________________
૪૫૦
શ્રત ઉપાસક રમણભાઈ
તેમની દૃષ્ટિમાં સામાન્ય માણસનું, પ્રત્યેક જીવનનું સન્માન હતું. કોઈના પણ દુઃખમાં સહભાગી થવા તત્પર રહેતા. તેઓ નિગ્રંથ હતા. ક્યારેય કોઈને પણ માટે ફરિયાદી સૂર ન હતો. કોઈના પણ દુઃખમાં પોતાનાથી બનતી શારીરિક, આર્થિક તેમ જ માનસિક મદદ કરવાની તત્પરતા હતી.
તેમના જવાથી ધરતી માતાએ એક સુપુત્ર ગુમાવ્યો છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સદાય તેમનું ઋણી રહેશે. તેમની ખોટ સદાયે સાલશે. તેમની યાદ સદાયે જીવંત રહેશે. તેમણે ચાતરેલા પંથે સદાયે ચાલશે.
પરમાત્માને પ્રાર્થના ! પરમાત્મા એ આત્માને ચિર શાંતિ આપજો. પરમાત્મા એ આત્મા પર અઢળક પ્રેમ વરસાવજો.
* * * तहेव सावज्जणुमोयणी गिरा
ओहारिणी जा य परोवघायणी । से कोह लोह भयसा व माणवो न हासमाणो वि गिरं वएज्जा ।।
( નિ. 7-54) One should not speak, out of anger, greed, fear, ego or for the sake of humour, such words as may encourage sin, or derogate others or may be instrumental in killing others.
क्रोध, लोभ, भय, मान या मजाक में भी साधक सावध का अनुमोदन करनेवाली, अन्य का पराभव करनेवाली और अन्य का उपघात करनेवाली भाषा न बोले ।
ક્રોધ, લોભ, ભય, માન કે મજાક-મશ્કરીમાં એવી ભાષા ન બોલવી જોઈએ કે જે પાપને વખાણનારી હોય, બીજાનો પરાભવ કરવાવાળી હોય કે બીજાનો ઘાત કરનારી હોય.
|| રમણલાલ ચી. શાહ
(“જિન-વચનમાંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org