________________
શ્રુત ઉપાસક રમણભાઈ
રીતે ફળ્યું છે. ‘પ્રબુદ્ધ જીવન'ના લેખો અને તેનું સંપાદન, બીજા માસિકો, વર્તમાનપત્રો માટે જૈન ધર્મના લેખો અને પુસ્તકો લખવાનું કામ તેમણે માનાર્હ રીતે કર્યું છે. કદી તેમાંથી ધન ઉપજાવ્યું નથી. પોતાના પુસ્તકોની છૂટે હાથે લહાણી કરી છે. સંપ્રદાય કે ગચ્છ ભેદ જોયા વિના, કોઇ પણ ફીરકાના, અન્ય ધર્મના પણ સાધુ-સાધ્વીઓને, પંડિતોને, લેખકોને ધર્મમાં રસ લેતી કોઈપણ વ્યક્તિને તેમણે હોંશથી પુસ્તકો આપ્યાં છે. ઉપાધ્યાય યશોવિજયજી કૃત અધ્યાત્મસાર અને જ્ઞાનસાર, જિનતત્ત્વ, પ્રભાવક સ્થવિરો, તિવિહેણ વંદામિ, ભગવાન મહાવીરનાં વચનો, જિનવચન વગેરે પુસ્તકોની ધર્મ જિજ્ઞાસુઓમાં, સાધુ-સાધ્વીઓમાં ખૂબ માગ છે, અને તેમણે ભાવપૂર્વક આ પુસ્તકો મોકલ્યાં છે. રમણભાઇના આ કાર્યને હું અમારું ઘણું મોટું સદ્ભાગ્ય સમજું છું. કોઇપણ વ્યક્તિ ધર્મની બાબતમાં અને પોતાના સુખદુઃખ બાબત કંઈપણ પૂછે તો તે પૂછનાર વ્યક્તિને સંતોષ થાય તે રીતે શાંતિથી તેને સમજાવે, થાકે નહિ. રમણભાઈ કહેતા કે જ્ઞાનના ક્ષેત્રે ઉદાર રહેવું, આવડતું હોય તો કંઈ ગોપવવું નહિ. ઉદાર રહીએ તો જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય.
પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળતા જોઈને બાબુ પન્નાલાલ હાઈસ્કૂલના રમણભાઈના સહાધ્યાયી અને સેવંતીલાલ કાન્તીલાલ કંપનીવાળા જયંતીભાઈ પી. શાહે અને તેમના ભાઈઓએ ઉદારતાપૂર્વક માતબર રકમ-આર્થિક સહયોગરૂપે આપી. હજુ પણ દર વર્ષે આપતા રહે છે. રમણભાઈએ અને જયંતીભાઈએ સાથે મળીને, વર્ષો વીત્યા પછી પણ બાબુ પન્નાલાલના તેમના શિક્ષકોનું સન્માન બિરલા ક્રીડા કેન્દ્રમાં આમંત્રીને કર્યું. વર્ષો પછી ગુરુ-શિષ્યનું મિલન થતાં ભાવવાહી દશ્યો સર્જાયાં હતાં.
૯૯
ગુજરાતના ગામડાના એક અપંગ છોકરાએ ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં ‘પાસપોર્ટની પાંખે’નું એક પ્રકરણ ‘પગરખાંનો ગોઠવનાર' વાંચીને આનંદ દર્શાવતો પત્ર રમણભાઇને લખ્યો. તેને રાજી કરવા ‘પાસપોર્ટની પાંખે’ના ત્રણે ભાગ મોકલ્યા. એના ગામ બાજુ જવાની તક મળી ત્યારે પોતાની સાથેના મિત્રોને લઈ તેને ગામ જઈ તેને બને તેટલી સહાય કરી. આ પ્રસંગ તેના નાના ગામમાં ઉત્સવરૂપ બની રહ્યો. તાજેતરમાં વાંકાનેરથી શકીલ નામના મુસલમાન વિદ્યાર્થીનો રમણભાઇના પાસપોર્ટની પાંખેના લેખના વખાણ કરતો પત્ર આવ્યો. તેને પણ ત્રણે ભાગ મોકલી આપ્યા. આ વિદ્યાર્થીએ તો પોતાના મિત્રોમાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org