________________
શ્વત ઉપાસક રમણભાઈ
ઘડાય છે તેને સંસ્થાનું પીઠબળ મળે છે. સંસ્થાના મોટા નામનો એને લાભ મળે છે. વડીલોનું માર્ગદર્શન મળે છે. સંસ્થાનાં વિચારપૂર્વક અને સહિયારી રીતે ઘડાયેલા નીતિનિયમોનો સહારો મળે છે. તો બીજી બાજુ વ્યક્તિના સારાં કામથી અને દીર્ધદષ્ટિ અને વિચારપૂર્વકના નવા નવા અભિગમોથી, પ્રવૃત્તિથી સંસ્થા વધુ ઉજ્જવળ બને છે. તેની નામના ચારેબાજુ પ્રસરે છે. રમણભાઈને અહીં વડીલોનું વાત્સલ્ય અને પીઠબળ મળ્યું. ૧૯૮૨ માં પૂ. ચીમનભાઈના સ્વર્ગવાસ પછી સર્વાનુમતે સંઘના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. પ્રમુખસ્થાને આવ્યા પછી જુદા જુદા પ્રકારે માનવસેવાની અને ખાસ કરીને કેટલીક સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ શરૂ થઈ. અમારું ઘર જાણે યુવક સંઘની નાની ઑફિસ બની ગયું. રમણભાઈના માર્ગદર્શનથી આ પ્રવૃત્તિઓ સારી રીતે થતી કારણ સમિતિના સભ્યોનો ઉત્સાહપૂર્વકનો પૂરો સહકાર, કામની સંપૂર્ણ જવાબદારી લેવાની તેમની તત્પરતા અને એ પ્રવૃત્તિ માટે ફંડ એકઠું કરવાની તકેદારી હતી. દરેક વ્યક્તિ પોતાને ફાળે આવેલી પ્રવૃત્તિ ખંતથી કરે. ચીવટથી કરે. આ કારણે સંસ્થાની છબી વધુ ઉજ્જવળ થતી ગઈ. વર્ષો પહેલાં રમણભાઈએ એક નવી પ્રવૃત્તિ શરૂ કરી. જેમણે વિદેશ પ્રવાસ ન કર્યો હોય અને કરવાની શક્યતા ઓછી હોય તેવી વ્યક્તિઓમાં કવિ, ગઝલકાર, પ્રોફેસર, પત્રકાર, સમાજસેવક, સંગીતકાર વગેરેને પસંદ કરી આઠ આઠ વ્યક્તિઓના બે ગ્રુપને તે દરેક માટે દાતાઓ શોધી પરદેશના પ્રવાસે મોકલ્યા હતા. એ જ રીતે વૃદ્ધોને યાત્રા પ્રવાસે મોકલવાની યોજના પણ વિચારી. કેટલાક સભ્યો એ જ વખતે નાણા આપવા તૈયાર થયા. પરંતુ સર્વાનુમતે ઠરાવ પસાર થાય તો જ આગળ વધવું તેવો પ્રમુખ તરીકે તેમનો આગ્રહ હતો. જો એકાદ વ્યક્તિનો વિરોધી સૂર હોય તો પ્રવૃત્તિ આગળ વધારતા નહિ. તેથી તે પ્રવૃત્તિ થઈ નહિ. તેમણે શરૂ કરેલી ખૂબ મહત્ત્વની પ્રવૃત્તિ તે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન ગુજરાતના પછાત ગ્રામ વિસ્તારમાંની કોઈને કોઈ સંસ્થા માટે ફંડ એકઠું કરી તેને મદદ કરવાની હતી. આ પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર સફળતા મળી. અત્યાર સુધીમાં લગભગ અઢી-પોણા ત્રણ કરોડ જેટલી રકમનું દાન લોકોએ કર્યું.
વિવિધ લોકોપયોગી અને ઉત્તમ પ્રવૃત્તિઓને કારણે સંસ્થાની સુવાસ પ્રસરવા લાગી. યુવક સંઘને કારણે રમણભાઈનો, પોતાનો વિકાસ ઘણો થયો. “પ્રબુદ્ધ જીવનના અગ્રલેખો નિમિત્તે સાહિત્ય અને ધર્મનો ઊંડો અભ્યાસ થયો જે તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org