________________
૮૮
શ્રુત ઉપાસક રમણભાઈ
લીધે કડક શિસ્તપાલન આવ્યું. પોતાની કે પારકાની આપત્તિના સમયે સ્વસ્થ રહીને, ઝડપથી વિચારીને જોખમ ખેડીને માર્ગ કાઢવાની સૂઝ તેમનામાં પ્રગટી સમયસર અને કેટલીકવાર તો સમય પહેલાં ત્વરાથી કામ કરવાની શક્તિ ખીલી. જૈન ધર્મના અભ્યાસથી વડીલો પ્રત્યેનો આદર, અવિચલિત પણે, પ્રસન્નચિત્તે પરીષહ સહન કરવાની શક્તિ, જરૂરિયાતમંદને મદદ કરવાની તત્પરતા, માનવસ્વભાવ કે સંયોગોની ઊજળી બાજુ જોવાની અને ખાસ કરીને જિનતત્ત્વને સમજવાની અને પામવાની તેમની દષ્ટિ વીકસી. આમ બન્નેની જાણકારીથી, તાલીમથી તેમનું વ્યક્તિત્વ ઘડાયું.
છેલ્લા કેટલાંક વર્ષોથી અમે વિચાર્યું કે આપણે બન્નેએ સંસારમાં રહ્યાં છતાં ગૃહસ્થ કરતાં યાત્રિકની જેમ જીવવું. બાહ્ય દૃષ્ટિએ કંઈ ખાસ ફરક ન દેખાય પરંતુ આંતરિક દૃષ્ટિએ ઘણો મોટો ફરક પડે. સ્થૂલ વસ્તુ છોડીને સૂક્ષ્મ તરફ જવાની, તેને પામવાની અભીપ્સા જાગે. અમારી એ ભાવના ઉત્તરોત્તર દઢ થતી ગઈ. અમે આંતર બાહ્ય પરિગ્રહ ઓછો કરતા ગયાં. અમારી પચાસમી લગ્નતિથિએ નાગેશ્વર ભગવાનના પવિત્ર તીર્થમાં અનન્ય શ્રદ્ધા સાથે પૂજા કરતાં અમે અપૂર્વ આનંદ અનુભવ્યો. અમારા લગ્ન સમયે અમે યજ્ઞવેદીની આસપાસ ફેરા ફર્યા હતાં. ૫૦ મા લગ્નદિને ભગવાનની ફરતી પ્રદક્ષિણા કરી કૃતાર્થતા અનુભવી. મનથી ભાવભર્યા હૃદયે અમે અમારાં બન્નેના માતાપિતાને પ્રણામ કર્યા. અમારા બન્નેના ગુરુ, સેન્ટ ઝેવિયર્સ કોલેજના સંસ્કૃતના પ્રોફેસર સ્વ. ગૌરીપ્રસાદ ઝાલા અને ગુજરાતીના પ્રોફેસર સ્વ. મનસુખલાલ ઝવેરીને પ્રણામ કર્યા. પૂ. ઝાલાસાહેબે અમારી લગ્નવિધિ વખતે હાજર રહી અમારી પાસે સપ્તપદીના મંત્રો બોલાવ્યા હતા. અને પૂ. મનસુખભાઈએ લગ્નના સત્કાર સમારંભમાં મહેમાનોનું સ્વાગત કર્યું હતું એ ઉપકાર શે ભૂલાય? મારા પગની તકલીફને લીધે રમણભાઈ મને પૂજા કરવામાં ખૂબ મદદ કરતા, પૂજાનો મહિમા સમજાવતા અને મારી ધર્મભાવના દઢ કરતા. અમારા ૫૦ વર્ષના લગ્ન નિમિત્તે ખુશાલી વ્યક્ત કરવા મારા ભાઈ મહેન્દ્રભાઈ મહેતા અને ભાભી આશાબહેને શંખેશ્વર તીર્થમાં વિકલાંગોને ખાસ કરીને પગે અપંગ લોકોને જુદાં જુદાં સાધનો આપવાનો કેમ્પ કર્યો. એમનાં એ કાર્યને હું અમારું પરમ સૌભાગ્ય ગણું છું.
અમારા બન્ને વચ્ચે વિશિષ્ટ પ્રકારનો મૈત્રીભાવ હતો. એ પતિ છે માટે તેમની આજ્ઞા પ્રમાણે મારે ચાલવું એવું ભાન કદી તેમણે મને કરાવ્યું નથી. સહજપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org