________________
૯૦
પસાર કર્યો.
આવેશ કે ઉશ્કેરાટ તેમના સ્વભાવમાં નહોતા. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં સ્વસ્થતા જાળવી શકે એ ગુણ અભ્યાસકાળ દરમિયાન તેમણે કેળવ્યો. એમ.એ. ભણતા હતા ત્યારે તેમણે બહુ મહેનત કરી ભાષાશાસ્ત્રની ફાઇલ બનાવી. એક વિદ્યાર્થીએક બે દિવસમાં જોઇને આપી દઇશ એમ કહી ફાઈલ લઈ ગયો. પરીક્ષા પતી ત્યાં સુધી તેણે પાછી આપી નહિ. તેમાંથી તૈયાર થઈને તેણે પરીક્ષા આપી. રમણભાઈએ ચિંતા કર્યા વિના સ્વસ્થતાથી પરીક્ષા આપી. અને પેલા વિદ્યાર્થી કરતાં ઘણા વધારે માર્ક્સ લઈ આવ્યા. પછીના જીવનમાં પણ કપરી કસોટીના પ્રસંગે સમતાભાવ રાખતા અને કુનેહપૂર્વક પરિસ્થિતિ સંભાળી લેતા.
એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ આવવાને કારણે રમણભાઈ પત્રકારની નોકરી છોડી ૧૯૫૧ માં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૫૫માં અમદાવાદમાં નવી ખૂલેલી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અનુભવી અધ્યાપકની જરૂર હતી. મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાંથી એમ. એ. થયેલા પોતાના વિદ્યાર્થીને મુંબઈમાં એક વર્ષનો અનુભવ લઈ બીજે વર્ષે અમદાવાદ મોકલી શકાય એ હેતુથી એ વિદ્યાર્થીને મુંબઈની કૉલેજમાં પોતાની જગ્યાએ ગોઠવી રમણભાઈ પોતે ૧૯૫૫૫૬ના એક વર્ષ માટે અમદાવાદની કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. અમદાવાદમાં તેમને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી અને આગમદિવાકર પુણ્યવિજયજી મહારાજનો મેળાપ થયો. બન્નેના સંપર્કને કારણે તેમને અકલ્પ્ય લાભ થયો. પંડિતજીને રોજ કંઈક વાંચી સંભળાવતા અને સાંજે ફરવા લઈ જતા. પંડિતજીએ અનેક પરિષહ ભોગવીને મેળવેલું શાસ્ત્રજ્ઞાન અને તેમની અદ્ભુત સ્મરણશક્તિનું તેમને દર્શન થયું. સાથે સાથે તેમના વિ૨લ વાત્સલ્યનો અનુભવ તેમને થયો. જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ, જુદી જુદી ભાષાઓના, જુદા જુદા સૈકાની લિપિઓના જાણકાર, સંશોધન-સંપાદનમાં નિષ્ણાત પૂ. પુણ્યવિજયજી મહારાજની પ્રેરણાથી રમણભાઈમાં પ્રાચીન સાહિત્યના સંશોધન અને સંપાદનનો ૨સ કેળવાયો. જ્ઞાનપ્રાપ્તિનો પુરુષાર્થ પ્રગટ્યો. સૌથી મોટો લાભ ધર્મ પ્રત્યે, દર્શન-પૂજન પ્રત્યે, સામાયિક-પ્રતિક્રમણ પ્રત્યે અનુરાગ વધ્યો. મહારાજશ્રીએ તેમને અત્યંત કિંમતી, પ્રાચીન કલાત્મક સિદ્ધચક્રજી આપ્યા જેના નિત્ય દર્શનથી અસાધારણ લાભ થયો. બન્ને પવિત્ર વ્યક્તિઓના સંપર્કને લીધે રમણભાઈએ પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતીનો અભ્યાસ કર્યો. અને પીએચ.ડી. માટે
Jain Education International
શ્રુત ઉપાસક રમણભાઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org