________________
શ્રત ઉપાસક રમણભાઈ
બોમ્બ ફેંકવાની તાલીમ લેતા જાનનું જોખમ પણ ખેડ્યું. શસ્ત્રોની તાલીમ લઈ લેફટનન્ટથી કંટન અને મેજરની પદવી સુધી પહોંચ્યા. એન.સી.સી.ની તાલીમ લેવા જાય ત્યારે બધા ઑફિસરમાં એ એક જ એવા હતા કે જેમણે કદી મદ્યપાન કર્યું નહિ. વળી જૈન ધર્મનો ઊંડાણથી અભ્યાસ કરી, વિપુલ લેખનકાર્ય કરી શાસ્ત્રના જાણકાર બન્યા. ‘બેરરથી બ્રિગેડિયર' નામના તેમના પુસ્તકમાં તેમણે પોતાના લશ્કરી તાલીમના અનુભવો લખ્યા છે. એ પુસ્તકનું અર્પણ અમારાં પૌત્ર, દોહિત્ર, દોહિત્રીને કરતાં એમણે લખ્યું છે -
અમારા દાદાજી બનીને સેનાની ભરેલી બંદૂકે કૂચ-કવાયત કેવી કરતા! મશીનગન ને બોમ્બ ધરતા! વળી દાદાજી તો નીત પ્રહ ઊઠી સ્તોત્ર પઢતા; પૂજાભક્તિ સાથે અહિંસાની વાતો જિનકથિત સિદ્ધાંતો તથા એવા એવા વિવિધ વિષયે લેખ લખતા, અહો આ તે કેવું ઉખાણા કો જેવું છતાં સમજ્યા તેવું જીવન હળવું જીવી શકતા. તમે આવી રીતે કથી મારી વાતો મિતસહિત સૌ વિસ્મિત થશો! શસ્ત્રની જાણકારી હોય અને સાથે અહિંસાના સૂક્ષ્મ તત્ત્વોની છણાવટ પણ કરી શકે એવી તેમની બહુમુખી પ્રતિભા હતી. સદ્ભાગ્યે આ બન્નેના જ્ઞાનથી તેમને ખૂબ લાભ થયો. લશ્કરી તાલીમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org