________________
શ્રત ઉપાસક રમણભાઈ
કરવી, અભ્યાસક્રમ ઘડવો, Ph. D.ની થિસીસ તપાસવી, મૌખિક પરીક્ષા લેવી વગેરે કારણે અને જુદી જુદી સમિતિના સભ્ય હોવાના કારણે તેમને વારંવાર મિટીંગોમાં જવાનું થતું. આ કારણે તેમનું મિત્રર્તુળ બહોળું થતું ગયું.
રમણભાઈ વિદ્યાર્થીપ્રિય અધ્યાપક હતા. મુંબઈની ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓની ચાહના તેમણે ખૂબ મેળવી. તેઓ અધ્યાપનના વ્યવસાયને વફાદાર રહ્યા. પ્રસન્નચિત્ત, પુરુષાર્થી, પ્રેમાળ અને મદદ કરવામાં તત્પર એવી તેમની વિશેષતાને કારણે મુંબઇની ઝેવિયર્સ કૉલેજે ૧૯૫૫-૫૬ માં અમદાવાદની ઝેવિયર્સ કૉલેજ શરૂ કરવા તેમને મોકલ્યા ત્યાં પણ તેમણે અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સારી ચાહના મેળવી. ત્યાં એક વિચિત્ર ઘટના બની. થોડા દિવસ માટે રમણભાઈ મુંબઇ આવ્યા ત્યારે એક વિદ્યાર્થીએ ટીખળ કરવાના હેતુથી અમદાવાદના વર્તમાનપત્રમાં મૃત્યુનોંધમાં રમણભાઈના અવસાનના અને શોકસભાના સમાચાર છપાવ્યા. એ વાંચીને કૉલેજમાં ઊંડા શોકનું વાતાવરણ છવાઈ ગયું. નિયત સમયે લોકો સભામાં આવવા લાગ્યા. અમદાવાદની ઝેવિયર્સમાં તે વખતના ઇકોનોમિક્સના પ્રોફેસર અને પછીના વર્ષોમાં ગુજરાતના ચીફ મિનિસ્ટર તે પ્રો. ચીમનભાઈ પટેલને રમણભાઈ પ્રત્યે બહુ સભાવ હતો. બન્ને સારા મિત્રો હતા. તેમને આ ઘટના વિશે શંકા ગઈ. તેમણે પોતાના મિત્રને મુંબઇમાં તાબડતોબ ફોન કરી રમણભાઈના ક્ષેમકુશળતાના સમાચાર મેળવ્યા, અને એ શુભ હકીકત શોકસભામાં જાહેર કરી. શોકસભા આનંદસભામાં ફેરવાઈ ગઈ. એ પછી બધાંનું ધ્યાન ગયું કે એ દિવસ પહેલી એપ્રિલનો હતો. પ્રિન્સિપાલે આવી ક્રૂર મશ્કરી કરવા બદલ વિદ્યાર્થીને ઠપકો આપ્યો. વિદ્યાર્થીએ કહ્યું કે મારે મોટી સંખ્યામાં લોકોને મૂર્ખ બનાવવા હતા. અત્યંત લોકપ્રિય હોય, વિદ્યાર્થીપ્રિય હોય એવી વ્યક્તિ પસંદ કરું તો લોકો આવે. એ માટે મેં રમણભાઈને પસંદ કર્યા.
માત્ર ગુજરાતી જ નહિ અન્ય ધર્મ અને જાતિના કે દેશના વિદ્યાર્થીઓને પણ તેમના પ્રત્યે માન હતું. ૧૯૭૯માં બ્રાઝિલમાં રીઓ ડી જાનેરોમાં PE.N. કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે અમે ગયાં ત્યારે લીસ્ટમાં પ્રો. શાહનું નામ વાંચી સાવપાઉલોથી એક વિદ્યાર્થી કસ્ટોડિઓ વાઝનો ફોન આવ્યો. તેણે કહ્યું: તમે પ્રો. શાહ છો ? મેં મુંબઇની સેન્ટ ઝેવિયર્સમાં તમારા હાથ નીચે N. C. C. ની તાલીમ લીધી છે. હું તમને મળવા માગું છું. આ સાંભળી અમને બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org