________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૮૯
સહર્ષ હું એમની ઇચ્છા પ્રમાણે વર્તવા ટેવાયેલી, વિના બોજે પ્રવૃત્તિ કરતી રહી. ઘણી મહત્ત્વની બાબતોમાં તો અમે એક બીજાને પૂછીને જ કામ કરીએ પણ નાની નાની બાબતોમાં પણ અમે એકબીજાની મરજી જાણતાં, એકબીજાને અનુકૂળ થતાં, નાની મોટી ભૂલોને હસીને માણતાં. એમની હાજરીથી વાતાવરણ હંમેશા પ્રસન્ન રહેતું. હું બધી રીતે તેમના આધારે જીવવા ટેવાઈ ગયેલી. પુસ્તકોનાં નામ, શબ્દોના અર્થ અને જોડણી, વિવિધ વિષયોની વિગત વગેરે માટે એમને પૂછપરછ કરતી. હું તેમને કહેતી કે તમારી પાસેથી બધું તૈયાર મળે છે તેથી મને શબ્દકોશ જોવાની ટેવ છૂટી ગઈ છે. હું તો સાવ ઠોઠ રહીશ. ત્યારે એ કહેતા કે સંયોગો બધું શીખવે છે.
શાળા અને કોલેજમાં વિદ્યાર્થી તરીકે રમણભાઈ તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. એ દિવસોમાં ફર્સ્ટ કલાસ મેળવવો બહુ મુશ્કેલ, પરંતુ મેટ્રિકની પરીક્ષામાં ૧૯૪૪માં તેમણે ફર્સ્ટ કલાસ મેળવ્યો. ૧૯૫૦ માં ગુજરાતી અને સંસ્કૃતના વિષય સાથે એમ.એ.માં પ્રથમ આવવા માટે તેમને બળવંતરાય ઠાકોર સુવર્ણચંદ્રક તથા કેશવલાલ હ. ધ્રુવ પારિતોષિક પ્રાપ્ત થયાં, ઝેવિયર્સ કૉલેજમાં એમ. એ. અને એમ.એસસી.ના વિદ્યાર્થીઓમાં પ્રથમ આવવા માટે “સંત ફ્રાન્સિસ ચંદ્રક મળ્યો. એમ.એ.ની પરીક્ષામાં એમના ભાષા વિજ્ઞાનના પેપરમાં એક પણ ભૂલ નહોતી. તેમના અક્ષર સુંદર અને લખાણ સ્વચ્છ. તેથી એ પેપરના કડક પરીક્ષક પ્રકાંડ વિદ્વાન વિષ્ણુભાઈ ત્રિવેદીએ ૯૪ માર્ક્સ આપ્યા. પછીથી જ્યારે એમની સાથે મુલાકાત થઈ ત્યારે પોતાનો આનંદ અને સંતોષ વ્યક્ત કરતાં તેમણે કહ્યું, “મારી જિંદગીમાં મેં આવું, એક પણ ભૂલ વિનાનું પેપર જોયું નથી! એકે એક પ્રશ્નના ઉત્તર સાચા, મુદ્દાસર અને સંતોષકારક હતા. લાલ લીંટી કરવી પડે તેવું એક પણ સ્થળ પેપરમાં જોવા ન મળ્યું. માર્ક્સ ક્યાં કાપવા એ મૂંઝવણ હતી તેથી એક પ્રશ્નનો એક એક ઓછો કરી ૯૪ માર્ક્સ મેં આપ્યા.” રમણભાઈને જીવનમાં પણ સફળતા મળે એવા આશીર્વાદ પણ એમણે આપ્યા. પછીના વર્ષોમાં રમણભાઈએ પોતાની Ph. D. થીસીસ નળ દમયંતીની કથાનો વિકાસ” તે પુસ્તક તેમણે વિષ્ણુભાઈ અને તેમનાં પત્ની શાંતાબેનને અર્પણ કર્યું ત્યારે ખુશી વ્યક્ત કરતાં વિષ્ણુભાઈએ ઉમળકાભેર લખ્યું કે અમે બન્નેએ આશ્ચર્યસહિત આનંદ અનુભવ્યો. નળ દમયંતી જેવાં પ્રીતિપાત્રોનાં દામ્પત્યજીવન સાથે અમારા દામ્પત્યજીવનનું અનુસંધાન થયું એ જોઈને અમે આખો દિવસ ઉત્સવની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org