________________
૪૫ ૨
શુત ઉપાસક રમણભાઈ
સંસારી સંત
| વસુમતી ભણસાલી આદરણીય શ્રી રમણભાઈ ચી. શાહ, તેઓના પરિચયમાં આવનાર દરેક વ્યક્તિને તેમના અસાધારણ વ્યક્તિત્વની શરૂઆતથી જ ઝાંખી થાય એ અનુભવ મને પણ થયો. સરળ, નિખાલસ, અહમથી પર, સાદગીના હિમાયતી, ધાર્મિક, સામાજિક, રાજકીય કોઈપણ ક્ષેત્રમાં ઊંડું જ્ઞાન ધરાવનાર, વિકટ પ્રશ્નોને સહજતાથી હલ કરનાર, સમભાવી, સમતાભાવી, નાના-મોટા, ગરીબ અને તવંગર, જ્ઞાની તેમ જ અજ્ઞાની દરેક સાથે સહજતાથી વર્તન કરનાર શ્રી રમણભાઈએ આપણા સૌ વચ્ચેથી વસમી વિદાય લીધી. તેઓશ્રીની ખોટ ક્યારેય પૂરાશે નહિ.
હું અને રમણભાઈ મલબાર હિલમાં સામ સામેના મકાનમાં રહેતા હોવાથી મુ. રમણભાઈ તેમ જ મુ. તારાબહેનનો અંગત પરિચય વધ્યો. જૈન યુવક સંઘની મિટિંગમાં કે પ્રવાસમાં ક્યાંય પણ જવાનું હોય તો અવશ્ય તેમનો ફોન આવે જ કે આપણે સાથે જ જઈશું. હંમેશાં તેમનું આશ્વાસન હોય જ કે તમારા ભાઈ થોડા દૂર રહે છે આવતા થોડોક સમય લાગે, રમણભાઈ તમારો બીજો ભાઈ સામે જ છે. કંઈપણ તકલીફ હોય તો બે મિનિટમાં આવી પહોંચીશ. તેઓની હૈયાસૂઝ સૌને હૈયાધારણ આપતી. આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાનની ચરમ સીમાએ પહોંચેલા હોવા છતાં ક્યારેય તેમનામાં અહમ્ નો અનુભવ થયો નથી. મજાક કરી આનંદ મેળવવો અને અન્યને આપવો એ તેમને માટે સહજ હતું.
એક સંતને અનુરૂપ કેટલાક ગુણો તેમનામાં જોવા મળતા એ ગુણવાન અને ગુણગ્રાહી સંતસમી રમણભાઈને ભાવભરી અંજલી.
એક સાચા સ્વજન ગુમાવ્યાનો કાયમી અફસોસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org