________________
૯૮
શ્રત ઉપાસક રમણભાઈ
રહેતાં દીકરી અને જમાઈ સી. શૈલજા અને ચિ. ચેતનભાઈ અમારા આ ચારે સંતાનો અમારા માટે ઈશ્વરના આશીર્વાદરૂપ છે. અમારી નજીક રહેતાં હોવાથી શૈલજા અને ચેતનભાઈએ અમારી ઘણી જ સંભાળ લીધી. માંદગી દરમિયાન નાનાથી મોટામાં મોટી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. રમણભાઈના જીવનના અંતિમ સમયે શૈલજા તેમની પાસે હોવાથી તેમને થયેલા વિશિષ્ટ દર્શનના શબ્દોને સાંભળી શકી–તે તેનું મોટું સદ્ભાગ્ય.
રમણભાઇમાં વેપારી કુનેહ, વહીવટી કુશળતા અને ઉદારતા હતી. તેમણે ધાર્યું હોત તો એક સફળ વેપારી બની શકત. પરંતુ સભાગ્યે જીવનવહેણ કંઈક વધુ શુભ અને સાત્ત્વિક કાર્ય અર્થે જુદી દિશામાં વળ્યું. શાળાના અભ્યાસ દરમિયાન આઝાદીની ચળવળને કારણે તેમનામાં દેશભક્તિ જાગી. સમય મળતાં પૂ. ગાંધીજી, કાકા સાહેબ, શ્રી કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ વગેરેના જીવનલક્ષી સાહિત્ય અને ક. મા. મુનશી, ૨. વ. દેસાઈ, ધૂમકેતુ, મેઘાણી વગેરેની નવલકથાના વાંચનથી તેમની જીવનદૃષ્ટિ ઘડાઈ. મેટ્રિકની પરીક્ષામાં ગણિત અને વિજ્ઞાનની પરીક્ષામાં અતિ ઉજ્જવળ પરિણામ છતાં કોલેજમાં આર્ટ્સમાં એડમિશન લઈ B.A. અને M.A.માં ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરી સફળ અધ્યાપક બન્યા. એ સમય દરમિયાન આચાર્ય ઉદ્યોતનસૂરિ લિખિત ‘કુવલયમાળા'નો અનુવાદ કરતાં જૈનધર્મનાં રહસ્યો જાણવાની તાલાવેલી તેમને લાગી. અને તે માટે પુરુષાર્થ આદર્યો. અધ્યાપન છોડી વેપાર કરી ઘણી વધારે કમાણી કરવાની ઘણી મોટી તક છતાં તેમણે તે કર્યું નહિ. તેમને વડીલોનો પણ આશીર્વાદ સાથે સહકાર મળ્યો. તેમની ધર્મશ્રદ્ધા, સિદ્ધાંતનિષ્ઠા અને લેખનશક્તિ જોઈને મારા સસરા અને મારા પિતા બન્નેએ તેમને વેપાર કરવાનું ઉત્તેજન ન આપ્યું-પરંતુ અધ્યાપન અને ધર્મસાહિત્યના લેખન માટે પ્રોત્સાહન આપ્યું. મારા પિતાશ્રીની પ્રબળ ઇચ્છા હતી કે તેમનાં લખાણો દ્વારા પરદેશમાં જેન ધર્મનો પ્રચાર થાય. આજે એ ઈચ્છા કેટલેક અંશે ફળી છે. મારા પિતાશ્રી દીપચંદભાઈ મુંબઈ જૈન યુવક સંઘના સક્રિય કાર્યકર્તા હતા અને સાત વર્ષ સુધી સંઘના મંત્રીપદે રહ્યા હતા. તેમના સ્વર્ગવાસ પછી મારા માતુશ્રી ધીરજબેને મોટી રકમ યુવક સંઘમાં આપી. સંઘે તે રકમમાંથી “સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ પુસ્તક પ્રકાશન ટ્રસ્ટ' સ્થાપ્યું. આજે તેમાંથી લગભગ ૨૩ પુસ્તકો છપાયાં છે. પરદેશમાં રમણભાઇનાં પુસ્તકો સારી સંખ્યામાં વેચાય છે. મારા પિતાશ્રીનું સ્વપ્ન આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org