________________
૪૪૬
શ્રત ઉપાસક રમણભાઈ
એ જીવન ઃ અન્યો માટે જીવનસંદેશ
I પુરુષોત્તમભાઈ અને મલયભાઈ બાવીશી તેજસ્વી ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજકારણીઓ, ડૉક્ટરો, એન્જિનિયરો વગેરેની ખોટ ભાગ્યે જ અનુભવાય છે. પરંતુ જેનું જીવન જ અન્ય માટે જીવનસંદેશ બની જાય તેવા ધર્મપ્રેમી, દાર્શનિક, સરળ સ્વભાવી મહાપુરુષોની વિદાય ચિત્તને શોકગ્રસ્ત કરી ખાલીપો આપી જાય છે.
અમારે મન ડૉ. રમણભાઈ ધર્મને સાચા અર્થમાં સમજનાર અને તે પ્રમાણે જ જીવન જીવનાર સતપુરુષ હતા.
બુદ્ધિ અને તર્ક બન્ને ભારોભાર હોવા છતાં તેનો વ્યાપારિક ઉપયોગ નહીં કરતા ધાર્મિક અને વ્યવહારિક ઉપયોગ કરી સમાજને હંમેશાં ઉપયોગી થયા અને બુદ્ધિના ઉપયોગનો દાખલો બેસાડયો.
આજની મટિરિયાલીસ્ટ સમાજવ્યવસ્થામાં આવા પુરુષનું ફરી અવતરણ થવું કદાચ અશક્ય નહીં હોય પણ દુષ્કર જરૂર લાગે છે.
તેઓના દેહાવસાનથી જ્ઞાન અને સેવાના ક્ષેત્રે જૈન દર્શનના વાંચન લેખનનાં ક્ષેત્રે ઘણી મોટી ખોટ પડી છે.
પરમ કૃપાળુ અરિહંત દેવને એ જ પ્રાર્થના કે તેમનો આત્મા ચિર શાંતિ પામી આપણને યોગ્ય માર્ગદર્શન આપતો રહે.
वत्थगंधमलंकारं इत्थीओ सयणाणि य । अच्छंदा जे न भुंजंति न से चाइ ति वुच्चइ ।।
(સાત્તિ. 2-2) જેઓ વસ્ત્ર, સુગંધી પદાર્થો, અલંકારો, સ્ત્રી તથા શયનસનાદિનો ઉપભોગ સંજોગવશાત્ કરી શકતા નથી તે ત્યાગી કહેવાતા નથી.
રમણલાલ ચી. શાહ ( જિન-વચનમાંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org