________________
શ્રત ઉપાસક રમણભાઈ
સ્વરે હાર્મોનિયમ સાથે સ્તવનો ગાતા અને શીખવતા. પિતાશ્રીને એ રીતે પ્રતિક્રમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેની ગાથાઓ તથા દોઢસો જેટલાં સ્તવનો કંઠસ્થ થયાં તે આ ઊજમશી માસ્તરના પ્રતાપે. એ ઊજમશીભાઈએ પછી પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને મુનિ ઉદયવિજયજી અને પછી ઉદયસૂરિ થયા હતા. (શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિના શિષ્ય ઉદયસૂરિ તે જુદા).
તે સમયે પાદરામાં જૈનોની વસ્તી મુખ્યત્વે નવધરી, દેરાસરી, લાલ બાવાનો લીમડો, ઊંડું ફળિયું વગેરે શેરીઓમાં હતી. પાસે કંટિયારું નામનું તળાવ છે. સાત-આઠ દાયકા પહેલાંની પાદરાની જાહોજલાલીની વાત કંઈક જુદી છે. ગાયકવાડી રાજ્યમાં વડોદરાની નજીક આવેલું પાદરા એ તાલુકાનું મુખ્ય મથક. એના તાબામાં એકસોથી વધુ ગામ હતાં. એક એતિહાસિક સ્થળ તરીકે તથા એક સંસ્કારકેન્દ્ર તરીકે પાદરાનું નામ ત્યારે ઘણું મોટું હતું.
વડોદરાથી બારેક કિલોમીટ૨દૂર આવેલું પાદરા ગામ ઐતિહાસિક છે. અંગ્રેજો સામે ૧૮૫૭ના બળવામાં ભાગ લેનાર ક્રાંતિવીરોમાંના એક તાત્યા ટોપેની જન્મભૂમિ છે. એક બાજું વિશ્વામિત્રી નદી અને બીજી બાજુ મહીસાગર નદીની પાસે પાદરા આવેલું છે.
૧૯૫૭માં જ્યારે ૧૮૫૭ના બળવાની શતાબ્દી ઊજવવામાં આવી હતી ત્યારે પાદરાના કવિ મણિલાલ મોહનલાલ પાદરાકરે “પુણ્યભૂમિ પાદરા નામની પંદરેક પાનાની પુસ્તિકા પ્રગટ કરી હતી. અને તેમાં તાત્યા ટોપેના જીવનનો પરિચય આપવા સાથે પાદરાની ભૂતકાળની પરિસ્થિતિનું શબ્દચિત્ર પણ દોર્યું હતું.
પિતાશ્રીના યૌવનકાળના સમયનું અને તે પૂર્વેનું પાદરા કેવું હતું તેનું વિષયાંતર થવા છતાં સંક્ષેપમાં અહીં વિહંગાવલોકન કરીશું.
દોઢસો વર્ષ પહેલાં પાદરાનું મૂળ નામ ટંકણપુર હતું. ત્યારે તો એ સાવ નાનું ગામડું હતું. એને વિકસાવ્યું દલા દેસાઈ નામના પાટીદારે. તેઓ દલા પાદરીઆ તરીકે ઓળખાતા. એટલે એમના નામ પરથી ટંકણપુરનું નામ પાદરા થઈ ગયું. તેઓ ભારે પરાક્રમી હતા. એ જમાનામાં મોગલ સલ્તનતને આગળ વધતી અટકાવવામાં મરાઠાઓએ ઘણી બહાદુરી બતાવી. શિવાજી મહારાજના અવસાન પછી જે કેટલાક શૂરવીરો થયા તેમાં ખંડેરાવ દાભોડેએ પાદરાની સરહદ સંભાળી હતી. એમને મદદ કરનારાઓમાં આ દલા દેસાઈ હતા. દલા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org