________________
શ્રુત ઉપાસક રમણભાઈ
ચારિત્ર્ય વિકાસમાં બહુ ઉપકારક થયો. તેમના લેખો ‘દીપચંદ ત્રિભોવનદાસ શાહ પુસ્તક પ્રકાશન ટ્રસ્ટ'માંથી પુસ્તક રૂપે છપાયા. પુસ્તકો અને કેસેટો પરદેશ પહોંચી. તેમનું મિત્ર વર્તુળ વિકસતું ગયું. સંઘના પ્રમુખપદથી મુખ્ય લાભ એ થયો કે સંઘની દરેક વ્યક્તિ તેમને પ્રેમથી, સદ્ભાવથી, સન્માનથી જુએ અને મૂલવે છે. વડીલોના આશીર્વાદ અને સમવયસ્કનો પ્રેમ તે તેમનું મોટું સદ્ભાગ્ય છે, મોટી ઉપલબ્ધિ છે.
સંઘના પ્રમુખ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ દીપચંદ શાહ દૃષ્ટિસંપન્ન, ઉદારદિલ, સંનિષ્ઠ સેવાભાવી કુશળ સુકાની છે. સંઘના મંત્રીઓ શ્રીમતી નીરુબહેન શાહ, ધનવંતભાઈ શાહ, સહમંત્રી વર્ષાબહેન શાહ, ખજાનચી શ્રી ભૂપેન્દ્રભાઈ ઝવેરી–આ સહુ હોદ્દેદારો પોતપોતાની ફ૨જ ઉત્તમ રીતે બજાવી સંઘની સર્વ પ્રવૃત્તિમાં સફળતા માટે પ્રયત્નશીલ રહે છે. આખી કમિટીનો હૃદયપૂર્વકનો સહકાર સંઘને મળે છે. સંઘના મેનેજર શ્રી મથુરાદાસ ટાંક અને કર્મચારીગણ પણ રમણભાઈ પ્રત્યે ખૂબ લાગણી રાખે છે. કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનું રમણભાઈનું ઉદાર વલણ હતું. યુવક સંઘમાં કાર્યવાહક સમિતિ હૃદયપૂર્વક સહકાર આપી એકમતથી કામ કરે છે. બને તેટલું સારું થાય તેને માટે પ્રયત્નો કરે છે. પ્રભુને પ્રાર્થના કરીએ કે આ રીતે તેનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે.
૯૮૭
અમારા વડીલો પ્રત્યે તો આદરમાન હોય જ પરંતુ કોઇપણ વૃદ્ધજનો પ્રત્યે રમણભાઈ માનની લાગણીથી જુએ. મારા સાસુ પૂ. રેવાબા અને પૂ. સસરા સ્વ. ચીમનલાલ અમૃતલાલ શાહ માટે તેમણે લખેલા અંજલિ લેખો ઘણાને પ્રેરણારૂપ બન્યા છે. રમણભાઈ મારા દાદા, મારાં નાની, અને મારાં માતા-પિતા પ્રત્યે ખૂબ આદર ધરાવતા. મારાં માતા-પિતાની માંદગીમાં તેમની ખૂબ સંભાળ લીધી તેથી મારા બા ખૂબ પ્રસન્ન થઇને કહેતા કે ભગવાનને પ્રાર્થના કરું છું કે ભવોભવ મને આ જમાઈ મળે. ત્યારે હું હસતાં હસતાં કહેતી કે ‘સાથે મને નહિ માગો ?’
રમણભાઇ પૂણ્યશાળી હતા. અમારા બન્નેના કુટુંબીજનોનો સ્નેહાદર પામ્યા. અમારા બન્ને વેવાઈઓ તેમને પરમ મિત્ર અને સ્નેહી-સ્વજન માને છે. અમેરિકામાં વસતાં, ઘણે દૂરથી પણ અમારી અત્યંત પ્રેમપૂર્વક સંભાળ રાખતા, નિયમિત રીતે ફોનથી સંપર્ક રખતા, જરૂર હોય ત્યારે, સત્ત્વરે ભારત આવી જતા, અમારાં પુત્ર અને પુત્રવધૂ ચિ. અમિતાભ અને સૌ. સુરભિ અને અહીં અમારી નજીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org