________________
સુત ઉપાસક રમણભાઈ
४४७
શ્રદ્ધા સુમન પૂ. રમણભાઈ સરને”
| નીના ઉમેશ ગાલા એલ્ફીન્સ્ટન કૉલેજમાં સર પાસે M.A.નો અભ્યાસ કરતા ભણવાન અને અરિહંત આરાધક મંડળમાં સાથે યાત્રા કરવાનો લહાવો મળ્યો અને તારાબેન અને રમણભાઈ સર સાથે ઓળખાણ ઘનિષ્ટ થઈ. સરના અગાદ્ય જ્ઞાન, પાંડિત્યા અને ઊંડી પચાવેલી કોઠાસૂઝની સાથે તેમનામાં રમૂજ કરવાની શક્તિ, સરળતા અને નિખાલસતા હતી. તેઓ કઠિન અટપટા વિષયને પણ ખૂબ જ સહજતાથી સમજાવી શકતા હતા. તેને લીધે તે તે વિષયનું તત્ત્વ સોંસરવું ગળે ઊતરી જતું. સરના લેક્ટરમાં અર્ધમાગધી કે Western Philosophy ભણતા અમે એકતાન થઈ જતા. અમે કોઇક પ્રોફેસરના લેક્ટર દિલથી બંક કરતા પણ રમણભાઈ સરના લેક્ટર ખરા દિલથી ચૂક્યા વગર એટેન્ડ કરતા.
જ્યારે પણ તેમને મળવા જતી જ્યારે માયાળુ માર્ગદર્શન મળતું. તેઓ પુસ્તકો અચૂક ભેટમાં આપતા. તેમની આપેલી પ્રસાદી અમોલ છે. તેમણે આટલું વિશાળ લેખનકાર્ય, સર્જન કર્યું પણ કેટલી નિર્લેપતા ! ક્યાંય કોઈ પુસ્તક પર Copy Right ના હક નહિ. “તેરા તુઝકો અર્પણ”ની અલિપ્તતા. વારંવાર તેમને યાદ કરતાં નતુ મસ્તક થઈ જવાય છે.
છેલ્લે મુલુંડ એમને મળી હતી ત્યારે “દાન અને તેના પ્રકારો' વિશે એટલું સરસ સમજાવેલું જેમાં અન્નદાન, આશ્રયદાન, સુપાત્રદાન, જ્ઞાન દાન, એ જાણે વીર વાણી સાંભળતા હોવાનો અનુભવ થાય.
વીર વાણી સરના રગેરગમાં વ્યાપેલી હતી. “ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ” શ્લોક બોલતા કે સાંભળતા તરત નજર સામે સરનો ચહેરો તરવરી ઊઠે છે. સર તમે અમારી સાથે છો, છતાંય we are missing you lots.
Jain Education International
For Private & Personal Use Only
W\WW.jainelibrary.org