________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૪૯
સ્વજનની ચિરવિદાય
D નીરુબહેન શાહ પૂજ્ય રમણભાઈના ચિરવિદાયના સમાચાર સાંભળીને મન વિષાદથી ભરાઈ ગયું. આંખો બંધ કરી ત્યાં તો ફોન પર વાત થતી હોય તેવો પૂ. રમણભાઈનો અવાજ “બોલો બોલો' સંભળાયો. ફોન પર વાત થાય ત્યારે પૂ. રમણભાઈ બોલો બોલોથી શરૂઆત કરે. એ અવાજનો રણકો આજે પણ મનમાં ગૂંજ્યા કરે છે. એમની સાથે કરેલા પ્રવાસો સમયને તાજગી આપતા હતા. નેત્રયજ્ઞની સાથે સાથે યાત્રાઓ જોડીને પ્રવાસ અને યાત્રાનો અનુભવ થતો હતો. પ્રવાસ દરમ્યાન પેટ ભરીને હસવાનું, મજાક કરવાની, ખૂબ આનંદ આવતો. જીવનના રહસ્યોનો ઉઘાડ થતો હતો. પ્રવાસનું નક્કી થાય ત્યારે આતુરતાપૂર્વક રાહ જોવાતી. એમની સાથેના પ્રવાસનો આનંદ કોઈ જુદો જ હતો. દર વખતે ફોન કરે. આપણે આ તારીખે જવાનું છે-આજે આમ એકાએક અમારો સાથ છોડીને લાંબી સફરે ચાલી નીકળ્યા-કેમ ચાલી નીકળ્યા?
મનમાં ધીમે ધીમે સમજ પ્રગટવા માંડી, પૂ. રમણભાઈ જેવી વ્યક્તિના જવાથી શોક ન કરાય. એમનું જીવન પ્રકાશિત હતું. એમના સુકૃત્ય, એમના જીવનની સુવાસ દશે દિશાઓમાં ફેલાયેલી છે. સ્વદેશમાં અને પરદેશમાં એમની સુવાસ મહેકે છે. એમનું દેહાવસાન થયું પણ કેટલાયના દિલોમાં એમની યાદ જીવંત છે. જે ક્યારેય ભુલાશે નહિ, ભુંસાશે નહિ.
શ્રી મુંબઈ જેન યુવક સંઘના પુરોગામી ઘડવૈયાઓએ જે વારસો આપ્યો હતો તેમાં તેમણે કરુણાના પ્રોજેક્ટ લઈને માનવતાની મહેક ફેલાવી નવી જ દિશા આપીને શ્રી મુંબઈ જેન યુવક સંઘને ગોરવાન્વીત કર્યું. પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ દીપાવ્યું. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન જૈન જેનેતર પૂ. રમણભાઈના સમાપનથી વ્યાખ્યાતાએ આપેલા વ્યાખ્યાનનો મર્મ પામતા હતા. આવા બહુશ્રુત વિદ્વાને જીવનના વર્ષોને નવી દિશા, નવો ઓપ આપ્યો. તેમના લખેલા ધાર્મિક પુસ્તકોને પોતાની જ લેખિનીથી સરળતા અને સમજણ આપી જે સામાન્ય માણસ પણ સમજી શકે. તેમના પ્રવાસ વર્ણનો અવર્ણનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org