________________
શ્રત ઉપાસક રમણભાઈ
ત્રણ પેઢી હોય. એક પરિવારની જેમ આખોય સમારંભ ઉત્સાહ અને આનંદથી છલકાતો અને સંપન્ન થતો. ફરી મળવાની ઉત્સુકતા સાથે પ્રસન્નવદને બધાં છૂટા પડતાં.
કોઈ શુભ ઘડીએ પચ્ચીસ વર્ષની ઉંમરે રમણભાઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય બન્યા અને બહુ થોડાં વર્ષોમાં કારોબારીના સભ્ય પણ બન્યા. જિંદગીના અંત પર્યત તેમાં કોઈ ને કોઈ પદે ચાલુ રહ્યા. પૂ. પરમાનંદભાઈની નજર કોઈ તરવરાટવાળી અને સિદ્ધાંતવાદી વ્યક્તિની શોધમાં રહે અને મળે ત્યારે તેને સંઘમાં જોડી દે. અમારી સગાઈ પછી રમણભાઈને તેમણે યુવક સંઘમાં જોડી દીધા. એ વખતની કારોબારી સમિતિ એટલે ગાંધી ટોપીનું સામ્રાજ્ય. મોટા ભાગના સભ્યો એ ટોપીવાળા અને સિદ્ધાંતવાદી હતા. ખાદીધારી હતા. મણિલાલ મોકમચંદ શાહ, રતિભાઈ કોઠારી, પરમાનંદભાઈ કાપડિયા, દીપચંદભાઈ સંઘવી, ટી. જી. શાહ અને ચંચળબહેન, ધીરજલાલ ધનજીભાઈ શાહ, મારા પિતાશ્રી દીપચંદભાઈ શાહ, લીલાવતીબેન દેવીદાસ, વેણીબેન કાપડિયા, જશુમતીબેન કાપડિયા, મેનાબેન, ચીમનલાલ ચકુભાઈ શાહ, ચીમનલાલ જે. શાહ, ડૉ. વ્રજલાલ ધરમચંદ મેઘાણી વગેરે. યાદી લાંબી છે તેથી ટૂંકાવું છું. એ વખતની કારોબારીમાં પરસ્પર કુટુંબીજનો હોય તેવી લાગણી હતી. અત્યારે છે તેવી ઇતર પ્રવૃત્તિ બહુ થોડા પ્રમાણમાં હતી. તેમાં પોતાપણાનો એક અનોખો માહોલ હતો. એકબીજાના સારા નરસા પ્રસંગે મદદ કરતા. અમારા લગ્ન વખતે પૂ. પરમાનંદભાઈ અને વિજયાબહેને, પૂ. ટી. જી. શાહ અને ચંચળબહેને પોતાની દીકરી પરણતી હોય તેવા ભાવથી ભાગ લીધો. દરેક જણ સુખ કે દુઃખના પ્રસંગે પરસ્પર ખૂબ મદદ કરતા.
પૂ. ચીમનલાલ ચકુભાઈ અને પૂ. પરમાનંદભાઈ કોઈ પણ લખાણ તૈયાર કરે ત્યારે રમણભાઈને વંચાવે, નવી પ્રવૃત્તિ શરૂ કરવાની હોય ત્યારે પણ તેમની સાથે ચર્ચા કરે. નામાંકિત, કોઈ વિશિષ્ટ કે વિદ્વાન વ્યક્તિને મળવા જવાનું હોય ત્યારે તેમને સાથે લઈ જાય. આમ, આવા વડીલોનો સ્નેહ રમણભાઈ સહજપણે સંપાદન કરી શક્યા. ૧૯૭૨માં પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે સર્વાનુમતે તે પસંદ થયા. વ્યાખ્યાનમાળા વધુ ને વધુ લોકપ્રિય થતી ગઈ. આ વ્યાખ્યાનમાળામાં સ્થાન મળે તેને વક્તાઓ પોતાનું ગૌરવ સમજતા.
સંસ્થા અને વ્યક્તિ બન્ને એકબીજાને ઉપકારક છે. સંસ્થામાં કામ કરીને વ્યક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org