________________
४४८
શ્રત ઉપાસક રમણભાઈ
કરુણામૂર્તિઃ અમારા રમણભાઈ
|| ચંદ્રકાંત ડી. શાહ મુરબ્બી શ્રી રમણભાઈનો મારો પ્રથમ પરિચય શ્રી મુંબઈ જેન યુવક સંઘ મારફત થયો. મુરબ્બી શ્રી કે. પી. શાહના સૂચનથી કારોબારી સમિતિમાં જોડાયો.
પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે પછાત પ્રદેશના Project લેવાની શરૂઆત, આમાં મને વધુ રસ, મુરબ્બી શ્રી રમણભાઈ સાથેનો પરિચય વધતો ગયો. મને ઘણું જાણવાનું, શીખવાનું મળતું અને શ્રી સંઘના ઉપપ્રમુખ થવા માટે શ્રી રમણભાઈનો આગ્રહ હતો, એટલે હું થયો.
મુરબ્બી શ્રી રમણભાઈને પૂ. તારાબેન સાથે અવારનવાર મળવાનું થતું. વ્યાખ્યાનમાળાના આઠેય દિવસ સાથે જતા આવતાં. વ્યાખ્યાન, વ્યાખ્યાનકાર વિષે ચર્ચા પણ થતી. મારી દીકરીની માંદગી વખતે સવારના આવીને ધાર્મિક પદો, સ્તવનો તેઓ સંભળાવતા.
બન્નેની સાથે કુટુંબનો નાતો રહ્યો. તેઓ વંદનીય સંતપુરુષ હતા. એમની પાસે જૈન ધર્મના જ્ઞાનનો ખજાનો હતો. એમને હું વડીલ તથા ગુરુ તરીકે માનતો, મને ઘણું જ્ઞાન તથા મારા પ્રશ્નોના ઉકેલ મળતા. સમતાભાવ એમનો ખાસ ગુણ. બધાને સમજાવીને સર્વાનુમતે નિર્ણય લેતા. આવા વંદનીય આત્મા આપણી વચ્ચે નથી. ઈશ્વર અમને સોંપેલી જવાબદારી પૂર્ણ કરવાની શક્તિ અમને આપે. પૂ. તારાબેનનું માર્ગદર્શન હંમેશાં મળતું રહેશે. સ્વર્ગસ્થના આત્માને વંદન કરું
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org