ સંશોધક તરીકે તેમનો પરિચય કરાવે છે. પાઠભેદો તપાસી કૃતિઓનો ઊંડાણપૂર્વક તેમણે પરિચય કરાવ્યો છે. જૈન સાહિત્યનું અને તત્ત્વચિંતનનું તેમનું દીર્ઘ તપ જેવું અધ્યયન જૂની કૃતિઓના સંપાદનમાં ઘણું ઉપયોગી નીવડ્યું છે. રમણભાઈ માત્ર વિદ્વાન જ નહોતા. “શ્યામ રંગ સમીપે' જેવા એકાંકી સંગ્રહો આપીને તેમણે પોતાની સર્જનાત્મકા પણ દર્શાવી આપી છે. સાહિત્ય વિવેચન પણ તેમનું સહજ ક્ષેત્ર હતું. વિવિધ ગ્રંથો, સર્જકો અને સમપ્રવાહોનું તેમણે દર્શન કરાવ્યું છે. અનુવાદ, સંક્ષેપ, સંપાદન તથા અન્ય લેખનકાર્ય કરીને તેઓ અસંખ્યા ગ્રંથો આપી ગયા છે. તેમની આ સાહિત્યસેવા બહુ આયામી અને યાદગાર નીવડી છે. આ ગ્રંથોના પ્રકાશન પછી તેમની કૃતિઓના કોપીરાઈટનું તેમણે વિસર્જન કર્યું હતું અને ગમે તે રચનાનું પ્રકાશન કે ઉપયોગ કરવા છૂટ આપી હતી. તેમની વ્યક્તિત્વનું આ પણ એક તેજસ્વી પ્રકરણ છે. આથી જ તેમને સાહિત્યના અખંડ સેવાવ્રતી કહેવાનું મન થાય છે. * * * Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ મારા સહાધ્યાયી...મારા પરમ મિત્ર I જે. પી. શાહ બાબુ પન્નાલાલ પી. જૈન હાઈસ્કૂલમાં એટલે કે અમારી સ્કૂલમાં મારાથી બે ધોરણ આગળના વર્ગમાં રમણભાઈ ભણતા હતા, ત્યારથી મને એમની સાથેનો પરિચય. તેઓ શિક્ષકોને ખૂબ જ માનપૂર્વક બોલાવતા અને તેમની સાથે અંગત સંબંધ કેળવતા. શિક્ષકોને પણ એમના માટે એટલું જ માન. અમે શાળા છોડ્યા પછી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ફરી પાછા મળ્યા. રમણભાઈ જુનિયર બી.એ.ના વર્ગમાં અને હું ફર્સ્ટ યર આર્ટ્સમાં એટલે પાછો મને પરિચય વધારવાની એક તક મળી. રમણભાઈ અને તારાબેન કૉલેજમાં સાથે હરતાં કરતાં દેખાય એટલે સહેજે નજરે ચડે. તેઓ સંસ્કૃતના પ્રાધ્યાપક, ડો. ઝાલાના તે ખાસ ચાહક. N.C.C.માં ગુજરાતી વિદ્યાર્થીઓ ખાસ ભાગ ન લે પણ રમણભાઈ તો અટકે ક્યાં? તેઓ N.C.C.માં જોડાઈ વર્ષો સુધી ભાગ લઈ તેની સર્વોચ્ચ પોઝીશન સુધી પહોંચ્યા. શિસ્ત અને નેતૃત્વના ગુણો કૉલેજ છોડે તે પહેલાં જ કેળવેલા. અમારી સ્કુલમાં જે શિક્ષકોના હાથ નીચે અમે ભણેલા તેમનું બહુમાન કરવાનો ૨૦-૨૫ વર્ષ પછી અમને એક વિચાર આવ્યો. અમે તેમને પ્રસ્તાવ મુક્યો તો તેઓ ખુબ પ્રોત્સાહિત થઈ અમારી સાથે જોડાયા. ચોપાટી, બિરલા ક્રિડા કેન્દ્રમાં આ બહુમાન સમારંભ ગોઠવ્યો. સહ વિદ્યાર્થીઓ અને અમારા જુના શિક્ષકોના સરનામા મેળવી બધાને ઉત્સાહથી તેમણે ભેગા કર્યા. અને શિક્ષકોનું બહુમાન કર્યું. આ બધામાં એમના નેતૃત્વનો અમને લાભ મળ્યો. અમારા કુટુંબની વાર્ષિક યાત્રા પર્યટનમાં તેઓ બન્ને અમારી સાથે તારંગાજી આવ્યા. ત્યાં અમને તેમનો સારો લાભ મળ્યો અને તેમની હાસ્યવૃત્તિ અને દરેક ઉંમરની વ્યક્તિ સાથે એકમેક થઈ આનંદ માણવાની તેમની ટેવનો અમને અનુભવ થયો. તેમની સાથે ગાળેલા ચાર દિવસ હજી પણ યાદ કરીએ છીએ. ચોપાટી છોડી તેઓ વાલકેશ્વર રેખામાં અમારા બિલ્ડીંગમાં રહેવા આવ્યા એટલે અમો તેઓ બંન્નેની સાથે આત્મિયતાના સંબંધો વિકસાવી શક્યા. તેઓ દરરોજ પૂજા કરવા બાબુના દહેરાસરે જતાં. સવારના દહેરાસરમાં માણોસની ભીડમાં તેમને ગોઠતું નહીં, જરૂરી શાંતિ મળતી નહીં. એટલે તેઓ Page #537 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૪૭૭. બપોરે ૧૧-૩૦ / ૧૨ વાગે જ પૂજા કરવા જાય. એટલે અમારા જમવાના ટાઇમે જતાં આવતાં તેઓ લીફ્ટમાં મળે એમ અમે વધુ નિકટ આવ્યાં. શ્રી મુંબઈ જેન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાન માળામાં દરેક વર્ષે ત્યાંના ખર્ચાને પહોંચી વળવા શ્રોતાઓને સંઘના મંત્રીઓ વખતો વખત વિનંતી કરતાં. આટલી સારી પ્રવૃત્તિ માટે સંઘને પૈસા માટે સૂચન કરવું પડે તે અમને યોગ્ય ન લાગ્યું. મેં રમણભાઈને આર્થિક સહકાર માટેની અમારી તૈયારી વિષે વાત કરી, તેઓએ સંઘના પ્રમુખ ચીમનલાલ ચકુભાઈ શાહ પાસે અમારો પ્રસ્તાવ મુક્યો અને તેમની અપેક્ષા પ્રમાણે અમે રૂ. ૧ લાખ પચાસ હજાર આપ્યા (૧૫-૮-૮૨). રમણભાઈના સુચન અને સહકારથી યુવક સંઘની સાથે અમે સંકળાયા. તેમણે એક બીજું સૂચન કર્યું. સંઘના સભ્યોનું એક વાર્ષિક મિલન આપણે કરવું જોઈએ. તે માટેના પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમની જવાબદારી મને સોંપી. અમારા કુટુંબના સહકારથી અમે આ કાર્યક્રમ બિરલા ક્રિડા કેન્દ્રમાં સફળતાપૂર્વક કર્યો. નવી નવી પ્રવૃત્તિઓ ચાલુ કરવાનો એમનો ઉત્સાહ અજોડ હતો. તેમની નિયમિત પ્રેરણાથી આ દરેક કાર્યક્રમ સફળતાપૂર્વક થતો. તેઓ પોતે સંઘ માટે ફાળો ભેગો કરવા કોઈને પણ વિનંતી ન કરે અને કોઈને પણ શરમમાં ન નાખે. પણ તેમની કહેવાની ભાષા અને રીત એટલી ગ્રેસફુલ (Gracful) હોય કે શ્રોતાઓ સ્વેચ્છાએ જરૂરી રકમ મોકલી આપે. સંઘની ઑફિસનું કામકાજ વ્યવસ્થિત રીતે ચાલે તેનો તેઓ આગ્રહ રાખતા. કોઈપણ પ્રવૃત્તિ માટે નિયત કરેલી રકમ કરતાં વધુ ખર્ચ ન થાય તેની તેઓ કાળજી રાખતા. દરેક પ્રવૃત્તિનું હિસાબ કાર્ય પુરૂં થાય પછીના સાત દિવસની અંદર ઑફિસમાં આવી જવો જોઇએ અને તે હિસાબ ત્યારપછીની માસિક મેનેજીંગ કમિટિની મિટીંગમાં રજુ થવો જ જોઇએ. તેવો તેમનો આગ્રહ હતો. આવા શિસ્તના કારણે સંસ્થામાં સક્રિયતા અને જાગૃતિ વધે. બહુ ઓછી સંસ્થાઓમાં આવી ચોકસાઈ રખાય છે. આ વિગત જાણી ત્યારે મને રમણભાઈ પ્રત્યે ખૂબ માન થયું. આવા તેમના નેતૃત્વના કારણે સંઘની પ્રતિષ્ઠા વધારી. આવા આપણા રમણભાઈને તેમનો વાંચક વર્ગ અને શ્રોતાજન વર્ષો સુધી યાદ કરશે. * * * Page #538 -------------------------------------------------------------------------- ________________ ४७८ શ્રુત ઉપાસક રમણભાઈ મારા પિતાતુલ્ય સાહેબ |અંજના બૂચ ૧૯૭૦-૭૧ ની સાલ મારે માટે તો અવિસ્મરણીય છે. એ વર્ષે જ એક પિતાતુલ્ય મહાન સર સાથે મારો આજીવન સંબંધ બંધાયો. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની, ગુજરાતી વિષય લેનારી, એમ.એ.ની વિદ્યાર્થિનીઓ માટે એક સેમિનારનું આયોજન થયું હતું. મુંબઈની વિભિન્ન કૉલેજોમાંથી વિદ્વાન પ્રોફેસરોને, ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિ-લેખકોને વક્તા તરીકે આમંચ્યા હતા. એ બધામાં એક પ્રોફેસર હતા ડૉ. આર. સી. શાહ. સહુએ એક ચિત્તે એમનું વ્યાખ્યાન સાંભળ્યું. મનમાં ઉતરી પણ ગયું. સેમિનારને અંતે વક્તાઓને કેટલાક પ્રશ્નો પૂછવાનું મન થયું, પણ સમયના અભાવે તે શક્ય નહોતું. છતાં સરે તે પ્રશ્નોનો કાગળ લઈ, “બોમ્બે યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં આવો, નિરાંતે બધા પ્રશ્નોના ઉત્તર આપીશ', કહીને બીજા વક્તાઓની સાથે અમારી વિદાય લીધી. હું મારી મિત્ર સાથે થોડા દિવસ પછી યુનિવર્સિટીમાં સરને મળવા ગઈ. ખરેખર, એમણે સાચવી રાખેલા બધા પ્રશ્નોના ખૂબ સંતોષકારક ઉત્તર આપ્યા. મેં તેમની તરત જ નોંધ પણ કરી લીધી. એમણે વધુ વિગતો મેળવવા ક્યાં, કોનાં પુસ્તકો વાંચવાં તેનું માર્ગદર્શન પણ આપ્યું. આમ વિદ્યાર્થીઓની જીજ્ઞાસાવૃત્તિને સંતોષવી અને તેમની વાંચનવૃત્તિને વધુ વિકસાવી યોગ્ય માર્ગે વાળવી એ સરમાં રહેલો આદર્શ શિક્ષકનો ગુણ વિદ્યાર્થી તરીકે અમને અભિભૂત કરી ગયો. અમે બંને મિત્રોએ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીનાં એક્ષટર્નલ ટુડન્ટ્સનાં સરનાં ગાઈડન્સ લેક્ઝર્સમાં બેસવા એમની સંમતિ મેળવી અને એ કલાસમાં જવાનું શરૂ પણ કરી દીધું. પ્રોફેસર ડૉ. રમણભાઈ શાહનો આ અમારો સૌથી પહેલો પરિચય. યુનિવર્સિટીમાં એમને મળ્યા તે પહેલાં જ એમને વિષે ઘણી માહિતી મળી હતી, જેમાંની એક હતી એન.સી.સી.ના એક વખતના અત્યંત બાહોસ મેજરની. સરનો પહેલો વ્યક્તિગત પરિચય થયો ત્યારે ખૂબ જ શિસ્તબદ્ધ જીવન જીવનાર વ્યક્તિ હોવા છતાં અત્યંત સરળ, સાલસ, સાદા, પ્રેમસભર આંખો અને શબ્દોમાં છલકાતો સદ્ભાવ-આવા એક ઉમદા માનવનો અનુભવ થયો. Page #539 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૪૭૯ ગમતાં ગુલાબનાં ફૂલમાં નૈસર્ગિક સુગંધ, સુંદરતા અને સુકુમારતા એકસાથે સાહજીક રીતે અનુભવાય છે. પણ જો આ બધાંને વેડફવાની કોશિશ કોઈ કરે તો અણગમતા કાંટાય વાગે તો પણ એ ગમે. એ મુજબ માનવતાથી મહેંકતું અને સાત્વિક સ્નેહથી સદાય ધબકતું સુકુમાર હૃદય ધરાવતા સર પાસે કોલેજીયનોને અણગમતું કડક શિસ્ત હોવા છતાં હંમેશાં વિદ્યાર્થીઓમાં તેઓ અત્યંત આદરણીય હતા. કૉલેજ ઉપરાંત ભવન્સમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પણ અમે વિદ્યાર્થી મિત્રો નિયમિત જતાં. વ્યાખ્યાનો સાંભળી–નોંધ કરીએ અને પૂરું કે અમે કૉલેજ જવા માટે હૉલની બહાર નીકળીએ ત્યાં મુખ્ય દરવાજે પ્રસન્ન ચિત્તે અનેકને મળતા-વાતો કરતા સૌમ્યમૂર્તિ સર ઊભા જ હોય. મળનારાઓની સંખ્યા થોડીવારમાં ઓછી થાય અને અમે પૂછીએ, “સર, અમે દરિયાની બાજુએથી ચાલતાં કૉલેજ જઈએ છીએ. તમને સમય હોય તો આજનાં વ્યાખ્યાનની થોડીક વાતો કરવી છે.' સર સહજ હસતાં હસતાં કહે, “હું પણ તમારી સાથે આવું છું.' તેઓ ધારે તો કારમાં જઈ શકે પણ આ પિતા જેવા પ્રેમાળ શિક્ષક અને શરીરને ખૂબ કરી ચૂકેલા મેજર અમારી સાથે ચાલતાં, મુક્ત મને વાતો કરતા જાય અને વચ્ચે વચ્ચે મિત્રભાવે ટીખળ કરી હસાવતા પણ જાય. પાછા, અમારા પ્રશ્નોના સરળતાથી જવાબ પણ આપતા જાય. ચોપાટી પાસે ઘર આવે ત્યારે અચૂક થોભે અને “મારી સાથે ઘેર જમવા આવો.” એવું ભાવભર્યું આમંત્રણ પણ આપે. અમે સમય જોઈને, એમનો આભાર માનીને કોલેજ જલ્દીથી જઈએ. (પછીથી વાલકેશ્વરનાં ઘરમાં ઘણી વખત જવાનું થયું છે.) વ્યાખ્યાનમાળાનો આવો અમારો ક્રમ પણ ઘણાં વરસ સુધી રહ્યો. કલાસ કે યુનિવર્સિટીની બહાર પર્યુષણનાં એક જુદાં જ પવિત્ર વાતાવરણમાં સર અને તેમણે નિમંત્રેલા વિદ્વાન વક્તાઓનાં વ્યાખ્યાનોને આત્મસાત કરવાનો અને પછી દરિયાની ખુલ્લી હવામાં મિત્રોની માફક મોકળે મને હસતાં ટીખળ કરતાં, વાતો કરતાં, ચાલતાં-અજાણ્યે પણ શીખતાં–આ અનોખો લ્હાવો પણ અમને ખૂબ મળ્યો છે. વર્ષો પછી કૉલેજમાં અધ્યાપનનું કામ શરૂ કર્યું ત્યારે સમજાયું કે સર પાસેથી આમ સાવ સહજ રીતે મળેલું જ્ઞાનનું ભાથું કેટલું મહામૂલું છે! વિદ્યાર્થીકાળમાં એન.સી.સી. કેડેટ તરીકે કે સેઈન્ટ જ્હોન્સની રેડ ક્રોસ સોસાયટીની ફર્સ્ટ એઈડની તાલીમનાં વર્ષો દરમ્યાન સર પાસેથી મને જે જરૂરી માર્ગદર્શન મળ્યું છે તેને Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ચુત ઉપાસક રમણભાઈ લીધે જ હું બંને તાલીમ સફળતાપૂર્વક પૂરી કરી શકી છું. યુનિવર્સિટીમાં સેમિનાર હોય, બીજી કોઈ વ્યાખ્યાનમાળા હોય, વક્તાઓને સાંભળ્યા પછી, તેમની પાસેથી સંતોકારક જવાબ ન મળે તો હું સીધી પહોંચી જતી સર પાસે. બીજા કોઈ પણ કામમાં તેઓ વ્યસ્ત હોય તો પણ થોડોક સમય ફાળવી, મારી સાથે મુક્ત મને ચર્ચા કરે. કોઈપણ મુદ્દાને સમજાવવાની એમની રીત જ એટલી સરળ હોય કે કોઈપણ વિષયના મુદ્દા મનમાં એકદમ સહજ રીતે ઉતરી જાય અને સરની સ્વસ્થ સમજાવટથી બધી અકળામણ શાંત થઈ જાય. એમ.એ.નાં એક પેપરમાં ૨૫ માર્ક્સમાં કોઈપણ વિદ્વાન તત્ત્વચિંતકનાં વ્યાખ્યાનમાંથી એક Unseen Paragraph ના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના હોય. યુનિવર્સિટીનાં જૂનાં પેપર્સમાંથી આવા Paragraphs લઈ ઘણીવાર હું સર પાસે શીખવા ગઈ છું. તેઓ શાંતિથી એ ફકરો વાંચતા જાય અને સમજાવતા જાય. ત્યારે એમ લાગતું કે સર પાસે જરૂર કોઈ જાદુઈ શક્તિ છે. એટલે જ એમની પાસે જતાં ગમે તેટલું અઘરું સરળ બની જાય છે. પણ અધ્યાપન શરૂ થતાં સમજાયું કે એમનામાં રહેલા સતત જાગૃત શિક્ષકે, એમનાં વિશાળ વાંચનને, બહોળા અનુભવે અને વસ્તુના તલસ્પર્શી અભ્યાસે કેટલી સહજતાથી કોઈ વ્યક્તિ કે વિષયને સમજવાની મારી એક નવી દષ્ટિ અનાયાસે કેળવી દીધી છે! આજે વર્ષો પછી પણ સરે “અઘરાંને સહેલું બનાવવા ચલાવેલો જાદુ” મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓનાં જીવનનું પાથેય બની ગયો છે. આમ આ દરિયાવદિલ સર આપવામાં પોતાનાં જીવનની સાર્થકતા સમજતા. લેનારમાં જેટલી શક્તિ હોય તેટલું છૂટથી લઈ શકે. સરની એમાં તદ્દન નિરપેક્ષ ભાવના હતી. પરગજુ વૃત્તિના સર તો જ્ઞાનની પરબ માંડીને બેઠા હતા. તરસ્યાંને તૃપ્ત તો કરે પણ ફરી તરસ લાગે તો ઉપાય તરીકે પોતાનાં પુસ્તકો પણ મોકળે મને આપતા, જે વાંચી, સમજી ફરી તૃપ્તિનો અનુભવ કરી શકાય કવિ કલાપીએ કહ્યું છે“માણ્યું એનું સ્મરણ કરવું એ ય છે એક લહાણું ” અમારા સૌજન્યશીલ, પ્રેમાળ, અનેક વિષયોમાં નિપુણ સર પાસેથી જે કંઈ પણ થોડું માર્ગદર્શન મને મળ્યું છે તે ચિરસ્મરણીય તો છે જ, સાથે સાથે આજે પણ જીવનમાં તે દીવાદાંડીની ગરજ સારે છે અને જીવવાની સાચી દિશા બતાવે છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૪૮૧ શિયાળામાં પાછલી રાતે ચૂપચાપ ધરતી અને ખેતરના પાકને સંતૃપ્ત કરતાં ઝાકળનાં ટીપાં, કેવાં પારદર્શક અને કેવી વિરાટ શક્તિ ધરાવે છે! છતાં, તે નાનાં ટીપાં, કેટલાં હળવાં ફૂલ જેવાં હોય છે! ડૉ. રમણભાઈ પણ વિચક્ષણ બુદ્ધિવાળા, સર્વ ગુણો અને સવૃત્તિઓનો ભંડાર હોવા છતાં હંમેશાં તદ્દન હળવા ફૂલ જેવા જ રહેતા અને પોતાનાં આ વિશેષ પાસાંનો ક્યારેય કોઈને અણસાર પણ આવવા દેતા નહીં માત્ર અનાસક્ત ભાવે શક્ય તેટલી મદદ કરી છૂટતા. નૈષધિયચરિત્રમાં શ્રી હર્ષે કહ્યું છે કે – સજ્જનો ક્યારેય પોતાની મહાનતા બતાવતા નથી.” તે સરની બાબતમાં સંપૂર્ણપણે સાચું છે. સરનાં આવાં વિરલ વ્યક્તિત્વને એમનાં વિદુષી અને વિનયી ધર્મપત્ની પ્રોફેસર શ્રીમતી તારાબેને ખૂબ જાળવ્યું, કારણ કે વિદ્યાર્થી જગતમાં અત્યંત સન્માનનીય આ આદર્શ દંપતીમાં ગજબનો સુમેળ સર્જાયો હતો. છેવટે કાળે એનું ચક્ર ફેરવ્યું. તેણે ભલે સરના પાર્થિવ દેહને વિલીન કર્યો. પણ વિશાળ વિદ્યાર્થી આલમના આદર્શરૂપ, પ્રેરણાસ્ત્રોતને કોઈનાં હૃદયમાંથી કાળ ક્યારેય પણ વિલીન નહીં કરી શકે. આપણું શાસ્ત્ર જન્મજન્માંતરમાં માને છે. એ રીતે આગલા જન્મમાં કોઈ યોગીપુરુષનું કાંઈક કાર્ય અધૂરું રહ્યું હશે તે આ જન્મે પૂર્ણ કરવા ડો. રમણભાઈ શાહના રૂપમાં તેણે અવતાર ધારણ કર્યો. આયુષ્યના અંતકાળે તેમને થયેલો પ્રભુનો સાક્ષાત્કાર આની પ્રતીતિ કરાવે છે. બાળક સહજ નરી નિર્દોષતા અને ધર્મપરાયણ જીવન એમના મહાન આત્માનાં જ દ્યોતક છે. રત્ન જ્યાં પ્રગટ થાય ત્યાં તેનો શાંત છતાં તેજસ્વી પ્રકાશ પથરાય જ. આ પ્રકાશનો થોડો પણ સ્પર્શ જેને થાય તે પ્રકાશિત થયા વિના ન જ રહે. સર આવા વિરલ, મહામૂલાં રત્ન સમા હતા. એથી જ સદાય સહુના વંદનીય હતા-છે-અને રહેશે. એક સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છેवदनं प्रसादसदनं, सदयं हृदयं सुधामुचो वायः । करणं परोपकरणं येषां केषां न ते वन्द्याः ।। अर्थात्જેનું વદન પ્રસન્નતાનું ઘર છે, હૃદય દયાથી ભરેલું છે, વાણી અમૃત વરસાવે છે અને પરોપકાર કરવો એ જ જેમનું જીવનકાર્ય છે તે કોને વંદનીય ન લાગે ? મારા પિતાતુલ્ય સર ડૉ. રમણભાઈ શાહને મારાં સાદર સાણંગ પ્રણામ. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રત ઉપાસક રમણભાઈ નિર્ભર વિદ્વતા || સંગીતા શાહ આજથી ૧૮ વર્ષ પહેલાં મને ખબર પડી કે મારા સસરાના મિત્ર મુંબઈથી નેત્રયજ્ઞના અર્થે માંડવીથી નજીકના ગામે આવવાના છે. ત્યાંથી રાત્રિ મુકામ માટે અમારા ઘરે પધારવાના છે. જે હતા પૂ. રમણકાકા. આ એ જ રમણકાકા જે, “પ્રબુદ્ધ જીવન'ના માધ્યમે મારું પીયર કે જે બિલીમોરામાં હતું, ત્યાં ઈ. સ. ૧૯૫૨ થી આવતા હતા. અમે જ્યારથી સમજતા થયા ત્યારથી “પ્રબુદ્ધ જીવન” વાંચતા હતા. ખૂબ જ ગમતું હતું. એમના માંડવી અમારે ઘરે આવવાના સમાચાર જાણી સુખદ અનુભૂતિ થઈ. સાથે થોડી મીઠી મુંઝવણ થઈ કે આવા વિદ્વાન રમણકાકા સાથે કેવી અને કઈ વાતો કરાય? આપણે રહ્યા અજ્ઞાની અને રમણકાકા એટલે જ્ઞાનનો “અખૂટ ખજાનો! પરંતુ જ્યારે અમારે ઘરે આવ્યા ત્યારે મારી મુંઝવણ સાવ દૂર થઈ ગઈ. એટલું સહજ અને નોર્મલ એમનું વર્તન હતું કે ક્યાંય પણ એમની વિદ્વતાનો ભાર ન જોવા મળ્યો. મારી દીકરી શ્રેયા કે જે ત્યારે એકાદ વર્ષની હતી તેને જાતે તેડીને અમારા આખા ખેતરે ફર્યા. મારું હૃદય ખૂબ ગદ્ગદ્ બની ગયું હતું. ત્યારબાદ પૂ. તારાકાકી દ્વારા લખાયેલી વજસ્વામી ઉપરની પુસ્તિકા એમણે આપી હતી. “સાંપ્રત સહચિંતન'ના ભાગ-૧ થી ૧૫ ભાગ “જિનતત્ત્વ', “અધ્યાત્મસાર', “જ્ઞાનસાર', “વીપ્રભુના વચનો' વગેરે પુસ્તકો યાદ રાખી હંમેશા માંડવી મોકલી આપતા. પ્રબુદ્ધ જીવનમાં આવેલ એમના લેખોમાં “પુગલ પરાવર્ત', “નિગોદ', લેશ્યા' આ લેખોનું તો અમે અહીં માંડવી જૈન સંઘની બહેનો સમક્ષ વાંચન કર્યું હતું. એમની સરળ ભાષા શૈલીને કારણે કઠીન વિષય પણ સભાને સમજવામાં સરળ બનતો હતો. માંડવી લગભગ વરસમાં એક વખત આવવાનું થતું હતું. એમના દેહ વિલયના ૨૦ થી ૨૫ દિવસ અગાઉ જ પૂ. શ્રી સાથે ફોન ઉપર વાત થઈ. તેઓ કહેતા કે આ વખતે ત્રણથી ચાર દિવસ માંડવી શાંતિથી રહેવું છે. તારી સાથે વાતો કરવાની મજા આવે છે. મને એટલો બધો આનંદ થયો અને એ દિવસથી હું પ્રતીક્ષા કરવા લાગી હતી, પણ મારું પુણ્ય બળ ઘટ્યું હશે મેં ફરીથી Page #543 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ફોન કર્યો કે રમણકાકા ક્યારે અમારે ઘરે પધારો છો. અને તારા કાકીએ આ દુઃખદ સમાચાર જણાવ્યા. કેટલાય દિવસ સુધી મને અને મારા પપ્પાને ચેન ન પડ્યું. બસ જ્યાં જઈએ, જે મળે તેની સમક્ષ રમણકાકાની જ વાત. હાલ મારા કાકી જેઓ વલસાડમાં રહેતા હતા. ગયા અઠવાડિયે જ એમનું સમાધિપૂર્વક મૃત્યુ થયું એમના નિવાસસ્થાને બેસવા માટે પૂ. મનોજભાઈ દરુ સાહેબ તથા અરુણિકાબહેન તથા અન્ય વડીલો આવ્યા હતા. તેઓ પૂ. રમણકાકાના પરિચિત હતા. એમની વાતો નીકળી. એમના પુસ્તકો. લેખો એમનું જીવનમાં સરળતા, સાદગી, આધ્યાત્મિકતા, દાન, સેવા, નિસ્પૃહતા વગેરે ગુણો ખૂબ ખૂબ યાદ કર્યા. જાણે મારા કાકીની શોકસભા પૂ. રમણકાકાના ગુણાનુવાદમાં ન ફેરવાઈ ગઈ હોય એમ ! રમણકાકા જોડે કંઈક ઋણાનુસંબંધ હોવો જોઇએ. અમે ધરમપુર પૂ. સાધ્વીજી ભગવંત હેમરેખાશ્રીજી મ.સા.ને મળવા ગયા હતા ત્યાં પૂ. રમણકાકા અને પૂ. તારાકાકી મળી ગયા. ખૂબ સારી વાતો થઈ. ખૂબ જ આનંદ આવ્યો. ત્યારબાદ અમે શંખેશ્વર ૧૦૮ પાર્શ્વનાથની ધર્મશાળામાં રોકાયા હતા. ત્યાં સાનંદાશ્ચર્ય વચ્ચે પૂ. રમણકાકા મળી ગયા. એમની સાથે વાતચીત થઈ. એમને પૂ. મુક્તિદર્શન મ.સા.નું પુસ્તક ‘યોગદૃષ્ટિના અજવાળા' જોઈતું હતું. યોગાનુયોગ શંખેશ્વરમાં મારી પાસે હાજર હતું જે તેમને આપ્યું હતું. આટલા જ્ઞાનના પુસ્તકો મોકલનાર એવા રમણકાકાને કંઈક ઉપયોગી બન્યાનો આનંદ થયો. મને એમની સાથે સત્સંગ ક૨વાની ઝંખના હંમેશાં રહેતી! એમનામાં રહેલા જ્ઞાનનું પાન એમના પુસ્તકો, એમના લેખોના માધ્યમથી આપણે હોંશે હોંશે કરીએ, જે એમણે જીવનમાં ઉતાર્યું હતું એનો અંશ પણ આપણે આપણા જીવનમાં ઊતારીએ એ જ આપણી સાચી ભાવાંજલિ. ૪૮૩ Page #544 -------------------------------------------------------------------------- ________________ ४८४ શ્રુત ઉપાસક રમણભાઈ વિદ્વાન પ્રતિભાને ઉચિત આદરાંજલિ - I તરુ કજારિયા ડૉ. રમણલાલ શાહ. આ નામ સાંભળતાં જ એક વિદ્વાન પણ વિદ્વતાનો ભાર લઈને ફરનારા નહીં તેવા એક સજ્જનની છબી મન સમક્ષ ઊપસી આવે. જૈન ધર્મ વિશે કાંઈ પણ પ્રશ્ન, પૃચ્છા કે અસમંજસ હોય તો સૌપ્રથમ રમણભાઈનું નામ યાદ આવે. ગયા વર્ષના ઓક્ટોબરની ૨૪ તારીખે રમણભાઈનું અવસાન થયું ત્યારે એમના હજારો વિદ્યાર્થીઓએ એક આત્મીય સ્વજન ગુમાવ્યાની લાગણી અનુભવેલી. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, જૈન ધર્મના સાધકો-આરાધકો અને સંશોધકોને પણ એક મોટી ખોટ રમણભાઈની વિદાય સાથે પડેલી. જૈન યુવક સંઘ સાથે ૪૩ વર્ષ સુધી સંકળાયેલા રહેલા. વિશ્વવિખ્યાત પર્ય પણ વ્યાખ્યાનમાળાનાં સતત ૩૩ વર્ષ સુધી તેઓ પ્રમુખ રહ્યા અને એકથી એક વિદ્વાન વક્તાઓનાં વક્તવ્ય શ્રોતાઓ સાંભળવા પામ્યા. “પ્રબુદ્ધ જીવન' પાક્ષિકના તેઓ ૩૩ વર્ષ સુધી તંત્રી રહેલા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૬નો અંક ડૉ. રમણલાલ શાહ સ્મરણાંજલિ વિશેષાંક તરીકે પ્રગટ થયો છે. એ અંકના ૧૪૦ લેખોમાં રમણભાઈ જેવી પ્રખર જ્ઞાની, શિક્ષણશાસ્ત્રી, સેવામૂર્તિ અને પરમ અનુકંપાશીલ વિભૂતિ વ્યક્તિનો વિવિધ દૃષ્ટિકોણથી પરિચય મળે છે. આ પૂરા અંકમાં ૧૩૫ જેટલી વ્યક્તિએ ડૉ. રમણલાલ શાહ સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં છે. આ લેખકોમાં સાહેબના વિદ્યાર્થીઓ, સાધુ-સાધ્વીઓ, પ્રાધ્યાપકો, ડૉક્ટરો, સાહિત્યકારો, આધ્યાત્મિક પંથના યાત્રીઓ અને તેમના મિત્રો તેમ જ સ્વજનો છે. પણ આ અંક લેખો વાંચતા રમણભાઈના વ્યક્તિત્વનાં અનેક ઉજ્જવળ પાસાંનો વાચકને પરિચય મળે છે. કેટલાક લોકો માટે આ પ્રોફેસર “હાઈલી ઈસ્પાયરિંગ વ્યક્તિ રહ્યા છે. તેમની અદ્વિતીય વિદ્વતાએ લોકોને અભિભુત કર્યા છે, તો તેમના નિર્મોહીપણાએ તેમને દંગ કરી દીધા છે. પોતાના અઢળક લખાણ ને પુસ્તકના કોપી રાઈટ્સ તેમણે ત્યાગી દીધા હતા અને એમાંથી પ્રેરણા લઈ અન્ય અનેક વિદ્વાન તેમને અનુસર્યા હતા. Page #545 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૪૮૫ જેન યુવક સંઘ અને પ્રબુદ્ધ જીવનને પોતાની પ્રજ્ઞા અને સમૃદ્ધ અનુભવનું ભાથું આપી ઉચ્ચ કક્ષાએ લઈ જવાનું કામ રમણભાઈએ કરેલું અને સમય આવતા સંઘના પ્રમુખપદથી ને “પ્રબુદ્ધ જીવન'ના તંત્રીપદેથી નિવૃત્તિ પણ લઈ લીધી. પ્રબુદ્ધ જીવન'ના વર્તમાન તંત્રી ધનવંતભાઈને થયો એવો સવાલ આ અંક પર નજર ફેરવતાં કોઈને પણ થાય. “સાહેબે આત્મકથા કેમ નહીં લખી?” આ અંકના આરંભે રમણભાઈનો લેખ “મારી જીવનયાત્રાનું શબ્દ-સંબલ' વાંચતાં અને તેમનાં જીવનસંગિની પ્રો. તારાબહેનનો આત્મીય કથન જેવો લેખ વાંચતાં એવી જ લાગણી પ્રબળપણે મને પણ અનુભવાઈ. રમણભાઈ એક અચ્છા કલાકાર પણ હતા અને સાહિત્ય અધ્યાત્મના માર્ગે ન આવ્યાં હોત તો કદાચ એક ઉત્તમ ચિત્રકાર પણ થયા હોત. તારાબહેન સાથેનું તેમનું દામ્પત્યજીવન એક પ્રગતિશીલ, સ્ત્રીસમાનતાના આગ્રહી, પ્રેમાળ અને પત્નીની પ્રતિભાનો ઉઘાડ કરવા ઉત્સુક પતિ તરીકે રમણભાઈને સ્થાપે છે, તો આવા વિદ્વાન, પરગજુ અને જાહેર જીવનના અગ્રણી હોવા છતાં પરિવારમાં કેવા હળવાશ અને હેતથી જીવતા તેનો ખ્યાલ તેમના ૧૩ વર્ષના પૌત્રના શબ્દોથી આવે છેઃ “મારા રોલ મોડેલ મારા ગ્રાન્ડફાધર રમણભાઈ. તેમણે હન્ડ્રડથી વધુ પુસ્તક લખ્યાં છે, તેઓ આખી દુનિયા ફર્યા છે. બધાને મદદ કરવા હંમેશાં તૈયાર રહે છે અને એમનામાં ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર ડૉ. રમણલાલ શાહના વ્યક્તિત્વના વિદ્યાભ્યાસી, અધ્યાત્મરંગી, કર્તવ્યનિષ્ઠ અને પારિવારિક પાસાંનો પરિચય કરાવતા આ વિશેષાંકમાં ક્યાંય રમણભાઈની એક પણ તસવીર નથી, પરંતુ વિવિધ લેખકની કલમમાંથી વહેતાં શબ્દ અને તેના ભાવ દ્વારા રમણભાઈની એક સમગ્રતયા-આંતરબાહ્ય-તસવીર વાચકની નજર સમક્ષ ઊઘડે છે. તંત્રી ધનવંત શાહના શબ્દ “સાહેબ-સુગંધનો કુવારો” સાર્થક કરતો વિશેષાંક (જન્મભૂમિ) * * * Page #546 -------------------------------------------------------------------------- ________________ ४८६ શ્રત ઉપાસક રમણભાઈ સ્વ. રમણભાઈ શાહ...એક વિરલ વ્યક્તિત્વ | ડૉ. શેખરચંદ્ર જેના (પ્રધાન સંપાદક “તીર્થકર વાણી') સરળ વ્યક્તિત્વ: સ્વ. ડૉ. રમણભાઈનું સ્મરણ કરતા કે નામોલ્લેખ કરતા જ એક એવા વિરલ વ્યક્તિત્વનું ચિત્ર ઉપસે છે જેના ચહેરા પર શાંતિચક્ર સ્પષ્ટ જોઈ શકાય છે. જેની આંખોમાં કરૂણા છે અને બીજાને પોતાના મમત્વથી આકર્ષવાની ભાવના છે. શરીરે મધ્યમ બાંધાના પણ હૃદયથી ઉચ્ચ ભાવનાવાળા રમણભાઈ ને જોતા જ એમની સાથે વાતો કરવાનું, તેમની મૈત્રી કેળવવાની ઈચ્છા થાય. જેનદર્શનની ભાષામાં કહું તો તેમની શુભ લેશ્યા સામાવાળાને પ્રભાવિત કરે જ. ગમે તેટલા મોટા પદ પર હોય, વિભાગ અધ્યક્ષ હોય, મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી હોય કે યુવક સંઘના પ્રમુખ હોય ક્યાંય પદનો અહમ્ નહિ. પદનો ભાર ઉપાડે પણ નિર્ભર રહીને. એવા હૃદયના સરળ, વાણીમાં મૃદુભાષી, નિરભિમાની શ્રી રમણભાઈને પ્રથમ જોઈને કોઈને કલ્પના પણ ન આવે કે તેઓ ગુજરાતી સાહિત્ય, જૈન સાહિત્ય અને જેન જગતનાં મૂર્ધન્ય વ્યક્તિત્વ છે. સરળ વેશભૂષા, મળતાપણાની ભાવના અને તેમનાં વાણી વર્તન સ્વભાવમાં નીતરતી સરળતા તેમના વ્યક્તિત્વની આગવી વિશિષ્ટતા હતી. શ્રી રમણભાઈ એક આદર્શ પતિ હતા. પૂ. તારાબેનની પ્રગતિમાં ક્યારેય અવરોધક બન્યા નથી. ઊલટું તેમની પ્રગતિની હંમેશા ખેવના રાખી છે. તેઓના લેખન-પ્રવચન ને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. એક વિદુષી મહિલા તરીકે તેમનું સન્માન કર્યું છે. એક પતિ તરીકે સરસ તક આપી છે. તેવી રીતે પોતાના બન્ને સંતાનોને યોગ્ય શિક્ષણની સાથે સંસ્કારનો વારસો આપ્યો છે. સમભાવી વિચારક : શ્રી રમણભાઈ ભલે જન્મે શ્વેતામ્બર મૂર્તિપૂજક હતા પણ તેમનામાં ક્યારેય સમ્પ્રદાયની સંકુચિતતા ન હતી. જૈન સંપ્રદાયની વાતથી આગળ વધીને તેઓ તો સર્વધર્મ સમભાવના સમર્થક હતા. તેઓની દૃષ્ટિ તો મધમાખી જેવી હતી જે ગમે તે ઉત્તમ ફૂલમાંથી રસ પ્રાપ્ત કરવાની ખેવના રાખે છે. તેમની દીર્ઘદૃષ્ટિ Page #547 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૪૮૭. તો એક સર્જનાત્મક સાહિત્યકાર, ધર્મનિષ્ઠ વ્યક્તિની હતી. એક કવિ-લેખકની જે ચિંતનદૃષ્ટિ હોય છે તે પ્રમાણે તેઓએ ધર્મનાં સિદ્ધાંતોનું મૂલ્યાંકન કર્યું છે. તેઓએ પોતાના લેખનના વિષયોમાં દિગંબર–શ્વેતામ્બર આચાર્ય-સાધુ ભગવંતોનાં ગ્રંથોનું તટસ્થ ભાવે મૂલ્યાંકન-સમીક્ષા કરી છે. તેઓ શ્વેતામ્બર-દિગંબર બંન્નેનાં આગમ ગ્રંથોનાં અભ્યાસી રહ્યા છે. ભક્તિભાવથી બન્નેના તીર્થો-મંદિરોની વંદના કરી છે અને જે જ્યાં ઉત્તમ લાગ્યું તેની પ્રસંશા પોતાના વિચારો વ્યક્ત કરીને કરી છે. કોઈપણ સંપ્રદાયનાં મહાન આચાર્ય હોય, તેમની કૃતિ હોય, સૈદ્ધાંતિક શાસ્ત્રો હોય, તેમાં રહેલ વિષયની સૈદ્ધાંતિક સમીક્ષા તટસ્થ ભાવે કરી છે. ક્યાંય કોઈ વિરોધ કે પૂર્વાગ્રહનહિ. અને આ બધા ગુણોને કારણે તેઓ શ્વેતામ્બર-દિગંબર સ્થાનકવાસી બધા સંપ્રદાયોમાં આદરણીય બન્યા હતા. પંથવાદથી મુક્ત ગગન વિહારી હતા. તેઓ પર્યુષણ વ્યાખ્યાન માળામાં પંથ-ધર્મથી ઉપર ગમે તે ધર્મ-પંથનાં સાધુ-વિદ્વાન-ચિંતકોને આમંત્રિત કરતા હતા. હકીકતે તેમના આ સમન્વયવાદી દૃષ્ટિકોણથી પર્યુષણ વ્યાખ્યાનમાળા-હકીકતે ધર્મ સિદ્ધાંત, ધર્મની પરસ્પર ભાવનાનો પરિચય આપનારી સંસ્કાર વ્યાખ્યાનમાળા બની રહેતી. મને લાગે છે કે આ પ્રયાસ પરસ્પર પ્રીતિ સન્માન માટે વિશાળ મંચ ગણી શકાય. તેઓ એક માત્ર ફૂલ ને પ્રેમ કરવા કરતા વિવિધ ફૂલોથી સજાવેલ ગુલદસ્તાને વધુ પ્રેમ કરતા હતાં. શ્રેષ્ઠ અધ્યાપક : ડૉ. રમણભાઈ એટલે ગુજરાતી સાહિત્યમાં સફળ અધ્યાપક. તેઓ મુંબઈની કૉલેજ અને પછી યુનિવર્સિટીમાં ગુજરાતી સાહિત્યનાં અધ્યાપક રહ્યા. ગુજરાતી લેખન સાહિત્ય ને વધુ ફળદ્રુપ બનાવવામાં તેમનો મોટો ફાળો ગણાય. પ્રાચીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યને તેઓ કુશળતાથી મુલવીને સેતુ સ્વરૂપ મૂલ્યાંકન કરતા. તેઓએ ગુજરાતી ભાષા-સાહિત્યના વિવિધ વિષયો ઉપર સંશોધન કાર્ય કરાવીને ગુજરાતી ભાષાની મહાન સેવા કરી છે. તેઓએ પોતે નળદમયંતીની કથા' પર મુંબઈ યુનિ.માં મહાનિબંધ લખી પી.એચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી અનેક ગુજરાતી સાહિત્યકારો, સમીક્ષકો, કવિ-લેખક તેમના આપ્તજન રહ્યા છે. ગુજરાતી સાહિત્યના વિવિધ ગ્રંથોની સમીક્ષા ખુબ જ પ્રસિદ્ધ રહી છે. ગુજરાતી ભાષામાં તેમનો પ્રવાસ સાહિત્ય ઉચ્ચકક્ષાનું સીમા ચિન્હ રૂપે ગણાય છે. આપણને પણ તેઓ જાણે પ્રવાસમાં સાથે જોડી લે છે તે જ તેમની લેખક Page #548 -------------------------------------------------------------------------- ________________ ४८८ શ્રત ઉપાસક રમણભાઈ તરીકે સિદ્ધિ છે. તેઓ આપણને પાસપોર્ટની પાંખે સૈર કરાવી શકે છે. ઉત્તમ લેખક : તેઓએ જેમ ગુજરાતી સાહિત્યમાં સંશોધનાત્મક લેખો–સમીક્ષા લખી છે તેવી જ રીતે જૈન સાહિત્ય વિપુલ માત્રામાં લખ્યું છે. જેમાં જિનતત્ત્વના અનેક ભાગો, સામત સહ ચિંતન, જૈન સાહિત્ય સમારોહના ગુચ્છોનું સંપાદન, બેરરથી બ્રિગેડિયર, પ્રભાવક સ્થવિરો વગેરે મુખ્ય છે. તદુપરાંત સ્વ. ચીમનલાલ ચકુભાઈનાં અવસાન પછી “પ્રબુદ્ધ જીવન'ને પોતાના સાહિત્ય અભિગમથી અનેરી સમન્વયાત્મક દૃષ્ટિ અને સાહિત્યથી જે નવી ઊંચાઈ આપી છે તે સહુની સમક્ષ છે જ. પ્રબુદ્ધ જીવનમાં તેમની કળાના અમી સતત ઝરતા રહ્યા છે. આવા પ્રબુદ્ધની ભાષા, ભાવના, વિચાર પ્રબુદ્ધ જીવનને પ્રાપ્ત થયા હતા. સમાજ-ધર્મ સેવી : મુરબ્બી શ્રી રમણભાઈ બહુમુખી પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતા. તેઓ જેટલા ઊંડા પોતાના અભ્યાસમાં હતા, અધ્યાપનમાં હતા તેટલા જ ઊંડા સમાજ સેવા સમાજની ઉન્નતિ, ધર્મની પ્રભાવના વધારવા તથા યુવાઓમાં જૈન સંસ્કાર વિકસિત થાય તે હેતુથી કરતા. તે કોઈ પદ કે નામના માટે નહિં. તેઓ ભારત પ્રસિદ્ધ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં મંત્રી પદે રહ્યા અને ત્યાં પણ પદની પ્રતિષ્ઠા કરતા વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોને લૌકિકજ્ઞાન સાથે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત થાય, માત્ર ક્રિયાઓ પુરતું નહિં પણ ધર્મની ફિલસુફીને સમજીને સારા શ્રાવક બને તેવી તેમની ભાવના હકીકતે સમાજ સેવા જ કહેવાય. જૈન સમાજ સંગઠિત બને તેમાં એકતા સ્થપાય, રૂઢિઓ કે કુરીતિઓ દૂર થાય તેની તેઓ ખેવના રાખતા. તેઓ એવા પ્રકાશિત દીપક હતા જેના અજવાળામાં સમાજ માર્ગ શોધી શકતો.તેઓ નિયમિત દર્શન-પૂજા કરતા. પર્યુષણ જેવા દિવસોમાં પૂર્ણ જૈન ચરણનું પાલન કરતા. વિવિધ જૈન તહેવારો વગેરે દ્વારા ધર્મના પ્રચાર-પ્રસારમાં અગ્રેસર રહેતા. તેઓ દર્શન-પૂજન કરી આત્માને વધુ સરળ-કરૂણામય બનાવી શક્યા. તીર્થ વંદના, ગુરૂ દર્શન કરી ધર્મ ભાવનાને વધુ દઢ બનાવી શક્યા હતા. આવા તીર્થવંદના, ગુરુદર્શન સમયે તેઓ પંથથી ઉપર ઊઠી જ્યાં પણ જ્ઞાન મળે તેવા સંતોના દર્શન કરી આનંદ અનુભવતા. શ્રી રમણભાઈની પ્રેરણાથી તેઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તત્ત્વાવધાનમાં લગભગ દર વર્ષે વિવિધ સ્થળોએ સવિશેષ તીર્થ ક્ષેત્રો ઉપર જેનધર્મ-સિદ્ધાંત Page #549 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૮૯ વિષયક ગોષ્ઠિ રાખતા જ્યાં વિવિધ વિદ્વાનો પોતાના વિચારો પ્રસ્તુત કરી વિષયની છણાવટ કરતા. આ રીતે તેઓ જૈન ધર્મની સિદ્ધાંતની છણાવટ પણ કરાવતા અને સહુને તીર્થ વંદનાનો લાભ અપાવતા. આવી ગોષ્ઠિ-સેમીનારનાં નિબંધો પ્રકાશિત કરાવી તેઓ ધર્મ-પ્રકાશનનાં સહયોગી બનતા. એમ કહી શકાય કે ધર્મની બાબતમાં, તપસ્યાનાં સંદર્ભે તેઓ ગૃહસ્થ સાધુ હતા. માત્ર તેઓએ દીક્ષા નહોતી લીધી બાકી સંપૂર્ણ સંયમનાં ધા૨ક અને પાલક હતા. વિશ્વ પ્રવાસી : મુરબ્બી શ્રી રમણભાઈએ ભારતમાં જ નહીં યુરોપ-આફ્રિકા અને અમેરિકાની ધરતી પર જઈ જૈનધર્મના પ્રચાર-પ્રસારનો ડંકો વગાડ્યો હતો. તેઓના પ્રવચન બધા દેશોના જેન સેન્ટરો, યુનિવર્સિટીઓ વગેરેમાં યોજાયા હતા. તેઓ અનેક વખત પરદેશ ગયા પણ ત્યાંની ઘેલછામાં લપટાયા નહિં-ખાન-પાન-વ્યવહારમાં હંમેશા સંયમી રહ્યા. આ પ્રવાસની સ્મૃતિ રૂપે ‘પાસપોર્ટની પાંખે' પુસ્તકમાં તેમની સ્થાયી યાદગીરી સચવાઈ છે. જે માત્ર તેમના અનુભવનું ભાતું નથી પણ ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ-સાહિત્યની ઉત્તમ કૃતિ બની છે. પરદેશમાં પણ તેઓએ સવિશેષ યુવાનોને સંસ્કારિત કરવામાં ફાળો આપ્યો છે. ઉત્તમ વહીવટકર્તા : શ્રી રમણભાઈ સરળ વ્યક્તિત્વ ધરાવનાર, સહૃદયી હતા પણ વહીવટમાં પૂર્ણ ચીવટ રાખનાર હતા. તેઓને કડક ન કહેવાય પણ નિયમની ચુસ્તતામાં ખુબ જ માનનારા હતા. અહિંસક જૈન રમણભાઈએ મિલિટ્રી તાલીમ લઈ એન.સી.સી.નાં કમાંડર રહી મેજર સુધીની રેંક પ્રાપ્ત કરી હતી અને આ મિલિટ્રીની શિસ્ત તેમના દરેક કાર્યમાં દેખાતી હતી. એ જુદી વાત છે કે મિલીટ્રીની શિસ્તમાં સહૃદયતા ઉમેરી તેઓએ તેને પણ લોકગમ્ય બનાવી હતી. માટે જ કામ કરાવીને પણ તેઓ પ્રેમ-સન્માન પ્રાપ્ત કરતા. આંફિસર તરીકે પણ તેઓએ સન્માન પ્રાપ્ત કર્યું હતું. એવી જ રીતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં વહીવટમાં પારદર્શિતા રહે, વિદ્યાર્થીઓમાં શિસ્ત રહે તેનું ખૂબ જ ધ્યાન રાખતા. વિદ્યાર્થીઓને ઉત્તમ ભોજન, નિવાસ, રમત-ગમતની સગવડ મળે તેની સાથે તેઓ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરે. શિસ્તમાં રહે તેની કાળજી રાખતા. તેઓ માતાની જેમ તેમને વાત્સલ્ય આપતા તો પિતાની જેમ કડક શિસ્તમાં પણ રાખી શકતા, Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ કૉલેજ કે યુનિ.માં હેડ હોવા છતાં સાથી અધ્યાપકોને ભાઈ તરીકે પ્રેમ આપતા. પોતે જ અધ્યાપનમાં એટલા ચુસ્ત હતા કે બીજા કોઈ કર્મચારી ન કરી શકે. મુંબઈ યુવક સંઘ કે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેઓએ સમયની જે રીતે સમયબદ્ધતા જાળવી તે અનુકરણીય અને અનુમોદનીય છે. સમયસર કાર્યક્રમ શરૂ થવો જ જોઇએ. તેના તે દૃઢ આગ્રહી. અને તેને કારણે જ પ્રવચન શરૂ થવાના અડધો કલાક પહેલા લોકો પોતાની બેઠકે ગોઠવાઈ જતા અને પૂર્ણ શાંતિ-શિસ્તમાં પ્રવચનનો આનંદ પ્રાપ્ત કરતા. ૪૯૦ જનકલ્યાણની ભાવના : જનકલ્યાણની ભાવના તેમના જીવનમાં વિશેષ મહત્તવપૂર્ણ હતી. સમાજ સેવા, જનસેવામાં લાગેલી સંસ્થાઓ પગભર બને, જનકલ્યાણમાં આર્થિક ભીંસ ન અનુભવે માટે પર્યુષણ વખતે કોઈ એક સંસ્થાને આર્થિક મદદરૂપ થવા અપીલ કરી વિશેષ દાન અપાવી પગભર બનાવવાનું કાર્ય કરતા હતા. આવી રીતે અનેક સંસ્થાઓએ તેમના આ ભગીરથ કાર્યથી પગભર બની છે. કદાચ તેઓ દેશના આવા પ્રથમ પ્રણેતા હતા. મારા ગુરુ, મિત્ર અને માર્ગદર્શક : સ્વ. ડૉ. રમણભાઈનું નામ સ્મરણ કરતા ૩૪ વર્ષ જુનો કાલખંડ વર્તમાન બનીને ઉભરી આવે છે. લગભગ ૧૯૭૩-૭૪ની વાત હશે, તે વખતે હું ભાવનગરની કૉલેજમાં પ્રાધ્યાપક અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં માનદ્ ગૃહપતિ હતો. તેઓ વિદ્યાલય સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. એક વખત તેઓ ભાવનગર પધાર્યા, વિદ્યાલયમાં રહ્યા અને મારો પરિચય થયો. મને પણ લખવા-વાંચવાનો શોખ અને તેઓ તો હતા મોટા સાક્ષ૨. તેઓએ મારા લેખન કાર્યમાં વધારે રુચિ બતાવી. પહેલી જ મુલાકાતમાં મારા ઉપર એવી છાપ પડી કે તેઓ અતિ નિખાલસ, સરળ પ્રકૃતિના અને વિદ્યા વ્યાસંગી છે. તેઓએ મારી પ્રકાશિત એક-બે કૃતિઓ જોઈ અને મને સલાહ આપી કે હું જૈન સાહિત્યમાં વધુ ને વધુ અભ્યાસ કરી લેખન કાર્ય કરું. અને તેઓએ મને ૧૯૭૪માં મુંબઈ યુવક સંઘ દ્વારા ચાલતી પ્રવચન માળામાં વક્તા તરીકે આમંત્રિત કર્યા. યુવક સંઘની આ વ્યાખ્યાનમાળા એટલે ભારતમાં સર્વાધિક પ્રસિદ્ધ અને જ્ઞાનગંગાને પ્રવાહિત કરનાર વ્યાખ્યાનમાળા તરીકે પંકાયેલી હતી. આ વ્યાખ્યાનમાળામાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીયકક્ષાના વિદ્વાનો આમંત્રિત થતા. આવી વિશાળ અને Page #551 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૪૯૧. મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાનમાળામાં મને આમંત્રણ મળતા અપાર આનંદ થયો અને હું પણ લગભગ એક મહિના સુધી મારું વક્તવ્ય તૈયાર કરી, ટેપમાં સાંભળી, સમય વગેરેનું ધ્યાન રાખી તૈયાર થઈને ગયો. પહેલી વખત આટલા મોટા સાક્ષર મંચ ઉપર પ્રબુદ્ધ શ્રોતાઓની વચ્ચે બોલવાનો પ્રથમ અવસર હતો. થોડીક મુંઝવણ હતી, પણ શ્રી રમણભાઈ શાહે પરિચય આપતી વખતે એવી રીતે પ્રસ્તુત કર્યા કે કોઈ સંકોચ રહ્યો નહીં અને પ્રથમ વ્યાખ્યાન જ ખૂબ જ સારી રીતે વખાણાયું. આનંદ તો એ વાતનો હતો કે જે વ્યાખ્યાન માળામાં કોઈ વક્તાને સળંગ એક-બે વખતથી વધુ બોલાવતા નથી કે બોલાવવાની સંભાવના રહેતી નથી તેમાં મને સળંગ-૭-૮ વર્ષ સુધી તેઓએ આમંત્રિત કર્યો. વાસ્તવમાં તો હું જ્યારે જ્યારે પણ વ્યાખ્યાન આપવા ગયો ત્યારે એમ માનીને જ ગયો કે હું કંઈક શીખવા જઈ રહ્યો છું. અને મુરબ્બી રમણભાઈનો સ્નેહ અને તારાબહેનનો વાત્સલ્ય મને સતત પ્રેરણા આપતા રહ્યા અને હું અધ્યયન તરફ વધારે રૂચિ લેવા માંડ્યો. આ પ્રવચનોના સંગ્રહરૂપે મારા ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત થયા. તેમની પ્રેરણા અને સહયોગથી મને ૧૯૮૯-૯૦માં લંડન, ૧૯૯૨માં પૂર્વ આફ્રિકા અને પછી ૧૯૯૪ તી સતત અમેરિકામાં પ્રવચન આપવાનો લાભ મળતો રહ્યો. દર વર્ષે જ્યારે હું પાછો ફરું ત્યારે રમણભાઈનો આશીર્વાદ નિરંતર મળે જ. મેં જ્યારે “તીર્થકર વાણી' માસિક પત્રનો પ્રારંભ કર્યો અને જ્યારે મેં ઘોષણા કરી કે આ પત્રિકા જૈનોના સંપ્રદાયોની સંકુચિતતાતી મુક્ત રહેશે અને તેમાં હિન્દી-ગુજરાતી-અંગ્રેજી ત્રણેય ભાષાઓના લેખોનો સમાવેશ કરવામાં આવશે ત્યારે તેઓએ વર્તમાન યુગમાં જૈન પત્રિકાઓની સ્થિતિ ઉપર ચર્ચા કરી, મને પરિસ્થિતિથી વાકેફ કર્યા, પણ સફળતાના આશીર્વાદ પણ આપ્યા. તેઓએ કહ્યું મારા ગમે તે લેખને તમે મારી કોઈપણ અનુમતિ વગર પ્રકાશિત કરવા સ્વતંત્ર છો.' અને વાસ્તવમાં તેઓ આ પત્રિકાની પ્રગતિથી, તેના લેખોથી સંતુષ્ટ રહ્યા અને તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ આશીર્વાદ સ્વરૂપે તેમના સૂચનો આપતા રહ્યા. મેં જ્યારે અમદાવાદમાં “સમન્વય ધ્યાન સાધના કેન્દ્ર દ્વારા શ્રી આશાપુરામાં જૈન ચેરીટેબલ હૉસ્પિટલનો પ્રારંભ કર્યો અને તેનું સાહિત્ય, રૂપરેખા, કાર્ય વગેરેની જાણ કરી ત્યારે તેઓએ મને આશીર્વાદ તો આપ્યા પણ આર્થિક મુશ્કેલીઓ કેવી નડી શકે તેનો પણ ખ્યાલ આપ્યો. મને દાનવીરો પાસેથી દાન Page #552 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ શ્રુત ઉપાસક રમણભાઈ પ્રાપ્ત થાય તેમાં તેમની રૂચિ હતી. છ-સાત વર્ષ દરમ્યાન મેં હૉસ્પિટલની જે પ્રગતિ કરી તેનો અહેવાલ વાંચીને તેઓએ એવો તો સંતોષ વ્યક્ત કર્યો જાણે એમના સ્વજનને કોઈ સફળતા મળી હોય. છેલ્લે છેલ્લે તેઓની ભાવના હતી કે મુંબઈ જેન યુવક સંઘ જેમ દર વર્ષે કોઈ ને કોઈ સ્વાભાવી સંસ્થા માટે આર્થિક મદદ કરાવે છે તેમ આ સંસ્થાને પણ એક વખત મદદ મળે અને સંસ્થા પગભર થાય તેવી તેમની ભાવના હતી. છેલ્લે મેં જ્યારે તેમને પત્ર લખ્યો અને ફોન ઉપર વાત કરી ત્યારે તેમણે મને કહ્યું કે તમે જેન યુવક સંઘને લખો અને તેમના મંત્રી વગેરે ધ્યાન આપશે અને હું પણ ભલામણ કરીશ. તેમના ધર્મપત્ની પૂ. ડૉ. તારાબેન એટલા જ વાત્સલ્યમયી, મમતામયી છે. તેઓનું વાત્સલ્ય મને મળતું જ રહ્યું છે. રમણભાઈની જેમ તેઓ પણ મારી પ્રગતિથી સંતોષ વ્યક્ત કરતા તે મારા માટે અમૂલ્ય નિધિ જેવું છે. અત્યારે તેઓ ભલે સદેહ આપણી વચ્ચે નથી પરંતુ તેમના સત્કાર્યોની સુવાસનો અનુભવ આપણે સહુ કરી શકીએ છીએ અને તેમણે વાવેલા વૃક્ષને આપણે એવી રીતે ઊછેરીએ કે છાંયડે સહુને શાંતિ પ્રાપ્ત. તો જ આપણે તેમના સાચા પ્રશંસક કહેવાઈએ. * * जयं चरे जयं चिठे जयमासे जयं सए । जयं भुंजंतो भासंतो पावं कम्मं न बंधई ।। (વસવૈઋતિ. 4-31) Walk carefully, stand carefully, sit carefully, sleep carefully, eat carefully, and speak carefully so that no sinful act is committed. ___ यतना (जागरूकता) पूर्वक चलनेवाला, यतनापूर्वक खड़ा होनेवाला, यतनापूर्वक बैठनेवाला, यतनापूर्वक सोनेवाला, यतनापूर्वक भोजन करनेवाला और यतनापूर्वक बोलनेवाला पाप-कर्म का बंधन नहीं करता । જયa (યતના) પૂર્વક ચાલવું, જયાપૂર્વક ઊભા રહેવું, જયણાપૂર્વક બેસવું, જયણાપૂર્વક સૂઈ જવું, જયણાપૂર્વક ખાવું અને જયણાપૂર્વક બોલવું – એમ કરનાર પાપકર્મ બાંધતો નથી. |રમણલાલ ચી. શાહ (જિન-વચનમાંથી) Page #553 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૯૭ રમણભાઈ – સદાય પરિચિત |રમણભાઈ હ. ભોકલવા સૌ પ્રથમવાર પ્રોફેસર રમણભાઈ સી. શાહને સેવામંડળ મેઘરજ સંસ્થાના કામ માટે મુ. શ્રી વલ્લભભાઈ દોષી (મોટાભાઈ) સાથે મુંબઈમાં મળવાનું થયું ત્યારે મેં કીધું કે, “હું સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું.” આટલી મારી ઓળખાણ સાંભળીને કૉલેજના તેઓશ્રીના ઓળખીતા અધ્યાપકો વિશે ઘણી જ આત્મીયતાથી વાતો થઈ જ્યારે જ્યારે મુંબઈ આવવાનું થાય ત્યારે અવશ્ય મળવાનું થાય અને કસાણાથી મુંબઈ આવવાનો થાક એમના પ્રેમભર્યા વ્યવહારથી સંપૂર્ણ ઊતરી જતો. અમારી સંસ્થાને જ્યારે રૂપિયા ૧૬,૨૨,૦૦૦ મુંબઈ જૈન યુવક સંઘ તરફથી મળ્યા એ પહેલાંની તેમના ટ્રસ્ટીઓ સાથેની અમારી મુલાકાતમાં જે પ્રેમપૂર્વક અમને બધાને નાસ્તાપાણી તથા ભાવ બંનેએ જે બતાવ્યો છે. તે આજે પણ યાદ કરતાં ધન્ય ઘડી અમારી જીવનમાં હતી તેમ લાગે છે. હું એક પછાત લાલ ધોલેરા વિસ્તારનો ભરવાડનો છોકરો! અને આટલો બધો પ્રેમ મળશે તેવી કલ્પના જ કરી ન હતી. મુંબઈથી બધા કસાણા આવ્યા તેમની સાથે હું અમદાવાદથી કસાણા આવ્યો અને અમારી સંસ્થામાં સાંજે લાઈટ પણ નહિ. અને તેઓએ જે “ફાવશે, ચાલશે અને ભાવશે'નું સૂત્ર હસતાં હસતાં શીખવ્યું તેથી યજમાન તરીકેની અમારી ઊણપોની ગ્લાનિ દૂર થઈ. મું શ્રી વલ્લભકાકા બધાને કીધા કરતાં કે, મુંબઈ જૈન યુવક સંઘે આપણને જે માતબર રકમ આપી તેના નિમિત્ત રમણભાઈ ભોકલવા છે તેથી મને મારી સંસ્થામાં મુંબઈ જેન યુવક સંઘના લીધે ઘણું માન મળ્યું. મારા ગુરુજી તથા સંત-સખા શ્રી રમણલાલ સી. શાહ લક્ઝરી બસ ભરીને મુંબઈના મિત્રોને લઈને આવે ત્યારે મને એટલો બધો આનંદ થયો કે, મારી ભૂખ જ મરી ગઈ. ખાવાનું પણ તે દિવસે ભૂલી ગયો. શબરી-રામ મિલનમાં શબરી જેવી સ્થિતિનો મેં અનુભવ કર્યો. રાત્રિ કાર્યક્રમમાં તેઓ બેઠા અને વિદ્યાર્થીઓની રમઝટ નિહાળી અને માથામાં Page #554 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ શ્રુત ઉપાસક રમણભાઈ તત્કાળ મુંડન કરેલા ગાંધીના પાત્રમાં મને નિહાળ્યો તેથી ઘણાં જ આનંદિત થયા. મને ધન્યવાદ આપ્યા. અવાર-નવાર પત્રોથી પ્રેમ-હૂંફ ચાલુ રહી. અમદાવાદમાં આવે તો પણ કાર્યક્રમની જાણ કરે. વડોદરામાં બીજે વરસે નવનીતભાઈ શાહની સંસ્થા “મંગલભારતી' ગોલાગામડીમાં ચેક અર્પણના કાર્યક્રમમાં બોલાવ્યો અને કીધું કે, તમારે જ્યારે જ્યારે ગુજરાતમાં મુંબઈ જૈન યુવક સંઘનો આ દાન અર્પણનો કાર્યક્રમ હોય તો અવશ્ય કાયમી આમંત્રણ તરીકે હાજરી આપવી. તેમના સાહિત્યનો લાભ અમને પુસ્તકો આપીને કાયમ માટે આપ્યા જ કરતા હતા. જેના સાનિધ્યમાં અમે કાયમ રહીશું. તેમનો આત્મા જ્યાં હશે ત્યાંથી અમને અમારા ગરીબો પ્રત્યેના સત્કાર્યોમાં અવિરત પ્રેરણા આપતો રહેશે. મુ. તારાબહેનની પ્રભુ તબિયત સારી રાખે. મુ. સ્વ. રમણભાઈના કાર્યોની જ્યોત તેઓ અત્યારે પણ વિચારોથી જલાવી રહ્યા છે. તેથી હું ઘણો જ આનંદ અનુભવું છું. અમારી સંસ્થા વતી સ્વર્ગસ્થ આત્માને વારંવાર વંદન કરું . दिठे मियं असंदिद्धं पडिपुण्णं वियं जियं । अयंपिर-मणुब्बिग्गं भासं निसिर अत्तवं ।। (સર્વાનિ. 8-48) A person with self-control should speak exactly what he has seen. His speech should be to the point, unambiguous, clear, natural, free from prattle and causing no anxiety to others. आत्मार्थी दृष्ट का यथार्थ कथन करनेवाली, परिमित, असंदिग्ध. प्रतिपूर्ण, स्पष्ट, सहज, वाचालता रहित, और अन्य को उद्वेग करनेवाली भाषा बोले । આત્માર્થીએ દષ્ટ વાતનું યથાર્થ નિરૂપણ કરતી, પરિમિત, અસંદિગ્ધ, પ્રતિપૂર્ણ, સ્પષ્ટ, સહજ, વાચાળતારહિત અને બીજાને ઉગ ન કરે એવી વાણી બોલવી જોઈએ. | રમણલાલ ચી. શાહ (“જિન-વચન'માંથી) Page #555 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૪૯૫ પરમ પૂજ્ય રમણકાકા 1 જયશ્રી દિનેશ દોશી પરમ પૂજ્ય રમણકાકા! એટલે એક ઉજ્જવળ નામ... એક પ્રસન્ન અસ્તિત્વ એક નખશીલ સજ્જનતા એક પ્રજ્ઞાવંત પ્રતિભા એક પ્રબુદ્ધ જીવન એક બહુશ્રુત શ્રાવક પિતાના મિત્ર હોવાને નાતે અને તેમના વાત્સલ્યપૂર્ણ સહવાસના કારણે વારંવાર જિંદગીના નાનાં-મોટાં ઊકેલો...આશીર્વાદો મળતાં જ રહયાં અને એમના પ્રત્યે એક પિતાતુલ્ય અહોભાવ વધતો જ ચાલ્યો..આજે પણ એ ક્ષણોનું સ્મરણ આંખ અને અંતરને ભીંજવે છે. એટલે જ પિતાતુલ્ય પરમ ઉપકારી પૂ. કાકાના ગુણોનું સંકીર્તન કર્યા વગર રહેવાતું નથી. જ્ઞાનમાર્ગના પ્રવાસી બનેલા પૂ. કાકાએ દાર્શનિક ગૂઢતત્ત્વસભર અનેક ગ્રંથો લખ્યાં છે. વિવેચનો કર્યા છે. તેમાંનો એક છેલ્લો દળદાર ગ્રંથ તે “જ્ઞાનસાર'.જેના મગ્નાષ્ટકના વ્યક્તિત્વમાં પણ પ્રતિબિંબિત થતી હોય તેવું લાગે છે ! ज्ञानमग्नस्य यच्छर्म तद्वस्तुं नैव शक्यते । નોને પ્રિયરન તન્વેન્દ્રનદ્ર: 1 2 || 6 || એમના જ આલેખાયેલાં ભાવો એમના જ શબ્દોમાં જાણીએ તો “પુગલાનંદની પ્રાપ્તિ માટે પાપારંભ કરવા પડે છે જે કર્મબંધમાં પરિણમે છે અને વિપાકોદય વખતે દુઃખ આપનારા નીવડે છે...... સંસારના ભૌતિક સુખો તત્ત્વસ્વરૂપની દૃષ્ટિએ દુઃખ જ છે. વસ્તુતઃ ભૌતિક સુખ એ દુઃખનો પ્રતિકાર છે'. સંસારમાં શ્રુતજ્ઞાનના આનંદની કે આત્મજ્ઞાનના આનંદની અનુભૂતિ કોઈક વિરલા ભાગ્યશાળીને હોય છે. જેમણે એવો અનુભવ કર્યો છે તેઓ પણ એને Page #556 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ શ્રત ઉપાસક રમણભાઈ શબ્દમાં વર્ણવી શકતા નથી. એટલે એ આનંદ કેવો છે તે જાણવા માટે જાતે જ અનુભવ કરવો પડે છે. રુચિ, શ્રદ્ધા અને પુરુષાર્થથી એવો અનુભવ થઈ શકે છે'... અને...જ્ઞાનયોગી એવા પૂ. કાકાની પણ રુચિ, શ્રદ્ધા અને પુરુષાર્થ જાણે આત્માના જ્ઞાનના પ્રવાસ રૂપે જ હતા! જીવનમાં જાણે જીવનને ઉમેરવાને માટે જ હતા!.. આ આત્મજ્ઞાનની સાથે વ્યવહારિકતા, મૈત્રીભાવ, પરોપકારવૃત્તિ પણ તેમનામાં એટલાં જ હતાં. કોઈપણ બાબતની પૃચ્છા કરીએ, સલાહ માગીએ તો ગમે તેવી ગંભીર બાબત પણ સરળતાથી–સાહજિકતાથી સમજાવે. ક્યારેય મોટપ બતાવવી નહીં અને સામાને નાનપ આપવી નહીં એવી વ્યવહારિક દક્ષતા તેમનામાં હતી. હંમેશાં હસતું જ મોંઢું હોય. મને વિચાર થાય છે પૂ. કાકા ક્યારેય કોઈને ગુસ્સે થયા હશે ખરાં? આવા ગુણાસભર ઘણાં પ્રસંગો છે પરંતુ જગ્યાના અભાવે એક, બે જણાવું છું ૪૨, રીજ રોડ, પૂરબ બિલ્ડીંગના કુટુંબીજનોએ, બાબુ પન્નાલાલ અમીચંદ દેરાસરના શતાબ્દિ વર્ષ નિમિત્તે તીર્થંકર પરમાત્મા શ્રી શામળિયાજી પાર્શ્વનાથ ભગવાન પાછળ ચાંદીની પિછવાઈનો લાભ લેવાનું વિચાર્યું. હવે સવાલ એ આવ્યો કે તેમાં વિષય કયો લેવો. જુદા જુદા મંતવ્યો આવ્યા. પરંતુ પૂ. કાકાએ આ સવાલ બહુ સરસ રીતે સુલઝાવી દીધો, જે આ રીતે છે... દેવો સમવસરણમાં અષ્ટપ્રાતિહાર્યની રચના કરે છે, તો એનાથી ઉત્તમ રચના આ જગતમાં કઈ હોઈ શકે? તમે પણ આવા ઉત્તમ ભાવોથી આવી રચના કરવાનો પ્રયત્ન કરો અને ઉત્તમ ફળને પામનારા બનો. વળી અહીં પરમાત્મા સિદ્ધસ્વરૂપે બિરાજમાન છે તો આવી રચનાથી પરમાત્માના અરિહંતસ્વરૂપની ઝાંખી થાય છે. તેઓશ્રીને મળવા આવેલા સર્વેના મગજમાં આ વાત બેસી ગઈ. અલબત્ત એ પહેલાં પ. પૂ.ગચ્છાધિપતિ આ. શ્રી જયઘોષસૂરિશ્વરજી વગેરે આચાર્ય ભગવંતોની પૂર્વ સંમતિની મહોર જરૂર હતી પણ આચાર્ય ભગવંતને પૂછવા બધા નહોતા આવેલા જ્યારે પૂ. કાકાએ પોતાનો ઘણો સમય આપીને તર્કબદ્ધ રીતે બધાને પ્રસન્નતા ઉપજે તેમ સમજાવ્યું. આજે એ પિછવાઈ બની પણ ગઈ છે અને પ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.ના શબ્દોમાં કહીએ તો “બોમ્બેમાં હજી સુધી આવી સુંદર પિછવાઈ જોઈ નથી.” આવી સ્મરણસંદૂકમાં એક બીજો પ્રસંગ પણ સળવળે છે. ત્રણ મહિના પહેલાં Page #557 -------------------------------------------------------------------------- ________________ ચૂત ઉપાસક રમણભાઈ ૪૯૭ (૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૫) જ શ્રી હિમ્મતમલજી બેડાવાલાની ગુણસંકીર્તનિકા બહાર પડી. તે પુસ્તકમાં પણ જે “ગુણસંકીર્તન સમિતિ' હતી તે સમિતિને પણ પૂ. કાકા તરફથી ઘણાં જ સુંદર સલાહ-સૂચનો મળેલાં. તદુપરાંત તેઓશ્રીએ પોતે પણ પ્રબુદ્ધ જીવનના ઓગસ્ટ ૨૦૦૫ના અંકમાં શ્રી હિમ્મતમલજી બેડાવાલાના ગુણ-સંકીર્તનનો પોતાનો અમૂલ્ય લેખ પણ છાપ્યો. કેવું ગુણાનુરાગીપણું! આપણને બધાને ખ્યાલ છે કે આવા ગુણાનુરાગના તો તેઓએ કેટલાંએ લેખો આપ્યા છે. પાછળથી પૂ. તારાકાકી પાસેથી જાણવા મળ્યું કે “શ્રી હિમ્મતમલજી ગુણ સંકીર્તન સમિતિને આપેલા સલાહ-સૂચનો વ્હીલચેરમાં બેસીને આપેલા અને તેમના ઉપર લખેલાં લેખ પણ પથારીમાં અડધું બેસીને, અડદું સૂતા સૂતા તેયાર કરેલો. માણસ એક નાની માંદગીમાં પણ બહાનું કાઢીને આરામ કરે જ્યારે પૂ. કાકાએ તો તેમની પોતાની તકલીફનો જરા પણ ખ્યાલ આવવા દીધા વગર, તરો-તાજગી સાથેનું લખાણ આપ્યું! અરે! એમણે તો જિંદગીના છેલ્લા દિવસ સુધી આ જ્ઞાનયજ્ઞ ચાલુ રાખેલો. માંદગીમાં પણ જ્ઞાનમગ્ન બનીને શરીરને ભૂલી ગયા. મારા એક ખાસ મિત્રએ જૈન ધર્મના કોઈ એક વિષય ઉપર પીએચ.ડી. કરવાની શરૂઆત કરી છે. તો તેમને અમુક વિષયો ઉપર સલાહ જોઈતી હતી તે બાબત મેં પૂ. કાકાને પૂછયું–તો ઘણાં બધા પુસ્તકોની યાદી મોઢે અને કઈ જગ્યાએ, કઈ લાયબ્રેરીમાં, કયા લેખકના પુસ્તકો લેવા તે બધું આ ઉંમરે પણ તેમના મગજમાં વ્યવસ્થિત રીતે અંકિત હતું! એ બાબત માટે એમને ક્ષણમાત્ર પણ વિચારવું ન પડ્યું. તેમના મગજનું કૉપ્યુટર જાણે જ્ઞાનમય જ હતું! અમારા પરમ ઉપકારી, કરુણાસાગર, અજાતશત્રુ, જેમના રોમેરોમમાં નવકારમંત્ર, જિનભક્તિ અને જીવમૈત્રી વણાયેલા હતા તેવા પ.પૂ.પન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ના પરમ તાત્ત્વિક વિચારો ઘણા નાના નાના પુસ્તકોમાં હતા. એમના એ બધાં પુસ્તકોને જુદા જુદા વિષયોના ગ્રંથ તરીકે પ્રકાશિત કરવાની સલાહ પ. પૂ. કાકાએ આપેલી. આજે એ ઘણાં વર્ષોથી મોટા ગ્રંથો તરીકે પ્રકાશિત થયા પણ છે અને ખૂબ જ કામમાં આવે છે. તેમાં પણ નૈલોક્યદીપક' એટલે નવકારમંત્રની એનસાયક્લોપેડીઆ. જે બાબત પૂ. કાકાના સૂચનથી અમલમાં મૂકાઈ. આવી તો ઘણી વાતો છે. એમનું દામ્પત્ય જીવન પણ એટલું જ સુંદર–પૂ. કાકીને પગના ઓપરેશનો તે બાદ તકલીફ અને પૂ. કાકા તેમનો હાથ પકડીને Page #558 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ શુત ઉપાસક ૨મણભાઈ પૂજા કરવા લઈ આવે...એ આનંદદાયક દશ્ય હજુ પણ યાદ કરવું ગમે છે. ખૂબ જ જ્ઞાની પણ વ્યવહારમાં ક્યાંય ચૂકે નહીં. નિરાભિમાન વિદ્વતા અને નિર્ભર અધ્યાતમિકતાના માર્ગે ચાલનાર પૂ. રમણકાકાના જવાથી આજે માત્ર એક રકમ નથી ભૂંસાઈ પરંતુ સેંકડો ગુણોનો સરવાળો ભૂંસાઈ ગયો છેતેઓ જીવનને પ્રસન્નતાપૂર્વક જીવવાનો એક સુંદર આદર્શ મૂકતા ગયા છે, જેમાંનો કંઈક અંશ પણ પામી શકાય એ જ ભાવ સાથે તેમને બે હાથ જોડીને અહોભાવસહ ભાવાંજલિ અર્પ છું. તેમના આત્માને શત શત પ્રણામ स-वक्कसुद्धिं समुपेहिया मुणी गिरं च दुळं परिवज्जए सया । मियं अदुळं अणुवीई भासए सयाण मज्झे लहई पसंसणं ।। (સવૈવિ . 7-55) Knowing fully well the importance of pure language a monk should always avoid evil language. Even while using such flawless language, he should speak only adequate and thoughtful words. Such monks are praised even by saints. वाक्यशुद्धि (भाषा की शुद्धि)को अच्छी तरह समझ कर मुनि दोषयुक्त वाणी का प्रयोग न करे । दोष रहित वाणी भी नपीतुली और सोचविचार कर बोलनेवाला मुनि, सत्पुरुषों में प्रशंसा को प्राप्त करता है । મુનિએ વાક્યશુદ્ધિ (ભાષાની શુદ્ધિ)ને બરાબર સારી રીતે સમજીને દુષ્ટ વાણીનો સદા ત્યાગ કરવો જોઈએ. દોષરહિત વાણી પણ માપસર અને વિચારીને બોલવી જોઈએ. આવું બોલનારા મુનિ સત્યરુષોની પ્રશંસા પામે છે. || રમણલાલ ચી. શાહ | (“જિન-વચન'માંથી) Page #559 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક રમણભાઈ ૪૯૯ સમસ્ત જૈન સંઘના લાડકવાયા-રમણભાઈ કેશવજી રૂપશી શાહ માનનિય, વંદનીય, પૂજનીય અમારા, આપણા અને સમસ્ત જૈન સંઘના લાડકવાયા ધર્માનુરાગી અને પુણ્યશાળી શ્રીમાન રમણલાલ ચીમનલાલ શાહનું તા. ૨૪-૧૦-૦૫ના રોજ વહેલી સવારે નિધન થયું અને પરમ શાંતિને પામ્યા. અમર કામ જ કરે જગતમાં, તે નર અમર ગણાય. આવી મહાન વિભૂતિને શ્રદ્ધાંજલિ અર્પવા માટે જે શબ્દો જોઈએ તે મારી પાસે નથી. ફક્ત મારી કાલી ઘેલી ભાષામાં હું મારા હૃદયના અતિ ઉંડાણથી તેમને વંદન કરી મારી કલમને ઉપાડું છું. સને ૧૯૭૪ માં શ્રમણ ભગવાન મહાવીરની ૨૫૦૦ મી જયંતી ઉજવવાના પાવન પ્રસંગે મોમ્બાસા જૈન શ્વેતામ્બર દેરાવાસી સંઘે તેમને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું અને તેઓ સ્વીકાર કરી મોમ્બાસા પધાર્યા, તારબહેન પણ સાથે હતા જ અને સંગીતકાર તરીકે જૈન સંઘના મહાન સંગીતકાર સ્વ. શ્રીમાન શાંતિલાલ શાહને પણ આમંત્રણથી બોલાવેલા. એ વખતે હું સંઘના પ્રમુખ હતો. તેમના કાર્યક્રમ, મોમ્બાસા, નાઈરોબી અને અન્ય સ્થળોએ પણ યોજાયેલ ત્યારની ઓળખાણથી આજસુધી અમારા સંબંધો બંધાયા પરંતુ દૂર દૂર હોવાના કારણે જ્યારે ભારત આવીએ ત્યારે જ મળી શકાય પરંતુ જ્યારે જ્યારે મળતા ત્યારે તેઓ કહેતા કે કેશુભાઈ, મોમ્બાસા જેવી વ્યાખ્યાન આપવાની મજા મને ક્યાંય નથી આવી. આવી મહાન વિભૂતિ આપણી વચ્ચેથી વિદાય લઈ ગઈ પરંતુ તેમના કરેલા શુભકાર્યો તો કાયમને માટે યાદગાર રહેશે, આવતા સમયમાં કોઈ વિદ્વાન લેખક જૈન સંઘનો ઈતિહાસ લખશે તો તેમનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. પંચોતેર વર્ષની ઉમરે જેઓશ્રી “અધ્યાત્મસાર” અને “જ્ઞાનસારના ગ્રંથોનો અનુવાદ અને ભાવાર્થ લખે તે કેટલી મહાન વાત છે. આવા ગ્રંથોના અનુવાદ કરતાં નાની સરખી પણ કોઈ ભૂલ રહી જાય તો “દોષને પાત્ર બની જવાય એ ન બને એટલા માટે એમણે કેટલી કાળજી રાખી હશે' એ વિચારવાનું છે. મુંબઈ જૈન યુવક સંઘ અને “પ્રબુદ્ધ જીવનના એઓ પાયાના પત્થર હતા. Page #560 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રુત ઉપાસક રમણભાઈ આ બંને સંસ્થાઓના વિકાસમાં તેમનો જે અમુલ્ય ફાળો છે તે આ સંસ્થાના ઈતિહાસમાં અમર રહી જશે. તેઓશ્રીની એ એક નેમ હતી કે તેઓ જે કામ હાથમાં લે તેને પુરેપુરા ખંતથી કાર્ય કરી તે કાર્યને પૂર્ણ કરે. હું તો હંમેશાં ‘પ્રબુદ્ધ જીવન' ક્યારે આવશે તેની રાહ જ જોતો હોઉં, તેમના લખાણથી હું એટલો બધો પ્રભાવિત થયો કે મારામાં પણ લેખ લખવાની શક્તિ આવી ગઈ. તેમના લેખો કોઈ જીવન ચરિત્ર રૂપે હોય કોઈ વ્યક્તિઓના જીવન વિશે હોય અથવા તો જૈન ધર્મના મુખ્ય મુખ્ય સુત્રોના સારાંશ હોય અને એ વાંચતા ઘણી બધી વ્યક્તિઓ એવી હોય જેને આ અંગનો પૂરો ખ્યાલ ન પણ હોય પરંતુ તે વાંચતા હોવાથી તેમાંથી ઘણું શીખવાનું મળતું એટલું જ નહીં પણ અમુક અમુક દૃષ્ટાંતો જીવનમાં ઉતારવા જેવા હતા. આવી મહાન વિભુતિના વિદાયથી જૈન યુવક સંઘ અને પ્રબુદ્ધ જીવને તો એક મહાન અભ્યાસી અને સાચા સેવાભાવી કાર્યક૨ ગુમાવ્યા પણ અમારા જેવા કેટલા બધા બિન અનુભવીને એમના લખાણથી જે માર્ગદર્શન મળતું એ હવે કોણ આપશે ? એમ કહેવાય છે કે સારા માણસોની જેમ આપણને જરૂર છે તેમ ઉ૫૨ પણ ક્યાંય જરૂર છે એટલે એમણે તો જે મહાન કાર્યો કર્યા છે તે મુજબ દેવગતિમાં ઉચ્ચ સ્થાન પામ્યા હશે.' તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેઓશ્રીના હૃદયમાં હરેક વ્યક્તિઓ પ્રત્યે જે પ્રેમભાવ હતો, આવેલ વ્યક્તિને કંઈક પીરસવું જેથી તેમના જીવનમાં લાભદાયી થાય એવી જે ઉચ્ચ ભાવના હતી તે તેમના જીવનમાંથી આપણે સૌએ વીણી લેવા જેવી છે. હૈયામાં સ્હેજ પણ કચવાટ દાખવ્યા વિના હસતે મુખડે સૌને પ્રેમ આપવો એ એમની વિશેષતા હતી. શ્રી રમણભાઈના જવાથી તારાબેનનો એક જમણો હાથ કપાઈ ગયો એમ કહી શકાય, તેમને જીવનમાં કદી ન પુરી શકાય એવી ખોટ આવી પડી છે, પરમાત્મા તેમને શક્તિ આપે, તેમના અધુરા રહેલા કાર્યો પુર્ણ કરવાની જવાબદારી પ્રેમપૂર્વક સંભાળે એવી અંતરની પ્રાર્થના. મનુષ્યના કાર્યમાં પત્ની અને બાળકોનો ફાળો ખુબ જ દાદ માગી લે છે. જો Page #561 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૫૦૧ તે ન હોય તો કોઈપણ માનવી ધારેલા કાર્યો પૂર્ણ કરી શકે કે કેમ? એ રીતે જોતા તારાબેન, ચિ. અમિતાભ અને ચિ. શૈલજાનો સાથ અને સહકાર પ્રશંસાને પાત્ર છે. આપણે સૌ મહ્મશ્રીના કુટુંબીજનોને આજે તેઓએ તેમના કુટુંબનો એક મોભી, સલાહકાર, જરૂર પડ્યે માર્ગદર્શન આપનાર મહાન આત્માને ગુમાવ્યો છે તે સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ અર્પે એ જ અંતરની પ્રાર્થના. साहू अगुणेहिं 5 साहू गेण्हाहि साहूगुण मुंच ऽ साहू । वियाणिया अप्पगमप्पएणं जो रागदोसेहिं समो स पुज्जो । (સતિ . 9 (3) -11) A Person becomes a monk by virtues and a nonmonk by vices. Therefore, develop all the virtues and be free from all the vices. Know your self through the Self. He who maintains equanimity in all the matters of attachment and hatred becomes worthy of respect. गुणों से साधु होता है और अगुणों से असाधु । इस लिए साधु-गुणों को (साधुता को) ग्रहण करो और असाधु-गुणों (असाधुता) का त्याग करो । आत्मा को आत्मा से जान कर जो राग और द्वेष में समभाव धारण करता है, वह पूजनीय हो जाता है । ગુણોથી સાધુ થવાય છે અને અવગુણોથી અસાધુ થવાય છે, માટે સાધુગુણોને (સાધુતાને) ગ્રહણ કરો અને અસાધુગુણોનો (અસાધુતાનો) ત્યાગ કરો. આત્માને આત્મા વડે જાણીને જે રાગ તથા ટ્રેષમાં સમભાવ ધારણ કરે છે તે પૂજનીય બને છે. |રમણલાલ ચી. શાહ (“જિન-વચનમાંથી) Page #562 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ શ્રુત ઉપાસક રમણભાઈ શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ અને રમણભાઈ | પ્રધુમનભાઈભાંખરીયા અને ગૌતમભાઈ એ. શાહ શ્રી રમણભાઈએ આ મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે ઘણાં વર્ષો સુધી યશસ્વી અને કિંમતી સેવા અર્પલ છે. આ મંડળની સ્થાપના યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ આજથી નવ દાયકા પહેલાં કરી હતી. મંડળનું મુખ્ય ધ્યેય સૂરીશ્વરજીએ લખેલ ૧૦૮ ગ્રન્થોનું પ્રકાશન અને તેમના સાહિત્યનો પ્રચાર કરવાનું હતું, જે સૂરીશ્વરજીના વિદ્વાન સામાજીક ભક્તો-કાર્યકરોએ ઉપાડી લીધું હતું. વીજાપુર, મહુડી, પાદરાના મુખ્ય સ્થાનોથી આ કાર્ય વેગપૂર્વક ચાલી રહ્યું હતું. પાદરા નિવાસી શ્રી રમણભાઈનું કુટુંબ પણ સુરીશ્વરજીનું ભક્ત હતું. શ્રી રમણભાઈ આ સંસ્થામાં સંવત ૧૯૬૩ ની સાલમાં માનદ્ મંત્રી તરીકે જોડાયા અને તેમણે આ કાર્ય ઘણી ચીવટપૂર્વક સંભાળી લીધું. શ્રી મનસુખલાલ તારાચંદ, મણીલાલ પાદરાકર, લલ્લુભાઈ કરમચંદ દલાલ અને ભાંખરીઆ પોપટલાલ જેવા વિદ્વાન સાહિત્યકારો અને કાર્યકરોના સાથ અને સહકાર સાથે ગ્રન્થોનું પનર્મુદ્રણ અને પ્રચારનું કાર્ય સરસ રીતે ઉપાડી લીધું અને સંવત ૧૯૭૪ ની સાલમાં શ્રી રમણભાઈએ આ મંડળના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકેની જવાબદારી ભર્યો હોદ્દો સ્વીકાર્યો, જે તેમણે દીર્ધકાળ સુધી કુશળતાપૂર્વક સંભાળ્યો. ૭૦ વર્ષે તેમણે પ્રમુખનો હોદ્દો છોડવાનો આગ્રહ રાખ્યો. પણ અમને તે મંજુર નહોતું. બુદ્ધિસાગર સૂરીશ્વરજીની વર્ષોવર્ષ ઉજવાતી જયંતિના પ્રસંગે વિદ્વાન સાહિત્યકાર સાક્ષરોને નિમંત્રણ આપતા અને સૂરીશ્વરજીના આચાર્ય સાધુ-સમુદાયની નિશ્રામાં ઉજવણી થતી અને તેઓ પણ આચાર્યશ્રીના જીવન અને કવન પર વિચારણીય પ્રવચન આપી સમગ્ર સમારંભને દીપાવતા. - આચાર્યશ્રીની સુવર્ણ જયંતી પ્રસંગે સુરીશ્વરજીનાં પુસ્તકોના વેચાણનું કેન્દ્ર મહુડી મધ્યે કરી, “અધ્યાત્મ હોલ'ના તેમજ આચાર્યશ્રીના ફોટાના ઉદ્ઘાટનનો સમારંભ યોજાયો હતો. આ સમારંભને સફળ બનાવવા માટે માનદ્ મંત્રીઓ શ્રી પોપટલાલ પાદરાકર અને શ્રી પ્રદ્યુમ્નભાઈ ભાંખરીયા તેમજ અન્ય કાર્યકરો મહુડી મુકામે જઈને સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શ્રી રમણભાઈની Page #563 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૫૦૩ યોજના અનુસાર સાથે પુસ્તકાલય પણ ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. બુદ્ધિસાગરસૂરી અધ્યાત્મ અને યોગના ઉપાસક હતા. એટલું જ નહિ પણ જૈન સમાજની ઉન્નતિ માટે કેળવણીની યથાર્થ જરૂરીઆત પર ભાર મૂકતા. જૈન બાળકોને કહેતા કે સમાજને માટે તમારે વીર બનવાનું છે. બાળપણનો આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. પાલીતાણાની યશોવિજયજી જૈન ગુરૂકુળની સ્થાપના અને વિકાસને માટે તેમણે ઘણું માર્ગદર્શન અને આશિષ આપ્યાં હતાં. શ્રી રમણભાઈએ તો કેળવણીને ક્ષેત્રે મહાન ફાળો આપેલ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી હું તો ઘણો વહેલો ૧૯૩૭માં સ્નાતક ગ્રેજ્યુએટ થયો પણ ત્યારપછી તેમના સંપર્કમાં આવવાનું થયું. તેઓ વિદ્યાલયમાં હતા ત્યારે ઘણી પ્રવૃત્તિમાં ભાગ લેતા અને સંસ્થામાંથી નીકળ્યા પછી પોતાની માતૃ સંસ્થાને સારા એવા સમયનો ઉપયોગ કરી કાર્યવાહીમાં રસ લેતા. વિદ્યાલય તરફથી યોજવામાં આવતા જૈન સાહિત્યકારોના સમારોહના યોજક અને સુકાની હતા અને ઘણાંને માર્ગદર્શન આપી અનેરી નામના મેળવી હતી. શ્રી રમણભાઈના અવસાનથી અધ્યાત્મ અને સાહિત્યના તેમજ કેળવણીના ક્ષેત્રમાં અનેરી પ્રતિભા દાખવનાર એક વિદ્વાન અને સાક્ષર સાહિત્યકારે વિદાય લીધી છે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે. * * * तहेव फरुसा भासा गुरुभूओवधाइणी । सच्चा वि सा न वत्तव्वा जओ पावस्स आगमो ।। (સાનિ. 7-11) One should not utter harsh language which may lead to killing, even if it is true, since it is sinful. सत्य भाषा भी यदि कठोर और प्राणियों का बड़ा घात करने वाली हो तो न बोली जाए, क्यों कि इस से पाप-कर्म का बंध होता है । સત્ય ભાષા પણ જો કઠોર હોય અને પ્રાણીઓનો મોટો ઘાત કરનારી હોય તો તે બોલવી નહિ, કારણ કે એથી પાપકર્મ બંધાય છે. | D રમણલાલ ચી. શાહ (“જિન-વચન'માંથી) Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ શ્રત ઉપાસક રમણભાઈ - - - - - - - કરુણામૂર્તિ મુરબ્બી રમણભાઈ I ઉષા પ્રવીણ શાહ જીવનમાં ધર્મની ક્રિયાઓ કરીને ધર્મ કરવો અથવા સ્વાધ્યાય કરીને ધર્મને સમજવો અને એથી પણ વધુ ધર્મને સમજીને જીવનમાં ઉતારવો એ ઘણું કઠીન કાર્ય છે. આવો સમન્વય કરનાર મુ. રમણભાઈ જેવી વિરલ વ્યક્તિ જ હોઈ શકે. જેન યુવક સંઘ દ્વારા તેમના પરિચયમાં આવવાનો લાભ મળ્યો જેથી હું ઘણી ધન્ય થઈ છું. મારા જીવનમાં જૈન ધર્મમાં વધુ ઊંડા ઉતરવાનો લ્હાવો આપનાર મુ. રમણભાઈની હું ઋણી છું. તેમનાં તથા મુ. તારાબેન થકી જૈન સાહિત્ય સમારોહમાં નિબંધ વાંચવાનો લાભ મળ્યો. નિબંધ લખવા માટે વિષયમાં ઊંડા ઊતરવું પડે અને જૈનધર્મ એવો છે કે જેનામાં ઊંડા ઊતરવાથી ઘણો આનંદ થાય છે. તેમનું એ કાર્ય અને એ પાછળનાં ભાવો અતિ–ઉત્તમ હતાં. દરેક અભ્યાસીને પ્રેરણા આપવા માટે તેમનો આભાર માનીએ એટલો ઓછો છે. બીજો તેમનો ઉત્તમ ગુણ કરૂણાનો હતો. કરૂણા તેમનાં રોમરોમમાં હતી. તેમને ક્રોધ કરતાં આટલા વર્ષોમાં જોયા નથી. કરૂણાને જીવનમાં ઉતારી અને જૈન યુવક સંઘના દાતાઓને પણ તે માટે પ્રેર્યા. દર વર્ષે એક પ્રોજેક્ટ લઈને તે સંસ્થાના કાર્યકરોને તેમણે રાહત આપી છે. અહીં મને યાદ આવે છે કે જ્યારે અમે બહારગામ જતાં ત્યારે સ્તવનો કે ભક્તિ ગીતો ગાતાં. છેલ્લે મારી પાસે “મારું જીવન અંજલિ થાજો' એ ગીત ગવડાવતાં. ખરેખર તેમનું જીવન અંજલિમય જ હતું. કોઈને જ્ઞાન આપીને મદદ કરતાં. કોઈને દયાભાવથી મદદ કરતાં. કોઈને કંઈ ને કોઈ ને કંઈ.જીવનમાં મુ. રમણભાઈ જોડે જેટલો સમય ગાળવા મળ્યો તે મારા માટે અહોભાગ્ય સમાન હતું. પ્રભુ એમનો આત્મા જ્યાં હોય ત્યાંથી મુક્તિ માટે પ્રગતિ કરે એવી અંતરની પ્રાર્થના. * * * Page #565 -------------------------------------------------------------------------- ________________ ક્ષત ઉપાસક રમણભાઈ ગુરુઓના ગુરુ પ્રા. રમેશ હ. ભોજક મને જ્યારે જ્યારે સરળતા, હસમુખાપણું, ઉત્સુકતા અને ઊર્મિની સચ્ચાઈનો વિચાર આવે છે ત્યારે મારા ગુરુદેવ ડૉ. રમણભાઈ શાહનું સ્મરણ થઈ આવે છે. પર્યુષણ વ્યાખ્યાન માળામાં વ્યાખ્યાન પૂર્વે ભક્તિ સંગીતના કાર્યક્રમમાં જ્યારે પણ હું તબલાવાદન કરતો હોઉં ત્યારે તેમના ચહેરા પર પ્રસન્નતાના તરંગો ઊછળતા જોયા છે. સંગીતને આટલી તરસ સાથે ગટગટાવનાર બહુ ઓછા હોય છે. અભિનંદન આપતો એમનો હુંફાળો હાથ આજેય મારી પીઠ પર ફરતો અનુભવું છું. મારા શિક્ષણની ગાડી અનેક સ્ટેશને અટકીને આગળ ચાલી છે. બી. એ. થયા બાદ ગુજરાતી સાથે એમ. એ. કરવા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક શિક્ષણ વિભાગમાં જોડાયો ત્યારે ડૉ. રમણભાઈ શાહ ગુજરાતીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, હેમચંદ્રાચાર્યના દુહા રસથી ભણાવે એટલું જ નહિ વિદ્યાર્થીઓ પણ રસથી ભણે એવું એમનું આધ્યાત્મનું કૌશલ્ય. દુહા અને વ્યાકરણનાં સુત્રોના અભ્યાસથી જૂની ગુજરાતી ભાષાને ખોળે રમવાનો લહાવો મળ્યો. “સર' ભણાવતા હોય ત્યારે એકસાથે બે પીરિયડ ક્યાં પૂરા થઈ જાય તેનો કોઈ અણસાર પણ ન આવે. લેક્ટર્સ પૂરા થાય ત્યારે એ પ્રેમથી કહે, “હું એકલો જ છું ચાલો મારી સાથે સાથે ગાડીમાં બેસી જાઓ!' ગુરુ ભાવનાને આનંદ પૂર્વક હૃદયે ચડાવી હું અનેકવાર એમની ગાડીમાં બેઠો છું. ચર્ચગેટથી ચોપાટી સુધીની ગુરુ સાથેની એ યાત્રા જ્ઞાન યાત્રા બની ગઈ છે. સહજ વાતમાંયે એમની વિદ્વતાના ચમકારા અનુભવ્યા છે. ઘણીવાર મફતલાલ બાથના સ્ફટિક જેવા નિર્મળ જળમાં હળવે હળવે તરતાં જીવનની સુંદરતા વિષે અમારી બંને વચ્ચે વાતો ચાલતી તે વાતો આજેય મારા માટે ભવસાગર તરવા જેવી મહત્ત્વની બની રહી છે. અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવા છતાંય રમણભાઈ સર નિયમિત Page #566 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ શ્રુત ઉપાસક રમણભાઈ રીતે લખતા, મને પણ વારંવાર કહેતા, રમેશભાઈ, લખવાની ટેવ પાડો!' હું જે કંઈ લખી શક્યો છું એની પાછળ મારા ગુરુની આવી પ્રેરણા કામ કરી ગઈ છે. હાયર સેકન્ડ કલાસ સાથે એમ. એ. પાસ થયા બાદ “વિલ્સન કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયો. ત્યારથી આજ સુધી એમનું અનુસરણ કરતો આવ્યો શાહ સાહેબને જ્ઞાન સાથે અતૂટ સંબંધ. જ્ઞાન પ્રાપ્તિની અને નવું શીખવાની એમની અદમ્ય ધગશની આડે ક્યારેય કશુંયે ન આવી શક્યું. એમની ૭૦ વર્ષની ઊંમરે એમણે મને એકવાર કહ્યું, “રમેશભાઈ મને તબલા શીખવાડશો?' હું મારા કાન પર વિશ્વાસ ન કરી શક્યો. આશ્ચર્ય ભર્યો આનંદ અનુભવતો હતો! ત્યાં જ એમણે ફરી પ્રશ્ન કર્યો. મેં સંકોચ અને વિનમ્રતા સાથે હા પાડી. તબલાનો અભ્યાસ શરૂ થયો. મને તકલીફ ન પડે તે માટે તેઓશ્રી વાલકેશ્વરથી ડ્રાઈવ કરી કોંગ્રેસ હાઉસ મારા ઘરે શીખવા આવે. ગમ્મત કરતા કહેઃ “હવે તમે મારા ગુરુ. ઊંચા આસને બેસો.” હું કહું, પહેલા તમે મારા ગુરુ છો! મારે તો ખાડો ખોદીને પણ તમારાથી નીચા આસને બેસવું જોઈએ! આમ અમારી જ્ઞાનયાત્રા આનંદથી ચાલી. રમણભાઈ તબલાં વગાડતાં શીખ્યા. મુંબઈ જૈન યુવક સંઘના એક વ્યાખ્યાન વખતે તેમણે હસતાં હસતાં કહેલું, હવે કોઈવાર ભક્તિ સંગીતમાં કોઈ તબલા વાદક નહિ આવે, તો તેવતા વગાઉ' એ તબલાં વગાડે એ પહેલાં શ્રોતાઓએ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. ડૉ. રમણભાઈ અને પ્રા. પૂ. તારાબેનની જોડીએ મારા જેવા અનેકને જ્ઞાન અને સ્નેહ પીરસ્યા છે. અંધારે ભટકતાં અનેકને જ્ઞાનની પ્રેમળ જ્યોતિ દાખવીને એમનો જીવન પંથ ઉજાળ્યો છે. જીવનમાં ખૂબ પામ્યા અને જે કંઈ પામ્યા તેને શબ્દોની પાંખે-પાસપોર્ટની પાંખે સૌ સુધી પહોંચાડ્યું છે. સરસ્વતીના આરાધક અને માનવતાની મૂર્તિ એવા ગુરુઓના ગુરુને ભાવભરી શ્રદ્ધાંજલિ.. Page #567 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૫૦૭. સ્મરણાંજલિ – ત્રણાંજલિ | ડૉ. ઇન્દિરા પુંજાલાલ શાહ - પ્રાચાર્યા-SNDT કૉલેજ-સુરત ડૉ. રમણભાઈ શાહ એટલે ગુજરાતી સાહિત્યાકાશના સર્વક્ષેત્રમાં સ્થિર ગતિએ સફળતાપૂર્વક વિહરેલું વ્યક્તિત્વ. જૈન ધર્મના તલસ્પર્શી અભ્યાસથી તેનાં વિવિધ પાસાંઓની જીવનગામી છણાવટ કરતું આધ્યાત્મિક વ્યક્તિત્વ, એન.સી.સી.ના મેજર પદને શોભાવતું સ્વયં શિસ્તબદ્ધ, આદર્શ નાગરિકનું વ્યક્તિત્વ અને તેમની સર્વ પ્રકારની સફળતા-યશના પ્રેરક, મૂક સહભાગીપ્રો. તારાબેન સાથેનું પ્રસન્ન દામ્પત્ય. હાઈસ્કૂલમાં ભણતાં બાળકો-દીકરી શૈલજા અને દીકરા અમિતાભ-સાથે હસતાં-રમતાં, ખૂબ પ્રેમપૂર્વક, વ્હાલથી, શાંતિથી Convince કરતાં પ્રેમાળ પિતા. રમણભાઈના જીવનના વિવિધ પાસાંઓની હું સાક્ષી છું. કેમ? હું તેમની વિદ્યાર્થિની. મારા શ્રીમદ્ ભગવદ્ગીતા વિષયક મહાનિબંધના તેઓ માર્ગદર્શક. કેવળ વિષયના જ નહીં, Philosopher and Guide in life also અનેકવિધ પ્રવત્તિઓમાં ગૂંથાયેલા, ક્ષણેક્ષણનો ઉપયોગ કરનારા, ક્ષશ: ક્ષUTણ જૈવ વિદ્યાર્થ ચિંતન ડૉ. રમણભાઈ જૈન ધર્મના ઊંડા અભ્યાસી હોવા છતાં ભગવદ્ગીતા વિષયના માર્ગદર્શક થવાનું સ્વીકાર્યું. તેમના શબ્દો હતા: મારો પણ એ બહાને ગીતાનો અભ્યાસ થશે!” આવા આજીવન વિદ્યાર્થી વૃત્તિવાળા ડૉ. રમણભાઈએ મારા મહાનિબંધનું અક્ષરશઃ લખાણ વાંચ્યું છે, ચકાસ્યું છે અને માર્ગદર્શન કર્યું છે. મુંબઈ યુનિવર્સિટી લાયબ્રેરીના રીસર્ચ ટેબલ પર દરરોજ સવારે ૧૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી મારું કામ થતું. થોડું લખાણ થતાં રાત્રે ૯-૧૦ વાગે તેમના ઘરે સાથે બેસતાં. ક્યારેક રાત્રે ૧૧-૩૦ ૧૨ વાગી જાય તો તેઓ મારા ઘર સુધી મને મૂકી જતા. કેટલું સૌજન્ય! આટલી અંગત કાળજી કયા માર્ગદર્શક પાસે અપેક્ષિત છે?! મારા વિષયને ન્યાય મળે તે માટે અનેક ગીતા વિષયક વિદ્વાનોને મળવાનું થયું. પ્રો. ગોવિંદલાલ ભટ્ટ, ડૉ. કે. કા. શાસ્ત્રી, ડૉ. પી. એમ. મોદી, ડૉ. ગો. ઝાલા, સ્વામી આનંદ, પૂ. શિવાજીરાવ ભાવે, કાકાસાહેબ વગેરે. આ સર્વ સમયે ડૉ. રમણભાઈની નમ્રતા અને સરળતા-open mindedness મને સ્પર્શી જતી. Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ મારો મહાનિબંધ ૧૩૦૦ પાનાંનો થયો. બે વર્ષના ટૂંકા ગાળામાં આ કાર્ય પૂર્ણ થઈ શક્યું તેનું કારણ ડૉ. રમણભાઈનું સ્નેહાળ–નિકટભાવે થયેલ માર્ગદર્શન અને અવિરત ઉત્સાહ છે. અતિપ્રસન્નતાથી તેમની સાથે વિતાવેલ એ સમય યાદ કરતાં ગદિત થવાય છે. ભાવપૂર્વક નતમસ્તક થઈ જવાય છે. મારા મહાનિબંધનું કાર્ય કરતાં મને બે કુટુંબની હૂંફ, ઉત્સાહ, સાથ મળ્યાં. એક મારું અને બીજું ડૉ. રમણભાઈનું. કોઇના પણ ઘરે એક-બે દિવસ નહીં પણ લગાતા૨ બે વર્ષ સુધી, લગભગ દરરોજ સાંજે જવું, રજાના દિવસોએ પણ આરામનો સમય લઈ લેવો છતાંય સ્મિત સાથે લાગણીસભર આવકાર ડૉ. તારાબેન આપે, ક્યારેક નવી નવી વાનગી પણ ખવડાવે, ચા-પાણી તો અચૂક જ! આ ખરેખર અસામાન્ય છે. તેમની પણ ઋણી છું. ‘વિદ્યાર્થી કૉલેજમાં, ઘરે નહીં’-આ વલણવૃત્તિ જો ડૉ. રમણભાઈ કે પ્રો. તારાબેને રાખ્યાં હોત તો મારું કાર્ય બે વર્ષના ટૂંકા સમયમાં પૂર્ણ થવું અશક્ય જ હતું. તેમની સદ્ભાવનાને હૃદયના પ્રણામ. ૫૦૮ મહાનિબંધનું કાર્ય પણ પૂર્ણ થયું ૧૯૬૬માં. કૉલેજમાં અધ્યાપન માટે મુંબઈ છોડ્યું. ગુજરાતમાં કચ્છ-માંડવી, ખંભાત અને છેવટે પ્રાચાર્યા તરીકે ૩૦ વર્ષ-‘સુરત’ કર્મભૂમિ બની. શરૂઆતનાં વર્ષોમાં મુંબઈ આવતી ત્યારે અચૂક મળવાનું થતું. અમારો સંબંધ-સંપર્ક જીવંત હતો-૧૯૭૨માં. સુરત, વનિતા વિશ્રામ સંચાલિત, SNDT કૉલેજના પ્રાચાર્યા પદે નિયુક્તિ થઈ. ૩૨ વર્ષની વય. વહિવટનું કૂથાનું કામ. કોઈને ય પૂરો સંતોષ ન આપી શકો. ત્યારે આદર્શવાદી વિચાર, ચીવટાઈનો સ્વભાવ, શિસ્ત-સમય પાલનનો આગ્રહ. વગેરે પ્રકૃતિથી ‘એસિડિટી’ એ ઘર કર્યું. ડૉ. રમણભાઈ સાથેની મુલાકાતમાં તે અંગે ચર્ચા થઈ. તેમની ધૈર્યશીલતાએ સચોટ માર્ગદર્શન આપ્યું. તેમના શબ્દો હતાઃ એસિડિટી થવાનું મુખ્ય કારણ મન છે. મનને જેટલું ઉદ્વેગરહિત, શાંત રાખશો તેટલો વધુ લાભ થશે. વહીવટ શાંત-સ્વસ્થ ચિત્તે ક૨વો. આપણે લીધેલાં નિર્ણયોમાં, ધાર્યા પરિણામ ન આવે. ક્યારેક ખોટા પણ ઠરીએ. તો વ્યથિત ન થવું. ઈશ્વરેચ્છા સમજી સ્વીકારવું. કોઈપણ પ્રસંગે ‘શું થશે ?’ તેનો ‘હાઉ’ ન રાખવો. Heavens are not going to fall એ વાત યાદ રાખવી. બીજું, કોઈપણ બાબતે તરત નિર્ણય આપવાની ઉતાવળ ન કરવી પછી Page #569 -------------------------------------------------------------------------- ________________ ક્ષત ઉપાસક રમણભાઈ ૫૦૯ - વિચારીને જવાબ આપીશ. Delay the decision આમ કરવાથી મન પર બોજ ન આવે, શાંતિથી વિચારવાનો સમય મળી રહે. સાચા નિર્ણયો થાય અને ત્રીજી વાત-ક્યાંય પણ પહોંચવાનું હોય-મિટિંગમાં, બસ-ટ્રેન, કોઈને સમય આપ્યો હોય, સર્વ પ્રસંગોમાં એકદમ સમયે ચુસ્ત શીડ્યુલ ન રાખવું. દસેક મિનિટ વહેલા નીકળવું–જેથી ચિત્ત શાંત રહે, મન હળવું રહેશે. ડૉ. રમણભાઈની આ શીખ મેં સ્વીકારી-યાદ રાખી છે–ત્યાર પછી આજ દિન સુધી કદી ‘એસિડિટી'એ ફરકવાની હિંમત કરી નથી. અનેક દવા અને ઉપાયો નાકામયાબ નીવડ્યા અને...તેમનું આત્મીય, અનુભવજન્ય માર્ગદર્શન-દુવાની સચોટ અસર થઈ. આટલા સમસંવેદનશીલ હતા અમારા રમણભાઈ. મીઠાં સંસ્મરણો યાદ કરી લખવા બેસું તો ઘણું લખાય. પણ મર્યાદા છે ને? તેથી ટૂંકમાં કહીશ. રમ્ય ચિત્ત મનોબળ દૃઢ ણ' કોઈનો નહીં એવું અનાસક્ત, નમ્ર વ્યક્તિત્વ એટલે રમણભાઈ સંસારની “પેલે પાર' સદા વિહરતા એવ રમણભાઈને યાદ કરીએ એટલે “ગીતાનો કર્મયોગી' સ્મરણે ચડેઃ 'कर्मण्येव अधिकारस्ते मा फलेषु कदाचन ।' -તેમને પ્રાપ્તિનો સંતોષ હતો. વ્યાપ્તિની ઘેલછા ન હતી. ઈશ્વરેચ્છાથી જે કંઈ મળે તેનાથી સંતૃપ્ત હતા. ઈશ્વર નિષ્ઠાએ એમના જીવનમાં અપાર બળ સીંચ્યું છે. ગીતાની ભાષામાં કહું તો તેઓ ગૃહસ્થ-સંન્યાસી હતા. ज्ञेयः स नित्य संन्यासी यो न द्वेष्टि न कांक्षति । તેમણે કદી કોઈનો દ્વેષ કર્યો નથી. કશા પાછળ દોડ્યા નથી. અમારા ગુરુ-શિષ્યના સંબંધને દિવંગતના વ્યક્તિત્વની હૃદયમાં અંકિત થયેલ છબીને, અક્ષર દેહે અંજલિ અર્પતા સુમધુર કૃતજ્ઞતાનો ઝંકાર અનુભવું છું. ડૉ. રમણભાઈનું જીવન-કવન, અર્ચન-પૂજન, મનન-ચિંતન જોતાં તેમને અંતરનો આનંદ પ્રસન્નતાલાધ્યાં જ હશે. તેમનું જીવન રસમય હતું. તો વૈ સદા તેમનો વિશ્વાત્મભાવ ખીલ્યો હતો. સમગ્ર વિશ્વના એક અંગ તરીકે તેઓ જીવી ગયા. તેમની સદ્ગતિ નિશ્ચિત છે. પરમાત્મા એમના આત્માને અતિ ઉર્ધ્વગતિ અર્પે એ જ અંતરની પ્રાર્થના. શુભ અસ્તુ, કલ્યાણ અસ્તુ. Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૦ શ્રુત ઉપાસક રમણભાઈ સત્ત્વશીલ અને સત્યશીલ જૈન શ્રાવક T કુમારપાળ વી. શાહ સતત પ્રવાસમાં હતો. ઘણાં દિવસો પછી “પ્રબુદ્ધ જીવન' દ્વારા ડૉ. શ્રી રમણભાઈના સ્વર્ગવાસ થયાના સમાચાર વાંચી આઘાતનો અનુભવ થયો છે. સ્વ.શ્રીના આત્માને મારા અંતરના અંતરથી વંદન. મને પ્રવાસ સિવાયના દિવસે સામાયિકની સાનુકૂળતા મળી જાય છે. દિવસ દરમ્યાન સામાયિકના સાન્નિધ્યે સ્વાધ્યાયનો મને રંગ અને રસ હોવાથી ડૉ. શ્રી રમણભાઈનું તાત્ત્વિક અને આધ્યાત્મિક સાહિત્ય છે તે લગભગ બધું મેં સામાયિક દરમ્યાન અધ્યયન કર્યું છે. “નિગોદ' અને “પુદ્ગલ પરાવર્ત' જેવા તેઓશ્રીએ લખેલા વિષયોને સામાયિકમાં વાંચ્યા છે. એમના આ સાહિત્યના પડખામાં લપાયેલું તત્ત્વ અને સત્ત્વ મને ખૂબ ખૂબ જ ગમે છે. શીરાનો કોળીયો મુકતાની સાથે ગળેથી નીચે ઉતરી જાય તેમ તેઓશ્રીની ગહન વિષયને સરળતાથી સહજ સમજાવી દેવાની શૈલી બેમિસાલ હતી. ડૉ. શ્રી રમણભાઈનું બોલવાનું અને લખવાનું તદ્દન તથ્યપૂર્ણ હતું. એમની વિદ્વતા સામા માણસને ચગદી ન નાખે, ક્યારેય વાગે નહીં અને હળવા ફૂલ બનાવે એવી હતી. ઓગળી ગયેલો અહંકાર અને સાકાર થયેલી નમ્રતા એમની આંખ અને અવાજમાં મેં ઉઘડતી અનેક વખત વાંચી છે. જૈન સાહિત્યના અનેક અનેક વિષયોના આલેખન બદલ એક સુવર્ણ પૃષ્ઠ એમના નામે રહેશે. સત્ત્વશીલ અને સત્યશીલ જૈન શ્રાવક તરીકે એ યાદ રહેશે. જૈન અને જૈનત્વ પ્રત્યે ભારોભાર વહાલ રાખીને નૈતિકતા, સાત્ત્વિકતા અને સક્રિયતાનું ઉદાહરણ બની ગયેલા ડૉ. શ્રી રમણભાઈના પરમાત્મ સ્વરૂપ આત્માને મારા વંદન. * * * Page #571 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ પૂજ્ય રમણભાઈ I ગુલાબ દેઢિયા હું બહારગામ યાત્રાએ કે પ્રવાસે ગયો હોઉં અને તમે જેમ વર્તે, તેમ વર્તો. હું તમારાથી દૂર ક્યાં છું ? બની શકે તો થોડોક સ્વાધ્યાય કરજો. એમાં જાતને પરોવો. તમારા પ્રોફેશનનું ગૌરવ વધારજો. સમજણભરી સરળતા પ્રગટાવજો. થોડાંક દિલમાં જગા મેળવો. હું તમારાથી દૂર ક્યાં છું ? મારી આંખો તમને બધાંને જુએ છે. જયાં શ્રાવકની સાધના છે ત્યાં હું છું. જ્યાં અપ્રમાદની આરાધના છે ત્યાં હું છું. મેં સદાય માણસ બનવાની કોશિશ કરી છે. મેં બાહ્યાંતર પ્રવાસમાં સૌન્દર્યનું પાન કર્યું છે. તમે પણ જીવનમાં જે કંઈ સુંદર છે તેને જાળવજો. હું તમારાથી દૂર ક્યાં છું ? શરદનું નિરભ્ર આકાશ અને નદીનાં નીત નીર જોતાં હું તમને યાદ આવીશ. મેં તમારા હૃદયમાં જગ્યા મેળવી છે. મારે યશોવિજયજી, ઉદયરત્નજી, આનંદઘનજી, સમયસુંદરજી સૌને મળવું છે. મારે હવે ફેરા પણ કેટલા રહ્યા ? છતાં હું તમારાથી ક્યાં દૂર છું ? હું યાત્રામાં હોઉં અને તમે જેમ વર્તો તેમ વર્તજો. હું તમારાથી દૂર ક્યાં છું ? ૫૧૧ Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૨ શ્રુત ઉપાસક રમણભાઈ એનું સ્મરણ તો થાય મેઘબિંદુ' એનું સ્મરણ તો થાય, જગતમાં એનું સ્મરણ તો થાય સેવા કાર્યો કરતાં કરતાં વૈષ્ણવજન થઈ જાય. અહંકારથી દૂર રહીને, અસ્મિતા જાળવતો દરિયા જેવું જીવન જેનું પવન થઈ વિચરતો દીન દુખિયાનાં આંસુ લૂછવા હર દમ દોડી જાય એનું સ્મરણ તો થાય, જગતમાં એનું સ્મરણ તો થાય. ભક્તિભાવથી જ્ઞાનની લ્હાણી, પૂજા કર્મથી કરતો સત્કાર્યોમાં જીવન અર્પ, મુક્ત થઈને ફરતો દક્ષ બનીને રહે જગતમાં, આનંદે મલકાય. એનું સ્મરણ તો થાય, જગતમાં એનું સ્મરણ તો થાય વિશ્વ આખુ કુટુંબ જેનું જતન પ્રેમથી કરતો દેશ અને સંસ્કૃતિનો એ સાચો રક્ષક બનતો માનવ થઈને જન્મ જગમાં, દેવ થઈ પૂજાય એનું સ્મરણ તો થાય, જગતમાં એનું સ્મરણ તો થાય. * * * Page #573 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ ૫૧ ૩. - શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ પસાર કરેલ શ્રદ્ધાંજલિ ઠરાવ - તા. ૨૭-૧૦-૨૦૦૫ ના રોજ મળેલ સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની સભાએ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, મંત્રી, પેટ્રન અને દાતાશ્રી ડૉ. રમણલાલ ચી. શાહના તા. ૨૪-૧૦-૨૦૦૫ના રોજ થયેલ દુઃખદ અવસાનથી પસાર કરેલ શ્રદ્ધાંજલિ ઠરાવ. આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, ભૂતપૂર્વ મંત્રી, પેટ્રન અને દાતાશ્રી ડૉ. રમણલાલ ચી. શાહના તા. ૨૪-૧૦-૨૦૦૫ના રોજ થયેલ દુઃખદ અવસાનથી આજરોજ મળેલ સભા ઘેરા શોકની લાગણી અનુભવે છે. સદ્ગત આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા અને તેનો તેઓ ગર્વ અનુભવતા હતા. તેમના જીવનની પ્રગતિમાં સંસ્થાનો મોટો ફાળો રહ્યો છે અને સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરવા સદાય તત્પર એવા ડૉ. રમણલાલ ચી. શાહ સંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરવાની દૃષ્ટિએ તેમના માતુશ્રી-પિતાશ્રીના નામે બે ટ્રસ્ટ યોજના તથા વિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ સુવર્ણચંદ્રક અને રોપ્યચંદ્રક આપવાની ભાવનાથી રૂા. ૪,૦૦,૦૦૦/- જેવી માતબર રકમ સંસ્થાને દાનમાં આપેલ છે. વિદ્યાલયના વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓના ધાર્મિક શિક્ષણની શ્રેણી–૧ થી શ્રેણી-૪ સુધીનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં ખૂબ જ જહેમત ઉઠાવેલ છે. સંસ્થાની સાહિત્યને લગતી પ્રવૃત્તિઓમાં આજ દિન સુધીમાં જુદા જુદા સ્થળે ૧૭ જૈન સાહિત્ય સમારોહ યોજવામાં આવેલ, તેના તેઓશ્રી સંવાહક હતા અને તેનું તેઓએ સફળ સંચાલન કરેલ છે અને જૈન સાહિત્યની પ્રવૃત્તિને વેગ આપેલ છે અને તેમાં તેમની વિદ્વતાના પણ દર્શન થાય છે. તેઓશ્રીએ જૈનસાહિત્ય પર ઘણા લેખો લખ્યા છે અને ઘણા પુસ્તકો પણ લખેલ છે. અન્ય સંસ્થાઓની પ્રવૃત્તિમાં પણ સંકળાયેલા હતા. તેઓશ્રી ધર્માનુરાગી, ઉદાર દિલ અને કોઈને માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતા હતા. તેઓના અવસાનથી આ સંસ્થાને, સમાજની અન્ય સંસ્થાઓને અને તેમના પરિવારને કદી ન પૂરાય તેવી ખોટ પડી આજરોજ મળેલ સભા તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ મળે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પે છે. -દીપચંદ એસ. ગાર્ડપ્રમુખ શ્રી મહાવીર જૈન વિદ્યાલય Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૪ શુત ઉપાસક રમણભાઈ શ્રી મહેન્દ્ર મેઘાણીની સગત રમણભાઈને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ THEY SHALL GROW NOT OLD AS WE THAT ARE LEFT GROW OLD AGE SHALL NOT WEARY THEM NOR THE YEARS CONDEMN AT THE GOING DOWN OF THE SUN AND IN THE MORNING WE WILL REMEMBER THEM LAURENCE BEN YOU (1869-1943) અમેરિકન લેખક હેન્રી મિલર (૧૮૯૧-૧૯૮૦)નું એક વાક્ય છે. THE WORLD GOES ON BECAUSE A FEW MEN IN EVERY GENERATION BELIEVE IN IT UTTERLY ACCEPT IT UNQUESTIONINGLY; THEY UNDERWRITE IT WITH THEIR LIVES. એવી કેટલીક વ્યક્તિઓનાં સુંદર ચરિત્રો શ્રી રમણભાઈએ આપ્યા તે એમની સાથેના મારા અલ્પ, અપ્રત્યક્ષ પરિચયનું મીઠું સ્મરણ રહેશે. તેઓ અને તારાબેન ભાવનગર અમારે ઘર આવેલાં તે એક જ મિલન થયું તેનો વસવસો પણ રહેશે. હમણાં હું અહીં મારી પુત્રી મંજરીબહેનને ઘરે છું. ત્યાં તમારી નોંધ સાથેનો શ્રી ધનવંત શાહનો પરિપત્ર ભાવનગર થઈને મળ્યો. અગાઉ મળેલા એમના પરિપત્રના જવાબમાં શ્રી ધનવંતભાઈને મેં લખેલું કે શ્રી રમણભાઈ વિશે હું કશું લખી મોકલી શકું તેમ નથી. એ જાતના લખાણો કરવાની શક્તિ મારામાં હોત તો હું જરૂર હોંશથી લખત. ફાધરે બેલાગર વિશેનો શ્રી રમણભાઈનો લેખ મને ખૂબ ગમેલો. ચિખોદરાના ડૉ. દોશી વિશેનો પણ એવો ગમેલો. અર્ધી સદીની વાચનયાત્રામાં અબ્રાહમ લિંકનના જીવનચરિત્રમાંથી પણ કેટલુંક છાપ્યું. છેલ્લે ડો. પ્રવિણ મહેતા માટેનો લેખ બહુ ગમ્યો. આવી રીતે એમની કલમે વિવિધ વ્યક્તિઓને અપાવેલી ઉત્તમ અંજલિઓની બરોબરી કરે તેવી અંજલિ શ્રી રમણભાઈને પણ કેટલીક જરૂર આપશે. તેવું કદાચ તત્કાલ ન બને તો પણ યથાકાળે એવાં લખાણ આપણને મળવાનાં. અત્યારે “સ્મરણાંજલિ અંક' ભલે પ્રગટ થાય પણ શ્રી રમણભાઈને અંજલિ આપવાનું કામ તો ચાલુ રહેશે જે વખતે વખતે લેખકોને તે માટે પ્રેરક જીવનચરિત્રમાંથી મળતી રહેશે. મહેન્દ્ર મેઘાણી, અમદાવાદ. Page #575 -------------------------------------------------------------------------- ________________ શત ઉપાસક રમણભાઈ ૫ ૧૫ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ - શયામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ • ગુલામોનો મુક્તિદાતા , ઉપાધ્યાય શ્રી યશોવિજયજી , હેમચંદ્રાચાર્ય , શ્રી મોહનલાલજી મહારાજ • વંદનીય હૃદયસ્પર્શ, - શેઠ મોતીશાહ • બેરરથી બ્રિગેડિયર - પ્રભાવક સ્થવિરો, • તિવિહેણ વંદામિ - ભાગ ૧ થી ૬ • પંડિત સુખલાલજી પ્રવાસ-શોધ-સફર - એવરેસ્ટનું આરોહણ - ઉત્તરધ્રુવની શોધ-સફર • રાણકપુર તીર્થ . પ્રદેશે જય-વિજયના આસ્ટ્રેલિયા , પાસપોર્ટની પાંખે , પાસપોર્ટની પાંખે-ઉત્તરાલેખન • ન્યૂઝીલેન્ડ ૦ પાસપૉર્ટની પાંખે-ભાગ ત્રીજો નિબંધ • સાંપ્રત સહચિંતન, ભાગ ૧ થી ૧૫ • અભિચિંતના સાહિત્ય-વિવેચન • ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) • નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય • બુંગાકુ-શુમિ-પડિલેહા સમયસુંદર • કિતિકા • ૧૯૬૨નું ગ્રંથસ્થ વામય - નળ-દમયંતીની કથાનો વિકાસ • ગૂર્જર ફાગુસાહિત્ય સંશોધન-સંપાદન • નલ-દવદંતી રાસ (સમયસુંદરત) • જંબુસ્વામી રાસ (યશોવિજયકૃત) • કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) • મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરત) • નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) • થાવસ્યાસુત રિષિ એપાઈ (સમયસુંદરત) Page #576 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ • નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત). • ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) • બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃતિ અને ક્ષમાકલ્યાણકૃત) • નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન • જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) • જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) • જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) • બૌદ્ધ ધર્મ જ નિનવવાદ • Shraman Bhagwan Mahavir & Jainism • Budhism-An Introduction . Jina Vachana • જિનતત્ત્વ, ભાગ ૧ થી ૮ ૯ તાઓ દર્શન • કન્ફયૂશિયસનો નીતિધર્મ + અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ • વીર પ્રભુનાં વચનો ૧-૨ - અધ્યાત્મસાર-સંપૂર્ણ • જ્ઞાનસાર સંક્ષેપ - સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાચસંક્ષેપ). અનુવાદ • રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) • ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) • મનીષા• શ્રેષ્ઠ નિબંધિકાઓ • શબ્દલોક • ચિંતનયાત્રા નીરાજના અક્ષરા « અવગાહન જીવનદર્પણ • કવિતાલહરી, સમયચિંતન, તત્ત્વવિચાર અને અભિવંદના • મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી • જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ • શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ | શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ • જૈન ધર્મ-પરિચય પુસ્તિકા • એન.સી.સી. • જૈન લગ્નવિધિ * * * Page #577 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ - ૫૧૭. ડો. રમણભાઈ શાહનાં પ્રવચનોની સી. ડી. ડૉ. રમણભાઈ શાહે ૧૯૮૧ થી ૨૦૦૪ દરમિયાન શ્રી મુંબઈ જેન યુવક સંઘ યોજિત વ્યાખ્યાનમાળામાં વિવિધ વિષયો ઉપર આવેલા પ્રવચનોની NP3 ઉપર પાંચ c.D. અને કેસેટ ત્રિશલા ઇલેકટ્રોનિક તૈયાર કરી રહ્યું છે. વિષયોની વિગતઃ (૧) નિયાણું (૧૫) નામકર્મ (૨) પચ્ચખાણ (૧૬) મૃષાવાદ-વિરમણ (૩) કાઉસગ્ન (૧૭) અદત્તાદાન વિરમણ (૪) પ્રતિક્રમણ (૧૮) ધર્માનુષ્ઠાન (૫) પ્રભાવના (દર્શનાચાર) (૧૯) વિનયમૂલો ધમ્મો (૬) ધર્મ ધ્યાન (૨૦) માયામૃષાવાદ (૭) ભક્તામર સ્તોત્રનું માહાભ્ય (૨૧) અનિત્ય ભાવના (૮) લોગસ્સસૂત્ર (૨૨) મોહનીયકર્મ (૯) બોધિદુર્લભ ભાવના (૨૩) એકત્વભાવના (૧૦) મિથ્યાત્વનું સ્વરૂપ (૨૪) યોગદષ્ટિ (૧૧) આશ્રવ અને સંવર (૨૫) સમક્તિના પ્રકારો (૧૨) અભ્યાસખ્યાન (૨૬) પ્રથમ પરમેષ્ટી (૧૩) અનર્થદંડ (૨૭) નમો લોએ સવ્વસાહૂણે (૧૪) ધર્મની આરાધનાના (૨૮) ભક્તામર સ્તોત્રનું રહસ્ય વિવિધ અભિગમ ઉપરના વિષયોની પાંચ સી.ડી.નો સેટ રૂ. ૪૦૦/- માં પ્રાપ્ત થશે. એક એક વિષયની ટેપની કિંમત રૂા. ૩૦/ આ સી.ડી. અને કેસેટના સેટ મર્યાદિત પ્રમાણમાં જ તૈયાર થવાનો હોવાથી, જે જિજ્ઞાપુઓને એ પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તેઓશ્રીને રૂા. ૧૦૧/-ના ઓગોતરા ગ્રાહક તરીકેનો એડવાન્સ ડ્રાફ્ટ ચેક સાથે ત્રિશલા ઇલેકટ્રોનિકને પત્ર લખવા વિનંતિ. ત્રિશલા ઈલેક્ટ્રોનિક્સ, ૩/C, ત્રિશલા બિલ્ડિંગ, ખારાકુવા સામે,૧૨૨, ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૨. ટે. નં.22408251. ફેક્સ : 91-22-22413572. Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૮ શ્રુત ઉપાસક રમણભાઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ કાર્યવાહક સમિતિ ૨૦૦૫-૨૦૦૬ સંઘના હોદ્દેદારો, સમિતિના સભ્યો, કૉ-ઓપ્ટ સભ્યો તેમજ નિમંત્રિત સભ્યોના નામો હોદ્દેદારો પ્રમુખ : શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ઉપપ્રમુખ : શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહ મંત્રીઓ : શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ ડૉ. શ્રી ધનવંત તિલકરાય શાહ સહમંત્રી : શ્રીમતી વર્ષાબહેન રજ્જુભાઈ શાહ કોષાધ્યક્ષ : શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ જવેરી સમિતી સભ્યો ? પ્રો. શ્રીમતી તારાબહેન રમણલાલ શાહ શ્રી વલ્લભદાસ આર. ઘેલાણી કુ. વસુબહેન ચંદુભાઈ ભણશાલી શ્રીમતી કુસુમબહેન નરેન્દ્રભાઈ ભાઉ શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ ક. મીનાબહેન શાહ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાન્ત પરીખ શ્રી ગાંગજીભાઈ પોપટલાલ શેઠિયા શ્રીમતી જયાબહેન ટોકરશી વીરા શ્રી ભંવરભાઈ વાલચંદ મહેતા શ્રીમતી રમાબહેન વિનોદભાઈ મહેતા શ્રીમતી રમાબહેન જયસુખલાલ વોરા Page #579 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૧૧૯ શ્રી લલિતભાઈ પોપટલાલ શાહ શ્રી દિલીપભાઈ મહેન્દ્રભાઈ શાહ કો-ઓપ્ટ સભ્યો : શ્રી પિયૂષભાઈ કોઠારી શ્રી શૈલેષભાઈ હિંમતલાલ કોઠારી શ્રી દિલીપભાઈ વીરેન્દ્રભાઈ કાકાબળીયા શ્રી નીતિનભાઈ કાંતિલાલ સોનાવાલા શ્રી રમણીકલાલ ભોગીલાલ શાહ નિમંત્રિત સભ્યો : શ્રી ચંદ્રકાંતભાઈ ધુડાભાઈ ગાંધી શ્રીમતી રેણુકાબહેન રાજેન્દ્રભાઈ જવેરી શ્રી જયંતીલાલ પોપટલાલ શાહ શ્રી રહિમભાઈ ભગવાનદાસ શાહ કુ. યશોમતીબહેન શાહ શ્રીમતી સુશીલાબહેન રમણીકલાલ શાહ શ્રી બસંતલાલ નરસિંગપુરા શ્રી ચંદ્રકાંત કેશવલાલ પરીખ શ્રીમતી કલાવતી શાંતિલાલ મહેતા શ્રી કાંતિલાલ પાનાચંદ શાહ શ્રી રમણીકલાલ આર. સલોત ડૉ. શ્રી રજુભાઈ એન. શાહ શ્રીમતી ચંદ્રાબહેન પીયૂષભાઈ કોઠારી શ્રી નીતિનભાઈ ચીમનલાલ શાહ શ્રી કિરણભાઈ હીરાલાલ શાહ શ્રીમતી અલકાબહેન કિરણભાઈ શાહ શ્રી મહેન્દ્રભાઈ શામજીભાઈ ગોસર શ્રી શાન્તિભાઈ કરમશીભાઈ ગોસર શ્રી ભરતભાઈ મેઘજીભાઈ મામણિયા Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૦ શ્રુત ઉપાસક રમણભાઈ ગ્રંથોના મુદ્રણ અને પ્રકાશન સમારોહ નિમિત્તે નિમાયેલી સમિતિઓ ૧. મુદ્રણ સમિતિઃ ૬. શ્રીમતી રમાબહેન મહેતા ૭. શ્રીમતી પુષ્પાબહેન પરીખ ૧. શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ જવેરી ૮. શ્રી મહેન્દ્રભાઈ ગોસર ૨. શ્રી નાગજીભાઈ પી. શેઠિયા ૯. શ્રીમતી કલાવતીબહેન મહેતા ૩. શ્રી વસુબહેન સી. ભણશાળી ૪. શ્રી ઉષાબહેન પી. શાહ ૩. આવકાર અને ઑડિટોરિયમ : ૫. શ્રી જવાહરભાઈ શુકલ ૧. શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૧. નિમંત્રણ પત્રિકા : ૨. શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ ૩. શ્રીમતી નીરૂબહેન સુબોધભાઈ શાહ ૧. શ્રી ચંદ્રકાંત ડી. શાહ ૪. શ્રી ચંદ્રકાંતભાઈ ધુડાભાઈ ગાંધી ૨. શ્રી રમણીકલાલ ભોગીલાલ શાહ ૫. શ્રી લલિતભાઈ પોપટલાલ શાહ ૩. શ્રી ભવરભાઈ મહેતા ૬. શ્રી દિલીપભાઈ મહેન્દ્રભાઈ શાહ ૪. શ્રીમતી ઉષાબહેન શાહ ૭. શ્રી ભૂપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ જવેરી ૫. શ્રીમતી કુસુમબહેન ભાઉ ૮. શ્રી ગાંગજીભાઈ પોપટલાલ શેઠિયા ૬. શ્રીમતી જયાબહેન વીરા ૯. શ્રી રમણિકલાલ ભોગીલાલ શાહ ૭. શ્રી વલ્લભદાસ ઘેલાણી ૧૦. શ્રી શૈલેષભાઈ હિંમતલાલ કોઠારી ૮. શ્રીમતી રમાબહેન વોરા ૯. કુ. મીનાબહેન શાહ શ્રી મુંબઈ યુવક સંઘના સ્ટાફ મેમ્બરો ૧૦. શ્રી ભરતભાઈ મામણિયા લાઈબ્રેરીઅન : શ્રીમતી જયાબહેન વીરા ૧૧. શ્રીમતી લોપાબહેન ભરતભાઈ મેનેજર શ્રી મથુરાદાસ એમ. ટાંક ૨. ગ્રંથ વિતરણ: કર્મચારી શ્રી હરિશ્ચંદ્ર એ. નવાળે શ્રી અશોક એમ. પલસમકર ૧. ૬. વસુબહેન ભણશાલી શ્રી મનસુખલાલ બી. મહેતા ૨. શ્રીમતી ઉષાબહેન શાહ ૩. શ્રીમતી વર્ષાબહેન રજ્જુભાઈ શાહ ૪. કુ. યશોમતીબહેન શાહ ૫. શ્રીમતી સુશીલાબહેન રમણીકભાઈ Page #581 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ વ્યા અર્પણ વ સૂતી . રરરર સોસાય પી.એન.આર. સોસાયટીને પર્યુષણ સમયે એકત્ર કરેલા નિધિના ચેક સમર્પણ સમયે પૂ. મોરારીબાપુ દીપચંદ ગાર્ડ અને પૂ. મફતકાકા સાથે સંઘની કમિટીના કેટલાક સભ્યો. - પ્રમુખ શ્રી રસિકભાઈ, ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઈ, સેક્રેટરી નિરુબહેન અને ધનવંતભાઈ, ટ્રેઝરર ભૂપેન્દ્રભાઈ, ડૉ. રમણભાઈ અને તારાબહેન. ‘બાલી’ના પ્રવાસે બિપિનભાઈ જૈન અને ભૂપેન્દ્રભાઈ સાથે રમણભાઈ For Discate Personal Use Only Jain Education international Page #582 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી રસિકભાઈ લહેરચંદ શાહ તથા | ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાન્ત ટી. શાહ, પ્રાર્થના સભામાં ડૉ. રમણભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા. તા. ૨૭ ઑક્ટોબર ૨૦૦૫, પાટકર હૉલમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને ડૉ. રમણભાઈના પરિવાર તરફથી ડૉ. રમણભાઈના સ્વર્ગવાસ નિમિત્તે | પ્રાર્થનાસભા.) Page #583 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ કાર્યવાહક સમિતિનાં નામો : હોદ્દેદારો : રસિકલાલ લહેરચંદ શાહ પ્રમુખ Jain Education નિરુબહેન સુબોધબાઈ શાહ મંત્રી વર્ષાબહેન રજ્જુભાઈ શાહ સહમંત્રી 15 | ડૉ. ધનવંત તિલકરાય શાહ મંત્રી sin bespite reache ચંદ્રકાન્ત દીપચંદ શાહ ઉપપ્રમુખ ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ ઝવેરી કોષાધ્યક્ષ Page #584 -------------------------------------------------------------------------- ________________ (ઃ સમિતી સભ્યો :) પ્રો. તારાબહેન રમણલાલ શાહ વલ્લભદાસ આર. ઘેલાણી કુ. વસુબહેન ભણશાલી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ કુસુમબહેન ભાઉ કુ. મીનાબહેન શાહ પુષ્પાબહેન ચંદ્રકાન્ત પરીખ ગાંગજીભાઈ પોપટલાલ શેઠિયા જયાબહેન ટોકરશી વીરા Tom private & Personal use only WWW.jamembrary.org Page #585 -------------------------------------------------------------------------- ________________ ભંવરભાઈ વાલચંદ મહેતા રમાબહેન વિનોદભાઈ મહેતા રમાબહેન જયસુખલાલ વોરા લલિતભાઈ પોપટલાલ શાહ દિલીપભાઈ મહેન્દ્રભાઈ શાહ (ઃ કો-ઓપ્ટ સભ્યો :) શૈલેષભાઈ હિંમતલાલ કોઠારી દિલીપભાઈ વી. કાકાબળીયા ના નીતિનભાઈ કાંતિલાલ સોનાવાલા રમણીકલાલ ભોગીલાલ શાહ For Private & Personal use my wwwjaimellibreryong Page #586 -------------------------------------------------------------------------- ________________ નિમંત્રિત સભ્યો : ચંદ્રકાંતભાઈ ધુડાભાઈ ગાંધી રેણુકાબહેન રાજેન્દ્રભાઈ ઝવેરી જયંતીલાલ પોપટલાલ શાહ રશ્મિભાઈ ભગવાનદાસ શાહ કુ. યશોમતીબહેન શાહ સુશીલાબહેન રમણીકલાલ શાહ બસંતલાલ નરસિંગપુરા ચંદ્રકાંત કેશવલાલ પરીખ કલાવતી શાંતિલાલ મહેતા www.jarremrdly.org Page #587 -------------------------------------------------------------------------- ________________ કાંતિલાલ પાનાચંદ શાહ ડૉ. રજ્જુભાઈ એન. શાહ નીતિનભાઈ ચીમનલાલ શાહ કિરણભાઈ હીરાલાલ શાહ અલકાબહેન કિરણભાઈ શાહ મહેન્દ્રભાઈ એસ. ગોસર શાન્તિભાઈ કરમશીભાઈ ગોસર પિયુષભાઈ કોઠારી રમણીકલાલ આર. સલોત ચંદ્રાબહેન પીયુષભાઈ કોઠારી SEVERU SUR ભરતભાઈ એમ. મામણિયા www.iainelibranor Page #588 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઓફિસ સ્ટાફ મથુરાદાસ એમ. ટાંક હરિચંદ એ. નપાળે અશોક પલસમકર મનસુખલાલ બી. મહેતા ain Education International Page #589 -------------------------------------------------------------------------- ________________ શ્રત ઉપાસક રમણભાઈ ૫ ૨ ૧ ડૉ. રમણલાલ ચી. શાહ પ્રાર્થના અને ગુણાનુવાદ સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ, સંઘ યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી ડૉ. રમણલાલ ચી. શાહનો તા. ૨૪-૧૦-૨૦૦પના દેહવિલય થતાં, મુંબઇના પાટકર હૉલ, મરીન લાઈન્સમાં તા. ૨૭-૧૦-૨૦૦૫ના સાંજે પ થી ૭ શ્રી મુંબઈ જેને યુવક સંઘ અને ચીમનલાલ અમૃતલાલ શાહ પરિવાર તરફથી પ્રાર્થના સભા અને ગુણાનુવાદ સભાનું આયોજન થયું હતું. પ્રારંભમાં એક કલાક પ્રસિદ્ધ ગાયક કલાકાર શ્રી કુમાર ચેટરજીએ મીરાં, આનંદઘનજી વગેરેના ભાવભર્યા પદો અને ભજનો પ્રસ્તુત કરી પોતાના ભાવવાહી સ્વર અને સંતોના શબ્દથી વાતાવરણમાં સાત્ત્વિકતા પ્રસરાવી હતી. ભજન-પ્રાર્થના પછી પ્રારંભમાં ત્રિશલા ઇલેકટ્રોનિકે સાચવી રાખેલ ડૉ. રમણભાઈ શાહના પ્રવચનના શબ્દધ્વનિ સંભળાવ્યા હતા અને પડદા ઉપ૨ ડો. રમણભાઈ શાહના વિવિધ ફોટો સ્લાઇડ સાથે દર્શાવ્યા હતા. શ્રી ચેતનભાઈ શાહે આચાર્ય પૂ. યશોદેવ સૂરિશ્વર મહારાજના શ્રદ્ધાંજલિ સંદેશાનું વાચન કર્યું હતું. ગુણાનુવાદની સભાનું સંચાલન કરતા સંઘના મંત્રી ડૉ. ધનવંત શાહે પ્રારંભમાં કહ્યું હતું કે “આજ સ્થળે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ડો. રમણલાલ શાહ વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને બિરાજતા હતા અને આજે એ જ સ્થાને એમની છબી મુકતાં અમે–આપણે સર્વે અસહ્ય વેદના અનુભવીએ છીએ. પૂ. રમણભાઈ હંમેશાં કહેતા કે પ્રત્યેક પળે, પ્રત્યેક સત્યનો સ્વીકાર કરીએ તો વેદના કે આનંદ સત્ય અને સુંદર બને છે. આજે આપણે આ સત્યને સ્વીકારવું જ પડે છે. ડૉ. રમણભાઈ સાચા શ્રાવક અને વૈષ્ણવજન હતા. આજે અમારા માથેથી તો છાપરું નહિ આખું આકાશ ખસી ગયું હોય એમ લાગે છે. તેઓશ્રીના ગુણોને આપણે ઘરે લઈ જઇએ એ જ એઓશ્રી પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ. એઓશ્રીના જીવન અને સર્જનમાં પૂરી એકરૂપતા હતી. આવી ઋષિતુલ્ય વ્યક્તિ ભાગ્યે જ જન્મે છે.' શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી રસિકભાઈ શાહે કહ્યું હતું કે ડો. Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨ ૨ શ્રુત ઉપાસક રમણભાઈ રમણભાઈ શાહના વિરાટ વ્યક્તિત્વ વિશે ઘણું કહી શકાય અને જેટલું બોલીએ એટલું ઓછું પડે. સિત્તેર વર્ષની વયે તેઓ સંઘના પ્રમુખ તરીકે નિવૃત્ત થયા, પણ મને હંમેશાં તેમનું માર્ગદર્શન મળતું રહ્યું છે. મને તેઓ પાસેથી પિતા, મોટાભાઈ અને મિત્ર સહિત બધાં જ રૂપે પ્રેમ અને માર્ગદર્શન મળ્યાં છે. મને અસંખ્ય પ્રશ્નોના જવાબ તેમની પાસેથી મળ્યાં છે. એમના “પાસપોર્ટની પાંખે' પુસ્તકના વિકલાંગ વાંચકે તેમને પત્ર લખીને આભાર માન્યો હતો, તે વાચકને મળવા તેઓ ગુજરાતના નાનકડા ગામડામાં ગયા હતા. તેમની પાસેથી મને કલ્પના બહારનું જ્ઞાન અને જાણકારી મળ્યા હતા. તેમના માટે શ્રદ્ધાંજલિ શબ્દ વાપરતા મારું રૂવાડું ધ્રુજી જાય છે.' સંઘના ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શાહે જણાવ્યું હતું કે, “ડૉ. રમણલાલ શાહ વંદનીય સંતપુરુષ હતા. તેમની પાસેથી મને ઘણું જ્ઞાન અને અનેક પ્રશ્નોના ઉકેલ મળ્યાં છે. તેમની સાથે કામ કરવાનું સદ્ભાગ્ય મને મળ્યું હતું. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન પછાત પ્રદેશની સંસ્થાને આર્થિક મદદ કરવા માટે એવી સંસ્થાની તપાસ માટે અમે ગુજરાતના ઘણાં ગામડાંઓમાં સાથે ફર્યા છીએ. આવી સંસ્થાઓને આર્થિક મદદ માટે કોઇની પાસે રકમ માગવી નહિ કે કોઇને આગ્રહ ન કરવો એવો એમનો નિયમ હતો, અને આશ્ચર્ય વચ્ચે માતબર રકમ એકઠી થતી અને આજ સુધી લગભગ અઢી કરોડની રકમ ૨૧ સંસ્થાઓ સુધી પહોંચી છે અને આ બધી સંસ્થાઓએ આજે સંતોષકારક પ્રગતિ કરી છે. કેટલીક તો વટવૃક્ષ જેવી વિશાળ બની છે. પૂ. રમણભાઇનો આત્મા જ્યાં હશે ત્યાં અમને દોરવણી આપતો રહેશે એવી મને શ્રદ્ધા છે.” સંઘના મંત્રી નિરુબહેન શાહે જણાવ્યું હતું કે “ડૉ. રમણલાલ શાહના નિધનના સમાચાર સાંભળીને મન વિષાદથી ભરાઈ જાય છે. દેહાવસાન છતાં લોકોના દિલોમાં તેમની યાદ જીવંત છે. તેમણે અનેક કરુણા પ્રકલ્પો વડે “સંઘ'ને નવી દિશા આપી છે. તેમની વાતોમાં ક્યારેય ફરિયાદી સૂર નહોતા. તેમના નિધનથી ધરતીએ પનોતા પુત્ર ગુમાવ્યો છે.' ડૉ. રમણભાઈ શાહના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરનારા પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરીનો સંદેશ વાંચી સંભળાવતા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરના મેનેજિંગ ટ્રસ્ટી મહેશ ખોખાણીએ જણાવ્યું હતું કે “ભાષા અને સાહિત્ય તેમ જ ધર્મ અને સમાજના પ્રેમી ડૉ. રમણલાલ શાહ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ સગુણોની સુવાસ આપણી વચ્ચે લાંબા સમય સુધી રહેશે. અસાધારણ વિદ્વાન Page #591 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ઉપાસક રમણભાઈ ૫૨૩ અને વયોવૃદ્ધ છતાં વિનોદ સાથે સંબંધ, કુશળ વક્તા અને સાધક તેમ જ વિદ્યાર્થીપ્રિય શિક્ષક હતા. સ્વભાવ અને ભાષાની સાદગીને કારણે જ મેં તેમને પીએચ.ડી. માટેના માર્ગદર્શક બનાવવાનું નક્કી કર્યું હતું. સાત વર્ષ સુધી મને એઓશ્રી સાથે વિદ્યાવ્યાસંગ કરવાની તક મળી હતી. સરળતા, હળવાશ ને વાત્સલ્યની તેઓ જાણે મૂર્તિ હતા.' સાયલાના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી મીનલબહેન શાહે જણાવ્યું હતું કે ‘ડૉ. રમણભાઈ અને તારાબહેન ઉચ્ચ વિચારો, જિનેશ્વર ભગવાન પ્રત્યેનો ઉચ્ચ પ્રેમ, દંભ વિનાનું જીવન અને મિલનસાર સ્વભાવ ધરાવતા હતા. તેમની વિદ્વતાનો ભાર કોઇને લાગ્યો નથી. ગુણોનો ભંડાર છતાં લઘુતામાં તેઓ જીવતા હતા. મારા પિતા સમાન લાડકચંદ વોરા અંગેના પુસ્તક તૈયા૨ ક૨વાના કામથી તેઓ આશ્રમ આવતા હતા. ત્યારપછી ઉપાધ્યાય યશોવિજયજી લિખિત ‘અધ્યાત્મસાર’ અને ‘જ્ઞાનસાર' પુસ્તકોનો અનુવાદ અને ભાવાર્થ તૈયા૨ કર્યા. ડૉ. રમણભાઈ શાહના જીવનની તે અતિ મહત્ત્વની કામગીરી હતી. ‘પાસપોર્ટની પાંખે' નહીં પણ સત્કર્મ અને સત્કાર્યની પાંખે ઉડતા ડૉ. રમણભાઈના આત્માએ હવે નવું કાર્ય આરંભ્યું હશે.’ ડૉ. રમણલાલ શાહના પુત્ર ડૉ. અમિતાભ શાહે અંગ્રેજીમાં પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ‘મારા પિતા ખૂબ જ સાદી વ્યક્તિ હતા. આમ છતાં જીવનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેમના મૃત્યુનો શોક કરવાને બદલે આપણે તેમના જીવનને ઉજવવું જોઇએ. અમેરિકાના બગીચામાં લખેલું હોય છે કે તમારા પગલાની છાપ છોડી જાવ અને તસવીરો સાથે લઈ જાવ. પ્રવાસના શોખીન મારા પિતા કહેતા કે સંસ્મરણો અને અનુભવ લઇ જાવ અને ગુડવીલ છોડી જાવ. સુરતમાં એકવાર પુસ્તકાલયની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીમાં અતિથિવિશેષ તરીકે જવાનું થયું પણ પહેલા મારા પિતા, મેં અને યજમાને હૉલમાં ઝાડું કાઢ્યું, બેઠકો ગોઠવી, પુષ્પાહાર તૈયાર કર્યા પછી કપડાં બદલવા ધર્મશાળામાં ગયા. તેમને કોઈ કામ કરવામાં નાનમ લાગતી નહોતી. તેઓ ચેસ, પત્તા, સ્વીમિંગ, સાઇકલીંગ અને ક્રિકેટ સારું રમતા હતા. બહુ ઓછા જાણે છે કે તેઓ સારા બોલર હતા. મને બીજગણિતના અમુક કોયડા શીખવ્યા હતા તે આજે પણ મને કામ આવે છે. બાળકો સાથે તેઓ બાળક જેવાં થઇને આનંદ માણતા અને સાથે સુસંસ્કારોનું સિંચન પણ કરતા.’ ડૉ. શાહનાં દીકરી શ્રીમતી શૈલજાબહેને જણાવ્યું હતું કે ‘તેઓ માત્ર મારા પિતા જ નહીં પણ ગુરુ, માર્ગદર્શક અને પરમમિત્ર પણ હતા. સાથે ધર્મના Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૪ શ્વત ઉપાસક રમણભાઈ સંસ્કારો પણ આપ્યા હતા. મને તેઓ ભવભવ પિતા તરીકે પ્રાપ્ત થાય એવી પ્રાર્થના હું ઇશ્વરને કરું છું. મારા પિતા મને અને ભાઈ અમિતાભને એક ગુરુચાવી બતાવી હતી. તે એ કે મને બધું ભાવે, મને બધે ફાવે અને મને બધાની સાથે બને. તેના કારણે જીવનમાં વિખવાદ જ ન રહે. મેં તેમને જીવનમાં ક્યારેય નિરાશ થતાં અથવા ડરતા જોયા નથી. તેને કારણે જ તેઓ આખા પરિવારમાં લોકતાંત્રિક વાતાવરણ ઉભું કરી શક્યા હતા. તેઓ એન.સી.સી.ના કેડેટ તરીકે શસ્ત્રના પારંગત અને ચિંતક-સર્જક તરીકે શાસ્ત્રોના વિશારદ હતા. મારા બાળકો કૈવલ્ય અને ગાર્ગી તેમજ ભાઈ અમિતાભના બાળકો અર્પીત અને અચીરાને તેમણે નાની શાંતિ અને રક્ષામંત્ર શીખવ્યો હતો. આજે મારો ભાઈ બહારગામ જાય ત્યારે બાળકો આ પાઠ સંભળાવે છે.” ડૉ. રમણલાલ શાહના વિદ્યાર્થી ડો. ગુલાબ દેઢિયાએ પોતાની આગવી શૈલીથી પોતાના ગુરુ પ્રત્યેનું સત્ત્વ અને તત્ત્વભર્યું ભાવવાહી અંજલિ કાવ્ય પ્રસ્તુત કર્યું હતું. આ ઉપરાંત અન્ય પૂ. સાધુ-સાધ્વી ભગવંતો, મહાનુભાવો, મુંબઈ વિશ્વવિદ્યાલય ગુજરાતી વિભાગ, ફાર્બસ ગુજરાતી સભા અને મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના શોક સંદેશાઓનું પણ વાંચન કરાયું હતું. આ પ્રસંગે ડૉ. બિપીન દોશીએ જણાવ્યું હતું કે “જૈન એકેડેમી એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર ઓફ મુંબઈ યુનિવર્સિટી' હવેથી પ્રત્યેક વરસે ડૉ. રમણભાઈ શાહની સ્મૃતિમાં એક વ્યાખ્યાનનું આયોજન કરશે. અંતમાં ડો. રમણભાઈ શાહના બહેન શ્રી ઇન્દિરા બહેને “મોટી શાંતિ'નું પઠન કર્યું હતું. - ડૉ. રમણભાઈ શાહના બહોળા પરિવારજનોને આશ્વાસન આપવા મુંબઇના અનેક મહાનુભાવો અને ડૉ. રમણભાઈ શાહના પ્રશંસકો અને મિત્રો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા. - ડૉ. રમણભાઈ શાહના પુત્ર ડો. અમિતાભ અમેરિકાથી આવતા ડૉ. શાહના પાર્થિવ દેહને અગ્નિદેવને અર્પણ કરતા પહેલાં તા. ૨૫-૧૦-૨૦૦૫ના સવારે નવથી સાડા નવ એઓશ્રીના પાર્થિવ દેહને એઓશ્રીના મુલુંડના નિવાસસ્થાને નીચે દર્શનાર્થે મૂકાયો હતો. ત્યારે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સાયલાના સાધકો શ્રી વિક્રમભાઈ શાહ અને મિનળબેન શાહ તેમજ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરના સાધક શ્રી મેઘલ દેસાઇએ પોતાના ભાવવાહી આર્દ્ર સ્વરે ભક્તિગાન વહેતા કર્યા હતા. Page #593 -------------------------------------------------------------------------- ________________ શ્વત ઉપાસક ૨મણભાઈ ૫ ૨ ૫ શોક ઠરાવ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી રસિકલાલ લહેરચંદ શાહના પ્રમુખ સ્થાને તા.૮-૧૧-૨૦૦૫ના સાંજે છ વાગે સંઘની ખેતવાડી–મુંબઇની વર્તમાન ઓફિસમાં મળેલી સંઘની કાર્યવાહક સમિતિની મિટીંગ, તેમજ તા. ૧૨–૧૧–૨૦૦૫ના સાંજે સાડા પાંચ વાગે મારવાડી વિદ્યાલય-મુંબઇમાં મળેલી સંઘની વાર્ષિક સામાન્ય સભામાં શ્રી મુંબઈ જેન યુવક સંઘના ભૂતપૂર્વ પ્રમુખ તેમ જ સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી ડૉ. રમણલાલ ચી. શાહના તા. ૨૪-૧૦-૨૦૦૫ના થયેલા દેહવિલયથી ઊંડા શોકની લાગણી સર્વ ઉપસ્થિત સભ્યોએ વ્યક્ત કરી નીચે મુજબનો શોક ઠરાવ પસાર કર્યો હતો. ડૉ. રમણલાલ શાહે પોતાના આયુષ્યનાં ૭૯ વર્ષમાંથી ૪૩ વર્ષ આ સંઘને ચરણે ધર્યા હતાં. એઓશ્રી આ સંસ્થાના આત્મા હતા અને સંઘને અનેરી ઊંચાઈએ લઈ જનારા એક રાહબર અને કલ્પનાશીલ ચિંતક હતા. ૧૯પરમાં એઓશ્રી સંઘની સમિતિના સભ્ય બન્યા. ૧૯૩૧ થી આરંભાયેલ પર્યુષણ વ્યાખ્યાનનું ૧૯૭૨ માં એઓશ્રીએ પ્રમુખસ્થાન સતત ૩૩ વર્ષ સુધી શોભાવ્યું. જે વ્યાખ્યાનમાળાના પ્રમુખસ્થાને એઓશ્રી પહેલાં પ્રકાંડ મહાનુભાવ વિદ્વાનો શ્રી કાકા કાલેલકર, પંડિત સુખલાલજી અને પ્રા.ગૌરીપ્રસાદ ઝાલા બિરાજયા હતા.ડૉ. રમણલાલ વ્યાખ્યાનમાળાનું ચિંતનસ્તર માત્ર જાળવી રાખ્યું જ નહોતું, પણ વ્યાખ્યાનમાળામાં વિદ્વાન ચિંતકો, શ્રી ચીમનલાલ ચકુભાઈ, ફાધર વાલેસ, પુરુષોત્તમ માવલંકર, પૂ. મોરારિબાપુ અને અનેક વિષયોના તજજ્ઞો તેમજ જૈન ધર્મના સર્વ સંપ્રદાયના મુનિ ભગવંતો અને પ્રકાંડ પંડિતોને આમંત્રી એઓ સર્વેના મુખેથી જ્ઞાન-ચિંતનની ગંગોત્રી વહાવડાવવામાં નિમિત્ત બન્યા હતા. ઉપરાંત નવા વિદ્વાન વ્યાખ્યાતાઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. વિવિધ વિષયોનું વિષદ ચિંતન અને સર્વ ધર્મ સમભાવના વ્યાખ્યાનમાળાના આ ઉદ્દેશ અને આત્માને એઓશ્રી પૂરેપૂરા સમર્પિત રહ્યાં હતાં. આ વ્યાખ્યાનમાળા માત્ર બૌદ્ધિક વિકાસ અને ઉપદેશ મંચ જ ન બની રહે, પણ એથી વિષેશ આ પૂણ્ય-પર્વના દિવસો દરમિયાન સમાજ ઉપયોગી Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫ ૨૬ શ્રુત ઉપાસક રમણભાઈ પ્રદાન-પ્રવૃત્તિ થાય એ માટે એઓશ્રીએ પ્રત્યેક વ્યાખ્યાનમાળા દરમિયાન ગુજરાતના પછાત પ્રદેશની સંસ્થાઓ માટે દાન એકત્રિત કરવાની પ્રેરણા પણ આપી, જેથી એ સંસ્થાને મદદ ઉપરાંત સમાજના આમ આદમીને પણ દાન આપવાની તક મળે. આ રીતે અત્યાર સુધી લગભગ અઢી કરોડ રૂપિયા જેટલી રકમ ગુજરાતની ૨૧ સંસ્થાઓ સુધી પહોંચી છે અને એ સર્વે સંસ્થાઓએ આજે પ્રગતિની હરણફાળ ભરી છે અને સમાજને ઉપયોગી બની છે. ડૉ. રમણભાઈ શાહનું આ કલ્પન અનન્ય અને અનેક સંસ્થાઓ માટે પ્રેરક છે, જે જાળવી રાખવા માટે આ સંસ્થાના ભવિષ્યના કાર્યકરો વચનબદ્ધ રહેશે. ૧૯૩૨ માં પ્રારંભાયેલું આ સંઘનું મુખપત્ર સામયિક “પ્રબુદ્ધ જૈન' જે ૧૯૫૩માં “પ્રબુદ્ધ જીવન” બન્યું. આ માતબર અને વૈચારિક સામયિકનું સુકાન પ્રારંભમાં શ્રી ચંદ્રકાંત સુતરિયા, શ્રી મણિલાલ મોકમચંદ શાહ, શ્રી પરમાણંદ કુંવરજી કાપડિયા અને અન્ય મહાનુભાવ વિદ્વાનો તેમ જ તેજસ્વી બુદ્ધિવંત શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પછી ૧૯૮૨ થી આજ દિવસ સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી, એટલે કે સતત ૨૩ વર્ષ સુધી તંત્રીપદે રહી સંભાળ્યું અને ડૉ. રમણભાઇની નિષ્ઠાથી આ સામયિક ગુજરાતી ભાષી અન્ય સામયિકોની કક્ષાથી અનેક રીતે વિશિષ્ટ બની રહી ગુજરાતીભાષી વિદ્વાનોની અનન્ય પ્રશંસાને પાત્ર બન્યું છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખસ્થાને ડૉ. રમણભાઈ ૧૯૮૨માં સર્વે સભ્યોના આગ્રહથી બિરાજ્યા, અને પોતાની ૭૦ વર્ષની ઉંમર પછી કોઇ પણ સામાજિક સંસ્થાના કોઈ હોદ્દા ઉપર ન રહેવાની એઓશ્રીએ પ્રતિજ્ઞા લીધી હતી એટલે સંઘના પ્રમુખસ્થાનેથી એઓશ્રીએ ડિસેમ્બર ૧૯૯૬માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. આમ સતત ૧૪ વર્ષ સંઘના પ્રમુખસ્થાને બિરાજી, એઓશ્રીના માર્ગદર્શન હેઠળ સંઘે અનેક ક્ષેત્રે ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. પ્રમુખ સ્થાનેથી નિવૃત્ત થયા પછી પણ જીવનના અંતિમ શ્વાસ સુધી સંઘની પ્રત્યેક પ્રવૃત્તિ સાથે એઓ પૂરા તન, મન, ધનથી સક્રિય રહ્યા હતા. ગુજરાતી અને જેને સાહિત્ય ક્ષેત્રે ડૉ. રમણભાઇનું પ્રદાન અનન્ય છે. લગભગ ૧૧૫ થી વધુ પુસ્તકો અને ગ્રંથોનું એઓશ્રીનું સર્જન, એ પણ વિવિધ વિષયો અને વિવિધ સ્વરૂપે, એમાંના કેટલાંક ગ્રંથોનું સર્જન તો એવું કે એ એક એક ગ્રંથ પીએચ.ડી.ની અને એથીય આગળ ડી.લીટની ઉપાધિ માટે સમર્થ. આ બધાં Page #595 -------------------------------------------------------------------------- ________________ શુત ઉપાસક રમણભાઈ પ ૨૭ પુસ્તકોની યાદી પ્રસ્તુત કરવી અહીં શક્ય નથી. આમાંના કેટલાંક પુસ્તકોના પ્રકાશન કરવાનો યશ એઓશ્રીએ આ સંઘને આપ્યો, સંઘ એનાથી યશસ્વી બન્યું છે, સંઘનું આ સભાગ્ય ! પોતાના આ વિપુલ સર્જનના કોપીરાઇટના હક્કનું પોતે જ વિસર્જન કરી ગુજરાતી અને સમગ્ર સાહિત્ય ક્ષેત્રે એક વિરલ દૃષ્ટાંત સર્યું છે. આવા અમૂલ્ય ત્યાગ માટે સમગ્ર સાહિત્યજગત સદાનું એઓશ્રીનું ઋણી રહેશે. ઉચ્ચ શિક્ષણ પામી એઓશ્રી પ્રાધ્યાપકથી મુંબઈ યુનિવર્સિટીના ઉચ્ચસ્થાને પહોંચી અનેક વિદ્વાનો અને પૂ. સાધ્વીશ્રીઓના પીએચ.ડી. માટે માર્ગદર્શક બન્યા હતા. એઓશ્રીના સર્જનમાં ઊંડો મર્મ અને ઊંચું તત્ત્વ છે. સત્ય શોધનની અભિલાષા અને સત્ય પામ્યાની અનુભૂતિની અનુભૂતિ ભાવકને થાય એવી સરલ એઓશ્રીની ભાષા હતી. શબ્દ, અર્થ અને ધ્વનિની સુંદરતા અને ભવ્યતાનો ગુંજારવ એઓશ્રીના સાહિત્યમાંથી રણકે છે. પોતાના સ્વપુરૂષાર્થે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ડૉ. રમણભાઇના જીવન અને સર્જનમાં એકરૂપતા હતી. આવી ઋષિતુલ્ય વ્યક્તિ ભાગ્યે જ જન્મે છે. સંઘ પ્રત્યેની એઓશ્રીની આવી અનેક ક્ષેત્રે દીર્ધ સેવાનું ઋણ તો ચૂકવવું અશક્ય જ છે. પરંતુ અમારા આત્મસંતોષ અર્થે નક્કી કર્યું છે કે “પ્રબુદ્ધ જીવન'નો નવમ્બરનો અંક એઓશ્રી પ્રત્યે શ્રદ્ધાંજલિ' અંક તરીકે અને ડિસેમ્બરનો અંક “સ્મરણાંજલિ' રૂપે પ્રગટ થાય. જેમાં એઓશ્રી સાથે સંપર્કમાં આવેલા મહાનુભાવો પોતાના સ્મરણો પ્રસ્તુત કરશે કે જે ભાવિ પેઢીને માર્ગદર્શક અને પ્રેરક બનશે. ઉપરાંત એઓશ્રીના વિપુલ સાહિત્યનો સંચય કરી પાંચ ગ્રંથો “ડૉ. રમણલાલ શાહ સાહિત્ય સૌરભ' શીર્ષકથી પ્રકાશિત થશે, તેમ જ આજ સુધી વિવિધ વિષયો ઉપર ડૉ. રમણભાઇએ પર્યુષણ વ્યાખ્યાનમાળા તેમ જ અન્ય સ્થળે પ્રવચનો આપ્યા છે એ સર્વે વ્યાખ્યાનોની સી.ડી.નું પણ નિર્માણ થશે. આવા મહાન આત્માને આજે અંતરની શ્રદ્ધાંજલિ અર્પ, એઓ સાથેના સહવાસ અને કાર્ય દરમિયાન અમારા કોઈ થકી એઓશ્રીને ક્યાંય પણ દુઃખ પહોંચાડવું હોય તો એ આત્માની અમે અંતરથી ક્ષમા માગીએ છીએ. Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ શ્રુત ઉપાસક રમણભાઈ જો કે ડૉ. રમણભાઈ તો એવા ઋષિચરિત અને પ્રેમના ભંડાર હતા, અને આ બધાથી તો એઓ પર હતા. આ આત્મા જ્યાં છે ત્યાં શાંતિમાં જ બિરાજમાન હોય. આ ઠરાવથી અમો સર્વે એઓશ્રીના કુટુંબીજનો પ્રત્યે સહાનુભૂતિ અર્પી દુઃખ ભાગી થઈએ છીએ, અમે પણ એમના કુટુંબીજનો જ છીએ, આ શૂન્યાવકાશ સહન કરવા માટે કુદરત આપણને સત્ત્વ અને તત્ત્વ આપે, એ જ પ્રાર્થના. ૐ અરિહંત શરણ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ. -રસિકલાલ લહેરચંદ શાહ પ્રમુખ, મુંબઈ જૈન યુવક સંઘ તા. ૮ અને ૧૨ નવેમ્બર, ૨૦૦૫ Page #597 -------------------------------------------------------------------------- ________________ Page #598 -------------------------------------------------------------------------- ________________ SARI BOMBAY JAIN YUVAK SANGH SHRI CHIMANLAL CHAKUBHASKAH MEMORIAL SPRING LECTURES CATHARRIRANE વીર નવિધાલય 25 મહોતસવ પE | Jaj E nternal wales -Dal USENOL wwjante library Page #599 -------------------------------------------------------------------------- ________________ pain Education tern | પ્રા. કાન્તિ પટેલ મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન, વિલે પાર્લેની મીઠીબાઈ કૉલેજમાંથી ગુજરાતી મુખ્ય વિષય સાથે બી. એ. તથા એમ. એ. કરનાર કાન્તિ પટેલને એમ. એ.ની પરીક્ષામાં ગુજરાતીમાં સર્વાધિક ગુણ મેળવવા બદલ બ. ક. ઠાકોર સુવર્ણપદક પ્રાપ્ત થયો હતો. અધ્યાપક તરીકેની કારકિર્દીનો આરંભ તેમણે વિલે પાર્લેની નરસી મોનજી કૉલેજમાંથી કર્યો હતો. પછી તેઓ અંધેરીની ભવન્સ કૉલેજમાં જોડાયા, જ્યાં ગુજરાતીના વિભાગાધ્યક્ષ તથા ઉપાચાર્ય બન્યા. ત્રણ દાયકા સેવા આપી હાલમાં તેઓ નિવૃત્ત થયા. આ દરમિયાન તેમણે યુનિવર્સિટીના ગુજરાતી વિષયના અભ્યાસ મંડળના સભ્ય તરીકે તથા અનુસ્નાતક વર્ગના અધ્યાપક તરીકે સતત સેવાઓ આપી. મહારાષ્ટ્ર શાસનના ઉચ્ચશિક્ષણ બોર્ડને ઉપક્રમે પાઠ્યપુસ્તકના સંપાદક પણ રહ્યા. ભાષા-સાહિત્યને વગત અનેક પરિસંવાદોમાં ભાગ લેતા રહ્યા તયા પેપર્સ ૨જૂ કર્યા. કૉલેજકાળથી જ કાન્તિ પટેલે લેખનનો આરંભ કરેલો તેમની વાર્તાઓ ‘સવિતા', ‘ચાંદની', ‘આરામ' જેવા સામયિકોમાં નિયમિત પ્રગટ થથી રહેતી સ્નાતક થયા બાદ તેમણે વિવેચનની પ્રવૃત્તિ આરંભી. તેમનાં લખાણો ‘ગ્રંથ’, ‘ફાર્બસ ત્રૈમાસિક', ‘પરબ’‘નવનીત સમર્પણ' જેવા સામયિકોમાં પ્રકટ થતાં રહ્યાં છે. તેમણે ‘ગુજરાત સમાચાર’, ‘ગુજરાતમિત્ર’, ‘મિડડે’‘સમાંતર-પ્રવાહ' જેવાં દૈનિકોમાં કટારલેખન પણ કર્યું છે. સાહિત્યકૃતિઓના અનુવાદો પણ તેઓ કરતા રહ્યા છે. પત્રકાર શ્રી વિનોદ પંડ્યા સાથે તેમણે સંપાદિત કરેલો ગ્રંથ ‘દીકરી વહાલનો દરિયો' ગુજરાતી પ્રકાશનક્ષેત્રે, સીમાચિહ્નરૂપ બન્યો છે. ‘દીકરી એટલે દીકરી’ તેમણે સંપાદિત કરેલ ગ્રંથ પણ એટલો જ લોકપ્રિય નીવડ્યો છે. એમ.એ.ના અભ્યાસ દરમિયાન તેઓ ડૉ. રમણલાલ ચી. શાહના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. Pevate & Personal www.jainelibrary.g Page #600 -------------------------------------------------------------------------- ________________ રમણભાઈની કલા રચના (1941)