________________
ક્ષત ઉપાસક ૨મણભાઈ
૪૫૭
પિતા તુલ્ય અમારા રમણભાઈ
મીના શાહ જે જન્મે છે એનું મૃત્યુ ચોક્કસ છે. પરંતુ ઘણા માનવીની આ જન્મથી મૃત્યુ સુધીની જીવનયાત્રા ચિરસ્મરણીય હોય છે. પૂ. રમણભાઈની ચિરસ્મરણીય જીવનયાત્રા છે. મારા માટે પૂ. રમણભાઈ પિતા તુલ્ય હતા. એઓ મને પોતાની દીકરી માનતા હતા. એમની સાથે મેં ઘણાં પ્રવાસો કર્યા છે. પ્રવાસમાં પોતાના પરિચિતો સાથે મારી ઓળખાણ દીકરી તરીકે કરાવતા તેથી ઘણાં એમના પરિચિતો ખરેખર એમની દીકરી માનતા. એમની વિદાયથી મેં આદરણીય પિતા ગુમાવ્યા છે, જ્યારે પણ કોઈ પ્રવાસમાં જવાનું થાય ત્યારે મને પૂછ્યા વગર એ પ્રવાસમાં જવા માટે મારું નામ લખાવી દેતા. એમની સાથેનો પ્રવાસ એટલે જ્ઞાન અને ગમ્મતનો સુમેળ. પ્રવાસમાં એમની સાથે કોઈ અગવડ ન પડે. પ્રવાસમાં દરેક સાથીઓનું ધ્યાન રાખે, વડીલની વ્હાલપ વરસાવે. વિદ્વાન હતાં છતાં પણ ખૂબ જ નમ્ર ક્યારેય કોઇની નિંદા ન કરે. બધાં સાથે સુમેળ અને સરખું વર્તન. મૃત્યુ પહેલાં છેલ્લાં એક વર્ષથી બીમાર રહેતા હતા ત્યારે હંમેશાં પ્રભુને પ્રાર્થના કરતી કે પૂ. રમણભાઇને જલ્દી સ્વસ્થ કરી દે, પણ મનની મનમાં રહી ગઈ. એમની સાથે ઘણાં પ્રવાસો કરવા હતા. ઘણાં પ્રશ્નોનું નિરાકરણ કરવું હતું. ઘણી બધી માહિતી મેળવવી હતી, પણ ઈશ્વરે એ ઈચ્છા અધૂરી રાખી. કદાચ મારા કરતા એમને એની વધુ જરૂર હશે. ભવોભવ આવા પૂ. રમણભાઈ જેવા વડીલ મળે એ જ પ્રાર્થના. ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org