________________
શ્રુત ઉપાસક રમણભાઈ
નળદમયંતીની કથાનો વિકાસ' વિષય પસંદ કર્યો. એક વર્ષ ત્યાં રહી પાછા મુંબઈ આવ્યા. શોધ નિબંધ લખવાનું કામ શરૂ કર્યું પરંતુ કોલેજના વર્ગો, N.C.C. ની પરેડ, એમ.એ.ના વર્ગો, ઇતર લેખનપ્રવૃત્તિ વગેરેને કારણે એ જલ્દી લખી શક્યા નહિ. સારા નસીબે ૧૯૬૦ના જૂનમાં શત્રુંજયની જાત્રાએ ગયા. આદીશ્વર ભગવાનને તેમણે પ્રાર્થના કરી, બાર મહિનામાં મહા નિબંધ લખાઈ જાય એવા આશીર્વાદ માગ્યા. મુંબઈ આવ્યા ત્યારે આશ્ચર્યજનક ઘટના બની. કોલેજના પ્રિન્સિપાલ ફાધર ડીકુઝને તેમણે પોતાની વાંચવાની અગવડની વાત કરી. ફાધરે તેમને રાત્રે મોડે સુધી સ્ટાફરૂમમાં બેસીને વાંચવાની સગવડ કરી આપી. રાત્રે આખી કૉલેજમાં અંધારું હોય. નીચે માત્ર ચોકીદાર હોય. સ્ટાફરૂમમાં સાંજે આઠથી રાત્રે બે વાગ્યા સુધી એકલા બેસીને લખે. સડસડાટ એમની પેન ચાલે, એક શબ્દનો ફેરફાર કરવો ન પડે. એ ખૂબ ઉત્સાહભેર કહેતા કે કોઈ અદશ્યપણે લખાવી ન રહ્યું હોય ? તેવું લાગે. કોઈ દેવી સહાય મળી. લખવાનું કામ બે મહિનામાં પૂરું થયું. યુનિવર્સિટીમાં ચાર કોપી આપવી પડે. એ સમયે ઝેરોક્ષની સગવડ શરૂ નહોતી થઈ. કાર્બન પેપર મૂકી ભાર દઇને લખવું પડતું. પરંતુ તેમણે અદમ્ય ઉત્સાહથી અને પુરુષાર્થથી એ કામ પણ કર્યું. તેમના ગાઇડ પ્રો. મનસુખલાલ ઝવેરી પોરબંદરમાં રહેતા. તેમને રમણભાઈના કામમાં પૂરી શ્રદ્ધા હતી તેથી તેમણે શોધ નિબંધ પર સહી કરી આપી. અને ૧૯૬૧માં તેમને પીએચ.ડી.ની ડિગ્રી મળી ગઈ. આ પ્રસંગને લીધે એમની ધર્મશ્રદ્ધા અનેકગણી વધી ગઈ. ૧૯૬૩ માં પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે તેમની નિમણૂંક થઈ. ફાગુ, ખંડકાવ્ય જેવા ગુજરાતી સાહિત્યના જુદા જુદા વિષયો, ગીતા, રામાયણ, મહાભારત, સ્વામીનારાયણ સંપ્રદાય અને જૈન ધર્મના જુદા જુદા વિષયો, ચંદરાજાનો રાસ, જયશેખરસૂરિ વગેરે વિવિધ વિષયો, પરના શોધનિબંધો તેમણે તૈયાર કરાવ્યા. દરેક થિસિસની વિગતો ઝીણવટપૂર્વક વાંચીને સુધારતા. ખૂબ ભાવથી, ચીવટથી દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપતા. તેમણે પહેલી થિસિસ શ્રીમતી સરયુબેન મહેતાને “શ્રીમદની જીવનસિદ્ધિ” પર કરાવી. ઘણાં કપરા સંજોગો વચ્ચે પણ શ્રદ્ધાથી અને અદમ્ય ઉત્સાહથી કરાવી. તેમણે અઢાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. જુદા જુદા વિષયોને કારણે તેમને પોતાને પણ ઘણો લાભ થયો. જરૂરિયાત પ્રમાણે દરેક વિષયનું પહેલેથી વાંચી લેતા જેથી માર્ગદર્શન આપવામાં સરળ રહે. પીએચ.ડી. માટે દિવસ નક્કી રાખતા. વારાફરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org