________________
શ્રત ઉપાસક રમણભાઈ
૪૪૫
પારદર્શક વ્યક્તિત્વ
I ખુશ્મા શાહ
શ્રી સંભવનાથજીનો પૂર્વ ભવ શ્રી વિમલવાહન મહારાજા તરીકે દર્શાવેલ હતો, જ્યારે અમારી પાસે પંડિત શ્રી સવાઈલાલ જાદવજી શાહ, પરછેગામવાળા સંકલિત “જીનેશ્વર જીવન જ્યોત દર્શન'નું એક પ્રકાશન છે જેમાં શ્રી અજીતનાથજીના પૂર્વ જન્મને શ્રી વિમલવાહન તરીકે દર્શાવેલ છે તો આ બંનેમાં ખરું શું ? એમ અમોએ પૂછાવેલ હતું. પોતાની નાજુક તબિયતમાં પણ શ્રી રમણભાઈએ જાતે પરિશ્રમ ઉઠાવી ખૂબ જ અલ્પ સમયમાં એ શોધી કાઢ્યું કે શ્રી સંભવનાથજીના પૂર્વભવમાં વિમલવાહન નહીં પણ વિશાલવાહન મહારાજા હતા.
જ્યારે શ્રી અજીતનાથજી પૂર્વ જન્મમાં શ્રી વિમલવાહન મહારાજ હોઈ શકે. આ વાત એમણે જાતે ફોન કરી જણાવી. અમારી પૂછપરછ પર જાતે નોંધ લઈ, જાતે લક્ષ્ય આપી, જાતે સંશોધન કરી જાતે જ ફોન કરી ખૂબ જ સરળતાથી આ વાત કરી. એમનો આવો સરળ, સહજ, પારદર્શી સ્વભાવ હૃદયને સ્પર્શી જાય છે ત્યારે એવી લાગણીનો અનુભવ થાય છે કે અને તે પણ ફોન પર - એક અજાણી વ્યક્તિને એમને મહેરાત લઈ જવાબ આપ્યો. અલ્પ સંસર્ગમાં જો આટલું પામી શકી તો દીર્ઘ પરિચયમાં આવી હોત તો કેટલું પામી શકી હોત ?
जा य सच्चा अवत्तव्वा सच्चामोसा य जा मुसा । जा या बुद्धेहि णाइन्ना न तं भासेज्ज पण्णवं ।।
(સવૈઋનિ. 7-2) જે ભાષા સત્ય હોવા છતાં બોલવા જેવી ન હોય, જે ભાષા સત્ય અને અસત્યના મિશ્રણવાળી હોય, જે ભાષા અસત્ય હોય અને જે ભાષા જ્ઞાનીઓએ વર્ષ ગણી હોય તેવી ભાષા પ્રજ્ઞાવાન સાધકે બોલવી નહિ.
રમણલાલ ચી. શાહ (“જિન-વચન'માંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org