________________
૯૪
શ્રુત ઉપાસક રમણભાઈ
આનંદ થયો. અમે ખુબ ભાવથી તેને મળ્યાં. તેણે સાવપાઉલોમાં હોટેલ હિલ્ટનમાં અમને ઉતાર્યા. સાવપાઉલો તથા આજુબાજુ વિસ્તારમાં ફેરવ્યા. અમને ઘરે લઈ જઈ કુટુંબીજનો સાથે જમાડ્યાં. અને અમારી ખૂબ મહેમાનગતિ કરી. એ એક સુખદ અને આનંદ આપનારો અનુભવ હતો.
૧૯૭૪ માં ઇસ્ટ આફ્રિકામાં કેનિયામાં મોમ્બાસાના જૈન સંઘે ભગવાન મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણ મહોત્સવ નિમિત્તે કેનિયા એને ટાન્ઝાનિયાના કેટલાક શહેરોમાં વ્યાખ્યાનો આપવા અમને બન્નેને આમંચ્યા હતા. એ વખતે નકુરુ શહેરમાં દેરાસરના ખાત મૂહૂર્ત માટે ત્યાંના જૈન સંઘે રમણભાઈને આમંત્ર્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી મંચ પરથી રમણભાઈ ઊતરે એ પહેલાં જ એક હબસી વિદ્યાર્થી ખૂબ પ્રેમથી તેમને ભેટી પડ્યો. રમણભાઇએ એ સમારંભમાં પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ચામડીનો રંગ કાળો કે ગોરો હોઈ શકે પણ ચામડી નીચે બધાના લોહીનો રંગ લાલ છે. માટે રંગભેદ નાબૂદ કરવો જોઇએ. એ વિદ્યાર્થીને આખું વક્તવ્ય ખૂબ ગમી ગયેલું. સદ્નસીબે એ વખતે ત્યાં આવેલા ત્યાંના ગવર્નરે પણ રમણભાઇનો ઉલ્લેખ કરી આ વાતને સમર્થન આપ્યું. આ વક્તવ્યને કારણે પોતાનો ઉમળકો દર્શાવવા તે રમણભાઇને ભાવથી ભેટી પડ્યો અને કહ્યું, હું મુંબઇની ઝેવિયર્સ કૉલેજમાં N.C.C. માં તમારો વિદ્યાર્થી હતો. આવા પ્રસંગો ઘણા બનતા. ભારતમાં અને ભારતની બહાર તેમને વિદ્યાર્થીઓનો પ્રેમ બહુ મળ્યો છે.
૧૯૮૭માં કેનેડામાં જૈનધર્મના વ્યાખ્યાનો આપવા અને Vegetarian Conferenceમાં ભારતના પ્રતિનિધિ તરીકે જવાનું થયું ત્યારે પણ વિદ્યાર્થીઓનો સુખદ અનુભવ થયો.
તેમનાં કેટલાંક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ મુંબઈ અને મુંબઇની બહારની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક છે. રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ હતા ત્યારે વર્ષમાં બે વાર અધ્યાપક મિલન ગોઠવતા. આ મિલનમાં મુંબઈ યુનિવર્સિટીના અધ્યાપકો અને એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીના અધ્યાપકોને આમંત્રણ આપતા. તેઓ નિવૃત્ત થનાર અધ્યાપકને વિદાયમાન અને નવા અધ્યાપકને આવકાર આપતા. તેમાં અધ્યયન અધ્યાપનના પ્રશ્નોની અથવા સાહિત્યને લગતા કોઈ વિષય પર ચર્ચા ગોઠવતા. કોલેજમાં નવા જોડાનાર તેમાં ભાગ લે તેનું ખાસ ધ્યાન રાખતા. અધ્યાપકોમાં રમણભાઇના વિદ્યાર્થીઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org