________________
૯૨
શ્રુત ઉપાસક રમણભાઈ
એક પછી એક વિદ્યાર્થીઓ ઘરે આવતા. યુનિવર્સિટીના નિયમ પ્રમાણે નિવૃત્ત થયા પછી કોઇપણ વિદ્યાર્થીને માર્ગદર્શન આપી ન શકાય. નિવૃત્ત થયા પહેલાં કોઇએ રજિસ્ટર કરાવ્યું હોય તો તે પૂરું કરી શકે. કેટલાકે એ રીતે રજિસ્ટર કરાવ્યું.
એક સુખદ અને યશ અપાવનારી ઘટના બની. શ્રી રાકેશભાઈ ઝવેરીને શ્રીમદ્ રાજચંદ્ર લિખિત ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર' પર શોધનિબંધ લખવો હતો. તેમની ઇચ્છા રમણભાઇના માર્ગદર્શન સાથે લખવાની હતી. પરંતુ રમણભાઈ નિવૃત્ત હોવાના કારણે તેઓને કરાવી ન શકે. ઘણા વિચારને અંતે, મહેનતને અંતે તેમને માર્ગ મળ્યો. યુનિવર્સિટીને અરજી કરી, રમણભાઇ જ આ વિષય પર કરાવી શકે છે એ વાત તેમાં તેમણે રજૂ કરી. અને રજા આપવા વિનંતી કરી. આ બધી કાર્યવાહીમાં લગભગ દોઢ બે વર્ષ નીકળી ગયા. પરંતુ શ્રી રાકેશભાઇએ શ્રદ્ધાપૂર્વક મહેનત ચાલુ રાખી. સદ્ભાગ્યે યુનિવર્સિટીએ રજા આપી. રમણભાઈએ રાકેશભાઈને માર્ગદર્શન આપ્યું. ખૂબ વિગતે ચાર ભાગમાં શોધનિબંધ લખાયો. શ્રી રાકેશભાઇને ડિગ્રી મળી. કામ સુંદર, સંપૂર્ણ રીતે અને સંતોષપૂર્વક પાર પડ્યું. શ્રી રાકેશભાઈ જેવી વિશિષ્ટ વ્યક્તિ સાથે કામ કરવાનું થયું તેને રમણભાઈ પોતાનું સદ્ભાગ્ય સમજતા હતા. આ શોધનિબંધને કારણે પૂ. રાકેશભાઇના વિશાળ અનુયાયી વર્ગ સાથે–વિશાળ પરિવાર સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયો. ‘શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' ધરમપુરમાં રમણભાઈ ‘સ૨’નું લાડીલું અને માનભર્યું સંબોધન પામ્યા.
છેલ્લા કેટલાક વર્ષોમાં પીએચ.ડી. માટે જૈન ધર્મના વિષયો લેવાનું વલણ વિદ્યાર્થીઓમાં વધ્યું છે. એક હવા ઊભી થઈ છે. રમણભાઇના હાથ નીચે પીએચ.ડી. થયેલા વિદ્યાર્થીઓ પોતે પીએચ.ડી.ના ગાઈડ બન્યા છે. ગહન અભ્યાસ કરીને બને તેટલું ઉત્તમ લખવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
પહેલાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક અને અધ્યક્ષ, પછીથી મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે અને Ph.D.ના માર્ગદર્શક હોવાના કારણે રમણભાઈ મુંબઈ યુનિવર્સિટી ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, સયાજીરાવ યુનિવર્સિટી-બરોડા, એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, બનારસ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટી વગેરે સાથે જુદા જુદા નિમિત્તે જોડાયેલા હતા. પરીક્ષા માટે પ્રશ્ન પત્રો કાઢવા, અથવા અધ્યાપક કે પ્રાધ્યાપકની નિમણૂંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org