________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૪૫ ૧
1. ડૉ. રમણભાઈ
| પુષ્પાબહેન પરીખ
ડૉ. રમણભાઈના વ્યક્તિત્વ વિષે લખવું હોય તો મને તો લાગે છે કે આખું એક પુસ્તક લખાય. પરંતુ આ એક જ અંકમાં તેમના પરિચયમાં આવેલ વ્યક્તિઓએ લખવાનું એટલે અંગત અને યાદગાર પ્રસંગો જ લખાય. એમનામાં શું નહોતું એમ પૂછીએ એટલે જ સમજાઈ જાય કે તેઓ શું હતા. જેમ વેદમાં કહ્યું છે કે પરમ તત્ત્વનું કોઈ વર્ણન ન કરાય તેવું ડૉ. રમણભાઈની બાબતમાં પણ છે. તેમ છતાં મારા મનમાં જે એકાદ બે સંસ્મરણો છે તે જણાવું છું.
સૌપ્રથમ તો એમના રમૂજી સ્વભાવનો પરિચય આપું. અમે જ્યારે પણ મળીએ અથવા પ્રવાસે જઈએ ત્યારે Jokes તો કહેતા જ અને તેમનો FavouriteJoke એક હતો. “આપણા માજી રાષ્ટ્ર પ્રમુખ ઝેલસિંગ એક વખત કોઈ બીમારીના ઉપચાર માટે પરદેશ ગયા, બધી તપાસ બાદ ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. થિયેટરમાં બધી તૈયારી કરી અને ડૉક્ટરે આવીને પૂછયું 'Are you ready?" 224122 99164241441. 'No Sir.' all aiz yet uleg d48l sej. No Sir.' હવે ડૉક્ટરની ધીરજ ખૂટી અને બે મિનિટમાં જરા મોટા અવાજે પૂછ્યું. 'Are you ready?' 34143L1 2 4444491 gizell se. I am not ready, I am 'Zailsingh.
બીજો મારો ડૉ. રમણભાઈ સાથેનો યાદગાર અને વાગોળવા જેવો અનુભવ નવનીત સમર્પણ'માં જ્યારે તેઓના પાસપોર્ટની પાંખે'ના લેખો આવતા ત્યારે દર મહિને નવનીત સમર્પણના અંકની હું રાહ જોતી અને અંક હાથમાં આવતાની સાથે પ્રથમ એમનો લેખ વાંચી તેઓને મારો પ્રતિસાદ આપતી. મારા જેવા એક અદના મનુષ્યની સાથે પણ એટલા આનંદથી અને શાંતિથી તેઓ વાતો કરતા અને મને હંમેશાં કહેતા “તમે મારા લેખના પ્રથમ વાચક છો.” ભવિષ્યમાં પણ નવનીત સમર્પણ તો શું અનેક જગ્યાએ, અનેક પ્રસંગોએ અને અનેક પુસ્તકોમાં ડૉ. રમણભાઈ કાયમ આપણી સાથે જ છે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org